________________
અજબ સ્ત્રી
“મારા પર વિશ્વાસ રાખે, વરરૂચિ! ” પદ્માએ પિતાના પર વિશ્વાસ રાખવા જણાવ્યું.
મને તારા પર વિશ્વાસ છે, પદ્મા!”
-કહી વરરૂચિએ તેના હાથ પોતાના હાથમાં લઈ પંપાળવા માંડ્યો.
પદ્માને લાગ્યું કે જે હવે વધારે વાર અહીં બેસી રહેવામાં આવશે, તો વરરૂચિની ઈચ્છાને દુભાવવાને પ્રસંગે ઉપસ્થિત થશે.
તેણે પિતાનો હાથ વરચિના હાથમાંથી ધીમે ધીમે ખેંચી લેતાં કહ્યું : “વરચિ! હું થોડો વખત બહાર ખુલ્લી હવામાં ફરી આવું. તમે ઉંઘી જાઓ.”
–કહી તે ઉઠવા લાગી. તેને તેમ કરતાં અટકાવી વરરૂચિ બેલ્યા : “પણ આટલા અંધારામાં ?”
“હા. તે તે માટે નિયમ છે. જો શેડો વખત ફરવા જઉં નહિ તે મને ઉંઘ ન આવે.” એમ કહી, તેણે ચાલવા માંડ્યું.
તેના ગયા પછી વરરૂચિએ નિશ્વાસ નાંખે. “અજબ સ્ત્રી છે.” તેમનાથી બોલી જવાયું.