________________
પ્રકરણ ૭ મું
વિચાર મંથન
મધ્યાહનો સમય વીતિ ગયે હતો. મહારાણું જ્યાદેવી વિશ્રાંતિગૃહમાં આરામ લઈ રહ્યાં હતાં–આરામ લેવાને પ્રયત્ન કરી રહ્યાં હતાં. તેમના ચહેરા પર વિષાદની છાયા હતી. આરામને પ્રયત્ન નિષ્ફળ જતો હતે. આમાં રતાશ હતી નિદ્રાનું જેર જામતું જતું હતું, પણ વિચારેની પરંપરા તેને પરાજ્ય કરી રહી હતી. હંમેશાં આનંદમાં રહેનાર જ્યાદેવીને કેટલાક સમયથી શેકછાયા ઘેરી રહી હતી. અવનવા વિચારેના વમળમાં ચકા ખાતું મન સ્થિર થવાને બદલે દિશા ભૂલતું જતું હતું.
રાણીવાસ અવનવા પ્રસંગે તેમના મનને દુભાવી રહ્યા હતા. કેઈ દાસી મહારાજા માટે દૂધને કટરે લઈ જતી હેય, અને ઠોકર વાગતાં પડી જાય અને તેના અપશુકનથી રાણુને આત્મા દુઃખાય. એકાદ દાસી ફરિયાદ લઈને આવે છે,