________________
વિચાર મંથન
૪૫ રાણુ પર આફતોનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. સાથે જ મહારાજા અને રાજકુમારે પણ અવશ્ય મદદને પાત્ર છે. હું જાણું છું કે, સ્ત્રી પતિને જ પરમેશ્વર માને છે, પણ દુષ્કૃત્ય કરનાર પતિ કરતાં નિર્દોષ અન્નદાતાને શ્રેષ્ઠ માનવાનું પણ તેના તરફથી ભૂલમાં જતું નથી.” તે આગળ કહેવા જતી હતી, પણ હું વચ્ચે જ બોલી ઉઠી કે, “તમે શું કહેવા માગે છે, તે હું બરાબર સમજી શકતી નથી. હું તો સામાન્ય દાસી છું, એટલે તમારા જેટલી બુદ્ધિ મારામાં ન હોય. તમારે જે કહેવું હોય તે ચેખું કહી દે, એટલે મને સમજણ પડે.” | મારું કહેવું સાંભળીને તેણે મને સીધે જ પ્રશ્ન કર્યો? ‘તારે પતિ મહારાજા, મહારાણી અને રાજકુમારને નાશ કરવા તૈયાર થાય અને તે હાજર હોય, તો કોને પક્ષ લે?”
તરતજ મેં જવાબ આપ્યોઃ “જે રાજકુટુંબનિર્દોષ હોય અને મારા પતિના હાથે પાપ થતું હોય, તે હું મારા પતિને અટકાવું. રાજકુટુંબનું રક્ષણ કરું.”
તે, જે,' તે બોલીઃ “મને વધારે વખત નથી. તારા પતિને નશો ઉતરવા આવ્યો છે. હું તને જ મળવા આવી હતી. તારા પતિની સાથે આવવાનું તો ફકત બહાનું જ હતું. તારે પતિ એક કાવત્રાર મંડળમાં સામેલ થયો છે. તે મંડળ આખા રાજકુટુંબને નાશ કરવા ઈચ્છે છે. એટલું જ નહિ પણ, જો તેમ થવા પામે તે, તારા પતિને એક સારે
ઓદ્ધો મળે. ઉંચી પદવી પ્રાપ્ત કર્યા પછી તે તને કાઢી મૂકશે • અને જેની સાથે તે વચનથી બંધાય છે તે સ્ત્રીને તે પત્ની તરીકે ગ્રહણ કરશે. પરિણામ શું આવશે તે જાણે છે ?” મેં માથું ધૂણાવી “ના' પાડી. તે આગળ બેલીઃ “રાજકુટુંબને નાશ થશે. તું ભિખારણની માફક રઝળતી થઈશ અને