________________
દૂર શિક્ષા
તેમની તરફ આવતું જણવાથી, પાણીમાંથી બહાર નીકળી તે બને સ્ત્રીઓએ પિતપતાનાં વસ્ત્ર પરિધાન કરી લીધાં.
ભવ્ય હવેલીના સુશોભિત ઝરૂખામાં બે વ્યક્તિઓ નદીના પ્રવાહ તરફ પિતાનાં મુખ કરીને બેઠી હતી.
“દેવી! મહારાજાનંદની આજની શિક્ષાને અમલ તેમની પડતીની નિશાની દાખવી રહ્યો છે.” બંનેમાંથી જમણા હાથ તરફ બેઠેલી વ્યક્તિએ બીજી વ્યક્તિને ઉદેશી કહ્યું.
પ્રભુ! મહારાજાએ આવી તે ઘણએ શિક્ષાઓ ફરમાવી છે અને તેને અમલ પણ થઈ ચૂક્યું છે. તેમના મનથી આ શિક્ષા તો નજીવી છે.” બીજી વ્યક્તિ બેલી.
આ શિક્ષા તે હું જીવીશ ત્યાં સુધી મને સાંભરશે. કેવી કૂર શિક્ષા!” પહેલી વ્યક્તિએ દયાદ્રિ સ્વરે બેલતાં વિશ્વાસ નાખે.
પ્રભુ ! જે હાથ ખૂન કરતાં ખચાય નહિ, તે હાથને કાપી નાખવામાં આવે, તે અગ્ય કહેવાય ? જે પતિ પિતાની પત્નીનું ખૂન કરે, તે પતિને એક ભીંત સાથે ખીલાથી જડી દેવામાં આવે, તે અન્યાય કહેવાય ? જે માણસ પોતાના રાજાને નાશ કરવાનો પ્રયત્ન કરે, તે રાજદ્રોહીને ક્રૂર શિક્ષા કરવામાં આવે, તે શિક્ષા કરનાર ક્રૂર કહેવાય? પ્રભુ! આપનું હૃદય દયામય છે, તેથી જ આપ આમ બેલે છો. આપ હજી તે માણસને ઓળખતા નથી.”
–બીજી વ્યક્તિ અત્યંત પ્રેમ ભર્યા સ્વરે બેલતી હતી. તેના કંઠની કામળતા ગમે તેવા માનવ હક્ષ્યને હચમચાવી