________________
મહારાજાની ચિંતા
દેખાતા નથી.”
66
પ્રભુ ! પાણિનીના હાલમાં પત્તો નથી, પણ તે ત્રિપુટીમાંના વરફિચ અહીંજ છે. મને લાગે છે કે તે ચાણક્યની પદવી સંભાળી લેશે.” મહાઅમાત્ય શટાળે વરરૂચિની પસંદગી કરી. તેમને તે વ્યક્તિ જોઈએ તેટલી યોગ્ય ન લાગી, છતાં તાત્કાલિક તેમ કરવાની જરૂર જણાઈ.
“ ગુરૂપદવી માટે મને, વરરૂચિ, જોઇએ તેટલા યેાગ્ય નથી લાગતા. તે સંકુચિત મનના છે. ઉદાર ભાવના તેણે કેળવી નથી, કદાચ આ વ્યક્તિની શોધ આપણને યશસ્વી ન નિવડે, છતાં જો તમને તે માણસ યેગ્ય લાગતા હાય તે આપણે તેને ચાણકયના અધિકાર સોંપી દઇએ.” રાજાએ દ્વિઅર્થી સંમત્તિ દર્શાવી. “ તેને કેળવવાને, તેના કાય માં પ્રવૃત્ત કરવાના અને તેના પર દેખરેખ રાખવાનેા ખાજો. હું તમારા પર નાખું છું. ચાણુયના ગમનનું ‘ વેર્ ' તે ' ન લે તે સારૂં. ” રાજાના છેલ્લા શબ્દો વિચિત્રતા પૂર્વક ખેાલાયા હતા.
'
મહાઅમાત્ય તે શબ્દોના અર્થ સમજ્યા હતા. તેમને પણુ વરરૂચિ માટે યાગ્ય માન નહેતું. તેમના હુયમાં પણ શંકા હતી. વરરૂચિની પસંદગી કદાચ ભવિષ્યમાં નવાજીની કરે તે તે અસ'વિત નહેતું. તેમનું ડગુમગુ મન નિઃશકપણે તેના પર વિશ્વાસ મૂકવાને ઈચ્છતું નહોતુ.
રાજા અને મત્રી, અને વિચારમાં હતા. રાજાને પેાતાના, રાજકુટુંબના અને રાજવૈભવના નાશ કરતાં પ્રજાના સુખના નાશ ન થાય, તેની ચિંતા હતી. પ્રજાને પુત્રવત્ ચાહનાર રાજા ન, આ બનાવથી પ્રજામાં અસતેાષ ન ફેલાય, તેવા પગલાં લેવાના વિચારમાં હતા.
મહામંત્રીને દરેક પ્રકારની ચિંતા હતી. રાજાને તેા પ્રજાની