________________
૯૪
મહામંત્રી શકટાળ
કરે નહિ, તે એ ખૂની જેવા કેટલાય માણસે પિતાની સ્ત્રીઓનાં ખૂન કરી નાંખે.” બીજી સ્ત્રીએ અસ્ત પામતા સૂર્યનારાયણને બંને હાથ જોડતાં કહ્યું.
પણ બધા પુરૂષે થેડા જ તેના જેવા ઘાતકી છે?” પહેલી સ્ત્રીએ બીજીની દલીલ તોડી પાડવાનો પ્રયત્ન કર્યો.
જે બધા તેના જેવા ઘાતકી નથી હતા, તે મહારાજા ચેડા જ બધાને તેના જેવી ક્રૂર શિક્ષા કરે છે!” બીજી સ્ત્રીએ પિતાનું કહેવું પકડી રાખ્યું હતું. મહારાજાએ ફરમાવેલી શિક્ષા તેને વ્યાજબી લાગતી હતી.
“પણ જે શિક્ષા થાય છે, તે જોવાતી કે સંભળાતી
નથી.”
આજે સવારે અમલમાં મૂકાયેલી શિક્ષા વખતે તે તું હાજર હતી! પછી જેવાતી કે સંભળાતી કેમ નથી?” બીજી સ્ત્રીએ પ્રશ્ન કર્યો..
“વાતી નથી, એટલે એને અર્થ એમ નહિ, કેદેખાતી નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તે શિક્ષા જેનાર કે સાંભળનારનું હૃદય પત્થર જેવું નિષ્ફર હોવું જોઈએ. કમળ હૃદયના માણસેથી તે ક્રૂર શિક્ષા જેઈ કે સાંભળી જતી નથી.” પહેલી સ્ત્રીએ ખુલાસો કર્યો.
“તારા જેવી કેમળ હદયની સ્ત્રીઓનું આ જગતમાં કામ પણ નથી. હદયની બહુ કોમળતાથી જ ભદ્રાનો પ્રાણ ગયો. નહિ તે પ્રતાપની મગદૂર શી, કે રાણીવાસમાં નિદ્રાધીન થયેલી પિતાની પત્નીનું ખૂન કરવાની હિંમત કરે!—”
તે આગળ બેલવા જતી હતી, પણ કેટલાક પુરૂષનું ટોળુ