________________
પિતા-પુત્ર એક જ પ્રકારના સમાચાર મળ્યા કે, “વરચિ અને વિજયદેવ વિદ્યાપીઠથી એકાદ માઈલ દૂર આવેલા એક મોટા વડ નીચે મળ્યા હતા. વાર્તાલાપ બહુ જ ધીરે થયો હતો. પણ છૂટા પડતાં તેઓ મેટેથી બોલ્યા હતા કે, પદ્માવતીને ત્યાં કાલે જરૂર મળીશું' આ સમાચાર મળતાં તરત જ મેં પદ્માવતી કેણ છે, તેની તપાસ કરાવી. બીજે જ દિવને સવારે એક માણસને પદ્માવતીના મકાનની દેખરેખ માટે રવાના કર્યો.” શ્રીયકજીના મોંએથી એક પછી એક નવી વાત સાંભળવામાં આવતાં શકદાળ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા હતા.
પુત્રની વિચારશક્તિ અને કાર્યની ધગશ માટે તેમના અંતઃકરણના આશિર્વાદ મૂકપણે વરસી રહ્યા હતા. તેમણે પૂછ્યું: “પદ્માવતી કોણ હતી ?”
તે એક સાધારણ સાધ્વી હતી. વસ્તીને બહાર એક વૃક્ષ નીચે તેણે પિતાનો મક્કમ રાખ્યો હતે. ભિક્ષા વૃત્તિ પર જીવન ગુજારનારને ધીમે ધીમે આવક વધવા લાગી. ખાવા પીવાની અગવડતા ભોગવનાર સાધ્વીએ એક નાનું સરખું મકાન ખરીદું. તે ગાવાની વિદ્યામાં હોંશિયાર હતી વિદ્યાપીઠ તરફ જતાં વિજયદેવે એક વખત તેનું ભજન સાંભળ્યું. ખિસ્સામાંથી દ્રવ્ય કાઢીને આપતાં, તેણે પદ્માવતી પાસે પરિચય માગે. એવી રીતે પરિચય ન આપવાનું જણાવતાં, તેણે બીજે દિવસે સાંજે પિતાના નાનકડા મકાન પર બોલાવ્યો.
બીજે દિવસે બંનેની મુલાકાત થયા પછી પરિચય વધવા લાગે. વારંવાર તેઓ મળવા લાગ્યાં. વરરૂચિ અને વિજયદેવની મુલાકાત પણ તે જ સ્થળે થવા લાગી.
ધીમે ધીમે તે સાધ્વીએ રસ્તા પર બેસવું બંધ કર્યું. તેને વિજયદેવ તરફથી સારું દ્રવ્ય મળવા લાગ્યું. સારાં બેટાં