________________
મહામંત્રી શાળા ન થતાં રાજપુત્રને મેળાપ થયે. પંડિતજીનાં સાધારણ ફાટેલાં ૫ડાં જેઈને નાના રાજકુમારે મશ્કરી કરી. ઉગ્ર પ્રકૃતિવાળા ચાણક્યથી આ સહન થયું નહિ. તે ત્યાંથી જ પાછા ફર્યા અને આકરી પ્રતિજ્ઞા લીધી કે. “જ્યાં સુધી હું નંદવંશને નાશ કરું નહિ ત્યાં સુધી શિખા (માથાના વાળ) બાંધીશ નહિ.”
આ સમાચાર વાયુવેગે ચારે તરફ પ્રસરી ગયા. મહાઅમાત્ય અકાળે નાલંદા વિદ્યાપીઠમાં પંડિતજીને અથાગ પ્રયત્ન સમજાવ્યા, પરંતુ તેમણે તે પિતાની પ્રતિજ્ઞામાં મક્કમતા દર્શાવી. શકટાળ નિરૂપાયે પાછા ફર્યા. રાજાનંદને આ સમાચાર મળતાં તેમણે મહાઅમાત્યને બેલાવ્યા.
મહારાજા એક સૂવર્ણ જડિત વિરામાસન પર બેઠા હતા. પાસેના જ સુંદર આસન પર મહાઅમાત્ય અકાળ બેઠા હતા. બંનેના ચહેરા પર ન કળી શકાય તેવા ભાવ હતા.
“પણ મહામંત્રી ! તેમાં બિચારી પ્રજાને શે દોષ?” રાજાએ પિતાનું વાક્ય પૂરું કરતાં અમાત્યને પ્રશ્ન કર્યો.
“મહારાજ !” મહાઅમાત્ય શકટાળ બોલ્યા: “આમાં દેષ કોઈનો નથી. દેષ છે ફક્ત ભાગ્યનો. વિધાતાએ લખેલા લેખ મિથ્યા થવા અશકય છે. સાત વરસના બાળકના બેલ માટે આવી ભીષણ પ્રતિજ્ઞા લેનાર ચાણક્ય માટે મને અભાવ ઉત્પન્ન થાય છે. આજ સુધી તેમના ગુણ ગાનાર હું જ હતો. હવે તેમને દેષિત માનનાર પણ હું જ છું. મેં તેમને સમજાવવામાં કોઈ પણ જાતની ઉણપ રાખી નથી. આજ સુધી તેમને શિષ્ય તરીકે ઓળખાવવામાં મને અભિમાન હતું, હવે તેમને મારા શિષ્ય ' કહેતાં પણ હું શરમાઉં છું.” શબ્દાળ ૧ કહેવાય છે કે પંડિત ચાણકયે જે મહાન ગ્રંથ-અર્થશાસ્ત્ર રચેલ છે, અને જે હજી પણ અજોડ ગણાય છે તેને મૂળ