________________
લગ્નનું મુહૂર્ત
પપ વાત સાંભળીને છોકરીઓને હરખ પણ નહિ માય. સ્યુલિભદ્રના લગ્નને લ્હાવો તે ન મળ્યો પણ શ્રીયકના લગ્નને લ્હા તેમને જરૂર મળશે. આ લગ્ન પ્રસંગે સ્થૂલિભદ્રને જરૂર તેડાવવા પડશે.”
“મારી પણ તે જ ઇચ્છા છે.” શક્કાળ કહેવા લાગ્યા : “શુલિભદ્ર કેશ્યાને ત્યાં રહેવા લાગ્યા છે, તેમાં કોઈ પણ જાતનું નીચું જોવાપણું નથી. સ્થૂલિભદ્ર અને કેશ્યાઃ બંનેને તેડાવીશું. કેશ્યાને ત્યાં નિવાસ કરનાર સ્યુલિભદ્ર ભવિષ્યમાં એક મહાન વ્યક્તિ નિવડશે, એમ મને મારે અંતરાત્મા વારંવાર કહ્યા કરે છે. શ્રીયકને પણ તેમના પ્રત્યે માન છે. એક જ વ્યક્તિને ખાતર પિતાના સર્વસ્વનો ભોગ આપ, એ નાની સુની વાત નથી. આપણું પુત્રીઓ પણ તેમને મળવા માટે આતુર બની રહી છે. આ પ્રસંગને બહાને પિતાના મોટા ભાઈને મળવાને લાભ તેમને ઘણું વખતે મળશે. “ઈશ્વર જે કાંઈ કરે છે, તે સારા માટે કરે છે. એ યુકિત ખેટી નથી. મોટા ભાઈને મળવાની આતુરતા, બંધુ પ્રેમની કિંમત સમજાવે છે. બહેનને વહાલામાં વહાલે ભાઈ હેય છે, પુત્રને વહાલામાં વહાલી માતા હોય છે અને પત્નીને વહાલામાં વહાલે પતિ હોય છે. આ વ્યાખ્યા અજરામર રહેવાની.”
શકટાળ આગવુ બોલવા જતા હતા, પણ તેમની સાતેય પુત્રીઓ દેવમંદિરથી આવી પહોંચ્યાના સમાચાર મળતાં તેમનું બેલિવું ત્યાં જ અટકી ગયું. લક્ષ્મીપતિ ઉઠીને પોતાના ખંડમાં
ગયાં.
નિત્ય ન્યિમાનુસાર સાતેય બહેને એ પહેલાં માતાના ખંડમાં જઇ તેમને પ્રણામ કર્યા. ત્યાંથી નીકળી તે પિતાના ગઈ અને તેમને પ્રણામ કર્યા.