________________
મહામંત્રી શાળ
પ્રજાને ત્રાસથી દેશ છોડવાને પ્રસંગે ઉપસ્થિત થશે.' હું પણ આ સાંભળીને ગભરાઈ ગઈ. જો આમ થાય તે મારી શી દિશા ? મેં તેને પૂછ્યું: ‘ત્યારે મારે શું કરવું?” મને સમજાવતાં તેણે કહ્યું: “જે, તારા પતિને વહેમ આવે નહિ તેવી રીતે તારે આ સમાચાર મહારાણી જયાદેવીને જણવવા. મારું નામ હું તને આપીશ નહિ. મહારાણીને પણ તે સખ્ત તાકીદ આપજે જે, આ સમાચાર તમારે કઈને કહેવા નહિ. ફક્ત તમારે ચેતતા રહેવું. તમારે બંનેએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મારા તરફથી તમને આ સમાચાર મળ્યા છે તે કઈ પણ વ્યક્તિ જાણવા ન પામે.”
તે આગળ કહેવા લાગીઃ “અને ધ્યાનમાં રાખજે કે રાણીવાસમાંની એક દાસી તે મંડળના કાવત્રામાં સામેલ છે.' વગેરે મને પૂછીશ નહિ. મહારાણુને પણ આ બીનાથી જાણીતાં કરજે. હું કહું છું, તેમાનું કાંઈ પણ ખોટું નથી. મારા પર વિશ્વાસ રાખજે. મહારાણીને પણ જણાવજે કે વિશ્વાસ નહિ રાખે તે રાજકુટુંબ કાવત્રા ખેર મંડળને ભોગ બનશે. આ મંડળના સભ્યો ઘણું ચાલાક છે, તેમાં પણ બે વ્યક્તિઓને સામને કરવો મુશ્કેલ છે. ઉંચા દરજજાની અને મહાન કપટી વ્યક્તિઓની ચાલબાજી કયાં જઈને અટકશે તે કહી શકાય તેમ નથી.”
મેં તેને આગળ બોલતાં અટકાવી કહ્યું: “જુઓ બહેન! મને તમારા જેટલું બેલતાં તે નહિ જ આવડે. પણ હું મહારાણુજીને એટલું કહીશ કે, “મને એક સ્ત્રી મારા ઘરે આવીને કહી ગઈ છે કે, તમારું રાજકુટુંબ ભયમાં છે. રાણુંવાસમાંની એક દાસી ફૂટેલી છે. અને એક કાવત્રાખર મંડળ રાજસત્તા મેળવવા ઈચ્છે છે.'