________________
મહામત્રી શાળ
મંત્રી આવા કોટીના પ્રસંગે રાજકુટુંબ અને રાજ્યને ત્તરછોડવાના વિચાર કરે, તે તે આજે જ સાંભળ્યું. મહારાજાએ રાજ્યની લગામ તમને સોંપી છે, તે આવી રીતે દગો દેવા નહિ. મંત્રીજી ! પિતા તુલ્ય રાજાને દુઃખના વાવાઝોડામાં સપડાયેલા છોડી, પ્રભુ ભક્તિમાં લીન થવાને પ્રયત્ન કર, એ તમને શેભે છે?” પિતાની ઈચ્છા ન હોવા છતાં, મહારાણીએ શટાળ મંત્રોને કડક શબ્દો સંભળાવ્યા.
મહારાણી ! આમાં શેવા ન શોભવાને સવાલ જ નથી. આપે પૂછવાથી મેં મારા વિચારે જણવ્યા છે. વિચારે જણાવવા એટલે વિચારને અમલમાં મૂક્યા ન ગણાય. મહારાણી ! આપ કેટલીક બાબતોથી અજ્ઞાત છે. આપને મારા પર ગમે તેટલે વિશ્વાસ હશે, પણ મહારાજાને આપ ધારો છે તેટલે વિશ્વાસ મારા પર નથી. ઘણાં વરસેથી રાજ્યની, રાજકુટુંબની સેવા કરી છે. સેવામાં જ જીંદગી પુરી થવા આવી છે. આજ સુધી નિષ્કલંકપણે કરેલી સેવાને લંક ન લાગે તો સારું ! આપ નાનાં છે, તે પણ આપને માતા તુલ્ય માનતો આવ્યું . જે રાજકુટુંબને વડિલ કુટુંબ તરીકે માનવાની ભાવના રાખી હતી અને રાખી રહ્યો છું, તે જ રાજકુટુંબ આજે મને કલંક્તિ માનવાને તૈયાર થયું છે. મહાઅમાત્યને અવાજ ગળગળા થવા પામ્યો હતો. તેમનાં નેત્રમાં અશ્રુનાં ઝાકળ દેખાવા લાગ્યાં. તેમણે આગળ કહેવા માંડ્યું:
“મહારાણી! મહારાજાની ભાવના પવિત્ર છે, પણ તે ભાવનાના મૂળમાં વિષનું સિંચન થવા લાગ્યું છે. હલકા લેનાં વચન પર વિશ્વાસ રાખી પોતાના માણસો પર અવિશ્વાસ રાખવા લાગ્યા છે. પોતાના પુત્ર પર પણ જેટલે વિશ્વાસ ના રાખે, તેટલો વિશ્વાસ મારા પર રાખનાર મહારાજા, કટી