________________
મહારાજાની ચિંતા ખ્યાલ બહાર નથી. મને લાગે છે કે, હવે આપણે સંભાળીને ચાલવું પડશે. દૂશ્મનેથી ચેતતા રહેવું પડશે. મંત્રીજી!—”
રાજાને આગળ બેલતા અટકાવી મહામંત્રી બોલ્યા : “ મહારાજ ! તે બાબતની ચિંતા કરવાની અત્યારે જરૂર નથી. આજુબાજુના વાતાવરણને સંભાળી લેવાની જવાબદારી મારી છે. યોગ્ય વ્યવસ્થા કરવાનું હું ચૂકીશ નહિ.”
અનેક ચર્ચાઓ બાદ મહાઅમાત્ય અકાળ રાજમહેલના ખંડમાંથી બહાર પડયા.
૧ મહારાજાનંદવું એક નામ “ધનનંદ' પણ હતું. કહેવાય છે કે, તેમણે ધનને મોટા પ્રમાણમાં સંચય કર્યો હેવાથી તેમને ધનનંદનું પણ નામ આપવામાં આવ્યું હતું.