________________
અજમ સ્ત્રી
૮૯
એની કપટ જાળમાં ફસાઇ, મને અવિશ્વાસી માનવા લાગ્યા છે. મહારાણી ! આ કલક જેવું તેવું નથી. આ કલંક પૂર્ણપણે વીકસિત થવા પામે, તે પહેલાં મંત્રીપદની મુદ્રિકા મહારાજાને રાજીખુશીથી સુપ્રત કરવી, તે જ મને યાગ્ય લાગે છે.”
*
મહાઅમાત્યની આંખમાંથી અશ્રુનુ એક બિન્દુ ટપકી પડ્યું. તે જોતાં જ મહારાણીનુ હૃદય દ્રવી ઉઠયું. · આજ સુધી નિષ્કલ'કપણે રાજ્યની સેવા કરનાર વૃદ્ધ મહામંત્રીની આંખમાં ઘરડા ઘડપણે દુ:ખનાં આંસુ'.' આ વિચારે જયાદેવીના હૃદયમાં જવાળા પ્રકટાવી.
મહારાજાને આ શું સૂઝયું ? મગધ રાજ્યને ઉન્નતિના શિખરે પહોંચાડનાર મહામંત્રી પર અવિશ્વાસ ? રાજાની કીર્તિ માટે ભૂખ તરસને પણુ જેણે ખ્યાલ કર્યાં નથી, તેના પર શકા
—મહારાણીતે ઘણી જાતના વિચાર। આવી ગયા. જેમ જેમ તે વિચાર કરતાં ગયાં, તેમ તેમ તેને વધારે દુઃખ થતું ગયું. સજળ નયને તે ખેલ્યાં :
મહામંત્રી ! તમને આ કલંક હું કદાપિ નિહ લાગવા દઉં. મારા પર વિશ્વાસ રાખેા. મહારાજાને હું ગમે તે પ્રકારે સમજાવીશ. તેમને પગે પડીશ, પણ આવું અટત કાર્ય તેમના હાથે નહિ થવા દઉં. આ કલંક તમને નહિ પણ મહારાજાને લાગે છે. અંદર અંદરના ક્લેશ પડતીની નિશા નીએ દાખવે છે.
""
પતિ ચાણુક્યજી ગયા, તમે જાવ અને શ્રીયકજી પણ જવાને તૈયાર થાય તે રાજનું શું ? અમારૂં શું? ભલે, મહારાજા ક્ષુલ ન કરે, પણ હું તેા જરૂર કસુલ કરીશ, કે રાજકુટુંબ પિતા પુત્રથી સુરક્ષિત છે. જે દિવસે તે પિતા