________________
પ્રકરણ ૪ થું
પિતા-પુત્ર
મહારાજાનંદ પાસેથી છૂટા પડી મહાઅમાત્ય શ્રીયકજીને મળવા ગયા. શ્રીયકજી અને શકટાળનાં રહેઠાણ નજીકમાં જ હતાં. બંને મેટા એદ્ધા પર હોવાથી તેમનાં મકાને પણ ભવ્ય હતાં. એક જ મોટા મહાલયના બે વિભાગ પાડવામાં આવ્યા હોય તેવા પ્રકારની રચના હતી. પિતા અને પુત્રની રહેણીકરણું એક જ પ્રકારની હોવા છતાં, બંનેનાં રહેઠાણ જુદાં હતાં. પિતામાં વાત્સલ્યભાવ અને પુત્રમાં પૂજ્યભાવ, એક બીજા કરતાં ચઢીયાતાં હતાં.
શ્રીયકજી, પિતાજીને મળવા માટે તેમના મકાને આવ્યા હતા. પિતાજી ઘરે ન હોવાથી માતા તથા બહેને સાથે તેમણે આનંદમાં વખત વીતાવવા માંડયો.
છેડા જ વખતમાં મહામંત્રી શwાળ આવી પહોંચ્યા. પુત્રને જોતાં જ તે બેલ્યા :