________________
મહામંત્રી શwાળ કાવું કેન્દ્રસ્થાન પણ તે જ મકાન બન્યું.” શ્રીયકજીએ પદ્માને પરિચય આપ્યો.
મહાઅમાત્યે આ બધું નવું જ સાંભળ્યું હતું. તેમણે જીજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો?
“પદ્માવતી પણ તે બંનેની મદદગાર બની ?''
“તે સમજાયું નથી,” શ્રીયકજી જવાબ આપતાં આગળ બોલ્યા : “વરચિ અને વિજયદેવનું કાવવું ચાલી રહ્યું છે. પણ પદ્માવતીએ તેમાં સાથ આપે છે કે નહિ, તે હજી સમજાયું નથી. તેણે હજી સુધી કઈ પણ બાબતમાં સક્રિય ભાગ લીધે નથી. મારા જાણવામાં આવ્યું છે ત્યાં સુધી તો તેણે પિતાના મન પર કાબૂ ગૂમાવ્યો નથી. મારા અંગત માણસે ચારે તરફ ફરી રહ્યા છે. તે ત્રણે પર સંપૂર્ણ દેખરેખ રખાઈ રહી છે.”
“રાજા અને રાજકુટુંબ કડી સ્થિતિમાં મૂકાઈ રહ્યાં છે. ચાણક્યછ રાજકુટુંબને નાશ કરવાની યુક્તિઓ ગોઠવી રહ્યા હશે, અને આ બે જણ અહીં કાવવું ચલાવી રહ્યા છે.” શકટાળ દુઃખી અવાજે બોલ્યા. તેમના અવાજમાં રાજકુટુંબ પ્રત્યેની લાગણી હતી.
“પિતાજી ! તે બંનેને પહોંચી વળવાની શક્તિ મારામાં છે. હું મહારાજનો અંગરક્ષક છું. તેમની અને રાજકુટુંબની રક્ષા કરવાની જવાબદારી મારા પર છે. આપ ચિંતા કરશે નહિ.” શ્રીયકજીએ પિતાને દરેક પ્રકારનું આશ્વાસન આપતાં કહ્યું,
કેટલેક વખત તે જ બાબતની ચર્ચા કરી પુત્રએ પિતા પાસેથી જવાની રજા લીધી.