________________
પ્રકરણ ૧૨ મું જ્યાદેવી અને શક્કાળ
ચૈત્ર સુદ ૧૫ નો દિવસ હતું. જેન લેકમાં તેને પર્વને દિવસ માનવામાં આવે છે, સેન નદીને કાંઠે વસેલા પાટલીપુત્રમાં પાર્શ્વનાથનું એક જૈન દેરાસર હતું. આ અપૂર્વ દિવસના નિમિત્તે તે દેરાસરમાં ઘણી ગીરદી હતી. મહારાજાનંદ જૈન ધર્મ પાળતા હતા. તે જ પ્રમાણે મહાઅમાત્ય શટાળનું આખું કુટુંબ પણ જૈન ધર્મનું અનુયાયી હતું.
સૂર્યોદય સમય હતે. મહારાણી જ્યાદેવી જૈન દેરાસરમાંથી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી રાજમહેલ તરફ પાછાં જઈ રહ્યાં હતાં. સાથે દાસીઓ તેમજ રક્ષણથે જોડેસ્વારે પણ હતા.
નિત્ય નિયમાનુસાર દર્શનાર્થે જતા શકટાળ પર જયાદેવીની નજર પડી. ઘણું દિવસથી તેમની ઈચ્છા હતી કે મહાઅમાત્ય રાકટાળને મળવું. આજે અચાનક તેમને તે પ્રસંગ સાંપડે.