________________
મહામંત્રી શકટા મહેલમાં સુગા નામની એક દાસી છે. તે વિજ્યદેવના ગુપ્તચર મંડળમાંના એક પ્રતાપ નામના સેવકની બહેન થાય છે. વિજયદેવના કહેવાથી પ્રતાપે પિતાની બહેન સુભગાના હાથે મહારાજના નાના પુત્રને વિષ અપાવ્યું હતું. પણ રાજકુમાર બેશુદ્ધ થતાં જ યોગ્ય ઉપચાર કકવામાં આવ્યા. રાજવૈદાની મહાન ઔષધિએ કુમારને અપાયેલું વિષ નષ્ટ કર્યું. વિષને ઉપગ વ્યર્થ જતાં વિજયદેવને આઘાત લાગ્યા હતા. તેમના જીવનમાં વિકાર્યની નિષ્ફળતા આ પ્રથમ જ હતી.
આ વાતને દાબી દેવામાં જ રાજકુટુંબે ય માન્યું હતું. વૈદને પણ સખ્ત તાકીદ આપવામાં આવી હતી કે, “આ બીના કેઈને જણાવવી નહિ.” તમારા માટે જે વિજયદેવને લાગણી હોય, અને તમારા સુખ માટે જ જે તે રાતદિવસ પ્રયત્ન કરતા હોય, તે આ વાત તે તમારાથી છુપાવે જ નહિ.
પદ્માવતીનું કથન સાંભળી, વરરૂચિનું હૃદય ધડકવા લાગ્યું. જે વિજય મને પણ વિષ આપે તો!' તેમની આંખે અંધારાં આવવા લાગ્યાં. શરીરનું સમતોલપણું ગૂમાવા લાગ્યું. કઈ રાક્ષસ તેમને ટેટ પીસી નાંખતે હેય, અને કારમી ચીસ પડાઈ જાય, તેવી ચીસ તેમનાથી નંખાઈ ગઈ
પદ્મા!_”