________________
પ્રકરણ ૧ લુ
મહારાજાની ચિતા
પુત્રની પ્રજાને આ ચિંતાએ
ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દિના સમય પાટલી ચિંતાજનક નિવડયા હતા. રાજકુટુંબને પણ ાડ્યું નહતું. રાન અને પ્રજા, ખંતેનાં મન ઉદ્વિગ્ન બન્યાં હતાં. એક બાળકની ગમ્મતને-મશ્કરીને ભયંકર રૂપ આપી પંડિત . ચાણકયે પાટલી પુત્રને છેડ્યું હતું. સાથે સાથે જ આકરી પ્રતિજ્ઞા લીધી હતી. તે પ્રતિજ્ઞા એ હતી : ‘ રાજાને – આખા રાજકુટુંબને નાશ કરવાની.’
મગધ દેશના સમ્રાટ મહાનંદે-નવમાનંદે સ્થાપેલી-પુનઃવન આપેલી નાલંદા વિદ્યાપીઠના ગુરૂ-ઉપદેશક ચાલુક્ય હતા. તેમનામાં જેટલું જ્ઞાન હતું તેટલી જ રાજનીતિજ્ઞતા
પણ હતી.
કાંઇક સાંસારિક કામે ચાણય મહાનદના રાજમહેલમાં ગયા હતા. રાજાનંદ ખીજા કામમાં ગુંથાયેલા હતા. રાજસભાવાળી કચેરીમાં નંદના ત્રણ પુત્રા આનદ કરી રહ્યા હતા. વચનની ભિક્ષાર્થે રાજા પાસે ગયેલા ચાણકયને રાજાના મેળાપ