________________
વિચાર મથન
૪૭
'
ખસ, તેટલું કહીશ તા પણ ચાલી શકશે.' તેણે કહ્યું. અને મારા પતિના ઉડવાની રાહ જોયા સિવાય તે વિદાય થઈ.” ઉપરોક્ત ખીના જાણ્યા પછી મહારાણી ચિંતાતુર રહેવા લાગ્યાં હતાં. એકાદ બે વખત તેા મહારાજાએ પણ ચિંતાનું કારણ પૂછેલું, પણ હસીને રાણીએ જણાવેલું કે, આપને એમ લાગે છે. આપ ખેડા હાવા છતાં શી ?' મહારાજાને પણ તેમની દલીલ ખરી લાગેલી અને તે બાબતની ચર્ચા કરવાની તસ્દી લીધેલી નિહ.
એ તા
મારે ચિંતા
મહારાણીને તેમની એક ભૂલ ખટકયા કરતી હતી, તેમણે ભદ્રાને તેના પતિ વિષે વચન આપ્યું હતું કે, · તારા પતિનું નામ હું જાહેરમાં નિહ લાવું, તેમજ તેને બચાવી લઈશ–એટલે કે અભય વચન આપું છું.'
રાણીને એમ થતું હતું કે, જો મેં ભદ્રાને વચન આપ્યું ન હેાત, તા હું મહારાજાને આ ખીનાથી વાકેફ કરત. તે મહારાજાને આ સમાચાર આપમામાં આવે તે ભદ્રાના પતિનું નામ કહેવુ પડે અને વચન ભંગ થાય, તેમજ આ વિષયની વાત નીકળ્યા પછી બધી જ પરિસ્થિતિ તેમને માહિતગાર • કરવા પડે. કારણ કે સતી સ્ત્રીને ધર્મ છે કે, પતિથી કંઈ પણ છૂપાવી શકાય નહિ.'
:
• સતી સ્ત્રીને ધર્મ છે કે, પતિથી કંઇ પણ છૂપાવી શકાય નહિ,' આ ધર્મ જ્યારે યાદ આવતા ત્યારે તેમને એમ થતું કે, · મહારાજાને આ બીનાથી અંધારામાં રાખવા એટલે
મહાન પાપ છે.’
રાણીની સ્થિતિ સુડી વચ્ચે સેાપારી જેવી થવા પામી હતી. એક બાજુ વચન ભંગનું પાપ હતું, ત્યારે બીજી બાજુ તે બીના પતિથી છૂપાવવાનું પાપ હતું. પાપ ખતે બાજુ હતું.