________________
૫૪
મહામંત્રી શાળ આવશે તે બંનેનું જીવન સુખમય બનશે”
વહેલું મુહૂર્ત આવતું ન હોવાથી તે મુહૂર્તને વધાવી લીધા સિવાય લક્ષ્મીવતીને છૂટકે નહોતે.
લગ્નને લગભગ પોણા બે મહિના વાર હતી. મંત્રી પત્નીને પણું બે મહિના પણું બે વરસ જેવા લાગવા લાગ્યા. હજી તે એક ઘટિકા પણ વિતી નથી, તે પિણા બે માસ કેવી રીતે વીતશે? આ વિચાર તેમને અસહ્ય થઈ પડયો.
જોતિષીને તેની યોગ્યતા પ્રમાણે નવાજી વિદાય ક્ય પથી મહાઅમાત્યે નગરશેઠને કહ્યું: “હવે ફક્ત શ્રીયકને પૂછવાનું રહ્યું. તેમની સંમત્તિ તે મળશે જ, પણ આપણે આપણું કર્તવ્ય ભૂલવું ન જોઈએ. તેમને પૂછીને હું તમને આવતી કાલે સમાચાર મલાવીશ.”
નગરશેડના બોલતાં પહેલાં લક્ષ્મીવતી જ બોલી ઉઠયાં: “એમાં શ્રીયકને શું પૂછવાનું છે?”
“છતાં પૂછવું સારું.” એટલું કહી નગરશેઠે જવાની રજા માગી.
પતિ પત્ની મુખ્ય દ્વાર સુધી તેમને મૂકી આવ્યાં. પુત્રીઓ હજી સુધી આવી ન હતી. તે જ ખંડમાં આવી બંને જણ એક મોટા આસન પર બેઠાં.
શ્રોયની સંમતિ લેવાનું કામ તમારું છે. તે “ના” કહેવાના નથી. એટલે ધીમે ધીમે લગ્નની પણ તૈયારીઓ કરવી પડશે.” શકટાળે લક્ષ્મીવતીને કહ્યું.
તે “હા” કહેશે અને લગ્નની તૈયારીઓ પણ આવતી કાલથી શરૂ થશે.” લક્ષ્મીવતી કહેવા લાગ્યાં “શ્રીયકના લગ્નની