________________
૩૧
મહારાજ અને વિજય જે જવાબદારી મારા પર નાખી છે, તે હું સંપૂર્ણપણે સંભાળી લઈશ. પણ એટલું તે હું ચોક્કસ કહું છું કે, “તેના માટે મને માન છે.” પ્રજાને પણ તેનામાં વિશ્વાસ છે. ચાણકયનું સ્થાન જે ભાવનાની તેને સેંપવામાં આવનાર છે, તે ભાવના મોટી ભૂલ ભરેલી છે.
લગભગ બે વરસથી આ બાબતને મને વહેમ હતો. છ સાત મહિનાથી મેં મહાઅમાત્ય પર દેખરેખ રાખવી શરૂ કરી હતી. મારા ગુપ્તચર વર્ગમાંથી અમુકને મેં તેમની હિલચાલના સમાચાર મેળવવા માટે રેડ્યા હતા. બે એક માસ પર મને સમાચાર મળ્યા કે, “પંડિત ચાણક્યને રાજ્યનો ત્યાગ કરાવવાની ગોઠવણ મહાઅમાત્ય શટાળ તરફથી થઈ રહે છે ? આ વાત મને ખરી લાગી, છતાં તેમ બનવું અશક્ય લાગ્યું. મારો પરિચય પંડિતજી સાથે પણ શેડો જ હતો, છતાં મારી માન્યતા એવી હતી કે, “મહાઅમાત્યની ગમે તેવી ગોઠવણને પંડિતજી ઉથલાવી નાંખશે, તેમ જ તે પાટટીપુત્રને કદાપિ છોડશે નહિ.” મારી આ માન્યતા ખેટી નીવડી, અને ધારવા કરતાં જલદીથી મહાઅમાત્યની ઈચ્છા પાર પડી.
–બની શકે તેટલી વિષારી ભાષા વાપરી મહારાજના કાન કલુષિત કરતા વિજયે ખોટી-બનાવટી હકિકત જણાવી. હજી તે આગળ કહેવા જતો હતો, પણ વચ્ચે જ મહારાજાએ પ્રશ્ન કર્યાઃ
જે તમે આટલું બધું જાણતા હતા, તે મને શા માટે જણાવ્યું નહિ?”
“મહારાજ ! ” વિજયે નમ્ર થઈ કહેવા માંડ્યું: “જે બની ગયું છે, તે કહેવાની મારી હિંમત ચાલતી નથી, તો