________________
પ્રકરણ ૬ થું
પદ્માવતીના આવાસમાં
રાત્રિને પ્રથમ પહેર વિતી ગયા હતા. વરરૂચિ, વિજય અને તેમના અન્ય સાથીદારે પદ્માવતીને ત્યાં એકત્ર થયા હતા. પદ્માવતી તે બધાની સામે જમીન પર પાથરેલા એક આસન પર બેઠી હતી.
“યુવાન વયમાં સન્યાસ ગ્રહણ કરનાર સાવી ધીમે ધીમે લક્ષ્મીના લેભમાં ફસાતી જાય છે,’ આ માન્યતાને અનુસરતું મંડળ અવારનવાર પદ્માવતીને ત્યાં મળતું.
આ મંડળ આજે અગત્યના બનાવ પર ચર્ચા કરવા માટે એકત્ર થયું હતું.
પંડિત ચાણક્યનું સ્થાન વરરૂચને પ્રાપ્ત થયાને લગભગ ત્રણ માસ વિતવા આવ્યા હતા. કોઈ પણ સમયે રાજસભામાં, તેમજ રાજમહેલમાં જવાને તેને છૂટ હતી. પંડિત ચાણક્યને રાજસભામાં જે માન મળતું તે જ માન હવે વરરૂચિને પણ