________________
અજબ સી
“એટલે જ હું રાજસત્તા હાથ કરવાના પ્રયત્ન કરી રહ્યો છું. હું રાજા થયે, એટલે સમજી લે કે તું રાણું છે જ.” વરરૂચિની ઉંઘ ઉડી ગઈ હતી. અત્યારે પિતે રાજા હોય તેમ તેમને લાગવા માંડ્યું, હવાઈ કિલ્લા ચણનારને સાચા કિલ્લા જોવાની કુરસદ મળતી નથી, તેમ રાજા બનવાના હવાઈ કિલ્લા ચણનાર વરરૂચિને આઠેક દિવસથી રાજસભામાં જવાને વખત મળ્યો નહતો.
પણ વિજય રાજા બને તે ?” પદ્માએ શંકા ઉઠાવી. તે રાજા બની શકે જ નહિ.” કારણ?” “તે મારાથી દબાયેલો છે. તેની કેટલીક ખાનની વાત હું જાણું છું, એટલે તે મારી સામે આંખ પણ ઉંચી પણ કરી શકે નહિ.” વરચિએ અભિમાનથી કહ્યું.
એવી તે કેવી વાતો છે, કે તે તમારાથી દબાયેલે રહે છે?”
બહુ જ ખાનગી છે. મારા સિવાય તે કઈ જ જાણતું નથી.” ધીમે ધીમે વરરૂચિને અભિમાનને નશે ચઢવા લાગે.
મને તે તમારે જણાવવી જ પડશે” લાડથી તેમના માથા પર હાથ ફેરવતાં પદ્માએ કહ્યું.
જાણીને તું શું કરીશ?” વરરૂચિએ પ્રશ્ન કર્યો. (૧) વરચિને નાલંદા વિદ્યાપિઠનું સુકાન સોંપ્યા પછી તેમને
રાજસભામાં દાખલ ન થવાની થયેલી સજા મહારાજાએ રદ કરી હતી. વિદ્યાપિઠના ગુરૂ તરિકે તેમને રાજસભામાં આવવા દેવા પડતા હતા.