________________
[ ૮ ]
શ્રી કપૂરવિજયજી, જાણતાં-અજાણતા થતાં અને થયેલાં દે દૂર કરી આપણે તવન નિર્દોષ-નિષ્કલંક સ્ફટિક રત્ન જેવા નિર્મળ બની શકીએ છીએ, તે પછી આપણે તેની સમજ મેળવી વિવેકથી શામાટે તેનો લાભ લેવા પ્રમાદ સેવ જોઈએ? હરગીજ નહીં જ. મુખ્યપણે તે ઊજળે લુગડે ડાઘની જેમ જેવું મન (પુણિયા શ્રાવકની જેમ) સ્થિર–સ્વચ્છ હોય તેને જ પોતાની થયેલી ભૂલનું તરત ભાન થાય છે અને તેને દૂર કરવા દઢ પ્રયત્ન પણ તે આદરી તેમાં સફળતા મેળવી શકે છે. પુણિયા શ્રાવકનું સામાયિક એથી જ વખણાય છે. આપણું ભાઈ–બહેને સામાયિકાદિક કરતાં તે દેખાય છે જ, પરંતુ જે ઉક્ત મહાશયની જેવી સ્થિરતા-સમતા રાખવાની રૂડી ભાવના નિજ હૃદયમાં પહેલેથી જ ઉપગપૂર્વક દઢપણે સ્થાપીને સામાયિકાદિક શુભ કરણું કરવાને અભ્યાસ પાડે તે તેનું ધીમે ધીમે કેવું સુંદર-સુખદાયી પરિણામ આવે? ઉક્ત ધર્મકરણ કરતાં મન, વચન ને કાયાની સ્થિરતા થવામાં જે જે શુભ સાધને( જ્ઞાન-ધ્યાનાદિક)ની જરૂર છે તેને યથાયોગ્ય ખપ કરતી વખતે કયાં કેમ અને કેટલી સ્કૂલના થાય છે તેની સારી રીતે તપાસ રાખવામાં આવે તો તેની થતી ભૂલ બહુધા ઓછી થઈ શકે છે, પરંતુ તે સંબંધી જેને કશી કાળજી જ નથી તે તે ઘણે ભાગે સમજણ વગર સંમૂછિમ ક્રિયા જ કરતા રહે છે. ક્રિયા કરવાને ખરે હેતુ સમજ્યા વગર અથવા સમજવાને ખપ કર્યા વગર તહેતુ ક્રિયાને લાભ કયાંથી મળે? ન જ મળે, તે પછી અક્ષય-અજરામર– મોક્ષફળ દેનારી અમૃતક્રિયા અને અસંગ ક્રિયાનું તે કહેવું જ શું? અક્ષય સુખના અથી જનેએ આ લેકનાં સુખ-માન