________________
મહામંત્રી શકાળ
રીતે પડિતજીનું પણ હતું. મગધની પ્રજા પણુ પંડિતજીની જ પ્રજા હતી. આટલી સહનશીલતા ન કેળવનાર આચાય આજે આચાર્યપદને માટે નાલાયક ઠરે છે. જેવી રીતે પુત્ર અને પ્રજા વચ્ચે ભેદભાવ સમજનાર રાજા રાજ્યને માટે-રાજદડ ધારણ કરવા માટે અયેાગ્ય ઠરે છે, તેવી જ રીતે ક્રોધ અને સહનશીલતા વચ્ચે તફાવત ન માનનાર આચાર્ય પણ આચાય પદને માટે અયેાગ્ય ઠરે છે.”
મહારાજ ! જે આપ કહા હૈ। તે હું પણ સમજું ધ્યુ. પણ તેને માટે ઉપાય નથી. સહન કરવાનું હોય છે સજ્જનને, દૂનને નિહ. કાંટામાં ચાલનાર ગમે તેટલો સંભાળીને પગ મૂકે તેા પણ તેને કાંટા વાગવાના જ. રાજ ચલાવવામાં ડગલે ને પગલે કાંટા વેરાયેલા છે. કાંટો વાગે તે તે સહન કરી લે, તે જ રાજ્યને માટે રાજા થવાને માટે લાયક છે. રાજ્ય રાજાનું કુટુંબ છે તે પ્રજા રાજાને બાળ પરિવાર છે. પેાતાના કુટુંબનું રક્ષણ કરવું, તેને નિભાવવું અને બાળકાને–પ્રજાને કેળવણી આપવાનું કાર્ય કરવું, તે સાધારણ વાત નથી. આપ રાજા છે. સિંહ જેવા કારણને લીધે ચાલ્યા જનાર પંડિતજી માટે જો વધારે વિચાર કરવામાં ગુંથાશે તા ખીજાં કાર્યોંમાં વિક્ષેપ પડશે. ચિંતાતુર રાજાને આશ્વાસનની જરૂર છે. તે સમજનાર મહા અમાત્ય મહારાજાને દ્રષ્ટાંતા આપી રહ્યા હતા.
..
''
પંડિત ચાણકયની જગ્યા તરત જ પુરવામાં આવે તે જ રાજાને કાંઈક શાંતિ વળે એમ લાગવાથી તેમણે આગળ કહેવા માંડ્યું.
“ મહારાજ ! તેમની જગ્યા તત્કાળ ભરવાની જરૂર છે.” “ મ`ત્રીજી ! તેમની જગ્યાએ લાયક મતે ખીજે કાઈ