________________
અજબ સ્ત્રી
અસર એટલે નહિ. એક રાત્રીએ તેના મકાનમાં જઈ તેનું ખૂન કર્યું.
સવારમાં ચારે બાજુએ સમાચાર પ્રસરી ગયા. મહારાજાને પણ તે સમાચાર સવારમાં વહેલા મળ્યા હતા. તેમણે તરતજ દૂકમ કાઢી, ઘણુઓને શકથી પકડયા. તેમાંના કેટલાકને છોડી મૂકવામાં આવ્યા. બાકી રહેલાઓને ભયંકર શિક્ષા કરવામાં આવી. -
બુદ્ધિશાળી ગણુતા મહારાજાએ આમાં થાપ ખાધી. નિર્દોષ લેકેને સજા કરવામાં આવી, પણ ખરે ખૂની આબાદ રીતે છટકી જવા પામ્યો. થડા વખત પછી આ વાત પર પડદો પડી ગયો.
ગુપ્તચર મંડળના અગ્રેસરનું ખાલી પડેલું સ્થાન વિજયને આપવામાં આવ્યું. આજ સુધી કોઈને પણ શંકા કરવાનું કારણ મળે નહિ, તેમ તે ખૂની પિતાની સત્તા ચલાવી રહ્યો છે.
મહારાજાના નાના પુત્રને વિષપાન કરાવવાનું પણ તે ચૂકે નહિ. તેણે પિતાના હાથ નીચેના એક માણસને સાધી લીધે છે. તે માણસની બહેન રાણીવાસમાં દાસી તરીકે કામ કરે છે. તેના પર મહારાણુને વિશ્વાસ છે. બાળકને દૂધ વિગેરે પાવાનું કાર્ય તેને સેંપવામાં આવ્યું છે. તે ખૂનીએ પિતાના માણસને કહી, તેની બહેન મારફતે નાના કુમારને દૂધમાં ભેળવી વિષ અપાયું હતું પણ રાજકુમાર બેભાન થતાં, તરતજ 5 ઉપાયે કરવામાં આવ્યા હતા. વૈદક શાસ્ત્રમાં અજોડ મનાતા રાજવૈદ્ય ફક્ત બે જ માત્રાઓથી તે વિષનો નાશ કર્યો હતો. કુમારની જીંદગી વૈદ્યની મહાન ઔષધિથી