________________
પ્રકરણ ૧૦ મું
માન્યતા
પંડિત ચાણક્યના ગયા પછી મહારાજાનંદનું મન ઉદ્વિગ્ન રહેતું હતું. તેમને કુશંકાઓને ભાસ થવા લાગ્યા હતા. નાના કુમારને કોઈએ વિષ આપ્યું હતું, તે પ્રસંગ વારંવાર તેમને યાદ આવ્યા કરતો હતો. તેનો વિષાદ નાશ કરવાને, મહારાણી જ્યાદેવી ઘણી વખત તેમની પાસે આવતાં. રાણીને ચિંતાએને પાર નહતો, છતાં પતિની ચિંતાઓ આગળ તે પિતાની ચિંતાઓને નવી ગણતાં.
નાના કુમારને ઝેર આપનારનું શોધન કરવા પાછળ રાજાએ ઘણે પરિશ્રમ ઉઠાવ્યો હતો. રાણીવાસમાં અને પિતાના આવાસમાં, ગુપ્તચરની માફક છૂપી દેખરેખ રાખવાનું તે ચૂક્યા નહેતા. એક અનિષ્ટ પ્રસંગ બની ગયા પછી, બીજે તે પ્રસંગ બનવા પામ્યો હતો. રાણીને કોઈ ચિંતા પીડી રહી છે, એમ તેમને લાગતું છતાં, તેને પાર તે પામી શક્યા