________________
મહામંત્રી શકટાળ
મૂકે તેવી હતી. તેના કંઠથી ચઢિઆતે તેને અંગમરેડ હતો. અંગમરેડથી ચઢિઆતું તેનું સૌંદર્ય હતું. સૌંદર્યથી ચઢિઆતા તેના આદર્શ ગુણો હતા અને ગુણથી ચઢિઆતી તેના કંઠની માધુર્યતા હતી. એટલે કે તેના મન, વચન અને કાયાના ગુણ એક બીજાથી ચઢિઆતા છે.
તું તે માણસ વિષે કંઈ જાણે છે?” પહેલી વ્યક્તિએ પ્રશ્ન કર્યો.
- “હા. હું તેને સારી રીતે ઓળખું છું. તેના પર નજર રાખવા માટે મેં મારી દાસીને અહીંથી મેકલી છે. તેના તરફથી મને ઘણું જાતના સમાચાર મળ્યા કરે છે.
જે માણસને શિક્ષા કરવામાં આવી હતી, તે માણસનું નામ પ્રતાપ હતું. બાર સભ્યોનું એક મંડળ સ્થપાયેલું છે. તેમાં એક પ્રમુખ છે. બીજે તે મંડળને કાર્યકર્તા છે. અને બાકીના દસ સભ્યો તે મંડળના સભાસદ તરીકે ઓળખાય છે. તે દસ સભ્યમાં એક સભ્ય પ્રતાપ હતા.
પ્રતાપની બહેન સુભગા રાણીવાસમાં દાસી તરીકે કામ કરતી હતી. તે નાનપણમાં વિધવા થયેલી હોવાથી રાણીવાસમાં જ રહેતી હતી. તેની પર મહારાણીની મીઠી નજર હતી.
પ્રતાપની પત્નીનું નામ ભદ્રા હતું ભદ્રા પણ રાણુવાસમાં દાસી તરીકે કામ કરતી હતી. તે રાતના વખતે પિતાનાં મકાનમાં જ રહેતી.
કેટલાક વખતથી તેને પતિ પ્રતાપ દારૂના નશામાં ચકચૂર રહેવા લાગ્યા હતા. તેમના મંડળ પર દેખરેખ રાખવા માટે મળેલી મારી દાસીના રૂપ પર દરેક વ્યકિત માહી ગઈ હતી.