Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya
Catalog link: https://jainqq.org/explore/005790/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુધી સુધી પાટણની પ્રભુતા --- ******** ELT બ્રા મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિયો Page #2 -------------------------------------------------------------------------- ________________ “માણસ પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે’ ગીતાના કર્મયોગને અમલમાં મૂકી અનેક સંઘર્ષો ખેડી આપબળે જ આગળ આવેલ અને સ્વપ્રયત્ન વડે ભારે પુરુષાર્થ કરી સફળતાનાં શિખરો સર કરનાર રાષ્ટ્રપ્રેમી, દેશભક્ત, વતનના ચાહક, વિદ્યાના ઉપાશક અને પ્રવાસપ્રેમી શિવભક્ત સારસ બેલડી શ્રીમતી મેનાબેન બચુભાઇ પ્રજાપતિ શ્રી બચુભાઇ મોહનલાલ પ્રજાપતિ શ્રી બચુભાઇ મોહનલાલ પ્રજાપતિએ નગાધિરાજ હિમાલયના બરફ આચ્છાદિત ઉત્તુંગ શિખરે આવેલ પવિત્ર ‘કૈલાસમાનસરોવર’”ની નવ વખત સફળ યાત્રા કરી જીવન ધન્ય બનાવ્યું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ જનનીની જોડ સખી નહિ મળે રે લોલ... શ્રી બચુભાઈ મો. પ્રજાપતિના માતુશ્રી બબુબેન Page #4 -------------------------------------------------------------------------- ________________ * માદરે વતન પાટણના ચાહક, પાટણની પ્રાચીન સંસ્કૃતિનું હિત સદાય હૈયે રાખનાર, પાટણનો સર્વાગી વિકાસ ઇચ્છનાર શ્રી બચુભાઈ મોહનલાલ પ્રજાપતિનો સુખી પરિવાર પત્ર પુત્રવધુ ચી.જી. રોહિત બી. પ્રજાપતિ શ્રીમતી દીપીકા રોહિતભાઇ પ્રજાપતિ પૌત્ર પૌત્ર શિવ કાર્તિકેય Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખક-સંપાદક પ્રા. મુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય Page #6 -------------------------------------------------------------------------- ________________ 1 યુને પાટણની યુને No પ્રભુતા પાટણનો સ્થાપક વીર વનરાજ ચાવડા લેખક – સંપાદક પ્રા. મુકુન્દભાઈ પ્રહલાદ્ઘ બ્રહ્મક્ષત્રિય બી.એ.એલએલ.બી., એડવોકેટ ત્રણ દરવાજા, ઘીકાંટા સામે, પાટણ (ઉ.ગુ.) - ૩૮૨૪૬ ફોનઃ (૦૨૭૬૬) (ઓ.) ૨૨૦૦૦૯ (રહે.) ૨૩૦૧૫૪ - || Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ :- “યુગે યુગે પાટણની પ્રભુતા” "UGE UGE PATAN NI PRABHUTA" લેખક અને સંપાદક :- પ્ર. મન્દભાઈ પ્રહલાદજી બ્રહ્મક્ષત્રય @ સર્વ હક્ક લેખકને સ્વાધિના મુદ્રણાલય પ્રશાક :- શ્રી સત્યપ્રિન્ટર્સ પ્રો.હિતેન્દ્રમાર એમ. બ્રહ્મક્ષત્રિય ઘીકાંટા સામે ત્રણ દરવાજા પાસે, પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોનઃ (૦૨૭૬૬) ૨૨૦૦૦૯ (મો.) ૯૩૭૬૭૨૪૪૪૦ - જયેન્દ્રકુમાર એમ. બ્રહ્મક્ષત્રિય શેલેષકુમાર એમ. બ્રહ્મક્ષત્રિય ગોળશેરી,ગોદડનો પાડો, પાટણ. (ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ :- ૧૫ ઓગષ્ટ, સને ૨૦૦૮ - - પ૦૦ (પાંચસો) પ્રથમ આવૃત્તિ પ્રત કિંમત રૂા.૧૦૦૦/- (એક હજાર) પ્રાપ્તિસ્થાન (૧) પ્રા. મુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય (૨) જયેઠુમાર એમ. બ્રહ્મક્ષત્રિય ગોળશેરી, ગોદડનો પાડો, પપ, જયવિરનગર સોસાયટી, એસ.ટી.ડેપો રોડ, પાટણ. (ઉ.ગુ.)- ૩૮૪૨૬૫ પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોનઃ ૨૩૦૧૫૪ ફોન - (૦૨૭૬૬) ૨૩૧૩૪૦ (ઓ.) ૨૩૧૨૩૩ (૩) શેલેષઠુમાર એમ. બ્રહ્મક્ષત્રિય (૪) પ્રો.ડો.સંજય એમ. વકીલ કુંવારીકા સોસાયટી, એમ.એ.એલએલ.બી.,પીએચ.ડી. અમદાવાદ પાટણ. (ઉ.ગુ.)- ૩૮૪૨૬૫ ફોનઃ (R) ૨૩૩૧૩૯, (O) ૨૩૦૮૮૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા શ્રી બચુભાઈ મોહનલાલ પ્રજાપતિની જીવનઝરમર પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય : ' બચુભાઈ મોહનલાલ પ્રજાપતિ એટલે "SELF MADE MAN." બધાજ લોકો ચાંદીનો ચમચો મુખમાં લઈને જન્મતા નથી. બચુભાઇના પિતાશ્રી મોહનલાલ, બચુભાઇના શૈશવ કાળમાં ગુજરી ગયેલા. બચુભાઇને એક બીજા ભાઇ હતા. માતા બબુબેનના માથે બે દિકરાઓને ઉછેરવાની અને ભણાવવાની જવાબદારી આવી પડી. માતા બબુબેને બેય દિકરાઓની માતા અને પિતા એમ બેયની જવાબદારી અદા કરવાની હતી. માતા બબુબેને કેડ બાંધી મજુરી કરવા માંડી. બબુબેન લોકોનાં ઘરકામ કરે. મસાલાની ફેકટીમાં જીરૂ, મરચાં વગેરે દળી બન્ને ભાઈઓને મોટા કર્યા. “હે પ્રભુ ! બાલ્યાવસ્થામાં કોઇના માતા કે પિતા મરશો નહિ.” બચુભાઇ પાટણની ન્યુ હાઇસ્કુલમાં જ્યારે માધ્યમિક શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારથી જ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના “સ્વયંસેવક” તરીકે રાષ્ટ્રીય ભાવનાને વરેલા હતા. પાટણના જુના ગંજબજારમાં પાણીની પરબ ચાલે બચુભાઈ થોડાક પગારમાં તરસ્યાને પાણી પાવાની મોટી સેવા કરતા હતા. આજની માફક એ જમાનામાં પાઉચમાં પાણી વેચાતા ન હતા. ઠેર ઠેર પાટણમાં પાણીની પરબો ચાલતી “તરસ્યાને પાણી પાવાથી બહુ મોટું પૂણ્ય થાય છે'' બચુભાઈને આ સેવા ફળી. પાટણમાં મેટ્રીક સુધી અભ્યાસ કરી કિસ્મતને અજમાવવા એમણે મુંબઇ જવા નિર્ણય કર્યો. - બચુભાઈને તો આગળ અભ્યાસ કરવો હતો. પાટણથી મુંબઈ જવાના ટીકીટભાડાના પૈસાની પણ વ્યવસ્થા ન હતી. મુંબઈ જઈ ખાવું શું ? કોલેજની ફી, પાઠયપુસ્તકોનો ખર્ચ વગેરે અનેક વિટંબણાઓ હતી. બચુભાઇના હૈયામાં હામ હતી. શરીરમાં જેમ હતું. મજબુત મનોબળ હતું કદમ અસ્થિર હો એને, કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને, હિમાલય પણ નથી નડતો આખરે એમણે ઇ.સ. ૧૯૫૫માં મુંબઇમાં પદાર્પણ કર્યું. મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. બચુભાઈને તો રોટલા અને ઓટલા બન્નેની ફીકર હતી. પાટણની એક સેવાભાવી સંસ્થા પાસે કોલેજના પ્રથમ વર્ષના પાઠય પુસ્તકોની માગણી કરી, પરંતુ કોમવાદનો એરૂ સંસ્થાને આભડી ગયેલો એટલે બચુભાઈને પુસ્તકો મળી શક્યા નહિ જેનો રંજ બચુભાઈને આજે પણ છે. આખરે માસીક રૂપીયા ૨૫ (પચ્ચીસ)ની નોકરી શોધી કાઢી. શ્રીમાન વિષ્ણુભાઈ વ્યાસ સહૃદયી હતા. શ્રી વિષ્ણુભાઇના ત્યાં પચ્ચીસ રૂપીયાના પગારથી બચુભાઈએ ત્રણ વર્ષ નોકરી કરી. Page #9 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા નોકરીની સાથે સાથે બચુભાઇએ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખો. ત્રણ વર્ષ પછી બચુભાઇની નિષ્ઠા, વફાદારી, કુનેહ અને દક્ષતા જોઇ શ્રી વિષ્ણુભાઈ વ્યાસે એમનો પગાર માસીક રૂા. ૨૦૦ (બસોહ) કરી આપેલ. બચુભાઈ ત્યાં નોકરી કરી જીવન વ્યતિત કરવા નહોતા માગતા. એમને તો એમનું આગવું વ્યકિતત્વ બનાવવાની ખેવના હતી. બચુભાઇ ભણવામાં હોંશીયાર હતા. એમણે બી.એ.,એલએલ.બી.ની ડીગ્રી મેળવી અને ઇન્કમટેક્ષ-સેલ્સટેક્ષ પ્રેક્ટીશનર તરીકેનો સ્વતંત્ર વ્યવસાય ઇ.સ. ૧૯૬૨ થી શરૂ કર્યો. મુંબઈ જેવા મહાનગરમાં અનેક ચાર્ટર એકાઉન્ટન્ટો અને જુના પ્રેક્ટીશનરો વચ્ચે પણ બચુભાઇએ એમની પ્રમાણિકતા અને પુરૂષાર્થથી વહેપારી વર્ગ તથા અમલદાર વર્ગમાં સારી નામના મેળવી. દરેક પુરૂષની સફળતા પાછળ કોઈ એક સ્ત્રીનો હાથ હોય જ છે. બચુભાઇના પૂણ્યનો ઉદય થતો હોય એમ શ્રીમતી ડાહીબેન દેવકરણભાઇ મોચીએ એમનું મકાન ફકત રૂા. ૧૫000 (પંદર હજાર)માં બચુભાઈને વેચાણ આપ્યું. મકાનનું નામ હતું “મેઘધનુષ.” બચુભાઇની આવકના સ્ત્રોતમાં વધારો થયો. બચુભાઇ મકાન ખરીદતા ગયા. એમાં એમની ઘણી જ પ્રગતિ થઈ. બચુભાઇના પત્નિ મેનાબેન પણ ખૂબજ કુનેહબાજ, બચુભાઇની આવક જ્યારે ઓછી હતી ત્યારે પણ કરકસરથી ઘરસંસાર ચલાવતા. માણસને સંત કબીરની માફક સાનુકુળ પત્નિ મળે તો ઘણી જ પ્રગતિ કરી શકે છે. બચુભાઈ અને મેનાબેનની સારસ બેલડી આવી એક આદર્શ બેલડી હતી. બચુભાઈ દેવાધિદેવ મહાદેવના પરમભકત હતા. તા. ૨૮/૧/૧૯૮૪ (વસંત પંચમી)ના શ્રેષ્ઠ દિવસે એમણે મેઘધનુષ’ બિલ્ડીંગમાં “શ્રી તારકેશ્વર મહાદેવ”ની સ્થાપના કરી. આજે તો એ મંદિરમાં ભગવાન પદ્મનાભ સહિત લગભગ વીસ જેટલા દેવી-દેવતાઓની પ્રતિમાઓ ત્યાં પ્રસ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભોલેનાથની સ્થાપના પછી બચુભાઇની આર્થિક સ્થિતીમાં અસાધારણ સુધારો થયો. સંપત્તિના ત્રણ ઉપયોગ. સંપત્તિ (૧) વપરાય (૨) વેડફાય અને (૩) વાવેતર થાય. બચુભાઇએ પોતાની જાત કમાણીથી રળેલ સંપત્તિનું વાવેતર કરવા માંડયું. સને ૧૯૯૧માં એમણે ચારધામની યાત્રા કરી. એક શિવભક્ત તરીકે એમણે ભારતના બાર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા. જગન્નાથપુરી, દ્વારિકા, સોમનાથ, ગંગાસાગર, વૈષ્ણોદેવી, જ્વાલામાઇ, શિવખોડી, ત્રણવખત અમરનાથ યાત્રા કરી જીવન સફળ કર્યું. કૈલાશ માનસરોવરની યાત્રા ઘણી જ કઠણ ગણાય છે. આપણા પાટણના રત્ન જેવા બચુભાઇએ આ કૈલાશ માનસરોવરની યાત્રા એક બે વખત નહિ પણ પૂરી આઠ વખત કરી એક અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. વળી તા. ૨૨-૮-૨૦૮ના રોજ બચુભાઇ નવમી વખત શ્રી કૈલાશ માનેસરોવરની Page #10 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા યાત્રાએ જવાના છે. ભગવાન આશુતોષની પરમ કૃપા જ ગણાય ! બચુભાઇએ પોતાના સગાંવહાલાં તથા એમના સદ્ગુરૂ પ.પૂજ્ય શ્રી કલ્યાણગીરી બાપુને પણ સને ૧૯૯૬માં કૈલાશ માનસરોવરની યાત્રા કરાવી પૂણ્યનું ભાથુ બાંધ્યું છે. બચુભાઇનું ગૃહસ્થ જીવન પણ આદર્શ છે. એમને ચાર દિકરીઓ (૧) અનસુયાબેન (૨) રક્ષાબેન (૩) પ્રીતિબેન અને (૪) કલ્પનાબેન તથા એક આજ્ઞાંકિત શ્રવણ જેવો સુપુત્ર શ્રી રોહિતભાઈ - શ્રી રોહિતભાઈનાં પત્નિ શ્રીમતી દીપિકાબેન કુટુંબની પરંપરા મુજબ આદર્શ ગૃહસ્થ જીવન વિતાવે છે. રોહિતભાઇ અને દીપિકાબેનના કુખેથી (૧) શિવ ઉ.આ.વ. ૧૪ તથા (૨) કાર્તિકેય ઉ.આ.વ. ૭ના એમ બે પુત્રો છે તેઓ અભ્યાસ કરી રહ્યા છે. લગભગ ૭૪ વર્ષની ઉમ્મરે પહોંચેલા બચુભાઇનો વટવૃક્ષ જેવો હર્યોભર્યો વિસ્તાર છે. સંપ ત્યાં પ. અમેરિકા જેવા માટે વિઝા મેળવવા કે અમેરિકા જવા માટે પાટણના પ્રજાપતિઓ મુંબઇ જાય તો એમના ઘેર જાય છે. કારણ કે અમેરિકા જવાનો વિઝા મેળવવાની ઓફીસ એમના ઘરથી નજીક જ છે. ચાર દિવાલનું ઘર ભલે નાનું હોય પણ ગૃહિણીઓનાં દિલ વિશાળ છે. આતિથ્ય ધર્મ એ બરાબર પાળે છે. બચુભાઇ યુવાવસ્થામાં સક્રિય રાજકારણ અને મુંબઇના જાહેર જીવન સાથે સંકળાયેલા હતા. આર.એસ.એસના વફાદાર સ્વયંસેવક, જનસંઘ જેવા રાજકીય પક્ષના સક્રિય કાર્યકર તરીકે મુંબઈ - શ્રેપોરેશનની ચૂંટણી પણ લડેલા. શ્રીમતી ઇન્દીરા ગાંધીએ લાદેલ ઇમરજન્સીમાં આપણા બચુભાઈ મોહનલાલ પ્રજાપતિએ જેલવાસ પણ ભોગવ્યો છે. આમ સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક તરીકે મૂળભૂત હક્કો પર તરાપ મરાતાં બચુભાઇએ કાળા કાયદાનો વિરોધ કરી ભારે હિમ્મત દાખવી કહેવાય ! ' રાષ્ટ્રીય ખમીર ધરાવતા બચુભાઈ આજે એક આદર્શ પટણી, ભારતના વફાદાર-રાષ્ટ્રપ્રેમી નાગરિક, પ્રજાપતિ સમાજમાં કેળવણી વિષયક નોંધપાત્ર સેવા કરનાર કાર્યકર, પાટણની નાની-મોટી સેવાભાવી સંસ્થાના દાતા તરીકે સાદુ, કરકસરયુક્ત, અનુકરણીય જીવન જીવી રહ્યા છે. શ્રી બચુભાઇ વતન પ્રેમી, વિદ્યાપ્રેમી અને પ્રવાસપ્રેમી તો છે જ પણ મારા તો એક શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક પણ છે. ભગવાન ભોલેનાથ એમને દિર્ગાયુ બક્ષે એમને તથા એમના કૌટુંબિકજનોને સુંદર સ્વાસ્થ બક્ષે અને હરેક ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મારી અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે. અસ્તુ. Page #11 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી બહુશ્રુત શ્રી મુકુન્દભાઈના ‘યુગે યુગે પાટણની પ્રભુતા'' ગ્રંથને આવકાર 6 ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી એમ.એ., પીએચ.ડી. વીસમી સદીના ઉત્તરાર્ધ અને એકવીસમી સદીના પ્રથમ દસકા દરમ્યાન પાટણમાં બહુશ્રુત નાગરિક તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિયે અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. ૧૯૩૧માં પાટણમાં જન્મેલા મુકુન્દભાઇએ બી.એ., એલએલ.બી. થઇ પાટણમાં ટેક્સ એડ્વોકેટ તથા લૉ કોલેજના પ્રાધ્યાપક અને આચાર્ય તરીકે સક્રિય સેવાઓ આપી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજ, પાટણ નગરપાલિકા જેવી અનેક સંસ્થાઓમાં માનદ્ સેવા આપી લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાટણની વિવિધ સંસ્થાઓમાં ઇતિહાસ, શિક્ષણ અને આઘ્યાત્મિક વિષયપર ચિંતનશીલ પ્રેરઃ પ્રવચનો આપતા રહે છે. પાટણના સર્વ સાંસ્કૃતિક સમારંભોમાં એમની ઉપસ્થિતિ હોય જ. શ્રી મુકુન્દભાઇ વ્યવસાયે વકીલ છે, પરંતુ એમનો જીવ સાહિત્યનો છે. ૧૯૯૨ માં સેવામાંથી નિવૃત્ત થયા પછી એમણે ધોધમાર લખવા માંડ્યું છે. પાટણમાંથી પ્રસિદ્ધ થતાં દૈનિકો, સાપ્તાહિકો અને માસિકોમાં તેઓ વિવિધ વિષયો ઉપર લેખમાળાઓનું પ્રદાન કરતા રહે છે. વળી તેઓ રાંવેદનશીલ કવિ પણ છે. એમણે છ હાઇકુ સંગ્રહોમાં, પોતે રચેલાં છ હજાર હાઇકુઓનું ગુજરાતી પદ્યસાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વળી ‘સંસાર’ નામે નવલકથા તથા ‘કાવ્યમંજરી' નામે કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરેલ છે. તેમજ શિક્ષણનાં વિવિધ પાસાં વિશે છ ગ્રંથો લખ્યા છે. ઉપરાંત ‘જીવન સાફલ્ય’ તથા ‘સફળતનાં સોપાન’ જેવા આત્મવૃત્તાંત પણ નિરૂપ્યા છે. ઇતિહાસ, વિશેષતઃ પાટણનો ઇતિહાસ એ એમનો ખાસ પ્રિય વિષય છે. તેઓ સાચેજ પાટણ પ્રેમી છે. એમણે ‘પાટણનાં બે કીર્તિમંદિરો : રાણકી વાવ અને સહસલિંગ સરોવર', ‘અણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘પાટણની ગૌરવગાથા’, ‘કવિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ,’ ‘ધન્ય ધરા પાટણની’, ‘મારું ગામ પાટણ’, ‘પ્રબંધોમાં પાટણ’, ‘પદ્યમાં પાટણ’, ‘પંચાસરા પાર્શ્વનાથ દર્શન’, અને ‘પાટણ દિવ્ય ચૈત્ય પરિપાટી’, ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન' જેવા ૪૫ અમૂલ્ય ગ્રંથોનું પ્રદાન કર્યું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સફળ વકીલ, અસરકારક વક્તા, લેખક અને સંચાલક તરીકે શ્રી મુકુન્દભાઇ પકવ વયે પણ પ્રવૃત્ત રહ્યા છે. તાજેતરમાં તેમણે ૭૫ વર્ષ પૂરાં કર્યા, તે ધન્ય પ્રસંગની યાદગીરીમાં "THE GLORIOUS HISTORY AND CULTURE OF PATAN" નામે દળદાર અમૂલ્ય “સન્માન ગ્રંથ' તૈયાર થયો છે, તે થોડા સમયમાં પ્રકાશિત થનાર છે. - પ્રો. મુકુન્દભાઈ આ પાકટ ઉંમરે પણ નવયુવાન જેવી અનેરી ધગશ ધરાવે છે. પ્રા. મુકુન્દભાઇએ યુગે યુગે પાટણની પ્રભુતા' નામે આ દળદાર સચિત્ર અમૂલ્ય ગ્રંથ તૈયાર કર્યો છે. આ ગ્રંથ સચિત્ર છે.એથી વધુ ઉપયોગી અને આકર્ષક બન્યો છે. લગભગ પાંચસો પૃષ્ઠોમાં પાટણની પ્રભુતાને બિરદાવતા વિવિધ લેખોની પસંદગી કરવામાં આવી છે. એમાં મોટાભાગના લેખો શ્રી મુકુન્દભાઇએ પોતે લખેલા છે. તેવા પાટણનો ચાવડા તથા સોલંકી વંશનો ઇતિહાસ, લોકકથાઓ, સ્થાપત્યકીય સ્મારકો અને શિલ્પકૃતિઓ, ચિત્રકલા, લોકનાટ્ય, ઉત્સવો અને હાથ-ઉદ્યોગો, હેમચંદ્રાચાર્ય અને કવિ ભાલણ જેવા પ્રાચીન વિદ્વાનો તેમજ શ્રી રામલાલ ચુનીલાલ મોદી, મહાત્મા ત્રિકમલાલજી, મુનીશ્રીભાનવિજયજી મહારાજ જેવા અર્વાચીન વિદ્વાનોને લગતા તેમજ પાટણના મહોલ્લાઓ, સંસ્કૃત સાહિત્યમાં પાટણ, જૈન દેરાસર, મુસ્લિમ સ્થાપત્ય અને પાટણનો સાંસ્કૃતિક વારસો જેવા વિવિધ વિષયોને આવરી લેતા એમના લેખો અભ્યાસી તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઇની અનોખી છાપ પાડે છે. આ ગ્રંથના પાને પાને પાટણ શ્વાસોચ્છવાસ લઇ રહ્યું છે. લેખકે આ ગ્રંથનું કેન્દ્રબિંદુ પાટણની પ્રભુતા રાખ્યું છે. વાચક વર્ગને આ ગ્રંથમાં હરતુંફરતું જુનું અને નવું પાટણ દેખાઈ રહ્યું છે. - પ્રા. મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિયે આ ગ્રંથ તૈયાર કરવામાં તેમની અનોખી સૂઝ અને હૈયાઉકલત દાખવી છે. એટલે જ આ ગ્રંથ વર્તમાન અને ભાવિપેઢીને પાટણની પ્રભુતાની ઝાંખી કરાવતો રહેશે. બાકીના લેખોમાં શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે, ડૉ. મનુભાઇ પટેલ, શ્રી વાલજી ગોવિંદજી દેસાઇ, શ્રી ઇકબાલ હુસેન ફારુકી, ડૉ. રમણલાલ ના. મહેતા, શ્રી મણિભાઇ પ્રજાપતિ, શ્રી રસિકલાલ છો. પરીખ, ડૉ. બળવંત જાની, ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા, ડૉ. જયકુમાર શુક્લ, ડૉ. રામજી સાવલિયા, ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા, ડૉ. ભારતીબહેન શૈલત, પ્રા. કે.કા. શાસ્ત્રી, ડૉ. મનીષા ભટ્ટ વગેરે અન્ય લેખકોએ પાટણના વિવિધ પાસાં વિશે લખેલા મહત્વના લેખોનો પણ આ ગ્રંથમાં સમાવેશ થાય છે. આથી પ્રા. મુકુન્દભાઇએ આ ગ્રંથના મુખ્યપૃષ્ઠમાં પોતાને લેખક-સંપાદક તરીકે રજૂ કર્યા છે. આમ પ્રા.મુકુન્દભાઈ એક લેખક ઉપરાંત સારા સંપાદક પણ છે.. ગુજરાતના પ્રાચીન પાટણનગર અણહિલવાડ પાટણ વિશે જિજ્ઞાસા ધરાવતી વ્યકિતઓ, તથા સંસ્થાઓ આ ઉપયોગી ગ્રંથનો લાભ લેશે એવી આશા રાખું છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા આ દળદાર મૂલ્યવાન ગ્રંથના પ્રકાશનને હું હ્રદયપૂર્વક આવકારતાં આનંદ અનુભવું છું, જિજ્ઞાસુ વિદ્વાનો, વ્યક્તિઓ તથા સંસ્થાઓ પણ આ મહામુલા ગ્રંથને જરૂર આવકારશે એવી મને શ્રધ્ધા છે. શ્રી મુકુન્દભાઇએ આ ગ્રંથના શીર્ષકમાં ‘પાટણની પ્રભુતા' શબ્દ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીની લોકપ્રિય નવલકથા ‘પાટણની પ્રભુતા’ પરથી પ્રયોજ્યા છે. ‘લેખકના બે બોલ'માં શ્રી મુકુન્દભાઇએ અમદાવાદ, ખંભાત અને સુરત જેવાં નગરોને લગતા સંદર્ભગ્રંથોની જેમ પાટણ વિશે એવો માહિતીપૂર્ણ ગ્રંથ આપવાની નેમ વ્યક્ત કરી છે. ચાવડા, સોલંકી અને સલ્તનત કાલમાં પાટણનગર તરીકે પાટણ મહત્વનું સ્થાન ધરાવતું. એ સંદર્ભમાં લેખકની આ અભિલાષા તદ્દન સમુચિત ગણાય. લેખક તથા સંપાદક તરીકે પ્રા. મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિય પોતાના આ વ્હાલા વતન માટે અથાગ શ્રમ લઇ આ દળદાર સચિત્ર યાદગાર ગ્રંથ તૈયાર કર્યો છે તે માટે હું સર્વ વાચકો વતી એમને હાર્દિક અભિનંદન આપી તેમને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપું છું. અને ગ્રંથને આવકારું છું. નિવાસ : ‘સુવાસ’, ૧૯૨, આઝાદ સોસાયટી, અમદાવાદ - ૩૮૦૦૧૫ ફોન : (૦૭૯) ૨૬૭૫૩૩૪૧ હરીપ્રસાદ ગં. શાસ્ત્રી એમ.એ., પીએચ.ડી. Page #14 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા લેખકના બે બોલો પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય દુનિયાના ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન લઇ શકે એવા અણહિલપુર પાટણનો સંપૂર્ણ ઇતિહાસ ઉપલબ્ધ નથી. માત્ર રાજકીય ક્ષેત્રે જ નહિ પણ કલા, સાહિત્ય, સ્થાપત્ય એવા અનેક ક્ષેત્રે પાટણ પોતાની પ્રભુતા પાથરી શકે એવું પાટણનું ગજુ છે. વિશ્વમાં ક્યાંય નથી એવા હજારો હસ્તલિખિત ગ્રંથો પાટણના Aજ્ઞિાનભંડારમાં સચવાયેલા છે. વિશ્વમાં બેનમુન વાવો, કૂવાઓ, મંદિરો અને નાલયો પાટણમાં હતાં જેનાં અવશેષો આજે પણ વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે એવાં છે. આવાં પાટણને અમર કરવામાં સાહિત્યસમ્રાટ સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીની આ પાટણની પ્રભુતા' નામની નવલકથાએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. શ્રી કનૈયાલાલ મા. મુનશીએ લખેલ આ ગ્રંથ એક “નવલકથા'' છે, એ ઇતિહાસ નથી એ વાત લોકો ભૂલી જાય છે. આ નવલકથાના કેટલાક ઐતિહાસીક પાત્રો અને કેટલીક ઐતિહાસીક ઘટનાઓના કારણે વાચક વર્ગ આમ માનવા પ્રેરાય તે સ્વાભાવિક છે. આ નવલકથામાં કેટલાંક પાત્રો કાલ્પનિક છે અને એજ રીતે કેટલાક બનાવો, ઘટના, પ્રસંગો પણ કાલ્પનિક છે. તેમ છતાં ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ ઐતિહાસીક નવલકથા છે એમાં બે મત નથી. મારા પાટણની સાચી પ્રભુતાથી લોકો વાકેફ થાય એવા શુભ આશયથી મેં આ ઐતિહાસિક ગ્રંથ “યુગે યુગે પાટણની પ્રભુતા' તૈયાર કર્યો છે. “પ્રભુતા' એટલે ગૌરવ. “પ્રભુતા' એટલે દેવત્વ. અણહિલપુર પાટણને એનું આગવું “ગૌરવછે જે બહુ ઓછા નગરો પાસે હોય છે. પ્રાચીન પાટણ હિન્દુઓ માટે યાત્રાનું ધામ કાશી, જૈનો માટે જૈનધર્મનું પિયર અને મુસ્લિમો માટે બીજું મકકા ગણાતું. આમ પાટણને એનું વિશિષ્ટ “દેવત્વ” પણ છે. મારા પાટણે યુગે યુગે તેના ગૌરવનો અને દેવત્વનો પરિચય કરાવ્યો છે. પાટણે યુગે યુગે એનો પ્રકાશ પાથર્યો છે. અને પાથરતું રહ્યું છે. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતાના શિખરો સર કરનાર પાટણ વિશે આ અગાઉ નાના નાના પરિચય ગ્રંથો, લેખો, પુસ્તીકાઓ વગેરે લખાયાં છે. જેમાં (૧) પ્રાચીન પાટણ (૨) પાટણનો ભોમીયો (૩) પાટણ સિધ્ધપુરનો પ્રવાસ અને (૪) પાટણ, એ મુખ્ય છે. પણ આ ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત મેં પોતે પણ (૧) આણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ (૨) પાટણની ગૌરવગાથા (૩) ધન્ય ધરા પાટણની (૪) પદ્યમાં પાટણ યાને કવિતામાં પાટણ દર્શન (૫) પાટણ દિવ્ય ચૈત્ય પરિપાટી યાને નિત્ય દર્શન (૬) મારૂ ગામ પાટણ (૭) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ (૮) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન (૯) પાટણનાં બે કીર્તિ મંદિરો : રાણકીવાવ અને સહસલિંગ સરોવર (૧૦) પ્રબંધોમાં પાટણ Page #15 -------------------------------------------------------------------------- ________________ .. યુગે યુગે પાટણની પ્રભુતા વગેરે ગ્રંથો લખી પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના પાટણ ખાતે યોજાયેલ તેના ૪૧ મા અધિવેશન વખતે “પાટણની અસ્મિતા' નામની સુંદર સ્મરણિકા ઇ.સ. ૨૦૦૧માં પ્રસિદ્ધ કરેલ છે. વળી ગુજરાત સરકારના માહિતી ખાતાએ તથા પાટણની વિવિધ સંસ્થાઓએ છુટક છુટક લેખ સંગ્રહોની સ્મરણિકાઓ પ્રસિધ્ધ કરેલ છે. પાટણ જૈન મંડળે પણ “પાટણની અસ્મિતા''નામનો સચિત્ર દળદાર ગ્રંથ પ્રસિદ્ધ કરેલ છે. અણહિલપુર પાટણ વિ.સં. ૮૦૨ થી વિ.સં. ૧૩૫૬ એમ લગભગ ૫૫૪ વર્ષ હિન્દુ સામ્રાજ્યનું પાટનગર રહ્યું. ત્યાર પછી પણ વિ.સં. ૧૩૫૬ થી વિ.સં. ૧૪૬૭ સુધી દિલ્હીની સલ્તનત હેઠળ સુબાઓ દ્વારા ચાલતા વહિવટી તંત્રનું મુખ્ય કેન્દ્ર તો પાટણ હતું જ. આમ અણહિલપુર પાટણ લગભગ પોણા સાતસો વર્ષ સુધી સતતું ગુજરાતનું પાટનગર હતું. માત્ર ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું પણ તે એક મહાન સાંસ્કૃતિક અને વેપારી કેન્દ્ર હતું. આવા મહાન નગરનો એક સચિત્ર સવિસ્તર ઐતિહાસીક ગ્રંથ હોવો જોઇએ. સ્વ. રત્નમણિરાવ ભીમરાવે (૧) અમદાવાદ અને (૨) ખંભાત વિશે તથા શ્રી ઇશ્વરલાલ ઈચ્છારામ દેસાઈએ (૩) સુરત વિશે સંદર્ભ ગ્રંથો લખ્યા છે. એવો બૃહદ્ ગ્રંથ પાટણ વિષે હોવો જોઇએ. એ દિશામાં આગળ વધવાના ઇરાદાથી મેં “યુગે યુગે પાટણની પ્રભુતા' નામનો આ ગ્રંથ તૈયાર કર્યો છે. આ ગ્રંથમાં મેં મારા લેખો ઉપરાંત ગુજરાતના પ્રતિષ્ઠિત લેખકોએ એમના સુંદર અને માહિતીસભર લેખો મોકલી આપ્યા છે તેનો પણ સમાવેશ કર્યો છે. આ વિધાન ઇતિહાસ લેખકોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વળી વિવિધ ગ્રંથોમાંથી પણ કેટલાક લેખોનો મેં આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. જેમણે ઉદારભાવે લેખો પ્રસિધ્ધ કરવાની જે સંમત્તિ આપી છે તે લેખકો, પ્રકાશકો અને સંસ્થાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈપણ ગ્રંથ કે લેખક સંપૂર્ણ છે એમ કહી શકાય નહિ. આ ગ્રંથ તૈયાર કરી હું થોડાંક ડગલાં આગળ વધ્યો છું એટલો મને સંતોષ છે. ભવિષ્યના લેખકોને આનાથી પણ આગળ વધવા આ ગ્રંથ એક સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગી નિવડશે એવી મને શ્રધ્ધા અને વિશ્વાસ છે. - જે પ્રજા પોતાના ઇતિહાસને જાણતી નથી અને પોતાના સ્થાપત્યોને જાળવતી નથી એનું અધઃપતન થાય છે અને પ્રજા નામઃશેષ પણ થઇ જાય ! યુગે યુગે પાટણની પ્રભુતા'ખૂબ સરળ ભાષામાં લખાયેલ ઐતિહાસિક ગ્રંથ છે. અણહિલપુર પાટણની પ્રભુતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડતો અરીસો છે. ઇતિહાસમાં મહત્વની ઘટનાઓ તથા મહાન પુરુષોનાં જીવન આલેખાયેલા હોય છે, તે ભૂતકાળને ઉજાગર કરે છે અને ભાવિ પ્રજાને દિશા સુચન કરી માર્ગદર્શન આપે છે. કેમ કરું તો મારું પાટણ વિશ્વના નકશામાં ચમકે એ રીતના મારા પ્રયત્નો હંમેશા રહ્યા છે. અનેક ગંજાવાતો વચ્ચે પણ પાટણ અડીખમ ઊભું છે. અણહિલપુર પાટણનો સરસ્વતી નદીના પૂરમાં નાશ થયો, મુસ્લીમ આક્રમણકારોએ એનો ધ્વંસ કર્યો. છતા થોડાંક જ વર્ષોમાં નવું Page #16 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાટણ આળસ મરડી બેઠું થઈ ગયું. એવી પાટણની બળુકી ભૂમિ છે. અણહિલપુર પાટણ, પશ્ચિમ દિશામાં આવેલ (૧) વડલી (૨) અનાવાડા ગામોમાં ધરતીમાં ધરબાયેલું પડયું છે. તેનું ઉત્પનન કરવા મેં પુરાતત્ત્વખાતાને, જીલ્લા પંચાયતને, જીલ્લા કલેકટરશ્રીને અને રાજ્ય સરકારને અવારનવાર રજુઆત કરી છે. વડલી ગામમાંથી આશરે પચાસ વર્ષ પહેલાં ૩૦૦ (ત્રણસો) આરસની જૈન તિર્થંકર ભગવાનોની સુંદર પ્રતિમાઓ મળી આવી હતી એની નોંધ શેઠ ભો.જે. વિદ્યાભવન પ્રકાશિત ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪ સોલંકી કાલ”માં કરેલી વાંચવા મળે છે. ત્યાર યાએથી ધરતીમાંથી આવી પ્રતિમાઓ મળતી રહી છે. પાટણના મંદિરો, મજીદો, જિનાલયો, તળાવો, વાવો, કૂવાઓ, કિલ્લો, કોટના દરવાજા, શિલાલેખો, કાષ્ટના પટો, વિશિષ્ટ મૂર્તિઓ વગેરે ઇતિહાસનું મજબૂત અને સક્ષમ સુસંસ્કૃત સંસ્કૃતિનું મોંઘેરૂ ઘરેણું છે. તેને જાણવાની, જાળવવાની અને સાચવવાની નાગરિકોની બંધારણીય ફરજ છે. આપણા વડવાઓ તરફથી મળેલ આ અમૂલ્ય વારસો -વિરાસત આપણે સાચવવી જોઇએ. હાલના નવા પાટણની ચારે બાજુ ફરતો જે કિલ્લો બાંધવામાં આવ્યો છે તેનો નીચેનો અડધો ભાગ પથ્થરોથી ચણેલો છે. અમદાવાદનો ભદ્રનો કિલ્લો તથા અમદાવાદની બીજી પથ્થરની ઇમારતો બાંધવા ગાગાડા ભરી પથ્થરો પાટણથી મોકલવામાં આવ્યા હતા. આ પથ્થરો પ્રાચીન અણહિલપુર પાટણના મંદિરો, જિનાલયો, રાજમહેલ, પ્રાસાદો, કોઠીઓ વગેરે તોડીફોડી ત્યાંથી લાવેલા છે. ઉપરાંત હાલના પાટણના મહોલ્લા-પોળોમાં તથા જાહેર રાજમાર્ગ પર હજારો પથરો "રસ્તે જતી વિરાસત” છે. કોટમાં ચણાયેલ કોતરકામવાળા પથ્થરો, મૂર્તિઓ તથા રસ્તે , રખડતા કથાકારી વાળા પથ્થરો એકત્ર કરી, પાટણમાં બંધાઇ રહેલ નવા સંગ્રહસ્થાનમાં મૂકવા માટે પણ મેં અનેક વખત રજુઆતો કરી છે. મને ગમતું પાટણ ગામ, વહાલું વહાલું રે મારા હૃદયે એનું નામ, નહિ વિસારું રે” " મારી જન્મભૂમિ અને કર્મભૂમિ પાટણ છે. પાટણના નાગરિક હોવાનું મને હમેશાં ગૌરવ રહ્યું છે. પાટણની ધરતીનું ધાવણ ધાવી મોટો થયો છું. પાટણ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે. મારા પર પાટણનું ઘણું મોટું ઋણ છે. યુગે યુગે પાટણની પ્રભુતા”નામનો આ ગ્રંથ તૈયાર કરી કાંઈક અંશે આ ઋણ અદા કરવા પ્રયત્ન કર્યો છે. ભવિષ્યના સંશોધકો, ઇતિહાસ લેખકો, ઇતિહાસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પાટણની મુલાકાતે આવનાર પર્યટકો એમ દરેક વર્ગને આ ગ્રંથમાંથી કાંઇકને કાંઈ જાણવા મળશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતના બહુ મોટા ગજાના ઇતિહાસકાર અને સંશોધક પરમ વંદનીય શ્રીમાન હરિપ્રસાદભાઈ શાસ્ત્રીએ ૮૮ વર્ષની જૈફ વયે પણ ખાસ તકલીફ લઈ મારા આ ગ્રંથને આવકાર લખી આપ્યો છે, તે બદલ હું એમનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. શ્રી શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય કરી અનેક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પી.એચડીની પદવી મેળવી છે. ગુજરાત ઇતિહાસ પરિષદના Page #17 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રમુખ સ્થાને રહી પરિષદને પગભર કરવામાં એમનો ઘણો મોટો ફાળો છે. - શ્રી શાસ્ત્રીજીના અભિલેખવિદ્યા, ઇતિહાસ, સંસ્કૃત સાહિત્ય-સંસ્કૃતિને લગતા ૨૬ જેટલા મૂલ્યવાન ગ્રંથો પ્રકાશિત થયા છે. એ જ રીતે સંપાદન ક્ષેત્રે પણ એમનું ઘણું મોટું પ્રદાન છે. સીત્તેર જેટલા અપ્રકાશિત અભિલેખોનું એમનું સંપાદનકામ ભારે પરિશ્રમવાળુ અને પ્રશંસનીય છે. સાહિત્ય, ઇતિહાસ, સંશોધન કરતી ગુજરાતની બધીજ સંસ્થાઓમાં એમણે નોંધપાત્ર કામ કર્યું છે. | મુરબ્બીશ્રી હરિપ્રસાદ શાસ્ત્રીજી (૧) નર્મદ સુવર્ણચંદ્રક (૨) રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયેલા છે વળી શ્રી શંકરાચાર્ય તરફથી સન્માનપત્ર સંસ્કૃત અધ્યાપક મંડળ તરફથી સન્માનપત્ર, સાહિત્ય એકેડેમી તરફથી સ્મૃતિએવોર્ડ અને રસીકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક જેવા પ્રતિષ્ઠિત એવોર્ડોથી શાસ્ત્રીજી સન્માનીત થયેલા છે. આમ વંદનીયશ્રી શાસ્ત્રીજી જેવા મેઘાવી ઇતિહાસકારે આ ગ્રંથને આવકાર લખી આપી ગ્રંથને ધન્ય બનાવી દીધો છે. વળી હું પોતે પણ ગ્રંથના લેખક અને સંપાદકના નાતે ધન્ય બન્યો છું. આવો સુંદર અને વિસ્તૃત આવકાર” લખી આપવા બદલ હું પૂજ્ય શાસ્ત્રીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગ્રંથ પ્રકાશનનું કામ ઘણુંજ ખર્ચાળ હોય છે. મારા પરમ સ્નેહી મિત્ર શ્રી બચુભાઇ મોહનલાલ પ્રજાપતિને આ ગ્રંથના પ્રકાશન વિશે વાત કરતાં એમણે સહર્ષ ગ્રંથ પ્રકાશનનાં ખર્ચની જવાબદારી પોતે સ્વીકારી લીધી. શ્રી બચુભાઈ આપબળે આગળ આવેલ ખમીરવંતા પાટણપ્રેમી નાગરિક છે. તેમણે પાટણના ઇતિહાસમાં, પાટણના સ્થાપત્યોમાં, પાટણની સંસ્કૃતિમાં અને પાટણની પ્રભુતામાં ઘણી રસ છે. ધંધાર્થે તેઓ મુંબઈ વસતા હોવા છતાં અવારનવાર તેઓ પાટણમાં આવે છે. અને પાટણની પ્રગતિથી સતત્ વાકેફ રહે છે. શ્રી બચુભાઇ સાહિત્યપ્રેમી, વતનપ્રેમી અને પ્રવાસપ્રેમી છે. તેમણે નગાધિરાજ હિમાલય ઉપર આવેલ શ્રી કૈલાશમાનસરોવરની કપરી ગણાય એવી યાત્રા એક બે વખત નહી પણ પુરી નવ વખત કરી એક રેકોર્ડ નોંધાવ્યો છે. તેમની છેલ્લી કેટલીક યાત્રાઓતો પાકટવયે એટલે કે સિત્તેર થી પંચોત્તેર વર્ષની વયે કરેલ છે. તેમને ભગવાન ભોલેનાથમાં અતૂટવિશ્વાસ છે. મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાનની બાજુમાં જ એક શિવાલય બંધાવ્યું છે. આમ આ ગ્રંથનાં પ્રકાશનનો આર્થિક સહયોગ આપવા ઉપરાંત એમણે માર્ગદર્શન પણ આપ્યું છે. તે બદલ હું તેમનો અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથમાં જે ફોટાઓ પ્રસિધ્ધ કર્યા છે એ તમામ ફોટાઓ પાટણના લોકપ્રિય સાપ્તાહિક પાટણ ટાઇમ્સ' ના સહયોગથી પ્રાપ્ત થયા છે. આ ગ્રંથનું સુંદર અને કલાત્મક પ્રિન્ટીંગ કામ શ્રી સત્યમ્ પ્રિન્ટર્સ, પાટણના માલિક મારા સુપુત્ર શ્રી હિતેન્દ્રકુમાર એમ. બ્રહ્મક્ષત્રિયે ખુબજ ચીવટ અને જહેમત લઇ ખુબજ ટૂંકા સમયમાં સંતોષકારક કર્યું છે. તે બદલ તેમને હાર્દિક અભિનંદન આપુ છું. પ્રા.મુકુળદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય Page #18 -------------------------------------------------------------------------- ________________ : પોનો નકશો ' વિગત યુગે યુગે પાટણની પ્રભુતા મ્યુનીસીપાલી માર્કેટ 이이 કાકોરનજન મી.] કે “ઊંઝામ wachusetts પંચાસર જૈનદેરાસર કોટવિસ્તારનાં રવાજાઓ. હિન્દમંદીરો. રાણકીવાવ. સહસર્લીગતળાવ. નગરપાલિકા કચેરી, સરકારી દવાખાનું જનતા ' ટી.બી. » ખાનસરોવરતળાવ ગુંગડી તળાવ જીમખાનાકોલેજ વિસ્તાર . પાટણ-મહેસાણા રેલ્વે લાઇન એસ.ટી.સ્ટેન્ડ ડીસા-ચાણસ્મા રોડ, પાટણ-સિધ્ધપુરરોડ A . એમ લીજ * * Page #19 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ' લો જે અનુક્રર્માણકા , અ.ન. શીર્ષક લેખક પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પાટણની સ્થાપના અને પુનરૂદ્ધાર કુમારપાળની બે મહાન સિદ્ધિઓ શિર પડવું ને ધડ લડવું સિદ્ધરાજે વશ કરેલો બાબરો ભૂત લોકકથાઓમાં સિદ્ધરાજ જયસિંહ પાટણ : ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ ચાવડા વંશના રાજવીઓ સહસ્ત્રલિંગ સરોવરનાં તીર્થો અને કીર્તિસ્તંભ સિદ્ધરાજના જન્મની રોમાચંક કથા સોલંકી વંશનો સ્થાપક મૂળરાજ સોલંકી વનરાજનો રાજ્યકાળ પાટણનું કીર્તિ મંદિર : સહસ્ત્રલિંગ સરોવર શ્રી અને સરસ્વતીનું ધામ પાટણ લોકમાતા કુંવારિકા સરસ્વતી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર : અમૂલ્ય ગ્રંથભંડાર મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ પાટણની બેનમૂન રાણકીવાવનું શિલ્પ સ્થાપત્ય રાણકીવાવમાંથી મળી આવેલ મહારાણી ઉદયમતિની બેનમૂન આરસની પ્રતિમા પાટણમાં ભરાતા મેળાઓ અને ઉત્સવો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ ધન્ય ધરા પાટણની પ્રાચીન સાહિત્યમાં પાટણ દર્શન | પ્રાચીન સાહિત્યમાં પાટણની પ્રભુતા ૨૪] સોલંકી કાળની બે મહાન ઘટનાઓ ક્યાં ગયા પ્રાચીન પાટણના પ્રાસાદો ? પાટણ જોઈ અમદાવાદ વચ્ચું કાગળ કોતરકામના કસબી સ્વ.શ્રી રામપ્રસાદ ભૈયાજી હરિહર મહાદેવ પાસેના બ્રહાકુંડમાં બિરાજેલા દેવી-દેવતા 6 = = = Page #20 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 15 લેખક ૫નં, પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય 0 1 K 6 5 = નૌ અ.ન. શીર્ષક | ઇતિહાસવિદ્દ અને પુરાતત્ત્વવિદ્ સ્વ. શ્રી રામલાલ ચુનીલાલ મોદી પાટણના મહાન કવિ અને આખ્યાન સાહિત્યના પિતા ભાલણ પાટણમાં શ્રી મહાલક્ષ્મીનું આગમન શ્રી સ્વામીનારાયણ ભગવાનનું પાટણમાં આગમન પાટણના બ્રહ્મનિષ મહાત્મા શ્રી ત્રિકમલાલજી વીરમાયાનું ભવ્ય બલિદાન જ્ઞાનસાગર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વાર્તાઓમાં પાટણનો ભવ્ય ઇતિહાસ ધન્ય ધરા પાટણની ! સિદ્ધરાજના કીર્તિસ્થંભ ઉપરનો પ્રશસ્તિ લેખ સિદ્ધપુરનો રુદ્રમાળ સંવત ૨૦૦૦માં પાટણની પ્રભુતાને બિરદાવતા મહાકવિ શ્રી નાનાલાલ દલપતરામ શ્રી શંકરાચાર્ય અને શ્રી હેમચંદ્રાચાર્ય બે મહાન આચાર્યો પાટણના પૂર્ણ સંતશ્રી ભાનુવિજયજી મહારાજ , પાટણ : જુનું અને નવું વ્યાયામ - ઉત્સવ ક્ષેત્રે પ્રખર પાટણ પાટણનાં જોવાલાયક સ્થળો ભાગ ભૂમિ પાટણ પાટણની પ્રભુતાને ઉજાગર કરતાં અનોખાં અને અનુપમ ભીંતચિત્રો વડલી જમીનમાં દટાયેલ અણહિલપુર પાટણ પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડા સાથેની યાદગાર મુલાકાત ૫૦| પાટણના વાડા, પાડા અને પોળો ૫૧ | પાટણની નગર રચના : કોટ અને દરવાજા લોક કથાઓમાં પાટણ | પાટણના કુશળ મંત્રીઓ ૫૪| પાટણ, પાન, પિરાણપટ્ટા ૧૧૩ ૧૧૫ મોહનલાલ પટેલ ૧૧૭ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ૪૪ ૧૧૪ ૧૪૧ કનૈયાલાલ ભાઈશંકર દવે ૧૫૮ ૧૬૫] ૧૭૫ ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અ.નં શીર્ષક ૫૫ | પાટણના મહોલ્લાઓનું વર્ગીકરણ ૫૬ | સંસ્કૃત સાહિત્યમાં સહસ્રલિંગ સરોવર ૫૭ | સંસ્કૃત સાહિત્યમાં રુદ્રમાળનું વર્ણન ૫૮ | પાટણના બે જૂના દસ્તાવેજો . ૫૯ | પાટણ નગરીનો ભવ્ય ઇતિહાસ ૬૦ | ગૂર્જર રાજધાની નૃસમુદ્ર અણહિલ્લવાડ ૬૧ | પાટણના મુસ્લીમ મહાત્માઓ પ્રબંધોમાં પાટણ ૬૨ ૬૩ | ભારતનું મહાન માતૃગયાતીર્થ સિધ્ધપુર ૧૧ મી સદીનું દેલમાલનું લીમ્બોજ મંદિર ૬૪ ૬૫ સિધ્ધરાજે વસાવેલ ગામ ઝીંઝુવાડાનાં સ્મારકો ૬૬ | સહસ્રલિંગ સરોવર ૬૭ | લોકસાહિત્યમાં પાટણ ૬૮ | સહસલિંગમહાત્મ્ય ૬૯ | સંસ્કૃત સાહિત્યમાં અભિવ્યકત પ્રાચીન - મધ્યકાલીન ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણ (ઇ.સ. ૭૪૬-૧૪૧૧) ૭૦ ૨૦મી સદીમાં પાટણની અક્ષર-આરાધના ૭૧ | અણહિલપુર ૭૨ | ભાલણ : જીવન-કવનનું આકલન ૭૩ | સિધ્ધરાજની પ્રશસ્તિ ૭૪ પાટણનો ભરવાડ બન્યો દિલ્હીનો સુલતાન ૭૫ | પાટણ ૭૬ | ગુજરાતનું ગૌરવ રાણકીવાવ - પાટણ ૭૭ | લોકનાટય - ભવાઇ લેખક પૃ.નં. પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ૧૯૫ 99 ૧૯૮ | ૨૧૧ ૨૧૯ ૨૨૨ 39 ,, 22 કનૈયાલાલ ભાઇશંકર દવે ડૉ. મનુભાઇ જી. પટેલ બાબુલાલ અંકુયા વાલજી ગોવિન્દજી દેસાઇ 16 ૨૨૯ ઇકબાલ હુસેન ફાકી ૨૪૭ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ૨૬૧ '' ૨૭૪ ૨૭૩ પી.બી. ભાટકર ભરતભાઇ રાવલ પી.બી. ભાટકર ભરતભાઇ રાવલ ડૉ. રમણલાલ ના: મહેતા ડૉ. મયંકભાઇ એમ. જોષી ૨૮ ૦૨૮૪ ૨૯૫ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ૩૧૫ મણિભાઇ પ્રજાપતિ ૩૨૧ મણિભાઇ પ્રજાપતિ વલ્લરી મજમુંદાર રસિકલાલ છોટાલાલ પરીખ ૩૬૫ ડૉ. બળવંત જાની ૩૮૧ સંક. પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય |૩૯૪ ડૉ. જયકુમાર ર. શુક્લ ૩૯૧ ડૉ. ભોગીલાલ જ, સાંડેસરા ૪૦૦ ડૉ. આર.ટી. સાવલિયા ૪૦૯ ડૉ.કૃષ્ણકાન્ત કડકિયા ૪૨૫ ૭૮ | ‘‘પાટણના ભંડારોમાં સંગ્રહીત સંસ્કૃત હસ્તપ્રતોની પ્રશસ્તિઓ ડૉ.મનીષા એન. ભટ્ટ ૪૩૦ અને પુષ્પિકાઓ : સાંસ્કૃતિક અધ્યયન'' ૩૩૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પN - લેખક પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય | અધ્યા. ડૉ. કે.કા.શાસ્ત્રી ડૉ.ભારતી શેલત પ્રા. ગજેન્દ્ર પી. શ્રીમાળી ૪૪૨ ૪૫૧ ૪૬૫ ૭૮ મિટિરાનું સૂર્યમંદિર ૮૦ હિસાહિતના દુહા ૮૧ |ગુજરાતના અભિલેખોમાં પાટણ ૮૨ પાટણના વિકાસમાં જૈન શ્રાવક, શ્રેણીઓ અને મહામાત્યોનો ફાળો પાટણના સાળવીવાડાના ત્રિપુરેશ્વર મહાદેવ બીજાયરા પાર્શ્વનાથ પ્રભુ ઈતિહાસ દર્શન Jપાટણના જૈન દેરાસરની યાદી (સં. ૨૦૬૪) Jપાટણ શહેરમાં બીરાજતા દેવી-દેવતાઓ [(કોટની અંદર-બહાર). પાટણ શહેરમાં આવેલ મુસ્લિમોની મજીદો, દરગાહો, બેઠકો, ચીલ્લા, ગાદી, ઈદગાહ વગેરેની માહિતી પાટણનાં પાંચ પ્રાચીન મુસ્લીમ સ્થાપત્યો દક્ષ પ્રજાપતિના વંશજ પ્રજાપતિઓ શ્રી પદ્મનાભ પ્રભુનું પ્રાગટય ૯૦ યુગે યુગે પાટણની પ્રભુતા ૧ પાટણના સોહામણો સાંસ્કૃતિક વિકાસ કનૈયાલાલ ભાઇશંકર દવે પ્ર. મુકુન્દભાઇ પી. બ્રહ્માક્ષત્રિય | ૪૭૪ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય | સંકલન સુંદરલાલ જીવરામ ઘીવાળા સંક્લનઃસૈયદ હાફીઝઅલી મેહમુઅલી |૪૯૮ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્માક્ષત્રિય ૧૦૭ બચુભાઈ મોહનલાલ પ્રજાપતિ પ૧૧ ૨ સ્વતિ પુરાણ : એક પરિચય ૯િ૩ કુમારપાળ પ્રતિબોધ' : એક અભ્યાસ અભિલેખો : ઈતિહાસનો મહત્ત્વનો સ્ત્રોત ૯૫ પાટણનાં સરોવરો અનર્તની લધુ ચિત્રકલા ૯૭ પાટણનો દેશદ્રોહી મહામાન્ય માધવ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય |પ૧૭ (ગુજરાત રાજયના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત “પાટણની અસ્મિતા” માંથી સાભાર), પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય |૫૨૫ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ૫૨૯ ડૉ. ભારતીબેન શેલત ૫૩૪ | ભાઇલાલભાઇ ઘાભાઈ પટેલ મણિભાઈ પ્રજાપતિ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ૫૫૨ ૫૪૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 18 જુદા જુદા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલા ચાવડાવંશની વંશાવળી વિક્રમ સંવત મુજબ પ્રબંધ પ્રબંધ ચિંતામણિ (૧)/ રાજાનું ચિંતામણિ ધર્મારણ્ય વિચારશ્રેણિ કુમારપાલપ્રબંધ નામ. રત્નમાલ (૨) મિરાતે અહમદી. કચાંથી કચાંથી કયાં સુધી ક્યાં સુધી કયાં સુધી. કડ્યાં સુધી ક્યાંથી કયાંથી વનરાજ ૮૦૨ થી ૧૦ | ૮૦૨ થી ૮૦૨ થી ૮૧ ૮૦૨ થી ૮૬૨ ૮૬૨ ૮૨ યોગરાજ ૮૦૧ થી. J૮૮૧ થી [૮૬૨ થી | ૮૬૨ થી ૩૫ ૮૭૮ ૮૯ ૧૦ |૮૭૧ ૮૯૭ રત્નાદિત્ય T૮૭૮ પી. ૩ ૮૭૧ થી ૮૯૧ થી ૮૪. ૮૮૨ રિસિંહ ૧૬] ૮૯૪ થી ૧ ૮૭૪ થી ૧૦ ૮૮૨ થી. ૮૯૮ | ૯૦૫ ૮૮૪ ક્ષેમરાજ | ૩૦ | ૯૦૫ થી ૩૯ | ૮૮૪ થી ૨૯ ૨૫ ૮૯૮ થી ૯૩૫ ૯૪૪ ૯૧૩ ' ચામુંડા ૯૩૫ થી ૩૧ ૯૪ થી | ૨૭ ૯૧૩ થી ૩૧ ૯૯ ૯૭૧ ETY રાહડ ૨૭ ૯૭૧ થી T૯૪૪ થી ૨૭ T Rહ ૯૩૯ થી ૯૬૫ ૯૯૮ ૯૭૧ ભૂવડ ૯૬૫ થી. ૨૭ | (૨) ૦ ૯૯૮ થી | ૧૯ | ૯૭૧ થી ૧૦૧૭ ૯૯૮ ૯૯૨ કુલ ૧૯s Page #24 -------------------------------------------------------------------------- ________________ • યુગે યુગે પાટણની પ્રભુતા ૧ પાટણની સ્થાપના અને પુનરુદ્ધાર ૧ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ના મહા વદ-૭ ને શનિવાર, ઇ.સ. ૭૪૬ માં થઇ હોવાનું પ્રાચીન ગ્રંથોમાં નોંધાયું છે પાટણનો પ્રથમ રાજા વીર વનરાજ ચાવડો હતો. ચાવડા વંશના નીચે મુજબ રાજાઓ થઇ ગયા. (૧) વનરાજ (૨) યોગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરસિંહ (૫) ક્ષેમરાજ (૬) ચામુંડ (૭) રાહડ (૮) ભૂવડ ઉર્ફે સામંતસિંહ આ સામંતસિંહ ચાવડા વંશનો છેલ્લો રાજા હતો. સામંતસિંહ ખૂબ જ નબળો રાજવી હતો. તેના ભાણેજ મૂળરાજ સોલંકીએ સામંતસિંહને મારી પાટણની ગાદી કબજે કરી, સોલંકી વંશની સ્થાપના કરી. “સામંતસિંહના વખતમાં બનેલી આ વાર્તા છે. રાજ અને બીજ નામના બે સોલંકી કુમારો યાત્રાએ નીકળેલા. બીજ અંધ હતો. એક વખત તેઓ રસ્તામાં અણહિલવાડ નગરની ભાગોળે રાતવાસો રહેવા મુકામ કર્યો. અણહિલવાડ નગરના રાજા સામંતસિંહ ચાવડાનો એક સરદાર રાજાની ઘોડીને પાણી પીવડાવવા ત્યાં લઇ આવ્યો. ત્યાં રાજ અને બીજ જેવા અજાણ્યા માણસોને જોઇ ઘોડી ભડકી અને તોફાન કરવા લાગી. આથી સરદારે ઘોડીને ચાબુક મારી. ચાબુકનો અવાજ બીજના કાને પડચો. બીજ પોતે અંધ હોવા છતાં અશ્વ પરીક્ષાનો ‘‘શાલીહોત્ર’’ ગ્રંથ ભણ્યો હતો. તે તુર્ત જ બીલી ઉઠચો, “જા રે જા ભૂંડા ! તેં ચાબુક મારીને આ ઘોડીના પેટમાં જે પંચકલ્યાણી વછેરો છે, તેની ડાબી આંખ ફોડી નાંખી.'' સરદારને આ સાંભળી અચરજ લાગ્યું. તેને આ વાત પોતાના રાજા સામંતસિંહને કહી. રાજ તુર્ત જ ભાગોળે આવ્યો. રાજા સામંતસિંહે કહ્યું કે, ‘તમારા કહેવા મુજબ મારી ઘોડીને પંચકલ્યાણી વછેરો અવતરશે અને જો તેની ડાબી આંખ તમારા કહેવા મુજબ ફૂટેલી હશે તો મારૂં અર્ધું રાજ્ય તમને આપીશ અને તે ઉપરાંત મારી બેન લીલાવતીને તમારી સાથે પરણાવીશ અને જો તમારી વાત ખોટી નીકળશે તો તમારૂં સર્વસ્વ પડાવી લઇશ અને તમારો શિરચ્છેડ કરીશ. અંધ બીજે આ વાત માન્ય રાખી. બંને ભાઇઓ અણહિલવાડના દરબારમાં રાજ્યના મહેમાન તરીકે રહ્યા. પંદરેક દિવસ પછી ઘોડીને પ્રસવ થયો. તેના પેટે પંચકલ્યાણી વછેરો અવતર્યો અને બીજ સોલંકીના ભવિષ્ય ભાખ્યા પ્રમાણે તેની ડાબી આંખ ફૂટેલી હતી. રાજકુમારોની ઓળખાણ સોલંકી રાજકુમારો તરીકે થઇ. Page #25 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २ આથી સામંતસિંહ ચાવડાએ પોતાની બહેન લીલાવતી (બીજું નામ સેનાજી પણ હતું) નું લગ્ન અંધ બીજના કહેવાથી તેના ભાઇ રાજ સાથે કરાવ્યું. પરંતુ અર્ધું રાજ્ય આપવા ના પાડી. આ લીલાવતીની કૂખે પુત્ર જન્મ્યો. તે મૂળ નક્ષત્રમાં જન્મયો હોવાથી તેનું નામ મૂળરાજ પાડવું. મૂળરાજને તેની માતાનું પેટ ચીરી ઉપરથી લેવામાં આવેલો ! મૂળરાજ સોલંકીએ, પુખ્ત ઉંમરનો થતાં મામા સામંતસિંહને મારી અણહિલવાડની ગાદી કબજે કરી. સોલંકી વંશની સ્થાપના કરી. ‘પ્રબંધ ચિંતામણી’ મુજબ મૂળરાજનો રાજ્યાભિષેક વિક્રમ સંવત ૯૯૮ ઇ.સ. ૯૪૨ માં થયો હતો એમ જણાવ્યું છે. આ રીતે મૂળરાજે સોલંકી વંશની સ્થાપના કરી. સિદ્ધરાજ, ભીમદેવ અને કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ સોલંકી વંશમાં થઇ ગયા. મૂળરાજે પાટણનો પુનરૂદ્ધાર કર્યો. અણહિલપુરની આર્થિક પરિસ્થિતિ કેટલી સદ્ધર હતી એ જાણવા નીચેની વાર્તા સાક્ષી પૂરે છે. અહીં બાવન બજાર અને ચોર્યાસી ચૌટાં હતા. (બજાર અને ચૌટામાં શું ફર્ક હશે?) દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉધરાવવામાં આવતું. પાટણનો વિસ્તાર ઘણો મોટો હતો. એ જાણવા માટે ‘દ્દયાશ્રય’ કાવ્યમાં જણાવ્યું છે કે, “હનુમાન લંકા કૂદતા થાક્યા નહિ, પરંતુ જો તેઓ પાટણ આવે તો પાટણ કૂદતાં તે જરૂર થાકી જાય.'' અણહિલપુર કુબેરની અલકાપુરી કે ઇન્દ્રની અમરાપુરી જેવું હતું. વિદ્વાનોએ પાટણને ‘નરસમુદ્ર' ની ઉપમા આપી છે. કારણ કે પાટણની વસ્તી ઘણી હતી. સિદ્ધરાજના સમયમાં અણહિલપુરમાં ૧૮૦૦ કોટચાધીશો (કરોડપતિઓ) રહેતા હતા, ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું ? દરેક કરોડપતિના મહાલય ઉપર ધ્વજ (કોટી ધ્વજા) ફરકતી અને લક્ષાધિશોને ત્યાં જેટલા લાખ રૂપિયા હોય તેટલા દીવા દરરોજ રાત્રે મકાન ઉપર પ્રગટ કરવા પડતા. એ સમયમાં પાટણમાં ૯૦ સંપ્રદાયો અસ્તિત્વમાં હતા એવી પ્રબંધમાં નોંધ મળે છે. છતાં બધાજ સંપ્રદાયના લોકો ભાઇચારાથી રહેતા હતા. સિદ્ધરાજના વખતમાં ખંભાતમાં આવેલ મુસલમાનોની એક મસ્જિદ અગ્નિ પૂજકોએ તોડી નાખી હતી એવી વાત મળતાં સિદ્ધરાજ જાતે સાંઢણી ઉપર બેસી ખંભાત ગયો હતો અને ગુનેગારોને નશ્યત કરી હતી અને તૂટેલી મસ્જિદ ફરી બાંધી આપી હતી. સિદ્ધરાજ આવો સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ રાખતો મહાન સમ્રાટ હતો. એક એવી વાર્તા છે કે એક વેપારી પાસે ૮૪ લાખ રૂપિયા હોવાથી દરરોજ ૮૪ દીવા કરતા પડતા. આ કામ ધણું કપરૂં અને કંટાળાજનક હતું. સિદ્ધરાજે તેની તકલીફ દૂર કરવા રાજ્યના ખજાનામાંથી સોળ લાખ રૂપિયા આપી તેને કરોડપતિ બનાવ્યો અને તેની દીવા કરવાની તકલીફ દૂર કરી. (સંપત્તિવેરો અને આવકવેરો ન હોય તો જ આવું બને.) અણહિલ નામના ભરવાડે જે વીરભૂમિ બતાવી ત્યાં જ વનરાજે નગર વસાવ્યું અને ભરવાડનું . નામ શહેર સાથે જોડી ‘અણહિલવાડ’ નામ આપ્યું. એટલે જ ભરવાડના પાછલા બે અક્ષરો ‘વાડ’ ઉપરથી શહેરના મહોલ્લાના નામ સાથે પણ વાડા અને પાડા રાખ્યા હોવાની દંતકથા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જાંબા નામનો વાણીયો જ્યારે વનરાજ લુંટફાટ કરતો હતો ત્યારે વગડામાં મળી ગયો હતો. વનરાજ અને તેના બે સાથીઓ એમ ત્રણ જણા જાંબા વાણીયાને લુંટવાનો ઇરાદો કરતા હતા. ત્યાં જાંબે પોતાના ભાથામાંથી પાંચ બાણ કાઢી ત્રણ રાખી બાકીનાં બે વધારાનાં બાણ ભાંગી ફેંકી દીધા. વનરાજે આમ કરવાનું કારણ પૂછતાં, જાંબાએ જણાવ્યું કે, “તમો ત્રણ જણ છો. આ ત્રણ બાણ તમો ત્રણ જણને મારવા માટે પૂરતાં છે. એટલે વધારાના બે બાણ મેં ભાંગી નાખી દીધાં.” જાંબા વાણીયાની હિંમત, વીરતા અને આત્મવિશ્વાસથી વનરાજ પ્રસન્ન થયો. તેને લુંટવાનો વિચાર માંડી વાળ્યો. વનરાજે તેને પોતાનો મિત્ર બનાવ્યો અને તે રાજગાદી ઉપર આવ્યો ત્યારે તે જાંબા વાણીયાને મંત્રી તરીકે સ્થાપ્યો. પ્રબંધ ચિંતામણિમાં આ લોકકથી નોંધાયેલી છે. s પાટણમાં હિંગળાચાચરમાં ગણપતિની પોળમાં આવેલ ગણપતિના મંદિરમાં પ્રાચિન ગણપતિની પ્રતિમા નીચે તથા બાજુ માં શિવપાર્વતીની પ્રતિમાં નીચે એમ બન્ને પ્રતિમાઓ ઉપર પાટણની સ્થાપના વિ.સં. ૮૦ ૨માં થઇ હોવાનો શીલાલેખોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા કુમારપાળની બે મહાન સિદ્ધિઓ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય (૧) કુમારપાળની અમારિધોષણા: ગુજરાતનો સુવર્ણયુગ” એટલે સોલંકી યુગ. આ સુવર્ણયુગમાં જડાયેલાં બે મહામૂલ્યવાન રત્નો તે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. એ બંને રત્નોને હીરાની માફક પહેલ પાડીને અત્યંત તેજસ્વી અને મૂલ્યવાન બનાવનાર હતા એક અકિંચન, સાત્ત્વિક સાધુ તે હતા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી. સિદ્ધરાજ, કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય એટલે અનુક્રમે પરાક્રમ, પવિત્રતા અને જ્ઞાનની સાક્ષાત મૂર્તિ સમાન હતા. કુમારપાળે પોતે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને જૈન ધર્મને રાજ્યાશ્રમ પણ આપ્યો હતો. શ્રી હેમચંદ્રાચાર્યજીની સંપૂર્ણ અસર નીચે રહેલા કુમારપાળે સુક્ષ્મ અહિંસા પાળવાનો નિર્ધાર કર્યો હતો. કુમારપાળે તેના રાજ્યમાં શબ્દકોષમાંથી માર’ શબ્દ જ કાઢી નંખાવ્યો હતો. તેને પોતાના સમગ્ર રાજ્યમાં અમારિ ધોષણા' પ્રવર્તાવી હતી. અહિંસા વ્રતનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવતું હતું. પશુઓના બલિદાન દેવાની પ્રથા નાબુદ કરવામાં આવી હતી. ‘અમારિ વ્રત કેટલું ચુસ્ત રીતે પળાતું હશે તે દર્શાવવા માટે નીચેની વાત ખૂબ જ પ્રચલિત છે. કુમારપાળ રાજાની બહેન દેવળદેવીના લગ્ન શાકંભરી નગરીના રાજા પુરણરાય સાથે થયા હતા. એમ દિવસ પુરણરાય રાજા પોતાની પ્રિયા દેવળદેવી સાથે સોગઠાબાજી ખેલતા હતા, અને રમત રમતાં રમતાં સોગઠા મારવાનો પોતાનો દાવ આવ્યો, તે વખત માર મુંડાને” આવાં માર્મિક વચન હાસ્ય સાથે ફરી ફરીને પુરણરાય બોલવા લાગ્યા. “માર મુંડાને' આનો સીધો અર્થ ફૂકડીને માર એવો થતો હતો. પરંતુ પુરણરાય મશ્કરીમાં એમ કહેવા માગતો હતો કે, મુંડન કરેલા મુનિવરના માથે ઘા માર. દેવળદેવી ખૂબ જ ચતુર હતી, તે તરત જ સમજી ગઈ કે પુરણરાય શૈવધર્મી હોઈ પોતાના ભાઈ કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો છે તેથી મશ્કરી કરવા ખાતર આવા નિંદાયુક્ત વચન ઉચ્ચારેલાં છે. દેવળદેવીએ પોતાના પતિને વિનંતી કરી કે, “મહારા ભાઇ કુમારપાળે “માર’ શબ્દને આખા દેશમાંથી દેશવટો આપ્યો છે, તે શું તમે નથી જાણતા? દેવ, ગુરૂને ત્રીજો ધર્મ, નિંદા કરતાં બાંધે કર્મ.' આ પ્રમાણે રાણી દેવળદેવીની શિખામણ સાંભળી રાજા પુરણરાય ખૂબ જ કોષે ભરાયો અને રાણીને પાટુ પ્રહાર કર્યો. એમ કહેવાય છે કે, દેવળદેવીએ પોતાના ભાઈ કુમારપાળને આ સંદેશો કહેવડાવ્યો અને પોતે જાતે પણ ત્યાં જઈ સઘળી હકીકતથી તેને વાકેફ કર્યો. કુમારપાળે શાકંભરી ઉપર ચઢાઈ કરી અને પુરણરાને હરાવ્યો. પુરણરાય પોતાનો બનેવી થતો, તેથી તેના પર દયા કરી દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરવા માટે તેની જીભ - ખેંચાવવાને બદલે તેની નિશાની તરીકે પુરણરાયના ડગલાની પાછળના ભાગમાં ‘જીભ” આકારનું ચિન્હ મૂકાવ્યું અને પુરણરાયને રાજ્ય પાછું આપ્યું. અને એના ગુના માફ કર્યા. Page #28 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જીવદયા રાજા કુમારપાળના દિલમાં સચોટપણે વાસ કરીને રહેલી હોવાથી કોઇપણ માણસ જીવવધ કરી શકે જ નહિ તેવું ફરમાન કર્યું હતું. તેની રગેરગમાં જીવદયા જ પ્રસરેલી હતી. સર્વ જીવોને અભયદાન મળેલું હતું. મેવાડના એક વણીકની સ્ત્રીએ માથું જોતાં જોતાં જૂ તુરતજ મારી નાખી. ગુપ્તચરો મારફત આ જૂની થયેલી હિંસા કુમારપાળના જાણવામાં આવતા. તેની શિક્ષામાં તે વણીક પાસે એક જિનમંદિર બંધાવ્યું જે ‘યુકાવિહાર'ના નામથી ઓળખાયું. ‘યુકા' એટલે માથાની જુ. કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહેલા રાજા કુમારપાળના પગમાં એક મંકોડો ચોંટી ગયો. તેને ઉખેડવા જતાં પણ ઉખડયો નહિ. ત્યારે ચોંટેલા મંકોડાના પ્રાણ બચાવવા અને તેને અભયદાન આપવા શસ્ત્ર વડે જે જગ્યાએ પગમાં મંકોડો ચોંટી ગયો હતો તે ભાગની ચામડી માંસ સહિત કાપી નાખીને તે મંકોડાને મુક્ત કર્યો અને તેની યથાર્થ રીતે રક્ષા કરી. આ રીતે કુમારપાળ પોત પણ ચુસ્ત રીતે અહિંસા વ્રતનું પાલન કરતો હતો. અને પ્રજા પાસે કરાવતો હતો. (૨) અપુત્રિકાધનનો રિવાજ બંધ : (રૂદતીધન જપ્ત કરવાનો કાયદો નાબુદ) ( સિદ્ધરાજ જયસિંહ તેની માતા સાથે સોમનાથની યાત્રાએ ગયેલા ત્યારે રાજ્ય તરફથી યાત્રા વેરો ઉઘરાવવામાં આવતો હતો. માતાના કહેવાથી સિદ્ધરાજે આ યાત્રા વેરો નાબૂદ કરી ખૂબ જ લોકચાહના મેળવી હોવાની હકીકત ઇતિહાસમાં નોંધાયેલ છે. આવી જ રીતે જે સ્ત્રી નિસંતાન ગુજરી જાય તેની તમામ સંપત્તિ રાજ્ય ખજાનામાં જમા કરાવવાનો કાયદો પ્રચલિત હતો. એક રાત્રિએ ગુપ્ત વેશે કુમારપાળ નગરચર્ચા જોવા-સાંભળવા નીકળેલા ત્યારે અંધારામાં એક વિધવાની આહ સાંભળી તેની પાસે ગયો. વિધવાએ પોતાની કરૂણ કથની કુમારપાળને કહી સંભળાવી. પોતાનો પતિ મરી ગયો. તે નિસંતાન છે. નોંધારાનો કોઈ આધાર નથી. સંપત્તિ બધી રાજ્યમાં જશે. પોતે નિરાધાર બની ભૂખે મરશે. આવી દર્દભરી દાસ્તાન સાંભળી કુમારપાળે તેનું દુઃખ દૂર કરવા ખાત્રી આપી. - ત્યારે વિધવાએ કહ્યું, “તું કોણ છે મારું દુઃખ દૂર કરનારો ?” ત્યારે રાજાએ ઘટસ્ફોટ કર્યો કે પોતે જ રાજા કુમારપાળ છે. કુમારપાળે તુરતજ ઢંઢેરો પીટાવ્યો અને જે પુરૂષને સંતાન ન હોય તેનો વારસો રાજા લઇ લે એ પ્રથા સદંતર બંધ કરાવી. કુમારપાળે આવા પ્રકારનું ધન લેવાનો રાજ્યનો અધિકાર રદ કર્યો. રાજ્યની ઘણી મોટી આવક જતી કરીને કુમારપાળે ભારે લોકચાહના મેળવી હતી. કુમારપાળ પછી રાજ્ય મેળવવા માટે અજયપાળે કુમારપાળને દૂધમાં ઝેર આપ્યું હોવાની વાત પ્રચલિત છે. આ અજયપાળ તે કુમારપાળના ભાઇ મહીપાળનો પુત્ર. તે કુમારપાળનો સગો ભત્રીજો હતો. કુમારપાળ અપુત્ર હોવાથી અજયપાળ ગાદી પર આવ્યો. અજયપાળ જૈન ધર્મનો કટ્ટર વિરોધી હતો એમ ધણા પ્રબંધોમાં જણાવ્યું છે. અજયપાળે પોતાના રાજ્યારોહણનો વિરોધ કરનાર આમભટ મંત્રીને સૈનિકો પાસે મારી નંખાવ્યો હતો. શ્રી હેમચંદ્રાચાર્યના મુખ્ય શિષ્ય રામચંદ્રને તાંબાના તપાવેલા પાટલા ઉપર બેસાડી મારી નંખાવ્યો. અજયપાળે કપર્દી મંત્રીને ઉકળતા તેલના ચરૂમાં નાખી મારી નંખાવ્યો. અજયપાળ પરમ માહેશ્વર હતો. Page #29 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા શિરપડ્યું ને ધડ લડ્યું પ્રાં. મુનિદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પંચાસરમાં ચાવડાઓનું રાજ્ય હતું. ત્યાં જયશિખરી રાજા રાજ્ય કરતો હતો. તેને કેટલાક ઇતિહાસકારો જયશેખર અથવા જયશિખરી પણ કહે છે. ગુર્જર દરબારમાં કવિશંકર બારોટ નામે મોટો પંડિત પણ હતો. સંસ્કૃત અને પ્રાકૃત કવિતાના ગ્રંથો તેને મોઢે હતા. પિંગળશાસ્ત્ર તેની જીભના ટેરવે હતું. શીધ્ર કવિતા રચવામાં કવિ શંકર ઘણો કુશળ હોઇ તે મહારાજા જયશિખરીનું મનોરંજન કરતો તે ભારે સ્વદેશાભિમાની હતો. બધા ગુણોના ભંડાર જેવો કવિશંકર બારોટ થોડોક અવિચારી હતો અને તે વિવેકની મર્યાદા ભૂલી જતો. તેની એક કુટેવ એ હતી કે, તે પર્યટન વખતે વિવિધ રાજાઓના દરબારમાં જઇ ગુજરાતની જમીન, ગુજરાતના લોક, ગુજરાતના પંડિત, ગુજરાતના યોધ્ધા, ગુજરાતની દોલત અને ગુજરાતના રાજાધિરાજ જયશિખરીની સ્તુતિ એટલી બધી કરતો અને એવી રીતે કરતો કે બીજા રાજાઓને અને દરબારોને અપમાનકારક લાગતું. - કનોજ દેશમાં ભૂવડ નામે મહાબળવાન અને પરાક્રમી રાજાનો અમલ હતો. ભૂવડ રાજાને મોટી સેના હતી અને મોટું સામ્રાજ્ય ધરાવતો હતો. રાજા ભૂવડ અતિ પરાક્રમી અને શુરો હોવા છતાં અક્કલમંદ અને ખુશામતિયાથી છેતરાઈ જતો હતો. ભૂવડ કૂલણજી હતો. ને ધનનો અને રાજ્યની જેમ લોભી હતો તેમ કીર્તિનો પણ ભૂખ્યો હતો. | વિક્રમ સંવત ૭૫૨ માં આપણી ગુર્જર કવિ શંકર બારોટ ભૂવડના દરબારમાં ગયો. શરૂઆતમાં તેણે ભૂવડની ભલાઇ કરતાં પ્રશસ્તિ ગીતો ગાયાં, ભૂવડ ખુશ ખુશ થઈ. તેને રત્નજડિત આભૂષણો, મોતીની માળાઓ, કિંમતી વસ્ત્રાલંકર અને ઘોડાઓ બારોટને ભેટમાં આપ્યાં. ' બારોટે બાફયું: પરંતુ કવિ શંકર બારોટે દરબારમાં જ એક અક્ષમ્ય ભૂલ કરી. ભૂવડે કરેલ સન્માનથી તે ફૂલાઈ ગયો હોય, અથવા સરપાવ ઓછો પડયો કે પછી આ ગુર્જર કવિને સ્વદેશાભિમાનનો જોશ ઉભરાઈ આવ્યો હોય તેથી કે પણ આ ત્રણે મનોવિકાર એકત્ર થવાથી બારોટે મોટી મૂર્ખાઇનું કામ કર્યું. બારોટની એક ભૂલથી ગુર્જર ભૂમિનો વિનાશ નોતર્યો. - કવિ શંકર બારોટ આવેશમાં આવી કહેવા લાગ્યો, “વ્યસાર પારસમણિ, ઉર્વિસાર ગુજરાત” અર્થાત્ ગુર્જરધર જયશિખરી અજિત છે. ગુર્જર ધરતી અતિ રસાળ છે. માટી કુંદન બરાબર છે. અમારા ગુજરાત જેવો સમૃદ્ધિવાન અને સુંદર દેશ આખા જંબુદ્વીપમાં નથી. અમારા પંચાસર નગર ઇન્દ્રપુરીને હરાવે તો તારા કનોજ દેશનો શો ભાર છે ? કનોજ દેશનું પાટનગર કલ્યાણીનગર હતું. સૂતેલો શત્રુ. કલ્યાણીનો સિંહ ભૂવડ આ અપમાનથી છંછેડાયો. ભૂવડે બારોટને વિદાય કરી પંચાસરના જયશિખરીને યુદ્ધ માટે લલકાર્યો. Page #30 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભૂવડે પંચાસર ઉપર ચડાઇ કરી. જયશિખરીના પડખે તેનો સાળો સુરપાળ હતો. સુરપાળે જોરદાર યુદ્ધ ખેલ્યું ભૂવડના લશ્કરને પાછું પડવું પડ્યું. પણ પછી તો ભૂવડે જાતે જે લશ્કરની આગેવાની લીધી. ખૂનખાર યુદ્ધ થયું. ભૂવડે પ્રતિજ્ઞા કરી કે, “જયશિખરીને હરાવી પંચાસર જીતીશ ત્યારે જ પાછો ફરીશ.'’ ७ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મે ગુજરાતના લોકોને નબળા કરી નાખ્યા હતા. મોટા મોટા યૌદ્ધા સંસાર ત્યાગ કરી સાધુ થઇ ગયા હતા. ભૂવડના સેનાપતિ મીરે સુરપાળને ગુજરાતની ગાદી આપવાની લાલચ આપી ફોડવાનો પ્રયત્ન કર્યો પણ સુરપાળે મચક ન આપી અને તે વધુ છંછેડાયો. શીર પડયું, ધડ લડ્યું ઃ ભૂવડ અને જયશિખરી વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. બાવન દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. એવી લોકવાયકા છે કે, ભૂવડના હાથે જયશિખરીનો રણ મેદાનમાં શિરચ્છેડ થયો, તે વખત શિર પડયું છતાં ધડના હામાં તલવાર રહી ગઇ હોવાથી માથા વગરના ધડે અનેક સૈનિકોને કાપી નાખ્યા હતા. આ વાત ભલે ન માનીએ પરંતુ જયશિખરી એક બાહોશ નરબંકો હતો એમાં શંકા નથી. જયશિખરીની પત્ની રૂપસુંદરી સગર્ભા હતી. સુરપાળ પોતાની બહેન રૂપસુંદરીને લઇ સલામત સ્થળે લઇ ગયો. વનમાં જ રૂપસુંદરીને પુત્ર અવતર્યો જે ‘વનરાજ’ કહેવાયો. ભવિષ્યવાણી : ‘‘પ્રબંધ ચિંતામણી’’ માં ઉલ્લેખ છે કે, પંચાસર ગામમાં ચાપોત્કટ વંશના એક બાળકને ઝાડ ઉપર ઝોળીમાં ઝુલતો રાખી તેની માતા લાકડાં વીણતી હતી. તેવામાં જૈનાચાર્ય શીલગુણસુરી ત્યાં આવી ચડડ્યા બાળકને જેયો, બાળકના મુખ ઉપરથી બપોરના સમયે પણ ઝાડની છાયા ખસતી નથી. (છાયા ન ખસવાની વાત સુકૃતકીર્તિ કિલ્લોલિનીમાં પણ છે.) તેમને બાળક પ્રભાવશાળી જણાયો. શીલગુણસુરીએ માતા અને બાળકને પોતાની દેખરેખમાં રાખી ઉછેરવા લાગ્યા. તેમણે ભવિષ્ય ભાખ્યું કે, “આ બાળક ભવિષ્યમાં રાજા થશે અને જૈન ધર્મનો પ્રભાવક થશે.'' આ બાળકનું નામ ‘વનરાજ’ તેમણે જ પાડયું. વનરાજનું જન્મ વર્ષ વિક્રમ સંવત ૭૫૨ ગણાય છે. જન્મના વર્ષ બાબતોમાં વિદ્વાનોમાં મતભેદ છે. મોઢ પુરાણમાં એવું વર્ણન છે કે, વનરાજને ધર્મારણ્યમાં રહેતા મોઢ બ્રાહ્મણોએ ઉછેર્યો હતો. વનરાજ એક લુંટારો : પુખ્ત ઉંમરનો થતાં વનરાજે ટોળકી જમાવી નાની-મોટી ધાડો પાડયા માંડી અને ધાડોમાંથી દ્વવ્ય એકઠું કરવા લાગ્યો. ચાવડાઓની છાપ લૂંટારા તરીકે જ છે. શ્રીદેવીનો પ્રસંગ : એક વખત વનરાજે કાકરગામ નામના ગામમાં એક વહેપારીને ત્યાં ચોરી કરવા જતાં ત્યાંના દહીંના વાસણમાં હાથ પડયો વનરાજે માન્યું કે આ તો આ ઘરે જમ્યા બરાબર ગણાય. હવે આ ઘરમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 3> Page #32 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સિદ્ધરાજે વશ કરેલો બાબરો ભૂત પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય અલાઉદ્દીન પાસે જાદુઈ ચિરાગ હતો. તેમાંથી અલાઉદ્દીનના આદેશ મુજબ જીન ઉદ્ભવતો અને અલાઉદ્દીને બતાવેલાં કામ તત્કાલ કરી આપતો હતો. એ રીતે સિદ્ધરાજે બાબરા” નામના ભૂતને વશ કર્યો હતો. આ બાબરો ભૂત સિદ્ધરાજને લઈને આકાશમાં વિહરતો હતો. સિદ્ધરાજની આજ્ઞા થતાં જ બાબરો નગરની ચારે બાજુનો કોટ બાંધી દેતો. બાબરો ઘડીના છઠ્ઠા ભાગમાં નદી પર પુલ બાંધી આપતો હતો. સિદ્ધરાજની ઇચ્છા મુજબ બાબરો અશક્ય દેખાય એવાં પણ કામ કરતો હતો. આવી વાતો બાળપણમાં જ્યારે સાંભળી હતી. રાણકીવાવ, સહસ્ત્રલીંગ તળાવ કે રાણીના મહેલ ઉપર ફરવા કે રમવા જતા ત્યારે ત્યાં બાબરો ભૂત મળી જાય તો આપણું કામ થઈ જાય ! પછી તો બાબરો ભૂત અમને સિનેમાની ટીકીટ લાવી આપે, પરીક્ષાના પેપર લાવી આપે, રમતગમતમાં અમારી ટીમને હંમેશાં વિજયે જ થાય. આવાં કામો કરાવવાની કલ્પના હતી. ભૂતપ્રેતની કથા હંમેશા રમ્ય લાગે છે. આ બાબરો કોણ હતો? બાબરો કોઇ ભૂત ન હતો, પણ ભીલ યા કોળી એવી કોમ (જાતિ) નો સરદાર હતો. આ બાબરો યાને બર્બરકો સિદ્ધરાજે જીત્યો હતો. તેથી સિદ્ધરાજ જયસિંહને ‘બર્બરકજિષ્ણુ” નું બીરૂદ લગાવવામાં આવ્યું છે. એવી ઉજૈનના એક લેખમાં સ્પષ્ટતા કરી છે. ' કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે લખેલ મહાકાવ્ય “દ્વયાશ્રય”માં એવી વાત લખી છે કે, કેટલાક બ્રાહ્મણોએ-ઋષિઓએ સિદ્ધરાજ પાસે ફરીયાદ કરી કે રાક્ષસોએ સિધ્ધપુર ભાંગ્યું છે, દેવાલયો તોડી પાડયાં છે અને અમને ઘણો ત્રાસ આપ્યો છે, માટે અમારું રક્ષણ કરો. . સિદ્ધરાજે આ સાંભળતા જ, એક શૂરવીર રાજાને છાજે એ રીતે ગૌબ્રાહ્મણના પાલક તરીકે પોતે જાતે સિધ્ધપુર બાબરાની સેના સામે લડવા ગયો પણ બાબરો જોરાવર હતો. કદાવર અને પડછંદ કાયા ધરાવતો હતો. સામેથી કાળમીંઢ ડુંગર ચાલ્યો આવતો હોય તેવો લાગતો હતો. વળી તે હિંગળાજનો ઉપાસક હતો. બંને વચ્ચે ધમાસાણ યુધ્ધ થયું. યુધ્ધમાં સિદ્ધરાજની તલવારના ભૂક્કા ઉડાવી દીધા. સિદ્ધરાજ પણ ગાંજ્યો જાય તેમ ન હતો. સિદ્ધરાજે બાબરાને એક પહેલવાનની અદાથી ઠંધ યુધ્ધ માટે લલકાર્યો. બે ડુંગરો અથડાય અને ધરતી ધ્રુજી ઉઠે એવું ધમાસાણ યુધ્ધ થયું. બાબરો પડયો એવો જ એને દોરડાથી મુશ્કેટોટ બાંધી લીધો. બાબરાને હરાવી પોતે વિજયી બન્યો અને સિદ્ધરાજ બર્બરકજિષ્ણુ” કહેવાયો. માળવાના વિજય પછીનો પ્રસંગ છે. બાબરાની પત્ની પિંગલીકાની વિનંતીથી બાબરો સદાય સિદ્ધરાજની સેવામાં જ રહેશે એ શરતે તેને મુક્ત કરવામાં આવ્યો. વાભદાલંકારમાં એનો ઉલ્લેખ છે. અરિસિંહ જણાવે છે કે, આ બાબરો સિદ્ધરાજને હવામાં ઉંચકીને ફરતો હતો. (બાબરા પાસે એરોપ્લેન વિમાન) જેવું કોઈ સાધન હોય તો આ વાત અશક્ય નથી. કીર્તિકૌમુદીમાં પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા બાબરાના અદ્ભૂત બળનું વર્ણન આપેલું છે આ બાબરાએ સિદ્ધરાજને અઢળક દ્રવ્ય આપ્યું હતું. સરસ્વતિ પુરાણમાં બાબરાનું જીવન વૃત્તાંત આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે, “ખર રાક્ષસના પુત્ર સાથે મક રાક્ષસની પુત્રી પરણાવી તેને બર્બરક નામે પુત્ર થયો તે બહુ બળવાન હતો વગેરે...' સરસ્વતિ પુરાણમાં તેનું શબ્દચિત્ર નીચે મુજબ છે. “દંષ્ટ્રાકરાશવદને વિદ્યુતજિજિન્હ સુલોલુપ ” અર્થાત્ તેનું મોટું મોટી દાઢોવાનું અને વિજળીના ચમકારા જેવી જીભથી ભયંકર લાગતું હતું. તેની આંખો પિંગ વર્ણની, કાન ઉભા અને નાક વાયું હતું. તેના મોઢા ઉપર વાળના ગુચ્છા હતા, તેનું સ્વરૂપ ભયાન્વિત લાગતું હતું. આવા ભયાનક સ્વરૂપને લઈને જ લોકસમાજમાં તે બાબરાભૂત’ તરીકે ઓળખાતો હશે. બર્બરક સિદ્ધરાજનો આજ્ઞાપાલક અને કર્તવ્યદક્ષ સુવક બની ગયો હતો. તે વાત ચોકકસ જણાય છે. વળી તેનામાં કોટ બાંધવાની અદ્ભુત આવડત હોવાનું જણાય છે. જુના પાટણની ચારેબાજુનો મજબૂત કોટ બાબરાએ બાંધ્યો હોવાનું જણાય છે. વળી સિદ્ધરાજે બંધાવેલ કેટલાય મહાસ્થાનો બાબરાએ એક જ રાત્રીમાં ઉભા કર્યાની લોકોકિત આજે પણ ગુજરાતમાં સાંભળવા મળે છે. તેમાં સત્યાંશ ગમે તે હોય પણ બાબરો એક કુશળ ઇજનેર હોવા પાકો સંભવ છે. સિદ્ધરાજને દેવાંશી માનવામાં ભાટ-ચારણોએ પ્રયત્ન કરેલો છે. જેમ વિકમે વૈતાલને વશ કર્યો હતો. તેમ સિદ્ધરાજે બર્બરકને વશ કર્યો હતો. બર્બરક કોઈ રાક્ષસ નહિ પણ યંત્રશાસ્ત્રમાં અને બાંધકામ-ઇજનેરી શાસ્ત્રમાં નિપુણ હોવો જોઈએ. વાલ્સટાલંકારમાં ઉલ્લેખ છે કે બાબરાએ ચમત્કારીક રીતે સીપ્રા નદી ઉપર પુલ બાંધ્યો હતો. દંતકથાઓ કહે છે કે, બાબરાએ એક જ રાતમાં કેટલાય ગામોના પથ્થરના તોરણો બાંધી દીધા હતા. સિધ્ધપુર પાસે જ્યારે સિદ્ધરાજ તેની સામે લડવા આવ્યો ત્યારે બાબરાએ સિદ્ધરાજના સૈન્ય પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો હતો. સ્વશ્રી રામલાલ ચુનીલાલ મોદી જણાવે છે કે, આ વાત શિલાયંત્ર (CATAPULI) થી શક્ય છે. પ્રાચીન સમયમાં મીસર, ઇરાન, વગેરે દેશોમાં આવા યંત્રો યુધ્ધમાં વપરાતા હતા. સિદ્ધરાજ બાબરાના ખભા ઉપર ચડી ઉડતો હતો. બાબરા પાસે વાયુયાન જેવું યંત્ર પણ જરૂર હશે. સિદ્ધરાજને જૂનાગઢની જીત મેળવવામાં પણ બાબરાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પરંતુ જ્યારે સિદ્ધરાજે રાણક ઉપર હાથ નાંખ્યો ત્યારે આ બાબરાએ જ સિદ્ધરાજનો વિરોધ કરતાં કહ્યું હતું કે, “કોઈપણ નારીને એની મરજી વિરુધ્ધ ઉઠાવવી એ અનાર્યતા છે. હું પોતે અનાર્ય હોવા છતાં આ રીત જાણું છું. રાણક માતાને જે કોઈ ઉઠાવવા આવશે તેનું માથું હું ભાંગી નાંખીશ.” બાબરાની સમજાવટથી જ ભોગાવા નદીના કાંઠે રાણકદેવી પોતાના પતિ રાખેગારના માથાને . ખોળામાં લઈ સતી થઇ હતી. Page #34 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા II લોકકથાઓમાં સિદ્ધરાજ જયસિંહ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સિદ્ધરાજ જયસિંહ જેવો પ્રતિભાશાળી રાજવી હતો, તેવો કીર્તિની ઝંખનાવાળો પણ હતો. સિદ્ધરાજના નામ સાથે કેટલીક અલૌકિક કથાઓ જોડી કાઢવામાં આવી છે. તેનો આશય સિદ્ધરાજ પોતે દેવી અંશ ધરાવતો હતો, એમ ઘટાવી તેનાં યશોગાન ગાવાનો પણ હોય તે પૈકી ત્રણ લોકકથાઓ અત્રે રજૂ કરી છે. (૧) સિદ્ધરાજની કસોટી એક વખત બે યોગીનીઓ સિદ્ધરાજની પરીક્ષા કરવા દરબારમાં આવી અને કાંઈક ચમત્કારીક કૌતક કરી બતાવવા સિદ્ધરાજને લલકાર્યો. સિદ્ધરાજે યોગીનીઓને બે દિવસ પછી ભર્યા દરબારમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. સિદ્ધરાજના મંત્રીએ કુશળતાપૂર્વક લોખંડની મૂઠ ઉપર ખાંડની તલવાર આબેહુબ બનાવડાવી. ભર દરબારમાં યોગીનીઓની હાજરીમાં મંત્રીએ પકડાર ફેંક્યો કે, “અમારા મહારાજ આ લોખંડની તલવાર પણંખાઈ શકે છે!” એમ કહી રાજાના હાથમાં આ તલવાર મૂકવામાં આવી. રાજા ભચડ ભચડ ખાંડની તલવાર ખાઈ ગયો. પણ જ્યાં મૂઠ આવી ત્યાં મંત્રીએ રાજાનો હથ પકડી લીધો અને કહ્યું કે, આટલી મૂઠ આ યોગીનીઓ ખાઈ બતાવે તો તેમની શક્તિ કેટલી છે તે જાણી શકાય. યોગીનીઓએ હાર કબૂલ કરી અને આર્શીવાદ આપ્યા કે, “જા તુ માળવા ઉપર વિજય મેળવીશ અને થશોવર્માને પરાજીત બનાવીશ.' (૨) પટેલોને “બુચ” નું બિરૂદઃ એક વખત સિદ્ધરાજ મુસાફરીએ નીકળેલ. રસ્તામાં વારાહી ગામના ગોંદરે મુકામ કર્યો. ગામના પટેલોની પરીક્ષા કરવા ખાતર રાજાએ પોતાની પાલખી અનામત તરીકે સાચવવા માટે પટેલોને સોંપી. પટેલો તો રાજી રાજી થઈ ગયા. રાજાએ વિદાય લીધા પછી પટેલોએ વિચાર કર્યો કે આ તો રાજાની અનામત કોઈ એક વ્યક્તિ તેને સાચવી ન શકે. પટેલોએ ભેગા થઈ પાલખીના તમામ ભાગો જુદા કરી નાખ્યા અને દરેકના ઘેર એક એક ભાગ સાચવવા આપ્યો. કેટલાક વખત બાદ રાજાએ પાછા ફરી પાલખી માગી ત્યારે પટેલોએ પોતાની પાસે જે ભાગો હતા તે લાવી રાજા સમક્ષ રજૂ કરી પાલખી બનાવી દીધી, ત્યારે સિદ્ધરાજે પૂછયું કે આમ કેમ કર્યું? ત્યારે ભલા, ભોળા અને સરળ સ્વભાવના પટેલોએ વિનમ્રતાથી કહ્યું, “મહારાજા! આખી પાલખી સાચવવાનું અમારામાંથી કોઈ શક્તિશાળી નથી. કોઈ ચોર-ડાકુ આવી આપની પાલખી પડાવી જાય તો અમે શું મોં બતાવીએ ? માટે પાલખી છુટી કરી એક એક ભાગ અકબંધ સાચવી રાખ્યો છે.” Page #35 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨ રાજા પટેલોની પ્રમાણિકતા અને સરળતા જોઇ પ્રસન્ન થયો અને તેમને ‘“બુચ’’ એવું બિરૂદ આપ્યું ‘બુચ’ એટલે ભોળા એમ અર્થ ગણાય. (૩) ઠંડીમાં રક્ષણ કરતો ઉસ : આ કથા સરસ્વતી પુરાણમાં તેમજ દ્દયાશ્રય કાવ્યમાં વિવિધ રીતે આલેખાયેલી છે. એક વખત સિદ્ધરાજ રાત્રે નગરચર્ચા જોવા નીકળ્યો હતો. ફરતાં ફરતાં તે સરસ્વતી નદીના તટ ઉપર ગયો. ત્યાં એકાએક તેના કાને શબ્દો પડચા કે, ‘“જો તમે કૂવામાં પડશો તો હું પણ આપની પાછળ પડીશ.’' આ શબ્દો સાંભળતા જ સિદ્ધરાજે ગર્જના કરી કે, “ખબરદાર ! કોઇ કૂવામાં પડશો નહિ.’’ રાજાએ નજીક જઇ પૂછયું, “કોણ છો તમો ? તમારે દુઃખ હોય તે હું દૂર કરીશ.'' ત્યારે નાગપુત્રે જણાવ્યું કે, મારું નામ ‘કનકચૂડ’ છે. વાસુકીનાગના મિત્ર રત્નચૂડનો હું પુત્ર છું મારે ‘દમન’ નામના નાગની પૂજા કરવા કાશ્મીર જવું છે, પણ કાશ્મીરમાં ઠંડી બહુજ પડે છે. આ કુવામાં એવો ઉસ છે કે જે શરીરે ચોપડવાથી સહેજ પણ ઠંડી અસર કરતી નથી. વળી દમન નાગે પણ આ ઉસની માંગણી કરી છે. જો હું દમનને આ વિશિષ્ટ ગુણ ધરાવતો ઉસ લાવી આપું તો અગાઉ એક વખત દમન સાથે શરતમાં હારવાથી મારી પત્ની ખોઇ બેઠો છું. તેમાંથી મને મુક્ત કરે તેમ છે. માટે આ કૂવામાંથી ઉગ્ન લેવા આવ્યો છું, પણ આ કૂવામાં તો સાપ જેવી અણીદાર મુખવાલી ભયંકર ઝેરી માખીઓ છે. જેથી ઉગ્ન લેવા કુવામાં જવાથી માખીઓના દંશથી મૃત્યુને શરણે થવું પડે તેમ છે. આ મારી પ્રાણપ્રિયા પત્ની મને કૂવામાં પડતાં રોકે છે. સિદ્ધરાજે તેનો સધળો વૃત્તાંત સંભળાવ્યો, સિદ્ધરાજે તુર્ત જ બાબરાભૂત પાસે કુવામાંથી ઉસ મંગાવી આપ્યો અને નિર્ભય રીતે તેને પાતાળમાં પહોંચાડવા બાબરાભૂતને મોકલ્યો. વાચક વર્ગ આ વાર્તામાંથી જે અર્થ તારવવો હોય તે તારવી શકે છે પ્રશ્ન એ થાય છે કે, પ્રાચીન પાટણમાં આવો કુવો ક્યાં હશે ? જેમાંથી ‘‘ઠંડી પ્રુફ’’ બનાવે એવો ઉસ મળી શકતો હતો ? આ ત્રણે લોકકથાઓ ઉપરથી એમ ફલિત થાય છે કે, સિદ્ધરાજ જયસિંહ એક મહાન પ્રતાપી સમ્રાટ હતો. સિદ્ધરાજ ત્રણ વર્ષનો થયો ત્યારે તેના પિતા કર્ણદેવે તેનો રાજ્યાભિષેક તા. ૭ જાન્યુઆરી સને ૧૦૯૪ ના રોજ કર્યો હતો. સિદ્ધરાજનું મૃત્યું ઇ.સ. ૧૧૪૨ ના ઓક્ટોબર માસમાં થયું હતું. ઉત્તરાયણના દિવસે નહિ જ. અણહિલપુરનો ઘેરાવો બાર કોષમાં હતો, તેમાં ચોર્યાસી (ચૌટા) ચોક અને બાવન બજાર હતા. દરરોજની એક લાખ ટકાની કરની આવક હતી. પાટણની વસ્તી ઘણી વધારે હતી તેથી તે ‘નરસમુદ્ર’ કહેવાતું. Page #36 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાટણઃ ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ સંકલનઃ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય હેમ સારસ્વત સત્રમાં પધારેલા સન્નારીઓ અને સદ્ગુહસ્થો ! પાટણમાં આ સત્રનું પ્રમુખપદ લેવાનું સુભાગ્ય મને પ્રાપ્ત થયું છે. તેમાં વિધિનો હાથ દેખાય છે. બાળપણમાં મેં "Graves of vanished Empire" એ નામનો લેખ લખ્યો ત્યારથી પાટણને મેં “ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ' માન્યું છે. ઇતિહાસકારો પાટણ અને તેના મહાપુરુષોની કથા કહી શકશે. ખેરી દષ્ટિએ આ પાટણ ગાયકવાડી મહેસાણા પ્રાંતનું ગામ નથી, પણ સમર્થ્ય અને સમૃદ્ધિ, વિદ્યા અને રસિકતામાં, અયોધ્યા અને પાટલીપુત્ર, રોમ, એથેન્સ અને પેરિસનું સમોવડીયું શહેર છે. . પાંચમી સદીમાં લખારામથી તેરમી શતાબ્દી સુધી આ પુણ્યભૂમિએ શા શા ચમત્કારો નથી જોયા? ગામ રૂપે એણે જન્મ લીધો, ત્યારથી ઘણી બાબતમાં એ પ્રથમ હતું. શ્રી હેમચંદ્રાચાર્ય પોતે એને ધર્માગાર કહે છે. આ ભાગ્યશાળી ભૂમિએ વનરાજની વીરતા જોઈ અને ચાલુક્યવીર મૂળરાજની શક્તિનાં દર્શન કર્યા. બાણાવળી ભીમને હાકે સિદ્ધ ચકવર્તી સિંહ દેવનાં સામર્થ્ય અને વ્યવસ્થાશક્તિથી અંકિત થઈ, પરમભટ્ટાર્ક કુમારપાળનાં નૈતિક શાસનોની એ પ્રયોગશાળા બની અને વસ્તુપાળ-તેજપાલના ઔદાર્ય અને મુત્સદ્દીગીરીનાં એણે દર્શન કર્યા. નૃત્ય અને ગીત, રસ અને ઉલ્લાસથી એની દિશાઓ ગાજતી. અદ્ભુત સ્થાપત્યે એને સૌન્દર્યના સત્ય સરખી બનાવી દીધી હતી. “અશેષવિદ્યાપારંગત” શ્રી દીર્વાચાર્ય તપોનિધિ (ઈ.સ. ૯૯૫) ના સંસ્કારોએ કૌલ કવિ ધર્મની કૃતિઓએ, અભયદેવસુરી મહારાજ સાહેબ જેવાનાં આર્ત ઉર્મિ કથનોએ અને શ્રીપાલથી સોમેશ્વર સુધીના કવિઓની કાવ્યસમૃદ્ધિએ એને સંસ્કારી કરી, પણ એ બધામાં બે હતા શ્રેષ્ઠ, એક શૌર્ય અને વ્યવસ્થાનો સ્વામી, જેણે ગુજરાતમાં રાજકીય ઐકય સ્થાયી સ્વરૂપ આપ્યું અને બીજા સાહિત્યાના સ્વામી. જેણે ગુજરાતને કલ્પી શબ્દમાં ઉચ્ચારી, તેને સાહિત્ય વડે સમજી અસ્મિતા આપી. સિદ્ધરાજ અને હેમચંદ્રને એક કરતું “સિદ્ધહેમ” એ માત્ર વ્યાકરણ નથી. ગુજરાતનું જીવન ઝરણું' નિઃસારતી કૃપાશ્રયી ગંગોત્રી છે. આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ એનો પિતા તો છે સિદ્ધરાજ, મૂળરાજે જે શરૂ કર્યું તે તેના વંશજો પુરું કર્યું. ગુજરાત માત્ર પ્રાપ્ત નથી, માત્ર જનસમુદાય નથી, માત્ર સંસ્કારિક વ્યક્તિ નથી, એ તો પેઢીધર ગુજરાતીઓએ સંકલ્પપૂર્વક સેવેલી, પેઢીએ નવી સિદ્ધિ પામતી સામુદાયિક ઇચ્છાશક્તિએ સબળ બનેલી જીવન ભાવના છે. એ ભાવનાનું તીવ્ર ભાન તે ગુજરાતની અસ્મિતા એ અસ્મિતા હેમચંદ્રાચાર્યની કલ્પનામાં પ્રગટી બ્રહ્માની માનસમાંથી સરસ્વતી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રગટી હતી તેમ. પાટણનું સહસ્ત્રલીંગ સરોવર જોયું. એ જોયા પછી એમ જ લાગતું હતું કે, એમાં આટલું સ્થાપત્ય હશે, આટલી વિશાળ કલા હશે એનો ખ્યાલ જ નહોતો આવતો. જે સૌંદર્ય આજે જોઇએ છે એ અગાઉ અનેકગણું હશે. આ તળાવ આખું ખોદાઇ રહે તો દુનિયાની સૌથી સુંદર વસ્તુઓમાં સહસ્ત્રલીંગ ગણાય. સહસ્ત્રલીંગ તળાવમાં, રાણીની વાવમાં ગીઝનીને મારીને હરાવનાર વીર ભીમદેવના પગલાં થયાં હશે ? અને સિદ્ધરાજ જેવા તપસ્વી રાજાએ અને કેટલાય મહાન આચાર્યો અને વિદ્વાનોએ આ પથ્થરોને પોતાના ચરણ સ્પર્શથી પવિત્ર કર્યા હશે. ધંધુકાના મોઢ વાણીયાનો એ છોકરો સંવત ૧૧૪૫ માં એ જન્મયો. પાંચ વર્ષે એણે દીક્ષા લીધી. એકવીસમે વરસે એ આચાર્ય થયો. તપસ્વી, મુત્સદી અને વિદ્યાનિધિ સુધી પાટણની સંસ્કાર સ્વામીઓમાં એણે ચક્રવર્તી પદ ભોગવ્યું. સિદ્ધરાજના વિજયોમાં ધનિકોની વ્યાપારશકિતમાં લોકોની ગગનગામી, ઉત્સાહમાં હેમચંદ્રાચાર્યની કલ્પનાએ એક અને અપૂર્વ એવા ગુજરાતનું દર્શન કર્યું. જૈન સાધુને સાહજીક એવું પરિભ્રમણ ત્યાગી એમણે એમની કલ્પનાના ગુજરાતને ચરણે જીવન ધર્યું. એમની સર્જકતાએ નવી કલ્પનાસૃષ્ટિ રચી. પાટણ અયોધ્યાથી વધ્યું નગરોમાં પ્રથમ સ્થાન પામ્યું. ગુજરાતની કલ્પનાએ તેના સહસ્ત્ર પ્રતિબિંબો વડે ચમકાવનાર સિદ્ધરાજ પોતે વિક્રમાદિત્યની ભભકે શોધતા થયા. ચાલુક્યવંશે રધુવંશી અમરકીર્તિ પ્રાપ્ત કરી. સોરઠ અને માળવાના પરાજયે ગર્વ પ્રેર્યો. પાટણને ગુજરાતનો આત્મા કરી સ્થાપ્યું. સ્થળ : પાટણ તારીખ : ૮-૪-૧૯૩૯, શનિવાર (પાટણ ખાતે સને ૧૯૩૯માં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રના પ્રમુખ સ્થાનેથી સાક્ષરશ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આપેલ પ્રવચનનો સારભાર) ફરતાં વિષ્ણુ - હરનાં, મંદિરે સર જ્યાં ભર્યું, પૃથ્વી-કુંડલવત શોભે, જાણે મોતી-શરેં ભર્યુ. ઊંડું તળાવ શોભે જ્યાં, ખીલેલાં કમળો થકી, ખેલતી જળદેવીનાં, જાણે હોય મુખો નકી (કીર્તિ કૌમુદી) Page #38 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ચાવડા વંશના રાજવીઓ ૧૫ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય જૈન અનુશ્રુતિ મુજબ વનરાજ ચાવડાનો ઉછેર પંચાસર પાસે થયો હતો. ‘‘ચાપવંશ’’ · ઉપરથી ‘‘ચાવડા’’ નામ પડવું હોવાનું કહેવાય છે. પંચાસરનો છેલ્લો રાજવી જયશિખરી હતો. જયશિખરીનું મરણ અનુશ્રુતિ મુજબ વિક્રમ સંવત ૭૫૨ એટલે ઇ.સ. ૬૯૬ માં થયું હતું. આ બાબતમાં થયેલ નવિન સંશોધન મુજબ જયશિખરીનું મૃત્યુ વિક્રમ સંવત ૮૪૬ (ઇ.સ. ૭૯૦)માં થયું હતું. સમગ્ર ચાવડા વંશનો જાણીતો રાજવી એકમાત્ર વનરાજ ચાવડો હતો. જેને અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ચાવડા વંશની સત્તા ૧૯૦ વર્ષ સુધી ચાલી હોવાનું જાણવા મળે છે. પ્રબંધ ચિંતામણિમાં ચાવડા રાજવંશની વર્ષ પ્રમાણેની વંશવાળીની વિસ્તૃત માહિતી મળે છે. પ્રબંધ ચિંતામણી મુજબ પ્રથમ રાજા વનરાજે ૬૦ વર્ષ, બીજા રાજા યોગરાજે ૧૭ વર્ષ, ત્રીજા રાજા રત્નાદિત્યે ૩ વર્ષ, ચોથા રાજા વૈરસિંહે ૧૧ વર્ષ, પાંચમા રાજા ક્ષેમરાજે ૩૮ વર્ષ, છઠ્ઠા રાજા ચામુંડારાજે ૧૩ વર્ષ, સાતમા રાજા આગડે (આહડ) ૨૭ વર્ષ અને આઠમા રાજા ભૂવડ યાને સામંતસિંહે ૨૭ વર્ષ એમ કુલ આઠ રાજાઓએ ૧૯૦ વર્ષ રાજ્ય કર્યાનો ઉલ્લેખ છે. બીજી અનુશ્રુતિ મુજબ સાત રાજવીઓ હતા. સાતે સાત રાજાઓનો કુલ શાસનકાળ ૧૯૬ વર્ષનો હતો. કોઇ એક રાજાના બે નામો હોવાનો સંભવ છે. યોગરાજ બીજે રાજવી : વનરાજ ચાવડા પછી યોગરાજ ગાદીએ આવ્યો. યોગરાજનો રાજ્યાભિષેક વિક્રમ સંવત ૮૬૨ના અષાઢ સુદ-૩ને ગુરૂવાર અશ્વિની નક્ષત્રમાં સિંહ લગ્નમાં થયો હોવાનું પ્રબંધ ચિંતામણીમાં નોંધાયું છે. યોગરાજને ત્રણ કુંવરો હતા. એક સમયે ક્ષેમરાજ નામના કુંવરે રાજાને વિનંતી કરી હતી કે, ‘“સોમેશ્વરને કાંઠે બીજા દેશના રાજાના કેટલાક વહાણો તોફાનમાં ફસાઇ પડવાથી આવી ચડવાં છે. આ વહાણોમાં એક હજાર ઘોડાઓ, પચાસ હાથીઓ, અઢળક સંપત્તિ અને ચીજવસ્તુઓ છે જે આપ આજ્ઞા આપો તો તે વહાણો લૂંટી લઇ સર્વ માલ-મિલકત કબજે કરીએ.’’ રાજાએ લૂંટ કરવાની સ્પષ્ટ ના ફરમાવી છતાં કુંવરો રાજા ઉપર ચિડાયા અને ધાર્યું કે રાજા ઘરડો થયો હોવાથી તેમની બુદ્ધિ ફરી ગઇ છે. રાજાની આજ્ઞાનો અનાદર કરી વહાણોમાંથી સર્વ માલ લૂંટી લીધો, અને પોતાના પિતા આગળ હાજર કર્યો. આ જોઇ રાજા ગુસ્સે થયા પણ કાંઇ બોલ્યા નહિ. કુંવર ક્ષેમરાજે રાજાને પૂછ્યું કે આ કામ સારું કે ખરાબ ? ત્યારે રાજાએ જવાબ આપ્યો કે, ‘“જો હું સારું કહું તો બીજાનો માલ લૂંટવાનું પાપ લાગે અને ખરાબ કહું તો તમને દુઃખ લાગે, માટે મૌન રહેવું સારું છે. ,, Page #39 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬ હવે તમે પહેલાં મને લૂંટવાનું પૂછ્યું ત્યારે મેં તમને તેમ કરવા ના પાડી તેનું કારણ જાણો છો ? અન્ય દેશના રાજવીઓ ગુર્જર દેશમાં ચોરોનું રાજ્ય છે. એમ કહી મશ્કરી કરે છે, મને પૂર્વજો વિષે દુઃખ છે. આપણા પૂર્વજોનું કલંક ભૂંસાઇ જાય તો બધા રાજાઓની હારમાં બેસી શકીએ, પણ તમે તો ધનના લોભથી આ કલંક તાજું કર્યું છે. તમે રાજાની આજ્ઞાનો ભંગ કર્યો છે. રાજાએ વધુમાં બોલતાં જણાવ્યું કે, ‘‘રાજાની આજ્ઞાનો ભંગ થાય, સેવકોની રોજી બંધ થાય અને પત્નિની પતિથી જુદી પથારી થાય એ ત્રણે બાબતોનો વગર શસ્ત્રે વધ કર્યા બરાબર ગણાય.’’ આ પ્રમાણે નીતિ શાસ્ત્રોનો ઉપદેશ હોવાથી તમે મારો શસ્ત્રો વગર વધ કર્યો ગણાય. પણ તમે મારા પુત્ર છો એટલે તમને મારે શી શિક્ષા કરવી ? આથી રાજાએ પોતે જ અન્ન-જળનો ત્યાગ કરી ૧૨૦ વર્ષની ઉંમરે ચિતામાં પ્રવેશી પ્રાણ ત્યાગ કર્યો હતો. આ હકીકત વનરાજ પ્રબંધમાં નોંધાયેલ છે. આ રાજવી યોગરાજે ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યું. રત્નાદિત્ય ત્રીજો રાજવી : તે બળવાન રાજવી હતો. તેની તલવારથી શત્રુઓ સ્વર્ગે જતા હતા. (સુકૃત સંકીર્તન) ચોથો રાજા વૈરસિંહ : રત્નાદિત્યના પછી વૈરસિંહ ગાદી ઉપર આવ્યો. ક્ષેમરાજ પાંચમો રાજા ઃ ધર્મારણ્ય કથા મુજબ વૈરસિંહ પછી ક્ષેમરાજ ગાદી ઉપર આવ્યો. ચામુંડારાજ, આગહ (આહડ) અને ભૂવડ : આ ત્રણેય રાજાઓ ત્યાર પછી થયા. જેની કોઇ ખાસ નોંધપાત્ર વિગતો મળતી નથી. ચાવડા વંશનો છેલ્લો રાજા ભૂવડ યાને સામંતસિંહ હતો. તેને મારીને તેનો ભાણેજ મૂળરાજ સોલંકીએ ગાદી કબજે કરી સોલંકી વંશની સ્થાપના કરી. સામંતસિંહ વ્યસની હતો. દારૂના ધેનમાં તેને તેના ભાણેજ મૂળરાજને ગાદીએ બેસાડયો, પણ કેફ ઉતરતાં ગાદી ઉપરથી ઉઠાવી મૂક્યો અને બંને વચ્ચે રાજગાદી માટે તકરાર થઇ, તેમાં ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ મરાયો અને વિક્રમ સંવત ૯૯૮ (ઇ.સ. ૯૪૨) માં પાટણની ગાદી ઉપર મૂળરાજ સોલંકી આવ્યો અને સોલંકી વંશની સ્થાપના થઇ હતી. Page #40 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭ સદસલિંગ સરોવરનાં તીર્થો અને કીર્તિસ્તંભ પ્રા. માનદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણના વતની, જ્ઞાતિએ દશા વાયડા વણિક અને વ્યવસાયે શિક્ષક એવા ઇતિહાસ અને પુરાતત્ત્વના ઉત્તમ સંશોધક સદ્ગત શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ કેટલાક ગ્રંથો અને દોઢસો જેટલા સંશોધનાત્મક લેખો લખેલા છે. સ્વ. શ્રી રામલાલભાઈએ ભારે જહેમત લઈ “સરસ્વતી પુરાણ” નામના ગ્રંથ ઉપરથી સહસ્ત્રલિંગ સરોવરનો એક નકશો તૈયાર કરાવ્યો હતો. (જે લેખક પાસે છે.) સ્વ. રામલાલભાઈ મોદીએ તૈયાર કરાવેલ તે નકશો જર્જરિત હાલતમાં મને મળી આવતાં તે નાનકડા જુના નકશા ઉપરથી તેની મોટી (એનલાર્જડ) કોપી તે જ માપના સપ્રમાણથી પાટણના નવયુવાન અને કુશળ એજીનીયર શ્રી અશ્વિન જે. ગાંધી (બી. ઇ. સીવીલ) પાસે તૈયાર કરાવી છે. કોઇપણ જીજ્ઞાસુ વાચકને પાટણના આ ઐતિહાસિક અને ગૌરવંતા સહસ્ત્રલિંગ સરોવરનો પ્લાન જોવો હોય તો આ ગ્રંથના લેખકને મળી શકે છે. આ નકશા મુજબ સરોવરનો આકાર લંબચોરસ માનવામાં આવ્યો છે. પાટણ-કાકોશી રેલ્વે લાઇન આ સરોવરની બરાબર (પૂર્વ-પશ્ચિમ) પસાર થાય છે. આ રેલ્વેના પાટા હવે ઉખેડી નાખવામાં આવ્યા છે. - રાણીના મહેલના નામે ઓળખાતા ટેકરા ઉપરથી ઇમારત નકશા મુજબ બરાબર સરોવરની મધ્યમાં આવેલ બકસ્થળ હતું. એમ શ્રી મોદીનું માનવું છે. અમદાવાદ કાંકરીયા તળાવમાં જેમ વચ્ચોવચ નગિનવાડી આવેલ છે. એ જ રીતે સરોવરની મધ્યમાં જ ‘વિંધ્યવાસીની દેવી'નું મંદિર બહું ઉંચું હતું. સરોવરી મધ્યમાં આવેલા ઉંચા ટેકરા ઉપરનું આ દેવીનું મંદિર નાશ પામ્યું છે, પરંતુ ઉંચો ટેકરો હાજર છે. આ ટેકરા ઉપરના ખંડીયેરમાં કેટલીક કબરો બનાવવામાં આવી હતી. વર્ષોથી આ ટેકરાને લોકો “માયા ટેકરા” ના નામથી ઓળખાવા માંડ્યા છે. ત્યાં અત્યારે વણકર સમાજનો “માયામેળો” પણ ભરાય છે. વીરમાયાનું ભવ્ય સ્મારક પણ હાલમાં બનાવવામાં આવ્યું છે. આ સરોવરના કાંઠે તેના નામ પ્રમાણે અને હજાર શિવાલયો તો હતાં જ. આ ઉપરાંત સરોવરના કાંઠે બીજાં અનેક તીર્થ અને પ્રાસાદ આવેલા. તેનો ઉલ્લેખ દ્વયાશ્રય” કાવ્ય અને સરસ્વતી પુરાણ'માંથી મળી આવછે છે. બાજુના કુવામાંથી મળતો ઉગ્ન શરીર પર ચોપડવાથી ઠંડી લાગતી ન હતી. એવો એક પ્રબંધમાં ઉલ્લેખ છે. સરોવરના તીર્થો : (૧) સંગમતીર્થ (૨) જળાશાયી વિષ્ણુ સરોવરના કાંઠે શેષાશાયી ભગવાનની મૂર્તિ હોવાનો નિર્દેશ છે. આવી કેટલીક મૂર્તિઓ નવા ખોદકામ દરમ્યાન રાણીની વાવમાંથી મળી આવી છે. હરિહર પાસેના બ્રહ્મકુંડમાં પણ આવી મૂર્તિઓ બીરાજમાન છે. (૩) દશાશ્વમેઘતીર્થ (૪) જાંગલતીર્થ (૫) Page #41 -------------------------------------------------------------------------- ________________ તા ૧૮ * યુગે યુગે પાટણની પ્રભુતા દેવતીર્થ (૬) વિંધ્યવાસિનીદેવી (હાલ ટેકરા પર રાણીના મહેલથી જાણીતો છે.) (૭) દશાવતારતીર્થ. (હાલ જે સૈયદહુસેનની દરગાહ છે તે હોવા પાકો સંભવ છે, અગર રાણકીવાવનાં ખોદકામ દરમ્યાન દશે દશ અવતારોની સુંદર મૂર્તિઓ મળી આવી છે. તે નહિ હોય?) (૮) પ્રભાસતીર્થ (૯) નકુલીશનું તીર્થ (૧૦) વિનાયકતીર્થ (૧૧) સ્વામીતીર્થ (ગણપતિના બંધુભાઈ) કાર્તિકેય સ્વામીનું મંદિર (૧૨) પિશાચ મોચન તીર્થ (શ્રાદ્ધ તર્પણ કરવાનું તીર્થ) (૧૩) સૂર્યતીર્થ (૧૪) ભાયલસ્વામીનું મંદિર (૧૫) કોલાપીઠ (૧૬) કપાલીશ અને ભૂતતીર્થ. આ બધા તીર્થોની જગ્યા સરોવરના નકશામાં અંદાજીને દર્શાવેલી છે. સરોવરના તીર્થ ઉપરાંત પાટણ આગળ વહેતી સરસ્વતી નદી ઉપર આવેલા તીર્થ સ્થાનો પણ નકશામાં બતાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે. નદીકાંઠાના કુંડો અને મંદિરોઃ (૧) બ્રહ્મકુંડ (હરિહર પાસે હયાત છે) (૨) વિષ્ણુકુંડ (૩) પુષ્કર તીર્થના ત્રણ કુંડ (વિષ્ણુકુંડ, આગળ વિષ્ણુયાન એટલે વિષ્ણુનું મંદિર હતું. આ સ્થળે બાવા હાજીની દરગાહ છે તે મૂળ હિન્દુ મંદિર હોવાનું મિ.બર્જેસે નોંધ્યું છે.) (૪) ગોરેય (ગણપતિ અને સિદ્ધેશ્વર મહાદેવના મંદિર હતા. આ મહાદેવ તે જ ભૂતિયાવાસણા ગામના મહાદેવ) (૫) મહાવન (તેમાં અનેક વાવ, કૂવા, તળાવો હતા. જાહેર બગીચો હશે.) (૬) રાજપ્રાસાદનો મોટો મહેલ પાટણમાં કાળકા માતાજીના મંદિર પાછળનો જે કોટ છે તે આ રાજગાદી-દુર્ગની દિવાલોનો બચેલો થોડો ભાગ છે. (૭) શિક્ષાગૃહો (૮) સત્ર શાળાઓ (૯) ધર્મશાળાઓ વગેરે. સરસ્વતી નદીના હાલના પ્રવાહ અને પૌરાણીક પ્રવાહ વચ્ચે ઘણો તફાવત છે. હિમાલયથી પ્રભાસ સુધીનાં સળંગ તીર્થો સ્કંદ પુરાણમાં આપેલા છે. આ સિવાય મહાભારતના વનપર્વમાં પણ સરસ્વતીના કેટલાક તીર્થો આપેલા છે. સરસ્વતી પુરાણમાં પુષ્કરથી પાટણ સુધીના તીર્થોનો વિગતવાર અહેવાલ છે. કાળબળ યોગે થતા કુદરતી ફેરફારોને લઇને આ પ્રવાહો બદલાતા રહ્યા છે. સહસ્ત્રલિંગ સરોવર ઉપર સિદ્ધરાજ માળવાના વિજયની યાદગીરીમાં વિજય સ્મારકનો “ભવ્ય કીર્તિસ્તંભ” બનાવેલો હતો. આ સ્તંભ ધણો ઉંચો અને કલામય રીતે તેનું બાંધકામ હતું. આ સ્તંભ ઉપર સિદ્ધરાજનું ચરિત્ર વર્ણન, તેની યશોગાથા અને પ્રશસ્તિ કંડારવામાં આવી હતી. વળી આ કીર્તિસ્તંભ ઉપર સહસ્ત્રલિંગની યશગાથા પણ આલેખવામાં આવેલી હતી એમ અનેક ઐતિહાસીક ગ્રંથોમાં નોંધાયેલ છે. કવિ શ્રીપાલે આ પ્રશસ્તિ લખેલી હતી. કાળના ખપ્પરમાં જેમ સરોવર નાશ પામ્યું છે. તેમ આ પ્રશસ્તિ આલેખતો કીર્તિસ્તંભ પણ કાળગર્ભમાં વિલીન થઈ ગયો છે. પાટણના પગથિયે, ખુંભીયે ખુભીયે અને કપડાં ધોવાને પથ્થર પથ્થરે સંસ્કૃતિ પડેલી છે. સદ્ભાગ્યે પાટણના વિજળકુવામાં (વિસ્તારનું નામ) નાનકડા કાશીવિશ્વનાથના શિવ મંદિરમાં આ કીર્તિસ્તંભનો પ્રશસ્તિનો એક ટુકડો મળી આવ્યો છે. જે આ કટાર લેખક જાતે જોઇ આવ્યા છે: કાળા આરસના ભાંગ્યા-તૂટત્યા આ પ્રશસ્તિ લેખમાં સિદ્ધરાજના કાર્યને ભગીરથના ગંગાવતરણ સાથે Page #42 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સરખાવેલ છે. આ સ્તંભ સંગેમરમરનો બનાવેલો હતો. તેનો ફોટો મારી પાસે છે. મહાદેવની દહેરીની ભીંતમાં ચણાયેલો આ અમૂલ્ય દસ્તાવેજ જેવો શિલાલેખનો ટુકડો (જુઓ નીચેનો ફોટોગ્રાફ) આધારભૂત હોઇ જીજ્ઞાસુ વાચકે જોઇ આવવા જેવો છે. આ લંબચોરસ શિલાલેખની લંબાઇ ૨૬ ઇંચ અને પહોળાઇ ૧૩ ઇંચ છે. સિદ્ધરાજે આ કીર્તિસ્તંભ ઇ.સ.૧૧૯૫ માં બનાવ્યો હશે. આ પ્રશસ્તિનું લખાણ આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવ્યું છે. * ૧૯ કવિ શ્રીપાળે રચેલ ‘“સિઘ્ધરાજ પ્રશસ્તિ'' શીલાલેખનો ટુકડો પાટણમાં વિજળકૂવા વિસ્તારમાં વૈજનાથ મહાદેવના શિવાલયની ભિતમાં ચણાયેલો દર્શાવતા લેખક પ્રા, મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય “મારી પાસે ધન હોય તો હું આ શિલાલેખ ખરીદી લઇ એક લાખ રૂપિયા ખર્ચી ઉંચો ટાવર બાંધી એના ઉપર મુકાવું'' પાટણના જાણિતા પુરાતત્ત્વવિદ્ અને ઇતિહાસકાર મહાન આચાર્ય શ્રી જિવિયજીમહારાજ સાહેબે ઉપરના પ્રસસ્તિના અંશને જોઇને પાટણના એક જાહેર સભારંભમાં ઉચ્ચાર્યાં હતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ८ સિદ્ધરાજના જન્મની રોમાંચક કથા २० પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં પાતાળેવ મહાદેવમાં થયો હતો એવી એક અનુશ્રુતિ છે, પણ તેનો કોઇ ઐતિહાસીક આધાર મળતો નથી. તેવી જ એક બીજી લોકવાયકા છે કે, સિદ્ધરાજનું મૃત્યુ મકરસંક્રાંતિ ઉત્તરાયણના દિવસે થયું હતું માટે આજે પણ મકરસક્રાંતિના દિવસે ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડી (ચગાવી) મઝા માણે છે, પણ પાટણમાં પટ્ટણીઓ પતંગ ઉડાડતા નથી. આ વાત સાચી નથી. કારણકે સિદ્ધરાજનું મૃત્યુ પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા મુજબ વિક્રમ સંવત ૧૧૯૯ ના કારતક સુદ-૩ (ત્રીજ) ના દિવસે થયાનું જણાવ્યું છે. સિદ્ધરાજનો પિતા કર્ણદેવ કર્ણાટકની રાજકુમારી મીનલદેવીને પરણ્યો હતો. મીનળદેવી કદરૂપી હોવાથી રાજાનું મન માનતું નહિ અને લગ્ન પછી રાજા મીનળદેવીને બોલાવતો પણ નહિ. રાજા મીનળદેવી તરફ દૃષ્ટિ પણ કરતો નથી. આમ કેટલાક સમય પછી એક વખત એક અતિ રૂપવાન પણ જાતની ચાંડાલણી સ્ત્રીનું (કેટલીક જગ્યાએ ગણિકા હોવાની દંતકથા છે.) નાચ-ગાન જોઇ રાજા મોહાંધ બન્યો અને તેનો સંગ કરવા કામાતુર બની પોતાના શયનખંડમાં નિમંત્રી. આ વાત વિચક્ષણ મંત્રી મુંજાલના જાણવામાં આવી. મુંજાલ મહેતા ખૂબ જ હોંશિયાર અને બુદ્ધિમાન મંત્રી હતો. એમણે એક યુક્તિ કરી. મુંજાલ મહેતાએ પોતાના ખૂબ જ વિશ્વાસુ ગુપ્તચર સૈનિકો મારફત તે ચાંડાલણીને પકડી મંગાવી. ચાંડાલણીના કપડાં રાજાની પરણેતર રાણી મીનળદેવીને પહેરાવ્યાં, અને રાજાના શયનખંડમાં અંધકારમાં ચાંડાલણીના વેશમાં મહારાણી મીનળદેવીને મોકલી. પ્રબંધ ચિંતામણિ નામના મૂળ સંસ્કૃત ગ્રંથમાં આ વાત નીચે મુજબ જણાવી છે. સાભિલાષ નૃપ મુંજાલમંત્રી કેંચુકિના વિજ્ઞાય તદ્ વેષ ધારિણ મયણદેવીમેવ ઋતુસ્નાતાં રેહસિ પ્રાહિણોત ા અર્થાત્ રજસ્વલા થયા પછી ચોથે દિવસે સ્નાન કરાવેલી મીનળદેવીને કંચુકીનો વેશ પહેરાવી મુકરર કરેલા સ્થાનમાં યુક્તિથી મોકલી. રાજા તો પોતે એમ જ માને છે કે પોતે જેનામાં આસક્ત બન્યો છે, એજ સુંદરી આવી છે. રાજાએ એમ ધારી અપાર પ્રિતથી તેને ભોગવી, જેનાથી તે સ્ત્રી રાણી મીનળદેવીને ગર્ભ રહ્યો. મુંજાલ મહેતાની સૂચના મુજબ રાણી મીનળદેવીએ નિશાની તરીકે રાજાની આંગળીએથી અંગુઠી (વીંટી) કાઢી પોતાની આંગળીએ પહેરી લીધી. રાજાએ પણ તેમાં સંમતિ આપી અને તેમ કરી તે સ્ત્રી (રાણી મીનળદેવી) વિદાય થઇ. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧. યુગે યુગે પાટણની પ્રભુતા પ્રાતઃકાળે કર્ણદેવ રાજાના મનમાં એક ચંડાળ કન્યા ભોગવ્યા બદલ પશ્ચાતાપ થયો. એક રાજા થઇ અંધકારમાં ચાંડાલીની સાથે દેહસંબંધ કર્યા બદલ રાજા મનોમન ખૂબ દુઃખી થયો, મોટા મોટા શાસ્ત્રીઓ (પંડિતો) બોલાવી આ કુકર્મ કર્યાનું પ્રાયશ્ચિત પૂછયું. એક વિદ્વાન શાસ્ત્રીએ ધર્મશાસ્ત્રો ફેરવીને એક ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત શોધી આપ્યું કે, હે રાજન ! એ સ્ત્રીના વજન અને આકાર પ્રમાણે એક લોઢાની પ્રતિમા બનાવી, તેને તપાવી લાલચોળ તાંબા જેવી કરી તેની સાથે મૂળ સ્ત્રી સાથે જેટલા ભાવથી આલિંગન કર્યું હતું. તેટલા જ પ્રેમથી આ ધગધગતી પૂતળી સાથે આલિંગન કરો તો જ પાપથી મુક્ત થવાય.' - રાજા જાણતો હતો કે આ પ્રાયશ્ચિત તેના દેહાન્ત દંડ બરાબર જ છે, છતાં રાજા આ દેહાન્ત પ્રાયશ્ચિત કરવા તૈયાર થયો. રાજાના હુકમ મુજબ લોખંડની પ્રતિમા બનાવી તેને ધગધગતી આગમાં તપાવી લાલચોળ તાંબા જેવી પુતળીને રાજા જ્યાં આલિંગન આપવા જાય છે ત્યાં જ મુંજાલ મહેતા પોતાની સાથે મિનળદેવીને લઈને પ્રવેશ કરે છે અને સાચો વૃત્તાંત કહીને રાજા કર્ણદેવને બચાવી લે છે. મિનળદેવી પેલી અંગુઠી રાજાને બતાવી મુંજાલ મહેતાની વાતને પુષ્ટિ આપે છે. તે દિવસથી રાજા કર્ણદેવ અને રાણી મિનળદેવી વચ્ચે અપાર પ્રેમ થાય છે. સમય વિત્યે રાણીને પુત્ર પ્રસવ થાય છે જે સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાય છે. પ્રબંધ ચિંતામણીમાં જણાવ્યું છે કે, સંવત ૧૧૫૦ વર્ષે પોષ વદ-૩ શનૌ શ્રવણ નક્ષત્રે વૃષભ લગ્ને શ્રી સિદ્ધરાજસ્ય પટ્ટાભિષેક છે અર્થાત્ સંવત ૧૧૫૦ ના પોષ વદ-૭ ને શનિવાર શ્રવણ નક્ષત્ર અને વૃષભ લગ્નમાં શ્રી સિદ્ધરાનને ગાદી બેસાડ્યો. સિદ્ધરાજ એ વખતે બાળક હતો. - કદિવે કોચ્છરવા દેવીનો પ્રાસાદ બનાવ્યો. જયંતિ દેવીનો પ્રાસાદ.બનાવ્યો. કર્ણોધર નામનું દેવાલય બંધાવ્યું. કર્ણસાગર નામે સરોવર ખોદાવ્યું. તથા પાટણમાં કર્ણમેરૂ નામનો મહેલ કરાવ્યો. પ્રબંધ ચિંતામણીમાં જણાવ્યા મુજબ રાજા કર્ણદેવ ૪૯ વર્ષ, ૮ માસ અને ૨૧ દિવસ રાજ્ય કરી દેવલોક પામ્યા હતા. લીલા વૈદ્યની વાર્તા એક વખત રાજાને પોતાની ડોક દુઃખતી હતી, રાજાએ લીલા વૈધને તેડાવી ઉપાય પૂછયો, ત્યારે તેણે કહ્યું કે, બે પળ કસ્તુરીનો લેપ કરો.” રાજાએ કસ્તુરીનો લેપ કર્યો, રાજાની પીડા મટી ગઈ. ત્યાર પછી રાજાની પાલખી ઉચકનાર એક ભોઈને એ જ રોગનો ઉપાય લીલા વૈદ્યને પૂછયો, ત્યારે વૈધે કહ્યું, જુના કેરડાના ઝાડના મૂળનો રસ તેની મૃત્તિકા સહિત ચોપડવાથી રોગ મટી જશે.” ભોઇનો રોગ પણ મટી ગયો. ત્યારે રાજાએ પૂછયું, “આમ કેમ ? મને કસ્તુરીનું મોં ઔષઘ દેખાડયું અને ભોઇને જુદું Page #45 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા દેખાડયું. ત્યારે વૈદ્યરાજે જવાબ આપ્યો. “દેશકાળ, બળ, શરીરની પ્રકૃતિ અને દર્દીની આર્થિક સ્થિતિ જોઇ એ સર્વે બાબતો ઉપર વિચાર કરીને ઔષધિ (દવાઓ) કરવામાં આવે છે. રાજા-મહારાજાને કસ્તુરી પોષાય, વળી એમને ઔષધ મોંધું હોય તોજ વિશ્વાસ બેસે માટે તમારે માટે કસ્તુરી બરાબર હતી જ્યારે પાલખી ઊંચકનાર ગરીબ ભોઇ માટે હાથવગુ અને મફતમાં મળે એવું જ ઓસડીયું બતાવવું જોઇએ” આજના ડૉકટરો પણ આવું કરે તો કેવું સારું? T વોટ તા- વહુ સંમાટ સિદ્ધરાજ ઉ6યસિંહ સોલંકી યુગનો સમર્થ સમ્રાટ સિદધરાજ જયસિંહ Page #46 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સોલંકી વંશનો સ્થાપક મૂળરાજ સોલંકી પ્રા. મુકુનદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય વનરાજ ચાવડાની વંશાવળી એક અનુશ્રુતિ મુજબ વનરાજ, યોગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરસિંહ, રત્નાદિત્ય અને સાતમો સામંતસિંહ એમ સાત રાજવીઓની છે. છેલ્લો રાજા સામંતસિંહ ખૂબ જ નબળો અને સદાકાળ દારૂના નશામાં જ રહેતો. વળી એ વહેમી પણ હતો. રાજ અને બીજ નામના બે ભાઇઓ ભગવાન સોમનાથની યાત્રા કરી પાછા વળતાં અણહિલપુર પાટણના પાદરે વિશ્રામ કરતા હતા ત્યાં ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ પોતાની ઘોડી ઉપર સવાર થઈ નીકળ્યો. અજ્ઞાતપણે એ રાજાએ ઘોડીને ચાબુક મારી. ચાબુકનો અવાજ બીજના કાને પડ્યો. બીજ પોતે અંધ હોવા છતાં ‘શાલીહોત્ર' નામનો અશ્વવિદ્યાનો ગ્રંથ ભણ્યો હતો. તે તુર્તજ બોલી ઉઠ્યો, “ખમ્મા ! ખમ્મા ! અસ્વાર તેં ચાબુક મારીને આ ઘોડીના પેટમાં જે પંચકણાથી વછેરો છે તેની ડાબી આંખ ફોડી નાખી.” રાજવી સામંતસિહે જવાબ આપ્યો કે, “જો તમારી વાત સાચી નીકળશે તો મારું અધું રાજ્ય આપીશ અને મારી બહેન લીલાવતી તમને પરણાવીશ.” પંદરેક દિવસ પછી ધોડીને પ્રસવ થયો. તેને પંચકલ્યાણી વછેરો અવતર્યો અને બીજના ભવિષ્ય કથન મુજબ વછેરાની ડાબી આંખ ફૂટેલી હતી. સામંતસિંહે અધું રાજ્ય તો ન આપ્યું પણ પોતાની બહેન લીલાવતીનું લગ્ન બીજના કહેવાથી તેના ભાઇ રાજ સાથે કરાવી આપ્યું. રાજ અને લીલાવતીના લગ્ન થયા કાળાન્તરે લીલાવતી ગર્ભવતી થઇ. પ્રસવ થતો નથી લીલાવતી મહાકષ્ટ પામવા લાગી. પરિણામે તેનું મરણ નજીક આવ્યું જાણી, ડાહ્યા માણસોએ વિચાર્યું કે, લીલાવતી મરશે તેની સાથે તેનો ગર્ભ પણ મરી જશે તેથી સર્વે લોકોએ નિશ્ચય કરી લીલાવતીનું પેટ ચીરી બાળક બચાવી લીધું. એ છોકરો હતો. તે મૂળ નક્ષત્રમાં જન્મેલો હોવાથી તેનું નામ “મૂળરાજ” પાડ્યું. આ એજ મૂળરાજ જેણે પુખ્ત વયનો થતાં પોતાના મામા સામંતસિંહને મારી પાટણની ગાદી કબજે કરી અને સોલંકીવંશની સ્થાપના કરી. મૂળરાજ સોલંકી એક બળવાન અને કુનેહબાજ રાજવી હતો. એક વખત સાંબેરનો રાજા સપાદલક્ષ મૂળરાજ સાથે યુધ્ધ કરવા ગુજરાતની હદ પર ચડી આવ્યો. બરાબર એજ વખત તૈલંગ દેશના રાજા તૈલિપનો સૂરો સેનાપતિ બારપ” પણ ગુજરાત ઉપર ચડી આવ્યો. બેઉ દેશના રાજાઓના લશ્કર સાથે એકી વખતે લડવું અતી મુશ્કેલ જણાતાં મૂળરાજે પોતાના પ્રધાનો સાથે વિચાર-વિમર્શ કર્યો. ચતુર પ્રધાને મૂળરાજને સલાહ આપી કે, હાલમાં રણસંગ્રામ સળગાવવો નહિ પણ કેટલાંક દિવસ કચ્છમાં કંથકોટના દુર્ગમ એવા કંથદુર્ગ નામના કિલ્લામાં જઈ નિર્ગમન કરવું વધારે સારું છે અને Page #47 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા નજીકમાં આવતા નવરાત્રીના દિવસોમાં જ્યારે સપાદલક્ષ રાજા પોતાના નિયમાનુસાર દેવીનું આરાધન કરવા ગુંથાશે તે વખત સેનાપતિ બારપ સાથે યુદ્ધ કરી તેને હરાવવો અને પછી જ આપણે સપાદલક્ષ રાજાની એકદમ ખબર લઈ નાખીશું. એવા સમયે મૂળરાજે હિંમત એકઠી કરી કુનેહથી સાંઢણી ઉપર સવાર થઇ સપાદલક્ષ રાજા જ્યાં પડાવ નાખીને પડ્યો હતો. ત્યાં તેના તંબુમાં ઘૂસી ગયો. મૂળરાજ અચાનક પ્રગટ થવાથી સપાદલક્ષ રાજા કિંચિત્ ભયભીય થઈ સ્તબ્ધ બની ગયો. મૂળરાજે પડકાર કર્યો કે, હે રાજન્ (સપાદલક્ષી આ ભૂમંડળમાં મારી સાથે યુધ્ધ કરે એવો કોઇ રાજા પાક્યો નથી, છતાં તમો યુધ્ધ કરવા આવ્યા જ છો તો પાછો ફરું ત્યાં સુધી ધીરજ ધરો. એમ કહી પવનવેગે સાંઢણી ઉપર સવાર થઇ મૂળરાજ આવ્યો હતો તેવો અદ્રશ્ય થઇ ગયો.” સપાદલક્ષની રાવટીમાંથી એકદમ બહાર નીકળી મૂળરાજે બારપના લશ્કર ઉપર ઓચિંતો છાપો માર્યો અને “હર હર મહાદેવ” ના પોકારો કરી, ખેડૂતો દાતરડાથી ઘાસ કાપે તેમ મૂળરાજના' સૈનિકોએ બારપના લશ્કરનો કચ્ચરધાણ વાળી નાખ્યો. મૂળરાજ વિજય મેળવી બારપના દશ હજાર ઘોડા અને અઢાર હાથી લૂંટી લઇ હવે સપાદલક્ષ રાજા સામે લડવા આવી પહોંચ્યો, પરંતુ મૂળરાજના ભવ્ય વિજયના સમાચાર સાંભળીને સપાદલક્ષ રાજા તો ક્યારનોય પલાયન થઇ ગયો હતો. આ રીતે મૂળરાજે બે દુશમનો ઉપર વિજય મેળવ્યો હોઇ દર સોમવારે શિવદર્શન કરવાનો નિયમ રાખ્યો. મૂળરાજે મૂળેશ્વર મહાદેવની સ્થાપના કરી. મહાદેવજીએ પ્રગટ થઈ આર્શીવાદ આપ્યા કે, “હું અણહિલપુર પાટણમાં મારા તમામ સેવકો સહિત નિવાસ કરું છું.' આ ભવ્ય મહાદેવના દેવાલયમાં પૂજા કરવા માટે યોગ્ય પૂજારીની શોધ કરવા માંડી. તપાસ કરતાં ભાળ મળી કે, સરસ્વતીના તીરે કંથડી” નામનો મહાન તપસ્વી નિવાસ કરી રહ્યો છે. મૂળરાજ જાતે આ તપસ્વી પાસે ગયો. જ્યારે મૂળરાજ તપસ્વી પાસે ગયો ત્યારે તપસ્વી તાવમાં સપડાયેલો હતો. પરંતુ રાજાનું સન્માન કરવા જવું જ પડે તેથી આ તપસ્વીએ પોતાની એક જૂની પુરાણી ઓઢેલી કંથા (ગોદડી) માં તાવ સમાવી પોતે ઘડીભર તાવ મુક્ત થઇ રાજાનું સન્માન કરી આસન ઉપર રાજાને બેસાડયા. તપસ્વી અને મૂળરાજ બંને વાતચીત કરવા બેઠા છે. એવામાં રાજાની નજર ખૂણામાં પડેલી કંથા (ગોદડી) ઉપર પડી. કંથા (ગોડદી) થરથર ધ્રુજતી હતી. રાજા અચંબો પામી, તે કંપવાનું કારણ તપસ્વીને પૂછયું. તપસ્વીએ મંદ હાસ્ય કરી કહ્યું, “હે રાજન્ ! હું જવરથી સપડાયેલો હતો. આપનું આગમન સાંભળી અને જવરને હાલમાં શરીરથી વેગળો કરી આ કંથાને સ્વાધીન કર્યો છે. માટે એ કંથા કંપે છે.” રાજાએ તપસ્વીને પ્રશ્ન કર્યો કે, “જો આપ યોગ બળે જવરનો અલ્પકાળ માટે ત્યાગ કરી શકો છો તો સર્વથા કેમ ત્યાગ નથી કરતા ?' તપસ્વીએ ઉત્તર વાળ્યો કે, “પૂર્વના સંચિત કર્મથી રોગની પ્રાપ્તિ થાય છે એ રોગ આ દેહ ભોગવવા જ પડે છે. ભોગવ્યા વગર પ્રારબ્ધ કર્મથી મુક્ત થવાતું જ નથી.” Page #48 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા રાજાએ તપસ્વીને મહાદેવના દેવાલયની પૂજા કરવા રાજ્યગોર તરીકે પધારવા નિમંત્રણ આપ્યું, તપસ્વીએ જવાબ આપ્યો, રાજ્યના અધિકારીને ત્રણ માસે, મઠના અધિકારીને ત્રણ દિવસે અને રાજ્યના પુરોહિતને એક જ દિવસમાં નક્કી નર્કની પ્રાપ્તિ થાય છે.'' આમ રાજાની માંગણીનો અસ્વીકાર કર્યો. (C ‘પ્રબંધ ચિંતામણિ’માં સર્ગ ૧ માં મૂળરાજ અને કંથડી મહારાજ વચ્ચેના વાર્તાલાપ અને ઉત્તરનો પ્રસંગ સુંદર રીતે વર્ણવેલો છે. ઇતિહાસમાં સોલંકીવંશનો સ્થાપક આ રાજવી મૂળરાજ ૧ લોથી ઓળખાય છે. પટ્ટણીઓનું અભિમાન પટ્ટણીઓને ત્રણ બાબતોનું અભિમાન હતું. (૧) જો કોઈ વિવાદ કરે તો તેઓ સહન કરી શકતા નહિ, અને તેનો નિર્ણય વાદથી કે યુદ્ધથી થતો ૨૫ (૨) ગુજરાતનું વિવેક બૃહસ્પતિત્વ અર્થાત તેમના રાજાનું સિધ્ધચક્રિત્વ (૩) પાટણનું નરસમુદ્રત્વ Page #49 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા વનરાજનો રાજ્યકાળ પ્રા. મહદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિક્રમ સંવત ૮૦૨માં કરી હતી. પ્રબંધચિંતામણિ, ધર્મારણ્ય, રાસમાળા, રાજવંશાવલી વગેરે ગ્રંથોમાં અણહિલપુરની સ્થાપના માટેના મહિના અલગ અલગ જણાવ્યા છે. પરંતુ વિક્રમ સંવત ૮૦૨નું વર્ષ તો બધા જ ગ્રંથોમાં એક જ જણાવેલ છે. વનરાજે નાની-મોટી ધણી લૂંટ કરી હતી. લૂંટનો માલ ભેગો કરતો ગયો, તેમ તેમ મિત્રો પણ ભેગા કર્યા. રાજ્યગાદી ઉપર આવ્યા પછી ચાવડાવંશના રાજવીઓ પોતાની લૂંટ કરવાની મનોવૃત્તિ જતી કરી શક્યા ન હતા. વનરાજ ચાવડાનું રાજ્યાભિષેકનું વર્ષ પણ વિક્રમ સંવત ૮૦૨નું ગણવામાં આવે છે. વનરાજનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેની ઉમ્મર પચાસ વર્ષની હતી. વનરાજે લગભગ સાઈઠ વર્ષ સુધી રાજય કર્યું હતું. શ્રી શીલગુણસૂરિએ ભાખેલા ભવિષ્ય મુજબ વનરાજ જ્યારે રાજા થયો ત્યારે વનરાજે સમગ્ર રાજ્ય પોતાના ગુરૂશ્રી શીલગુણસુરીના ચરણે ધર્યું, પરંતુ ગુરૂએ તે સ્વીકારવાની ના પાડી, પણ તેમની પ્રેરણાથી વનરાજે અણહિલપુરમાં પંચાસરા પાર્શ્વનાથનું વિશાળ જૈન દેરાસર બંધાવ્યું અને એક આરાધક ભક્તજન તરીકે પોતાની મૂર્તિ પણ સમીપમાં સ્થાપી. તે મૂળ દેરાસર કાળાનુક્રમે નાશ પામતાં હાલના પાટણમાં ખડાખોટડીના પાડા પાસે તદ્ન નવિન દેરાસર બાંધવામાં આવ્યું છે. તેમાં અસલ પ્રતિમાજી પધારવામાં આવેલ છે. આ નવિન દેરાસરમાં વનરાજ ચાવડાની સૂરપાળની તથા શ્રી શીલગુણસુરીની પ્રતિમાઓ વિદ્યમાન છે. આ મૂર્તિઓ અસલી હોવાની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે, પંરતુ ચાવડાઓ જૈન યતિઓને ખૂબ જ માન આપતા અને ચૈત્યવાસીઓનો સત્કાર કરતા હતા. એ ચોક્કસ વાત છે એ સંબંધી એક દુહો પણ પ્રચલિત છે. સિસોદીયા સાંડેસરા, ચઉદશિયા ચૌહાણ, ઐયાવાસીઓ ચાવડા, કુલગુરૂ એક વખાણ. વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક વિક્રમ સંવત ૮૦૨ના વૈશાખ સુદ-૨ ગણાય છે. રાજ્યાભિષેક વખતે કાકર ગામની શ્રીદેવીને બોલાવી અગાઉ તેને આપેલ વચન મુજબ તેની પાસે રાજતિલક કરાવ્યું અને અગાઉ આપેલ વચન પ્રમાણે જામ્બ વાણિયાને પોતાનો અમાત્ય બનાવ્યો (જુઓ પ્રબંધ ચિંતામણી વનરાજે પ્રબંધ પૃષ્ઠ-૧૮) જામ્બ યાને ચાંપો એ એક જ વ્યક્તિ છે. વનરાજે પોતાના રાજમહેલ આગળ કંઠેશ્વરી દેવીનું મંદિર બનાવ્યું હોવાની હકીકત પણ પ્રબંધ ચિંતામણિમાં છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા રાજ્યાભિષેક થયેલ વનરાજે પોતાનું રાજ્ય વ્યવસ્થિત કરવા માંડયું. ગાંભુ ગામના શ્રીમાળમાંથી આવીને વસેલા નિન્તય શેઠને પાટણમાં બોલાવી વસાવ્યા આ નિન્તય શેઠ પોરવાડ જ્ઞાતિના હતા. તેમણે પાટણમાં ૠભદેવનું દેરાસર બંધાવ્યું હતું. નિન્નય શેઠનો પુત્ર લહર પણ બાહોશ હતો. વનરાજે લહરને દંડનાયક નિમ્યો. લહર વિંધ્યવાસિનો પરમ ભક્ત હતો. લહર એક બાહોશ શૂરવીર દંડનાયક હતો. લહરે અનેક શત્રુઓને પરાજીત કર્યા હતા. લહરે વિંધ્યાટવીમાંથી તેમજ પરાજીત શત્રુઓ પાસેથી સંખ્યાબંધ હાથી પકડયા અને વનરાજને ભેટ આપ્યા. આથી પ્રસન્ન થઇ વનરાજે લહરને સંડથલ (હાલના ચાણસ્મા તાલુકાનું સદથલા) ગામ ઇનામમાં આપ્યું. લહરે પોતાને ઇનામમાં મળેલ સંડથલ (સદથલ) ગામમાં વિંધ્યવાસીનીનું મંદિર બંધાવ્યું. २७ અણહિલપુર પાટણની સ્થાપનાકાળથી જ જૈન શ્રાવકો કારભારીઓ હતા. જૈન મંત્રીઓ અને સેનાપતિઓ તરીકે આગળ પડતા હતા. રાજ્યમાં તેઓ કરતા-કરાવતા ગણાતા હતા. પરિણામે મારવાડમાંથી ઘણી મોટી સંખ્યામાં જૈન વસ્તી પાટણમાં આવી વસી. ચાવડાઓ જૈન ધર્મની સાથો સાથ વૈષ્ણવ ધર્મનો પણ એટલો જ આદર કરતા. ગણપતિની પૂજા ચાવડા વંશમાં પ્રચલિત હતી. પાટણમાં ગણપતિની પોળમાં ગણેશની ઉભી મૂર્તિ છે. જેના ઉપર વિક્રમ સંવત ૮૦૨નો લેખ પણ છે. બાજુમાં શિવ-પાર્વતીની પ્રતિમા પર પણ લેખ છે. આપણા પાટણથી લગભગ ૧૫ માઇલ દૂર કસરા ગામમાં ભગવાન ત્રિમૂર્તિના ભાંગેલા અવશેષો જોવા મળેલ છે જે ચાવડા વંશના છે. પાટણ તાલુકાના સંડેર ગામે પણ કેટલાક ઐતિહાસિક અવશેષો જોવા મળે છે જે ચાવડા વંશના છે. રૂપસુંદરીની સમાધી : ભૂતનાથના મહાદેવની જગ્યામાં કેટલાક શિવાલયો અને પાળીયા દ્રષ્યમાન છે. આ સ્થળે આવેલ એક સ્થળને લોકો ‘જયશિખરીની છત્રી’ તરીકે ઓળખાવે છે. આ સ્થળે જયશિખરીના મૃત્યુ બાદ રાણી રૂપસુંદરીએ વનરાજનો જન્મ આપ્યા બાદ સતિ થયેલી મનાય છે. તેની આ છત્રી મનાય છે. . સારસ્વત મંડળ : સરસ્વતીના કિનારે વસેલો સમગ્ર પ્રદેશ સારસ્વત મંડળના નામે ઓળખાતો હતો. ચાવડાઓનું રાજ્ય માત્ર સરસ્વતીના કિનારે આવેલા પાટણ અને તેની આસપાસ વિસ્તરેલું હતું. આનંદનગર (વડનગર) પ્રાચીન વિદ્યા કેન્દ્ર હતું. ત્યાર પછી અણહિલપુર પાટણ વિદ્યા કેન્દ્ર બન્યું હતું. ચાવડાઓની વંશાવલી : ચાવડા વંશની વંશાવલીમાં મતભેદ છે. એક શ્રેણી મુજબ ચાવડા વંશ નીચે મુજબ છે. (૧) વનરાજ (૨) યોગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરસિંહ (૫) ક્ષેમરાજ (૬) ચામુંડારાજ (૭) આહડ (આગડ) (૮) ભૂવડ યાને સામંતસિંહ આમ કુલ આઠ રાજા થઇ ગયા. Page #51 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પર ૨૮ વનરાજે લગભગ સાઇઠ વર્ષ રાજ્ય કર્યું હતું. વનરાજનું આયુષ્ય ૧૦૯ (એકસોહ નવ) વર્ષનું હતું. ચાવડા વંશે ૧૯૦ વર્ષ રાજ્ય કર્યું હતું. વનરાજના વંશજો : બીજી એક અનુશ્રુતિ મુજબ વનરાજ, યોગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરસિંહ, રત્નાદિત્ય અને સાતમો રાજા સામંતસિંહ એમ સાત રાજવી જણાવ્યા છે. સાતમો રાજા સામંતસિંહ તે ભૂવડ તરીકે પણ ઓળખાય છે. વનરાજ પછીના રાજવીઓની કોઇ ખાસ પ્રામાણિક નોંધપાત્ર હકીકત પ્રાપ્ત થતી નથી. 1C ૦૨હ વ ચણા -|Toનું ર - | ] [] નારn sirદી 24 પાટણમાં ગણપતિની પોળમાં ગણપતિની મુર્તિ નીચે પાટણની સ્થાપના વિશેનો શીલાલેખ Page #52 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૯ ૧૨ પાટણનું કીર્તિ મંદિરઃ સહસ્રલિંગ સરોવર પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પટ્ટણીઓ જેને સહસ્રલિંગ તળાવના નામે ઓળખે છે તે કોઇ નાનું તળાવ નથી. તેનું સાચું નામ ‘સહસ્રલિંગ સરોવર' છે. તેનું રાજ્ય નામ ‘દુર્લભસરરાજ’ હતું. વળી આ સરોવરને જુદા-જુદા વિદ્વાનો તરફથી ‘સિદ્ધસાગર’, ‘સિદ્ધસર’, ‘મહાસાગર’ આવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવ્યું છે. સરસ્વતી પુરાણમાં આ સરોવરને ‘અમૃત સાગર’ અને ‘સહસ્રલિંગ' તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. આ સરોવરના કાંઠા ઉપર સહસ્ર (એક હજાર) શિવમંદિરો હતાં. તેથી જ તેને ‘સહસ્રલિંગ’ના નામથી ઓળખાતું હતું. મહાપ્રતાપી ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે આ સહસ્રલિંગ સરોવર બંધાવ્યું હતું. કેટલાક ઇતિહાસકારો આ સરોવર દુર્લભરાજે બંધાવ્યું હોવાનું પણ જણાવે છે. સરસ્વતી પુરાણ જણાવે છે કે, સહસ્રલિંગ સરોવરનું સ્થાપત્ય સિદ્ધરાજે કર્યું હતું. ઐતિહાસિક પ્રમાણો અને નક્કર અનુમાનો વડે એમ જર્ણાય છે કે, સિદ્ધરાજે સરોવર ‘દુર્લભ સરોવર' ના સ્થાન ઉપર બંધાવ્યું હતું અને પિતૃઓનું તે સ્મારક ભૂંસાઇ ન જાય,તે માટે તેનું રાજ્યપ્રણીત નામ ‘દુર્લભસરરાજ’ રાખ્યું હતું. સહસ્રલિંગ નામ તેના કાંઠા ઉપરના સહસ્ર શિવમંદિરોના કારણે કહેવામાં આવતું નામ આજે પણ જનસમાજમાં સુપ્રસિદ્ધ છે. દુર્લભ સરોવર પાણી વિહીન હતું. સિદ્ધરાજને એક રાત્રે પોતાના નગરનું જળ વગરનું આ સરોવર દેખાયું અને આથી જ તેને જળ પૂર્ણ કરવા એ જ જગ્યા ઉપર સહસ્રલિંગ સરોવરનું આયોજન કર્યું. આ સરોવરનો આકાર જુદો-જુદો હોવાની માન્યતા છે. કોઇ તેને વલય, કડું-કુંડળ જેવું ગોળ કોઇ લંબગોળ કહે છે. કોઇ લંબચોરસ માને છે. હાલના ખોદકામ ઉપરથી અષ્ટકોણ આકારનું લાગે છે. તેનો આકાર નિશ્ચિત કહી શકાય તેમ નથી. કારણકે સરોવર વિશાળ હતું અને આજે એ મોટા ભાગે જમીનમાં ધરબાયેલું છે. આ સરોવરમાં પાણી કેવી રીતે આવ્યું તે માટે વીરમાયાના બલિદાનની વાત પ્રચલિત છે. પરંતુ સિદ્ધરાજ જેવો ધાર્મિક અને પ્રતાપી રાજા નીચલા વર્ગના નિર્દોષ માણસનો ભોગ ચડાવે એ ગળે ઉતરે એવી હકીકત નથી. સરસ્વતી પુરાણમાં અસાડ સુદ ૮ના દિવસે નદીનો પ્રવાહ સરસ્વતિમાંથી નહેર વાટે સરોવરમાં લાવ્યા સ્પષ્ટ ઉલ્લેખ છે. સિદ્ધરાજે દેવી સરસ્વતીનું આરાધન કર્યું. ત્રણ દિવસ સુધી એકાગ્ર મનથી પ્રાર્થના કરતાં ભગવતી સરસ્વતી પ્રસન્ન થયા અને વરદાન માંગવા જણાવતાં સિદ્ધરાજે આ સરોવર પવિત્ર જળ વડે ભરી દેવા વિનંતી કરી. મા સરસ્વતીએ ‘તથાસ્તુ’ કહી અંતર્ધ્યાન થયા અને મા સરસ્વતીએ જળથી ભરી દીધું. આ પણ એક પૌરાણિક આખ્યાયિકા જ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પુરાવાઓ એવા મળે છે કે, સહસ્રલિંગ સરોવર સરસ્વતી નદીના જળ વડે જ ભરવામાં આવ્યું. હતું. સરસ્વતી નદીમાંથી નહેર કાઢી નહેર દ્વારા પાણીનો ધસમસતો પ્રવાહ કાબુમાં લેવા હાલ જે દેખાય છે તે ‘રૂદ્રકૂપ’ બનાવ્યો હતો. જ્યાં પાણી ઠરી, કચરો નીચે બેસી આગળ દેખાતા ગરનાળામાંથી નિર્મળ પાણીનો પ્રવાહ આગળ વધતો હશે. ઇરીગેશન અને કેનાલ વિજ્ઞાન એ જમાનામાં કેટલું આગળ વધેલું હશે તેની ઝાંખી થાય છે. ३० આ સરસ્વતી નદીના કાંઠે અનેક તીર્થો આવેલા હતા. આ નદીના કાંઠાના તીર્થો જેવા કે, ગાંધર્વતીર્થ, કાકતીર્થ, માતૃતીર્થ, દૂર્ગાતીર્થ, વારાહતીર્થ, પુષ્કરતીર્થ, બ્રહ્મકુંડ, વિષ્ણુયાન, દકૂપ, ત્રિવેણીતીર્થ વગેરે હતા. એક હજાર શિવાલયો ઃ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત ‘દ્દયાશ્રય’, ‘કીર્તિકૌમુદી’ વગેરે ગ્રંથોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, સરોવરના કાંઠા ઉપર દેદીપ્યમાન એવાં એક હજાર નાના-નાના શિવાલયો હતાં. વિરમગામના . મુનસર તળાવને ફરતે આશરે ૩૫૦ (ત્રણસોહ પચાસ) દેરીઓ આજે પણ વિદ્યમાન જોવા મળે છે. એવી નાની-નાની દેરીઓ એક હજાર હોવી જોઇએ. સરસ્વતી પુરાણ જણાવે છે કે, વીર બાણાસુરે જે બાણલિંગો નર્મદામાં નાખી દીધા હતા તેમાંથી એક હજાર બાણલિંગો પાટણ લાવ્યાં હતા. આ પવિત્ર સરોવરનું મહાંત્મ્ય જણાવતાં પુરાણકાર જણાવે છે કે, એક શિવલિંગથી યુક્ત કૂંડનું જળ મુક્તિ આપનાર થાય છે,'તો સહસ્ર શિવલિંગો જેની સમીપમાં છે તેનું જળ મુક્તિ આપે તેમાં શું આશ્ચર્ય ? (શ્લોક-૪૦) આ તીર્થ (સહસ્રલિંગ સરોવર) પૃથ્વી ઉપરના તીર્થોમાં સર્વશ્રેષ્ઠ છે. જેનું સેવન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરૂષાર્થની સિદ્ધિ આપે છે. (શ્લોક-૪૧) એવી એક લોકોકિત છે કે, ‘રાણકીવાવ, દામોદર કૂવો, ન જૂવે તે જીવતો મૂવો' આ જ અર્થનો એક શ્લોક સરસ્વતી પુરાણમાં મળે છે. ત્રણલોકમાં વિખ્યાત એવું આ ‘સિદ્ધરાજસર’ સહસ્રલિંગ સરોવર જેણે પ્રાપ્ત કર્યું નથી તે જીવતો મૂવા બરાબર છે. (શ્લોક-૪૨) આ સરોવરની પ્રશંસા કરતા અનેક શ્લોકો છે. સરસ્વતી પુરાણનો શ્લોક-૬૩ મહત્વની હકીકત જણાવે છે. તેમાં જણાવાયું છે કે, આ સરોવરમાં ‘દશાવતાર’ના મંદિરો છે. હવે જો રાણકીવાવને પણ આ સરોવરનો એક ભાગ ગણવામાં આવે તો રાણકીવાવમાં થયેલા નવા ખોદકામમાંથી આ દશાવતારોની આબેહૂબ મૂર્તિઓ મળી આવી છે. (બંને બાજુ સામસામી આવેલી આ દશાવતારોની મૂર્તિઓ નીચે મુજબ છે.) (૧) વરાહ (૨) નૃસિંહ (૩) વામન (૪) પરશુરામ (૫) શ્રીરામ (૬) બલરામ - (૭) બુદ્ધ અને (૮) કલ્કિ એમ આઠ થાય છે. કૂર્મ અને મત્સ્ય એ બે મૂર્તિઓ દેખાતી નથી. જે ખંડિત Page #54 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧ થઇ પડી ગઇ હોવા સંભવ છે. બાકીની આઠ અવતારની મૂર્તિઓ અકબંધ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનારૂપ છે. તા. ૩-૮-૧૯૮૬ ના રોજ ભારત સરકારના રાજ્ય કક્ષાના નાણાંપ્રધાનશ્રી ભૈરવદાન ગઢવીએ આ કટારના લેખકશ્રી સાથે રાણકીવાવની મુલાકાત લીધી, તે વખતે ગુજરાતના ભવ્ય ભૂતકાળનો, ઇતિહાસ સાંભળી તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જે ના કિનારે એક હજાર શિવાલયો હતા એવું સિદધરાજ જયંસંહે બંધાવેલ અનુપમ સહસ્રલિંગ સરોવર Page #55 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩) શ્રી અને સરસ્વતીનું ધામ પાટણ પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય બે યાદગાર પ્રસંગો : પાટણના ઇતિહાસમાં એ દિવસ સુવર્ણાક્ષરે લખાયેલો છે. જે દિવસે સિદ્ધરાજ જયસિંહે “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનું ગ્રંથનું બહુમાન કર્યું. બરાબર એવો જ એક મહાન દિવસ અવચિીન પાટણ માટે તા. ૩-૮-૧૯૮૬ને રવિવારનો હતો જે દિવસે પાટણમાં “ઉત્તર ગુજરાત યુનિવર્સિટી”નો શુભારંભ થયો. પહેલો પ્રસંગ માળવાના ભોજવ્યાકરણ” ને ટપી જાય, તેને ઝાંખું પાડી દે તેવું વ્યાકરણ રચવા સિદ્ધરાજે આચાર્યશ્રી હેમચંદ્રને વિજ્ઞપ્તિ કરી અને તમામ પ્રકારની સામગ્રી ગ્રંથો કાશ્મીરથી મંગાવી આપ્યા. સિદ્ધરાજની ઇચ્છા અને વિનંતીને વશ થઇ, આચાર્ય હેમચંદ્ર વિક્રમ સંવત ૧૧૯૨ માં એક સર્વાગી સંપૂર્ણ વ્યાકરણની રચના કરી. તેને “સિદ્ધહેમ શબ્દાનુશાસન' એવું નામ આપ્યું. આ વ્યાકરણની રચનાથી સિદ્ધરાજ અતિ પ્રસન્ન થયો. આવી મહાન કૃતિ અને તેના કર્તાનું બહુમાન કરવાનો સિદ્ધરાજે નિર્ણય કર્યો. આચાર્ય હેમચંદ્ર કાવ્ય, વ્યાકરણ, અલંકાર, ન્યાય, છંદ, યોગ, નામકોશ, વૈદિક તથા ચારિત્ર કથા જેવા તમામ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ગ્રંથો લખેલા છે. પરંતુ સિદ્ધરાજ જયસિંહે શ્રી હેમચંદ્રાચાર્યની રચનાનું વિશિષ્ટ રીતે બહુમાન કર્યું. લગભગ ૮૫૦ (સાડા આઠસોહ) વર્ષ પહેલા એટલે કે વિક્રમ સંવત ૧૧૯૨માં આ પ્રસંગને લોકોત્સવ બનાવ્યો. સમગ્ર અણહિલપુર પાટણ શણગારવામાં આવ્યું. તમામ રાજમાર્ગો ઉપર તોરણ ધજાપતાકા બાંધવામાં આવ્યા. દોશીડા, મણીયારા અને ઝવેરીઓએ પોતપોતાના બજારો શણગાર્યા. પાટણના ઉંચા મહાલયો અને પ્રાસાદોને સુશોભિત કરી રંગોળી પૂરેલ છે. રાજમાર્ગો ઉપર સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરવામાં આવ્યો. સિદ્ધરાજે દાંડી પીટાવી પ્રજાને જાણ કરી હતી કે આજે ગુર્જરનરેશ પોતે જાતે શ્રી હેમચંદ્રાચાર્ય રચિત મહાન કૃતિ “સિદ્ધહેમ'વ્યાકરણગ્રંથને પોતાના માનિતા શ્રીકર નામના હાથી પર સોનાની અંબાડીમાં પધરાવી સવારી રૂપે નગરમાં ફેરવી બહુમાન કરવાના છે. વડોદરાની ગાયકવાડ સરકારની, જયપુરના રાજાઓની વગેરે દેશી રજવાડાઓની હાથીની સવારીઓ જેને જોઇ છે તેને આ સવારીની જલ્દીથી ઝાંખી થશે. પાટણ એ શ્રી અને સરસ્વતીનું ધામ બન્યું. અર્થાત્ પાટણમાં લક્ષ્મીનંદનો અને વિદ્યાધરો સાથે રહેવા લાગ્યા. આ શુભ દિવસે સવારીની આગળ નિશાન કંકા શોભતા હતા. પાટણના મહાજનો રેશમી વસ્ત્રોમાં માથે પટણી પાઘડીઓ પહેરી મહાલતા હતા. સન્નારીઓ પાટણના ફાટે પણ ફીટે નહિ તેવા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૩ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રખ્યાત પટોળા પહેરી દેદીપ્યમાન હાથણીની ચાલ ચાલતી હતી. તત્કાલિન ભારતવર્ષનું સમૃધ્ધતમ નગર હતું. સાચા અર્થમાં પાટણ નરસમુદ્ર’ હતું. આ સવારીમાં જૈનો, બ્રાહ્મણો અને નાગરો અગ્રેસર છે. સહસ્ત્રલિંગ સરોવરના એક હજાર શિવાલયોમાં બીલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો હતો. - સવારીમાં કાશ્મીરના પંડિતો જોડાયેલા છે. અણહિલપુરના સર્વધર્મ સંપ્રદાયના ઉપાસકો, શૈવો, જૈનાચાર્યો વગેરે શોભાયાત્રામાં સામેલ છે. શૌર્ય, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, પડદર્શન અને ષડંગમાં સૌથી આગળ એવા અણહિલપુરના નગરજનોએ આ ઉત્સવને પોતાનો માન્યો છે. ઉત્તર ભારતમાંથી નિમંત્રાયેલા એક હજાર વિદ્વાન બ્રાહ્મણો સવારીમાં વેદોચ્ચાર કરી રહ્યા છે. - સિદ્ધરાજના નિમંત્રણને માન આપી ઉત્તરપ્રદેશના વૈદ્યો, કર્ણાટકના સેંકડો મલ્લો, સાળવીઓ રથની પાછળ ચાલી રહ્યા છે. અનેક હાથીઓ જોડાયા છે. સવારીમાં બર્બરક કોમનો ભૂત જેવો ગણાતો ‘બાબરો ભૂત” અદ્રશ્ય રીતે શોભાયાત્રાનું રક્ષણ કરી રહ્યો છે. ઢોલ, નગારા, શરણાઈ અને શંખનાદના અવાજોથી આકર્ષાઈ ઇન્દ્રરાજા સહકુટુંબ અને તમામ દેવતાઓ આ શોભાયાત્રા નિરખવા અંતરિક્ષમાં પધાર્યા છે. આ સવારીની બરાબર વચ્ચોવચ એક મહાકાય ગજરાજ શ્રીકર હાથી ઉપર સોનાની અંબાડીમાં ધવલ વસ્ત્રોમાં “સિદ્ધહેમ' વ્યાકરણને મૂકી સિદ્ધરાજ જયસિંહ જાતે આચાર્યની સાથે પગે ચાલે છે. વીર વિકમ જેવા મહાન અને રાજા ભોજ કરતાં સવાયા બનવાની એમની મહત્વાકાંક્ષા આજે પૂરી થતી હતી અને આ રીતે એક મહાન પ્રતાપી રાજાએ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સારસ્વતનું બહુમાન કરી એણહિલપુર પાટણને વિદ્યાગીરી બનાવી. બીજો પ્રસંગ વિક્રમ સંવત ૨૦૪રના અષાઢ વદ-૧૩ (તેરસ) તા. ૩-૮-૧૯૮૬ને રવિવારનો દિવસ પણ અર્વાચીન પાટણ માટે એટલોજ ગૌરવવંતો હતો. આ દિવસ આધુનિક ગુર્જરાધિપતિ અલબત્ ચુંટાયેલા મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરીએ મંગલદીપ પ્રગટાવી વેદોચ્ચારના ધ્વનીમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી - પાટણ.” નો શુભારંભ કર્યો હતો. સમગ્ર આનર્ત પ્રદેશમાંથી પધારેલ માનવંતા આચાર્યો, અધ્યાપકો અને અન્ય સરસ્વતીના ઉપાસકો સમારંભના આભૂષણો જેવા શોભતા હતા. સારસ્વત મંડળની હાજરી અને ધનપતિઓની ઉપસ્થિતિ સમારંભને દેદીપ્યમાન બનાવતી હતી. પાટણ પરગણાના તમામ વર્ગના લોકોની હાજરી ધ્યાન ખેંચે તેવી હતી. આ ભવ્ય અને ચિરસ્મરણીય સમારોહના અધ્યક્ષસ્થાને સારસ્વતોના સાચા પ્રતિનિધિ, વ્યવસાયે એક વખતના કેવળણીકાર એવા ગુજરાત રાજ્યના કેળવણી પ્રધાન શ્રી હસમુખભાઈ પટેલ બિરાજમાન હતા. જેનાથી સોનામાં સુગંધ મળે તેવું લાગતું હતું. આ શુભ પ્રસંગે પાટણ નાગરિક બેન્ક લી. એ મહેમાનોની ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરી હતી. જેમના ખભે યુનિવર્સિટીના સંચાલનની જવાબદારી મૂકવામાં આવી છે તેવા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રીમાન કુલિનચંદ્ર યાજ્ઞિકની કુશાગ્રબુદ્ધિ, વ્યવસ્થાશક્તિ અને કામની ચોકસાઈ શક્તિના અદ્ભૂત ઝાંખી થતી હતી. સાથો સાથ પાટણની તમામ કોલેજના આચાર્યો, Page #57 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૪ અધ્યાપકો અને અન્ય કર્મચારીગણે આ અવસર પોતાના પ્રાંગણમાં ઉજવાતો હોઇ જે આત્મિયતાથી આ મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો તે નોંધપાત્ર છે. યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગના ઉદ્ઘોષક (માસ્ટર ઓફ સેરેમની) તરીકે આ ગ્રંથના લેખક મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિયે ફરજ બજાવી હતી, જે મારા અહોભાગ્યની વાત છે. આ બંને પ્રસંગો ઇતિહાસમાં સમાન ગણાશે. મેં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શુભારંભના સમારોહમાં સંતોકબા હૉલમાં વિશાળ જનમેદની સમક્ષ ‘માસ્ટર ઓફ સેરેમની” તરીકે કામ કર્યું હતું જે મારે માટે ખૂબજ ગૌરવવંતો પ્રસંગ હતો. એક કેળવણીકાર અને પાટણપ્રેમી તરીકે મારા માટે જીંદગીનો મહામૂલો લ્હાવો હતો. શ્રી કુલિનચંદ્ર પી. યાજ્ઞિકની આવડ, મહેનત, ખંત, ખાંખત અને કુનેહથી જ પાટણમાં ઉ.ગુ.યુનિવર્સિટીનું નિર્માણ થયું એમ કહેવામાં અતિશયોકિત નથી. Bay 1000 વિદ્યાપ્રેમી, સુસંસ્કારી અને સમર્થ રાજવી સિધ્ધરાજ જયસિંહે “સિઘ્ધહેમશબ્દાનુશાસન'' ગ્રંથની કાઢેલી શોભાયાત્રા Hans !! કોલ વિ Page #58 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪ લોલાવી સરસ્વતી ૩૫ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય વેદોમાં નદીને માતા કહી છે. એમાંય ઋગ્વેદમાં સરસ્વતીને સર્વશ્રેષ્ઠ માતા કહી છે, અને મહાભારતના રચયિતા વેદવ્યાસે સરસ્વતી અને સિંધુ નદીને વિશ્વની માતા કહી બિરદાવેલ છે. ‘‘વિશ્વસ્યું માતરમ્ સર્વા :’' પાણી એ પ્રાણી માત્રનું જીવન છે. જીવવા માટે પ્રથમ હવા અને બીજા નંબરે પાણી આવે છે. નાનાથી માંડી મોટા તમામ માણસો નદીભક્ત હોય છે. પાણીમાં છબછબીયા કરવા કોને નથી ગમતાં ? જીવવા માટે પાણી અનિવાર્ય છે, અને એમાં પણ જીવનને આપમેળે વહેવનારી તો માત્રી નદી રહી જ છે. મોટા મોટા નગરો હંમેશા નદી કાંઠે જ વસેલા છે. એક અંગ્રેજ કવિએ નદીઓને પૃથ્વીની શિરાઓ કહી છે. કવિ શ્રી નાનાલાલે નદીઓને દેશની ધોરી નાડીઓ કહી છે. નદીના જળ વિરાટમાં ભળી જતાં હોઇ આપણે મરનારના અસ્થિ વિસર્જન પવિત્ર નદીઓમાં કરતા હોઇએ છીએ. નદીઓ એ દેશની સંસ્કૃતિ છે. ઘણાખરા દેશના નામ પણ તેની નદી ઉપરથીજ પડચા છે. પવિત્ર જળનું ચરણામૃત લેવાનો રીવાજ છે. તે પ્રથા આજે પણ ચાલુ છે. દરેક હિન્દુ સમાજના ઘરમાં આજે પણ કૂંભમાં ગંગાજળ જાળવી રાખવામાં આવે છે. જેથી ઘરમાં કે આડોસ-પાડોસમાં કોઇ વ્યક્તિનું મરણ થાય તો છેલ્લે છેલ્લે મરનારના મોંમાં ગંગાજળ મૂકી શકાય. આ છે નદીઓ પ્રત્યેની મમતા, નદીઓ પ્રત્યે આપણે ખૂબ માનથી, અદબથી જોઇએ છીએ. નદીમાં ભક્તિભાવથી સ્નાન કરીએ છીએ. નદીમાં સ્નાન પાપનાશક માનવામાં આવ્યું છે. સરસ્વતી નદી સમુદ્રમાં ભળતી નથી તેથી લોકો તેને ‘‘કુંવારિકા’’ કહે છે. સરસ્વતી નદી જેનો વેદોમાં નિદષ કરેલો છે એ કઇ ? કયાં ગઇ એ સરસ્વતી ? અગાઉ સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળી એ સમુદ્રને મળતી હતી. સરસ્વતીના કાંઠે આર્ય સંસ્કૃતિ વિકસી હતી પણ એ સરસ્વતીનું નામ નિશાન મળતું નથી. પૌરાણિક વાર્તા કાંઇક આવી છે. વડવાનલ (અગ્નિ) ને સમુદ્ર તરફ લઇ જતો હતો તે માટે ભગવાન વિષ્ણુએ વારાફરતી બધી નદીઓની પૂછી જોયું, પરંતુ આ ભયંકર વડવાનળ છતાં પવિત્ર અગ્નિ પોતાની પીઠ ઉપર મૂકી લઇ જવા સૌએ ના પાડી. આ સરસ્વતીએ પરમાત્માનું એ કામ ઉપાડી લીધું. આ પવિત્ર અગ્નિ કળીયુગમાં પાપી લોકોના સ્પર્શ થઇ જવાની બીક હતી, ત્યારે મુશ્કેલીમાંથી નિવારવા કરતાં બ્રહ્માજીએ કહ્યું કે, “જો પાપાત્માઓથી બચવું હોય તો ધરતી ઉપરથી પસાર ન થતાં તારે પાતાળ રસ્તે થઇને આ વડવાનળને પવિત્ર અગ્નિને મહાદધિમાં સામે સમુદ્રમાં લઇ જાવ, જ્યારે તને બહુ થાક લાગે અને ધરતીના અંદરના માર્ગેથી પસાર થતાં બહુ દાઝી ઉઠે ત્યારે હે પુત્રી ! તું ધરતી ફાડીને પ્રસિધ્ધ થજે.' સરસ્વતી શ્વેત વસ્ત્ર ધારણ કરી સુવર્ણ કુંભમાં વડવાનલને ધારણ કરી આ પ્રદેશ છોડીને સદાને માટે ચાલી નીકળી. ઘડીભર એ ગંગા-યમુના સાથે ગુપ્ત રીતે વહી અને છેવટે હિમાલયથી પણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રાચીન અરાવલ્લી પર્વતને ત્યાં એનો બીજો જન્મ થયો. આરાસુરમ કોટેશ્વરની પાછળ મેણાભેર ડુંગરમાં સરસ્વતી પ્રગટ થઇ બધી નદીઓની માફક એ પણ ધસમસતી સમુદ્ર તરફ જવાને નીકળી એકસોહ માઇલ ચાલ્યા પછી એકાએક થંભી ગઇ. કાંડે બાંધેલું મીંઢળ છોડી નાખ્યું અને સદાને માટે કુંવારિકા રહેવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું. અગ્રહાર (હાલના પાટણ તાલુકાના અઘાર ગામમાં કુંવારિકાનું મંદિર પણ છે.) સરસ્વતીના તટે સિદ્ધક્ષેત્ર સિદ્ધપુરને માતૃતર્પણની ભૂમિ બનાવી. માતૃગયા શ્રાદ્ધ માટે પવિત્ર શહેર વસ્યું. રૂદ્રમહાલય અને બીજા સેંકડો દેવમંદિરો, આશ્રમો અરણ્યો સરસ્વતીના તીરે સ્થપાયાં છે. બીજા એક પુરાણમાં પણ એવો એક ઉલ્લેખ મળે છે કે, જગતને ભસ્મીભૂત કરી નાખવાની ઇચ્છા કરતાં વડાગ્નિને બ્રહ્માના આદેશથી સરસ્વતી આ અગ્નિને સમુદ્રમાં ખેંચી ગઇ. કલિકાલસવń હેમચંદ્રાચાર્ય સરસ્વતીને બિરદાવતાં કહે છે કે, “પૃથ્વીને પાવન કરતી, પાપનો નાશ કરનારી બ્રહ્માના આદેશથી અગ્નિને સમુદ્રમાં લઇ જનારી જેનો ઇતિહાસ સાંભળવા જેવો છે. એવી ગવ્ય અને નાવ્ય જળવાળી આ નદી સરસ્વતી છે. (યાય) ‘ગવ્ય’ એટલે જેના તીરે ગાયો ચરતી અને ‘નાવ્ય’ એટલે જે નદીમાં નાવો ચાલતી હતી. રૂદ્રમાળની પ્રાણપ્રતિષ્ઠા કરવા આવેલા માલવીય વિદ્વાનો ગુજરાતમાં કાયમી વસવાટ કરી ‘દવે’ બન્યા તે સૌથી પ્રથમ સરસ્વતીના કિનારે. સરસ્વતીનું પાણી એક એક બુંદ અને રેતીનો એક એક કર્ણ તીર્થ છે. બીજા સ્થુળ તીર્થોમાં જવાની આપણે જરૂર જ નથી માટે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘“ગયાથી સ્વર્ગ એક યોજન દૂર છે, પ્રયાગથી અડધો યોજન દૂર પણ સરસ્વતી જ્યાં પ્રાચી બને છે તે શ્રી સ્થળ સિધ્ધપુરથી તો સ્વર્ગ માત્ર એક હાથ જ દૂર છે.’’ રા. રા. રજ્ન્મણિરાવે ‘ખોવાયેલી નદી’ કહી છે. શ્રીમદ્ ભાગવતમાં બિન્દુ સરોવરની નજીક સરસ્વતી હોવાનું સૂચવ્યું છે. સ્કંદ પુરાણમાં પણ સરસ્વતીનો મહિમા ગાવામાં આવ્યો છે. સરસ્વતીના કિનારે અનેક તીર્થો આવેલાં છે. જે પૈકી નીચેના તીર્થો મુખ્ય છે. પિલુપર્ણ પાસે ગોવત્સ તીર્થ તેની પાસે જાળેશ્વર મહાદેવ આવેલા છે. કાકતીર્થ, ગાંધર્વતીર્થ, માતૃતીર્થ, દુર્ગાતીર્થ, વરાહતીર્થ, પુષ્કરકુંડ, જયેષ્ઠકુંડ, બ્રહ્મકુંડ, મધ્યકુંડ, વિષ્ણુયાન, રૂદ્રયાન, વટેશ્વર, મુંડીશ્વર, લકુલીશ, કપીલાશ્રમ, ભૂતેશ્વર, વંદેશ્વર, વંદેશ્વરીદેવી, ધર્મેશ્વર અને દધીચિતીર્થ આવેલા છે. સરસ્વતીનો પ્રવાહ કેટલેક ઠેકાણે લુપ્ત થઇ બીજે ઠેકાણે પ્રાદુર્ભાવ પામતો હોવાનું પુરાણોમાં જણાવ્યું છે. તેના સમર્થનમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યાં વડવાનલ (જવાળામુખી જેવો અગ્નિ) નો તાપ અસહ્ય બનતો, ત્યાં સરસ્વતી અંર્તધ્યાન થઇ જતી અને ફરીથી તે તાપનું શમન થતાં ફરી પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ કરતી. પાટણમાં સહસ્રલિંગ સરોવરમાંથી આગળ ચાલતાં તે સ્વર્ગદ્વાર તીર્થ (કદાચ સાંકરા ગામ) ગોવત્સ લોહયષ્ટિ, ઝીલ્લતીર્થ (ઝીઝૂવાડા ગામ નજીક), શત્રુમર્દન તીર્થ, ખદિરવન વગેરે. થોડાક સમય પહેલાં જ સરસ્વતી નદીના પ્રવાહે પ્રવાહે ચાલી કેટલાક સંશોધક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી તેની પરિક્રમા કરી હતી અને ખૂબ જ ઉપયોગી માહિતી એકત્ર કરેલ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૧૫) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરઃ અમૂલ્ય ગ્રંથભંડાર પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પાટણનો ઇતિહાસ જાણવા માટે જૈન આચાર્યોએ લખેલાં પુસ્તકો ઘણા મહત્વના છે. કોઈક જગ્યાએ સંપ્રદાયનો પક્ષપાત કરીને લખાયેલા હોવા છતાં તેમની કૃતિઓ ખૂબ જ આધારભૂત અને માહિતી સભર છે. પાટણના અનેક મહોલ્લામાં હસ્તલિખિત તાડના પત્તા, (તાડપત્રિઓ) કાપડ અને કાગળ ઉપરના હસ્તલિખિત ગ્રંથો પૂરતી રક્ષણની વ્યવસ્થાના અભાવે નાશ પામ્યા છે. મુસ્લિમ શાસનકાળમાં મૂર્તિભંજક સુબાઓએ પાટણની હિન્દુ સંસ્કૃતિને ધણું નુકશાન પહોંચાડ્યું છે. આ કપરા કાળમાં પાટણના કુનેહબાજ જૈનોએ બચાવી શકાય તેટલા ગ્રંથો છુપાવી દીધા અને કેટલાક ગ્રંથો જેસલમેરના ભંડારોમાં મોકલી દીધા. ખંભાતનો ગ્રંથ ભંડાર પણ સુવિખ્યાત છે. કલિકાસવર્ણ શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ'ને ગ્રંથોમાં દાટી-સંતાડીને “સિદ્ધરાજ'થી બચાવ્યા હોવાની વાત પ્રચલિત છે. પાટણના ભંડારોની માફક જ જેસલમેરના ધણાં ભંડારો વિખ્યાત છે. અગાઉ જાળવણીના વૈજ્ઞાનિક સાધનો ન હોવાથી ઉધઈ લાગવાથી તેમજ ગ્રંથોના ટુકડા થઈ જવાથી કોથળા (ગુણો) ભરીને ચોમાસાના જળ પ્રવાહમાં પધરાવી દેવામાં આવતા હતા. જૈન સંપ્રદાયમાં હંમેશા જ્ઞાનને વધુ મહત્વ આપવામાં આવેલ છે. કારતક સુદ-૫ (પાંચમ) ને વૈષ્ણવો “લાભ પાંચમ' કહે છે, જ્યારે જૈનો “જ્ઞાન પંચમી' કહે છે. જૈન સાધુ મહારાજોએ ભારે પરિશ્રમ લઇ જ્ઞાન ઉપાસના કરેલ હોય છે. દીક્ષા અંગીકાર કર્યા પછી વિદ્યા ઉપાર્જનને જ વધુ મહત્વ આપવામાં આવે છે. પાટણના સદ્ભાગ્યે એક વિદ્યાવ્યાસંગી જૈન મુનીવર્ય મળી ગયા. જેમનું નામ આચાર્ય પૂણ્યવિજયજી મહારાજ હતું. શ્રી પુણ્યવિજયજી મહારાજે ઘણા ગ્રંથોના ભંડાર વ્યવસ્થિત કર્યા છે, એજ રીતે પાટણના આ ગ્રંથ ભંડારને પણ સુવ્યવસ્થિત કર્યો છે. આ ગ્રંથના લેખક મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય શ્રી પુણ્યવિજયજી મહારાજને વર્ષો પહેલાં બાબુના બંગલામાં મળેલા. તે વખતે એક મોટી સાઈઝનો કેમેરો બાબુના બંગલામાં લાવવામાં આવેલો અને કેટલાય ગ્રંથો તેમજ હસ્તલિખિત તાડપત્રીઓની ફોટો કોપી શ્રી પુણ્યવિજ્યજી મહારાજે લેવડાવેલી. દેશ-વિદેશના વિદ્વાનો જેમને પાટણના ભંડારોમાં અમૂલ્ય સાહિત્ય છે, તેવી જાણ થાય છે. તેઓ પાટણમાં આવી ભંડારો જુએ છે. ગ્રંથોનો અભ્યાસ કરી સંશોધન કરે છે મા સરસ્વતીના ઉપાસક કેળવણી પ્રેમી અને શિક્ષણના પ્રચારક શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યુગે યુગે પાટણની પ્રભુતા મહારાજે પણ આપણા પાટણના આ ભંડારોમાં અંગત રસ લઇ વડોદરા લાઇબ્રેરીના સંસ્કૃતના પ્રખર વિદ્વાન ડૉ. સી. ડી. દલાલને ઇ.સ. ૧૯૧૪માં પાટણ મોકલી તમામ ગ્રંથોની નામાવલી સૂચી તૈયાર કરાવેલી તેમજ કેટલાક ગ્રંથોનું પુનઃમુદ્રણ કરાવેલ. જ્ઞાનમંદિરની બહારની દિવાલ ઉપર ચોડેલી તકતી મુજબ જૈનાચાર્યશ્રી આત્મારામજી મહારાજના શિષ્ય શ્રી કાંતિવિજયજી મહારાજના નેતૃત્વ હેઠળ તેમના શિષ્યો શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનીશ્રી પુણ્યવિજયજી મહારાજ વર્ષો સુધી આપણા પાટણમાં રહી ભારે પરિશ્રમ કરી ગ્રંથોનું સંશોધન કરી તમામ ગ્રંથોને વ્યવસ્થિત કર્યા છે. તેમાં ખાસ કરીને (૧) તમામ ગ્રંથોના પાનાની મેળવણી કરવામાં આવી છે. (૨) કેટલાક ગ્રંથોના ખૂટતા પાના બીજા ગ્રંથોના આધારે લખી તેને પરિપૂર્ણ કરવામાં આવેલ છે. (૩) તમામ ગ્રંથોને સુવ્યવસ્થિત રીતે ગોઠવી જાડા પૂંઠા તેમજ કાપડમાં મૂકી પેક કરવામાં આવેલ છે. આ પત્રો, પત્રીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે જ્ઞાનમંદિરામાંથી વેચાણથી પણ મળે છે. કેટલોગ વેચાણથી મળે છે. આ જ્ઞાનભંડારમાં સોનાની શાહી અને ચાંદીની શાહીથી લખાયેલા ગ્રંથો પણ છે. કેટલાક ગ્રંથોમાં ચિત્રકથા પણ આલેખવામાં આવેલ છે. આવા અણમોલ ગ્રંથોની જાળવણી માટે પાટણના સદ્ગત શેઠશ્રી મોહનલાલ મોતીચંદના પુણ્ય સ્મરણાર્થે તેમના સુપુત્રોએ શ્રીસંઘ પાસેથી રૂા.૨,૧૦૦/- માં જમીન ન કરથી લઇને રૂા.૫૧,૦૦૦/- ના ખર્ચે અદ્યતન મકાજ બાંધવામાં આવ્યું. મકાનની પ્લીન્થ ધણી જ ઉંચી બાંધવામાં આવી છે. ઉધઇ ન લાગે. અગ્નિ બાળી ન શકે અને ચોરાઇ કે લૂંટાઇ જાય નહિ એવી અદ્યતન વૈજ્ઞાનિક ઢબે આ જ્ઞાનમંદિરમાં ગ્રંથોની જાળવણી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટીઓ ખૂબ રસ દાખવે છે. એવું કહેવાય છે કે, દુનિયાનું તમામ સાહિત્ય નાશ પામે, પણ અંગ્રેજ નાટચકાર શેક્સપીયરનું સાહિત્ય બચી જાય, તો એકલા આ સાહિત્ય ઉપરથી માનવી કેવો હતો તે જાણી શકાય ! એ રીતે આ ભંડારના ગ્રંથો ઉપર જ સોલંકીવંશના પરમભટ્ટારકો શ્રી સિદ્ધરાજ જયસિંહ અને પરમાર્હત કુમારપાળનું પાટનગર અણહિલવાડ પાટણની જાહોજલાલી કેવી હતી તે જાણી શકાય. આ જ્ઞાનમંદિર આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીજી અને શ્રી કાંતિવિજયજીના ઉપદેશથી બાંધવામાં આવ્યું છે. આ જ્ઞાનમંદિરની સ્થાપત્ય કળા પૂર્વ-પશ્ચિમના મિશ્રણરૂપ નવિનતમ્ છે. બેલ્જીયમના વિખ્યાત આર્કીટેક્ટ મિ.ગાસ્પર પાસે તેનો પ્લાન તૈયાર કરાવવામાં આવ્યો હતો. આ જ્ઞાનમંદિર સેંકડો વર્ષો સુધી ટકે તેવું મજબુત અને આગપ્રુફ બનાવવામાં આવેલું છે. તમામ ગ્રંથોને મજબુત લાકડાના માપસર બોક્ષ બનાવી નંબર આપી મજબુત લોખંડના કબાટોમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. અત્યારે તેમાં ૨૩૦ ઉપરાંત તાડપત્રી ગ્રંથો તેમજ ૨૦,૦૦૦ ઉપરાંત હસ્તલિખિત ગ્રંથો અને કેટલાક છાપેલા ગ્રંથો પણ રાખવામાં આવ્યા છે. આ જ્ઞાનમંદિર સાથે વિશ્વ વિખ્યાત કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ જોડવામાં આવ્યું છે. પાટણની શોભામાં અભિવૃદ્ધિ કરતા આ ‘શ્રી હેમચંદ્રાર્ચ જૈન જ્ઞાનમંદિર' નું ઉદ્ધાટન ગુર્જર સાહિત્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા +593] ૩૯ શિરોમણી, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તે વખતના મુંબઇ રાજ્યના ગૃહમંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના વરદ્ હસ્તે વિક્રમ સંવત ૧૯૯૫ ના ચૈત્ર વદ-૩ તા. ૭-૪-૧૯૩૯ ને શુક્રવારના રોજ કરવામાં આવેલું છે. તે વખતે ગુજરાતી સાહિત્ય પરિષદ્નું જ્ઞાનસત્ર પણ યોજવામાં આવેલ હતું. હસ્તલિખીત ગ્રંથો શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત ‘સિધ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ सिध्ध हेमशब्दानुशासनम् श्री हेमचन्द्राचार्य Page #63 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા SRCE આશાડીયો પાટણ વિશ્વમાં અજોડ એવો હસ્તલિખીત ગ્રંથો જ્યાં સચવાયેલા છે એવો “શ્રી હેમચંદ્રાચાર્ય જૈ ન જ્ઞાનભંડાર, પાટણ ૪૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા INNES दग वलयाबारमास्कमा दाविमाणानी बच्ची ममागारावम तरवयवताशनघडी बुधव सारियारनयारसमुद्रविड यामिवादिवरतावर शारदा (मजराणा १ ख मिय। रवा मियाँ उवसमावयवे। मुछा।। यथे। उव समशतस्मायचिया उवसमतम्मन चिया रादा।।। पराक्रिया उगम द्वितीयाउं नागदवासि यम्मरराभासारि काल समय मि सदरखामा Bed उत्समियनेस बिजलगादा। राहणााजाना ताणणा ચિત્રો સહિતના હÍલખીત તાડપત્ર ગ્રંથો ૪૧ Pus TED Basic F Page #65 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ ૪૨ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતના ઇતિહાસમાં વસ્તુપાલ અને તેજપાલના નામ નોંધપાત્ર છે. વસ્તુપાલ અને એમના નાના ભાઇ તેજપાલ ધોળકા (અસલ નામ ધવલક્ક)ના રાજા વીરધવલના મંત્રીઓ હતા. આ વીરધવલ પાટણના રાજા ભીમદેવ બીજાનો માંડલીક રાજા હતો. તેઓ જૈન કુટુંબમાં જન્મ્યા હતા. વસ્તુપાલ વિચક્ષણ રાજપુરૂષ અને કુશળ સેનાપતિ પણ હતા. મહામાત્યના પદે બિરાજતા હોવા છતાં વિદ્યા અને સાહિત્યના મહાન ઉપાસક અને વિદ્વાનોના આશ્રયદાતા હતા. વળી કર્ણ જેવા મહાન દાનેશ્વરી પણ હતા. વસ્તુપાલ પોતે સંસ્કૃત ભાષાનો મહાન કવિ પણ હતો. વસ્તુપાલે લખેલ ‘“નર નારાયણ’’ મહાકાવ્ય સાચે જ ગણનાપાત્ર છે. આ સિવાય પણ તેમનો સંસ્કૃત સાહિત્યમાં નોંધપાત્ર ફાળો છે. એક જ વ્યક્તિ રાજકીયક્ષેત્રે અજોડ હોવા ઉપરાંત સાંસ્કૃતિક સાહિત્યીક અને ઇતર વિવિધ શાખાઓમાં વિશિષ્ઠ સ્થાન પામે એવા દાખલા ઇતિહાસમાં બહુજ ઓછા જોવા મળે છે. ગિરિરાજ આબુ અને ગિરનાર ઉપરના સંગે-મરમરનાં સુપ્રસિદ્ધ મંદિરો જે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે તે માહામાત્ય વસ્તુપાલે બંધાવેલા છે. કલાપ્રેમી તરીકેનું આ તેનું જવલંત ઉદાહરણ છે. આ ઉપરાંત તારંગા ડુંગર ઉપર, અણહિલવાડ પાટણ, કલોલ પાસેના શેરથા અને ડભોઇ વગેરે સ્થળોએ પણ વસ્તુપાલ અને તેજપાલે જે મંદિરો બંધાવ્યા છે તે જાણીતાં તીર્થ છે. વસ્તુપાલ-તેજપાલ એ અગિયાર ભાઇ-બહેનો હતા. તેમના પિતાનું નામ અશ્વરાજ અને માતાનું નામ કુમારદેવી હતું. અગિયાર સંતાનો પૈકી સાત દીકરીઓ નામે (૧) જાલ્કુ (૨) માઉ (૩) સાઉ (૪) ધનદેવી (૫) સોહગા (૬) વઇજુ અને (૭) પદ્મલદેવી હતી. ચાર પુત્રો નામે (૧) લુણિગ (૨) મલ્લદેવ (૩) વસ્તુપાલ અને (૪) તેજપાલ. વસ્તુપાલ અને તેજપાલ બંને છેલ્લા સંતાનો હતા. છેલ્લા સંતાનો હંમેશા તેજસ્વી હોવાનું વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે. વસ્તુપાલને બે પત્નિઓ હતી. (૧) લલીતા અને (૨) સોખુ ઉર્ફે વયજલ્લદેવી. તેજપાલને પણ બે પત્નિઓ હતી. (૧) અનુપમા અને (૨) સુહવદેવી. પિતા અશ્વરાજના મરણ પછી બંને ભાઇઓ માતા કુમારદેવી સાથે માંડળમાં રહેવા ગયા અને માતાના મરણ સુધી ત્યાંજ રહ્યા હતા. ‘નર નારાયણાનંદ’’ મહાકાવ્યમાં જણાવ્યા મુજબ વસ્તુપાલ શરૂઆતમાં અણહિલવાડના ભીમદેવ પાસે હતો. ત્યાંથી લોન સર્વિસ ઉપર ધોળકાના રાણાને આપવામાં આવેલ. વસ્તુપાલ અને તેજપાલે રાજ્ય કારોબારી સંભાળ્યા પછી અનેક યુધ્ધો કરેલા છે. રાજ્યમાં વ્યાપેલી અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, કામચોરી દૂર કરી ધાક જમાવી શાસનને મજબુત બનાવ્યું. જનતાના નૈતિક ધોરણો ઉંચા આવ્યા. લોકો પ્રામાણિકપણે વહેપાર-ધંધો કરવા લાગ્યા. Page #66 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩ • વસ્તુપાલ મંત્રીપદે આરૂઢ થયા પછી ગિરનાર તથા શંત્રુજયની યાત્રા તથા સંઘ કાઢયા હતા. તેમનું મરણ પણ યાત્રા દરમિયાન જ થયેલું હતું. વસ્તુપાલ અને તેજપાલ પ્રભાવશાળી પુરૂષો હતા. ધોળકા અને અણહિલવાડના રાજય દરબારોમાં તેમનું સ્થાન ઘણું ઊચું હતું. તેમની ઉદારતા અને દાની હોવાના કારણે જ ગુજરાતમાં સંસ્કારિક નવજીવન મળ્યું. વસ્તુપાલ અને તેજપાલે અનેક મંદિરો, ધર્મશાળાઓ, તળાવો, કૂવાઓ તથા અન્ય સ્થાપત્યો બંધાવ્યા હતા. વળી તેમણે દવાખાના, શિવાલયો મઠો અને મજીદો પણ બંધાવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ 'પ્રબંધકોશ” માં કરેલો છે. આબુ ઉપરના તથા ગિરનાર ઉપરના વિશ્વ વિખ્યાત દેવાલયો આજે પણ અકબંધ છે, જ્યારે અન્ય સ્થાપત્યના નમૂનારૂપે બે સ્તંભો આપણા હાલના પાટણના જુના કાલીકા મંદિરના બાંધકામમાં વપરાયેલા જણાય છે. જીજ્ઞાસુ વાચકે આ બંને સ્તંભો ઉપર કંડારેલા શિલાલેખો વસ્તુપાલના કુટુંબીજનોની માહિતી આપી છે. બંને ભાઈઓ સર્વધર્મ પ્રત્યે સમભાવ અને સદ્ભાવ રાખતા હતા. દરેક સંપ્રદાયવાળા તેમને પોતાના ગણીને આદર આપતા હતા. વસ્તુપાલ-તેજપાલે આ મહાન કલાની કૃતિઓ જેવા દેવાલયો અને સ્થાપત્યો બાંધવા નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરી હશે ? રાજ્યના ભંડારમાંથી તો એક પાઇ પણ ખર્ચાય નહિ. તમામ ખર્ચ પોતે કરેલું છે. આ માટે નીચે મુજબની બે વાર્તાઓ પ્રચલિત છે. (૧) સૌરાષ્ટ્રની યાત્રાએ વસ્તુપાલ અને તેજપાલ નીકળ્યા તે પહેલા પોતાના એક લાખ દ્રવ્ય (એક પ્રકારનું ધન) જમીનમાં દાટવા ગયા. જેથી યાત્રાએથી પરત આવ્યા બાદ સલામત રીતે આ દ્રવ્ય સચવાઈ રહે. તે વખતે જમીન ખોદતાં તેમને ઉછું જમીનમાંથી પુષ્કળ ધન મળ્યું. વસ્તુપાલ તેજપાલની ચતુર પત્નિ અનુપમાને આ ધનનો શો ઉપયોગ કરવો તે પૂછયું, ત્યારે આ સંસ્કારી અનુપમાએ ઉત્તર આપ્યો હતો કે, “આ ધન જડયું છે ધરતીમાંથી પણ હવે તેને પર્વતોની ટોચે રાખીશું જેથી ફરી કોઇના હાથમાં આવે જ નહિ” આ રીતે મળેલ ધનમાંથી આબુ અને ગિરનાર ઉપર પ્રસિદ્ધ મંદિરો બંધાવ્યા. (૨) બીજી વાર્તા એવી છે કે, એક મુસ્લિમ વેપારી નામે સઇદ, વસ્તુપાલની આજ્ઞા ન માનતા સામો થયો. ત્યારે તેને હરાવી કેદ કર્યો અને તેની મિલ્કત રાણા વીરધવલની આજ્ઞા મુજબ રાજકોષમાં લીધી અને તેના ઘરની ધૂળ વસ્તુપાલને મળી, આ કહેવાતી ધૂળ એ સુવર્ણ રજ હતી. આમ સઇદની મિલ્કતમાંથી મોટો હિસ્સો મળ્યો હતો. તેમાંથી અમર સ્થાપત્યો બંધાવ્યા. વસ્તુપાળ મહાન રાજપુરૂષ, વહીવટકર્તા અને મહાન સાહિત્યકાર હતો. તેમનું સાહિત્ય મંડળ ઘણું મોટું હતું. આરસમાંથી બનાવેલ આ સ્થાપત્યોના કારીગરોને મજૂરીમાં પથ્થરની જે ભૂકી રજ પડે તેના વજનની બરાબર સુવર્ણ (સોનું) આપવામાં આવતું હતું. કર્નલ ટોડ કહે છે કે, વસ્તુપાલનું જીવનચરિત્ર આલેખી શકાય તેમ નથી. કલમ પણ થાકી જાય. એવું મહાન એમનું જીવનચરિત્ર છે. વસ્તુપાલના મરણ પછી દશ વર્ષ બાદ તેજપાલનું પણ મરણ થયું હતું. તેજપાલનું મરણ ઇ.સ.૧૨પરમાં થયું હતું. તેથી વસ્તુપાલનું મરણ ઈ.સ. ૧૨૪૨ માં ગણાય. Page #67 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४४ મહામાત્ય વસ્તુપાલ તથા તેમનાં પત્નિ લલિતાદેવી અને વેજલદેવી . Page #68 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા દુનિયાની અજાયબી જેવી સોલંકીરાજવી ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ બંધાવેલ ‘‘ાણકીવાવ'', પાટણ ૪૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬ ૧૭ પાટણની બેનમૂન રાણકીવાવનું શિલ્પ સ્થાપત્ય પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ગીત ગાયા પથ્થરોને.... : સોલંકી સામ્રાજ્યના આદ્યસ્થાપક મૂળરાજ પહેલાના પુત્ર ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતિનું નામ જેની સાથે જોડાયેલું છે, એવી પાટણની બેનમૂન વાવ જે. લોકોમાં ‘‘રાણકીવાવ’” ના નામથી પ્રખ્યાત છે, તેને છેલ્લાં કેટલાક વર્ષોથી પ્રવાસીઓનું ધ્યાન ખેચ્યું છે. વડોદરા રાજ્યના આર્કીયોલોજી ખાતાએ તેનું થોડુંક ખોદકામ કરેલું અને બહારથી કૂવામાં ઉતરવા માટે નવા પગથિયાં પણ બાંધેલા હતા. હમણાં સુધી આ વાવમાં કાંઇ જ નવીનતા જણાતી ન હતી. લોકો માત્ર આ કૂવાનું પાણી મોટી ઉધરસ (ખાંસી), ઉંટાટીયા, હુપીંગ, કફ મટે એ માટે બાટલી ભરી પાણી લઇ જતા અને કેટલાક લોકો તે પાણી બહારગામ પણ મોકલતા હતા. આ પાણી પીવાથી ઉપરોક્ત રોગો મટી જતા હતા. આ સિવાય જનતા માટે આ વાવનું બીજું કોઇ ખાસ મહત્વ ન હતું. પરંતુ તાજેતરમાં આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મારફત આ વાવનું વધુ ખોદકામ હાથ ધરવામાં આવ્યું. લગભગ બે-ત્રણ વર્ષ સુધી એકધારા અને સુવ્યવસ્થિત રીતે ચાલેલા આ ખોદકામના પરિણામે જાણે કોઇ અમૂલ્ય ખજાનો હાથ આવે તેમ આ વાવમાંથી પથ્થરોમાં કંડારેલ માનવ સૌંદર્યના મહાકાવ્ય જેવું અદ્ભૂત કલા શિલ્પ મળી આવ્યું છે. ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ, રાજ્ય અને કેન્દ્રના પ્રધાનોએ પણ આ કામમાં સક્રિય રસ લઇ, સ્થળ મુલાકાત લીધી હતી. વર્તમાનપત્રોમાં પણ સમાચારો પ્રસિદ્ધ થતાં માનવ મહેરામણ બહારગામથી અને પરદેશથી પણ આવવા લાગ્યો. આ વાવમાં શું જોવા જેવું છે ? શિલ્પ સ્થાપત્યથી ભરપૂર એવી આ વાવ બાંધવા પાછળનું સાચું કારણ શું હશે ? પટ્ટણનું ણ થયું. સહસ્રલિંગ સરોવર નામશેષ થયું. પરંતુ રાખમાંથી જેમ ફીનીક્સ પંખી બેઠું થાય તેમ ભૂલાયેલા ખંડીયેરોમાંથી અણહિલવાડ પાટણનું એક જમાનાની સુપ્રસિદ્ધ વાવ પડખુ ફેરવીને પુનઃદૃશ્યક્ષમ થઇ છે. વાવના સ્તંભો, દિવાલો, ઝરૂખા, બારશાખો, છત જ્યાં જુઓ ત્યાં ચોતરફ શિલ્પકલાની સમૃદ્ધિ ઝળકી ઉઠી છે. કલાપ્રેમીઓ, સૌંદર્ય પિપાસુઓ અને સ્થાપત્ય કલાના જાણકારો આ સમૃદ્ધ ખજાનો જોઇ અદ્ભૂત ! બેનમૂન ! Excellent ! Unparallel ! જેવા ઉદ્ગારો કાઢે છે. વાવમાં ઉતર્યા પછી ચારે બાજુ નજર નાખતાં જાણે આપણે કોઇ અલૌકીક લોકમા પ્રવેશ્યા હોઇએ એમ લાગે છે. વસંત ઋતુમાં વનરાજીનું આકર્ષક, શરદ પૂનમની રાત્રે શિતળ ચંદ્રમાનું આકર્ષણ તેમ રાણકીવાવમાં પ્રવેશેલો માણસ ચારે બાજુના નિર્જીવ પથ્થરોમાંથી કંડારેલ સજીવ સુંદરીઓનું સંગીત સાંભળી શકે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४७ વાવનું બાંધકામ સામાન્ય રીતે પાણી પુરવઠો સાચવી રાખવા માટે થતું હોય છે. જો એકમાત્ર આ જ હેતુ હોત તો તે સામાન્ય પથ્થરોમાંથી બાંધેલી હોત, તેમાં આટલી બધી કોતરણી કરવાની કોઈ જરૂર ન હતી. રાજ્યના નાણાં વેડફાય નહિ. ધનરાશિનો આટલો મોટો વ્યય થાય નહિ. પરંતુ કોઈ કલાપ્રેમી એમ નહિ કહી શકે કે, 'તાજમહલના બાંધકામ પાછળ નાણાં વેડફાયાં છે. તાજમહલની સાથે એક પ્રેમની દાસ્તાન જોડાયેલી છે. - ભીમદેવ પહેલો અને રાણી ઉદયમતિની કોઈ પ્રેમકહાની આ વાવના બાંધકામ સાથે સંકળાયેલી છે, એવો કોઈ પ્રત્યક્ષ પૂરાવો મળતો નથી, પરંતુ પૂરાવો હોય તો જ પતિ-પત્નિનો પ્રેમ માનવો ? આવી ભવ્ય વાવ બંધાવી તેની સાથે પોતાનું નામ જોડવું એ જ જીવતો જાગતો પૂરાવો નથી ? હકીકતમાં રાજા-રાણીના રંગમહલ જેવી આ ભવ્ય ઇમારત શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણે ઋતુમાં માણી શકાય એવું એનું બાંધકામ છે. એ જમાનામાં વાતાનુકુલ એરકંડીશન્ડ ઓરડા બનાવવા માટે આવી સાત માળની ભવ્ય લાંબી પહોળી વાવ બંધાવી હોવાની શક્યતા નકારી શકાય નહિ. આ વાવમાં સામાન્ય રીતે નીચે મુજબની ચીજો નોંધપાત્ર છે. . વાવના સાત માળ ખોદવામાં આવ્યા છે. બે ત્રણ માળ સંપૂર્ણ તૂટી ગયા છે. વાવ માત્ર પાણી પુરવઠો જાળવી રાખવા માટે જ બંધાવી જણાતી નથી. પરંતુ રાજા પોતે સહકુટુંબ અમુક સમય એકાંતમાં ગાળી શકાય તેવી સગવડો ધરાવે છે. રાજા નાનકડો દરબાર ભરી નૃત્યાંગનાનાં નૃત્ય માણી શકે એવું ચારે બાજુનું વાતાવરણ જમાવેલું જણાય છે ! જ્યારે રાજા કે તેના કૌટુંબીકજનો ત્યાં જ હોય ત્યારે વાવ સમગ્ર જનતા માટે ખુલ્લી રહેતી હોવી જોઈએ. એ રીતનાં વાવનાં પગથીયાંછે. . આપત્તિના સમયમાં દુશ્મનને શંકા પણ ન આવે એ રીતે વાવમાંથી ગુપ્ત રસ્તે બહુ દૂર સહી સલામત નીકળી શકાય તેવા રસ્તા હોવા જોઈએ. જે શોધવા રહ્યા. દશાવતારો મત્સય, કૂર્મ, વારાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, બુદ્ધ, શ્રીકૃષ્ણ અને કલ્કિ એમ દશ પૈકી બે મૂર્તિ સિવાય બાકીની આઠ અવતારોની સુંદર મૂર્તિઓ વાવમાં વિદ્યમાન છે. દિવાલોમાં પણ ઝીણું ઝીણું કોતરકામ છે. એક પણ જગ્યા એવી નથી કે જ્યાં કોતરણી ના હોય. ખંભીઓ, થાંભલા, છત, ગોખ, બારશાખ વગેરે ચારેબાજુ વિવિધ પ્રકારની કોતરણી જ કોતરણી નજરે પડે છે. કૂવાની ગોળ દિવાલો પણ કોતરણીથી ભરપુર છે. કૂવાના દરેક માળે શેષશા પર બિરાજેલ ભગવાન વિષ્ણુની પ્રતિમાઓ છે. આ બધી પ્રતિમાઓ એક સરખી છે. વાવમાં કોતરણીનું પુનરાવર્તન નહિવત્ છે. વાવની કોતરણીમાં રૂપવાન સ્ત્રીઓ ધણી છે. ઝાંઝર બાંધતી, કેશગુંથન કરતી, Page #71 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા દર્પણમાં મુખ જોતી, શૃંગાર કરતી અને સંવનનના દ્રશ્યો અકબંધ છે. એ અંજનશલાકા હાથમાં રાખી સૌંદર્ય પ્રસાધનથી ભરપુર, શૃંગારના સમયની મુદ્રાઓ, અતિરૂપવાન એવી અપ્સરાઓની તથા યોગિનીઓની મૂર્તિઓ આકર્ષક છે. કોઇ એક જ પ્રદેશની નહિ, પણ વસ્ત્રોમાં, શૃંગારમાં વિવિધતા જણાય છે. તેથી કારીગરો જુદા-જુદા પ્રદેશના હશે તેવું જણાય છે. બ્રહ્મા-બ્રહ્માણી, ભૈરવ, ચામુંડા, શિવ-પાર્વતી, વિષ્ણુ, વિંછણમાતા વગેરે અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ જોવા જેવી છે. કૂવાના હાલના તળીયાના ભાગની દિવાલોનું કોતરકામ બેનમૂન છે. રેતીયા પથ્થરમાંથી બંધાયેલ વાવમાં ક્યાંય આરસ વપરાયો નથી. વૈષ્ણવ અને શિવસંપ્રદાયને સમર્પિત વાવ છે. હકીકતમાં પાટણની રાણકીવાવનું નવું ખોદકામ પાટણને સમગ્ર ભારતમાં જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વવિખ્યાત બનાવ્યું છે. રાણકીવાવનું બેofમુળ સ્થાપત્ય Page #72 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 28રાંદલ રાણકીવાવમાં કૃભક અવતારનું અનુપમ સ્થાપત્ય અપ્સરાઓ સાથે Page #73 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા રાણકીવાવમાંથી મળી આવેલ મહારાણી ઉદયમતીની બેનમૂન આરસની પ્રતિમા પ્રા.મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ભીમદેવ પહેલાની પત્ની તથા કવિની માતા અને સિદ્ધરાજની દાદીમાં ‘ઉદયમતી' નું નામ જેની સાથે જોડાયેલું છે. એવી પાટણની પ્રખ્યાત રાણકીવાવ યાને રાણીની વાવનું ખોદકામ થોડાંક વર્ષો પૂર્વે થયું. વર્ષો પહેલાં આ વાવને ખંડીયેરો જોઇ શ્રી નરસિંહરાવ દિવેટીયાએ કહેલું કે, “રાણીની વાવ તણા આ હાડ પડેલાં' પરંતુ એ હાડ વાવના ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને શિલ્પની કલ્પના કરાવે છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું છે કે, “રાણીકીવાવ જ્યારે આબાદ હશે ત્યારે ગુજરાતમાં એના જેવી બીજી ભાગ્યે જ હશે.” તા. ૧૮-૧૨-૧૯૮૭ ને શુક્રવારના રોજ આ ગ્રંથના લેખક જાતે રાણકીવાવની મુલાકાતે ગયેલા. તાજેતરમાં ખોદકામ દરમ્યાન આ વાવ સાથે જેનું નામ જોડાયેલું છે એ મહારાણી ઉદયમતીની પ્રતિમા મળી આવી છે, (જુઓ ફોટોગ્રાફ) એવા સમાચારો વર્તમાનપત્રોમાં વાંચતાં લેખક ત્યાં ગયેલા. ઉદયમતીનાં દર્શન કર્યા. વર્તમાનપત્રોમાં રાણી ઉદયમતીની મૂર્તિ મળી હોવાના સમાચારો વાંચી સેંકડો મુલાકાતીઓ જાણે રાણીને જોવા આવેલા હતા. કૂવાના કાંઠે બહારના મેદાનમાં અનેક મૂર્તિઓ વચ્ચે એક નાનકડી આરસની મૂર્તિ પડી હતી. સ્વચ્છ અને સુંદર સફેદ આરસમાં કંડારાયેલ અણહિલપુરનાં મહારાણી ઉદયમતી જાજરમાન અને ગૌરવવંતા જણાતાં હતાં. આ મૂર્તિ ઉદયમતી રાણીની જ હશે કે કેમ ? સહેજ શંકા થઇ પરંતુ પગી (ચોકીયાત) એ મૂર્તિ પાસે પડેલા ફૂલો દૂર કર્યા ત્યાં તો મૂર્તિ નીચે જ સુંદર અક્ષરોમાં નામ કોતરેલું હતું. “મહારાણીશ્રી ઉદયમતી' મૂર્તિ સો ટકા મહારાણી ઉદયમતીની જ છે. એમાં કોઈ શંકાને સ્થાન ન રહ્યું. મૂર્તિને નજીકથી નિહાળી તો લગભગ પચ્ચીસ આગળ ઉંચાઈ અને સોળ આંગળની પહોળાઈ વાળી હતી. મહારાણી રાજયાશન ઉપર જ બિરાજમાન છે. સિંહાસન ઉપર જમણો પગ વાળેલો અને ડાબો પગ લાંબો ધરતીને અડેલો જણાય છે. માથે મુગટ નથી પરંતુ વાળ દાબીને ઓળેલા અને આગળ કપાળ ઉપરથી કટીંગ કરેલા હોય એવું કોતરકામ છે. સેંથો દેખાતો નથી. બંને કાનોની બુટોમાં જાડા ભારે વજનની રીંગો (કુંડળ) પહેરલાં છે. કાનના ઉપલા ભાગમાં ઝીણા નકશીવાળા દાગીના પહેરેલા છે. મહારાણીના ગળામાં કોલર જેવી ચાર માળાઓ અને બે-ત્રણ લાંબી માળાઓ પહેરેલી છે. જે વક્ષસ્થળ ઉપરથી પસાર થતી જણાય છે. બંને હાથે બાજુબંધ બાંધેલા છે, અને બંને હાથમાં Page #74 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧ કંકણો પહેરેલા છે. જમણા પગમાં કડું પહેરેલ છે અને કાંબી પણ દેખાય છે. ડાબો પગ ખંડિત છે અને નાક પણ સહેજ ખંડીત થયેલ જણાય છે. મહારાણી ઉદયમતી સિંહાસન ઉપર જ બિરાજમાન હોઈ. રાજ્ય દરબારને દબદબાપૂર્વક શોભે એ રીતે એક બાજુ એક સ્ત્રી ઉદયમતીના શીર ઉપર છત્રી ધરીને ઉભેલી કંડારેલી છે. રાણીના મસ્તક ઉપર ખુલ્લી છત્રીનું દ્રશ્ય મૂર્તિને ભવ્ય બનાવે છે અને મહારાણીને શોભે એવું દ્રશ્ય જણાય છે. . બીજીબાજુ અન્ય એક મહીલા રાણીની પ્રશસ્તિ ગાતી હોય એવા એના હોઠ જણાય છે. મૂર્તિના ઠેઠ નીચેના ભાગે બે સુંદરીઓ કોઈ વિશિષ્ટ પ્રકારનું વાજીંત્ર પોતાના મુખ વડે વગાડતી હોય તેમ પોતાના હોઠને વાજીંત્ર અડકે છે. મહારાણીના વાળેલા ડાબા પગ નીચે કોઈ સ્ત્રી વિંદના કરતી હોય તેમ જણાઈ આવે છે. એક નાનકડા સફેદ આરસમાં વચમાં મહારાણીની મૂર્તિ તેની આજુબાજુ બે ઉભેલી સ્ત્રીઓ અને નીચેના ભાગમાં ત્રણ સ્ત્રી એમ કુલ છ મૂર્તિઓ કંડારી કલાકારે સાચે જ પોતાની ઉત્તમ કલાનો પરિચય કરાવ્યો છે. એક જ આરસના પથ્થરમાં કંડારેલ ૬ (છ) મહિલાઓ જીવંત લાગે છે. મહારાણીશ્રી ઉદયમતીની મૂર્તિ આ વાવમાંથી જ મળી આવવાથી એનું મહત્વ ધણું વધી જાય છે. મળતી માહિતી મુજબ આ મૂર્તિ કૂવામાંથી છુટ્ટી મળી આવી છે. એટલે સૌ પ્રથમ આ મૂર્તિનું ચોક્કસ સ્થાન ક્યાં હશે તે શોધી કાઢયું રહ્યું. અમારી માન્યતા મુજબ આ મૂર્તિનું સ્થાન સૌથી ઉપરના માળે હોવું જોઈએ અને ત્યાંથી દિવાલો જર્જરીત થતા મૂર્તિ કૂવામાં પડી જતા કયાંક કયાંક ખંડીત થયેલી હોવી જોઈએ. વળી બીજો પ્રશ્ન એ પણ થાય છે કે, સાત માળની આવી ભવ્ય વાવમાં મહારાણીશ્રી ઉદયમતીની પ્રતિમા ખૂબ જ નાની ગણાય. આ જ વાવમાંથી બીજી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિઓ ધણી મોટી સાઈઝમાં મળી આવી છે, તો માત્ર ઉદયમતીની મૂર્તિ નાની કેમ? પરંતુ તેની પાછળનું સબળ કારણ એ લાગે છે કે, દેવ-દેવીઓની મૂર્તિ કરતાં માનવની મૂર્તિ નાની હોય એમાં જ રાજ્યની શોભા ગણાય. આ વાવમાંથી સંકટ સમયે રાજાના પરિવારને નાસી જવા માટે ગુપ્તમાર્ગ હોવો જોઇએ. આ વાવમાંથી ધન-સંપત્તિ મળવાની શક્યતા ધણી જ ઓછી છે, વળી આ વાવ નવસો વર્ષ અગાઉ સંપૂર્ણ રીતે દટ્ટણ થઈ હોવાનું જણાય છે. રાણી ઉદયમતીની સુંદર પ્રતિમાં મળી આવવાથી એક નવું જ આકર્ષણ ઉભુ થાય છે. આ પ્રતિમા પાટણથી વડોદવરા લઈ જવાઈ હોવાનું જાણવા મળેલ છે. “આ વાવ બંધાયા પછી ભાગ્યે જ બેથી ત્રણ દાયકા એ વપરાશમાં રહી હશે” એમ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા પુરાતત્વવિદ્ શ્રી માઇકલ પોટેલ જણાવે છે. કારણકે વાવનાં પગથીયાં જરાય ઘસાયાં જણાતાં નથી વાવનું બાંધકામ પૂર્ણ થયા પછી પચ્ચીસેક વર્ષ પછી સરસ્વતી નદીના પ્રચંડ પાણીના પૂરમાં વાવ ધરતીમાં ધરબાઈ ગઈ છે. અને તેથી જ કદાચ એની કોતરણી અકબંધ જળવાઈ રહી છે! Page #75 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૨ સોલંકી સમ્રાટ ભીમદેવ પહેલાની પતિot સામ્રાજ્ઞી ઉદયમતી જે ણે પાટણની સુપ્રસિદધુ અને તીર્થધામ જેવી રાણકીવાવ બંધાવી હતી. Page #76 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩ (૧૯) પાઢણમાં ભરાતા મેળાઓ અને ઉત્સવો પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતની પ્રજા ઉત્સવપ્રિય ગણાય છે. મેળાઓ તમામ વર્ગના લોકો માટે સસ્તુ મનોરંજન છે. મેળા પ્રસંગે ખાનપાન, ઉજાણી, નાસ્તાપાણી, હિંડોળા, ઝુલા, ચગડોળ, રંગકીડા, રાસકીડા, આનંદ વિનોદ થાય છે. ક્યાંક ક્યાંક નાટક, રામલીલા, નૃત્ય, કાવ્યગોષ્ઠી, કુસ્તી, મલ્લના ખેલો, આટાપાટા, ડાયરાઓ વગેરે થતાં હોય છે. કોઇક મેળામાં આતશબાજી, ગાડાની દોડ, ધોડાદોડ, ઠઠ્ઠા યુદ્ધો, પતંગની હરિફાઈ વગેરે પણ યોજાતી હોય છે. મંદિરોમાં સ્તવનો, રાસ, ગરબા, વ્યાખ્યાનો, વ્રતની ઉજવણી વગેરે થાય છે. પાટણના લોકો પણ બાળકથી માંડી વૃદ્ધ બધા જ મેળાની મઝા માણે છે. પાટણમાં નીચે મુજબના મેળાઓ ભરાય છે. સૌ પ્રથમ મેળો પાટણમાં મીરાં દરવાજા પાસે આવેલ ઘુઘરા બાવાની જગ્યાએ અષાઢ વદ અમાસનો ભરાય છે. આ દિવસે દિવાસાનો ઉત્સવ’ હોય છે. આ પ્રથમ પર્વમાં સૌ પર્વનો વાસો કે માસો ગણાય છે. પહેલાં ખૂબ જ ધામધૂમથી ભરાતો આ પ્રથમ મેળો અત્યારે ખાસ ભરાતો નથી. આ દિવસે પાટણના પટ્ટણી (દેવીપૂજક) સમાજના ભાઇ-બહેનો તેમજ બહારગામના પટ્ટણીઓ પાટણમાં આવીને એમની માન્યતા મુજબ તેમના ગુજરી ગયેલા કૌટુંબિકજનોને યાદ કરી તેમની રીતે દિવાસાના ઉત્સવની ઉજવણી કરે છે. શ્રાવણ સુદ પાંચમના રોજ બગવાડા દરવાજા બહાર આવેલ પ્રાચીન બળીયા હનુમાનનો મેળો ભરાય છે. ત્યાં આવેલા મોટા મેદાનમાં અગાઉ ભવ્ય રીતે ભરાતો મેળો પણ છેલ્લા ઘણા વર્ષોથી વિસરાતો જાય છે. હાલમાં કદાચ ઉગતી પ્રજાને આ મેળાની ખબર પણ નહિ હોય. શ્રાવણ માસના બીજા શનિવારના રોજ ત્રણ દરવાજા પાસે આવેલ શ્રી મંડીના હનુમાનજી' અર્થાત્ કલ્યાણ મારૂતિનો મેળો ભરાય છે. જુના પાટણમાં આ જગ્યાએ મોટું માર્કેટ, મંડી, બજાર ભરાતું હોવું જોઈએ. જેથી આ મંડીના હનુમાન કહેવાતા હશે. થોડા વર્ષો પહેલાં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આરસથી જડાયેલ અને રંગરોગાનથી સુશોભિત આ મંદિરની ભવ્ય કલ્યાણ હનુમાનજીની પ્રતિમા દર્શન કરવા જેવી છે. મૂર્તિ નીચે એક શિલાલેખ છે. આ મેળો પણ ખાસ ભરાતો નથી. શ્રાવણ વદ પાંચમના રોજ પંચાસરા પાસે ભરાતો ‘નાગપંચમી” નો મેળો ભવ્ય રીતે ભરાય છે. આઝાદ મેદાનમાં વિરાટ ચગડોળો, ખાણી-પીણાના સ્ટોલ ગોઠવાય છે. પંચાસરા પાર્શ્વનાથના મંદિર પાસેજ “નાગદેવતા” ની પ્રતિમા પધરાવાય છે. નાગપૂજા ભારતમાં ઘણી પ્રાચીન હોવાનો વિદ્વાનોનો મત છે. નાગદેવતા એ નગરનું રક્ષણકર્તા છે. પાટણમાં સ્ત્રીઓ કુલેરનો લાડુ બાજરીનો Page #77 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪ લોટ, ગોળ અને ઘીનું મિશ્રણ નાગદેવતાને ધરાવે છે અને પ્રસાદી તરીકે પોતે પણ આરોગે છે. પીંપળાશેરના નાકે આવેલ શ્રી બહુચર માતાજીના મંદિરમાં પણ નાગદેવતા' ની મૂર્તિ પધરાવી દર્શન કરાવવામાં આવે છે. શ્રાવણ વદ સાતમનો શીતળા માતા” નો મેળો ભવ્ય રીતે પાટણમાં ભરાય છે. જે શારદા ટોકીઝ પાછળ આવેલ ખોખરવાડા ચોક નજીક એક શીતળા માતાજીનું જૂનું મંદિર છે અને બીજું મંદિર છીંડીયા દરવાજા બહાર છબીલા હનુમાન જવાના રસ્તા ઉપર આવેલ છે. આ બંને મંદિરોને જોડતા સમગ્ર રસ્તા ઉપર અંબાજી માતાના મંદિર પાસેના પટાંગણમાં વિશાળ મેળો ભરાય છે. આ દિવસે પાટણમાં ઠંડુ, વાસી, ટાઢું ખોરાક ખાવાનો રિવાજ છે. સાતમના આગલા દિવસે ઢેબરા વગેરે રાંધી રાખવાના હોય છે. આ મેળામાં પહેલા ગર્ભવતી બહેનો નવા વસ્ત્રો પહેરી, ગજરા બાંધી એક જગ્યાએ બેસી પ્રાર્થના કરતી. છેલ્લા કેટલાક વર્ષોથી હવે આવું કોઈ બેસતું જણાતું નથી. બાળકને ભારે શીતળા ન નીકળે, ઓરી-અછબડા મટી જાય એ માટે બાધા રખાતી હોય છે. શીતળા માતાની . બાધાથી જેના ઘેર પારણું બંધાયું હોય એવી માતાઓ આ દિવસે સાત ઘેરથી માગીને ભોજન કરતી હોય છે. આ મેળામાં ભક્તિ, શ્રદ્ધા, વાત્સલ્ય અને અહોભાવનું વાતાવરણ સર્જાય છે. શ્રાવણ વદ આઠમનો હિંગળાચાચરમાં આવેલ રાધાકૃષ્ણના મંદિર પાસે જન્માષ્ટમી” નો મેળો ભરાય છે. જયારે તે દિવસે રાત્રે કૃષ્ણજન્મ' ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મંદિરોમાં જન્માષ્ટમી ઉજવાય છે. ભાદરવા સુદ ચોથનો ‘ગણપતિદાદા' નો મેળો ગણપતિના મંદિર પાસે અને હિંગળાચાચરના ચોકમાં બજાર વચ્ચે ભરાય છે. પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના ચૈત્ર સુદ-સ્ને શુક્રવારના રોજ થઇ હોવાનો લેખ આ મંદિરમાં ગણપતીની મૂર્તિ નીચે છે. ભાદરવા સુદ ચૌદશની રાત્રે અને પુનમના બપોરના બાર વાગ્યા સુધીનો ‘જાળેશ્વર મહાદેવ'નો મેળો પટ્ટણીઓ માણે છે. બ્રાહ્મણો આખી રાત ભવાઇ કરે છે. શહેરના તથા આજુબાજુ ગામડાના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળામાં હાજરી આપે છે. ભવાઇ જુએ છે અને મેળો માણે છે. આસો સુદ ચૌદશનો ‘ગુણવંતા હનુમાન” નો મેળો એ રાત્રિએ મેળો હોય છે. મંદિરમાં ખત્રી સમાજના ભાઇઓ તાલબદ્ધ વાજીંત્રોથી, નાદધ્વનીથી હનુમાનજીની આરાધના કરે છે. રાત્રે પલ્લી નીકળે છે. આસો સુદ પુનમના રોજ સ્ટેશન રોડ ઉપર આવેલ હિન્દુ આનાથાશ્રમમાં ‘શ્રી રણછોડરાયજી'નો મેળો ભરાય છે. ઘણા લોકોને આ મેળાની ખબર પણ નથી. મેળો લગભગ ભૂલાઇ જશે. આશ્રમનું મકાન બનાવતાં ભગવાન શ્રી રણછોડરાયની ભવ્ય પ્રતિમા એ જ સ્થળેથી નીકળતાં દાતાઓએ ત્યાં મંદિર બનાવી શ્રી રણછોડરાય ભગવાનને પધારાવેલા છે. આ મેળો લગભગ બંધ છે. આસો વદ તેરસ લોકો ધનતેરસ' તરીકે ઉજવે છે. લોકો ધનપૂજન કરે છે. આસો વદ ચૌદશ અને કાળી ચૌદશ” તરીકે ઉજવાય છે. પાટણની પ્રજા આ દિવસે પંચમુખી હનુમાનના મંદિરમાં દર્શન Page #78 -------------------------------------------------------------------------- ________________ - - - યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫ કરવા જાય છે. રાત્રે ચાર રસ્તાના ચોકડામાં દીવો પ્રગટાવી મેંશ પાડી આંખોમાં મેંશ આંજે છે. પટ્ટણીઓ ગર્વથી કહે છે કે, કાળી ચૌદશની મેંશના આંજ્યા કોઈના ના જાય ગાંજ્યા.” આસો વદ અમાવસ ‘દિવાળી' ના મહાપર્વ તરીકે ઉજવાય છે. વહેપારીઓ આ દિવસે ચોપડા પૂજન કરે છે, અને શ્રી મહાલક્ષ્મી માતાના દર્શન કરવા જાય છે. શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર પાટણમાં એક જ છે. પાટણની વસ્તી વધારો તથા વહેપારીવર્ગમાં વધારો થયો હોવાથી મંદિરમાં ભારે ભીડ થાય છે. તેથી પાટણમાં સરદાર ગંજબજારમાં બીજું નવું શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર વહેપારી ભાઈએ બનાવ્યું છે. - કારતક સુદ એકમ (બેસતું વર્ષ) નૂતન વર્ષનો પ્રથમ દિવસ છે. મંદિરોમાં અન્નકુટ ગિરિરાજના દર્શન થાય છે. સાંજે શ્રી કાળીકા માતાજીનો મેળો ભરાય છે. કારતક સુદ બીજના દિવસે બહેનના ઘેર ભાઈ જમવા જાય છે. આ દિવસે કોઠાકૂઇ દરવાજા બહાર શ્રી ભૈરવદાદાના મંદિરમાં ભવ્ય મેળો ભરાય છે. કારતક સુદ ત્રીજના દિવસે શ્રી સિંધવાઇ માતાજીનો મેળો ભરાય છે. કારતક સુદ પાંચમના દિવસે પણ શ્રી સિંધવાઇ માતાજીનો મેળો ભરાય છે અને રાત્રે રોશની થાય છે. કારતક સુદ પુનમના રોજ ખાનસરોવર દરવાજા બહાર શ્રી બહુચર માતાજીના મંદિરે જૈનોનો પટનો મેળો બપોર સુધી ભરાય છે. સાંજે ઇતર લોકો મેળામાં જાય છે. કારતક સુદ ચૌદશ થી કારતક વદ પાંચમ એમ સાત દિવસ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ “શ્રી પદ્મનાભ ભગવાન' નો મેળો ભરાય છે. દરરોજ રાત્રે મેળામાં લોકોની ભીડ હોય છે. આ મેળાઓમાં પ્રજાપતિઓ ઉપરાંત તમામ જ્ઞાતિના લોકો હોંશભેર ભાગ લે છે. જગ્યા વિશાળ હોઇ પાટણનો આ મોટામાં મોટો મેળો ગણાય ગામનાં અને બહાર ગામના લોકો પોતાના બાળકોને ગોળ કે શાકરથી પદ્મનાભમાં જોખે પણ છે. જયારે છેલ્લા દિવસે તો મેળામાં લોકોની ભીડ મોટા પ્રમાણમાં હોય છે. પાટણમાં ભરાતા તમામ મેળાઓમાં કારતક વદ પાંચમનો પદ્મનાભનો મેળો સૌથી મોટો છે. ફાગણ વદ એકમ (ધૂળેટી) ના દિવસે ફાટીપાલ દરવાજા બહાર જૈન છાત્રાલયમાં જૈનોનો પટ્ટદર્શન મેળો ભરાય છે, અને ભાદરવા સુદ બીજના દિવસે મીરાં દરવાજા બહાર અગાસીયા વીરની સામે ‘દાદાના સ્તુપે” કેટલાંક જૈનો દર્શન કરવા જાય છે. વળી કારતક સુદ એકમ થી પાંચમ સુધીમાં જૈન ભાઈ-બહેનો સમૂહમાં પોતાના જૈન મંદિરોની પ્રદક્ષિણા ચૈત્યપરિપાટી કરી લગભગ સવાસો દેરાસરોનાં દર્શને જાય છે. આસો સુદ એકમથી નોમ એમ નવ દિવસ “નવરાત્રિ' પાટણમાં ભવ્ય રીતે રાસ, ગરબા, લ્હાણી કરી જુદા-જુદા મહોલ્લામાં ઉજવાય છે. ચૈત્રી નવરાત્રિ પણ ઉજવાય છે. આ રીતે પાટણમાં મેળાઓ ભરાય છે અને ઉત્સવો ઉજવાય છે. કેટલાક મુસ્લિમ મેળાઓ પણ ભરાય છે. પાટણમાં મુસલમાનોના પણ ઘણા મેળાઓ ભરાય છે. જ્યાં ઉર્સ, કવ્વાલીના જલસા યોજાય છે. પાટણમાં ટોપલા ઉજાણીઓ પણ થાય છે. આમ પાટણના તમામ વર્ગના લોકો ઉત્સપ્રિય છે. આખું વર્ષ કોઈને કોઈ નિમિત્તે ઉજવણી કરી સંતોષથી આનંદમય જીવન જીવે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૬ ૨૦) પડી પટોળે ભાત ફાટે પણ ફીટ નહિ પ્રા. મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ‘પાટણ” જેમ “સિદ્ધપુર-પાટણ' તરીકે પ્રખ્યાત છે, તેમ પટોળાવાળું પાટણ” એ નામથી પણ સારી રીતે ઓળખાય છે. પાટણના પટોળા સમગ્ર ભારતમાં જ નહિ પણ આખી દુનિયાના તમામ દેશમાં પ્રખ્યાત છે. પાટણના પટોળાનું આકર્ષણ લોકોમાં એટલું બધું રહ્યું છે કે, લોકગીતોમાં પણ પાટણના પટોળાએ અનોખું સ્થાન મેળવ્યું છે. “તમે એકવાર પાટણ જાજે રે મારવાડા, તમે પાટણના પટોળાં લાવજો રે મારવાડા.” મારે હાટુ પાટણથી પટોળાં મોંધા લાવજે, છેલાજી રે ! પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.” આ રીતે ગરવી ગુજરાતણો એ પાટણના પટોળાંને ગીતોમાં ગાઇ તેને અમર બનાવ્યાં છે. પટોળાંએ પાટણનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવવંતું અને ગાતું બનાવ્યું છે અને હકીકતમાં પટોળું છે પણ એવું જ ! પટોળાની ખૂબી એ છે કે તેને અવળા-સળવું પાસું હોતું જ નથી. કારણકે પટોળા છપાતાં નથી. પટોળાના તાણાવાણાના તાર ગ્રાફની માફક એવી રીતે બાંધીને રંગવામાં આવે છે અને પછી એને વણવામાં આવે છે. જેથી બંને બાજુ એક જ સરખી ડીઝાઇન ઉપસે છે. પટોળાનો વણાટ અજોડ અને અમૂલ્ય નમૂનો છે. ઉડીને આંખે વળગે એવી નયનરમ્ય આકર્ષણ ડીઝાઇન અને દાયકાઓ સુધી તેનું ટકાઉપણું આપણા મનને આકર્ષિત કરે છે. “પટોળું” શબ્દ સંસ્કૃત "પટ્ટકુલમ” ઉપરથી અપભ્રંશ થઇ ઉતરી આવેલ છે. પટોળાના કારીગરોને કુમારપાળ દક્ષિણ ભારતમાંથી અણહિલપુર પાટણમાં લાવી વસાવ્યા હોવાનું કહેવાય છે. | ગુજરાતની મહારાણી મીનળદેવી પોતાની સાથે પોતાના પહેરવાના પટોળા વણવા માટે, વસ્ત્રો તૈયાર કરવા માટે કારીગરો સાથે જ લાવી હોવાનું પણ કહેવાય છે. વળી કુમારપાળ રાજા જ્યારે દક્ષિણમાં ગયો ત્યારે પટોળાનો કલા-કસબ જોઇ એટલો બધો મુગ્ધ થઇ ગયો હતો કે ત્યાંથી સાતસોહ કુટુંબો પટોળાવાળાના લાવી આપણા પાટણમાં વસાવ્યા. આવી અનેક કિંવદન્તીઓ છે, જ્યાં આ કુટુંબોનો વસવાટ હતો તે જગ્યા આજે પણ “સાળવીવાડ' તરીકે ઓળખાય છે. સાળવીવાડના સાતસોહ ઘર આજે પણ પાટણમાં બોલાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ૭ પટોળાની પ્રાચીનતા ઘણી જુની ગણાય છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે, ઇ.સ. પૂર્વે ચોથી સદીમાં આપણા અણહિલપુરમાં પંજાબમાં, મુલતાનમાં તથા મલબાર એમ ચાર પ્રદેશોમાં પટોળાં જાણીતા હતા. માનચેસ્ટરની મીલ પણ ન બનાવી શકે તેવું બંને બાજુ એક જ સરખી ડીઝાઇન, અવળું સળવું નહિ એ પટોળાની વિશિષ્ટતા છે. બંને બાજુથી તે પહેરી શકાય તેવું પટોળું હોય છે. વળી પટોળું શુધ્ધ રેશમમાંથી બનેલું હોઈ સાચવણી હોય તો સો વર્ષ સુધી ટકી શકે તેવું હોય છે. પટોળાનું વણાટ કામ ખૂબ જ ભારે જહેમત, લાંબો સમય, ધીરજ, ગણત્રી અને બુદ્ધિ માગી લે છે. વળી તે મોંધુ પણ ઘણું હોય છે. પટોળા વણનારને સાળવી' કહે છે. પટોળાને વણવા માટે શાળ ઉપર ચડાવતાં પહેલાં રેશમને ગરમ પાણીમાં બાફી તેને પાકું સ્વચ્છ અને મુલાય બનાવવામાં આવે છે. પછી તારોને ભેગા કરી વળ ચઢાવવામાં આવે છે. આ આંટામાંથી તાણો-વાણાને ડીઝાઇન મુજબ ગ્રાફ પ્રમાણે બાંધણી થાય છે, પછી રંગાય છે જે ભાગ રંગાય છે, જે ભાગ બંધાયો તેને રંગ લાગતો નથી. બાકીનો ભાગ રંગાય છે. પછી બાંધેલો ભાગ છોડાય છે. આ રીતે નકશી બાંધકામમાં કલ્પના, ગણત્રી, ધીરજ, ચોકસાઈ રાખવી પડે છે. પટોળા ઉપર જે ભાત તૈયાર કરવાની હોય તે મુજબ તાણાવાણાની બાંધણી થાય છે. કારીગરના માનસપટ ઉપર તો ભાત અંકાયેલી હોય જ છે. મિલો, કારખાના અને ફેકટરીઓ સામે આ ઉદ્યોગ ટકી શક્યો નથી. પરિણામે આજે આપણા પાટણમાં ચાર-પાંચ કુટુંબો જ આ વ્યવસાય કરે છે. તે પણ કળા જાળવી રાખવા ખાતર જ! આજે એક સારા પટોળાની કિંમત લાખ થી સવાલાખ રૂપિયા જેટલી થાય છે. છતાં ધનિક વર્ગ લગ્ન માટે તેમજ શુભ પ્રસંગે ખર્ચે છે. હવે તો દેશ વિદેશમાં પણ પટોળાની માંગ વધી છે. પટોળાની ભાતો (ડીઝાઇનો) માં ખાસ કરીને હાથી, ફૂલ, રત્નચોક, પાનચોકડી, રાસ, વાઘકુંજર વગેરે બધી ભાતો જાણીતી છે. રાજા રજવાડાના વખતમાં મહારાજાઓ પણ પટોળા ખરીદતા હતા. સાળવીભાઇઓનું કહેવું છે કે, હવે તો પાકા કેમીકલ્સના કલરો પ્રાપ્ય છે, પણ જ્યારે આવા કલરો (રંગો) નહોતા ત્યારે હરડાં, બેડાં, આંબળા, કાથો, ઝાડની છાલ જેવા વેજીટેબલ કલરો બનાવવામાં આવતા હતા અને તેમ છતાંય કલર પાકો જ રહેતો હતો. લાલ, કીરમજી, લીલો, પીળો વગેરે કલર ખાસ વપરાય છે. આજે પાટણમાં કેટલાક બ્રહ્મક્ષત્રિય ભાઈઓ માત્ર લોખંડના કાટમાંથી પાકો કાળો રંગ બનાવવાની કળા જાણે છે. પાટણના જાણીતા પટોળાના કારીગરોને ગૌરવવંતા રાષ્ટ્રીય પુરસ્કારો રાષ્ટ્રપતિશ્રી તથા વડાપ્રધાનશ્રી દ્વારા એવોર્ડ મળેલા છે. તેમજ તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ મેળામાં પટોળા પ્રદર્શિત કર્યા છે. પાટણનું ગૌરવ વધાર્યું છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યુગે યુગે પાટણની પ્રભુતા | તેમના કુટુંબના તમામ સભ્યો ખૂબ જ પ્રેમાળ છે. તેઓ ગમે તેવા કામમાં રોકાયેલા હોવા છતાં પણ બહારગામથી જોવા આવનારને ઝીણામાં ઝીણી વિગતની માહિતી સમજાવી પટોળા બતાવે છે. તેઓ જાણે છે કે, આમાંથી કોઇ ખરીદનાર નથી છતાંય આપણા પાટણનું ગૌરવ વધારવા સમય ફાળવીને પણ પોતાના પટોળા પ્રેમથી બતાવે છે. પણ 6 6 16 (1) SE STATUS 22 GO TOPGO'S CS. આ - છે. 0 Sિ & ૯ 0 શુધ્ધ રેશમમાંથી બનાવેલ હાથવણાટનું વિશ્વવિખ્યાત પાટણનું પટોળુ Page #82 -------------------------------------------------------------------------- ________________ * યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧ ધન્ય ધરા પાટણની ૫૯ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતી સાહિત્યના સમ્રાટ સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનસીએ ‘પાટણની પ્રભુતા', ‘રાજાધિરાજ’ અને ‘ગુજરાતનો નાથ' જેવી મહાન ઐતિહાસિક નવલકથાઓ લખી પાટણ ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે. પાટણને અમર કર્યું છે. ચાવડા, સોલંકી અને વાઘેલા વંશની રાજધાની પાટણને ગુજરાતમાં તેમ જ ભારતના ઇતિહાસમાં જીવંત બનાવવામાં આ નવલકથાઓનો ઘણો મોટો ફાળો છે. રાજાઓની વંશાવળી અને માત્ર રાજકીય બનાવોની નોંધ દર્શાવતો ઇતિહાસ વાંચવો સામાન્ય માનવીને ગમતો નથી. જયારે સચ્ચાઇના પાયા ઉપર થોડાક કલ્પનાઓના રંગથી આલેખાયેલ ઉપરોકત નવલકથાઓમાં આપણું પાટણ જીવતું જાગતું અને ધબકતું લાગે છે. વાચકોને વાંચવું ગમે છે. શ્રુત પરંપરા પ્રમાણે અણહિલપુર પાટણની સ્થાપના ચાવડાવંશના મૂળપુરૂષ વનરાજે વિક્રમ સંવત ૮૦૨ યાને ઇન્સ. ૭૪૬માં કરી હતી. જૈન સાહિત્યની દંતકથા મુજબ અગાઉ ‘લખ્ખારામ’ નામનું શહેર સરસ્વતીના કાંઠે હતું આ જગ્યાએ પાટણની સ્થાપના કરવામાં આવી હતી. ચાવડાઓએ મજબૂત રીતે નાખેલા પાયા ઉપર તેમાં સૈકાના અંત સુધી સોલંકીઓના વખતમાં પાટણની જાહોજલાલી સોળે કળાએ ખીલી ઉઠી હતી. આજથી સેંકડો વર્ષ અગાઉ નાશ પામેલ પાટણ કેવું હતું તેનું કલ્પના ચિત્ર દોરવા માટે ઉપરની નવલકથાઓ ખૂબ જ ભાથું પુરૂં પાડે છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક વિશ્વસનીય અને આધારભૂત લખાણો છે. જેના આધારે આપણા પ્રાચીન પાટણનો ભવ્ય ભૂતકાળ જાણી શકાય તેમ છે. કર્નલ ટોડ લખે છે કે, અણહિલપુરનો ધેરાવો ૧૨ કોસમાં છે. (એક કોસ બરાબર ત્રણ માઇલ થાય એટલે કે પ્રાચીન પાટણનો ઘેરાવો ૩૬ માઇલ હતો.) આ શહેરમાં ૮૪ ચોક અને ૫૨ બજારો છે. સોના અને રૂપાના સિક્કા પાડવાની ટંકશાળો છે. (વડોદરા રાજ્યના વખતથી આજદિન સુધી ચાલતા ખોદકામ દરમ્યાન પથ્થરો સિવાય કાંઇ જ મળી આવ્યાનું જાણમાં નથી.) શહેરમાં દરેક જ્ઞાતિજનોના જુદા જુદા મહોલ્લા છે. (જે પરંપરા આજે પણ મહદ્ અંશે જળવાઇ રહી છે. દા.ત. નાગરવાડો, ભીલવાસ, વાઘરીવાસ, લીંબજમાતાનો પાડો, કુંભારવાસ વગેરે.) કર્નલ ટૉડ આગળ લખે છે કે, હાથીદાંત, રેશમ, હીરા-મોતી વગેરે દરેક ચીજનું જુદું જ બજાર છે. એક શરાફોનું બજાર છે. એક તલનું બજાર, એક અત્તરોનું બજાર છે. એક વૈદોનું બજાર છે. ખારવાઓના, ભાટોના અને ચારણોના જુદા મહોલ્લા છે. આ શહેરમાં અઢારે વર્ણના (કોમના) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ યુગે યુગે પાટણની પ્રભુતા લોકો વસે છે. રાજમહેલ, શસ્ત્રાગાર, હસ્તગાર, અાગાર, રથાલય વગેરે છે. રાજ્યના વહીવટ ખાતાના મકાનોથી એનો દેખાવ એક જુદા નગર જેવો લાગે છે. (ગાંધીનગર જેવું હશે ?) આ શહેરમાં બધી દુનિયાનો વેપાર ચાલે છે. દરરોજ એક લાખ ટંકા (રૂપિયા) જેટલી કરની આવક થાય છે. તમે પાણી માંગો તો દૂધ આપે છે. અહીં ઘણાં જૈન દેરાસરો છે. તળાવના કાંઠા ઉપર સહસલિંગ મહાદેવ છે. ચંપક, પુન્નાગ (નાગકેશર), તાલ, જાંબુ, ચંદન, આંબા વગેરે વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત બગીચાઓ છે. અમૃત જેવા જળનાં ઝરણાં છે. લોકો હરવા-ફરવા જાય છે. બ્રાહ્મણો વેદ વિશે ચર્ચા કરે છે, તથા શિષ્યોને વેદ ભણાવે છે. અહીં પણ જૈન યતિઓ નિવાસ કરે છે. પોતાનું વચન પાળનાર તથા વહેપારમાં કુશળ ઘણા વહેપારીઓ છે. વ્યાકરણની ઘણી પાઠશાળાઓ છે. અણહિલપુર “નરસમુદ્ર” છે. સમુદ્રનું પાણી માપી શકાય તો અણહિલવાડની વસ્તી ગણતરી કરી શકાય. લશ્કર પણ અસંખ્ય છે. ઘંટાધારી હાથીઓનો પાર નથી. કર્નલ ટૉડ પાટણનું આ . વર્ણન કોઇક પ્રબંધમાંથી ઉતારેલું જણાવ્યું છે. આ ઉપરાંત પાટણની પ્રભુતા દર્શાવતું વર્ણન કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ કર્યું છે. તેઓ લખે છે કે, “શૌર્યમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં આ નગર (પાટણ) ના લોકો અગ્રેસર છે.” આચાર્યશ્રી આગળ જણાવે છે કે, “ભૂમિના સ્વતિક સમાન ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.”. વિક્રમ સંવત ૯૯૭ માં મૂળરાજ સોલંકીના રાજ્યારોહણથી માંડી વિક્રમ સંવત ૧૨૨૯ માં કુમારપાળના અવસાન સુધીના લગભગ ૨૨૫ વર્ષના ગાળામાં પાટણનો સર્વાગી વિકાસ થયો હતો. રાજકીય દ્રષ્ટિએ એ સમયે ગુજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કાંકણથી ઉત્તરે દિલ્હી સુધી અને પૂર્વે ગૌડથી સિંધ સુધી વિસ્તરેલું હતું. આવા મહાન સામ્રાજયનું પાટણ તત્કાલિન ભારતવર્ષનું આર્થિક અને વ્યાપારી દ્રષ્ટિએ સમૃદ્ધતમ પાટનગર હતું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ પાટણ ભારતનું એક વિદ્યાપીઠ હતું. આવા મહાન નગરને મૂર્તિભંજક મહંમદ ગઝનીએ ઇ.સ. ૧૦૨૫માં લૂટયું, બાળ્યું અને ભસ્મિભૂત કર્યું. મુસલમાન સુબાઓએ મંદિરો તોડી મજીદો બનાવી. પાટણનો આરસ ગાડા ભરી ભરી બહાર લઈ ગયા. છેલ્લા કેટલાક વર્ષોથી કોન્ટ્રાકટરો ટ્રકો ભરી ભરીને અનાવાડા, વડલી, જૂની કાળકા, નવી કાળકા પાસેના કોટને/કિલ્લાને તોડી, ભૂમિ ખોદી ઇંટો-રોડા લઇ જાય છે. આ “પાટણની પ્રભુતા' નાશ પામી. દટણ થયેલા પટ્ટણને જોઇ આંખમાં આંસુ સાથે શ્રી નરસિંહરાવ દિવેટીયાએ ગાયું કે, “પાટણ ! પુરી પુરાણ ! હાલ તુજ હાલ જ આવા !” Page #84 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૨૨) પ્રાચીન સાહિત્યમાં પાઢણ દર્શન પ્રા. મુકુનદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પ્રાડશૌર્યવૃતી પ્રાશાસે પાડશમે પ્રાલ્સમાધિષા . પ્રાસત્યે પ્રાડડદર્શન્યાં પ્રાડડડયામિતોદજન છે અર્થાતું “આ નગર (પાટણ) ના લોકો શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રોમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં અગ્રેસર છે.” જે નગરના પ્રજાજનો માટે કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ યુગપુરૂષે આવાં વખાણ કર્યા હોય એ નગર (પાટણ) નો ઇતિહાસ જાણવવાનું કોને મન ન થાય ? પાટણના નગરજનોનો પરિચય આપ્યા પછી આ બીજી ગાથામાં પૂજ્ય આચાર્યશ્રી પાટણ નગર વિશે લખતા જણાવે છે કે - અસ્તિ સ્વસ્તિકવં ભૂમધમાગાર નયાસ્પદમ્ પુર કિયા સદાશ્લિષ્ટ નામનાણહિલપાટકમ્ . શ્લોકનો અર્થ : “ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત આ અણહિલ પાટણ નામનું નગર છે.” કોઇપણ પટ્ટણીને પોતાના નગર વિશે વાંચતા આનંદ અને ગૌરવ ઉપજે એવો પાટણ નગર વિશેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આ મહામાનવે અત્રે આપ્યો છે. - શ્રી હેમચંદ્રાચાર્યજી તો સોલંકીવંશના સમર્થ સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ અને પરમાહત કુમારપાળ મહારાજા એમ બે સુપ્રસિદ્ધ સમ્રાટોના વખતમાં થઇ ગયા. એટલે એમના ઉદ્ગારો ખૂબ જ આધારભૂત ગણાય. પ્રાચીન સાહિત્યમાં પાટણનું જે દર્શન કરાવવામાં આવ્યું છે એ જોઇએ. “અહીં (પાટણમાં) સ્વર્ગલોક જેવાં જૈન ચૈત્યો, જિનાલયો, પ્રાસાદો છે આ નગરનાં દાન, માન, કલા-કૌશલ્ય. ધર્મ, વિદ્યા, કલા વગેરે જોઈને દેવો પણ અત્રે નિવાસ કરવા ઇચ્છે છે.” (કુમારપાળ ચરિત્ર) “આ નગરમાં વનરાજ નામે દેવરાજા થઈ ગયો. તેણે પંચાસર પાર્શ્વનાથનું નવીન જિનાલય Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ યુગે યુગે પાટણની પ્રભુતા બંધાવ્યું હતું. આ નગરની પાસે ઉંચો કીર્તિસ્તંભ છે, જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરે છે.” | (સુકૃત સંકીર્તન) “અણહિલપુર પાટણ ઇન્દ્રપુરી જેવું નગર છે, જ્યાં શ્રી (લક્ષ્મી) અને સરસ્વતી વિદ્યા) સાથે રહેવાના રસલોભથી કલહ કરતી નથી. અર્થાત્ શ્રી અને સરસ્વતી સાથે નિવાસ કરે છે.” | (વસંતવિલાસ) અણહિલપુર પાટણ ધર્મનું નિવાસસ્થાન અને લક્ષ્મીથી ભરપુર સમૃદ્ધ નગર છે, જ્યાં સેંકડો દૈત્યો, વિદ્યા, કલા માટે શાળાઓ છે.” “આ નગરની આસપાસ ઉત્તમ પ્રકારના બગીચાઓ છે. નગરની નજીક વહેતી સરસ્વતી નદી પોતાના પુનિતામૃત વડે નગરજનોને પવિત્ર બનાવે છે. નગરમાં મોટાં મોટાં મહાલયો, પ્રાસાદો, મંદિરો, દેવવિમાનો છે.” “આ નગરના મહાલયોના ગવાક્ષો અને આગાશીઓ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. નગરની સ્ત્રીઓ જ્યારે અગાશીઓમાં ઉભી હોય ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે.” (કવિએ કેવું રસિક વર્ણન કર્યું છે !) “આ નગરમાં અનેક કોટયાધિપતિઓ છે, જેના મહેલો પુરંદરની શોભાને પણ ઢાંકી દે છે.” (શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ઉદ્દયાશ્રય” મહાકાવ્ય સર્ગ-૧) “આ નગરમાં અનેક દેવમંદિરો છે. જેની ધંટડીરૂપી મુખ વડે અને ધ્વજારૂપી હાથ વડે રાજ્યનાં યશોગાન ગાઇ રહ્યા છે. નગરના કોટને ફરતી ખાઇ છે. જે પાણીથી ભરેલી છે. જેથી નગરનું રક્ષણ સારું થાય છે.” (શ્રી બાલચંદ્રસૂરિ) (અણહિલપુર પાટણને ફરતો કોટ હોવો જોઇએ જે અત્યારે મળતો નથી.) શોભા અને કલ્યાણના નિવાસરૂપ અણહિલપુર નગર શોભી રહ્યું છે, તેની આસપાસ ફરતો કોટ છે, જેથી નગરે ગળામાં હાર પહેર્યો હોય એમ લાગે છે.” (કવિશ્રી સોમેશ્વર) (કોટ કિલ્લા માટે એક વધુ પૂરાવો.) શહેર (પાટણ) ની શોભા એટલી બધી સરસ છે કે, જેને જોઇને લંકા શંકા કરે છે, ચંપા કંપે છે, મિથિલા શિથિલ બની ગઇ છે. ધારાનગરી નિરાધાર બની ગઇ છે, મથુરા મંદ થઇ ગઇ છે.” (કૌર્તિકૌમુદી મહાકાવ્ય) “નગરમાં હિમાલય જેવાં ઊંચા અને સફેદ દેવાલયો છે. નગરની પાસે સહસલિંગ સરોવર છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૩ યુગે યુગે પાટણની પ્રભુતા તેના કરતાં શિવમંદિરો તથા વિષ્ણુમંદિરો છે. ત્યાં વેદશાળાઓ, પાઠશાળાઓ, યજ્ઞશાળાઓ છે.” (સરસ્વતી પુરણ) “સિદ્ધહેમ એ ગ્રંથ માત્ર વ્યાકરણ નથી, પણ ગુજરાતનું જીવન ઝરણું નિસારતી કૃપાશ્રયી ગંગોત્રી' છે.” “પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધાર બિંદુ માન્યું છે.” (શ્રી ક. મા. મુનશી) “પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે.”(કવિશ્રી નાનાલાલ દલપતરામ) “વ્યસાર, પારસમણિ, ઉર્વિસાર ગુજરાત” (કવિ શંકર બારોટ) અર્થાત્ ચીજવસ્તુઓમાં પારસમણિ ઉત્તમ છે, એમ ધરતી પર ગુજરાત શ્રેષ્ઠ છે. " (કવિ શંકર બારોટ) “અણહિલપુરનો ઘેરાવો બાર (૧૨) કોસ (એક કોસ બરાબર ત્રણ માઇલ થાય) હતો. અર્થાત્ પ્રાચીન પાટણનો ઘેરાવો છત્રીસ (૩૬) માઇલ હતો. આ શહેરમાં ૮૪ ચોક અને ૮૪ ચૌટા હતા. સોનારૂપાના સિક્કા પાડવાની ટંકશાળો હતી. (કર્નલોડ) “અણહિલપુર પાટણ એટલે નરસમુદ્ર' - “હનુમાન લંકા કૂદતાં થાક્યા નહિ, પરંતુ જો તેઓ પાટણ આવે તો પાટણ કૂદતાં થાકી જાય” અણહિલપુર કુબેરની અલકાપુરી અને ઇન્દ્રની અમરાપુરી જેવું છે.” અહીં (પાટણમાં) બાવન બજાર અને ચોર્યાસી ચૌટા હતા. દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉઘરાવવામાં આવતાં. અણહિલપુરમાં ૧૮૦૦ કોટ્યાધીશો હતા. ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું?” “પાટણ હિન્દુઓનું કાશી, જૈન ધર્મનું પિયર અને મુસલમાનોનું બીજુ મક્કા હતું. (અર્થાત્ બધા જ ધર્મના દેવસ્થાનો હતાં. કોઈને યાત્રા કરાવા બહાર જવું જ ન પડે એવી વ્યવસ્થા હતી.)” “આ નગરનાં ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વોનો માર્ગ રોકે છે. આ નગર પૃથ્વી પર ધર્મપાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃદ્ધિ વધારનાર મહાક્ષેત્ર છે.” (કવિ શ્રીપાલ) આ ચૈત્યમાં (કુમારવિહારમાં) શ્રાવકો પુણ્યની ઇચ્છાથી, રોગીઓ રોગ દૂર કરવા, કારીગરો શિલ્પ જોવા, રસિકો સંગીતની શ્રધ્ધાથી એમ જુદા-જુદા આશયથી માણસો મુલાકાતે આવે છે.” (શ્રી રામચંદ્રસૂરિ રચિત કુમારવિહારશતક) Page #87 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રાચીન સાહિત્યમાં પાટણની પ્રભુતા પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય અણહિલપુરની અસ્મિતા વર્ણવતા પહેલાં તેના રાજવંશોની થોડીક ચર્ચા કરવી આવશ્યક છે. પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડાએ કરી હતી. પાટણની સ્થાપનાના દિવસ માટે વિદ્વાનોનો અલગ અલગ મત છે, પણ તેની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ અર્થાત ઇ.સ. ૭૪૬ માં થઇ હતી. આ વર્ષ માટે બધાજ સર્વસંમત છે. ધર્મારણ્ય” નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના અષાઢ સુદ-૩ ને શનિવારે થઇ હતી, જ્યારે હાલના પાટણના હિંગળાચાચરમાં આવેલ ગણપતિની પોળમાં આવેલ ગણપતિના મંદિરમાં સ્થાપેલ ગણપતિની મૂર્તિ નીચે તેમજ શિવ-પાર્વતીની આરસની મૂર્તિ નીચેના શિલાલેખ મુજબ પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના વૈશાખ સુદ-૨ ને સોમવાર થઈ હોવાનું જણાવે છે. પાટણની જનતા પાટણને શનિશ્ચર ગામ' કહે છે, એટલે શનિવારવાળો દિવસ વધુ સંભવિત છે. (૧) ચાવડા વંશ: ચાવડા વંશમાં (૧) વનરાજ (૨) યોગરાજ (૩) ક્ષેમરાજ (૪) ભૂવડ (૫) વૈરસિંહ (૬) રત્નદિત્ય અને (૭) સામંતસિંહ એમ સાત રાજવીઓએ લગભગ બસો (૧૦૦) વર્ષ ચાવડાઓએ રાજ્ય કર્યું. ચાવડા વંશ વિક્રમ સંવત ૮૦૨ થી સં. ૯૯૮ સુધી ચાલ્યો. (૨) સોલંકી વંશ : ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને મારી વિક્રમ સંવત ૯૯૮ માં મૂળરાજ સોલંકીએ પાટણની ગાદી કબજે કરી. સામંતસિંહ ઘણો જ નબળો, વહેમી અને વ્યસની રાજવી હતો. મૂળરાજ તેનો ભાણેજ થાય. મૂળરાજનું વારંવાર અપમાન કરવાથી ભાણેજ મૂળરાજે મામા સામંતસિંહ મારી પાટણની ગાદી કબજે કરી અને સોલંકી વંશની સ્થાપના કરી. સોલંકી વંશે ત્રણસો બે (૩૦૨) વર્ષ સુધી અણહિલપુરની ગાદી પર રાજ્ય કર્યું. વિ.સં. ૯૯૮ થી વિ.સં.૧૩૦ સુધી એમ ૩૦૨ વર્ષ સોલંકી વંશ ચાલ્યો. (ઈ.સ. ૯૪૨ થી ઇ.સ. ૧૨૪૪) Page #88 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સુવર્ણ યુગઃ ત્રણસો વર્ષના શાસનકાળમાં સોલંકી રાજવીઓએ પાટણને ખૂબ જ સમૃદ્ધ અને સુશોભિત કર્યું. પાટણના રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. પાટણના પ્રાચીન ઇતિહાસમાં સોલંકીયુગને સુવર્ણયુગ” કહેવામાં આવે છે. આ યુગમાં પાટણનો સર્વાગી વિકાસ થયો. પાટણની સમૃદ્ધિ અઢળક વધી. સોલંકી વંશમાં નીચે મુજબના રાજવીઓ થઈ ગયા. (૧) મૂળરાજ (પહેલો) (૨) ચામુંડરાજ (૩) વલ્લભરાજ (૪) દુર્લભરાજ (૫) ભીમદેવ (પહેલા) (૬) કદવ (૭) સિદ્ધરાજ જયસિંહ (૮) કુમારપાળ (૯) અજયપાળ (૧૦) મૂળરાજ (બીજો) (૧૧) ભીમદેવ (બીજો) (૧૨) ત્રિભોવનપાળ સોલંકીયુગને સુવર્ણયુગ કહેવા પાછળ સબળ કારણો છે. પાટણ નગર ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, ન્યાયનું નિવાસસ્થાન, લક્ષ્મી વડે સદા આલિંગિત એવું આ અણહિલપાટણ નગર છે. આ યુગમાં અણહિલપુર પાટણમાં સ્થાપત્યકળા સોળે કળાએ ખીલી ઉઠી. વિઘા સર્વાગી રીતે મહોરી ઉઠી. આ કાળના (૧) સ્થાપત્યો (૨) રાજવીઓ (૩) સારસ્વતો (૪) મંત્રીશ્વરો (૫) સામ્રાજ્ઞિ (૬) નગરજનો (૭) શુરવીરો અને (૮) અરે ચૌલાદેવી જેવી વારાંગનાઓ એમ બધું જ મહાન હતું. સોલંકી વંશના રાજવીઓ શુરવીર હતા. એ વખતમાં પાટણ' એટલે ગુજરાત” ગણાતું હતું અને એ સમયનું ગુજરાત પશ્ચિમ ભારત ગણાતું હતું. પાટણનો કુકુટધ્વજ સિંધ, રાજસ્થાન માળવાથી માંડી દક્ષિણમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી લહેરાતો. આવી હતી પાટણની આ પ્રભુતા ! પાટણની અસ્મિતા! મૂળરાજ (પહેલો) ભીમદેવ, સિદ્ધરાજ, કુમારપાળ જેવા શૂરવીર, બહાદુર અને સમર્થ રાજવીઓ થઇ ગયા. સોલંકી વંશની યશોગાથા કહે છે કે, સિદ્ધરાજની (૧) મહાયાત્રા (૨) મહાલય (૩) મહાસ્થાન અને (૪) મહાન સરોવર એમ સિદ્ધરાજનું બધું જ મહાન હતું. પટ્ટણીઓ કદી અપમાન સહન કરતા નહિ. “શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં આ નગર (પાટણ) ના લોકો અગ્રેસર છે.” શાસ્ત્રથી અગર યુદ્ધથી જ પ્રશ્નનું નિરાકરણ લાવતા પાટણના નગરજનો હતા. “અણહિલપુર પાટણમાં ૧૮૦૦ કોટયાધીશો અથત કરોડપતિઓ રહેતા હતા, ત્યારે Page #89 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા લખપતિઓનું તો પૂછવું જ શું?” “પાટણમાં બાવન બજાર અને ચોર્યાસી ચૌટા હતા. દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉધરાવવામાં આવતાં.” “પાટણ નરસમુદ્ર જેવું હતું.” (વસતિ ધણી હતી.) “આ નગર વિદ્યા અને કલાનું કેન્દ્ર છે. આ નગરનો ઇન્દ્રપુરી જેવો વૈભવ છે.” “જ્યારે નગરજનોની સ્ત્રીઓ આગાશીઓમાં ઉભી હોય છે ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે.” “અહીં નિવાસ કરવાના રસ લોભથી કમલા (લક્ષ્મી), શારદા (સરસ્વતી) સાથે કલહ કરતી નથી.” અર્થાત્ શ્રી અને સરસ્વતી બંને સાથે અહીં નિવાસ કરે છે, જે ભાગ્યે જ બને ! “પાટણ નગરની શોભા એટલી બધી સુંદર છે કે જેને જોઇને સોનાની લંકા પણ શંકા કરે છે. મિથિલા શિથિલ થઇ ગઇ, ધારાનગર નિરાધાર થઈ ગયું છે.” આવા તો અદ્ભુત વર્ણનો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. સોલંકી કાળના રાણકીવાવ, સહસ્ત્રલિંગ સરોવર, મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રૂદ્રમાળ, દેલવાડાનાં સંગેમરમરનાં દેરાસરો, વિરમગામનું મુનસર સરોવર, સોમનાથનું શિવાલય, પાલીતાણા અને ગિરનાર પરનાં જિનાલયો, સેંકડો વાવો, કૂવાઓ, સરોવરો વગેરે સ્થાપત્યો જોઈ કોઇપણ મુલાકાતી બોલી ઉઠે “ગીત ગાય પથ્થરોને !” સોલંકી કાળના મંત્રીઓ મુંજાલ, જંબક, ચંડશમાં, દામોદર મહેતા, ઉદય, વાલ્મટ, આમ્રભટ, આંબડ, સજ્જન, વસ્તુપાળ, કેશવ, યશોધવલ દરેકે અણહિલપુરને સંવર્ધિત કર્યું છે. મીનળદેવી, અનુપમાદેવી, ઉદયમતી જેવી મહાન રાજનીતિજ્ઞ અને નાઇકાદેવી જેવી રણદુર્ગાઓએ પાટણને મહાન બનાવ્યું છે. પાટણની મહિલા શક્તિ અજોડ ગણાય ! ધન્ય છે એ માતૃશક્તિ ! ગુર્જર સમ્રાટોની રાજ્યસભા વિદ્વાનોથી શોભતી હતી. શ્રીપાળ, સોમેશ્વર, દીર્વાચાર્ય, ગોવિંદાચાર્ય, સુરાચાર્ય, મુનિચંદ્ર, દેવચંદ્રસૂરિ, શિલાકણચંદ્રસૂરિ, અભયદેવસૂરિ અને કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા વિઘા પુરૂષોએ અને વિદ્વાનોએ અણહિલપુર નગરીને સાચા અર્થમાં વિદ્યાવિભૂષિત કરી હતી. આમ અણહિલપુર પાટણ હરેક ક્ષેત્રે સંપૂર્ણ વિકસીત હતું. બધાજ ક્ષેત્રે ઉન્નતિની ટોચે બિરાજેલું નગર હતું. રાજકીય, સામાજીક, આર્થિક, વિદ્યાકીય, કલાકારીગરી, સંસ્કાર, શુરવીરતા, વગેરે ક્ષેત્રોમાં પાટણ અગ્રેસર હતું. Page #90 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૩) વલ્લભરાજ માત્ર ૬ મા ગાદી પર રહ્યો. સોલંકી યાને ચૌલુક્ય વંશ ઇ.સ. ૯૪૨ થી ઇ.સ. ૧૨૪૪વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૦૦ (રાજ્યકાળ ૩૦૨ વર્ષ) (૧) મૂળરાજ ૧ લો (૨) ચામુંડરાજ (૮) કુમારપાલ (અપુત્ર મરણ પામ્યો) (૧૦) મૂળરાજ ૨જો (૪) દુર્લભરાજ ક્ષેમરાજ ઊર્ફે હપિપાળ દેવપ્રસાદ ત્રિભુવનપાલ મહીપાલ (૯) અજયપાલ નાગરાજ 1 (૫) ભીમદેવ ૧ લો (૬) કર્ણદેવ ૧ લો (૭) સિધ્ધરાજ જયસિંહ (અપુત્ર મરણ પામ્યો) કીર્તિપાલ (૧૦) ભીમદેવ ૨ જો (૧૨) ત્રિભુવનપાલ ૬૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સોલંકી કાળની બે મહાન ધ૮નાઓ પ્રા. મુકદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય સોલંકી વંશમાં બનેલી બે મહાન ધટનાઓને દુનિયાના ઇતિહાસમાં જોઇએ એટલી પ્રસિદ્ધિ આપવામાં આવી નથી. સમગ્ર વિશ્વ પણ આ બે મહાન ઘટનાઓથી અજાણ છે. (૧) સિદ્ધરાજની સાહિત્ય સન્માનયાત્રા : શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણ ગ્રંથને મહારાજા સિદ્ધરાજે પોતાના માનીતા હાથી શ્રીકરણ પર સોનાની અંબાડીમાં પધરાવી પાટણના રાજમાર્ગો પર ગ્રંથનું, બહુમાન કરવા શોભાયાત્રા કાઢી હતી. વિશ્વના ઈતિહાસમાં આ રીતે એક રાજવીએ વિદ્યાનું અને વિદ્યાધરોનું સન્માન કર્યું હોય એવું બન્યું નથી. સિદ્ધરાજ પોતે પગે ચાલી આ શોભાયાત્રામાં શ્રી હેમચંદ્રાચાર્યની સાથે જોડાયા હતા. ધન્ય છે આ મહાન સોલંકી સમ્રાટ સિદ્ધરાજને ! (૨) સોલંકી રાજવીઓનો ગાદી ત્યાગ: . પાટણની ધરણી પર એવી એક અદ્ભુત ધટના બની છે કે, ઇતિહાસમાં તે સુવર્ણાક્ષરે અંકાયેલ છે. સોલંકી વંશના બાર સમ્રાટોએ મોક્ષ પામવા માટે સ્વેચ્છાએ રાજપાટ અને વૈભવ છોડી સંન્યસ્ત સ્વીકારી વનવાસને વહાલો કર્યો છે. આ છ રાજવીઓ મુગટધારી' માંથી કંથાધારી બન્યા છે. (૧) મૂળરાજ (પહેલા) (૨) ચામુંડરાજ (૩) દુર્લભરાજ (૪) ભીમદેવ પહેલો (૫) ક્ષેમરાજ અને (૬) કદિવ (સિદ્ધરાજના પિતા) આ મહાન રાજાઓ વંદનીય છે. વાઘેલા વંશ: સિદ્ધરાજને સંતાન ન હતું. છેલ્લા રાજા ત્રિભુવનપાળ પછી પાટણની ગાદી વાધેલા વંશમાં ગઈ. વાઘેલા વંશે માત્ર ૫૬ વર્ષ વિક્રમ સંવત ૧૩૦ થી ૧૩૫૬ સુધી રાજ્ય કર્યું. વાઘેલા વંશમાં (૧) વિશલદેવ (૨) અર્જુનદેવ (૩) રામદેવ (૪) સારંગદેવ અને છેલ્લો રાજા (૫) કદિવ બીજો જે કરણઘેલાના નામથી ઇતિહાસમાં જાણીતો છે. દેશદ્રોહી માધવે અલ્લાઉદ્દીન ખીલજીને પાટણ ઉપર ચઢાઈ કરવા પ્રેર્યો. પાટણનું પતન થયું. કરણ વાઘેલો હાર્યો પાટણમાં મુસલમાનોનું આધિપત્ય સ્થપાયું. આમ સાડા પાંચસો વર્ષ સુધી પાટણ હિન્દુ સામ્રાજ્યનું રાજધાનીનું નગર રહ્યું હતું વિ.સં. ૧૩૫૬ થી પાટણમાં મુસ્લિમ સુબાઓ રાજ્ય કરવા લાગ્યા. આમ પાટણે સાડા પાંચસો વર્ષ સુધી હિન્દુ રાષ્ટ્રની રાજધાનીનું ગૌરવભર્યું સ્થાન ભોગવ્યું. પાટણ ભાંગી અમદાવાદ વસ્યુ. પાટણ ગાયકવાડી સત્તામાં રહ્યું. સને ૧૯૪૭ ની ૧૫ ઓગસ્ટે ભારતને આઝાદી મળતાં તેનું વિલિનીકરણ થતાં આઝાદ ભારતમાં જોડાયું. આજનું નવું પાટણ જિલ્લાનું વડુ મથક છે Page #92 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫ કયાં ગયા પ્રાચીન પાટણના પ્રાસાદો ? પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય જિનપ્રભસૂરિ કહે છે કે, વિકમ સંવત ૮૦૨ માં લકખારામ નામના સ્થાન ઉપર અણહિલ ગોવળે નિર્દિષ્ટ કરેલા પ્રદેશ ઉપર વનરાજે પાટણ નિવેશિત કર્યું. અણહિલપુર ધીમે ધીમે વિકાસ પામ્યું. ચાવડા વંશ :- . ભરવાડ સાખડના સુપુત્ર અણહિલ ભરવાડે સુલક્ષણ પૃથ્વી બતાવી, જ્યાં વનરાજે નગર વસાવ્યું. (કઈ જગ્યાએ કૂવો ખોદવાથી મીઠું પાણી મળશે એના જાણકારો આજે પણ મોજુદ છે.) વનરાજે રાજ્યાભિષેક કરાવ્યો અને ધવલગૃહ” બંધાવ્યું. આ ધવલગૃહ યાને રાજમહેલ કયાં હતો તેની કોઇ નિશાની મળતી નથી. આ મહાન ધવલગૃહમાં વનરાજે કંટકેશ્વરીદેવી નું મંદિર પણ બનાવેલું. વનરાજના પુત્ર યોગરાજે ભટ્ટારિકા શ્રી યોગીરીનું મંદિર બંધાવ્યું. આહવે આગડેશ્વરપ્રાસાદ અને કેટકેશ્વરી પ્રાસાદ બંધાવ્યા. રાજા ભૂવડે ભૂવડેશ્વર પ્રાસાદ બંધાવ્યો. આ રાજાએ પાટણને ફરતો કોટ પણ કરાવ્યો. અહીંયાં આહડદેવનું પણ ચૈત્ય હતું. આ રીતે ચાવડા વંશના રાજવીઓએ પાટણમાં ધવલગૃહો, પ્રાસાદો તથા માતાના મંદિરો બંધાવ્યા. વળી વનરાજે પંચાસર પાર્શ્વનાથ નામનું મહાન જૈન દેરાસર બંધાવ્યું. સોલંકી વંશ: સોલંકીઓએ પાટણને અતિ સમૃદ્ધ અને સુશોભિત કર્યું. સૌ પ્રથમ મૂળરાજ સોલંકીએ પાટણમાં મૂળરાજવાહિકા અને મુંજાલદેવ પ્રાસાદ નામના શૈવ મંદિરો બંધાવ્યા. આ મૂળરાજ સોલંકીના સમયમાં ધરતીના પાણી ખારા ઉસ જેવા થઈ ગયા તે મીટાવવા માટે મૂળરાજે ભવ્ય અને કલાના નમૂનારૂપ એવો ત્રિપુરૂષપ્રાસાદ બાંધ્યો હતો. આવા બેનમૂન અને જેની સાથે નામો જોડાયેલા છે એ મહાલયો, પ્રાસાદો ક્યાં લુપ્ત થઈ ગયા ? - ચામુંડ નામના રાજવીએ પ્રાચીન પાટણમાં ચંદ્રનાથદેવ અને ચારિણેશ્વરદેવ નામના બે ભવ્ય શિખરબંધ શિવાલયો બાંધ્યા હતા જેના કોઇ નામનિશાન ડતા નથી. મૂળરાજ સોલંકીના પૌત્ર દુર્લભરાજે ધવલગૃહને સપ્તભૂમિક સાત માળનો આલીશાન રાજમહેલમાં ફેરવ્યો હતો. હાલના આપણા નવા પાટણમાં પણ કોઇ એન્જનીયર કે શેઠીયાએ સાત માળનું મકાન બાંધ્યું નથી ! આ બહુમાળી મકાનમાં તેની સાથે જ વ્યાકરણશાળા, હસ્તિશાળા અને ઘટિકાગૃહ પણ બાંધ્યા હતા. વનરાજ ચાવડાએ બાંધેલ સાદા ધવલગૃહને ભવ્ય પ્રાસાદ અને રાજમહેલમાં દુર્લભરાજે ફેરવ્યો હતો. વલ્લભરાજના શ્રેય માટે મદનશંકર પ્રસાદ બાંધવામાં આવ્યો હતો અને એક સરોવર નામે Page #93 -------------------------------------------------------------------------- ________________ ७० યુગે યુગે પાટણની પ્રભુતા ‘દુર્લભ સરોવર’ બંધાવ્યું. આ દુર્લભસર એ જ પાછળથી સિદ્ધરાજે સહસ્રલિંગ બનાવ્યું તેવો કેટલાક વિદ્વાનોનો મત છે. ભીમદેવ પહેલાએ બાંધેલા મહાલયો, પ્રાસાદો, મંદિરો અને સ્થાપત્યો નોંધપાત્ર છે. આ ભીમદેવ પહેલાનો એક પુત્ર બાળપણમાં ગુજરી ગયો હતો. તેથી પુત્રના શ્રેય માટે તેણે ભવ્ય ‘ત્રિપુરૂષપ્રાસાદ’ બંધાવ્યો હતો. વળી આ ભીમદેવે ‘ભિમેશ્વરપ્રાસાદ’ નામનું ભવ્ય શિવમંદિર અને ભટ્ટારિકા ‘ભિરૂઆણીપ્રાસાદ' નામનું માતાનું મંદિર પણ બાંધ્યું હતું. રાણકીવાવ ઃ સમર્થ સમ્રાટ ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીના નામ સાથે જોડાયેલી એક વાવ બંધાવી હતી. ક્લાના સર્વોત્તમ નમૂનારૂપ આ વાવાને આપણે સૌ ‘રાણકીવાવ’ તરીકે આજે પણ ઓળખીએ છીએ. આ વાવમાં થયેલા નવિન ખોદકામથી આપણા હાથમાં ઉત્કૃષ્ટ ર્સ્થાપત્યનો બેનમૂન ખજાનો મળી આવ્યો છે. મહામંત્રી દામોદરે એક સુંદર જળના ભંડાર જેવો ‘દામોદર કૂવો' બંધાવ્યો. લેખકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબને આ દામોદર કૂવો તથા રાણકીવાવ બતાવ્યાં હતા તે વખતે પેલું જોડકણું યાદ આવ્યું હતું કે ‘‘રાણકી વાવ અને દામોદર કૂવો, જેણે ના જોયો તે જીવતો મૂવો’’ ભીમદેવ પહેલાના પુત્ર શ્રી કર્ણદેવ (સિદ્ધરાજના પિતા) પાટણમાં શ્રી કર્ણમેરૂ પ્રાસાદ બાંધ્યો. ત્યાર પછીના ગુર્જરાધિપતિ સિદ્ધરાજ જયસિંહના બાંધેલા સ્થાપત્યોથી કોણ અજાણ છે ? સિદ્ધરાજ માટે એક શ્લોક જાણવા જેવો છે. “મહાલયો મહાયાત્રા મહાસ્થાનં મહાસરઃ ।'' અર્થાત્ સિદ્ધરાજે બાંધેલા મહાલયો રૂદ્રમાળ સિદ્ધરાજે કરેલ મહાન યાત્રા (પાટણથી સોમનાથની પગપાળા યાત્રા), સિદ્ધરાજે બાંધેલ મહાન સરોવર સહસ્ત્રલિંગ સરોવર, વગેરે કોઇથી ન થાય, સિદ્ધરાજે જે કર્યું તે બધું જ મહાન ! કુમારપાળનાં બે મહાન સ્થાપત્યો એક ‘કુમારપાલેશ્વર' નામનું શિવમંદિર અને બીજું ‘કુમારવિહાર’ નામનું જૈન દેરાસર ક્યાં લુપ્ત થઇ ગયાં ? પાટણની ઉંચી હવેલીઓ અને ઉત્તુંગ શિખરોવાળા મંદિરો માટે કહેવાય છે કે, માથે પાણીનાં બેડાં લઇને રસ્તે જતી હરિણાક્ષી સ્ત્રીઓ ડોક ઉંચી કરી મંદિરની ધજાઓ તો જોવા જતાં તેમના બેડાં પડી જતાં જોઇ બજારમાં ઉભેલા જુવાનો તેમની મશ્કરી કરતા. "" પાટણનો વિસ્તાર કેટલો ? આ બતાવવા શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના દ્દયાશ્રય કાવ્યમાં જણાવે છે કે, ‘હનુમાન લંકા કૂદતાં થાક્યા નહિ, પરંતુ તે અહીં (પાટણ) માં જો કૂદવા આવે તો જરૂર થકી જાય. સિદ્ધરાજે મહાસર સહસ્રલિંગના તટે ૧૦૦૮ શિવાલયો બાંધ્યાં વળી તેણે ૧૦૮ દેવીઓના પ્રાસાદો બાંધ્યા ત્યાં દશાવતારી દશ અવતારનો પ્રતિમા પ્રાસાદ બાંધ્યો હતો. લગભગ સાડા પાંચ્યોહ વર્ષ સુધી રાજધાની તરીકે પાટણ હતું. આવી રાજધાની નગરી પાટણ આશરે છસોહ વર્ષ પહેલાં નષ્ટ થયું છે. હડપ્પા અને સિંધુ સંસ્કૃતિ જેવા હજારો વર્ષ વીત્યા નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૭૧ પ્રશ્ન એ થાય છે કે, પ્રાચીન પાટણનગર પાટણમાં સંપત્તિ-લક્ષ્મી ક્યાં દટાઈ હશે ? સોનું, ચાંદી, હીરા, ઝવેરાત, રોકડ નાણું વગેરે ક્યાં દટાયું હશે ? ખોદકામ કરવાવાળાને માત્ર પથ્થરોના સ્થાપત્યોમાં જ રસ છે? - આ કટાર લેખકનું નમ્રપણે સ્પષ્ટ મંતવ્ય છે કે, પાટણથી ૫ કિલોમીટર દૂર અનાવાડાની નજીક વડલી ગામમાં નિષ્ણાંતોની દેખરેખ હેઠળ વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવે તો અઢળક સંપત્તિ મળવા પૂરો સંભવ છે. વડલી: - પાટણ તાલુકાનું પાટણની પશ્ચિમે અનાવાડા નજીક નાનકડું ગામ “વલી' આવેલું છે. જ્યાં પ્રાચીન પાટણ ધરતીમાં દટાયેલું પડ્યું છે. વડલીમાંથી થોડાંક વર્ષો અગાઉ ત્રણસો જેન તિર્થંકર ભગવાનોની પ્રતિમાઓ મળી આવી હતી. સરકાર જો વડલી ગામનું ઉખનન કરે તો આખી પાટણ નગરી મળી આવે. પાટણ વિશ્વના નકશામાં ઉપસી આવે અને સરકારને મોટી આવક પણ થાય. દેશવિદેશના યાત્રિકો તેની મુલાકાતે આવે તો હુંડીયામણ પણ મળવા સંભવ ખરો ! Page #95 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાટણ જોઈ અમદાવાદ વચ્ચું પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.” કુતરા જેવા ફૂર અને ઘાતકી પ્રાણી ઉપર સસલા જેવું નાનકડું અને કોમળ પ્રાણી હુમલો કરે તે બનાવ એ ધરતીનું સામર્થ્ય પ્રગટ કરે છે. વિક્રમ સંવત ૧૪૬૮ ના વૈશાખ સુદ-૭ ને રવિવારે પૂ. નક્ષત્રમાં એટલે ઇ.સ. ૧૪૧૧ ના માર્ચ મહિનાની ૪ તારીખે બાદશાહ અહમદશાહે પોતે અમદાવાદ શહેરની સ્થાપના કરવા ભદ્રના કિલ્લાનું શાસ્ત્રવિધિ અનુસાર ખાતમૂહુર્ત કર્યું હતું. આ અમદાવાદ વસાવતાં અને શણગારતાં અણહિલપુર પાટણનો નમૂનો નજર સમક્ષ રાખો હતો. | ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલા પાસેથી ઇ.સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત કબજે કર્યું. લગભગ એક સદી સુધી અવ્યવસ્થા ચાલી. ચૌદમી સદીના અંતમાં દિલ્હીના બાદશાહનો ગુજરાત ખાતેનો સુબો ઝફરખાં પોતાનું નામ મુઝફરશાહ ધારણ કરી સ્વતંત્રથયો અને પાટણની ગાદીએ બેઠો. મુઝફરશાહ પછી એનો પૌત્ર જેને અમદાવાદ વસાવ્યું એ અહમદશાહ ઇ.સ. ૧૪૧૦ માં ગાદીએ બેઠો. પરંતુ અહમદશાહને આશાવલ (પાછળથી કર્ણાવતી) નામ બહુ ગમતું. એટલે આશાવલની નજીક જ અમદાવાદ વસાવવાનો વિચાર ઉદ્ભવ્યો અને ઉપર મુજબ તારીખ ૪૩-૧૪૧૧ ના રોજ અમદાવાદ શહેરની શિલારોપણવિધિ ભદ્રના કિલ્લાથી શરૂ કરી. વળી બાદશાહ અહમદશાહને આશા ભીલની દીકરી શિપ્રા અથવા તેજા સાથે પ્રેમ થયેલો અને તેની યાદગીરી રૂપે અમદાવાદ શહેર વસાવેલું એવી પણ એક લોકવાયકા છે. આસ્ટોડીયા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત રાણી સિપ્રીની મજીદ' બાદશાહે પ્રેમીકાની યાદમાં બનાવેલી છે એવી લોકવાયકા છે. પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ વૈશાખ સુદ-૨ને સોમવાર એટલે ઇ.સ. ૭૪૬ના માર્ચ મહિનાની ૨૮મી તારીખ ગણાય છે. પાટણની ગણપતિની પોળમાં આવેલા ગણપતિના મંદિરમાં (૧) ગણપતિની મૂર્તિ નીચે તથા (૨) બાજુમાં ઉમા મહેશ્વરની આરસની મૂર્તિ નીચે લખાણ છે તે આ લેખક જાતે જોઈ આવ્યા છે. તેમાં પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના ચૈત્ર સુદ-૨ને શુક્રવારના રોજ થઇ હોવાનું નિર્દિષ્ટ કરેલ છે. વાચક વર્ગે આ બન્ને શીલાલેખો જરૂર જોવા જેવા છે. આ રીતે પાટણની સ્થાપના બાદ લગભગ ૬૬૬ (છસોહ છાસઠ) વર્ષ પછી અમદાવાદની સ્થાપના થઇ. Page #96 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અમદાવાદના રાજમાર્ગો એટલા પહોળા હતા કે દશ દશ ગાડા એકીસાથે ચાલી શકતા હતા. એ જ રીતે પાટણમાં પણ ચૌર્યાસી ચૌટા અને બાવન બજાર હોવાનો ઉલ્લેખ મળી આવે છે. વિદ્વાનોએ પાટણને ‘‘નરસમુદ્ર’’ ની ઉપમા આપી છે પાટણના મહોલ્લા, પોળો, શેરીઓ, પાટણ અને વાડાના નામો અમદાવાદની પોળો અને અમદાવાદના મહોલ્લાને પણ આપવામાં આવ્યા છે. ૭૩ સૌ પ્રથમ પાટણના ભદ્રના કિલ્લા ઉપરથી અમદાવાદમાં પણ ભદ્રનો કિલ્લો બાદશાહે પ્રથમ બનાવ્યો. પાટણના ત્રણ દરવાજા યાને ત્રિપોળીયા જેવા ત્રણ દરવાજા અમદાવાદમાં છે. એટલું જ નહિ પાટણમાં ત્રિપોળીયા પાસે ગણિકાઓનો વસવાટ ગણિકાની હવેલી હતી એ જ રીતે અમદાવાદમાં પણ ત્રણ દરવાજા પાસે એક વખત ગણિકાઓનો લત્તો હતો અને પાનકોર નામની સૌદર્ય સામ્રાજ્ઞીના નામ ઉપરથી જ પાનકોરનાકા કહેવાય છે. કટક એટલે લશ્કરમાં પુરવડો પહોંચાડનાર વહેપારીઓ ‘કટકીયા' કહેવાતા. એમના વસવાટવાળો મહોલ્લો તે અમદાવાદમાં ‘કટકીયાવાડ' કહેવાય છે. જ્યારે પાટણમાં અભ્યાસગૃહ પાસે કટકીયાવાડો આવેલો છે. અમદાવાદમાં ઘીકાંટા વિસ્તાર છે. જ્યાં ઘીનું નામનિશાન નથી. જ્યારે પાટણના વડલી ગામે ઘી કાંટો હોવાનું કહેવાય છે. હાલના નવા પાટણમાં પણ ત્રણ દરવાજા પાસે ઘી બજારમાં ઘીકાંટો આવેલો છે. પાટણમાં સાંકડીશેરી, રતનપોળ, સાળવીવાડો, કસુંબીયાવાડો, ઢાલગરાની પોળ, દોશીવાડો, કટકીયાછાડો, વાધેશ્વરીની પોળ, ભંડારીપાડો, શામળાજી, ખેતરપાળનો પાડો, ખત્રીવાડો, ઝારોળાની ખડકી, ખાપગરાની પોળ, સરૈયાવાડો, વાધવાળી માતાની પોળ આવેલ છે. એ જ રીતે અમદાવાદમાં પણ રતનપોળ, સાલવીવાડ, કસુંબાવાડ, ઢાલગરવાડ, દોશીવાડો, કટકીયાવાડ, ભંડેરીપોળ, ખત્રીવાડ, વાધેશ્વરી પોળ, શામળાની પોળ, ખેતરપાળની પોળ, ઝારોળાની પોળ, સરૈયાની પોળ, ખાપગરાની પોળ, વગેરે એક સરખા નામની પોળો આવેલી છે. દશ દશ ગાડા સાથે ચાલી શકે એવા પહોળા રાજમાર્ગો ધરાવતા અમદાવાદમાં આજની શેરીઓ ધણી જ સાંકડી બની ગઇ છે. મહોલ્લા, પોળો અતિ સાંકડા બનાવવાનો રોગ વ્યાપક રીતે સમગ્ર ગુજરાતમાં લાગુ પડચો છે. પાટણમાં સાળવીવાડો, સોનીવાડો, ઘીવટો વગરે તમામ મહોલ્લાઓની પોળો સાવ સાંકડી બની ગઇ છે. અમદાવાદમાં પણ આજ પરિસ્થિતિ છે અને એટલે જ કહેવાયું છે કે, ‘‘ગુજરાત શેરી સાંકડી રે લોલ.’’ અમદાવાદની કેટલીક શેરીઓ એટલી સાંકડી છે કે આગ લાગે તો પાણીનો બંબો પણ જઇ ન શકે અને છેલ્લા ઘેર કોઇનું મરણ થાય તો મડદું બાંધી શેરીની બહાર કાઢવાનું મુશ્કેલ હોવાથી મડદાને શેરીની બહાર લઇ જઇ પછી નનામી બાંધવામાં આવે છે. એક જમાનાનું ભવ્ય અમદાવાદ બાદશાહ જહાંગીરના વખતમાં ભંગાર બની ગયું હતું. કાશ્મીરની હરિયાળી કુંજોમાં વિહરનાર રસિક બાદશાહ જહાંગીર અમદાવાદ જોઇ કંટાળી આ શહેરને ગર્દાબાદ (ધૂળનું શહેર), બિમારીસ્તાન (રોગનું શહેર), અને ઝહન્નમાબાદ (નરકનું શહેર) કહી નાખ્યું છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યુગે યુગે પાટણની પ્રભુતા આજના પાટણમાં કુતરાનો ત્રાસ, ગધેડાનો ત્રાસ, ભૂંડનો ત્રાસ અને ધૂળના ત્રાસવાળું શહેર ઘણા લોકો કહે છે. મહોલ્લા, પોળોનાં નામ ઉપરથી સામાજીક સંસ્થાઓ, રીત-રિવાજો, દેવદેવીઓના નામ, સ્થાપકોના નામ, ધર્મ, સંપ્રદાયો, વ્યક્તિવિશેષો વગેરેનો ઇતિહાસ અને સંસ્કારિતા જાણવા મળે છે. સારી પાટ ણમાં ગણપતિolીપ ળ માં ગણપતિનાં મંદિરમાં સ્થાપિત ગણપતિની પ્રતિમાની બાજુ માં ઉમામહેશ્વરની મુર્તિ જે ની નીચે પાટણની સ્થાપનાનું વર્ષ વિ.સં. ૮૦ ૨ દર્શાવતો શીલાલેખ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૭૫ ૨૭ કાગળ કોતરકામના કસબી સ્વ.શ્રી રામપ્રસાદ ભૈયાજી પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણની વ્યાયામ પ્રવૃત્તિના પિતા શ્રી રામપ્રસાદ ભૈયાજીને અબાલ-વૃદ્ધ સહુ કોઇ સારી રીતે પીછાને છે. શ્રી ભૈયાજી તા. ૩૧-૫-૧૯૭૭ ના રોજ એંશી (૮૦) વર્ષની વયે પાટણમાં ગુજરી ગયા. પાટણ નગરપાલિકાએ ગિરધારી મંદિર પાસેના તેમના નિવાસ સ્થાન પાસેના માર્ગને ‘‘શ્રી રામપ્રસાદ ભૈયાજી રોડ'' નું નામ આપેલ છે. પાટણમાં તેમના નામને જોડી ‘“તરણ સ્પર્ધા” તથા ‘‘ચિત્ર સ્પર્ધા’’ પણ યોજવામાં આવે છે. સુંદર શરીર સૌષ્ઠવ ધરાવતાં, બાલ બ્રહ્મચારી પહેલવાન શ્રી ભૈયાજી મહાન કાગળ કોતર કામના ઉત્તમ કલાકાર હતા, એ વાત સર્વેજન જાણતા નથી. નખ કાપવાની નૈણી, ધાર કઢવાનો પથ્થર અને નાનકડા ચીપીયા જેવા સામાન્ય સાધનોથી સ્વ.શ્રી ભૈયાજી કાગળ ઉપર પેન્સિલથી પ્રથમ ચિત્ર ચીતરી તેનું ઝીણું બારીક કોતરકામ અદ્ભૂત રીતે કરતા હતા. સફેદ કાગળ ઉપર પેન્સિલથી ચીતરેલા ચિત્રના સપ્રમાણ રેખાંકન ઉપર ધારદાર સાદી નૈણી સડસડાટ ચલાવે જવાની, કાગળની કતરણ નાના ચીપીયા વડે ઉપાડતા જવાની, ક્યાંક એક પણ ખોટો કાપ ન થાય અને તેમાંથી એક સુંદર નયનરમ્ય કૃતિ સર્જાય. હાથની નસે નસ અને શરીરના તંતુએ તંતુ ઉપર અદ્ભૂત કાંબુ, ધીરજ, નિષ્ઠા અને સબુરીનું જાણે સાક્ષાત્ પ્રતિબિંબ એટલે જ શ્રી ભૈયાજીની કલાકૃતિનો ર્જન્મ. આવું કોતરકામ કરતી વખતે એકી સાથે પાંચથી છ કાગળ ઉપર સાથે જ કોતરણી થાય છે. તેમાંથી સૌથી ઉપરની અને સૌથી નીચેની એમ બે કૃતિઓ ઉપયોગમાં લેવાતી નહોતી, પણ વચલી ત્રણ-ચાર કાગળનું અદ્ભુત કોતરકામ થાય છે. દિવસોના દિવસો અને મહિનાઓના મહિના સુધી સ્થિર શ્વાસે નૈણી ચલાવવાના તેમના પરિશ્રમને એકાગ્રતાને જોઇ જોનારાના મુખમાંથી ‘“અદભૂત’’ એવો પ્રસંશાનો ઉદ્ગાર સહેજે સરી પડે. સ્વ.શ્રી ભૈયાજીના કાગળના કોતર કામનું વર્ણન શબ્દોથી આપી શકાય તેમ નથી. તેમની કલાકૃતિ નજરે જોયા સિવાય તેમાં રહેલ અદ્ભૂત સૌદર્યની ઝાંખી પણ શબ્દોથી થઇ શકે તેમ નથી. સ્વ.શ્રી ભૈયાજીના કાગળના કોતરકામની કૃતિઓના પ્રદર્શન દિલ્હી આર્ટ ગેલેરી, જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઇની તાજ આર્ટ ગેલેરી, અમદાવાદના સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં તેમજ દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ કાફટ સોસાયટીમાં યોજાયેલ છે. વડાપ્રધાન સ્વ. શ્રી જવાહરલાલ નહેરૂજી તેમજ રાષ્ટ્રપતિ સ્વ.શ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની કલાકૃતિને નીરખી શ્રી ભૈયાજીને ખૂબ જ બિરદાવેલ છે. તેમને સરકાર તરફથી અનેક પ્રસંશા પત્રો, સન્માનપત્રો તથા તામ્રપત્રો એનાયત કરાયેલ છે. દુનિયામાં બીજે ક્યાંય આવું કાગળ ઉપરનું કોતર કામ થાય છે ખરૂં ? આવો પ્રશ્ન એક વખત આ લેખકે ભૈયાજીને પૂછેલો. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, ‘“જબ મેં દિલ્હીમેં થા તબ પંડિત જવાહરલાલ નહેરૂજીને કહા થા કી, પેપર કટીંગ ચીનમેં ભી હોતા હૈ.'' Page #99 -------------------------------------------------------------------------- ________________ ७६ યુગે યુગે પાટણની પ્રભુતા સ્વ.શ્રી ભૈયાજીએ મને આપેલ માહિતી મુજબ તેઓશ્રીએ ચીનનું કોઈ કાગળનું કોતર કામ જોયું નથી. તેમની એક ઇચ્છા એવી હતી કે, જો ચીનમાં ખરેખર કાગળ કાવીંગ (કોતરકામ) થતું હોય તો તે કામ સાથે તેમને સ્પર્ધા કરવી છે અને નિર્ણય કરાવવો છે કે કાગળ કોતર કામમાં કોની કૃતિ ઉત્તમ છે ભારતની કે ચીનની? સ્વ.શ્રી રામપ્રસાદ ભૈયાજીના પૌત્ર નરેન્દ્રકુમાર ભમરસિંહ જડીયાએ તેમના સ્વ.દાદા પાસેથી કાગળ કોતર કામનો આ કસબ બરાબર શીખી લીધો છે. ભાઇશ્રી નરેન્દ્ર પણ દાદાના પગલે પગલે ઉત્તમ કૃતિઓનું સર્જન કરી રહ્યા છે. આ લેખકે ભાઈ નરેન્દ્રનું કાગળ ઉપરનું કોતર કામનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે અને ગૌરવ સાથે કહેવું પડે છે કે ભાઈ નરેન્દ્ર આ કલા ક્ષેત્રમાં સ્વ. ભૈયાજીની ખોટ પડવા નહિ દે. ભાઈ નરેન્દ્રની ઉત્તમ કૃતિઓમાં તેમણે ચાર કાટખૂણેથી કોતરકામ કરી એક મોટું વર્તુળ “વોલપીસ બનાવ્યું છે જે અદ્ભુત છે. આ ઉપરાંત અજંતાના દ્રશ્યો, વીર ભગતસિંહ, શકુન્તલા, વાનરવૃન્દ અને કૃષ્ણ ભગવાન ગાય સાથે વગેરે બારીક ઝીણા કોતરકામની ઉત્તમ કૃતિઓ છે. શ્રી નરેન્દ્રની ઇચ્છા વિદેશમાં આ કલાકૃતિઓના પ્રદર્શન યોજવાની છે. આ ઉમદા કાર્યમાં મદદરૂપ થઈ શકે તેવા કલાપ્રેમીએ આ કાર્યમાં તેમને માર્ગદર્શન આપવા જેવું છે. સ્વ.શ્રી ભૈયાજીની એક અધુરી કલાકૃતિ તેમના પૌત્ર નરેન્દ્રએ પૂર્ણ કરી છે, તેમ છતાં કૃતિમાં ક્યાંય વિસંગતતા દેખાતી નથી એ જ હકિકત બરાબર બતાવે છે કે ભાઇ નરેન્દ્રએ દાદાનો વારસો બરાબર પચાવ્યો છે, ઝીલ્યો છે. સ્વ.શ્રી રામપ્રસાદ ભૈયાજીની જન્મભૂમિ ભગવાન શ્રીકૃષ્ણની કિડાભૂમિ ગોકુળ હતી. તેમનામાં રહેલી કલાની સુષુપ્ત શક્તિ એક ધોળી દાઢીવાળા પંજાબી મહાત્માએ ઢંઢોળી તે દિવસથી એકલવ્યની માફક ગુરૂનું પ્રત્યક્ષ સાનિધ્ય નહિ હોવા છતાં શ્રદ્ધા અને સબુરીના બળે સાધના ચાલુ રાખી અને એક અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. જ્યાં સુધી સ્વાવલંબી ન થવાય ત્યાં સુધી લગ્ન ન કરવાની નેમ (ટેક) હતી, પછી વડીલો સાથે મતભેદ પડતાં, જીંદગીભર લગ્ન ન કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લઇ તેઓએ આત્મબળથી જન્મભૂમિ છોડી દીધી. હિમાલય, જયપુર, હાથરસ, બનારસ, અલવર વગેરે સ્થળોએ પરિભ્રમણ કરી તેઓ ગુજરાતમાં પાટણને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી હતી. આવા મહાન કલાકારે પોતાના સ્વહસ્તાક્ષરમાં ડાયરી પણ લખેલ છે. જે તેમના કૌટુંબિકજનોએ કિંમતી ખજાનાની માફક જાળવી રાખી છે. સ્વ.શ્રી ભૈયાજીએ તેમના પુત્ર-પૌત્રોને કોઇ મોટી સંપત્તિ વારસામાં આપી નથી. પરંતુ ઉમદા સંસ્કારો તથા ઉત્તમ કલાનો વારસો આપ્યો છે. તેમની ડાયરી ઉપરથી તેમના પ્રશંસકોએ તેમના જીવન ઉપર એક “જીવનચરિત્ર” પુસ્તક પ્રકાશિત કરવા જેવું જ છે. જે અનેક યુવકો અને અનેક વ્યાયામવીરોને પ્રેરણાદાયી થઈ પડશે. તેમાં કોઈ શંકા નથી. શ્રી ભૈયાજીના હાથ નીચે તૈયાર થયેલા પાટણના થોડાક યુવાનો કાગળ કોતરકામ કરી તેમની આ કળા જાળવી રાખી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ • યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮ હરિહર મહાદેવ પાસેના બ્રહ્મકુંડમાં બિરાજેલા દેવી-દેવતા ७७ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સિદ્ધરાજ જયસિંહની એક એવી મહેચ્છા હતી કે, પાટણના લોકોને યાત્રા કરવા ક્યાંય બહાર જવું ના પડે. તે માટે તમામ તીર્થો, દેવસ્થાનો અને દેવી-દેવતાઓનાં મંદિરો પાટણમાં જ સ્થાપવા. તેની આ ઇચ્છા મહદ્અંશે પરિપૂર્ણ થઇ છે. હરિહર મહાદેવ પાસેના બ્રહ્મકુંડમાં વિવિધ દેવતાઓને પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. બ્રહ્મકુંડમાં વચ્ચે મોટો કૂવો છે. કૂંડમાં ઉતરવા માટે ચારે ખૂણેથી પગથીયાં છે. બ્રહ્મકુંડની ચારેબાજુ દિવાલોમાં (૧) ગણેશજી (૨) હનુમાનજી (૩) બ્રહ્માજી અને (૪) સરસ્વતી માતાજીની દેદીપ્યમાન મૂર્તિઓ આવેલી છે. હંસ ઉપર બિરાજેલ સરસ્વતીની મૂર્તિ અપ્રાપ્ય ગણાય એવી ઉત્તમ કોટીની છે. યોગાનુયોગ પાટણની પૂર્વ દિશામાં આવેલ હાલના અઘાર (અસલ અગ્રહાર) ગામમાં કુંવારિકા સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે મેળો ભરાય છે. બ્રહ્મકુંડ યાને બ્રહ્મકૂપનું જે મહત્વ છે તે કૂંડમાં બિરાજેલ સાક્ષાત્ ‘બ્રહ્મ' યાને ચતુર્ભૂજ ભગવાન વિષ્ણુ શેષશૈયામાં દ્રશ્યમાન છે. તેના લીધે જ શેષસાઇ ભગવાનની આ મૂર્તિ અવર્ણનીય હોવા છતાં તેનું યથાશક્તિ વર્ણન નીચે મુજબ કરેલ છે. સાત ફેણવાળા નાગની શય્યા બનાવેલ છે. આ નાગ ઉપર ભગવાન વિષ્ણુ અર્ધ મીચેલ આંખે સૂતેલા જણાય છે. ભગવાનના શીર ઉપર સાત ફેણોનું છત્ર ધરેલ નાગદેવતાનું દ્રશ્ય ખૂબ જ રોચક છે. શેષ નાગની પૂંછડીયે બે નાગ કન્યાઓ બેઉ કર જોડી પ્રભુની સ્તુતિ કરતી જોવા મળે છે. પ્રભુએ જમણો પગ પોતાના ડાબા પગ ઉપર ચડાવી વિભંગ સ્વરૂપના દર્શન આપ્યા છે. પ્રભુના ચરણાર્વિંદમાં લક્ષ્મીજી પોતાના કરકમળમાં ભગવાનનો જમણો પગ લઇ પાદસેવા કરી રહેલા દર્શનીય છે. લક્ષ્મીજીના હાથમાં કંકણોનો ઢગલો છે. ગળામાં હાર, માથાની દામણી, કાનમાં આભૂષણો, લક્ષ્મીજીના શૌષ્ઠવ ભરેલો દેહ કલાકારે અદ્ભૂત રીતે કંડારેલ છે. પતિની પગચંપી કરી રહેલ લક્ષ્મીજી આર્યનારીઓને દિવ્ય સંદેશો આપી રહ્યા છે. નાગ કન્યાઓના આભૂષણો પણ સુંદર રીતે કંડારેલા છે. ' ભગવાન વિષ્ણુ જે રીતે નાગ ઉપર સૂતેલા છે. તે પણ જોવાલાયક છે. ભગવાનના માથાથી માંડી પગ સુધીનો આખો દેહ નાગ ઉપર જ જોવા મળે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચારે હસ્તોમાં સ્પષ્ટ દ્રશ્યમાન છે. ભગવાનનો મુગટ અકબંધ જણાય છે. મૂર્તિનું બારીકાઇથી નિરીક્ષણ કરતા ભગવાને માત્ર કેડ સુધી પિતામ્બર જ પહેરેલું છે. જ્યારે શરીરનો ભાગ ખુલ્લો જણાય છે. કારણ કે ડાબા ખભેથી નીકળતી યજ્ઞોપવિત (જનોઈ)ના ધાગા સ્પષ્ટ દેખાય છે. ભગવાનના ચારે હાથના કાંડા ઉપર તથા પગમાં જાડાં કડાં રૂપી આભૂષણો દ્રશ્યમાન છે. ગળામાં પહેરેલ કૌસ્તુભમણીની માળાઓ Page #101 -------------------------------------------------------------------------- ________________ ७८ યુગે યુગે પાટણની પ્રભુતા છાતી ઉપર જણાય છે તે શોભામાં વધારો કરે છે. ભગવાનની કમળ જેવી અર્ધ બિડાયેલ આંખો, મૂછનો દોરો, નાસિકા અને હોઠ મૂર્તિને પ્રાણવાન જીવંત બનાવે છે. કોણી ઉપરના ભાગમાં બાંધેલા ‘બાજુબંધ' પણ નમૂનારૂપ છે. ભગવાને કમર ઉપર બાંધેલ પિતામ્બર વસ્ત્ર પરિધાનની અદ્ભૂત શૈલી બતાવે છે. વસ્ત્રોની કરચલીઓ સુક્ષ્મ રીતે બતાવેલ છે. શરીરને ચોંટેલા અને અંગ-પ્રત્યંગ બતાવે તેવાં ઝીણાં પારદર્શક વસ્ત્રો છે કમર ઉપરના કંદોરા અનેક છે. આ ઉપરાંત જાંગ ઉપર લાગતા એક પ્રકારના કંદોરા જ ગણાય તે સુરેખ રીતે કંડારેલા છે. નાભી કમળમાં બ્રહ્માજી જણાય છે. ત્રિભુવનનો નાથ, કાળરૂપી નાગને દાબીને પણ સકળ સૃષ્ટિના પાલનની જવાબદારી લઇ આડા પડેલા જણાય છે. આ મૂર્તિના પાછલા ભાગમાં નાની-નાની દશાવતારની મૂર્તિઓ છે. એક જ પથ્થરમાંથી આ સમગ્ર દશાવતારી શેષશાઇ ભગવાન, લક્ષ્મીજી તથા નાગ કન્યાઓ કંડારેલ છે એ શિલ્પકળાનો ઉત્તમ નમૂનો છે. મૂર્તિકળાની વાસ્તવિકતા અને ભારતીય કળાની ભાવમય આધ્યાત્મિકતા જણાય છે. બ્રહ્મકૂંડના વચલા કૂવામાં નીચે ઉતરતા કૂવાની દિવાલ ઉપર હનુમાનજી, ઐરાવત (હાથી) વગેરે મૂર્તિઓ પાણીના અભાવે જોવા મળે છે, જે અગાઉ જોવા મળતી ન હતી. શેષશાઈ ભગવાનની મૂર્તિ કોઈકે ખંડિત કરી ખૂબ જ નુકશાન કરેલ છે. ઉપર કરેલ વર્ણન ખંડિત કર્યા પહેલાનું છે તેની વાચકવર્ગે ખાસ નોંધ લેવી. આ ગોખના ઉપરના ભાગમાં એક આવી જ નવી મૂર્તિ તાજેતરમાં સ્થાપિત કરવામાં આવી છે. સતી માતાની દેરીનો શિલાલેખ (શ્રી ચીનુભાઈ બેરોનેટ, અમદાવાદના વડી માતાજી) ભારતના એક મહાન વહેપારી કે જેમને અંગ્રેજ સરકારે “બેરોનેટ”નો ખિતાબ આપ્યો હતો એવા રા.રા.શ્રી ચીનુભાઈ બેરોનેટના વડવાઓનું ઘર આજે પણ પાટણમાં સંધવીના પાડામાં આવેલું છે. પાટણમાં સુધરાઈ તરફથી પાણીની વ્યવસ્થા થઈ ત્યારે આ સ્કીમના ઉદ્ધાટન પ્રસંગે અમદાવાદથી સ્પેશીયલ સલૂન (રેલ્વેનો સુજજ ડબ્બો)માં શ્રી ચીનુભાઈ બેરોનેટ પાટણમાં પધારેલા તેમના વંશમાં અગાઉ બાઈ પ્રાણકુંવર સતી થયેલાં છે. તે અંગેનો શિલાલેખ હરિહર બ્રહ્મકુંડ પાસે આવેલ સતી માતાની દેરી ઉપર કોતરેલો છે. જે નીચે મુજબ છે. વિક્રમ સંવત ૧૮૫૫ના શ્રાવણ વદ-૧૧ના દિવસે સતીમાં બાઈ પ્રાણકુંવર ઉમર વર્ષ પપ દિવાન આણંદરામ મુસફરના દીકરી તે મહેતા ઉદેશંકર મંગળજીના સ્ત્રી પોતાના સ્વામી સાથે આ ઠેકાણે સતી થયાં છે. તે વખતે તેમના દિકરા મહેતા છોટાભાઇના પુત્ર રણછોડભાઈ તથા પૌત્ર માધવલાલ તથા પ્રપૌત્ર ચીનુભાઈ આ મકાન તા. ૧૬ મી માર્ચ સને ૧૮૯૬ વિક્રમ સંવત ૧૯૫રના ચૈત્ર સુદ-૨ (બીજ) વારે સોમે દુરસ્ત કર્યું છે.” Page #102 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા હરીહર મહાદેવ પાસેના પ્રાચીન વ્ર હાકુંડમાં બિરાજતા શ્રી શેષશાયી ભગવાન Page #103 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ઈતિહાસવિદ્દ અને પુરાતત્વવિદ્ સ્વ.શ્રી રામલાલ ચુનીલાલ મોદી પ્રા.મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય મહાગુજરાતના પ્રથમ પુરાતત્વવિદ્ આરૂઢ વિદ્વાન અને મહાન સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મોદી પાટણના એક રત્ન સમાન હતા. નવી પેઢી તેમનાથી ખાસ પરિચિત નથી. પ્રાચીન ઇતિહાસના વિષયમાં તેમનો અભ્યાસ પ્રસંશનીય હતો. સ્વ.શ્રી મોદીના લેખો અભ્યાસપૂર્ણ, માહિતીથી ભરપૂર અને જે તે વિષયના અભ્યાસીઓને ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક થઈ પડે તેવા છે. જીવનભર એમણે સાહિત્ય સેવા જ કરી છે. શ્રી રામલાલભાઈ મોદીમાં સંશોધનની સ્વાભાવિક સૂઝ અને હૈયાઉકલત હતી. જેને પ્રતાપે તેઓ અનેક કોયડાઓ ઉકેલી શકતા હતા. ગુજરાતી સાહિત્ય ઇતિહાસને લગતા જે સંશોધનાત્મક લેખો લખ્યા છે. તેમાં શ્રી મોદીની આગવી સુક્ષ્મ સૂઝ જોવા મળે છે. સ્વ.શ્રી મોદીએ પાટણ અંગે જે ઇતિહાસ સંશોધન કર્યું છે તે અદ્વિતીય છે. તેઓ સાહિત્ય રસિક અને મહાન ઇતિહાસપ્રેમી હતા. શ્રી રામલાલ ચુનીલાલ મોદી આપણા પાટણના વતની હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૬ ના શ્રાવણ સુદ-૭ ના રોજ થયો હતો. તેઓએ પાટણ હાઇસ્કુલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા. ચાણસ્મા અને ઉંઝામાં થોડોક વખત શિક્ષક તરીકે જોડાયા અને મૃત્યુપર્યત તે જગ્યાએ જ રહ્યા હતા. તેમનું અવસાન વિક્રમ સંવત ૨૦૦૫ ના ચૈત્ર સુદ૧૨ ના રોજ લગભગ ૧૯ વર્ષની વયે થયું હતું. - શ્રી મોદીએ જે સમયમાં સંશોધનનું કામ કર્યું હતું તે સમયમાં સાધન-સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ ન હતી. ટાંચા સાધનો વચ્ચે જે ખંતથી અને ચીવટપૂર્વક સંશોધનનું કામ તેમણે કર્યું છે તે ખૂબ જ આધારભૂત અને સંશયરહિત ગણાય છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા તેમના પ્રિય શિષ્ય હતા. ડૉ.સાંડેસરા તેમના વિષે લખતાં જણાવે છે કે, “એમનું (સ્વ.શ્રી મોદીનું) નિરાડંબરીપણું, અભ્યાસવૃત્તિ, બીજાના કામમાં દખલગીરી નહિ કરવાની ટેવ સાંસારિક સુખ-દુઃખોથી અલિપ્ત રહેવાની શકિત, ગમે તે દરજ્જાની વ્યકિત આગળ ઉચિત સ્પષ્ટ વકતૃત્વ આ બધા ગુણોએ મારા ઉપર ઉંડી છાપ પાડી હતી.” તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ કઠણ મુશ્કેલીઓ વચ્ચે રહીને પૂર્વવાસનાથી . પ્રેરાઈ ગુજરાતના ઇતિહાસ અને પુરાતત્ત્વનું ઉત્તમ સંશોધન કર્યું છે. સહસલિંગ સરોવરનો નકશો તેમણે તૈયાર કરાવેલો જે અતિજીર્ણ હાલતમાં મળી આવતાં તેની મોટી (એનાલાર્જડ) કોપી આ ગ્રંથના Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૧ યુગે યુગે પાટણની પ્રભુતા લેખકે તૈયાર કરાવેલ છે. સિદ્ધરાજના કીર્તિસ્તંભ શિલાલેખના એક અંશ તેમણે પાટણના વિજળકુવા પાસે આવેલા વૈજનાથ મહાદેવના મંદિરની ભીંતમાં જડાયેલો છે, તે શોધી કાઢી એક અભૂત દસ્તાવેજ આધાર પૂરો પાડયો છે. આ દસ્તાવેજ તથા તેનું ભાષાન્તર આ ગ્રંથમાં અન્યત્ર છાપેલ છે. સિદ્ધરાજના કીર્તિસ્તંભના આરસના લેખના આ ટુકડાની કિંમત આજે લાખો રૂપિયા ગણાય તેવો છે. આપણા પાટણના કવિ ભાલણ, કર્ણ સોલંકી, ચાવડાઓની વંશાવલી, વિદ્યાપતિ બિલ્હાણ, ધર્મારણ્ય, શ્રી હેમચંદ્રાચાર્ય ઇતિહાસકાર એક પ્રાચીન રેંટીયાગીત, વાર્તાઓમાં ઇતિહાસનો વિપર્યાસ, પાટણની જગ્યાએ પહેલાં કોઈ નગર હતું ખરૂ? પાટણની સ્થાપનાની તારીખ વાર અને તિથિ, સિદ્ધરાજ અને કુમારપાળના બનાવટી દાનપત્રો, સોલંકી સમયના રાજ્યાધિકારીઓ, આડ, મંત્રી ઉદયન, જૈન સાહિત્યમાં શ્રી બહુચરાજી, વાયડા જ્ઞાતિ સંબંધી કેટલાક પ્રાચીન લેખ વગેરે અનેક સંશોધાત્મક તેમના લેખો છે. પાટણના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી પુરૂષોત્તમભાઈ ભીખાભાઈ શાહ ઉ.વ.૯૭ શ્રી રામલાલભાઈ મોદીના મિત્ર છે. તેમણે ભારે જહેમત લઈ સ્વ.શ્રી મોદીના લેખ સંગ્રહ ભાગ-૧ અને ભાગ-૨ એમ બે ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવેલ છે. શ્રી મોદીના ધણા લખાણો હજુ પણ ગ્રંથ સ્વરૂપે પ્રસિદ્ધ કરવા જેવા પડ્યા છે. આપણા પાટણમાં સ્થપાયેલી આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આ અંગે ગંભીરતાપૂર્વક વિચારે. અને સ્વ.શ્રી મોદીના અપ્રાપ્ય લખાણો પ્રસિદ્ધ કરે એવી આ કટાર લેખકની યુનિ. સત્તાવાળાઓને અનેક વખત નમ્રવિનંતી કરેલી છે. - સ્વ.શ્રી રામલાલ ચુનીલાલ મોદીના ઇતિહાસ અને પુરાતત્વને લખાતા સંખ્યાબંધ ગ્રંથો અને લેખોને નિષ્ણાત વિદ્વાનો અને માન્ય સંશોધન સંસ્થાઓએ પુરસ્કારોથી નવાજ્યા છે. તેમના લખાણો એમ.એ. ની ગુજરાતી વિષયની પરિક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થયેલ છે. તેમને મરણોત્તર નર્મદ સુવર્ણચંદ્રક મળેલ છે. તેમના તૈલચિત્રોનું અનાવરણ પાટણ હાઇસ્કુલમાં કરવામાં આવેલું જે વાચકવર્ગે એકવાર દર્શન કરવા જેવું છે. પાટણ જેવા ખૂણે પડયા, ધન કે કીર્તિની પાછળ વલખાં માર્યા સિવાય શુદ્ધ વિઘા ઉપાસનાનું જીવન શ્રી મોદીએ ગાળ્યું અને ગુજરાતને પોતાના સંશોધનના ફળ સ્વરૂપે અનેક અદ્ભુત કૃતિઓ અર્પણ કરી, તેથી એમનું જીવન ખરેખર સાર્થક થયું. નિરાડંબર, સંશોધકની કદર આપણા પાટણે તેમના જીવતાં કરી નથી. તેમની કાયમી સ્મૃતિ રહે એવું પાટણની સાહિત્યપ્રેમી અને ઇતિહાસપ્રેમી જનોએ એમના જીવતાં કાંઈ કર્યું નથી એ ખરેખર દુઃખદ ઘટના છે. 1 શ્રી ડોલરરાય માંકડે તેમને શ્રદ્ધાંજલી અર્પતા સાચે જ કહ્યું છે કે, “સ્વ.શ્રી રામલાલ મોદી આપણા ગણ્યાગાંઠયા અભ્યાસીઓમાંના એક હતા. તેમણે કરેલું સંશોધન બહુમૂલ્ય છે. ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસમાં તેમણે આપેલો ફાળો વિશિષ્ટ છે.'' નર્મદ સાહિત્યસભાના પ્રમુખપદેથી શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ તેમના વિશે જણાવેલ કે, “સ્વ.શ્રી રામલાલભાઈએ સંશોધનમાં સ્વતંત્રતા અને સત્યભકિત દાખવ્યો એ નાની વાત નથી.' તા.૧-૭-૨૦૦૫ના રોજ સ્વ. શ્રી મોદીના પરમ સ્નેહી મિત્ર મુરબ્બી શ્રી પુરૂષોત્તમદાસ Page #105 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભીખાભાઈ શાહને આ કટાર લેખક મળ્યા ત્યારે શ્રી દાસકાકાએ સ્વ.શ્રી મોદીની અનેક કૃતિઓ રૂબરૂમાં બતાવેલી અને પ્રસિદ્ધ કર્યા વગરના કેટલાક અમૂલ્ય લખાણો પણ તેમની પાસે છે એવું જાણવા મળેલું. કોઇ સાહિત્યપ્રેમી અગર પ્રકાશન સંસ્થા આ અમૂલ્ય સંશોધનનું સાહિત્ય એકત્ર કરી પ્રસિદ્ધ કરે અને આપણા પાટણની સેવા કરવા આગળ આવે એવી સૌ સાહિત્યપ્રેમીઓને મારી નમ્ર વિનંતી છે. કમ મંn||જુર્તીવન ભીકોપર કરતાં ઉત્તરો. સરસ્વતી નો જુના પs 5ષ IYA અd નૌN IN * * **** દૂર રાસ્વતા જા તનપત્રSી વિજય સંગમ તી. જs Tી ઝૂત ની દીક ક્લી દર્ગહનું ખંડીચેર Sલદાકિની પાળ gિh સૌંવંગ સરોવર - ——- ખ હેને = - બ » પ્રનગs (રેવ તો) પાકનો સ્વામી તપ ચૌ ને ત્રિ અને ( tી ને પણ - o nબT હાલનપાટણ ટ / 2ઇ શ ણો “ સરસ્વતી પુરાણ'ના આધારે શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ એમની દષ્ટિએ તૈયાર કરેલા સહસલિંગ સરોવર અને આજુબાજુના તીર્થ સ્થાનો. Page #106 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા હ) પાટણના મહાન કવિ અને આખ્યાન સાહિત્યના પિતા ભાલણ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય આપણા નવા વસેલા પાટણમાં ઘીવટામાં “ભાલણ કવિની ખડકી” આવેલી છે. હજારો માણસો હજારો વખત આ ભાલણ કવિની ખડકી પાસેથી પસાર થાય છે, છતાં આ ભાલણ કવિ કોણ હતો ? એ હકીકત જાણવાની બહુ ઓછા નગરજનોએ દરકાર કરી છે. - કુમારપાળના શાસનમાં અને કુમારપાળના અવસાન પછી વિક્રમ સંવતના સોળમા શતક સુધી ગુજરાતી સાહિત્ય ઉપર માત્ર જૈન સાધુઓનો ઇજારો હતો. તે કાળમાં સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતા અને પાટણમાં જૈનોના અભેદ ગઢમાં ભાલણ જેવા વૈદિક સાહિત્યકારે પ્રવેશ કર્યો. ગુજરાતીમાં પણ ઉત્તમ કાવ્યો લખી શકાય છે તે હકીકત ભાલણે અનેક આખ્યાનો રચીને સિદ્ધ કરી બતાવી. ગુર્જર ભાષા આવો શબ્દ પ્રયોગ ભાલણે પ્રથમ વખતે કર્યો હતો. ભાલણના જન્મનું ચોક્કસ વર્ષ મળતું નથી, પરંતુ ભાલણ વિક્રમ સંવતના સોળમાં શતકમાં વિદ્યમાન હતો એ નિશ્ચિત છે. વળી તેમનું અવસાન વિક્રમ સંવત ૧૫૭૦ના આશરામાં થયાનું જણાય છે. ભાલણના જમાનામાં પાટણની જાહોજલાલી નષ્ટ પામી હતી. અસલી પાટણ ખંડેર અવસ્થામાં હતું. ભાલણના સમયમાં ગુજરાતનો સુલતાન મહંમદ બેગડો હતો. : ભીમ નામનો કવિ ભાલણનો શિષ્ય હતો. આ ભીમે રચેલ હરિલીલા નામના કાવ્ય ઉપરથી ભાલણ અંગે ઘણી વિશ્વાસપાત્ર માહિતી મળે છે. વિક્રમ સંવત ૧૫૪૧માં કવિ ભીમે ગુરૂ સ્વામી પુરૂષોત્તમના આર્શીવાદ માગ્યા હોવાનો ઉલ્લેખ છે. કવિ ભાલણનું મૂળ નામ પુરૂષોત્તમ હતું જે પાછળથી ભાલણના નામે પ્રચલિત થયા હતા. કેટલાક વિદ્વાનોનું અનુમાન એવું છે કે, જન્મનું નામ ભાલણ છે અને પુરૂષોત્તમ નામ પાછળનું છે. સ્વ. નારાયણ ભારતીએ ભાલણના જન્મનું વર્ષ વિક્રમ સંવત ૧૪૬૧ જણાવ્યું છે. આ રીતે ગણતાં ભાલણે ઘણું લાબું આયુષ્ય ભોગવ્યું હોવું જોઈએ. પાછલી અવસ્થામાં ભાલણ લોકોમાં શ્રી પુરૂષોત્તમ મહારાજ” તરીકે સારી ખ્યાતિ પામી ચૂક્યા છે. ભાલણ મોઢ બ્રાહ્મણ અને ત્રિવેદી કુળમાં જન્મયા હોવાનો મત પ્રચલિત છે. કાદમ્બરી આખ્યાનમાં “ત્રવાડી' અટક જણાવેલ છે. ભાલણના માતા-પિતાના સંબંધી કોઇ પુરાવા મળતા નથી. ભાલણની બાલ્યાવસ્થા સંબંધી પણ કોઇ વિશ્વસનીય જાણકારી મળતી નથી. પરંતુ તેને બાલ્યાવસ્થાનું હૃદયંગમ ચિત્ર દોર્યું છે. જે ઉપરથી અનુમાન કરી શકાય કે તેના માતા-પિતાએ તેને બહુ જ લાડકોડમાં ઉછેર્યો હોવો જોઇએ. ભાલણે સંસ્કૃત સાહિત્ય તથા વ્યાકરણનો સારો અભ્યાસ કર્યો હતો. ભાલણના ગુરૂજી શ્રીપાતાજી હતા. વળી આખ્યાનમાં ભાલણના ગુરૂશ્રી બહ્મપ્રિયાનંદનાથ હોવાનો પણ ઉલ્લેખ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભાલણ એક મહાન કવિ હતો. તેના આખ્યાનોમાં તે પરમ રામ ભક્ત હતો એમ નિર્વિવાદ જણાય છે. ભાલણના નામે કેટલાક ચમત્કારો પણ ગુંથાયેલા છે. ૮૪ (૧) એક સાધુએ ભાલણને કાંઇક ચમત્કાર બતાવવા આહ્વાહન આપતાં ભાલણે ઘરમાંથી એક દાતણ લાવી તેની ચીરીયો કરી અને એક જમીનમાં ખોસી તેમાંથી એક મોટું વૃક્ષ ઉગાડેલું બતાવ્યું હતું. (૨) બીજો એક ચમત્કાર એવો નોંધાયેલો છે કે, એક વખત ભાલણ શક્તિ ધ્યાનમાં બેઠો હતો તેની ચારે બાજુ સ્ત્રીઓ ટોળું વળીને બેઠેલી હતી. એક મુસ્લિમ અધિકારીએ સ્ત્રીઓની આસપાસ ઘેરાઇને બેઠેલા ભાલણને ફજેતી કરવા ખાતર ઓરડાને બહારથી તાળું મારી દીધું. પરંતુ જ્યારે એ અધિકારી મીરા દાતારનાં દર્શન કરવા ગયો ત્યારે દરગાહના ઓટલા ઉપર ભાલણને બેઠેલા જોયા. (૩) ભાલણના પુત્રને જનોઇ આપવાના પ્રસંગે ભાલણ પાટણથી ઘણે દૂર ઔરંગાબાદમાં હતો. ત્યાં તેને જનોઇનો કાગળ મુહૂર્તના આગલા દિવસે જ મળ્યો. ત્યારે ભાલણ ચમત્કારિક રીતે એક જ રાતમાં ઔરંગાબાદથી પાટણ આવ્યો હતો. (૪) આ સિવાય પણ મુસ્લિમ શાસન કાળમાં મુસ્લિમ અધિકારીઓને દારૂના શીશામાંથી દૂધ કાઢી બતાવ્યાનો અને માંસના થાળને પુષ્પોથી ભરેલો થાળ દેખાડચા હોવાના અનેક ચમત્કારો છે. ભાલણ મોઢ બ્રાહ્મણ હતો. મોઢ બ્રાહ્મણ અને મોઢ વણીકોના કુળદેવ શ્રી રામચંદ્રજી છે. આપણા પાટણમા સોનીવાડામાં રઘુનાથજીની પોળમાં અતિ પ્રાચીન એવું શ્રી રઘુનાથનાથજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શ્રી રઘુનાથજીની બેઠેલી પ્રતિમા છે. જે અદ્વિતીય ગણાય છે. કારણ કે સામાન્ય રીતે શ્રી રામજીની હંમેશા ઉભેલી પ્રતિમાઓ હોય છે. બેઠેલા શ્રી રામચંદ્રજી ભગવાનના દર્શન કરવા પરમ પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજને આ લેખક જ્યારે લઇ ગયા ત્યારે શ્રી ડોંગરેજી મહારાજે ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી. આ મંદિરના પૂજારીઓ પણ મોઢ બ્રાહ્મણો જ છે. આ મંદિરના સેવકો પણ ગાંધી, મોઢ વાણીયા છે. ભાલણના ગુરૂની સમાધિ હરિહર મહાદેવ પાસે છે. ભાલણે નીચે મુજબના કાવ્યો રચેલાં છે. શિવ-ભીલડી સંવાદ, કાદમ્બરી, ધ્રુવાખ્યાન, જાલંધરઆખ્યાન, સપ્તસતી પહેલું આખ્યાન, બીજું નળાખ્યાન, રામ બાલ ચરીત, દશમસ્કંધ, કાદમ્બરી ભાગ-૨, મામકી આખ્યાન, મૃગી આખ્યાન, સીતા વિવાહ, કૃષ્ણ વિષ્ટિ, દુર્વાસા આખ્યાન, સીતા-હનુમાન સંવાદ (જેની પ્રત મળતી નથી.) કવિ ભાલણ ગુજરાતી આખ્યાન પદ્ધતિ-પ્રકારના સાહિત્યના પિતા ગણી શકાય. એમણે થોકબંધ આખ્યાનો લખી અને કાદમ્બરીનો પઘાનુવાદ કરી ભાલણે ગુજરાતી સાહિત્યમાં ‘‘અમરપદ’’ પ્રાપ્ત કર્યું છે. પાટણના આ નરરત્નની કાયમી સ્મૃતિ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર જેવું સ્મૃતિમંદિર થાય તો કેવું સારું ? યુનિવર્સિટી વિચારશે ? Page #108 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૮૫ પાટણ આર્ટસ કોલેજના કેટલાક અધ્યાપકો તથા અન્ય મિત્રો ભેગા મળી “ભાલણ સાહિત્ય સભા” નામની નાના પાયા ઉપર સાહિત્યને લગતી પ્રવૃત્તિ ચલાવે છે. જે અભિનંદનને પાત્ર છે. ભાલણના બે પુત્રો નામે ઉધ્ધવ અને વિષ્ણુદાસ હતા. બન્ને પુત્રો પણ કવિ હતા. ઘીવટામાં આવેલ “ભાલણકવિની ખડકી”માં કયું ઘર ભાલણનું હતું તેની માહિતી મળતી " નથી. લેખકે એના માટે સીટી સર્વેનો રેકર્ડ જોવડાવ્યો હતો પણ કાંઇજ માહિતી મળતી નથી. સરસ્વતિપુરાણ - સિધ્ધરાજના શાસનકાળમાં ચોર, અગ્નિ, ઝેર અને ઝેરી પ્રાણીઓ ! : (સર્પ, વ્યાઘ, સિંહ વગેરે)નો ભય ન હતો. તેમજ કોઈને ભૂખ કે તૃષાની ચિંતા ન ; હતી અર્થાત્ સર્વ પ્રજાજનો સાધન સંપન્ન હતાં. (સર્ગ ૧૫ શ્લોક ૧૦૦) સિધ્ધરાજના શાસનકાળમાં સર્વ વર્ણો સ્વધર્મથી રહેતાં હતાં, મનુષ્યોમાં | 1 અકાલ મરણો થતાં ન હતાં અને ભયંકર વ્યાધિઓનો ભય ન હતો. સિધ્ધરાજ ભપતિના પ્રભાવ વડે વરસાદ ઈચ્છા પ્રમાણે થતો.(માગ્યા! 1 મેઘ વરસતા હતા) પૃથ્વી દરેક પ્રકારનાં વિપુલ ધાન્ય આપતી અને ગાયો પુષ્કળ i દુધ આપતી હતી. આ ' રૂદ્ધફૂપમાં જે મનુષ્ય સ્વસ્થચિત્તથી શ્રાદ્ધ કરે છે, તે એકોત્તરશત | પિતૃપુરૂષોને રૂદ્રલોકમાં લઈ જાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સૂર્યનારાયણની કાષ્ટની પ્રતિમા પાટણમાં મહાલક્ષ્મીમાતાના પાષામાં શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરમાં બીરાજમાન ભગવાન સૂર્યનારાયણની કાષ્ટની અલભ્ય પ્રતિમાજી Page #110 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧ પાટણમાં શ્રી મહાલક્ષમીનું આગમન પ્રા. ભૂદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પાટણના નીચે જણાવ્યા મુજબ એકવીસ નામો આ લેખકને વિવિધ ગ્રંથોમાંથી મળી આવ્યા છે. જે નીચે મુજબ છે. (૧) અણહિલવાડ પાટણ (૨) હરવાલા (૩) અણહિલ પાટક (૪) અણહિલવાડા (૫) અણહિલ વાટક (૬) સિદ્ધપુર-પાટણ (૩) પીરાણ પટ્ટણ (૮) અણહિલ પત્તન (૯) અણહિલપુર (૧૦) અણહિલવાડ પત્તન (૧૧) પત્તન (૧૨) અનાલવટ (૧૩) પુતભેદન (૧૪) નોહરવલ્લાહ (૧૫) અણહવિલબાડ (૧૬) અણહિલવાડથ (૧૭) અણહિલ પટ્ટણ (૧૮) પટ્ટન (૧૯) અણહિલ પટ્ટક, (૨૦) ડૉ. ભોગીલાલ સાંડેસરાએ શોધેલું નામ અઇવઉ (૨૧) પાટણ (આધુનિક). આ પાટણમાં મહાલક્ષ્મી માતાજીનું આગમન કઈ રીતે થયું તેનો શાસ્ત્રીય પુરાવો નીચે મુજબ છે. : “કલિબાગ શ્રીમાલે જ્ઞાત્વાગચ્છત તદા શ્રીઃ આગ ગુર્જર લક્ષ્મી પટ્ટાણે નિવાસ્થતિ ' અર્થાત- “શ્રીમાળમાં કલિયુગ આવ્યો છે એમ સમજી લક્ષ્મીની ગમન કરી જશે અને ગુજરાતમાં આવી પાટણમાં નિવાસ કરશે.” મહાલક્ષ્મીજીએ શ્રીમાળ કેમ છોડવું ? તેની એક કથા નીચે પ્રમાણે છે. શ્રીમાલ નગરમાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષો વ્યાપક રૂપમાં ફૂલ્યા ફાલ્યા છે તે જાણી કલીનો પ્રવેશ થઇ ચુક્યો છે તેમ જાયું ત્યારે માતાજીએ પાટણના રહીશ સુનંદ નામના ધનાઢય વણિકને પ્રેરણા કરી. નન્દકુલમાં ઉત્પન્ન થયેલ આ ધનાઢય સુનંદ વણિકે શ્રીમાલમાં આવી તપ કર્યું અને લક્ષ્મીજીને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલ લક્ષ્મીજીએ સુનંદ વણિકને વરદાન માગવા જણાવ્યું ત્યારે લક્ષ્મીજીની પ્રેરણા મુજબ વૈશ્ય વરદાન માંગ્યું કે, “મારા પાટણ દેશમાં આપ નિરંતર વાસ કરો.” દેવી લક્ષ્મીજીએ કહ્યું કે, “આગળેિ ચ તે દેશે પટ્ટણે ગુર્જરે મયા સ્થિત તત્ર કરિગામી તવ દેશે નિરરમ ” અર્થાત “ગુજરાતમાં પાટણમાં હું આવીશ અને તારા દેશમાં કાયમ સ્થિર બનીને રહીશ.” પરંતુ શ્રીમાલના બ્રાહ્મણોની આજ્ઞા વિના અને સંમતિ વગર શ્રીમાલ છોડાય તેમ ન હતું. તેથી ભારદ્વાજ ગોત્રના એક બ્રાહ્મણને બુદ્ધિહીન બનાવી દીધો અને પછી તેની આજ્ઞા માગતા દેવીએ કહ્યું, “આજ્ઞા દેહીતિ ભો વિપ્ર ગચ્છામી ગુર્જર વય ” અર્થાત - “હે બ્રાહ્મણ ! અમારે ગુર્જર પ્રદેશમાં જવું છે તો આજ્ઞા આપો.” Page #111 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ८८ પરંતુ બ્રાહ્મણ સંમતિ આપતાં પહેલાં લોભવૃત્તિ અહીંયા પણ પૈસા માંગે છે. ત્યારે પાટણનો ધનાઢય સુનંદ વણિક આ ભ્રષ્ટ બ્રાહ્મણને નવ લાખ નિષ્ક (નાણું) આપે છે. એટલે આ બ્રાહ્મણ લક્ષ્મીજીને શ્રીમાલ છોડી ગુર્જર પ્રદેશ જવાની રજા આપે છે. મોટી રકમના બદલામાં એક બ્રાહ્મણ શ્રીમાલ છોડવા સંમત થયાની વાત વાયુવેગે પ્રસરે છે. શ્રીમાલનો સમગ્ર બ્રહ્મ સમાજ ભેગો થઈ આ બ્રાહ્મણને ઠપકો આપે છે ત્યારે દેવીએ સ્વયં પ્રગટ થઇ કહ્યું, અસ્માતમીદશી વૃત્તિર્ગચ્છામઃ ખડગુર્જર ” અર્થાત :- અમારી એવી ઇચ્છા છે કે ગુર્જરખંડમાં જઈએ.” એટલે લક્ષ્મીજી જાતે પોતાની ઇચ્છાથી શ્રીમાલ છોડી પાટણ પધારેલાં છે. વિક્રમ સંવત ૧૨૦૩ વૈશાખ સુદ-૮ ને દેવી મહાલક્ષ્મીજી ગુર્જર ખંડમાં પાટણમાં આવીને વસ્યા. સન ૧૨૦૩ પછી શ્રીમાળ તદ્ધ ઝાખું તેજહીન બની ગયું. જ્યારે અણહિલ પાટણ દિન પ્રતિદિન ધનવાન બનતું ગયું. " સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું અને કુમારપાળે વિકમ સંવત ૧૧૯૯ થી ૧૨૩૦ સુધી રાજ્ય કર્યું. ઉપરની વાતોનો અર્થ એવો ઘટાવી શકાય કે કુમારપાળના શાસનમાં અણહિલપુરની શ્રી લક્ષ્મી પરાકાષ્ઠાએ પહોંચી હશે. તાજેતરમાં શેઠશ્રી સુંદરલાલ જીવરામ ઘીવાળાની આગેવાની નીચે એક મહાલક્ષ્મી મંદિર જીર્ણોધ્ધાર કમિટિ નીમાયેલી અને આ કમિટીએ ભારે જહેમત લઈ પાટણનું પ્રાચીન મહાલક્ષ્મી માતાજીનું મંદિર જે જીર્ણ થઈ ગયું હતું તે સમગ્ર મંદિરમાં આરસ જડાવી આબેહૂબ બનાવ્યું છે. એટલું જ નહી પણ પૂજ્ય માતાજીની પ્રતિમાનું પણ સુંદર રીતે સુશોભન કરી દેદીપ્યમાન મુખારવિંદ બનાવી આકર્ષક મૂર્તિ બનાવી છે. વળી આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા પણ ધામધૂમથી શાસ્ત્રોક્ત વિધિ. મુજબ યજ્ઞ કરેલો હતો. કમિટીના તમામ સભ્યોએ ખૂબ જ સુંદર કામ કરેલ છે અને પાટણના નાગરિકોએ ઉદાર હાથે મહાલક્ષ્મી મંદિરના જીર્ણોધ્ધારમાં આર્થિક સહાય કરેલ છે. દાતાઓના નામની નામાવલી આરસની ભીંતમાં કંડારવામાં આવી છે જે કાયમી યાદગીરી રૂપે રહેશે. આ મહોલ્લાનું નામ પણ શ્રી મહાલક્ષ્મી માતાનો પાડો છે. જેને બે મોટી પોળો છે. મહાલક્ષ્મીજીની સામે ભગવાન “વારાહનારાયણ”નું સ્થાનક (મંદિર) છે. ત્રણ દરવાજા પાસે આ મહોલ્લો છે. આ મંદિરમાં ચંદનના કાષ્ટની આબેહુબ (૧) શ્રી સૂર્યનારાયણની તથા (૨) રન્નાદેવીની એમ બે અમૂલ્ય પ્રતિમાઓ દર્શનીય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સૂર્યપત્ની માતા રજનાદેવીજીની કાષ્ટની પ્રતિમા પાટણમાં મહાલક્ષ્મી માતા 11 પાSામાં શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરમાં બિરાજમા1 સૂર્યનારાયણના પત્ની રનાદેવીની કાષ્ટની બેનમૂન પ્રતિમાજી Page #113 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૨ શ્રી સ્વામીનારાયણ ભગવાનનું પાઢણમાં આગમન પ્રા. મદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “ચાર વેદ, વ્યાસસુત્રઃ શ્રીમદ્ ભાગવત, વિષ્ણુસહસ નામ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી વિદુર નીતિ, સ્કંદપુરાણનું શ્રી વાસુદેવ મહાત્મ, યાજ્ઞવલ્કય સ્મૃતિ આ આઠ સંદેશાઓ અમોને ઇષ્ટ છે.” શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થોમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો, જીવ, માયા, અને ઇશ્વર તેમના સ્વરૂપને રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ.” કોઇ જીવના પ્રત્યે પૂરતા ન કરવી, કોઇની થાપણ ન રાખવી, કોઇનું કરજ ક્યારેય ન કરવું, વિદ્યાદાન એ મોટું પુણ્ય છે. ગૃહસ્થાશ્રમી પુરૂષે પોતાની મા, બહેન અને દિકરી સંગાથે પણ આપત્કાળ વિના એકાન્ત સ્થળે ન રહેવું, વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો.” “માતા-પિતા, ગુરૂ, રોગીનીની સેવા કરવી, ઉપજ કરતાં વધુ ખર્ચ ન કરવો, ઉપજ અને ખર્ચનો રૂડા અક્ષરે હિસાબ રાખવો.” “તાંબુલ, અફીણ, તમાકુ, ગાંજો વગેરેને તજવું, સ્ત્રી, ધન, અને રાજ્ય માટે પણ મનુષ્યની હિંસા ન કરવી. આપધાત ન કરવો.” ઉપરના ઉપદેશ શ્રી સ્વામીનારાયણ ભગવાને સર્વ શાસ્ત્રોનો સાર કાઢીને “શિક્ષાપત્રી” નામના ગ્રંથમાં વર્ણવેલો છે. શિક્ષાપત્રી માનવ જીવનની એકએક ભાવના અને આશાઓને આવરી લેતું તેમજ સામાન્ય માનવીથી વિદ્વાનો અને યુગપ્રવર્તકોને પણ પ્રેરણાપાન કરાવે તેવી વ્યવહારૂ ગ્રંથ છે. આવા મહાન ગ્રંથના મહાન લેખક અને ઉપદેશક ભગવાન સર્વાવતારી પૂર્ણ પુરૂષોત્તમ શ્રી સ્વામીનારાયણ સંવત ૧૮૬૦ ના આશરામાં પોતાની માણકી ઘોડી ઉપર સવાર થઈ આપણા પાટણમાં પધારેલા એ એક ઐતિહાસિક નોંધપાત્ર હકીકત છે. આ અવતારી પુરૂષનો જન્મ ઉત્તર પ્રદેશમાં અયોધ્ધા નગરી પાસે છપૈયા ગામમાં વિક્રમ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ-૯ (રામનવમી) ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના આહોભાગ્ય ગણાય કે દૂર દૂર ઉત્તર પ્રદેશમાં જન્મેલા આ યુગપુરૂષ જનકલ્યાણ અર્થે ગૃહત્યાગ કરી જીવનલીલાનું ક્ષેત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બનાવ્યું. ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવી ગુરૂ રામાનંદ પાસેથી મહાદીક્ષા ગ્રહણ કરી સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. આ યુગ પુરૂષે ગુજરાતના ગામડે ગામડે ફરી તેમના દિવ્ય સંદેશ ફેલાવ્યો અને અધર્મનો નાશ કરી સદધર્મની સ્થાપના કરી લોકોને વ્યસન મુક્ત કર્યા. બુરી આદતો છોડાવી ચોરી, લુંટ વગેરે દુષ્કર્મોથી દૂર રહેવા ઉપદેશ આપ્યો અને એક મહાન સમાજ સુધારકનું કામ કર્યું છે. વહેમોને દૂર કરી સમાજમાં નૈતિક તાકાત વધારનાર આત્મા શોધક તરીકે સ્વામીનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મના ઇતિહાસમાં અમર અને અજોડ ગણાશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા • સરદાર વલ્લભભાઈ પટેલ, મહાકવિ નાનાલાલ, શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, જસ્ટીસ રાનડે વગેરે મહાનુભાવોએ શ્રી સહજાનંદ સ્વામીના કાર્યોને ખૂબ જ બિરાદાવેલા છે. જાણીતા સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીએ તેમને ગુજરાતના જ્યોતિર્ધ કહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વામિનારાયણ ધર્મની ખૂબ જ પ્રશંસા કરી છે. સહજાનંદ સ્વામીએ સરયુના પાણીથી (વાણીપ્રવાહથી) ગુજરાતને ભીંજવી નાંખી પવિત્ર બનાવેલ છે. ' એમ કહેવાય છે કે આપણા પાટણમાં જ્યારે તેઓ શિષ્યવૃંદ સાથે પધાર્યા ત્યારે પ્રથમ મીરાદરવાજા બહાર લખીની વાડીમાં ઉતરેલા. આવી વિભૂતિને સત્કારવા કોઇ શિષ્ય પાટણમાં નહોતા. ત્યારે શ્રી પુરૂષોત્તમ ભાવસાર નામના એક સજજને અંતઃસ્કુર્ણ થઇ અને તેઓ જાતે તેમને નગરમાં પ્રવેશ કરવા અને પોતાના ઘરને પાવન કરવા વિનંતી કરી. સ્વામીજીએ તેમના હૃદયનો પ્રેમ જોઈ પાટણની ધરાને ધન્ય કરી. શ્રી પુરૂષોત્તમદાસ ભાવસારના ઘેર હાલના કટકીયાવાડમાં પધારમણી કરી. સ્વામીજીએ પોતાની માણકી ઘોડીને પવિત્ર પીંપળે બાંધી આર્શીવાદ પાઠવ્યો કે, “આ પીંપળા ઉપર બેસનાર પંખીડાનો મોક્ષ થશે. આ પીંપળા નીચે બેસી ધ્યાન કરનારને સમાધિ લાગી જશે.” શ્રી પુરૂષોત્તમ ભાવસારે ભગવાનને પ્રેમથી ગાદી તકીયા ઉપર બેસાડી સન્માન કર્યું અને ભોજન પણ કરાવ્યું. ભગવાને પ્રસન્ન થઈ શ્રી પુરૂષોત્તમદાસ ભાવસારને ઉપદેશ કર્યો અને અતી પ્રસન્ન હૃદયે ભગવાને પોતાના ચરણો કંકુમાં બોળી પોતાના ચરણાવિંદની છાપ કાગળ પર પાડી શ્રી પુરૂષોત્તમ ભાવસારને પ્રસાદી સ્વરૂપે આપી. શ્રી પુરૂષોત્તમના પુત્ર શ્રી લલ્લુભાઈ તેમના પુત્ર શ્રી ત્રિભોવનદાસ અને તેમના સુપુત્ર શ્રી કસ્તુરચંદ હાલ આશરે ઉમર વર્ષ ૫૮ના હયાત છે અને તેમના સુપુત્રો શ્રી હર્ષદભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ અને શ્રી બિપીનભાઈ હાલ હિંગળાચાચરમાં નિવાસ કરે છે. ભગવાને જાતે સ્વહસ્તે આપેલ પોતાના “પગલાની છાપ' અમૂલ્ય ખજાનાની માફક લગભગ ૨૦૦ વર્ષથી જાળવી રહ્યા છે. એક ધનાઢય ભક્ત લાખેક રૂપિયામાં આ પગલાંની છાપ આપવા કહેલ. ત્યારે મધ્યમ વર્ગના આ કુટુંબ ધનને મહત્વ નહીં આપતા, ભગવાનની આ અમૂલ્ય પ્રસાદીને વેચી નહીં. આ લેખક તા. ૨૦/૧૨/ ૧૯૮૬ ના રોજ શ્રી કસ્તુરચંદ ભાવસારના ઘેર જઇ યુગપુરૂષે આપેલ પોતાના ચરણવિંદના દર્શન કરી ધન્યતા અનુભવી છે. • કાળાનુક્રમે કટકીયાવાડનું ઘર વેચાઇ ગયું છે. પરંતુ આ ઘરના કમાડ-બારશાખ તેમજ ભગવાન જે ગાદી તકીયે બિરાજમાન થયેલા, તે તમામ સામગ્રી ભાવસાર કુટુંબે શ્રી સ્વામીનારાયણ ભગવાનના મંદિરને ભેટ આપેલ છે જે આજે પણ વિદ્યમાન હોઇ ભકતો આ પવિત્ર ચીજ વસ્તુઓનાં દર્શન તથા સ્પર્શન કરી ધન્યતા અનુભવે છે. વાચક વર્ગે એક વખત આ પવિત્ર વસ્તુઓ જોવા જેવી છે. - તાજેતરમાં આપણા પાટણમાં શ્રી સ્વામીનારાયણ મંદિરનો શતવાર્ષિક પાટોત્સવ તથા શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૨/૧૨/૧૯૮૬ થી તા. ૧૨/૧૨/૧૯૮૬ સુધીમાં ભવ્ય રીતે ઉજવવામાં આવેલો. આ પ્રસંગે આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી આર્શીવાદ પાઠવવા પ્રથમવાર આપણા પાટણમાં પધાર્યા ત્યારે આ લેખકને સન્માન કરવાનો લ્હાવો મળ્યો હતો. Page #115 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૨ 33 પાટણના બ્રહ્મનિષ્ઠ મહાત્મા શ્રી ત્રિકમલાલજી પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પરમ પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ મહાત્મા શ્રી ત્રિકમલાલ મહારાજ એક મહાન બ્રહ્મનિષ્ઠ યોગી હતા. શ્રી ત્રિકમલાલ મહારાજનો જન્મ આપણા પાટણની પવિત્ર ભૂમિમાં ઝારોળા બ્રાહ્મણની જ્ઞાતિમાં સંવત ૧૯૦૯ ના શ્રાવણ સુદ-૭ ના રોજ એટલે કે લગભગ દોઢસો વર્ષ અગાઉ થયો હતો. તેઓ એક ઊંચ્ચ કોટીના મહાત્મા હતા. પરંતુ પ્રસિદ્ધિથી હમેશાં અળગા રહેતા હતા. ‘‘ત્રિકમ તત્વ વિલાસ'' ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ એ એમના રચેલા ઉત્તમ પદોના સંગ્રહો છે. આ પદોનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે તેમનું ‘‘આત્મતત્ત્વનું’’ ચિંતન ઘણું ઊંડાણવાળુ હતું. બ્રહ્મનાદ, નાદાનુસંધાન અને અધ્યાત્મ માર્ગની ચઢાઇ તેમણે સિદ્ધ કરી હતી. કોઇક વીરલા જ આ માર્ગે પ્રગતિ કરી શકે છે. આખી જીંદગી કર્મકાંડ કરનારા કે ટીલાં-ટપકાં કરનાર કાંઇ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે સદગુરૂની સહાયથી શ્રી ત્રિકમલાલજીએ અધ્યાત્મ માર્ગના કપરાં ચઢાણ ચઢો પરમપદ સુધી પહોંચ્યા હતા. યોગમાર્ગના સીધાં ચઢાણ ચઢતાં ચઢતાં વિવિધ સ્તરે-પગથીયે વગર કાને સંભળાતો ઝરણાંનો નાદ, મુરલીનો નાદ અને ઘંટનાદ તેમણે સાંભળ્યો અને બાહ્ય ચક્ષુ વગર દેખાતો કરોડો સૂર્યનો પ્રકાશ તેમણે જોયો. મનુષ્યની બે આંખો વચ્ચે આવેલ આજ્ઞાચક્ર તેનું રહસ્ય ખુલ્લું ખુલ્લુ જાહેર કરી દીધું છે, જે બહુ ઓછા યોગીઓએ કર્યું. તેમના અંગત અનુભવના નિચોડરૂપ તેમને રચેલા ભજનો યોગમાર્ગના સાધકોને માર્ગદર્શક રૂપ છે. આ લેખકને પણ આ જ માર્ગમાં ઊંડો રસ હોવાથી તેમનું એક એક ભજન ગહન માર્ગોનો ભેદ ખુલ્લો કરે એવું લાગ્યું છે. એક ભજનમાં તેઓ લખે છે કે, ‘‘તુજ પુંજ સમ દીશે દશો દીશ, બીના દીપક ઉજીઆલા હોજી'' ઉપર જણાવ્યા મુજબ આ પંક્તિમાં ઉચ્ચ કોટીના સાધકને દીપક વગર સાધના માર્ગમાં ચારે બાજુ ઝળહળતો પ્રકાશ તેજપુંજ દેખાય છે. આવી જ એક પંક્તિ સંત પછુની છે કે, ‘“ઉલટા કુવા ગગનમે, તીસમે જલે ચિરાગ, તીસમે જલે ચિરાગ, બીન બાતી, બીન તેલ.’' અધ્યાત્મ માર્ગની મુસાફરી-ચઢાઇ ઊંધા કુવા જેવી એટલે મોઢું નીચે અને કુવનું તળીયું ઉપર હોય છે. તેમાં એક એવો ચિરાગ-દિપક સળગે છે જેમાં નથી દિવેટ કે નથી તેલ. સંત કબીર, સંત દાદુ, સંત પછુ અને હાથરસના સંત તુલસી (તુલસીદાસ નહી) આ જ માર્ગના અધિષ્ઠાતા ગણાય. બીજા એક પદમાં મહાત્મા ત્રિકમલાલજી જણાવે છે કે “નામ નિશાન શબ્દનેં સુરણ, અનહદ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૩ યુગે યુગે પાટણની પ્રભુતા નાદ બજે ઘર જાકા” શ્રી ત્રિકમલાલજીએ સુરત-નિરત અને અનહદ નાદનો ભેદ ખુલ્લો કરી સાધકો ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે. તેમના પિતાનું નામ નારાયણ શર્મા અને માતાનું સાંકુબા હતું. ૨૨ વર્ષની વયે તેમણે ગોવિંદકુવરબા સાથે વેદોકત વિધિથી લગ્ન કર્યું. થોડાક વખત ધંધાર્થે મુંબઈ ગયા પરંતુ પોતાના શાંત અને એકાન્તપ્રિય સ્વભાવ અનુકૂળ ન આવાથી પાટણ પાછા ફર્યા. ચાચરીયામાં આવેલ સતરામના મંદિરમાં સાધુ શ્રી ગોવિંદરામજી દાદુપથી રહેતા હતા. તેમની સાથે યોગમાર્ગના વિષય સંબંધી અભ્યાસ કરતા હતા. અષ્ટ સિદ્ધિઓ હાજરાહજુર હોવા છતાં તેઓ ડગ્યા નહી અને આંત્મોન્નતિના માર્ગે આગળ વધ્યા. પત્નીના મરણ પછી જાણે કે તેમનો માર્ગ મોકળો થયો તેમને તીર્થયાત્રા નિમિત્તે ભ્રમણ આદર્યું. ગુરૂની શોધમાં નીકળેલા શ્રી ત્રિકમલાલને એક બ્રહ્મનિષ્ઠ દિગંબર પરમહંસનો ભેટો થયો. તેમને ગુરૂમંત્ર આપ્યો અને સાધના કરવાનો માર્ગ પણ સમજાવ્યો. આબુમાં જઇ સાધના કરી, પાટણ પાછા ફર્યા. વળી વધુ સાધના માટે ચિત્રકુટ ગયા. ત્યાં એક માનવ્રતધારી મહાત્મા સાથે મિલન થયું. જ્ઞાન પ્રાપ્તિ કરી. પાટણમાં સિદ્ધનાથ મહાદેવમાં તેમણે શરૂઆતમાં નિવાસ કર્યો પણ યોગ માટે પૂરતી સગવડ ન હોવાથી સંવત ૧૯૬૬માં જીમખાના સામેના રસ્તા ઉપર “આનંદ આશ્રમ” સ્થાપી યોગ સાધના શરૂ કરી. . મૂળાધાર ચક્રથી આજ્ઞાચક આ છ ચકો જેને યોગની ભાષામાં જુદા જુદા રંગના અમુક અમુક સંખ્યાની પાંખડીઓવાળા કમળ પણ કહે છે, જે શરીરમાં આવેલા છે. જયારે આજ્ઞાચકથી બ્રહ્મચંદ્ર સુધીની આધ્યત્મિક ચઢાઈ ઉપલા માર્ગની ગણાય છે. જેમ કુમકુમનો ચાલ્યો આજ્ઞાચકની જગ્યા બતાવે છે તેમ ચોટલી એ બ્રહ્મરંદ્રની જગ્યા બતાવે છે. આજ્ઞાચકથી બ્રહ્મચંદ્રના એકાદ વેંત જેટલા આ અંતરની આંતરિક ચઢાઇ અતી દુષ્કર છે. સદ્ગુરૂની કૃપા વિના આ ચઢાણ શક્ય જ નથી. આ માર્ગમાં આવતા શૂન્ય, મહાશૂન્ય, બંકનાળ ભંવરગુફા અને સચખંડ વગેરે તમામ સ્થાનોનો પ્રત્યક્ષ અનુભવ સંત શ્રી ત્રિકમલાલજીને થયો હતો. એમ તેમના પદો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. . તેઓ એક સારા વૈદરાજ પણ હતા. સંવત ૧૯૮૮ના અષાઢ વદ-૫ ના આનંદાશ્રમની તમામ વ્યવસ્થા શ્રી કાંતિલાલભાઈ જેઓ તેમના શિષ્ય છે તે સંભાળે છે. આનંદાશ્રમની આ ભૂમિ પૂજ્ય યોગી શ્રી ત્રિકમલાલજીના પવિત્ર પરમાણુઓથી વિભૂષિત થયેલ હોઇ આજે પણ ભાવિક ભક્તજનોને અલભ્ય લાભ આપી અપૂર્વ આનંદ અનુભવાય છે. અનેક સાધકો આ આશ્રમમાં આવી પરમશાંતિનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. પાટણના નગરજનો મોટાભાગે આ આશ્રમથી જાણકાર હોય તેમ લાગતું નથી. આવી દિવ્ય ભૂમિ સાધકો માટે ખૂબ જ સાનુકૂળ છે. પાટણમાં આવા એક મહાન યોગી થઇ ગયા તેની નોંધ આ ગ્રંથમાં લેતા સાચે જ ગૌરવ અને આનંદની લાગણી થાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૩૪) વીરમાયાનું ભવ્ય બલિદાન ૯૪ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય સિદ્ધરાજ જયસિંહના જવલંત ઇતિહાસમાં અનેક લોકગાથાઓ ગુંથાયેલ છે. જે તેના સારા નરસાં પાસાને સાચવી રાખે છે. સહસ્રલિંગ સરોવરની સુંદર શિલ્પકૃતિ પાટણના આજના ખંડિયેરરૂપ હોવા છતાં અનેરી શોભારૂપ છે. ખોદકામમાંથી ખુલ્લા થયેલા કલા વૈભવવાળા ભાગને કોઇ કરામતથી એના પ્રાચીનકાળની જાહોજલાલી કહેવાની વાચા ફૂટે તો આ પથ્થરો અનેક વાતો આપણા જુના પટ્ટણીઓના જીવન સબંધી કહી નાંખે, એવી કલ્પના માત્ર આપણને તેને 'માટેનો અહોભાવ જાગ્રત કરે છે. સહસ્રલિંગ સરોવરના સર્જનની સાથે સતી જસમા અને વીર માયાદાસની લોકકથા કરૂણતાથી વણાઇ ગઇ છે. આ કરૂણ કથનીથી ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની કીર્તિનું કલંક જાણે ચિરંજીવી બની ગયું છે. સમાજના અછુત ગણાતા વર્ગમાંથી એક નવલોહીયા યુવાનનુ લોકહિતાર્થે સ્વીકારાયેલું બલિદાન સવર્ણ હિન્દુઓને પણ વિચાર કરતા બનાવી દે તેવું છે. સંત કબીરે કહ્યું છે કે, ‘“જાત ભાત પૂછે ના કોઇ, હરીકો ભજે સો હરિકા હોઇ’' આ રીતે જ્ઞાતિ-જાતીના ભેદભાવ ભક્તિ સ્વાર્પણ અને દેશપ્રેમમાં આડે ન આવવા જોઇએ. શહીદ વીરમાયાની કથની આ વાતની આપણને પ્રતિતિ કરાવે છે. સોલંકી કુળભૂષણ, મહાપ્રતાપી અણહિલપુર પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહને પુત્ર ન હતો. તેથી પંડિતોની સલાહ મુજબ એક ભવ્ય તળાવ ખોદાવી તેની આજુબાજુ એક હજાર શિવના મંદિરો બનાવી સતી રાણકે આપેલા શાપ નિવારણ કરવા સંકલ્પ કર્યો. આ ભવ્ય તળાવ ખોદાવવા માટે માળવાથી એક લાખ ઓડ અને સવા લાખ ઓડણીઓને તેડી લાવવા સિદ્ધરાજે પોતાના ભાણેજ દુધમલ ચાવડાને મોકલ્યો. તેની સાથે રાજબારોટ મૂળદેવ પણ સાથે ગયા હતા. આ ઓડણીઓમાં જસમા નામની એક સૌંદર્યવાન ઓડણ પણ હતી. લોકવાયકા મુજબ સિદ્ધરાજે તેને પટરાણી બનાવવાની દરખાસ્ત મૂકી. 66 ‘જસમા માટી થોડી રે ઉપાડ..'' આ લોકગીત આજે પણ ચલચિત્રો, રામલીલા અને લોકભવાઇમાં એટલા જ ભાવથી લોકમુખે ગવાય છે. આખરે રાજા જસમાના પુત્રને મારી નાંખે છે અને બળથી જસમાનો કબજો લેવા પ્રયત્ન થાય છે. રાજાને તુચ્છકારી કાઢી રણચંડી બનેલ જસમા જણાવે છે કે ‘‘સિંહ મૂછ, ભોરીંગમણી, કૃપણધન, સતીનાર એ જીવતાં પર હાથ જાય નહીં. મૂવે લોઢા વણહાર.’ છેવટે જસમા શ્રાપ આપે છે કે, “હે રાજન ! તું તારો ધર્મ ભૂલ્યો છે. પાટણમાં ખોદેલા સહસ્રલિંગમાં પાણી રહેશે નહી. પાટણની પ્રજા પાણી વિના ટળવળશે અને હે રાજન ! તારૂં તો નિર્વંશ જશે.’’ Page #118 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સહસ્રલિંગ સરોવરનું બાંધકામ બહુ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું. તેની આસપાસ સહસ્ર એક હજાર શિવના મંદિરો બનાવ્યા. જેમાં એક મંદિરમાંતી દોરી ખેંચતા હજાર મંદિરોમા એક સામટો ઘંટનાદ સંભળાતો હતો. આવી ભવ્ય સરોવરની બાંધણી હોવા છતાં તેમાં સહેજ પણ પાણી ટકતું નથી. બાર બાર વર્ષના વહાણાં વાયાં. મનુષ્ય તો ઠીક પરંતુ પશુ પંખીઓ પણ પાણી વિના ટળવળવા માંડચા. સિદ્ધરાજ મુંઝાયો. સતીના શાપ નિવારણ માટે ઉપાય શોધવા પંડિતોને પૂછવામાં આવ્યું. ત્રિલોચન પંડિતે કુંડળી મૂકી શાપનું તારણ સૂચવ્યું કે, “સહસ્રલિંગ સરોવરના મધ્યભાગમાં કોઇ એક બત્રીશ લક્ષણા માણસનું રક્ત સિંચાય અને પૃથ્વી તૃપ્ત થાય તો જ સરોવરમાં જળ ટકે. શાપાગ્નિથી તપેલી સહસ્રલિંગ સરોવરની ધરતી બત્રીશ લક્ષણા માનવનું બલિદાન માંગે છે. માટે બલિદાન આપો.'' ૯૫ શહેરમાં ઢંઢેરો પીટાવવામાં આવે છે કે, “જે કોઇ મનુષ્યને સહસ્રલિંગ સરોવરમાં સ્વેચ્છાએ પોતાનું બલિદાન આપવું હોય તેને રાજદરબારમાં હાજર થવું.'' સાત-સાત દિવસ સુધી સતત્ ઢંઢેરો પીટાયો પણ કોઇ હાજર થયું નહિ. ઢંઢેરો પીટનારી ટોળીમાં જ એક માયા નામનો વણકર હતો. તે ખૂબ જ સંસ્કારી હતો. માયાના પિતા ધર્મસિંહ અને માતા ગંગાબાઇ ખૂબ જ ધાર્મિક સંસ્કારવાળા હતા. એકનો એક દીકરો બલિદાન દેવા તૈયાર થયો. જેણે પોતાના દેહને દેશ, સમાજ કે જાતિના ભલા માટે નથી અરપ્યો તેનું જીવન વ્યર્થ છે. માયા અને બેં-ચાર બીજા વણકરો રાજડેલીમાં આવી માયાની ઇચ્છા બલિદાન આપવાની છે તે વાત જાહેર કરે છે. એક અછૂતના લોહીથી રંગાયેલ પાણી સવર્ણો પીશે ? ડાહ્યા માણસોએ જણાવ્યું કે, અસ્પૃશ્ય સમાજમાં પણ પરાશર ઋષિ, વેદવ્યાસ, ત્રિકમસાહેબ, રોહિદાસ વગેરે મહાનપુરૂષો પાક્યા છે. વીરમાયાનું ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું. તેના નામનો જયજયકાર થયો. સહસ્રલિંગ સરોવરની વચમાં માયાને લઇ જવામાં આવ્યો. બલિદાનની મુહૂર્તની ઘડી આવી પહોંચતાંજ ચકચકતી તલવાર નમેલી ડોક પર રામનામ લેતાં મારી. તલવાર પડતાંની સાથે માયાનું શીર ધડથી જુદુ પડયું. લોહીની ધારાઓ વહેવા લાગી. આકાશમાં સૂર્યનારાયણ થંભી ગયા. વીરમાયાના રકતથી તૃપ્ત થયેલ ધરણીમાંથી નીર પ્રગટટ્યાં. માયાનું લોહી અને જળ એકમેક થયા. સહસ્રલિંગ સરોવરમા વચમાંથી પાણી ઉપર આવવા લાગ્યાં. અને સરોવર પાણીથી છલકાઇ ગયું. આ રીતે આજથી નવસોહ વર્ષ પહેલાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં અસ્પૃશ્ય ગણાતા રંકનું આત્મસમર્પણ મહાસુદ સાતમના દીને અર્પાયું. વીરમાયાન ભવ્યાતિભવ્ય આ બલિદાનની વાત લોકહૃદયમાં એટલી દૃઢ થયેલી છે કે આજે નવસો વર્ષ પછી પણ સવર્ણો પણ એના બલિદાનને વંદન કરે છે. ‘રાણીના મહેલ’ના નામે ઓળખાતા ટેકરા પર વીરમાયાનું સ્મારક બનાવવામાં આવ્યું છે દર વર્ષે મહાસુદ-૭ ના રોજ ત્યાં ભવ્ય મેળો ભરાય છે. સુંદર સંકુલ બનાવવામાં આવ્યું છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા THE BU BIPIFFINE 11-5 Susi ispustis missi Js his last | and figir por cfferin happie Kam Kes Ag Psy વીરમાયો ips Depair Ropes 451215. ગુજરાત વણકર સમાજ વીરમાયાના લિદાનથી સરોવરમાં નિર છલકાયાં રાણીનો મહેલ યાને માયા ટેકરી વિંધ્યવાસિનીનું મંદિર (સહસ્રલિંગનું બકસ્થળ) Page #120 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૫ જ્ઞાનસાગરકલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગનું એક વિશિષ્ટ સ્થાન છે. આ સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ નોંધપાત્ર શાસકો છે અને તેમના જ વખતમાં થઈ ગયેલા કલિકાસવર્ણ શ્રી હેમચંદ્રાચાર્યજી એ ગુજરાતની એક અદ્વિતીય વિભૂતિ છે. આ મહાન વિભૂતિ જૈન સંપ્રદાય માટે ગૌરવરૂપ છે, પરંતુ રાષ્ટ્રની તો એ અનમોલ પ્રાણશક્તિ છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગુજરાતના સમર્થ સંસ્કારદાતા છે. આ લેખક વર્ષો પહેલાં મહામુની શ્રી પુણ્યવિજયજીને, બાબુના બંગલામાં મળેલા. ત્યારે તેમના મુખેથી આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિશે ઘણું સાંભળવા-જાણવા મળેલું. શ્રી પુણ્યવિજયજી મહારાજ વિનમ્રતાની મૂર્તિ સમા હતા અને હમેશાં વિદ્યા-ઉપાર્જનમાં જ વ્યસ્ત રહેતા હતા. તેઓશ્રીએ નાંખેલા બીજમાંથી જ આજે શ્રી હેમચંદ્રાચાર્યજી વિશે લખવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગુજરાતના મહાન જ્યોર્તિધર તેમજ મહાન સંસ્કૃતિધર એવા પ્રખર વિદ્વાન હતાં. શ્રી ધુમકેતુએ ખૂબ જ યોગ્ય કહ્યું છે કે, “સૂર્યોદય સમયે સરસ્વતી નદીના કિનારે ઉભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશપુંજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્પો અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે.”. શ્રી હેમચંદ્રાચાર્યું ગુજરાતના હૃદય સમા પાટણમાં રહીને સમગ્ર રાષ્ટ્રમાં સંસ્કારીતા, વિદ્યા અને વિશુધ્ધ ધાર્મિકતાનો પ્રાણ પૂર્યો છે. વિશ્વની મહાન વિભૂતિઓમાં આગલી હરોળમાં સ્થાન ધરાવનાર શ્રી હેમચંદ્રાચાર્યનાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં અનેક જીવન ચરિત્રો લખાયેલાં છે. ડૉ. બુહલરે તેમનું જીવન ચરિત્ર જર્મન ભાષામાં પણ પ્રસિદ્ધ કરેલું છે. તેમનો જન્મ ધંધુકામાં વિક્રમ સંવત ૧૧૪૫માં કારતક સુદ-૧૫ ના રોજ થયો હતો. તેમને સંવત ૧૧૫૦ અગર ૧૧૫૪માં દીક્ષા આપવામાં આવી હતી. તેમના પિતાનું નામ ચાંચ અને માતાનું નામ પાહીનીદેવી હતું. શ્રધ્ધા અને પ્રેમ આ બે તત્વો જીવનમાં ઉતારનાર પાહીણી દેવીની કૂખે સંવત ૧૧૪૫ ના કારતક સુદ-૧૫ રોજ જન્મેલ બાળક ચંગદેવ એ જ ભવિષ્યમાં હેમચંદ્રાચાર્ય નામથી વિશ્વ વિખ્યાત બને છે. ચંગદેવની ઉંમર પાંચેક વર્ષની હશે ત્યારે માતાની આંગળી પકડી શ્રી દેવચંદ્રસૂરિને વંદન કરવા Page #121 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જાય છે તે વખતે શ્રી દેવચંદ્રસૂરિના ઉપદેશથી ગુરૂના ચરણકમળમા ચંગદેવને સોંપી એક વિરાંગનાને છાજે એવી છટાથી શિશુને ત્યજી જનની ભાવને અંતરમાં ભંડારી ઉપાશ્રયમાંથી બહાર નીકળી ગઈ. તે વખતે બાળકના પિતા બહારગામ ગયેલા હતા. શ્રી હેમચંદ્રાચાર્યનો જીવનકાળ સિદ્ધરાજ (સંવત ૧૧૫૦ થી ૧૧૯૯) અને કુમારપાળ (સંવત ૧૧૯૯ થી ૧૨૨૯) એમ બંને સમર્થ ગુર્જર સમ્રાટોના રાજ્યકાળને આવરી લે છે. એ સમયમાં ગુજરાતનો સૂર્ય સોળે કળાએ ખીલી રહ્યો હતો. તેઓ વિક્રમ સંવત ૧૨૨૯માં કાળધર્મ પામ્યા હતા. (અવસાન પામ્યા હતા.) નેપોલીઅન અને શેક્સપીયર વિશે સેંકડો ગ્રંથો લખાયા છે અને લખાયે જાય છે. તેમ આચાર્ય હેમચંદ્ર જેનો જગતમાં જોટો જડે તેમ નથી. તેમના વિશે જેટલું લખાય તેટલું ઓછું છે. ગુજરાતી પ્રજામાં દેખાતાં વિવેક, અહિંસા, પ્રેમ સમન્વય, શુદ્ધ સદાચાર અને પ્રમાણિક વ્યવહાર જેવાં લક્ષણો સિંચવાનું કામ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યું હતું. ઉદયનમંત્રીએ ચંગદેવના પિતા ચાંચને સમજાવ્યું તેમનો પુત્ર એક યુગપુરૂષ બનવા અવતરેલો છે. ચંગદેવને દીક્ષા આપવામાં આવી . દીક્ષા લીધા પછી ચંગદેવનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું. જે સોળ વર્ષ પછી હેમચંદ્રસૂરિ બન્યા. શ્રી હેમચંદ્ર વ્યાકરણ, યોગ, કાવ્ય, કોષ, તત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ અને બીજા અનેક વિષયોમાં પ્રવિણતા કેળવી. તેઓ મૌનના મહાસાગર જેવા હતા., સિદ્ધરાજની રાસા ઇન્દ્રની સભા જેવી ગણાતી. તેમાં સ્થાન મેળવવું ઘણું અઘરૂં હતું. વિક્રમ સંવત ૧૧૬૬માં વૈશાખ સુદ-૩ અક્ષય તૃતીયાના દિવસે શ્રી હેમચંદ્રસૂરિને આચાર્યપદ આપવામાં આવ્યું. આચાર્ય હેમચંદ્ર પોતાની વિદ્વતાથી ઈન્દ્રની સભા જેવી સિદ્ધરાજની રાજ્ય સભાના રત્ન બની ગયા. સિદ્ધરાજ તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયેલા. સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનું અદ્વિતીય વ્યાકરણ રચેલું, જેને સિદ્ધરાજે પોતાના માનીતા શ્રીકર નામના હાથી પર સોનાની અંબાડીમાં પધરાવી શોભાયાત્રા ફેરવી આ કૃતિનું બહુમાન કર્યું હતું. સિદ્ધરાજ પોતે શૈવધર્મી હોવા છતાં હેમચંદ્રાચાર્યની અદ્વિતીય પ્રતિભાથી આકર્ષિત થયેલો. સિદ્ધરાજ જયસિંહ પછી પાટણની ગાદીએ કુમારપાળ આવેલ. રાજ્યગાદી પ્રાપ્ત કર્યા પહેલાં હેમચંદ્રાચાર્યે કુમારપાળને આશ્રય આપેલો. જેથી ગાદી ઉપર આવ્યા પછી પોતાને ગુરૂપદે હેમચંદ્રાચાર્યને સ્થાપેલા અને જૈન ધર્મને સારો એવો રાજ્યાશ્રય પણ મળેલો. કેટલાકના મતાનુસાર કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતો. શ્રી હેમચંદ્રાચાર્યનું સાહિત્ય સર્જન વિપુલ છે. સાહિત્યના તમામ ક્ષેત્રોમાં આગવું પ્રદાન છે. વાશ્રય જેવું મહાકાવ્ય તેમનું નોંધપાત્ર સર્જન ગણાય છે. આ સિવાય અભિધાન ચિંતામણી - અનેકાર્થસંગ્રહ, નિઘંટુકોષ, દેશીનામમાલા જેવા શબ્દકોષોની રચના કરી. લિંગાનું શાસન અને Page #122 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા = ૯૯ ધાતુપારાયણ જેવા વ્યાકરણના ગ્રંથો રચ્યા. છંદોનુશાસન નામનો છંદશાસ્ત્ર ગ્રંથ રચ્યો.‘‘કાવ્યાનુશાસન’’ જેવા અલંકાર ગ્રંથની રચના કરી. પ્રમાણમીમાંસા, યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પરિશિષ્ટ પર્વ, વેદાંકુશ. અર્જુન્નીતિ વગેરે વિષયો ઉપર મહાન ગ્રંથોની રચના કરી તેથી આવા બહુશ્રુત વિદ્વાન ‘કલિકાસર્વજ્ઞ’ નું બિરૂદ પામ્યા. રામચંદ્ર, ગુણચંદ્ર, દેવચંદ્ર વગેરે મહાન શિષ્યો ધરાવતું તેમનું બહોળું શિષ્ય મંડળ હતું. ગુજરાતની આજની અસ્મિતા આચાર્ય હેમચંદ્રને આભારી છે. તમામ ક્ષેત્રોમાં તેમનું સ્થાન પ્રથમ નંબરનું છે. सनसायचा वायरामा हिग्राहा સુમિય कहिनाक अदना घरा अणस्लम હસ્તલિખિત તાડપત્ર ઉપરનું લખાણ અને ચિત્રકામ Page #123 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦ ૦. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય Page #124 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૧ વાર્તાઓમાં પાટણનો ભવ્ય ઈતિહાસ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “કુમારપાળ રાજાના રાસનું રહસ્ય” એ નામના પુસ્તકમાં પાટણનો ભવ્ય ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ રાસના રચયિતા પંડિતશ્રી ઋષભદાસજી છે. કવિશ્રી જણાવે છે કે વાવ, વન, વનિતા, વાણીયા, વહેપાર, વૈઘ, વરઘોડા, વૈષ્ણવ, વારિ (પાણી), વેદાંતી વગેરે બાવન “વવ્યા” પાટણ નગરમાં વિખ્યાત છે. આવા પાટણની જનસંખ્યા કેટલી ? તેના જવાબમાં કવિ જણાવે છે કે સમુદ્રનું માપ અગર આકાશનું માપ કાઢી શકાય તોજ પાટણમાં કેટલા મનુષ્ય વસે છે તે કહી શકાય ! આપણા પાટણની જનસંખ્યા અસંખ્ય હોવા બાબતની એક વાર્તા કવિએ નીચે મુજબ આપી છે. (૧) “નામે રાણો આંખે કાણો” એક વખત એક ચારણ સ્ત્રી તેના પતિ સાથે પાટણ જોવા આવેલાં (આજે ઘણા લોકો મુંબઈ શહેર જોવા જાય છે તેમજ હશે !) વિશાળ પાટણની જવાલાયક જગ્યાઓ જોતાં જોતાં અને ફરતાં ફરતાં સાંજ પડી ગઈ. અંધારું થઈ ગયું. એટલામાં પતિ-પત્નિ બે જણ છુટાં પડી ગયા. ચારણ બાઈએ પોતાના ધણીની ઘણી શોધ કરી પણ પોતાના પતિનો પત્તો લાગ્યો નહિ. હિમ્મતવાન ચારણ સ્ત્રી નગર બહાર ઉઘાનમાં રાજા પાસે જઈને કહ્યું કે, “મારા ધણીથી હું વિખુટી પડી ગઈ છું. માટે મને મારો ધણી મેળવી આપો.” રાજાએ ચારણીને આશ્વાસન આપ્યું અને તેના ખોવાયેલા પતિનું નામ પૂછયું. ચારણીએ પોતાના ધણીનું નામ રાણો છે એમ જણાવ્યું. રાજાએ ઘણો વિચાર કર્યો કે રાણા નામને તો ઘણા માણસો સંભવ છે એટલે ફરી રાજાએ ચારણીને તેના વિખુટા પડી ગયેલા પતિની ઉડીને આંખે વળગે એવી ચોક્કસ નિશાની આપવા જણાવ્યું, ત્યારે ચારણીએ જણાવ્યું કે મારો પતિ નામે રાણો છે ને જમણી આંખે કાંણો છે. આ નામ અને નિશાની ઉપરથી રાજાએ સમગ્ર શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે, “નામે રાણા અને જે જમણી આંખે કાણા હોય તે સવારે દરબારમાં હાજર થાય.” સવાર પડી ધીમે ધીમે જમણી આંખે કાણા નામે રાણા દરબારમાં આવવા માંડ્યા. પ્રબંધકાર કવિ નોંધે છે કે, આવા નામે રાણા અને આંખે કાણા લોકોની એકંદર સંખ્યા ૯૯૯ થઇ. પેલી ચારણ સ્ત્રીને તેમાંથી તેના પતિને શોધી લેવા કહ્યું. પણ તેમાં તે ન જડ્યો. રાજાએ ફરીથી પહડ વગડાવ્યો. એટલે બીજા પ્રયત્ન તે મળી ગયો. આ ઉપરથી વનરાજે વસાવેલ પાટણની વસ્તી કેટલી મોટી હશે તેની માત્ર કલ્પના ન કરવી રહી ! પાટણની સરખામણી ઇન્દ્રપુરી અને અમરાપુરી સાથે થતી હતી. તેમાં લક્ષ્મી પણ લેખા વિનાની હતી. Page #125 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૨) દંડ કે દાન ? સિદ્ધરાજ જયસિંહના વખતમાં બનેલી આ ધટના છે. સિદ્ધરાજની આજ્ઞા મુજબ સહસ્રલિંગ સરોવરનું બાંધકામ પુર ઝડપે ચાલી રહ્યું હતું. બાંધકામ વખતે રાજા જાતે હાજર રહે છે. કારીગરોને જાતે સૂચના આપે છે. એક ભવ્ય સરોવર બાંધવાનું સિદ્ધરાજનું સ્વપ્ન હતું. પાટણની પ્રજાનું પાણીનું દુઃખ કાયમ માટે ટાળવા રાજ્યના છુટા હાથે નાણાં વપરાય છે. માત્ર પાણીની સગવડ માટે જ નહીં. પરંતુ પાટણના નાક સમાન એક ભવ્ય સરોવર બાંધવાની રાજાની આજ્ઞા હતી. જ્યાંથી માત્ર પાણીની જલધારા વહેતી હોય અને સાથે સાથે ધર્મની અને સંસ્કારની સરવાણીઓ પણ વહેતી હોય ! ૧૦૨ સહસ્રલિંગ સરોવરના નિર્માણની વાત દશે દીશામાં ફેલાતાં લોકો આનંદવિભોર બન્યા હતા. પરંતુ માણસ ઇચ્છે છે શું ? અને ઇશ્વર કરે છે કાંઇક જુદું જ. સહસ્રલિંગનું નિર્માણ કામ ચાલતું હતું ત્યાં એકાએક મળવાએ પાટણને લડવાનું સામેથી આહ્વાહન આપ્યું. માળવા અને ગુજરાત વચ્ચે વર્ષોથી હરિફાઇ ચાલતી હતી. એકાએક યુદ્ધ ફાટી નીકળ્યું. સહસ્રલિંગના નિર્માણને બાજુએ રાખી સિદ્ધરાજ માળવાની સામે યુદ્ધે ચડડ્યો. બંને વચ્ચે ખુનખાર યુદ્ધ જામ્યું. માળવા ઉપર વિજય મેળવવો સહેલો ન હતો. આ યુદ્ધ લોઢાના ચણા ચાવવા જેવું કપરૂં નીકળ્યું. યુદ્ધ ખૂબ જ લંબાયું. સિદ્ધરાજે સહસ્રલિંગ સરોવરના નિર્માણની જવાબદારી મહામાત્ય મુંજાલને સોંપી. સિદ્ધરાજ માળવા સાથે યુદ્ધ ખેલી રહ્યો હતો. એક બાજુ યુદ્ધનો ખર્ચ વધતો જતો.હતો. ત્યારે બીજી બાજુ રાજ્યનો ખજાનો ખૂટવાથી સહસ્રલિંગ સરોવરનું સર્જન કામ બંધ કરવાની મુંજાલ મહેતાને ફરજ પડી. પાટણના શ્રીપાલ શેઠે જાણ્યું કે નાણાંના અભાવે સરોવરનું કામ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સોનામહોરોથી ભરેલી થેલીઓ લઇ શેઠ દરબારમાં પહોંચ્યા અને કાકલુદી કરવા લાગ્યા. મહામાત્યજી ! એક પ્રાર્થના કરું છું કે રાજ્ય સખત નાણાં ભીડમાં છે એના કારણે જ સરોવરનું નિર્માણ કામ બંધ કરવામાં આવ્યું છે. મારી સંપત્તિ આવા સમયે કામમાં નહી આવે તો કયારે આવશે ? માટે મારી આ સોનામહોરો સ્વીકારો અને મને ઉપકૃત કરો. સરોવરનું કામ ફરી ચાલુ કરો અને જ્યારે પણ જરૂર જણાય તો આ સેવકને યાદ કરશો. મુંજાલ ભારે વિમાસણમાં મૂકાઇ ગયા. એક તરફ નાણાંના અભાવે સરોવરના નિર્માણનું કામ બંધ હતું. છતાં મુંજાલે રાજાની આજ્ઞા વિના પ્રજાનાં નાણાં લઇ શકે નહીં તેમ જણાવ્યું. શ્રીપાલ શેઠ નિરાશ થઇ ગયા. એજ રાત્રે રાજાના ખજાનામાંથી એક કિંમતી હાર ચોરાયાની નામોશીભરી ઘટના બની. મુંજાલ મહેતાની આબરૂનો પ્રશ્ન હતો. મુંજાલે દૃઢ પ્રતિજ્ઞા કરી કે હારના ચોરને પકડું ત્યાં સુધી અન્નપાણી હરામ છે. મુંજાલે જાતે તપાસ આદરી. પગેરૂ શ્રીપાલ શેઠના ઘેર પહોંચ્યું. શ્રીપાલ શેઠના દીકરાને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો. દીકરાનું નામ ઉદયકુમાર, બીજા દિવસે ભરી સભામાં આરોપી ઉદયકુમારને સભામાં હાજર કરવામાં આવ્યો. કોઇની પણ શેહમાં તણાયા વગર ચુકાદો આપતાં કહ્યું કે, “શેઠ ! આ દીકરાને છોડાવવો હોય તો ૩ લાખ સોનામહોરો ભરપાઇ કરી દો.'' સભા સ્તબ્ધ બની ગઇ. Page #126 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૩ શ્રીપાલ શેઠ ૩ લાખ મુદ્રા સભા વચ્ચે જમા કરી પોતાના પુત્રને કેદમાંથી મુક્ત કરાવ્યો. પાછળથી સિદ્ધરાજના તથા પ્રજાની જાણમાં આવ્યું કે આ રહસ્યમય રીતે દંડ ભરવા પાછળ શ્રીપાલ શેઠે ચોરીનું માત્ર નાટક કર્યું હતું. દાનવીર એવા શ્રીપાલ શેઠની ભાવના હતી કે પોતાની સંપત્તિ સરોવરના નિર્માણકાર્યમાં વપરાય એ માટે એમણે એમના પુત્ર પાસે રાજ્યના ખજાનામાંથી ચોરી કરાવી હતી. સમર્થ સમ્રાટ સિધ્ધરાજે જ્યારે રાજ્યના ચોપડામાં ત્રણ લાખ મુદ્રાઓ શ્રીપાલ શેઠના નામે દંડની જમા જોઇ ત્યારે એને ખાત્રી હતી કે આવી ચોરી શ્રીપાલ શેઠ કે એમનો પુત્ર કરેજ નહિ, પણ માત્ર રાજ્યને મદદ કરવા માટે દાન આપવા માટે જ શ્રીપાલ શેઠે ચોરીનું માત્ર નાટક કર્યું હતું. હકિકતમાં દંડ એ માત્ર દાન જ હતું ! ‘અહિં નિવાસ કરવાના રસલોભથી કમળા (લક્ષ્મી) શારદા (સરસ્વતી) સાથે કલહ કરતી નથી. અર્થાત્ શ્રી અને સરસ્વતી બન્ને સંપથી સાથે નિવાસ કરે છે. ܀ આ નગર વિદ્યા અને કલાનું કેન્દ્ર છે. અણહિલપુર પાટણ રૂપ, લાવણ્ય અને લક્ષ્મીથી શોભી રહ્યું છે. ‘ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ, ન્યાયનું સ્થાન અને લક્ષ્મીવડે સદાકાળ આલિંગિત એવું આ અણહિલવાડ નામનું નગર છે. By Page #127 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૪ ૩૭) ધન્ય ધરા પાટણની! પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્માક્ષત્રિય વનરાજ ચાવડાએ વસાવેલ પાટણનું નામ અણહિલવાડ. સોલંકી વંશમાં પાટણની જાહોજલાલી ટોચે પહોંચી હતી. અણહિલવાડનું અપભ્રંશ “અનાવાડું' આજે પણ બિસ્માર હાલતમાં ઉભું છે. મુસ્લિમ સુલતાન ઉલુઘખાને પાટણ ન ભાગ્યું હોત તો પાટણ કેવું ભવ્ય હોત તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના વખતમાં પાટણનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. વહીવટમાં, વાણિજ્યમાં, વિદ્યામાં અને વિધ્વંશ (શત્રુઓનો) કરવામાં પાટણનું નામ ભારતને . નકશામાં મોખરે હતું. આવા આપણા પાટણની ભવ્યતા અનેક પ્રાચીન સાહિત્યકારોએ અને કવિઓએ પોતાની કૃતિઓમાં કરી છે. તત્કાલિન સાહિત્યકારોએ પાટણનું જે વર્ણન કરેલું છે તે રોમાંચક છે. આ લેખમાં આવા કેટલાક ખ્યાતનામ અને વિશ્વસનીય લેખકોએ પોતાની કલમે પાટણનું વર્ણન કર્યું છે. તેમાંથી કેટલાક ફકરાઓ ઉતાર્યા છે. જે વાંચી આપણે બોલી ઉઠીએ “ધન્યધરા પાટણની ઐતિહાસિક સાહિત્યમાં અણહિલપુર પાટણનું વર્ણન કાવ્યમય અને અલંકારયુક્ત છે. ગુર્જરેશ્વર સિદ્ધરાજ અને કુમારપાળની જીવનકથા આલેખતાં આ કાવ્યકારોએ અણહિલપુરની પણ ઝાંખી કરાવી છે. દ્વયાશ્રય મહાકાવ્યમાં પાટણનું વર્ણન કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ ‘દ્વયાશ્રય” નામનું સંસ્કૃતમાં મહાકાવ્ય લખેલ છે. આ મહાકાવ્યમાં અણહિલપુર પાટણનું સૌ પ્રથમ અને શ્રેષ્ઠ વર્ણન ૧૩૦ શ્લોકોમાં આપ્યું છે જે નીચે પ્રમાણે છે. “ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન તેમજ લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.” શૈર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં આ નગર (પાટણ)ના લોકો અગ્રેસર છે.” અણહિલપુર ધર્મનું નિવાસસ્થાન અને લક્ષ્મીથી સમૃદ્ધ નગર છે. જ્યાં વિદ્યાકલા માટે અનેક શાળાઓ છે. આ નગરની આસપાસ ઉત્તમ પ્રકારના બગીચાઓ છે. નગરની નજીક વહેતી સરસ્વતી પોતાના ત વડે નગરજનોને પવિત્ર બનાવે છે. નગરમાં મોટાં મોટાં મહાલયો Page #128 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૫ (પ્રાસાદો) અને મંદિરો છે, જેનાં ગવાક્ષો (જાળીઓ) અને અગાશીઓ શહેરની શોભામાં વૃદ્ધિ કરે છે. નગરની સ્ત્રીઓ આગાશીમાં ઉભી હોય ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે. (શત ચંદ્ર નભ સ્તલમ્) આ શહેરમાં અને કોટિપતિઓ છે, જેના મહેલો ઉપર ધ્વજાઓ ફરકે. આ નગરનો વૈભવ ઇન્દ્ર તુલ્ય છે જે પુરંદરપુરની શોભાને ઢાંકી દે છે. યાશ્રય મહાકાવ્ય સર્ગ-૧) કીર્તિકૌમુદીમાં અણહિલપુરનું વર્ણન કવિ સોમેશ્વર કીર્તિકૌમુદીમાં પાટણનું વર્ણન કરતાં લખે છે : “શોભા અને કલ્યાણના નિવાસરૂપ અણહિલપુરનગર શોભી રહ્યું છે. તેની આસપાસ ફરતો કોટ છે, જેથી નગરે ગળામા હાર પહેર્યો હોય તેમ લાયે છે. શહેરની શોભા એટલી બધી સરસ છે કે જેને જોઇને લંકા શંકા કરે છે, ચંપા કંપે છે. મિથિલા શિતિલ બની ગઇ છે, ધારાનગરી નિરાધારા બની ગઇ છે, મથુરા મંદ થઇ ગયું છે. નગરમાં હિમાલય જેવાં સફેદ અને ઊંચા દેવમંદિરો છે. નગર પાસે સહસ્રલિંગ સરોવર છે. જેને ફરતાં સહસ્ર શિવમંદિરો તથા વિષ્ણુમંદિરો છે.’’ વસંતવિલાસમાં વૈભવી વર્ગન શ્રી બાલચંદ્રસૂરિ પોતાના વસંતવિલાસ કાવ્યમાં પાટણનું વૈભવી વર્ણન કરતાં લખે છે કે :‘અણહિલ પાટનગર ઇન્દ્રના નગર જેવું છે. જ્યાં લક્ષ્મી અને સરસ્વતી વિના કલશે નિવાસ કરે છે. નગરમાં અનેક દેવમંદિરો છે જેની ધંટડીઓરૂપી મુખ વડે અને ધ્વજાઓરૂપી હાથ વડે રાજ્યનાં યશોગામ ગાઇ રહ્યા છે. નગરના કોટને ફરતી ખાઇ છે, જે પાણીથી ભરેલી છે. જેથી નગરનું રક્ષણ સારૂં થાય છે.’’ સુકૃત સંકીર્તનમા અણહિલપુરનું વર્ણન નીચે પ્રમાણે છે. ‘‘આ નગરમાં વજરાજ નામે દેવરાજા થઇ ગયો. તેણે પંચાસર પાર્શ્વનાથ નામનું મંદિર નવીન રીતે બંધાવ્યું હતું. આ નગરની પાસે ઉંચો કીર્તિસ્તંભ છે. જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરે છે.’’ કુમારપાલ ચરિત્રમાં પાટણ દર્શન ‘‘વનરાજ સ્થાપિત અણહિલપુર પ્રતિષ્ઠાવાળુ મહાનગર છે. જ્યાંના નગરજનો પૂર્ણાભિલાષી, સંતોષી અને દેવતુલ્ય શોભાને ધારણ કરનારાં છે.’ ‘‘વાદળથી વાતો કરતો એક ઉંચો કીર્તિસ્તંભ છે તેની ઉંચાઇ એટલી બધી છે કે સૂર્યનારાયણ પોતાનો ભંગ થવાથી આશંકાથી કોઇક વખત વાદળમાં પેસી જાય છે.’’ ‘અહીં સ્વર્ગલોક જેવાં જૈન ચૈત્યો અને મંદિરો છે. અહીંના દાન, માન, કલાકૌશલ્ય, ધર્મ, વિઘાકલા વગેરે જોઇને દેવતાઓ પણ અહીં વાસ કરવા ઇચ્છે છે.’’ Page #129 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૬ ૩૮) સિદ્ધરાજના કીર્તિસ્થંભ ઉપરનો પ્રશસ્તિ લેખા પ્રા. મુફદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય સુકૃત સંકીર્તન” નામના ગ્રંથમાં અણહિલપુર પાટણનું વર્ણન ખૂબ જ રોચક ભાષામાં કરવામાં આવ્યું છે. તેમાં સિદ્ધરાજે બંધાવેલ “કીર્તિસ્તંભ'નો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કીર્તિસ્તંભની ઉંચાઇ કેટલી હશે? લેખક જણાવે છે કે, “કીર્તિસ્તંભ ઉપર ગગનસિંધુનાં પક્ષીઓ વિશ્રામ કરતા હતા.” ગુર્જરેશ્વર, પુરોહિત, શ્રી સોમેશ્વરદેવ પોતાના “કીર્તિકૌમુદી” કાવ્યમાં સર્ગ-૧માં શ્લોક ૪૮ થી ૮૧માં પાટણનું જે હૃદયંગમ ચિત્ર આલેખ્યું છે, તેમાં બ્લોક નં. ૭પમાં સહસ્ત્રલિંગ સરોવરના તટે કીર્તિસ્તંભનું વર્ણન આપેલું છે. શ્રી સોમેશ્વરદેવ તેમાં જણાવે છે કે “આકાશ ગંગામાંથી પડતા ચાંદીના પ્રવાહ જેવો આ કીર્તિસ્તંભ તળાવના તટે શોભી રહ્યો છે.” કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ રચેલ દયાશ્રય નામના સંસ્કૃત મહાકાવ્યના સર્ગ ૧૬માં શ્લોક નં. ૧૨૨માં જણાવે છે કે, સિદ્ધરાજે પોતાના મહાન કીર્તિસ્તંભ જેવા દેવઘર બનાવ્યાં. આ રીતે કીર્તિસ્તંભ સિદ્ધરાજ જયસિંહે બનાવેલો અને તે પણ સહસ્ત્રલિંગ સરોવર તટે જ એવા ઉલ્લેખો અનેક જગ્યાએ મળે છે. આ કીર્તિસ્તંભ ઉપર સિદ્ધરાજની પ્રશંસા કરતો શિલાલેખ કે જે “સહસલિંગ પ્રશસ્તિ” બે નામે જાણીતો છે કે કવિશ્રી શ્રીપાલે પ્રશસ્તિ રચી હતી. વિકમ સંવત ૧૧૯૨માં સિદ્ધરાજે અવંતિનો કિલ્લો તોડી માળવા ઉપર મહાન વિજય મેળવ્યો અને માળવાના રાજા યશોવર્માને બંદીવાન બનાવી પાટણ લાવ્યો એ સિદ્ધરાજના જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. પાટણ અને માળવા વચ્ચે પરાપૂર્વથી વૈર ચાલ્યાં આવતા હતાં. તેઓ એકબીજાની સ્પર્ધા અને લાભ માટે ચડાઈઓ કરતાં વિક્રમ સંવત ૧૧૮૭માં સિદ્ધરાજે માળવાના યશોવર્મા ઉપર ચડાઈ કરી તેની રાજધાનીને ઘેરો ઘાલ્યો. પાંચ પાંચ વર્ષ સુધી અવિરત યુદ્ધ ચાલ્યું. આખરે આ રીતે માળવાનો વિજય સિદ્ધરાજના જીવનનું એક યશસ્વી કાર્ય બન્યું. માળવાના વિજયને કાયમી બનાવવા અને તેને યાદગીરી રૂપે જ સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવરના તટ ઉપર આ મહાન કીર્તિસ્તંભ બનાવેલો અને આ સ્તંભ ઉપર કવિ શ્રીપાલ પાસે પ્રશિસ્ત લખાવી હતી. કવિવર શ્રીપાલ સિદ્ધરાજની સભાનો મહાપંડિત હતો. જયસિંહનો એ બંધુ ગણાતો. એની અભૂત કવિત્વ શકિત જોઈ સિદ્ધરાજે એને “કવિચક્રવતી'નું બિરૂદ આપેલું. એણે સહસ્ત્રલિંગ અને રૂદ્રમાળની પ્રશસ્તિઓ રચેલી છે. આ ઉપરાંત એણે “વિશમન પરાજય” નાટક પણ લખેલું છે. કવિ શ્રીપાલ કુમારપાળના સમયમાં પણ વિદ્યમાન હતો. કોઇ કોઇ વખતે તે કુમારપાળને વ્યાખ્યાન સંભળાવતો. એ કુમારપાળે એને “પદ્મભાષા કવિચક્રવતી' કહ્યો છે. એનો પુત્ર સિદ્ધપાલ પણ, Page #130 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૭ વિદ્વાન હતો અને સિદ્ધપાલનો પુત્ર વિજયપાલ પણ કવિ હતો. સહસલિંગ સરોવર તટે સિદ્ધરાજે માળવાના વિજય સ્મારકરૂપે જ કીર્તીસ્તંભ ઉભો કર્યો હતો. આ સ્તંભ ઉચો અને કલાત્મક હતો. સિદ્ધરાજના કીર્તિગાનો ચારે દિશામાં ફેલાવતા આ કીર્તિસ્તંભ ઉપર સિદ્ધનૃપ સિદ્ધરાજનું ચારિત્ર વર્ણન કરતી તેમજ સહસ્ત્રલિંગ યશગાથા ગાતી પ્રશસ્તિ મૂકવામાં આવી હતી. “પ્રબંધ ચિંતામણી” તથા “પ્રભાવક ચારિત્ર” માં આનો ઉલ્લેખ થયેલો છે. કાળના ગર્ભમાં સહસ્ત્રલિંગ સરોવર વિલિન થઇ ગયું છે. સરોવરના નાશ પામવાની સાથે કીર્તિસ્તંભ પણ નાશ પામ્યો છે અને તેના ઉપર અંકિત થયેલ પ્રશસ્તિ શિલાલેખ પણ નાશ પામ્યો છે. આ રીતે કીર્તિસ્તંભ અને તેના ઉપર અંકાયેલા પ્રશસ્તિ પણ સહસલિંગ સરોવર સાથે જે નાશ પામી છે. સદ્ભાગ્યે આ પ્રશસ્તિનો એક પંડે જે પથ્થર ઉપર કંડારાયેલો છે તે પથ્થરનો ટુકડો આપણા પાટણમાં વિજળકુવાના વૈજનાથ મહાદેવ મંદિરની દિવાલમાં આડેધડ જડાયેલ મળી આવ્યો છે. દિવાલમાં ચણાયેલ આ ટુકડો ઐતિહાસિક દ્રષ્ટિએ અદ્વિતીય અને અમૂલ્ય ગણાય. સોલંકી વંશના ઇતિહાસમાં એ આધારભૂત માહિતી પૂરી પાડે છે. કારણ કે એનો રચયિતા સિદ્ધરાજનો માનીતો કવિશ્રીપાલે પોતે જ હતો. પાટણના જાણીતા પુરાતત્વવિદ્ સ્વ.શ્રી રામલાલ મોદીએ “સિદ્ધરાજના કીર્તિસ્તંભના લેખનો એક અંશ” નામના લેખમાં વિગતવાર આ પ્રશસ્તિ લેખનું વર્ણન કરેલ છે. મૂળ લેખમાં દશ શ્લોકો મળી આવ્યા છે. તેનો ભાવાનુવાદ નીચે પ્રમાણે છે. પૃથ્વી ઉપર ધર્મપાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃદ્ધિ વધાવનાર મહાક્ષેત્ર તે ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને કામ) પ્રત્યે સરખા ભાવે પવિત્ર વૃત્તિ રાખતો હતો. તે વખતે ગંગાજીએ ભગીરથને કહ્યું હતું તેમ કહ્યું પછી તેણીએ સિદ્ધરાજે બંધાવેલ સરોવર છલકાવી દીધું. શ્રીપાલે રચેલ અને કીર્તિસ્તંભ ઉપર કંડારાયેલ આ પ્રશસ્તિ પ્રથમ પાટણના વિદ્વાનોની સભામાં કસોટી કરવા રજુ કરવામાં આવી હતી. જો મારી પાસે ધન હોય તો એ પથ્થર ખરીદી લઈ એક લાખ ખરચી સુંદર કલાત્મક ટાવર બંધાવી તેના ઉપર તે મૂકાવું.” આ શબ્દો જાણીતા પુરાતત્વજ્ઞ પંડિત શ્રી જીનવિજયજી મહારાજે પાટણની એક જાહેર સભામાં ઉચાર્યા હતા. પટ્ટણીઓને કાંઈ કિંમત સમજાઇ ખરા ? પટ્ટણીઓ આ શિલાલેખ જોવા તો જાય એજ સભ્યર્થના. આવો ઐતિહાસીક દસ્તાવેજ સાચવવા સરકાર તેમજ પુરાતત્ત્વખાતું આગળ આવે તો સારું ! (નોંધઃ સિધ્ધરાજની આ પ્રશસ્તિલેખનું ભાષાન્તર આ ગ્રંથમાં લેખ નં. ૮૬માં પ્રસિધ્ધ કર્યું છે.) Page #131 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૮ ૩૯ સિદ્ધપુરનો રુદ્રમાળ પ્રા. મુફદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ઓગડ જોષીએ માત્ર આંગળીના વેઢે ગણી મૂર્હત કાઢી આપ્યું અને તે મુજબ તેજ ઘડીપળમાં રૂદ્રમાળ બાંધવાના ખાતમૂહુત તરીકે એક ખીંટી ધરતીમાં ઠોકવામાં આવી. મુહુતમાં બતાવ્યા મુજબ જ સિદ્ધરાજના સ્વપ્ન મુજબના મહાન રૂદ્રમહાલયની પ્રથમ ખીંટી ધરતીમાં બેસાડેલ જોઈ ઓગડ જોષી આનંદમાં આવી બોલી ઉઠયા. “બરાબર શેષનાગના માથા ઉપર જ ખીંટી ઠોકાઇ ગઇ છે. સિદ્ધરાજના મનમાં શંકા ગઇ. રાજા વાજા અને વાંદરા. ઓગડ જોષીના કથન ઉપર વિશ્વાસ બેઠો નહિ. સિદ્ધરાજે કહ્યું, “મહારાજ ! તમોએ કહ્યું કે શેષનાગ વિંધાયો. શેષનાગના માથા ઉપર ન ખીંટી ઠોકાઇ ગઇ છે તેનું કઈ પ્રમાણ ખરૂં?” ઓગડ જોષીએ નમ્ર ભાવે કહ્યું, “જ્યાતિષશાસ્ત્ર મુજબનું મૂહુત અને * બ્રાહ્મણનું વચન એજ મોટું પ્રમાણ.” રાજા માન્યો નહી. રાજાએ નોકરોને હુકમ કર્યો, “ખીંટી કાઢી નાખો” જેવી ખીંટી કાઢી તેવી જ લોહીની ધારા ઉડી ! જાણે ધરતીમાંથી લોહીનો ફૂવારો ઉડડ્યો ! રાજાએ આજ્ઞા કરી, “ખીંટી પાછી ધરતીમાં ઠોકી દો.” ખીંટી ફરી ધરતીમાં ઠોકાઇ ત્યારે ઓગડ જોષી બોલી ઉઠયા, “મહારાજ ! શુભ પળ વીતી ગઇ. શેષનાગ ફરી ગયો. હવે ખીંટી શેષનાગના માથે નહિ પણ તેની પૂંછડીએ વાગી છે. રૂદ્રમાળ બનશે ખરો પણ મૂહુત બદલાઇ જવાથી આ રૂદ્રમાળનો તોડનાર પણ મળશે.” આ વાર્તા સાચી હોય કે નહી પરંતુ આભની સાથે વાતો કરતા. ઊંચા રૂદ્રમાળને ધર્મઝનુની અલાઉદ્દીનના સરદાર ધર્માધ ઉલુઘખાને જામીન દોસ્ત કર્યો. પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા મુજબ રૂદ્રમાળ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ એમ જણાવ્યું છે. પરંતુ કર્નલ ટડના જણાવ્યા મુજબ મૂળરાજ ૧લાએ ઇ.સ. ૯૮૩માં રૂદ્રમાળનું બાંધકામ શરૂ કરેલું. ચૌદ વર્ષમાં એનું બાંધકામ પૂરું થયું નહિ અને એ અધુરૂ રહેલું બાંધકામ સિદ્ધરાજે વિક્રમ સંવત ૧૨૦૨ના મહાવદ ચોથના દિવસે પુરૂ કર્યું. શિલ્પીઓના સાડત્રીસ મણ વજન જેટલાં ટાંકણા ઘસાઇ ગયાં પછી ભવ્ય રૂદ્રમાળ નિર્માણ થયો હતો. હકીકતમાં વનરાજ ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને સંતાન ન હતું. સામંતસિંહ પોતે વિલાસી અને દારૂડીયો હતો. સામંતસિંહ વાંઝીયો હોવાથી તેના ભાણેજ મૂળરાજ સોલંકીના માથે પોતાનો રાજમુગટ મૂકતો અને રાજગાદી ઉપર બેસાડતો. થોડીવાર પછી ગાદી ઉપરથી ઉતારી મૂકતો. વારંવાર અપમાનીત થયેલ મૂળરાજ સોલંકીએ સામંતસિંહને મારી અણહિલપુરની ગાદી કબજે કરી અને સોલંકી વંશની શરૂઆત કરી. આ મૂળરાજ સોલંકીએ દેવાધિદેવ મહાદેવ ભગવાન માટે સાત મજલાનો એક ભવ્ય રૂદ્રમાળ બનાવવાની શરૂઆત કરી. પાકા રેતીયા પથ્થરની બસો બસો મણની પથ્થરની શિલાઓ આઠ જોડીયા બળદના રેંકડા ઉપર મંગાવવામાં આવતી. નિજ મંદિર બંધાવ્યા બાદ તેમાં રૂદ્ર ભગવાનની સ્થાપના થઇ. આ વિશાળ રૂદ્રમાળ આજુબાજુ રૂદ્રના અગિયાર મંદિરો ચણાવા લાગ્યાં. અવતારના અગિયાર Page #132 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૯ ચાલતા કામે મૂળરાજનો સ્વર્ગવાસ થયો અને તેની કલ્પના મુજબનું બાંધકામ અટકી પડ્યું તેનું સ્વપ્ન અધુરૂં રહ્યું. મૂળરાજ પછી ચામુંડારાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ વગેરે રાજાઓ સુધી કોઇએ આ ભવ્ય મહેલ આગળ બાંધ્યો નહિ પરંતુ ત્યાર પછીના રાજવી સિદ્ધરાજે રૂદ્રમહાલયનું અધુરૂં કામ ચૌદ વર્ષ સુધી ચલાવી ભવ્ય રૂદ્રમહાલય ખડો કર્યો. આ રૂદ્રમાળ માટે કહેવાય છે કે રૂદ્રમાળના પાંચમા માળેથી જોતાં પાટણના ઓવારે સરસ્વતી નદીમાં પાણી ભરતી પનીહારીઓનાં જળાં હળાં થતાં બેડાં દેખાતાં. ત્રણસો ફૂટની ઉંચાઇ અને બસોહ ફૂટની પહોળાઇવાળા વિસ્તારમાં આ મહાલય બાંધવામાં આવેલ હતો. આ મહાલયના દર્શનાર્થીઓની ભીડ માટે આવવા જવાના ત્રણ ત્રણ ચોકીઓ બાંધેલી. ધુમાતી ચારે બાજુ રામાયણ અને મહાભારતના પ્રસંગો કંડારેલા હતા. આખોયે સભામંડપ અંદરથી અને બહારથી કોતરણીથી ભરપુર હતો. રૂદ્રમાળના શિખરોનો ભાગ આભ સાથે વાતો કરતો હોય એટલો ઊંચો હતો. આ ભવ્ય રૂદ્રમાળના મુખ્ય બારણા પાસે તથા તેની બંન્ને બાજુએ ત્રણ ત્રણ પથ્થરનાં કોતરેલા તોરણો બાંધવામાં આવ્યા હતા. તેની આસપાસ પણ નાના નાના મંદિરો સિદ્ધરાજના મંત્રીઓએ બનાવેલાં હતાં. નાના નાના ટેકરાઓની વચ્ચે જેમ વચમાં ઉંચો પહાડ શોભી ઉઠે તેવું દૈદિપ્યમાન દૃષ્ટ દેખાતું હતું. આ રૂદ્રમાળના બાંધકામમાં ચૌદ ચૌદ ફૂટ લંબાઇની સળંગ પથ્થરની પાટો ઉપર કોતરકામ કરવામાં આવેલું છે. આવી લાંબી પથ્થરની પાટોમાં હાથીઓનાં યુધ્ધ, અશ્વયુધ્ધ, મલ્લયુદ્ધ, નૃત્યાંગનાઓ, શિકારનાં દશ્યો અને માનવીના દૈનિક કર્મનાં દશ્યો કંડારેલાં છે. યાત્રિક તેનું રસપાન કરતાં થાકતો જ નહિ. આ રુદ્રમાળમાંથી સરસ્વતી નદીમાં જવા માટેના ઘાટો સળંગ રીતે બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજનું બધું જ મહાન ગણાતું. તેની સોમનાથની યાત્રા મહાન ગણાતી હતી. સહસ્રલિંગ સરોવર મહાન ગણાતું હતું અને તેનું રૂદ્રમહાલય પણ મહાન ગણાતું હતું. સિદ્ધરાજ જયસિંહ તો આવો ભવ્ય મહાલય બાંધી ગયો. પરંતુ તેની પછીના રાજવીઓ નબળા આવ્યા અને એક ગોઝારી પળે અલાઉદ્દીનના લશ્કરનાં ધાડાં ગુજરાત ઉપર આવ્યા. ગુજરાતના શુરવીરો લોહીના છેલ્લા બુંદ સુધી લડ્યા. એકમણ વજનની તલવાર ફેરવનાર રાય કરણ વાધેલો હાર્યો. ગુજરાતની શાન અને લક્ષ્મી રોળાઇ ગઇ. અલાઉદ્દીનના સરદાર ઉલુધખાનને દેશદ્રોહી મહામાત્ય માધવે ગુજરાત ભાગવા નોતર્યો હતો. રૂદ્રમહાલયના શિવાલયને જમીન દોસ્ત કર્યું. મુસ્લિમોએ આ મહાલયના એક ભાગને મસ્જિદરૂપે ફેરવી નાખ્યો છે. આજે પણ ધર્મપ્રેમી યાત્રિકોને આ કરૂણ દૃષ્ય જોઇ દુઃખની લાગણી થાય છે. રૂદ્રમાળનાં હાલનાં હાડપિંજર જેવા બચેલા અવશેષો ઉપરથી પણ મૂળરાજની કલ્પનાઓએ શિલ્યમય રૂદ્રમાળ કેવો ભવ્ય હશે તેવી કલ્પના કરી શકાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ( ૧૧૦ રુદ્રમાળ, સિધ્ધપુર Page #134 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૧ ४० સંવત ૨૦૦૦માં પાટણની પ્રભુતાને બિરદાવતા મહાકવિશ્રીનાનાલાલ દલપતરામ સંકલન : પ્રા. મચ્છુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પ્રથમતઃ તો મારે પટ્ટણીઓને એ વેણ નાંખવાનું કે તમારા ગ્રંથ ભંડારો ઉધાડો. ખંભાતમાં, વઢવાણમાં, અમદાવાદમાં, પાટણમાં, ગ્રંથરત્નોને હજી ક્યાં સુધી પટારામાં પૂર્યા રાખશો ? એ ગ્રંથ ભંડારોમાંથી ગ્રંથ નામાવલી છપાવશો તોયે જ્ઞાનભંડાર ઉઘડશે. ઓક્ષફર્ડને ય શણગારે એવું થાય તમારૂં ગ્રંથાગાર ! સાંભળ્યું છે કે, પૂજ્યશ્રી પુણ્યવિજયજી મહારાજ પાટણ જૈન ભંડારોનું સંશોધન પુણ્ય કંઇક વર્ષોથી કરી રહ્યા છે. અને ગ્રંથ નામાવલી થઇ ગઇ છે. બ્રાહ્મણના તો જૈન યતિરાજને પણ આર્શીવાદ જ હોય કે પૂજ્યશ્રીની સંવત્સરોની સાહિત્ય તપશ્ચર્યા સત્ત્વરે પુણ્યફળે ફળો ! પટ્ટણીઓને બીજુ કહેવાનું મારે એ છે કે, ધૈયાશ્રય સરસ્વતી માહાત્મ્ય, અને રાસમાળા એ તમારા નગર ગૌરવી ગ્રંથોની સસ્તી આવૃત્તિઓ છપાવી, ગ્રંથલહાણાં કરી, ઘેર ઘેર પાટણમાં દેવપૂજામાં સ્થાપો, અને સ્થપાવો. એ છે તમારા ઇતિહાસશાસ્ત્રો; પાટણનાં સંતાનો ઇતિહાસ પામશે. ફાર્બસનો મહામંત્ર કે Equal at least, to the Parmar, the Chahuan, or the Rathor was the Solunkee of Anhilpur અને દિગવિજયી શંકર બારોટની વીરહાકલ કે “વ્યસાર પારસમણિ, ઉર્વિસાર ગુજરાત;’’ (પદાર્થોમાં પારસમણિ શ્રેષ્ઠ છે તેમ પૃથ્વીપર ગુજરાત શ્રેષ્ઠભૂમી છે.) એ મહામંત્રો મંડપ-શોભતા બીલીઅક્ષરે છપાવી ઘર ઘરને ટોડલે વસાવો. ટોડલે તોરણ થશે, ટોડલા મઘમઘી ઉઠશે. ત્રીજો તો છે પટ્ટણીઓને મારો પ્રશ્ન. પાટણની સ્થાપન-કથા સાંભળી આજ રોમાવલી કાંઇ ફરકી ? હૈયાતાર લગીર પણ ઝણઝણ્યા ? સાલવારી અવલૌકી જાઇ ? અવધારી જોઇ ? સાવ બે વરસ પછી સંવત ૨૦૦૨ની મહા વદ સપ્તમીએ આવે છે, પાટણ સ્થાપનાની એ દ્વાદશ શતાબ્દિ દેશપરદેશના જોગસંજોગ ત્યારે જો સાનુકૂળ હોય, મહાકાળ અનુજ્ઞા આપતો હોય તો પાટણ સ્થાપનાની એ દ્વાદશ શતાબ્દિ પાટણ સંતાનો કેવી રીતે ઉજવશે ? પટ્ટણીઓનું એ છે પિતૃઋણ ! પાટણ-નગરીના નાગરિકો નગરધર્મ કેવો ક પાળશે ? એ છે તમારૂં પિતૃઋણ ! નગરૠણને ઇતિહાસૠણ. એ મહાપ્રસંગ આજની પાટણ જનતાની કિંમત આંકશે કે પૂર્વજોનું કર્યું પુત્ર-પુત્રીઓએ કેવુંક ઝીલ્યુ છે. કાળને ગોંદરેથી પેલા સંસ્થાપક સપ્તર્ષિઓ પણ પુત્રપુત્રીઓને પૂછશે ને પારખશે. ઇતિહાસ પટ્ટણીઓનો ઉત્તર માગશે અને હવે આપણે દર્શન કરીએ ત્યારે પાટણના ઇતિહાસભવ્ય કીર્તિ મંદિરોના પાટણનું કીર્તિ મંદિર છે. ઇતિહાર ગૌરવીને મહિમાવન્તુ ગિરનારને કે અર્બુદાચળને ઓળખાવવા પડે છે ? કે ‘આ ગિરનાર’, ‘આ અર્બુદાચળ' એ નામ લીધે જ ઓળખાય ? પટ્ટણીઓ ! પાટણના કીર્તિ મંદિરમાંય ઇતિહાસ શિખરો છે કાળના આબુ અને ગિરનાર. એમને ઓળખવાના ન હોય; એમના નામનિર્દેશક ગુર્જરી સપૂત એમને ઓળખે. Page #135 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૨ પાટણના મહાદુર્ગો હતા. ચાંપાનેર, ડભોઇ, ઝીંઝુવાડા, ને સ્તંભતીર્થના. પાટણના શિલ્પશિખરો હતા રૂદ્રમાળ, સહસલિંગ, વિમળમંદિરો, તેજપાળ મંદિરો. પાટણના સાહિત્ય મહાપદ્મો હતા, વયાશ્રય ને હેમઅષ્ટાધ્યાયી-સિદ્ધહેમ. પાટણના પરમ સંગ્રામ વિજયો હતા પૃથ્વીરાજના રાજપિતાનો પરાજય, અને પૃથ્વીરાજનેય હરાવનાર શાહબુદ્દીનને પરાજ્ય, રાખેંગારના ઉપરકોટને જીતતાં તો પટ્ટણીઓને બાર વર્ષોનો ઘેરો ઘાલવો પડ્યો હતો. ભીમદેવ સોનાની પાલખી આણી હતી. સુખડનાં કમાડ ખોયાં હતા. પાટણના પરાયો હતા મહમ્મદ ગઝનવી દીધો, માલવ દીધો, પૃથ્વીરાજ દીધો. પાટણના મંત્રીશ્વરો હતા, ચાંપો, સાન્ત, સજન, મુંજાલ, ઉદયન, અબડ, વિમળશાહ, દામોદર, વસ્તુપાળ-તેજપાળ. પાટણના શારદપુત્રો હતા શંકર બારોટ, સોમેશ્વર, હેમચંદ્ર, ભાલણ. પાટણની રમણીઓ હતી રૂપસુંદરી, શ્રીદેવી, મીનલદેવી, વીરમતી, રાણકદેવી, જસમા ઓડણ અને નાયકાદેવી. પાટણના રાજરાજેશ્વરો હતા વનરાજ, મૂળરાજ, સિદ્ધરાજ. પાટણના સુરીશ્વરી હતા . શીલગુણસૂરી ને હેમચંદ્રાચાર્ય. ગિર્વાણના વ્યાકરણાચાર્ય હતા પાણિનિ પ્રાકૃતના વ્યાકરણાચાર્ય થયા હેમચંદ્રાચાર્ય. પાક્યો પાક્યો ખરો. પાટણમાં પાણિનિનો સમોવડિયો! ગુર્જર સાહિત્યને એટલું હેમચંદ્રાચાર્યે સંસ્કૃતની હારમાં મૂક્યું. હેમચંદ્ર પ્રાકૃતણને ગિવાર્ણ ગૌરવ અપાવ્યું. પણ સમસ્ત જગતઇતિહાસે અજોડ ને પાટણનો રત્નકીર્તિકલશ તો છે, “સોલંકીઓનો રાજસંન્યાસ.” પાટણને સિંહાસને થયા બાર સોલંકી રાજરાજેશ્વરો, બાર રાજરાજેશ્વરોમાંથી છ રાજરાજેશ્વરોએ ગાદી ત્યાગ કીધો હતો. મુગટધારી મટી કન્થાધારી થયા છે. જગતનો કોઇ રાજવંશ સોલંકી વંશને પડખે આવી ઉભે એમ છે ખરો ? સિંહાસનના મોહ કોણ કોણે લાગ્યા છે ? ભર્તુહરિએ. ગોપીચંદે, ચિતોડનાચંદે, ડયુક ઓફ વિન્ડસરે, પણ બાર રાજરાજેશ્વરોમાંથી છ રાજયોગીઓ એ તો એક સોલંકીવંશે. સોલંકી રાજેશ્વરીઓ હતા એવા તપેકારીઓ હતા. પટ્ટણીઓ ! પાટણની રાજલક્ષમી વધે કે રાજસંન્યાસ ? ઈ.સ. ૬૯૬ થી ઇ.સ. ૧૨૯૭ એમ છ સદીઓનો એ પાટણનો ઇતિહાસ સરવાળો. શંકરની પેલી કલ્યાણીની રાજસભામાંની દિગવિજયિની કાવ્યોક્તિ કે, “વ્યસાર પારસમણિ ઉર્વિસાર ગુજરાત” એ દિશાજયિની કાવ્યોક્તિને પછીની છ સદીઓના ગુર્જરઇતિહાસે સાચી પાડી છે. ખરૂં છે; કવિ એટલે જ કાનદ્રષ્ટા ! ઇતિહાસ બન્યા પછી પેખે છે તે કવિ બન્યા પૂર્વે પેખે છે. કવિતા એટલે ભવિષ્યના ભીતરમાં નીરખનારૂં પ્રેરણાનયન. અને પટ્ટણીઓ ! હવેની આ છેલ્લી સાક્ષરી અતિધુણતાને તો ક્ષમા જ હોય પટ્ટણીઓને હવે પાટણ મહાશબ્દનો અર્થવિસ્તાર ભાખું છું સાચે સાચ! પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે. અકબરનું નામ તો સૌએ સાંભળ્યું છે. હુમાયશાહના શાહજાદા. નામ તો જલાલુદ્દીન મહમ્મદ અકબર. અકબર એટલે મહાન Alexander the Great, Alfred the Great પણ પછી મુગલ ઇતિહાસ અકબર સમોવડિયો કો બીજો અકબર પાક્યો નહીં એટલે જલાલુદ્દીન નામાભિધાન ખરી પડ્યું અને અકબર મહાનને એક નામે જગતએ જગત્યશસ્વી શાહનશાહને ઓળખાતું થયું. (નોંધઃ સપ્ટેમ્બર, ૧૯૪૩માં મહાકવિશ્રી નાનાલાલે પાટણમાં આપેલ પ્રવચનનો સારભાર છે) Page #136 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૩ (૪૧) શ્રી શંકરાચાર્ય અને શ્રી હેમચંદ્રાચાર્યને મહાન આચાર્યો પ્રા. ભૂદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય શ્રી મેરૂતુંગાચાર્ય રચિત “પ્રબંધ ચિંતામણિ”માં “કુમારપાળ પ્રબંધ” લખાયેલો છે. તેમાં - કુમારપાળનું સમગ્ર જીવનચરિત્ર લખાયેલું છે. કુમારપાળ પ્રબંધમાં તે વખતની સામાજીક પરિસ્થિતિનું સુંદર વર્ણન કરેલું છે. જૈન ધર્મને રાજ્યાશ્રય મળેલો હતો. તેથી જૈનેતર લોકો ખૂબ જ નારાજ હતા. એક વખત અણહિલપુર પાટણમાં શ્રીમદ્ શંકરાચાર્યજી પધારેલા. પાટણના નાગર સમાજે ભેગા થઈ શ્રી શંકરાચાર્યને વિનંતી કરી કે, “તમે કંઈક એવો ચમત્કાર કરી બતાવો કે, જેથી રાજા જૈન ધર્મ છોડી શૈવ ધર્મનો સ્વીકાર કરે.” શંકરાચાર્યે તેમની આ વાતનો સ્વીકાર કર્યો અને શંકરાચાર્યે કુમારપાળને કહેણ મોકલાવ્યું કે, “આવતીકાલે રાજદરબારમાં શંકરાચાર્ય મળવા આવે છે.” આ બાજુ શંકરાચાર્યે કેળનું એક પાન મંગાવ્યું. એ કેળના પાનને સૂતરના કાચા તાંતણા વડે એક મનોહર પાલખી ગુંથાવી અને દસ દસ વર્ષની વયના કુમળા નાગર બ્રાહ્મણના બાળકો પાસે તે કેળના પત્રની એક પાલખી ઉચકાવી અને શ્રી શંકરાચાર્ય પદ્માસન વાળી યોગબળથી પોતાનું શરીર ઉચકી કેળનાં પાન ઉપર બેઠા અને તે પણ કેળના પાનને સ્પર્શ થાય નહિ તે રીતે પાલખીમાં બેઠા. શ્રીમદ્ શંકરાચાર્યની શોભાયાત્રા ધામધૂમથી પાટણના નગરજનોએ પણ આ વરધોડો નિહાળ્યો અને આશ્ચર્ય પામ્યા. કર્ણ ઉપક શંકરાચાર્યના આ ચમત્કારની વાત હેમચંદ્રાચાર્ય સુધી પહોંચી. ગુપ્તચરો મારફત કુમારપાળને પણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા કે, “કેળનાં પાનની કાચા સૂતરના તાંતણે બાંધેલી પાલખીમાં હવામાં અધ્ધર રહીને બેઠેલાં શ્રી શંકરાચાર્ય રાજદરબાર તરફ આવી રહેલા છે.” શંકરાચાર્યની સવારી રાજદરબારમાં આવે તે પહેલાં હેમચંદ્રાચાર્યે લાકડાંની અઢાર પાટો મંગાવી ઉપરા ઉપરી ગોઠવી અને તેના ઉપર હેમચંદ્રાચાર્ય પોતે બિરાજમાન થયા. ' રાજાનો દરબાર ભરચક ભરાયેલો છે. રાજ દરબારમાં રાજા મંત્રીઓ ઉપરાંત નગરના શ્રેષ્ઠીઓ, શ્રીમંતો, સારસ્વતો, પહેલવાનો અને ઇતર આગેવાનો બેઠેલા છે. - શ્રીમદ્ શંકરાચાર્યની શોભાયાત્રા રાજ દરબારમાં આવી પહોંચી ત્યારે કુમારપાળે ઉભા થઇ શ્રી શંકરાચાર્યનું સ્વાગત કર્યું. જે ત્યાં બેઠેલા કેટલાક જૈન આગેવાનોને ગમ્યું નહિ. તેઓએ હેમચંદ્રાચાર્યને નિવેદન કર્યું કે, “કુમારપાળ જૈન ધર્મનો ત્યાગ કરશે અને વેદ ધર્મ અપનાવશે તો ખૂબ નુકશાન થશે. શ્રી શંકરાચાર્યની અદ્દભૂત શકિતથી સમગ્ર દરબાર વિસ્મય પામ્યો. તે વખતે કુમારપાળે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને આવો કોઇ ચમત્કાર દેખાડવા જણાવ્યું. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કે જેઓ ઉપરા ઉપરી ચઢાવેલી સૌથી ઉપરની અઢારમી પાટ ઉપર બેઠા હતા. ત્યાંથી સાચા ધર્મ વિશે વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યારે લોકોએ કહ્યું કે, “અમને વ્યાખ્યાનમાં રસ નથી ચમત્કાર કરી બતાવો.” એટલે શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાખ્યાન બંધ કર્યું. અને મુખેથી ફરમાવ્યું કે, Page #137 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૪ “રાજન રાજ્યના ચાકરોને બોલાવો અને હું જેનાં ઉપર બેઠો છું તે અઢાર પાટોની થપ્પીમાંથી. વચમાંથી કોઈપણ પાટ ખેંચી લેવડાવો.” રાજ દરબારમાં બેઠેલા પહેલવાનો આગળ આવ્યા અને ઉપર ઉપરી ચઢાવેલ અઢાર પાટો પૈકીને વલી એક પાટ ખેંચી લીધી. એમ વારાફરતી એક પછી એક સત્તર પાટો ખેંચી લેવામાં આવી તે પણ સૌથી ઉપરની પાટ હવામાં લટકતી જણાઈ અને તેના ઉપર શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મરક મરક હસતા બિરાજેલા સૌ જોઇ દરબારીઓ આશ્ચર્ય પામ્યા. પાટણમાં આ રીતે શૈવ ધર્મ અને જૈન ધર્મની અનેક સાચી ખોટી ગાથાઓ પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. બંને આચાર્યો મહાન હતા અને પોતે પોતાની સાધનામાં ઘણા આગળ વધેલા હતા. આવો જ એક પ્રસંગ આમાવસ્યાને પૂનમ કરી બતાવ્યાનો પણ પ્રબંધોમાં નોંધાયેલો છે. કીર્તિ કૌમુદી) શોભે દેવાલયો જેનાં, હિમાલય - સમ શ્રીયે, શું કીર્તિ - ફૂટ ભૂપોના, ઉપડ્યા વ્યાપિ પૃથ્વીયે દેવાલય - પતાકાના, પવને જ્યાં ઠરે ક્ષણ, પીડા ન પામે અરૂણ, આકરા રવિયે પણ. જે સુરાજ્ય વિશે સ્ત્રીના, મનના ચોર પૌરને, કરી પુષ્પ - શરે શીક્ષા, કરે કૈરાજ્ય કામ તે દુર્યોધનની સેનાને, જ્યાંનાં સ્ત્રીજનમાં ન હું, નિહાળું ફેર જે શોભે, કર્ણ - ગાંગેયથી બહુ છાંટી હાથી - મદ - જળે, રજ જ્યાં રાજમાર્ગની, નાચતા અશ્વથી તોયેં, હવે ઊંચી મદી બની Page #138 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૫ ૪૨ પાટણનાપૂર્ણસંત શ્રી ભાનુવિજયજી મહારાજ પ્રા.મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણ એ તીર્થભૂમિ ગણાય છે. જૈનો, વૈષ્ણવો અને મુસ્લિમોના સેંકડો દેવસ્થાનો પાટણમાં વિદ્યમાન છે. દર વર્ષે હજારો યાત્રિકો પોતપોતાના ઈષ્ટ દેવોના દર્શન-દિદાર કરવા પાટણ આવે છે. એ જ રીતે પાટણ ઐતિહાસિક શહેર હોઇ દર વર્ષે હજારો મુલાકાતીઓ પાટણના ખંડીયરો જોવા આવે છે. પરંપરાગત યાત્રા કર્યાનો અને ચૈત્યપરિપાટી કર્યાનો લ્હાવો માણી પૂણ્ય હાંસલ કર્યાનો સંતોષ મેળવે છે. જ્યાંથી સરસ્વતીનું અખલિત વહેણ વહી રહ્યું છે. જ્ઞાનની ગંગા જ્યાં વહી રહી છે એવા સર્વમંગલમ્ આશ્રમ પાટણની મુલાકાતે બહુ ઓછા માણસો આવે છે. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવના પથ્થરો નિહાળતા નાગરિકોને કદાચ ખબર પણ નથી કે સરસ્વતી નદીના કિનારે સાગોડીયા ગામમાં સેવાની ધૂણી ધખાવી એક મુઠ્ઠી હાડકાના પરંતુ પૂર્ણ જ્ઞાની સંત બેઠેલ છે. આ સંતનું નામ છે શ્રી ભાનુવિજ્યજી મહારાજ. તેઓશ્રી ગુરૂજી'ના હુલામણા નામે ઓળખાય છે. ગુરૂજી તરીકે અનેક ભાઈ-બહેનો સંબોધતા હોવા છતાં તેઓએ કોઇને ગુરૂ કંઠી બાંધી સત્તાવાર ચેલાચેલીયો મુંક્યા નથી. કોઇનાય ગુરૂ હોવાનો ભાર તેમના માથે નથી. તેમની પાસેથી સત્તાવાર દીક્ષા ગ્રહણ કર્યા વગર પણ તેમની પાસેથી માર્ગદર્શન પ્રેરણા મેળવતો વર્ગ આપો આપ વધે જાય છે. | સર્વધર્મ પ્રત્યે સમભાવ અને સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ આ એમનો દ્રષ્ટિકોણ છે. સંપ્રદાયોના વાડા, ફીરકા અને કર્મકાંડો અલગ હોઈ શકે, પરંતુ પરમતત્ત્વ-ચૈતન્ય-પરબ્રહ્મ એક જ છે. આ લક્ષ્યને સિદ્ધ કરવાની, આ લક્ષ્યને હાંસલ કરવાની વિવિધ માર્ગો જેવા કે ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, ધ્યાન, યોગ, જપ, તપ, વગેરે ગમે તે હોય પરંતુ આખરી ધ્યેય એક જ છે. મોક્ષ પ્રાપ્ત કરવો, કૈવલ્ય જ્ઞાન થવું, ગોલોકવાસી વવું વગેરે પ્રયાસો એક જ લક્ષ તરફ દોરી જાય છે. આવો ઉત્કૃષ્ટ આદર્શ લઈ જ્ઞાનયજ્ઞ માંડીને શ્રી ભાનુવિજયજી મહારાજ પાટણના પ્રાંગણમાં સર્વમંગલમ્ આશ્રમની સ્થાપના કરી બેઠેલા છે. પાટણમાં લાખુખાડમાં આવેલા લાખેશ્વર મહાદેવ સાથે એક સાચી યા ખોટી દંતકથા જોડાયેલી છે. વૈષ્ણવ સંપ્રદાયના સનાતની આચાર્ય અને જૈનમુનિના વાદવિવાદ સાથે જોડાયેલ આ દંતકથા મુજબ અમાવાસ્યાના દિવસે જૈનમુનિએ પૂર્ણિમાનો ચંદ્ર બતાવેલો. આ ચંદ્ર માત્ર યોગબળથી બનાવેલ ગોળો છે અને બાર ગાઉના અંતર પછી આ ચંદ્ર દેખાશે નહિ. એવો પડકાર સનાતન ધર્મના આચાર્યશ્રીએ કરતાં તેનો ઘટસ્ફોટ થતાં આ જગ્યાએ એક લાખ જૈન મુનિઓનાં મૃત્યુ થયેલાં. તે જગ્યા ઉપર લાખેશ્વર મહાદેવની સ્થાપના કરી હોવાની વાત પ્રચલિત છે. આવા ધર્મઝનુની માણસો વચ્ચે શ્રી ભાનુવિજ્યજી મહારાજે પાટણને તેમની કર્મભૂમિ-તપોભૂમિ બનાવી છે. પ્રેમનું સાક્ષાત સ્વરૂપ જોવું હોય તો ‘ગુરૂજી' ને જોવા જાવ ! આ પ્રેમતત્ત્વ વડે જ તેઓએ ચૂસ્ત સનાતનીયોના હૃદય પરિવર્તન કરી “નમો અરિહંતાણ” ગાતા કરી નાંખ્યા છે. જૈનોમાં એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણનો મોક્ષ થયો નથી. હવે પછી કૃષ્ણ જૈન કોમમાં જન્મ લેશે પછી Page #139 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૬ દીક્ષા લેશે અને પછી તેમનો મોક્ષ થશે. આવી સાંપ્રદાયિક વજુદ વગરની વાત હડસેલી દઇ પૂજ્ય શ્રી ભાનુવિજયજીના વ્યાખ્યાનોમાં ચૂસ્ત જૈનો પણ ‘‘શ્રીકૃષ્ણ: શરણં મમ’’ પ્રેમથી ગાય છે. એક જ કિનારે વાઘ અને બકરી પાણી પીએ એ રીતે સંતના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ પણ થાય છે. અને જૈન પરંપરા મુજબની સિદ્ધચક્ર પૂજા પણ ભણાવાય છે. પૂજ્ય ભાનુવિજયજી મહારાજનો જન્મ પૂનામાં તા. ૬-૭-૧૯૩૧ ના રોજ થયો. બાર વર્ષની કુમળી વયે દીક્ષા લીધી. જૈનધર્મની એક વિશિષ્ટતા છે કે જ્ઞાન ઉપાસના માટે પંડિતો રોકી જૈન સાધુઓને પદ્ધતિસર ભણાવાય છે. તેમણે પણ પદ્ધતિસરનો સંસ્કૃત તથા અર્ધમાગધીનો અભ્યાસ કર્યો. જૈન દર્શનોના પ્રકાંડ વિદ્વાન બની ૧૯ વર્ષની નાની ઉંમરે જ ધર્મ ઉપર વિદ્વતાપૂર્વક જાહેર પ્રવચનો આપવા માંડચા. શ્રી આનંદઘનજી તથા શ્રીમદ્ રાજચંદ્રની ઘેરી અસર તેમના ઉપર જણાય છે. ભગવાન બુદ્ધને જેમ સત્ય લાધ્યું તેમજ શ્રી ભાનુવિજયજીને અધ્યાત્મ પરમતત્ત્વનો . આત્મસાક્ષાત્કાર થતાં જ જૈન પરંપરાની દીક્ષાનો ત્યાગ કરી સમગ્ર વિશ્વ પોતાનું કુટુંબ છે. એમ સમજી પોતાના જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય કરવા મેદાને પડ્યા. ભગવા કપડાં પહેર્યા નથી માટે વૈષ્ણવો તેમના સાધુ ગણે નહી અને ઓઘો, લાકડી વગેરે બાહ્ય ચિન્હો રાખે નહી, તેથી જૈનો પણ તેમના સાધુ ગણે નહી. આવી અવસ્થામાં સંવત ૨૦૨૫માં સર્વ મંગલમ્ પરિવાર આશ્રમની સ્થાપના કરવામાં આવી. જનસમાજને સાચા આધ્યાત્મ માર્ગે વાળવો અને તે માટે તેમણે આશ્રમમાં રોજ સ્વાધ્યાય કરવા માંડડ્યો. દર રવિવારે પ.પૂ. ગુરૂજી વિવિધ ધર્મના જુદા જુદા ગ્રંથો ઉપર જાહેર વ્યાખ્યાનો આપે છે. આધ્યાત્મ જ્ઞાનની પરબ ચાલુ કર્યાની સાથે જ પાયાના શિક્ષણના કાર્યમાં તેઓ સક્રિય બન્યા. પાટણથી નજીક સાગોડીયા ગ્રામ પંચાયતે શિક્ષણ કાર્ય માટે ૬૮ એકર જમીન આશ્રમને આપી. આ જમીન ક્ષારવાળી હતી છતાં અઢાર-વીસ વર્ષના અથાગ પરિશ્રમના અંતે આ વેરાન ભૂમિ વૃન્દાવન બન્યું છે. આ હરિયાળી જમીન ઉપર આશ્રમ શાળાના મકાનો, સ્વાશ્રયી છાત્રાલયો, શિક્ષકોના રહેવાના જાતે બનાવેલાં મકાનો, ધ્યાન કુટિરો ગૌશાળા, દવાખાનું, શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ કેન્દ્ર, વાનપ્રસ્થાશ્રમ તથા એક સાધના મંદિર ચાલે છે. જમીનમાંથી ક્ષાર દૂર કરી ખેતીને લાયક જમીન બનાવી, વૃક્ષારોપણ થયું. ગૌશાળા બંધાણી છે. આ રીતે એક ગોકળીયું ગામ તૈયાર થયું છે અને તેના પ્રેરણામૂર્તિ શ્રી ભાનુવિજયજી મહારાજ છે. તેમના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃત્તિ ચાલે છે. “જનસેવા એ જ પ્રભુસેવા’' આ મંત્ર જેમણે જીવનમાં ઉતાર્યો છે તેવા પૂ. ગુરૂજીએ ભૂતિયાવાસણા નામનું ગામ પુરમાં તણાઇ ગયું હતું. ત્યારે વરસતા વરસાદમાં જાતે જઇ ગ્રામજનોને ભોજન તથા કપડાં પહોંચતા કર્યા હતા અને આખું ગામ નવેસરથી ઉભુ કર્યું હતું. પૂ. ગુરૂજી કહે છે હે પ્રભુ ! હું કોઇ સત્તા કે મોક્ષની ઇચ્છા રાખતો નથી. પરંતુ દુઃખથી પીડાયેલ જીવમાત્રનાં દુઃખ દૂર કરી શકું એવું બળ હું તારી પાસે માંગું છું. તેઓ છેલ્લા ચાલીશ વર્ષ ઉપરાંતથી તેમનાં ચાતુર્માસ વ્યાખાનો નિયમીત ચાલે છે. આશ્રમનું “પરમતત્ત્વ’'નામનું મુખપત્ર પણ ચાલે છે. આમ આજની તારીખે પ.પૂ. મુનીશ્રી ભાનુવિજયજી મહારાજ પાટણમાં અવિરત જ્ઞાનની પરબ ચલાવી રહ્યા છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩ પાઢણ ઃ જુનું અને નવું ૧૧૭ મોહનલાલ પટેલ પાટણનાં અનેક નામો ગુજરાત બહાર પ્રચલિત હતાં. અર્થાત્ પાટણ વિવિધ નામોથી ઓળખાતું નગર હતું. તેમાંથી કેટલાંક નામો આ પ્રમાણે હતા. (૧) અણહિલવાડ (૨) અણહિલપુર (૩) અણહિલપાટક (૪) અણહિલવાટક (૫) અણહિલપત્તન (૬) અણહિલપાટકપત્તન (૭) અણહિલવાડપત્તન (૮) અણહિલવાડય (૯) અણહિલપટ્ટણ (૧૦) પત્તન (૧૧) અણહિલપુર પાટણ (૧૨) પિરાણ પટ્ટણ (૧૩) નહરવાલા પત્તન (૧૪) સિધ્ધપુર પાટણ વગેરે ડૉ. ભોગીલાલ સાંડેસરાએ એક નવું જ નામ શોધી કાઢ્યું છે તે છે ‘‘અઇવ ુ’’ (અતિશય વિશાળ) પ્રાચીન ઇતિહાસમાં પાટણને ‘નરસમુદ્ર' કહેવામાં આવ્યું છે. આ પ્રાચીન અણહિલવાડ નગર આજે નવા પાટણની પશ્ચિમ બાજુ ત્રણેક કિલોમીટર દૂર ‘અનાવાડા' નામે એક નાનકડા ગામડાના સ્વરૂપમાં દેખાય છે. આ છે કાળની બલિહારી ! અણહિલપુર પાટણની સ્થાપના દિવસ માટે વિવિધ મતમતાંતર છે. (૧) રાસમાળા (૨) ધર્મારણ્યપુરાણ (૩) વિચારશ્રેણી (૪) મિરાંતે સિકંદરી (૫) ગણપતિની પોળના મંદિરમાં મૂર્તિ પરનો શિલાલેખ વગેરેમાં પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ માટે બધા જ એકમત ધરાવે છે. વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત ૮૦૨માં પાટણની સ્થાપના કરી. આ ચાવડા વંશે લગભગ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને મારી તેના ભાણેજ મૂળરાજ પહેલાએ પાટણની ગાદી કબજે કરી. આમ વિક્રમ સંવત ૯૯૮માં મૂળરાજ સોલંકી પાટણની ગાદી પર આવતાં સોલંકી વંશનું શાસન સ્થપાયું. સોલંકીવંશ લગભગ ૩૦૨ વર્ષ સત્તાવાર રહ્યો. સોલંકીવંશ છેલ્લા રાજવી ત્રિભુવનપાલના મરણ પછી પાટણની ગાદી વિક્રમ સંવત ૧૩૮૦માં વાધેલા વંશના પ્રથમ રાજવી વિસલદેવ વાધેલાના હાથમા ગઇ. વાધેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાધેલા (જે કરણ ઘેલાના નામથી ઇતિહાસમાં ઓળખાય છે.) ના સમયમાં એટલે વિક્રમ સંવત ૧૩૬૦માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીનના સુબા ઉલુઘખાનની આગેવાની હેઠળ મુસલમાન લશ્કરે પાટણને રોળી નાખ્યું. પાટણનું પતન થયું. સાડા પાંચસોહ વર્ષ સુધી પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાધેલો હારીને નાસી ગયો. પાટણમાં મુસલમાનોની સત્તા સ્થપાઇ. આમ પાટણ પાટનગર મટી મુસ્લિમ સુબાઓનું વહીવટી મુખ્ય મથક બન્યું. પાટણનો પહેલો મુસ્લિમ સુબો અલપખાન થયો. આ અલપખાન દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીનો સાળો હતો. પાટણમાં હિન્દુ રાષ્ટ્રનું પતન થયું. ખીલજી સલ્તનત સ્થપાઇ. આ મહાન અણહિલપુર પાટણનો સર્વનાશ તો કુદરતી હોનારતે કર્યો જણાય છે. સરસ્વતી નદીના વિનાશકારી ધસમસતા પૂરના પાણીએ પાટણનો સર્વનાશ કર્યો. પટ્ટણનું દટ્ટણ થયું. Page #141 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૮ ખીલજી સલ્તનત : - સુલતાન અલાઉદ્દીન ખીલજી ગુજરાતની અંતિમ ફતેહ પછી પોતાના સાળા અલપખાનને પહેલો સુબો નીમ્યો. તેના ૧૨ વર્ષના શાસનકાળ દરમ્યાન તેણે પાટણમાં આરસપહાણની “આદિના મસ્જિદ' નામે આલિશાન મસ્જિદ બનાવી. ઇ.સ. ૧૩૧૬માં દિલ્હીમાં મલેક કાકુર દ્વારા તેની હત્યા થઇ. ત્યારબાદ અકબર મલિક કમાલુદ્દીનને ગુજરાતનો નાઝીમ નીમ્યો. પરંતુ ઉશ્કેરાયેલા બળવાખોરોએ તેની પણ હત્યા કરી. તે અરસામાં સુલતાન અલાઉદ્દીન પણ મરણ પામ્યો. ત્યારબાદ મલેક કાફૂરની પણ હત્યા થઇ. દિલ્હીથી ગુજરાતના સુબાઓ નિમાતા. જ્યારે કયારેક તેઓ બંડ પોકારતા ત્યારે દિલ્હીના સુલતાન નવા સુબા મોકલી આપી તેમને તાબે કરતા. આમ, ગુજરાતમાં અવારનવાર બળવા થતા રહ્યા. અનેકવાર ગુજરાત લૂંટાયું. સુબાઓને મારી નાખવાની પરંપરા ચાલુ રહી. ગુજરાત સલ્તનત : ઇ.સ. ૧૪૦૩માં ઝફરખાન નામના સુબાએ દિલ્હીની સત્તનત ફગાવી, પોતાના પુત્ર ' તાતારખાનને મહમંદશાહ નામ આપી, ગુજરાતનો પ્રથમ સુલતાન બનાવ્યો. મહમંદશાહે સ્વતંત્ર થવા પોતાના બાપને કેદ કર્યો. પરંતુ પાછળથી તેને ઝેર આપી મારી નંખાવ્યો અને પોતે જ ગાદી પર બેઠો. આ ઘરડા ઝફરખાનની પણ તે જ દશા થઈ. તેના પૌત્ર અહમદશાહે તેને ઝેર આપી મારી નાંખ્યો. અહમદશાહે ઇ.સ. ૧૪૧૨માં અમદાવાદ શહેર વસાવ્યું અને ત્યારથી પાટણ ગુજરાતની રાજધાની મટી સુબાગીરીનું એક સામાન્ય મથક બની ગયું. ત્યારબાદ અનેક મુસલમાન રાજાઓ એકબીજાની હત્યાઓ કરી સત્તા મેળવતા ગયા. નવું પાટણ ક્યારે વસ્યું - ઇ.સ. ૭૪૬માં સ્થપાયા પછી સમૃદ્ધિના શિખર પર આરૂઢ થયેલા અણહિલપુર પાટણનો ઇ.સ. ૧૩૦૦ ધ્વંસ થયો. નગરના અલંકારરૂપ પ્રસાધનો, વિહારો, મંદિરો, મહાલયો વગેરેનો મોટે ભાગે નાશ થયો. નગરમાં લૂંટ ચલાવવામાં આવી અને અત્યાચારનો કાળો કેર વર્તાવ્યો પછી ઠેરઠેર આગ લગાડવામાં આવી. નગર બેહાલ બનીને રહ્યું. બેહાલ થયેલું નગર પૂર્વવત્ શાંતિથી રહેવા લાયક તો ન રહ્યું. છતાં વસ્તી વિહોણું પણ ન થયું. નષ્ટભ્રષ્ટ થયેલું પાટણ ફરીથી ક્યારે આબાદ થયું તેનો ચોકકસ સમય ક્યાંય મળતો નથી. છતાં કેટલાક બનાવો ઉપરથી એમ કહી શકાય કે ઈ.સ. ૧૩૧૪ની આસપાસમાં નવું પાટણ વસ્યું હોવું જોઇએ. ઇ.સ. ૧૩૧૫માં શત્રુજ્ય તીર્થના ઉદ્ધારક સંધપતિ દેશલશાહના પુત્ર પાટણમાં વસતા હતા. તેમણે અનેક જૈન મંદિરો બંધાવ્યા હતા. તેમણે તે વખતનાં અલબખાન નામના સુબાને પોતાની કુશળતાથી પ્રસન્ન કર્યા હતા અને તેથી સમજાય છે કે, એ સમયે પાટણ હયાત હતું. વસ્તુતઃ તઘલક ફિરોજશાહના રાજ્યકાળમાં પાટણમાં શાંતિ સ્થપાઈ અને બેવડા વેગથી નવા મંદિરો બંધાવા માંડ્યા. પ્રાચીન જાહોજલાલી ખ્યાતિને તાજી કરાવે એવું એ નગર નવેસરથી બંધાઈ ચૂક્યું. મુનિશ્રી કલ્યાણવિજયજી મ.સા.એ જણાવ્યા મુજબ પાટણ ભંગના વખતથી પાઢણમાં બનતા જૈન મંદિરો અને પ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ એકદમ બંધ પડે છે તે ઈ.સ. ૧૩૧૭ના વર્ષમાં Page #142 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાછી શરૂ થતી દેખાય છે. અને તે પછીના વખતમાં તે પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જતી જણાય છે. ઇ.સ. ૧૩૨૩ અને ઇ.સ. ૧૩૨૯ની સાલમાં અંતર ગચ્છ સંબંધી શાંતિથી વિધિ ચૈત્યમાં જિનકુશલસુરિના હાથે અનેક જીનબિંબો અને આચાર્ય મૂર્તિની પ્રતિષ્ઠાઓ થાય છે. આ શાંતિનાથ વિધિ ચૈત્ય આજે પણ ખરાખોટડીના પાડામાં સુધરેલી હાલતમાં વિદ્યમાન છે. ઇ.સ. ૧૩૬૦ થી ઇ.સ. ૧૩૬૪ અને ઇ.સ. - ૧૩૬૬ના વર્ષમાં પણ પાટણમાં પ્રતિષ્ઠાઓ થયાના લેખો ત્યાંથી મૂર્તિ પરથી મળી આછે છે. તેથી આ વાત નિશ્ચિત થાય છે કે પ્રાચીન પાટણના ભંગ પછી ઇ.સ. ૧૩૨૩ના વર્ષ પહેલાના કોઇપણ વર્ષમાં આધુનિક પાટણ વસી ગયું હોવું જોઇએ. ૧૧૯ મુનિશ્રી કલ્યાણવિજયજીના તર્ક અને સંશોધન વિશ્વસનીય તો છે જ. નવું પાટણ ઇ.સ. ૧૩૨૩ના વર્ષ પહેલાના હોઇ પણ વર્ષ એટલે કે એમના અનુમાન પ્રમાણે ઇ.સ. ૧૩૧૪ની આસપાસ વસ્યું હોય એ સ્થિતિ વાસ્તવિક છે. પણ ઇ.સ. ૧૩૦૦ થી ઇ.સ. ૧૩૧૪ના ગાળામાં પુરાણું પાટણ સાવ નિર્જન ન થઇ ગયું હોય એ પણ એટલી જ વાસ્તવિક સ્થિતિ છે. એટલે એક તબક્કો એવો હશે કે જુનું પાટણ અને નવું પાટણ બંને એકબીજાને આબોહવા પ્રમાણે ધબકતાં રહ્યાં રહે. લોકફિચ નવા પાટણમાં વસવા તરફ વળી હશે અને પોતાની સ્થિતિ અને સંપત્તિ પ્રમાણે નગરજનોએ નવા પાટણ તરફ સ્થળાંતર કર્યું હશે. ઇ.સ. ૧૪૧૨માં અમદાવાદ વસ્યું. આ વસવાટના પ્રભાવ હેઠળ પાટણની રહીસહી રોનક પણ ઝાંખી પડી. અમદાવાદ વસ્યું તે વખતે પાટણમાંથી ૧,૦૦,૦૦૦ પાયદળ, ૮૦૦ હાથી, ૩૨,૦૦૦ ઊંટ, ૬૦૦ તોપો, ૧૬,૦૦૦ કોઠી, ૧,૬૦૦ ગાડાં અને પાંચ કરોડ રૂપિયા અમદાવાદ ભેગા કરવામાં આવ્યા. અમદાવાદ વસ્યું એ વખતે રાજધાની તો પાટણ જ હતી પણ ઇ.સ. ૧૪૬૮માં રાજધાની પાટણથી ખસેડીને અમદાવાદ લઇ જવામાં આવી. આ ઘટના પુરાણા પાટણ પર મરણતોલ ફટકા સમાન હતી. પુરાણા પાટણનો નાભિશ્વાસ ચાલવા લાગ્યો અને પાટણની રહીસહી રોનક નષ્ટકાય થઇ ગઇ. અલબત્ત આ સમય દરમ્યાન જૂના અને નવા પાટણને સાંકળી રાખનારાં કેટલાંક સ્થાપત્યો મોજુદ હતા. જેમાનું એક સહસ્ત્રલિંગ તળાવ હતું. ઇ.સ. ૧૫૬૭માં જાન્યુઆરીની ૩૧મી તારીખ અને શુક્રવારના રોજ બહેરામખાન સહસ્રલિંગ તળાવમાં મછવામાં સહેલ કરીને પગથિયે ઉતરતો હતો. ત્યારે મુબારક નામના એક પઠાણે એનું ખૂન કર્યું હતું. બીજી રીતે કહીએ તો એ સમયે સહસ્રલિંગ સરોવર બોટીંગ કરી શકાય એવી સ્થિતિમાં હતું. આ ધટના માત્ર ૪૪૦ વર્ષ પહેલાની ગણાય ! આ ઉપરાંત કેટલાંય બાંધકામ એવાં હતા કે એ જૂના અને નવા પાટણની સાંકળરૂપ બની રહ્યાં હોય, એવા સ્થાપત્યોમાં મુખ્ય શ્રી પંચાસરા પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, નેત્રેશ્વર, શાંતિનાથ, ગૌતમસ્વામીના જૈન મંદિરો અને કાલિકા માતાનું મંદિર હતું. પુરાણુ પાટણ ઉજ્જડ થઇ ગયું હતું ત્યારે એ નગરના અવશેષો નવા પાટણ અને અમદાવાદ જેવાં શહેરોમાં ભરપટ્ટે ઉપયોગમાં લેવાઇ રહ્યાં હતાં. નવા પાટણમાં બંધાયેલી બહાદુરસિંહ બારોટની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ યુગે યુગે પાટણની પ્રભુતા વાવ યાને ત્રીકમ બારોટની વાવ રાણકીવાવના પથ્થરોનો થયેલો ઉપયોગ સ્પષ્ટપણે જોઇ શકાય છે. આજે પાટણના મહોલ્લામાં નજર કરનારને સહેજે પ્રતિતી થઇ શકશે કે પુરાણા પાટણના અકબંધ પથ્થર નવા પાટણની રચનામાં વપરાયા છે. મોગલ સામ્રાજ્ય : ગુજરાતમાં પ્રવર્તતી અંધાધૂંધીનો લાભ લઇ મોગલ બાદશાહ અકબરે ગુજરાત પર ચઢાઇ કરી. ઇ.સ. ૧૫૧૨ થી ૧૬૦૫ સુધી, જહાંગીરે ઇ.સ. ૧૬૦૫ થી ૧૬૨૭; શાહજહાંએ ૧૬૨૭ થી ૧૬૫૭ અને ઔરંગઝેબે ઇ.સ. ૧૬૫૮ થી ૧૭૦૭ સુધી, બહાદુરશાહે ઇ.સ. ૧૭૦૭ થી ૧૭૨૨, રુખિયરે ઇ.સ. ૧૭૨૩ થી ૧૭૨૯, રફીક ઉર્દુ દરજીએ ઇ.સ. ૧૭૧૯, સુહમ્મદશાહે ઇ.સ. ૧૭૨૯ થી ૧૭૪૮ અહમદશાહે ઇ.સ. ૧૭૪૮ થી ૧૭૫૭, આલમગીર બીજાએ ઇ.સ. ૧૭૫૪ થી ૧૭૫૯ સુધી રાજ્ય કર્યું. તે વખતમાં સ્મારકોમાં જુમ્મા મસ્જિદનું ખંડેર, ગૂમડા મસ્જિદ, શેખ ફરીદનો રોજો અને ખાનસરોવર મુખ્ય હતા. તે ઉપરાંત અનેક મુસ્લિમ રાજાઓને દફનાવી આલીશાન કબરો બનાવવામાં આવી. ઔરંગઝેબના અવસાન પછી ઝઘડા થવા માંડવા અને ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ શરૂ થયાં. ઇ.સ. ૧૭૫૮માં પેશવા રધુનાથ રાવ અને દામાજી રાવ ગાયકવાડે અમદાવાદ કબજે કર્યું અને આ રીતે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો. ગાયકવાડી રાજ્યસત્તા : પિલાજીરાવ ગાયકવાડે દક્ષિણ ગુજરાતના સોનગઢમાં પોતાનું વડુમથક સ્થાપેલું એના પુત્ર દામાજીરાવ બીજાએ પોતાનું વડોદરા, પાટણ વગેરેનો કબજો મળતાં વડુ મથક સોનગઢથી પાટણ ખસેડયું એના મૃત્યુ બાદ વડોદરાને પાટનગર બનાવવામાં આવ્યું. ત્યારે અમદાવાદમાં પેશવા અને ગાયકવાડીની સંયુક્ત સત્તા સ્થપાઇ હતી. દામાજીરાવના મૃત્યુબાદ ગાદીના વારસા માટે એના રાજપુત્રોમાં ઝધડા થયાં. ગોવિંદરાવ (૧૭૬૭-૭૧), સયાજીરાવ પહેલો (૧૭૭૧-૭૮), ફતેસિંહરાવ (૧૭૭૮-૭૯), માનાજીરાવ (૧૭૭૯-૯૩), ફરી ગોવિંદરાવ (૧૭૯૩-૧૮૦૦), આનંદરાવ (૧૮૦૦-૧૮૧૯), સયાજીરાવ બીજો (૧૮૧૯-૪૭), ગણપતરાવ (૧૮૪૭-૫૬), ખંડેરાવ (૧૮૫૬-૭૦) અને મલાહરરાવ (૧૮૭૦-૭૫) પછી સંયાજીરાવ ત્રીજા ગાદીએ બેઠાં. તેઓ બાહોશ અને પ્રગતિશીલ રાજવી તરીકે નામાંકિત હતા. સયાજીરાવના સમય દરમ્યાન વડોદરા રાજ્યના ચાર પ્રાંત હતા. ઉત્તર ગુજરાતના ગાયકવાડી પ્રદેશનો સમાવેશ કડી પ્રાંતમાં થયો હતો એમાં પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર, મહેસાણા, વિસનગર, ખેરાલુ, વિજાપુર, કલોલ, કડી અને દહેગામ તાલુકાઓનો સમાવેશ થયો. આગળ જતાં અવરજવરથી વધુ સગવડને લક્ષમાં લઇ પ્રાંતનું વડુમથક ૧૯૦૨માં મહેસાણામાં રાખવામાં આવ્યું. એ સમયે પાટણ તાલુકાનો સમાવેશ આ પ્રાંતમાં થતો. પ્રતાપસિંહ ગાયકવાડે ૧૯૩૯થી ૧૯૪૯ સુધી રાજ્ય કર્યું. ૧૯૪૯માં વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં એ ગુજરાતની રાજ્યની અંતગર્ત ગણાયો. તાજેતરમાં પાટણને જિલ્લાનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને પાટણ જિલ્લાનું વડુમથક બન્યું છે. પાટણ નામ સંસ્કૃત પટ્ટન શબ્દ પરથી ઉતરી આવેલ છે. વિક્રમ સંવત ૮૦૨માં નવું નગર Page #144 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૧ વસાવવા માટે શૂરવીર ભૂમિની શોધ કરનાર વનરાજ ચાવડાને ભૂમિ બતાવનાર અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ નામ પડયું. આણહિલપુર પાટણે લગભગ ૫૫૦ વર્ષ સુધી ગુજરાતના પાટનગર તરીકેની ઉજજવળ કારકીર્દી ભોગવી. ઈ.સ. ૧૩૦૪માં દિલ્હીના સુલતાને પાટણ પર ચઢાઈ કરતાં અણહિલપુર પાટણનો ધ્વંશ થયો અને ત્યારબાદ ગુજરાત પર દિલ્હીથી મોકલાતા સુબાઓનું રાજ્ય ચાલતું. હાલના નવા પાટણની સ્થાપના ગુજરાતના સુબા ઝફરખાને કરી હતી. પાટણની ભવ્ય જાહોજલાલી ત્યારબાદ પાટણના ધ્વંશ અને ફરી પાટણ નગરની રચના નવા સ્થાપેલા પાટણના વિકાસમાં સતત ચઢાવ ઉતાર આવતાં હતાં. અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરતાં પાટણની વિકાસયાત્રા ધીમી ગતિએ રહી, પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષમાં પાટણનો અવિરત વિકાસ થતો રહ્યો. ખાસ કરીને શિક્ષણ, મેડીકલ, અને ઔદ્યોગિક ક્ષેત્રે અવિરત વિકાસ થયો. ઉચ્ચ કક્ષાની તબીબી સેવા માટે આજે પણ આ વિસ્તારમાં પાટણ સુવિખ્યાત છે. જ્યારે શિક્ષણક્ષેત્રે બધી કોલેજો અને છેલ્લે ૧૯૮૬માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મળતાં વણથંભી વિકાસ કૂચ રહી છે. સઘળા વિકાસની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકાસની ઉમદા તકો ઊભી થઈ છે. પાટણ તાલુકામાંથી જિલ્લો બનતાં જિલ્લા વહીવટી કક્ષાની સરકારી કચેરી, કોર્ટ વગેરે પાટણ ખાતે આવતાં આજુબાજુનાં ગામડાઓમાંથી લોકોની અવરજવર સતત વધતી રહી. પાટણ આજે ઉત્તર ગુજરાતનું મુખ્યમથક બની રહ્યું છે. શતાબ્દિ પહેલા ૬ કિ.મી.ના ઘેરાવામાં આવેલું પાટણ આજે લગભગ ૧૮ કિ.મી.માં વિસ્તરેલું છે. તે સમયે ૩૦,૦૦૦ વસ્તી ધરાવતું શહેર આજે ૧,૫૦,૦૦૦ થી વધુ જનસંખ્યા ધરાવે છે. છેલ્લા ૧૦૦ વર્ષથી પાટણની વિકાસયાત્રા સતતુ તેજ ગતિએ ચાલી રહી છે. નવા પાટણની રૂપરેખા અણહિલપુર પાટણ સંપૂર્ણ જીર્ણ થઈ જતાં નવું કિલ્લેબંધી શહેર વસાવવામાં આવ્યું. શહેરને ફરતે ૧૨ દરવાજા સહિત કિલ્લો બનાવવામાં આવ્યો. પાટણમાં જાણીતો આ કોટ સુબા ઝફરખાને બંધાવ્યો હોવાનું કહેવાય છે. આ કોટ બંધાવવામાં અણહિલપુર પાટણનાં ખંડેરોના જ પથ્થરો વપરાયા હોવાનું જણાય છે. આ દરવાજા અને જિલ્લાઓમાં પ્રાચીન પાટણનાં કેટલાંય મહાલયો, મંદિરોના અવશેષો જેવા કે સ્તંભો, દ્વારશાખાઓ, શિખરના ભાગો, ખંડિત-અખંડિત પ્રતિમાઓ ચોંટાડેલી સ્પષ્ટ જોવા મળે છે. આજે આ નગરમાં કુલ ૧૧ દરવાજા પૈકી (૧) બગવાડા, (૨) ખાનસરોવર, (૩) ફાટીપાલ, (૪) અઘારો, અને (૫) છીંડીયો દરવાજા વિદ્યમાન છે. જેમાંના ૫ આજે પણ પ્રાચીન અવશેષરૂપ મોજુદ છે. જ્યારે બાકી દરવાજા તન પરાસ્ત થઈ ગયા હોવાથી તેનું નામોનિશાન રહેવા પામ્યું નથી. આ દરવાજાઓમાં નામ તેની નજદીકમાં આવેલા મંદિર, મસ્જિદ, તળાવ કે કોઇ ઐતિહાસિક પ્રસંગો પરથી પાડયા હોવાનું સમજાય છે. જેમ કે સહસ્ત્રલિંગ સરોવરની પાળ નદીના ફરતે ફાટી ગઇ હતી. જેથી અણહિલપુરનો વિનાશ થયો હતો તેમ કહેવાય છે તે હકીકતનું સમર્થન “ફાટીપાળ દરવાજા” પરથી મળે છે. ગુજરાતનો છેલ્લો હિન્દુ સમ્રાટ કર્ણધેલો પરાસ્ત થતાં આ દિશાના કોઇ દ્વારથી નાસી ગયો જેથી તે દ્વારનું નામ કનસડો (કર્ણશ) પડ્યું હોવાનું કહેવાય છે. બગવાડા દરવાજો બગેશ્વર Page #145 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૨ મહાદેવના નામ પરથી ગુંગડી તળાવ નજદીકના દરવાજાને ગુંગડી દરવાજાને મોતીશા દરવાજો આ રીતે દરેક દરવાજાના નામ પાછળ કોઇને કોઇ ઐતિહાસિક પ્રસંગ વણાયેલો છે. શહેરને કરતે લગભગ સાડા ત્રણથી ચાર માઇલના ઘેરાવામાં આવેલા આ કોટની ચારે બાજુ ચાર દિશામાં ચાર મોટાં તળાવો બાંધેલા હતાં. પશ્ચિમે સહસ્ત્રલિંગ તળાવ, પૂર્વ દિશામાં ગુંગડી તળાવ, ઉત્તરે પીતાંબર તળાવ, અને દક્ષિણે ખાનસરોવર તળાવ જે તે સમયે આ સરોવર પાણી પુરવઠા માટે હતાં. પરંતુ હાલમાં તો આ ચારેય તળાવ સુકાઇ ગયા છે. ચોમાસા પુરતું વરસાદનું પાણી જ હોય છે. પાટણ નગર રચનામાં મુખ્યત્વે એક મોટો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ બગવાડા દરવાજાથી કનસડા દરવાજા સુધીનો હતો. ઉપરાંત મહોલ્લા, પાડા, વાડા, શેરીઓ, માઢ, વાસ, ખડકી વગેરેની રચનાઓ કરી હતી. કેટલાક મહોલ્લાના નામનો અણહિલપુરના મહોલ્લા પરથી પડ્યા છે. જેમ કે સાલવીપાટક (સાલવીવાડો), યુવરાજપાટક (રાજકાવાડો), ફોલીયાવાડો, કોકા વસતી (કોકાનો પાડો) વગેરે આ શહેરના કેટલાંક મહોલ્લાનું નામ જ્ઞાતિઓ પરથી, ધંધાઓ પરથી, વ્યાપારની વસ્તુઓ ચોખા, ઘી, સોપારી, શ્રીફળ, જાયફળ, સરૈયા વગેરે પરથી તેમ જ કેટલાક દેવમંદિરો પરથી પડેલ છે. ભાટીયા જ્ઞાતિનાં લોકોનો ભાટીયાવાડો, બલૂચીઓનો બલૂચીવાડો, નાગર બ્રાહ્મણોનો નાગરવાડો, બ્રાહ્મણવાડો, મોચી લોકોનો મોચીવાડો સ્થળની બાજુમાં લીમડી નામનું વૃક્ષ હોવાથી નાગરલીંમડી, રાત્રે નગરમાં દીવાબત્તી કરનારા રહેતા તે બત્તીવાડો, વિવિધ વસ્તુ પર નકશી કરનાર જરદી, ખરાદીઓની ખરાદીવાડો, મુસ્લિમોના ન્યાય કરનાર કાઝીઓ રહેતા તે કાઝીવાડો, ફૂલો વેચનાર મળી રહેતા તે માળીનો પાડો, કસુંબી નામની વનસ્પતિમાંથી રંગ તૈયાર કરનાર લોકો ઉપરથી કસુંબીયાવાડો, હાથથી ચાલતી સાળો પર વિવિધ સાડીઓ વગેરે બનાવનાર સાળવીઓનો સાલવીવાડો, જવેરાતનો ધંધો કરનાર પરથી ઝવેરીવાડો, નાગરવેલના પાનને તંબુલ કહે છે તે તંબોળીઓનો તંબોળીવાડો, સોપારીનું બીજું નામ છે ફોફળ. તેનો ધંધો કરનાર વેપારી રહેતા તે ફોફલીયાવાડો. પાડા, પાડો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ પાટક ઉપરથી ઉતરી આવી પટ્ટ બનેલો. પટ્ટ એટલે પાટ અને પાટ એટલે બેસવાનું સ્થાન નહીં પણ રહેઠાણ, સ્થળ એટલે કે પાડાનો અર્થ મહોલ્લો વિસ્તાર. - વ્યક્તિઓના ધંધાના નામે નજીકના આવેલા વૃક્ષો, મંદિર હોય તો તે નામે પાડા કહેવાતા. ખજૂરવૃક્ષને લીધે ખજૂરીનોપાડો, ખીજડાનો પાડો, બોરડીનો પાડો, દેવીઓનાં મંદિરોથી ઓળખાતા પાડાઓમાં મહાલક્ષ્મીનો પાડો, અંબાજીનો પાડો, મહાદેવનો પાડો, ક્ષેત્રપાલ એટલે સર્પનાગ ખેતરનું રક્ષણ કરનાર ક્ષેત્રપાલ પરથી ખેતરપાલનો પાડો તેવી જ રીતે વ્યક્તિ વિશેષમાં જોઇશું તો શ્રેષ્ઠી અબજી મહેતા જેઓ જૈન સંઘના અગ્રણી હતાં. .સ. ૧૫૯૩માં પાલિતાણાનો સંઘ પણ કાઢેલો તેમને રહેવાના સ્થાનને અબજી મહેતાનો પાડો, તેવી રીતે કેશુશેઠનો પાડો, કરણશાહનો (કનાશાનો પાડો), કપૂર મહેતાનો પાડો, ગોદડનો પાડો વગેરે નામો આજ રીતે પડેલાં છે. જે વસાહતોના નાકા પર નિશાળ આવેલી છે. તે નિશાળનો પાડો. પડી જશે તેટલી હદે નમી Page #146 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪ ૧૨૩ પડેલું ગુંદીવૃક્ષ પાસેનો પડીગુંદીનો પાડો. શહેરના સ્થાપત્યકાળે નિર્માણ થયેલા કેટલાય મહોલ્લાઓ અદ્રશ્ય થઇ ગયાં છે. જેવા કે કરણશાહનો પાડો, જગુ પારેખનો પાડો, ચિંતામણી પાડો, નારંયાપાડો, લટકણનો પાડો, ન્યાયશેઠનો પાડો, અજુવસાનો વગેરે. આ મહોલ્લાનું અસ્તિત્વ જ નથી. “નો પાડો, કંપાદેશીનો “ો પાડો, વડીપોસાળનો પાડો પાટણ શહેરની આજુબાજુએ કેટલાંક પરાં આવેલા હતાં. જેવા કે વાડીપુર, બકરાતપુરા, દોલતપુર, મકલપુર, આશાપુર વગેરે કાળક્રમે નષ્ટ થતાં અત્યારે ફક્ત આશાપુર વિદ્યમાન છે કે જે હાંસાપુરથી ઓળખાય છે. શહેરમાં કેટલાક મંદિરો, મસ્જિદો અને જૈન દેરાસરો મોજુદ છે. એમાંના ઘણા શિલ્પસ્થાપત્યની દ્રષ્ટિએ અદ્વિતીય છે. આમ જુના પાટણના ભગ્ન અવશેષોમાંથી નવું પાટણ વસ્યું છે. 321163845998) પાટણના વિખ્યાત ત્રણ દરવાજા ૧૯ SA The Vis TH S પ્રકાશના પ 元 B Inforbes meleg Page #147 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૪ (૪૪) વ્યાયામ અને ઉત્સવ ક્ષેત્રે પ્રખર પાટણ પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પ્રાડુ શૌર્યવૃત્ત પ્રાડ શાસ્ત્ર પ્રાડ઼ શમે પ્રારૂં સમાધિષા પ્રાડ સત્યે પ્રા દૃર્શન્યાં પ્રાઙ ષડડચામિતો જન છે - શ્રી હેમચંદ્રાચાર્ય અર્થ :- આ પાટણ નગરના લોકો (૧) શૌર્યવૃત્તિમાં (૨) શાસ્ત્રમાં (૩) ઇન્દ્રિય જ્યમાં (૪) સમાધિમાં (૫) સત્યમાં (૬) છ દર્શનના અભ્યાસમાં (૭) વેદના છ અંગોના જ્ઞાનમાં અગ્રેસર છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાટણના નગરજનોનું વર્ણન કરતાં તેઓ તમામ બાબતોમાં અગ્રણી-પ્રથમ કક્ષાના બતાવ્યા છે. તેમાં “શૌર્યવૃત્તિને પ્રથમ મૂકી છે. અર્થાત્ પાટણના નગરજનો પરાક્રમમાં, શુરવીરતામાં, શારીરિક ક્ષમતામાં યાને શરીરે પહેલવાન હતા. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મગજ હોઈ શકે એ વાત એક હજાર વર્ષ પહેલાંના પાટણના નગરજનો સારી રીતે જાણતા હતા એ વાત ઉપરના વિધાનમાંથી સાબિત થાય છે. પાટણની પ્રજા વ્યાયામ પ્રિય છે. પાટણના નગરજનો ઉત્સવ પ્રિય છે. પ્રાચીન કાળથી આજદીન સુધી આના અનેક ઉદાહરણો મળી આવે છે. ૫૦ થી ૧૦૦૦ વર્ષ અગાઉ લખાયેલ ‘દ્વયાશ્રય', કીર્તિકૌમુદી' જેવા ગ્રંથોમાં ઉંડાણથી અભ્યાસ કરવામાં આવે તો પાટણની એ વખતની પ્રજા કયા કયા પ્રકારનો વ્યાયામ કરતી હતી અને કયા કયા ઉત્સવો ધામધૂમથી ઉજવાતા હતા એનું હૃદયંગમ વર્ણન વાંચવા મળે છે. એટલું જ નહિ સહસલિંગ સરોવરના કાંઠે જે વિવિધ વિદ્યાપીઠો હતી તેમાં ‘અંગવિઘા’, ‘ક્ષાત્રવિદ્યા', ‘ધનુર્વિદ્યા’, ‘નિશાનબાજી' જેવી અનેક બાબતોની પધ્ધતિસરની કેળવણી આપવામાં આવતી હતી એવા ઉલ્લેખ વાંચવા મળે છે. આ પાઠશાળાઓમાં માત્ર ધાર્મિક જ્ઞાન અપાતું નહોતું પણ ઐહિક (સાંસારિક-લોકસંબંધી) જ્ઞાન પણ રાજ્ય તરફથી અપાતું હતું. અત્યારે શાળાઓ, કોલેજો કે વિશ્વવિદ્યાલયો તરફથી રમતોત્સવ ઉજવાય છે. એવા ઉત્સવો વ્યાપક પ્રમાણમાં રાજય તરફથી ઉજવવામાં આવતા હતા એવું પણ પ્રાચીન ગ્રંથોમાંથી ફલીત થાય છે. શાંતિના કાળમાં જ આવા ઉત્સવો ઉજવાતા એમ નહિ પરંતુ દુશ્મનના સંભવિત આક્રમણ પહેલાં પ્રજામાં જોમ અને જુસ્સો જળવાઈ રહે, પ્રજા વિષાદતર વમળમાં આવી ન જાય એ માટે વિના મૂલ્ય જાહેર જગ્યાઓમાં નાટકો ભજવવામાં આવતાં. આવા પ્રસંગે ‘વંદ્વયુધ્ધ” (જેમાં બે પહેલવાન લડતા) ખેલાતા. પ્રજા યુધ્ધના જવામાં આવે નહિ પણ લોકો સ્વસ્થ મને પોતાને રોજીંદો વેપાર-ધંધો કારોબાર ચલાવે એવી વ્યવસ્થા રાજ્ય તરફથી થતી હતી. Page #148 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રાચીન પાટણમાં રમાતી રમતો અને ઉજવાતા ઉત્સવો : પાટણના જનજીવનમાં ઉત્સવોનું અનેરૂં સ્થાન હોય એમ પ્રાચીન ગ્રંથોના વાચન ઉપરથી લાગે છે. ‘યાશ્રય’ નામના સંસ્કૃત મહાકાવ્યમાં કાર્તક સુદ-૧ ના રોજ બલિમહનો ઉત્સવ ઉજવાતો (સર્ગ-૩, શ્લોક ૩૨) આ દિવસે લોકો સારાં કપડા લત્તાં, પહેરી અને તાંબુલ ભક્ષણ કરતાં. મહિલાઓ પણ આમાં ખેડાતી ‘વસંતોત્સવ' ઉજવાતો હોવાની વાત પણ જોવા મળે છે. ગ્રીષ્મ ઋતુમાં હિંડોળાના ઉત્સવો થતા (૫,૧૪૧) એક મોટા સ્તભં ઉપર મોટી ધજા ચડાવી આસો માસમાં ‘ઇન્દ્ર મહોત્સવ’ ઉજવવામાં આવતો હતો. દર મહિનાની સુદ બીજના ચંદ્ર દર્શનનું મહત્વ ગણાતું આને ‘કલ્યાણી દ્વિતીયા' કહેવાતી હતી. (૨૦,૩) ૧૨૫ રમતોત્સવના પણ ઘણા પ્રસંગો જાણવા મળે છે. છોકરીઓ પાંચ કૂકા જેવી પાંચ સળીયો, પાંચ પાસથી રમતો રમતી. આ ઉપરાંત ચોપાટ, શતરંજ પણ રમાતી. સુખી અને સમૃધ્ધ લોકો શિકારના શોખ ધરાવતા હતા. શિકારીઓ પાળેલા કુતરા રાખતા અને તેનાથી જંગલમાં હરણનો શિકાર કરતા હતા. (સર્ગ-૨, શ્લોક ૨૩૧) ગામડાઓમાં ગેડીદડાની રમત રમાતી. મુષ્ટિ યુધ્ધો પણ થતાં (૩,૧૦) શહેરમાં જાહેર મેદાનમાં આખલાની સાઠમારી કરવામાં આવતી. આ ઉપરાંત ધોડા, ઊંટ તેમજ વાહનો દોડાવવાની શરતો લગાવવામાં આવતી હતી. જળાશયોમાં સ્ત્રી પુરૂષો, સાથે જ જલક્રીડા કરતાં હતા. આ ઉપરથી જણાય છે કે સમૂહવિહાર અને સહક્રિડા જેવી ઉદાર ભાવના પટ્ટણીઓમાં એ કાળમાં પ્રવર્તતી હતી. સંસ્કૃત ‘હ્રયાશ્રય’ મહાકાવ્યમાં ચિત્રકલા અને સંગીતકલાના ઉલ્લેખો વાંચવા મળે છે. નૃત્યકળા પણ પ્રચારમાં હતી એમ કેટલીક વારાંગનાના પ્રસંગો પરથી જણાય છે. ચિત્રકલાનો કેટલો સારો વિકાસ થયો હતો એ જાણવા માટે એક જ પ્રસંગ પૂરતો છે. સિદ્ધરાજના પિતા કર્ણની તસ્વીર મૃણાલ (મયણલ્લા)ને અને મૃણાલની છબી કર્ણને દેખાડવામાં આવી હતી. જે જોઇને એકબીજા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો હતો. તેમ સ્પષ્ટ નોંધ ‘હ્રયાશ્રય' માંથી મળે છે. માત્ર તસ્વીરમાં દોરેલી છબીમાં જોયેલી મૃણાલને કર્ણ બગીચામાં ઓળખી કાઢે છે. (૯,૧૩,૮) એ વખતે ચિત્રો કાપડ ઉપર ચીતરવામાં આવતાં એમ પટ, ચિત્રપટ જેવા શબ્દો પરથી જણાય છે. સંગીતકલા પણ સારા પ્રમાણમા વિકાસ પામેલી હતી. ‘દ્દયાશ્રય’ મહાકાવ્યમાં સંગીતકલાના ઘણા ઉલ્લેખો વાંચવા મળે છે. તે સમયે પાટણમાં ભેરી-શરણાઇ, ઢક્કા-ઢોલ, આનક નગારૂં, શંખએકતારો, વીણા વગેરે વાંજીત્રો વપરાશમાં હતા એમ (સર્ગ-૩, શ્લોક ૧૮,૨૦) વાંચતા જાણવા મળે છે. પ્રાચીન પાટણ સંગીતના સૂરોનું કેટલું જાણકાર હતું એ નીચેની હકીકત પરતી જણાય છે. જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોને વિવિધ સૂરો સાથે સરખામણી કરી છે. કોયલનો સૂર પંચમ, મોરનો ષડ્ઝ અને સારસનો મધ્યમ, ગાયનો ઋષભ, ધોડાનો ધવૈત, હાથીનો નિષાદ વગેરે વૈજ્ઞાનિક વર્ગીકરણનો સંગીત સંશોધકોએ અભ્યાસ કરવા જેવો છે. વ્યાયામ શાળામાં યુધ્ધમાં વપરાતા શસ્રાસ્ત્રોથી પ્રત્યક્ષ તાલીમ અપાતી, વિવિધ પ્રકારના Page #149 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૬ આયુધો જેવાં કે ધનુષ, ચક, વજ, ખગ્ન, કટાર, જમૈયો, ત્રિશુળ, સાંગ, પરશુ, ભાલો, મુષ્ટિ, પાશ, હલ, મુશળ, ગોફણ, ગદા વગેરેનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. શતદની નામના શસ્ત્રથી એકી સાથે સો મનુષ્યોનાં મોત નિપજાવી શકાતાં હતા. મહિલાઓ પણ યુધ્ધમાં સક્રિય ભાગ લેતી હતી. તેથી તેઓને પણ તાલીમ અપાતી. સ્ત્રી સૈનિકો ‘ક્ષિપકા' નામનું હથીયાર વાપરતી એવો ઉલ્લેખ (સર્ગ-૫, શ્લોક ૧૫) માં આવે છે. આમ પ્રાચીન પાટણમાં વ્યાયામ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા પધ્ધતિસરની વ્યાયામ શાળાઓ ચાલતી હતી. આ પરંપરા નવા પાટણમાં બીજા સ્વરૂપે ચાલુ રહી છે. પાટણ એ વડોદરા રાજ્યના તાબાનું મહત્વનું શહેર હતું. વડોદરા રાજ્યમાં શાળાઓમાં કસરત શિક્ષકની જોગવાઇ હતી. કસરત શિક્ષકો માટે દરેક વર્ગમાં જુદો તાસ-પિરીયડ ફાળવવામાં આવતો. આ પિરીયડમાં વિદ્યાર્થીઓને રમતના મેદાનમાં લઈ જઈ એમને ડ્રીલ કરાવવામાં આવતી. ઉપરાંત લાઠી, લેઝીમ, ડંબેલ્સ વગેરેનો વિવિધ દાવો શીખવવામાં આવતા હતા. પ્રસંગોપાત આખું શાળાના તમામ વિદ્યાર્થીઓને એક સાથે ડ્રીલ કરાવવામાં આવતી. આ દશ્ય ખરેખર નીહાળવા જેવાં હતાં. પાટણના વિવિધ મહોલ્લા-પોળોમાં અખાડા ચલાવવામાં આવતા હતા. જ્યાં યુવાનોને કસ્તી કરાવવામાં આવતી. શ્રી રામપ્રસાદ ભૈયાજી, શ્રી રતીલાલ રાવલ, શ્રી જયંતિલાલ ડી. વ્યાસ, શ્રી સીતારામ અપ્પા, શ્રી માણેકલાલ દવે, શ્રી ભ્રમરસિંહ વગેરે પહેલવાનો પાટણના યુવકોને ખડતલ બનાવવા વિના મૂલ્ય વ્યાયામ શાળાઓ ચલાવતા હતા. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કુસ્તીના દંગલો યોજતાં તેમાં પાટણના કુસ્તીબાજો ખૂબ સારો દેખાવ કરતા અને ચંદ્રકો જીતી પાટણનું નામ રોશન કરતા હતા. બાથના અભાવે પાટણના દેરાણી-જેઠાણીના વિશાળ કૂવામાં શ્રી ભૈયાજી તથા એમના શિષ્યો વિદ્યાર્થીઓને તરવાનું શીખવતા હતા. ધૂળેટી અને દશેરા જેવા પર્વના દિવસે વ્યાયામ વીરોની પાટણમાં શોભાયાત્રા નિકળતી. રસ્તામાં ચોકમાં પિરામીડો, સોટીદાવ જેવી વ્યાયામનું પ્રદર્શન કરાવવામાં આવતું હતું. શોભાયાત્રામાં ભાગ લેનાર યુવકોને ચણા, ગોળ, ખજૂર અને દૂધનો નાસ્તો પણ આપવામાં આવતો હતો. પાટણ કુસ્તીમાં ખૂબ વખણાતું હતું. પાટણના દરેક જિલ્લા દંડ, બેઠક અને કુસ્તીની પ્રવૃત્તિથી ધમધમતું હતું. એક હજાર દંડ બેઠક મારનાર પહેલવાન પાટણમાં હતા. બાળ બ્રહ્મચારી એવા શ્રી રામપ્રસાદ ભૈયાજીની વ્યાયામ ક્ષેત્રની સેવાઓ માટે પાટણ એમનું સદાય ઋણી રહેશે. ગામડાઓમાં બીન ખર્ચાળ એવા ગીલ્લી-દંડા, હાતુ, દોડ પકડ, આંધળી ખિસકોલી, આંબલી-પીંપળી, થપ્પો, સંતાકુકડી જેવી રમતો રમાતી. એજ રીતે છોકરીઓ પગથીયાં કુદતી, દોરડા કૂદતી, કોડીઓ, કચૂકા અને કરકસોની વિવિધ રમતો રમતી. ગામના ગોંદરે બાળકો ઝાડ પર ચડીને પણ રમતો રમતા હતા. વડની વડવાઈ પકડી ઝૂલો ઝૂલતી. પછી તો સુધારાનો પવન વાવા માંડ્યો. આશરે નેવું વર્ષ પહેલા પાટણમાં સરકારી દવાખાના સામે બાલાભાઇ કલબની સ્થાપના થઈ. જ્યાં મોટા ભાગે સરકારી અમલદારો, ડૉકટરો, વકીલો, અને સંપત્તિવાન વેપારીઓ ભેગા થઈ ગંજીપાના રમતાં. પાછળથી ત્યાં ટેનીસનો કોટ પણ બનાવવામાં આવ્યો છે. એજ રીતે આશરે એંશી વર્ષ પહેલાં પાટણમાં શ્રી મણીલાલ કરમચંદ જીમખાનાની Page #150 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૭ સ્થાપના થઈ એનો વહીવટ પાટણ નગરપાલિકા હસ્તક ચાલે છે. તેમાં પણ અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. ગંજીપાના ઉપરાંત, સુંદર બે ટેનીસ કોટ, બેડમિંગ્ટન હોલ, ઓપન એર થિયેટર, તેમજ કુસ્તી માટેનો અખાડો જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. આ ઉપરાંત પાટણનાં અદ્યતન સાધનોથી સુસજ્જ એવી જીગ્નેશીયમ ખાનગી વહેપારી ધોરણે પ્રવૃત્તિઓ ચાલે છે. આ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારે દર મહિને સારો એવો ખર્ચ ઉઠાવવો પડે છે. અભિનેતાઓનાં સૈઝવભર્યા શરીર જોઈ યુવાનો પણ બોડી બિલ્ડીંગ માઠે ઠીક ઠીક અંગ કસરત કરી રહ્યા છે. ઇન્ડોર ગેમ્સ ઘરના રહેઠાણના ઓરડામાં રમી શકાય એવી ચેસ જેવી રમતો પણ ક્યાંક ક્યાંક રમાય છે. પાટણના જીમખાનામાં ક્રિકેટની રમત માટે સુંદર વ્યવસ્થા છે. કેટલાક મહોલ્લા પોળોમાં પણ ક્રિકેટ કલબો સ્થપાઈ છે. આ કલબો પણ દિવસ-રાત સમય સુધી રમી શકાય તેવી ક્રિકેટની પ્રતિયોગીતાઓ યોજાઇ છે. પાટણમાં અખાડાની જગ્યાએ મહોલ્લે મહોલ્લે ક્રિકેટનો જ વધવાથી આ રમત રમાય છે. સરકારે રમતગમતનું મોટું સંકુલ ઊભું કર્યું છે. શ્રી ભૈયાજીના કેટલાક શિષ્યો આજે પણ છબીલા હનુમાનની જગ્યામાં અખાડા પ્રવૃત્તિ ચલાવી કુસ્તીબાજો તૈયાર કરી રહ્યા છે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આ કુસ્તીબાજો નોંધપાત્ર દેખાવ કરી કુસ્તીઓમાં સફળતા મેળવે છે અને ચંદ્રકો જીતી પાટણનું નામ રોશન કરે છે. સુધરાઈ હસ્તક ચાલતા જીમખાનામાં પણ અખાડા પ્રવૃત્તિ ચાલે છે. પાટણમાં કેટલીક માધ્યમિક શાળાઓ ઉત્તમ રમત ગમતનું મેદાન પણ ધરાવે છે. (૧) શેઠ એમ. એન. હાઇસ્કુલ (૨) શેઠ બી. ડી. હાઇસ્કુલ (૩) શેઠ બી. એમ. હાઇસ્કુલ (૪) શ્રી આદર્શ હાઇસ્કુલ (૫) શેઠ વી. કે. હાઈસ્કુલ તેમજ અન્ય હાઈસ્કુલ પાસે વિશાળ પ્લે ગ્રાઉન્ડ છે. પાટણમાં ધી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી હસ્તક ચાલતી આર્ટસ, સાયન્સ, કોમર્સ, એજ્યુકેશન, લો કોલેજો અને એક્સપરીમેન્ટલ હાઇસ્કુલ વગેર સંસ્થાઓ એક જ કેમ્પસમાં આવેલી હોઈ વિશાળ પ્લેગ્રાઉન્ડ પણ છે. જ્યાં સુંદર ટેનીસ કોટ, ક્રિકેટ મેદાન જેવી સંધ રમતો રમી શકાય એવી સગવડ છે. શેઠ બી. ડી. હાઇસ્કુલ પાસે રમવા માટે વિશાળ પટાંગણ ઉપરાંત વિદ્યાર્થીઓને તરતાં શીખવાનો સુંદર ‘બાથ” પણ બાંધવામાં આવ્યો છે. કેડી પોલિટેકનીક પાસે પણ મોટું પ્લેગ્રાઉન્ડ છે. પાટણમાં નોર્થ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં રમતોત્સવો અને યુવક મહોત્સવો પણ નિયમિત રીતે યોજાય છે. આ ઉત્સવ દરમ્યાન વ્યાયામ પ્રવૃત્તિઓ ઉપરાંત વિવિધ સંસ્કાર પ્રવૃત્તિઓ પણ થાય છે. જેનાથી સંભાવના સારી એવી વિકાસ પામી છે. - પાટણ પ્રાચીન કાળમાં શૌર્યવૃત્તિમાં અર્થાતુ વ્યાયામ ક્ષેત્રે જેમ અગ્રેસર હતું એવું વિધાન શ્રી હેમચંદ્રાચાર્ય વર્ષો અગાઉ કરેલું તે મહદ્ અંશે આજે પણ નવા સ્વરૂપે એટલું જ સાચું છે. લોકમેળા પરથી સ્પષ્ટ જણાવે છે એ જ રીતે વિદ્યાર્થીઓ પણ વ્યાયામની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રખરતા ધરાવે છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સરકારે પણ રમત ગમતનું જિલ્લા કક્ષાનું સંકુલ બનાવી વ્યાયામ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે. આમ સમગ્ર રીતે જોતાં રમતોત્સવ ક્ષેત્રે પાટણની પ્રખરતા જળવાઈ રહી છે. એટલું જ નહિ વિકસી પણ રહી છે. જે પાટણ માટે ગૌરવ લેવા જેવી હકીકત છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ( ૧ ૨૮ રામાજીરાવ બાગમાં આવેલ વિખ્યાત છત્રપતેશ્વર મહાદેવનું શિવાલય Page #152 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫ પાટણનાં જોવાલાયક સ્થળો ૧૨૯ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણ ઉત્તર ગુજરાતમાં એક જોવાલાયક નગર છે. તેમાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. ભારતની પ્રાચીન પાટનગરીઓમાં પાટણનું સ્થાન વિશિષ્ટ છે. મધ્યકાલીન સમયમાં પાટણ લગભગ ૫૫૦ વર્ષ સુધી ગુજરાત રાજ્યની રાજધાની રહ્યું હતું. આજે ખંડીયેર હાલતમાં પણ એની પ્રાચીન જાહોજલાલીના દર્શન થાય છે. ગુજરાતના સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઇતિહાસમાં સારસ્વત મંડળના પાટનગર પાટણે પરમ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભાલણ અને અન્ય કવિઓ, વનરાજ અને સિદ્ધરાજ જેવા સમર્થ રાજવીઓ તથા મુંજાલ અને દામોદર જેવા મુત્સદ્દીઓના હાથે સંસ્કાર સિંચન પામેલું આ મહાનગર એક કાળે તેની ચરમસીમાએ હતું. સરસ્વતી તીરે લાકખારામ નામના ગ્રામ્ય સ્થળે વનરાજના શુભ હસ્તે સંવત ૮૦૨ માં પ્રસ્થાપિત થયેલું આ નગર ક્રમશઃ સોલંકી કાળમાં ગુજરાતનું સર્વશ્રેષ્ઠ નગર હતું. પાટનગર તરીકે પાટણની જે શોભા, જે સંસ્કૃતિ અને જે ગૌરવગાથા હતી તેને આજે પણ પાટણના પ્રાચીન સ્થળોનાં શિલ્પો વાચા આપે છે. કલાધામ પાટણના શિલ્પોમાં તરવરતો કલા-ધર્મ સમન્વય અને તેની મૂર્તિઓના મરોડમા મલપતા મનૌવૈભવને તો કોઇ મગ્ન કલાપિપાસુ જ માણતો હશે પરંતુ તેનું ઉત્કીર્ણ સામર્થ્ય તો પ્રત્યેક પ્રવાસીને મુગ્ધ કરી દે તેવું છે. પાટણ ઉત્તર ગુજરાતમાં ૨૩-૫૧ ઉ. અક્ષાંસ અને ૭૨-૧૧ ૫. રેખાંશ ઉપર વસેલું છે. આ શહેરની પૂ. ૫. લંબાઇ આશરે ૪૫૦૦ ફૂટ છે. જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઇ આશરે ૬૪૦૦ ફૂટ છે. તેને ફરતો જૂનો કોટ છે જે આશરે સાડાત્રણ માઇલના ઘેરાવામાં છે. જેના ઘણા ભાગો આજે તૂટી ગયા છે. કાળક્રમે પાટણના ઘણાં સ્થળો લોપાયા છે. પરંતુ તેના અશિષ્ટ ભાગો પણ દર્શનીય છે. તેની હસ્તિ ધરાવતાં જુનાં અને નવા સ્થળોનો પરિચય ક્રમશઃ કરીએ. સહસલિંગ સરોવર : યાત્રી પાટણ દર્શનમાં સૌ પ્રથમ પ્રાચીન દર્શનીય સ્થાનોમાં આ સરોવરના અવશેષો જોવા આકર્ષાય છે. આ સરોવર સિધ્ધરાજે માળાવા ઉપર ચઢાઇ કર્યા અગાઉ એટલે સંવત ૧૧૯૦ પહેલાં શરૂ કર્યું હતું અને અવંતિ વિજય પછી ૧૧૯૩-૯૪ માં પૂર્ણ થયું હતું તેવા ઉલ્લેખ પ્રાપ્ત છે. તેનું મૂળનામ દુર્લભસરરાજ હતું પણ તેના કાંઠા ઉપરનાં સહસ્ર શિવમંદિરોને કારણે તે સહસ્રલિંગ નામથી વિશેષ ખ્યાત છે. યાશ્રય મહાકાવ્ય, કીર્તિકૌમુદી, હમીરમદમર્દન અને સરસ્વતીપુરાણમાં તેનાં વિગત પૂર્ણ વર્ણનો વાંચવા મળે છે. હાલમાં નીકળેલા ખોદકામ ઉપરથી તે સમચોરસ હશે અને તેની મધ્યમાં બક સ્થળ આવેલું હશે એમ જણાય છે. આ સરોવરને અમર બનાવવા રાજવીએ તેને શિલ્પ સ્થાપત્યોથી મઢી લીધું હતું. સરસ્વતી નદીથી સરોવર સુધી બનાવવામાં આવેલી લગભગ બે માઇલ લાંબી નહેર Page #153 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૦. અને સમગ્ર સરોવરના કાંઠા વિવિધ ધર્મસ્થાનોનું ધામ હતો. ત્યાં માતૃતીર્થ, દુર્ગાતીર્થ, વરાહતીર્થ, બ્રહ્મકુંડ, વિષ્ણુયાન, યાન વગેરે તીર્થો હતા. નહેરનો છેડો રૂદ્રકૂપ આગળ અટકતો આમાં નદીનું પાણી સ્થિર થતું. આજે ખોદકામમાં આ રૂદ્રપ બહાર આવ્યો છે. આ સહસ શિવમંદિરો ઉપરાંત અનેક દેવાલયો હતાં. જે દેવનું મંદિર જે કાંઠે હોય તે કાંઠો તે દેવનું તીર્થ બની જતો. સરોવરનો પશ્ચિમ કાંઠો દેવપીઠ હતો. ત્યાં ૧૦૮ દેવ પીઠો હતાં. તે ઉપરાંત ભાયેલ સ્વામીનું સૂર્યમંદિર, લવકુશ, વિનાયક, કાર્તિક સ્વામી, ભુતેશ્વર, સોમનાથ, હરસિદ્ધિ અને બક સ્થળ ઉપર વિંધ્યવાસિની દેવીનું મંદિર હતું. આ એક સરોવર ઉપરાંત તે એક મહાન વિદ્યાધામ હતું. આ ઉપરાંત સરસ્વતી નદીનું સરોવર પધારવા અંગેનું એક રૂપક સરસ્વતી પુરાણમાં આપ્યું છે. રાણકીવાવ : રાણકીવાવના સર્જન અંગેની કેટલીક હકીકત ‘સ્મૃતિશેષ અવશેષ” નામના પ્રકરણના ૧૫૦માં, * પાન ઉપર જણાવ્યા પછી અહીં તેની સ્થાપત્ય વિશેષતા દર્શાવવી જરૂરી છે. પાટણના પ્રાચીન દર્શનીય સ્થાનોમાં રાણકીવાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. નષ્ટ થયેલી આ વાવનું ખોદકામ પુરાતત્ત્વખાતાએ કરેલ. અત્યારે તેના પ્રાપ્ત અનુપમ શિલ્પો આપણને આશ્ચર્યમાં મૂકી દે તેવા ભવ્ય જોવા મળે છે. સહસ્ત્રલિંગ સરોવરની પાસે જ ભીમદેવ સોલંકીની પ્રિય રાણી સૌરાષ્ટ્રના નરવાહન ખેંગારની પુત્રી ઉદયમતીએ પોતાના મંત્રી દામોદર અને પુરોહિત સોમની સલાહથી બંધાવેલી ભવ્ય વાવ છે. ભીમદેવનો સમય ઈ.સ. ૧૦૭૮ થી ઇ.સ. ૧૧૨૦ છે. એટલે તે કાળમાં આ બંધાઈ હતી. આ વાવ અંગે જે ઉલ્લેખ મળે છે તે પ્રમાણે તે સાત ખંડની હતી. આ વાવમાં દરેક સાતથી આઠ પગથિયા આગળ મોટા પગથારો બનાવી બંને બાજુએ ભગવાન શિવના અનન્ય શિલાશિલ્પો કોતરાવ્યાં હતાં. આ ઉપરાંત શિવ વિષ્ણુની એકતા સૂચક શેષશાયી વિષ્ણુ, વૈલોકય મોહન શિવ, શક્ત સંપ્રદાયના દેવીનાં વિવિધ સ્વરૂપો યયુગલો, ગજથર, નરથર, ગ્રાસ પટ્ટીઓ, ઘટપલ્લવો, ચૈત્ય ગવાક્ષો વગેરે બનાવેલાં હતાં એવું બહાર આવતાં શિલ્પો સાક્ષી પૂરે છે. મોઢેરાના શિલ્પો જેવાં જ અનન્ય શિલ્પો તેમાં કંડારેલા હતાં. આ વાવ હશે ત્યારે ગુજરાતમાં તેનો જોટો નહી હોય. જેમ સહસ્ત્રલિંગ સરોવરના પથ્થરમાંથી હાલનાં પાટણમાં અનેક મકાનો વગેરે રચાયાં તેમ આ વાવના પથ્થરોમાંથી ‘બારોટની વાવ' નામની ત્રીકલ બારોટની વાવ બંધાયી હોવાનું કહેવાય છે. અવશેષ રહેલા શિલ્પો ખરેખર શિલ્પ કલાની છંદલીલાનું અનોપમ દર્શાવે છે. શેખ ફરીદનો રોજો - ફાટીપાલ દરવાજા બહાર ઉત્તર દિશામાં નદીકાંઠે આ રોજો આવેલ છે. પ્રાચીન ગ્રંથો પ્રમાણે તો સરસ્વતી નહેર જે સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી લઇ જતી હતી તેનાં કાંઠા ઉપર બે અનુપમ શિલ્પ સ્થાપત્ય ધરાવતાં વિષ્ણુયાન અને શિવયાન હતાં. તેમાનાં એક આ રૂપાંતર પામેલો છે. તેનાં ઘુમ્મટમાં - એક સુંદર અપ્રતિમ કલાકૃતિવાળુ કમળ હતું. જે આજે વડોદરાના મ્યુઝિયમમાં છે. આજે આ સ્થાનમાં પણ કેટલીક અનુપમ શિલ્પો સચવાયા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૧ કાલિકા માતા - કનસડા દરવાજા બહાર સહસ્ત્રલિંગ સરોવર જવાના રસ્તા ઉપર જૂના અને નવાં કાલિકા માતાનાં સ્થાનો આવેલાં છે. આ કાલિકા માતાનાં મંદિરો સરોવરનાં પૂર્વ કિનારે જ્યાં પ્રાચીન કીર્તિ સ્તંભ હતો. તેની પાસે છે. તેમાં જૂનાં માતાજીનું સ્થાન તો જૂના પ્રાચીન કોટમાં છે. આ માતાજીનાં સ્થાનની સાથે ત્યાં આવેલા અણહિલપુરનો ઉંચો કોટ પ્રાચીન કાળમાં કોટ કેવા પ્રકારના માપના બનતા હતા તેનું દર્શન કરાવે છે. પ્રાચીન કાળકા માતાનું મંદિર અર્વાચીન હોઇ તેના થાંભલા પ્રાચીન મંદિરના છે અને તેમાંના એક થાંભલા ઉપર સંવત ૧૩માં સૈકાનો લેખ પણ છે. આ લેખ ઉપરથી તે વસ્તુપાળના કુટુંબના મકાનના થાંભલા હોવાનું મનાય છે. નવી કાલિકાનું મંદિર અઘોરી બાવાજીના તાબે છે. તેમાં માતાજીનાં સ્થાન ઉપરાંત એક જૂનું પથ્થરનું માથું (માત્ર મસ્તક) છે. જે જગદેવ પરમારનું હોવાનું કહેવાય છે. બારોટની વાવ - ત્રિકમ બારોટની કે બહાદુરસંગની વાવ કે જે બારોટની વાવ નામે ઓળખાય છે તે ઇનામદાર બારોટ અમરસિંહજીના પૂર્વજના નામે જાણીતા છે. આ વાવ ગાયકવાડના અમલ દરમ્યાન સંવત ૧૮૬૨ થી ૧૮૬૫ માંથી જૂના સહસલિંગના પથ્થરોમાંથી બનાવાયેલી છે. વાપી વિધાન પ્રમાણે તેની રચના છે, પણ તેની વિશેષતા તો તેમાં વપરાયેલા પ્રાચીન સ્થાપત્યોના પથ્થરોને લીધે છે. નાશ પામેલા જૂના અવશેષના કેટલાંક શિલ્પો વગેરે તેમાંથી જોઈ શકાય છે. આજે વાવોની જરૂર ઓછી થતાં તે પણ ખરાબ હાલતમાં છે. પાટણનું હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર - હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર એ પાટણનું, પાટણના ગત ગૌરવના અમુલ્ય વારસાનો સંગ્રહ ધરાવતું અનન્ય તીર્થધામ છે. ગ્રંથ ભંડારો બનાવવાની પરંપરા પ્રાચીન કાળથી જ હતી અને સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજવીઓએ કરોડોને ખર્ચે પાટણમાં ગ્રંથ ભંડારો બનાવ્યા હતા. આ જ્ઞાન મંદિર પંચાસરા પાર્શ્વનાથ પાસે સુંદર ભવનમાં આવેલું છે. આ મંદિર બન્યું તે પહેલાં પાટણના સરસ્વતીના ઉપાસકોએ રચેલા કે સંગ્રહિત કરેલા અમૂલ્ય હસ્ત લિખિત ગ્રંથો જુદા જુદા ઉપાશ્રયોના ભંડારોમાં હતા. કાળ બળે આ અમૂલ્ય ગ્રંથો સાચવવાની આપણી સુઝને અભાવે કેટલાય ગ્રંથો નાશ પામ્યા. પણ આગમ પ્રભાકર શ્રી પુણ્ય વિજયજી મહારાજની સલાહ અને સૂચનાથી આ જ્ઞાન ભંડાર રચાયો અને તેમાં જુદી જુદી જગ્યાઓથી ગ્રંથો લાવી તમામ ગ્રંથોનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સુચીપત્ર વિગતવાર તૈયાર કરી સંગ્રહવામાં આવ્યો છે. આ જ્ઞાન મંદિરનું મકાન પણ પૂર્વપશ્ચિમ સંમિશ્રણરૂપ વિશિષ્ટ સ્થાપત્ય છે. બેલ્જિયમના વિખ્યાત સ્થપિત શ્રી ગેસ્વરે જ્ઞાન ભંડારોને શોભે તેવું ભવ્ય સ્થાપત્ય રહ્યું છે. આ મકાનને 'ફાયરપ્રુફ બનાવાયું છે. આનું ઉદ્ધાટન ઇ.સ. ૧૯૩૯ માં શ્રી ક.મા. મુનશીના વરદ હસ્તે થયું હતું. હાલમાં આ ભંડારમાં બધા જ ગ્રંથો સ્વતંત્ર લાકડાના બોક્ષમાં જંતુનાશક દવાઓ મૂકીને રાખવામાં આવ્યા છે. તેમાં ૨૦૦ તાડપત્રીય, ૨૦000 હસ્તલિખિત અને ૧૨૦૦ છાપેલા ગ્રંથો છે. અગિયારમી સદીથી અત્યાર સુધીના સોનેરી, રૂપેરી કે સામાન્ય કાળી લાલ શાહીથી લખાયેલાં કેટલાંક Page #155 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૨ ગ્રંથોમાં તો અનુપમ ચિત્રો દોરવામાં આવેલાં છે. આ જ્ઞાન મંદિર એ પાટણનું અપૂર્વ કલાધામ છે જ તે નિઃશંક છે. પંચાસરા પાર્શ્વનાથનું નૂતન મંદિર તથા પ્રાચીન મંદિર - આ જ્ઞાન મંદિરની પાસે પ્રાચીન પાર્શ્વનાથના મંદિરનાં જ પ્રાંગણમાં નૂતન મંદિરનું નિર્માણ થયેલ છે. પરંતુ તેમાંથી પ્રતિમા પ્રાચીનકાળની અમદાવાદના હઠીસિંહના દહેરાંના સ્થાપત્ય પ્રમાણે વાસ્તુસ્થાપત્ય નિર્માણના ગ્રંથોના આધારે આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. તેની પીઠિકા, મંડોદર, શિખર ખૂબ જ કલાયુક્ત શિલ્પો, ગજથર, નરથર અને આસનોનાં કેટલાંક શિલ્પો, અંગ ભંગીવાળી નર્તિકાઓનાં શિલ્પથી પ્રચૂર છે. પ્રાચીન અણહિલપુરમાં વીર વનરાજે આ મંદિરની પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી હતી. આ નૂતન મંદિર પાસેનાં જૂનાં મંદિરમાં વનરાજ, સિદ્ધરાજના પ્રધાન આસાક, વનરાજના પ્રધાન જાંબ, પદ્માવતિજી, વનરાજના ગુરૂ શીલગુણસુરિના શિષ્ય દેવચંદ્રસૂરિ તેમજ આચાર્ય હેમચંદ્રસૂરિની પ્રતિમાઓ બેસાડેલી છે. આ પૈકી વનરાજની પ્રતિમા સંવત ૧૪૧૭માં તૈયાર થઇ હોવાનું તેની નીચેના લેખ કહે છે. જેમાં વનરાજનો ટુંકો ઈતિહાસ પણ નોંધાયેલો છે. નવું પાટણ પણ અણહિલપુરના કલા અને શ્રીના ઉપાશકોનું જ નિવાસસ્થાન હોઇ ત્યાંના કેટલાંક જૂના મકાનો પ્રાચીન કાષ્ટકલા સમૃદ્ધિ સભર છે. જૈન મહોલ્લાઓમાં કેટલાંક જૂના મકાનોનાં ઝરૂખા, જાળીઓ, કમાડ, ગોખલા, નવખાનાંના કબાટો, અદ્વિતીય કલામય કોતરણીનાં વિવિધ શિલ્પ પ્રતિકો છે. કલાની સૂઝ કાંઇક પ્રમાણમાં ઓછી થતાં પુરાણી વસ્તુઓ વેચનારા દલાલોને હાથે ધણાં પાણીના મૂલે વેચાઈ પરદેશ ગયાં છે. તો પણ હજી કેટલાંક અવશેષ રૂપે બાકી રહે છે. કેટલાંક જૈન શ્રેષ્ઠીઓના મકાનોમાં ગૃહ મંદિરો પણ આવાં કલામય છે. આવા મકાનો ઉપરાંત કેટલાંક પ્રાચીન જૈન મંદિરો પણ કાષ્ટ શિલ્પોથી પ્રચૂર છે. તેમાં ઝવેરી વાડામાં વાડી પાર્શ્વનાથનું મંદિર જેનો આખોય રંગમંડપ કાષ્ટ શિલ્પોનો છે. જેનું વર્ણન વિસ્તારભયે કરવામાં અત્રે આવતું નથી. આગળ જણાવેલું પ્રાચીન પંચાસરા પાર્શ્વનાથના મંદિરોનો કલામંડપ પણ ગુર્જર કાષ્ટકલાના ભવ્ય નમૂના સમો છે. ઘીવટમાં કુંભારીયા પાડમાં આવેલું ઋષભદેવનું મંદિર પ્રમાણમાં નાનું હોવા છતાં તે પણ કાષ્ટકલાનો અભિનવ નમૂનો છે. કપૂર મહેતાના પાડામાં આદીશ્વર ભગવાનનાં મંદિરના ચોકનો મુખ્ય મંડપ કાષ્ટ કલાનો અપ્રતિમ નમૂનો છે અને આવાં મંદિરોનાં પ્રતિકો જેવાં અનેક ગૃહમંદિરો શ્રેષ્ઠીઓના ઘરમાં આજે છે તે પણ આવાં જ અનન્ય શિલ્પો છે. આવા ગૃહમંદિરો તથા મણિયાતી પાડામાં નગરશેઠનું ઘર દેરાસર પ્રથમ પંક્તિના છે. પદ્મનાભ : પાટણ શહેર બહાર અગ્નિ ખૂણા ઉપર “પદ્મનાભ” નું સ્થાન છે. કુંભાર લોકો તેમને પદ્મવાડી કે ઠાકોરવાડી તરીકે સંબોધે છે. પદ્મનાભ નામ ઉપરથી કોઇ વિષ્ણુ મંદિરોનો સહજ ખ્યાલ આવે પરંતુ અહીં તેવું નથી. અહીં તો એક મોટી વાડી છે. જેમાં સેંકડો તુલસીક્યારા જમીનમાંથી ખોદી કાઢી, દરેક ક્યારાઓને જુદા જુદા દેવી-દેવતાનાં નામ આપી પૂજવામાં આવે છે. આ બધામાં મુખ્ય ક્યારો છે પદ્મનાભનો. આથી પદ્મનાભ વિષ્ણુ નહીં પરંતુ પદ્મ નામના ભકતના નામ પ્રભુ તે Page #156 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૩ પદ્મનાભનો ક્યારો. જો કે તે ઉપાસના તો વિષ્ણુની જ કરતો અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેના માટે કેટલીક દંતકથાઓ લોકોમા આજે પણ પ્રચાર પામેલી છે. સંતો અને ભક્તોના જીવનમાં આવા ચમત્કારો પાછળથી તેમના સેવકો શ્રધ્ધાભક્તિ બતાવવા કેટલીક વખત આરોપે છે. આ પદ્મ ભક્ત માટે પણ તેવું જ બન્યું છે. ખાન સરોવર તળાવ ખોદાતું હતું ત્યારે આ ભક્તરાજ મજૂરી કરવા જતા તે વખતે તેમનાં માથાં ઉપર ટોપલી અદ્ધર રહેતી. આથી ખાન અઝીઝ કોકાને આશ્ચર્ય થયું. તેને પાઠું થયેલું. ઘણી દવાઓ અને ઉપચારો કરતાં મટતું નહીં. પદ્મા ભક્તના આર્શીવાદથી મટી ગયું અને પદ્માભક્તને તેણે પ્રભુનું સ્થાન બનાવવા વાડી વાળી જગ્યા બક્ષીસ આપી. આ દંતકથામાં ઐતિહાસિક દ્રષ્ટિએ કંઇપણ તથ્ય હોવાનું જણાતું નથી. કારણ ખાન સરોવર ગુજરાતના પ્રથમ સુલતાન મુજફ્ફરશાહ - ઝફરખાનના સમય પહેલાં બંધાયું હતું. શ્રી બર્જેસના કથન પ્રમાણે તો કોઇ હિંદુ રાજાએ બંધાવ્યું હોય તેવું અનુમાન છે. બીજું પદ્મા ભક્ત સંવત ૧૪૫૮ થી સંવત ૧૫૦૪ આસપાસ થયાનું તેના કીર્તનોમાંથી જણાય છે. ખાન અઝીઝ કોકા ઇ.સ. ૧૬૦૦ થી ૧૬૨૩ સુધીમાં ગુજરાતનો સુબો હતો એટલે ઉપરોક્ત દંતકથાઓ ઐતિહાસિક દ્રષ્ટિએ મેળ બેસતો નથી. પદ્મા ભક્ત પ્રભુના અનન્ય ભક્ત થઇ ગયા. તેણે ત્યાં આવેલા અસંખ્ય તુલસી ક્યારામાં સનાતન હિન્દુ ધર્મના મુખ્ય મુખ્ય દેવોનું આરોપણ કરતાં બધામાં પ્રભુનાં દર્શન કરેલા. આમ પદ્મા ભક્તના નાથ તે પદ્મનાભ કહેવાયા. તેમના સેવકો કુંભાર ઉપરાંત ખત્રી, બ્રાહ્મણ, વાણિયા વગેરે તે પંથમાં જોડાયા. આ પંથ આજે પણ પ્રચારમાં છે અને પદ્મા ભક્તના વંશજો તેની ગાદી ઉપર પરંપરા પ્રમાણે આવે છે. જે સ્વામીથી ઓળખાય છે. આ વંશના કેટલાક કીર્તનો તેના ભક્તો ગાય છે. કાર્તિક સુદ-૧૪ થી કાર્તિક વદી-૫ સુધી સાત દિવસ ત્યાં મેળો ભરાય છે. પાટણ સિવાય વડનગર, વીસનગર તથા સૌરાષ્ટ્રમાંથી પણ તેમના ભક્તો દર્શન પૂજન માટે અહીં આવે છે ત્યાં બે કૂવા છે જેને ગોમતી અને યમુનાજીથી ભક્તો સંબોધે છે. તેમના સંપ્રદાય માટે લોકોકિતમાં બોલાય છે કે :- પદ્મનાભ, ખોળે હાથ, ધુળના ઢગલા, વગદાની પાતરી, ગુરૂ કુંભાર અને ચેલા ખાતરી ખાન સરોવર : પાટણના પ્રાચીન સરોવરમાં મુખ્ય બે સરોવર ઉલ્લેખનીય છે. (૧) સહસ્રલિંગ અને (૨) ખાન સરોવર જે આજે પણ વિદ્યમાન છે અને શિલ્પોનો એક નમૂનો છે. આ સરોવર શહેરની દક્ષિણે ખાન સરોવર દરવાજા બહાર આવેલું છે. ખાન ઉપરથી સમજાય છે કે તે કોઇ ખાને બંધાવ્યું હશે. તેના માટે સંશોધન જરૂરી છે. આ સરોવર પ્રાચીન સોલંકી યુગનું હોવાનો એકરાર ઘણા વિદ્વાનોએ કર્યો છે. બોમ્બે ગેઝેટીયરના એક ભાગ તરીકે બરોડા ગેઝેટીયર બહાર પડચું છે તેમાં જણાવ્યું છે કે આ સરોવર કોઇ સોલંકી રાજાએ બંધાવેલું. આ સિવાય આર્કીયોલોજીકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાતમાં શ્રી બર્જેસએ પણ આ વિધાન સ્વીકાર્યું છે. આ સરોવરનો પુનરોદ્ધાર કોઇ ખાને કરાવેલ તેથી તેવું નામ લોકજીભે રમી રહ્યું હોય તે સંભવિત છે. મીરાતે સિંકદરીમાં જણાવ્યું છે કે સુલતાન મુજફરશાહે અહમદશાહને Page #157 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા - ૧૩૪ અસાવલના કોળીઓને તાબે કરવા મોકલ્યો હતો ત્યારે તેણે પાટણથી નીકળી શહેર બહાર ખાન સરોવર પર મુકામ કર્યો હતો. અર્થાત્ ઇ.સ. ૧૪૦૭-૦૮ એટલે સંવત. ૧૪૬૩-૬૪માં ખાન સરોવર વિદ્યમાન હતું. પાટણન હાલન કોટ આજ મુજફરશાહ જે જફરખાથી જાણીતી બનેલો તેણે બંધાવ્યો હતો એમ કેટલાંક આનુસંગિક પ્રમાણોને આધારે જાણવા મળ્યું છે. તેણે જ ભદ્રનો કિલ્લો સૌથી પહેલાં બંધાવેલો અને ત્યારબાદ ત્રણ દરવાજા તથા શહેરને ફરતો કોટ પણ તેના સમયમાં તૈયાર થયેલા તે વખતે દરવાજા તથા શહેરને ફરતો કોટ પણ તેના સમયમાં તૈયાર થયેલા તે વખતે દરવાજા બંધાવી તેના નામો પણ તેને સ્થાનિક આગેવાનોની સલાહ લઇ રાખેલાં. આ વખતે ખાન સરોવર જે દરવાજા બહાર આવેલું તે દરવાજાનું નામ પણ ખાન સરોવર દરવાજો રાખ્યું. આમ ખાન સરોવર વિ.સં. ૧૫૬૩ પહેલાં બંધાવાયેલ તેમ ચોકકસ જણાય છે. આઈને અકબરીમાં આ તળાવ અકબરના દૂધભાઈ ખાન-ઈ-આઝમ પીરજાદા અઝીઝ કોકાએ ઈ.સ. ૧૫૯૦ના અરસામાં બંધાવ્યાનું સૂચવ્યું છે. જયારે મીરાતે અહમદીની પુરવણીમાં આ તળાવ ખાન આઝાદ સરવરખાન ઘોરીએ બંધાવ્યાનું નોંધાયું છે. આ બાબતમાં કોઇ આધારભૂત નિશ્ચિત માહિતી મળતી નથી. પરંતુ તે સોલંકી કાળનું હોવાનું ઘણે અંશે સિદ્ધ થતું હોવાથી એવું માનવાને કારણ છે કે કોઇ ખાન નામથી જાણીતા સુબાએ તેનો પુનરોદ્ધાર કરાવી ખાન સરોવર' નામ આપ્યું હશે. તાજેતરમાં વિ.સં. ૨૦૬૩ના અરસામાં તેને “સિદ્ધિ સરોવર”નામ આપવામાં આવ્યું છે, પટોળાં - પાટણના સાળવીઓ તેમનાં પટોળાના કારણે સમગ્ર દેશભરમાં જાણીતા છે. પાટણનું પટોળું એટલે વણાટકામની અદ્ભુત કલાનું સુરેખ દર્શન પટોળામાં વિવિધ ભાતો ખાસ વિશિષ્ટ રચનાથી પાડવામાં આવે છે જે બંને બાજુ એક સરખી હોય છે. આ નવીન ભાતોમાં રંગોની મિલાવટ અનોખી કલા છે. “પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ” એ જાણીતી ઉક્તિને માટે જ છે. બારમા સૈકા પહેલાં પણ સારાયે ભારતવર્ષમાં આ કલા વિખ્યાત હતી. પ્રાચીન ગ્રંથ માન ઓલ્લાસ પણ અણહિલવાડના વિશિષ્ટ વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે. સાળવી લોકોના બધાં કુટુંબોમાં આ પટોળા તૈયાર થતા આજે માત્ર બે-ત્રણ કુટુંબોમાં જ સચવાઈ રહ્યા છે. તેમની હાથશાળો ઉપર તૈયાર થતાં પટોળાનું દર્શન અનોખું છે. મશરૂ, માટીનાં રમકડાં, કાગળનું કોતરકામ વગેરે - પટોળાં જેટલું કલા સમુદ્ર નહીં તો પણ અહીંના ખત્રી લોકો તથા કેટલાક મુસ્લિમો આ પ્રકારનું મશરૂ કાપડ વણે છે. આ કાપડ વણવાની પદ્ધતિ સારી છે. તેમજ પાટણના દર્શનાર્થે આવેલ આગંતુને કાગળ કોતરકામના અજોડ કલાકાર શ્રી રામપ્રસાદ ભૈયાજીની આ અદ્ભુત કળાની મુલાકાત લેવી જરૂરી છે. પાટણના ઓતિયા ભાઇઓના કલાપૂર્ણ માટીનાં રમકડાં કલાપૂર્ણ હોય છે. હાથી, ફૂલદાની, નાગફણ વગેરે મુખ્ય છે. પાટણના ઉત્તર ખૂણે સિદ્ધનાથ મહાદેવનું સ્થાન શિલ્પ સ્થાપત્યમાં દર્શનીય છે. સહસ્ત્રલિંગ સરોવર જે સિદ્ધનાથ મંદિર હશે એવી પત્રશિલા તેની છતમાં છે. પાટણના દર્શનીય Page #158 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ??? સ્થળોમાં મહાલક્ષ્મી માતાના મંદિરમાં ભગવાન સૂર્યનારાયણ તથા રન્નાદેવીની કાષ્ટ પ્રતિમા શ્રીમાળમાંથી લાવી સ્થાપી હોય તેમ છે. આવા ગુપ્તતેશ્વર નિલકંઠ, ગુણવંત્તા હનુમાન, ગોવર્ધનનાથજી છે. છેલ્લા દાયકામાં સ્થાપેલ વિદ્યાધામો પોલિટેકનીક બી. ડી. હાઇસ્કુલ, કેસરબાઇ ગર્લ્સ સ્કૂલ પ્રેરણા દાયક છે. જુના કાળીકા પાસેનો રાજગઢીનો બચેલો કોટનો અવશેષ Page #159 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૬ સિદધ સરોવર (ખાનસરોવર) સહસ્ત્રલિંગ સરોવરનો રુઢકૂપ Page #160 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૭. પાટણનું એક ભવ્ય જિનાલય પ્રજાને મફત પાણી આપતી નગરપાલિકાની પાણીની ટાંકી Page #161 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬ ત્યાગ ભૂમિ પાણ ૧૩૮ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ‘પાટણ એ ઇતિહાસનો મહાશબ્દ છે.’ બીજા કોઇ પણ નગર માટે નહિ પણ માત્ર પાટણ માટે જ આમ કહીને મહાકવિ નાનાલાલ દલપતરામે પાટણનું બહુમાન કર્યું.છે. પાટણની, પાટણના રાજવીઓની કથા લખીને પાટણનું નામ ગુજરાતના ઇતિહાસમાં, સાહિત્યમાં સુવર્ણાક્ષરે લખનાર મહાન સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણ નગરનું સન્માન અને ગૌરવ કરતાં એમ લખ્યું છે કે, “પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ માન્યું છે.'' મોક્ષ ઇચ્છાના કારણે ગાદી ત્યાગ કરનારા ઃ ચામુંડરાજ અને દુર્લભરાજ : : પાટણની આ ધરતી ઉપર એવી અદ્ભૂત ધટનાઓ ધટી છે કે, તે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાઇ છે. તે વાંચીને કે સાંભળીને એવું જરૂર બોલાઇ જાય કે ‘ધન્ય ધરા પાટણની' ! એ અદ્ભૂત ઘટનાઓ તે છે કે, સોલંકી વંશના બાર રાજવીઓ પૈકી છ રાજવીઓએ મોક્ષ પામવા માટે સ્વેચ્છાએ રાજપાટ અને વૈભવ છોડીને સંન્યસ્ત સ્વિકારી વનવાસને વહાલો ગણ્યો હતો. આ છ સોલંકી રાજવીઓ મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા. આજે આપણે આ છ રાજવીઓને યાદ કરીને તેમને વંદન કરવાં છે. મૂળરાજ પહેલો : પાટણની રાજગાદી ઉપર બેસનારો સોલંકી વંશનો પ્રથમ રાજા મૂળરાજ પહેલો હતો. ચાવડા વંશના છેલ્લા અને નબળા રાજવી તેવા પોતાના મામા સામંતસિંહને મારી મૂળરાજે પાટણની ગાદી કબજે કરી હતી. પંચાવન વર્ષના લાંબાકાળ સુધી રાજ્ય કર્યા પછી મૂળરાજે વિક્રમ સંવત ૧૦૫૩માં પોતાના પુત્ર ચામુંડરાજનો રાજ્યાભિષેક કરીને પોતે શ્રીસ્થળ (સિધ્ધપુર)માં સરસ્વતી નદીના કિનારે વસી ઇશ્વર સ્મરણમાં પોતાનું શેષ જીવન ગાળ્યું. સોલંકી વંશનો સંસ્થાપંક અને પ્રથમ એવો આ રાજવી જેમ રાજ્ય ગાદી મેળવવા સમર્થ નીવડયો તેમ આત્મ કલ્યાણ માટે રાજ્ય અને વૈભવ છોડવામાં પણ મહાત્યાગી પુરવાર થયો ! ચામુંડરાજે ૧૩ વર્ષ રાજ્ય કર્યું, પછી પિતાના પગલે પગલે ચાલવા રાજગાદી પોતાના પુત્ર દુર્લભરાજને સોંપી મોક્ષના માર્ગે જવા શુકલતીર્થમાં જઇ ઇશ્વરોપાસના કરતાં કરતા પોતાનું બાકી જીવન વ્યતીત કર્યું. સોલંકી વંશના આ ત્રીજા રાજવી દુર્લભરાજે ૧૧ વર્ષ અને ૬ માસ સુધી સુપેરે રાજ્ય કર્યું. પછી પોતાના ભાઇના પુત્ર ભીમદેવ પહેલાને ગાદી સોંપી પોતે મોક્ષ પ્રાપ્ત કરવા બાકીનું જીવન કાશીમાં નિવાસ કરીને પ્રેય માર્ગ છોડી શ્રેયમાર્ગની સાધનામાં પૂરું કર્યું. Page #162 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભીમદેવ પહેલો અને ક્ષેમરાજ : ભીમદેવ પહેલો ભારે પરાક્રમી રાજવી હતો. એણે પાટણની ગાદી પર ૪૨ વર્ષ રાજ કર્યું. વૃદ્ધાવસ્થા થતાં પોતાના આત્માના ઉદ્ધાર માટે સંન્યાસ્ત લેવા નક્કી કરી ભીમદેવે રાજ ગાદી પોતાના પુત્ર ક્ષેમરાજને સોંપવા ઇચ્છા વ્યક્ત કરી. પણ ક્ષેમરાજ તો પિતા કરતાંય સવાયો નીકળ્યો. ગાદી મેળવીને પછી છોડવી તેના કરતાં ગાદી લેવી જ નહિ તે શું ખોટું ? તેવું વિચારી ગાદી સ્વીકારવા સ્પષ્ટ ના કહી. તેથી ભીમદેવ મહારાજાએ કર્ણનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મોક્ષ માર્ગે પ્રયાણ કર્યું. ૧૩૯ પ્રબંધકાર નોંધે છે કે, ક્ષેમરાજે પોતાના પિતાના અનુગામી બનીને દઘિસ્થલી (સિધ્ધપુર પાસેનું હાલનું દેથળી) ગામે ઉગ્ર તપશ્ચર્યા કરીને પોતાનું જીવન સાર્થક કર્યું. કર્ણદેવ : સોલંકી વંશના છઠ્ઠા રાજવી કર્ણદેવ ૧લોએ વિક્રમ સંવત ૧૧૨૦ થી ૧૧૫૦ સુધીનાં ૩૦ વર્ષ રાજ કર્યું. પછી પોતાના વડવાઓની ઉજ્જવળ પરંપરા પ્રમાણે સંવત ૧૧૫૭ ના પોષ સુદ-૩ શનિવારના રોજ પોતાના ત્રણ વર્ષના પુત્ર સિદ્ધરાજને રાજગાદીયે બેસાડી પોતે પ્રેયનો માર્ગ છોડી શ્રેયનો માર્ગ સ્વીકાર્યો. આમ એણે પણ મોક્ષ માટે ઇશ્વર પ્રાપ્તિ માટે રાજગાદીનો ત્યાગ કર્યો. આ રાજવીઓ પ્રખર તપેશ્વરીઓ સિદ્ધ થયા ઃ જે સમયે દિલ્હીના મુસ્લિમ સમ્રાટો ગાદી કબજે કરવા ભાઇ-ભાઇનું, પુત્ર-પિતાનું ખૂન કરી લોહી વહેવડાવતા હતા એ કાળમાં પાટણના રાજવીઓ સ્વેચ્છાએ મુગટધારી મટી સંન્યાસ લઇ કંથાધારી બનતા હતા. આ સોલંકી રાજવીઓનો રાજ્ય ત્યાગ કરીને મેળવેલો સંન્યાસ પાટણની રાજ્યલક્ષ્મીના વૈભવ કરતાં અનેક ઘણો મૂલ્યવાળો હતો અને તેથી જ મહાકવિ નાનાલાલ પૂછે છે કે, ‘“જગતનો કોઇપણ રાજવંશ સોલંકી વંશના આ કાર્યને આંબી શકે એવો છે ખરો ?'’ રાજા ભર્તૃહરિએ, રાજા ગોપીચંદે અને ઇંગ્લેન્ડના ડયુક ઓફ વિન્ડસરે સિંહાસનનો મોહ છોડચો હતો ખરો પણ એ ઇતિહાસમાં બનેલા છૂટા છૂટા બનાવો છે. જ્યારે પાટણની ધરતી ઉપરના સોલંકી વંશના ત્રણસો વર્ષના શાસન દરમ્યાન છ-છ રાજવીઓએ મોક્ષ માર્ગ માટે ગાદી ત્યાગ કર્યો. તેતો અપૂર્વ ઘટના જ ગણાયને ! સોલંકી વંશના સમ્રાટો જેવા રાજેશ્વરીઓ હતા તેવા જ તપેશ્વરીઓ હતા. તે વાત તેમણે કરેલા ગાદી ત્યાગથી પૂરવાર થઇ છે. છતાં જગતના ઇતિહાસમાં આ મહાન ઘટનાની નોંધ બરાબર લેવાઇ નથી. ત્યાગ એ પાટણની ભૂમિનો પ્રતાપ ઃ રાજાનું મૃત્યુ તો રણ મેદાનમાં કે રાજશય્યા ઉપર જ થાય પણ ઉત્તરાવસ્થામાં રાજા દશરથે માથા ઉપર માત્ર એક બે ધોળા વાળ જોતાં ગાદી જયેષ્ઠ પુત્ર શ્રીરામને સોંપી તપનો માર્ગ લેવા નક્કી કર્યું હતું. તેવી જ રીતે સોલંકી વંશના રાજવીઓના ગાદી ત્યાગના મહિમાને જેટલો હોવો જોઇએ તેટલો લોકો સમક્ષ ઇતિહાસમાં મુકાયો નથી. વૃદ્ધાવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ પછીની સંન્યસ્તાશ્રમની ચોથી ભૂમિકા સ્વીકારી વીતરાગ માર્ગે જવા આરાધના તરફ આ છ રાજાઓ વળ્યા તે પાટણની ભૂમિનો જ પ્રતાપ ગણાય ! Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. યુગે યુગે પાટણની પ્રભુતા પાટણના સ્થાપક રાજા વીર વનરાજ ચાવડાએ પોતાનું આખું રાજ્ય પોતાના ગુરૂ શ્રી શીલગુણસૂરિજીને અપર્ણ કર્યું હતું. એ જ રીતે રાજા કુમારપાળે પણ પોતાનું પાટણનું સામ્રાજ્ય પોતાના ગુરૂ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીને અપર્ણ કર્યું હતું. પરંતુ આ વીતરાગી જૈન આચાર્યોએ રાજ્ય સ્વીકારવા ના કહીને ધમનુસાર રાજ્ય વહીવટ ચલાવવા આજ્ઞા કરી હતી. આમ પાટણના રાજવીઓમાં ત્યાગની ભાવના મૂળમાં જ રહેલી હતી. આ મહાન ત્યાગને આપણે વંદન કરીએ. પાટણ ભોગભૂમિ નથી, પાટણ નો ત્યાગ ભૂમિ છે ! Page #164 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૭ પાટણની પ્રભુતાને ઉજાગર કરતાં અનોખાં અને અનુપમ ભીંતચિત્રો ૧૪૧ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ચિત્રો દોરવાની કલા અનાદિ કાળથી ચાલી આવે છે. માણસમાત્ર ચિત્રકલાનો પ્રેમી છે. જે વસ્તુ મોટા મોટા ગ્રંથો લખી વર્ણવી ન શકાય એ જ વસ્તુ એક નાનકડા ચિત્ર દ્વારા વ્યકત કરી શકાય છે. કાર્ટૂન ચિત્રો દ્વારા કલાકાર મોટા મોટા નેતાઓની ઠેકડી ઉડાવી શકે છે, અને કહેવાનું બધુંજ એ કહી નાખે છે. આજની ફોટોગ્રાફી એ ચિત્રકલામાંથી જ પરિણમી લાગે છે. સામાન્ય રીતે ચિત્રો કાગળ, કાપડ, તાડપત્ર કેનવાસ પર દોરવામાં આવે છે. જ્યારે કેટલાક કલાકારોએ ભીંત ઉપર, દીવાલો ઉપર, છત પર, દરવાજા પર એમ પણ દોરેલાં ચિત્રો નજરે પડે છે. આપણા પાટણના સુપ્રસિધ્ધ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં જે ગ્રંથો સંગ્રહ કરવામાં આવ્યા છે તેમાં નાનકડા તાડપત્ર પર કલાત્મક રંગબેરંગી ચિત્રો દોરેલાં જોવા મળે છે. શ્રીમદ હેમચંદ્રાચાર્યે રચેલ ‘સિધ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની હાથી પર સન્માન યાત્રા, આચાર્ય હેમચંદ્ર પરમાર્હત કુમારપાળ મહારાજાને ઉપદેશ આપતા, આવાં અનેક રંગબેરંગી ચિત્રો આજે પણ જળવાઇ રહ્યાં છે. એજ રીતે પોતાના નગરમાં ચાતુર્માસ ગાળવા માટે અપાતા નિયંત્રણો મોટા મોટા પટ પર ચિત્રો દોરી આચાર્ય ભગવંતોને પાઠવવામાં આવતા. મીનળદેવીનું ચિત્ર જોઇને જ કર્ણદેવ સોલંકી મોહિત થયો હોવાની વાત પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. ચિત્રસૂત્રમાં જણાવ્યું છે કે, ‘“બધી જ કલાઓમાં ‘‘ચિત્રકલા’’ શ્રેષ્ઠ છે. ચિત્રકલાની શાસ્ત્રોમાં પણ ચર્ચા કરવામાં આવી છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે, (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ એ ચારે પુરુષાર્થ ચિત્રકલા દ્વારા સિધ્ધ થાય એવી માંગલકારી છે. ॥ चित्रं हि सर्व शिल्पानां मुखं लोकस्य च प्रियम् ॥ અર્થાત્ તમામ પ્રકારના શિલ્પોમાં અગ્રણી- મુખ્ય ચિત્ર છે અને લોકોને ગમતો, જનતાને પ્રિય એવો ‘ચિત્રકલા’એ વિષય છે. પાટણના શ્રેષ્ઠીઓ પોતાને રહેવાની હવેલીઓમાં તિર્થંકર ભગવાનોના જીવનપ્રસંગોના ચિત્રોથી સુશોભિત કરતા હતા. આમ પાટણમાં જનસમાજમાં ચિત્રકલાની રૂચિ સેંકડો વર્ષથી છે. નવા પાટણમાં, કોટ અને દરવાજાની અંદર વસેલા પાટણનાં કેટલાક મંદિરોની દિવાલો, તથા છત ઉપર વર્ષો પહેલાં દોરાયેલાં રંગબેરંગી ચિત્રો જોવા મળે છે. કેમીકલ કલર શોધાયા પહેલાંના વેજીટેબલ કલરમાં મંદિરની છત, મંદિરના વિશાળ ગોળ ઘુમ્મટમાં દોરાયેલા ચિત્રો ખરેખર દર્શનીય છે. ચિત્રોની કલા તો ઉત્તમ પ્રકારની છે જ પણ ચિત્રના જે વિવિધ વિષયો છે એ તો અદ્ભૂત છે. નાગરવાડા વિસ્તારમાં, વરીયારી વાડામાં આવેલ એક પ્રાચીન “રામજી મંદિર'' આવેલ છે આ મંદિરની તા. ૨૬/૮/૨૦૦૮ના રોજ મેં મુલાકાત લીધી. મંદિરના વિશાળ ગોળ ઘુમ્મટમાં વર્ષો Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ યુગે યુગે પાટણની પ્રભુતા પહેલાં દોરેલાં રંગબેરંગી ચિત્રો જોઇ આશ્ચર્ય પામ્યો. આવાં સુંદર ચિત્રો કોણે દોર્યા હશે ? નવા પાટણમાં “ચિતારાની ખડકી” છે. આ ખડકીમાં પહેલાં ઘણા ચિતારાઓ - ચિત્રકામ કરનારાઓપેઇન્ટરો રહેતા હશે. આ ચિતારાઓની પીંછી - દાતણના કૂચા જેવી પીંછીઓ વડે જ આ ઘુમ્મટ પર લાલ, પીળા, કાળા, કીરમજી રંગોમાં દોરાયેલાં ચિત્રો ખરેખર અદભૂત છે. ઘુમ્મટના ચિત્રના વિષયો : આ ચિત્રોનું વર્ગીકરણ નીચે મુજબ થઇ શકે (૧) ગ્રહો (૨) નક્ષત્રો (૩) રાશીઓ (૪) ઋષિઓ-ઋષિ પત્નિઓ (૫) વિવિધ રોગદર્દનાં ચિત્રો (૬) કૃષ્ણ-ગોપીઓનો રાસ (૭) પ્રાણીઓ (૮) દીશાઓ અને ખૂણાનાં નામ પ્રમાણે ચિત્રો (૯) મૃત્યુનો દેવ યમરાજ (૧૦) રથ જેવા વાહનો, ઐરાવત, પાંચ તત્ત્વો વગેરે. આમ આ ભીંતચિત્રો માત્ર ચિત્રો જ નથી પણ પ્રજાને વિવિધ વિષયોનું જ્ઞાન આપવા માટેનું પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન પણ છે. વિવિધ વિદ્યાશાખા (FACULTY) નું જ્ઞાન આ ચિત્રો દ્વારા મળે છે. રામાયણ વાંઆ કરતાં સચિત્ર રામાયણ જેવાથી રામાયણનો સાર-તત્ત્વ સમજાઈ જાય એમ વેધશાળામાં તારા, નક્ષત્રો, રાશીઓ વિશે જે જાણવા મળે એ જ્ઞાન અત્રે ચિત્રો દ્વારા આપવામાં આવ્યું છે. એ જ રીતે વૈદકીય શાસ્ત્રના રોગોનાં ચિત્રો તથા રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ આલેખાયેલા છે. ધર્મ, સંસ્કૃતિ, લોકજીવન, લોકોત્સવ વગેરે અનેક બાબતો ચિત્રાવલીઓમાં કંડારાયેલ છે. આ રૂગનાથજીનું મંદિર “વૈકુંઠરાયની વાડી' ના નામથી સુપ્રસિધ્ધ છે. ડૉ. ગૌરીબેન મજમુંદાર મંદિરમાં હાજર હતા. એ એમના સીધા વારસદાર છે. ડૉ. ગૌરીબેન મજમુંદારે મંદિરનો ઇતિહાસ કહેતાં જણાવ્યું કે, “શ્રી વૈકુંઠરાય મજમુંદારે આ રૂગનાથજીનું મંદિર નિર્માણ કરાવ્યું હતું. અને મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, જાનકી સહિત સામે ઉભા મારૂતિ નંદન હનુમાનની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામજી મંદિરની બાજુમાં એક શિવાલય પણ છે.” * રૂગનાથજી - રામજી મંદિરના મંડપ ઉપરના ગોળ ઘુમ્મટની છત પર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના ચિત્રાવલીનાં દર્શન થાય છે. રાસલીલાનું ચિત્ર ખરેખર હુબહુ છે. હેજ નીચેના ભાગમાં ઘુમ્મટની છતમાં જ ભગવાન શ્રી રામજીની સામેજ સૂર્યનારાયણ રથમાં બિરાજમાન દૃષ્ય થાય છે. સૂર્યનું રથ સાથેનું વિશાળ ચિત્રકામ સુંદર છે. બાજુમાં મંગળ (ગ્રહ) પણ રથમાં બિરાજે છે. આ મંગળ ગ્રહની આગળ “પુત્રાથી એક મહિલા પુત્ર માગે છે. ખેડુત વરસાદ માગે છે, એક વ્યક્તિ ધાન્ય માગે છે. આ બધાંજ ચિત્રો જીવંત લાગે છે. બાજુમાં શનિશ્ચર (ગ્રહ) પણ રથમાં સવારી કરે છે. સામે બે પનોતી ઉભેલી જણાય છે. આ ચિત્ર પાસે જ (૧) મકર અને (૨) કુંભ બન્ને રાશીઓનાં ચિત્રો દોરેલાં છે. બાજુમાં રાહુ (ગ્રહ)નું ચિત્ર છે. એમાં એક ઉદ્દે શબ્દ લખેલો છે. બાજુમાં અર્ધનારીશ્વરનું સુંદર ચિત્ર છે. એમાં જોડે નંદી અને મહર્ષિ નારદ પણ દોરેલા છે. બાજુમાં ચંદ્રમા (ગ્રહ)નો રથ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૩ બાજુમાં માથા વગરનો કેતુ (ગ્રહ) પણ રથમાં બિરાજેલ છે. એની જોડે બુધ (ગ્રહ) અને શુક (ગ્રહ) પણ રથમાં બેઠેલા દેખાય છે. બાજુમાં બૃહસ્પતિ (ગુરૂ) ગ્રહ રથમાં છે. એમનો રથ અનેક સુંઢોવાળો ઐરાવત હાથી ખેંચી રહ્યો છે. આમ બધીજ રાશીઓના ચિત્રો તેમના નામ પણ હિન્દીમાં લખેલાં સ્પષ્ટ દુષ્યમાન છે. રાશીઓનાં રથ સાથેનાં ચિત્રો તથા તેના નામ લખેલાં છે વળી બધાજ નક્ષત્રોનાં ચિત્રો તેમનાં નામ સહિત વર્ણન આપવામાં આવ્યું છે. ઘુમ્મટની છત પર “આકાશ દર્શન” કરાવવામાં આવ્યું છે અને ખગોળશાસ્ત્રનું જ્ઞાન પણ દર્શનાર્થીઓને કરાવવામાં આવ્યું છે. આ બધા જ નક્ષત્રો એક પૈડાની સાયકલ પર બતાવવામાં આવ્યા છે. બીજા વિશિષ્ટ ચિત્રો પણ જોવા જેવો છે દા.ત. માણસને રોગ થાય તો આપણે રોગને માત્ર રોગનાં નામથી જ ઓળખીયે છીએ. છત ઉપર રોગોનાં ચિત્રો તેના નામ સાથે દર્શાવવામાં આવ્યા છે. દા.ત. (૧) તાવ રોગનું ચિત્ર (૨) ખઈ રોગ અથ ટી.બી. રોગનું ચિત્ર (૩) કોગળીયુ રોગનું ચિત્ર (૪) જલંદર રોગ (પેટમાં પાણી ભરાઈ જવાનો રોગ) આમ રોગોનાં નામ સાથે એનાં પ્રત્યક્ષ ચિત્રો મને તો પહેલીવાર જોવા મળ્યાં. ઘુમ્મટની છત પર રક્તપીત, કમળો, ભગંદર, સુંટી (કેડમાંથી વળી જવાય એવું ટહકીયું) જેવા રોગોના ચિત્રો જનતાને ઘણું જ્ઞાન આપે છે. ચિત્રાવલીમાં મૃત્યુના દેવ, પાડા પર બિરાજેલા સાક્ષાત યમરાજ પણ દેખાય છે. કેટલાક વિશિષ્ટ ચિત્રો (૧) કશ્યપ ઋષિ (૨) વિશ્વેશ્વર (૩) અત્રીષિ - અનસુયાજી (૪) જમદગ્ન (૫) વિશ્વામિત્ર વગેરે ઋષિઓનાં ચિત્રો પણ તેમની ઓળખ આપતા નામ સાથે દુષ્યમાન છે. મનુષ્ય દેહનાં પાંચ તત્ત્વો (૧) આકાશ (૨) અગ્નિ (૩) તેજ (૪) વાયુ (૫) પૃથ્વીનાં પણ ચિત્રો દોરેલાં છે અરુંધતી, દક્ષ પ્રજાપતિ, વરૂણ, કશ્યપ, વિશ્વામિત્ર, વિષ્ણુ વગેરે અનેક શાસ્ત્રોમાં દર્શાવેલ દેવી-દેવતાનાં ચિત્રો દોરેલાં છે. - રંગમંડપની બાજુની ઓરડીની છત પર (૧) હરણ (૨) વાઘ (૩) સર્પનો પાશ (૪) અપ્સરા વગેરે ચિત્રો દોરેલાં છે. આ બધાંજ ભીંતચિત્રો લોકશિક્ષણનું કામ કરે છે પાટણનાં આ ભીંતચિત્રો આપણા સનાતન ધર્મનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન અને ગૌરવવંતી પાટણની પ્રભુતાને ઉજાગર કરવાનું કામ કરે છે. આ ભીંતચિત્રો પાટણના ભવ્યભૂતકાળનું સુંદર સોપાન છે. અનેક શિવાલયો, મંદિરોમાં દોરાયેલાં માહિતી આપતાં આ ચિત્રો નવારંગરોગાનમાં અલોપ થઈ ગયાં છે. આપણો અણમોલ ખજાનો અદૃષ્ય થઇ રહ્યો છે. જે શેષ બચ્યું છે તેના ફોટોગ્રાફ, વિડીયોગ્રાફી કરાવી યુનિવર્સિટી, પુરાતત્વખાતું, વહીવટી તંત્ર કે નગરપાલિકાએ સાચવી રાખવું જોઇએ. . યુગે યુગની પાટણની આ પ્રભુતા સાચવવા જાગૃત નાગરિકો આગળ આવે. ગયું તે કાયમ માટે ગયું ! જે બચ્યું છે એ સચવાય તો પણ ઘણું! આવા ભીંતચિત્રોનો પરિચય સાથેની એક સ્વતંત્ર પુસ્તીકા બહાર પાડવી જરૂરી છે. તો જ આ પ્રભુતા જળવાય ! ' ર , Page #167 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા १४४ मकर વરિયાળીવાSામાં આવેલ રુગનાથજીના મંદિરના ઘુમટમાં દોરેલ મિર્તાચત્રો Page #168 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા SIDEB895 BISS HE JI fe = 79 – ૧૪૫ 3061 1185 A અહિલપુર પાટણ જ્યાં ધરતીમાં ધરબાયેલું છે, je એ વડલી ગામની મુલાકાત લેતા લેખકશ્રી મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિય Page #169 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૬ (૪૮) વડલી ગામમાં જમીનમાં દઢાયેલ અણહિલપુર પાટણ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું આ અણહિલવાડ નામનું નગર છે.” “નગરને ફરતો કોટ છે. કોટને ચારે બાજુ ફરતી ખાઇ સદા પાણીથી ભરેલી છે, જેથી નગરનું રક્ષણ થાય છે.” “અણહિલપુરમાં ૧૮૦ કોટયાધીશો રહેતા હતા ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું?” શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમા, સત્યમાં, પદર્શનમાં અને વેદનાં છ અંગોમાં આ નગરનાં (પાટણના) લોકો અગ્રેસર છે.” “અણહિલપુર પાટણ એટલે નરસમુદ્ર.” “આ નગર વિદ્યા અને કલાનું કેન્દ્ર છે. આ નગરનો ઇન્દ્રપુરી જેવો વૈભવ છે.” “નગરમાં મોટા મોટા મહાલયો અને દેવાલયો છે, જેના ગવાક્ષો શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.” “આ અણહિલપુર પાટણ પાસે ઉંચો કીર્તિસ્તંભ છે, જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરતાં હતા.” પ્રાચીન સાહિત્યમાં અમારા અણહિલપુર પાટણનું આવું ભવ્યાતિભવ્ય વર્ણન કરેલું છે. કવિઓએ કદાચ નગરનું વર્ણન કરવામાં અતિશયોક્તિ કરી હોય તો પણ એક કાળે પશ્ચિમ ભારતના પ્રબળ સામ્રાજ્યની પાટનગરી તરીકે અણહિલપુર પાટણનું વિશિષ્ઠ સ્થાન હતું. તેમાં કોઇ શંકા નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ મહાન ગ્રંથો જેમાં પાટણનું ઉપર જણાવ્યા મુજબ વર્ણન કરેલું છે. તે ગ્રંથોમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ‘દ્વયાશ્રય” મહાકાવ્ય તથા પ્રાકૃત દ્વયાશ્રય મુખ્ય છે. આ ઉપરાંત ગુર્જર રાજવીઓના વંશ પરંપરાગત પુરોહિત કવિશ્રી સોમેશ્વર રચિત કીર્તિકૌમુદી” નામનું મહાકાવ્ય, બાલચંદ્ર સુરિના ‘વસંત વિલાસ', અરિસિંહના સુકૃત સંકીર્તન' તેમજ મંત્રી યશપાલના ‘મોહરાજ પરાજય' નાટકમાં અણહિલપુર પાટણનું સુંદર વર્ણન આલેખાયેલું છે. વીર વનરાજે વિક્રમ સંવત ૮૦૨માં પોતાના એક ભરવાડ મિત્ર અણહિલના નામ પરથી અણહિલવાડ નગર વસાવ્યું હોવાનું લગભગ સર્વ સ્વીકૃત છે. આ નગરના અનેક નામો ગુજરાત તથા ગુજરાત બહાર પ્રચલિત હતા. આ નગર અણહિલવાડ, અણહિલપુર, અણહિલ પત્તન, પિરાણ Page #170 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૭ પટ્ટણ, નહરવાલા પાટણ વગેરે નામોથી વિવિધ સાહિત્યમાં જોવા મળે છે. હાલના નવા પાટણની પશ્ચિમે ત્રણેક કિલોમીટર દૂર ‘અનાવાડા” નામે ગામડું છે જે ‘અણહિલવાડ’ નું અપભ્રંશ થયેલ છે. ઉપર જણાવેલ બેનમૂન વર્ણન વાળું ભવ્ય નગર ક્યાં ધરબાયેલું હશે ? સહસ્ત્રલિંગ સરોવર, રાણી ઉદયમતિની વાવ સહિત પ્રાચીન પાટણનો સર્વનાશ સરસ્વતી નદીનાં વિનાશકારી પૂરના કારણે જ થયો હોવાનું લગભગ તમામ ઇતિહાસકારો માને છે. ' આવું સમૃધ્ધ અણહિલપુર પાટણ ધરતીમાં ધરબાયેલું છે. આ નગરનો ચોક્કસ વિસ્તાર કહેવો મુશ્કેલ છે. પરંતુ હાલના નવા પાટણના કેટલાક વિસ્તારથી માંડી લગભગ દસ થી બાર માઇલના ઘેરાવાનું આ નગર હોવાના પુરાવા મળે છે. હાલના પાટણના પશ્ચિમ દિશામાં આઠેક કિલોમીટર દૂર વડલી' નામનું નાનકડું ગામ આવેલું છે. જ્યાં પ્રાચીન પાટણ દટાયેલું હોવાના સ્પષ્ટ પુરાવા મળે છે. તા. ૩૦-૩-૧૯૯૭ના રોજ એક બ્લડ ડોનેશનનો કેમ્પ આ નાનકડા વડલી ગામે રાખવામાં આવેલો. આ બ્લડ ડોનેશનના કેમ્પ સાથે જોડાઈ મેં આ વડલી' ગામની મુલાકાત લીધી. પ્રાચીન અણહિલપુર પાટણનો ઘી કાંટો' આ વડલી ગામમાં હતો એવી લોકવાયકા અમારા વિસ્તારમાં આજે પણ પ્રચલિત છે. ઇતિહાસ અને પુરાતત્વ વિદ્યાના એક જીજ્ઞાસુ તરીકે મારે વડલી ગામની મુલાકાત લેવાની ઇચ્છા તો હતી. ત્યાં મને આ તક મળી ગઈ. મારી સાથે ફોટોગ્રાફર મિત્ર પણ હતા જ. : - વડલીની સમગ્ર ધરતીમાં ઠેર ઠેર જુનું પાટણ ડોકીયા કરતું મારી નજરે પડયું. કોઇપણ જાતનું ખોદકામ કર્યા વગર જ પ્રાચીન પાટણ પોતાનું માથું ધરતીમાંથી બહાર કાઢી પોતાની આંખો મારફત આહ્વાહન કરી રહ્યું છે. અરે, હું અહીં દટાયેલ પરું છું તમારે શોધખોળ કરવાની કે ફાંફા મારવાની જરૂર ન નથી. તમે પાવડો કોદાળી લઈ વડલીમાં કોઇપણ સ્થળે ખોદવા માંડો, તમને આખું સમૃધ્ધ નગર મળશે. ઓછામાં ઓછી મહેનતે, સાવધાનીપૂર્વક આ વડલી ગામમાં ખોદકામ કરવાથી ઉપરના વર્ણનવાળું પ્રાચીન પાટણ મળી આવવા પાકો સંભવ છે. શેઠ બી. જે. વિદ્યાભવન, અમદાવાદ તરફથી પ્રસિધ્ધ થયેલ “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રંથ ૪ માં આ વડલી' ગામનો ઉલ્લેખ મળે છે. આ ગ્રંથમાં ‘અણહિલપાટક પત્તન” નામના પ્રકરણમાં પાન નં. ૧૧ ઉપર જણાવ્યું છે કે પ્રાચીન પાટણની પશ્ચિમ સીમા હાલના પાટણથી પશ્ચિમ દિશાએ પાંચેક માઇલ દૂર વડલી' ગામ સુધી નિદાન હશે. એ ગામ પાસેના એક ટેકરાને સ્થાનિક લોકો જૂના પાટણના ઘીકાંટા' તરીકે ઓળખાવે છે. જૈન સાહિત્યમાં ‘વટપલ્લી' તરીકે આ સ્થાનનો ઉલ્લેખ આવે છે. વટપલ્લી એટલે વડના ઝાડોનો સમૂહ એવો થાય. એટલે આ ગામડું પ્રાચીન છે એમાં કોઈ જ શંકા નથી. | વિક્રમ સંવત ૮૦૨ માં વનરાજ ચાવડાએ આ અણહિલપુર પાટણ વસાવ્યું એ જગ્યાએ પૂર્વે લાખારામ નામનું પ્રાચીન નગર હતું એમ પણ કેટલાક ઇતિહાસકારોનું મંતવ્ય છે. વડલી ગામે જો વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવે તો ધરતીના પેટાળમાંથી એક મહાનગરી Page #171 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૮ મળી આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે નગરે ગુજરાતના પાટનગર તરીકે લગભગ સાડા પાંચસો વર્ષ સુધી ગૌરવવંતુ સ્થાન ભોગવ્યું છે. એ નગર અહીં વડલીમાં અને તેની આસપાસના પ્રદેશમાં સુતેલું પડ્યું છે. વડલી ગામનું ઉત્પનન સો ટકા ફળદાયી છે. આમ તો પુરાતત્ત્વવિદોએ શોધખોળ કરતાં પહેલા ક્યાંક કચ્છના ધોળાવીરાની જેમ જગ્યા શોધવી પડે, પછી તેમાં ખોદકામ થતાં પ્રાચીન અવશેષો મળે પણ ખરા અને ન પણ મળે જ્યારે આ પાટણથી આઠ કિલોમીટર દૂર આવેલા વડલી ગામનું ખોદકામ તો સો ટકા પરિણામ આપે એવું છે. ગામમાં ઠેરઠેર ખોદાયેલા ખાડા જોઈ મેં કેટલાક ગ્રામજનોને પૂછયું કે, “આ ખાડા કેમ ખોદવામાં આવ્યા છે ?” “જેને ઘર બનાવવું હોય તેણે આ જમીનમાં ખોદકામ કરી તેમાંથી ઈંટો કાઢી ઘર બનાવી લેવાનું ગ્રામજનોએ જવાબ આપ્યો.” ન ખોદાયેલા ખાડાઓમાંથી કાઢેલી ઇંટોના મેં કેટલાક ઢગલા જોયા પણ ખરા ! ચોરસ આકારની મોટી વજનદાર ઇંટો દશ ઇંચ લાંબી અને દશ ઇંચ પહોળી હતી. એક ઇંટનું વજન પાંચ કિલો સાતસો ગ્રામ જેટલું થયું હતું. આજે પણ કેટલાય ખાડાઓમાં હોઘંબા બંધ મકાનોની દિવાલો ઉભી હોવાનું નરી આંખે સ્પષ્ટ દેખાય છે. કોન્ટ્રાકટર આ ઇંટો ખોદી ખોદી રોડાં તરીકે પણ લઇ જતા હશે જ. ગામના આગેવાનો શ્રી ખુશાલભાઇ પરમાર, શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ તથા શ્રી અમૃતલાલ પ્રજાપતિ વગેરે મિત્રોએ સાથે રહી વડલી ગામની વિવિધ જગ્યાઓ બતાવી. કેટલીક જગ્યાએ ચુનાનાં ધાબાં નાખેલાં હોય અને નીચે મોટા રૂમ હોય એવું બાંધકામ પણ જણાય છે. પ્રાચીન પાટણમાં કુમારપાળ જેવા રાજવીએ જૈન ધર્મ અંગીકાર કરેલો તથા શ્રી હેમચંદ્રાચાર્ય જેવા મહાન જેન આચાર્ય થઈ ગયા. ત્યાંના મહામાત્યો પણ જૈનો જ હતા તેથી જૂના પાટણમાં મોટા મોટા જૈન દેરાસરો પણ બંધાયા હોવાના ઉલ્લેખો ધણા ગ્રંથમાં મળે છે. શ્રી બી. જે. વિદ્યાભવન પ્રકાશિત ગ્રંથ “સોલંકી કાળ''ના પાન નં. ૫૩૮ પર જણાવ્યું છે કે “આ વડલી પ્રાચીન પાટણનું ઉપનગર ગણાતું. ત્યાં સારી એવી વસ્તી હતી અને જૈનોનાં મંદિરો પણ આવેલાં. આજથી પચીસ વર્ષ પૂર્વે (આજની તારીખથી ૫૦ વર્ષ પૂર્વે) આ ગામમાં ખોદકામ કરતાં એક ભોયરું મળી આવ્યું હતું. જેમાંથી આશરે ૩૦૦ (ત્રણસો) જેટલી નાની મોટી જૈન પ્રતિમાઓ દટાયેલી પ્રાપ્ત થઇ હતી.” આ વાતની મને બરાબર ખબર હતી એ મૂર્તિઓ પાટણમાં લાવવામાં આવેલી અને આજના નવા બંધાયેલા ભવ્ય પંચાસર પાર્શ્વનાથના દેરાસરની ચારેબાજુની નાની દેરીઓમાં લગભગ આજ પ્રતિમાઓ પધરાવી હોવાનું મને જાણ છે. વડલી ગામનું ખોદકામ કરાવવાથી રાજા મહારાજાઓના, અમાત્યોના, શ્રેષ્ઠીઓના ભવ્ય મહાલયો અને પ્રાસાદો મળી આવવા સંભવ છે. તેની સાથે અઢળક સંપતિ પણ મળવાની પૂરેપૂરી શક્યતા છે. પાટણ નજીકના એક ખેતરમાંથી ચાંદીના રૂપિયા મળી આવ્યા હતા. જે સરકારશ્રીએ ટ્રેઝર - ટ્રોવ એક્ટ હેઠળ કબજે કર્યા હતા. આ રીતે વડલી ગામનું ઉત્પનન પુરાતત્ત્વ ખાતાને માથે નહી જ પડે એમ મારું નમ્ર મંતવ્ય છે. કદાચ સંપત્તિ ઓછીવત્ત મળે પણ ગુજરાતનું પ્રાચીન પાટનગર અણહિલવાડ Page #172 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૯ અકબંધ મળી રહેશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. ઐતિહાસિક નગર પાટણની આથમણે ચારેક ગાઉ દૂર વડલી નામનું નાનકડું ગામ આવેલું છે. ૧૦ થી ૧૫૦ માણસની વસ્તી ધરાવતા આ ગામમાં ભરવાડ, કુંભાર, ઠાકોર વગેરે કોમના માણસો સંપથી રહે છે. આ વડલી ગામની વિશિષ્ટતા એ છે કે ગામના પાદરે જ્યાં ખોદકામ કરે ત્યાં ધરતીની નીચે ચણાયેલ હોઘંબાબંધ દિવાલો નીકળે છે. . આ ગામનું ઐતિહાસિક રીતે ધણું મહત્વ છે. અણહિલવાડ પાટણનો સમૃધ્ધ ઇતિહાસ વડલીની ધરા નીચે ધરબાયેલો પડ્યો છે. લેખકે અનેક વખત નગર પાલિકાને પુરાતત્વ ખાતાને અને જીલ્લાના કલેકટરશ્રી આગળ આ ગામનું ઉત્પનન કરવાની રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ ખાતાએ મારી વાત ધ્યાનમાં લીધી નથી. વડલીમાં એક પત્રકાર પરિષદ પણ ભરાઇ હતી અને એક સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. વડલી ગામમાં પ્રાચીન પાટણના ઘીકાંટાની જગ્યા મને વડલીના એક વયોવૃદ્ધ નાગરકિ શ્રી પ્રભુદાસભાઇએ બતાવી. ગામ બહાર એક ટેકરા ઉપર કેરડાના ઝાંખરા નીચે આ જગ્યા હોવાનું તેમણે મને બતાવ્યું. ગામના અનેક લોકોની મેં મુલાકાત લીધી અને બધાએ જણાવ્યું કે વડલી ગામમાંથી અનેક મૂર્તિઓ નીકળેલી. શ્રી પ્રભુદાસ શંકરભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, “મને યાદ છે કે આ જગ્યાએ એક મોટું ભોયરું હતું ત્યાં ઘણાં વર્ષો પહેલાં ખોદકામ થયેલું અને જૈન ભગવાનની મૂર્તિઓ પણ નીકળેલી. આ ભોયરાને પ્લાસ્ટર કરી બંધ કરી દેવાયેલું છે.” - આ વાતના સમર્થનમાં મારે ખાસ જણાવવાનું કે પાટણના નવા બનાવેલા પંચાસરા પાર્શ્વનાથ જિનાલયોમાં ચારેબાજુ જે પ૧ દેરીઓ છે તેમાં એક દેરીમાં “વડલી પાર્શ્વનાથ'ની મૂર્તિ બિરાજમાન છે. પ્રાચીન સાહિત્યમાં ‘વડલી” નો ઉલ્લેખ ‘વટપલ્લી' તરીકે થયેલો છે. શેઠ બી. જે. ઇન્ડોલોજી મારફત પ્રસિધ્ધ થયેલ ગ્રંથ 'ગુજરાતનો સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસ” માં પાટણના સોલંકી વંશ વિશેના પ્રકરણમાં વડલી ગામે ખોદકામ થયું હતું અને અહીંથી જૈન તીર્થકર ભગવાનની મૂર્તિઓ મળી હતી તેનો સ્પષ્ટ ઉલ્લેખ વાંચવા મળે છે. વડલી એ અતિ પ્રાચીન ગામડું છે. તેમાં હનુમાનજી, મહાદેવજીના પ્રાચીન મંદિરો પણ જોવા મળે છે. વડલીના તળાવમાં સરકારે દુષ્કાળના સમયમાં રાહતકામ તરીકે થોડાંક જ વર્ષો પહેલાં ખોદકામ કરાવતાં તેમાંથી એક ભવ્ય ઇમારતની ચુનાના પ્લાસ્ટરવાળી દિવાલો મળી આવી છે. ગ્રામજનો એને જમીનમાં દટાયેલ મોટી વાવ” હોવાનું જણાવે છે. ગામના છેવાડે નદીના કિનારે હનુમાનજીના મંદિરમાં એક મોટો શિલાલેખ છે. જે તેલ સીંદુરથી ખરડાયેલો હોઈ વાંચી શકાયો નથી. ગામામાં પાળીયા પણ જોવા મળે છે. દરેક જગ્યાના ફોટા પણ ફોટોગ્રાફર શ્રી રશ્મિભાઇ પારેચા પાસે લેવડાવ્યા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પુરાતત્વ વિદ્યાશાખા પાટણમાં શરૂ કરવી જોઇએ. યુનિવર્સિટીના તથા પુરાતત્વ ખાતાના અધિકારીઓએ સંયુકત રીતે આ વડલી ગામના ઉલ્બનનો Page #173 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૦ કાર્યક્રમ હાથ ધરવો જોઈએ. ધરતીમાં ગરકાવ થઈ ગયેલી ગુજરાતની પ્રાચીન પાટનગરી ફીનીક્સ પક્ષીની માફક મળી આવશે. આળસ મરડીને બેઠી થશે એમાં કોઈ શંકા નથી. પુરાતત્વ ખાતું સત્વરે આ કામ હાથ પર લે એવી મારી નમ્ર વિનંતી અને માંગણી છે. તાજેતરમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી માનનીય આનંદીબેન પટેલ, પુરાતત્વખાતાના મુખ્ય અધિકારીશ્રી રાવત તથા મેં ત્રણે જણાએ સાથે આ વડલી ગામની મુલાકાત લીધી હતી. ગ્રામજનોએ આપેલી માહિતીથી મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા અને આગામી બજેટમાં “વડલી'ના ઉત્પનન માટે બજેટમાં રકમ ફાળવવા ખાત્રી આપી હતી. વડલીનું ખોદકામ કરાવતાં વિદેશની મુલાકાતીઓ આવશે અને સરકારને હુંડીયામણની પણ આવક થશે. વડલીના ઉત્પનનથી “પાટણ'વિશ્વના નકશામાં ઉપસી આવશે એવી મને શ્રધ્ધા છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા વડલી ગામમાં ઉત્ખનનથી પ્રાચીન અર્ણાહલપુર પાટણ મળી આવેલ. bhb. Page #175 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫ર ૪૯ પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડા સાથેની યાદગાર મુલાકાત પ્રા, મદભાઇ પી.બ્રહ્મક્ષત્રિય પાટણનું પ્રાચીન ઐતિહાસિક નામ અણહિલવાડ. આ અણહિલવાડ અપભ્રંશ થઈને આજે અનાવાડા ગામ તરીકે ઓળખાય છે. હાલના પાટણની આથમણી બાજુએ આ અનાવાડા નામનું એક નાનકડું ગામ છે. જ્યાં ભરવાડ, ઠાકોર, હરિજન, પટેલ વગેરે સામાન્ય લોકોનો વસવાટ છે. ગુજરાતનું પ્રાચીન નગર જેણે સાડા પાંચસો વર્ષ સુધી પાટનગરીનો મોભો ભોગવ્યો હતો, તે નષ્ટપ્રાય થઇ આજે નાના ગામડામાં પરિવર્તન પામ્યું છે. છતાંય મારા જેવા પાટણપ્રેમીને અણહિલવાડ નામ સાંભળી રોમાંચ થાય છે. આ અનાવાડાના અવશેષોમાં આથડવું મને બહુ ગમે. કારતક સુદ-૫નો એ દિવસ હતો. પાટણના વિખ્યાત પંચાસરા પરિસરમાં મણિભદ્ર વીરનાં દર્શન કરી હું શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરવા ગયો. આ પ્રતિમાજી પાટણ જેટલી જ પુરાણી છે. બાવન જિનાલયોનું આ મહાન ચૈત્ય દેવવિમાન જેવું દર્શનીય છે. ' દર બેસતા મહિને સવારમાં શ્રી શામળા પાર્શ્વનાથનાં દર્શન કરવા જોગીવાડે હું જતો અને સાંજે શ્રી પંચાસરા પાર્શ્વનાથના દર્શનનો મારો નિયમ હતો. ચૈત્યમાં બિરાજતા શ્રી પંચાસર પ્રાર્થનાથ, શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને શ્રી મહાવીર સ્વામીનાં દર્શન કરી પાછા ફરતાં બારણા પાસે પાટણનો સ્થાપક વીર વનરાજ ચાવડો તેના મામા સૂરપાળ, આચાર્ય શીલગુણીસૂરિ, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજી અને માતા પદ્માવતી દેવીનાં પણ દર્શન કર્યા. આ બધા જ મારા ખૂબ જ પ્રિય એવાં ઐતિહાસિક પાત્રો હતાં. એમની પ્રતિમાઓ જોઈ હું ભાવવિભોર બની જતો. ' “પોઢો રે પોઢો પારણે મારા બાલુડા વનરાજ, ઝાડની ડાળીએ ઝુલાવું વહાલા ગુર્જરના શિરતાજ” વનરાજની વાંકડીયાળી મુછવાળી પ્રતિમા જોઈ હું ભૂતકાળમાં સરી પડ્યો. તેની માતા રૂપસુંદરી બાળ વનરાજને વનવગડામાં ઝાડની ડાળીએ ઘોડીયું બાંધી બાળકને ઝુલાવતી નજરે પડી. ખૂબ જ અહોભાવથી મારા પાટણના આદ્ય સ્થાપક વનરાજને યાદ કરી મનોમય વંદન કરી હું દેરાસરમાં આરસનાં પગથિયાં ઉતરતો હતો. સંગેમરમરના છેલ્લા પગથીયે મારો જમણો પગ અડયો. ત્યાં તો પાછળથી મારા જમણા ખભે કોઈએ હાથ મૂક્યો. હાથનું વજન હથોડા જેવું લાગ્યું. મેં એકદમ ડોક ફેરવી પાછળ નજર કરી. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હું આ શું જોઈ રહ્યું છું? મારી પાછળ આછા શ્યામ વર્ણનો શરીરે રૂટપુટ, માંસલધારી દેહ ધરાવતો પહેલવાન જેવો આછું ઉપવસ્ત્ર પહેરેલો ડાબા ખભે જનોઈ, વિંછીના આંકડા જેવી લીંબુ ઠરે એવી મૂછ ધરાવતો લીંબુની ફાળ જેવી પહોળી પણ Page #176 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૩ વેધક નજરવાળા એક નરપુંગવને મારી પીઠ પાછળ ઉભેલો અને મારા ખભે હાથ ટેકવી ઉભેલો જોયો ! “મને ઓળખ્યો?” પાછળ ઉભેલી ઉપરના વર્ણનવાળી પેલી અજાણી વ્યક્તિએ મને પૂછયું. બીજાને ભયાનક લાગે, અરે ! બીક પણ લાગે એવી આ વ્યક્તિની આંખો મને આકર્ષક લાગી. હું એના તરફ ખેંચાયો. “તમે વીર વનરાજ ચાવડા તો નહિ ?” મેં થોડાક ઉત્સાહમાં આવી પ્રેમસભર વાણીમાં જવાબ સાથે જ જીજ્ઞાસાપૂર્વક પૂછયું. “હા એજ.” સામી વ્યક્તિએ મારી વાતને અનુમોદન આપ્યું. વર્ષો પછી મારું સ્વપ્ન ફળ્યું. ઘણું બધું પૂછવાનું હતું. હું કાંઇક પૂછવા જાઉં એ પહેલાં તો, “હમણાં ચૂપ!” પોતાના મુખ પર હાથની પ્રથમ આંગળી મૂકી મને કાંઇ જ ન બોલવા અને ચૂપ રહેવા ઈશારો કર્યો. “મારી પાછળ પાછળ ચાલ્યા આવો.” એવો સંકેત કર્યો. હું કોઈ અજ્ઞાત શક્તિથી તેની પાછળ દોરાયો ચોગાનમાં આવતાં તેણે તેના જમણા હાથથી મારા ડાબા હાથને પકડીને મને ગોળ ગોળ ફેરવતાં હું દિશાઓ ભૂલી ગયો. હું ભાનમાં છું અને સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં જ છું એ તપાસવા મેં મારે ગાલે ચૂંટી ખણી જોઇ. હું સંપૂર્ણ ભાનમાં હતો. મને થોડેક દૂર લઈ જવામાં આવ્યો. એક જગ્યાએ મને ઊભો રાખ્યો. વનરાજે પોતાના બે હાથ વડે જોર કરી એક મોટા પથ્થરની વિશાળ શીલા ખસેડી. મારા આશ્ચર્ય વચ્ચે મેં ત્યાં એક ભોંયરું જોયું. તેમાં નીચે ઉતરવાના પગથીયાં હતા. મારી પાછળ પાછળ ચાલ્યા આવો.” વનરાજે મને આજ્ઞા કરતાં જણાવ્યું. મને આ કુતુહુલ ગયું. કાળકા પાસે મોંઢેરાના સૂર્યમંદિરમાં જવાના ભોંયરા છે. ભોંયરા મારફત પાટણથી સિધ્ધપુર, મોઢેરાથી પાટણ જવાય છે. એવું માત્ર સાંભળેલું. આજે એક પ્રાચીન ભોંયરું મારી નજર સામે જોવા મળ્યું. હવે મને બીક રહી ન હતી. શું બનશે? વનરાજ મને ક્યાં લઈ જશે? વનરાજ મને અહીં કેમ લાવ્યો? આ બધું માર માટે વિસ્મયજનક હતું ! મેં મારી તમામ શક્તિ ભેગી કરી દઢ મનોબળ કરી તેની પાછળ પાછળ ચાલવા માંડ્યું. ભોંયરામાં અંધારું હોવા છતાં ક્યાંક ક્યાંકથી સૂર્યના કિરણોનો પ્રકાશ પ્રવેશતો જણાયો. આછા પ્રકાશમાં ભોંયરાના એક ખૂણામાં એક શિવલીંગ હતું. તેની પાસે કોડીયામાં દીવો બળતો હતો. આ નાનકડા દીવાના અજવાળામાં હું જોઈ શક્યો કે શિવલીંગ પર તાજાં ફૂલ ચડાવેલાં હતા. શિવલીંગની દરરોજ પૂજા થતી હશે એમ મેં માન્યું. એટલામાં મારા પગે એક પથ્થર અથડાયો. વનરાજે મારો હાથ ઝાલી મને પડતો બચાવ્યો. મેં નીચા વળી જોયું તો તે પથ્થરમાં પગલાં કોતરેલાં હતાં અને પગલાં પાસે કાંઇક લખાણ પણ કોતરેલું. પરંતુ અજાણી ભાષા તેમજ અંધારામાં તે વંચાય તેમ ન હતું. અમે બંને ત્યાં બેઠા, એટલે મેં ફરી પૂછયું, “તમે અમારા પાટણના સ્થાપક વનરાજ ચાવડા જ છો?” “કેમ હજુય શંકા છે? તમે જેની શોધમાં છો એજ હું વનરાજ ચાવડો છું.” સામી વ્યક્તિએ Page #177 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૪ જવાબ આપ્યો. “આ જ મારા ધવલગૃહ - રાજપ્રાસાદનો ભાગ છે. અહીં જ મારો રાજ્યાભિષેક થયો હતો.” વનરાજે થોડાક મોકળા મને કહ્યું. “ધવલગૃહ - રાજમહેલમાં તો દેવીનું મંદિર પણ હતું.” મેં મારું અલ્પજ્ઞાન જાહેર કર્યું. તમારી વાત સાચી છે. ભોંયરાના બીજા છેડે બહાર નીકળતાં તે મંદિર છે.” “મારે તમને ઘણું બધું પૂછવાનું છે.” મે કહ્યું. આજે અત્યારે હું તમને કહ્યું તેમ તમારે કરવાનું છે.” વનરાજને ખોટું ન લાગે અને તે અદૃષ્ય ન થઈ જાય એ બીકે મેં સીધુ જ પૂછયું. “મારે શું કરવાનું છે ?” | વનરાજ કઈ ભાષામાં બોલતો હતો ? એની મને ખબર નથી. પણ એ જે કાંઈ બોલતો હતો એ બધું જ મને બરાબર સમજાતું હતું અને હું જે કાંઇ બોલતો હતો એ બધું જ એને સમજાતું હતું. ' વાર્તાલાપ આગળ ચાલ્યો. અણહિલવાડ, તેના મહાન રાજવીઓ, મુત્સદી મંત્રીઓ, મહાન સામ્રાશિઓ, વિદ્વાનો, આચાર્યા, ખમીરવંતી પ્રજા, અણહિલવાડની જાહોજલાલી વિશેની અનેક કથાઓ ગ્રંથોમાં દટાયેલી પડેલી છે. તેને શોધી શોધી આજની પ્રજા સમક્ષ તમારે મૂકવાની છે.” વનરાજે રાજાશાહી અવાજે મને કહ્યું. “અરે ! પણ હું કોઈ સિધ્ધહસ્ત લેખક નથી અને આવી કથાઓ કયા ગ્રંથોમાં છે તેની પણ મને ખબર નથી.” મેં વિનમ્રભાવે મારી મુશ્કેલી જણાવી. પાટણ પ્રત્યેનો તમારો પ્રેમ અદભૂત છે. તમે પાટણપ્રેમી છો. પાટણ પ્રત્યેની તમારી મમતા અપાર છે. વળી તમને પાટણનું ગૌરવ છે. એ પણ હું જાણું છું. આ કામ તમારા હાથે થશે જ! તમારા હાથે પાટણ વિશે અનેક ગ્રંથો લખાશે.” વનરાજે પ્રેમથી કહ્યું. “પણ પાટણ વિશેની જાણવા જેવી માહિતી માટે મેળવવી ક્યાંથી ?” ફરી મેં મુશ્કેલી રજુ કરી. “માતા કટેશ્વરીને, માતા વિંધ્યવાસિનીને યાદ કરી તમે એક વાર લખવાનું શરૂ કરો. એક કથા પૂરી કરશો એટલે બીજી કથા આપોઆપ સ્કૂરશે.” વનરાજે જાણે લખવાની પ્રેરણા આપતાં કહ્યું. “પણ વચમાં કોઈ મુશ્કેલી નડે તો મારે શું કરવું?' વનરાજને આસન પરથી ઉઠતો જોઈ, વાતનો દોર લંબાવવાના ઇરાદાથી મેં પૂછયું. “મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. કથા પૂરી કરી પદ્માવતી દેવીને અર્પણ કરવી, તો કથાઓ લખતાં તમને વચમાં કોઈ જ મુશ્કેલી નહિ આવે.” વનરાજે ઉકેલ બતાવ્યો. કયા પદ્માવતી ? કયાં આવ્યું એમનું સ્થાનક ?” મેં પૂછયું. “તમારા ઘરની નજીક ખેતરપાળના પાડામાં જ મા પદ્માવતીનો વાસ છે. આ પ્રતિમાજી મારા સમયનાં છે એ તમને સહાય કરશે.” વનરાજને ઉતાવળ હોય એમ બોલી ઉભો થયો. Page #178 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧ ૫૫ * “એટલે તમને મારા નિવાસસ્થાનની પણ ખબર છે!” મેં આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછયું. “મને તમારા પૂર્વજન્મની પણ ખબર છે. અનાવાડામાં આથડવું તમને કેમ ગમે છે? પાટણના ખંડીયેરોમાં રખડવું તમને કેમ ગમે છે ? તમારા ગત જન્મની વાત ફરી કોઇ વખત હું તમને જણાવીશ.” એમ કહી વનરાજે મારો હાથ પકડી ચાલવા માંડ્યું. ભોંયરા બહાર આવી એણે પેલી પથ્થરની શીલા ઢાંકી બારણું બંધ કર્યું. આપણે ફરી ક્યારે મળીશું?” છૂટા પડતાં પૂછયું. _” આ એક શબ્દ આપી વનરાજે મને કહ્યું કે, “આ શબ્દ ત્રણ વખત બોલશો એટલે હું તમારા સમક્ષ હાજર થઇ જઇશ. પણ યાદ રાખજો કે મને એકાન્તમાં જ બોલાવજો.” આટલું બોલી વનરાજે મારો હાથ ઝાલી ફેરવી ફેરવી. હું જાણે ભાનમાં આવ્યો મને એટલું તો ચોક્કસ લાગ્યું કે વનરાજ અનાવાડા તરફ જતાં અદશ્ય થયો. જ્યારે હું કનસડા દરવાજે થઇને મારા ઘેર આવ્યો. આ ધટના વિક્રમ સંવત ૨૦૫૦ની છે. પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાની મુલાકાત અને તેની સાથે થયેલા વાર્તાલાપના પરિણામ સ્વરૂપ “પ્રબંધોમાં પાટણ” નામનું પ્રથમ પુસ્તક મેં પ્રસિધ્ધ કર્યું. વનરાજની સુચના મુજબ એક કથા લખી માં પદ્માવતીને અર્પણ કરી, ત્યાં તો બીજી કથા આપોઆપ રૂરી. એમ કથાઓ લખતો ગયો. તે મારા સુપુત્ર હિતેન્દ્ર એમ. બ્રહ્મક્ષત્રિયના તંત્રીપદે ચાલતા “પાટણ ટાઈમ્સ” નામના સાપ્તાહિકમાં આ કથાઓ “પ્રબંધોમાં પાટણ' ના શીર્ષક હેઠળ પ્રસિધ્ધ કરતો ગયો. પંચોતેર કથાઓ નિર્વિદને લખાઈ ગઈ. આ ઐતિહાસિક કથાવસ્તુ મને સરળતાથી મળતી ગઈ અને વનરાજે કહ્યું તેમ એક “પાટણ પ્રેમી” તરીકે જ આ કથાઓ મારાથી લખાઇ છે. પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતી આ કથાઓને વિદ્વાનોએ વખાણી, સાહિત્યકારોએ અને ઇતિહાસકારોએ આવકારી અને પાટણના પ્રજાજનોએ પ્રેમથી વાંચી ગૌરવ અનુભવ્યું. છુટા છુટા મણકારૂપે છપાયેલ આ ૭૫ ઐતિહાસીક કથાઓને ગ્રંથસ્થ કરી. પાટણના સપુત અને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર, ગુજરાતી ભાષાની ટુંકી વાર્તા-નવલિકાના જનક એવા શ્રી મોહનલાલ પટેલે પુસ્તકની પ્રસ્તાવના લખી આપી. પાટણના ઇતિહાસને લગતો મારો આ પ્રથમ ગ્રંથ “પ્રબંધોમાં પાટણ” મારા પ્રેરણાના સ્ત્રોત એવા વીર વનરાજ ચાવડાને સમર્પિત કરીશ એવા આશયથી કાર્તિક સુદ-૫ (જ્ઞાન પાંચમ) ના શુભ દિવસે ઘરના એક ખંડમાં વનરાજે બતાવેલ વિધિ મુજબ એકાંતમાં એક સિંહાસન ગોઠવ્યું. પાંચ દીપ પ્રગટાવ્યા. ખંડમાં અત્તર છાંટયું. ધૂપસળી પ્રગટાવી. વાતાવરણને સુગંધિત બનાવ્યું. ગુલાબના ફૂલોનો મોટો હાર લાવ્યો. આજે મારા ઘેર પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડા પ્રગટ થવાના છે. સિંહાસનની જોડે જ બીજા એક આસન પર પાટણનો મશરૂ બિછાવ્યો. તેના પર પદ્માવતી માતાની - તથા વીર વનરાજની તસ્વીરો મૂકી. બધી જ તૈયારીઓ થઇ ગઇ. રેશમી વસ્ત્રમાં “પ્રબંધોમાં પાટણ' Page #179 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૬ ગ્રંથ પણ પાટલા પર મૂકેલો હતો. હવે તો વીર વનરાજનું આહ્વાહન કરવા એણે આપેલ દિવ્ય શબ્દ ત્રણ વખત મારે બોલાવાનો હતો. પાટણના સ્થાપક વીરવનરાજ ચાવડાને બોલાવવા હું સંપૂર્ણ સ્વસ્થ અને સાવધાન બન્યો. પણ રે કિસ્મત ! આ શું ? મને પેલો શબ્દ યાદ જ આવતો નથી ! ઘણી મથામણ કરી. યાદદાસ્ત તાજી કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ આહ્વાહન કરવાનો એ શબ્દ બે વર્ષના લાંબાગાળામાં સદંતરે ભૂલાઇ ગયો. છેવટે વનરાજ માટે મૂકેલ સિંહાસન પર એનો ફોટો મૂક્યો. ‘‘પ્રબંધોમાં પાટણ'' નામનો મારો ગ્રંથ વનરાજની તસ્વીર આગળ મૂકી ગ્રંથ અર્પણ કરી મન મનાવ્યું. વીર વનરાજ ચાવડાની પ્રેરણાથી જ એ ગ્રંથ લખાયેલો તેથી સદર ગ્રંથના મુખપૃષ્ઠ પર એની તસ્વીર છાપેલી. આ આખીયે ધટના મારા પ્રથમ ગ્રંથ ‘‘પ્રબંધોમાં પાટણ''માં લેખકના બે બોલ તરીકે છાપેલી છે. આ ગ્રંથનો લોકાર્પણ સમારોહ પણ પાટણમાં યોજેલ. ગુજરાતના નામાંકિત ઇતિહાસકાર અને સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડૉ. ચીનુભાઇ નાયકના વરદ્ હસ્તે ગ્રંથનું વિમોચન થયેલું. ભારતના માજી . નાયબ નાણામંત્રી શ્રી મગનલાલ બારોટ અતિથિ વિશેષ પદે હતા. શ્રી મોહનલાલ પટેલ સમારંભના પ્રમુખ સ્થાને હતા. પાટણના અનેક અગ્રણીઓ શ્રી પ્રહલાદભાઇ ખમાર, શ્રી પુરૂષોત્તમદાસ શાહ જેવા આદરણીય સ્વાતંત્ર્યસેનાનીઓ પણ ઉપસ્થિત હતા. ભવ્ય રીતે ગ્રંથનો લોકાર્પણ સમારોહ ઉજવવામાં આવેલ. આ સમારંભ તા. ૧૫-૨-૧૯૯૬ના રોજ યોજવામાં આવેલ અને સુપ્રસિધ્ધ સંતશ્રી ભાનુવિજયજી મહારાજે સમારોહમાં ઉપસ્થિત રહી આર્શીવાદ પાઠવેલ.’ આ ઘટના ઘટે તો ઘણાં વર્ષો થઇ ગયાં. “તમારા હાથે પાટણ વિશે અનેક ગ્રંથો લખાશે.'' આવું ભવિષ્ય વીર વનરાજે એ વખતે ભાખેલ હતું. હું કાયદાશાખાનો માણસ. વ્યવસાયે ધારાશાસ્ત્રી અને પાછળથી કાયદાની કોલેજનો વ્યાખ્યાતા. સાહિત્ય કે ઇતિહાસ મારા વિષયો ન હતા. છતાં વનરાજ ચાવડાની આગાહી સાચી પડી. પાટણ વિશે, પાટણના ઇતિહાસ વિશે, પાટણની સંસ્કૃતિ વિશે મેં નીચે જણાવેલ ગ્રંથો પ્રસિધ્ધ કર્યા છે. (૧) પાટણના બે કીર્તિમંદિરો ઃ રાણકીવાવ અને સહસ્રલિંગ સરોવર (૨) અણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ (૩) પાટણની ગૌરવગાથા (૪) ધન્યધરા પાટણની (૫) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ (૬) પાટણ દિવ્ય ચૈત્યપરિપાટિ યાને નિત્યદર્શન (૭) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન (૮) પદ્યમાં પાટણ યાને કવિતામાં પાટણ દર્શન (૯) મારૂ ગામ પાટણ (૧૦) યુગે યુગે પાટણની પ્રભુતા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન આ ગ્રંથનો લોકાર્પણ સમારંભ યુનિવર્સિટી ખાતે જે દિવસે યુનિવર્સિટી સાથે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યનું નામ જોડાયું તે પ્રસંગે ગુજરાત રાજ્યના ગવર્નર માનનીય શ્રી કૈલાશપતિ મિશ્રજીના વરદ્ હસ્તે મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાનિધ્યમાં થયું હતું. શિક્ષણમંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ સહિત કેબિનેટના ઘણા મંત્રીઓ તથા સેંકડો કેળવણીકારો, પાટણના શ્રેષ્ઠીઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૭ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતીઓ શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક, પ્રા. નિરંજન દવે અને ડૉ. બળવંત જાની તેમજ ગુજરાતનાં પ્રતિષ્ઠિત ઈતિહાસકારો ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. થૉમસ પરમાર, ડૉ. મણિભાઇ પ્રજાપતિ, શ્રી મોહનલાલ પટેલ, ડૉ. જયકુમાર શુક્લ જેવા પ્રખર વિદ્વાનોએ મારા ગ્રંથોનો આવકાર લખ્યો છે. “પરબ', 'ઉદ્દેશ' અને 'પ્રબુધ્ધ જીવન” જેવા પ્રતિષ્ઠિત સામાયિકમાં તેનાં વિવેચનો પણ છપાયાં છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ આ ગ્રંથનો લોકાર્પણ સમારંભ મુંબઈ ખાતે. તેજપાલ ઓડિટોરીયમમાં વિશ્વકલા ગુર્જરી જેવી મહાન સંસ્થાએ યોજી મારૂં ભવ્ય સન્માન કરેલ. એજ રીતે “પાટણ દિવ્યચૈત્યપરિપાટિ” જેવા અદ્વિતીય ગ્રંથનું વિમોચન ગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના વરદ્હસ્તે સાગરના ઉપાશ્રયે કરવામાં આવેલ. પાટણના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરવા બદલ અને નવી પેઢીને લાભાન્વિત કરવા બદલ રોટરી કલબ ઓફ પાટણ, સિનીયર સિટીઝન્સ કાઉન્સીલ ઓફ પાટણ, પેન્શનર્સ મંડળ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ મારું સન્માન કર્યું. એક ધર્મસભામાં મને “પાટણ રત્ન” ના એવોર્ડથી મને સન્માનીત કર્યો હતો. શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પદર્શનમાં અને વેદના છ અંગોમાં આ પાટણ નગરના લોકો અગ્રેસર છે.” આવું વિધાન શ્રી હેમચંદ્રાચાર્ય કરેલું છે. પાટણના સમ્રાંટો, સામ્રાજ્ઞિ, મંત્રીઓ, લેખકો, અરે વારાંગનાઓ પણ મહાન હતા. પાટણ સાડા પાંચસો વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહ્યું. પાટણ માત્ર શહેર નથી એ તો સંસ્કૃતિનગર” છે. વનરાજના ભવિષ્ય કથન મુજબ હજુ પણ પાટણ વિશે હું પુસ્તકો લખી રહ્યો છું. તેમજ બાળમંદિરથી માંડી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ સમક્ષ પાટણની ગૌરવવંતી સંસ્કૃતિ વિશે વ્યાખ્યાનો આપું છું અને પાટણના સ્થાપત્યોની જાણકારી પણ પ્રજા સમક્ષ મુકી રહ્યો છું. આ રીતે વીરવનરાજ ચાવડાએ ભાખેલ ભવિષ્ય રોજે રોજ સાચું પડી રહ્યું છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦ પાટણના વાડા, પાડા અને પોળો ૧૫૮ કનૈયાલાલ ભાઈશંકર દવે પ્રાચીન પાટણમાં કયા કયા વાડા, પાડા, મહોલ્લા અને પોળો હતા તેમજ કેટલી સંખ્યામાં હતા એની સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. છતાં કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓ, શિલાલેખ તથા મૂર્તિઓ ઉપરના લેખો તથા પ્રબંધાત્મક સાધનો ઉપરથી કેટલીક વસ્તીઓના નામો તથા મહોલ્લાઓના નામ જાણવા મળ્યાં છે. આ મહાનગરના સામે સમય જતાં નવું પાટણ વસ્યું. આ નવીન પાટણની વસાહત વખતે કયા કયા મહોલ્લાઓ સૌથી પ્રથમ વસાવ્યા, તેનાં નામો કેવાં હતાં. તેની સપ્રમાણ માહિતી હજુ સુધી જાણવા મળી નથી. સંવત ૧૩૭૯ થી સંવત ૧૩૮૧ સુધીમાં ખરતર ગચ્છ શાંતિનાથવિધિ ચૈત્યમાં જિનકુશળસૂરિએ અનેક જૈનતીર્થંકરોની પ્રતિમાઓ તથા આચાર્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોવાનું તેના શિલાલેખ ઉપરથી જાણવા મળે છે. આ શાંતિનાથ વિધિચૈત્ય ખતરગચ્છના મુખ્ય સ્થાન તરીકે ઓળખાતા ખરાકોટડીના મહોલ્લામાં છે. આથી ખરાકોટડીનો મહોલ્લો, નવીન પાટણની શરૂઆતમાંજ વસ્યો હતો. આ સિવાય તે વખતે બીજા કેટલા નવા મહોલ્લાઓ વસ્યા હતા. તેની કોઇ હકીકત હજુ સુધી મળી નથી. જૈન સંપ્રદાયની બે પાટણ ચૈત્ય પરિપાટીઓ મળી છે. તેમાં પાટણ શહેરના જુદા જુદા મહોલ્લા, પોળોમાં આવેલાં જૈન મંદિરો, ઘર મંદિરો વગેરેની વિગતવાર હકીકત સંગ્રહાયેલી છે. આથી તે સમયના જૈન મંદિરોવાળા કેટલાક મહોલ્લાઓના નામો જાણવા મળે છે. જૈન મંદિરો સિવાયનાં પણ કેટલાક મહોલ્લાઓ પાટણમાં હશે. પરંતુ તેનાં નામો જાણવાનું કોઇ સાધન પ્રાપ્ત થયું નથી. ખરી રીતે મહોલ્લાઓના નામો, ઘર કે જમીનના વેચાણ કે અડાણવટ મૂક્યા, લીધાના દસ્તાવેજોમાંથી ખાસ મળી આવે. પરંતુ તેવા સેંકડો દસ્તાવેજો મળી આવે તોજ કેટલાક જુના મહોલ્લાઓનાં નામો જાણી શકાય. પાટણના પ્રજાજનો પાટણના ઇતિહાસનું મહત્વ સમજી, પોતાના ઘરમાં ઉધાઇ ખાતા તે દસ્તાવેજો સ્વેચ્છાએ વાંચવા આપી જાય ત્યારે જ આ કાર્ય બની શકે તેમ છે. એટલે અત્યારે તો જે જે નામો પરિપાટીઓમાં સંગ્રહાયાં છે તેની જ યાદી આપી સંતોષ માનીશું. પાટણ શહેરની ચૈત્ય પરિપાટીઓની સંખ્યા ત્રણથી ચારની છે. જે જુદા જુદા વિદ્વાનોએ રચી હોવાનું તે પરિપાટીઓ ઉપરથી જાણવા મળે છે. આ પરિપાટીઓમાં સૌથી પ્રાચીન સિધ્ધસૂરિની પરિપાટી છે. તે સંવત ૧૫૭૬માં રચી હોવાનું સમજાય છે. કારણ તેમણે આ પરિપાટી રચ્યાની સાલ આપી નથી. ફક્ત છોતેરમાં વર્ષે રચી હોવાનું મોંધમ જણાવેલ છે. સિધ્ધસૂરિ નામના બે-ત્રણ જૈન સૂરિઓ થઇ ગયા છે. તેમાં છેલ્લા સિધ્ધસૂરિ સંવતના સોળમા સૈકામાં થયા છે. જેમણે સંવત ૧૫૩૧માં શ્રીપાળ નાટક ગત રસવતી વર્ણન રચ્યું છે. આ ચૈત્ય પરિપાટી તેમણે સંવત ૧૫૭૬માં રચી હશે, એમ માની શકાય. ત્યાર પછી બીજી ચૈત્ય પરિપાટી સંવત ૧૬૦૮ની સાલમાં લલિતપ્રભસૂરિએ રચી છે. ત્રીજી એક ચૈત્ય પરિપાટી હર્ષ વિજયજીની છે. જે સંવત ૧૭૨૯માં રચાઇ છે. આ સિવાય Page #182 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૯ ચોથી એક ચૈત્ય પરિપાટીનો નવોલ્લેખ જાણવામાં આવેલ છે. પરંતુ ચૈત્ય પરિપાટી જોવાનો પ્રસંગ આવ્યો નથી. એટલે તે કયા સમયની છે તે જાણી શકાયું નથી. આ ત્રણે ચૈત્ય પરિપાટીઓમાં કેટલાક મહોલ્લા એક સરખા નામ ધરાવતા છે. જ્યારે કેટલાક નવા નવા મહોલ્લાઓનાં નામો, આ ત્રણે પરિપાટીઓમાં જુદા જુદા સ્થાનો ઉપર જણાવેલ છે. આમ લગભગ દોઢસો વર્ષોમાં કેટલાક મહોલ્લાઓ નષ્ટ ભ્રષ્ટ થઇ જાય છે. જ્યારે કેટલાક નવા જાણવા મળે છે. સોળમા અને સત્તરમાં સૈકામાં મુસ્લિમ રાજશાસનકાળે ઘણી અંધાધુંધી ચાલતી અને કેટલાક મોટા અમલદારો રાજ્યલોભથી બળવાઓ કરતા. આથી પ્રજાવર્ગ હેરાન પરેશાન થતો તેવા સંક્રાંતિકાળમાં કેટલાક મહોલ્લા પોળોની વસ્તી સલામતીના કારણે ભરચક લત્તાઓમાં જતી રહેતી, અગર તો સ્થળાંતર કરી આજુબાજુના ગામોમાં ચાલી જતી. તેની સાથે સાથે મહોલ્લાઓના મંદિરોની પ્રતિમાઓ પણ સંરક્ષણ થઈ શકે તેવા મહોલ્લાઓમાં સ્થાપવી પડતી. આથી ત્રણે પરિપાટીકારોએ જુદા જુદા કેટલાક મહોલ્લાઓનાં નામો પાટણ પરિપાટીઓમાં નોંધ્યાં છે. સામાજીક સંક્રાંતિઓમાં આવા ફેરફાર વધારે થાય છે. જેની પ્રતિતિ પ્રાચીન નગરોના ઇતિહાસ જોવાથી મળી શકે છે. આ ઉપરાંત કેટલીક જાતીઓ જેવી કે - બારોટ, ભાટીયા, બ્રાહ્મણ, ભંગી, દીપા, મણિયાર, હાથીદાંતના વેપારી, ડબગર, ધોબી, ગોલા, હજામ, હરીજન, કાછિયા, કણબી, કલાલ, કસાઇ, ખરાદી, ખત્રી, કુંભાર, માળી, દરજી, મારૂ, મોચી, મોઢ, મુસલમાન, પાટીદાર, રબારી, રાવળીયા, સૈયદ, સલાટ, સોની, સુથાર, કાજી, નાઈ, તંબોળી, કટકીયા, વાયડા, વાઘરી, વણકર, વોરા, નાગર, બલાર, દોશી વગેરે અનેક જાતીઓ અને ધંધાદારીઓના સ્વતંત્ર મહોલ્લાઓ પાટણમાં પ્રાચીનકાળથી સ્થપાયેલા હતા એમ જાણવા મળે છે. આજે પણ તેમાંના કેટલાક મહોલ્લાઓ વિદ્યમાન છે.. આવા કેટલાક પ્રાચીન મહોલ્લાઓના નામો જે પ્રાચીન ચૈત્ય પરિપાટીઓમાંથી મળે છે. તેની પિછાન આ પ્રકરણમાં મિતાક્ષરીની અંદર આપવામાં આવી છે. આ બધા મહોલ્લાઓમાં કેટલાક તો આજે વિસ્મૃત બની ગયા છે. જ્યારે બીજા થોડાકનાં નામો પરિવર્તન પામ્યા હોઈ તેનાં નવાં નામો લોકોએ રાખ્યાં હોવાનું સમજાય છે. પાટણની પોળોની બાંધણી અને રચના શાસ્ત્રીય રીતે કરવામાં આવી હોવાનું જણાતું નથી. તેમાં શેરીઓ, ચોકઠાં અને અંદરની બાજુ પણ કેટલીક નાની મોટી પોળો આવે છે. આ બધી પોળોમાં કેટલેક ઠેકાણે વાંકી ચૂકી ગલીયો, તો કોઈ ઠેકાણે ખાંચા અને સાંકડી નાળો પણ બની ગયેલી હોય છે. ધંધાદારી જ્ઞાતિઓના મહોલ્લાઓની અંદર ખાસ કરીને તે જ્ઞાતિ કે કારીગરોના મકાનો આવેલાં હોય છે. જેના કારણે તે મહોલ્લાનું નામ પણ તે જ્ઞાતિ ઉપરથી આપવામાં આવ્યું હોવાનું સમજાય છે. કેટલાક મહોલ્લાઓમાં વસ્તી વધારો થતાં લોકોનાં મકાન ગીચો ગીચ આવેલાં હોય છે. રાજ્યની અંધાધુંધી અને અરાજકતાને કારણે સારાં દેખાવદાર મકાન પોળની અંદર ખૂણાઓમાં જ બનાવવામાં આવતાં હતા. રાજકીય અમલદારોની બંધાઇભરી ચાલથી તેમને ચોર લુંટારાઓના ઉપદ્રવથી સારાં મકાનો કે કિંમતી વસ્ત્રાલંકારોનું પ્રદર્શન જાહેરમાં કરવાની હિંમત લોકોમાં રહી ન હતી. જાહેર રસ્તાઓ ઉપર ફક્ત પોળનાં બારણાં કે બારીઓજ રહેતી. ઘરોની પછિતો બોડી, અલંકાર વગરની જાહેર રસ્તા ઉપર આવતી. તેમાં કવચિત્ નાની બારી કે જાળી હવા અજવાળાં પુરતી રાખવામાં આવતી. જાહેર રસ્તા ઉપર આવતા ઘરો, કરાઓ પણ સાદાંજ Page #183 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૦ જોવામાં આવતાં. કેટલાક મહોલ્લાઓની પોળોનાં મુખ્યદ્વાર પાછળની બાજુ રાખેલાં હોવાનું આજે પણ જોવામાં આવે છે. આમ પ્રાચીનકાળે પાટણની નગર રચના ઉપર, રાજકીય અસરોના પરિણામો પડડ્યાં હોવાનું જાણવા મળે છે. આજે તે માન્યતામાં પરિવર્તન થયું છે અને જાહેર રસ્તાઓ ઉપર સારાં અને મોટાં મકાનો બંધાવવા લાગ્યાં છે. પરંતુ પોળોની બાંધણીઓ તો જેવી ને તેવી પુરાતન કાળની જ રહી છે. જેમાં કેટલાક મહોલ્લાઓની અંદર નવા રસ્તાઓ જાહેર માર્ગો ઉપર પાડવામાં આવ્યા છે. જ્ઞાતિ કે ધંધાના નામ ઉપરથી પડેલા કેટલાક મહોલ્લાઓમાંથી તે જ્ઞાતિ કે ધંધાદારીઓનું જ અસ્તિત્વ રહ્યું નથી. પાટણના પ્રાચીન મહોલ્લાઓમાં સૌથી પહેલાં ‘‘ખરાકોટડી’’ થી ઓળખાતા મહોલ્લાનું નામ સૌ પ્રથમ ગણાવી શકાય. આવો જ બીજો મહોલ્લો ‘‘મણિયાર હટ્ટી’’ મણિયાતી પાડાનો છે. સંવત ૧૪૬૩ અર્થાત્ ઇ.સ. ૧૪૦૭ના એક દસ્તાવેજમાંથી નવા પાટણના આ મહોલ્લાનું નામ જાણવા મળે છે. જે તે પોળની પ્રાચીનતા સૂચવે છે. તેટલું જ નહિ પણ નવા પાટણની વસાહત વખતે આ પોળ વિદ્યમાન હતી એમ ચોક્કસ જણાય છે. કોકાવસતિનો મહોલ્લોઃ અણહિલપુર પાટણમાં પણ હતો. જેમાં કોકા નામના શ્રેષ્ઠીએ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવી, તેમની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી હતી. તેથી જ મહોલ્લાનું નામ કોકાવસતિ પડેલું અને પાર્શ્વનાથ ભગવાન પણ કોકા પાર્શ્વથી ઓળખાતા. તીર્થ કલ્પમાં કોકા પાર્શ્વનાથનો સ્વતંત્ર કલ્પ છે. જેમાં આ બધી વિગતો આપતાં તેની અવનવી માહિતી રજુ કરી છે. નવું પાટણ વસ્યા બાદ કોકા પાર્શ્વનાથ ભગવાનનું નવીન મંદિર અહીં બાંધવામાં આવ્યું અને તે મહોલ્લાનુ નામ પણ કોકાનો પાઠો રાખ્યું. જે આજે વિદ્યમાન છે. ફોફળીયાવાડો નામ ફોફળ-સોપારીના વેપારીઓ, તે મહોલ્લામાં નિવાસ કરતા હતા તેથી પડેલું. પ્રાચીન પાટણમાં પણ આ નામનો મહોલ્લો હતો, જ્યાં સંવત ૧૨૨૫માં સારંગ નામનો શ્રેષ્ઠી તેની સ્ત્રી સાથે રહેતો હતો. આ વૈશ્યની એક પ્રાચીન વંશાવલી મળી છે. જેમાંથી તેના સંબંધી હકીકત પ્રાપ્ત થાય છે. નવીન પાટણમાં પણ આ નામની પોળ સ્થપાઇ જ્યાં જુના પાટણની અંદર ફોફળીયાવાડામાં રહેતા વૈશ્યો આવી વસ્યા. તેટલું જ નહિ પણ નવા પાટણમાં પણ તેનું જુનું નામ કાયમ રાખ્યું. યુવરાજપાટક નામનો મહોલ્લો અણહિલપુરમાં હોવાનું ધારી હેમસૂરિષ્કૃત ઉપદેશ માલાની સંવત ૧૩૨૯માં લખાયેલ હસ્તપ્રતની પુસ્તક પ્રશસ્તિ ઉપરથી જાણવા મળે છે. તેવી જ રીતે સંવત ૧૪૨૪માં લખાયેલ ‘‘ત્રિશષ્ઠિ શલાકાપુરૂષ ચરિત્ર’’ના આઠમાં પર્વની પુસ્તક પ્રશસ્તિમાંથી પણ આ મહોલ્લાનું નામ મળે છે. આ સિવાય વાસુપૂજ્યની ખડકીમાં આવેલ વાસુપૂજ્ય સ્વામીના મંદિરમાં વિનયચંદ્રસૂરિની પ્રતિમા છે. તેની નીચેના સંવત ૧૩૭૯ના લેખમાં જણાવ્યા પ્રમાણે તે મૂર્તિ યુવરાજ પાટકના સમસ્ત સંઘ તરફથી પ્રતિષ્ઠિત કરી હોવાનું જણાવ્યું છે. સંવત ૧૩૨૯ની એક પુસ્તક પ્રશસ્તિમાંથી યુવરાજ પાટકનું નામ મળી આવે છે, જેના ઉપરથી પ્રાચીન પાટણમાં પણ યુવરાજ પાટક કે વાટક નામનો મહોલ્લો હતો એમ જાણી શકાય છે. નવું પાટણ વસતાં તે મહોલ્લાના રહેનારાઓ, નવીન પાટણમાં વસવાટ કરવા આવેલા, ત્યારે તેમણે પણ પોતાના મહોલ્લાઓનું પ્રાચીન નામ કાયમ રાખેલું હશે એમ માની શકાય. યુવરાજ પાટકનો મહોલ્લો નવા પાટણમાં હતો કે કેમ ? તેના માટે કોઇ પ્રમાણ મળ્યું નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૧ જુનાં પાટણમાં તે નામનો મહોલ્લો હતો. જેના આધારો આગળ આપી ગયા છીએ. રાજકાવાડો નામ યુવરાજવાડામાંથ, રાજવાડો કે રાજકાવાડો નામ પડ્યું હોય તેવું અનુમાન કરવાને અવકાશ છે, પણ તેના માટે બીજ પ્રમાણોની અપેક્ષા રહે છે. બીજું સંવત ૧૫૭૬માં રચાયેલી સિદ્ધસૂરિની ચૈત્યપરિપાટીમાંથી રાજવાડો કે રાજકાવાડાનું સ્પષ્ટ નામ મળે છે. એટલે યુવરાજડામાંથી રાજવાડો કે રાજકાવાડો નામ પડયું હોવાનું અનુમાન ટકી શકતું નથી. પીંપળાવાડો જૈનોનો એક જાણીતો મહોલ્લો હતો અને આજે પણ તે વિદ્યમાન છે. સંવત ૧૫૦૭ના એક પ્રાચીન દસ્તાવેજમાંથી આ મહોલ્લાનું નામ મળે છે. આમ નવા પાટણમાં જે જે મહોલ્લાઓ શરૂઆતથીજ વસેલા તેની સામાન્ય ચર્ચા વિચારણા આપણે કરી ગયા. પરંતુ આ સિવાય બીજા સેંકડો મહોલ્લા પાટણમાં હતા. તેના માટે જે જે પુરાવાઓ ચૈત્યપરિપાટીઓમાંથી મળે છે. તેની વિગતવાર માહિતી હવે રજુ કરીશું. પ્રાચીન પોળોની વિસ્તારપૂર્વક હકીકતમાં રજુ કરવામાં સૌથી પ્રાચીન સિદ્ધસૂરિની સંવત ૧૫૭૬માં રચાયેલી ચૈત્યપરિપાટીને મુખ્ય આદર્શ તરીકે રાખી છે. ત્યારબાદ સંવત ૧૬૪૮ની લલિતપ્રભસૂરિની અને સંવત ૧૭૨૯માં રચાયેલી હર્ષ વિજયજીની પરિપાટીઓમાંથી મળતાં નામોનો પૂર્વાપરસંબંધ વિચારેલ છે. ત્યારપછી આજની પરિસ્થિતિમાં અને હાલનાં નામોની માહિતિ રજુ કરી ત્યાં જૈન મંદિરો સિવાયના જે જે મહોલ્લાઓ આવેલા છે. તેની પણ થોડીક વિગતો તેની સાથે રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેથી જૈનં અને જૈનેતર બધા પાટણના મહોલ્લાઓ સંબંધી જ્ઞાન હકીકત આપવામાં આવેલ છે. ઊંચીશેરી હાલના પાટણની ઉત્તર દિશામાં અઘારો-આગ્રાઈ દરવાજો આવેલો છે. તેની નજદીકમાંજ “ઊંચીશેરી” નામનો મહોલ્લો છે. આ મહોલ્લો સોળમાં સૈકામાં વિદ્યમાન હતો અને પ્રાચીન ચૈત્યપરિપાટી ઉપરથી જાણી શકાય છે. આજે ત્યાં એક પણ જૈન મંદિર નથી તેમજ ત્યાં જૈન શ્રેષ્ઠીઓનાં ઘરો નથી. પહેલાં ત્યાં જૈનોની વસ્તી હતી અને ભણસાળીનું દહેરૂં નામે જૈન મંદિર પણ હતું આજે તો તે લેઉવા પાટીદારનો મહોલ્લો છે. આ મહોલ્લામાં એક સ્થળે ઉપાશ્રયનું સ્થાન બતાવવામાં આવે છે. પંચાસરનો પાડો : ઊંચીશેરીની સામે જ પંચાસરનો પાડો આવેલો હતો. બધી પરિપાટીવાળાઓએ પંચાસરનો પાડો અને તેમાંના મુખ્ય પંચાસર પાર્શ્વનાથ અને બીજા ચાર જૈન મંદિરો સાથે કુલ પાંચ મંદિરો ત્યાં જણાવેલ છે. આજે કેટલાક વૃદ્ધો પ્રાચીન પંચાસરથી આ સ્થાનને ઓળખે છે. પ્રાચીન પાટણમાંથી પંચાસર પાર્શ્વનાથની પ્રતિમા નવા પાટણમાં લાવ્યા ત્યારે સૌ પ્રથમ અહીં મંદિર બંધાવી તેમાં તે પ્રતિમાં પ્રતિષ્ઠિત કરેલી. તેટલું જ નહિ પણ તે મહોલ્લાનું પણ પંચાસરનો પાડો રાખેલું. આજે ત્યાં વણકર લોકોનાં મકાનો આવેલાં છે અને તેના એક ભાગ ઉપર સ્કૂલનું મકાન છે. ઉચ્ચત્તરના માણસો રાજકીય ઉથલ પાથલોમાં અહીંથી ખસી બીજે રહેવા ગયા પછી અહીં હરિજનો રહેવા આવ્યા હોવાનું સમજાય છે. સંવત ૧૭૨૯ સુધી પંચાસર પાર્શ્વનાથનું મંદિર અહીં જ હતું. ત્યારબાદ અઢારમાં સૈકામાં કે તેના અંતભાગે અહીંથી જૈન મંદિરોની પ્રતિમાઓ બીજે ખસેડી હોવાનું લાગે છે. આ Page #185 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૨ પોળમાં “દેશલહર” નું ઘરમંદિર હતું એમ પરિપાટીકારે જણાવ્યું છે. સંવત ૧૩૫૬માં અલાઉદ્દીનનો સરદાર ઉલુઘખાન ગુજરાત ઉપર ચડી આવ્યો, ત્યારે તેણે અણહિલપુરના વાઘેલા રાજા કર્ણને હરાવી નસાડ્યો અને ગુજરાત ઉપર પોતાની રાજ્યસત્તા સ્થાપી હતી. તે વખતે તેણે શેત્રુંજય પર્વત ઉપરના ઘણાક મંદિરો નષ્ટ ભ્રષ્ટ કરેલા. તે અલાઉદ્દીનના સાળા અલપખાનને ગુજરાતના પ્રથમ સુબા તરીકે મુકી લશ્કર લઈ દિલ્હી ગયો ત્યારબાદ પાટણના સમરાશા સુબા અલપખાનને તેમજ દિલ્હીના સુલતાન અલાઉદ્દીનને ખુશ કરી શેત્રુંજય ઉપરનાં મંદિરો નવીન બંધાવવાનો પરવાનો મેળવ્યો અને મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા, જેની રસિક માહિતી “સમરાસુ”માંથી મળે છે. આમાં સમરાશાહને દેશલહર તીરકે જણાવેલ છે. આ સમરાશાહના વંશજોનું કે તેના કોઈ કુટુંબીનું ઘર પંચાસરવાડામાં હતું. એમ સિદ્ધસૂરિએ જણાવ્યું છે. આજે તો ત્યાં હરિજનનો વાસ અને તેમનાં ઘરો આવેલ છે. ઓસવાળનો મહોલ્લો - આ મહોલ્લા પંચાસરવાડા પાસે આવેલો હતો. આજે તેનું નામનિશાન રહ્યું નથી. ત્યાં ત્રણ જૈન મંદિરો હતાં. ઊંચીશેરી અને પીપળાના પાડા વચ્ચે તે કદાચ આવ્યો હોય તેમ માની શકાય. આજે ત્યાં ઠાકરડા અને બીજી કોમના ઘરો છે. પીપળાનો પાડો આ મહોલ્લો આજે વિદ્યમાન છે. જો કે સમય જતા તેમાં કેટલાયે ફેરફારો થઈ ગયા છે. પણ પીપળાગેટની સામે આ મહોલ્લો આવેલો છે. ત્યાં શાંતિનાથ ભગવાનનું મંદિર હતું. આજે પીંપળાગેટ સામે આવેલી મસ્જિદ જૈન મંદિરમાંથી જ પરિવર્તિત કરી બનાવી હોવાનું કહેવાય છે. પહેલાં તે જૈન મંદિર હતું એમ આજેથી પચીસ ત્રીસ વર્ષો ઉપર પ.પૂ. સ્વ.ચતુરવિજયજી મહારાજે મને વાતચીતમાં જણાવેલું. તેની રચના અને શિલ્પ આ માન્યતાને પુષ્ટિ આપે છે. સ્વ.શ્રી અમીચંદ ખેમચંદ તેના માટે જણાવે છે કે, પીંપળાગેટ સામે આવેલી મસ્જિદ સાત ઘુંમટની છે. જે ત્યાં નજદીકમાં આવેલ ઓસવાળના મહોલ્લામાં આવેલું “મહાવીર સ્વામી”નું મંદિર હતું. મુસ્લિમ રાજશાસન વખતે તેને મસ્જિદ બનાવી દીધી છે. પ્રાચીન ચૈત્યપરિપાટીઓમાંથી આ મહોલ્લામાં મહાવીર સ્વામીના મંદિરનો ઉલ્લેખ મળતો નથી. પણ ત્રણ જૈન મંદિરો હતાં એટલે તે ત્રણ પૈકી આ એક મંદિર હશે એમ લાગે છે. આ મહોલ્લો પ્રાચીન છે જેનો ઉલ્લેખ એક દસ્તાવેજમાંથી પણ મળ્યો છે. જેની હકીકત આગળ આપી ગયા છીએ. ખારીવાવ : હાલમાં સરાથી ઓળખાતો મોટો મહોલ્લ ખારીવાવથી પ્રાચીનકાળમાં જાણીતો હતો. સત્તરમી સદીની ચૈત્યપરિપાટીમાં ખારીવાવના બે મહોલ્લાઓ નોંધી દરેકમાં એક એક જૈન મંદિર હોવાનું સૂચવ્યું છે. આજે તો ત્યાં ઠાકરડા, હરિજન, કુંભાર, પૂરવીયા વગેરે પરચુરણ જ્ઞાતિઓ વસે છે. સંવત ૧૫૭૬માં રચાયેલી સિદ્ધસૂરિની ચૈત્યપરિપાટીમાંથી પણ આ નામ મળતું હોવાથી આ મહોલ્લો પ્રાચીનકાળથી આ નામ ધરાવતો હતો એમ ચોકકસ લાગે છે. આ મહોલ્લાની અંદર ખારાં પાણી વાળી એક વાવ પૂર્વકાળમાં હશે. જેથી તેનું નામ ખારીવાવ પાડેલું. સંવત ૧૭૨૯ની હર્ષ વિજયજી પરિપાટીમાંથી પણ આ મહોલ્લાનું નામ મળે છે. એટલે અઢારમાં સૈકા સુધીની આ મહોલ્લો ખારીવાવ તરીકે ઓળખાતો આ મહોલ્લામાં જૈનોની સારી એવી વસ્તી રહેતી હતી. પરંતુ Page #186 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૩ મુસ્લિમ રાજ્યકાળે ત્યાં રહેવામાં સલામતી નહિ લાગવાથી ત્યાંના શ્રાવક લોકો પોતાની સગવડ પ્રમાણે શહેરના બીજા મહોલ્લાઓમાં જઇ વસ્યા પાછળથી અહીં હરિજનો અને ઠાકરડા લોકો મુખ્યતઃ આવીને રહ્યા. જે આજે પણ ત્યાં જ રહે છે. આજે આ લત્તો નાની મોટી સરાયથી ઓળખાય છે. અહીં ચોક વચ્ચે એક કુવો હતો જેને હરીભાઇની કુઈ તરીકે લોકો પિછાનતા. હરીભાઇ પુરબીઓ હતો. મરાઠાઓના સમયમાં પાટણની આજુબાજુ વસતા, કોળી, ઠાકરડાઓ લૂંટફાટ ચલાવતા હોવાથી શહેરની સલામતી ભયમાં હતી. ત્યારે મરાઠાઓએ તેને જમાદાર તરીકે નીમી સિપાઈઓની એક ટુકડી પણ આપેલી. આ જીલ્લામાં તેની હવેલી પણ હતી. તેમજ સિપાઇઓને રહેવાનાં મકાનો પણ તેને આપેલાં, તેણે મુસાફરો માટે અહીં એક ધર્મશાળા-સરાય પણ બંધાવેલ હતી. તે સરાયના નામ ઉપરથી આ આખો લત્તો ઓગણીસમી સદીમાં સરાયથી ઓળખાવા માંડયો. તેના બે વિભાગ કોઈ, નાની સરાય અને મોટી સરાય નામો લોકોએ રાખ્યાં. હરીભાઇ પુરબીઆની હવેલીનાં ખંડરો હમણાં સુધી વિદ્યમાન હતાં, જે થોડાક વખતથી નાશ પામ્યાં છે. આ લત્તામાં ભીમજી નામનો એક બહાદુર પુરુષ રહેતો. જે અહીં બીજા માણસો સાથે શહેરનું અને આ લત્તાનું રક્ષણ કરતો. તેની એક ચોકી આ લત્તામાં હોવાથી, આજે તે સ્થાન ભીમજીની ચોકી તરીકે ઓળખાય છે. આજે તો તે સ્થાન ઉપર પાણીની મોટી ટાંકી બાંધવામાં આવી છે. પરંતુ વૃધ્ધોના હૃદયમાંથી તે સ્થાન ભૂલાયું નથી એટલે તેમના દ્વારા આ હકીકત જાણવા મળે છે. ચિંતામણિ પાડો:- • ' આ નામનો મહોલ્લો આજે વિદ્યમાન નથી. પરંતુ હાલની બારોટ સાહેબની વાવ તથા તેની આજુ બાજુનો વિભાગ ચિંતામણી પાડાના સ્થાન ઉપર આવેલ હોવાનું સમજાય છે. ત્યાં કુલ ત્રણ જૈન મંદિરો પૈકી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર હતું. આજે તો આ મહોલ્લો જ રહ્યો નથી એટલે ત્યાંના મંદિરોનું શું થયું તેની હકીકત મળવી મુશ્કેલ બની છે. સંવતની અઢારમી સદીના પૂર્વાર્ધ પછી આ મહોલ્લો નામશેષ બન્યો હોવાનું લાગે છે. સંવત ૧૮૬૬માં ખરતરગચ્છના દેવહર્ષે પાટણની ગઝલ રચી છે. આ ગઝલમાં ત્યાંની બહાદુરસિંહની વાવનો ઉલ્લેખ આપેલ છે. એટલે આ મહોલ્લો તે સમય અગાઉથી નાશ પામેલો. ટુંકમાં સંવત ૧૭૨૯ અને સંવત ૧૮૮૬ લગભગ સો સવાસો વર્ષના ગાળામાં તે નાશ પામ્યો હોવો જોઇએ. ખરાકોટડી: પ્રાચીન પાટણની રાખમાંથી ઉદ્ભવેલ નવીન પાટણનો આ પ્રાચીન મહોલ્લો છે. નવીન પાટણમાં સૌથી પ્રથમ આ મહોલ્લાનો શિલા નિવેશ કરવામાં આવેલો. આજે પણ આ મહોલ્લો જેવો ને તેવો પોતાનું સ્થાન જાળવી રહ્યો છે. આ મહોલ્લામાં કુલ્લ ૮ મંદિરો આવેલા જેમાં “અષ્ટાપદાવતાર” અષ્ટાપદજી તથા શાંતિનાથજીનું બોતેર જિનાલયવાળું મંદિર મુખ્ય હતું. અષ્ટાપદજીનું મંદિર આજે પણ ત્યાં જોવામાં આવે છે. શાંતિનાથનું મંદિર છે. પરંતુ તેનાં બોતેર જિનાલયો આજે જોવા મળતાં નથી. Page #187 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૪ હાલના પાટણનો કિલ્લો અને દરવાજો Page #188 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા . ૧૬૫ ૫૧ પાટણની નગર રચના કોઢ અને દરવાજા કનૈયાલાલ ભાઈશંકર દવે | કિલ્લા વચ્ચેનું પાટણ ઉત્તર-દક્ષિણ અર્થાત્ કોઠાકુઇ દરવાજાથી ખાનસરોવર દરવાજા વધુ (પહોળું છે. જ્યારે પૂર્વ-પશ્ચિમ બગવાડાથી કનસડા દરવાજા ઓછું લાંબુ છે. જે સામાન્ય રીતે ખ્યાલમા આવે એમ નથી. નકશો જોવાથી જ આ સમજાય તેમ છે. શિલ્પશાસ્ત્રમાં નિયમ પ્રમાણે નગર રચનાના વીસ પ્રકારો, ‘અપરાજિત પ્રચ્છા' નામના શિલ્પગ્રંથમાં જણાવેલ છે. પૂર લક્ષણના આ બધા પ્રકારો પૈકી પાટણ કેવા પ્રકારનું નગર હતું તે કહેવું મુશ્કેલ છે. ‘રાજવલ્લભ” ગ્રંથકાર આવા મોટાં નગરોની લંબાઇ-પહોળાઇ માટે ૨૦૦૦ હાથનું ઉત્તમ ૧૫૦૦ હાથનું મધ્યમ અને ૧૦૦ હાથના નગરને કાનિઝમાન તરીકે નોંધે છે. વધુમાં રાજનગર એટલે પાટનગર માટે તે ૪000 હાથથી ૧૬૦૦૦ હાથના વિસ્તારવાળું નગર બનાવવાનું કહે છે. સત્તર રસ્તાવાળું ઉત્તમ, તેર રસ્તા વાળું મધ્યમ અને નવ રસ્તાવાળા નગરને કનિષ્ઠ નગર કહેવાય છે. પાટણની નગર રચનામાં આજે કેટલાએ ફેરફાર થઈ ગયા છે. પ્રાચીન માર્ગો, રાજમાર્ગો અને વીથીઓમાં કેટલાક ઠેકાણે રસ્તા વચ્ચે મકાનો બનાવતાં, આ નગરના પ્રાચીન માર્ગો કેવા હશે, તે જાણવા સાધન નથી. છતાં તેની આજે જણાતી વ્યવસ્થા પ્રમાણે તેના મુખ્ય માર્યો કેટલા હતા તે સમજી શકાય છે. - નગર સ્થાપના કરનાર પ્રથમ નગરના કિલ્લાનો શિલા નિવેશ કરી, કિલ્લો બંધાવે, તેમાં દ્વારા અને પુરુદ્વારા દરવાજાઓ તેમાંથી નીકળતા માર્ગો વગેરે નકકી કરે. ચોકઠાં અને ચાર રસ્તાઓ જ્યાં મળતા હોય ત્યાં, જાહેર મંદિરો, મહાલયો, મહાસ્થાનો બનાવે. આમ શરૂઆતમાં કાર્યક્રમ પ્રમાણે રચના કરવાથી વ્યવસ્થિત પદ્ધતિ પ્રમાણે શાસ્ત્રીય નગરનું નિર્માણ કરી શકાય. પાટણના કોટનો આકાર નથી, તે ગોળ, લંબગોળ, ચોરસ કે લંબચોરસ આકારનો, જેની કેટલીક હકીકત આગળના પ્રકરણમાં આપી ગયા છીએ. કિલ્લો બંધાવનારે વસ્તીના વસવાટ પ્રમાણે કોટ બંધાવ્યો હતો, તેથી તેના આકાર ખાંચાખૂંચીવાળો, ઢંગધડા વગરનો બન્યો છે. એટલું જ નહિ પણ તેમાં મુકેલા દરવાજાઓ પણ એક બીજાના સામસામા સમાંતર પણ જણાતા નથી. આથી કિલ્લામાં મુકેલા દરવાજાઓ પણ તે સમયની લોકોની સગવડ પ્રમાણે મુકેલા છે. જેમાં કોઇ દિશામાં મધ્યભાગે તો કોઇ સ્થળે ખૂણા ઉપર મુકેલા આજે જોવામાં આવે છે. આથી પાટણની નગર રચના, શાસ્ત્રીય ધોરણે કયા પ્રકારની બનાવેલી તેની વ્યવસ્થિત પદ્ધતિ કેવી હતી, તેનો સ્પષ્ટ નિર્દેશ કરી શકાય તેમ નથી. છતાં પાટણનું નગર વિધાન વિદ્ધાન સ્થપતિએ કરેલું હતું, એમ તો ચોકકસ લાગે છે. આજની પરિસ્થિતિ ઉપરથી પાટણની નગર રચના કેટલેક અંશે મોટા નગરને અનુલક્ષી તેના જાણકાર સ્થપતિએ બનાવી હોવાનું સમજાય છે. જેની વિવેચના આગળ કરીશું. પાટણ શહેરના કિલ્લામાં બાર દરવાજા હતા અને એક બારી પણ બનાવી હોવાનું કહેવાય છે. પૂર્વકાળમાં મોટા શહેરોને બાર દરવાજા રાખવાની સામાન્ય પરંપરા હતી. તેથી જ અમદાવાદ, ખંભાત, વડોદરા, વડનગર વગેરે શહેરોને બાર દરવાજા બનાવેલા છે. જે તેના પુરવારો ઉપરથી આજે Page #189 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૬ પણ જાણી શકીએ છીએ. આજે પણ આ બારે દરવાજા મોજુદ છે. તે પૈકી કનસડા દરવાજા, કોઠાકુઈ અને મોતીશા દરવાજાઓ પાટણ સુધરાઇએ વાહનવ્યવહારની સગવડ ખાતર પાડી નંખાવ્યા છે. બાર દરવાજા અને તેરમી બારી એવી લોકોકિત પાટણ માટે બોલાય છે. તે પ્રમાણે બારમી બારીનો દરવાજો ગુંગડી દરવાજા અને ખાનસરોવર દરવાજાની વચ્ચે આવેલો. જે ગુંગડી દરવાજાથી દોઢસો વાર દૂર હતો. એમ તેના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે. પાટણના દરવાજાઓનાં નામ અનુક્રમે બગવાડા, ગુંગડી, મીરાં, ભઠ્ઠીવાડો, ખાનસરોવર, મોતીશાહ, કનસડો, ફાટીપાલ, અધારો અને છીંડીયો મળી કુલ અગિયાર દરવાજાઓ છે. જ્યારે બારમી બારીના દરવાજાની મરામત હિજરી સંવત ૧૧૭૭ ઇ.સ. ૧૭૫૦ની આસપાસ, ફારમલ્લુસીદી અહમદકાસીમના વહીવટ વખતે કરવામાં આવી હતી. એમ તેના એક શિલાલેખ ઉપરથી જાણી શકાય છે. આ સિવાય ફાટીપાળ અને કનસડા વચ્ચે એક ગણેશ બારી હતી. જેની નોંધ ફાર્બસ સાહેબે એકત્ર કરેલી, પ્રાચીન નગરોની નોંધમાંથી મળે છે. આ બારી પૂરી નાખવામાં આવેલી. પરંતુ ગણેશ દહેરીના અવશેષો હજુ ઉભા છે. પાટનગરોને ખાસ કરી બાર દરવાજા બનાવવામાં આવતા હતા. અમદાવાદને બાર દરવાજાઓ હતા એમ મિરાતે અહમદીને પૂરવણીમાં નોંધ્યું છે. આજે તો અમદાવાદને કુલ અઢાર દરવાજાઓ છે. તે પૈકી પંદર મોટા અને ત્રણ નાના. આ પંદર દરવાજાઓમાં બે બંધ કરી બે નવા પાડવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદનો કોટ બંધાવ્યો ત્યારે બાર દરવાજાઓ રાખવામાં આવ્યા હતા. રાજવલ્લભમાં જણાવ્યા પ્રમાણે તેર રસ્તા ધરાવતું નગર મધ્યમ પ્રકારનું ગણાવ્યું. તે નિયમે પાટણના બાર દરવાજાઓ તરફ જવાના બાર માર્ગો નાના મોટા હશે, જ્યારે મુખ્ય રાજમાર્ગ પર્વથી પશ્ચિમ તરક બગવાડાથી કનસડા સંધનો મળી કલ તેર રસ્તાઓ પાટણમાં હતા એમ માની શકાય. આમ શિલ્પશાસ્ત્રના નિયમ પ્રમાણે પાટણને મધ્યમ પ્રકારનું રાજનગર કહી શકાય તેમ છે. આજના પાટણમાં દરવાજાઓમાં નામો કેવી રીતે પડ્યાં તે જાણવા કોઈ પૌરાણિક સાધન મળી આવ્યું નથી. પરંતુ કેટલીક દંત કથાઓ અને તત્કાલિન પરિસ્થિતિના આધારે તે નામો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યાં તેનું સામાન્ય દિગ્દર્શન અત્રે રજુ કરવું આવશ્યક છે. દરવાજાઓનાં નામ સામાન્યતઃ તે દરવાજાથી જે ગામ તરફ જવાનું હોય અગર કોઈ મોટા શહેર તરફ જવાનું હોય, તેના નામ ઉપરથી તે દરવાજાનું નામ રાખવાનો રિવાજ પૂર્વકાળમાં હોવાનું ગુજરાતના કેટલાક શહેરોના દરવાજાઓ ઉપરથી જાણવા મળે છે. પરંતુ પાટણના દરવાજાઓનાં નામ આ પરંપરામાં અપવાદરૂપ હોવાનું માલુમ પડે છે. પાટણનો ફક્ત એક જ દરવાજો એવો છે જેનું નામ અઘારો દરવાજે ત્યાંથી અઘાર ગામ જવાય છે. જો કે આ નામ શંકાને સ્થાન છે. પરંતુ જ્યાં સુધી તેના માટે બીજું નકકર પ્રમાણ ન મળે ત્યાં સુધી જનતામાં બોલાતું આ નામ સ્વીકારવું જોઈએ. અણહિલપુર પાટણના કિલ્લાનું બાદશાહી વર્ણન સંસ્કૃત પ્રબંધો અને કાવ્યોમાંથી મળે છે. પરંતુ તેને કેટલા દરવાજાઓ હતા તે કોઈ ગ્રંથકારે જણાવેલ નથી. નવા પાટણના દરવાજા પૈકી પશ્ચિમના દરવાજાનું નામ “કનસડો” ને અણહિલપુર તરફ આવેલો છે. તેના માટે એવું કહેવાય છે કે અલાઉદ્દીનના સરદાર ઉલુઘખાને પાટણ ઉપર ચડાઈ કરી કર્ણને હરાવ્યો ત્યારે તેની સ્ત્રી સાથે આ દિશાએથી નાઠો હતો તેની તે દરવાજાનું “કર્ણસર્યો' રાખ્યું. જે પાછળથી કનસડો બની ગયું. તેના માટે બીજે પણ એવો તર્ક છે કે અહીંધી કર્ણ નામનાવાળા કોઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૭ ગામ કે સ્થાન તરફ જવાનું હોય ? કર્ણનામ ધરાવતા પ્રાચીન સ્થાનોમાં કર્ણસાગર, કન્વેશ્વર અને કર્ણમેરૂ પ્રાસાદને ગણાવી શકાય. કર્ણ સાગર તળાવ કર્ણ સોલંકીએ બંધાવેલું. જ્યાં જવાનો માર્ગ ખાનસરોવર કે મોતીશા દરવાજેથી ચાણસ્મા થઇ કર્ણસાગર તરફ જવાય. આથી કર્ણસાગર તળાવને અનુલક્ષી આ દરવાજાનું નામ પડ્યું હોય તેમ માની શકાય નહિ. પાટણથી પૂર્વમાં વનાસણ પુનાસણ ગામ પાસે કન્ફેશ્વર નામનું ગામ આવેલું છે. જે સિદ્ધરાજે લીલા વૈદ્યને આપેલું. જેની નોંધ ‘“પ્રબંધ ચિંતામણી’' માં છે. આ ગામ આજે કનેસરાથી ઓળખાય છે. પરંતુ તે ગામ જવાનો માર્ગ ગુંગડી દરવાજાથી જાય છે. એટલે તે અનુમાન પણ અહીં બંધ બેસતું નથી. છેલ્લે આવે છે કર્ણમેરૂ પ્રાસાદ જે સિદ્ધરાજના પિતા કર્ણે અણહિલપુરમાં બંધાવ્યો હતો. આ પ્રાસાદ અણહિલપુરમાં કયા સ્થાન ઉપર બંધાવ્યો હતો તે જાણવા સાધન નથી. કદાચ કર્ણ મેરૂપ્રાસાદ જવાનો રસ્તો આ દરવાજાની દિશામાં હોય એવો તર્ક કરી શકાય. ટુંકમાં આ દરવાજાનું નામ ‘‘કર્ણ’’ નામ સાથે જોડાયેલું લાગે છે. જેથી તે નામ પાછળથી કોઇક ઐતિહાસિક તથ્ય જોડાયેલું હોવાનું અનુમાન કરી શકાય. તેના માટે બીજું કાંઇ પ્રમાણ કે હકીકત મળતી નથી. પૂર્વના દરવાજાનું નામ ‘‘બગવાડો’’ છે. લોકકથા પ્રમાણે અહીં પાંડવોના વનવાસ દરમ્યાન ભીમે બકરાક્ષસને મારી મહાદેવનું સ્થાન બનાવેલું જે બગેશ્વરથી વિખ્યાત બન્યા હતા. આથી આ દરવાજાનું નામ બકરાક્ષસ કે બગેશ્વરને અનુલક્ષીને પડ્યું હોવાનું કહેવાય છે. બગેશ્વર મહાદેવનું સ્થાન આ દરવાજા બહાર નજદીક જ આવેલું હતું. આજે આ દરવાજા બહાર જે મસ્જિદ છે તે હિંદુ દેવાલય હોવાનું તેના સ્થાપત્ય ઉપરથી લાગે છે. મુસ્લિમ શાસનકાળે કદાચ તેનું સ્વરૂપ બદલી નાખી, ત્યાં મસ્જિદ બનાવી હોવાનું લાગે છે. તેના માટે કોઇ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી પણ દરવાજાનું નામ અને જનશ્રુતિની લોકકથાને આધારે આ અનુમાન કર્યું છે. આજે બીજા બગેશ્વર મહાદેવ દરવાજાથી થોડે દૂર આવેલા છે. તેને લઇ પણ આ પુરદ્વારનું નામ પૂર્વકાળે રાખ્યું હોય તો તેના માટે કંઇ કહી શકાય નહિ. હાલના પાટણની પશ્ચિમે “બકરાતપુર’’ નામનું પરૂં આવેલું છે. જે જુના અણહિલવાડનો એક વિભાગ હતો. ત્યાં વસતા પ્રજાજનો નવા પાટણમાં વસવાટ કરવા આવ્યા ત્યારે તેમણે પોતાના મહોલ્લાનું નામ બકરાતપુરની શેરી રાખ્યું. જે આજે ગુંગડી દરવાજે જવાના રસ્તા ઉપર આવેલી છે. આમ બકરાતપુર નામનું પરૂં હતું એટલે તો ચોક્કસ જણાય છે. બકરાતપુર નામ બકરાક્ષસ પુરમાંથી જ ઉતરી આવ્યું છે. પ્રાચીન અણહિલપુરમાં આ નામનો મહોલ્લો હશે જે નગરનો નાશ થયા બાદ પરૂં બની ગયેલ. આથી અણહિલપુરના અસ્તિત્વકાળે બકરાક્ષસની પુરાણકથા આ નગરના એક મહોલ્લા સાથે જોડાયેલી. તેજ પરંપરાને જાળવી રાખતાં, આ નવીન નગરના સ્થાપત્યકાળે પૂર્વના દરવાજાનું નામ ‘‘બગવાડો’’ એવું રાખી ત્યાં મહાદેવજી નું મંદિર બાંધ્યું હોય એમ ઉપરોકત હકીકત ઉપરથી માલુમ પડે છે. અણહિલપુરમાં પણ આ મહોલ્લામાં બગેશ્વર મહાદેવનું સ્થાન જનતાનએ બનાવ્યું હશે. એવું અનુમાન કરી શકાય. ઉત્તરના દરવાજાઓ પૈકી વાયવ્ય ખૂણા ઉપર આવેલ દરવાજાનું નામ ‘‘ફાટીપાળ’’ છે. દરવાજાનું આવું નામ કદાચ વિચિત્ર લાગે આમાં જણાવ્યા પ્રમાણે પાળ કોની ફાટેલી કે તૂટેલી ? દરવાજાની કે કોટની પાળ તૂટી ગઇ ? કોઇ મહત્વનો બનાવ બન્યો હોય એવું અનુમાન કરી શકાય. પરંતુ તેવી કોઇ હકીકત આ દરવાજા માટે મળી નથી. ખરી રીતે તેનો સંબંધ અણહિપુર અને સહસ્રલિંગ Page #191 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૮ સરોવર સાથે હોવાનું લાગે છે. સહસ્રલિંગ સરોવરનો નાશ સરસ્વતીના પ્રવાહથી થયો હતો. તે વખતે સહસ્રલિંગ સરોવરની પૂર્વ બાજુની પાળ તૂટી ગયેલી અને તે પૂરે અણહિલપુર નગરને પણ તારાજ બનાવેલું. આ હકીકતના સ્મારક તરીકે સહસ્રલિંગ સરોવર જવાના માર્ગ ઉપર આવેલ આ દરવાજાનું નામ ‘‘ફાટીપાળ’’ રાખ્યું હોય એમ સંભવિત લાગે છે. આ સિવાય બીજો કોઇ ઉકેલ, આ દરવાજાના નામ માટે મળ્યો નથી. ઉત્તર દિશામાં કિલ્લાની મધ્યમાં આવેલ, દરવાજાનું નામ અઘારો દરવાજો છે. અહીંથી અઘાર નામનું ગામ જે પાટણથી ચાર માઇલ દૂર આવેલું છે, ત્યાં જઇ શકાય, પરંતુ તેનો સાચો માર્ગ છેંડીયા દરવાજાથી જાય છે. એટલે આ દરવાજાનું નામ અઘારો કેમ રાખ્યું હશે ? એ એક વિચારણિય પ્રશ્ન છે. અઘાર જેને સંસ્કૃત અગ્રહાર કહેવામાં આવે છે. તે ઇ.સ. ના સાતમા આઠમા સૈકા જેટલું પ્રાચીન હોવાનું ‘‘તીર્થ કલ્પ’’ ના એક ઉલ્લેખ પરથી જાણવા મળે છે. ફાર્બસ સાહેબને મળેલી હકીકત પ્રમાણે, તે દરવાજાનું નામ ‘‘દિલ્હી’’કે ‘“આગ્રાઇ’' દરવાજો કહેવાતો એમ જાણવા મળે છે. આ આગ્રાઇનુંજ અઘારો નામ પાછળથી પ્રચારમાં આવ્યુ હોય તે સંભવિત છે. આ દરવાજેથી દિલ્હી, તથા આગ્રા જવાના રાજમાર્ગ પ્રાચીન કાળમાં હશે, એવું અનુમાન કરી શકાય. આજ કારણને લઇ દરવાજાનું નામ આવું રાખ્યું હોવું જોઇએ આ દરવાજા ઉપર આનંદરાવ ગાયકવાડના સમયનો એક લેખ છે. જેમાંથી તેમના રાજ્યકાળે આ દરવાજાનો જીર્ણોદ્ધાર કરાવ્યાની હકીકત મળે છે. ઉત્તરના બીજા એક દરવાજાનું નામ કોઠાકુઇ છે. પહેલાં આ દરવાજા પાસે વાવના જેવા કોઠા બનાવેલ કોઇ કુવો કે વાવ હશે જેના કારણે દરવાજાનું આવું નામ પડ્યું હીય આજે તેવી કોઇવાવ કે કુવો તયાં કે તેની આજુ બાજુ વિદ્યમાન નથી. આ દરવાજો પાછળથી બન્યો હોય, એમ તેની બાંધણી ઉપરથી લાગે છે. હમણાંજ તે પાડી નાખવામાં આવ્યો હોઇ, તેનો રસ્તો વિશાળ બનાવ્યો છે. આ દરવાજા ઉપર એક ફારસી શિલાલેખ હતો જેમાં જણાવ્યા પ્રમાણે તે નવાબવાલા જનાબ ઉમરખાં સાહેબના સમયમાં જ્યારે ફત્તેહમહમદ પાટણનો વહિવટ ચલાવતો હતો ત્યારે, હિ.સં. ૧૧૨૪ ઇ.સ. આશરે ૧૭૩૦ થી ૪૦ સુધીમાં બંધાવ્યો હતો. આથી આ દરવાજો પાછળથી બનાવ્યો હોય કે બળવાખોરોના હુમલાથી પડી જવા પામેલો તેને સુધરાવી નવીન બનાવ્યો હોવાનું જણાય છે. તેમાંથી દરવાજાનું નામ મળતું નથી. ઉત્તર દિશામાં ઠેઠ ઇશાન ખૂણા ઉપર આવેલો દરવાજો ઘેંડીયો છે. કેટલાક લોકો તેને દિલ્હી દરવાજાથી પણ ઓળખાવે છે. આ દરવાજો બીજા દરવાજાઓ કરતા બુલંદ અને બાંધણીની દૃષ્ટિએ ભવ્ય છે. આ એક મહત્વનો દરવાજો હશે, એમ તેના બુરજો અને સ્થાપત્ય ઉપરથી જાણી શકાય છે. પૂર્વકાળમાં કદાચ આ દરવાજા પાસે હુલ્લડો અને યુધ્ધો થયાં હોય એવું અનુમાન કરી શકાય તેમ છે. આ દરવાજાનો જીર્ણોધ્ધાર શ્રીમંત આનંદરાવ ગાયકવાડના સમયમાં થયો હોવાનો ત્યાં એક શિલાલેખ છે. તેમાં જણાવ્યા પ્રમાણે આ દરવાજાની મરામત શેરબહાદુર નામના અધિકારીની દેખરેખ નીચે કરવામાં આવેલી. રધુનાથરાવ હેબતરાવની નાયબ સુબાગીરી દરમ્યાન હિજરી સંવત ૧૧૬૬ વબીઉલ અવ્વલ મહિનાની સત્તાવીસમી તારીખે તેનું કામ પુરું થયું હતું. આથી આ દરવાજાનો પુનરોદ્ધાર ગાયકવાડી અમલ દરમ્યાન કરાવવામાં આવેલો હોવાનું જણાય છે. બીજો એક શિલાલેખ સંવત Page #192 -------------------------------------------------------------------------- ________________ • યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૯ ૧૮૬૫નો દેવનાગરી લીપીમાં લખાયેલો ત્યાં છે તેમાંથી પણ આજ હકીકત મળે છે. આવા દરવાજાનું નામ ઍડીયો શા કારણથી પડ્યું તેના માટે એક એવી લોકવાર્તા છે કે, કુમારપાળની એક રાણી ઉદયપુરના રાજાની દીકરી હતી. તે સનાતન હિંદુ ધર્મ પાળતી હોવાથી કુમારપાળે તેને જૈન ધર્મ પાળવા દબાણ કરેલું. આથી તેના ભાટને મળી તે રાણી શહેરમાંથી ઈંડું પાડી ચાલી ગયેલી. જે આ દરવાજાથી ગઈ હતી. તેથી આ દરવાજાનું નામ “Úડીયો” પડેલું. પરંતુ કુમારપાળના સમયમાં આ પાટણનું અસ્તિત્વ જ નહતું. એટલે તે લોકકથા પાછળથી ઉપજાવી કાઢેલી હોવાનું જણાય છે. કદાચ પાટણ ઉપર હુમલો કરનારા બળવાખોરોએ મોટું લશ્કર લઇ અહીં કોટમાં ઈંડું પાડ્યું હોય તે બનવા જોગ છે અને તે કારણે તેને લોકો ઍડીયા દરવાજાથી ઓળખતા હોય એમ માની શકાય. પૂર્વ દિશાના દરવાજાઓમાં સૌથી પ્રથમ બગવાડો દરવાજો આવે છે. જેની વિગતવાર ચર્ચા આગળ આપી ગયા છીએ. ત્યાર પછીનો બીજો દરવાજો ગુંગડીનો છે. આ દરવાજાનું નામ નજદીક આવેલા ગુંગડી તળાવના નામ ઉપરથી રાખ્યું હોય તેમ જણાય છે. આજે તો આ દરવાજો પાડી નાખવામાં આવેલો છે. પરંતુ આજથી વીસ પચીસ વર્ષો ઉપર તે સારી સ્થિતિમાં ઉભો હતો. તેમાં ડાબા-જમણી બે બાજુ બે ગોખલા હતા અને તેમાં ફારસી શિલાલેખો મૂકેલા, જે મેં તેના ફોટાઓ લેવડાવી ગુજરાત વિદ્યાસભાના ફારસી તથા ઉદૃના વિદ્વાન પ્રોફેસર સ્વ.શ્રી અબુઝફર નદવી પાસે વંચાવેલા. તેમના જણાવ્યા પ્રમાણે જમણી બાજુના ગોખલામાં ગુંગડી દરવાજાથી થોડે દૂર ખડકીબારીના દરવાજાની મરામતનો શિલાલેખ છે. જ્યારે ડાબી બાજુના ગોખલામાં આ દરવાજાની જીર્ણોધ્ધારની હકીકત જણાવી છે. તેમાં જણાવ્યું છે કે, “મેં શરૂ કરતા હું અલ્લાહ કે નામસે જો બહોત રહમવાલા હય. અય ખુદા અય મહમ્મદ મદદ અલ્લાહ કે તરફસે હય ઔર ફતહ નજદીક હય. કોંકણી દરવાજે કો બનાયા જમાદાર સીદી કાસીમને હિજરી સંવત ૧૧૭૭.” આ શિલાલેખ ઉપરથી તે હિજરી સંવત ૧૧૭૭ આશરે સંવત ૧૮૭૬-૭૭માં સુધારાવ્યો હતો. શિલાલેખમાં તો તે બંધાવ્યાનું જણાવ્યું છે. પરંતુ પાટણનો કિલ્લો તો તેનાથી ધણો જ પ્રાચીન હોવાનું આગળ જણાવી ગયા છીએ. એટલે જમાદાર સીદી કાસીમે તેને સુધરાવ્યો હશે. આ લેખમાં દરવાજાનું નામ કોંકણી છે. જે ગુંગડીનું જ ફારસી રૂપાંતર કદાચ શિલાલેખમાં રજુ કર્યું હોય. કોંકણ જવા માટે તો દક્ષિણ દિશાએથી જવાય એટલે કોંકણી નામ ગુંગડીને ઉદ્દેશીને લખાયું હોય તેમ લાગે છે. ગુંગડીનું તળાવ પંદરમાં સૈકાથી પ્રાચીન છે. જેની નોંધ શ્રી ડૉ. ભોગીલાલ સાંડેસરાએ ભારતીય વિદ્યા ત્રિમાસિકમાં છપાયેલ સંવત ૧૪૬૮ની પદ્યાનુકારી ગુજરાતી પટ્રાવલીમાંથી મળી છે. પાટણનો કોટ સંવત ૧૪૬૦ સુધીમાં લંબાઈ ચૂક્યો હતો એટલે તે વખતે ગુંગડી તળાવ તે વિદ્યમાન હતું જ. આથી દરવાજાનું નામ ગુંગડી રાખેલું એમ ચોકકસ લાગે છે. દક્ષિણ દિશાના દરવાજાઓમાં સૌથી પહેલાં મીરાંનો દરવાજો આવેલ છે. તે પાટણના કોટમાં અગ્નિ ખૂણા ઉપર આવેલ છે. તેને પહેલાંના સમયમાં મકલીપુર દરવાજા તરીકે ઓળખવામાં આવતો. કારણ કે દરવાજાની પાસે મકલીપુર નામનો મહોલ્લો હતો. જેના સ્થાન ઉપર ગોલા લોકોની વાડી અને ઓડ લોકોએ ઘર બાંધેલાં. આજ તે ઓડવાડાથી ઓળખાય છે. પાટણની ચૈત્ય પરિપાટીઓમાં મકલીપુર તરીકે ઉલ્લેખ મળે છે. બીજુ આ દરવાજેથી મુસલમાનોના ધર્મ સ્થાન “મીરા' તરફ માર્ગ જાય છે. તેથી તે મીરાંના દરવાજા તરીકે પણ જાણીતી બનેલ છે. આજ દિશામાં બીજો દરવાજો Page #193 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૦ ભઠ્ઠીવાડાનો છે. તેના માટે કોઇ પ્રમાણિક હકીકત જાણવામાં આવી નથી. પરંતુ ત્યાં ચૂનો બનાવનારા લોકો ચૂનાની ભઠ્ઠીઓ કરતો હોય એવું અનુમાન કરી શકાય. આજે ત્યાં ચૂનાની ભઠ્ઠીઓ જણાતી નથી. તેના માટે બીજું પણ એક અનુમાન કરવાને અવકાશ છે. પૂર્વકાળમાં આ દરવાજા પાસે ભાટી નામના રાજપૂતોનો મહોલ્લો હોય, તો પણ તેનું ભઠ્ઠીવાડો નામ પાડવા સંભવ છે. ગમે તેમ હો પણ આ દરવાજાના નામ માટે બીજુ કોઇ ઐતિહાસિક વિગતો મળતી નથી. તે હકીકત છે. આજે તો આ દરવાજા પાસેનો વિસ્તાર જંગલ જેવો બની ગયો છે. ત્યાં મુસલમાનોએ કેટલેક સ્થળે ઘોરવાડા બનાવ્યા છે. ત્યાંના વિસ્તારમાં કોઇ વસ્તી નહિ હોવાથી તે નિર્જન વેરાન જેવો લાગે છે. દક્ષિણ દિશાનો ત્રીજો દરવાજો ખાનસરોવર નામથી ઓળખાય છે. ઝફરખાને જ્યારે પાટણનો કિલ્લો બંધાવ્યો હતો ત્યારે ખાનસરોવર તળાવ વિદ્યમાન હતું. એટલે પ્રજાવર્ગ આ દરવાજાનું નામ ખાનસરોવર રાખ્યું હશે. એમ કલ્પી શકાય. આ સરોવરની વિગતવાર ચર્ચા “પાટણનાં જળાશયો” નામક પ્રકરણમાં કરવાની છે. એટલે અહીં તેના માટે એટલો જ નિર્દેશ કરી સંતોષ માનીશું. આ દિશાનો છેલ્લો દરવાજો “મોતીશાહ”નો છે. આ દરવાજાને અડીને જ મોતી મસ્જિદ આવેલી હોવાથી તેનું નામ પડ્યું હોય તેમ કહેવાય છે. મોતીશાહ નામ ઉપરથી તે કોઇ શ્રીમંત શેઠ જાણીતા પાટણના આગેવાન હશે એવો તર્ક કરી શકાય. તેમનું મકાન આ દરવાજા પાસે હોય કે તેમણે કોઈ આત્મભોગ આપ્યાના સ્મરણમાં આ નામ રાખ્યું હોય એવી કલ્પના કરવાને અવકાશ છે. પરંતુ તેના માટે બીજી કોઇ હકીકત મળતી નથી. પૂર્વમાં ગુંગડીના દરવાજાથી દોઢસો વાર દૂર, ખડકી બારીનો દરવાજો હતો તેનો એક શિલાલેખ મળ્યો છે. પરંતુ તે દરવાજો આજે અસ્તિત્વમાં જ નથી. એટલે તેના માટે વધુ હકીકત રજુ કરી શકાય તેમ નથી. આમ પાટણના બારે દરવાજાઓનાં નામોની પ્રાપ્ત હકીકતોના આધારે સામાન્ય વિચારણા રજુ કરી છે. તેરમી બારી ગણેશ બારી હતી જે કનસડા અને ફાટીપાળ દરવાજાઓ વચ્ચે આવેલી એમ આગળ જણાવી ગયા છીએ. આજે કનસડા દરવાજા બહાર બાળકોના ક્રિડાંગણનો જે બગીચો છે. તેને અડીને જ ગણેશ દહેરી આવેલી હોઇ તે જીર્ણશીર્ણ હાલતમાં ઉભી છે. ત્યાં કોઈ સ્થળે આ બારી મૂકેલી હશે તેના કોઈ અવશેષો આજે જોવા મળતા નથી. પાટણના જે જે દરવાજાઓના મરાઠાઓના સમયમાં પુનરોદ્ધાર થયો. તે દરવાજે તેમેણ દ્વાર રક્ષક દેવ દેવીઓની પ્રતિમાઓ મૂકાવી છે. જ્યારે જે દરવાજાઓ અખંડ રહ્યા છે તે બધામાં મોટે ભાગે ફૂલવેલ પત્તીઓ અને ચિરાગ દીવા મૂકવાના ઝુમરોનાં શિલ્પો કોતરેલાં જોવા મળે છે. પાટણના બધા દરવાજાઓમાં ઈંડીયો અને ખાનસરોવર દરવાજાઓ બાંધણીની દષ્ટિએ અનન્ય હોઇ યુધ્ધો કે હુમલાઓના બચાવ માટે તે બાંધવામાં આવ્યા હોવાનું તેના તોતિંગ બુરજો અને બાંધણી ઉપરથી જણાય છે. આજે તો પાટણનો કોટ જીર્ણશીર્ણ બની ગયો છે. કેટલેક ઠેકાણેથી તો તેના પાયા પણ જોવા મળતા નથી અને ભિન્ન ભિન્ન થઈ ગયો છે. પાટણ સુધરાઇએ પણ તેના કેટલાક દરવાજાઓ પાડી નાખી માર્ગો પહોળા બનાવ્યા છે જ્યારે કેટલોક તુટેલો ભાગ લોકોની સલામતી માટે અકસ્માત ન થાય તે દષ્ટિએ પાડી નાખ્યો છે. સામાન્યતઃ પાટણના કિલ્લાનો ઘેરાવો પાંચ માઇલનો હોવાનું કહેવાય છે. પાટણની રચના વખતે કે પાછળથી બંધાવેલા કોટ સિવાય શહેરમાં પણ બીજા કેટલાક દરવાજાઓ હમણાં સુધી વિદ્યમાન હતા. નાગરવાડેથી કપાશીવાડા તરફ જતાં વચ્ચે એક બુલંદ Page #194 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૧ દરવાજો હતો. જે હમણાં થોડાક વર્ષો અગાઉ પાડી નાંખવામાં આવેલ છે. હિંગળાચાચરમાં મોટા રાજમાર્ગ ઉપર એક દરવાજો ગણપતિની પોળ પાસે હતો. જે આજથી વીસ પચીસ વર્ષો ઉપર પાડી નાખવામાં આવ્યો હતો. સુખડીવટથી રસણીયાવાડા તરફ જતાં રસણીયાવાડા પાસે એક મોટો દરવાજે હમણાં સુધી ઉભો હતો. જે હમણાં થોડાં વર્ષો ઉપર પાડી નાખવામા આવ્યો છે. તેની બહારની બાજુ એક ફારસી શિલાલેખ ચોડેલો હતો. તેમાં જણાવ્યું હતું કે ‘“રબિ ઉસ્સાની પહેલી તારીખે સન ૧૧૪૦ હીજરીમાં નવાબ મોચીલ્લા અલ્કાબ સર બુલંદખાન બહાદુરની સુબેદારીમાં અને ખાન અમીનની ફોજદારીમાં તથા મીરજાઅલી કુલીબેગના સમયમાં બેલ ચોકીના દરોગા ફકીદર દરગાહીના વહીવટથી આ કામ તૈયાર થયું.'' આ શિલાલેખનું વાંચન ગુજરાત વિદ્યાસભાના ફારસી વિદ્વાન સ્વ. અબુઝફર નદવી પાસે કરાવ્યું હતું. આ શિલાલેખ ઉપરથી તે ઇસવીસનના અઢારમાં સૈકામાં બંધાવ્યો હોય કે સુધરાવ્યો હોવાનું સમજાય છે. તદ્ઉપરાંત તે સમયના કેટલાક મુસ્લિમ અધિકારીઓના નામો પણ જાણવા મળે છે. પાટણના બજાર વચ્ચે ઘીવટાની પોળ પાસે એક નીચા કદનો દરવાજો આજ સુધી ઉભો હતો. જે સંવત ૨૦૨૪માં સુધરાઇએ અવરજવરની સંકડાશના કારણે પાડી નંખાવ્યો છે. તેના ઉપર એક શિલાલેખ આગળથી બાજુમાં હતો. ચાચરીમાં કંપાણી પાડા નજીક પણ એક દરવાજો ઉભો હતો. જે આજથી દસ પંદર વર્ષો પૂર્વે પાડી નાખવામાં આવ્યો છે. સૌથી મોટો અને શિલ્પકલા કૃત્તિવાળો એક મોટો દરવાજો આજે પણ ભૂતનાથના અખાડાની સામે ઉભો છે. તે તોતિંગ દરવાજાની બાંધણી ઉપરથી તે મહત્વના સ્થાન ઉપર બંધાવ્યો હશે એવું અનુમાન કરી શકાય. મંદિરો અને મઠોની સામે દરવાજાઓ બંધાવવાની પરંપરા ગુજરાતમાં પ્રાચીનકાળથી ઉતરી આવી છે. એટલે ભૂતનાથન અખાડાની સામે તે મઠના કોઇ મહંતે આ દરવાજો મરાઠાઓના શાસનકાળે બંધાવ્યો હોય તેમ લાગે છે. તેની બંને બાજુ ભીંતોમાં કેટલીયે સુંદર પ્રતિમાઓ કંડારેલી છે. તેમાં કોઇ શાસ્રીય ક્રમ પુરઃસરાના શિલ્પોની રચના મૂકી નહિ હોવાથી તે પ્રાચીન પાટણના અવશેષોમાંથી મળેલ મૂર્તિ શિલ્પોને લાવી અહીં ભીંતમાં ચોડી દીધી જણાય છે. આમ શહેરની અંદર પણ કેટલેક સ્થળે નાના મોટા દરવાજાઓ પૂર્વકાળમાં બંધાયેલા જેમાંથી આજે તો ફક્ત એકલો ભૂતનાથના અખાડા સામેનો દરવાજો જ બચવા પામ્યો છે. શહેરના મધ્યભાગે ત્રણ દરવાજા નગર નિર્માણ કરનારે જ બંધાવ્યા હતા. જેની સામાન્ય હકીકત આગળના પ્રકરણમાં આપી ગયા છીએ. આ દરવાજાઓ અમદાવાદના ત્રણ દરવાજાઓ કદમાં મોટા અને સ્થાપત્યમાં પણ મુસ્લિમશૈલીના મીનારાઓ બનાવી તેની અંદર દીવો મૂકવાનું ઝાળીયું બનાવેલું છે. આ દરવાજામાં નીચે બારીઓ મૂકેલી છે. જેમાં થઇ એક દરવાજામાંથી બીજા દરવાજામાં જઇ શકાય. પરંતુ આ દરવાજાઓ પુરાઇ ગયા છે. એટલે તેની બારીઓ આજે જોઇ શકાતી નથી. ઇ.સ. ૧૯૨૭-૨૮માં તેના પાયાનું ખોદકામ કરવામાં આવેલું. ત્યારે તે બારીઓ જોવામાં આવેલી તેટલું જ નહિ પણ દરવાજાની મુખ્ય કુંભીઓ આજના જમીન તળથી પંદર ફૂટ નીચે આવેલી હતી. તેના ઉપરથી આ ભવ્ય દરવાજાઓ ઊંચા અને બુલંદ હશે તેના ખ્યાલ આવી શકે છે. અમદાવાદના ત્રણ દરવાજા પાટણનીજ નકલ છે. એમ કહેવામાં આવે તે અયોગ્ય નહિ ગણાય કારણ કે, ‘“પાટણ જોઇ અમદાવાદ વસ્યું.'' એ લોકોકિત જાહેર જનતામાં પ્રચલિત જ છે. ‘‘ગુજરાતનું પાટનગર Page #195 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૨ અમદાવાદ’’ આ વિદ્વાન લેખક સ્વ. શ્રી રત્નમણિરાવભાઇ ભટ્ટે તેમના આ ગ્રંથમાં સ્પષ્ટતઃ કબુલે છે કે અમદાવાદ પાટણ શહેરની જુદી નકલ હશે એમ વધારે સંભવ છે. હાલનું પાટણ શહેર અણહિલવાડ પાટણનો ત્રીજો અવતાર છે. એટલે અસલ પાટણની રચના કેવી હશે ?. એ પણ ધારવું એટલું અગર વધારે મુશ્કેલ છે. બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવ્યું ત્યારે પાટણની ગણત્રી હિંદના સારાં શહેર તરીકે થતી હતી અને ગુજરાતના બાંધકામ કરનારાઓને આ એક જ શહેર નમૂનારૂપ હતું. ભદ્રના કિલ્લાના વર્ણનમાં મિરાતે અહમદીમાં સ્પષ્ટ લખ્યું છે કે, એ પાટણના કિલ્લાના ઘાટનો બાંધવામાં આવ્યો હતો અને ભદ્ર કહેતા એટલે અહમદનગર અને ચાંપાનેરના કિલ્લાઓનાં નામો પણ ભદ્ર પડચાં આ ઉપરથી એમ ખાત્રીપૂર્વક માની શકાય છે કે, અમદાવાદની બાંધણીમાં પાટણની નગર રચના ઉપર ખાસ આધાર રાખવામાં આવ્યો હોય, શહેરનો સાધારણ આકાર, રસ્તા વગેરે ઉપરાંત પોળો અને મહોલ્લાઓની બાબતમાં પણ અમદાવાદે પાટણનુંજ અનુકરણ કર્યું છે. ટુંકમાં અમદાવાદ પાટણની રચના પ્રમાણે બંધાયું હતું. જે સમયે પાટણનું સ્થાન ગુજરાતનાં શહેરોમાં પ્રથમ પંક્તિમાં આવતું. Page #196 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૩ હાલના પાટણના બચેલા દરવાજાઓ Page #197 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા - ૧૭૪ . નવા પાટણના બચેલા પાંચ દરવાજા પૈકીનું એક દરવાજો અને બુરજ Page #198 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૨ લોકકથાઓમાં પાટણ ૧૭૫ કનૈયાલાલ ભાઈશંકર દવે લોક કથાઓમાંની બધી જ વાતોને અવગણી શકાય નહિ. લોક કથાઓના પાત્રો, સ્થળો અને ઘટનાઓ સંશોધન માગે છે. આમ લોક કથાઓમાં સંપૂર્ણ નહિ તો ઇતિહાસની કાચી સામગ્રી જરૂર સંગ્રહાયેલ કહેવાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ કદાચ દંતકથાઓનું મૂલ્ય ઓછું આંકવામાં આવે તો પણ, લોક સમાજમાં પ્રચલિત સારી યા ખોટી લોકકથાઓ તત્કાલિન સમાજ, પરિસ્થિતિ અને સંસ્કૃતિનો સારો એવો પરિચય આપી જાય છે. જનશ્રુતિનો ઉદ્ગમ કોઇપણ વ્યક્તિ કે સમારંભની પશ્ચાદ્ભૂમિમાંથી સ્વયંભૂ બનતાં, તેમાં તેની પ્રશસ્તિ યાતો ઉત્કૃષ્ટ ગુણોનું મૂલ્યાંકન સારી અગર નરસી રીતે પ્રગટ કરવામાં આવે છે. આમ જનશ્રુતિનો મુખ્ય આધાર પ્રસંગાનુરૂપ વિશ્લેષણોમાંથી સૂરે છે. આવી લોક શ્રુતિઓ વેરથી આરંભી દરેક કાળમાં સર્જાઇ છે અને દરેક દેશ તેમજ ગામોમાં એક યા બીજી રીતે પ્રતિપાદીત બનતાં લોકબત્રીસીએ ગવાય છે. મહાકાલના આંતરિક ગર્ભમાં આથી જનશ્રુતિઓ અનંત છવાઇ છે. છતાં જેટલી ગવાતાં ચવાતાં અશેષ રહી છે તેટલી આપણે જાણી શકીએ છીએ. તદ્ઉપરાંત જે જે ગ્રંથસ્થ બની તે ગ્રંથોની અંદર સચવાઇ રહી અને પરંપરા પ્રાપ્ત વહેતી રહી તેટલી જ લોકસમાજમાં જીવંત બની. પાટણ માટે પણ આવી સેંકડો લોકન્રુતિઓ તેના ઉદ્ગમથી આરંભી વિનાસ પર્યંતના કાળમાં પ્રાદુર્ભાવ પામી છે તે પૈકી કેટલીક ઐતિહાસિકોએ નોંધી છે. જ્યારે બીજી કેટલીયે લોકકથાઓ લોક જીભે રમી રહેતાં ઉત્તરોત્તર સમાજના વહેણમાં બચી રહી છે. લોકબત્રીસીએ ગવાતી આવી લોકકથાઓના આદિ સ્વરૂપમાં મોટા પરિવર્તનો થયાં છતાં જે કાંઇ હકીકત પ્રાપ્ત થાય છે. તેમાંથી તત્કાલિન, લોકજીવન, જનસ્વભાવ અને સંસ્કારીતાના આછા ઘેરા પડઘા સાંભળી શકાય છે. પાટણના ઇતિહાસમાં આવી કેટલીક લોકકથાઓ સંગ્રહિત કરવામાં આવી છે. જેનાં ઐતિહાસિક દૃષ્ટિએ પ્રબંધ પ્રમાણો મળતાં નથી. છતાં લોકજીભે તે પરંપરા પ્રાપ્ત ઉતરી આવી હોવાથી તેમાં કોઇપણ તથ્ય હોવાનું અનુમાન કરી શકીએ ઇતિહાસના પાને અંકિત થયેલ જનશ્રુતિઓ સુપ્રસિધ્ધ હોવાથી અને તેની નોંધ લીધી નથી. તો પણ કેટલીક નોંધવા યોગ્ય જનશ્રુતિઓને એમાં સમાવિષ્ટ કરવાનું ઉચિત માન્યું છે. પાટણની સ્થાપના કરનાર વનરાજનું જીવન વૃત્તાંત લોકશ્રુતિઓના આધારે જ સચવાયું છે. તેની જીવન ઝરમર પ્રબંધોમાં સંગ્રહાઇ હોવા છતાં તે પ્રબંધોની રચના વનરાજ પછી પ૦૦ વર્ષો બાદ થયેલી છે. અર્થાત્ તેનું ઇતિવૃત્ત પ્રબંધકારોએ તે જનશ્રુતિઓને આધારે જ સંગ્રહ્યું છે. આથી જ તેનો પિતા કોણ ? તે હજુ સુધી નિશ્ચયાત્મક રીતે ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ કરી શકાતું નથી. ત્યારબાદ ચાવડા રાજાઓ કેટલાયે થયા પણ કોઇ ગ્રંથસ્થ પુરાવો સપ્રમાણ માહિતી રજુ કરતો મળતો નથી. ત્યારબાદ ચાવડા રાજાઓ કેટલાયે થયા, પણ કોઇ ગ્રંથસ્થ પુરાવો સપ્રમાણ માહિતી રજુ કરતો મળતો નથી. ચાવડાઓ પાસેથી મૂળરાજને રાજગાદી કેવી રીતે અને કેવા સંજોગોમાં મળી તેની પ્રામાણિક Page #199 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૬ હકીકત કોઇ તત્કાલિન ગ્રંથકારે નોંધી નથી. પ્રબંધાત્મક સાધનો વડે તે ને મામા પાસેથી રાજ્ય મળ્યું પણ તેનો પિતા રાજા કનોજનો ગુજરાતમાં ક્યાંથી આવ્યો, ચૌલુક્યો સાથે સંબંધ ચાવડાઓએ કેવી રીતે બાંધ્યો તેની સપ્રમાણ માહિતી મળતી નથી. દયાશ્રયકારે પણ તે બાબતમાં મૌન સેવ્યું છે. ટૂંકમાં મૂળરાજનું અતિવૃત્ત આચાર્ય હેમચંદ્ર જેવા વિદ્વાન પણ લોક પરંપરામાં સચવાઇ રહેલ જનકૃતિને આધારે જ રહ્યું. ત્યાર બાદ થયેલ સોલંકી રાજવીઓનાં ચરિત્રો પણ તેમને વૃદ્ધ પરંપરામાં સચવાઇ રહેલ જનશ્રુતિને પ્રમાણ ગણી આલેખ્યા. કર્ણ સોલંકીથી સાચો ઇતિહાસ તેમની જાણમાં આવેલો છતાં તેમણે એવી કેટલીક હકીકતો લોકકથાઓના આધારે રજુ કરી છે. કર્ણ સોલંકી મહાલક્ષ્મીનો અનન્ય ઉપાસક હતો. તેણે પુત્ર પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીની આરાધના કરી વરદાન મેળવ્યું અને સિદ્ધરાજનો જન્મ થયો. મહાલક્ષ્મી પ્રત્યક્ષ થયાની હકીકત ઐતિહાસિક કરતાં ધાર્મિક દૃષ્ટિએ પ્રમાણિક ગણી શકાય. છતાં આ વાત જનતામાં સુપ્રસિધ્ધ થયેલી. આથી જ લોકબત્રીસીએ ગવાતી હકીકતને ચૌલુક્ય વંશ સંકીર્તનમાં તેમને સ્થાન આપ્યું. સિદ્ધરાજને તો લોકો દેવાંશી જ માનતા હતા. તેના માટે અનેક લોકકથાઓ જનતામાં પ્રવાહિત બનેલી. બાબરાભૂતની દંતકથાઓ તો આજે પણ ગ્રામ્યજનતામાં સારી રીતે પ્રચલિત બની છે. આચાર્ય હેમચંદ્ર દ્વયાશ્રયમાં તેને ભૂત વ્યંતર કે યક્ષરાક્ષસ જેવો લોકોત્તર જણાવ્યો નથી. છતાં પૌરાણિક પાત્રાલેખન તરીકે તેનો પિતા લંકાનો વતની હતો અને તે ખર રાક્ષસના વંશમાંથી ઉતરી આવ્યો હોવાનું જણાવી રાક્ષસ જેવો તો બતાવ્યો છે જ. સરસ્વતી પુરાણકારે પણ તેને રાક્ષસ કચ્છો છે. એટલું જ નહિ, પરંતુ તેના વંશનો ઇતિહાસ રજુ કરતાં તેનું આદિ વતન લંકા જણાવી તે રાવણના વંશનો હોવાનું જણાવ્યું છે. બીજી વાત યોગીનીઓની છે. કાલીપ્રમુખ યોગીનીઓ પાટણમાં આવી રાજાનો ભેટો થતાં કહેવા લાગી યશોવર્માને નમન કરો. તમારું કલ્યાણ થશે સિદ્ધરાજે તેનો પરાસ્ત કર્યો તેથી નાશી ગઈ. સિદ્ધરાજે માળવા પર ચઢાઈ કરી ત્યારે પણ આ યોગીનીઓ એક રાત્રે કૃત્યાતંત્ર કરતાં સિદ્ધરાજનું પૂતળું બનાવી મંત્રતંત્રથી તેનું મરણ થાય તેવા ઉપાયો કરતી સિદ્ધરાજના જોવામાં આવી. સિદ્ધરાજે યોગીનીઓ સાથે યુધ્ધ કર્યું અને હરાવી. આથી યોગીનીઓ પ્રસન્ન થઇ અને વરદાન આપ્યું. જા તું માલવાને જીતી યશોવર્માને પરાજીત બનાવીશ. આ હકીકત આજના સમાજમાં તો શ્રદ્ધેય લાગે જ નહિ. આચાર્ય હેમચંદ્ર સિદ્ધરાજને દેવાંશી ઠરાવવાં અગર તો લોક પ્રચલિત વાર્તાઓને પોતાના ગ્રંથમાં નોંધી હોવાનું આથી જાણી શકાય છે. બીજી તેવી જ વાત કનકચૂડ નાગની છે. વાસુકી નાગનો મિત્ર રત્નચૂડ તેનો પિતા થાય. હુલ્લડ નાગ વરૂણ દેવના વરદાનથી શક્તિશાળી બની બેઠો હતો અને તે કાશ્મીરમાં રહેતો તે પાતાળને પાણીમાં ડુબાડી નાખવા લાગ્યો. આથી પાતાળના નાગોએ પ્રાર્થના કરી કે દર વર્ષે તમારું પૂજન કરી અમો તમારૂં સર્વોપરીપણું સ્વીકારીશું. આથી તે શાંત થયો. એ પ્રમાણે એક નાગ કાશ્મીરમાં તેની પૂજા કરવા જતો. એક વખત દમનકના મિત્ર કનકચૂડને જવાનું થયું. પણ કાશમીરમાં હીમ પડે છે. એટલે શરીરે ચોપડવા ઉપ લેવા તે તેની સ્ત્રી સાથે પાટણ આવ્યો અને સરસ્વતીના કિનારા પાસે એક વનમાં કુવાની અંદર ઉષ લેવા ઉતરવા લાગ્યો પણ તે કુવામાં ઘણી મધમાખીઓ રહેતી હોવાથી તેની સ્ત્રી તેને Page #200 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા १७७ રોકવા લાગી, આ પતિ પત્ની વચ્ચે કુવામાં પડવાની વાતચીત થતી હતી તેવામાં રાત્રી ચર્ચા જોવા નીકળેલ સિદ્ધરાજ ત્યાં આવ્યો. સિદ્ધરાજે તેમની બધી વાત સાંભળી અને કુવામાંથી ઉષ લાવી આપ્યો. આથી તે પ્રસન્ન થયા અને સિદ્ધરાજને પાતાળ પધારવા જણાવ્યું. સિદ્ધરાજે તેને સલામત રીતે પહોંચાડવા બાબરકને પાળા મોકલ્યો. આ હકીકતમાં પણ સિદ્ધરાજને લોકોત્તર મનુષ્ય તરીકે પ્રસિધ્ધ કરવાની જ ધારણા દ્વયાશ્રયકારની હોય તેમ જણાય છે. ઐતિહાસિક દષ્ટિએ પાતાળના નાગોને બર્બર લોકો ત્રાસ આપતા હોવાથી બર્બકને મોકલી સિદ્ધરાજે બર્બર લોકોનો ત્રાસ દૂર કર્યો. એટલું જ સનાતન સત્ય છે. છતાં આચાર્ય હેમચંદ્ર લોકકથાનું સ્વરૂપ આમાં ઉતારવા પ્રયત્ન સાધ્યો છે. સરસ્વતી પુરાણકારે પણ આ વસ્તુને અંગુલી નિર્દેશ કર્યો છે. સિદ્ધરાજને લોકો ભૂતપ્રેતને વશ કરનારો દેવી માનવ તરીકે માનતા હતા. તે નિત્ય પરદુઃખ ભંજન વિક્રમની માફક રાત્રે નગર ચર્ચા જોવા નીકળતો. આથી પ્રજાની કેટલીય ખાનગી હકીકત તેના જાણવામાં આવતી. રાજ્ય સભામાં બેસી તે લોકોની વાતો ચર્ચતો ત્યારે સભાજનો તાજુબ થતાં. આ સિવાય તેને સોમનાથે સિદ્ધરસની ક્રિયા બતાવી હોવાથી તે શિકારી વિક્રમની માફક તે પ્રજાને અનુષ્ય બનાવવા ઇચ્છતો હતો. સોમનાથ સુવર્ણ સિદ્ધિ આપવાથી તે સિદ્ધરાજ કહેવાયો હોવાનું યાશ્રયકાર કહે છે. સિદ્ધરાજના સમકાલિન એક મહાન વ્યક્તિ આવી જનશ્રુતિની નોંધ સ્પષ્ટ રીતે કરે આ એક નોંધવા લાયક હકીકત છે. વધુમાં સોમનાથ જતાં રસ્તામાં લંકાના રાજા વિભિષણ સાથે થયેલ મેળાપનો ઉલ્લેખ આપેલો છે. ભગવાન રામચંદ્રને થયે હજારો વર્ષો કે અનંતકાળ થયો છતાં વિભિષણ સિદ્ધરાજને મળે તેતો એક પ્રચલિત દિંતકથાજ મનાય. ગુજરાતમાં ઘેર ઘેર ગવાતી જશમા ઓડણની લોકકથા પરંપરાગત ભાટ ચારણોએ સારી રીતે ફેલાવી છે. સહસ્ત્રલિંગ તળાવના કામ માટે આવેલ ઓડ લોકોમાં સ્વર્ગ કિન્નરી જેવી જશમાં તેના પતિ સાથે પાટણ આવે છે. સિદ્ધરાજ તેનાં પાછળ રૂપધેલો બની પ્રણય યાચે છે. સતી જશમાં તેનો ઇન્કાર કરતાં રાજા તેના પતિ તથા કેટલાય ઓડોને મારી નાંખે છે અને જશમાં મોઢેરા પાસે સતી બની પ્રાણાપણ આપી સતીત્વ જાળવી રાખતી હોવાનું કહેવાય છે. આ પ્રસંગનો એક રાસડો ગુજરાતમાં સ્ત્રીઓ સારી રીતે ગાય છે. આ પણ એક જનશ્રુતિ જ છે. કારણ કે તેના માટે એક પણ ઐતિહાસિક પ્રમાણ હજુ સુધી મળ્યું નથી. છતાં આ પ્રસંગ ગુર્જર સમાજમાં ખૂબ ગવાઈ સિદ્ધરાજના ચારિત્ર્યમાં દોષારોપણ કરે છે. હાલનાં પાટણની ઉત્તરે સહસ્ત્રલિંગના કિનારા ઉપર આજથી આશરે ૪૦-૫૦ વર્ષે પૂર્વે તેની દહેરી બાંધવામાં આવી છે અને દર વર્ષે દેશ પરદેશથી સેંકડો ઓડ લોકો અષાઢ સુદ અગિયારશે અહીં આવી તેનો મહોત્સવ ઉજવે છે. સિદ્ધરાજ જેવો દક્ષ, વીર અને સંસ્કારી રાજવી આવો અત્યાચાર કરે તે સંભવિત નથી. છતાં આ લોકકથાનો પ્રચાર ખૂબ જોરશોરથી ચાલ્યો આવ્યો છે. આવી જ બીજી વાત રાણકદેવી માટેની છે. સિદ્ધરાજને રાણકદેવી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી પણ રાખેંગાર તેની સાથે લગ્ન કરી દે છે. બંને વચ્ચે કલેશ જામતાં સિદ્ધરાજે રાખેંગાર ઉપર ચઢાઈ કરી તેને મારી નાંખે છે અને રાણકદેવી વઢવાણ પાસે રાખેંગારનું માથું લઈ સતી થાય છે આ હકીકતને ઐતિહાસિક પ્રમાણેનું સમર્થન હોવા છતાં તેમાં પણ સિદ્ધરાજના ચારિત્ર પણ શંકા Page #201 -------------------------------------------------------------------------- ________________ १७८ યુગે યુગે પાટણની પ્રભુતા લાવી, તે રાણકદેવીને રાણી તરીકે લાવવા ઇચ્છતો હોવાનું લોક કથાકાર જણાવે છે. પ્રબંધકારો રાણકદેવીનું નામ સોનલ દેવી જણાવતા હોવા છતાં રાણક નામ ક્યારે અને ક્યાંથી પ્રચારમાં આવ્યું તે એક કોયડો જ છે. દંતકથા પ્રમાણે ખેંગારને મારી નાંખ્યો હતો એ વાતને ઇતિહાસથી પ્રમાણિત કરી શકાય તેમ નથી કારણ દોહદના શિલાલેખમાં તેને કારાગૃહમાં નાખી બંદીવાન બનાવ્યાની નોંધ છે. આવી જ વાત ખેંગારની લડાઈ વખતે તેના ભાણેજે દેસલ અને વીસલે ફૂટી જઇ સિદ્ધરાજને કિલ્લાના ગુપ્ત રસ્તાઓ બતાવ્યાની છે. ટુંકમાં ઐતિહાસિક હકીકત કરતાં રાણકદેવીની સારી વાત લોકકથાના આધારે વધુ પ્રચાર પામી છે. | મુસ્લિમ તવારીખકારોએ સિદ્ધરાજ માટે નોંધ લેતાં તેને મુસલમાન ધર્મ સ્વીકાર્યો હોવાનું સૂચવ્યું છે. મિરાતે અહમદીમાંથી તેવી બે ત્રણ કથાઓ મળે છે. સૈયદ મહંમદ બહમન સિદ્ધરાજના રસોઇયા તરીકે તેની પાકશાલામાં રહ્યો હતો. ઘણા વરસ રહ્યો પણ ખબર પડી નહિ એક વખત આ વાત સિદ્ધરાજના જાણવામાં આવતાં તેને અકિનમાં નાંખવા જણાવ્યું. સૈયદ મહંમદ બહમને ખુદાની : બંદગી કરી તેથી ત્યાં તાજાં ફૂલોના ઢગલા સ્વરૂપે તે અદશ્ય થયો. રાજાએ તે કૂલો સહસ્ત્રલિંગની નજદીક દટાવ્યાં. આજે દરગાહ ત્યાં બનાવવામાં આવી છે. આ મુસ્લિમ સાહિત્યકારોએ ઉપજાવેલી કેવળ કપોલ કલ્પિત દંતકથા જ છે. આવું જ બીજુ વર્ણન બાબા હાજી રજબ માટેનું છે. તેણે પણ સિદ્ધરાજને મુસલમાન ધર્મ સ્વીકારાવ્યો હોવાનું જણાવ્યું છે. ત્રીજી કથા વોરાકોમનો ધર્મગુરૂ અબદુલ્લા યમનથી ખંભાત આવ્યો. તેણે ચમત્કારોથી ખંભાતની હિંદુપ્રજાને મુસલમાન બનાવી. છેવટે સિદ્ધરાજના કાને આ વાત આવતાં તેને પકડવા લશ્કર મોકલ્યું. તેના ચમત્કારથી લશ્કર આગળ વધી શક્યું નહિ. રાજા જાતે ગયો અને તેના ઉપદેશથી મુસલમાન બન્યો. આ બધી હકીકતો કેવળ કપોલકલ્પિત રીતે ઉપજાવી કાઢેલી છે. એટલે ઐતિહાસિક દષ્ટિએ તેમાંથી કાંઇ પ્રમાણિક માહિતી મળતી નથી. સિદ્ધરાજ સર્વધર્મ ઉપર સમાન ભાવ રાખતો એ વાત ઇતિહાસ પ્રસિધ્ધ છે. તેના રાજ્યમાં મુસલમાન ધર્મોને પણ સુખશાંતિ હતા. તેની પ્રતિ ખંભાતમાં બનેલ ખતીબાના વૃતાંત પરથી થઇ જાય છે. આ કારણથી જ મુસલમાનોએ તેને મુસ્લિમ ધર્મ પ્રત્યે અનુરાગવાળો માની લીધો હોય તે બનવા જોગ છે. તે ચૂસ્ત સનાતની શૈવધર્મનો પરમ માહેશ્વર હતો. છતાં સંતો અને લોકપ્રિય બનેલી રાજાઓની પાછળ જેમ દંતકથાઓ ગુંથાય છે તેમ સિદ્ધરાજ માટે પણ આવી જનશ્રુતિઓ દરેક ધર્મવાળાઓએ ચલાવી હશે એમ સમજાય છે. કુમારપાળના રાજ્યકાળ દરમ્યાન કેટલીક કિંવદંતીઓ જૈન અને બ્રાહ્મણ ગ્રંથકારોએ નોંધી છે. જેના માટે ઐતિહાસિક પ્રમાણો મળી શકતાં નથી. મોઢ બ્રાહ્મણોના ધર્મારણ્ય પુરાણમાં જૈન અને શૈવ ધર્મના સંધર્ષોની આવી કથાઓ સંગ્રહાઇ છે રાસમાળામાં પણ સ્વ. ફાર્બસ સાહેબે તેની નોંધ રજુ કરી છે. આ લોકવાર્તા આજે પણ પાટણમાં લાખુબાડ નામ શાથી પડયું. તેના સમર્થનમાં ગવાય છે. આચાર્ય હેમચંદ્ર અને શંકરાચાર્ય વચ્ચે અમાસ તથા પૂનમ સંબંધી વિવાદ થયો. આ હેમચંદ્ર અમાસને પૂનમે જણાવી તેમજ મંત્રતંત્રના પ્રભાવથી કૃત્રિમ ચંદ્ર બનાવ્યો. શંકરાચાર્યના કહેવાથી ઘોડા ઉપર તપાસ કરવા માણસ મોકલ્યો તેણે આવીને જણાવ્યું કે આ ચંદ્રનું અજવાળું ફક્ત બાર ગાઉ સુધી જ Page #202 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૯ જણાય છે. આથી હેમચંદ્રાચાર્યનું કથન અસત્ય ઠર્યું. પછી શંકરાચાર્યએ કુમારપાળને જણાવ્યું કે અમુક દિવસે આ નગરમાં મોટું પૂર આવશે અને નગરને ડુબાડી દેશે. શંકરાચાર્યના જણાવ્યા પ્રમાણે રાજાને મોટું પૂર તે દિવસે આવતું હોય તેમ જણાયું આથી તે રાજા મહેલના સૌથી ઊંચા માળે ચઢચો પણ પૂરતો વધતું જ ચાલ્યું. શંકરાચાર્યે જણાવ્યું કે હમણાં એક નાવડી જોવામાં આવી. રાજા બારીએથી નાવડામાં બેસવા જતો હતો પણ શંકરાચાર્યએ રોક્યો. હેમચંદ્રાચાર્ય અને બીજા સાધુઓ જેમાં બેઠા પણ આ બધું કલ્પિત હોવાથી તેટલે ઊંચેથી નીચે પડી બધા મરણ પામ્યા અને જૈન ધર્મમાંથી શંકરાચાર્યે શૈવ બનાવ્યો જ્યાં અગાડી સાધુઓ પડી મરણ પામ્યા તે ખાડાનું નામ લાખુખાડ પડ્યું, કેટલાક તો અહીં લાખ સાધુઓ મરણ પામ્યાનું જણાવી લાખુખાડ નામથી વ્યુત્પત્તિ જણાવે છે. આ એક સંધર્ષ કથા જૈન અને શૈવ ધર્મો પ્રત્યે ચાલતા કલહની છે. જે પરંપરા પ્રાપ્ત લોકવાણી દ્વારા વૃદ્ધોમાં સચવાઇ રહી છે. જેને રાસમાળાકારે સંગ્રહી છે. પદ્મપુરાણ તથા ધર્મારણ્ય પુરાણમાંથી પણ આ કથાનું મૂળ જાણી શકાય છે. ગોરજીઓના પુનમી આવ્યાગચ્છની આવી જ બીજી લોકકથા ઝમોરની છે. જે લોકો પુનમને અમાસ માનનારા હતા તેઓના ગોરજીઓ પુનહીઆગચ્છના કહેવાયા. કુમારપાળનું લગ્ન મેવાડના સીસોદીયા કુટુંબમાં થયું હતું. સીસોદીયાઓ તો ચુસ્ત શૈવ ધર્માવલંબી. આ રાજાની કન્યાને તેડવા કુમારપાળે માણસો મોકલ્યા ત્યારે ધાર્મિક માન્યતામાં વાંધો આવ્યો. કન્યાએ જણાવ્યું કે હું ચુસ્ત શૈવ હોવાથી જૈન ધર્મ અંગીકાર કરીશ નહિ. કુમારપાળના દસોંદી જય દેવ ભાટે ખાત્રી આપી કે તમારે જૈન ધર્મ સ્વીકારવાની જરૂરત નથી. રાજા કુમારપાળ બળજબરીથી જો તમોને પાળવાનું કહેશે તો હું તમોને અહીં પહોંચાડીશ. ભાટની જામીનગીરી સાથે સીસોદણી રાણી પાટણ આવી, પણ કુમારપાળે જૈન ધર્મ સ્વીકારવા આગ્રહ કર્યો તેમાં કેટલીક રકઝક ચાલી પણ રાણીએ માન્યું નહિ. ભાટે પોતાની જામીનગીરી આપેલી એટલે પોતાનું વચન રાખવા રાત્રે છાનામાના રાણીને લઇ મેવાડ લઇ ગયો. ખબર પડતાં તેણે બે હજાર ધોડેસવારનું સૈન્ય રાણીને પાછી લાવવા મોકલ્યું. ઇડર પહોંચવામાં માત્ર દશજ ગાઉ બાકી હતા તેટલામાં લશ્કરે રાણી અને તેને લઇ જનારાઓને પકડી પાડડ્યા. બંને વચ્ચે યુધ્ધ થયું અને રાણીએ જાણ્યું કે પકડાઇ જઇશ એટલે તેણે રથમાં આપધાત કર્યો. જયદેવ ભાટેને તો પોતાની કીર્તિ ગઇ જાણી ખૂબ રોષે ચડચો અને પોતાનું જીવન આત્મ બલિદાનથી સમર્પવા ઇચ્છયું પોતાની લાજ ગઇ, તેમજ આપેલું વચન પાળ્યું નહિ તેથી તે સિદ્ધપુર ગયો અને પોતાની જ્ઞાતિ ભાઇઓને જણાવ્યું કે રાજાના અત્યાચારથી મારી પ્રતિષ્ઠા નહિ પણ આપણી સમસ્ત કોમથી પ્રતિષ્ઠા ગઇ તે માટે જેને મારી સાથે ઝમોર કરવાની ઇચ્છા હોય તેઓએ આવવું. ત્યારબાદ સિદ્ધપુર પાટણ અને બીજા સ્થાનોએ ચિતાઓ ખડકી કેટલાય ભાટો ઝમોર કરી મરણ પામ્યાં. જૈન અને શૈવ ધર્મનો સંધર્ષ વ્યક્ત કરતી આ દંતકથા ઐતિહાસિક દૃષ્ટિએ તથ્ય વગરની છે. સિદ્ધરાજ અને કુમારપાળ બંને જૈન ધર્મ પ્રત્યે પ્રેમ રાખતા હોવા છતાં તેમણે પોતાનો કુળ ધર્મ કદી પણ છોડયો નથી. બંને ‘‘પરમમાહેશ્વર’’ અને કુમારપાળ તો ‘‘ઉમાપતિવરલબ્ધરાજ્ય'' આવા બિરૂદને શોભાવતા હતા. એટલે તેમના રાજ્ય અમલમાં આવા પ્રસંગો બન્યા હોય તેમ માનવાને કારણ નથી. વાદ વિવાદ ચાલતા. એકબીજાના ધર્મની સર્વોપરીતા બતાવવા પ્રયત્ન કરતા છતાં આવા અત્યાચારી પ્રસંગોને કારણે બન્યું હોય તેમ માની Page #203 -------------------------------------------------------------------------- ________________ ધી છે યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૦. શકાય નહિ, ધર્મારણ્યપુરાણમાં પાણીના કારણે સાતસો ચુમોતેર બ્રાહ્મણો અગ્નિમાં બળી મર્યા નોંધ છે. આ લોકકથા પાછળના વખતમાં જૈન અને જૈનેતરો વચ્ચે કોઈ વખત થયેલ મતભેદના કારણે લોકમાનસમાંથી પ્રાદુર્ભાવ પામી હોવાનું લાગે છે. જેમ લાખ સાધુઓના મરણથી લાખખાડ નામ પ્રચલિત બન્યું તેવી જ એક કથા હેમખાડ માટેની છે. આચાર્ય હેમચંદ્રના મરણ બાદ તેમની ચિતા ભસ્મ લેવા સારાએ નગરનાં માણસો ઉમટ્યાં અને તે ભસ્મ ઉપરાંત ત્યાંથી માટી પણ લોકો લઇ ગયા. આથી ત્યાં મોટો ખાડો પડ્યો જે “હેમખાડ” થી ઓળખાવા લાગ્યો. જૈન પ્રબંધોકારોએ આ હકીકત નોંધી છે. કુમારપાળ પછીના રાજવીઓના ચરિત્રોમાં કોઇક વખતે લોકકથાનાં મિશ્રણ જોવા મળે છે. પરંતુ અમર વિકમ તરીકે ખ્યાતનામ બનેલ સિદ્ધરાજ જયસિંહની દંતકથાઓ જેટલી કોઇપણ રાજા માટે જાણવામાં આવી નથી. અવંતિના પરદુઃખભંજન વિક્રમની પણ આવી કેટલીયે જનશ્રુતિઓ ગ્રંથોમાં આલેખાઈ છે. જૈન પ્રબંધોમાંથી કેટલાક મહાજનો અમાત્યો અને કર્મચારીઓના બુદ્ધિ - ચાતુર્ય માટે આલેખાયેલી આવી કથાઓ મળી આવે છે. તે બધાની ટૂંક સમાલોચના આપીએ તો પણ આ પ્રકરણનું કલેવર વધી જવા સંભવ છે. મયણલ્લાપાને મિનલદેવી કદરૂપી હોવાથી કર્ણને ગમતી નહતી. મુંજાલ મહામાત્ય બુદ્ધિ કૌશલ્યથી વારાંગનાના બદલામાં એક રાત્રે કર્ણના અંતઃપુરમાં. મિનળદેવીને મોકલી ત્યારબાદ સિદ્ધરાજનો જન્મ થયો. આ હકીકત ઇતિહાસથી વેગળી છે. દયાશ્રયકાર કદાચ આ વસ્તુને રાજાનું ખોટું લાગે તેથી છુપાવે, પરંતુ ત્યારબાદ વાઘેલાઓના રાજ્યકાળમાં વસ્તુપાળના વિદ્યામંડળમાં થઈ ગયેલ સોમેશ્વર અને બીજા વિદ્વાનો ગુજરાતના ઐતિહાસિક કાવ્યોમાં આ સંબંધી એક શબ્દ પણ નોંધતા નથી. આથી જૈન પ્રબંધકારોએ પાછળથી દંતકથા જેવી આવી હકીકતો પ્રબંધોમાં નોંધી હોવાનું જાણવા મળે છે. આમ ગુજરાતના પ્રબંધાત્મક ઐતિહાસિક સાધનોમાં લોકકથાઓનું મિશ્રણ આરંભ કાળથી થતું આવ્યું છે. દરેક દેશ, ગામ કે શહેર માટે વિવિધ કિવદંતિઓ સમાજમાં વહેતી હોય છે. તેવી જ રીતે અણહિલપુરની સ્થાપના તેનું નામકરણ, ભૂમિની પસંદગી, તેના મંત્રી ચાંપાની શુરવીરતા તેમજ શ્રીદેવીના હાથે થયેલ રાજતિલક વગેરે હકીકતો પ્રબંધકારોએ લોકવાણીના આધારે જ આલેખી છે. સ્વ. કનૈયાલાલ ભા. દવે Page #204 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૧ ૫૩) પાટણના કુશળ મંત્રીઓ કનૈયાલાલ ભાઇશંકર દવે પાટણના વિકાસમાં સમ્રાટો અને સામ્રાજ્ઞીઓની માફક જ તેના ચતુર મંત્રીઓનો મોટો ફાળો છે. મંત્રી જૈન હોય કે વૈષ્ણવ એમણે માત્ર પાટણના વિસકામાં જ રસ દાખવ્યો છે. પ્રજાના તમામ વર્ગ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ રાખી કુશળ વહીવટ કર્યો છે. મંત્રીઓએ જેમ રાજ્ય કારોબાર સંભાળ્યો એમ યુધ્ધમાં પણ મોખરે રહી યુધ્ધ ખેલ્યાં છે અને કેટલાક મંત્રીઓએ તો ઉત્તમ સાહિત્ય સર્જન પણ કર્યું છે. પાટણના ઇતિહાસને ઉજ્જવળ બનાવવામાં જે જે મહાપુરૂષોએ પોતાનો ફાળો આપ્યો છે. તેમાંના કેટલાક મહાજનો અને રાજપુરૂષોની ટુંકી પિછાન કરાવવાનો અહીં પ્રયત્ન કરવામાં આવેલ છે. પાટણમાં સેંકડો કરોડાધિપતિઓ અને લક્ષાધિશો રહેતા હતા. એમ અણહિલપુરના વર્ણનમાં આગળ જણાવી ગયા છીએ. તે બધાના નામોનો આપણી પાસે ક્યાંથી મળે ? પરંતુ જે જે મહાજનોએ પાટણનો વિકાસ સાધવામાં રાજાપ્રજા ઉભયનો વિકાસ. રાજાપ્રજા ઉભયનો ઉત્કર્ષ વિસ્તારવામાં આજીવન સેવા આપી છે. તેવા કેટલાક લોક નાયકોની ટુંક ઓળખાણ પાટણના ઇતિહાસમાં જરૂર આપવી જોઈએ તે ઉદ્દેશને નજર સમક્ષ રાખી અહીં તેવા મહાપુરૂષોની સામાન્ય નોંધ રજુ કરવામાં અાવી છે. વનરાજનો મંત્રી નિનય જેને ગાંભુથી પાટણમાં બોલાવી રાખ્યો હતો. તે પ્રાગ્વાટ પોરવાડ જ્ઞાતિનો જૈન મુત્સદ્દી હોવાનું ઇતિહાસ કહે છે. તેણે પાટણમાં ઋષભદેવનો મહાપ્રાસાદ બંધાવ્યો હતો તેની વંશપરંપરા મંત્રીપદ કાયમ ચાલુ રહ્યું હતું. તેના પુત્ર લહેરે મંત્રીપદ સ્વીકારી ઉત્તરોત્તર ત્રણ રાજવીઓનું પ્રદાનપદું સાચવ્યું. લહેર મંત્રી એક સમર્થ યોદ્ધો હતો. તેણે અનેક રાજવીઓ સાથે યુદ્ધ કરી તેઓને હરાવ્યા હતા. વિંધ્યાચળમાં જઇ સેંકડો હાથીઓ પકડી લાવ્યો હતો. તે વિંધ્યવાસિની દેવીનો પૂર્ણ ભક્ત હતો. તેણે અંડસ્થલ હાલમાં સાંથલ ગામમાં આ દેવીનું એક મંદિર બંધાવ્યું હતું. તે વીર અને બાણાવળી હોવાથી ભગવતીનું સ્મરણ કરતાં ધનુષ્ય પર તેની ઉપાસ્ય દેવી બિરાજતાં એમ તે માનતો એટલું જ નહિ પણ પોતાની ઉપાસ્ય દેવી જગદંબાને તે ધનુહાવી દેવી તરીકે પૂજતો. લહેરે વનરાજને કેટલાક હાથીઓ લાવી ભેટ કર્યા હતા. જેથી પ્રસન્ન થઇ વનરાજે તેને અંડસ્થળ-સાંથળ ગામ ઇનામમાં આપ્યું હતું. તેની પરંપરા વીર મહાત્રય (મહેતા) થયો. જે મૂળરાજનો મંત્રીશ્વર બન્યો તે ટંકશાળનો ઉપરી હતો. જ્યાં લક્ષ્મીની છાપવાળા મૂળરાજના સિક્કા બનાવવામાં આવતા. સજ્જન શ્રેષ્ઠી નામનો વૈશ્ય મૂળરાજનો ગોષ્ટિક (ગોઠી) સલાહકાર હોવાનું જાણવા મળે છે. મહત્તમ શિવરાજ મૂળરાજના મહામાત્ય તરીકે જાણીતો હતો. જે હુલ અને જંભક મૂળરાજના પ્રધાનો કે સેનાનાયકો હોવાનું જણાય છે. વયાશ્રય કાવ્યના ટીકાકાર અભયતિલકગણિ જેહુલને ખેરાળુનો રાણક (રાણી) અને જબુકને મહામંત્રી તરીકે નોંધે છે. તેના સમયમાં જય નામનો મહાસાંધિવિગ્રાહક હોવાનું તામ્રપત્ર કહે છે. મૂળરાજના રાજ્યકાળે અશ્વપાલિકનો હોદ્દો શરૂ થયો હતો કે કેમ ? એ સંબંમાં કોઇ ઉલ્લેખ Page #205 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૨ મળતો નથી. પણ તેના દાનપત્રનો લેખક કાયસ્થ જે જકનો પુત્ર કાચન હતા તેના સમયમાં કાધવ નામના એક મહામંત્રી પાટણમાં થઇ ગયેલ છે. જય નામનો મહાસાંધિવિગ્રાહક તેના રાજ્યકાળે વિદ્યમાન હતો. મૂળરાજના પુત્રં ચામુંડના રાજ્ય અમલમાં પણ વીર મંત્રી હોવાનું પ્રભાવક ચરિત કહે છે. આ વીરના પુત્રો નેઢ અને વિમલ થયા. નેઢ ભીમદેવ પહેલાનો મંત્રી હોઇ, તે ગમે તે એક ખાતાનો પ્રધાન હતો. જ્યારે વિમલ ચંદ્રાવતીના દંડનાયક તરીકે નીમવામાં આવેલ હોઇ, તેણે ત્યાં જઇ સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. વિમલ શાહનું ચરિત્ર આપતા તો એક સ્વતંત્ર પ્રકરણ લખી શકાય. વિમલ મંત્રી રાજકાર્ય કુશલ તરીકે વધુ જાણીતો હોવા છતાં તે એક વીર યોદ્ધો પણ હતો. ચંદ્રાવતીનો રાજા ધંધુક ભીમદેવનો સાંમત હતો. પરંતુ પાછળથી ધારાના પરમાર રાજા ભોજના પક્ષમાં ભળી જઇ ભીમદેવનું સર્વોપરીત્વ સ્વીકારતો ન હતો. આથી ભીમે વિમલને ચંદ્રાવતીનો દંડનાયક નીમ્યો. વિમલ શાહએ ધંધુકને સમજાવી ચિત્તોડથી પાછો બોલાવ્યો અને ભીમદેવ સાથે મેળ કરાવી તેને ચંદ્રાવતીનું રાજ્ય સોંપ્યું અને પોતે ભીમદેવના પ્રતિનિધિ તરીકે દંડનાયક તરીકે ત્યાં નિવાસ કર્યો. તે ભગવતી અંબિકાનો પરમોપાસક ગણાતો. તેના કૃપા પ્રસંગથી તેણે આબુ ઉપર વિમલ વસહિ નામનું સંગેમરમરનું વિશ્વ વિખ્યાત મંદિર બંધાવ્યું. આ મંદિર તેની શિલ્પકલા ખાતે ભારત તેમજ વિશ્વના અન્ય સ્થાનોમાં સુપ્રસિદ્ધિ છે. તેનો એક એક પાષાણ કલાશિલ્પની દૃષ્ટિએ ઘણુ ઘણુ કહી જાય છે. તે કલાશિલ્પનું અમર કાવ્ય છે. તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેના સ્તંભો, મંડપો, તોરણો, મદનિકાઓ, પૌરાણિક પ્રસંગો અને નૃત્યાંગનાઓ તેમજ દ્વારશાખાઓ તથા ગવાક્ષો (ગોખલાઓ) માં શિલ્પકલાને અઘતન રીતે કંડારી તેના સ્થપતિએ શિલ્પશાસ્ત્રનો વિશ્વ કોષ રજુ કર્યો છે. વિમલ મંત્રીશ્વરનો આ એક અમર કીર્તિસ્તંભ છે. માધવના નામનો મહામંત્રી ચામુંડના રાજ્યમાં થયો હોવાનું શ્રીધરની આ દેવપાટણ પ્રશસ્તિ પરથી જણાય છે. જાહિલ નામનો વૈશ્ય ભીમદેવનો વ્યયકરણ અમાત્ય (ખર્ચ ખાતાનો પ્રધાન) હોવાનું ઐતિહાસિક ગ્રંથો સૂચવે છે. તેના સમયમાં અંડ શર્મા સાંધિવિગ્રાહક અને દામોદર મહા. સાંધિવિગ્રાહક તરીકે જાણીતા હતા. દામોદર એક વિચક્ષણ ચાણક્ય બુદ્ધિ ધરાવતો રાજપુરૂષ હતો. તેને લોકો ડામરથી પણ ઓળખતા. તેના નામ ઉપરથી જ ગુજરાતીમાં ‘‘ડાહ્યો ડમરો’’ લોકાહિત પ્રચલિત બની હોવાનું સમજાય છે. અર્થાત્ ડામર જેવા ડાહ્યા બનવાનો આદર્શ પણ લોકોમાં વધુ સેવાતો. મહાશ્રી પટલીક તરીકે કાંચનનો પુત્ર વટેશ્વર હોવાનું તેના દાનપત્રો કહે છે. કર્ણદેવના સમયમાં રાજકાર્ય કુશળ અને મુત્સદ્દી વીર મહામંત્રી મુંજાલ થયા. આ સિવાય ધવલક નામનો પણ એક મંત્રી થયા હોવાનું મલ્લચરિત ઉપરથી જાણવા મળે છે. મહામાત્ય સંપત્કર યાને શાન્તુ કર્ણદેવના રાજ્યકાળમાં જવાબદારી ભરેલો મંત્રીશ્વરનો હોદ્દો ધરાવતા હતા. તેના સમયમાં સર્વાદિત્ય અને આહિલના નામો મહાસાંધિવિગ્રાહક તરીકે દાનપત્રોમાંથી મળે છે. દાનપત્રોના અધિકારી તરીકે વટેશ્વરનો પુત્ર કેક્કા નીમાયો હતો. સિદ્ધરાજના રાજકર્મચારીઓમાં મુંજાલ મંત્રીની બુદ્ધિમત્તા માટે જૈન ગ્રંથકારો કેટલીક આખ્યાયિકાઓ રજુ કરી છે. આશુંક નામનો એક મોઢ વૈશ્ય સિદ્ધરાજનો મંત્રી હતો. તેના પિતાનું નામ જાહલ્ય. તે મૂળમંડલી હાલના માંડલનો વતની હોવાનું તેના પ્રતિમાના લેખ પરથી જાણવા મળે Page #206 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૩ છે. તેની પ્રતિમા પાટણના પંચાસરાના પાર્શ્વનાથના મંદિરમાં આજે પણ વિદ્યમાન છે. આ મૂર્તિ તેના પુત્ર અરિસિંહે સંવત ૧૩૦૧માં દેવચંદ્રસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી મૂકી હતી. વાદિ દેવસૂરિ અને કુમુદચંદ્ર વચ્ચે જ્યારે પાટણમાં સિદ્ધરાજના પ્રમુખ સ્થાને વાદ થયો ત્યારે તે પણ ત્યાં હાજર હતો. મુદ્રીત કુમુદચંદ્ર નાટકમાં જણાવ્યા પ્રમાણે આશુક મંત્રીની સલાહથી સિદ્ધરાજે, ઋષભદેવનો એક મહાપ્રાસાદ આ મહાવિવાદના વિજયોત્સવ તરીકે બંધાવ્યો હતો. આજ સમયમાં ઉદયન મંત્રી તરીકે અધિકાર ઉપર આવ્યો હોવાનું પ્રબંધ ચિંતામણી વગેરે ઐતિહાસિક ગ્રંથો જણાવે છે. વનરાજના પ્રધાન જાંબનો વંશજ સજ્જન દંડનાયક તરીકે આ સમયમાં અધિકાર ઉપર હતો. વસ્તુપાળનો પિતા સોમ સિદ્ધરાજના કોષાધિકારી તરીકે જાણવા મળે છે. આ ઉપરાંત આનંદ નામનો વૈશ્ય તે સમયે એક ખાતાનો મંત્રી હતો. ગાંગીય નામનો એક ગૃહસ્થ સિદ્ધરાજનું મંત્રીપદ ધરાવતો. તેનો પુત્ર લાલિંગ, તેનો મહિંદુકના બે પુત્રો દશરથ અને પૃથ્વીપાલ પણ કોઇ એક ખાતાના મંત્રીઓ હતા. સિદ્ધરાજના વ્યયકરણ મહામાત્ય (ખર્ચ ખાતાનો અધિકારી) તરીકે અંબ પ્રસાદનું નામ જાણવા મળે છે. દાદક સિદ્ધરાજના મહામાત્ય તરીકે વધુ જાણીતો છે. તે સમયે દંડનાયક તરીકે પરમવિશ્વાસુ મહાદેવનું નામ ઇતિહાસમાં આલેખાયેલું છે. સિદ્ધરાજે માળવાનો વિજય કર્યા બાદ તે પ્રદેશને ખાલસાકરી ત્યાં પોતાના પ્રતિનિધિ તરીકે મહાદેયને દંડનાયક બનાવી રાખ્યા હતા. ગાંગીય નામનો એક મંત્રી પણ સિદ્ધરાજના રાજ્ય સમય દરમ્યાનમાં થઇ ગયેલ છે પ્રતિહારી જગદેવ જે જગદેવ પરમાર તરીકે લોકકથામાં વધુ પ્રચલિત થયો છે. તે પણ સિદ્ધરાજના સમયમાં ઊંચો હોદ્દો ધરાવતો. સિદ્ધરાજનો તો તે ખાસ અંગરક્ષક અને પરમ રહસ્ય મંત્રી તરીકે આજે પણ લોકોમાં તેંની અનેક લોક વાર્તાઓ પ્રસિધ્ધી બની છે. જે રાસમાળામાં સ્વ.શ્રી ફાર્બસ સાહેબે રજુ કરેલ છે. કુમારપાળના રાજપુરૂષોમાં ઉદયન મહામાત્ય તરીકે ચાલુ રહ્યો છે. આ ઉપરાંત વાગ્ભટ, આલિંગ અને વાય મહામાત્ય તેમજ અમાત્યનો હોદ્દો ધરાવતા હોવાનું ઐતિહાસિક ગ્રંથો ઉપરથી જણાય છે. દંડનાયક સજ્જન પણ તેજ અધિકાર ઉપર રહ્યો છે. સોલ્લાક નામનો જૈન ગૃહસ્થ કુમારપાળના રાજ્યમાં સભાગારનો ઉપરી હોવાથી સામંત મંત્રી સત્રાચારનું બિરૂદ આપવામાં આવ્યું હતું. ચાહડના પુત્ર કુમારસિંહનું કોષ્ઠા ગારિક (કોઠારી) તરીકે નામ જાણવા મળે છે. ભીમદેવના વ્યયકરણ મહામાત્ય જાહિલ્લનો પુત્ર નરસિંહ પણ કુમારપાળનો કોષ્ઠાગા (ખાનગી કારભારી) હોવાનું જણાય છે. આ સિવાય પૃથ્વીપાલ, મહાદેવ, યશોધવલ, અને કપર્ટી વગેરે રાજપુરૂષો અમાત્ય કે મંત્રીશ્વરના અધિકારો ધરાવતા હતા. કપર્દીમંત્રી કુમારપાળના મુખ્ય મંત્રીશ્વર હતા. તેમનો પ્રભાવ કુમાંરપાળના રાજ્યમાં એક ચુસ્ત જૈન મંત્રી તરીકે વધુ પ્રકાશતો. અજયપાળ, કુમારપાળનો ભત્રીજો હોવાથી રાજ્ય વારસ તેજ હતો. છતાં તે ચૂસ્ત શૈવ હોવાથી જૈન ધર્મમાં ગ્લાની આવશે એ ઉદ્દેશથી કુમારપાળના દૌહિત્ર પ્રતાપપાળને ગાદી ઉપર બેસાડવાની વાત ચાલતી તેનો કપર્દી મંત્રી પુરસ્કર્તા હતો. બીજા પણ કેટલાક રાજપુરૂષો તેને લાવવાની પેરવી કરતા હોવા છતાં કુમારપાળના મરણ બાદ અજયપાળ ગાદીએ આવ્યો. અજયપાલ પૂર્વની હકીકત જાણતો હોવાથી તેના વિરોધીઓનો તેણે ગાદી ઉપર બેસતાં જ નાશ કર્યો. શતપ્રબંધના કર્તા અને આચાર્ય હેમચંદ્રના પટ્ટશિષ્યને તપાવેલી તાંબાની પાટ ઉપર બેસાડી મારી નાંખ્યા. તેવી જ રીતે કપર્દી મંત્રીને કડકડતા તેલની કડાઇમાં નાંખી પ્રાણ લીધા. Page #207 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૪ વૈજલ્લ અને ચાહડ નામના દંડનાયકો કુમારપાળના રાજ્યમાં થઇ ગયા છે. વલ્લ નામની વ્યક્તિનો મંત્રી તરીકે ઉલ્લેખ મળે છે. ચાહડ માળવાનો દંડનાયક હોવાનું જણાય છે. તેવી જ રીતે મુલુક પણ સોરઠનો દંડનાયક તરીકે અધિકાર ભોગવતો કુમારપાળના મહાક્ષપટલીકોમાં લક્ષ્મણ, કાયસ્થ પંડિત, મહિપાલ અને વિઘરામના પુત્ર કાલક્યના નામો મળી આવે છે. તેનાં રાજયના મહાસાંધિવિગ્રાહકના હોદ્દા ઉપર દેવણ નામનો રાજપુરૂષ હોવાના ઐતિહાસિક ઉલ્લેખો મળે છે. આગળ જણાવેલા કપર્દી મંત્રી થોડાક વખત અજયપાલના મહામાત્ય તરીકે રહ્યા હતા. ત્યારબાદ આનંદ, આભડ અને મોહપરાજયના કર્તા મોઢ વૈશ્ય યશપાલ મંત્રીઓ હોવાનું જણાય છે. તેના રાજ્યકાળમાં સોમેશ્વર મહામાત્ય હોવાનું ઉદયપુર (માળવા) ના શિલાલેખ ઉપરથી જાણવા મળે છે. તેવી જ રીતે દંડનાયક લૂણ પ્રસાદનું નામ પણ તેમાંથી મળી આવે છે. શોભનદેવ તેના પ્રતિહાર તરીકેનો હોદ્દો ધરાવતો. બાળ મૂળરાજના ટુંકા રાજ્ય અમલમાં રાજપુરૂષોનાં નામો મળતાં નથી. પણ અક્ષપટલીક તરીકે મોઢ વૈશ્ય વૈજલ્લનાં પુત્ર કુમારસિંહનું નામ એક દાનપત્રમાં નોંધાયું છે. ભીમદેવ બીજાના રાજ્યમાં આંબડ તથા અલ્હાદન અને શોભનદેવ તેના દંડનાયકો થઇ ગયા. તેજ સમયમાં થયેલ મહાદાનેશ્વરી બુદ્ધિપાલ, શૂરવીર અને સંસ્કૃત સાહિત્યના પ્રૌઢ વિદ્વાન વસ્તુપાળ અને તેજપાલ બંને ભાઇઓ મહામાત્ય તરીકે ઇતિહાસમાં સુપ્રસિધ્ધ છે. તેમણે ભીમદેવનું ભિન્ન ભિન્ન થયેલ રાજ્ય ટકાવી રાખવામાં સુવ્યવસ્થિત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. પાટણનું ડગમગતું રાજ્ય સિંહાસન આ બંને વીર પુરૂષોએ સ્થિર કર્યું અને તેની પુનર્ભવસ્થા કરતાં ગુજરાતમાં શાંતિ અને સુવ્યવસ્થા સ્થાપી. ગુજરાતનો પ્રતાપી વૈભવ અને શાસન ટકાવી રાખવામાં આ બંને ભાઇઓએ અવિરત શ્રમ અને ખંતપૂર્વક સહાય આપી હતી તેઓ જેવા શૂરવીર હતા. તેવા જ સાહિત્યના આરૂઢ વિદ્વાનો હોવાથી તેમણે કેટલાયે વિદ્વાનોને પુરસ્કાર આપી સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષ સાધ્યો છે. તેમના વિદ્યામંડળમાં કવિવર સોમેશ્વરદેવ અને અમરચંદ્ર સૂરિ જેવા પ્રકાંડ પંડિતો બિરાજતા. ધાર્મિક કાર્યોમાં પણ કરોડો રૂપિયાનાં દાન તેમણે છૂટા હાથે આપેલાં. આબુ ઉપર દેલવાડાના મંદિરોમાં લૂણિગવસહી, શેત્રુજય ઉપર અને અનેક ઠેકાણે ભવ્ય જૈન મંદિરો તેમણે બંધાવ્યા હતાં, કોઇપણ ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા બતાવ્યા વગર જૈનેત્તર ધર્મોના કેટલાંએ મંદિરો, રૂપા, પરબો, સત્રાગારો અને મસ્જીદો બંધાવ્યાનું તેમનું જીવન વૃત્તાંત કહે છે. તદ્ઉપરાંત તત્કાલિન સાહિત્યમાંથી પણ જાણવા મળે છે. તેમણે કરોડો રૂપિયા ખર્ચી પાટણમાં જ્ઞાન ભંડારો સ્થાપ્યા હોવાના ઉલ્લેખો મળે છે. આ બંને મહામાત્યો સિવાય ઠાભૂ અને રત્નપાલ નામના માણસો તેમના મંત્રી મંડળમાં રહ્યા હતા. ભીમદેવના મુદ્દાધિકારી તરીકે રત્નસિંહ અને શોભનદેવના નામો ઐતિહાસિક ગ્રંથો અને ગ્રંથ પ્રશસ્તિઓમાંથી મળે છે. મહાસાંધિવિગ્રાહકો તરીકે ભીમાક, બહુદેવ અને વૈજલ્લના નામો તેનાં દાનપત્રોમાં નોંધાયાં છે. તે સમયે અક્ષપટલીકનો હોદ્દો મોઢ વૈશ્ય કુંમર, કાયસ્થ વોસરી અને સોમસિંહ ધારણ કરતા હતા. સોમરાજ નામનો મહાપ્રતિહાર તે કાળમાં થઇ ગયો છે. વસ્તુપાળનો પુત્ર જયંતસિંહ ખંભાતનો સુબાગીરીનો માનવંતો હોદ્દો ધરાવતો. તેણે પાટણ પાસે ચંદ્રોન્માનપુર (ચંદ્રમાણા) માં જૈન મંદિર, સરોવર, ધર્મશાળા અને સત્રશાળા વગેરે બંધાવ્યા હતાં. તેમને જનમલ દેવી અને પાવી Page #208 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૫ નામની ત્રણ સ્ત્રીઓ હતી. આ જમ્મણદેવીના નામ ઉપરથી ચંદ્રુમાણા ગામ પાસે જમણપુર ગામ વસાવ્યું હોવાનું જણાય છે. આ ઉપરાંત આ બધાં ગામો આજે વિદ્યમાન છે. આ ઉપરાંત રૂપાદેવીના નામ ઉપરથી રૂપપુર, જમનલ દેવીના નામ ઉપરથી જેસલવાસણું વગેરે ગામો બંધાવ્યા હતાં એમ કહેવાય છે. જે ગામો પણ આજે વિદ્યમાન છે. પરંતુ ત્યાંથી કોઇ અવશેષો હજુ સુધી મળી આવ્યા નથી. તેજપાલનો પુત્ર લાવણ્યસિંહ સંવત ૧૨૯૬ એટલે ભીમદેવના રાજ્યમાં ભરૂચના સુબા તરીકે રાજ્ય ચલાવતો. ભીમદેવના રાજ્યકાળ થોડાક વખત ત્રિભુવનપાળે પાટણ ઉપર સત્તા જમાવી રાજ્ય કર્યું હોવાનું જાણવા મળે છે. તે સમયે તેના અક્ષપટલીક બહુદેવ અને મહાસાંધિવિગ્રાહક વૈજલ્લા અધિકાર ઉપર હોવાનું તેનું દાનપત્ર કહે છે. ભીમદેવ પછી ચાલુક્યોની સત્તા પૂરી થાય છે અને વાધેલાઓનું સામ્રાજ્ય જામે છે. વાધેલા વિસલદેવનો મંત્રી પદ્મ હતો. ચતુર્વિશની પ્રબંધમાં તેને કોષાગરિક તરીકે જણાવ્યો છે. અમરસિંહ સૂરિએ તેની પ્રાર્થનાર્થે ચતુર્વિશનિ ચરિત્ર જિનેન્દ્ર ચરિત્ર લખ્યું અને તેનું પદ્મનંદ મહાકાવ્ય નામ પાડ્યું. ઉદયન મંત્રીના પૌત્ર પદ્મસિંહને સલક્ષસિંહ અને સામંતસિંહ બે પુત્રો હતા. આ પૈકી સલક્ષસિંહ વિસલદેવના સમયમાં સૌરાષ્ટ્રનો દેશાધિપતિ થયો. પાછળથી તે લાટનો પણ દેશાધિપતિ થયો હોવાનું શિલાલેખ કહે છે. તેનો દેહાંત નર્મદા તીરે થયો હતો. તેનો ભાઈ સામંતસિંહને મંત્રી તરીકેનો હોદ્દો આપી સૌરાષ્ટ્રનો અધિકારી વિસલદેવે બનાવ્યો. આ સામંતસિંહે પોતાના ભાઇના શ્રેયાર્થે સલક્ષ નારાયણની પ્રતિમા સ્થાપી હોવાનું કાંટેલાનો શિલાલેખ કહે છે. સામંતસિંહ વિસલદેવ પછી ગાદી ઉપર આવેલ અર્જુનદેવના રાજ્યમાં પણ સૌરાષ્ટ્રના અધિકાર ઉપર ચાલુ રહ્યો હતો. તે જ્યારે ત્યાંનો અધિકારી હતો ત્યારે તેણે સમુદ્રકો દ્વારકા જવાના રસ્તામાં આવેલ રેવતીકુંડ જીર્ણ થવાથી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પોતાની માતાના કલ્યાણ અર્થે તેણે તેમાં નવીન પગથિયાં બંધાવી વાવ સમાન એ પવિત્ર તીર્થ સમરાવ્યું તેટલું જ નહિ પણ તેમાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, નવદુર્ગા, શિવ અને જલશાયિની પ્રતિમાઓ પણ તેમાં સ્થાપી. વળી તેમાં નવીન મંદિર બંધાવી બળરામ અને રેવતીની પ્રતિમાઓ બેસાડી, આ કુંડની સાથે એક કુવો અને ઢોરને પાણી પીવા માટે હવાડો પણ બંધાવ્યો હતો એમ તેનો શિલાલેખ જણાવે છે. વિસલદેવના રાજ્યની શરૂઆતમાં તેજપાલ મહામાત્ય હતો. સંવત ૧૩૦૪માં તેના મરણ બાદ નાગર જ્ઞાતિના નાગડને મહામાત્ય નીમવામાં આવ્યો. આ સિવાય શ્રીવર્દમ અને મૂળરાજના નામો તેના મંત્રી તરીકેના મળે છે. જે કોઇ ખાતાના ઉચ્ચાધિકારીઓ હશે તેના સમયમાં મહાસાંધિવિગ્રાહકના હોદ્દા ઉપર શ્રીધર અને મહાશ્રી પટલિક ગોવિંદના નામો દાનપત્રો ઉપરથી મળે છે. વિસલદેવ પછી અર્જુનદેવના સમયમાં મહામાત્ય માલદેવનું નામ મળે છે. સૌરાષ્ટ્રનો દેશાધિપતિ સામંતસિંહ પણ તેના રાજ્યમાં ચાલુ હોવાનું આગળ જણાવી ગયા છીએ. ત્યારબાદ પાલ્ય સૌરાષ્ટ્રનો સુબો નીમાયો. ગિરનારના એક શિલાલેખમાંથી તેનું નામ મળે છે. તેના પછી ગાદી પર આવનાર સારંગદેવ વાઘેલાના મહામાત્યોમાં કાન્ત, વાધૂમ, મધુસૂદન અને માધવના નામો મળે છે. દેશાધિપતિ તરીકે પાલ્ડ ચાલુ રહ્યો હતો જ્યારે મુદ્રાધિકારી પેથડ હોવાનું દાનપત્રો નોંધે છે. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણ વાધેલો અથવા તો કરણઘેલો થયો. જેના પ્રધાન માધવ થયો. જેની આખ્યાયિકા ઇતિહાસ પ્રસિધ્ધ છે. તેણે જ ગુજરાતને મુસલમાન સત્તા Page #209 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૬ નીચે સોંપ્યું. કર્ણની ટૂંક કારકીર્દિમાં બીજા કોઈ મોટા અધિકારીઓના નામો ન મળી છે તે સ્વાભાવિક છે. અણહિલપુર પાટણનો સાંસ્કૃતિક અને રાજકીય વિકાસ સાધવામાં આગળ જણાવેલ રાજય કર્મચારીઓ અને મંત્રીશ્વરોનો નાનો સુનો ફાળો નથી. તેઓએ પાટણનું જ નહિ પણ ગુજરાતનું ગૌરવ વધારવામાં એક યા બીજી રીતે અપૂર્વ ફાળો આપ્યો છે. જેમની કીર્તિગાથા ટૂંકમાં અહીં રજુ કરવામાં આવી છે. પાટણમાં અનેક મહાજનો વ્યાપાર કુશળ અને મુત્સદ્દીગીરીના ઊંડા અભ્યાસીઓ થઈ ગયા છે. જેમનાં નામો ઇતિહાસના પાને આલેખાયાં નથી. થોડાક નામો ઐતિહાસિક પ્રબંધોમાંથી જાણવા મળે છે. પણ તેમનો સંપૂર્ણ પરિચય તો મળી શકતો જ નથી. શ્રેષ્ઠી છોડાકનું નામ કેટલીક ઐતિહાસિક નોંધોમાંથી મળે છે. આભડ શેઠ જે પહેલાં નિધન હતા પણ ભાગ્ય અને પુરૂષાર્થના બળે તેઓ કરોડાધિપતિ થયા હતા. સિદ્ધરાજના સલાહકારોમાં તેમનું નામ મળે છે. આભડ શેઠ એક ગર્ભશ્રીમંત મહાજન હતા. તઉપરાંત દોહટ્ટ શેઠનું નામ જૈન ગ્રંથકારોએ નોંધ્યું છે. જેમના નામનો દોહટ્ટ વસતી મહોલ્લો અણહિલપુરમાં હતા. કુબેર નામનો એક લક્ષ્મીનંદન પાટણમાં થઇ ગયો છે. જેના મહાલયનું અભૂત વર્ણન મોહપરાજયમાં નોંધાયું છે. સોનાક એક ગવૈયો હતો. સિદ્ધરાજના રાજ્ય અમલમાં તે એક ભારત વિખ્યાત સંગીતાચાર્ય માનાતો. તેણે સંગીતથી સુકાયેલા વૃક્ષને નવ પલ્લવિત બનાવ્યાની હકીકત પ્રબંધ ચિંતામણીમાં સંગ્રહાઇ છે તેના નામનો એક મહોલ્લો સોલાક વસ્તી અણહિલપુરમાં હોવાનું જૈન ગ્રંથ પ્રશસ્તિઓ ઉપરથી જાણી શકાય છે. માંગૂઝાલા એક વીર યોદ્ધો હતો. તે ઝાલાવંશનો ક્ષત્રિય હોવાથી માંગૂઝાલાથી વધુ વિખ્યાત ગણાતો. પોતાની પાસે કાંઇપણ હથિયાર સાથે રાખતો નહિ. એક વખત રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે “હાજરસો હથિયાર” એ સૂત્રો જણાવતાં પ્રબંધ ચિંતામણીએ તેના પરાક્રમની એક વાત નોંધી છે. તેમાં જણાવ્યા પ્રમાણે એક પ્રસંગે મહાવતે તેના ઉપર હાથી ચલાવ્યો ત્યારે તેણે ત્યાં બેઠેલું કુતરૂં ઉપાડી હાથીના મર્મસ્થાન ઉપર માર્યું અને હાથીની પૂંછડી પકડી એવો ખેંઓ કે હાથીની નસો તૂટી ગઈ અને મરણ પામ્યો. પાટણ ઉપર એક વખત કોઈ રાજા ચડી આવ્યો ત્યારે તે વીરતાથી તેના લશ્કર સાથે લડડ્યો અને વીરગતિને પામ્યો. તેજ સ્થાને મરણ પામો તે સ્થળ માંગુ સ્પંડિલથાનક નામથી પ્રસિધ્ધ થયું. આજે તે ક્યાં હશે તે જાણી શકાતું નથી. પાટણના વીર યોદ્ધાઓમાં જગદેવ પરમારનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે સિદ્ધરાજના રાજપુરૂષોમાં તેની સામાન્ય નોંધ આપી છે. આ મહાપુરૂષે ગુજરાતમાં ભારે નામના મેળવેલી. તે કોઈ કારણથી દક્ષિણ ભારત છોડી પાટણ આવેલો. તે સાંતરકુળનો હોઇ મિનળદેવીના ભત્રીજા કદબરાજી જેયકેશી બીજાનો મશિયાઈ ભાઈ હતો. સંવત ૧૨૦૫-૦૬માં પશ્ચિમી ચાલુકય રાજા જગદેવ મલ્લ બીજાનો સામા અને પટ્રી પોખુચ્છપુરનો રાજા હતો. પ્રબંધ ચિંતામણીકારના કથન પ્રમાણે તે ત્રિવિધ વીર એટલે દાનવીર, યુદ્ધવીર અને દયાવીર તરીકે વધુ પ્રસિધ્ધ પામેલો. સિદ્ધરાજના પ્રતિહારી તરીકે તેની નામના ઐતિહાસિકોએ આલેખેલી છે પણ પ્રતિહાર એટલે દ્વારપાલ નહિ પરંતુ અંગરક્ષક ખાતાનો સર્વોચ્ચ સેનાપતિ. સિદ્ધરાજનો પરમ વિશ્વાસુ અને રહસ્યમંત્રી જેવો મહત્વનો અધિકાર ધરાવતો. કીર્તિ કૌમુદીમાં સોમેશ્વર ત્યાં સુધી જણાવે છે કે “જગદેવ પરમાર વગર પાટણની આવી ખરાબ દશા આજે થઈ છે એ પ્રતિહાર હતો ત્યાં સુધી ગુર્જરોને શહેરમાં શત્રુઓ પેસી શકતા નહિ.” Page #210 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૭ આ તેની અભૂત વીરયોદ્ધા તરીકેની પ્રસિદ્ધિ સૂચવે છે. રાસમાળામાં તેમજ પ્રબંધ ચિંતામણીમાં તેના પરાક્રમોના અનેક પ્રસંગ નોંધાયા છે. સિદ્ધરાજના મરણ બાદ અગર તો તે પહેલાં તે પાટણ છોડી દક્ષિણમાં ચાલ્યો ગયો હોવાનો ઇતિહાસ કહે છે. આમ રાજ્યકર્મચારી ઉપરાંત અનેક શેઠીયાઓ અને વરિયોદ્ધાઓએ પાટણની પ્રગતિમાં અપૂર્વ ફાળો નોંધાવ્યો છે. - ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે. અહીં (પાટણમાં) વાસ કરવાના રસલોભથી કમલા (લક્ષ્મી) શારદા (સરસ્વતી) સાથે કલહ ન કરતી નથી. અર્થાત શ્રી અને સરસ્વતી બન્ને સાથે સંપથી અહીં નિવાસ કરે છે. શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, સમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદનાં છ અંગોમાં આ નગર (પાટણ)ના લોકો અગ્રેસર છે. આ નગર (પાટણ) જાણે પૃથ્વીના હારમાંના સત્તાવીશ મોતીઓમાંનું એક હોય તેમ અને મહાનગરોમાં અણમૂલ છે. . સહસ્ત્રલિંગ સરોવરને ફરતાં શિવ અને વિષ્ણુનાં મંદિરો શોભી રહ્યો છે તેથી તે જાણે પૃથ્વી માતાના કુંડળને ફરતી મોતીની હાર હોય તેવું શોભે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪) પાટણ, પાન, પિરાણપટ્ટણ કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણની જાહોજલાલી અનેક પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. પાટણ નામ સંસ્કૃત પત્તન શબ્દ ઉપરથી ઉતરી આવેલ હોઇ કોઇપણ નગર માટે તે સર્વસામાન્ય રીતે વપરાય છે. ભારતનાં કેટલાંયે શહેરોના નામ પાછળ પાટણ શબ્દ તે દષ્ટિએ વપરાયો હોવાનું જાણવા મળે છે. પ્રભાસપાટણ, ઝાલરા પાટણ, વિઝાગાપટ્ટણ, મછલીપટ્ટણ વગેરે નામોમાં પાટણ શબ્દ શહેરના પર્યાય તરીકે ખાસ કરીને વપરાયો છે. તે જ નિયમે વનરાજે વસાવેલ ગુજરાતના પ્રાચીન પાટનગરને અણહિલપુર પાટણ તરીકે ઓળખાવતા. અણહિલપુરનો વિનાશ થતાં તેની નજદીકમાં જે નવું શહેર ફરીથી વસાવવામાં આવ્યું તેનું ફક્ત “પાટણ” નામ રાખવામાં આવતાં લોકપ્રસિદ્ધિમાં તે નામ વધુ વિખ્યાત થયું અને આજે ગુજરાત તેમજ બહારના પ્રાંતોમાં તે સિદ્ધપુર પાટણ તરીકે જ ઓળખાય છે. અણહિલપુર પાટણનો નાશ થયા બાદ હાલના પાટણની સ્થાપના ક્યારે કરવામાં આવી તેની ચોકકસ તારીખ અત્યાર સુધી મળતી નહોતી પરંતુ હમણાં જ પ્રાપ્ત થયેલ સંવત ૧૪૩૩ના એક દસ્તાવેજના આધારે આ નવીન શહેરની સ્થાપના ઇ.સ. ૧૪00 થી ૧૪૪૭ સંવત ૧૪૫૬ થી ૧૪૬૩ સુધીમાં થઈ હતી એમ જાણવામાં આવ્યું છે. જો કે સંવત ૧૪૬૩માં જૂનું અને નવું એમ બે નગર પાટણ વિદ્યમાન હોવા છતાં કચેરીઓ અણહિલપુર પાટણમાં હતી અને રાજશાસકો પણ ત્યાં જ રહેતા હતા, પરંતુ વસ્તીનો મોટોભાગ નવીન પાટણમાં રહેવા આવી ગયો હતો. આ વખતે ઝફરખાન બીન વઝીઉલમુલ્ક ગુજરાતનો સુબો હતો અને અણહિપુર પાટણમાં તેની મુખ્ય કચેરીઓ હોવાથી તે અને તેના રાજકર્મચારીઓ ત્યાંજ નિવાસ કરતા હતા. ઇ.સ. ૧૪૧૦ સંવત ૧૪૬૬માં ગુજરાતના સ્વતંત્ર સુલતાન તરીકે તેનો પૌત્ર અહમદશાહ ગાદીએ આવતાં તેણે ગુજરાતના પાટનગર તરીકે અમદાવાદની સ્થાપના કરી, પાટણને પોતાના રાજ્યનો એક પ્રાંત બનાવ્યો એટલું જ નહી પણ ત્યાંની મુખ્ય કચેરીઓ અમદાવાદ ખસેડતાં, અણહિલપુર પાટણ જે ઘણું જ જીર્ણ અને પરાસ્ત થઇ ગયું હતું તે સાવ નિર્જન બની ગયું. જે થોડી ઘણી વસ્તી ત્યાં રહેતી હતી તે પણ નવીન પાટણમાં રહેવા આવી ગઈ. આમ અણહિલપુર પાટણ ઇ.સ. ૧૪૧૦-૧૧ સુધી વિદ્યમાન હોવા છતાં હાલના પાટણની સ્થાપના સંવત ૧૪૫૬ થી ૧૪૬૩ સુધીમાં જઈ હોવાનું જાણવા મળે છે. • - હાલના પાટણની સ્થાપના ગુજરાતના સુબા ઝફરખાને કરી હતી. દિલ્હીની પાદશાહત નબળી પડતાં તેને ગુજરાતના સ્વતંત્ર સુલતાન બનાવાના કોડ જાગ્યા, તે વખતે અણહિલપુર પાટણ તન્ન જીર્ણ થઈ ગયેલ હોવાથી સલ્તનતની સ્થાપના માટે સૌથી પ્રથમ તેને કિલ્લેબંદીવાળું રાજધાની નગર બંધાવવાની અગત્યતા જણાઈ અને સુલતાન થયા અગાઉ હાલના પાટણની સ્થાપના કરતાં શિલ્પ સ્થાપત્યના નિયમ પ્રમાણે સુંદર નગર રચનાવાળું આલિશાન શહેર બંધાવ્યું. આજે તો આ શહેરનો કિલ્લો કેટલેક ઠેકાણેથી પડી ગયો છે છતાં મોટા ભાગનો દુર્ગ અને દરવાજાઓ મોજુદ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૯ આ કિલ્લાનો આકાર સામાન્ય દષ્ટિએ ચોરસ હોવા છતાં ઘણે ઠેકાણે ખાંચા પાડેલા જોવામાં - આવતા હોવાથી નગર રચના વખતે તેની ખાસ ચોકસાઈ રાખવામાં આવી હોવાનું જણાતું નથી. ઉલટ તે સમયના કારીગરો અને દેખરેખ રાખનાર અમલદારે જમીનની અનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે કોટનો પાયો નાખી તેમાં જુના પાટણના અવશેષો, પાષાણો અને ઈંટો વગેરે વાપરી આ કિલ્લો બાંધ્યો હોવાનું જણાય છે. આ દુર્ગમાં અણહિલપુરના કેટલાયે મહાલયો અને મંદિરોના અવશેષો જેવા કે સ્તંભો, કુંભીઓ, ઝંધાઓ, વારશાખાઓ, શિખરના ભાગો, તોરણો તેમજ ખંડિત-અખંડિત પ્રતિમાઓને જેમ તેમ ચોડી ચણી દીધી છે. આજે આ નગરના કુલ અગિયાર દરવાજાઓ અનુક્રમે પૂર્વથી બગવાડો, ગુંગડી, મીરાં, ભઠ્ઠીવાડો, ખાનસરોવર, મોતીશા, કનસડો, ફાટીપાળ, અધારો, કોઠાકૂઇ, છિડીયો વગેરે વિદ્યમાન છે. જ્યારે બારમો દરવાજે તન પરાસ્ત થઇ ગયો હોઇ તેનું નામનિશાન બચવા પામ્યું નથી. આ બારીનો દરવાજો ગુંગડીથી દક્ષિણે દોઢ સો વાર દૂર હતો એમ ગુંગડી દરવાજા ઉપરનો ફારસી શિલાલેખ કહે છે. આ શહેર બાંધવામાં અણહિલપુરનો કેટલોક ભાગ મેળવી લેવાયો હોવાનું જણાય છે. આ બધા દરવાજાઓનાં નામ ત્યાંથી નજદીકમાં આવેલ કોઈ મંદિર, મસ્જિદ, તળાવ, કૂવો કે કોઈ ગામ જવાના માર્ગ ઉપરથી રાખવામાં આવ્યાં હોવાનું સમજાય છે. જ્યારે ફાટીપાળ અને કનસડો એ નામો કેટલીક ઐતિહાસિક વિગતો રજૂ કરે છે. સહસ્ત્રલિંગ સરોવરની પાળ નદીના પૂરને લઇ કોઇ વખત ફાટી ગઇ હતી જે અણહિલપુરના વિનાશમાં મુખ્ય કારણભૂત છે. તે હકીકતનું સમર્થન આ દરવાજાના નામ ઉપરથી સૂચિત થાય છે. જ્યારે કનસડોકર્ણસર્યો અર્થ ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કર્ણ વાધેલો આ દિશાના કોઇ ધારથી નાસી ગયો હોવાનું તેના અભિધાનના આધારે સમજાય છે. પાટણ શહેરની લંબાઈ પૂર્વ-પશ્ચિમ ૪૫૦ ફૂટ અને પહોળાઈ ઉત્તર-દક્ષિણ ૬૪૦ ફૂટની હોઇ તેને ફરતો કોટ લગભગ સાડા ત્રણ માઇલના ઘેરાવામાં છે. આ શહેરની ચારે બાજુ ચાર દિશામાં મુખ્ય ચાર મોટાં તળાવો બાંધેલા હતા. તે પૈકી પશ્ચિમનું સહસ્ત્રલિંગ સરોવર આજે કેટલાયે વર્ષોથી • પુરાઇ ગયું છે. જેનો કેટલોક ભાગ હમણાં ઉખનન કરી બહાર મૂકવામાં આવેલ છે. જ્યારે ઉત્તર દિશામાં આવેલ પિતાંબર તળાવનો ઘણો ખરો ભાગ તૂટી ગયેલ હોઇ દિવસે દિવસે તે પુરાતું જાય છે. આથી ફક્ત ચોમાસામાં જ તેની અંદર પૂરતું પાણી રહે છે. પૂર્વ દિશાનું ગુંગડી તળાવ જેના નામ ઉપરથી તે બાજુના દરવાજાનું નામ ગુંગડી દરવાજો રાખેલ છે. તે પણ વરસાદના પાણી સાથે ઘસડાઈ આવતી માટી અને કચરાથી દર સાલ પુરતુ રહે છે. આ તળાવ પ્રાચીન હોઇ તેની નોંધ સંવત ૧૪૮૨માં લખાયેલી એક જૈનપટ્ટાવલીમાંથી મળી છે. આથી આ નગરના નવનિર્માણ વખતે ગુંગડી તળાવ વિદ્યમાન હતું જેના ઉપરથી ત્યાંના દરવાજાનું નામ રાખ્યું હોવાનું પુરવાર થાય છે. દક્ષિણ બાજુ આવેલ ખાનસરોવર તળાવ આશરે ૧૨૭૩ ચો.ફૂટ પૂર્વ-પશ્ચિમ અને ૧૨૨૮ ચો. ફૂટ ઉત્તરદક્ષિણ લંબાઈ પહોળાઈવાળું છે. તે ચારે બાજુથી પથ્થરબંધ બાંધવામાં આવેલ હોઇ, તેમાં અણહિલપુર પાટણના ખંડેરોના જ પથ્થરો વપરાયા હોવાનું જણાય છે. આજે તો તેનો દક્ષિણ ઓવારો તૂટી ગયેલો છે છતાં ત્રણ બાજુના ઓવારા પાણી આવવાનાં ગરનાળાં નિકાસનું નિર્ગમનદ્વાર અને પાણી ગળાઇ આવે તે માટેના કલામય કોઠાઓ વગેરે મોજુદ છે. સહસ્ત્રલિંગની માફક આ સરોવરમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૦ પણ પાણી ગળાઇને આવે તેટલા માટે શિલ્પ સ્થાપત્યની સુંદર રચના રજુ કરતાં તેમાં કોઠાઓ અને ગળણીઓ મૂકી છે. આ તળાવ અકબરના દુધભાઇ ખાને અઝીઝ મીર્ઝા કોકાએ ઇ.સ. ૧૮૮૯૯૦માં બંધાવ્યું હોવાનું હોય કહેવાય છે. પરંતુ તેના માટે કોઇ શિલાલેખ કે ગ્રંથસ્થ પુરાવો હજુ સુધી મળ્યો નથી. ફક્ત ખાનસરોવર નામના આધારે તે ખાને અઝીઝ મીર્ઝા કોકાએ બંધાવ્યું હોવાના ફક્ત તર્ક છે. કદાચ બીજા કોઇ ખાને પણ તે કેમ ન બંધાવ્યું હોય ? તેના માટે બીજો પણ એક તર્ક છે. આ નગરના દરવાજાઓનાં નામ ત્યાં નજદીકમાં આવેલ મંદિર, મસ્જિદ કે તળાવના નામ ઉપરથી પાડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. અર્થાત્ પાટણ શહેરના નવનિર્માણ વખતે ત્યાં આ બધાં મંદિરો, મસ્જિદો કે તળાવો વિદ્યમાન હશે જ એમાં તો શક નહિ. દાખલા તરીકે બગવાડે બક રાક્ષસને મારી બેસાડવામાં આવેલ બગેશ્વર મહાદેવ, ગુંગડી દરવાજે ગુંગડી તળાવ અને મોતીશા દરવાજે મોતી મસ્જિદ વગેરેનું સ્થાનોનું કિલ્લાના સ્થાપત્ય કાળે અસ્તિત્વ હતું. તેના ઉપરથી જ દરવાજાઓનાં નામ ચરિતાર્ય થયાં છે. ત્યારે ખાનસરોવર પણ આ નગરના નિર્માણ વખતે વિદ્યમાન હોવું જોઇએ. નહિતર આ નવીન બનાવેલ કિલ્લાના દક્ષિણ તરફના દરવાજાને ખાનસરોવર નામ કેવી રીતે આપી શકાય ! પાટણનો આજે જણાતો કોટ ઇ.સ. ૧૪૧૦માં તો ઝફરખાને નવીન બંધાવી દીધો હોવાનું એક પ્રાચીન દસ્તાવેજ દ્વારા માલુમ પડયું છે. એટલે ખાનસરોવરનું સ્થાપત્ય તે અગાઉનું હોય તેમ માનવાને કારણ છે. અકબરનો સુબો ખાન મીર્ઝા અઝીઝ કોકલતાશ ઇ.સ. ૧૫૭૩ થી ઇ.સ. ૧૬૧૧ સુધી ચાર વખત ગુજરાતના સુબા તરીકે આવી ગયો. અર્થાત્ પાટણની સ્થાપના થયા બાદ સાઠ સીત્તેર વર્ષો પછી તે ગુજરાતનો સુબો થયો હતો અને ખાનસરોવર તો પાટણના સ્થાપત્યકાળે વિદ્યમાન હોવું જોઇએ એમ આપણે આગળ જણાવી ગયા છીએ. આથી ખાન મીર્ઝા અઝીઝ કોકલતાશ તે બંધાવ્યું હોવાની માન્યતા નિરાધાર કરે છે. ઉત્તર ગુજરાતનાં પુરાતન સ્થાપત્યો નામક ગ્રંથમાં ડૉ. બર્જેસ ખાનસરોવરની જગાએ પહેલાં કોઇ હિંદુ રાજાએ બંધાવેલ તળાવ હતું એમ અનુમાન છે. ફક્ત ખાન મીર્ઝાએ તેનો પુનરોદ્ધાર કર્યો હતો એટલું સ્પષ્ટ રીતે જણાવી તેના નામ ઉપરથી ખાનસરોવર નામ રાખ્યું હોય એવી કલ્પના મૂકી છે. પણ ઐતિહાસિક દૃષ્ટિએ વિચારતાં પાટણના સ્થાપત્યકાળે આ સરોવર વિદ્યમાન હતું અને અલફખાને ગુજરાત સર કર્યા બાદ કોઇ સુબાએ બંધાવ્યું હશે, જેણે પોતાના નામ ઉપરથી ખાનસરોવર એવું નામ રાખ્યું હોય એમ જણાય છે. ડૉ. બર્જેસના કથન પ્રમાણે ખાન મીરઝા અઝીઝના અમલ દરમ્યાન તેનો જીર્ણોદ્ધાર થયો હતો એમ માની શકાય છે. જો ખાન મીર્ઝા અઝીઝના પુનરોદ્ધાર કરાવ્યા પછી આ સરોવરનું નામ રાખવામાં આવ્યું હોય તો તે પહેલાં આ સરોવર અને તેની નજદીકના દરવાજાનાં નામો કેવા હતાં તેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ટૂંકમાં અકબરના સુબા ખાન મીર્ઝા અઝીઝ કોકલતાશે આ સરોવર બંધાવ્યું ન હતું પણ । તેનો પુનરોદ્ધાર કર્યો અને તેના નામ ઉપરથી ખાનસરોવર નામ પડયું હોવાની લોકોકિતમાં ઝાઝું વજુદ મૂકી શકાય તેમ નથી. હાલના પાટણમાં અણહિલપુરનો પૂર્વ વિભાગ જોડાયો હતો કે કેમ ? તેના માટે ચોક્કસ પ્રમાણો મળતાં નથી, પરંતુ ગુજરાતના પહેલા મુસલમાન સુબા અલપખાને હિંદુ મંદિરમાંથી તૈયાર કરેલ આદીના મસ્જિદ જે ૧૦૫૦ આસરના સ્તંભો ધરાવતી હતી અને મુખતુમજાથી ૧૦૦ વાર દૂર Page #214 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૧ પાછળની બાજુ આવેલ હતી. તે પ્રાચીન શહેરના મધ્યભાગે આવેલી હોવાનું મિરાતે અહમદીમાં જણાવ્યું છે. ત્યાંથી પશ્ચિમમાં દૂર દૂર સુધી ફેલાયેલો અણહિલપુરનો વિસ્તાર જોતાં પૂર્વમાં પણ તેટલો વિસ્તાર હોય તે સ્વાભાવિક છે. આથી હાલના પાટણમાં અણહિલપુરનો પૂર્વ વિસ્તાર કેટલોક સમાવ્યો હોવાનું જણાય છે. આ સિવાય ત્રણ દરવાજા ઉપર મૂકવામાં આવેલ કિલાચંદ કલૉક ટાવરના બાંધકામ વખતે તેની નીચે ખોદકામ કરતાં ઇ.સ. ૧૯૨૭-૨૮માં જમીનથી ૨૦ ફૂટ નીચે દરવાજાની કુંભીઓ તથા સડક નીકળી હતી, જે અણહિલપુરના કોઇ પ્રાચીન દરવાજાની હોવાનું અનુમાન છે. આથી અણહિલપુરનો વિસ્તાર અહીં સુધી હોવાનું માલુમ પડે છે. એટલે ત્રણ દરવાજાથી પશ્ચિમનો ભાગ પ્રાચીન પાટણનો પૂર્વ વિસ્તાર હોવાનું જાણી શકાય છે. પાટણની નગરરચના રાજવલ્લભ યાને વાસ્તુમંડન ગ્રંથ પ્રમાણે રચાઇ હોવાથી શહેરની મધ્યમાં એક મોટો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ બગવાડાથી કનસડા દરવાજા સુધીનો બનાવ્યો છે. શહેરના નૈૠય ખૂણામાં ભદ્રનો કિલ્લો પથ્થરબંધ બનાવી તેની ઉત્તર-પૂર્વ દરવાજાઓ અને દક્ષિણે બારી રાખી હતી. જે આજે પાડી નાખી ત્યાં મોટો રાજમાર્ગ બનાવવામાં આવેલ છે. મુસ્લિમ સલ્તનત વખતથી અત્યાર સુધી તેમાં કચેરીઓ રાખેલી છે. તદ્ ઉપરાંત કેટલાક મુસ્લિમ રાજવંશીઓની કબરો પણ અહીં એક સ્થળે આવેલી છે. શહેરના મધ્યભાગે મસ્જિદોના મિનારા જેવા બંને બાજુ સ્તંભો ધરાવતા ત્રણ દરવાજાઓ આવેલ હોઇ તેનો કેટલોક ભાગ આજે જમીનમાં દટાઇ ગયો છે. નગર રચના વખતે શહેરના કેટલાક મહોલ્લાનાં નામો, અણહિલપુરના મહોલ્લાઓ ઉપરથી રાખ્યાં હશે એમ જાણવા મળે છે. ફોફળીયાવાડો, કોકાવસ્તી, સાલવીપાટક (વાડો) અને યુવરાજપાટક (રાજકાવાડો) વગેર નામવાળા મહોલ્લાઓ અણહિલપુરમાં હતા એવા પ્રાચીન ઉલ્લેખો મળ્યા છે. એટલે નવીન પાટણમાં પણ ત્યાંના કેટલાંક નામો કાયમ રાખ્યાં હોય એમ લાગે છે. આ શહેરના કેટલાક મહોલ્લાઓનાં નામો જ્ઞાતિઓ ઉપરથી, ધંધાઓ ઉપરથી, વ્યાપારની વસ્તુઓ ચોખા, ઘી, સોપારી, ફોફળ, પુન્નાગ-જાયફળ, સરૈયા, ગાંધીઆણાની ચીજો અને કેટલાક દેવમંદિરો ઉપરથી રાખવામાં આવ્યાં હોાવનું માલુમ પડે છે. શહેરના સ્થાપત્યકાળે નિર્માણ થયેલા કેટલાંયે મહોલ્લાઓ આજે અદૃશ્ય થઇ ગયા છે અને તે સ્થાનો ઉપર નવીન વસાહત કરનારાઓએ તેનાં નામો બદલી તેની રચના અને પરિસીમાઓમાં મોટો ફેરફાર કર્યા છે. આવા ભૂલાયેલા મહોલ્લાઓમાં જગુપારેખનો પાડો, નાગમઢ, ઓસવાળનો મહોલ્લો, પીંપળાવાડો, ચિંતામણીપાડો, વડીપોસાળનોપાડો, ભલાવૈધનો પાડો, સગરકૂઇ, હેબતપુર, નારંગાપાડો, મલીપુર, માંડનોપાડો, ભાંણાનોપાડો, નાકરમોદીનોપાડો, માલુંસંધવીનું સ્થાન, કરણશાહનોપાડો, લટકણનોપાડો, કુપાદેશીનોપાડો, કુરસીવાડો, દણાયગવાડો, સત્રાગવાડો, ધોબીપરબ, પખાલીવાડો, ન્યાયશેઠનોપાડો, અનુસવાનોપાડો, કીયાવહોરાનો પાડો વગેરે મુખ્ય છે. જેનાં સ્થાનો નક્કી કરવાનું પણ પૂરતાં પ્રમાણો સિવાય મુશ્કેલ છે. અમદાવાદ શહેરની ચારેબાજુ જેમ અનેક પરાંઓ આવેલાં હતા તેવી જ રીતે પાટણની ચારે બાજુ વાડીપુર, બકરાતપુર, સાંડેસરના નિવાસ સ્થાનો (કોટડા), દોલતપુર, મકલીપુર અને આશાપુર Page #215 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૨ વગેરે આવેલાં હતાં. આ પૈકી એક પણ પરૂં હાલ વિદ્યમાન નથી. ફક્ત આશાપુર છે જે હાંસાપુરથી આજે ઓળખાય છે. વાડીપુર અને દોલતપુર સંવત ૧૬૪૮ સુધી વિદ્યમાન હતાં, પરંતુ તેના સ્થાનો ક્યાં હતાં તેનો પણ પત્તો લાગતો નથી. બકરાતપુર અને સાંડેસરનાં કોટડા શહેરની દક્ષિણે આવેલાં છે. શહેરમાં હિંદુ અને જૈન ધર્મના સેંકડો મંદિરો છે. આમાં જૈનનાં કેટલાંક મંદિરો તો શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ અદ્વિતીય છે. આ પૈકી પંચાસર પાર્શ્વનાથનું મંદિર પ્રાચીન ગણાય છે. આજે તે મંદિર નવેસરથી લાખો રૂપિયાના ખર્ચે બંધાઇ રહ્યું છે. તેમાંની પ્રતિમા પ્રાચીન કાળની હોઇ સંવત ૧૬૫૨માં તેની પ્રતિષ્ઠા વિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિના વરદ્ હસ્તે થઇ હોવાનો તેની નીચે લેખ છે. આ પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર અણહિલપુરમાં હતું. જેની પહેલી પ્રતિષ્ઠા વનરાજે કરાવી હતી એમ કહેવાય છે. નવીન પાટણ સ્થપાતાં પંચાસર પાર્શ્વનાથનું મંદિર શહેરના ઉત્તર વિભાગમાં અઘારા દરવાજા નજદીક બંધાવવામાં આવ્યું. આજે પણ તે સ્થાનને પંચાસરથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ નવીન પરિસ્થિતિ ઊભી થતાં ખડાખોટડીના પાડામાં હાલનું મંદિર બાંધવામાં આવેલ છે. . આ મંદિરની અંદર વનરાજ, સિદ્ધરાજનો પ્રધાન આસાક, વનરાજનો પ્રધાન જામ્બ, વનરાજના ગુરૂ શીલગુણસૂરિ, હીરવિજયસૂરિ અને આચાર્ય હેમચંદ્રસૂરિની પ્રાચીન પ્રતિમાઓ બેસાડેલી છે. આ પૈકી વનરાજની પ્રતિમા સંવત ૧૪૧૭માં બનાવી હોવાનો તેની નીચે લેખ છે. જેમા વનરાજનો ટૂંક ઇતિહાસ પણ નોંધવામાં આવેલ છે. પંચાસર પાર્શ્વનાથ મંદિરની નજદીક ટાંગડિયાવાડામાં સુપ્રસિદ્ધ જૈન કવિ અમરચંદ્રસૂરિની ચૌદમાં સૈકામા તૈયાર થયેલ પ્રતિમા મૂકેલી છે. હિંદુ મંદિરો પણ કેટલાંક પ્રાચીન છે. તે પૈકી ત્રિપુરેશ્વર, ગુપ્તેશ્વર, સિદ્ધેશ્વર, નિલકંઠ વગેરે મહાદેવનાં શિવાલયો તેમજ મહાલક્ષ્મીજી, ગોવર્ધનનાથજી, હૃષિકેશ, ગુણવંતા હનુમાન, સોનીવાડામાં રધુનાથજી અને સાલવીવાડાના નારાયણજીની પ્રતિમાઓ પ્રાચીન છે. ત્રિપુરેશ્વર, ગુપ્તેશ્વર અને સિદ્ધેશ્વરનાં મંદિરોમાં જમીનથી દસ બાર ફૂટ નીચે મોટાં શિવાલયો બેસાડેલાં છે, જે કોઇ શંકરાચાર્ય સ્થાપન કર્યા હોવાનું કહેવાય છે. ત્રિપુરેશ્વરના મંદિરમાં ઉપરથી બાજુ આરસનો મોટો પોઠિયો બેસાડેલો છે. જેની સ્થાપના સંવત ૧૪૯૫માં નવીન રીતે કરવામાં આવી હોવાનો તેની નીચે પટ્ટીમાં લેખ છે. આથી હાલના પાટણની સ્થાપના થયા અગાઉ અણહિલપુર પાટણનું આ એક પ્રાચીન મંદિર હશે એમ જણાય છે. મહાલક્ષ્મીજીની પ્રતિમા સંવતના ચૌદમા સૈકામાં શ્રીમાળથી શ્રીમાળી બ્રાહ્મણો લાવ્યા હતા એવા પુરાવા છે. આ મંદિરની અંદર મહાલક્ષ્મીજીની સાથે આવેલી, શ્રીમાળના સુપ્રસિદ્ધ જગતસ્વામીના મંદિરની, સૂર્ય તથા રન્નાદેવીની ચંપાના કાષ્ટમાંથી બનાવેલ બે ઊભી પ્રતિમાઓ મૂકેલી છે. ગુજરાતમાંથી મળતી પ્રાચીન પ્રતિમાઓમાં આ કાષ્ટ વિગ્રહો અનન્ય અને અદ્વિતીય છે. ગોવર્ધનનાથજીની ઊભી પ્રતિમાઓ ગોવર્ધન પર્વતને ધારણ કરતી અદ્ભુત બનાવવામાં આવી હોઇ તેની પીઠિકામાં પ્રહ્લાદ, નારદ, અંબરીષ વગેરે પરમ ભાગવતોને મૂકેલા છે. આ પ્રતિમાનું શિલ્પ અને કલાવિધાન ઉપરથી તે અગિયારમાં કે બારમાં સૈકાથી પણ પ્રાચીન હોવાનું માલુમ પડે છે. કુંભારિયાપાડો અને કપુર મહેતાના પાડાનાં જૈન મંદિરોમાં લાકડાનું અત્યુત્તમ કોતરકામ બનાવ્યું હોઇ તેમાં મહાવીર Page #216 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૩ અને પાર્શ્વનાથના પ્રાચીન મંદિરમાં પણ બારીક લાકડાકામ હતું. જે પાણીના મૂલ્ય પરદેશમાં ચાલ્યું • ગયું હોવાનું કહેવાય છે. પાટણમાં સરસ્વતી નદી રૂપે વહે છે. તેવી જ રીતે વાગ્યાદીની વિદ્યાદેવી સ્વરૂપે વિદ્યમાન હોવાની પ્રતિતિ ભારત પ્રસિદ્ધ જૈન જ્ઞાન ભંડાર આપે છે. અહીં કુલ ૧૧ જ્ઞાનભંડારો જુદા જુદા સ્થળોએ આવેલા હતા, જેમાં કાગળ ઉપર તેમજ તાડપત્રો ઉપર લખેલા હજારો ગ્રંથો સંગ્રહાયેલા છે. આમાં મોટાભાગનું સાહિત્ય જૈન ધર્મશાસ્ત્રોનું હોવા છતાં કાવ્ય, સાહિત્ય, દર્શનશાસ્ત્ર, મીમાંસા, અલંકાર, તર્ક, ન્યાય વગેરે વિવિધ શાસ્ત્રોના જૈન, હિંદુ અને બૌદ્ધ સંપ્રદાયોના કેટલાક વિરલ ગ્રંથો સંગ્રહાયાં છે. ભારત અને વિદેશોના કેટલાયે વિદ્વાનો ભંડારોમાં સંગ્રહાયેલ વિરલગ્રંથો, સ્વર્ણાક્ષરી તેમજ રૌખાક્ષરી પ્રતિઓ અને પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોમાનાં ચિત્રો જોઇ તાજુબ થયા છે. આ બધા ભંડારો જુદા જુદા મહોલ્લાઓમાં હોવાથી હમણાં થોડાક વર્ષો ઉપર ૫.પૂ. સ્વ.કાંતિવિજયજી મહારાજની પ્રેરણાનુસાર ભવ્ય હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર બંધાવવામાં આવ્યું છે. જે ઇ.સ. ૧૯૩૯માં માનનીય શ્રી કનૈયાલાલ મુનશીના વરદ્ હસ્તે ખુલ્લું મુકાતાં તેમાં ઘણા ખરા ભંડારોના ગ્રંથો સ્ટીલના કબાટોની અંદર વ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યા છે. પાટણનો મુખ્ય ઉદ્યોગ પટોળા બનાવવાનો હતો. અહીં સાળવી લોકો પ્રાચીન કાળથી અનન્ય કલા પ્રદર્શિત કરતાં જુદી જુદી ભાતોવાળાં રેશમી પટોળાંઓ બનાવતાં હતા. આજે તો આ : ઉધોગ ઉત્તેજનના અભાવે પડી ભાગ્યો હોવા છતાં એક બે કારીગરો આ પ્રાચીન કલાને સાચવી રહ્યા છે. આ સિવાય અહીં મશરૂ તથા ગજિયાણી બનાવવાનો ઉદ્યોગ સારી રીતે ચાલે છે. - પાટણનું પીરાનપટ્ટણ નામ મુસ્લિમ ઇતિહાસકારોએ નોંધ્યું છે. જેનું મુખ્ય કારણ અહીં મોટી સંખ્યામાં પવિત્ર મુસલમાન સંતોએ આવી નિવાસ કર્યો હતો. મુસલમાન રાજશાસન સાથે તેમને વ્યવસ્થિત જીવન ગાળવા માટેની પૂરતી સગવડો અપાઇ હોવાથી કેટલાયે સંતોએ દૂર દૂરનાં પ્રાંતોમાંથી અહીં આવી જીવન ગુજાર્યા હતા. જેની વિગતવાર નોંધ મિરાતે અહમદીમાં આપેલી છે. તેઓની કબરો પાસે જે તે તિથિઓએ તેમના ઉર્ષો આજે પણ ભરાય છે. ' - અણહિલપુર પાટણનાં બાદશાહી વર્ણનો અનેક સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોમાં સંગ્રહાયાં છે. તેવી જ રીતે કેટલાયે મુસ્લિમ અને અરબ પ્રવાસીઓએ તેનાં ભભકાદાર વર્ણનો પોતાની પ્રવાસ નોંધમાં નોંધ્યા છે. તેવાં સંપૂર્ણ વિગતોવાળાં ઝમકદાર વર્ણનો હાલના પાટણ માટે નોંધાયા નથી. છતાં સંસ્કૃતમાં લખાયેલા હીસ્સૌભાગ્ય, વિજ્ઞપ્તિત્રિવેણી અને બીજા કેટલાંક કાવ્યોમાં થોડાંક સૂચનો નોંધાયેલા મળ્યા છે. આ સિવાય કેટલાક અંગ્રેજ મુસાફરો ટીફેન થેલર, વાન ટવીસ્ટ, વોલ્ટર હેમીલ્ટન અને કર્નલ ટોડે પોતાની પ્રવાસ નોંધમાં હાલના પાટણની કેટલીક હકીકતો નોંધી હોઇ, તેમાંથી પાટણનો પથ્થરબંધ કોટ, તેમજ ત્યાં રેશમી વસ્ત્રો બનાવવાનો મોટો વેપાર ચાલતો હોવાની હકીકતો ખાસ કરીને તરી આવે છે. અમદાવાદની નગરરચના પાટણને સંપૂર્ણ રીતે મળતી હોવાથી લોકોકિતમાં “પાટણ જોઇ અમદાવાદ વચ્ચું' હોવાનું કહેવાય છે. એટલું જ નહિ પણ કેટલાયે મહોલ્લા અને પોળોનાં નામ બંને શહેરોમાં એક સરખાં જ હોવાનું જણાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૪ અણહિલપુરમાંથી તો સંકડો વિદ્વાનો અને કવિઓ થઇ ગયા છે. જેઓએ વિદ્વતા પ્રચુર ગ્રંથો લખી ભારતમાં અને બહારના દેશોમાં ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આટલી મોટી સંખ્યામાં તો નહિ પણ કેટલાક વિદ્વાનો હાલના પાટણમાં પણ થઇ ગયા છે. જેઓએ ગુજરાતભરમાં સારી એવી લોકેષણા પ્રાપ્ત કરી હતી. આવા વિદ્વાનો પૈકી કવિ ભાલણ સૌથી આગળ તરી આવે છે. તેને ગુજરાતી ભાષામાં કાર્દભરી જેવા કેટલાક કઠીન ગ્રંથો રચ્યા છે. આ ઉપરાંત ઉદ્ધૃવ, વિષ્ણુદાસ, મધુસુદન, વિશ્વનાથ જાની, નાથ ભવાન વગેરે કેટલાક વિદ્વાન કવિઓ પાટણમાં થઇ ગયા છે. આમ હાલનું પાટણ અણહિલપુરના વિનાશમાંથી પ્રકટટ્યું હોવાથી, તેની યત્કિંચિત પ્રતિભા જાળવી રહ્યું છે અને પ્રાચીન પાટણનું ગૌરવ પ્રાપ્ત કરવા તેના આદર્શોને પહોંચી વળવાની અમર ભાવના સેવી રહ્યું છે. સહસ્રલિંગ સરોવરના તટ ઉપર રૂપાના જેવો ઉજ્જવળ કીર્તિસ્તંભ ઉંચો શોભી રહ્યો છે, તે આકાશગંગાનો પ્રવાહ જાણે ઉતરી ન આવ્યો હોય તેવો લાગે છે. આ સરોવર શિવાલયોના સમૂહથી ઘણું જ સુશોભિત લાગે છે. વળી તે રાજહંસોથી પણ અલંકૃત છે. એવા આ સરોવરથી (અણહીલપુર)નગર પણ શોભે છે. (કીર્તિ કૌમુદી) Page #218 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૫ ૫૫) પાટણના મહોલ્લાઓનું વર્ગીકરણ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય - પાટણના મહોલ્લા વાડા, પાડા, પોળ, શેરી, ખડકી કે માઢના નામથી ઓળખાય છે. “પાડો” શબ્દ સંસ્કૃત શબ્દ પાટક” ઉપરથી અને “વાડો” શબ્દ સંસ્કૃત શબ્દ ‘વાટક ઉપરથી આવેલ છે. “પાટક' નો અર્થ ગામનો એક ભાગ થાય છે અને “વાટક' નો અર્થ વાડવાળી જમીન થાય છે. જ્યારે પાટણ વસ્યું હશે ત્યારે જુદા જુદા લોક સમૂહને જમીનના પ્લોટ આપવામાં આવેલા તે ‘પાટક' કહેવાતા હશે અને તેમાં વાડ બાંધીને તેના પેટા ટૂકડા પાડેલા તે વાટક” કહેવાતા હશે. પાછળથી આ પાટક અને વાટકનું અપભ્રંશ થઈ પાડા અને વાડા થયું હશે. પાટણના મહોલ્લા પોળોનું વર્ગીકરણ ખૂબ રસમય જણાય છે. વાચકને તે જરૂર ગમશે. (૧). પ્રાણીઓનાં નામવાળા મહોલ્લા : પાટણના કેટલાક મહોલ્લા-પોળોનાં નામ પ્રાણીઓના નામ પરથી પડેલાં છે. દા.ત. હાથી વાડો, ઊંટવાડો. આ જગ્યાએ ભાડાના હાથી, ઊંટ બંધાતા હશે. (૨) પક્ષીઓનાં નામવાળા મહોલ્લા : (૧) વાગોળનો પાડો અને (૨) લાવરીની ખડકી આવા નામ કેમ પાડયાં હશે? કોઇ મહોલ્લા-પોળમાં એટલી મોટી સંખ્યામાં વાગોળો કે લાવરી પક્ષી હોય નહિ. મોરમોર વાડો અને કાગડાની ખડકી પણ છે. કેટલાક માણસોની ‘અટક’ આવી હોવા સંભવ છે. જેમ કે આજે પણ હાથી” અટકવાળી “માંકડ’ અટકની જ્ઞાતિઓ છે. અથવા કોઇની ખીજ પાડી હોય. અમારા એક શિક્ષક ખિસકોલી' નામથી જ ઓળખાતા આજે પણ પાટણમાં કેટલાક લોકો ‘વાંદરા', કાગડા” ના ઉપનામથી ઓળખાય છે. (૩) ઝાડના નામ ઉપરથી પડેલાં નામ : પાટણમાં કેટલાક મહોલ્લા પોળોનાં નામ ઝાડ-વૃક્ષના નામ ઉપરથી પડેલા છે. (૧) વરખડીની પોળ (૨) આંબલીની પોળ (૩) ખેજડાનો પાડો (૪) ખજૂરીની પોળ (૫) લીંમડીનો પાડો (૬) પીપળાશેર (૭) ગુંદીની પોળ (૮) પડી ગુંદીનો પાડો (૯) પંપરીયા વાસ (૧૦) વડવાળો ખાંચો વગેરે. જે તે મહોલ્લા પોળોમાં આવા તોતીંગ વૃક્ષો હોય એના ઉપરથી મહોલ્લાના નામ પડ્યા હશે. ખેજડાની પોળ ઘીવટામાં છે અને બીજી સોનીવાડામાં પણ છે. (૪) ખોરાક ઉપરથી પડેલાં નામઃ (૧) કસારવાડો (કે કંસાર વાડો?) અને (૨) ઢીલી ખીચડીનો પાડો એવાં નામ પણ છે. ખીચડીમાં પણ ઢીલી વિશેષણ વપરાયું છે. ચોખા-વતીનો પાડો, દાળિયાનો પાડો વગેરે. (૫) આકાર ઉપરથી પડેલાં નામ : કેટલાક મહોલ્લા પોળો, શેરીઓના નામ તેના આકાર કે વિશિષ્ટ સ્થાન પરથી પડેલા છે. દા.ત. (૧) સાંકડી શેરી (૨) ઊંચી શેરી (૩) ઢાલની પોળ Page #219 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૬ (૪) ઊંચી પોળ (૫) ઢાળ ઉતાર તંબોળી વાડો (૬) ત્રિશેરી, અર્થાત્ ત્રણ શેરીઓનો સમૂહ (૭) ચાચરીયું અર્થાત્ ચાર રસ્તાનો મેળાપ (૮) તરભોડા પાડો અર્થાત્ ત્રિભેટો-ત્રણ રસ્તાનો સંગમ (૯) વચલી શેરી (૧૦) ઝાંપાની ખડકી. (૬) માણસના નામ પરથી પડેલાં નામો કોઇ આગેવાન કે વિશિષ્ટ વ્યક્તિ ધરાવતા માણસના નામ ઉપરથી નામ પડ્યાં હોય એવા પાટણમાં ઘણા મહોલ્લા-પોળો છે. જે માણસે આગેવાની લઇ મહોલ્લા-પોળ વસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય એ માણસનું નામ વાડા, પાડા, મહોલ્લા કે પોળ સાથે જોડી એ વ્યકિતને અમર બનાવવામાં આવ્યો છે. આવા મહોલ્લા આ પ્રમાણે છે. (૧) કનાશાનો પાડો - અર્થાતું કર્નલાલાલ શાહનો મહોલ્લો (૨) ગોદડનો પાડો - અર્થાત્ ગોદડ શેઠનો પાડો (૩) લાલા પટેલનો માઢ (૪) ચતુર્ભુજની ખડકી (૫) ભાલણ કવિની ખડકી (૬) કાળુ ચોપદારની ખડકી (૭) ઉમેદ પટેલનો માઢ (૮) ભાભાનો પાડો (૯) રામલાલ મોદીની ખડકી (૧૦) કોકાનો પાડો (૧૧) માંકા મહેતાનો પાડો હાલ ડંખ મહેતાના પાડાના નામથી - ઓળખાય છે. (૧૨) કપૂર મહેતાનો પાડો (૧૩) ભલા વૈદ્યનો પાડો. (૭) માત્ર અટક ઉપરથી પડેલા મહોલ્લાનાં નામો: પાટણમાં કેટલાક મહોલ્લા પોળોનાં નામ માત્ર અમૂક એક ‘અટક' ઉપરથી પણ પડેલા છે. આ અટકવાળા ઘણા કુટુંબો ત્યાં રહેતા હશે. અથવા કોઈ એક અગ્રણી વ્યકિતની માત્ર અટક ઉપરથી મહોલ્લા પોળનું નામ આપવામાં આવ્યું હશે, દા.ત. (૧) પંચોલી વાડો (૨) દવેનો પાડો (૩) શાહનો પાડો અને શાહ વાડો (૪) મહેતાનો પાડો (૫) ઝાનો પાડો (૬) મોદીની ખડકી (૭) રંગરેજની ખડકી (૮) ખોખાની ખડકી - સોનીનું એક કુટુંબે ખોખાવાળા કહેવાય છે. (૯) ચિતારાની ખડકી (૧૦) કંદોઇની ખડકી. • (૮) જ્ઞાતિના નામવાળા મહોલ્લા-પોળો : પાટણમાં કેટલાક મહોલ્લા પોળોનાં નામ અમૂક જ્ઞાતિના નામ ઉપરથી પણ પડેલા જોવા મળે છે. આ મહોલ્લાઓમાં નામવાળી જ્ઞાતિનાં બધાં અથવા વધારે ઘરો હશે જેવા કે (૧) બ્રાહ્મણવાડો (૨) ઘાંચીની શેરી (૩) ભાટીયાવાડ (૪) ગોલવાડ (૫) નાગરવાડો (૬) ગુર્જરવાડો (૩) કંપાણી પાડો. (૮) રંગરેજનો મહોલ્લો (૯) ટાંકવાડો ‘ટાંક' રજપુતોની એક અટક છે. (૧૦) લખીયારવાડો (૧૧) દીસાવળની ખડકી (૧૨) બારોટ વાસ (૧૩) વણકર વાસ (૧૪) મુલ્લાવાડ (૧૫) સોનીવાડો (૧૬) લુહારચાલ (૧૩) ઠાકોરવાસ (૧૮) ખત્રીઓનો મહોલ્લો (૧૯) ગાંધીની ખડકી. (૯) દેવ મંદિરો ઉપરથી મહોલ્લાનાં નામો: જે દેવ કે દેવીનું મંદિર કે જિનાલય આવેલું હોય એના ઉપરથી પણ કેટલાક મહોલ્લાનાં નામ પડેલા છે. જેવા કે (૧) રઘુનાથજીનો પાડો (૨) નારણજીનો પાડો (૩) મહાલક્ષ્મીનો પાડો (૪) બહુચરાજીનો પાડો (૫) ગિરધારી પાડો (૬) પાનશ્યામજીનો પાડો (૭) ઋષિકૃષ્ણનો પાડો (૮) વાયુદેવતાની પોળ (૯) વાઘવાણી માતાનો પાડો (૧૦) ખેતરપાળનો પાડો (૧૧) વહેરાઇ ચકલી (૧૨) લોટેશ્વર ચોક (૧૩) શાન્તિનાથની . પોળ (૧૪) પંચાસરા મહોલ્લા (૧૫) ગણપતિની પોળ (૧૬) મહાદેવનો પાડો. (૧૦) કારીગરો ઉપરથી પડેલા મહોલ્લાનાં નામે શહેરમાં જુદા જુદા કામના કારીગરો Page #220 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૭ જ્યાં એક સાથે રહેતા હશે એવી વસ્તીવાળાનાં નામ કારીગરોના નામ પરથી, પડચાં હોય એમ જણાય છે. જેવા કે (૧) ચિતાની પહેલી ખડકી, ચિતારાની બીજી ખડકી ઃ છુવારાભાઇઓ ભીંતો પર સુંદર ચિત્રકામ કરતા (૨) જડીયાની ખડકી (૩) ખાપગરાની પોળ-ખાપ, આભલાનું મીનાકારી કામ કરનાર કારીગરો (૪) લખીયારવાડો - લાખનું કામ કરનારા લખીઆરા (૫) રસણીયાવાડો (૬) ગરાની પોળ - ઢાલ બનાવનાર (૭) ખરાદીવાડો (૮) સાળવીવાડો (૯) ભંડારી પાડો (૧૦) રંગારાનો મહોલ્લો (૧૧) સુતરસાંત. (૧૧) વહેપાર-વાણિજ્ય ઉપરથી પડેલાં નામો : વેપારીઓ જે ચીજ-વસ્તુઓનો વેપાર કરતા હોય એવા પરથી પણ કેટલાક મહોલ્લોના નામ પડચાં છે. જેવા કે (૧) ફોફળીયાવાડો-ફોફળ એટલે સોપારીના વેપારી (૨) દોસીવાડો, દોસી એટલે કાપડીયા (૩) સુખડીવટ-કંદોઇઓ (૪) દોસીવટ (૫) ઘીઆનો પાડો (૬) દાળીયાનો પાડો-દાળના વેપારીઓ (૭) કપાસીવાડો (૮) મણિયાતી પાંડો-હાથી દાંતના વેપારી (૯) કુંભારીઆ પાડો (૧૦) ચોખાવટીઓનો પાડો (૧૧) સરૈયાવાડો (૧૨) દરજીની શેરી (૧૩) લિમ્બજમાતાની પોળ (૧૪) કટકીયાવાડો સરંજામ વેચતા કટકીઆ (૧૫) સુતરસાથ (૧૬) ઝવેરીવાડો લશ્કરનો (૧૨) જાહેર સ્થળના નામ પરથી પડેલા મહોલ્લાનાં નામો : પાટણમાં એવા કેટલાક મહોલ્લા-પોળો છે જેનાં નામ સ્થળના નામ પરથી પડેલા છે. જેવા કે (૧) નાનીસરા, મોટીસરા સરાય એટલે ધર્મશાળા ત્યાં અગાઉ ધર્મશાળા હશે. (૨) નિશાળનો પાડો (૩) ચિમની ચૉક (૪) જળચૉક (૫) ઝીણીરેત (૬) મલ્લાતનો પાડો (૬) લાખુખાડ (૭) બોરસ્થાનની ખડકી (૮) દુકાળકોટકી (૯) નાગમઢ (૧૦) ખેતરવસી (૧૧) ખડાકોટડી (૧૨) ખારીવાવ (૧૩) યુવરાજવાડોરાજવાડો-હાલ રાજકાવાડો (૧૪) ભદ્ર. (૧૩) વર્ગ વગરના કેટલાક મહોલ્લા : પાટણના કેટલાક મહોલ્લા પોળોના નામ ઉપરના કોઇ વર્ગમાં પડતા નથી. તેમજ આ નામ પણ ન સમજાય એવા અપભ્રંસ થઇ ગયા છે. આવા નામ કેમ પડડ્યાં હશે ? અથવા આના સાચાં નામો પહેલા કયા હતા. એની કોઇ જાણકારી ચૈત્ય પરિપાટીઓમાં પણ મળતી નથી. જેવા કે (૧) ઢંઢેરવાડો કોણે ક્યા પ્રકારનો ઢંઢેરો બહાર પાડચો હશે ? (૨) સાગોટા (૩) બુકડી (૪) ભેંસાતવાડો (૫) ટાંગડીયાવાડો (૬) વસાવાડો (૭) ઘીવટો-ઘીનું બજાર હશે ? કોઇ જાણકાર આવા વિચિત્ર મહોલ્લાના નામ પર પ્રકાશ નાખે તો સારું. પ્રાચીન ગીરો દસ્તાવેજો, વેચાણખતો, શીલાલેખો, તામ્રપત્રો, અભિલેખો પરથી ક્યાંક એનાં સાચાં નામ મળવા સંભવ છે. મેં પ્રાચીન જૈન દેરાસરોની ચૈત્યપરિપાટીઓનો અભ્યાસ અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. એમાં જણાવેલા કેટલાક મહોલ્લાનું આજે અસ્તિત્વ જ નથી.. આ લેખમાં તો પાટણના વાડા, પાડા, મહોલ્લા પોળોનું વર્ગીકરણ ‘‘ક્લાસીફીકેશન કરવાનો જ વિનમ્ર પ્રયત્ન છે, જે સંશોધકોને જરૂર ઉપયોગી થશે. "" Page #221 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૮ ૫૬) સંસ્કૃત સાહિત્યમાં સહસ્ત્રલિંગ સરોવર સંકલન: પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય સહસ્ત્રલિંગ સરોવર ભરાયે ગુજરાતનું એક અદ્ભુત શિલ્પ સ્થાપત્ય ધરાવતું મહાસરોવર ગણાતું. સિદ્ધરાજનાં પૂર્વ (વાવ, કૂવા, તળાવ, મંદિરો વગેરે) કાર્યોમાં તે સર્વશ્રેષ્ઠતાનું બિરૂદ ધરાવતું. સિદ્ધરાજના જીવન દરમ્યાન તેણે કરેલાં મહત્કાર્યોમાં, તેની ગણના મૂર્ધન્ય ગણાતી. આથી સિદ્ધરાજના ચરિત્રલેખનકાર્ય વિદ્વાનોએ, તેના જીવનમાં આ સરોવરની ખાસ નોંધ લીધી છે. બીજું પાટણ શહેરનું વર્ણન કરતા સંખ્યાબંધ ઉલ્લેખો, પ્રબંધો, શિલાલેખો અને પ્રશસ્તિઓમાંથી મળે છે, તે પૈકી કેટલાક ગ્રંથોમાં પાટણના આ લોકવિખ્યાત, મહાસરોવરનાં બાદશાહી વર્ણનો મળે છે. સહસલિંગનો ઇતિહાસ , રજૂ કરતા આ ગ્રંથમાં, તેવા વર્ણનો ખાસ કરીને રજૂ કરવા જ જોઈએ એમ હું માનું છું. કારણ આવાં વર્ણનો પૈકી કેટલાંક તો સમકાલિન ગ્રંથોમાં સંગ્રહાયાં છે, જે આ સરોવરનું સત્યસ્વરૂપે શબ્દચિત્ર રજૂ કરે છે. આવાં ગ્રંથોમાં “સરસ્વતીપુરાણ” એ મહત્વનું સ્થાન ધરાવે છે, તેના મુખ્ય પાયા ઉપરથી જ આ ગ્રંથ રચાયો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. આવું સુરેખ, અને તાદશ્ય વર્ણન, બીજા કોઇ ગ્રંથમાંથી મળતું નથી. આ ગ્રંથની આધારશિલા તે ગ્રંથ હોવાથી, તેનાં વર્ણનો સહસ્ત્રલિંગ સરોવરનાં દરેક તીર્થો અને દેવમંદિરોની હકીકત રજૂ કરતાં, જે તે સ્થળે તેના ઉલ્લેખો રજૂ કર્યા છે. આ દેવમંદિરો અને તીર્થોનાં માહાત્મો, પુરાણકારે વિસ્તારપૂર્વક આપ્યાં છે, પરંતુ સહસ્ત્રલિંગનો ઇતિહાસ અને તેની રૂપરેખા રજૂ કરતા આ ગ્રંથમાં, તેવાં માહાભ્યોની ખાસ આવશ્યકતા જણાતી નથી. કારણ આ તીર્થો અને મંદિરોના માહાત્મોમાં, ત્યાં સ્નાન, દાન, શ્રાદ્ધ, પૂજન, અર્ચન, તર્પણ, પિંડદાન વગેરે કરવાનો જે મુખ્ય આદેશ આપી, તેનાથી પ્રાપ્ત થતાં ઐહિક સુખસાધનો અને જન્મજન્માંતરમાં મળનાર દેવલોકનાં સૂચનો કરેલ હોય છે. જે શ્રદ્ધેય સમાજને આ સરોવરમાં, સ્નાનપાન કરવા આકર્ષે છે. સિદ્ધરાજને અમર વિકમ બનવાની મહત્વાકાંક્ષા હતી, તેથી આવા મહાન પૂર્વકાર્યો કરી, તેને દૈવીસ્વરૂપ આપવા તેની સભાના વિદ્વાન પાસે, સરોવર ઉપર સ્થાપેલ દરેક તીર્થો અને મંદિરોનાં માહાત્મો રચાવ્યાં હશે એમ માની શકાય. આમ “સરસ્વતીપુરાણ'માંના સહસ્ત્રલિંગ સરોવરનાં વર્ણનો, એક યા બીજા સ્વરૂપે આ ગ્રંથમાં દરેક સ્થળે આપેલાં છે, એટલે હવે તેનાં વર્ણનો ખાસ અહીં આપવાની જરૂરત જણાતી નથી. “સરસ્વતીપુરાણ' સિવાય સિદ્ધરાજના સમકાળમાં રચાયેલ ‘દયાશ્રય” મહાકાવ્યમાં, સહસલિંગનું અલંકારપ્રચુર ભાષામાં વર્ણન આપ્યું છે. આ સિવાય કીર્તિકૌમુદી', 'વસંતવિલાસ', ‘સુકૃતસંકીર્તન', 'મોહરાજપરાયે', 'હમ્મીરમદમર્દન’ અને ‘સમરરાસુ માંથી પણ સહસલિંગ સરોવરનાં પ્રભાવશાળી વર્ણન મળે છે. જેનાં ભાવવાહી વર્ણનો અહીં રજૂ કરવામાં આવેલ છે. ૧. ‘ધયાશ્રય' મહાકાવ્ય : આ મહાકાવ્યના સર્જક આચાર્ય હેમચંદ્ર છે. પ્રાકૃતના પાણિનિનું બિરૂદ પ્રાપ્ત કરનાર, આ Page #222 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૯ મહાવિદ્વાને આ ગ્રંથ રચી, તેમાં મૂળરાજ સોલંકીથી આરંભી, કુમારપાળ સુધીના ચૌલુક્ય રાજાઓનાં, ઇતિહાસ શુદ્ધ ભાષામાં જીવનવૃત્તાંતો આપેલ છે. ચૌલુક્યવંશનો સીલસીલાબંધ આવો સપ્રમાણ ઇતિહાસ, આ પહેલાંના કોઈ ગ્રંથમાંથી મળતો નથી. એટલે ચૌલુક્ય વંશના ઇતિહાસનો આ એક પ્રમાણિક ગ્રંથ છે, જે સિદ્ધરાજ જયસિંહના સમય દરમ્યાન રચવામાં આવેલો અને કુમારપાળના રાજ્યકાળ પૂરો થયો હતો, એમ તેની આંતરિક હકીકતો ઉપરથી પુરવાર થાય છે. આથી આ ગ્રંથમાં રજૂ કરેલ સિદ્ધરાજ, તથા કુમારપાળના ચરિત્રો, ગ્રંથકારે પોતે જોયેલી, તથા સાંભળેલી, હકીકતોના આધારે ઉપર રચાયાં હતા એમ સ્પષ્ટ જણાય છે. આથી જ તેમાં રજૂ કરેલ દરેક વિધાનો, ઐતિહાસિક દષ્ટિએ પ્રમાણિક હોવાનું માની શકાય. જો કે આ ગ્રંથના સર્જન પાછળ બે મુખ્ય આશયો હોવાનું, તેના અભિયાનમાં જ સૂચવાયું છે, એટલે તેને બે દષ્ટિએ વિચારવાનું સમજી શકાય તેમ છે. એક તો ચૌલુક્ય વંશનો સપ્રમાણ ઇતિહાસ રજૂ કરવાનું, અને બીજું “સિદ્ધહેમ વ્યાકરણની અષ્ટાધ્યાયીનાં સૂત્રોને પાદવાર, ઉદાહરણો સાથે સમજાવવાનો આશય આમાં ગૂંચ્યો છે. એટલે કેટલેક સ્થળે ઐતિહાસિક વિધાનો સમજવામાં ખેંચાખેંચી થાય છે. જેમ ભટ્ટકાવ્યમાં પાણિનિ અષ્ટાધ્યાયીનાં સૂત્રોનો કમ યથાર્થ રીતે કવિવર ભટ્ટીએ રજૂ કર્યો છે, તેમ આ ગ્રંથ પણ વ્યાકરણ અને ઇતિહાસના અર્થો સૂચિત કરે છે. આ ગ્રંથમાં સર્ગ ૧૫માની અંદર, સિદ્ધરાજચરિત્રના અંત્યભાગે સહસલિંગ સરોવરનું. વર્ણન ગ્લૅધાન્ક ભાષામાં કવિવરે ભવ્ય રીતે રજૂ કર્યું છે, જે બીજા બધા ગ્રંથોનાં વર્ણનો કરતા, અદ્વિતીય પ્રતિભા વ્યક્ત કરે છે. તેમાં સહસલિંગનું વર્ણન નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે. અતીત્વ થિનિયુદ્ધ થાયવો નઃ વૃત્તિ: agઃ | प्रपातेतरतिथ्यां स पूर्त चक्रे महासर : ॥११५॥ જેમ રાવણ સાથે યુદ્ધ કરી, મૈથિલીને પ્રાપ્ત કરતાં રાઘવે (શ્રીરામે) યજ્ઞ કર્યો હતો. તેમ વ્યતિપાતરહિત શુભ યોગમાં તે રાજાએ સહસલિંગ સરોવર બંધાવ્યું. पापकाककुलश्येन पातायां तत्तटीभुवि । સત્રીનાં નૃપ તિપાયિનુષાર્ ૨૨. પાપરૂપી કાકસમૂહને બાજરૂપ, અર્થાત્ પાપનો નાશ કરનાર અતિપવિત્ર આ તળાવના કિનારા ઉપર, તલ નાખવાની ક્રિયા જેમાં કરવામાં આવતી, તેવી યજ્ઞયજ્ઞદ ક્રિયાઓ કરનારાઓ (બ્રાહ્મણો) માટે, તે રાજાએ ત્યાં સત્રશાળા કરાવી. પા મિથો દિ સંપદૈઃ સ્મૃતિ સહ ઢનિઃ | तासु छांदसनैमित्त मौहुर्ता भोज्यलिप्सवः ॥११६॥ આ સત્રશાળાઓમાં વેદ જાણનારા, જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનો અને શાકુનશાસ્ત્ર તથા મુહૂર્ત વિદ્યાના પારંગતો, એકબીજાનો પરાભવ કરનારા એકબીજાના પગથી અથડાઅથડીમાં પગે પગ કચરાય, તેવી રમતોને સંભારતા, ભોજનની ઇચ્છા રાખતા હતા. चक्रे नैमित्तिको मोहूर्तिको नैयायिकश्च सः । शंभो सहस्रमष्टौ चायतनानि सरस्तटे ॥११७।। Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૦ યુગે યુગે પાટણની પ્રભુતા શાકુન શાસ્ત્રો, નૈમિત્તિક (જ્યોતિષ) શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના જાણકાર તે રાજાએ (સિદ્ધરાજે), આ સરોવરના કિનારા ઉપર એક હજાર અને આઠ શિવમંદિરો બંધાવ્યા હતાં. पौराणिकानुपदिकोऽत्रानुलाक्षणिकः कृतः । स देवीनां शतं साग्रं प्रासादान्मातृकल्पिकः ॥११८॥ પુરાણ, નિરૂકત, વ્યાકરણ અને માતૃકલ્પ-દેવીનાં રહસ્ય વ્યકત કરતાં શાસ્ત્રો પુરાણો વ.ના જાણકાર, આ રાજાએ ત્યાં એકસો આઠ દેવી મંદિરો પણ રચાવ્યાં હતાં. अग्निष्टोमिक यवक्रीतिक वासवदत्तिकैः । दशावतारी प्रकृतव्याख्यामत्र व्यधत्त सः ॥११९॥ અગ્નિષ્ટોમિક-અગ્નિષ્ટોમ (સોમયોગ) કરનારા, યવક્રય (સોમયોગમાં કરાતી એક ઇષ્ટી જેમાં યવક્રય, સોમક્રમ વગેરેનાં વિધાનો થાય છે) કરનારા વાસવદત્તિકો-વાસવદત્તાદિ સંસ્કૃત સાહિત્યની, . પ્રસિદ્ધ આખ્યાયિકાઓનું વિવેચન કરનારા બ્રાહ્મણો, જ્યાં અહર્નિશ પ્રવચનો આપે છે વ્યાખ્યાન કરે છે, તેવા દિવ્ય દશાવતારી મંદિરનું પણ ત્યાં નિર્માણ કરાવ્યું હતું, જેમાં વિષ્ણુ દશ અવતારોનાં મંદિરો આવેલા હતાં. स वार्तिसूत्रिकान् कल्पसूत्रानागमविद्धिकान् । सांसर्गविद्यास्त्रैविद्यानांगविद्यांश्च कोविदान् ॥१२०॥ _ क्षात्रविद्यान्धार्मविद्यांल्लोकायतिकविद्विषः । याज्ञिकां नौक्थिकांश्चात्र चके प्रीणयतुं मठान् ॥१२१॥ વૃત્તિ તથા સૂત્રને જાણનારા, કલ્પસૂત્રના જાણનારા, આગમવિદ્યાના પારંગતો, સાંસર્ગવિદ્યાના આરૂઢ વિદ્વાનો, વેદમયી ત્રણે વેદનાં રહસ્યો જાણતા વૈવિઘો અનેં અંગવિદ્યાના પ્રખર પંડિતો, તેમ જ યુદ્ધકર્મને જાણનારા ક્ષાત્રવિદ્યાના પ્રકાંડ વિદ્વાનો, ધર્મશાસ્ત્રના પારંગત શાસ્ત્રજ્ઞો, તથા નાસ્તિકવાદ-ચાર્વાકવિદ્યાવાળાને પરાસ્ત કરવાવાળા યાજ્ઞિકો, ઔકિથકો ઉકથ વગેર શ્રૌતયાગો કરાવનારા વિદ્વાનોને પ્રસન્ન કરવા, તે રાજાએ આ સરોવરના કિનારા ઉપર અનેક મઠો-વિદ્યાલયો અને પાઠશાળાઓ ત્યાં બંધાવી હતી. अनुब्रह्माण्याढ्यः स शतपथिकैः षष्ठिपथिकैः । कृतान्यायान्याशूत्तरपदिकयुक् पूर्वपदिकैः ॥ . द्विषद्भूवाक्येभ्यः पदिक इव निर्धार्य सपदा । न्युरुन्कीर्तिस्तंभानिव सुरगृहाणि व्यचरयन् ॥१२२॥ બ્રાહ્મણ જેવા ગ્રંથમાં નિપુણ, શતપથ બ્રાહ્મણને જાણનારા, ષષ્ઠીપથાધ્યાય જાણનારા, ઉત્તરપદ પૂર્વપદના વિવેકપૂર્વક, તેના લક્ષણો સમજનારા વિદ્વાનો, જ્યાં વેદાધ્યયનની ધૂન મચાવતા - હોય છે, તેવાં પોતાના કીર્તિસ્તંભ જેવા, શનૂભૂમિરૂપી વાક્યમાં પદીક (પદીક એટલે વ્યાકરણ જાણનારા વિદ્વાન જેમ, વાક્યમાંથી શબ્દરૂપ પકડે, તેમ શત્રુની ભૂમિમાં પદ-પગ ઠરાવ્યો છે, તે વાત રાજાએ Page #224 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (સિદ્ધારાજે) ત્યાં સુરગૃહો-દેવમંદિરો બંધાવ્યા હતાં. ‘યાશ્રય’ મહાકાવ્ય, સર્ગ ૧૫ ૨૦૧ સંસ્કૃત ‘ક્રયાશ્રય’ મહાકાવ્ય, કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રે ક્યારે રચ્યું હતું., તેના ચોક્કસ સાલસંવત નિશ્ચિત કરી શકાય તેમ નથી પણ તેનો કેટલોક ભાગ સિદ્ધરાજાના સમકાલીન હોવાથી ‘હ્રયાશ્રય’ મહાકાવ્યનાં વિદ્વાનો સત્ય અને સ્પષ્ટ હકીકતો રજૂ કરતાં હોવાની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથ ઉપર અભયતિલક ઉપાધ્યાય, સં. ૧૩૧૨માં વૃત્તિ-ટીકા લખી છે, જે પાલણપુરમાં તેણે પૂર્ણ કરી હોવાનું જણાવેલ છે. આ ટીકા ઉપરથી તેનું ગુજરાતી ભાષાંતર, ગુજરાતના તત્ત્વવિદ વિદ્યાન સાક્ષર સ્વ. મણિલાલ નભુભાઇ ત્રિવેદીએ કરેલું હોઇ, તે વડોદરા રાજ્ય તરફથી ઇ.સ. ૧૮૯૩માં પ્રસિદ્ધ થયેલ છે. ૨. કીર્તિકૌમુદી : કવિવર સોમેશ્વરે ‘કીર્તિકૌમુદી' નામનું નવ સર્ગોવાળું એક મહાકાવ્ય રચ્યું છે. આ કાવ્યમાં વસ્તુપાળનાં ધર્મકાર્યોનું મુખ્યતઃ વર્ણન હોવા છતાં, તેના બીજા સર્ગમાં ચૌલુક્યવંશના આદ્ય રાજ્ય સ્થાપક, મૂળરાજ સોલંકીથી આંરભી વાઘેલા વીરધવલ સુધીનો ઇતિહાસ રજૂ કરેલ છે. આ સોમેશ્વરદેવ ચૌલુક્ય ભીમદેવ બીજાનો રાજ્યપુરોહિત હતો. વડનગર-આનંદપુરના રહેવાસી વિદ્વાન નાગર બ્રાહ્મણ સોલ, મૂળરાજનો રાજ્યપુરોહિત હતો. તેના વંશના દરેક પુરૂષો સોલંકી રાજાઓના પુરોહિત ઉત્તરોત્તર થયા છે. છેલ્લે આ વંશમાં મહાકવિ સોમેશ્વરદેવ, ભીમદેવ બીજાનો રાજપુરોહિત રહેલો. ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વરો વસ્તુપાળ અને તેજપાળ, વાઘેલા રાણક લવણપ્રસાદ અને વીરધવલના, બહાદુર, વીર અને સંસ્કૃત-સાહિત્યના વિદ્વાનો હતા. તેમના શાસનકાળમાં વસ્તુપાળના આશ્રય નીચે, ઘણા કવિઓ તેની વિદ્યાસભામાં આવી રહેલા. વસ્તુપાળની વિદ્યાસભામાં સોમેશ્વરનું સ્થાન ધણું જ ઊંચું હતું. વસ્તુપાળ તેમને ઘણું જ માન આપતો અને પોતાના મિત્ર તરીકે રાજકાર્યમાં, તેમની સલાહ પણ લેતો હતો. આ કવિએ વસ્તુપાળના સુકૃતકાર્યોનું આલંકારિક ભાષામાં વર્ણન કરતાં, ‘કીર્તિકૌમુદી’ નામનું મહાકાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. આ કાવ્ય સંવત ૧૨૮૨માં રચાયું હોવાનું અનુમાન વિદ્વાનોએ કર્યું છે. આ સિવાય સોમેશ્વરદેવે આબુના ‘લૂણવસહિ’ ગિરનાર ઉપર વસ્તુપાલે બંધાવેલ વીરનારાયણ મંદિરમાં, ૧૦૮ શ્લોક ધરાવતી પ્રશસ્તિ અને બીજી અનેક પ્રશસ્તિઓ રચી છે. ‘કીર્તિકૌમુદી’ ગ્રંથમાં પહેલા સર્ગની અંદર અણહિલપુર નગરનું વર્ણન રજૂ કરતાં, તેમાંથી સિદ્ધસરોવર સહસ્રલિંગનું વર્ણન નીચે પ્રમાણે મળે છે. यस्मिन सरो हरोपेन्द्र प्रासादैः परितश्रितम् । आमुक्तमौक्तिकं भूमेर्भात्येकमिव कुंडलम् ॥७२॥ જે સરોવરને ફરતાં શિવ, અને વિષ્ણુનાં મંદિરો શોભી રહ્યાં છે, તેથી તે જાણે પૃથ્વીમાતાના કુંડળને ફરતી, મોતીની હાર હોય તેવું શોભે છે. आभाति यस्य गंभीरं सरः स्मेरैः सरोरुहैः । खेलन्तीनां सुखं तोयदेवतानां मुखैरिव ॥७३॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २०२ આ ગંભીર સરોવરમાં કમળો ઊગ્યાં છે, તે જાણે તેમાં ક્રીડા કરતી જલદેવીઓનાં મુખો હોય, તેમ શોભા આપે છે. यस्यांतर गिरीशागारै दीपका: प्रतिबिंबिताः । शोभंते निशि पातालव्यालमौलिमणिश्रियः ॥७४॥ તે સરોવરમાં રાત્રિના વખતે, ત્યાંના શિવમંદિરોની અંદર તથા દીપકોનાં પ્રતિબિંબો પડે છે, તે જાણે પાતાળના નાગોના મસ્તક ઉપરના મણિઓ હોય, તેમ દીપ્તિમાન થાય છે. यस्योच्चैः सरसस्तीरे राजते रजतोज्वलः । कीर्तिस्तंभो नभोगंगाप्रवाहोऽव्यतरन्निव ॥ ७५ ॥ આ સરોવરના કિનારા ઉપર રૂપાના જેવા ઉજ્જવલ, કીર્તિસ્તંભ ઊંચો શોભી રહ્યો છે, તે આકાશગંગાનો પ્રવાહ જાણે ઊતરી ન આવ્યો હોય ! તેવો લાગે છે. हरप्रासादसंदोहमनोहरमिदं सरः । राजते नगरं तच्च राजहंसैरलंकृतम् ॥७६॥ આ સરોવર શિવાલયોના સમૂહથી ઘણું જ સુશોભિત લાગે છે. વળી તે રાજહંસોથી પણ અલંકૃત છે. એવા આ સરોવરથી નગર (અણહિલપુર) પણ શોભે છે. सशंख-चक्र प्रथितावतारशाली कमलाभिरामः । स एष कासारशिरोवतंसः, कंसमहर्तुः प्रतिमां बिभतिं ॥७७॥ આ સરોવર સંપૂર્ણતઃ કંસને મારનાર કૃષ્ણનું રૂપ ધારણ કરે છે. કારણ તે કૃષ્ણની માફક સશંખચક્ર-શંખચક્ર ધારણ કરનાર, અર્થાત્ શંખલા અને ચક્રવાક પક્ષીઓવાળું પ્રથિતાવતાર ઘણા અવતાર ધારણ કરનાર એટલે ઉતરવા માટે ઘણા ઓવારાવાળું અને કમલાભિરામ-કમલા-લક્ષ્મીજીના અંતરના આરામ, અર્થાત્ કમળોથી શોભતું છે. न मानसे माद्यति मानसं मे, पंपा न संपादयति प्रमोदम् । अच्छोदमच्छोदकमप्यसारं, सरोवरे राजति सिद्धभर्तुः ॥७८॥ (સિદ્ધરાજ કીર્તિથી પરિપૂર્ણ જલથી સંપૂર્ણ ભરાયેલ આ સહસ્રલિંગસરોવર જોઇને) માનસરોવર મારા મનને રૂચતું નથી. પંપાસરોવર જોઇને હર્ષ થતો નથી અને અચ્છોદસરોવર આની આગળ અસાર જણાય છે, એવું આ સિદ્ધનૃપતિનું મહાસરોવર અહીં શોભી રહ્યું છે. प्रतितटघटितोर्मिघातजात प्रसृमरफेन कदंबकच्छलेन । हरिहरहसित सिधद्युति स्वकीर्ति दिशि दिशि कंदलयत्ययं तडागः ॥७९॥ તે સરોવરનાં કાઠા ઉપર, પવનની લહરોથી તણાઇ આવેલ ફીણ પથરાયેલ છે, તે વડ જાણે તે હરિહર (વિષ્ણુ તથા શંકર) ના હાસ્ય સરખી કાંતિને ધારણ કરે છે અને તે પોતાની કીર્તિ દશે દિશાઓમાં પ્રસારે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૦૩ अलघुलहरिलिप्तभागे तडागे, तरलतुहिनपिंडा पांडुडिंडीरदंभात् । तरणतरणितापव्यापदापन्नमुच्चै रिह विहरति ताराचक्रवालं विशालम् ॥८०॥ આ તળાવના જળની લહરીઓથી, તેમ જ આકાશમાં બરફ જેવાં સફેદ ધુમ્મસનાં, બિંદુઓથી ઢંકાઇ ગયેલ (તારામંડળ) તારાઓ, સૂર્યના પ્રખર તાપથી વ્યથા પામી, આ વિશાળ તળાવમાં વિહાર કરે છે. एकत्र स्फूटदब्जराजिरजसा बभ्रुकृत: सुभ्रुवाम् । प्रभुश्यत्कुचकुंभकुंकुमरसैरन्यत्ररक्तिकृतः ॥ अन्यत्र स्मितनीलनीरजदलच्छायेन नीलीकृतः ।। श्रेयः सिधुरवर्णकंबलघुरं धते सरः शेखरः ॥८१॥ આ તળાવ એક ઠેકાણે ખીલેલા કમલોની રજથી પિગલ વર્ણનું લાગે છે, જ્યારે બીજે ઠેકાણે સ્ત્રીઓના કુચકુંભના કુંકુમ જેવું રક્ત દેખાય છે, તો ત્રીજે ઠેકાણે ખીલેલા કમલપાત્રોની નીલ વર્ણનું લાગે છે, એમ અનેક રંગો વડે હાથીની ગૂલ જેવું આ સર્વશ્રેષ્ઠ સરોવર શોભી રહ્યું છે. ૩. હમ્મીરમદમર્દન આ ગ્રંથમાં સર્જક વીરસૂરિના શિષ્ય જયસિંહસૂરિ છે. તેઓ વસ્તુપાળના સમકાલીન હતા. તેઓ ભરૂચના મુનિ સુવ્રતસ્વામી મંદિરના આચાર્ય તરીકે સુપ્રસિધ્ધ બનેલા. તેમણે તેજપાળને આદેશ આપી, ભરૂચના શકુનિકાવિહારથી ૨૫ દેવકુલિકાઓ ઉપર, વસ્તુપાળની સંમતિ દ્વારા સુવર્ણ ધ્વજદંડો ચઢાવરાવ્યા હતા. આ શકુનિકાવિહાર આંબડે બંધાયેલો. આ પ્રસંગના સ્મારક તરીકે જયસિંહસૂરિએ એક પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જે તે મંદિરમાં આરસની શિલાઓમાં ઉત્કીર્ણ કરાયેલું. આ મંદિર પાછળથી મુસ્લિમોના સમયમાં, મજીદ તરીકે ફેરવાયું એટલે તેમાંથી પ્રશસ્તિ નષ્ટભ્રષ્ટ થઈ કાળને ગર્ભમાં વિલીન બની ગઈ છે. પરંતુ હમ્મીરમદમર્દન' નાટકના અંત્યભાગે, તે લખેલી મળી આવી છે, જે “હમ્મીરમદમર્દન' નાટકમાં પ્રસિદ્ધ થયેલ છે. આ સૂરિએ હમ્મીરમદમર્દન” નામનું નાટક રચ્યું હતું, જેમાં ગુજરાત ઉપર મુસલમાનોએ કરેલ હુમલાનો પ્રતિકાર કરી, વસ્તુપાળ અને તેજપાળે તેમને મારી કેવી રીતે પાછા હઠાવ્યા તેની વિસ્તૃત સમાલોચના કરેલી છે. આ નાટકની એક પ્રત સં. ૧૨૮૬માં લખાયેલી મળી છે, તેથી તે સમયે અગાઉ આ નાટક રચાયું હોવાનું જણાય છે. વસ્તુપાળ સં. ૧૨૭૬માં મંત્રીશ્વર થયા હતા એટલે સં. ૧૨૭૬થી ૧૨૮૬ વચ્ચે દશ વર્ષના ગાળામાં, આ નાટક જયસિંહસૂરિએ રચ્યું હતું એમ ચોકકસ લાગે છે. આ નાટક વસ્તુપાળના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી. ખંભાત ભીમેશ્વર ભગવાનના યાત્રા મહોત્સવ પ્રસંગે, સૌથી પહેલવહેલું ભજવાયું હતું. આ નાટકમાં સહસ્ત્રલિંગ સરોવરનું રોચક વર્ણન આપેલું છે, જે અહીં આપવામાં આવેલ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા एतां पुनरनंतमंडनीयां मंडयत्येक कुंडलमिव सहस्रसंख्या शशिशेखरसुरगृहकच्छलां मुक्ताफलजीलांतम् । मध्य स्फुरदुरुतरतरलता वितानवलयितान्तम् । रीपमयमरकतमणिनिकरंनकांतम् तांतनीरजरजः परिरंभसंभावितशातकुंभशोममंभोब्रिभाळं जगदानंदनिधानम् सिद्धसागराभिधानं सरः ॥ પૃથ્વીના કુંડળ જેવી શોભા આપતું સરસ ચંદ્રશેખર-શિવનાં સહસ્રમંદિરોથી દેદીપ્યમાન, કાચબા અને મુકતાફળોથી ગૂંથાયેલું, જેનો મધ્યપ્રદેશ વૃક્ષો, અને તરૂલતાઓથી વીંટળાયેલો છે તેવું મરકતમણિ જેવી રક્તપ્રભા ધરાવતુ રજ વગરનું સુવર્ણસમાન ચળકતા સ્વચ્છ જળથી પરિપૂર્ણ, શોભાયમાન જગતના આનંદધામરૂપ, આ સિદ્ધસાગર નામનું મહાસરોવર છે. महां भोधिर्गभीरिमगमिमाधुर्यविभवै - । जिंतो येन श्यामो जनिजनित दुःखव्यतिकरः ॥ वहत्यौर्वव्याजादुरसि परितापं न घटते । सरस्वत्याप्येतद्विरचितपरिरंभपरया ।। २५ ।। २०४ સરસ્વતીના સહચારથી રચાયેલા, આ સરોવરે ગંભીરતા અને મધુરતા વગેરે ગુણો વડે મહાસાગરને જીતી લીધો છે, તેથી એ સાગર દુઃખી થઇને શ્યામ થઇ ગયો છે અને તેના હૃદયમાં દાવાનળરૂપી પરિતાપ સદા વહેતો રહે છે. सदा पूर्णेम्यर्णस्थितहरसहस्रालिकशशी । प्रभाचज्चचंद्रोत्पलपटलसोपानसलिलैः || क्व संभाव्यो यत्र लगसमयद्वादशरतिः । च्छविप्लोवैः शोषः क्वथित पृथुपायोधिभिरपि ॥ २६ ॥ આ સરોવરના તટ ઉપર સહસ્રશિવમંદિરોમાં બિરાજતા, ચંદ્રચૂડમહાદેવના ભાલપ્રદેશમાં ચંદ્રના તેજથી દ્રવતા, ચંદ્રકાંતમણિથી શોભતા ઓવારાઓમાં, સદાય જળ પરિપૂર્ણ રહે છે એટલે પ્રલયકાળના બાર સૂર્ય તપે તો, વિશાળ સમુદ્રને શોષી શકે, પણ તે આ સરોવરને શોષી શકવા સમર્થ નથી. यत्रौर्वप्रकार स्फुरन्ति गिरीशप्रासादकुंभप्रति । छंदैः कुंभचयाः पिबन्ति च सदा नाभूतथाप्यूनत ॥ एकोर्वज्वलनैककुंभतनयकीडानिपीतोदक । व्रीडार्त: पुरतः क्व तस्य सरसः क्षीरार्णवो वर्ण्यताम् ||२७|| આ સરોવરને વિશે શિવાલયસ્થિત, શિખરકલશોના પ્રતિબિંબરૂપે, અનેક વડવાનળો સ્ક્રૂરતા હોય તેમ જણાય છે અને તેનું અનેક કુંભો પાન કરે છે તો પણ તેનું પાણી ઘટતું નથી. જ્યારે સમુદ્રને વિષે ફક્ત એક જ વડવાનળ હોય છે, જેનું પાન કુંભપુત્ર (અગસ્ત્ય) વાતવાતમાં કરી ગયા હતા. તેથી ક્ષીરસમુદ્ર પણ આ સરોવરથી લજ્જા પામે છે. (અર્થાત્ આ સમુદ્ર આગળ સમુદ્રનું કાંઇ મહત્ત્વ ન હતું.) Page #228 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨ ૦૫ ૪. વસંતવિલાસ : આ ગ્રંથના સર્જક બાલચંદ્રસૂરિ છે. મૂળ તે મોઢેરાના મોઢ બ્રાહ્મણ ધારાદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ વિદ્યુત-વીજળી. તેમનું જન્મનામ મુંજાલ, જેને બાલ્યાવસ્થામાં જ મોઢેરાના મોઢગચ્છના આચાર્ય હરિભદ્રસૂરિએ દીક્ષા આપી જૈન સંપ્રદાયમાં, પોતાની ગાદી ઉપર સ્થાપ્યા હતા. આ આચાર્યશ્રીએ દીક્ષા આપ્યા બાદ તેનું બાલચંદ્ર નામ રાખેલું. તે સંસ્કૃત સાહિત્યના અભ્યાસી સારા વિદ્વાન હતા. તેમણે ચૌલુક્યોના રાજગુરુ પહ્માદિત્ય પાસે અભ્યાસ કરેલો અને દેવસૂરિગચ્છના આચાર્ય ઉદયસૂરિએ, સારસ્વત મંત્ર આપેલો જેની ઉપાસના કરતાં તેમને ભગવતી સરસ્વતીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો હોવાનું, તેમના ગ્રંથ 'વસંતવિલાસ'માં જણાવ્યું છે. આ વિદ્વાન સૂરિ વસ્તુપાળના સમકાલીન હતા, અને તેના મરણ બાદ વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહના વખતમાં તે વિદ્યમાન હતા. તેમણે વસ્તુપાળના સત્કાર્યો વર્ણવતું. ‘વસંતવિલાસ’ નામનું સંસ્કૃત કાવ્ય આલંકારિક ભાષામાં, વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહના વિનોદ માટે રચ્યું છે. આ કાવ્યમાંથી કેટલીક ઐતિહાસિક હકીકતો પણ મળે છે. આ ગ્રંથમાં વસ્તુપાળના મરણનાં સાલસંવત ૧૨૯૬ જણાવી હોવાથી, તે વસ્તુપાળના મરણ બાદ રચાયું હોવાનું માની શકાય. એટલે આ સંસ્કૃત મહાકાવ્ય સંવતની તેરમી સદીના અંતભાગે કે ચૌદમી સદીની શરૂઆતમાં રચાયું હતું એમ ચોક્કસ લાગે છે. આ સૂરિવર્ષે આ સિવાય કરુણવજયુદ્ધનાટક' અને કવિવર આસડના ‘વિવેકમંજરી' તથા ઉપદેશકંદળી' ગ્રંથો ઉપર ટીકાઓ રચી છે. આ પૈકી 'કરુણવયુદ્ધનાટક' તી મંત્રીધર વસ્તુપાળની આજ્ઞાથી, શેત્રુંજય ઉપર ઋષભદેવના મહામહોત્સવ વખતે ભજવાયું હતું. આ કવિવરના ‘વસંતવિલાસ” કાવ્યમાં સર્ગ બીજાની અંદર અણહિલપુરનગરનું વર્ણન આપેલું છે, તેમાં સહસલિંગ સરોવરનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે. __ यस्याग्रतो दुर्लभराजराजसरो विशालं स्फटिकज्वलांभः । क्रोडीकृतै तत्प्रतिरुपमुग्धै रादर्शलीलामुररीकरोतु ॥४६॥ જેની આગળ દુર્લભસરાજ’ નામનું વિશાળ સરોવર, સ્ફટિક સરખા જળવાળું આવેલું છે. જે તેમાં કીડા કરતાં મનુષ્યોનાં પ્રતિબિંબોથી, આદર્શ લીલા કરતું જણાય છે. विस्तीर्णशालं च पुरं तदुच्चैविशालपाली वलयंसरश्च । पयोधिवेलावनमेखलाया भूसुभूवः कुंडलतां हि याति ॥४७॥ વિસ્તીર્ણ શાળાઓ (દેવમંદિરો, સત્રશાળાઓ અને અધ્યયનશાળા) થી શોભતા આ નગરની પાસે વિશાળ પાળવાળું, વલયને આકારવાળું ગોળ સરોવર આવેલું છે. જે મહાસાગરને વીંટાળેલી વનમેખલાથી પૃથ્વીના કુંડળ જેવું લાગે છે. भोगावतीतोऽप्यमरावतीतोऽप्यतीवरम्यां वहतोस्य लक्ष्मीम् । वीचिकरोदंचितफेनवीतैनिरुक्षितो नीवसरः करोति ॥४८॥ ભોગાવતી અને અમરાવતી, જેવી અતિ રમ્ય નગરીઓ પણ, અહીંની રાજલક્ષ્મીને પોતાની તરફ ખેંચે છે, જેના ખેંચાણથી આ તળાવના પાણીમાં, ફેણ અને ઘૂમરીઓ પડે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા विनिर्जिता शेषपुरश्रियोऽस्य, पुरः पुरोभागगतस्तडागः । महात्म्यमंभोजमुखैरसंख्यैः स्तोतीव भृंगीरुतगीविलासैः ॥४९॥ २०६ આ નગરે બીજાં નગરોનાં માન જીતી લીધાં છે, કારણ આ નગરના પુરોભાગે આવેલ સરોવર તેમાં ઉત્પન્ન થયેલ અસંખ્ય કમળપુષ્પોરૂપી અસંખ્ય મુખો વડે અને તે કમળોના મકરંદનું પાન કરવા આવેલા, ભમરાઓના ગુંજારરૂપ વાચા વડે તેનું માહાત્મ્ય વર્ણવે છે. ૫. સુકૃતસંકીર્તન : ઠક્કુર અરિસિંહ આ કાવ્યનો કર્તા છે. તેના પિતાનું લાવણ્યસિંહ. વસ્તુપાળનો એ અશ્રિત કવિ હતો. તેણે ‘સુકૃતસંકીર્તન' નામક સંસ્કૃત કાવ્ય, વસ્તુપાળે કરેલ સત્કૃત્યોના વર્ણન માટે રચ્યું છે. તેમાં ચાવડા અને સોલંકીવંશોના રાજાઓની રાજાવલિ, તેના ટૂંક ઇતિહાસ સાથે રજૂ કરી, ભીમદેવ સોલંકીના નિર્દેશ પછી, લવણપ્રસાદ તથા તેના પુત્ર વીરધવલના રાજ્યકાળે, મંત્રીશ્વર વસ્તુપાળનું જીવન અને કવન રજૂ કરતાં, તેનાં સત્કાર્યોનું વર્ણન વિગતવાર આપેલું છે. આ કાવ્યના મંગલાચરણમાં બ્રહ્માની સ્તુતિ છે, તેમ જ વસ્તુપાળની માતા કુમારદેવી, શૈવધર્મ પ્રત્યે અનુરાગ ધરાવતી હોવાનું આ ગ્રંથમાં કવિશ્રીએ સૂચવ્યું છે. આથી કવિવર અરિસિંહ, જૈનેતર વૈશ્ય કે બ્રાહ્મણ હશે એવું અનુમાન કરી શકાય ઠક્કુર અટક બ્રાહ્મણ, ભોજકો અને વૈશ્યોમાં પણ હોય છે, તેથી આવો તર્ક કરવાને અવકાશ છે. તેમણે ગ્રંથમાં સહસ્રલિંગ સરોવર માટે એક શ્લોક રજૂ કર્યો છે. यत्कारितं सिद्धसरः सरस्वता, तच्चापि पातुं घटभूरशक्तः । न वाग्यशोभंगभयादुपैति चाद्यैव विंध्याचलवृद्धिरक्षा ||३४|| સમુદ્રનું આચમન કરનાર અગસ્ત્ય પણ. સિદ્ધરાજના આ સરોવરનું.પાન કરવાને સમર્થ નથી, તેથી યશોભંગ થવાના કારણે વિંધ્યાચલ વધવા માંડે, એવું ખોટું બહાનું કાઢી આ સરોવરની પાસે અગસ્ત્ય પણ આવતા નથી. ૬. ગ્રંથિલાચાર્ય જયમંગલસૂરિ : જયમંગલસૂરિ વાદિદેવસૂરિના શિષ્ય, રામચંદ્રના શિષ્ય હતા. તેઓ સંવતના ચૌદમા સૈકાની શરૂઆતમાં વિદ્યમાન હતા, એમ સુંધા પહાડ ઉપર ચારીગદેવની સં. ૧૩૧૯ની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. કારણ આ પ્રશસ્તિ તેમણે રચી હતી. તેમણે સંસ્કૃતમાં કવિશિક્ષા તથા અપભ્રંશમાં ‘મહાવીરજન્માભિષેક’ કાવ્યો રચ્યાં છે. રાજાજ્ઞાથી તેમણે પાટણનું સંક્ષિપ્ત વર્ણન કર્યું હતું. તેમાં તેમણે સિદ્ધરાજના સહસ્રલિંગસરોવરની પણ નોંધ લીધી છે. જો કે તેમાં ફક્ત બે જ લીટીઓ આ સરોવર અંગે રજૂ કરી છે, પરંતુ સહસ્રલિંગ માટે કવિએ સુંદર કલ્પના મૂકી છે. एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यता निर्जिता । मन्ये नाथ सरस्वतीजलतया नीरं वहन्ति स्थिता ॥ कीर्तिस्तंभमिषोच्चदंडरुचिरामुत्सृज्य बाहोर्बलात् । तंत्रीका गुरुसिद्धभूपतिसरस्तुंबां निजां कच्छपीम् ॥१॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २०७ આ નગરની સ્ત્રીઓની ચાતુરીથી હારી, સરસ્વતીદેવી જડતા ધારણ કરી. નદીરૂપે અહીં વહન ' કરે છે અને મહારાજા સિદ્ધરાજે બંધાવેલ, તુંબડાના આકારનું સહસ્ત્રલિંગસરોવર, જાણી સરસ્વતીએ ફેંકી દીધેલી વીણા હોય તેમ લાગે છે. ત્યાંનો કીર્તિસ્તંભ તે જાણે વીણાનો ઉચ્ચદંડ હોય તેવી શોભા રજૂ કરે છે અને તે સરોવરના તટ ઉપર ઊગેલા નાના છોડવાઓ તે જાણે વીણાના તારો હોય તેવા જણાય છે. ૭. મોહપરાજય નાટક આ ગ્રંથનો કર્તા મંત્રીશ્વર યશપાલ છે. તે મોઢ વૈશ્ય મંત્રી ધનદેવનો પુત્ર હતો. તેની માતાનું નામ રુકિમણી. તે સોલંકીવંશના રાજા અજયપાળનો જૈન મંત્રી હતો. તેણે કુમારપાળે સ્વીકારેલ જૈનધર્મની વિગતવાર હકીકતો રજૂ કરતું, ‘મોહરાજપરાજય' નામનું નાટક થારાપદ્રપુર (થરાદ)માં, ત્યાંના કુમારવિહાર કીડાલંકાર શ્રી વીરજીનેશ્વરની યાત્રા પ્રસંગે રચ્યું હતું. આમાંથી કુમારપાળે સંવત ૧૨૧૬ના માગશર સુદી બીજના દિવસે, જૈનધર્મ સ્વીકાર્યો હોવાનું જાણવા મળે છે. આ ગ્રંથ સં. ૧૨૨૯ થી ૧૨૩૨ સુધીમાં રચાો છે. આ નાટકમાં અણહિલપુરના વર્ણન સાથે, સહસલિંગ સરોવરનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે. ____एषा सुभ्रसरस्वतीसरिदिदं श्रीसिद्धभर्तुः सरः । चैतन्त्तन्वि बकस्थलं पृथुयशः स्तंभोऽयमभ्रंलिहः ॥ પ્રાણાવો નૃપને નિરુપમ: સુશોભિ સૌપાપUT - I श्रोणिक्षोणिरियं श्रियां च नगरे द्रष्टव्यमस्मिन्न किम् ॥८॥ આ સુંદર સરસ્વતી, આ મહારાજાધિરાજ સિદ્ધરાજનું સરોવર, આ નાજુક પણ જેનો યશ વિસ્તૃત છે તેવું રમ્ય બકસ્થલ, વાદળાંને ટેકોઅ આપતો, સૂર્યના જેવી ઉપમા આપી શકાય તેવો, ઊંચો કીર્તિસ્તંભ, સુંદર શ્રોણી-હાર ધરાવતી શ્વેત ઉજ્જવલ બજારોની દુકાનો અને અનુપમ શ્રોણી પ્રદેશવાળી સ્ત્રીઓથી શોભતો રાજપ્રાસાદ, એવા અહર્નિશ લક્ષ્મીના ધામરૂપ, આ નગરમાં આથી બીજું શું જોવાનું હોય? ૮. સરસ્વતીપુરાણ આ પુરાણ મુખ્યતઃ સહસલિંગસરોવરના વિગતવાર વર્ણન માટે જ રચાયું છે. પુરાણોના રચનાકાળ નિશ્ચિત હોતા નથી. કારણ પુરાણોના સર્જકો તેને અતિ પ્રાચીન મનાવવા માટે સર્જનકાળ જણાવતા જ નથી. આથી આ પુરાણ ક્યારે રચાયું હતું, તે જાણવા માટે નિશ્ચિયપૂર્વક તેનો રચનાકાળ આપી શકાય તેમ નથી. છતાં સિદ્ધરાજે બંધાવેલ, ગુજરાતના આ ભવ્ય મહાસાગરનું આવું તાદૃશ્ય ચિતાર રજૂ કરતું વર્ણન, બીજા કોઈ ગ્રંથમાંથી મળતું નથી. બીજું આ પુરાણનાં કેટલાંક ઐતિહાસિક વિદ્વાનો સંપૂર્ણતઃ આચાર્ય હેમચંદ્રના દ્વયાશ્રય” કાવ્ય સાથે નિકટનું સામ્ય ધરાવે છે. તેની વિગતવાર ચર્ચા મુંબઇના સુપ્રસિદ્ધ ગુજરાતી સાપ્તાહિકની ૫૧મી ભેટ મહારાજાધિાજના ખંડ-૩માં તુલાનાત્મક રીતે રજૂ કરી છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २०८ આ સિવાય “બુદ્ધિપ્રકાશ' માસિકમાં પણ “સરસ્વતીપુરાણના ઐતિહાસિક તત્ત્વો” નામનો લેખ મેં પ્રસિદ્ધ કર્યો હતો. તે બધાં વિવેચનોના આધારે ઐતિહાસિક દષ્ટિએ, આ પુરાણ સિદ્ધરાજના સમકાલમાં તેમના કોઇ પંડિતે તે રચ્યું હોવાનું નિશ્ચિત થયું છે. કારણ સિદ્ધરાજની મહેચ્છા આ સરોવરને એક દિવ્ય તીર્થ તરીકે સ્થાપવાની હતી. બીજું તેને આ સરોવરના કિનારા ઉપર, ભારતના વિખ્યાત તીર્થોના પ્રધાન દેવોનાં મંદિરો બનાવી, તે બધાં તીર્થો અહીં અવતારવાનો પ્રયત્ન કરી, તે બધાં તીર્થો આ સરોવરના જુદા-જુદા ઓવારાઓ ઉપર સ્થાપ્યાં હતા. આ ઉપરથી પણ તેણે પ્રેરણા આપી, સહસલિંગનું અદ્વિતીય વર્ણન તેના તીર્થમાહાત્મો, અને પ્રાચીન ઇતિહાસ સાથે, તેની રાજસભાના કોઈ પંડિત પાસે, રચાવ્યું હોય તેમ માની શકાય છે. આ પુરાણમાં સિદ્ધરાજને સદાકાળ પુરાણો તથા શાસ્ત્રોની કથાવાર્તા કરનાર, કેશવ વ્યાસનો પરિચય આપ્યો છે. સિદ્ધરાજની રાજસભામાં ત્રણ કેશવ નામના પંડિતો હતા, 'પ્રભાવક ચરિત્ર'માંથી જાણવા મળે છે. આથી આ ત્રણ પૈકી એક કેશવ વ્યાસે પોતે, કે તેના કોઇ કુટુંબીજને આ પુરાણ રહ્યું હતું એમ ચોક્કસ લાગે છે. ટૂંકમાં આ પુરાણ સહસલિંગ બંધાવ્યા પછી તરત જ સિદ્ધરાજના અંતિમ રાજકાળે રચાયું હશે, એમ તેના ઐતિહાસિક વિદ્વાનો અને સહસ્ત્રલિંગના સવિસ્તર વર્ણન ઉપરથી જણાય છે. આ પુરાણમાં સિદ્ધરાજને સહસ્ત્રલિંગસરોવર બાંધવાની પ્રેરણા કેવી રીતે ઉદ્ભવી ત્યાંથી આરંભી, સહસ્ત્રલિંગ સરોવરના નિકાસ દ્વાર દ્વારા સરસ્વતીનો પ્રવાહ, અણહિલપુર નજદીકના બાગ, બગીચા અને ઉપવનમાં થઇ, તેના મૂળ પ્રવાહ સાથે મળતો હોવાની, કમવાર યોજના રજૂ કરી છે. આ ઉપરાંત પાટણથી બે માઇલ દૂર ઉત્તરે, સરસ્વતીના પ્રાચીન પ્રવાહમાંથી, સરસ્વતીનો પ્રવાહ નહેર દ્વારા સહસલિંગમાં વાળ્યો હોવાની રસમય વિગતો પુરાણકારે નહેર અને સરોવરમાં તીર્થો તથા મંદિરોનાં વર્ણનો, તથા માહાભ્યો સાથે આપેલ છે. આમ “સરસ્વતીપુરાણ'ના ૧૫ તથા ૧૬ એમ બે સર્ગો, સિદ્ધરાજચરિત્રને બાદ કરતાં સમગ્ર રીતે સહસ્ત્રલિંગસરોવરના વર્ણનથી રોકાયેલા છે. એટલે ‘સરસ્વતીપુરાણ” સમગ્ર વર્ણન આ સરોવર માટે રજૂ કરવામાં આવે તો, એક સ્વતંત્ર વિભાગ આપી શકાય. પરંતુ આ સરોવરને લગતાં જુદા-જુદા પ્રકરણોમાં, મોટે ભાગે સરસ્વતીપુરાણ”માંથી જે તે વિષયના શ્લોકો આ પુસ્તકમાં આપેલા હોવાથી, તેની પુનરુક્તિ કરવાની અહીં જરૂરત લાગતી નથી. આ સરોવર તથા તેનાં તીર્થો, મંદિરો વગેરેનું માહાત્મ પરિશિષ્ટમાં આપવાનું છે. આ જ કારણને લઇ સરસ્વતીપુરાણ'માં રજૂ થયેલ, સહસ્ત્રલિંગનું વર્ણન અત્રે આપવામાં આવ્યું નથી. ૯. સમરરાસુ : સંસ્કૃત સિવાય પ્રાચીન ગુજરાતીમાં અને અર્વાચીન ગુજરાતી ભાષામાં સહસલિંગસરોવર માટે કેટલાંક કાવ્યોમાંથી ઉલ્લેખો મળે છે. ‘સમરરાસુ” નામનો એક રાસ પ્રાચીન ગુજરાતી ભાષામાં અંબદેવસૂરિએ રચ્યો છે. તેઓ નિવૃત્તિગચ્છમાં પાસડસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૩૭૧માં આ રાસનું સર્જન કરેલું. તેમાં પાટણના સમરાશાહે કરેલ શેત્રુંજયઉદ્ધારનું તેમ જ આદિનાથનું મંદિર - બંધાવી, તેણે કરેલી તેની પ્રસ્થાપનાનું સુંદર વર્ણન છે. આ રાસના અણહિલપુર નગરવર્ણનમાં સહસલિંગ માટે બે લીટીઓ મળે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૦૯ अमिय सरोवरसहसलिंगु इकु घरणि ही कुंडलु । कितिखंभुकिरि अवररेसी मागइ आखंडलु ॥७७॥ આ સહસ્રલિંગસરોવર, જાણે પૃથ્વીનું કુંડલ હોય તેમ લાગે છે અને ત્યાં આવેલ કીર્તિસ્તંભરૂપી હાથ વડે, પૃથ્વીમાતા પોતાનું બીજું કુંડળ ઇન્દ્રની પાસે માગતી હોય તેમ જણાય છે. આ રાસ ગાયકવાડ ઓરિયન્ટલ સીરીઝમાં ‘પ્રાચીનગુર્જરકાવ્ય સંગ્રહ' નામના પુસ્તકની અંદર પ્રસિદ્ધ થયો છે. આગળ જણાવ્યા પ્રમાણે સહસ્રલિંગસરોવર બંધાવ્યું ત્યારથી ચૌદમા સૈકાના અંત સુધીમાં અનેક વિદ્વાનોએ, આ સિધુંસાગરના બાદશાહી વર્ણનો નોંધાવ્યા છે. આથી ચૌદમાં સૈકાના અંત સુધીમાં આ મહાન સરોવર આબાદ અને અખંડિત રચેલું એમ ચોક્કસ લાગે છે. સંવત ૧૩૫૬માં જ્યારે અલ્લાઉદ્દીનનો સરદાર અલખાન, ગુજરાત ઉપર ચડી આવેલો, ત્યારે સૌ પહેલા તેણે અણહિલપુરને ઘેરો ઘાલ્યો હતો. આ વખતે તેના લશ્કરે સહસ્રલિંગસરોવરનાં કેટલાંક મંદિર તોડચાં હશે, પરંતુ આ સરોવર ઉપર આવેલ વિદ્યાશાખાઓ, સશાળાઓ અને પાંથશાળાઓનો અખંડ રાખી હોય તેમ લાગે છે. આથી ‘સમરરાસુ’ ના સર્જનકાળે, સહસ્રલિંગસરોવરનો મોટો ભાગ અખંડિત રહ્યો હોવો જોઇએ, એમ તેમાં રજૂ કરેલ કીર્તિસ્તંભોના વર્ણન ઉપરથી સમજાય છે. ૧૦. એક પ્રાચીન કવિતા : અર્વાચીન ગુજરાતીમાં રચાયેલ સહસ્રલિંગના વર્ણનોમાં, શ્રી ફાર્બસ ગુજરાતી સભા મુંબઇના ગ્રંથસંગ્રહમાંથી, તેવું એક કવિત મળ્યું છે. ઐતિહાસિક દષ્ટિએ તે પ્રાચીનકાળનું હોય તેમ જણાતું નથી. કારણ તેમાં જણાવેલ સહસ્રલિંગસરોવરની સ્થાપનાનો સમય ખોટી રીતે રજૂ કર્યો છે. એટલે ઐતિહાસિક દૃષ્ટિએ આ કાવ્યથી સહસ્રલિંગના ઇતિહાસ ઉપર વધુ પ્રકાશ પાડવા સંભવ નથી. પરંતુ આ મહાસરોવરના એક કીર્તિકાવ્ય તરીકે તેને અત્રે રજૂ કરવામાં આવેલ છે, સંવત શંકર ૧૧ વીર, પર ચઇતર સુદ લગન આચાર. ભરણી નખેતર ભરણ, શુભ કરવાર શનિશર. દેશોત કંઠે સાત ટકા, ક્રોડ પાંતરીસે. સીડી પત્થર પંચાસ, પલ ઓગણપંચાસે. તાસ નીરભાગી તરસ, સુણ સધરા ગુજરધણી. સેસલિંગસરોવર સરસ, શી શોભા વખાણું તે તણી. સંવત ૧૧૫૨ના ચૈત્ર સુદ ચોથને શનિવારે, ભરણી નક્ષત્રમાં આ સરોવરનું મુહૂર્ત થયું. તેમાં સાત કરોડ, અને પાંત્રીસ લાખ ખર્ચ થયો. તેમાં ઉતરવા માટે પચાસ પગથિયા હતા અને ઓગણપચાસમે પગથિયે (પાણી) આવેલું. હે રાજન્ ! ગુજરાતના ઘણી સિદ્ધરાજ ! તમો સાંભળો આ સરસ સહસ્રલિંગસરોવર છે, જેની શોભા શું વખાણું ? આ કવિત સિદ્ધરાજ જયસિંહને સંબોધી, કોઇ ભાટચારણે બનાવ્યું હોય તેમ લાગે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૦ પરંતુ તેની સ્થાપનાનો સમય ઇતિહાસની દૃષ્ટિએ ખોટો રજૂ કર્યો છે. કારણ સિદ્ધરાજ જયસિંહ સંવત ૧૧૫૦માં ગાદી ઉપર આવેલ હતો, જે વખતે તેની બાલ્યાવસ્થા હોવાથી, ગુજરાતનું રાજ્ય તેની માતા મીનળદેવી ચલાવતી હતી. આથી આ કવિત પાછળથી કોઇ કવિએ, મનઃકલ્પિત રીતે રચ્યું હોય તેમ લાગે છે. બીજું તેમાં પગથિયાંની જે સંખ્યા બતાવી છે, તે સાચી છે કે કેમ, તે જાણવા બીજાં કોઇ પ્રમાણો મળતાં નથી. આ સરોવર બાંધવામાં સાત કરોડ ટંકા ખર્ચાયા હોવાનું સૂચવ્યું છે, પણ ટંકા એ સૂર્વણનો સિક્કો હોય તો, તેનો ખર્ચ ઘણો વધી જાય તેમ માનવું પડે. આમાં સત્ય કેટલું હશે ? તેના માટે કોઇ પ્રામાણિક પુરાવા મળતા નથી. કવિઓ આવાં મહાસ્થાપત્યો માટે, મોટી મોટી કલ્પનાઓ રજૂ કરે છે, તેનો આ એક પ્રત્યક્ષ પુરાવો છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૧ ૫૭ સંસ્કૃત સાહિત્યમાં રુદ્રમાળનું વર્ણન સંકલનઃ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ચાલુક્ય મહારાજાધિરાજ સિદ્ધરાજના સમયથી, રૂદ્રમાળની ખ્યાતિ સારાયે ગુજરાત અને સમસ્ત ભારતમાં એક કૈલાસ સમાન મહામેરૂપ્રસાદ તરીકે પ્રસિદ્ધિ પામી ચૂકી હતી. તેના કીર્તિકળશને સર્વોચ્ચતાના શિખરે સ્થાપવા, અનેક વિદ્વાનો ગ્રંથકારોએ તેના સંબંધી કેટલીક હકીકતો, પોતાના ગ્રંથોમાં નોંધી છે. રૂદ્રમહાલયની ઐતિહાસિક વિચારણા રજૂ કરતાં આ ગ્રંથમાં પ્રાપ્ત વિવિધ ઉલ્લેખો જુદા-જુદા ગ્રંથોમાંથી રજૂ કરવામાં આવેલ છે. કારણ તે બધાં વિધાનો રજૂ કરવાથી તેના સંબંધી જે સાહિત્ય, પ્રાચીનકાળે સર્જાયું હતું તેનો ખ્યાલ આવે છે, તેટલું જ નહિ પણ ગુજરાતના જનસમાજમાં રૂદ્રમહાલય માટે, જે ઉદાત્ત ભાવના પ્રચાર પામી હતી, અને ઐતિહાસિક દષ્ટિએ તેનો કેવો પ્રભાવ હતો તે જાણી શકાય છે. આથી જ પ્રાચીન અર્વાચીન ગ્રંથોમાંથી મળતાં, રૂદ્રમહાલય માટેનાં વિધાનો રજૂ કરવામાં આવે છે. વિયાશ્રય મહાકાવ્ય : રૂદ્રમહાલય માટે સૌથી પ્રાચીન ઉલ્લેખ મૂળરાજના દાનપત્રમાંથી મળે છે, પરંતુ તે સમયે રૂદ્રમહાલય'નું મંદિર કેવું હતું, તે જાણવા કોઇ પ્રમાણિક હકીકત મળતી નથી. સિદ્ધરાજે આ દિવ્ય મહામંદિર બંધાવ્યું હતું, તે ઇતિહાસ પ્રસિદ્ધ હકીકત છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર ‘દયાશ્રય” મહાકાવ્યમાં તેની વ્યવસ્થિત નોંધી લીધી છે, જેના ઉપર ટીકા લખનાર અભયતિલકગણિએ તે હકીકતને પુરસ્કૃત કરતાં, કેટલીક નવીન માહિતી રજૂ કરી છે. આ મહાકાવ્ય સિદ્ધરાજના સમકાલમાં રચાયું છે, એટલે તેની હકીકતો સપ્રમાણ હોવાનું ચોકકસ માની શકાય તેમાં શક નહિ. ...न विभो कलिङ्गञ्जगमानतं तद्विललाप सुप्तो यदिति ब्रुवाणः । स परीक्षितो यत्र निशि त्वया प्राक्तदुषाचरैरायतनं विकीर्णम् ॥६॥ टीका ॥६॥ तदायतनं स्वयंभू रुद्रमहाकालदेवगृहं संप्रति लोके रुद्रमहालयेति नाम्ना प्रसिद्धमुषाचरै राक्षसैवि.कीर्ण भग्नं यत्र स कश्चिद्विवक्षितस्तवास्माकं च पूर्वत्वेन प्रसिद्धो द्विजो निशि प्राक् प्राचीकाले त्वया परिक्षितः । कीद्दकसन् । ब्रुवाणः । किमित्याह । न विभो कलिङ्गञ्ज गामेति । अहो द्विजत्वया कलिङ्गेषु द्विजो हत इति त्वयोक्तः । किल कलिङ्गेषु हि गतमात्रोपि द्विजोतिनिन्द्यत्वाच्चाण्डाल इव द्विजपङ्केबाह्यः स्यात्किं पुनर्मत्सद्दशो ब्राह्मणघातीत्यतितरां निन्दाभयात्कलिंगगमनमप्यावान आह । हे विभो नाहं कलिङ्गान् ब्राह्मणीभूतचण्डालकान् देशमेदाञ जगाम गत एव न । एवं च ब्रह्महत्या दूरापास्तैव । ननु मया कलिङ्गेषु ब्राह्मणो हत इति त्वया प्रलपितं तत्कथमिदमुच्यत इत्याह । सुप्तोहं यत्कलिङ्गेषु ब्राह्मणस्य हननं विललाप तदनृतमिति ॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૨ મેં જે સ્વપ્નમાં લવારો કર્યો તે ખોટો છે. હું કદાપિ કલિંગમાં ગયો નથી, એમ કહેતો બ્રાહ્મણ જ્યાં આપથી પરીક્ષાયો હતો તે આયતન (મંદિર) રાક્ષસોએ ભાંગી નાખ્યું છે. ટીકા - તે આયતન સ્વયંભૂ રૂદ્ર મહાકાલદેવગૃહ, હાલમાં લોકોની અંદર રૂદ્ર મહાલય નામથી પ્રસિદ્ધ છે તે, ઉષાચર-રાક્ષસો વડે વિકીર્ણ થયું છે. ભાંગી નંખાયું છે. જ્યાં પૂર્વકાળે આપે નિશિપ્રાફસૂર્યોદય પૂર્વે પ્રાચીના કિનારા પાસે પ્રસિદ્ધ દ્વિજવર્ય-બ્રાહ્મણશ્રેષ્ઠની પરીક્ષા કરી હતી. તેઓએ તેને પૂછ્યું હતું કે, અરે દ્વિજવર્ય તમે કલિંગમાં બ્રાહ્મણને મારી નાખ્યો હતો ? કલિંગમાં જવાથી જ બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે. નિંદાય છે, ચાંડાલની માફક દ્વિજ-બ્રાહ્મણોની પંક્તિથી બહિષ્કૃત થાય છે. ખરેખર બ્રહ્મહત્યાથી નિદાના ભયને લઇ ત્રસ્ત થઇ, કલિંગમાં ગયોજ નથી. પછી બ્રહ્મહત્યા, અને તેનાથી પ્રાપ્ત નિંદાનો ભય ક્યાં રહ્યો ? પછી પુનઃપ્રશ્ન કર્યો કે તમે સ્વપ્નમાં લવારો કર્યો કે, મેં કલિંગમાં બ્રાહ્મણને માર્યો. મેં સ્વપ્નમાં બ્રાહ્મણને માર્યો તે પ્રલાપ ખરેખર અસત્ય છે. कैतवानितैकायन्यहें सिद्धपुरेथ सः । प्राच्यास्तीरे सरस्वत्याश्चक्रे रुद्रमहायलयम् ॥ १४ ॥ ટીકા - સ્પષ્ટ: ઋિતુ મહાતીર્થંત્વાદ્વૈતવાયનિઐાનિ મુનીનામનેં વાસયોગ્યે ચ કૈતવાયનિ, તૈકાયનિ આદિને યોગ્ય એવા સિદ્ધપુરમાં, પછી પ્રાચી એવી સરસ્વતીના તીર ઉપર રૂદ્ર મહાલય એણે બંધાવ્યું. ટીકા - અર્થ સ્પષ્ટ છે. મહાતીર્થ હોવાથી કૈતવાયન, તૈકાયન, મુનિઓએ અહીં વાસ કરવાનું યોગ્ય માન્યું. સરસ્વતીપુરાણ ઃ ‘સરસ્વતીપુરાણ’ સિદ્ધરાજના રાજ્યકાળે તેમના કોઇ વિદ્વાને રચ્યું છે. તેના સર્જનકાળની વ્યવસ્થિત વિચારણા, મારા તરફથી સંપાદિત કરેલ ‘સરસ્વતીપુરાણ’ નામક ગ્રંથમાં રજૂ કરેલ છે. આ ગ્રંથ મુંબાઇની ફાર્બસ ગુજરાતી સભા દ્વારા ઇ.સ. ૧૯૪૦માં પ્રકાશિત થયેલ છે. તેમાં સિદ્ધરાજનું જીવનચરિત્ર અને સહસ્રલિંગ સરોવરનો ઇતિહાસ, તેનાં તીર્થો, દેવમંદિરો વગેરેનાં વર્ણનો વિવેચન સહિત આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં સિદ્ધરાજચરિત્રની અંદર રૂદ્ર મહાલય સંબંધી, નીચે પ્રમાણે ઉલ્લેખો મળે છે. समाराध्य महादेवं त्रिपुरांतकरं हरं । सिद्धराज इति ख्यातश्चक्रवर्ती भविष्यति ॥ ८५ ॥ एष दृष्ट्वा स्वयं भक्तया रुद्रं रुद्रमहालये । महालयेन संयुक्तं प्राचीने तु करिष्यति ॥ ८६ ॥ एष बर्बरकं जित्वा भूतेशं भयदं नृणां । महालयस्य पुरतः स्ववशे स्थापयिष्यति ॥ ८७ ॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૩ • તે ત્રિપુરાસુરનો નાશ કરનારા શિવ-મહાદેવજી આરાધના કરી, સિદ્ધરાજથી વિખ્યાત ચક્રવર્તી રાજા થશે. તે પૂર્ણ ભક્તિભાવ વડે રૂદ્ર મહાલયના મહારૂદ્રનાં દર્શન કરી, મહાલય સહિત પ્રાચીન શિવાયતનો પુનરોદ્ધાર કરશે. તે મનુષ્યોને ભય પમાડનાર, ભૂતો રાક્ષસોના સરદાર, એવા બર્બરકને જીતી, આ મહાલયની સમપી પોતાને વશવર્તી બનાવશે.. હમીરમદમર્દન નાટક : ' આ નાટક સં. ૧૨૭૬ અને ૧૨૮૬ વચ્ચેના સમયમાં રચાયું છે. તેના કર્તા સિંહસૂરિ, ભરૂચના મુનિસુવ્રતસ્વામી મંદિરના આચાર્ય વરસૂરિના શિષ્ય હતા. તેમણે આ ગ્રંથ વસ્તુપાળનાં પરાક્રમોની અમરગાથા રજૂ કરવા રચ્યો હતો. વાઘેલા રાણા વીરઘવલના રાજ્યકાળમાં, ચારે બાજુથી ગુજરાત ઉપર હુમલાઓ થયેલા. એક બાજુથી ભરૂચનો સંગ્રામસિંહ, બીજી બાજુ માળવાનો રાજા અને રાજસ્થાન તરફથી તુરૂષ્કો-મુસલમાનોનો સરદાર હમ્મીર વગેરે એક સાથે ગુજરાત ઉપર ચડી આવ્યા હતા. તે વખતે વસ્તુપાલ અને તેજપાલે પોતાની અદ્દભૂત મુત્સદીગીરીથી તથા અપૂર્વ પરાક્રમો વડે આ બધા રાજાઓને પરાસ્ત કર્યા હતા. તેમાં હમ્મીર સાથેના યુદ્ધમાં વાઘેલા રાજવી વીરધવલ પણ, વસ્તુપાલની સરદારી નીચે મોટું લશ્કર લઇ રાજસ્થાન તરફ ગયેલા, જેમાં ગુજરાતના લશ્કરનો વિજય થઇ, વરધવલરાજાએ હમ્મીરને પરાસ્ત કર્યો હોવાથી હકીકત આ નાટક રજૂ કરે છે. તેમાં વસ્તુપાલે મુખ્ય ભાગ ભજવ્યો હોઇ, આ યુદ્ધનું સાચું શ્રેય વસ્તુપાળની વીરતાથી મળ્યું હતું, એમ આ નાટક ઉપરથી જણાય છે. વાઘેલા રાજા વીરઘવલ આ યુદ્ધ પૂરું થયા બાદ વિમાનમાં બેસી પોતાની રાજધાની ધોળકા જાય છે, ત્યારે રસ્તામાં સિદ્ધપુર પાસે આવતાં સરસ્વતી નદી અને રૂદ્રમહાલનું વર્ણન નીચે પ્રમાણે રજુ કરે છે : - अये प्राप्नैव भगवति सरस्वती नाम महानदी ॥ . . પુનાતિ નાનેર ત્રિશતદિન નવી - | त्युनर्देवी रेवा विरचयति पावित्र्यमतुलम् ॥ इयं दूरे नामश्रुतिभिरपि दत्ते च शुचितां । सुता धातुः पूतं त्रिजगदपि भूतं तदनया ॥ १८ ॥ જે દેવનદી સ્નાન વડે પવિત્ર બનાવે છે, રેવા દર્શન માત્રથી અતુલ પવિત્ર આપે છે, જેને વેદો-શ્રુતિઓએ પુનિતતા આપી છે, એવી બ્રહ્માની પુત્રી સારાયે જગતને પોતાની અનન્ય શક્તિ વડે સદાકાળ પાવન કરે છે. વીરવત : - (સદનામ) નૂનમ: સિદ્ધપુરપરિસરે પ્રાર મુશ્વપ્રકૃમાં પા: प्रवाहमधिवसन् सुचिरविरस्चिशिरःकर्तनसज्जात - पातक विशुध्यर्थमिव भगवान् भद्रमहाकाल : चूलागलद्धवलसिन्धुपयः प्रवाहोव्यालोलचामरतुलां तनुते त्रिसन्ध्यम् ॥ नृत्यत्रसौ प्रसृमरानल चक्षुरस्या नीराजनी भवति च स्वयमेव देवः ॥ २१ ॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૪ વીરઘવલ - (ઉલ્લાસ અને હર્ષથી) આ સિદ્ધપુર પાસે પ્રાચીનમુખ સરસ્વતીના પવિત્ર - પ્રવાહ ઉપર, બ્રહ્માના શિરચ્છેદના પાતકની વિશુદ્ધ થવા માટે જાણે અહીં ભગવાન ભદ્ર-કલ્યાણ કરનાર મહાકાલે અધિવાસન-પોતાની સ્થાપના કરેલ છે. આ શિવની જટામાંથી નીકળતી પવિત્ર ઘવલ (શ્વેત) સમુદ્ર જેવો પ્રવાહ જાણે ત્રિકાળ ચામર ઉડાડતો હોય અને ઊંચીનીચી થતી ઘૂમરીઓ (વમળો) દ્વારા નૃત્ય કરતો આગળ વધે છે, તે જાણે (ભગવતી સરસ્વતી) અનલ (અગ્નિ) જેવા ચક્ષુ વડે, ભગવાન રૂદ્ર મહાકાલદેવને નિરાંજન કરે છે - આરતી ઉતારે છે. પ્રબંધચિંતામણિ આ ગ્રંથ સંવત ૧૩૬૧ના ફાગણ સુધી પૂનમને રવિવારે, મેરૂતુંગાચાર્યે વઢવાણમાં સંસ્કૃત ભાષાની અંદર સર્જન કરતાં પૂર્ણ કર્યો હતો. આ ગ્રંથમાં વિક્રમથી આરંભી ચાવડા અને ચૌલુક્ય રાજાઓના પ્રબંધો રજૂ કરતાં, વનરાજથી ચાવડાઓ અને મૂળરાજથી સોલંકી તથા વાઘેલા રાણા વીરઘવલ સુધીના વાઘેલા રાજાઓના, તેમજ વસ્તુપાળ તેજપાળ તથા બીજા કેટલાક પ્રભાવક પુરૂષોના પ્રબંધોમાં રજૂ કરેલા છે. તેમાંથી કેટલીય ઐતિહાસિક, સામાજિક અનન્ય વિગતો મળે છે. આ ગ્રંથમાં રૂદ્રમહાલય માટે બે ત્રણ પ્રબંધો રજૂ થયા છે. તેમાંથી ઉપયુક્ત માહિતી ગુજરાતી ભાષાંતરમાં અહીં રજૂ કરવામાં આવી છે.' સિદ્ધપુરમાં રૂદ્રમહાલયના આરંભ વખતે, તેના શિલ્પ સ્વામીના એક ઉપયોગી ઉપકરણને લાખ રૂપિયા આપી છોડાવ્યાથી હકીકત આગળ પ્રકરણમાં આપી ગયા છીએ, તેથી તેની પુનરુક્તિ અત્રે કરવામાં આવી નથી. આ જ પ્રમાણે રૂદ્રમહાલય પ્રાસાદની અંદર, પોતાની તેમ જ અશ્વપતિ, ગજપતિ અને નરપતિ રાજાઓની પ્રતિમાઓ મૂકાવ્યાનું આ જ ગ્રંથને આધારે રજૂ કર્યું છે. આ સિવાય બીજા એક પ્રસંગ રૂદ્રમહાલય સિવાયનાં મંદિરો ઉપરથી ધજાઓનો અનુષંગી આ ગ્રંથમાંથી મળે છે તે નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. ચોમાસું ઉતર્યા પછી રાજાએ પાછા વળતાં, શ્રીનગર (સિદ્ધપુર)માં મુકામ કર્યો. ત્યાં તે શહેરના મંદિરો ઉપર ધજાઓ જોઇ એટલે, આ કોને મંદિરો છે ? એમ બ્રાહ્મણોને પૂછ્યું, તેઓએ જૈનોનાં તથા બ્રહ્માનાં છે.” એમ કહ્યું. એટલે રાજાએ કોધમાં આવીને કહ્યું કે, “ગુજરાતમાં જૈનમંદિરો ઉપર ધજા ચડાવવાની મેં મના કરી છે અને આ તમારા ગામમાં જૈન મંદિરો ધજાવાળાં કેમ છે ?” ત્યારે તેઓએ વિનંતી કરી કે, આપ સાંભળો. વાત એવી છે કે, સત્યયુગમાં જ્યારે મહાદેવે આ મોટા (તીર્થ સ્થાનની સ્થાપના કરી, ત્યારે શ્રી ઋષભદેવસ્વામીનું અને બ્રહ્માનું એ બે મંદિરો પોતે કરાવ્યાં અને તેના ઉપર ધજા ચડાવી. તે આ મંદિરોનો પુણ્યશાળી માણસોને હાથે જીર્ણોદ્ધાર થતાં થતાં, ચાર યુગો વહી ગયા. વળી શ્રી શંત્રુજય મહાગિરિનો આ નગર તલપ્રદેશ ગણાય છે, કારણ કે નગરપુરાણમાં જણાવ્યું છે કે : (શેત્રુંજાની) મૂળ આગળની ભૂમિનો પચાસ યોજન વિસ્તાર, ઉપરથી ભૂમિનો દશ યોજના અને ઊંચાઇ આઠ યોજન એ પ્રમાણે જિનેશ્વરના પર્વતનું (શેત્રુંજાનું) ક્ષેત્રફળ ગણાય છે. • Page #238 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૫ સત્યયુગમાં આદિદેવ શ્રીૠષભ થઇ ગયા છે, તેના પુત્ર ભરત થયા. જેના નામથી આ દેશ ભરતખંડ તરીકે પ્રસિદ્ધ થયો છે. આ ૠષભદેવ નાભી રાજાના અને મરુદેવીના પુત્ર હતા. તેઓ સમદષ્ટિવાળા, સ્વચ્છ (હૃદયવાળા) જેની ઇન્દ્રિયો પ્રશાંત છે એવા અને શુદ્ધ બુદ્ધિવાળા હતા અને તેઓએ મુનિઓના યોગ માર્ગનું આચરણ કર્યું હતું. એમના પદને ઋષિઓ આર્હતોનું પ્રથમ પદ કહે છે. નાભી રાજાથી મરુદેવીમાં વિષ્ણુનો આઠમો અવતાર થયો, જેણે બધા આશ્રમોથી પૂજાયેલો ધીર પુરૂષો (યોગીઓ) નો માર્ગ દેખાડયો. આ અને આવાં પુરાણવચનો કહીને, વધારે વિશ્વાસ આવે માટે પાંચ માણસો ઉપાડી શકે એવું, ભરત રાજાના નામવાળું કાંસાનું પતરું (લેખનું) ઋષભદેવના મંદિરના ભંડારમાંથી લઇ આવીને, રાજાને દેખાડી જૈનધર્મનું આદિપણું સિદ્ધ કર્યું. આથી ખિન્ન થયેલા રાજાએ એક વર્ષ પછી (બીજા) જૈન મંદિરો ‘ઉપર ધજા ચડાવવાનો હુકમ કર્યો. પુરાતન પ્રબંધ સંગ્રહ : ‘પ્રબંધ ચિંતામણિ’ ના જેવો જ આ ગ્રંથ, અનેક પ્રબંધોના સંગ્રહોનો છે. તેમાં પ્રાચીન રાજાઓ, શ્રેષ્ઠીઓ, સૂરિવર્યો-મુનિઓ અને વિદ્વાનોના અનેક પ્રસંગો રજૂ કરતા પ્રબંધો છે. આ ગ્રંથ પદ્મશ્રી આચાર્ય જિનવિજયજીએ સિંધી જૈન ગ્રંથમાલામાં પ્રસિદ્ધ કર્યો છે. તેમાં આવા કેટલાક પ્રબંધ સંગ્રહોને સંકલિત કરી, તે બધાનું ‘‘પુરાતન પ્રબંધ સંગ્રહ’’ નામ રાખ્યું છે. કેટલાક પ્રબંધો ‘પ્રબંધ ચિંતામણી’ની અનુકૃતિરૂપ હોવાથી, તેના વિદ્વાન સંપાદક ‘‘પ્રબંધ ચિંતામણીગ્રંથસંબદ્ધ'' એવો નિર્દેશ કર્યો છે. આ બધા પ્રબંધોમાંથી કેટલાક સોળમાં સૈકામાં અને કેઠલાક તે અગાઉ રચાયા હોવાનું જણાય છે. આ પ્રબંધોમાં સિદ્ધરાજે પ્રાપ્ત કરેલ માલવ-વિજયનો સ્વતંત્ર ‘‘ધારાધ્વંસપ્રબંધ’’ છે. જેમાંથી માલવાના યુદ્ધની સપ્રમાણ માહિતી મળે છે. આ પ્રબંધમાં રૂદ્ર મહાલય માટે નીચેની હકીકત મળે છે. ` यावत्क्रमेण वृद्धनगरमायातस्तत्र ब्राह्मणै: प्रवेशोत्वसे कारिते श्री युगादिदेवप्रासादे नृपे प्राप्ते, द्विजैरुक्तम् - देव ! देवं नमस्कुरुत । किमसौ ब्रह्मा ? | देव ! असौ युगादिदेवप्रासादः । किमत्रापूर्वम् | देव ! अस्माकं पुरे एष देवो मुख्यः । नृपस्तु मध्ये गत्वा देवं नमस्कृत्य ध्वजां प्रसादोपरि द्रष्ट्वा जनानाह - मया मालवे रुद्रमहाकालं विना ध्वजा क्वापि न द्रष्टा । अतः कथमत्र ? द्विजैरुक्तम् उत्तारके चलत यथोच्यते । ततो नृपतिर्ब्रह्मदेवकुले गत्वेत्तारके गतः । તનુવ્રાહ્મણૈ: श्रीयुगादिदेवभाण्डागारात्कांस्यतालाद्धं गौष्ठिकैरानीय नृपाय दर्शितम् । देव ! असौ स प्रासादो यत्रैवं कांस्यतालन्यासन् । एवं प्रासादाः २१ सकलशा भूगताः सन्ति । एव द्वार्विशतितमः । नृपस्तुचमत्कृतः । देवाधिकं ग्रासं दत्वा पत्तनं गतः ॥ इति धाराध्वंसप्रबन्धः ॥ સિદ્ધરાજ માલવિજય કર્યા પછી ક્રમ પ્રમાણે (ગુજરાતમાં) આવતાં વૃદ્ધનગર (વડનગર)માં આવ્યા, ત્યાં બ્રાહ્મણોએ પ્રવેશોત્સવ કર્યો. યુગાદિદેવના પ્રાસાદ પાસે આવતાં બ્રાહ્મણોએ કહ્યું, દેવ ! વંદન કરો. આ યુગાદિદેવનો પ્રાસાદ છે. કેમ અહીં અપૂર્વ છે ? દેવ, અમારા નગરમાં આ મુખ્ય દેવ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ યુગે યુગે પાટણની પ્રભુતા રાજાએ મંદિરના મધ્યભાગે જઈ પ્રાસાદ ઉપર જોયું, અને લોકોને કહ્યું, મેં માલવામાં રૂદ્રમહાલય પ્રાસાદ સિવાય કોઇ મંદિર ઉપર ધજા જોઇ નથી. ત્યારે અહીં કેમ ? બ્રાહ્મણોએ કહ્યું ઉતારે પધારો, ત્યાં યોગ્ય હકીકત જણાવીશું. પછી રાજા બ્રહ્મકુલોમાં જઈને ઉતારે ગયા. બ્રાહ્મણોએ યુગાદિદેવના ભંડારમાંથી, અધ કાંસાની તાલ ગોષિકો પૂજારીઓ પાસે મંગાવી રાજાને બતાવી. પછી કહ્યું કે દેવ ! અહીં આવી કાંસાની તાલી હતી. વળી ૨૧ મહાપ્રાસાદો તેનાં શિખરો સાથે, પૃથ્વીના પેટાળમાં અહીં વિલીન થયા છે. આ મહાપ્રસાદ બાવીસમો છે. આથી રાજા ચોંકી ઊઠયા. તે દેવને વધુ ગ્રાસ (નિભાવ માટે દાન) આપી પાટણ ગયા. ધારાધ્વસપ્રબંધ સંપૂર્ણ. કુમારપાલ ચરિત્રસંગ્રહ: આ ગ્રંથ પણ પદ્મશ્રી આચાર્ય જિનવિજયજીએ સિંધી જૈન ગ્રંથમાલામાં પ્રસિદ્ધ કર્યો છે. આમાં કુમારપાલનાં ચાર જુદા-જુદા વિદ્વાનોએ રચેલ, જીવનચરિત્રો સંસ્કૃત ભાષામાં ગદ્યપદ્યશૈલીની રચનાવાળાં રજૂ કરાયાં છે. આ પૅકી શ્રી સોમતિલકસૂરિકૃત 'કુમારપાલ દેવચરિત્ર” બીજા નંબરનું છે. આ ચરિત્ર સોમતિલક સૂરિએ ચૌદમા સૈકાના ત્રીજા ચરણમાં રચ્યું હોવાનો ઉલ્લેખ તેના સંપાદક નોંધ્યો છે. કારણ આ જ સૂરિના બીજા ગ્રંથો સંવત ૧૩૯૭ની આસપાસ રચાયા છે. એટલે આ કુમારપાલચરિત્ર તે જ સમયમાં કે પાસ દસ વર્ષોની આગળપાછળ રચાયું હતું એમ ચોક્કસ લાગે છે. સોમતિલકસૂરિના કુમારપાલચરિતમાંથી રૂદ્રમહાલય સંબંધી નીચે પ્રમાણે નોંધ મળે છે. अन्यदा सिद्धपुरे रुद्रमहालयप्रासादे निष्पद्यमाने मन्त्रिणा च चतुर्मुख श्रीराजविहाराख्य श्रीमहावीरप्रासादे कार्यमाणे पिशुनप्रवेशे राजा स्वयमेवलोकनार्थमायातः पप्रच्छ, कोऽत्र विशेष: श्रीहेमसूरिभिः प्रोत्कम् देव! महेश्वरस्य ललाटे चन्द्रः श्रीजिनस्यपादान्ते नवग्रहा भवन्ति झति विशेषः । राजा तन्न मन्यते । ततो वास्तुविद्याविशारदः सूत्रधारो विचारं प्राह-सामान्यलोकानां गृहद्वारं पंचशाखम् । रुद्रादि देवानाम् नवंशाखम्, श्रीजिनस्यैकविंशति द्वारम् । अष्टोत्तरशतं मण्डपाः । रुद्रादीना मेक एव । श्रीजिनस्य पद्मासनं छत्रं पादान्ते नवग्रहाः सिंहासनं च । नान्यदेवानाम् । चेत् कश्चित् कारयति सूत्रधारः करोति, तदाद्वयो विध्नमुत्पद्यते । नान्यथा त्वं वास्तुविद्यायाः सर्वज्ञभाषित्वात् । एतदाकर्ण्य राजा प्रमुदितः । स्वयं राजविहारे कलशाधिरोपणादिकमकारयत् - मुद्रानुद्रतमुद्र रानुरुगदाघातोद्यतान् व्यंतरान् । । वेतालानुतलानलाभविकटान् झोटिंगचेटानपि ॥ जित्वा सत्वरभाजित: पितृवने नक्तंचराधीश्वरं । . बध्वा बर्बरमुर्वरापतिरसौ चके चिरात् किंकरम् ॥१॥ एवं सर्वत्राखंडप्रतापो जयसिंहो राज्यं करोति ॥ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલય તૈયાર થયો ત્યારે, મંત્રીએ ચતુર્મુખ રાજવિહાર શ્રી મહાવીરપ્રાસાદ કરાવ્યો હતો. એક વખતે રાજા જયસિંહદેવ ગુપ્ત રીતે તે જોવા માટે ગયા. તેમણે પૂછયું અહીં શું વિશેષ છે? આચાર્ય હેમચંદ્રે કહ્યું, દેવ ! મહેશ્વરના લલાટમાં ચંદ્રમાં, જિન ભગવાનના પગ પાસે નવગ્રહો એ વિશેષ છે. રાજાનું મન માન્યું નહિ. ત્યારે વાસ્તુવિદ્યાવિશારદ સૂત્રધારનો વિચાર જાણવા પૂછયું. Page #240 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૭ સૂત્રધારે જણાવ્યું કે, સામાન્ય લોકોનાં ગૃહદ્વાર પાંચ શાખાનાં, રાજાઓનાં સાત શાખાનાં, રૂદ્ર વગેરે દેવોનાં નવ શાખાનાં અને જિનદેવના એકવીસ શાખાનાં દ્વારો તથા ૧૦૮ મંડપો હોય છે. રૂદ્ર વગેરે દેવોને એક મંડપ. જિનને પદ્માસન, છત્ર, પગ પાસે નવગ્રહો અને સિંહાસન. બીજા દેવોને તે હોતાં નથી. જો કદાચ તે પ્રમાણે કરાવે અગર સૂત્રધાર કરે તો, બંને જણાને વિઘ્નો આવે છે. વાસ્તુવિદ્યાશાસ્ત્રમાં જણાવેલ હકીકત અન્યથા થતી નથી. આ સાંભળી રાજા પ્રસન્ન થયો. તેણે પોતે આ રાજવિહારમંદિર ઉપર કલાશારોપણ કર્યું. ભયંકર ઘાતોધત, અને પ્રચંડ વિક્રમવાળાં વ્યંતરો, વૈતાલો, અતુલબલશાલી અમાનુષી તત્ત્વો વને વશ કરી, જેણે પૈતૃકમહાસ્થલ (તીર્થ) માં ભયંકર રાક્ષાસાધિપતિ બર્બરકને બાંધ્યો હતો, તેવા પૃથ્વીને પતિએ (સિદ્ધરાજે) તેને કાયમનો સેવક બનાવ્યો. આવો અખંડ પ્રતાપશાળી રાજા જયસિંહ રાજ્ય કરે છે. પૂરમંજરી : આ રાસ જૈનકવિ મતિસારે સં. ૧૬૦૫માં રચ્યો છે, જેની કેટલીક અન્વેષણા આગળના પ્રકરણમાં આપેલી છે. તેમાં સિદ્ધપુર તથા રૂદ્રમહાલયનું વર્ણન, તે કવિએ આલંકારિક ભાષામાં રજૂ કરેલ છે, જે નીચે પ્રમાણે આપવામાં આવે છે : સિદ્ધક્ષેત્ર સવિહૂ માંહિ વડલ, સરસતિ નદીનું જિહાં કઈ થયું, અડસઠ તીરથ વરતિ જેહ, તેહના ઘુરિ સહી થાપ્યું જેહ. છૂટિ ભવ પાપની કોડિ, જગઇ તીરથ નવિ લાગિ જોડિ, અસું નગર ભલઉં ઉપધન્ન, જે જમલિ નવિ દીસઈ અવંન. તેણઈ નગરિ જે વરંતિ રાય, ભૂમંડલિ જે હનઉ ભડવાય, દાનવંત નિ સાહસવૃરિ ધીર, સિદ્ધરાય જેસંગદે વીર. ચીરાસી ચુટાં તિહાં ચંગ, નવ નવ ઉચ્છગ હુઈ અતિરંગ, વસિ વિવહારિઆ અતિહિ ઉદાર, લખેશરીના ન લહઈ પાર. જિનશાસન સવિતું માહિ સાર, રૂડાં દેહરા અતિહિ અપાર, તેણઇ નગરિ ગયાં સૂઝીઇ, પુષ્ક લેઈ પાસજ પૂજાઇ. સિહથિરાં હથિયાર જ ધરિ. વિયરી સઘલા સેવા કરી, પંચકરણી જસ ન લહુ પાર, રૂદ્રમાલ ઉજે ણિ ઉદ્ધાર, સિપિરબદ્ધ તેવડઉ પ્રાસાદ, મેરગિરિશું જે લિઇ વાદ, પરબદ્ધ અછિ સવિશાલ, સંખ્યા સહસ્ત્ર ચૌદ ચુંબલ. મંડપ થંભ બહૂ ગોમટા, કુહાગ તણી રૂપ સામટા, ડિંડ કલસધ્ધ ન લહું પાર, જાણે ઇંદ્રભુવન અવતાર. ચઉપથિ ચઉદ સાહસ દેહરી, સોવિન શષર ધજા પરવીર, તે ગઇ દિઠિ દુઃખ ભવનાં જાઇ, અસુ પ્રસાદ નહી ત્રિભુવન માંહી. Page #241 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૮ સર્વતીર્થોમાં સિદ્ધક્ષેત્ર મોટું તીર્થ છે, જ્યાં સરસ્વતી નદીનું મહાસ્થાન આવેલું છે, અને જે અડસઠ તીર્થોએ મળી મુખ્ય તરીકે સ્થાપન કર્યું છે. જ્યાં જવાથી જીવ પાપમાંથી મુક્ત થઇ જાય તેવું તે નિર્મળ પવિત્ર છે. તેના કિનારા ઉપર એક ભલું-મોટું નગર છે, જેના જેવું બીજું કોઈ નગર નથી. આ નગરનો રાજા જે રાજ કરે છે, તેના જેવો ભડવીર બીજો કોઇ રાજા ભૂમંડલ ઉપર નથી. તે દાનવીર, સાહસિક, ધીર, એવો વીર-પરાક્રમી સિદ્ધરાજ જેસિંગ ત્યાં રાજ ચલાવે છે. આ નગરમાં ચોરાસી ચૌટાં આવેલ છે, જ્યાં રોજ નવા નવા ઉત્સવો અતિ હર્ષોલ્લાસથી ઉજવાય છે. તેમાં ઉદાર ઘણાક વહેપારીઓ વસે છે, જેમાં લખેશરીઓનો તો પાર નથી. જૈનશાસનનો અહીં પ્રભાવ સારો છે, તેથી અહીં જૈનોનાં ઘણાં દેરાં આવેલાં છે. આ નગરીમાં કેટલાયે મહાનુભાવો-મહાજનો, પૃષ્પ લઇ પાર્શ્વનાથની પૂજા કરે છે, જેથી તેઓ મોક્ષમાર્ગે ગયા છે. અહીં સિંહ જેવા શૂરવીર હાથિયારધારીઓ છે, જેની સેવા તેમના શત્રુઓ કરે છે. પુણ્યકર્મો કરનારાઓનો તો પાર જ નથી. અહીં અવંતિનો ઉદ્ધાર કરનાર અવંતિ ઉપર વિજય મેળવનાર (સિદ્ધરાજે) રૂદ્રમાળ બંધાવ્યો, જે શિખરબદ્ધ મોટો પ્રાસાદ છે તે એટલો ઊંચો છે કે જાણે મેરૂ પર્વતથી વાદ-સ્પર્ધા ન કરતો હોય ! જે પાષાણથી બંધાવેલો હોઇ તેમાં ચૌદસો ચૂંવાળીસ તંભો છે. તે બધા મોટા ઘૂમટવાળા મંડપો, તથા સ્તંભો એવી ઉત્તમ કારીગરીવાળા છે, જાણે તે બધા આશ્ચર્યને પ્રદર્શિત કરે છે. આ પ્રાસાદના ધ્વજદંડ અને શિખસ્કળશોનો પાર નથી, તેથી તે ઇંદ્રના મહામંદિર જેવો લાગે છે. ચારેબાજુ ચૌદ હજાર દેરીઓ તેમાં છે, જેનાં શિખરો ઉપર સુવર્ણની ધજાઓ શોભી રહી છે, તેના દર્શન માત્રથી સંસારનાં સર્વ દુઃખો નાશ પામે છે, એવા આ પ્રાસાદની જોડ ત્રિભુવનમાંથી મળવી મુશ્કેલ છે. • કપૂરમંજરીનું આ વર્ણન આલંકારિક હોવા છતાં તેમાંથી રૂદ્રમહાલય માટે સમાજમાં તે કાળે પ્રચલિત માન્યતાઓને વ્યકત કરે છે. ઉપદેશતરંગિણી' માં કવિવર મુનિશ્રી રત્નમંદિરમણિએ રૂદ્રમહાલય માટે થોડી નોંધ લીધી છે, જે છઠ્ઠા પ્રકરણમાં આપી હોવાથી પુનરૂક્તિ અહીં કરી નથી. રૂદ્ર મહાલય માટે રાસમાળામાં શ્રી ફાર્બસ સાહેબે સારું એવું વર્ણન રજૂ કર્યું છે. જેનો કેટલોક ભાગ આગળના પ્રકરણોમાં આપી ગયા છીએ. “આર્કિયોલોજીકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાત' નામના ગ્રંથમાં, શ્રી જેમ્સ બર્ગેસ, અને કઝીન્સ, રૂદ્રમહાલય અને સિદ્ધપુર માટે સ્વતંત્ર પ્રકરણ રજૂ કર્યું છે. જેમાં તેના માટે સ્વતંત્ર વિચારણા કરી હાલના અવશેષોના આધારે તે કેવું હશે તેનો અપૂર્વ ખ્યાલ રજૂ કર્યો છે. તેમણે બે ત્રણ વખત સિદ્ધપુરની મુલાકાત લીધેલી અને પાટણના શિલ્પવિશારદ એક સૂત્રધાર પાસે તેનો પ્લાન પણ તૈયાર કરાવેલો. તેના આધારે રૂદ્રમહાલય ઉપર સારો એવો પ્રકાશ આ વિદ્વાનોએ પાડ્યો છે. કર્નલટૉડે પોતાની પ્રવાસ નોંધમાં રૂદ્રમહાલયની ટૂંકનોંધ લીધી છે. આમ રૂદ્રમહાલય માટે ઘણા વિદ્વાનોએ જુદાં-જુદાં વિધાનો રજૂ કર્યા છે. તે બધાને અહીં સંકલિત કરવા પ્રયત્ન કર્યો છે. છેલ્લે શ્રી પ્રેમશંકર દામોદરદાસ ઠાકરે, રૂદ્રમહાલય માટે સ્વતંત્ર પુસ્તિકા બહાર પાડી છે, જે રૂદ્ર મહાલયના જિજ્ઞાસુઓને કેટલીક હકીકતો પૂરી પાડે છે. આ સિવાય સ્વ. શ્રી રામલાલ મોદીએ પાટણ સિદ્ધપુરનો પ્રવાસ” નામક પુસ્તિકા શ્રી સયાજી બાળજ્ઞાનમાળા દ્વારા ઇ.સ. ૧૯૧૧માં , પ્રસિદ્ધ કરી હતી, તેમાંથી પણ સામાન્ય નોંધ આ મહાપ્રાસાદ રૂદ્રમહાલય માટેની મળે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૯ ૫૮) પાટણના બે જૂના દસ્તાવેજો કનૈયાલાલ ભાઇશંકર દવે 'પાટણથી પં.પ્રભુદાસજીએ કેટલાક જૂના દસ્તાવેજો અમને જોવા માટે મોકલ્યા છે, જેમાંના બે ઉપયોગી અને જાણવા જેવા હોવાથી આ નીચે આપવામાં આવે છે. આ દસ્તાવેજો કપડા ઉપર લખેલા છે. નં. ૧ વાળા દસ્તાવેજોની પહોળાઈ ૮ ઇંચ અને લંબાઈ ૨ ફીટ ૮ ઇંચ જેટલી છે. આ દસ્તાવેજોનો ઉપરનો થોડોક ભાગ ફાટી ગયો છે. ૨ જા નંબરવાળા દસ્તાવેજની પહોળાઇ ૯૧/, ઇંચની અને લંબાઇ ૩ ફીટ ૧૧/, ઇંચ જેટલી છે. આ દસ્તાવેજોનો નીચેનો કેટલોક ભાગ જતો રહ્યો પહેલા દસ્તાવેજમાં મતું કરનાર સાક્ષીદારની સહીઓ લેખની નીચે આપવામાં આવેલી છે અને બીજામાં લેખની ઉપર અને નીચે બંને જગ્યાએ આપવામાં આવેલી છે. પહેલા દસ્તાવેજની સાલ સંવત્ ૧૫૪૭ની અને બીજાની સંવત્ ૧૫૬૨ છે. આ વખતે ગુજરાત ઉપર સુલતાન મહમૂદ બાદશાહી કરતો હતો. આ મહમૂદ તે ઇતિહાસ પ્રસિદ્ધ મહમૂદ બેગડો હોવો જોઇએ. કારણ કે તેણે સંવત્ ૧૫૧૫ થી તે ૧૫૭૦ સુધી બાદશાહી ભોગવી હતી. સંવત ૧૫૪૦ના અરસામાં તેણે ચાંપાનેરનો કિલ્લો સર કર્યો અને તે પછી તેને જ પોતાની નવી રાજધાની બનાવી આખર સુધી ત્યાં જ રહ્યો હતો. તેથી આ બંને દસ્તાવેજોમાં ગુજરાતની રાજધાની તરીકે ચંપકદુર્ગ એટલે ચાંપાનેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દસ્તાવેજોમાં બાદશાહ મહમૂદ લગાડવામાં આવેલાં વિશેષણો ઉપરથી તેના પરાક્રમ અને ન્યાયબુધ્ધિ આદિ ગુણોનું સ્પષ્ટ સૂચન થાય છે કે જે વિશે મુસલમાનની તવારીખોમાં વિગતથી લખેલું મળી આવે છે. . . આ બંને દસ્તાવેજો પાટણમાં થએલા છે. ૧ લા દસ્તાવેજ વખતે પાટણમાં ન્યાય ખાતાનો ઉપરી મધૂમકાદી નામે મુસલમાન અમલદાર હતો અને દીવાની ખાતાનો ઉપરી મહ. હાંસા કરીને કોઈ હિંદુ અમલદાર હતો. જકાતખાતાનો અધિકાર પણ તેને જ સોંપેલો હતો. લશ્કરી અમલદાર તરીકે માલિક અલાવદીન કામ કરતો હતો. બીજા દસ્તાવેજના વખતમાં દીવાની અમલદાર ખાન મમ્રીજ કરીને મુસલમાન હતો. જકાતખાતાનો ઉપરી મહ. આદા અને નાકેદાર ઠાકુર ભાણા નામે હિંદુ હતો. ન્યાય ખાતાની અમલદારી મહમ્મદ કબીરવતી યાકૂબ નામે કોઇ મુસલમાન ચલાવતો હતો. લશ્કરી અમલદાર તરીકે શિખીલ્લી ઇસપનીયાર (મુસલમાન) કામ કરતો હતો. આ બંને દસ્તાવેજી સંસ્કૃત ભાષામાં લખેલા છે, તે ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત છે. પાટણમાંથી હિંદુ સત્તા નષ્ટ થયા બાદ લગભગ બે સૈકાઓ પછી આ દસ્તાવેજો લખાયા છે. બસો વર્ષ જેટલા લાંબા સમય સુધી, હિંદુ સંસ્કૃતિ સાથે સર્વથા વિરોધ અને વિષની લાગણી રાખનારા Page #243 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २२० મુસલમાની અમલનો પ્રારંભિક દોર ગાજી રહેવા છતાં પણ કાજીઓની કચેરીમાં સંસ્કૃત ભાષાનો વ્યવહાર થતો હતો ! આ દસ્તાવેજોની સંસ્કૃત બહુ જ સરળ છે. એને બોલચાલની સંસ્કૃત કહી શકીએ. પ્રાકૃત અને દેશ્ય શબ્દોને સંસ્કૃતના વિભકિત-પ્રત્યયો લગાડી તથા કેટલાક દેશી શબ્દ-પિંડોને સંસ્કૃતના ચાક ઉપર ચઢાવી હલકા હાથે સહેજસાજ કાંઇક સાંસ્કૃતિક આકાર આપી, વ્યાકરણ શાસ્ત્રથી અપરિચિત મનુષ્યોના કર્ણને પણ સંસ્કૃત ભાષાના પ્રવાહના ધ્વનિથી પરિચિત કરવા માટે આ પ્રકારની ભાષાનો વ્યવહાર કરાતો હતો. શિષ્ટ વાડમયમાં વ્યવહત સંસ્કૃતના પ્રવાહની માફક લૌકિક વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતી આ જાતની સંસ્કૃતનો પ્રવાહ પણ ઘણા દૂરના કાલપ્રદેશમાંથી ચાલ્યો આવતો હતો. કેટલાયે બૌદ્ધ અને જૈન લેખકોએ સર્વ સાધારણને ધર્મ અને નીતિનો બોધ આપવા માટે આ જાતની સંસ્કૃતનો ગ્રંથ લેખનમાં પણ ઉપયોગ કર્યો છે. હિંદુ રાજાઓના રાજ્યકારભાર માટે મોટે ભાગે આ જાતની સંસ્કૃત વપરાતી હતી, અને તેના અંતિમ અવશેષ તરીકે આપણે આ દસ્તાવેજોનો ઉલ્લેખ કરી શકીએ. ૧લી દસ્તાવેજમાં પાટણ નિવાસી ઓસવાળ જ્ઞાતિના શાહ ઝાંજણના પૌત્ર શાહ હેમાના પુત્ર શાહ વીજા અને તેના પુત્ર શાહ જગા યોગ્ય; શાહ હેમાના જ બીજા પુત્રો શાહ ઇસર, રુપા, સોના, પૂના નામના ભાઇઓએ પોતાની માતા પલ્લાઇ અને ભગિની મરગાઇ રાઇ આદિ સાથે એકમત થઇને, ભાગીદારીથી વહેંચણી માટેનું કરી આપેલ લખાણ છે. એમ જણાય છે કે શાહ હેમાના પ્રથમ સ્ત્રીથી વીજા નામે પુત્ર થયો હતો અને બીજી સ્ત્રી પલ્લાઇથી શાહ ઇસર વિગેરે પુત્ર-પુત્રીઓ થયા હતા. કોઈ ખાસ કારણને લઈને પલ્લાઇના સંતાનને પોતાના પિતાની બધી મિલ્કત ઉપરથી પોતાનો હક છોડી દેવાની ફરજ પડી હતી. તેથી શાહ વીજા અને તેના પુત્ર જગના હકકમાં આ ખત તેમને લખી આપવું પડશું હતું. મિલ્કતમાં ગણાતી વસ્તુઓની વિગત જાણવા જેવી છે. તાંબા, પિત્તલ, સોના, રૂપા આદિ ધાતુઓ તથા તેમની બનાવેલી વસ્તુઓ, જસત કથિર અને કાંસાના બનાવેલા વાટકા વાટકી આદિ ભાજનો, મજાદર પટ્ટોલિકા આદિ વસ્ત્રો, ઘંટી, ઊખલ, મૃસલ આદિ ઘરગતુ વસ્તુઓ; મરચા, મંજીઠ આદિ ૩૬૦ કરિઆણાની ચીજો, કુંડી, લોટા આદિ તાંબાના વાસણો; ખાટ, પાટ, ચોકી, આસન અને ગાડલાં આદિ લાકડાની વસ્તુઓ; કોદાળી, પળી, દીવો ઇત્યાદિ લોઢાની ચીજો; કણના કોઠાર અને ભાત આદિ સાત પ્રકારના ધાનથી લઇ મીઠાં સુધીની અનાજમાં ગણાતી વસ્તુઓ; ગાય, ભેંસ, લઇ ગધેડા પર્વતના બધા ચોપગા પ્રાણીઓ અને પીંપલા હવેલીમાં શાહ હેમાએ ખરીદેલું ઘર; આ બધી વસ્તુઓ જે પિતા અને પિતામહની મિલ્કત તરીકે ગણાય છે તે બધી ઉપરથી શાહ રુપા અને સોના નામના બંને ભાઇઓએ (પોતાના મોટાભાઇ) ઇસરની સાથે બેસીને (ઓરમાનભાઈ) વીજાના હકકમાં લખી આપી છે. એમાં એ ભાઇઓનો કશો લાગભાગ નથી. હવે પછી, શાહ ઇસર આદિ ભાઇઓ પોતાના ઉધોગથી જે કાંઇ લાખો રૂપિઆની પણ મિલ્કત મેળવે તે તેમની પોતાની છે. તે સાથે શાહ વીજાનો કશો સંબંધ નહિ. જે કોઈ આ અક્ષરલેખનો લોપ કરશે તેનું પાપ તેના માથે છે. આ લખાણ માટે કોઈ પણ બહેન-ભાણેજ કે દહિતાદૌહિત્ર આદિ પણ કશું ન કરી શકે તેમ જ બીજા કોઇ માણસો દ્વારા પણ એ બાબતમાં કશો આડો વ્યવહાર ન કરી શકે તે માટે બધાએ આ દસ્તાવેજ ઉપર પોતાના હસ્તાક્ષરો આપ્યા છે. આ લખાણમાં Page #244 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જે કાંઇ અધિકું ઓછું લખાયું હોય તો તે પણ બધાને પ્રમાણ છે. આ પ્રમાણેનું લખાણ કરી નીચે ડાબી બાજુએ દસ્તાવેજ લખી આપનારાનાં અને જમણી બાજુએ સાક્ષીદારોનાં હસ્તાક્ષરો કરવામાં આવ્યા છે. ૨૨૧ રજા દસ્તાવેજમાં એક ઘર વેચાણ સંબંધી લખાણ છે. એ ઘર, વુરા હવેલીમાં શાહવાડા મહોલ્લામા આવેલું છે; એ પૂર્વાભિમુખ અને ત્રણ ઓરડા યુક્ત છે. તેમાં વચલા ઓરડાની આગળ પરસાળ છે અને તે પછી આંગણું છે. દક્ષિણ બાજુએ ખડકીઓ આવેલી છે અને તે એ જ તરફ વાડો પણ રહેલો છે. આ ઘરના ગ્રાહક (વેચાતું લેનાર) અને દાયક (વેચાતું આપનાર) નાં નામો આ પ્રમાણે છે. ગ્રાહક - આ જ શહેર (પાટણ) ના રહેવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિના દો જોગાના પુત્રો દો નપા, દો વસ્તા નપાના પુત્ર રાયમલ્લ, શ્રી મલ્લ દો વસ્તાના પુત્ર દો રત્ના, દો રાજપાલ : એ બધાએ એકમત થઇને એ ઘર વેચાતું લીધું. દાયક - અમદાબાદ નિવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિના શાહ ગણપતિ સુત શાહ વર્ધમાન, તેનો પુત્ર દેવચંદ, શ્રીચંદ; શાહ માણિક તેનો પુત્ર શાહ સાધા, તેનો પુત્ર ખીમા; શાહ માણિક સુત શાહ સોમા, તથા શાહ શ્રીરાજ; શાહ માણિકની ભગિની બાઇ હીરી તેનો પુત્ર સોની માંડણ - તેનો પુત્રસોની દેવા, શાહ ગણપતિની પુત્રી બાઇ મ‚ઇ, બાઇ કુંઅરી; શાહ માણિક સુત સાહ વેણા - તેનો પુત્ર શાહ રામા; શાહ માણિક સુત શાહ પાંચા તેનો પુત્ર-ભીમા; શાહ માણિકની પુત્રી - બાઇ ધનીભાઇ, વીરુ; એ બધાએ એકમત થઇને, વાસમાં રહેનારા સમસ્ત લોકોની દેખતાં તથા સમસ્ત સગાઓની રૂબરૂ, પોતાની જરૂરિઆતને લઇને ઉપર જણાવેલું પોતાના વડવાઓનું ઘર વેચ્યું છે. ઘરની કિંમત ૩૪૪૪ અંકે ચોત્રીસસો ચમ્માળીશ ટકા પૂરા છે. આ ટકા તે સોનાની ટંકશાળમાં પડેલા, ત્રણવાર પરીક્ષા કર્યા પછી સોનીઓની પેઢીઓમાંથી પસાર થએલા નવીન નાણાના રૂપમાં છે. આ ટકા એક સાથે સામઠા લઇને દાયક માણસોએ ગ્રાહકને એ ઘર વેચી દીધું છે. આ પછી ઘરની ચારેબાજુની સીમાનો ઉલ્લેખ કરેલો છે. આવી સીમાયુક્ત કોઇને પણ આધિન નહિ, તેમ જ કોઇપણ પ્રકારના કજીયા-કંકાસવાળું નહિ, પહેલાંની માફક જ વહેતા પાણીના ખાળ, પ્રનાળ આદિ સહિત એવું એ ઘર દાયકાએ આપ્યું અને ગ્રાહકોએ લીધું છે. હવે પછી આપનારાઓનો (ફરીથી બધાં નામો લખ્યાં છે) આ ઘર સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ નથી. લેનારા દો નપા અને દો વસ્તાએ એને પોતાનું જ જાણી આચંદ્રાર્ક પુત્રપૌત્રની પરંપરા સુધી ભોગવવું, ભોગવવાનું, ભાડે આપવું, પોતાની ઇચ્છા પ્રમાણે બે-ત્રણ માળ ઉંચુ ચણાવવું ઃ ઇત્યાદિ જે રૂચે કરવું હવે પછી જો કોઇ આ ઘર સંબંધી ઝઘડો ઉભો કરે તો તેનો જવાબ દાયક માણસોએ આપવાનો છે. આ લખેલી હકીકતનો જે કોઇ ભંગ કરશે તો તે કુતરાની અને ચંડાળની યોનીમાં પરિભ્રમણ કરશે. : Page #245 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૨૨ ૧૯ પાટણ નગરીનો ભવ્ય ઈતિહાસ ડૉ. મનુભાઈ જી. પટેલ બાબુલાલ અંકુવા પાટણ-અણહિલપુર પાટણનો જ્યારે જ્યારે પણ વિચાર આવે છે ત્યારે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના શૌર્યકિત, પ્રવાહી શબ્દશિલ્પોથી સભર એવા મુંજાલ, સિધ્ધરાજ, કાકભટ્ટ, મંજરી અને ઉદા મહેતાનાં પાત્રો નજર સમક્ષ તરવરી ઉઠે છે. તો સાથે સાથે એકસો બાવન દરવાજામાંથી ઓપતી આ ગઢની આ નગરીના સહસ્ત્રલીંગ સરોવર, વીર માયો અને રાણીની વાવ યાદ આવ્યા વીના રહેતી નથી. પાટણ એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું ઐતિહાસિક નગર, પાટણ ઈ.સ. ૭૪૬ થી ૧૪૧૧ સુધી ગુજરાતનું પાટનગર રહ્યું હતું. ગુજરાતની જહોજલાલી અને સમૃદ્ધિ તો ઇતિહાસ પ્રસિધ્ધ છે. એ સમૃધ્ધિના વખાણે તો રાજા ભુવડને ગુજરાત જીતવા લલચાયો, પંચાસરનો જયશિખર હાર્યો અને માર્યો ગયો, પણ નમ્યો નહિં. વનમાં જન્મેલ વનરાજે ગુજરાતનું રાજ્ય પાછું હાથ ધર્યું અને ઇ.સ. ૭૪૬માં અણહિલ પાટણ વસાવ્યું. પાટણના સંસારને પોતાની ઐતિહાસિક નવલકથાઓમાં ઉજાગર કરનાર સાહિત્યકાર શ્રી ક.મા. મુનશીએ પાટણ વિશે કહ્યું છે કે “બાળપણમાં મેં “Graves of vanished Empire" “એ નામનો લેખ લખ્યો, ત્યારથી પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ માન્યું છે. ઇતિહાસકારો પાટણ અને તેના મહાપુરુષોની કથા વિસ્તારથી કહી શકશે. ખરી દષ્ટિએ આ ગાયકવાડી મહેસાણા પ્રાન્તનું નામ નથી, પણ સાથ્થી અને સમૃદ્ધિ, વિધા અને રસિકતામાં અયોધ્યા અને પાટલીપુત્ર, રોમ, એથેન્સ અને પેરિસનું સમોવડિયું શહેર છે.” અણહિલપુર પાટણ વસ્યું ને ગુજરાત પુનર્જીવન પામ્યું, મામાની ગાદી લઇને મૂળરાજ ! મહારાજે સોલંકીવંશ સ્થાપ્યો. મૂળરાજ મહારાજે ઈ.સ.૯૪૨માં ચાવડા વંશનો અંત આણી પોતે શાસનકર્તા બન્યો. ઉત્તર ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેણે પોતાની સત્તા બાંધી, સોલંકી સત્તા લગભગ 30 વર્ષ સુધી રહી. ઈ.સ.૧૦૨૪માં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરોનો નાશ કરી કચ્છના માર્ગે લૂંટ કરી પાછો ફર્યો પછી ભીમદેવે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. કરણદેવે તેનો લાટ પ્રદેશ (આજનું દક્ષિણ ગુજરાત) સુધી વિસ્તાર કર્યો. ઇ.સ. ૧૦૯૪માં બાળ સિધ્ધરાજ ગાદીએ બેઠો અને ગુર્જરભૂમિને સત્તા અને પ્રતિષ્ઠાની પરાકાષ્ઠાએ લઈ ગયો. સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાનનો મોટો વિસ્તાર, માળવા અને દક્ષિણે થાણા સુધી ગુજરાતની આણ પ્રવર્તતી હતી. ઇ.સ. ૧૧૪૩ માં તેનું મૃત્યુ થયું ત્યારે મહાન રાજવી સિધ્ધરાજ સોલંકી આજના અર્વાચીન ગુજરાનની સીમારેખા આંકતો ગયો. અણહિલવાડ પાટણની સ્થાપના પછી ગુજરાતમાં અને ગુજરાત Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૩. યુગે યુગે પાટણની પ્રભુતા બહાર રચાયેલ સંસ્કૃત સાહિત્યમાં આ નગર અણહિલ પાટક, અણહિલ વાટક, અણહિલ પત્તન, અણહિલવાડ પત્તન, પત્તન અને પુરભેદન જેવા વિવિધ નામોથી તથા પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં અણહિલવાડ, અણહિલપટ્ટણ અને આધુનિક ગુજરાતીમાં સામાન્યતઃ પાટણ અથવા સિધ્ધપુર પાટણ તરીકે પ્રસિધ્ધ છે. મુસ્લિમ ઇતિહાસકારો એને “નહરવાલા”કહે છે. આ ઉપરાંત પાટણનું અન્ય એક પર્યાય નામ “અઇવડકુ' છે. જે સંસ્કૃત શબ્દ અતિવૃધ્ધ - ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ “અતિશય વૃધ્ધિ પામેલું વિશાળ” એવો થાય છે. સોલંકીકાલિન ગુજરાતી પ્રસિધ્ધ રાજધાની અણહિલવાડ પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર સં. ૮૦૨ (ઈ.સ.૭૪૬) માં વીર વનરાજ ચાવડાએ કરી હતી. પાટણની સ્થાપના માટેનાં ચોકકસ માસ અને તિથિ તથા વાર માટે ઘણાં મતમતાંતરો છે. પરંતુ સં. ૮૦૨નું વર્ષ સર્વ સ્વીકૃત છે. પ્રબંધ ચિંતામણી” મુજબ વૈશાખ સુદ બીજને સોમવારે થઇ હતી. સોલંકીઓના સમયમાં પાટણનું રાજ્ય મહાસામ્રાજ્ય બની ગયું. ગુજરાતની જહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી. એ સમયનો ઇતિહાસ વાંચતા જાણે કાલ્પનિક કથા વાંચતા હોઈએ તેવો ભાસ થાય છે: સિધ્ધરાજ અને કુમારપાળના શાસનકાળમાં આ નગરની સંસ્કૃતિ અને જહોજલાલી અદભૂત હતી. સોલંકી યુગ એ ગુજરાતના ઇતિહાસનો સુર્વણયુગ છે. પાટણને ગુજરાતનું માત્ર વહીવટી નહિં, માત્ર આર્થિક નહિં, માત્ર વેપારી દષ્ટિએ નહિં પણ એ મોટું શહેર હતું. અને વિધાકીય દષ્ટિએ પણ મોટું કેન્દ્ર હતું. પૂનાની ડેકકન કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર શ્રી પીટરસન નામના અંગ્રેજ વિદ્વાને પાટણના જ્ઞાનભંડારો વિશે લખ્યું છે કે, “પાટણ જેવું ભારતભરમાં એકપણ બીજું નગર મેં જોયું નથી. તેમજ એના જેવા આખા જગતમાં માત્ર જૂજ નગરો છે કે જે આટલી બધી ભવ્ય પ્રાચીનતાવાળી હસ્તપ્રતોના સંગ્રહ અને સંશોધનનું ગૌરવ ધરાવી શકે. આ હસ્તપ્રતો યુરોપની કોઇપણ વિધાપીઠની મગરૂબી લેવા લાયક અને ઈર્ષ્યા આવે એવી રીતે સાચવી રાખેલો ખજાનો થઈ શકે એમ છે.' ઉત્તર ગુજરાત જ નહિં, સમગ્ર ગુજરાતમાં પાટણનું સ્થાન અજોડ છે. અહીં ગુજરાતની અસ્મિતા સૌથી પ્રથમ પ્રગટી. હકીકતમાં પાટણની સ્થાપના થઈ તે જ અરસામાં આ પ્રદેશને “ગુજરાત” શબ્દ સૌથી પ્રથમ પહેલો યોજવામાં આવેલ છે. એટલે ગુજરાતને પોતાનું નામ અહીં મળ્યું એમ કહી શકાય. ત્યારથી સતત લગભગ ૭૮૦ વર્ષ સુધી એટલે ઇતિહાસમાં લાંબામાં લાંબા સમય સુધી, પાટણ ગુજરાતની રાજધાની રહ્યું પણ માત્ર રાજધાની જ નહિ, પરંતુ પ્રતાપી રાજકર્તાઓ અને કુળશમંત્રીઓને હાથે તે એક સમૃધ્ધ વેપારનું કેન્દ્ર બન્યું. એટલું જ નહિં...કલા કારીગરી, સંસ્કાર અને સાહિત્યનું પશ્ચિમ ભારતનું તે મુખ્ય સ્ત્રોત થયું. પાટણના સુવર્ણકાળે તેણે તે વખતના માળવા પ્રદેશ ઉપર આધિપત્ય મેળવ્યું અને સાંસ્કારિક ક્ષેત્રમાં પણ તે ધારાનગરીનું સમોવડિયું બન્યું. માળવાના યુધ્ધ સમયે સિધ્ધરાજે જૂના નિર્જળ સરોવર “દુર્લભ સરોવર” ને સ્થાને નવું સહસ્ત્રલિંગ સરોવર બાંધવાનું શરૂ કર્યું ત્યારે તેમાં બીજા કોઇની આર્થિક સહાય નહિં સ્વીકારીને રાજગૌરવ સાચવ્યું Page #247 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २२४ અને આ કાર્ય લાંબો સમય ચાલે તેવું હોવાથી તે માટેની બધી જ વ્યવસ્થા કરીને તે માળવાનું યુધ્ધ જીતી આવ્યો. અહીંના રાજાઓએ દિગ્વિજયો કર્યા, લોક કલ્યાણનાં કામો બાંધવાની વાર્તામાંથી રાજા સિધ્ધરાજે પ્રેરણા મેળવી અને તેણે જુના દુર્લભ સરોવરને સ્થાને નવું સહસ્રલિંગ સરોવર બંધાવ્યું. જૂના દુર્લભસરોવરમાં પાણી ન રહેતું હોવાથી તેને સ્થાને જ સરસ્વતીના પ્રવાહને નહેરો દ્વારા તે તરફ વાળી લઇને ઇ.સ. ૧૧૩૪-૩૫માં સહસ્રલિંગ સરોવર જયસિંહ સિદ્ધરાજ દ્વારા બંધાવવામાં આવ્યું. આ વિશાળ અને સુંદર સરોવરનો કાંઠો ૧૦૦૮ શિવાલયો, દેવી મંદિરો અને એક દશાવતારના મંદિર અને કમલાચ્છાદિત અને હંસોથી અલંકૃત સરોવરની શોભા ત્યાં સ્થાપેલા શ્વેત આરસપહાણના ઉત્તુંગ વિજયસ્તંભને કારણે સહસ્રલિંગ શોભતું હતું. મહારાજા સિધ્ધરાજ ચાર શ્રેષ્ઠ અને પ્રશસનીય કાર્યોમાંનું સહસ્રલિંગ સરોવર એક ગણાય છે. મધ્યયુગના ગુજરાતના ઇતિહાસમાં અણહિલપુર પાટણ સૌથી ઉંચું ડોકિયું કરે છે. પાટણના મહારાજ્યનું એક પાટનગર હતું. સમગ્ર ભારતવર્ષમાં પ્રખ્યાત હતું. પાટણની શોભા દેવનગરીંનો ખ્યાલ . • આપતી, એ પાટણ હાલ નથી. જે નવું પાટણ વસ્યું છે તે જૂના પાટણનો ખ્યાલ આપી શકે તેમ નથી, જે પાટણને રક્ષવા કરણઘેલો છેલું નિષ્ફળ યુધ્ધ લડચો તે પાટણ તો કાળના પ્રવાહમાં અલિમ છે. સિધ્ધરાજ મહારાજના સમયનો લોખંડી કોટ, ભવ્ય સહસ્રલિંગ સરોવર, ગગનચૂંબી મહાલયો, અસંખ્ય દેવાલયો, કયાંય તેનો પત્તો નથી. સારા શહેરમાં પથ્થરના ટૂકડાઓ અને ઇંટોના રોડાં જૂના પાટણની યાદમાં વેરિવખેર થઇ પોતાની વેદના ઠાલવી રહ્યાં છે. જે પાટણને બાર-બાર ગાઉ ઘેરાવો હતો, જ્યાં ચોર્યાશી ચોક અને ચોરાશી ચૌટાં હતાં, જેમાં અસંખ્યા દેવાલયો, પ્રાસાદોને પાઠશાળાઓ હતી, તેમાં સોના રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ, રેશમ, મણિ, મોતી, હીરા, સુગંધી વસ્તુઓ, કલાકારીગરી વગેરેમાં પૃથક મોટાં બજારો હતાં, જે પાટણમાં વેદની ચર્ચાઓ થતી, જૈન ધર્મના મહાઆચાર્યે બિરાજતા, જે પાટણમાં કોટિપતિઓની ભૂંગળો ગૂંજતી, કોટિપતિઓની હવેલીઓ ઉપર ધજાઓ ફરકતી અને જે પાટણનો વેપાર એટલો બધો હતો કે દરરોજની લાખ ટકા આવક તો જકાતની આવતી. એ.સમૃધ્ધ પાટણ માનવ સાગર સમું ઉભરાતું પાટણ શણગારેલા હાથીઓ અવાર-નવાર જેના માર્ગો પર મહાલતા તે ભવ્ય પાટણ કયાં છે! રાણીવાવના ઉંડા ખાડામાં રહેલું થોડું પાણી અને અદભૂત કારીગરીવાળી મૂર્તિઓ ભવ્ય ભૂતકાળનો અને સંસ્કૃતિનો ખ્યાલ આપવા પ્રયાસ કરે છે. કાળચક્ર ફરી વળતાં પાટણની અવદશા થઇ એવી જ બલ્કે એથીયે ક્રૂર અને ખરાબ અવદશા ગુજરાતમાં ઠેરઠેર વેરાઇ પડેલા સોલંકીઓના સ્મારકોની થઇ છે. જે સમયમાં અગણિત દેવાલયો, જળાશયો, કિલ્લાઓ અને કીર્તિસ્તંભો બંધાયાં, તેમનાં ઘણાંખરાં કાળના પ્રવાહમાં તણાઇ ગયાં છે. કેટલાંક અવશેષ ઉભા છે, બહુ જ થોડા સ્મારકો કાળ સામે લડીને પણ અડીખમ ઉભાં છે. સિધ્ધપુરના રૂદ્રમાળના અવશેષો રહ્યા છે, ૧૧ માળ અને ૧૬૦૦ સ્થંભોવાળો રૂદ્રમહાલય Page #248 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૨૫ ૧૪,000 કરોડ સોનામહોરના કુલ ખર્ચથી એ સમયે બંધાયો હતો. મૂળરાજ સોલંકીએ શરૂ કર્યો અને સિધ્ધરાજ જયસિંહે પૂરો કર્યો. સહસ્રલિંગ સરોવર અને રાણીવાવ ઉપરાંત પાટણ નગરમાં કુલ ૪૨ પુરાણા દેવાલયો જોવા મળે છે. આ દેવાલયોમાં પાટણ શહેર જ્યારે બંધાયું તે વખતે ગણેશમૂર્તિની પૂજા સ્થાપના કરવામાં આવેલું તે ગણેશ મંદિર પાટણની ગણેશપોળમાં આજે પણ મોજૂદ છે. પાટણ શહેરના મહાલક્ષ્મી માતાના મંદિરમાં ચંપાના લાકડામાંથી કોતરી કાઢવામાં આવેલ અને સંવતના બારમા સૈકામાં સૂર્યનારાયણની કાષ્ટ મૂર્તિ કોતરાયેલ છે. આ સાડાચાર ફૂટ ઉભી સૂર્ય મૂર્તિને દર વર્ષ ચંપાનું તેલ લગાડવામાં આવે છે. પાટણના સોનીવાડામાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિરમાં સંવતના ચોથા સૈકામાં કોતરાયેલ ગજલક્ષ્મીની બેઠી મૂર્તિ મૂકાયેલ છે. સોળ ઇંચ લાંબી અને સોળ ઇંચ પહોળી ઇટ ઉપર આ મહાલક્ષ્મીની મૂર્તિનું કોતરકામ કરાયેલ છે. પાટણ અધોરી બાવાના મંદિરમાં સંવતના અગિયારમાં સૈકામાં કોતરાયેલ પંચમૂખ હનુમાનની અશ્વ, ગરૂડ, સિંહ, વારાહના મુખવાળી મૂર્તિ દૃશ્યમાન થાય છે. પાટ્રણનું પંચાસરા દેરાસર જૈનો માટે ઘણું જ અગત્યનું ગણાય છે. અને આ મંદિરમાં સિધ્ધરાજ સોલંકીના સમયની કેટલીક ચીજવસ્તુઓ જોવા મળે છે. દેરાસરનું પુરાણીવસ્તુ ઘ્યાનથી જોઇએ તો જ માણી શકાય છે. કેદારેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગને બદલે સંવતના બારમા સૈકાની પાડાની મૂર્તિ છે. હિમાલયના કેદારનાથ મહાદેવના લિંગને પણ પાડાના આકારનું શિવલિંગ ગણવામાં આવે છે. વિધર્મીઓ જ્યારે હિન્દુ દેવસ્થાનો તોડતા હતા ત્યારે પદમા નામના પાટણના પ્રજાપતિએ વિચાર્યું કે મૂર્તિઓને બદલે માટીના ઢગલા બનાવી તેને મૂર્તિઓના નામ આપવા દા.ત. રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિના ત્રણ ઢગલા કરી તેમને તે મુજબનું નામ આપ્યું. દિલ્હીમાં ખીલજી વંશના શાસન દરમ્યાન ગુજરાતમાં સૂબો રાજ્ય ચલાવતો હતો. ખાન સરોવરના ખોદકામ માટે સૂબો દરેક પાસે ફરજિયાત કામ કરાવતો હતો. પદમા પ્રજાપતિ-ભગતે કહ્યું કે મારા ભાગનું એક વર્ષનું કામ હું વર્ષને અંતે એક અઠવાડિયામાં પૂર્ણ કરી દઇશ. જ્યારે પદમા પ્રજાપતિએ વર્ષને અંતે પોતાનું કામ શરૂ કર્યું એક સાથે તેર તગારામાં માટી ભરી એક ઉપરના એક એમ તેર તગારા પોતાને માથે મૂકયાં. પછી એ માટી બહાર નાખવા આગળ વધ્યા ત્યારે તેર તગારાં એક બીજાથી ઉંચા દૂર રહેવા લાગ્યાં. આ દૃશ્ય જોઇ સુબો પદમા ભગતને પગે લાગતાં માફી માગી અને કહ્યું કે તમે જે કામ કર્યું તેના બદલામાં તમે જે માંગો તે મળશે. પદમા ભગતે કહ્યું કે ‘‘મારે એક મંદિર બંધાવવું છે તે માટે નજીકની વહેતી સરસ્વતી નદીના કિનારાની પાસે જે જમીન પર કયારેય વાવેતર ન થયું હોય એ જમીન ઉપર હું ત્રણ ડગલાં ભરી શકું એટલી જ જમીન આપો.'' સુબાએ ભગતને લઇ ખાનસરોવરથી થોડે દૂર સરસ્વતી નદીના કિનારા ઉપર લઇ ગયો. પદમા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ યુગે યુગે પાટણની પ્રભુતા ભગતે એક ડગલામાં નવ એકર જમીન માપી લીધી. બીજું એક ડગલું ભર્યું કે સરસ્વતી નદી દક્ષિણ તરફ વધવા લાગી. સુબાએ ત્રીજું ડગલું ભરવાની ના પાડી, ત્યારે ભગતે કહ્યું કે “એક ડગલામાં જે જમીન મળી છે તેના ઉપર હું મંદિર બનાવીશ.” આ નવ એકરની જમીન પર ત્રેત્રીસ કરોડ હિન્દુ દેવતાઓના નામ પ્રમાણે વેત્રીસ કરોડ ઢગલા બનાવ્યા. દરેક ઢગલા પર તુલસી અને કુંવારના છોડ રોપ્યા. પાટણમાં ખાનસરોવરથી થોડે દૂર ભગવાન પદ્મનાભજીનું મંદિર અને માટીના ઢગલાથી ભરપૂર મંદિર આવેલાં છે. પાટણમાં વસતા પ્રજાપતિ તથા વડોદરા જિલ્લાના દક્ષિણ ભાગના ઉદા પટેલો પદ્મનાથ ભગવાનના ભકતો છે. કાર્તિક સુદ એકમથી અગિયારસ સુધી અહીં મેળો ભરાય છે. પદમા ભગતે પોતાની હયાતીમાં પોતાના શિષ્યોને આપેલ બોધના પુસ્તકનું નામ “પદમપુરાણ” છે. પાટણના જ્ઞાનભંડારીમાં લગભગ ૩૦ હજાર પ્રતો છે. અહીંના જ્ઞાનમંદિરમાં સંવત ૧૨૮૪માં લખાયેલું એક પુસ્તક છે. વનરાજ ચાવડાની જૂની મૂર્તિ છે. તેરમા સૈકામાં પાટણ પાસેના જંગરાલ ગામમાં લખાયેલ “નૈષધ” મહાકાવ્યની બે તાડપત્રીય હસ્તપ્રતો છે. વસ્તુપાલ નરનારાયણાનંદ' મહાકાવ્ય રચ્યું છે. એ મહાકાવ્ય તાડપત્રીય ઉપર ઉપલબ્ધ છે. “કાવ્યમીમાંસા” ની બે પ્રતો, “કર્ણ સુંદરી નાટક”, “વિક્રમાકદેવચરિત્ર'કાવ્ય, બૌધ્ધ દર્શનનો” “તત્વસંગ્રહ” ગ્રંથ ચાર્વાકદર્શનનો એક જ ગ્રંથ, “તત્વોતત્સવ” યા “તત્વોપદ્ધવસિંહ” નામનો ભટ્ટ જયરાશિનો ગ્રંથ, બૌધ્ધ ન્યાયનો ધર્મકીર્તિકૃત બહેતબટીકા” “ગ્રંથ કૌટિલ્યના” અર્થશાસ્ત્ર” માં ઉત્તર ભારતી પરંપરાના કેટલાક અંશો સાચવતો અપૂર્ણગ્રંથ, “રાજસિધ્ધાંત', રાજાભોજદેવ લખેલો શૃંગારમંજરીકથા” ગ્રંથ, ગણિકાજીવન વિશેના તાડપત્ર ઉપર “કુદૃનીમત ગ્રંથ”, “શાકુન્તલ'ની હસ્તપ્રત, પ્રચીન કોટાલી ભાષાનું વ્યાકરણ આલેખતું દામોરનું “ઉકિતવ્યકિત” પ્રકરણની તાડપત્રીય નકલો, “મુદ્રારાક્ષસ” ની જૂની હસ્તપ્રત, અબ્દુલ રહેમાન નામના મુસલમાન કવિએ અપભ્રંશમાં લખેલું “સંદેશરાસક” કાવ્ય, નરસિંહ મહેતા પહેલાંનું પ્રચીન સાહિત્યની કૃતિઓ, અને આમાંના કેટલા ગ્રંથો તો સોનેરી અને રૂપેરી અક્ષરોમાં લખાયેલા છે. ઇ.સ.૧૫૦૪માં સોનાની શાહીથી લખાયેલો “કલ્પસૂત્ર” નામનો ગ્રંથ અહીં ઉપલબ્ધ છે. આચાર્ય હેમચંદ્રરચિત સિદ્ધહેમ ગ્રંથ અને ગુજરાતના ઇતિહાસને આલેખતો “પ્રભાવકચરિત્ર” પણ ઉપલબ્ધ છે. સદીઓ જૂના આપણા અદભૂત વારસાના આપણા ગ્રંથોને કાપડમાં વીંટીને લાકડાના નાના નાના ખોખાઓમાં ગોઠવવામાં આવેલ છે. સમગ્ર જ્ઞાનમંદિરના ઇમારતનું સ્થાપત્ય બેલ્જિયમના પ્રખ્યાત સ્થપતિ ગૈસ્તરે રહ્યું છે. આ અમૂલ્ય વારસાને, સંસ્કૃતિને સાચવનાર “હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર”ને ફાયર સ્કૂફ બનાવવામાં આવેલ છે. આ જ્ઞાનમંદિરના તા. ૭-૪-૧૯૩૯ના દિવસે ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કનૈયાલાલ મા. મુનશીએ જણાવ્યું હતું કે “આજે તમારી પાસે એ જ્ઞાનમંદિરના ભંડારમાં ૧૫,૦૦૦ ગ્રંથો છે જો એક વિદ્વાન જીવનપર્યન્ત એક ગ્રંથનું સંશોધન કાર્ય કરે, તેનો પુનરૂધ્ધાર કરી પ્રજાને આપે, તો એવા પંદર હજાર વિદ્ધાનોને આ ગ્રંથો પૂરા પાડી શકાશે. જે . પાટણની વિધાપીઠ નાલંદા કે યુરોપની બીજી કોઇપણ વિધાપીઠથી જરાય ઉતરે એમ ન હતી. તે પાટણ એટલું કરશે જ એવી મને આશા છે.” Page #250 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨ ૨૭ વધુમાં તેમણે જણાવ્યું કે, “જે ભૂમિમાં હજાર વર્ષ પહેલાં તપસ્વીઓ, સંસ્કાર-સ્વામીઓ અને વિદ્વાનો થઇ ગયા હતા, તેમની ચરણરજ માથે ચડાવવાની ઇચ્છાથી જ હું અહીં આવ્યો છું પથ્થરો અને શિલ્પો વડે વિદ્યાપીઠ ન બને, જ્યાં મહાન આચાર્યો મળે, ત્યાં જ વિદ્યાપીઠ થઇ શકે. એવી વિધાપીઠો અહીં વર્ષો સુધી ચાલી છે, જેની કીર્તિગાથાઓ સારાયે હિન્દમાં અને જગતભરમાં ગવાતી હતી. જીવંત વિદ્યા અહીંથી પ્રસરી હતી. પાટણે વિદ્યા અર્થ શું કર્યું તેનો જવાબ તો ભવિષ્યનો - ઇતિહાસ આપશે. પાટણની વિદ્યાર્થી પરંપરા લગભગ એક હજાર વર્ષની છે તેથી જ એ સતેજ રહે તો જ ગુજરાતનું નામ રહી શકે.” અહીંની વિદ્યાપીઠે પાટણને વિદ્યાના ધામ તરીકે ખ્યાતી આપી. અહીં અમૂલ્ય ગ્રંથો લખાયા. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના અને વ્યવહારના, ઇતિહાસ અને ચરિત્રના, કાવ્ય અને નાટકના અહીં બેનમૂન શિલ્પકળા અને સ્થાપત્યમાં નિર્માણ થયાં. છેક મોગલ કાળ સુધી અહીંનો વારસો જળેવાઇ રહ્યાં. એક વિદ્વાને યથાર્થ લખ્યું છે કે, “ગુજરાતની લક્ષ્મીની ઉપાસના તો આજે પણ સુપ્રસિદ્ધ છે, પણ ગુજરાતીઓના પૂર્વજોએ કરેલી લક્ષ્મી અને સરસ્વતી બન્નેની ઉપાસના જેવી હોય તો જાઓ પાટણ, જુઓ ત્યાંના જ્ઞાનભંડારો.” કલિકાલ હેમચંદ્રાચાર્યનો જન્મ દિવસ છે કાર્તિકી પૂર્ણિમા. આ દિવસ કેટલો મહિમાવંત છે. શીખ સંપ્રદાયના પ્રવર્તક ગુરૂ નાનકદેવનો જન્મ દિવસ પણ આજ છે. અને જૈન આત્મસાધક શ્રીમદ રાજચંદ્રનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. કયારે જન્મવું એ મનુષ્યની ઇચ્છાને વશ નથી એ સાચું હોવા છતાં પણ મહાન આત્માઓનો જન્મ સમય કે જન્મ દિન, યોગાનુયોગ કે અત્યંત સહજ રીતે જ, એવો તો યોજાઇ જાય છે કે, પછી એ મહાન વ્યકિત વિદેહ થયા પછી આગામી પેઢીઓ માટે એ દિવસ ઉત્સવના અને પ્રેરણાના મંગલ સ્વરૂપ બની જાય છે. ગુજરાત અને તેના આધીન અઢાર રાજ્યો એટલે કે અર્ધાથી ય વધુ હિન્દુસ્તાનમાં નૈતિક મૂલ્યોને સંસ્કાર સિંચનનો સભાન પુરૂષાર્થ આ સંસ્કાર સ્વામી એવા યુગપુરૂષ કર્યો. ગુજરાતની ભાષા, લોકબોલીમાં નવા પ્રાણસંચાર આ કારણ થયો. તેમના થકી જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વરૂપે વટવૃક્ષ બનીને સમગ્ર જગતને અહિંસાનું સાચું જ્ઞાન આપ્યું. પંડિત સુખલાલજીએ કહ્યું કે, “હેમચંદ્રાચાર્ય જેવી એક વ્યકિતમાં રહેલ જુદા જુદા વિષયના પાંડિત્યનો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને એ એન્સાકલોપીડીયા જ લાગે. તેથી હું તેમને સારસ્વતપુત્ર કહું છું.” પાટણ આજે તો માત્ર ભૂતકાળની ભવ્યતાને વાગોળતા એક અર્વાચીન શહેરમાં રૂપાંતરિત થઈ રહ્યું છે ત્યારે શ્રી અંકુયા પાલનપુરીનું નીચે દર્શાવેલ કાવ્ય આપણા પાટણને સાદર સમર્પિત કરીએ છીએ : હે દેવભૂમિ! યાદ આવે છે ને તને? તારો ભવ્ય ભૂતકાળ, તારી ભવ્ય એ પ્રભુતા સરસ્વતી પૂજક હેમચંદ્ર ને વીર જયસિંહ સિદ્ધરાજ Page #251 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ચાણકય સમ મંત્રી મુંજાલ, મીનળદેવી ને ગર્વિષ્ઠ મંજરી એ વીર માયો બલિદાની ને ઓડણ જસમા સતી સાચવતી એ સદાય સહુને આપણી આ સરસ્વતી હે દેવભૂમિ પાટણ ! યાદ આવે છે ને તને ? તારો ભવ્ય ભૂતકાળ, તારી ભવ્ય એ પ્રભુતા તારી કરૂણ યાદમાં જળ ખોયાં રે આ સરસ્વતીએ સમાધિસ્થ છે રાણીવાવ, વેરવિખેર આ સહસ્રલિંગ તારી કરૂણ યાદમાં જીર્ણશીર્ણ ઊભો રૂદ્રમહાલય હે દેવભૂમિ પાટણ ! યાદ આવે છે ને તને ? તારો ભવ્ય ભૂતકાળ, તારી ભવ્ય એ પ્રભુતા હે વિદ્યાભૂમિ પાટણ છે વરદાન તને સરસ્વતીનું પુનઃ જળ વહાવશે સરસ્વતી, પુનઃ ગૌરવ વધશે તાહરું પુનઃ કીર્તિ પ્રકાશશે તાહરી, નવસર્જિત વિશ્વવિદ્યાલય થકી નવપલ્લવિત થશે તાહરી, એ પ્રભુતા પ્રાચીન તાહરી આ આનર્ત પુનઃ વિકસશે, વિકસતા વિશ્વવિદ્યાલય થકી હે વિદ્યાદેવી સરસ્વતી ! નમીએ અમે તને લળી લળી આશિષ દે ! આશિષ દે ! આ વિશ્વવિદ્યાલયને વળી વળી. २२८ Page #252 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૨૯ ગૂર્જરરાજધાની નૃસમુદ્ર અણહિલ્લવાડ - વાલજી ગોવિદજી દેસાઇ વનરાજે સંવત ૮૦૨ ના વૈશાખ શુદિ ૨ ને સોમવારે અણહિલવાડની સ્થાપના કરી. સ્થાપક સિંહ જેવો ચૂરો હતો. સ્થાન પણ જ્યાં સસલાએ કુતરાને ત્રાસ પમાડેલ એવી ‘શૂરભૂમિ' હતું. સ્થાપનાનું મુહૂર્ત પણ શ્રેષ્ઠ હતું. એટલે વનરાજ પછી રાજા થયા તેમણે ઉત્તરમાં શાકંભરી (સાંભર અજમેર પાસે છે તે), પૂર્વમાં માળવા, દક્ષિણમાં કોંકણ અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલીને દિગ્વિજય કર્યો. અને ત્યાં વિદ્વાન પણ એવા જ પાકયા, તેમણે પોતાને, પોતાના દેશને તથા પોતાના રાજાઓને સાહિત્યલોકમાં અમર કરી દીધા. અણહિલવાડનાં સંસ્કૃત પ્રાકૃતમાં વર્ણન લખાણાં છે, એટલાં બીજા બહુ નગરનાં નર્થીિ લખાણાં. એ વર્ણનમાંથી વીણી વીણીને આ નીચે કેટલુંક ઊતાર્યું છે. આટલું રૂડી રીતે ભણે નહિ ત્યાં સુધી કોઈ ગુજરાતી ભણ્યો ન કહેવાય. (૧). જયમંગલાચાર્ય (સિદ્ધરાજે ગ્રથિલ (ગહિલા, ગહેલા, ઘેલા) જયમંગલસૂરિને અણહિલવાડનું વર્ણન કરવા કહ્યું, એટલે સૂરિએ નીચેલો શ્લોક કહ્યો હતો, એટલે શ્લોક વિક્રમને બારમા શતકના ઉતરાર્ધમાં રચાયેલ હોવો જોઇએ. શ્લોકમાં સૂત્થાનતા છે ત્યાં મૂળ ચાતુર્યતા હતું તે સુધારી લીધું છે.) एतस्यास्य. છપમ | આ નગરની સ્ત્રીઓની ચાતુરીથી હારી જઈને સરસ્વતી દેવી જાણે જડ (૨૧ મંદ, ૨ જળ, પાણી, ડલનો અભેદ મનાય છે) થઇ જઈને નદીરૂપે પાણી વહેતી (ભરતી) રહી છે એમ મને લાગે છે. મહારાજા સિદ્ધરાજે ખોદાવેલ તુંબડાના આકારનું સહસલિંગ સરોવર છે એ જાણે સરસ્વતીએ ફગાવી દીધેલ વીણા છે. કીર્તિસ્તંભ છે તે જાણેએ વીણાનો ઉંચો દંડ છે. અને સરોવર કાંઠે છોડ ઊગ્યા છે તે જાણે વીણાના તાર છે. (૨) - હેમચન્દ્રાચાર્ય રચિત કુમારપાલચરિત્ર (પ્રાકૃત વયાશ્રય) પોતે રચેલા વ્યાકરણમાં બાંધેલ નિયમોમાં ઉદાહરણની સાથે સાથે અણહિલ્લવાડના રાજાઓનું ચરિત હેમચન્દ્ર દ્વયાશ્રય મહાકાવ્યમાં આપ્યું છે. દયાશ્રય વિક્રમને તેરમા શતકના પ્રથમ ચરણમાં રચાયેલ છે. વ્યાકરણનાં અનિયમિત તથા અપરિચિત રૂપમાત્રનો સમાવેશ કરવાનો નિશ્ચય કરીને Page #253 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૦ માણસ કવિતા રચવા બેસે, એની કવિતામાં કવિતાપણું ક્યાંથી રહે? બે ઘડે કેમ કરીને ચડાય ? બે ઘરનો પરોણો કયાંથી ખાવા ભેળો થાય? એટલે કવિતા વ્યાકરણના બોઝા તળે છુંદાઈ ગઈ છે, અને અત્યન્ત કિલષ્ટ તથા દુધ બની છે. વયાશ્રયના સંસ્કૃત તથા પ્રાકૃત બેય વિભાગમાં પ્રથમસર્ગમાં અણહિલ્લવાડનું વર્ણન છે. તેમાં પ્રાકૃત વધારે ઠીક છે, એટલે તે પ્રથમ આપ્યું છે, ને પચ્છી સંસ્કૃત આપ્યું છે. મથિ ..... .............. ... || અણહિલનગર એક પુર છે, જ્યાં અન્તર્વેદિ (ગંગાયમુનાના મધ્યનો દેશ) નો રાજા તથા બીજા અનેક રાજાઓ કુમારપાળ રાજાની સેવામાં રહે છે, અને જ્યાં સત્તાવીશ મોતીના હારથી વિભૂષિત તરુણીઓ તેમના પતિના ઘરને ઉજજવલ કરે છે. નિમણ..... ...............JITS: ને. જે નગરમાં પૃથ્વી મહિલાના મુખની શોભા સમાન કોટ આવી રહેલ છે, તેનાં સ્ફટિકશિલાનાં બનાવેલ શિખર દેવાંગનાઓને પોતાનું મુખ જોવા સારું અરીસાનો અર્થ સારે છે. નિવ........ પૃથિવીશાળે છે રાજાઓની પ્રશંસા પામતા જે નગરમાં અનેક બુધ (ડાહ્યા માણસો) રહે છે, તેઓ રાજસભાના ભૂષણરૂપ છે, બુદ્ધિ વિષયે બીજા બૃહસ્પતિ જેવા છે, અને ગુણસમુદાયમાં અદ્વિતીય છે. ટુ થિ.............................સાતવાહનપુરમ | શાલિવાહનનું નગર પ્રતિષ્ઠાન સજ્જનનું સ્થાન હતું, તે દુર્જનથી રહિત હતું, તો પણ તે જે નગરની સમાન નહોતું, અને જેના જેવું નગર આ જગતમાં નત્યિ, નહોતું ને હશે પણ નહિ. નશ્મિ નમસ્તે... ....શ્રદ્ધા છે. જે નગરમાં તપ તપતા ત્રણે લોકના મિત્ર સમાન સાધુઓને ઇન્દ્ર પણ શ્રદ્ધાપૂર્વક માથું નમાવે છે અને સ્તવે છે. ...યત્ર ને. જે નગરમાં ઘરોની અન્દર તથા ઉપર નેત્રને આંજી નાંખનારાં રત્ન પડવાં હોય છે, એટલે જાણે રત્નાકર સમુદ્રની સંપત્તિમાત્ર આંહી આવીને ન પડી હોય એમ ભાસે છે. વિગુ. પ્રવૃટટ્ટાનાનામ્ || જેમ શરદઋતુ વર્ષોથી કલુષિત થયેલી દિશાઓને લક્ષ્મી (સ્વચ્છતારૂપ શોભા) આપે છે, તેમ જે નગરમાં લોકો વૈધની ઘોડયે પ્રિયવચનપૂર્વક ભૂખે પીડા પામતા માણસોને વીજળી જેવી ચંચળ લક્ષ્મી (ધન) આપે છે. નથઇછરસ.. .વિવિંગનઃ | જ્યાંના વિવેકી લોકો અપ્સરાનુંય મન હરે એવા છે, અપ્સરા જેવી સ્ત્રીઓ સંઘાતે સુખ પામે તબ................•••••••••••••••••• Page #254 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૧ છે, દીઘયુષી છે, છતાં પોતાને અલ્પાયુષી માને છે, સંસારની ક્ષણભંગુરતા ભૂલતા નOિ. નWિ . ................કૃક્ષન: | જ્યાંના ઘરો ઉપર મનશિલ જેવી ગોરી તથા મનશિલના તિલકવાળી મૃગાક્ષીઓ રમે છે, તેનું રૂપ જોઈને દેવ તથા નાગકુમાર પણ વિસ્મય પામે છે. વીસ.. ...........સ્વમસમિવ: | જ્યાંના લોકો પોતાના માંસની ઘોડશે બીજાનું માસ ખાતા નOિ, એટલે કળિકાળ સત્યયુગથી વીશ અથવા ત્રિીશગણો સરસ વર્તાય છે. સિં ................. ..............મવનશુમડા : | : જ્યાં વિષ્ણુના શંખ (પાંચજન્ય) જેવાં ઉજજવલ ઘરોનાં કિરણ સકલંક ચન્દ્રને પણ નિષ્કલંક, નિર્મળ કરી મૂકે છે. દંડ........ ........પુરુષા | જ્યાંના પુરુષો પ્રચંડ બાહુવાળા, બીજામાં કે પોતામાં મન્દતાને ન ખમવાવાળા, રમણીય દેહવાળા, ગુણવાન અને નીતિપંથના પથિક . રંતુનાગન્ન... .ઘર્મમ || જ્યાંના દયાળુ ધનવાનો ધર્મ આચરવા ઇચ્છે છે, અને તેથી ચંદ્ર જેમ કુમુનો બાંધવ છે તેમ નિરાધાર લોકોના બાન્ધવ બને છે. સંવત....... ..............પુરત : || જ્યાં ઘેર ઘેર ફળની લુંબ જેના ઉપર લટકે છે એવી કેવ્યનાં તોરણને લીધે સૂર્યના કિરણ જેમ વર્ષમાં તેમ શરદતુમાં પણ રોકાઈ જાય છે, તેથી તે ચોકખો દેખાતો નથી. સાવવા. ...શ્રેય: | જેમ સર્વ વયમાં મધ્યમ વય (યૌવન), જેમ ફૂલોમાં જાઇનું ફૂલ ને જેમ સુખ માત્રમાં મુકિતનું સુખ, તેમ પૃથ્વીનાં સર્વ નગરમાં જે શ્રેષ્ઠ છે. નથિ ......................................•••• ........ત્નનિરિક્ષયHથાપિ જ્યાં લોકો સોનું તથા રત્ન ખોબે ખોબે આપે છે, છતાં પણ સોનાનો તથા રત્નનો ભંડાર અક્ષયજ રહે છે. હેમચન્દ્ર-સંસ્કૃત વ્યાશ્રય મત્તિ . ...પદમ્ | ૪ || ધર્મનું ઘર તથા નીતિનું સ્થાન એવું પૃથ્વીના સ્વસ્તિકરૂપ અણહિલવાડ નામે લક્ષ્મીએ સદા Page #255 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૨ સેવેલ નગર છે. . ..પરન્ ૭ આ નગરના વિધામઠ (સાહુકારોએ ગુરુશિષ્યના અન્નવસ્ત્રની વ્યવસ્થા સહિત સ્થાપેલ આશ્રમ) માં ભણીને જડજિહવાવાળો પણ ઉત્તમ વક્તા થાય છે. अत्राक्षरमपि. ....નિરર્થકમ્ || ૬ | અહીંના પંડિતો અક્ષર પણ પ્રયોજન વિના બોલતા નત્યિ, અર્થાત વાચાળ નત્યિ, શબ્દજાળ રચીને પોતાને તથા બીજાને ફસાવતા નOિ. अस्मिन. ...........મહર્ષય | ૨૦ || મહર્ષિઓએ વખાણેલ આ નગરમાં શમવૃત્તિને વિષયે મોટા ઋષિ જેવા રાજાઓને જોઈને જ જાણે સપ્તર્ષિ લાજ પામીને આકાશમાં ચાલ્યા ગયા. મત્ર.......... ......સાધવ: || ૨૫ છે. આંહીં સજ્જનો દુર્જનો પ્રત્યે પણ અત્યંત ઋજુભાવ જ ધરે છે, અર્થાત તેમનું પણ હિત જ, કરે છે. ૩પસ્થિતે. ધણીનું કામ આવી પડે એટલે; ગુણસમુદાયે કરીને સ્વચ્છવૃત્તિવાળા અને સ્વામીની આજ્ઞા પાળવા સમર્થ એવા સેવકો આંહીં તર્કવિતર્ક કરવા રહતા નથિ અર્થાત Theirs not to reason why, Theirs but to do and die. ર હ્યૌ ....... ........નહી. તે ૨૩, .. આંહીં આકાશ તથા પૃથ્વીને પાવન કરતી, પાપનો નાશ કરતી, વડવાનલને લઈ જતી, શ્રવણીય ઇતિહાસવાળી, ગાયને હિતકારી તથા નાવ ચાલી શકે એવા ગંભીર જલવાળી બ્રહ્માની પુત્રી સરસ્વતી નદી વહે છે. ન વ્યત્યત્ર.. સુતિમઃ | ૨૪ છે. બળદગાડીમાં બેઠેલા પોતાના બળદની અને નાવમાં બેઠેલા પોતાના નાના સામુએ જેતા નત્યિ, તેમનાં મન તો લણણી કરતી સ્ત્રીનાં મધુર ગીતમાં લીન થઇ ગયાં છે. Behold her, single in the field, Yon solitary Highland Jass! Reaping and singing by herself; Stop here, of gently pass! Alone she outs and binds the grain, Page #256 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા And sings a melancholy strain; O listen I for the vale profound Is overflowing with the sound. No nightingale did ever chant More welcome notes to weary bands Of travellers in some shady haunt, Among Arabian sands; A voice so thrilling heter was heard, In sprIng-time from the Cuckoo-blrd, Breaking the silence of the seas, Among the farthest Hebrides, Will no one tell me what she sings ? Perhaps the plaintive numbers flow For old, unhappy, far-off things, And battles long ago: २३३ Or is it some more humble jay, Familiar matter of to-day ? Some natural sorrow, loss, or pain, That has been, and may be again I Whate'er the theme, the maiden sang As if her song could have no ending: I saw her singing at her work, And o'er the sickle bending," Ilistened, motionless and still; And, as I mounted up the hill, The music in my heart I bore, Long after it was heard no more. .નીમ્ ।। ૨ ।। વિશ્ચે........ આંહીં પિતૃપક્ષમાં (અર્થાત્ શરદ્ ઋતુમાં) ગોખે બેઠેલી ગૃહિણીઓ ગાયને સુખકારી ઘાસવાળી ભૂમિને તથા ઇન્દ્રિયોને શાન્ત કરતી નદીને ધારી ધારીને જુવે છે. નવો ............ ..વહિÉવઃ ॥ ૨૬ ॥ ગાય તથા ઉંટને પ્રિય એવા વેલાવાળાં આંહીંનાં પાદર, મહાવૃષભના સ્કંધ જેવા સ્કંધવાળા અને વૃષભ ઉપર બેઠેલા ગાય તથા ઉંટનાં ગોવાળો વડે સેવાય છે. ન ખાનું...... નાવિદ || ૧૨ || જે મારુતિના પગ લંકામાં ફરી વળતાં નહોતા થાક્યા, તે આ નગરને એક છેડેથી બીજે છેડે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નાન , , , , , , , , , , યુગે યુગે પાટણની પ્રભુતા જાતાં થાકી જાય એમ મને લાગે છે. સર્ષિ....... ..શિT || ૩૦ || આ નગરની સુન્દરીઓની મધુરગિરા સાંભળી ન હોય ત્યાં લગી જ સામવેદ સામ કરનાર છે, મધ મિષ્ટ છે ને દહિં સ્વાદિષ્ટ છે. મિન ... ..૩થના: || ૩૦ || આંહીં અગસના ધૂમાડાને મેઘ ધારીને કારના જેવી શિખાવાળો અને કારના જેવી ચાંચવાળો મોર ડોક તથા ચાંચ ઉંચી કરીને મધુર સ્વરે બોલે છે. ન યો..... .....મયસર | ૨૬ . હલ, ઝવું, આદિ સંજ્ઞા પણ જે જાણતો નલ્થિ એવો નિરક્ષર પણ આ વિધાના ધામમાં છ દર્શનની જાણ થાય છે. તાવમાંશુરાનન્તી.... ..ન: || ૪૦ || સત્ય, મિત અને પ્રિય વાણીએ કરીને આનન્દ દેનારા તથા વિશ્વનું હિત કરનારા અહીંના સજજન ન જોયા હોય ત્યાં સુધી જ ચન્દ્ર આનન્દ આપે છે તથા મેરુ ઉન્નત લાગે છે. વાવપૂરા વીસ્ય.. . ..ચાવવા શિવ: કરે છે અહીંના વાકલ્ચરોને જોઈને બૃહસ્પતિ પણ નીચું માથું નમાવે. ' ..................... શ્રિમદામાતામ્: || ૪૪ છે. લક્ષ્મી અહીં આવી છે જાણીને સમુદ્રશાયી ભગવાન સમુદ્રમાં નલ્થિ સૂતા (આંહી આવે છે) ..વ્યથતેવ પૂ; ૪૭ | જાગ્રત, ચંચળ, પાંચ ગતિના જાણ, ખેલતા અને ઠકાર જેવા દાબડા વડે ભૂમિ ઉપર ઠકાર કરતા એવા અશ્વગણને લીધે પીડાતી જાણે પૃથ્વી આંહીં રડે છે. નાનંપૂર્વમાન .. ..શાર્થિના ૪૨ | આંહીંના સુભટ પ્રાણને ધૂળસમાન ગણનાર, શત્રુનો નાશ કરનાર, ટંકાર કરતા ધનુષને ધારીને ફરનાર અને શરણાગતને રક્ષનાર એવા છે. રત્નસંસંરિ.... .............ચિન્તયે . ૧૭ | રત્નસમુદાયે કરીને શોભતું આ નગર વિશ્વકર્મા જુવે તો અમરાવતીને શણગારવાના એને કેવા કેવા ઉપાય સૂજે? રથને........ ...................નિવર્સ્કિો | દશ || અહીંના લોકો આકાશચુંબી કોંટને ચાટતા વૃષભથી પરસ્પર રમે છે. ............. Page #258 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા अत्र मन्दं.. ..દ્વાલયત્વવનીવિ ॥ ૬૨ ।। સ્વેચ્છાએ હાલતા હાથી પૃથ્વીને પણ હલાવે તેમ આંહીં મંદ મંદ મહાલતી સ્ત્રીઓ કોના મનને ન હલાવે ? ૨૩૫ अभ्यागतानां. .શન II ૬૨ ॥ આંહીં કોઇ પણ માણસ અતિથિનો આનન્દપૂર્વક સત્કાર કરવામાં દ્રવ્ય કે પોતાનું શરીર ચોરતો નસ્થિ. દ્દિનઃ.. .ભારતી || ૭૨ ॥ ‘હે રાજા, અમને કાંઇક દે,' એવી વાણી બોલતો ભિક્ષુક આંહીં નત્થિ. .ર્મોત્સવે ॥ ૧૨૫ તપ:. તપશ્ચર્યાએ.કરીને કૃશ થયેલ અને દર્શનથી હર્ષ પમાડનાર યતિનાં દર્શનથી હિંસક પણ ઉત્તરાયણમાં સૂર્યની પેઠે આંહી ધનુ (૧ ધનુષ ૨ ધન રાશિ) નો ત્યાગ કરે છે. લિ... .તર્યંતે । ??? | આંહીંની સ્ત્રીઓની વાણી સાંભળી હોય ને તેમનાં મુખ જોયાં હોય તો કોયલનો મધુર સ્વર પણ કઠોર લાગે ને ચન્દ્ર પણ નિરર્થક જણાય. વસન્તાધતુંમિ:... ..નવુંનૈઃ ॥ ૪૨ ૫ ઉત્તમકુલના રાજપુત્રો સાથે રાજકુમારો આંહીં વસંતાદિ સર્વ ઋતુઓએ એક જ સમયે સેવેલા ઉદ્યાનમાં વિહાર કરે છે. નૌ... સર્વતઃ ॥ ૨૨૭ || પર્વતરાજ મેરુ જેટલો ઉંચો, અને આકાશને સ્પર્શતા ધ્વજ વડે આકાશને તરછોડનારો, તથા ફણા જેવા ધવલ કાંગરા વડે શોભતો કોટ અને નગરને ફરતો છે. શેષની મા.. ..સ્થિતમ્ || ૬૬ || ગુરુ તથા માતપિતા પ્રત્યે ભકિતને લીધે તથા મોક્ષાર્થે જ્ઞાનપ્રાપ્તિને લીધે આંહીંના જુવાન પણ સ્પષ્ટવૃદ્ધત્વવાળા જણાય છે. (૪) સોમપ્રભાચાર્યપ્રણીત કુમારપાલપ્રતિબોધ (આ પ્રાકૃત ગ્રન્થ સંવત ૧૨૪૧ માં અર્થાત્ હેમચન્દ્રાચાર્યના નિર્વાણ પછી ૧૨ વર્ષે રચાયેલ છે. ..જૂનીન્દ્રપુરે | પ્રશસ્તિ ॥ શશિનલ... એના પ્રથમ પ્રસ્તાવમાંથી નીચલા શ્લોક ઊતાર્યા છે.) Page #259 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અસ્થિ મહી.. .ધ્રુમુન્નમિયમ્ ॥ રૂર્ ॥ આકાશની શોભા નિહાળવાને પૃથ્વીમહિલાએ મોટું ચન્દ્ર જેવું મુખ જાણે ઉંચું ન કર્યુ હોય એવો જમ્બુદ્વીપ છે. ૨૩૬ तुंगो नासावंसो.. .દંતિઃ ॥ ૩૩ ॥ તેના ઉપર ત્રિદશ પર્વત નાકની દાંડી જેવો શોભે છે, શીતા-શીતોદા નદીઓ બે દીર્ઘ નેત્ર જેવી આવી રહી છે. तत्थारोविय. .પટ્ટો વ ॥ રૂ૪ ॥ તેમાં જેના ઉપર દોરી ચડાવેલ છે એવા ધનુષ્ય જેવું ભારતવર્ષ લલાટ સમાન છે, અને વૈતાઢચ પર્વત રૂપેરી ફેંટા જેવો દીપે છે. ii.. અંતમ્ ॥ રૂપ ॥ જે ભારતવર્ષ લલાટ ઉપર ગંગાસિંધુનદીરૂપ મોતીની સર્યાં શોભી રહી છે, અને નદીતીરે આવેલી વનપંકિતરૂપ કેશકલાપ દીપી રહ્યો છે. તસ્થિ.. વિ-સાનો ॥ ૩૬ ॥ ભારત-લલટ ઉપર ચાંદલાતુલ્ય સુવર્ણ (૧ બહુ સારા રંગવાળું ૨ બહુ સોનાવાળું) અણહિલ્લવાડ નગર છે. અને ફરતો મોતીના હાર જેવો શ્વેત કોટ છે. ગુરુઓ... .મંઙિયો નેળ ॥ ૩૭ ॥ જે નગર, ગામડાં, ગોકુલ, ખાણ્ય, નગર ઇ.ઇ.થી પૂર્ણ તથા દેવલોકનો સમૃદ્ધિમદ ઊતારવામાં પંડિત એવા ગરવા ગુર્જરદેશને મંડિત કરે છે. जंमि निरंतर.. .નાયંતિ ॥ ૩૮ ॥' જે નગરમાં ધાર્મિક લોકોના મનોરથરૂપી વૃક્ષ જાણે દેવાલયોમાં પ્રતિમાઓના નવણજળના પૂરથી નિરંતર સિંચાઇને સફળ થાય છે. બત્ત મહત્તિ... જ્યાં દેવાલયોને શિખરે સરસ રંગવાળા કાંચનકલશ શોભે છે. ..ધરસિòસુ ॥ ૩૧ ॥ અનંતિ... .વસા ॥ ૪૦ || જ્યાં ગગનચુંબી દેવાલયોને શિખરે ફડફડતી સુવર્ણપનાકારૂપી હાથવડે જાણે લક્ષ્મી શુભસ્થાનપ્રાપ્તિને લીધે થયેલા હર્ષપૂર્વક નૃત્ય કરે છે. નમિ મહા....... ..થવો || ૪૨ ।। જ્યાંના મહાપુરુષોનું અનુપમ ધનદાન જોઇને ધનદ (ધન દેનાર,કુબેર) ને એમ થયું કે મારું નામ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ યુગે યુગે પાટણની પ્રભુતા ખોટું છે, અને તેથી કરીને તે લજવાઈ ને દૂર ભાગી ગયો છે. जत्थ रमणीण. ..વંતિ ૪૪ | જ્યાંની રમણીઓનું રમણીય રૂપ પેખીને દેવાંગનાઓ લાજે છે અને ચિંતાના મારી કેમે નિદ્રા પામતી નત્યિ. સોમેશ્વરદેવવિરચિત કીર્તિકૌમુદી (સોમેશ્વરદેવ ધોળકાના રાણા લવણપ્રસાદ વીરધવલ ઇ.ના પુરોહિત હતા, અને એણે આ મહાકાવ્ય રાણાના પ્રખ્યાત વાણિયા પ્રધાન વસ્તુપાળ તેજપાળને ઉદ્દેશીને લખ્યું છે. સોમેશ્વરદેવ વિક્રમના તેરમા શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયા.) શક્તિ..................................શિવામિદ | ૨-૪૮ છે. જેની ભાગોળ હાથીના મદથી ભીની છે, અને જે ઇરલોકમાં લક્ષ્મીનું પરમધામ છે એવું અણહિલ્લપુર નામે નગર છે. कृतहारानुकारणे. .... વિ . ૪૬ | જેને ફરતો હારના જેવો ગઢ શોભે છે એ, નગરની કલિયુગથી રક્ષા કરવાને સારું નગરનું પુણ્ય જ જાણે કેમ તેની ચારે દિશાએ ફરી વળીને પહેરો ન ભરતું હોય એવો, લાગે છે. નેનોન્ના..... ...પ્રતિમાને છે ૧૦ | જે નગરને સમીપે અનેક વૃક્ષ છવાયેલી ફૂલવાડીઓની શ્રેણી છે તે, ઉંચા કોટની છાયા જાણે ન પડતી હોય એવી ભાસે છે. चन्द्रशालासु. ....નમસ્તનમ્ વશ . 'જ્યાં સંધ્યાકાળે બાળાઓ અગાશીમાં રમે છે તેના મુખની કાન્તિને લીધે જાણે આકાશમાં શતાવધિ ચન્દ્ર કેમ ન ઊગ્યા હોય એમ જણાય છે. ત્રાપિ.. ••••••પુરમ્ | ૨ | જે નગરમાં ક્યાંક વેદોચ્ચાર થાય છે, ક્યાંક મંગળગીત ગવાય છે ને ક્યાંક બન્ટિજન બોલે છે, એને લીધે તે સદાય ગાજતું લાગે છે. ઘતેવ.. સૌધપદ્ધતિઃ | કરૂ છે જ્યાં હારબંધ આવેલાં ઘર, જાણે અમૃતે કરીને ન ધોવ્યાં હોય અથવા જાણે બરફથી ન શણગાર્યા હોય અથવા રૂપાનાં જ જાણે ન ચડ્યાં હોય, એવાં દીપે છે. दत्तचित्तप्रसादेषु.. .............મિત્રષ્યતિ ૧૪ છે. જ્યાં મનોહર શિવાલયોમાં શંકર કૈલાસનો વિલાસ ભૂલી જઇને સદાય રહે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૮ બ્રિન ....... ...સ્વામીનુણી | પથ છે જ્યાં હોમના અગ્નિનો ધૂમાડો ઉંચે જાય છે તે, આકાશગંગાને જઈ મળવાને ઉત્સુક યમુના જાણે ન હોય એવો લાગે છે. .................શિચિત્તાવા છે ક૭ . ત્રિપુરી... ..સતિ છે ૧૮ | જે નગર બીજાં નગરમાત્રને જિતી જાય છે, તેથી લંકાને હારવાની શંકા થાય છે, ચમ્પાને કમ્પ છુટે છે, વિદિશા કૃશા (દૂબળી) થઇ જાય છે, કાશીની સંપત્તિ નાશી જાય છે, મિથિલાનો આદર શિથિલ (ઢીલો) થાય છે, ત્રિપુરીની શોભા ફરી જાય છે, મથુરા મંથર (મંદ) બને છે, અને ધારા નિરાધાર થઇ જાય છે. પુરાના રાજ ...... ~થ્વિનાંશુ: | | જે નગરના મહેલો ઉપર ધજા ફડફડે છે, તેથી બીજાં નગરોને જિતી લઇને પચ્છી ઇન્દ્રની અમરાવતી ઉપર ચડાઈ કરવા સારું જાણે અણહિલ્લપુર પાંખ ન ફડફડાવતું હોય એમ જણાય છે. યમુનેવ. ... .................રસ્વતી ! ૬૦ || મથુરા આગળ યમુના, અયોધ્યા આગળ સરયૂ અને હસ્તિનાપુર આગળ જેમ ગંગા વહે છે, તેમ જે નગર પાસે સરસ્વતી વહે છે. માન્તિ.... .શિમાત્રયસમય: / હર || જ્યાં હિમાલય જેવા ઉચા ને સુશોભિત દેવાલય છે. जातशैत्यश्चल. ...વીરાજે દર | જ્યાં મંદિરની પતાકા હાલવાને લીધે પવન આવે છે, તેને લીધે અરુણને ઠંડક થાય છે અને મધ્યાહન સૂર્યથી પણ પીડા પામતો નત્યિ. .........હ્મર બ૩ . જ્યાં સારા રાજાનું રાજ્ય છે, તેમાં વળી કામદેવ સ્ત્રીઓનું ચિત્ત ચોરી જનાર પુરુષોને પુષ્પબાણે દડે છે, એટલે વૈરાજ્ય, કહેતાં બે રાજાના રાજ્ય (ડાયક) જેવું થઈ પડે છે. યય. ...કૃદ્ધિતુર. દવ | જેના રાજમાર્ગની ધૂળ હાથીના મદજળથી સિંચાય છે, એટલે ઘોડા દોડાદોડ કરીને એને ઊડાડે છે તોયે તે ઉંચી નત્યિ જાતી. ભાતિ.. ............. નૃપરિવ | દ૭ છે. જ્યાંની સ્ત્રીઓને ગાલમાં ચન્દ્રનું પ્રતિબિમ્બ પડે છે, તેથી તેઓ કંદર્પરાજાની મુદ્રાથી અંકિત ......... યત્ર, Page #262 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૯ એનો ભંડાર જ જાણે ન હોય એવી દેખાય છે. પUTIFત્તિમ:.. ........ નૈમિત્તિy a ૭૦ છે. જ્યાંની સ્ત્રીઓને વિધાતાએ રૂપે અપ્રતિમ (અનુપમ) સર્જી છે, તો પણ તેમની પ્રતિમા રત્નની ભીંતોમાં થાય છે ખરી (પ્રતિબિંબ પડવાથી). यस्मिन्सरो. •••••3નમ્ | 9 || "જ્યાં સહસ્ત્રલિંગ સરોવર ફરતાં આવી રહેલાં શિવાલય તથા ઠાકરમન્દિરો વડે વીંટળાએલું શોભે છે તે, જેને ફરતી મોતીની હારડી છે એવું પૃથ્વીમાતાનું કુંડળ જ જાણે ન હોય એવું ભાસે છે. આમતિ. ............કુલ્લવિ ૭૩ જે નગરના ગંભીર સરોવરમાં હસતાં કમળ ઊગ્યાં છે, તે નીરાંતે રમતી જળ દેવતાઓનાં મુખ જેવાં લાગે છે. .................નિશ્રિય: | ૭૪ | જે સરોવરમાં શિવાલયની દીવીનાં પ્રતિબિમ્બ પડે છે, તે રાત્રે શેષનાગના મસ્તકના મણિ જાણે કેમ ન હોય એવાં શોભે છે. થયો......... ...વતનવ | ૭૧ | જે સરોવરને કાંઠે રૂપા જેવો ઊજળો કીર્તિસ્તંભ છે તે આકાશગંગાનો પ્રવાહ જાણે ન ઊતરી આવતો હોય એવો લાગે છે. हरप्रसाद. ..વૃતમ્ ! ૭૬ આ સરોવર શિવની કૃપારકોશ જેવું મનોહર છે ને રાજહંસોથી સુશોભિત છે. सशङ्खचक्रप्रथितः. .....વિબર્તિ ૭૭ છે આ સરોવરશિરોમણિ કૃષ્ણ જેવું લાગે છે, કેમકે તે સશંખચક (૧ શંખલા ને ચકવાક પક્ષીવાળું ૨ શંખચકધારી) છે. પ્રભૂતાવતારશાલી (૧ બહુ ઊતરવાના ઘાટવાળું ૨ બહુ અવતાર લેનાર) છે અને કમલાભિરામ (૧ કમળથી શોભતું ૨ લક્ષ્મીના અન્તરના આરામ) છે. न मानसे. ...................સિદ્ધમતું રે ૭૮ છે. સિદ્ધરાજનું આ સરોવર બિરાજે છે, એટલે મારું મન માનસ સરોવર પ્રતિ ખેંચાતું નત્યિ, પપ્પા મને આનંદ પમાડતું નત્યિ અને આછા પાણીવાળું અચ્છોદ પણ અસાર લાગે છે. સોમેશ્વરદેવ-આબૂ મન્દિરપ્રશસ્તિ તેજપાળ મંત્રીએ પોતાની ચતુર સ્ત્રી અનુપમ, જેણે એને તથા વસ્તુપાળને મંદિરો ચણાવવાની - Page #263 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રેરણા કરી હતી, તેન તથા પુત્ર લાવણ્યસિંહના પુણ્યાર્થે આબૂ ઉપર નેમિનાથનું મંદિર ચણાવ્યું. અમૂલનુપમા.. .વતઃ ॥ ૧ ॥ તેન:વાલેન. .તેનેવમવુંયે ॥ ૬૦ ॥ મન્દિરની પ્રતિષ્ઠા સં. ૧૨૮૭ના ફાલ્ગુન વદિ-૩ ને રવિવારે થઇ. મંદિરની પ્રશસ્તિ સોમેશ્વરદેવે લખેલી કાળા પત્થર ઉપર કોતરેલ છે. .પ્રશસ્તિમિમામ્ ।। ૭૩ ॥ શ્રી સોમેશ્વરદેવ... તેના ત્રીજા શ્લોકમાંથી નીચે ઊતારો કર્યો છે. ૨૪૦ अणहिलपुरमस्ति.. .બન્ધાર:ગી અણહિલ્લપુર નામે પ્રજાને કલ્યાણકારી નગર છે, જ્યાંની સ્ત્રીઓના મુખચન્દ્રોને લીધે . કૃષ્ણપક્ષમાં પણ અંધકાર મોડી રાત સુધી મન્દ થઇ જાય છે. (૭) અરિસિંહ-સુકૃતસંકીર્તન (વસ્તુપાલ વિષયે મહાકાવ્ય. વિક્રમના તેરમા શતકના છેલ્લા ચરણમાં લખાણું નીચલા શ્લોકો પ્રથમ સર્ગના છે.) શ્રીમત્પુર યોગઃ || ૬ ||, વનરાજે અણહિલ્લવાડ નામે ઇન્દ્રની અમરાવતી સમું સરસ નગર સ્થાપ્યું, જ્યાંની સ્ત્રીઓનાં રતિપતિતપોવનરૂપ મુખને વિષયે ચન્દ્ર અને સૂર્યવિકાસી કમળ એ બે વિરોધી પદાર્થોનો યોગ થાય છે. अन्तर्वसद्धनजनाद्भुतभारतो भू.... .નવમાતતાન || ‰ ॥ નગરમાં માણસની ભારે મેદનિને લીધે કદાચ પૃથ્વી ખસી પડે એવા ભયથી જાણે વનરાજે પંચાસરા પાર્શ્વનાથના નવા મંદિરરૂપી અપૂર્વ પૃથ્વીઘર (પર્વત) રચ્યો. यस्मिन्सदैव. ન્તિ ।। ૨ ।। જે નગરનાં ઘરોમાં પડેલા મણિના તેજથી અંધકાર સદાયે નાશી જાતો, ફૂલવાડોની છાયારૂપે બહાર રહેતો અને ફરતા રહેંટના શબ્દે કરીને જાણે રોતો. પર્વક્ષળે... ...દુ ॥ ૪ ॥ રાહુ દિવસે સૂર્યનું ગ્રહણ કરવા ઇચ્છે; પણ આ નગરનાં ઉંચા મન્દિરોના કનકકલશ પણ સૂર્ય જેવા જ લાગે, એટલે સાચો સૂર્ય કિયો તે નિર્ણય ન કરી શકે. અને રાત્રે ચન્દ્રગ્રહણ કરવું હોય, પણ આંહીંની ઉંચી અગાશીઓ ઉપર વિહાર કરતી સ્ત્રીઓનાં મુખ ચન્દ્ર જેવાં લાગે, એટલે ખરો ચન્દ્ર કિયો એ પણ રાહુ જાણી ન શકે. Page #264 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સો.. .ધામનાથે || પ॥ ચન્દ કમળ, સૂર્યકાન્ત મણિ, ચક્રવાક, ઇ.તે દુઃખી કરે છે, તો પણ સવારે ઉજ્જવલ મુખે જ પ્રયાણ કરે છે, કેમજે સૂર્ય ઘણો ચન્દ્રને શિક્ષા કરીને નિસ્તેજ કરે, પણ એને આ નગરની ઉંચી ઉંચી હવેલીઓ આડી આવે છે. चेधोग्यतास्ति. .સ્તિમ્ ॥૨૦॥ આ નગરનો ગઢ આકાશમાં ધજાને મૂકેલી ઘૂઘરીના શબ્જે કરીને અગસ્ત્યને કહે છે જે, ‘તું સમુદ્ર તો પી ગયો, પણ તારી સત્તા હોય તો આવી જાને મારી ખાઇ પી જો. મેં પણ વિયાદ્રિની ઘોડચે સૂર્યનો માર્ગ રોક્યો છે; તારાથી થાય તે કરી લે. यस्मिञ्ञनाय. ૨૪૧ .નભૂનિતાનિ ॥ ૨૪ ॥ આ નંગરમાં રત્નમય ધરો હોવાથી રાત્રે પણ અંધકાર તો હોતોજ નસ્થિ, એટલે કુંડમાં ખીલેલાં કમળના સુગન્ધમાં લુબ્ધ ભમરા ગુંજારવ કરે તે ઉપરથી સવાર પડચાનું જાણ થાય છે. યાત.. ..વિન્ધ્યાચત્તવૃદ્ઘિક્ષા | ૨-૩ || સમુદ્રનું આચમન કરી જાનાર અગસ્ત્ય પણ સિદ્ધરાજના સરોવરને પીવા સમર્થ નદ્ઘિ, અને ભોંઠા પડવાના ભયથી જ તે આંહીં ટ્રુકતા નસ્થિ. આંહીં આવે તો વિન્ધ્યાચળ પાછો વધવા મંડે એ તો કેવળ બ્હાનું જ છે. .પાર્શ્વનિનેશવેમ || -૨ ॥ પદ્માતા... પંચાસરા પાર્શ્વનાથનું મન્દિર નગરીરૂપ સ્રીના સેંથાનું રત્ન છે. (૮) જયસિંહસૂરિ-હમ્મીરમદમર્દનમ્ (આ નાટક સં. ૧૨૭૬ પછીના દશકાની અંદર લખાએલ છે. સ્તંભતીર્થ (ખંભાત)માં ભીમેશ્વરની યાત્રાને પ્રસંગે વસ્તુપાલ પ્રધાનના પુત્ર અને ખંભાતના સુબા જયન્તસિંહના આદેશથી તે ભજવાયું હતું. ગુજરાત ઉપર મુસલમાન ચડી આવ્યા તેમને કેમ પાછા કાઢચા એનું તેમાં વર્ણન છે. પાંચમા અંકમાંથી નીચે ઊતાર્યું છે.) વીરધવનઃ-. મુદ્દોઽન્ત: || ૨૦ || વીરધવલ-(આગળ-જોઇને) અયે, ભગવતી સરસ્વતી નામે મહાનદી આ આવી. ગંગા સ્નાનથી પાવન કરે છે અને નર્મદા દર્શનમાત્રથી અતુલ પવિત્રતા રચે છે, પણ આ બ્રહ્માની પુત્રી તો દૂરથી નામ સાંભળતાં જ શુચિતા આપે છે, અને ત્રણે ભુવનને શુદ્ધ કરે છે. તેજઃ પાલ - દેવ, સુર અસુર સર્વને પૂજ્ય આ નદી ત્રિભુવનહિતાર્થેજ વહે છે. જેમ, ત્રૈલોક્યના ઉપકારાર્થે જનતાના દ્રોહી વડવાનળને આણે ઊપાડીને સમુદ્રમાં ફગવી દીધો, અને એના તાપની Page #265 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા શાન્તિ કરવાની ઇચ્છાએ પોતાના હૃદય ઉપર કમળ રાખ્યાં છે, તેને કદાપિ મૂકતી નન્થિ. વળી ‘હું છતાં આજે નરક છે એ કેવી વાત?' એમ વિચાર કરીને નરકને જડ-મૂળથી ઊખેડી નાંખવા સારું જ જાણે આ નદી પૃથ્વીના ઉદરમાં પ્રવેશ કરે છે. વીધવન:-(સહર્બોહાસમ્ ). .જ્ઞાપન્તિ || ૨૨ ॥ વીરધવલ- (હર્ષોલ્લાસ સહિત) અયે, સ્વર્ગમાં પુણ્યનો ક્ષય થાતો જોઇને કોચવાયેલા દેવોને અગણિત પુણ્ય મેળવવાની ચાતુરી શીખવી હોય અને એટલા સારું જ જાણે આ ત્રિભુવનપાવની સરસ્વતીને તીરે અમરાવતી જેવી નગરી ન સ્થાપી હોય એવી, બ્રહ્માની સૃષ્ટિના અવધિ જેવી ગૂર્જરરાજધાની (અણહિલ્લવાડ) આ દેખાય. २४२ ‘મન્દિરોનાં ઉંચા શિખરો સાથે તમારા રથનું પૈડું ભટકાઇ ને ભાંગી જાષે, એટલે આંહીંથી દૂર દૂર રથ હાંકજો,’ એમ સૂર્યના મિત્રભૂત અત્યન્ત તેજસ્વી કનકકલશ ધજા નિરન્તર ફડફડાવીને જાણે સૂર્યને જાણ કરે છે. तेजः पालः - देव पश्य पश्यामी. શુદ્ધા: ॥ ૨૩ ।। તેજ:પાલ - દેવ, જુવો જુવો આ ‘મારા શૃંગારસમાન શિખરાવલિ આ નગરીનાં દેવાલયો ચોરી ગયાં, એમ ધારીને જાણે મેરુપર્વતે ગઢને વેશે એને ઘેરો ઘાલ્યો છે, અને દેવાલયો આકાશગંગામાં જાણે માથે નાય છે, અને તપાવેલા લોહ જેવા સૂર્યને ધજારૂપી જીભે કરીને ચાટે) અને એવી રીતે દિવ્ય કરીને ચોરીના આરોપથી મુકત થાય છે. વીધવન:-(સસ્મિતમ્ ). .વર્થતામ્ ॥ ૨૭॥ વીરધવલ-(સ્મિતપૂર્વક) રાતે રાતે ચન્દ્રના તેજથી જાણે ઠરી ન ગયાં હોય એવાં દેવાલયો દિવસે સૂર્ય પ્રકાશે એટલે પતાકારૂપી હાથ લાંબા કરીને તાપે છે. આ અનન્તશોભામય રાજધાનીને જગતના આનન્દ્રધામ જેવું સિદ્ધસાગર સરોવર કુંડળની ઘોડચે શણગારે છે, એને ફરતો સહસ્રશિવાલયરૂપી મોતીનો હાર છે. એની વચ્ચે બેટ ઉપર વિશાળ વૃક્ષ તથા લતાના મંડપ છે તે નીલમ જેવા દેખાય છે, અને પાણીમાં રહેલાં કમળોના રજકણને લીધે તે સુર્વણની શોભા ધારણ કરે છે. આ સરોવરને ગંભીરતા, ગરવાપણું મધુરતા ઇત્યાદિ ગુણે મહાસાગરને જિતી લીધો એટલે દુઃખી થઇને તે શ્યામ થઇ ગયો છે, અને વડવાનલરૂપે હૃદયમાં પરિતાપ વહે છે. સમીપે બિરાજતા સહસ્ર શિવના ભાલમાં રહેલા ચન્દ્રના તેજથી દ્રવતા ચન્દ્રકાન્ત મણિના ચણેલા ઘાટ ઉપરથી વહેતા પાણીથી આ સરોવર સદાય પૂર્ણ રહે છે, એટલે પ્રલયકાળના બાર સૂર્ય વિશાળ સમુદ્રને શોષવી નાખે પણ આને ક્યાંથી શોષવે ? તેજ:પાલ - દેવ, એમ જ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૪૩ આ સરોવરને વિષયે શિવાલયના કલશના પ્રતિબિંબરૂપે અનેક વડવાનલ સ્કૂરે છે, અને અનેક કુંભો તેને નિત્ય પીધા કરે છે, તો પણ તેનું પાણી ઘટયું નહિ, અને સમુદ્રનું પાણી તો એક વડવાનલ અને એક કુંભપુત્ર (અગમ્ય) વાતવાતમાં પી ગયા, એટલે ક્ષીરસમુદ્ર લાજે છે, સરોવર પાસે ક્ષીરસમુદ્રનું શું ગજું? ભૂપ.... ઉદયપ્રભસૂરિ-સુશ્રુતકીર્તિ કલ્લોલિની (ઉદયપ્રભ વસ્તુપાલના ગુરુ હતા, તેમણે આ કાવ્ય વસ્તુપાલની પ્રશસ્યર્થે લખ્યું છે. સમય તેરમા શતકનું છેલ્લું ચરણ.) ..ત્રિવાડકોડપિ ?? | વનરાજે અણહિલ્લવાડ નામે પૃથ્વીના ભૂષણરૂપ ગૂર્જરરાજધાની સ્થાપી, જ્યાંના નિત્ય નવા ભોગ ભોગવતા ભાગ્યશાળી લોકો દેવોને તણખલાને તોલે ગણતા હતા. एकाऽपि. ..................મિત્ર પ્રતિ | શરૂ છે. “આંહીંના ઘરનાં ઉંચા શિખરોમાં તમારા રથનાં પૈડાં ભટકાશે ને આપદા પડશે એટલે અહીંથી જાણો,’ એમ દેવાલયોને શિખરે રહેલા કનકકલશો પતાકારૂપી હાથે કરીને જે નગરીમાં સૂર્યને સાન કરતા હતા. (૧૦) બાલચન્દ્રસૂરિ વસન્તવિલાસ (વસ્તુપાલના ચરિત્રને લગતું મહાકાવ્ય એના પુત્ર જૈત્રસિંહ (=જયન્તસિંહ=જેતસી) ના મનોવિનોદાર્થ રચવામાં આવ્યું હતું. સમય તેરમા શતકના અન્ત, ને ચૌદમાના આરંભ લગભગ. વસન્તઃવસન્તપાલ=વસ્તુપાલ. વસ્તુપાલના મિત્રોને ને કદાચિત એને પોતાને વસ્તુપાળ નામ કાવ્યમય નહિ લાગ્યું હોય એટલે એને ફેરવીને વસન્તપાલ બનાવ્યું. બીજા સર્ગમાંથી નીચલા શ્લોક ઊતાર્યા મરવા ......................••••••••••••••• મહિપાટમિતિ........ .વારસનોમવત ? .. અમરાવતીને હરાવનારું અણહિલ્લવાડ નગર છે, જ્યાં લક્ષ્મીને વસવું એટલું પ્રિય છે, કે એટલા સારું સરસ્વતી સાથે બાધતી આળસી ગઈ છે. इह शातकुम्भमयकुम्भराचा. ........તરતુ છે ૬ “આંહીં સુવર્ણકલશના તેજથી તિમિર નાશ પામ્યું છે, પછી તું ઠાલોભૂલો શું કામ સંતાપે છે?” એમ કહેતાં જ્યાંનાં મન્દિરો સૂર્યને ફડફડતી ધજારૂપ હાથે કરીને આઘો ખસેડે છે. હેરતા ઉંવા.. ..........સતશઃ ૭ || જે નગર અગધૂપના ધૂમાડારૂપે ગજચર્મ ધરીને, ઉન્નત દેવાલયોને શિખરે હાલતી અનેક Page #267 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ધજાઓરૂપી હાથનાં લટકાં કરીને શિવના તાંડવનો અભિનય કરે છે. ૨૪૪ વૃતિભિઃ..... ..પવનો ધ્વનમુન મુન: ૫૮ ॥ મન્દિરના કલશ તે જાણે પુણ્યશાળીના પુણ્યના ભંડાર છે, અને પવનમાં ફડફડતી ધજા જાણે એના ઉપર બેઠેલા નાગ છે. .વીનિષતઃ ॥ ?? ॥ સમયજ્ઞ. અંધકાર મલિન છતાં સમયનો જાણ છે, કારણ તે આ નગરીની સ્ત્રીઓના મુખચન્દ્ર કેશકલાપરૂપે કરે છે. અભિતુ. .નમસ ॥ ૨૭ ।। રાતવેળાએ રકખે ને પોતે આ નગરનાં ઉંચાં ઘરના શિખરો સાથે અથડાઇ પડે એવા ભયથી વાદળાં વીજળીરૂપી દીવી લઇને આકાશમાં ફરે છે. वासोsधरं.. .યટ્રીયઃ ॥ ૪૨ ।। જેનો મોટો ગઢ વાદળારૂપે ધોતિયું પહેરે છે અને આકાશરૂપી દુપટ્ટો ઓઢે છે. ગીતોતિ.. .મિવામ્ ॥ ૪૪ ॥ જેના ગઢનું ખાઇમાં પ્રતિબિંબ પડતાં, ખાઇને સમુદ્ર જાણીને શેષનાગ વિષ્ણુભગવાનની શય્યાને અર્થે ત્યાં જાણે ન આવ્યો હોય, એવો તે શોભે છે. विनिर्जिता.. .વિનાસૈઃ ॥ ૪૨ ॥ આ નગરે બીજાં નગર માત્રને જિતી લીધાં, એટલે જાણે તેની સમીપે રહેલું સરોવર કમળરૂપી અસંખ્ય મુખે તથા ભમરાના ગુંજારવરૂપ વાચાએ કરીને તેનું માહાત્મ્ય સ્વતે છે. (૧૧) (ચારિત્ર્યસુન્દરગણિ નામે એક જૈન સાધુએ કુમારપાલચરિત મહાકાવ્ય આજથી આશરે ૫૦૦ વર્ષ ઉપર રચ્યું છે તેના પ્રથમસર્ગના પ્રથમ વર્ગમાંથી નીચલા શ્લોક ઊતાર્યા છે.) થિયાં. .મેને ।। ૬૨ ।। ગૂર્જર નામનો લક્ષ્મીના નિવાસસ્થાન સમાન અને સુંદર પ્રદેશવાળો દેશ હતો, જ્યાં સુકૃત્યે અત્યન્ત પ્રવેશ કર્યો હતો અને જ્યાં પાપનો લેશમાત્ર પણ નહોતો. નવીયુ.. ..તથાઽદ્ધિનેષુ ॥ ૨૩ ॥ રાજાઓમાં ચક્રવર્તી અને હાથીઓમાં જેમ નદીઓમાં ગંગા, દેવોમાં ઇન્દ્ર, પર્વતોમાં મેરુ, ઐરાવત પ્રધાન છે, તેમ તે દેશ દેશમાત્રમાં અગ્રેસર છે. વનેન.. .સર્વવા યઃ ॥ ૪ ॥ દાને, માને તથા નીતિએ કરીને જે દેશ જગતના સર્વ દેશમાં ભૂષણરૂપ હતો, અને જેમ સમુદ્ર Page #268 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાણીની સીમા સમાન છે તેમ જે દેશ સર્વદા સદાચારની સીમારૂપ હતો. यस्मिन्स्वकाले. ૨૪૫ .નનાનામ્ । પ ॥ જે દેશમાં ઝાડ યોગ્ય સમયે ફળે છે, સ્ત્રીઓના ગર્ભ ગળતા નત્થિ, માણસોને પુષ્કળ ધન મળે છે, અને લોકોનાં ઘર કદાપિ બળતા નસ્થિ. પ્રમા.. સુરેન્દ્રનુત્ત્વા: ॥ ૧૬ ॥ જે દેશમાં ગામડાં નગર જેવાં છે, અને નગર સ્વર્ગ જેવાં રમ્ય છે, લોકો રાજા જેવા છે અને રાજા સુરેન્દ્ર તુલ્ય છે. મસ્તિ.. .માનવાઃ ॥ ૨૯ ।। ગૂર્જરદેશમાં રાજા વનરાજે સ્થાપેલું અણહિલ્લવાડ નામે પ્રતિષ્ઠા પામેલું નગર છે, જ્યાં નિશ્ચિન્ત ચિત્તવાળા, તેજસ્વી, દેવ જેવા, બીજાને આશ્ચર્ય ઊપજાવતા, અને નિત્ય જેની અભિલાષા પૂર્ણ થાય છે એવા મનુષ્યો રહે છે. अभ्रंलिहा.. .ગચ્છન્ || ૮ | ધ્વજવંકિતએ કરીને શોભતી અને ગગનને સ્પર્શ કરતી જે નગરની હારબન્ધ હવેલીઓને જોઇને આકાશમાર્ગે વિચરતા સૂર્યને પણ એવી શંકા થાય, જે મારો રથ આની સાથે ભટકાઇને ભાંગી તો નહિ જાય ? यदीयनारीनयनाननाभ्यां. .તથાન્યઃ ॥ ૨° ૫ જે નગરની સ્ત્રીઓનાં નયન તથા મુખથી હારી જઇને કમળ તથા ચન્દ્રે એક તરવું કઠણ એવા પાણીરૂપી ગઢમાં અને બીજાએ આકાશમાં, ભયભીત થઇને આશરો લીધો એમ મને ભાસે છે. .વિતિ ॥ ૨૦ ॥ ભાવાક્ષ.. જે નગરમાં ગોખે બેઠેલી સુન્દર સ્ત્રીઓના ચન્દ્રમુખે કરીને દશે દિશા રાત્રિએ તેજોમય થઇ જાય છે, અને તેથી આકાશમાં જાણે નિરન્તર સહસ્ર ચન્દ્ર કેમ ન ઊગ્યા હોય એવું લાગે છે. जिनेन्द्रचैत्यानि.. ..સ્વવિોઇસન્તિ ।। ૨ । જે નગરમાં સ્વર્ગની નીશરણી જેવાં જૈનમન્દિરો શોભે છે, તથા પવનમાં ફડફડતી મન્દિરની ધ્વજાઓ જાણે સ્વર્ગનો કેમ તિરસ્કાર ન કરતી હોય એવી ઉલ્લાસ પામે છે. न राजहंसादपरः. .દ્વિનિહ્નઃ ॥ ૨૨ ।। જે નગરમાં રાજહંસ વિના બીજો કોઇ રાગવાન (રંગે રાતો, આસકિતવાળો) નસ્થિ, ચન્દ્ર વિના બીજો કોઇ દોષાકર (રાત કરનાર, દોષની ખાણ્ય જેવો) નસ્થિ, ભમરા વિના બીજો કોઇ મધુપ (મધ પીનાર, મદ્યપાન કરનાર) નસ્થિ, અને સર્પ વિના બીજો દ્વિજિવ (બે જીભવાળો, બેવચની) નસ્થિ. Page #269 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૪૬ દ્વીપણાત્રાજ.. ..૫ત્ર | ૨૩ | જે નગરમાં દીવાના ચાડાં વિના બીજે ક્યાંય સ્નેહ (તેલ, પ્રેમ) નો ક્ષય જોવામાં આવતો નથિ, અને વાડચ વિના બીજે કંટકાલી (કાંટા, શત્રુ) દેખાતી નથી. સાન...... ..વર્ષે | ર૪ / દાન, માન, કળા, રૂપ, સુખ અને બળને વિષયે જે નગરીના સ્વધર્મપરાયણ નિવાસીઓ ધર્મરહિત દેવોને નિત્ય હસે છે. (“ગુર્જર રાજધાની" માંથી સાભાર) પૃથ્વીના કુંડળ જેવી શોભા આપતું, સરસ ચંદ્રશેખરનાં (શિવ) મંદિરોથી દેદીપ્યમાન, કાચબા અને મુક્તાફળોથી ગુંથાએલું, મધ્ય પ્રદેશ જેનો વૃક્ષો અને તરૂલતાઓથી વીંટળાએલો છે તેવું, મરકત મણિ જેવી રક્ત પ્રભાવાળુ, રજ વગરનું, સુવર્ણ સમાન ચળકતા સ્વચ્છ જળથી પરિપૂર્ણ, શોભાયમાન, જગતના આનંદધામરૂપ, આ સિદ્ધસાગર (સહસ્ત્રલિંગ સરોવર) નામે મહા સરોવર છે. . (હમ્મીરમદમદન) આ સરોવર (સહસલિંગ)ના તટ ઉપર સહસ શિવમંદિરોમાં બીરાજતા ચંદ્રચૂડ (મહાદેવ)ના ભાલપ્રદેશના ચંદ્રના તેજથી દ્રવતા ચંદ્રકાન્ત મણિથી શોભતા ઘાટોમાં સદાય જળ પરિપૂર્ણ રહે છે, એટલે પ્રલયકાળના બાર સૂર્ય તપે તો વિશાળ સમુદ્રને શોષી શકે. પણ તે આ સરોવરને શોષી શકવા સમર્થ નથી. (હમીરમદમર્દન) Page #270 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૬૧ પાટણના મુસ્લિમ મહાત્માઓ (૧) - २४७ ઈકબાલ હુસેન ફારૂકી બી.એ. હઝરત મખદુમ શેખ હિસામુદીન મુલતાની (રહ.) મખુદમ શેખ હિસામુદ્દીનના નામે પ્રખ્યાત થયેલ, આ મહાન બુઝુર્ગનું મૂળ નામ શેખ ઉસ્માન હતું. અને હિસામુદ્દીન આપનુ લકબ છે. આપના પિતાશ્રીનું શુભ નામ શયખ દાઉદ હતું. આપ ખાનદાને ફારૂરી હતા. હઝરત શેખ હિસામુદ્દીનનું નસબ મુસ્લિમોના બીજા ખલીફા હઝરત ઉમર ફારૂક થી આ રીતે મળે છે. હઝરત શેખ હિસામુદ્દીન બીન - શેખ- દાઉદ-બીન - સુલેમાન - બીન - શેખ ઉસમાન - બીન - મુહંમદ - બીન - તાહિર - બીન - હુસેન સાલબા - બીન - અબુલ ફતાહ મનસુર - બીન - અબુ નસર મુહંમદ - બીન - અબુ - અબ્દુલ્લા ઉમર - બીન - અબ્દુર્રહમાન - બીન - અલી - બીન - રબીઅ- બીન - મુહંમદ - બીન - અબ્દુર્રહમાન - બીન - અબ્દુલ્લાહ - બીન - અબ્દુલઅઝીઝ - બીન - મુફતી ઉલ સહાબા અબ્દુલ્લાહ - બીન - હઝરત ઉમર ફારૂક (રદી.) હઝરત શેખ હિસામુદ્દીન હિ.સ. ૬૩૯ માં જન્મ્યા. મૂળ વતન મુલતાન હોઇ આપને મુલતાની કહેતા. આપ હઝરત શેખ નિઝામુદ્દીન અવલીયાના મુરીદ અને ખલીફા હતા. મુલતાનથી આપના મુર્સદની પાસે દિલ્હી આવ્યા. ત્યાંથી પોતાના મુસઁદની પરવાનગીથી હિ.સ. ૬૯૫માં પાટણ (ઉ.ગુ.) આવ્યા. અને જુમ્મા મસ્જિદમાં રોકાયા. આ વખતે આપને કોઇ ઓળખતું નહોતું. બાળકોને ભણાવવાનું કામ કરતા. તેમજ કાપડ વેચી મહેનતથી પેદા કરેલ કમાણીથી ગુજરાન ચલાવતા. પોતે ઘણુંજ સાદગી ભર્યું જીવન ગુજારતા આપના લિબાસમાં એક તેહબંદ, એક ચાદર અને ટોપી આ વસ્તુઓ જ હતી. ખરાકમાં પોતે જાતે બે રોટલીઓ જ તૈયાર કરતા. એક પોતે આરોગતા અને બીજી કોઇ ગરીબ ભૂખ્યાને ખવડાવતા. હઝરત હિસામુદ્દીન (રહ.) પોતાની દુરવેશીને લોકોથી છુપી રાખવા ખાસ ધ્યાન રાખતા. એક વખત આપ કોઇ જગ્યાએ જઇ રહ્યા હતા કે ખભા ઉપર રાખેલ રુમાલ નીચે પડી ગયું. એક માણસે ‘યા શયખ’ ‘યા શયખ’ કહી લાવ્યા. પરંતુ આપે કંઇ ધ્યાન આપ્યું નહીં. છેવટે એ માણસે પાસે જઇ કહ્યું ‘‘મેં આપને ઘણા બોલાવ્યા કિંતુ આપે ન તો ધ્યાન આપ્યું ન કંઇ બોલ્યા. આ સાંભળી હઝરત શયખે કહ્યું. હું શયખ નથી. મને દરવીઝર ગર કરીને બોલાવ્યો હોત તો જાણત કે મને બોલાવ્યો છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૪૮ હેમા જતી, આપની સમકાલિત હતો. તે ઘણોજ જોરાવર અને વિદ્યાનો જાણકાર હતો. હઝરત જ્યાં રોકાયા હતા, તે મજીદની બાજુમાં એક મંદિર હતું તેનો તે મહંત હતો. તે હઝરત શયખ હિસામુદ્દીનની ઘણી જ અદેખાઈ કરતો. એક દિવસ તેણે હઝરત શેખ ઉપર એવો આરોપ મૂક્યો કે તેમના શિષ્યો મંદિરમાં ઢેખાળા (મુસલમાનો પેશાબ કરી નાપાકી દૂર કરવા ઇંટના ટુકડાનો ઉપયોગ કરે છે તે ) નાખે છે. આ બહાના હેઠળ પોતાના ચેલાઓને હઝરત શયખ સાથે તોફાન કરવા માટે તૈયાર કર્યા. અને હઝરતને બોલાવી કહ્યું કે, તમારામાં કંઇ કરામત હોય તો જાહેર કરો નહિં તો અમે તમને શિક્ષા આપીશું. આ સાંભળી આપે કશું કહ્યું નહિ, પહેલા તમે તમારો ચમત્કાર જાહેર કરો અને બતાવો. આથી તેમાં જતી તરતજ એક ચોરસ પથ્થર ઉપર જઇ બેઠો અને આકાશમાં ઉડવા લાગ્યો. હઝરત શેખ પોતે પણ સાહિબ કરામત હતા. તેમણે તરત જ પોતાની પાદુકાઓને ઇશારત કરી. પાદુકાઓ આકાશમાં શાહબાજ પક્ષીની જેમ ઉડવા લાગી. અને જેવી મહંત હેમા જતીના માથા ઉપર પહોંચી. આપે ફારસીમાં આ રીતે કહ્યું “બઝનઉરા બઝમીં બઅંદાઝ' (અર્થાત તેને માર અને જમીન ઉપર ફેંક) પાદુકાઓએ મહંતને ભંય ઉપર ફેંક્યો. મહંત હેમા જતી તે પથ્થરની નીચે દબાઇ મરણ પામ્યો. (તારીખે અવલિયાએ દકકન પાન ૨૮૦ અને તારીખે અવલીયા બીજો ભાગ પાન ૪૨૯) પ્યારા સાહબ જહાંશાહી કૃત તઝકેરાએ દવામ-ભાગ-૨ પાન-૧૭. આપની દુરવેશી અને કરામતો આપના છેવટના સમયમાં જાહેર થઇ. “તઝકેરએ દવામ'ના કર્તા અઝકારે અબરાર ઉર્દૂ પાન ૧૦૩ નો હવાલો ટાંકતાં લખે છે કે, એક માણસ સુલતાનુલ મશાયખે નિઝામુદ્દીન અવલીયાની સેવામાં ઉપસ્થિત થયો. અને કહ્યું કે મારી દિકરીના લગ્ન ઘણાજ નજીક છે. અને મારું ઘર પાટણ (શહર નહેરવાલા)માં આવેલું છે. આથી હું તેમાં કોઇ પણ રીતે જાઉ તો પણ હાજરી આપી શકતો નથી. હઝરત નિઝામુદીન અવલીયાએ કહ્યું તમે ચિંતા ન કરો. હિસામુદ્દીન નહરવાલામાં રહે છે. અને દરરોજ સવારે સવારની જમાઝ અદા કરવા અમારી મસ્જિદમાં આવે છે. ચાત ના સમયે પાટણ પહોંચી જાય છે. હું તમને તેમની સાથે મોકલી આપીશ અને હઝરત નિઝામુદ્દીન અવલીયા એ પેલા માણસને આપેલું વચન પાળી બતાવ્યું. આ બનાવથી હઝરત શેખ હિસામુદ્દીનની મહાનતા અને કરામતની લોકોમાં પ્રસંશા થવા લાગી. આ પછી પોતે ફક્ત એક જ વર્ષ જીવંત રહ્યા. આપની રહલતની તારીખ માટે ઝિલકારની ૭મી તારીખ છે. લેખકો આપની રહલતની સાલ વિષે એકમત નથી. “ખઝીનતુલ અવલીયા”અને મિરઅતુલ અસરાર ના કર્તા ૭૩૫ હિજરી બતાવે છે. જ્યારે મિરાતે અહમદીમાં ૭૩૭ હિજરી અને ૯૭ વર્ષની ઉંમર દર્શાવેલી છે. અને તારીખ અવલિયાએ દકનમાં ૭૩૬ હિજરી બતાવેલી છે. આપની વિલાદતની સાલથી ૯૭ વર્ષ ગણીએ તો યે પણ હિ.સ. ૭૩૬ આવે છે. તેથી તે વધુ યોગ્ય લાગે છે. “તઝકેરએ દવામ'ના કર્તા આ વાતને ટેકો આપે છે. મીરાતે એહમદી ફારસી જીલ્ડ પાન -૭૪. હઝરત શેખ હિસાબુદ્દીન મુલતાનીની દરગાહ પાટણ-જિલ્લેપટાણ-(ઉ.ગુ.)માં આવેલી છે. અને સાર્વજનિક ઝયારત ગાહ છે. આજે પણ ગરીબો અને મુસીબત ઝદહ માણસો આપના મઝારના દિદાર કરી ફેઝ મેળવે છે. આ દરગાહના સજ્જાદા નશીન સુજાઉદીન નિઝામુદ્દીન ફારૂકી (એમ.એ.બી.ટી.) છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૪૯ (૨) હઝરત શયખ રૂકનુદ્દીન કાનશકર પાટણમાં બાબા ફરીદના નામે મશહુર થયેલા આ મહાન બુઝુર્ગનું મૂળ નામ રુકનુદ્દીન ઉર્ફે બાબા ફરીદ હતું. આ અજોધન (પાક પટ્ટન-પંજાબ) નિવાસી હઝરત બાબા ફરીદ ગુંજશકરની અવલાદમાંથી છે. ખાનદાને ફારૂકી છે. આપનો નસબ હજરત શયખ બાબા ફરીદથી આ રીતે મળે છે. હઝરત શયખ રૂકનુદ્દીન બીન હ.ઇલ્મોદ્દીન બીન હ. અલાઉદ્દીન બીન બદ્દીન બીન હઝરત શયખ ફરીદ ગુંજશકર. હઝરત શયખ રૂકનુદ્દીનનો જન્મ હિજરી સન ૭૦૭ માં પાટણમાં થયો. આપે શિક્ષણ તેમના વડવાઓ પાસેથી મેળવ્યું. ૨૫ વર્ષની ઉંમરે આપ ઇબાદત અને ખદા શનાસી તરફ વળ્યા. અને પોતાના પિતાશ્રીના મુરીદ થયા. ખિલાફત આપે હઝરત ઝાહિદ ચીશ્તી પાસેથી મેળવી. હઝરત શયખને ‘‘સિમાઅ''નો ઘણો શોખ હતો. ‘‘સિમાઅ’’ના જલસામાં આપ બેહોશ થઇ જતા. આ વખતે ગુજરાતમાં ‘‘દ’’ નો રિવાજ જોર ઉપર હતો. આપના ‘“દર્સ’’માં ઘણા વિદ્યાર્થીઓ આવતા અને લાભ ઉઠાવતા. આપનું જીવન સાદું અને તવક્કલ ઉપર હતું. તેઓ કોઇ વસ્તુ સંગ્રહતા નહિ. તે એટલે સુધી કે એક વખત વઝુ કરવાનું પાણી પણ સંગ્રહતા નહિ. તેઓ હંમેશાં કહ્યા કરતાં, ખુદાએ અત્યારે પાણી આપ્યું છે બીજી વખત પણ જરૂર આપશે. સુલતાન મહંમદ પહેલો આપનો મુરીદ હતો. હઝરત રૂકનુદ્દીન કાન શકર હિ.સ. ૮૪૨માં શવવાલ માસની ૨૨મી તારીખે રહલત પામ્યા. આપના જનાઝાની સાથે ઘણા લોકો હતા. પાટણના લોકો ઉપરાંત આજુબાજુના કસ્બા અને ગામડાઓમાંથી પણ લોકો આવ્યા હતા. આપનો મઝાર પાટણ (ઉ.ગુ.)માં સહસ્રલિંગ તળાવની સામે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. અને સાર્વજનિક ઝયારત ગાહ છે. અને બાબા ફરીદના રોઝા તરીકે પ્રખ્યાત છે. (3) હઝરત શયખ અબ્દુલ લતીફ (રહ.) આપનું નામ હઝરત શયખ અબ્દુલ્લતીફ (રહ.) હતું. અને કુન્નીયત સિરાજુદ્દીન છે. આપના પિતાશ્રીનું નામ હઝરત જમાલ હતું. તેઓ ખાનદાને ફારૂકી હતા. આપનો નસબ હઝરત શેખ મખદુમ હિસામુદ્દીનના ભાણેજ સદરૂદીન ઇબ્ને ઉમરથી અને હ. ઉંમર ફારૂક થી પ્રમાણે મળે છે. હઝરત શેખ અબ્દુલ્લતીફ બીન શાહ જમાલ બીન સીરાજુદ્દીન બીન સદરૂદ્દીન બીન મુઝફ્ફર બીન સદરૂદ્દીન બીન મુહંમદ મુઝફ્ફર બીન ઝયનુદ્દીન બીન ફખરૂદ્દીન બીને ઝયનુલ આબેદીન બીન હુસેન બીન સુલેમાન બીન ઉસ્માન બીન મુહમંદ બીન તાહિર બીન હુસેન સાલબા બીન અબુલ ફતાર મનસુર બીન અબુ નસર મુહંમદ અબ્દુલ્લા ઉમર બીન અબ્દુલ રહમાન બીન અલી બીન રબીઅ બીન મુહંમદ બીન અબ્દુર્રહમાન બીન અબ્દુલ્લા બીન અબ્દુલ અઝીઝ બીન મુફતીઉલ સહાબા અબ્દુલ્લા ઇબ્ને અમીરુલ મુઅમેનીન હઝરત ઉમર ફારૂક. Page #273 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૦ હઝરત શયખ અબ્દુલ લતીફ નો જન્મ પાટણમાં થયો હતો. તેઓને બાળપણથીજ ખુદા ઉપર દૃઢ ભરોંસો હતો. આપનું જીવન તવક્કલ ઉપર હતું. કોઇ વસ્તુ ઘરમાં સંગ્રહતા નહીં. આથી ઘરવાળા પણ તંગદસ્તીના હિસાબે કંટાળી જતા. એક દિવસ બધા ઘરવાળા ભેગા થઇ આપની સેવામાં ઉપસ્થિત થયા અને કહ્યું કે તમે સારી બક્ષીશો પણ સ્વીકારતા નથી તો અમારું ભરણપોષણ આપના મુસલ્લા નીચેથી કાઢી આપવું જોઇએ. ત્યારે હઝરત શયખે કહ્યું કે, સરકારે દોઆલમ મુહંમદ મુસ્તુફા એ પણ (ગરીબી) ફકીરી પસંદ કરી છે. તેના ઉપર આપને ગર્વ હતો. આપણે બધા એજ ગીરોહના છીએ, અમે દરવેશ છીએ અને દરવેશે તેમના પગલે ચાલવું જોઇએ. હમારા મુર્શિદ ઘણી વખત ઇશ્વરી ખજાનાનો અધિકાર આપ્યો પણ એ તરફ અમે ઇચ્છા સરખી નથી કરી. ખેર તમારે જે જોઇએ તે હુજરમાંથી લઇ લો. જ્યારે તેમની પત્નીએ હુઝરાનું બારણું ઉઘાડચું અને થાલ સોનાથી ભરેલા જોયા. એમાંથી થોડા તેમના પત્ની ઉપાડી લાવ્યા. જે પોતાના નિર્વાહના ઉપયોગમાં લેતા. એ સોનામાંથી સન. ૧૦૪૧ હિજરી સુધી થોડો ભાગ તેમના કુટુંબીઓ પાસે હતો. આપ આપની જીંદગી પરહેઝ અને તકવાથી બશર કરતાં. હઝરત શયખ અબ્દુલતીફ આપના વફાતની જાણ ૧૩ દિવસ પહેલાં કરી હતી. અને બરાબર એજ પ્રમાણે બન્યું. આ બનાવ સૈયદ કબીરુદ્દીન સૈયદ એહમદ જહાંશાહે તેમનું પુસ્તક દસ્તુરૂલ ખિલાફતમાં વર્ણવ્યો છે. હઝરત અબ્દુલ લતીફ (રહ.) હઝરત કુતબે આલમના ખલીફા હતાઃ હઝરત કુતબે આલમને આપથી ઘણોજ પ્રેમ હતો. તેઓ જ્યારે હઝરત અબ્દુલતીફના આવવાના સમાચાર સાંભળતા ત્યારે એમના આગમનની ખબર આપનાર જો કોઇ મુસ્લિમ હોય તો તેને તેના ઇમાનની સલામતીની બશારત આપતા અને જો કોઇ ગૈર મુસ્લિમ હોય તો તેને રૂપિયા ઇનામ આપતા. હઝરત અબ્દુલલતીફે ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાંના કેટલાક અત્યારે પણ મળી આવે છે. તેમણે લખેલ ‘‘રિસાલા’'મુઅદ્બે બુરહાનીને તેમની વસીઅત પ્રમાણે તેમની સાથે દફન કરવામાં આવ્યો છે. હઝરત શયખ અબ્દુલલતીફ હિ.સ. ૮૭૭ના રમઝાન માસની પમી તારીખે રહલત પામ્યા. તેમનો મઝાર પાટણમાંજ ખાન સરોવર તળાવની પશ્ચિમે આવેલો છે. શેખ સદરૂદ્દીન અને શેખ જલાલ મુહમંદ ભૂરા આપના પુત્રો હતા. આપની ખિલાફત તેમના પુત્ર શયખ સદરૂદ્દીન ને આપી હતી. (૪) હઝરત દિવાન શેખ મુસ્તુફા ફારૂકી આપનું નામ શયખ મુસ્તુફા છે. સને દિવાન લકબ છે. પિતાનું નામ અબ્દુલ કવી છે. ખાનદાને ફારૂકી છે. આપ ઘણાજ પરહેજગાર હતા આપનો વિસાલ માહે રજબની તારીખે સન હિજરી ૧૦૩૮માં થયો. આપનો મઝાર પાટણમાં બરકાત પૂરામાં છે. આપ મુરીદ અને ખલીફા હઝરત શાહ Page #274 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૧ શરફ અબ્બાશીના છે. હઝરત શયખ મુસ્તુફાની વિસાલની સન મુદ્દા પ્રમાણે ‘‘ઝુલમુકારમ’’ ઉપરથી હિ.સ. ૧૦૩૮ મળી આવે છે. (૫) હઝરત શયખ અબ્દુલકવી ફારૂકી આપનું મૂળ નામ અબ્દુલકવી છે. બડામીયાના નામે મશહુર હતા. આપ ખાનદાને ફારૂકી છે. આપનો નસલ કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્કથી મળે છે. પિતાશ્રીનું નામ દિવાન શયખ મુસ્તુફા છે. આપનો મુશશદિયા સિલસિલો પિતાશ્રી તથા હઝરત શાહ શરફ અબ્બાસી, તથા શાહ અબ્દુલ લતીફ બિન જમાલ ફારૂકી મારફત હજરત મુખદૂમ જહાંનીયા જહાંગશતને મળે છે. આપ હિજરી સન ૧૦૭૫ના જીલકાદની પમી તારીખે રહલત પામ્યા. આપનો મઝાર પાટણમાં છે. આપના વિસાલની સાલ મુદ્દા પ્રમાણે ‘‘ખુદાદોસ્ત’’ ઉપરથી મળી આવે છે. (૬) હઝરત શયખ મુસ્તુફા (સાની) ફારૂકી આપશ્રીનું નામ શયખ મુસ્તુફા છે. આપશ્રી કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્કની ઔલાદ માંથી હોવાના કારણે આપ ખાનદાને ફાકી છે. આપશ્રીને તાઅલીમ હઝરત મૌલાના મહંમદ તાહિર પની ના સુપુત્ર શ્રી કાઝી અબ્દુલ વહાબ પાસેથી મેળવી. આપશ્રી ખલિફા અને મુરીદ આપના પિતાશ્રી હજરત અબ્દુલકવી ફારૂકી બિન દિવાન શેખ મુસ્તુફા ફારૂકીના છે. આપની માતાનું નામ બીબી આમેના ઉર્ફે બીબી બાદશાહ હતું. આપના મુશદીયા નબસ આ રીતે હઝરત મખદૂમ જહાઁનીયા જહાંગસ્ત ને મળેછે. શયખ મુસ્તુફા ફારૂકી (સાની) મુરીદ તેમના પિતાશ્રી હઝરત અબ્દુલકવી (ઉર્ફે બડામીયા) ફારૂકી ના. હઝરત અબ્દુલકવી મુરીદ તેમના પિતાશ્રી દિવાન શયખ મુસ્તુફા (અકબર) ના. દિવાન શયખ મુસ્તુફા (અકબર) હઝરત શાહ શરફ અબ્બાસી મુરીદ હઝરત મહબુબુલ્લા વદુદ શયખ કાઝી મોહંમદ બિન દાઉદ (રદી)ના. હઝરત મહબુબુલ્લા વદ શયખ કાઝી મોહંમદ બિન દાઉદ મુરીદ શયખ હુસેન બિન અલી બિન હસન મનઝવી ના. શયખ હુસેન બિન અલી બિન હસન મનઝવી મુરીદ હઝરત કુતબુલ આલેમીન સિરાજુલ મુલ્કવ દીન શયખ અબ્દુલ લતીફ (દી.) ના શયખ અબ્દુલ લતીફ મુરીદ હઝરત સુલતાનુલ આશેકીન કુતબુલ અકતાબ આલેમીન શયખ બુરહાનુલ હક્ક વ હીકીકત શરહ વ દિન અબુમહંમદ અબ્દુલ્લા અલહુસેની બુખારી (રદી.) ના Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ યુગે યુગે પાટણની પ્રભુતા હઝરત બુરહાનુદ્દીન કુબે આલમ અબુમહંમદ અબ્દુલ્લા બુખારી મુરીદ હઝરત શયબ નાસિલ હક્ક વ શરઅ વ દીન સૈયદ મહમુખ (રદી.) ના. . (). હઝરત મૌલાના અહમદ વાસિલ ફારૂકી આપનું નામ મૌલાના એહમદ વાસિબલ છે. અને પિતાનું નામ કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્ક છે. આપ ખાનદાને ફારૂકી છે. આપની વિસ્તૃત વિગતો મળી નથી. આપના વિસાલ “ઉસવતુલ આરેફીન” ઉપરથી હિ.સ. ૯૦૯ મળી આવે છે. આપનો મઝાર પાટણમાં છે આપને બે પુત્રો હતા. (૧) શાહ કબીરુદ્દીન અબ્દુલગની વાસિલ. (૨) શાહ અબ્દુલ હઈ. (૮) ઝરત અબુલ મુકારમ કબીરુદીન અબ્દુલગની વાસિલ ફારૂકી આપનું નામ કબીરુદ્દીન છે. પિતાનું નામ મૌલાના એહમદ વાસિલ ફારૂકી છે. અબ્દુલગની વાસિલના નામે મશહુર હતા. “મખદુમીયા”નામે પુસ્તક આપ હઝરતે લખેલ છે. તેમાં તેમના ખાનદાન તેમજ બુઝુર્ગોના હાલાત તેમાં છે. આપનો વિસાલ માહે મોહરમની ૧૪મી તારીખે સન હિજરી૯૪૯ માં થયો. આપનો મઝાર પાટણ (ઉ.ગુ.) છે. આપ પરેઝગાર મુસકી હતા. , (૯) હઝરત શયન અબુલ ફઝલ અબ્દુલકવી અકબર ફારૂકી આપનું નામ અબ્દુલકવી છે. પિતાનું નામ કબીરુદ્દીન સાની જેઓ અબ્દુલગની વાસિલના નામે મશહુર હતા. આપના વિસાલ સન હિજરી ૯૯૯ છે. આપના વિસાલની સન. મુદ્દા પ્રમાણે રફીઉદ્ દરજાત”ઉપરથી મળી આવે છે. (10) હઝરત શેખ અબ્દુલ્લા ફારૂકી આપશ્રીનું નામ અબ્દુલ્લા છે. પિતાનું નામ હઝરત શેખ અબ્દુલ્લ કાદર ફારૂકી છે. તેઓ હઝરત શયન કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્ક ના પૌત્રો માંથી છે. આપશ્રી મુરીદ અને ખલીફા પિતાશ્રી અબ્દુલકાદર ફારૂકી ના છે. આપનો પીરે તરીકત તરીકેનો સિલસિલો હજરત મખદૂમ જહાંનીયા જહાંગતને મળે છે. આપનો વિસાલ સન હિજરી. ૧૨૦૧ના જીલહજ મહિનાની ૧૫મી તારીખે થયો. પનો Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ યુગે યુગે પાટણની પ્રભુતા મઝાર બરકાત પૂરા પાટણમાં આવેલ છે. (૧૧) હઝરત મૌલાના મુઈનુદીન મનાતકી મૌલાના મુઇનુદ્દીન મનાતકી ઘણાજ પરેઝગાર અને આલિમ બુઝુર્ગ હતા. આપશ્રીએ પાટણ (ઉ.ગુ.) માં બુકડી મહોલ્લામાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવી. એવું કહેવાય છે કે આપ ખાનદાને ફારૂકી હતા. આપની અન્ય વિગત મળી આવેલ નથી. આપનો મંઝાર આપે બંધાવેલ મહોલ્લે બુકડીમાં આવેલ જુમ્મા મજીદની બાજુમાં મજીદને લગોલગ આવેલો છે. અને સાર્વજનિક જયારત ગાહ છે. આપના વિષે ફારસીમાં લખેલ શેર- પંક્તિ મળી આવેલ છે જે આ પ્રમાણે છે. તારીખે જામા મજીદ કે દર બુકરી મૌલાના મુઇઝુદ્દીન મનાતકી સાપ્તાએ સબઇન સુમા નુમાયા બદાઁ જામેઅ મજીદ બનાઇ આલીશાન. * આ પંકિતઓ મળી આવેલ છે. અને તેના મદુ અદદ ઉપરથી આ તારીખ સાલ વગેરે જે સાલમાં બની હોય તે મળી આવી તે છે. (૧૨) મૌલાના મહંમદ તાહીર પ૮ની (રહ.) આપશ્રી મૌલાના મહંમદ તાહીર પટની નામે મશહુર છે. પાટણમાંથી આપના સમયના આપની કૌમના લોકોમાંથી તથા મુસ્લિમોમાંથી બિદઅત અને રિવાજી ખરાબીઓ દૂર કરવા માટે પુર જોશ પ્રયત્ન કરનાર મુજદીદ આલિમ હતા. આપશ્રીનું નામ મુહમંદ છે. અને પિતાનું નામ મૌલાના તાહિર છે. અને ઇસ્લામના પહેલા ખલીફા હઝરત અબુબકર સીદ્દીકની ઓલાદમાંથી છે. આપના વડવાઓ અરબસ્તાનથી સિંઘ થઈ પાટણ આવ્યા. આપશ્રીના વડીલો ધંધો વ્યાપાર હતો. પરિણામે આપની કોમ વહોરા અને ઉર્દૂમાં બોહરા સોદાગર નામે ઓળખાવા લાગી. આપશ્રીનો જન્મ પાટણમાં હિ.સ. ૯૧૪માં થયો. આપશ્રીએ બાળપણમાં જ કુરાન કંઠસ્થ કરી લીધુ એટલેકે બાળપણમાં કુરાન હાફિઝ થયા. અને શિક્ષણ મૌલાના અબ્દુલ્લા સોહી, મૌલાને બુરહાનુદ્દીન તથા શેખ નાગોરી પાસેથી મેળવ્યું. આ શિક્ષણ પુરૂ કરી હજના ઇરાદે અરબસ્તાન મકકા ગયા. અને ત્યાંના વિદ્વાનો અને અલિમો પાસેથી શિક્ષણ મેળવી સનદ હાસિલ કરી. આ આલિમો પૈકી હઝરત મૌલાના શેખ હજર મક્કી અને શેખ અલી બિન હિસાબુદ્દીન મુકી પાસેથી હદીસ માટેની સનદ મેળવી તમેજ શેખ અલી બિન હિસાબુદ્દીન મરકીના મુરીદ થઇ ખિલાફત મેળવી અરબમાં પણ આપનું સ્થાન એટલું ઉચ્ચ હતું કે ત્યાંના વિદ્વાન આપની બેહદ ઇજ્જત કરતા હતા. આપશ્રી ઘણાજ પરહેઝગાર વિદ્વાન (આલિમ) હતા. અને મહંમદી શરીઅત (કાનુન) વિરૂધ્ધ Page #277 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૪ કોઇ બાબત પસંદ કરતા ન હતા. પોતે લેખક પણ હતા. આ એક એવો સમય હતો કે મેહદવીયા લોકો શક્થિતશાળી હતા. અને હનફી વિચાર શરણીવાળાઓને તેઓ પજવતા હતા. આપશ્રી મહંમદ બિન તાહેર પટની સાહેબને આ વાત પસંદ ન હતી. આથી મક્કમ નિરધાર કરી, આ ખબારી ને દૂર કરવાના સમ લીધા ‘અને જ્યાં સુધી આ ખરાબીને દૂર ન કરું ત્યાં સુધી ‘‘પાઘડી’’ દસ્તાર પહેરીશ નહીં'' તેવી કસમ લીધી. અકબર બાદશાહ અમદાવાદથી, પાટણ આવ્યો ત્યારે આ વાતની જાણ થતાં અને મૌલાના મહંમદ તાહીર માટે તેને બેહદ માન હોવાથી પોતાના હાથે મૌલાનાને પાઘડી પહેરાવી. અને બિદઅત જેવી ખરાબીઓને દૂર કરવાનું વચન આપ્યું. અને નવાબ મુસ્તતાબખાન ખાન આમ, મિરઝા અઝીઝ કુલતાશ ને સુબેદાર બનાવ્યો અને ઇલાકામાંથી બિદઅત ને ખતમ કરવામાં આવે બિદઅત આચરતા લોકોને કત્લ કરવામાં આવે'' તેવો હુકમ આપતાં મહેંદવી શીખા અને બિદઅત આચરતા લોકોનું જોર ભાંગ્યું. પરંતુ પાછળથી મીરઝા અઝીઝને દિલ્હી બોલાવી લીધો. અને મિરઝખાન તે બહરામખાનના પુત્ર જે શિઆપંથનો હતો તેને ગુજરાતના સુબેદાર તરીકે નીમ્યો. પરિણામે ફરી પાછું મહેંદવી અને શીખા પંથના લોકો તેમજ મુસ્લિમોએ માથું ઉંચક્યું અને વિરૂદ્ધ વર્તન કરવા લાગ્યા. ல் આથી ફરી પાછા મૌલાના મહંમદ બિન તાહેરે દસ્તાર (પાઘડી) માથા ઉપરથી ઉતારી નાખી અને દિલ્હી અકબર બાદશાહના દરબારમાં જવા અમદાવાદ આવ્યા. અહીં તેમને લોકોએ ઘણા સમજાવ્યા. પરંતુ દિલ્હી જવા રવાના થયા અને જ્યારે ઉજ્જૈન અને સારંગપુર. (માલવા) વચ્ચે પહોંચ્યા તો મહેંદવીઓના એક જુથે તેમને શહીદ કરી દીધા. આ બિના સનહિજરી ૯૮૬માં ૬ તારીખે શવવા માસમાં બની. તેમના ભાણેજ શેખ મહંમદ તેમની સાથે હતા. તેમની લાશને પાટણ લાવ્યા. ખાન સરોવર ની નજીક બાબુ દેહલવી કબ્રસ્તાન ની નજીક દફન કરવામાં આવ્યા. અને આજે પણ આપશ્રીનો મઝાર પાટણમાં માજુદ અને અન્ય મઝાશતની સરખામણીમાં ઘણોજ આબાદ છે. સોદાગર જમાત જે પાટણમાં હતી. અને હાલ અરબ મક્કામાં વસે છે. તેમની સહાયથી દરગાહના પટાંગણમાં એક સુંદર મસ્જીદ પણ તૈયાર કરવામાં આવી છે. અને પહેરેગીર (વોચમેન) પણ રાખવામાં આવ્યો છે. આપશ્રીએ આપની પુત્રીઓને અરબમાં પરણાવેલ હતી. આપની ઔલાદ આજે પણ પાટણમાં હયાત છે. (૧૩) બાબા હાજી રજબ (રહ.) આપશ્રીનું નામ સુલતાન મહંમદ છે. પરંતુ પાટણમાં આપ બાબા હારજી રજબના નામે પ્રખ્યાત છે. આપ રૂમ ના સુલતાન હતા. વૈરાગ ઉત્પન્ન થતાં બધુજ મૂકી સત્યની શોધમાં નીકળી પડચા અને ફરતા ફરતા શામ દેશમાં આવ્યા. ત્યાં હઝરાત સૈયદ એહમદ કબીર રિફાઇની સેવામાં ઉપસ્થિત Page #278 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૫ થયા. અને તેમના મુરીદ થયા. અને તેમની પાસે રહીને મજાહેદા તથા રિયાઝત કરવા લાગ્યા. આપશ્રીએ પોતાના ગુરૂ (પીર) પાસે સેવાની માગણી કરતાં આપને રસોયાનું કામ સોંપવામાં આવ્યું, આ કામ આપે ચાલીસ વર્ષ સુધી કર્યું એક વખત એવું થયું કે રસોઈ માટેનો ચમચો કંઈ મૂકાઇ ગયો. ઘણી બધી શોધખોળ કરવાથી પણ મળ્યો નહીં. રસોઈ તો ગુરૂ (પીર) આગળ પીરસવાની હતી આથી આપશ્રીએ ગરમ ગરમ રસોઈ “યા નારો કુની બદવઉ વ સલામન અલા ઇબ્રાહીમ કહીને પોતાના હાથે રસોઇ પીરસી. આ વાતની જાણ હઝરત અહમદ કબીર રિફાઇ (રહ.)ને થઈ તેઓ ઘણા પ્રસન્ન થયા. અને ખિલાફત આપી અને ચૂનંદા સુફિયોની સાથે હિન્દુસ્તાન જવાનો આદેશ આપ્યો તેમજ બે ખજૂરી આપી કહ્યું કે, જ્યાં રાતવાસો કરો, ત્યાં તેના બીજને જમીનમાં દાબી દેજો સવારે જ્યારે, જ્યાં બન્ને ઉગી નિકળે તે તમારું કાયમી સ્થળ અને મઝારનું સ્થળ જાણવું છે” આ રીતે ફરતા પાટણ આવ્યા. અને જે જગ્યાએ આજે તેમનો મઝાર છે, તે જગ્યાએ રોકાયા. અને ખજૂરના બીને જમીનમાં દાબી દીધા. સવારે જોયું તો ઉગી નીકળેલ હતા. ગુરૂ (પીર) ની આજ્ઞા અનુસાર આ જગ્યાને પોતાના કાયમી રહેઠાણ તરીકે પસંદ કરી. આ જગ્યાએ એક મંદિર હતું અને તમામ લોકો ત્યાં પૂજા કરવા આવતા હતા. આ વાતની જાણ જ્યારે રાજાને થઇ ત્યારે તે છંછેડાયો. તે રાજા મુસ્લિમ વિરોધી હતો. તે તેણે મુસ્લિમોને આ જગ્યાએથી કાઢી મૂકવા હુકમ કર્યો. અને ન માને તો બળજબરીથી કાઢી મૂકો એમ જણાવ્યું. હઝરત બાબા હાજી રજનીને આ વાતની જાણ તેમના એક નોકરે કરી. આથી બાબા હાજી રજબ, નોકરને જણાવ્યું કે, “જાવ જમીનને કહીં કે આવનાર માણસોને પકડી લે.” નોકરે આ રીતે જ કહ્યું અને આવનાર માણસો જમીન સાથે ચોંટી ગયા. છુટવા માટે જે માણસ જેટલું જોર કરતો. તેટલોજ અંદર જમીનમાં ઉતરતો હતો. આથી રાજાના માણસો ગભરાયા. અને માફી માંગી, છોડી મૂકવા યાચના કરવા લાગ્યા. આથી બાબા હાજી રબતાના નોકરે તેમને છોડી મૂકવા હુકમ આપતાં જમીને તેમને છોડી મૂક્યા. આ વાત રાજાના માણસોએ તેની આગળ કરી. આથી તે પણ ઘણા ઠાઠમાઠ સાથે બાબા પાસે આવ્યો. બાબાએ તેને કહ્યું, “પોતાના હાથે ઘડેલા પથરાને ઇશ્વર, ખુદા ન માનો શું એ તમારું કહ્યું કરી શકવાની શકિત રાખે છે ? કાંઇ કામ બતાઓ તો કરી શકે છે ?” રાજાએ નકારમાં જવાબ આપ્યો. ફરી બાબાએ પૂછ્યું, “આ તમારી મોટી મૂર્તિ છે. તેનું નામ શું છે ?” રાજાએ કહ્યું, સહુદા” બાબાએ સહુદાને પોતાની પાસે આવવા હુકમ કરતાં સહુદા મંદિરમાંથી બાબા પાસે આવ્યો. આ જોઈ રાજા અને તેના માણસો આશ્ચર્ય પામ્યા. પછી બાબાએ પોતાના કૂંજામાં સહુદાને પાણી ભરી લાવવા કહ્યું. સહુદા સહસ્ત્રલિંગમાંથી ગૂંજે ભરી લાવ્યો. આથી તળાવ બિલકુલ ખાલી થઇ ગયું. સૂકાવા લાગ્યું. આથી રાજાએ વિનંતી કરી કે, “તળાવમાં પાણી રહેવાદો. જેથી પશુ પક્ષીઓ જીવી શકે.” Page #279 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૬ બાબા હાજી રજને “સહુદા”ને ફરી હુકમ કર્યો કે, “કુંજા માંથી થોડું પાણી તળાવમાં નાખી આવો.” સહુદા તળાવમાં પાણી નાખી આવ્યો. અને તળાવ લગભગ કોઠા સુધી ભરાઇ ગયું. આ જોઈ રાજા અને તેમના માણસો આશ્ચર્ય પામ્યા. અને ગભરાયા. તેમનું તમામ ગર્વ અને અભિમાન ઓસરી ગયું. આપનો મઝાર સરસ્વતિ નદીના પેલે પાર આવેલો છે. નદીમાં દરવાજો અને આગળનો ભાગ તણાઇ ગયો છે. આપના મઝાર ઉપર ગુંબદ નથી ખુલ્લા છે આજે પણ લોકો આપથી ફેઝ મેળવે છે. (૧૪) હઝરત સૈયદ હુસેન ખુંગલવાર (રહ) આપનું શુભ નામ સૈયદ હુસેન છે. આપશ્રીને ધોળા ઘોડા ઉપર સવારી કરવાનો ઘણો શોખ હતો. ધોળા ઘોડાને “ખુંગ” કહેવામાં આવે છે. પરિણામે આપશ્રી ખેંગસવાર તરીકે ઓળખાય છે. આપશ્રીનો જન્મ દિલ્હી પાસે વ્યાસપુરમાં થયો. આપની પેદાઇશની સાલ માટે એકમતિ નથી. પરંતુ આ સ્પષ્ટ છે કે આપશ્રીની પેદાઇશનો સમય સાતમી સદી હાજરીના મધ્યભાગ પછીનો છે. આપશ્રી ઘણાજ સ્વરૂપવાન હતા. સત્તર ૧૭ વર્ષની ઉંમર સુધી શિક્ષણ મેળવવામાં લીન રહ્યા. એક મઝઝુબ હઝરત બહલુલની નજરથી આપની રુહાની હાલત બદલાઈ ગઈ અને ૧૨ વર્ષ એક ઝાડ પાસે તમે બેસીને પસાર કર્યા. ભૂખ લાગે તો ઝાડના પાંદડા ખાઇને સંતોષ મેળવતા. હઝરત રસુલે અકરમ (સ.અ.)ના ઇશારાથી આપશ્રી સૈયદ હુસને ખુંગસવાર હઝરત નીઝામુદ્દીન ઔલીયાના મુરીદ થયા. પીરની આજ્ઞા અનુસાર વડોદરા પાસે જે ડભોઇ આવેલું છે, ત્યાં જઈને રહ્યા અને લોકોનું માર્ગદર્શન કરતા રહ્યા. અને તે પછી પાટણમાં આવીને રહ્યા. આપશ્રી હજરત હિસાબુદ્દીન મુલતાની ફારૂકીના સમયમાં પાટણ અવીને રહ્યા. અને જમાદીલ સાની મહિનાની પહેલી તારીખે વિસાલ પામ્યા. આપની વિસાલની સન માટે પણ એકમત નથી. પરંતુ આપનું આયુષ્ય ઉંમર વર્ષ ૧૩૦ વર્ષ માટે લોકો સહમત છે. આપનો મંઝાર હઝરત મૌલાના મેહબુબના રોઝા સામે દક્ષિણમાં અનાવાડા માર્ગ ઉપર આવેલો છે. આપ હઝરત સૈયદ હુસને ખુંગલવાર ટોપીયા અને આપની ઔલાદ પણ ટોપીયાના નામે પાટણમાં ઓળખાય છે. આપશ્રી - સૈયદ હુસેન ખુંગલવાર બિન સૈયદ મેહમુદ બિન સૈયદ કબીરુદ્દીન બિન સૈયદ મુહમંદ આ રીતે આપનો નસબ હઝરત સૈયદ ઇમામ જાફર સાહિબ ને મળે છે. (૧૫). બાબા દેલવી (રહ.. બાબા દેહલવીનો મઝાર ખાનસરોવર દરવાજા બહાર પૂર્વ દિશામાં સુલતાન હાજી હુદના મઝાર થોડેક અંતરે આવેલો છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૭ આપની કોઇ વિસ્તૃત વિગતો મળતી નથી. આપશ્રીનું નામ શેખ એહમદ બિન શેખ મહંમદ છે. દિલ્હીના વતની હોવાથી ‘દેહલવી’ના નામે મશહુર થયા. આ શબ્દ પાછળ થી અપભ્રંશ થઇને ‘‘દલીયા’’ થઇ ગયો. તઝકેરએ ‘‘ઔલીયા અલ્લાહ’’ નો કર્તા. હઝરત બાબા દેહલવી હિ.સ. ૫૩૩માં પાટણ આવ્યા. અને હિજરી સન. ૫૫૫ ના ઝીલહજ્જ ની ૧૨ તારીખે રહલત પામ્યા તેમ જણાવે છે. આપશ્રી ઇસ્લામનો પ્રચાર અને લોકોનું માર્ગદર્શન કરતા હતા. આપ પરહેઝગાર અને મુત્તકી હતા. આપના શબ્દોની એવી અસર થતી કે ઇમાન લાવતા અને મુસલમાન થઇ જતા. આ રીતે ઘણા લોકો ઇમાન લાવ્યા. (૧૬) હઝરત શેખ બાબુ યુ (રહ.) હઝરત શેખ બાબુ ન્યુની વિસ્તૃત વિગતો નથી. આપશ્રી મખદૂમ જહાંગસ્ત હઝરત જલાલુદ્દીન બુખારીની ઔલાદ માંથી છે. આપશ્રીનો જન્મ પાટણમાં થયો અને પ્રાથમિક શિક્ષણ પાટણમાંજ મેળવ્યું અને આધ્યાત્મિક શિક્ષણ પણ મેળવ્યું. તેમની પાસે ઘણા વિદ્યાર્થી આવતા અને લાભ મેળવતા હતા. આપશ્રી હઝરત બુરહાનુદ્દીન ગરીબ ના મુરીદ થયા અને ખિલાફત પણ મેળવી આમ તેઓ ચિશ્તિયા સિલસિલાના બુઝુર્ગ છે. આપની જીંદગી તવક્કલ પર હતી અને ઘણાજ સંતોષી અને સાબિર ધર્યવાન હતા. આપની પાસે જે કંઇ આતવું કે ફકીરો અને ગરીબોમાં વહેચી દેતા હતા. આપશ્રીનું અવસાન સન. હિજરી ૧૦૦૬ થયું આપનો મઝાર ખાન સરોવર દરવાજાની પાસે આવેલો છે. જેના ઉપર આલીશાન ગુંબદ છે. આપશ્રીના રોઝામાં મઝારની બાજુમાં “સાત મુસલ્લા’’‘‘ની નમાઝ’’ (Prayer carpet) બનાવેલ છે. કહેવાય છે કે સવારની નમાઝ આ મુસલ્લા ઉપર પઢવાથી મૂરાદો પુરા થાય છે. અને તકલીફો દૂર થાય છે. આજે પણ આ ફેઝ જારી છે. આપના રોઝાની બાજુમાં અંદર સહનમાં મસ્જીદ છે. જે અધુરી છે. આપશ્રી ઘણા વખત સુધી મૌલાના તાજુદ્દીન યાકુબ અબુ યુસુફ ઉર્ફે મૌલાનામહેબુબની દરગાહના મુતવલી હતા. (૧૭) હઝરત જલાલ શહીદ પાટણમાં આપશ્રી જલાલ શહીદના નામે મશહુર છે. અને ખાન સરોવર દરવાજા પાસે કિલ્લાની દિવાલમાં જ આપનો મઝાર આવેલો છે. આપની કોઇ વિસ્તૃત વિગતો મળતી નથી. Page #281 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨ ૫૮ પાટણ સુધરાઇના ભૂતપૂર્વ સભ્ય હુસેનમીયા શેખ ના પરિવારના સભ્યો દરગાહની દેખરેખ રાખે છે. હઝરત જલાલ શહીદ (રહ.) નો ઉર્સ તારીખે ઉજવાય છે. (૧૮) હઝરત કાલુપીર (શહીદ) પાટણમાં હઝરત કાલુપીરના નામે મશહુર છે. અને આપના મઝાર પાટણમાં શહેરના કોટ બહાર બગવાડા દરવાજા પાસે આવેલો છે. આપના વિશે પણ કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી. તજકેરએ ધ્વામના કર્તાના કથન પ્રમાણે આપશ્રી અલાઉદ્દીન ખિલજીના લશ્કરના સિપેસાલાર હતા. અને અલાઉદ્દીન ખીલજીએ રાજા કરણના વખતે પાટણ ઉપર ચઢાઈ કરી ત્યારે હઝરત કાલુ શહીદ પણ સાથે હતા. અને બગદેવ નામે એક લડવૈયા સાથે લડવામાં બગદેવ પણ માર્યો ગયો અને , હઝરત કાલુપીર પણ શહીદ થયા. આ દિવસ હતો ૧૨ જીલહજજ હિ.સ. ૭૧૩ તઝકેરએ ઔલ્યા અલ્લાહ”ના કર્તા સૈયદ તાલિબ અલી કાદરી હઝરત કાલુશહીદની શહાદત રાજા કરણના વખતમાં થઈ હોવાની વાતનું ખંડન કરે છે. અને લખે છે કે અલાઉદ્દીન ખીલજી કોઈ દિવસ જાતે ગુજરાત આવ્યો નથી. તેના ભાઈ અલફખાનને મોકલેલ હતો. અને સાથે નુસરતખાન જે દિલ્હીનો વઝીર હતો તે પણ સાથે હતો. પાટણ સને ૧૨૯૭ પ્રમાણેહિજરી ૬૯૭માં અલફખાનનો વિજય થયો. અને પાટણ તેના પ્રભુત્વમાં આવ્યું. વળી આગળ જતાં લખે છે કે આ લડાઇ ખાસ તો પાટણ ઉપર હતી જ નહી. પરંતુ અસાવલ ઉપર હતી. જે આજે આસ્ટોડીયા અને જમાલપુરમાં વહેચાયેલ છે. આ જ કારણે રાજા કરણ નાસતી વખતે પોતાની પત્ની કૌલા દેવી અને પુત્રી દેવલદેવીને લઈ જઈ શક્યો. અને અલપખાને પાટણ સાથે રાણી તથા રાજકુમારીને કબજે કરી લીધા. આમા કાલુ નામનો કોઇ માણસ. અલાઉદ્દીન ફોજમાં હતો. એવું જાણવા મળતું નથી. પાટણ જીત્યા પછી મલિક સંજર અલપખાન ગુજરાતનો સુબેદાર થયો. અને અલાઉદ્દીનના | વખતમાં દિલ્હી જતો રહ્યો હતો. તે ત્રણ વર્ષ પછી પાછો આવી વહીવટ કરવા લાગ્યો. આ ત્રણ વર્ષ દરમ્યાન સરવરખાને વહીવટ કર્યો જેણે ખાન સરોવર તળાવ બંધાવ્યો. મલિક સંજર અલપખાન પાછો આવ્યો અને ૧૬ વર્ષે વહીવટ કર્યો. એટલે કે હિજરી ૬૯૭ ઈ.સ. ૧૨૯૭ થી હિજરી ૭૧૬ સને. ૧૩૧૬ હિજરી ૭00 થી ૭૧૬ હિજરી આ સમય અટલે કે હઝરત કાલ શહીદની શહાદત નો સમય ઇ.સ. ૭૧૩ હોઇ મલિક સંજર અલપખાનનો માની શકાય. જે વખતે દિલ્હી ઉપર સત્તા કુતુબુદ્દીન મુબારક શાહની હતી. જે અલાઉદ્દીનનો પુત્ર હતો. આ સમય મહેંદવી લોકોના ઉદયનો હતો. અને બની શકે કે કોઈ મહેંદવી એ હઝરત કાલને શહીદના કર્યા હોય એમ તઝકેરએ ઓલીયા અલ્લાહ પાટણ”ના કર્તા લખે છે. આપશ્રી કાલુ શહીદની કોઇ સ્પષ્ટ વિગતો મળતી નથી પરંતુ પાટણ વાસીઓમાં પરંપરા ગત ચાલી આવતી લોકવાણી તો એ જ છે કે બત્રા નામના સક્ષસ ને આપે ઝેર કર્યો. અને આપશ્રી કાલુ Page #282 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૯ શહીદના મઝારની બહાર લેવી (ઉંબરા) આગળ નાની બચોરસ જગ્યા” બનાવેલી છે. તે “તે રાક્ષક ની ચોરીછે. અલ્લાહ બેહતર જાણે છે. હઝરત કાલુ શહીદ નો ઉર્સ ૧૨ જીલ હજના દિવસે ઉજવાય છે. અને રેલ્વે સ્ટેશનથી શહેરમાં આવતા આવતા બગવાડા દરવાજા પાસે જાહેર માર્ગને અડીને પહેલા મઝાર આપનો આવે છે. (૧૯) હઝરત શેખ આદમ કયલાત " ભટીવાડા દરવાજા પાસે મઝાર આવેલો છે. આપશ્રીની કોઇ વિસ્તૃત વિગતો મળતી નથી. તઝકેરએ ઓલીયા અલ્લાહ પીરાન પટ્ટનના કર્તા આપનું નામ હઝરત શેખ આદમ કયલાત તથા વિસાલ રબીઉસ્સાની માસની ૪ થી ૭૭૦ જણાવે છે. તેમજ આપશ્રી હઝરત નિઝામુદ્દીન ઔલીયા ના મુરીદ તથા ખલીફા હોવાનું તેમજ હઝરત શાહ હુસેન બિન અલી. માંડવી પાસેથી પણ ખિલાફત મેળવી હોવાનું જણાવે છે. આપશ્રી કરામાત ધરાવનાર બુઝુર્ગ હોવાનું જણાવે છે. મઝાર હાલ બિસ્માર હાલતમાં છે. | (20) - હઝરત શેખ શરફ (ર.અ.) આપશ્રીનો મગાર બોકરવાડા ઇનામદારના મહોલ્લા પાસે મુદ્રસએ ફૈઝ સફાની સામે આવેલો છે. અને શેખ શરફના નામે ઓળખાય છે. આપશ્રીની કોઇ વિસ્તૃત વિતગો મળતી નથી. પાટણ મશહુર હકીમ બાપામીયા ના પિતાશ્રીને બશારત આપવાથી જમીન ખોદીને બહાર કાઢવામાં આવ્યા. અને મઝાર બાંધવામાં આવ્યો છે. આપશ્રી શેખ શરફ સાહેબના ઉર્સ મહીનાની તારીખે મનાવવામાં આવે છે. (૨૧) હઝરત શેખ યુસુફ આપશ્રીનો મઝાર હઝરત શેખ મુસ્તુફા અબ્દુલકવીના મઝારની (ધોલા રોઝા) ની સામે પૂર્વમાં આવેલો છે. આપશ્રી હઝરત કાઝી જમાલુદ્દીનની ઔલાદમાંથી છે. તેથી ખાનદાને ફારૂકી છે. આપશ્રીની કોઇ વિસ્તૃત વિગતો મળી નથી. આપશ્રીની ઔલાદ પાટણમાં હયાત છે. આપશ્રી ઘણાજ પરહેઝગાર અને આલીમ હતા. ( ર) હઝરત શેખ મહંમદ નવાઝ. અને હઝરત શેખ મુહીબુલ્લા આ બન્ને બુઝુર્ગોના મઝાર એકજ જગ્યાએ આવેલા છે. અને બન્નેને પાસે પાસે દફના કરેલા છે. મુલ્લાવાડની મજીદના પાછળ પશ્ચિમમાં મજીદની દિવારને અડીને બન્ને મઝાર આવેલા છે. તેમાં હઝરત મહંમદ નવાઝ ની કોઇ જ વિગતો મળતી નથી. જ્યારે બીજા બુઝુર્ગ હઝરત શેખ મુહીબુલ્લા મુલ્લાવાડની મજીદમાં ઇમામત કરતા હોય તેમ Page #283 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૦ માલૂમ પડે છે. તેમના હાથેલખેલ કુરાન શરીફ (ત્રણ જીલ્દમાં છે) જે આપશ્રીએ હિ.સ. ૧૨૮૨માં લખેલ હોવાનું ‘“કુરાન શરીફ’' ના અંતમાં લખેલ વિગતો ઉપરથી જણાય છે. જે હાલ મસ્જીદમાં મૌજુદ છે. આપ વિસાલ વગેરની કોઇ વિગતો મળતી નથી. (૨૩) હઝરત મામુ ભાણેજ કાઝીવાડમાં આમલીની સામે ઓટલા ઉપર બે મઝાર છે. તે મામુ ભાણેજના નામે ઓળખાય છે. કોઇ વિગતો પ્રાપ્ત નથી. (૨૪) હઝરત બાજીત સૈયદ કાઝીવાડામાં પાણીની ટાંકી સામે પૂર્વમાં જમીનને લગોલગ ચોકમાં મઝાર છે. તેમની પણ કોઇ વિગતો નથી. મહોલ્લામાં રહેતા લોકો બાજીત સૈયદના નામે ઓળખાય છે. (24) હઝરત અબ્બાસ મુઈની કાઝીવાડામાં ચોક વચ્ચે ઓટલા ઉપર મઝાર છે મહોલ્લાના લોકો અબ્બાસ મુઇની ના નામે ઓળખાય છે. અન્ય કોઇ વિગતો ઉપલબ્ધ નથી. (૨૬) હઝરત ગેબન શાહ પશ્ચિમ દિશા તરફ ખૂણામાં ઓટલા ઉપર કાઝીવાડામાં મઝાર આવેલો છે. લોકો ગેબનશાહ તરીકે ઓળખે છે. સામાન્ય રીતે કોઇની પણ વિગતો ન મળતી હોય. તેને ગેબન શાહ તરીકે ઓળખવામાં આવે છે. જે કોઇને ગુમડા ગડીયા કે ગાંઠ થઇ હોય, તે અહીંથી કાપડના પટા લઇ જઇ તે ઉપર બાંધે છે. અને સિફા મેળવે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ પાટણને નહરવાલા કે પીરાન પટ્ટન તરીકે ઓળખાવેલ છે. આ પાટણ ભુતકાળમાં ઇસ્લામી સાહિત્ય, સસ્કૃતિ અને ઇસ્લામી વિદ્વાનો તથા વલીઓનું કેન્દ્ર સ્થાન રહ્યું છે. પાટણના ઓલીયા, સંતોની જે વિગતો મળી તેનો ટુંક વૃત્તાંત એકત્રીત કરી અત્રે ‘‘પાટણના મુસ્લિમ મહાત્માઓ''ના નામે રજુ કરવા પ્રયત્ન કર્યો છે. આ વિગતોમાં કઇ ક્ષતિ જણાય તો લેખકને માફ કરવા આગ્રહ ભરી વિનંતી છે. (‘‘તઝકિરતુલ ઔલિયા, પટ્ટન’'ગ્રંથમાંથી સાભાર) Page #284 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૧ ૬૨ પ્રબંધોમાં પાણ (૧) દ્રવ્યસાર પારસમણિ ઉર્વીસાર ગુજરાત પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય કવિ શંકર બારોટ એક મોટો વિદ્વાન હતો. સંસ્કૃત અને પ્રાકૃત કવિતાના ગ્રંથો તેને કંઠસ્થ હતા. પિંગળશાસ્ત્ર તેની જીભના ટેરવે હતું. તે શીઘ્ર કવિ ગણાતો. શીઘ્ર કાવ્યો અને પ્રશસ્તિઓ રચવામાં કવિ શંકર બારોટ ઘણોજ કુશળ હતો. પંચાસરના જયશિખરીના દરબારનું એ રત્ન હતો. પંચાસરમાં ચાવડાઓનું રાજ્ય હતું ત્યાં જયશિખરી (જયશેખર) નામે રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ રૂપસુંદરી. રૂપસુંદરીનોભાઇ સુરપાળ એટલે કે રાજા જયશિખરીનો સાળો એક મહાન વફાદાર યોધ્ધો.હતો. જય શિખરીના દરબારમાં કવિ શંકર બારોટનું સ્થાન મહામૂલું ગણાતું. કવિ નવાં નવાં કાવ્યો બનાવી જયશિખરીનું મનોરંજન પણ કરતો. કવિ શંકર બારોટ ભારે સ્વદેશાભિમાની હતો. કવિ શંકર બારોટની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી હતી. તે વિવિધ રાજાઓના દરબારમાં જઇ તેમનાં પ્રશસ્તિ ગીતો ગાઇ મોટી ભેટ-સોગાદો મેળવતો. આમ તેની કીર્તિ ચારે બાજુ ફેલાવતો હતો. વિ.સ. ૭૫૨માં આપણો આ ગુર્જર કવિ કાન્યકુબ્જ (કનોજ) ના રાજા ભૂવડ (ભૂવનાદિત્ય)ના દરબારમાં ગયો. શરૂઆતમાં તેણે ભૂવડનાં સુકૃત્યો વર્ણવતાં અને તેને બિરદાવતાં પ્રશસ્તિ ગીતો ગાયાં. એક પછી દરબારીજનો ખૂબજ પ્રસન્ન થયા. રાજાએ ખૂશ થઇ તેને રત્નજડિત આભૂષણો, મોતીની માળાઓ, વસ્રભંડાર, ઘોડાઓ વગેરે કવિને ભેટમાં આપ્યાં. બારોટે બાક્યું ઃ પરંતુ કવિ શંકર બારોટ એક અક્ષમ્ય ભૂલ કરી બેઠો. રાજા ભૂવડે કરેલા સન્માનથી ફુલાઇ ગયો હોય અથવા સરપાવ ઓછો પડ્યો હોય કે પછી ગુર્જર કવિમાં સ્વદેશાભિમાનનું જોશ ઉભરાઇ આવ્યું હોય તેથી અથવા આ ત્રણે મનોવિકારો એકત્ર થવાથી કવિ શંકર બારોટની ભૂવડના દરબારમાંજ એક મૂર્ખાઇ ભરેલી ભૂલે ગુર્જરભૂમિનો સર્વનાશ વહોર્યો. કવિ શંકર બારોટે આવેશમાં આવી લલકારવા માંડત્યું, ‘“અમારો ગુર્જરેશ્વર જયશિખરી અજેય છે. ગુર્જર ધરતી અતિ રસાળ છે. કવિ શંકર બારોટે યજ્ઞકુંડ સમા અગ્નિમુખા હતા. ગુર્જત્રા ની ઉષ્મા અને ગર્જયા ‘‘દ્રવ્યસાર પારસમણિ ઉર્વીસાર ગુજરાત'' અર્થાત પૃથ્વીના સાર સમો ગુર્જર સમો દેશ છે. માટી કુંદન બરોબર છે. પદાર્થોમાં જેમ શ્રેષ્ઠ પારસમણિ છે તેમ ધરતી પર શ્રેષ્ઠ અમારો ગુર્જર દેશ Page #285 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૨ , છે. અમારા ગુજરાત જેવો સમૃદ્ધ અને સુંદર દેશ આખા જંબુદ્વિપમાં નથી.” કવિ તો ભાવાવેશમાં બોલતો જ ગયો કે, “અમારું પંચાસર નગર ઇન્દ્રપુરીને હરાવે તેવું છે. તેની આગળ તારા કનોજનો શો ભાર છે ? કનોજ દેશનું પાટનગર કલ્યાણીનગર હતું. કવિએ છોડેલાં આ શબ્દરૂપી વેધક બાણોથી સૂતેલો શત્રુ કલ્યાણીનો સિંહ ભૂવડ છંછેડાયો. અપમાનિત ભૂવડ સમસમી ગયો. ભૂવડે બારોટને વિદાય આપી, તરત જ ગુજરશ્વર જયશિખરીને યુધ્ધ માટે લલકાર્યો. કલ્યાણીના ભૂવડે વિશાળ લશ્કર સાથે પંચાસર પર ચડાઈ કરી. જયશિખરીના પડખે તેનો શૂરવીર સાળો સુરપાળ હતો. જોરદાર યુદ્ધ આપી ભૂવડને પાછો પાડ્યો. તેથી ભૂવડના સરસેનાપતિ મીરે યુકિત રચી, જયશિખરીના સાળા સૂરપાળને ગુજરાતની ગાદી આપવાની લાલચ આપી તેને ફોડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સુરપાળ ટકળ ન હતો. સુરપાળે મચક ન આપી. તે વધુ છંછેડાયો. ભૂવડ વધુ ઉગ્ર બની, વિશાળ લશ્કર એકઠું કરી, પોતે જાતે લશ્કરની આગેવાની લઇ પંચાસર પર વિજળીની માફક ત્રાટક્યો. શિર પડ્યું ને ધડ લડ્યું? પ્રાચીન સાહિત્યમાં આ યુધ્ધની કથા હૃદયંગમ ભાષામાં આલેખાઈ છે. “યુધ્ધસ્ય કથા રા”. એ સુત્ર મુજબ યુધ્ધની કથા સાંભળવી આનંદદાયક હોય છે.* ભૂવડ અને જયશિખરી વચ્ચે ખૂનખાર યુધ્ધ ખેલાયું. બાવન દિવસ યુધ્ધ ચાલ્યું, ભૂવડ અને જયશિખરી સામસામા આવી ગયા. બેઉ બળીયાઓ સિંહની માફક ત્રાડ નાખતા એકબીજા પર ઘા કરી રહ્યા છે. આખરે ભૂવડના હાથે ગુર્જરધર જયશિખરીનો શિરચ્છેદ થયો. લોકવાયકા એવી છે કે, રણમેદાનમાં જયશિખરીનું શિરપડયું છતાં હાથમાં વિજળી સમી તલવાર રહી ગઇ. માથા વગરના જયશિખરીના ધડે અનેક સૈનિકોને જનોઈવઢ કાપી નાખ્યા હતા. આ વાત ભલે ન માનીએ, પરંતુ જયશિખરી એક બાહોશ નરબંકો હતો. પ્રબંધકાર નોંધે છે કે જયશિખરીની પત્નિ રૂપસુંદરી સગર્ભા હતી. સુરપાળે પોતાની બહેન રૂપસુંદરીને સલામત સ્થળે પહોંચાડી. જયશિખરી સંવત ૭૫૨માં મરાયો. કવિ શંકર બારોટની એક ભૂલથી ગર્જર ભૂમિ ઉજજડ બની. રૂપસુંદરીએ વનમાંજ બાળકને જન્મ આપ્યો જે ઇતિહાસમાં વીર વનરાજ કહેવાયો. અણહિલપુર પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાએ ગર્ભાવસ્થામાં જ યુધ્ધ જોયું. આ સંસ્કારોએ જ એને રાજા બનાવ્યો. ચાવડા વંશનો પ્રથમ રાજવી જંગલમાં જનમ્યો અને જંગલમાં જ ઉછર્યો, જેણે પાછળથી વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. * Page #286 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૩ (૨) મૂળરાજે મામાને મારી અષ્ણહિલપુરની ગાદી દર્જ કરી સોલંકી વંશના સ્થાપક યાને સોલંકીવંશના પ્રથમ રાજા મૂળરાજની આ કથા પ્રાચીન ગ્રંથોમાં નોંધાયેલી છે. ભૂયરાજના વંશ જ મુંજાલ દેવના પુત્રો રાજ, બીજ અને દંડક સોમનાથની યાત્રાએથી પાછા ફરતાં વળતાં અણહિલપુર પાટણમાં આવ્યા. ત્યાં અંધ બીજની ઘોડેસવારીની કળા અને અશ્વવિધાની જાણકારીથી પ્રસન્ન થઇ પાટણના રાજા સામંતસિંહ (ચાવડા વંશનો છેલ્લો રાજા) પોતાની બહેન લીલાવતીને બીજના કહેવાથી તેના બીજા ભાઈ “રાજ' સાથે પરણાવી. લીલાવતી અને રાજના દામ્પત્ય જીવનથી લીલાવતી ગર્ભવતી થઇ. સમય થયો હોવા છતાં લીલાવતીને પ્રસવ થતો નથી. તેથી પ્રધાને વિચાર્યું કે આમ તો માતા અને બાળક બન્નેનાં મરણ થશે. આમ વિચારી માતા લીલાવતીનું પેટ ચીરી (આજનું સીઝેરીયન ઓપરેશન) પુત્ર જન્મ કરાવ્યો. લીલાવતી મૃત્યુ પામી પણ પુત્ર બચી ગયો. પુત્રનો જન્મ ‘મૂળ નક્ષત્રમાં થયો હોઇ તેનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું. મામા સામંતસિંહની છત્રછાયામાં મૂળરાજનો ઉછેર થવા માંડયો. પુત્રના લક્ષણ પારણામાં જ દેખાય એ ન્યાયે મૂળરાજ નાનપણથી જ નાનાં મોટાં પરાક્રમો કરવા લાગ્યો. પુખ્તવયનો થતાં તો તેણે મામાને ઘણી મદદ કરી રાજ્ય કારોબારમાં પણ રસ લેવા માંડ્યો. ચાવડાવંશનો આ છેલ્લો રાજા સામંતસિંહ ખૂબજ નબળો રાજા હતો. તે નશામાં ચકચૂર રહેતો. પ્રકૃતિનો પણ ઘણો વહેમી હતો. નશામાં ચકચૂર મામો ઘણીવાર ભાણેજ મૂળરાજને ગાદીએ બેસાડે અને નશો ઉતરતાં તેને ઉઠાવી મૂકે. આમ મૂળરાજને અવારનવાર અપમાનિત કરતો. Lપ્રબંધકાર નોંધે છે કે, મૂળરાજનું અપમાન કરવા મામા સામંતસિંહે નવો નુસખો શોધી કાઢયો. સામંતસિંહ આકાશમાં ઉંચે એક લીંબુ ઉછાળી મૂળરાજને રાજા બનાવવા ગાદી પર બેસાડે અને લીંબુ નીચે જમીન પર પાછું આવતાં મામો મુળરાજનો હાથ પકડી ગાદી પરથી ઉઠાડી મૂકે. મામાના આવા અઘટિત વર્તનથી પોતાના વારંવાર થતા અપમાનથી સ્વમાની મૂળરાજ ત્રાસી ગયો. ફરી એનું અપમાન થાય જ નહી એવી એક યોજના તેણે મનમાં વિચારી. મૂળરાજે એકવાર પોતાના વિશ્વાસુ સૈનિકો તૈયાર રાખ્યા. મામાએ લીંબુ ઉછાળી મૂળરાજને રાજગાદી પર બેસાડ્યો. થોડીવાર પછી આકાશમાં લીંબુને પોતાના ભાલાની ધારદાર આણી પર ઝીલી લીધું અને જમીન પર પડવા ન દીધું. સિંહની માફમ છલાંગ મારી મૂળરાજે એજ પાણીદાર ભાલાથી મામા સામંતસિંહને રહેંસી નાખી તેને સ્વધામ પહોંચાડ્યો. તેના વિશ્વાસુ સૈનિકો રક્ષણ માટે દોડી આવ્યા. આમ બહાદુર મૂળરાજે નબળા સામંતસિંહને પોતાના માર્ગનો કંટક સમજી કાયમ માટે દૂર કર્યો. આમ ૨૧ વર્ષની ભયુવાન વયે વિ.સં. ૯૯૩ના અસાઢ સુદ ૧૫ સુદના રોજ મૂળરાજે મામા સામંતસિંહને મારી સાચા ગાદીપતિ બન્યો. મૂળરાજે અણહિલપુરની ગાદી કબજે કરી સોલંકી વંશની Page #287 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૪ સ્થાપના કરી. સં. ૧૯૫૩માં સ્વેચ્છાએ ગાદી પોતાના પુત્ર ચામુંડરાજને સોંપી, સિધ્ધપુર જઈ પ્રભુસ્મરણમાં શેષજીવન ગાળ્યું. ધન્ય છે આમ ગાદી મેળવનાર અને ત્યાગ કરનાર રાજવીને! મૂળરાજે સ્વપરાક્રમથી સોલંકીવંશની સ્થાપના કરી, તે વંશનો પ્રથમ રાજા બન્યો. આ વંશમાં ભીમદેવ, સિધ્ધરાજ, કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ થઇ ગયા. ઇતિહાસમાં સોલંકીવંશને સુવર્ણ યુગ” કહેવામાં આવે છે. મૂળ નક્ષત્રમાં જન્મેલા, ઐતિહાસિક ઘટનાઓનું નિર્માણ કરનારા બને છે. ગુજરાતના ઇતિહાસમાં તે મૂળરાજ ૧ લા થી સુપ્રસિદ્ધ છે. પાટણમાં તેણે “મૂળરાજ વસહિકા’ ‘મુંજાલ દેવસ્વામિ’ પ્રાસાદ બનાવ્યા હતા. તેણે વિખ્યાત મૂળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આવા પ્રતાપી મૂળરાજે રાજગાદી કબજે કરી જાણી, એમ પાકટ વય થતાં તેજ રાજગાદીને તુચ્છ ગણી તેનો ત્યાગ પણ કરી જાણ્યો. આ ઘટના જ પાટણની ધરતીને ધન્ય બનાવે છે.! ' * (૩) શિલ્પીઓને આરસની રજના ભારોભાર સુવર્ણ અપાતું અણહિલપુર પાટણની રાજગાદી પર સોલંકી વંશનો પ્રતાપી રાજા ભીમદેવ પહેલો યાને બાણાવળી ભીમ વિરાજમાન હતો. મહારાજ ભીમદેવે વિમળશાહની શક્તિ અને બુધ્ધિ જોઈ તેને આબુના દંડનાયક નીમેલો. વિમલ મંત્રી મહાન ધાર્મિક પુરુષ હતો. દેવ, ગુરુ અને ધર્મની સતત આરાધના કરતો હતો. આ વિમળ મંત્રીએ આબુપર્વત પર દેલવાડામાં ભગવાન આદિનાથજીનું આરસનું દેરાસર વિક્રમ સંવત ૧૦૮૮ (ઈ.સ. ૧૦૩૨) માં બંધાવેલું. આ ચૈત્ય “વિમલ-વસહિ” ના નામથી વિખ્યાત છે. આબુપર્વત પર દેલવાડાનાં જૈન દેરાસરો જે સંગેમરમરમાંથી બનાવેલાં છે. તે દુનિયાભરમાં શિલ્પકલાનો એક અદ્વિતીય નમૂનો છે. અને ગ્રંથોમાં આની નોંધ વાંચવા મળે છે. પ્રબંધકારોની ઐતિહાસિક નોંધ જણાવે છે, પાટણના મહામાત્ય વિમળ શાહે આ જૈન દેરાસર નિર્માણ કરવામાં ૧૫૦ શિલ્પકારો અને ૧૨૦૦ શ્રમિકો (મજૂરો) કામે લગાવ્યા હતા. તેના નિર્માણ કાર્યમાં ૧૪ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. આરસ પથ્થરમાં ઝીણામાં ઝીણું કોતરકામ થતું. ધન્ય છે શિલ્પકારોની અનુપમ દષ્ટિને અને એમની ધીરજને ! હજાર વર્ષ પહેલાં થયેલ આ કોતરકામ ગઈકાલે જ કર્યું હોય એટલું નવું અને આકર્ષક લાગે છે. આવું દર્શનીય ચૈત્ય ગુજરાતનું ગૌરવ ગણાતું. એક એવી અનુશ્રુતિ છે કે, શિલ્પીઓ આખો દિવસે જે ઝીણું ઝીણું આરસનું બારીક કોતરકામ કરતા હતા તેમાંથી આરસની જે ભૂકી-રજ પડતી તેના ભારોભાર સુવર્ણ શિલ્પકારોને મજૂરી Page #288 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૫ તરીકે આપવામાં આવતું હતું. આ રીતે સુવર્ણના રૂપમાં ચૂકવાયેલ નિર્માણ કાર્યમાં વપરાયેલ ધનરાશિ ૧૮ કરોડ ૫૩ લાખનું થયું હોવાની ઐતિહાસિક પ્રબંધોમાં નોંધ છે. આ જિનાલયનો સ્થપતિ-એજીનીયર-વડનગર (આનંદપુર) નો કીર્તિધર નામે હતો. મંદિરના બાંધકામમાં વપરાયેલ આરસ અંબાજી નજીક આરાસુર ગામેથી લાવેલ. આ ૨૨ કી.મી. દૂરથી હાથીઓ પર પથ્થરની શિલાઓ બાંધી સ્થળ પર લાવવામાં આવેલ. આ હાથીઓની યાદમાં પથ્થરના વિશાળકાય હાથી બનાવી ‘હસ્તિશાલા” માં મૂકેલા આજે પણ આપણને જોવા મળે છે. - આ દેવવિમાન (મંદિર) માં મૂળ નાયક પ્રથમ તીર્થકર ઋષભદેવજી (આદિનાથજી) છે. તેની પ્રાણપ્રતિષ્ઠા ઇ.સ. ૧૦૩૨માં આચાર્યશ્રી વર્ધમાનસૂરિ મહારાજે કરાવેલી. મંદિરની દૃશ્યરચના અલૌકિક છે. મંદિરના થાંભલા, બારશાખ, તોરણો, ટોડલા, છત, ટેકાઓ, ઉમરા, ગુંબજ, દીવાલો વગેરેનું કોતરકામ ભવ્ય છે. પુષ્પો, વેલીઓ નૃત્ય કરતી પુતળીઓ જોવાલાયક છે. જૈનોના આરાધ્ય દેવો ઉપરાંત વિમળશાહનું આરાધ્ય દેવી અંબિકાનું મંદિર પણ છે. વળી ભગવાન, કૃષણનું કાલીનાગદમન, શેષશાયી ભગવાન, ગેડી રમતા કૃષ્ણ-બલરામ, હોલિકા ઉત્સવ, મયુરાસન પર વિરાજમાન દેવી સરસ્વતી, ગજવાહિની લક્ષ્મી દેવી, કમળપરનાં લક્ષ્મીજી અને વિષ્ણુના અવતાર એવા નૃસિંહ ભગવાન વગેરે મૂર્તિઓ ખરેખર દર્શનીય છે. મંત્રી વિમળશાહની સર્વધર્મ સદભાવનાનાં પણ અહીં દર્શન થાય છે. ધન્ય છે પાટણના વિમલશાહ મંત્રીને જેને પાટણ આજે પણ યાદ કરી ધન્યતા અનુભવે છે. (૪) આવી હતી પાટણની સમૃધ્ધિા કર્નડટેંડે અણહિલપુર પાટનું ભવ્ય વર્ણન કરેલું છે. તેઓ લખે છે કે, “અણહિલપુરનો ઘેરાવો બાર ગાઉનો હતો. તેમાં ચોર્યાસી ચૌટાં હતાં અને ચોર્યાસી ચોક પણ હતા. સોના-રૂપાની ટંકશાળો હતી. હાથીદાંત, રેશમ, હીરા-મોતી એમ દરેક જણસનાં જુદાં જુદાં બજારો હતાં. નાણાવટીનું જુદું ચૌટું હતું. દરેક જ્ઞાતિ માટે જુદા જુદા મહોલ્લા હતા જેમાં તેઓ રહેતા હતા. નગરમાં જુદી જુદી મંડીઓ હતી. નગરમાં આવતા માલમાં કેસર, તેજના, કપુર, મેવા, ધાતુ વગેરે કિંમતી માલ પર જકાત લેવાતી. નોંધમાં એવું જાણવવામાં આવ્યું છે કે જકાતની રોજની આવક એક લાખ ‘ટકા હતી ! ખરેખર અણહિલપુર “નરસમુદ્ર' (માણસોથી ભરેલો મહાસાગર) હતું. તેની સમૃદ્ધિ 'ઇન્દ્રપુરી” Page #289 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સાથે કરવામાં આવી છે. પ્રબંધોમાં સુવર્ણાક્ષરે લખાયેલ નીચેની ઘટના પાટણના સમૃધ્ધ નાગરિકોની ઝાંખી કરાવે છે. પ્રબંધકાર નોંધે છે કે, પાટણમાં અનેક કરોડપતિઓ રહેતા હતા. તેમની હવેલી પર ભૂંગળ વાગતી. અણહિલપુરની સમૃધ્ધિ દેશ-વિદેશમાં ફેલાયેલી હતી. આ નગરની જાહોજલાલીથી આકર્ષાઇ ઠેઠ કાશ્મીરથી એક વેપારી ૧૦૮ પોઠો કેસર ભરી પાટણમાં વેચવા લાગ્યો. તે જાણતો હતો કે કેસર એ ખૂબજ મોંઘી વસ્તુ છે. આટલું બધું કેસર કોઇ એક નાગરિક કે વેપારી ખરીદી શકે નહિ. તેથી એક હાથમાં નમૂનાનું કેસર રાખેલું હતું. આગળ કેસર ભરેલી પાઠો છે અને પાછળ પેલો કાશ્મીરનો વેપારી છે. હાથમાં નમુનાનું કેસર રાખી તે વેપારી આખા નગરમાં ફરી વળ્યો. આખું નગર કેસરયુકત સુગંધીથી મહેકી ઉઠયું. પણ તેનું કેસર ખરીદનાર કોઇ મળ્યું નહિ. સૂર્યાસ્ત થવાની તૈયારી છે. માલ ન વેચાયાથી વેપારીનું વદનમ્યાન થઇ ગયું. જે નગરની સમૃદ્ધિ અને વેપારીઓની જાહોજલાલી ખૂબજ સાંભળી . ' હતી તેમાંથી તેનું કેસર ખરીદનાર કોઈ ન મળ્યું ! તેથી તે દુઃખી થયો. નિરાશ વદને તે પોતાના ઉતારે પાછા ફરવાની તૈયારી કરે છે, ત્યાં સામેથી એક શેઠીયાએ તેને બોલાવ્યો અને પૂછયું, “શ્રેષ્ઠી ! ક્યાંથી પધારો છો ? પોઠોમાં શું ભરી લાવ્યા છો ?” : “મહોદય ! હું કાશ્મીરથી આવું છું અને આ મારી ૧૦૮ પોઠોમાં ઉત્તમ પ્રકારનું કેસર છે. આપના નગરના લોકો સમૃદ્ધ છે, એમ જાણી દૂર દૂરથી અહીં કેસર વેચવા લાવેલો. પરંતુ ડુંગરા દૂરથી રળિયામણા, જાહોજલાલીની જેવી વાતો સાંભળેલી એવું અહીં કાંઈ લાગતું નથી.” કાશમીરના વેપારીએ વાતવાતમાં કહેવાનું હતું તે કહી દીધું પરદેશી વેપારીનો ટોંણો પાટણનો શ્રેષ્ઠી સહન કરી શક્યો નહિ. તેથી તેણે જણાવ્યું કે, “જુઓ આ સામે મારી હવેલી ચણાઇ રહી છે. ચૂનો પીસવાની આ ચકી ચાલી રહી છે, તેમાં તમારું બધું જ કેસર ઠલવી દો !” પાટણના શ્રેષ્ઠીના કહ્યા મુજબ કાશ્મીરના વેપારીએ ૧૦૮ પોઠો ભરેલું કેસર મકાન ચણવાના ચૂનાની ચકીમાં પધરાવી દીધું અને માલનાં નાણાં લઈ પોતાના ઉતારે ગયો. પાટણના નગરજનની ખરીદ શક્તિ જોઈ કાશમીરનો વેપારી ચકિત થઈ ગયો ! પ્રબંધકાર નોંધે છે કે, કેસરમિશ્રિત ચૂનાથી બનેલું ઘરનું પ્લાસ્ટર સુવર્ણ જેવું લાગતું હતું. આખી હવેલી સોનાની બનેલી હોય એવી સુંદર દીપી ઉઠી હતી. શરદપુનમની રાત્રે તો તે તેનું વર્ણન ન થઇ શકે એવી ઓપતી હતી. આવી હતી પાટણની સમૃદ્ધિ ! આવા નરબંકા હતા તેના નગરજનો ! Page #290 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २६७ (પ) નામે સણો આંખેડાણો પાટણ એક મહાનનગર હતું. પાટણ-પત્તન શબ્દનો અર્થ જ મોટું નગર એવો થાય છે.આ નગરનો ઘણો વિસ્તાર હતો. દરેક ચીજવસ્તુ વેચવાનાં બજારો પણ જુદાં જુદાં હતાં. એ યુગમાં પાટણ એક જોવાલાયક શહેર ગણાતું હતું. અન્ય પ્રદેશોના લોકો પરસ્પર પૂછતાં, “ભાઈ! તમે પાટણ જોયું છે ?' જેણે આ મહાનગર પાટણ જોયું હોય બે બડભાગી ગણાતો ! - પ્રાચીન સાહિત્યમાં પાટણનું અનેરું વર્ણન વાંચવા મળે છે. આ વર્ણન ઉપરથી પાટણની ભવ્યતાનો આછો-પાતળો ખ્યાલ આવે છે. આવા પાટણની વસ્તી કેટલી ? પાટણમાં રહેતા નગરજનોની સંખ્યા કેટલી ? આ પ્રશ્નના જવાબમાં પંડિત ષભદાસજીએ પોતાના એક કાવ્ય કુમારપાળ રાજાનો રાસ” માં એક ઘટના વર્ણવી છે. એક વખત એક ચારણ સ્ત્રી પોતાના પતિ સાથે પાટણ શહેર જોવા આવેલાં (આજે ઘણા લોકો મુંબઇ શહેર જોવા જાય છે તેમજ હશે ?) આ ચારણ પતિ-પત્નિ વિશાળ પાટણમાં આવેલાં જોવાલાયક સ્થળો જોતાં જોતાં અને જગ્યાઓની મુલાકાતો લેતાં લેતાં સાંજ પડી અંધારું થઈ ગયું. કવિના જ શબ્દોમાં કહીએ તો નરસમુદ્ર જેવા પાટણમાં પતિ-પત્નિ છૂટાં પડી ગયાં. ચારણ બાઈ બાહોશ હતી. તેણે પોતાના ધણીની ઘણી શોધખોળ કરી. ઘણાં બજારોમાં ફરી પણ પોતાના પતિનો પત્તો લાગ્યો નહીં, | કવિ જણાવે છે કે બાહોશ ચારણ સ્ત્રી હિમ્મત કરી પાટણ નગરીની બહાર ઉધાનમાં રાજા પાસે જઈને રાડ નાખી કે, “રાજન ! મારા ધણીથી હું વિખુટી પડી ગઈ છું. માટે મને મારો ધણી મેળવી આપો.” - રાજાએ બાઈની વાત વિગતથી સાંભળી આશ્વાસન આપતાં કહ્યું, “બહેન, તારા પતિનું નામ શું છે ?' ચારણ બાઈએ શરમાતાં કહ્યું તેનું નામ 'રાણો છે. રાજાએ મનમાં વિચાર્યું, આવા રાણા' નામના તો ઘણા માણસો હોઈ શકે. એટલે રાજાએ ફરી ચારણીને તેના વિખુટા પડેલા પતિની, ઉડીને આંખે વળગે એવી કોઈ ચોક્કસ નિશાની આપવા જણાવ્યું. “મારો પતિ નામે રાણો છે ને જમણી આંખે કાણો છે,” ચારણ સ્ત્રીએ સ્પષ્ટ સંકેત આપતાં જણાવ્યું. આ નામ અને નિશાની ઉપરથી રાજાએ સમગ્ર પાટણ નગરમાં રાજસેવકો દ્વારા પડહ વગડાવ્યો (ઢંઢેરો પીટાવ્યો) કે “નામે રાણા અને જમણી આંખે કાણા હોય એવા લોકો સવારે દરબારમાં હાજર થાય.” વહેલી સવારથી જ ધીમે ધીમે જમણી આંખે કાણા અને જેમાં નામ રાણા છે એવા માણસો રાજદબરમાં આવવા માંડ્યા. કવિશ્રી એમ જણાવે છે કે, આવા લોકોની સંખ્યા ૯૯૯ થઇ. રાજાએ Page #291 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પેલી ચારણી સ્ત્રીને તેમાંથી તેના પતિને ઓળખી લેવા જણાવ્યું. વાર્તાની પરાકાષ્ઠા તો એ છે કે બધાના આશ્ચર્ય વચ્ચે ચારણ સ્ત્રી બોલી ઉઠી કે એકત્ર થયેલા ૯૯૯ કાણા રાણામાં તેનો પતિ ન હતો. એટલે રાજાએ ફરી ઢંઢેરો પીટાવ્યો અને બીજા પ્રયત્ન તે મળી ગયો. વીર વનરાજ ચાવડાએ વસાવેલા પાટણની જનસંખ્યા કેટલી વિશાળ હશે, તેની આ ઉદાહરણ પરથી કલ્પના જ કરવી રહી! આવું ધન્યનગર પાટણ હતું, જેમાં લક્ષ્મી પણ લેખા વિનાની હતી! (૬) ધન્ય ધરા પાટણની! “પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે” આ વિધાન કરનાર મહાકવિ નાનાલાલ દલપતરામ હતા. બીજા કોઇ નગરને નહિ પણ પાટણ અને માત્ર “પાટણ” ને જ ઇતિહાસનો મહાશબ્દ કહી કવિ નાનાલાલે આપણા પાટણનું બહુમાન કર્યું છે. આ જ રીતે ગુજરાતી સાહિત્યના બેતાજ બાદશાહ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણ નગરને બિરદાવતાં, એનું સન્માન કરતાં અને એનું ગૌરવ કરતાં લખ્યું છે કે, “પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ માન્યું છે” પાટણના કેટલાક રાજવીઓ, કેટલીક સામ્રાજ્ઞીઓ, શ્રેષ્ઠીઓ, કલાકારો, વિદ્યાધરો, વારાંગનાઓ, વહેપારીઓ, મહામાત્યો, આચાર્યો તો મહાન હતાં જ, આ બધાં પાત્રોનું ગૌરવ વધારતું અને એમનાં પરાક્રમો રજૂ કરતું અઢળક સાહિત્ય રચાયું છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી ધુમકેતુ, શ્રી મોહનલાલ બાભાઇદાસ પટેલ, શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, શ્રી મોહનલાલ ધામી, શ્રી મડીયા, શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને બીજા અનેક સાહિત્યકારોએ ચાવડાવંશ, સોલંકીવંશ અને વાઘેલા વંશને કેન્દ્રમાં રાખીને તેનાં પાત્રો અને ઘટનાઓ, ઉપર નવલકથાઓ તથા નવલિકાઓ, નાટકો તેમજ સંશોધન લખી પાટણનું ગૌરવ વધાર્યું છે. પરંતુ પાટણની ધરતી પર એવી પણ ઘટનાઓ ઘટી છે અને પાટણના ઇતિહાસમાં એવી ઘટનાઓ નોંધાઈ છે જે વાંચીને કે સાંભળીને બોલાઇ જાય છે ધન્ય ધરા પાટણની ! આ ઘટના છે સોલંકીવંશના બાર રાજાઓ પૈકી છ રાજાઓએ સ્વેચ્છાએ કરેલી ગાદીત્યાગી (૧) મૂળરાજ ૧ લો સોલંકીવંશનો સ્થાપક પાટણની ગાદી પર આવનાર પ્રથમ રાજા હતો પોતાના મામા અને ચાવડા વંશના છેલ્લા નબળા રાજા સામંતસિંહને મારી મૂળરાજે ગાદી કબજે કર્યાની ઇતિહાસમાં નોંધ છે. પંચાવન વર્ષ સુધી રાજ્ય કર્યા પછી વિ.સં. ૧૦૫૩માં પોતાના પુત્ર - ચામુંડરાજનો રાજ્યાભિષેક કરી મૂળરાજ શ્રી સ્થળ (સિધ્ધપુર) આવી સરસ્વતીના કિનારે રહી શેષ જીવન ઇશ્વરસ્મરણમાં ગાળ્યું. સોલંકીવંશનો સ્થાપક જેમ ગાદી મેળવવા સમર્થ નીવડ્યો, એ જ રીતે Page #292 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૯ રાજગાદી છોડવા પણ એટલો જ ત્યાગી પૂરવાર થયો. (૨) સોલંકી રાજવી ચામુંડરાજે ૧૩ વર્ષ રાજ્ય કર્યું અને પિતાના પગલે ચાલી સ્વેચ્છાએ ગાદી પોતાના પુત્ર દુર્લભરાજને સોંપી મોક્ષના માર્ગે શુકલતીર્થમાં રહી બાકીનું જીવન વ્યતિત કર્યું. (૩) સોલંકી વંશના ત્રીજા રાજવી દુર્લભરાજે ૧૧ વર્ષ ૬ માસ રાજ્ય કર્યું. ઉત્તરાવસ્થામાં પોતાના ભાઇના પુત્ર ભીમદેવ ૧ લા નો રાજ્યાભિષેક કરી પોતે શ્રેયનો માર્ગ પકડ્યો અને કાશીમાં નિવાસ કરી અંતિમ દિવસો પૂરા કર્યા. (૪) ભીમદેવ ૧ લો ભારે પરાક્રમી હતો. ૪૨ વર્ષ રાજ્ય કર્યું. ભીમદેવે પોતાના આત્માના ઉધ્ધાર માટે વૃધ્ધાવસ્થા થતાં રાજગાદી સ્વેચ્છાએ ત્યાગ કરી પોતાના પુત્ર ક્ષેમરાજને ગાદી સોંપવા ઇચ્છા વ્યકત કરી. ક્ષેમરાજ તો પિતા ભીમદેવ કરતાંય સવાયો નીકળ્યો. ગાદી મેળવીને છોડવી એના કરતાં ગાદી સ્વીકારવી જ નહીં એ શું ખોટું ? ક્ષેમરાજે ગાદી સ્વીકારવા સ્પષ્ટ ના પાડી, ધન્ય છે આવા પિતાપુત્રને! (૫) ક્ષેમરાજે ગાદી સ્વીકારવા ના પાડતાં ભીમદેવ મહારાજાએ કર્ણનો રાજ્યાભિષેક કર્યો. પ્રબંધકાર નોંધે છે કે ક્ષેમરાજે પણ પિતાના અનુગામી બની સસ્તવતી નદીના કિનારે દધિસ્થી (સિધ્ધપુર પાસેનું હાલનું દેથળી) ગામે ઉગ્ર તપશ્ચર્યા કરી જીવન સાર્થક કર્યું. . () સોલંકી વંશના છઠ્ઠા રાજવી કવિ ૧ લા એ વિ.સં. ૧૧૨૦ થી ૧૧૫૦ એમ ત્રીશ વર્ષ રાજ કર્યું. ત્રીસ વર્ષ સુધી રાજ્ય કર્યા પછી કદવે પણ પોતાના વડવાઓની ઉજ્જવળ પરંપરા મુજબ સં. ૧૧૫૦ના પોષ વદ ૩ ને શનિવારના રોજ પોતાના ત્રણ જ વર્ષના પુત્ર સિધ્ધરાજ જયસિંહને રાજ્યગાદીએ બેસાડવો. પ્રેયનો માર્ગ છોડી કણદવે શ્રેયનો માર્ગ સ્વીકાર્યો. આમ એણે પણ સ્વેચ્છાએ રાજ્યગાદી ત્યાગી. ' જે સમયમાં દિલ્હીની ગાદી કબજે કરવા મુસ્લીમ સમ્રાટ ભાઇ-ભાઇનું, પુત્ર-પિતાનું ખૂન કરી લોહી વહેવડાવતા હતા એ કાળમાં પાટણની આ ધરતી પર રાજાઓ મુગટધારી મટી કંથાધારી બની રહ્યા હતા. સોલંકીઓનો આ રાજ્યસંન્યાસ પાટણની રાજ્યલક્ષ્મી કરતાં ઘણો ચડે એવો છે. કવિ નાનાલાલ પડકાર કરી પૂછે કે, “જગતનો કોઈ રાજવંશ પાટણના સોલંકીવંશની પડખે આવી ઊભો રહી શકે એમ છે ખરો ?” સિંહાસનના મોહ કોણે કોણે ત્યાગા છે? રાજા ભર્તુહરિએ, રાજા ગોપીચંદે અને ઇંગ્લેન્ડના ડયુક ઓફ વિન્ડસરે, આ તો ઇતિહાસમાં બનેલા છૂટા છૂટા બનાવો. પરંતુ પાટણની ધરતી પર રાજ્ય કરતા ત્રણસો વર્ષના સોલંકીવંશના શાસન દરમ્યાન છ છ રાજવીઓનો ગાદી ત્યાગ એ તો દુનિયાના ઇતિહાસમાં અપૂર્વ ઘટના ગણાય ! સોલંકીવંશના સમ્રાટો જેવા રાજેશ્વરીઓ હતા એવા તપેશ્વરીઓ પણ પૂરવાર થયા ! જગતના ઇતિહાસમાં આ મહાન ઘટનાની જોઇએ એવી નોંધ લેવાઇ નથી. રાજાનું મૃત્યુ કાંતો Page #293 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २७० રણમેદાનમાં થાય અથવા રાજશધ્યા ઉપર જ થાય. પરંતુ ઉત્તરાવસ્થામાં દશરથ રાજાએ માત્ર ધોળાવાળ જોતાં અયોધ્યાની ગાદી રામને સોંપવાનો નિર્ણય કર્યો હતો એ વાતને મૂર્ત સ્વરૂપ આપતા આપણા સોલંકીવંશના આ ગાદીત્યાગ કરનાર રાજવીઓના ત્યાગનો મહિમા જગતના લોકો સમક્ષ મૂકવામાં આવ્યો નથી. વૃધ્ધાવસ્થામાં સંન્યાસ્તાશ્રય જેવી ચોથી અવસ્થા સ્વીકારી વીતરાગી બની દેહાધ્યાસ છોડી ઇશ્વર આરાધના-માર્ગે રાજાઓ વળે એ આપણી પાટણ ભૂમિનો જ પ્રતાપ ગણાય. ધન્ય ધરા પાટણની ! પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાએ પોતાનું રાજ્ય પોતાના ગુરૂ શ્રી શીલગુણસૂરિને અર્પણ કરવા તૈયારી બતાવી હતી. એ જ રીતે કુમારપાળ મહારાજાએ પણ પાટણનું સામ્રાજ્ય કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યને અર્પણ કરવા તૈયારી બતાવી હતી. પરંતુ વીતરાગી એવા જૈન આચાર્યોએ તે સ્વીકારવા ના પાડી હતી અને ધર્માનુસાર રાજ્યવહીવટ ચલાવવા ઉપદેશ આપ્યો હતો. આમ ત્યાગની ભાવની પાટણના રાજવીઓમાં મૂળથી જ હતી ! વરસ્તુપાળ-તેજપાળની સાડાબાર તીર્થયાત્રાઓ વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતના ઇતિહાસમાં સાચે જ સૂર્ય અને ચંદ્રની માફક ચમકે છે. તેઓ સર્વગુણસંપન્ન હતા. તેઓ ચતુર હતા, બુધ્ધિવાન હતા, બહાદુર હતા અને ખૂબજ ધાર્મિક પણ હતા. એક વખત ગુરુના મુખેથી તીર્થયાત્રાનું મહાત્મ સાંભળી વસ્તુપાળ-તેજપાળે સપરિવાર યાત્રા કરવા નિર્ણય કર્યો. પ્રાચીન સાહિત્યમાં તેમણે સાડાબાર યાત્રાઓ કરી હોવાનું નોંધાયું છે. એમાં સંવત ૧૨૭૩નાં અને સંવત ૧૨૮૫માં કાઢેલ સંઘોનું વર્ણન શબ્દોમાં કરવું અહીં મુશ્કેલ છે. એ જમાનામાં મોટરો કે રેલ્વે ગાડીઓ નહોતી. સંઘમાં જોડાયેલા યાત્રિકો તો પગપાળા જ ચાલે. પણ તેમના માટે ખાવાપીવાની ચીજવસ્તુઓ ખેંચવા માટે માત્ર પ્રાણીઓ જ હતાં. એક પ્રાચીન ગ્રંથમાં આ મંત્રીઓએ કરેલ યાત્રામાં જોડાયેલ યાત્રિકો, સાધુઓ, પ્રાણીઓ કેટલીક સંખ્યામાં હતાં તેની નોંધ ખરેખર વાંચવા જેવી છે, જે નીચે મુજબ છે. વર્ણન સં. ૧૨૭૩ ની યાત્રા સં. ૧૨૮૫ ની યાત્રા વેલ-રથ ૫૫૦૦ ૪૦૦ શીધરામ પાલખી મહેતા ૨૯% ૫૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ ભટ્ટ ડોળી યુગે યુગે પાટણની પ્રભુતા ૨૭૧ ઘોડા : " ૪૦ ૪000 • બળદ ૨00 ઊંટ ૧૮૦૦ જૈનગાયકો ४८४ ૪૫૦ ભાટચારણો ૩૩૦૦ ૩૩૦૦ અન્યધર્મી ૩૩૦૦ ૩૩૦૦ ૭% આચાર્ય ૩0 ૭% દિગંબર સાધુ ૧૧૦૦ ૧૧૦૦ શ્વેતાંબર સાધુ : ૨૧૦૦ ૨૨૩૨ ગાડાં ૧૫૦૦ ૪૫૦૦ ૧000 ૧૮૦૦ દાંતનાં સિંહાસન ૩૩૦૦ સાગનાં સિંહાસન ૧૨૦૦ ૧૨૦૦ સંઘવી કુલ માણસ ૭,૦૦,૦૦૦ (સાત લાખ) ૭,૦૦,૦૦૦ (સાત લાખ) કુલ ખર્ચ ૩૩,૧૪,૧૮,૮૦૦. ૨૯,૮૦,૨૦,૯૦૭ તીર્થયાત્રામાં સાથે પાણીનાં તળાવ રાખ્યાનું લખ્યું છે તે ટાંકીઓ તથા ૫ખાલી જેવું હશે ? યાત્રાએ જઈને ત્યાં તથા બીજાં ઘણાં સ્થળોએ બંધાવેલાં જિનાલયો, ધર્મશાળાઓ, જળાશયો . વગેરેનાં વિસ્તૃત વર્ણન સુકૃત સંકીર્તન, પ્રબંધચતુર્વિશતિ, રાસ વગેરેમાં છે. તેમણે કુલ ૧૩૦૪ જિનાલયો, ૩૦૨ શિવમંદિરો તેમજ ૬૪ મજીદો પણ બંધાવી હતી. સવા લાખ જિનબિંબ ભરાવ્યાં હતાં તથા અઢાર લાખ પુસ્તકો લખાવ્યાં હતાં. વસ્તુપાળની પાસે અઢળક સંપત્તિ હતી. પોતાના નોકર ચાકર તથા કુટુંબનું રોજનું ખર્ચ એક લાખનું હતું. વધુમાં દરરોજ એક લાખનું ગુપ્તદાન કરતા. વસ્તુપાળને વીર, ઉદાર, ગંભીર, સર્વજનપાલક, સરસ્વતી, ધર્મપુત્ર જેવાં ૨૪ બીરુદો હતાં. આ સં. ૧૨૯૮માં જ્યારે ૧૩મી વાર શત્રુજ્ય જવા નીકળ્યા ત્યારે રસ્તામાં અંકેવાળીયા ગામમાં તેમનું મરણ થયું. આ યાત્રા અધૂરી રહેવાથી તેમની સાડાબાર યાત્રા ગણાય છે. સં. ૧૩૦૮માં તેજપાળનું પણ મૃત્યુ થાય છે.આમ આવા મહાપુરુષોના ચરણરજથી પાટણની ધરતી ધન્ય બની છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (4) લાંછન २७२ પાટણની રાજગાદી પર ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલો થયો. સારંગદેવના ભત્રીજા આ કર્ણદેવે માત્ર ત્રણ જ વર્ષ રાજ્ય કર્યું. વિ.સં. ૧૨૫૩માં એ ગાદીએ બેઠો અને સં. ૧૩૫૬માં તો તેનું પતન થયું. એના પતનની ઘટના મેરુતુંગાચાર્યે ‘વિચારશ્રેણી’ નામના ગ્રંથમાં આલેખી છે. કરણ વાઘેલાએ માત્ર ત્રણ વર્ષ સુધી જ રાજ્ય કર્યું હતું. વળી એની કોઇ મોટી સિધ્ધિઓ પણ નથી. છતાં ગુજરાતી સાહિત્યમાં એના ઉપર ઘણી નવલકથાઓ લખાઇ છે. કારણ કે ગુજરાતનો એ છેલ્લો હિન્દુરાજા હતો. વળી એના પતનથી પાટણનું પણ પતન થયું. પાટણ રાજધાની મટી માત્ર દિલ્હીના શહેનશાહના સુબાઓનું વહીવટી કેન્દ્ર જ બની ગયું. કર્ણ વાઘેલાના અંતથી પાટણના યુગનો પણ અંત આવ્યો. પાટણની જાહોજલાલી પણ અસ્ત પામી. પાટણનો સર્વનાશ થયો એમ કહીએ તો પણ ચાલે. પાટણના સર્વનાશની લાંછનભરી ઘટના વિવિધ ગ્રંથોમાં વિવિધ રીતે લખાયેલી છે. ગુજરાતી સાહિત્યમાં ‘કરણઘેલો’ એ નામની પ્રથમ નવલકથા નંદશંકર તુળજાશંકર મહેતાએ લખી છે અને છેલ્લી નવલકથા શ્રી મોહનલાલ પટેલે ‘લાંછન’ નામથી પ્રસિધ્ધ કરી છે. આ સિવાય શ્રી કનૈયાલાલ મુનશી તેમજ બીજા સાહિત્યકારોએ પણ કર્ણ વાઘેલા પર ઘણું લખ્યું છે. • પ્રાચીન સાહિત્યમાં જણાવ્યા મુજબ કર્ણદેવ વાઘેલો એક વહેમી અને ભીરુ રાજા હતો. કર્ણદેવનો મહામાત્ય માધવ હતો. તે ઘણો જ કાબેલ, મુત્સદી અને સ્વાભિમાની નાગર બ્રાહ્મણ હતો. કર્ણ વાઘેલો દુર્વ્યસની, વિષયી અને જુલમી રાજા હોવાનું નોંધાયું છે. પ્રબંધોમાં જણાવ્યા મુજબ તે દરરોજ રાત્રે વછનાગ નામનું ઝેર ખાતો હતો. ઉઘાડી તલવાર હાથમાં રાખી તે ફરતો હતો. તેના રસોઇઆ તેનાથી ડરીને કે કર્ણદેવના વહેમના કારણે લાંબી કડછીથી તેને ભોજન પીરસતા હતા. ‘મુસલમાનોને ગુજરાતમાં લાવીશ ત્યારે જ પાટણનું અન્ન ખાઇશ’' એમ મહામાત્ય માધવે એકાએક એક દિવસ પ્રતિજ્ઞા કરી . માધવ પ્રધાનને આવી પ્રતિજ્ઞા કેમ લેવી પડી તે અંગે બે ત્રણ કથાઓ પ્રચલિત છે. એક વાત એવી છે કે, કર્ણ વાઘેલાએ સત્તાના મદમાં માધવનું ઘોર અપમાન કર્યું હતું. બીજી વાત એવી છે કે, રાજાએ માધવ મંત્રીના ભાઇ કેશવને મારી નાખી તેની પત્નીનું હરણ કર્યું હતું. જ્યારે ભાટચારણો કેશવની પત્નીના બદલે ખુદ માધવની પત્નીનું હરણ કર્યાનું કહે છે. નેણસીની ખ્યાતમાં મંત્રી માધવની પુત્રીનું હરણ કર્યાનું જણાવ્યું છે. આમ કારણ ગમે તે હોય પણ મહામાત્ય માધવ કર્ણ વાઘેલાથી નારાંજ થઇ દિલ્હી પહોંચ્યો અને બાદશાહ અલ્લાઉદ્દીનને પાટણ ઉપર ચઢાઇ કરવા સમજાવ્યો. વસ્તુપાળ જેવા ચતુર મંત્રીએ દિલ્હીના બાદશાહ સાથે મૈત્રી કરી ગુજરાતને આક્રમણથી Page #296 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભયમુક્ત કર્યું હતું. જ્યારે માધવ મંત્રીએ પાટણનો સર્વનાશ કરવા ગુજરાત પર ચઢાઇ કરવાનું લાંછનરૂપ કામ કર્યું. २७३ વિ.સં. ૧૩૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીનાભાઇ ઉલુધખાને લશ્કર લઇ ગુજરાત પર ચઢાઇ કરી. માધવમંત્રી મુસલમાન લશ્કરને દોરવણી આપી માર્ગ બતાવતો હતો. પરંતુ માર્ગમાં ઘણા અવરોધો હતા. જાલોરના કાન્હડદેએ મુસલમાન લશ્કરને પોતાના રાજ્યમાંથી પસાર થવા દેવા સ્પષ્ટ ના પાડી, ત્યારે મેવાડના રાજવી રાવળ સમોરાસિએ મેવાડમાંથી લશ્કરને જવા માર્ગ મોકળો કરી આપ્યો. આગળ જતાં મોડાસાના બત્તડ નામના ઠાકોરે લશ્કરને રોકી સામનો કર્યો, પણ યુધ્ધમાં તે મરાયો. મુસલમાન લશ્કર આગળ વધી ધાણધાર (પાલનપુર-મહેસાણા પ્રદેશ) પ્રદેશમાં પ્રવેશ્યું અને છેવટે લશ્કરે પાટણના કિલ્લાને ઘેર્યો. પદ્મપુરાણની અંતર્ગત ગણાતો ધર્મારણ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, “નાગર પ્રધાન માધવે મુસલમાનોને નોંતરી ગુજરાતનો નાશ કરાવ્યો. ગ્રંથ વધુમાં જણાવે છે કે, પ્રતાપશાળી રાજા કર્ણદેવ રાજ્યાસન પર બેઠો. તેનો ગુણ વગરનો, દુષ્ટ માધવ નામનો પ્રધાન હતો. તે દેશદ્રોહી, દુષ્ટાત્મા, અધમકુળનો અને ક્ષત્રિય કુળનો નાશ કરાવનાર તથા મ્લેચ્છોનું રાજ્ય ગુજરાતમાં સ્થાપન કરાવનાર હતો'' દેશદ્રોહી માધવે ઉલુધખાનના લશ્કરને પાટણમાં પ્રવેશવાનો ગુપ્ત માર્ગ બતાવ્યો. કર્ણદેવના અગાઉના રાજવી સારંગદેવના વખતથી માધવમંત્રી પાટણના પ્રધાન તરીકે હતો, તેથી ગુપ્ત માર્ગોથી વાકેફ હોય જ ! સમુદ્ર જેવું ઉલુધખાનનું લશ્કર પાટણમાં ઘોડાપૂરની માફક પ્રવેશ્યું. પાટણ લૂંટાયું. પાટણના ભંડારો લૂંટાયા. પાટણ પડીને પાદર થયું. ગઢમાં ભરાયેલો પાટણનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ નાસી છૂટ્યો અને દક્ષિણમાં ખાનદેશમાં ભરાયો. કર્ણની રાણી કૌલાદેવી પકડાઇ ગઇ. તેને દિલ્હી મોકલવામાં આવી. પાછળથી તેની પુત્રી દેવળદેવી પણ પકડાઇ ગઇ. તેને પણ દિલ્હી ભેગી કરવામાં આવી. સમય જતાં બાદશાહના શાહજાદા ખિંજરખાન સાથે દેવળદેવીનાં લગ્ન કરવામાં આવ્યાં. પ્રાચીન ગ્રંથોમાં લખાયેલી કરુણ કથની મુજબ મુસલમાન સૈન્યે પાટણનો રાજભંડાર લૂંટચો. મંદિરોનો વિધ્વંશ કર્યો. મુસલમાનોએ મંદિરો તોડાવી મસ્જીદો બનાવી. ઉલુધખાન પાટણમાં થાણું સ્થાપી પોતાનું લશ્કર લઇ આગળ વધ્યો. પાટણથી મોંઢેરા, અસાવળ, ધોળકા, ખંભાત, સુરત, રાંદેર વગેરે ગામો લૂંટી લશ્કર સોરઠમાં પ્રવેશ્યું. ઉલુધખાને સોમનાથ મંદિર તોડ્યું. ભગવાન સોમનાથના શિવલિંગને ઉખાડી નાંખી ગાડામાં નાંખી દિલ્હી લઇ જઇ ચૂનાની ભઠ્ઠીમાં નાંખી પીસી નાંખ્યું હોવાનું કહેવાય છે. સોમનાથની અઢળક સંપત્તિ લૂંટી ગયો. મુસલમાન લશ્કરનો ઘણા રાજાઓ સામનો કરી વીરગતિ પામ્યા. કર્ણ વાઘેલો પણ વગડામાં રઝળી રાંક માણસની માફક મૃત્યુ પામ્યો. વીર વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં સ્થાપેલ રાજ્યનો સંવત ૧૩૫૬માં એક હિન્દુ રાજ્ય તરીકેનો અંત આવ્યો. Page #297 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૭૪ ભારતનું મહાન માતૃગયાતીર્થસિધ્ધપુર પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સિધ્ધપુર ઐતિહાસિક નગર તરીકે જેટલું જાણીતું છે એના કરતાં અનેક ઘણું એ તીર્થ તરીકે વધુ પ્રસિધ્ધ શહેર છે. “માતૃતીર્થ” અર્થાત માતાનું શ્રાદ્ધ કરવાનું પવિત્ર સ્થળ અને વિખ્યાત રૂદ્રમહાલય'ના આકર્ષણે સિધ્ધપુર શહેર સારાય ભારતમાં વધુ જાણીતું બન્યું છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદથી દિલ્હી જતી રેલ્વે લાઇન પર પાટણ જિલ્લાનું આ પ્રાચીન નગર છે. પિતૃઋણમાંથી મુકત થવા ‘ગયા શ્રાદ્ધ' જેમ મહત્વ ધરાવે છે. તેટલું જ મહત્વ માતૃઋણ અદા કરવા માટે પુરાણકારોએ સિધ્ધપુર નગર સૂચવ્યું છે. | ગુજરાતનાં નગરોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતું સિધ્ધપુર ૨૩.૫૦ ઉત્તર અક્ષાંસ અને ૭૩, પૂર્વ રેખાંસ ઉપર આવેલું આ નગર પ્રાચીન સરસ્વતીના ઉપવાસમાં સરસ્વતી જેવી પવિત્ર નદીના કિનારે વસેલું છે. સિધ્ધપુર સમુદ્રતલથી (એમ.એસ.એલ.) ૪૩૬ ફૂટની ઉંચાઈએ આવેલું છે. શહેરની આબોહવા ઉનાળા-શિયાળામાં વિષમ હોય છે. ઉનાળામાં ઉષ્ણતામાન ૧૧૦° ફે. અને શિયાળામાં ૭૦° સે.થી પણ ઓછું થઈ જાય છે. વરસાદ ઘણો ઓછો ૧૫ થી ૨૦ ઇંચ જેટલો પડે છે. શ્રીસ્થળ:- પ્રાચીન કાળમાં આ નગર “શ્રીસ્થળ તરીકે ઓળખાતું. પ્રાચીન પૌરાણિક કથાઓ, આખ્યાયિકાઓમાં શ્રીસ્થળનું અનેરુ મહાસ્ય વાર્ણવેલું છે. સમુદ્રમંથન સમયે બહાર આવેલાં શ્રી લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુ સાથે પાણીગ્રહણ કર્યા બાદ આ સ્થળનું સૌંદર્ય જોઇ અહીં કાયમ રહેવાની ઇચ્છા વિષ્ણુ આગળ દર્શાવી. આથી ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજી (શ્રી) માટે જે નગર બાંધ્યું તે જ આ “શ્રીસ્થળ' (૧) સરસ્વતી પુરાણ (૨) શ્રી સ્થળ પ્રકાશ (૩) શ્રી સરસ્વતી મહાત્મય (૪) સ્કંદ પુરાણ વગેરે પ્રાચીન ગ્રંથોમાં શ્રી સ્થળનો ઉલ્લેખ વાંચવા મળે છે. આ ગ્રંથોમાં શ્રી સ્થળમાં સ્નાન, દાન, તર્પણ, પિંડદાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું જણાવ્યું છે. વળી ‘નાગરખંડ'માં પણ શ્રીસ્થળનો ઉલ્લેખ વાંચવા મળે છે. આમ વિવિધ ઐતિહાસિક ગ્રંથો પરથી જાણવા મળે છે કે શ્રીસ્થળ” સાતમાઆઠમા સૈકામાં પણ જાણીતું નગર હતું. ઐતિહાસિક નોંધો:- ઐતિહાસિક દષ્ટિએ આ નગરનો સૌથી પ્રથમ ઉલ્લેખ આલ્બરૂની નામના પ્રવાસીઓએ પોતાની પ્રવાસ નોંધમાં કર્યો છે. વળી સોલંકી સમ્રાટ મૂળરાજના સંવત ૧૦૪૩ના દાનપત્રમાંથી આ “શ્રીસ્થળ” નો વિશ્વનીય અને સત્તાવાર ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પોતાના વિખ્યાત ઉદ્દયાશ્રય” મહાકાવ્યમાં શ્રીસ્થળને વિદ્વાનોના નિવાસસ્થાન” તરીકે વર્ણવેલું છે. (જુઓ સર્ગ ૬, શ્લોક ૧૦૦) આ સિવાય જૈન આચાર્ય અભયતિલકગણિએ ૧૩૧૨માં રચાયેલ ટીકામાં શ્રીસ્થળને સિધ્ધપુર તરીકે જણાવ્યું છે. હમ્મીરમદમદન” નામના નાટકમાં આ Page #298 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૭૫ નગરનો ઉલ્લેખ છે. જેમાં પ્રાચીન સરસ્વતી અને રૂદ્રમહાલયની ખાસ નોંધ છે. શ્રી મેરૂતુંગાચાર્ય સં. ૧૩૬૧માં રચેલ 'પ્રબંધચિંતામણિ' નામના ગ્રંથમાં પણ શ્રીસ્થળને ‘શ્રીનગર” તરીકે ઓળખાવ્યું છે. અંગ્રેજ લેખક ડૉ. ફાર્બસે પોતાના વિખ્યાત રાસમાળા' નામના ગ્રંથને આ શ્રીસ્થળનું નામ ‘સિધ્ધપુર” નામ સિદ્ધરાજે પોતાના નામ ઉપરથી રાખ્યું હોવાનું જણાવ્યું છે. ચૌદમા સૈકા પછી તો અનેક ગ્રંથોમાં આ પવિત્ર નગરનો ઉલ્લેખ વાંચવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી આ નગરનાં બે વખત પધાર્યા હતા અને બિંદુ સરોવર પર મુકામ કર્યો હોવાનું શ્રી વલ્લભાચરિત્ર માં દર્શાવેલું છે. આ સિવાય શ્રી વેદવ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત પુરાણમાં માતા દેવહુતિ અને કપિલનો સંવાદ બિન્દુ સરોવર પર થયાનું વાંચવા મળે છે. પાટણના આખ્યાનકાર ભાલણના ‘દશમસ્કંધ” કવિ ભીમ રચિત હરિલીલાષોડશકલા'તથા ‘ઇન્દુત માં સિધ્ધપુરનો ઉલ્લેખ જોવા મળે છે. આમ સિધ્ધપુર અંગેના અનેક ઉલ્લેખો સંસ્કૃત તેમજ ગુજરાતી ગ્રંથોમાંથી મળે છે. જેના આધારે સિધ્ધપુર નગરની પ્રાચીનતા એક મહાતીર્થ તરીકે ઇ.સ. ના છઠ્ઠા સૈકાથી આઠમા સૈકા સુધી લઇ જઇ શકાય તેમ છે. ' સિધ્ધપુરમાં વિખ્યાત સ્થળો - સિધ્ધપુરને જુદા જુદા પ્રાચીન ગ્રંથોમાં (૧) શ્રી સ્થળ (૨) સિધ્ધક્ષેત્ર (૩) સિધ્ધપદ (૪) સિધ્ધગણ એવાં વિવિધ નામોથી નવાજ્યું છે. પવિત્ર સરસ્વતી નદી અને સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કપિલ મુનીએ પોતાની માતા દેવહુતિને આપેલ જ્ઞાન જે કપિલગીતા' તરીકે જાણીતો છે એને લીધે વધુ જાણીતું છે. કાર્તકી પૂનમનો મેળો - વિ.સં. ૧૩૩ર માં આચાર્ય શ્રેમકીર્તિએ રચેલ ગ્રંથમાં લખ્યું છે કે, આનંદપુરના (હાલનું વડનગર) લોકો શરદઋતુમાં પ્રાચીન વહિની સરસ્વતીના કિનારે જઇને ‘સંખડી- ઉજાણી' (ઉધાન વિહાર) કરતા હતા. આજે ભરાતો કાર્તિક સુદ પુનમના મેળાનો આ પ્રાચીન ઉલ્લેખ જણાય છે. તીર્થો અને મંદિરો :- (૧) સરસ્વતીપુરાણ (૨) સરસ્વતી મહાત્મય (૩) શ્રી સ્થળ પ્રકાશ વગેરે ગ્રંથો દ્વારા આ નગરમાં (અ) પ્રાચીન સરસ્વતી અને (બ) બિંદુ સરોવર આ બે મુખ્યતીર્થો ઉપરાંત અનેક તીર્થોની નોંધ જોવા મળે છે. સુર્યકુંડ, બ્રહ્મકુંડ, બિંદુતીર્થ, અલ્પાતીર્થ, કેદારેશ્વર, લક્ષ્મીજી, શીતલાદેવી, વારાહી, કાલિકા, દુર્ગા, અલક્ષગણેશ, બ્રહ્માંડેશ્વર, સિદ્ધેશ્વર કુંભકુક્ષી, વટેશ્વર, કપિલાશ્રમ, બિંદુ સરોવર વાલખિલેશ્વર, પ્રાચીનેશ્વર, અલ્પાતીર્થ, કેદારેશ્વર જેવા સેંકડો તીર્થોનો ઉલ્લેખ છે. જૈન મંદિરો - બ્રાહ્મણ ધર્મનાં મંદિરો સિવાય સિદ્ધપુરમાં કેટલાંક વિખ્યાત જૈન ચેત્યો પણ હતાં. એવુ ઐતિહાસિક પ્રબંધો પરથી જાણવા મળે છે. સિધ્ધરાજે સિદ્ધપુરમાં ચાર મોટા જિન પ્રતિમાયુકત સિધ્ધપુર વિહાર બનાવ્યો હોવાનો ઉલ્લેખ કુમારપાળ પ્રતિબોધમાં જણાવ્યું છે. આ સિવાય સિદ્ધરાજે ‘સુવિધીનાથ પ્રાસાદ” મહાવીર Page #299 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જિનમંદિર બનાવ્યાના ઉલ્લેખો પણ છે. મંત્રી આલિંગે રૂદ્રમાળ જેવો જ ‘રાજવિહાર’ નામનો ભવ્યાતિભવ્ય ચતુર્મુખ વાળો જૈનચૈત્ય બનાવ્યો હતો. જે આજના રાજપુર ગામ પાસે હોવા સંભવ છે. જૈનોનો આ રાજવિહાર રાણકપુરના જિનાલયની અનુકૃતિ સમાન હતું. આ ઉપરાંત ચૈત્યપરિપાટી મુજબ સિધ્ધપુરમાં (૧) નેમિનાથ (૨) વર્ધમાન (૩) પાર્શ્વનાથ (૪) ચંદ્રપ્રભ (૫) ચિંતામણી પાર્શ્વનાથ (૬) રાજવિહાર વગેરે ભવ્ય જિનાલયો હોવાનો ઉલ્લેખ મળે છે. २७९ : રૂદ્રમહાલય :- ઐતિહાસિક દૃષ્ટિએ આજનું સિધ્ધપુર રૂદ્રમહાલયથી વધુ જાણીતું છે. મૂળરાજે પોતાના જીવનકાળમાં રૂદ્રમાળનું બાંધકામ શરૂ કરેલ છે. જે સિધ્ધરાજે પૂર્ણ કર્યું હોવાનું પ્રચલિત છે. રૂદ્રમાળની પ્રશસ્તિ કવિવર શ્રીપાળે રચેલી સહસ્રલિંગ સરોવર અને રૂદ્રમાળ એ સિઘ્ધરાજના બે મહાન ઐતિહાસીક સ્થાપત્યો હતાં. મૂળરાજે સં. ૧૦૦૦માં રૂદ્રમાળનો પ્રારંભ કર્યો અને સંવત ૧૨૦૨ના માઘ કૃષ્ણ પક્ષ ૧૪ ને સોમવારે સિધ્ધરાજે રૂદ્રમાળ પુરો કર્યો અને ભગવાન રૂદ્ર-શિવની સ્થાપના કરી. રૂદ્રમાળમાં ૧૬૦૦ સ્તંભો હતા. હિરા, મોતી અને માણેકથી જડેલી અઢાર હજાર મૂર્તિઓ હતી. સવા લાખ કોતરેલી જાળીઓ હતી. સિધ્ધરાજે ચૌદ કરોડ મહોરો ખર્ચી હતી. મેરૂપર્વત જેમ રૂદ્રમાળ સોને મઢળ્યો હતો. ચાર દિશામાં ચાર દ્વાર હતાં. રૂદ્રમાળનો ભંગ :- સં. ૧૩૫૬માં અલ્લાઉદાનતા લશ્કરે પાટણ ભાગ્યું. રૂદ્રમાળનો ભંગ પણ પ્રથમ અલ્વાઉઘાનના લશ્કરે કરેલો. મુસ્લિમો મૂર્તિભંજકો હતા. સોમનાથના વંશ વખતે રૂદ્રમાળનો પણ ભંગ થયેલો જેમ્સ બર્જેસ રૂદ્રમાળનો ભંગ અલ્વાઉધાના સુબા ઉલુઘખાને સંવત ૧૩૫૩-૫૪માં કર્યો હોવાનું જણાવે છે. સિધ્ધપુરના પ્રભવક પુરુષો સિધ્ધપુર એ વિદ્વાનોનું નિવાસ સ્થાન હતું. સિધ્ધપુરમાં પાશુપતસંપ્રદાયના આચાર્યો રહેતા હતા. અહલ્યાબાઇ હોલ્કરે પુત્ર પ્રાપ્તિ માટે સિધ્ધપુરમાં આવી કાર્તક સુદ પૂર્ણિમાએ કેવળપુરી નામના અવધૂતયોગીની પંચાંગપૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા એમનો મઠ સ્થાપેલ. કપિલદેવ :- સાંખ્યશાસ્રના મહાન આચાર્ય હતા. બર્બરક બાબરા ભૂત નામથી લોકકથાનો જાણીતો અનાર્ય જાતિનો સંચાર મંત્રવિધાનો જાણકાર હતો. એનો ત્રાસ વધવાથી સિધ્ધરાજે દ્વંદ્વ યુધ્ધમાં હરાવી કબજે કરેલ. કવિ ભીમ :- પાટણના કવિવર ભાલણના શિષ્ય કવિ ભીમે ‘“હરિલીલાષોડશકલા’’રચેલું છે. ગોપીનાથાચાર્ય, ભાનુચંદ્ર, વેદાગરાવ, બૌધાયન, ઉપેન્દ્ર શર્મા, અસાઇસ ઠાકર, લલ્લુરામ ઉર્ફે પ્રેમદાસજી, પુરુષોત્તમ સારંગધર ઠાકર, શ્રી પ્રહલાદજી કિશનચંદ, શ્રી અંબાશંકર શુક્લ, શ્રી જયદત્ત શાસ્ત્રીજી વગેરે અક્ષરના આરાધકોના નામ ધ્રુવના નારા જેવા ચમકે છે. મહર્ષિ દેવશંકર બાપા :- અરવડેશ્વર મહાદેવમાં તપ કરી ભૂમિને પવિત્ર કરનાર શ્રી ગુરુ મહારાજ હમણા જ દેવ થઇ ગયાં. Page #300 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા આમ સિધ્ધપુર બ્રાહ્મણો અને વહોરાઓ (જે મૂળમાં બ્રાહ્મણો જ હતા) ની વસ્તીનું નગર છે. ઇત્તર નાની મોટી કોમો પણ આજે ત્યાં વસે છે. २७७ આજના સિધ્ધપુરમાં વોરાની હવેલીઓ જોવા જેવી છે. શાળાઓ, કોલેજો અને માર્કેડયાર્ડથી ધમધમતું નગર સિધ્ધપુર અર્વાચીન કાળમાં તેના વિખ્યાત સ્મશાન ‘મુક્તિધામ’ થી પણ વધુ પ્રકાશમાં આવ્યું છે. ફક્ત એક રૂપિયાના ટોકન ચાર્જમાં સરસ્વતી નદીના પવિત્ર કિનારે સિધ્ધપુર અને આજુબાજુના ગામડાનાં મૃતદેહોને અગ્નિસંસ્કારની ઉત્તમ વ્યવસ્થા મુક્તિધામમાં કરવામાં આવેલી છે. સિધ્ધપુરની નગરપાલિકાએ ‘“વિરાસત યાત્રા’” ‘“હેરિટેજ વોક’’ નો માર્ગ નવો નકશો પ્રસિધ્ધ કરી પ્રવાસીઓને ઉત્તમ સગવડ પુરી પાડી છે. પ્રવાસન વર્ષમાં એક વખત સિધ્ધપુરનો પ્રવાસ કરવા જેવો છે. સમુદ્રનું આચમન કરનાર અગસ્ત્ય ઋષિ પણ સિદ્ધરાજના આ સરોવર (સહસ્રલિંગ)નું પાન કરવાને સમર્થ નથી, તેથી યશોભંગ થવાના કારણે વિંધ્યાચલ વધવા માંડે એવું ખોટું બહાનું કાઢી આ સરોવરની પાસે પણ આવતા નથી. (સુકૃતસંકીર્તન) આ નગરની સ્ત્રીઓની ચાતુરીથી હારી સરસ્વતી દેવી જડતા ધારણ કરી નદીરૂપે અહીં વહન કરે છે અને મહરાજ સિદ્ધરાજે ખોદાવેલ તુંબડાના આકારનું સહસ્રલિંગ સરોવર તેજાણે સરસ્વતીએ ફેંકી દીધેલી. વીણા છે ત્યાંનો કીર્તિસ્તંભ તે જાણે વીણાનો ઉચ્ચ દંડ હોય તેમ જણાય છે અને તે સરોવરના તટ ઉપર ઉગેલા નાના છોડાવાઓ તે જાણે વીણાના તારો હોય તેમ લાગે છે. (ગ્રંથિલાચાર્ય જયમંગલસૂરિ) Page #301 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (6) ૧. ( ૨૭૮ CBSE HE 9), પાપ અને 1413 ગામ દેલમાલના પ્રાચીન મંદિરમાં બિરાજતા લીમ્બચમાતા Page #302 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૭૯ ૬૪ ૧૧ મી સદીનું દેલમાલનું લીમ્બોજ મંદિર પી.બી. ભાટકર ભરતભાઈ રાવલ (પાટણ જિલ્લા માહિતી કચેરી) પાટણ જિલ્લો અને તેની ભવ્ય શિલ્પ-સ્થાપત્ય વિરાસતના કારણે પ્રવાસનના વિકાસની ભરપુર સંભાવનાઓ ધરાવે છે. અણહિલવાડ પાટણના સોલંકી રાજ્યાશનના માદરે વતન અને હૃદય સ્થાન ગણાતા અણહિલવાડમાં ભવ્યાતિભવ્ય સ્થાપત્યોની મોજુદગી આ બાબતની પૃષ્ટિ આપે છે. જિલ્લાના અનેકાનેક સ્થાપત્ય સંકુલોમાં ચાણસ્મા તાલુકાના પ્રાચીન દેલમાલ ગામનું લીમ્બોજ માતાનું નિજમંદિર અને મંદિર પરિસર શોભતા અન્ય મંદિરો અણહિલવાડ પંથકની આ વિરલ વિરાસતની ગવાહી આપે છે. લીમ્બોજ માતાનું મંદિર ૧૯૫૮ના પ્રાચીન-સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો પૈકીનું એક એવું સુરક્ષિણ સંકુલ છે. આ શિલ્પ-પ્રચુર મંદિર ૧૧ મી સદીમાં નિર્માણ કરાયેલું છે. એક સહસ્ર વર્ષ પુરાણા આ સંકુલની સ્થાપત્ય અને શિલ્પકળા સોલંકીયુગમાં નિર્માણ કરાયેલા અન્ય સંકુલો સાથે સામ્યતા ધરાવે છે. કલાત્મક કીર્તિતોરણથી શોભતું લીમ્બોજ મૈયા મંદિર ગર્ભગૃહ-સભામંડપથી શોભાયમાન છે. નિજમંદિરમાં શ્રી લીમ્બોજ મૈયાની શ્યામરંગી પ્રતિમા બિરાજમાન થાય છે. ચૈત્રસુદ સાતમ (વેણુસાતમ) ના દિવસે માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. આ દિવસે શુકન જોવાય છે. ગ્રામ નૈવેધ અને માતાજીના રથનું ગ્રામ-પરિભ્રમણ જેવા ઉત્સવો યોજાય છે. જ્યાં સુધી નિજમંદિરની સ્થાપત્ય કળાનો સંબંધ છે, આ શિલ્પ-સંપદા સાચા અર્થમાં બેનમુન છે. મંદિરના ફરતે નૃત્યાંગનાઓ, દિગ્પાતિ, અપ્સરાઓ, ત્રિમૂર્તિ, દુર્ગા, ચામુંડા, મહિષાસુર મર્દિની, મહેશ્વરી-વિષ્ણુની મૂર્તિઓ સહિત માનવજીવનની સહજતાઓને આવિસ્તૃત કરતાં બારીક શિલ્પો આ મંદિરની શોભાને અભિવૃિદ્ધ કરી રહ્યા છે. મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ, વિષ્ણુનાં નાનાં મંદિરો આરૂઢ છે. મંદિર પરિસરમાં વરંડાની દિવાલો પર આરૂઢ કરાયેલો પાળિયાઓ અને તેના નીચે અંકિત કરાયેલી નોંધોના આધારે કહી શકાય કે શ્રી લીમ્બોજ માતાનું આ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે. સમયના અવિશ્રાંત વ્હેણમાં ક્યારેક ક્ષતિગ્રસ્ત બનેલા આ મંદિરનું ગાયકવાડી રાજવી શ્રી દામાજીરાવ ગાયકવાડે ૧૯ મી સદીમાં નવિનીકરણ કરાવ્યું હતું. દેલમાલ ગામના પાદરમાં આજથી પાંચેક વર્ષ પૂર્વે ઘણા ભગ્ન શિલ્પ સ્થાપત્યો જ્યાં ત્યાં રઝળી રહ્યા હતા, આ અવશેષોને ભેગા કરી તેનું અલાયદું મ્યુઝીયમ બનાવવાનું શ્રેય રેવન્યું અધિકારી અને તે સમયના ચાણસ્માના મામલતદારશ્રી જેસાભાઇ ચૌધરીના ફાળે જાય છે. આ કર્મઠ અને દૃષ્ટિસંપન્ન અધિકારીએ અંગત રસ અને ચીવટ જાળવી મંદિર સંકુલ નજીક મ્યુઝીયમ નિર્માણ કર્યું છે. જેનો સુંદર રખરખાવ થાય છે અને માતાજીના દર્શનાર્થે અને શિલ્પવારસાની ઝાંખી માટે આવતા પ્રવાસીઓ મુલાકાતીઓ આ સ્થળની મુલાકાત પણ લે છે. સંગ્રહાલયમાં વિવિધ અવશેષોને ખૂબ Page #303 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા २८० કલાત્મક રીતે ડીસપ્લે કરવામાં આવ્યા છે. તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી જે.ડી. ભાડે પણ આ કક્ષની મુલાકાત લીધી હતી. માહિતી બ્યુરોની ટીમે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે અત્રેની વ્યવસ્થાપક મીતાબેન ગિરિશભાઇ જ્યેષ્ઠીએ જણાવ્યું કે, લીમ્બોજ માતાના કંદોરિયાઓમાં આલ અને ભુભડીયા શાખના રબારીઓ મોઢ બ્રાહ્મણો, વાળંદ સહિત અન્ય કામોનો સમાવેશ થાય છે. વડાવલી, થરા વગેરે ગામોના શાહ, ગાંધી અને દોશી પરિવારોના જૈનો પણ લીમ્બોજ માતાના કંદોરિયા ગણાય છે. દેલમાલ ગામે જૈનો અને અન્ય શ્રધ્ધાળુઓ દ્વારા ધર્મશાળાઓ પણ નિર્માણ કરી છે. મીતાબેન જ્યેષ્ઠીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દેલમાનું મ્યુઝીયમ સંવત ૨૦૬૦ ના ચૈત્ર સુદ સાતમે શરૂ કરાયું હતું. જે શિલ્પ-સ્થાપત્ય અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પુરાતત્ત્વ ખાતા દ્વારા સંકુલની દેખરેખ માટે ઓનલુકરની વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણ જિલ્લાના આ સંકુલને પ્રવાસન વર્ષની ઉજવણી દરમિયાન ખાસ અગ્રતા આપવાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયું છે. પાટણ જિલ્લાના ટેબ્લો અને પ્રવાસનને લગતા પુસ્તકમાં પણ દેલમાને કવરેજ અપાયું છે. આ અગાઉ જિલ્લા માહિતી કચેરી દ્વારા દેલમાલ પર ઝરૂખો તૈયાર કરાયો હતો. પ્રવાસ વર્ષ દરમિયાન દેલમાલ ગામે એક જાજરમાન કાર્યક્રમ યોજવાનું પણ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયું છે.આ સંજોગોમાં ઐતિહાસિક દેલમાન લાઇમ-લાઇટ થઇ શકશે. દેલમાલના ઐતિહાસિક લીમ્બોજ માતા મંદિર અને તેના ઇતિહાસ સાથે દેલમાલના જ્યેષ્ઠી બ્રાહ્મણોની આગવી વિરાસત પણ જોડાયેલી છે. આજના દિવસે દેલમાલમાં જ્યેષ્ઠી બ્રાહ્મણોનો મોટો વસવાટ છે. એક કાળે જ્યેષ્ઠી બ્રાહ્મણો કુસ્તી વિદ્યામાં ખુબ માહેર ગણાતા હતા. ખુબ બળુકા અને તાકાતવર કુસ્તીબાજોએ વીરતાના અનેક પરાક્રમો દ્વારા રાજ્ય આખાનું ધ્યાન ખેંચ્યું હતું. આજના દિવસે મંદિર નજીક અખાડાનું સંકુલ આ હકીકતને સાબિત કરે છે. આમ અનેકવિધ આયામો સાથે દેલમાલનું આ સ્થાનક ખુબ વિખ્યાત છે. દેલમાલમાં ઉત્તરાભિમુખી હનુમાનજીની જગ્યા પણ ખુબ વિખ્યાત છે. તળાવની પાળ પર શોભાયમાન બજરંગબલિના સ્થાનકમાં હનુમાનજીની આદમ કદની પ્રતિમા ભાવિકોને ભાવવિભોર બનાવે છે. આમ પાટણ જિલ્લાનું આ પ્રસિધ્ધ ગામ તેની વિરાસતને કારણે ઊડીને આંખે વળધે એવું આકર્ષણ છે. સાચ્ચેજ....! (માહિતી બ્યુરો પાટણ જિલ્લા માહિતી ખાતાના સૌજન્યથી) Page #304 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮૧ ગામ દેલમાલનું પ્રાચીન લીંબચમાતાનું મંદિર Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ યુગે યુગે પાટણની પ્રભુતા ૬૫ સિધ્ધરાજે વસાવેલ ગામ ઝીંઝુવાડાનાં સ્મારકો પી.બી. ભાટકર ભરતભાઈ રાવલ (પાટણ જિલ્લા માહિતી કચેરી) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ ગણાતા સોલંકીકાળની સ્થાપના ઇ.સ. ૯૪રમાં થઈ હતી. દક્ષિણ રાજસ્થાનથી શરૂ થઈને સમસ્ત ગુજરાતમાં આ સોલંકી સત્તા સ્થપાઈ હતી. કચ્છના રણની દક્ષિણમાં અને અમદાવાદથી ૧૩૦ કિ.મી.ના અંતરે આવેલું ઝીંઝુવાડા એ આ સોલંકી યુગનો કિલ્લો ધરાવતું શહેર છે. ઝીંઝુવાડાના કિલ્લા અને શહેર વિશે ઘણી દંતકથાઓ છે. એક દંતકથા અનુસાર સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહનો જન્મ અહીં થયો હતો. એવું પણ કહેવાય છે કે, સિદ્ધરાજની માતા મિનળદેવીને નજીકમાં વસતા સંતે આશીર્વાદ આપ્યા હતા. ઝીંઝુવાડાનો કિલ્લો અને એના દરવાજા મુસ્લિમો આવતાં પહેલાંના હિંદુ કિલ્લા સ્થાપત્યનાં ભવ્ય ઉદાહરણો છે. ઝીંઝુવાડાનો કિલ્લો ૧૧મી સદીમાં બનેલો છે અને તે સોલંકી રાજાઓના રાજ્યનો છેવાડાનો કિલ્લો હતો. સોલંકી રાજાઓના મંત્રી ઉદા મંત્રીના ઉલ્લેખો આ કિલ્લાની દીવાલો પર છે. સોલંકી વંશની શરૂઆતથી જ મંદિર સ્થાપત્ય તેની ચરમસીમાએ પહોંચ્યું હતું. સોલંકી યુગના સિદ્ધપુરમાં આવેલું મહાન મંદિર રૂદ્રમહાલય વિખ્યાત છે. આ ઉપરાંત તોરણો પણ સોલંકી સ્થાપત્યની ઓળખ છે કે જેમાં વડનગરનાં તોરણનો સમાવેશ થાય છે. ઝીંઝુવાડાના મહત્વ વિશે ભારતીય કળાના વિદ્વાન આનંદ કે. કુમારસ્વામી કહે છે કે, મધ્ય યુગના શહેરના ભાગો ડભોઇ અને ઝીંઝુવાડામાં સૌથી સારી રીતે બચીને રહ્યા છે. ડભોઇ વડોદરા પાસે છે અને ઝીંઝુવાડા કચ્છના રણની નજીકમાં છે. ઇ.સ.૧૧૦ની આસપાસ આ બંને શહેરોને મજુબત કિલ્લાની દીવાલોથી બનાવવામાં આવ્યા હતા. ઝીંઝુવાડાના કિલ્લાની દીવાલો પર સુંદર શિલ્પો પણ છે.” હિંદુ સ્થાપત્યના ઉદાહરણ સમા આ ઝીંઝુવાડાનાં સ્મારકોમાં રાજેશ્વરી માતાનું મંદિર, દક્ષિણ અથવા રાક્ષસ દરવાજો, જીન દરવાજો, મડાપુર દરવાજે, દોઢિયો દરવાજો, ધામાં દરવાજો વગેરે અગત્યના છે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ રાજપૂતો શક્તિપૂજક એટલે કે દેવીપૂજકો હતા અને રાજેશ્વરી માતાનું મંદિર કિલ્લાના જે ખૂણા પર આવેલું છે તે ખૂબ કાળજીથી પસંદ કરેલુ સ્થાન છે. જોકે, કિલ્લાની રચના અને બાંધકામ છેક સિંધુતટની સંસ્કૃતિથી ચાલ્યું આવે છે. કિલ્લો એટલે દુર્ગ કઈ રીતે બનાવવો તે અંગેના ઘણા ગ્રંથો હિંદુ સ્થાપત્યમાં લખાયેલા હતા-જયપૃચ્છા, સમરાંગણ, સૂત્રધાર, - અપરાજિત પૃચ્છા, વાસ્તુરાજવલ્લભ, વાસ્તુમંડન, વાસ્તુમંજરી, અગત્ય વાસ્તુશાસ્ત્ર, મમતવિગેરે આનાં ઉદાહરણો છે અને એ સૂચવે છે કે સ્થાપત્યનું શાસ્ત્ર કઈ ઊંચાઈએ પહોંચી ચૂક્યું હશે. Page #306 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮૩ જુદા જુદા પ્રકારનાં સ્થાપત્યો માટે જુદા જુદા ગ્રંથો રહેતા. કિલ્લાની ફરતે કરવાની ખાઇ વિશે -કૌટિલ્ય કહે છે કે, ૧૪, ૧૨ કે ૧૦ દંડ પહોળી અને વિસ્તારથી પોણા કે અડધા ભાગની કે પછી ત્રીજા ભાગની ઊંડાઇવાળી તેમજ તળિયે પાણાની ભોંવાળી ને પડખલાની ભીંતો પથ્થર ને ઇંટથી ઉભારેલ અને જળથી ભરેલી નાળવાળી, કમલ અને ગ્રાહ-મગરના વસવાટવાળી હોવી જોઇએ.' જોકે, ઝીઝુવાડાના બધાય દરવાજાઓમાંથી સૌથી સારી રીતે સચવાયેલો મડદાપુરનો દરવાજો છે. શિલ્પોથી ભરચક આ દરવાજો ડભોઇની યાદ અપાવે છે. ડભોઇનો હીરા દરવાજો દૈવી શિલ્પોથી ખચિત છે. આ ઉપરાંત ઝીંઝુવાડામાં સમર વાવ અને સિંહસર તળાવ સોલંકી સ્થાપત્યનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. સેંકડો વર્ષો જૂની વાવો બનાવવાની પદ્ધતિના પુરાવા જેવી આ સમર વાવ સ્થાપત્યનું ભવ્ય ઉદાહરણ છે. સિંહસર તળાવના પગથિયા અને તેમાં આવેલાં શિલ્પો પાટણના સહસ્ત્રલિંગ તળવાની યાદ આપે છે. ઝીંઝુવાડાનું રાજેશ્વરી માતાનું મંદિર ‘મારુગૂર્જર' શૈલીમાં બનેલું છે. આ શૈલીમાં સ્થાપત્ય પોતે એક શિલ્પોની શોભાયાત્રા બની રહે છે. ડભોઇના હીરા દરવાજાની બાજુમાં આવેલું માતાજીનું મંદિર પણ આ જ શૈલીમાં બનેલું છે. જોકે, ઝીંઝુવાડાનાં મોટા ભાગના શિલ્પો નાશ પામ્યાં છે અને ધરતીકંપમાં દરવાજાઓને પણ વધુ નુકશાન થયેલું છે. હિંદુ સ્થાપત્યના બેનમૂન ઉદાહરણ સમાન આ ઝીંઝુવાડાના કિલ્લાની દીવાલ, દરવાજાઓ અને મંદિર અત્યંત કાળજીભરી માવજત માગે છે અને આ જવાબદારી સરકારની છે. (પાટણ જિલ્લા માહિતી કચેરીના સૌજન્યથી) ATT ગામ ઝીંઝુવાડા તા. સમી, જી. મહેસાણાનો કલાત્મક દરવાજો Page #307 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા :૮૪ સહસ્રલિંગ સરોવર ડૉ. રમણલાલ ના. મહેતા ગુજરાતનાં સુપ્રસિદ્ધ તળાવોમાં જૂનાગઢનું સુદર્શન, વડનગરનું શર્મિષ્ઠા અને અણહિલવાડ પાટણનું સહસ્ત્રલિંગ વગેરે ગણાવાય. ચૌલુક્ય અથવા સોલંકીઓની રાજધાની અણહિલવાડ પાટણમાં હતી. તેની પાસે વહેતી સરસ્વતી નદીમાં બારેમાસ પાણી વહેતું હોવા બાબત શંકા છે. સરસ્વતી પાસે સહસ્ત્રલિંગ તળાવ (ચિત્ર ૧) બાંધવામાં આવ્યું હતું. રાજધાનીનું તળાવ હોવાને કારણે અણહિલવાડ પાટણમાં પ્રવૃત્તિ કરનાર ઘણા સાહિત્યકારોએ તેના ઉલ્લેખો કર્યા હોય એ સ્વાભાવિક છે. આવા ઉલ્લેખોમાં સર્વ પ્રથમ ઉલ્લેખ દ્વયાશ્રય કાવ્યના લેખક જૈન આચાર્ય હેમચંદ્રનો છે. પ્રબંધચિંતામણિના લેખક મેરૂતુંગના જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજના દરબારી કવિ શ્રીપાલે સહલિંગની પ્રશસ્તિ લખી હતી. સોમેશ્વરે કીર્તિકૌમુદીમાં સહસ્ત્રલિંગ તળાવનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. તે આ તળાવનો બાલચંદ્રસૂરિએ વસંતવિલાસમાં “વલય” તરીકે ઉલ્લેખ કર્યો છે. સમરરાસુમાં તેને પૃથ્વીનું કુંડળ કહ્યું છે. પ્રબંધ ચિંતામણિની રાજશેખરની ટીકામાં તેને જયમંગલસૂરિના શ્લોકને આધારે વીણાના તુંબડાની અને તોરણને દંડની ઉપમા આપી છે. પાટણના આ લેખકો દરબારીઓ કે જૈન સાધુઓ હતા અને તેથી તેમનાં વર્ણનો ઉપલક દષ્ટિએ થયાં હોય એ સ્વાભાવિક છે. સહસ્ત્રલિંગ તળાવ અને તેની પ2ના તીર્થો : આ 2 સ્વતી નદી ૦ જ is the છે વિધ્યો * છે. ' 1. (M૧print Aટ ' ' પિંsaોય . પાણીનો નિકાલ 'મહવન , મહાબલિને જ /ળની વાવ રાજગી. यस्मिन्सरो हरोपेन्द्रप्रासादैः परितश्चितम्॥ आमुत्कमौकिकं भूमेर्भात्येकमिव कुण्डलम् ॥ १-७२ ।। Page #308 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮૫ • સહસ્ત્રલિંગ તળાવ પરનો એક લેખ પાટણના વિજલકુવા વિસ્તારમાં છે. શૈવમંદિરમાંના એ લેખનું વાચન પાટણ નિવાસી વિદ્વાન શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ કર્યું હતું. તે લેખમાં ૭૬-૭૭૭૯ અને ૮૦માં શ્લોક વંચાય એવા છે. તેમાં ૭૯માં શ્લોકમાં : “...તા ન મથર્ણ ત્રિશાપોવ તત: सा पूरयामास सरः सिद्धेशकारितं" જેવો ઉલ્લેખ હોવાનું જણાવે છે. તેથી સમજાય છે કે સિધરાજ, સિદ્ધનરેન્દ્ર, સિદ્ધરાજ જેવા નામાભિધાનવાળા રાજવીએ સરોવર તૈયાર કરાવ્યું. આ લેખના લેખકનું નામ આપ્યું નથી તેથી આ લેખ શ્રીપાલનો છે કે કેમ એ પ્રશ્નનો નિવેડો આવતો નથી. - સદ્ભાગ્યે પાટણમાં પૌરાણિકોની પ્રાચીન પરંપરા ચાલુ હતી. આ પરંપરામાં સરસ્વતીપુરાણ બીજા બધા લિખિત સાહિત્યની સરખામણીમાં વધુ સ્પષ્ટ અને સુરેખ ચિત્ર સહસલિંગ તળાવ માટે સાચવ્યું છે, એમ ત્યાંના પુરાવસ્તુના પુરાવાઓને આધારે જણાય છે. સહસલિંગ તળાવ પર આચાર્ય વલ્લભાચાર્ય પધાર્યા હતા તે પરથી તળાવ સારી હાલતમાં હોવાનું સમજાય છે. સહસલિંગ તળવાની સારી સ્થિતિ ૩૧ જાન્યુઆરી ૧૫૬૧ સુધી હોવાનો પુરાવો આઇ-ને-અકબરીએ સાચવ્યો છે. આ દિવસે સહસ્ત્રલિંગ તળાવમાં હોડીમાં ફરી આવ્યા પછી બહેરામખાનનું ખૂન થયાની નોંધ છે. સત્તરમી સદીના મકબરા તથા તળાવ પર થયેલાં નવાં કામો જોતાં તળાવ થોડે ઘણે અંશે સચવાયું હોવાની કલ્પના થઇ શકે. - સહસ્ત્રલિંગ તળાવ તરફ પરદેશી મુસાફરોનું લક્ષ દોરાયું હતું. તેની કર્નલ ટૉડે સારી નોંધ લીધી છે અને જેમ્સ બર્જેસે તેની હકીકતોનો કેટલોક ઉલ્લેખ કર્યો છે. ૧૯મી સદીથી શરૂ થયેલી પ્રાચીન સ્થળની નોંધ લેવાની અને તેનો ઇતિહાસ આલેખવાની પદ્ધતિના બે કથાઓને આધારે પરંપરા તથા ઇતિહાસ આલેખવાનો પ્રયત્ન હોય છે. બીજો પ્રવાહ લેખો, પ્રચલિત કથાઓ વગેરેને પ્રાચીન અવશેષો સમેત તપાસીને તેને બળે અતીતનું દર્શન કરવાનો હોય છે. આ પ્રવાહો પૈકી પ્રથમ પ્રવાહાનુસાર કનૈયાલાલ દવે, કનૈયાલાલ મુનશીએ પ્રયત્ન કર્યો. જ્યારે બીજા પ્રવાહાનુસાર રામલાલ ચુનીલાલ મોદી, હીરાનંદ શાસ્ત્રી, અનંત ગદ્રના પ્રયાસો હતા. એ પરંપરામાં આ પ્રયત્ન કર્યો છે. બન્ને પ્રવૃત્તિઓથી સહસ્ત્રલિંગ તળાવ માટેની માહિતી વધતી હતી. શ્રી રામલાલ મોદીનો પ્રયાસ સારો હતો, પરંતુ તેમની સાધનસામગ્રી જોતાં, તથા તેમની પ્રવૃત્તિઓ લક્ષમાં રાખતાં એ પ્રયાસ પ્રશંસનીય પરંતુ ઘણા સુધારાવધારાને પાત્ર હતો. - સહસલિંગ તળાવનું ઉત્પલન કરવાનો વિચાર ૧૯૧૬ થી ચાલુ હતો, પરંતુ તેને ૧૯૩૬માં હીરાનંદ શાસ્ત્રીએ અમલમાં આપ્યો. આ કાર્ય ઘણાં વર્ષો સુધી ચાલુ રહ્યું. હીરાનંદ શાસ્ત્રીએ પોતાને અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે પરંતુ ત્યારબાદ થયેલું કામ અપ્રસિદ્ધ હાલતમાં છે. ઉત્પનલનને પરિણામે સરસ્વતીથી સહસ્ત્રલિંગમાં પાણી લાવવાની પરવાળો, વચ્ચેના કુપો, તળાવમાં પાણી દાખલ કરવાનાં ગરનાળાં, તળાવની પાળ, ઘાટ, તથા મંદિરના અવશેષો, પૂલો વગેરે મળી આવ્યાં છે. આ અવશેષોનું અર્થઘટન કરવના પ્રયત્નો થયા છે. રામલાલ ચુનીલાલ મોદીએ એક નકશો Page #309 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮૬ આલેખ્યો છે. તેમાં દર્શાવેલા સરસ્વતીના બે પ્રવાહો, તળાવનો ઘાટ, તથા તેના અર્થઘટનમાં ઘણી ક્ષતિઓ રહેલી હોઇ તે દૂર કરવાના પ્રયત્નની જરૂર હતી. ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ કેટલાંક ઉખલનનાં વર્ણનો કર્યા છે. તેમને સરસ્વતીપુરાણની ખબર હોય એમ તેમની વિંધ્યવાસિની દેવીના મંદિરની કલ્પના પરથી લાગે છે. શ્રી ગદ્દેએ રૂદ્રકૂપ વ્યવસ્થિત રીતે ઓળખ્યો હતો પણ તેમણે વધુ પ્રયત્ન કર્યો નહીં. આ પૂર્વજોના પ્રયત્નો પ્રશંસનીય પરંતુ પૂર્તિ માગતા હતા. પાટણમાં ૧૯૭૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તથા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા થયેલાં ઉત્પનના વખતે મળતા સમય દરમિયાન સહસલિંગ તળાવનું સંશોધન કરવાનો પ્રયત્ન લેખક તથા તેના સહકાર્યકર્તાઓ ડૉ. સી.માર્ગબંધુ, ડૉ. કમરઅલી મોમીન, વસંત પારેખ, શ્રી નવીન ખત્રી, શ્રી નાયક, પ્રમોદ ત્રિવેદી, ડૉ. સોનાવણે, વગેરેએ કર્યો. તેથી જે માહિતી મળી છે તે તે અત્રે રજૂ કરી છે. સ્થળ : સહસલિંગ તળાવ ઉપર જણાવ્યું તે પ્રમાણે હાલના પાટણના વાયવ્ય ખૂણા પર, રાજગઢીના ટેકરાની પાસે, સરસ્વતી નદી અને રાજગઢીની વચ્ચે આવેલું છે. આ તળાવની મોટી પાળો તેના અસ્તિત્વની મૂક સાક્ષી પૂરે છે. આ પાળો કાલપ્રવાહમાં ઘણી ધોવાઈ ગઈ છે અને માણસોએ તેને ઘણે ઠેકાણે તોડી નાખી છે. માણસોએ તળાવને નુકશાન કર્યું છે તેનાં બે સ્વરૂપો છે. નુકસાન: તળાવ પર માણસોએ વેરેલા વિનાશનાં બે દશ્યો સ્પષ્ટ થાય છે. પ્રથમ દશ્ય જૂનું છે. તેમાં આ તળાવ પરનાં મંદિરો, સત્રો આદિનો વિનાશ ગણાવાય. જૂની ઇમારતોનો કાટમાલ અહીં ઠેરઠેર પડ્યો છે. ઘણો કાટમાળ મૂળ ઉપયોગ કરતાં તદ્દન વિકૃત રીતે વપરાયેલો દેખાય . ઘણો કાટમાલ તોડીફોડીને કોઈ ઉપયોગ માટે નવેસરથી ઘડવાનો પ્રયત્ન થયો હતો અને ઘણો કાટમાલ નવા પાટણમાં ઊંચકી જવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિને લીધે પાટણના જૈન તેમ જ સનાતની પરંપરાના લેખકોએ કરેલાં વર્ણનવાળી પરિસ્થિતિ પૈકી ઘણી ફેરવાઇ ગઇ, પરંતુ ઘણા અવશેષો સચવાયા છે. અહીં ચાલતા વિનાશનું બીજું સ્વરૂપ નવું છે. આ વખતે નવાં સાધનોને બળે સસ્તો કાટમાલ મેળવવા માટે ખોદી કઢાતી ઇંટો, નાશ પામતા દટાયેલા અવશેષો જતાં તે પ્રવૃત્તિ માત્ર ધનલાલસાપ્રેરિત, સંસ્કારનાં તમામ તત્વોને નેવે મૂકીને ચાલતી હોવાનું સ્પષ્ટ થાય છે. જૂના અવશેષો પર હળ ચલાવી, બુલડોઝર દ્વારા જમીન સપાટ કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે અને આવે છે. આજનાં ઘણા કામો માટે જોઇતો કાટમાલ ખોદી કાઢીને જે ઝડપથી નાશની પ્રવૃત્તિ ચાલે છે તે જોતાં પાટણ પાદર થવાની ગતિ આજના જમાનામાં જેટલી વેગવંત છે તેટલી ભૂતકાળમાં કયારેય ન હતી એમ માનવાને કારણ મળે છે. જૂની મૂર્તિઓ, મંદિરના અવશેષોનો હથોડા ચલાવીને જે રીતે નાશ કરવામાં આવે છે તેની સરખામણી કરતાં પ્રાચીન જમાનાના મૂર્તિભંજકો પણ પોતાના વારસદારોના કામ માટે ગૌરવ અનુભવી પોતાના કામની શુદ્ધિકતા જોઈને શરમથી ઝૂકી જાય એવું દશ્ય જોવા મળે છે. આ મૂર્તિ ભંજકોના નવા વારસદારો, બૃતપરસ્તોના વંશજો છે એમ જ્યારે ખબર પડે Page #310 -------------------------------------------------------------------------- ________________ २७ યુગે યુગે પાટણની પ્રભુતા . ત્યારે એ મૂર્તિઓના ઘડવૈયાઓ અને પ્રેરણાદાતાની શ્રી અને સંસ્કૃતિ પર કળશ ચઢાવે છે. કુદરતી વિનાશ: કુદરતી વિનાશનાં, અહીં વરસાદ અને પવનથી ઊડતી રેત એ બે કારણો સ્પષ્ટ રીતે કામ કરતાં દેખાય છે. પાટણમાં સહસલિંગ તળવાની પાળો પર ફરતાં તથા રાણીનો મહેલ જે બકસ્થાન પર છે તે જતાં ત્યાં પાણીના પહેલા ધોવા અને કોતરો પરથી વહેતાં પાણી દ્વારા થતો વિનાશ નજરે પડે છે. આ રીતે પ્રાચીન તળવાની પાળ ધોવાઈ જાય છે. ખાન સરોવર પર પણ આવું દશ્ય નજરે પડે છે. . સરસ્વતી નદીના કિનારા પર જોતાં સત્તરમી સદીના ગણાય એવા અવશેષો પર ઘણી રેત ચઢી ગઈ છે. કેટલીક જગ્યાએ તેની જાડાઈ એક મીટર કરતાં વધુ છે. આ જૂના અવશેષો જે જમીન પર બંધાયા તે જમીન આજે દટાઈ ગઈ છે અને તેથી આજના ભૂપૃષ્ટમાં, અને ત્રણેક સદી પહેલાના ભૂપૃષ્ટમાં કેટલાક ફેરફારો થયાનું સમજાય છે. સત્તરમી સદીના તળાવની બહારના અવશેષો પર રેત ચઢી ગઇ છે. તો તળાવને પણ તેણે બાકી રાખ્યું નથી. જે તળાવને કિનારે બહેરામખાનનું ૧૫૬૧માં ખૂન થયું હતું તે કિનારાને પણ તે પૂરી દીધો હતો. તેની પર ચઢી ગયેલી આશરે ચાર-પાંચ મિટર રેતી ઘણી વાતો બતાવે છે. તેણે સહસ્ત્રલિંગ તળાવનું ક્ષેત્ર પૂરી દીધું તેની પાણી ધારણ કરવાની ક્ષમતાનો નાશ કર્યો અને તેમાં આજનાં ખેતરો જોવામાં આવે છે. સંરક્ષણના પ્રયત્નો : ઉપર પાણના માનવીઓએ સહસ્ત્રલિંગના નાશ માટે આદરેલા અને ચાલુ રાખેલા પુરૂષાર્થની કેટલીક હકીકતો આપી છે, તેથી અહીં માત્ર પ્રલયનું તાંડવ જ ચાલુ રહ્યું છે એમ માનવાને કારણ નથી. સહસ્ત્રલિંગ તળાવને જીવંત રાખવાના પ્રયત્નો પણ પ્રશસ્ય હતા. આ પ્રયત્નોના ત્રણ વિભાગો દેખાય છે, તેમાંના પ્રથમ બે પ્રયત્નો જૂના છે અને ત્રીજો પ્રયત્ન આધુનિક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો છે. તેની વિગતોની ચર્ચા લેખમાં અન્યત્ર છે. - સહસ્ત્રલિંગ તળાવને મહાસર કહેવામાં આવ્યું છે. પરંતુ તેનો વિસ્તાર કેટલો હતો એ બાબત માહિતી ન હતી. આ તળાવની પાળની પ્રદક્ષિણા આશરે ત્રણ કિલોમિટર જેટલો થાય. ચૌલુક્ય સમયમાં લખાયેલા અપરાજિતપૃચ્છા જેવા વાસ્તુગ્રંથ પરથી સમજાય છે કે તે જમાનામાં કોશનું માપ આશરે કિલોમિટર જેટલું હતું તેથી સહસ્ત્રલિંગ એક કોશ વ્યાસ પ્રમાણવાળું સરોવર હોવાનું સ્પષ્ટ થાય. તેના કેન્દ્રસ્થાને બકસ્થળ છે. તળાવની પાળોની અંદરની જમીનનું ક્ષેત્રફળ આશરે ૧૭ હેકટર જેટલું થવા જાય છે. આ માણ ઘણું મોટું છે, તેથી તે ધોળકાના મલાવ તળાવ, વડોદરાના સુરસાગર, કે વડનગરના શર્મિષ્ઠા તળાવ કરતાં મોટું છે. સુરતના ગોપી તળાવ સાથે તે કંઇક અંશે સરખાવાય એવું પરંતુ ચાંપાનેરના વડા તળાવ કરતાં નાનું છે. ગોધરાનું કનેવાળ પણ સહસ્ત્રલિંગ કરતાં મોટું હોવાનો પુરાવો છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮૮ કદ: સહસ્ત્રલિંગ તળાવને મહાસર કહેવામાં આવ્યું છે. પરંતુ તેનો વિસ્તાર કેટલો હતો એ બાબત માહિતી ન હતી. આ તળાવની પાળની પ્રદક્ષિણા આશરે ત્રણ કિલોમિટર જેટલી થાય છે. તેથી તેનો વ્યાસ આશરે એક કિલોમિટર જેટલો થાય. ચૌલુક્ય સમયમાં લખાયેલા અપરાજિતપૃચ્છા જેવા વાસ્તુગ્રંથ પરથી સમજાય છે કે તે જમાનામાં કોશનું માપ આશરે કિલોમિટર જેટલું હતું તેથી સહસ્ત્રલિંગ એક કોશ વ્યાસ પ્રમાણવાળું સરોવર હોવાનું સ્પષ્ટ થાય. તેના કેન્દ્રસ્થાને બકસ્થળ છે. તળાવની પાળોની અંદરની જમીનનું ક્ષેત્રફળ આશરે ૧૭ હેક્ટર જેટલું થવા જાય છે. આ માપ ઘણું મોટું છે, તેથી તે ધોળકાના મલાવ તળાવ, વડોદરાના સુરસાગર, કે વડનગરના શર્મિષ્ઠા તળાવ કરતાં મોટું છે. સુરતના ગોપી તળાવ સાથે તો કઇંક અંશે સરખાવાય એવું પરંતુ ચાંપાનેરના વડા તળાવ કરતાં નાનું છે. ગોધરાનું કનેવાળ પર સહસ્ત્રલિંગ કરતાં મોટું હોવાનો પુરાવો છે. પાણીની ઊંડાઈઃ સહસ્ત્રલિંગ જ્યારે આખું ભરાતું હશે ત્યારે તેમાં કેટલું પાણી રહેતું હશે તેની ગણતરી કરવા માટે હીરાનંદ શાસ્ત્રીએ ઉખનનથી શોધેલો પુલ મહત્વનું સાધન છે. તળાવ ભરાયેલું હોય ત્યારે પુલનો ઉપલો ભાગ ખુલ્લો રહે અને પુલની નીચે પાણી રહે એ સ્પષ્ટ છે. આ પુલના થાંભલાની નીચેની કુંભીના પાયાથી ભારોટિયાં સુધીની ઊંચાઇ આશરે ૨.૫ મિટર છે. આ ઉપરાંત વિંધ્યવાસિનીના મંદિર માટે બાંધેલી જગતીની નીચલી હાંસ પણ આશરે ૨.૫ મિટરની છે તે જોતાં અહીં ૨.૫ મિટર અર્થાત આશરે દોઢ માથોડું પાણી રહેતું હશે. આ પરિસ્થિતિ જોતાં સહસલિંગ તળાવમાં ૪૨૦૬૫૦૦ ઘન મિટર કરતાં વધારે પાણી રહેવાની શક્યતા નથી. જો પાણી વધી જાય તો તેનો નિકાલ કરવા માટે પશ્ચિમ દિશામાં બાંધેલી પરનાળથી પાણી બહાર જતું રહે. પાળ : સહસ્ત્રલિંગ તળાવની હાલની પાળનો અભ્યાસ કરતાં તે આશરે ૯૦ મિટર પહોળી અને જુદી જુદી ઊંચાઈ ધરાવતી દેખાય છે. આ પાળોનું અધ્યયન કરતાં સમજાય છે કે તેમાં જુદે જુદે સમયે ફેરફારો થયા છે. આ ફેરફારોની કેટલીક વિગતો અત્રે રજૂ કરી છે. સહસ્ત્રલિંગ તળાવમાં પાણી દાખલ કરવાની જે નહેર અથવા પરનાળ છે તેની પશ્ચિમ દિશાએ તળાવની પાળ પર કાળી માટી પડેલી છે. આશરે બે મિટર જેટલી ઊંચાઈ સુધી દેખાતી આ માટી મહત્વના પ્રશ્નો ઊભા કરે છે. પાટણ વિસ્તારમાં આવી કાળી માટી સામાન્ય રીતે ખેતરોમાં, ટીંબા પર કે અન્યત્ર જોવામાં આવતી નથી, તેથી અહીંની માટી ક્યાંથી આણી હશે ? એ પ્રશ્ન ઊભો થાય. ગુજરાતમાં જ્યાં વરસાદ પડે છે તેવા પ્રદેશોમાં કાળી માટી કુદરતી રીતે પેદા થાય છે. આવા પ્રદેશો સિવાય બીજી જગ્યાએ જ્યાં પાણી ભરાઇ રહેતું હોય ત્યાં કાળી માટી પેદા થાય છે. પાટણમાં આ Page #312 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮૯ કાળી માટી સહસ્ત્રલિંગ તળાવના પટમાંથી જ કાઢવામાં આવી હોય એમ લાગે છે. તેથી તળાવનો જીર્ણોદ્ધાર થયો હોય ત્યારે આ માટી ખોદી કાઢીને પાળ પર નાખવામાં આવી હતી. પાળ પર માટીની ઊંચાઇ જોતાં જ્યારે આ માટી તળાવ પર નાંખી ત્યારે પાળની ઊંચાઈ આજે દેખાય છે તેટલી ન હતી, એમ લાગે છે. આ કાળી માટી તળાવ પર પડી ત્યારબાદ સહસ્ત્રલિંગની પાળ ઊંચી કરવાનો પ્રયત્ન થયો છે. આ મુદ્દાનો સમયાંકન માટે ઉપયોગ છે. પાળ પરનાં સ્મારકો . સહસ્રલિંગ તળાવની પાળ પર દેખાતાં સ્મારકોમાં આડાઅવળા પડેલા પથ્થરો અને જુદી જુદી ઇમારતોની ગણતરી થઈ શકે. સહસલિંગ તળાવની ઇશાન ખૂણાની પાળ પર ગોળ, લંબચોરસ વગેરે ઘાટના પથ્થરો પડેલા છે તે પૈકી કેટલાક પર તૂટેલી મૂર્તિઓનાં નિશાન છે. બીજા પથ્થરો પર છીણીનાં નિશાનો છે તે પરથી આ પથ્થરો પરનાં સુશોભનો દૂર કરવાનો પ્રયત્ન થયો હોય એમ લાગે છે. આ પથ્થરો જૂની ઇમારતોનો કાટમાળ હોવાનો તથા તેને બીજા કોઈ કામમાં લેવા માટે ફરીથી ઘડવ્યા હોવાનો સંભવ લાગે છે. આ કામ માટે તેનો ઉપયોગ થયો નથી પણ તે તળાવ પર જ પડ્યા રહ્યા હોય એમ લાગે છે. આ ઉપરાંત તળાવ પર ધાર્મિક ઇમારતોના ભગ્નાવશેષો પણ રખડતા પડેલા દેખાય છે તેમાં તૂટેલી મૂર્તિઓ શિખરના ભાગો વગેરે છે. આ ભગ્નાવશેષો ગત યુગનાં સ્મારકો છે. - તદુપરાંત સહસ્ત્રલિંગ તળાવની પાળ પર સંખ્યાબંધ કબરો જોવામાં આવે છે. આ કબરોમાં જૂની તથા નવી ઇંટોનો ઉપયોગ થયેલો દેખાય છે. આ કબરો ઉપરાંત તળવાની પશ્ચિમની પાળ પર સૈયદ હસનની મોટી દરગાહ અને બીજી દરગાહો છે. સૈયદ હસનની દરગાહમાં આરસન, દેવીની પ્રમિવાળા સ્તંભો, આમલકો વગેરે દેખાય છે. બકસ્થાન : તળાવની વચ્ચે માટીનો ઢગ કરીને તેની પર મોટું બકસ્થાન બનાવ્યું છે. તેની પર ચોતરો બનાવીને તેની ઉપર અષ્ટકોણ ઘાટનો લાખોરી ઇંટોનો બનાવેલો રોજો છે તેની પાછળ મસીદની ભૂત જેવી ઇમારત છે. સ્થાનિક પરંપરા આ સ્થળને રાણીનો મહેલ કહે છે. કર્નલ ટૉડ તેને સિદ્ધરાજનો મહેલ કહેતા હોય એમ લાગે છે. અહીં દેવીનું મંદિર હોવાની કલ્પના છે પણ તે માટે પુરાવા નથી. આ સ્થળ ઉત્પનન કરીને પરિસ્થિતિનો અભ્યાસ કરવાની જરૂર છે. પાણીની આવક : ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ ઉખ્ખનન કરીને સરસ્વતીમાંથી પાણી લેવાની પરનાળ શોધી કાઢી છે. સરસ્વતી નદીમાંથી પાણી લેવાની આ પરનાળ ૯૫ મિટર લાંબી અને પાંચ મિટર પહોળી છે. ઉત્તર દક્ષિણ બાંધેલી આ પરનાળનો ઉત્તર ભાગ દક્ષિણ ભાગ કરતાં ઊંચો હોવાથી આ પરનાળમાં ઉત્તર દિશામાંથી અર્થાત સરસ્વતી નદીમાંથી પાણી લેવાનું આવતું. સરસ્વતીના પાત્ર કરતાં દક્ષિણનો ભાગ ૧.૨૦ મિટર નીચો છે તેથી પાણીનો સરળ પ્રવાહ રહે એવી એની રચના છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા દક્ષિણ છેડે આશરે ૪૮ મિટર વ્યાસવાળો, પરનાળના તળ કરતાં આશરે બે મિટર ઊંડો કૂવો બનાવવામાં આવ્યો છે. એ કૂવાની પૂર્વમાં બીજી આશરે ૧૪૫ મિટર લાંબી પરનાળ છે. તેને છેડે ત્રણ ગરનાળાં મૂકેલા છે. આ ગરનાળાં પરનાળની ઉપર આશરે ૬ મિટર ઊંચાઇ પર છે. આ ગરનાળામાંથી તળાવમાં પાણી ભરાતું. ખોદેલા ભાગો : ૨૯૦ પાણીની પરનાળો તથા તળાવની પાળ પથ્થરો વડે મજબૂત બનાવી હતી. તેની પાછળ ઇંટો તથા માટીકામ હતું. ગરનાળાની ઉત્તરે આ પાળ આશરે ૨૨.૨૦ મિટર જઇને ત્યાંથી તે પૂર્વમાં ૫૬ મિટર જાય છે. ત્યાંથી તે દક્ષિણ તરફ વળે છે. આ પાળમાં વચ્ચે ઘાટ અને પ્રવેશદ્વાર છે. આ પ્રવેશદ્વાર પરના ઓતરંગ પણ ગણેશ કે કુંભને બદલે અરબી ભાષામાં લેખ છે. આ ઉત્તર દક્ષિણ દોડી પાળના સ ૨૮ દક્ષિણ છેડે એક પડથાર છે. અહીંથી ૩.૪૦ મિટર પહોળો એક પુલ તળાવમાં આશરે ૫૩.૬૦ મિટર જાય છે અને અહીં ૧૫.૬૦ X ૧૪.૮૦ની જગતી જોવામાં આવે છે. તેની બાજુઓ પર તળાવમાં ઉતરવાનાં પગથિયાં છે. મુખ્ય પડથાર પૂર્વ તરફ જાય છે અને ત્યાંથી પાછો દક્ષિણ દિશામાં વળે છે. આ ખૂણો ૧૦૮૦ નો છે. આ મુખ્ય ઉત્ખનન પછી તળાવની પાળ પાસે થયેલાં ઉત્ખનનોને લીધે આ રચના ઘણા લાંબા અંતર સુધી પાળે જતી લાગે છે. પાણીની જાવક સહસ્રલિંગ તળાવમાં જો વધારે પાણી ભરાઇ જાય તો તળાવને નુકસાન થાય તેથી વધારાનાં પાણીના નિકાલ માટે તળાવની દક્ષિણ બાજુએ તળાવનું પાણી બહાર કાઢવા માટે આશરે ૧૮ મિટર પહોળી પરનાળ બાંધી હતી. તેનો ૨૮ મિટર સુધીનો ભાગ દેખાય છે. બાકીનો ભાગ દટાયેલો છે. પરંતુ તેની પશ્ચિમે એક નાળું સરસ્વતી નદી સુધી જઇને આ પરનાળને સાંકળી લે છે. આ નાળું અને પરનાળ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા છે. આજે આ નાળાના ઘણા ભાગો ખેતરોમાં આવી ગયા છે. ત્યાં તેની તપાસ કાળજીપૂર્વકનું અવલોકન માગી લે છે. સહસલિંગનો આકાર : સહસ્રલિંગ તળાવની પાળો, તેની આવકજાવકની પરનાળો વગેરેના અધ્યયન પરથી સહસ્રલિંગ તળાવના ઘાટ અથવા આકાર પરત્વે વિચારણા કરવાનો પ્રસંગ ઊભો થાય છે. જૂના લેખકોએ તેને વલય, વીણા વગેરેની આપેલી ઉપમા તે ગોળ હોવાનું સૂચન કરે છે. શ્રી રામલાલ મોદીએ તેને સમચોરસ ચીતરીને સારું અવલોકન કર્યું હીરાનંદ શાસ્ત્રીના ઉત્ખનનમાં તળાવની પાળની બદલાતી દિશા ૧૦૮ ની દેખાઇ છે. તેમણે આ ફેફાર ધરતીકંપ કે એવા કોઇ કારણાનુસાર હોવાની સૂચના કરી છે. પરંતુ આ ખૂણો તથા રામલાલ મોદીનાં અવલોકનો તળાવ ગોળ હોવાની બાબત શંકા પેદા કરે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ - યુગે યુગે પાટણની પ્રભુતા ૨૯૧ તળાવની પાળ નકશા પર મૂકતાં તે પંચકોણ હોવાનું દેખાય છે: ગુજરાતમાં ખૂણાવાળાં તળાવો બનાવવાની લાંબી પરંપરા જતાં તેમાં તે બંધબેસતી થાય છે, તથા તે હીરાનંદ શાસ્ત્રબીના ઉત્પનનો ૧૦૮° નો ખૂણો અને રામલાલ મોદીનું અવલોકન પણ સ્પષ્ટ કરે છે. તળાવની પાળનો નકશો બનાવતાં હીરાનંદ શાસ્ત્રીના ઉખનનો પંચકોણ તળાવ સાથે એકરૂપ થાય છે. પરંતુ માત્ર ઉપલક દષ્ટિ જોતાં તળાવ ગોળાકાર દેખાય છે અને આ ઉપલક દષ્ટિએ જોવાયેલું તળાવ લેખકોને વલયાકાર કે વીણાનાં તુંબડાં અને દંડ જેવું દેખાયું હોવાનું સમજાય છે. સાહિત્યિક ઉલ્લેખો સાથે સરખામણીઃ સહસ્ત્રલિંગ તળાવના સાહિત્યિક ઉલ્લેખો પૈકી સરસ્વતીપુરાણનું વર્ણન તળાવ માટે વિશદ હોવાથી અત્રે તે વર્ણન સમજવાનો પ્રયત્ન કર્યો છે. સરસ્વતીપુરાણના પંદર અને સોળમાં સર્ગમાં સહસલિંગનું વર્ણન આવે છે. આ પુરાણની મદદથી ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ તથા શ્રી ગએ વિંધ્યવાસિનીદેવી તથા રુદ્રકૂપના સ્થાન માટે ચર્ચા કરી હતી. તેમનાં ઉલ્બનનોથી આ સાહિત્ય વધુ સ્પષ્ટ થયું છે અને તેથી શ્રી રામલાલ ચુનીલાલ મોદીના પ્રયાસથી થયેલું ઘણું દર્શન બદલાઇ જાય છે. સરસ્વતીપુરાણના તળાવ માટેના મહત્વના ઉલ્લેખો અત્રે રજૂ કર્યા છે. एकदा पार्थिवेन्द्रोऽसो निशि सुप्तोत्थितः सुखम्॥ सस्मार स सरस्तच्च जलहीनं स्वके पुरे ॥ १५-१०२ यत्सरो नगराभ्यासो उत्तरस्यां दिशि स्थितम्।। कृतं दुलभराजेन जलपूर्ण कथं भवेत् ॥ १५-१०३ पश्चिमाभिमुखी भूता यत्र देवी सरस्वती । दक्षिणाभिमुखी जाता सिद्धराज सरोवरे ॥ १५-२९३ विष्णुयानाद्दक्षिणतः सरस्वत्यां व्यवस्थितम्। रुद्रकूपमिति ख्यातं तत्तीर्थं सर्वकामदम् ॥ १५-४०६ ततस्तस्माद्रुद्रकूपात् प्राची भूत्वा सरस्वती। प्रसन्ना सा स्मरगङ्गा यमुनां च महानदी ॥ ૨૬-૨ स्मृते मात्रे तया सख्यौ प्रीत्या तत्र समागते। ताभ्यां च सहितादेवी प्रविष्टा तत्सरोवरम् ॥ ૨૬-૨ આ શ્લોકો રજૂ કરે છે કે પાટણમાં દુર્લભરાજે (૧૦૧૦-૧૦૨૨ ઇ.સ.) નગરની ઉત્તરે તળાવ બંધાવ્યું. આ તળાવ સિદ્ધરાજના સમયમાં સૂકાઇ ગયું હતું. તેમાં પાણી લાવવાનો સિદ્ધરાજે પ્રયાસ કર્યો. તેણે પશ્ચિમ દિશામાં વહેતી સરસ્વતી નદીમાંથી દક્ષિણ દિશામાં જતી ઉત્તર દક્ષિણે નહેર બનાવી. આ નહેર વિષ્ણુયાન છે. તેની દક્ષિણે રુદ્રકૂપ છે. રુદ્રકૂપથી પૂર્વમાં નહેર કાઢીને તેનાં ત્રણ ગરનાળાંની ત્રિવેણીથી તળાવ ભરવામાં આવ્યું. Page #315 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૯૨ આ વર્ણન પ્રમાણે ઉત્પનનમાંથી મળેલા અવશેષો દેખાય છે. સરસ્વતીપુરાણને આધારે તળાવની આજુબાજુનાં તીર્થો બાબત કેટલીક સ્પષ્ટતા થાય છે. પાટણમાં રાણીની વાવ, હરિહરેશ્વર મહાદેવના કુંડમાં પાણીની સપાટીથી નીચે જલશાયી વિષ્ણુની મૂર્તિ મૂકવાની પરંપરા દેખાય છે. તેવી મૂર્તિ મૂળ ગરનાળા પાસે હોવાનું સરસ્વતીપુરાણ પરથી સમજાય છે. તેની ઉત્તરે સારતીર્થ દર્શાવ્યું છે તે તળાવની ઉત્તર પાળ પર હશે. તેની સામે અથતિ પૂર્વમાં દશાવતારતીર્થ હતું. અહીંનું કુરુક્ષેત્રનું તીર્થ દશાવતારની પાસે હોવાનો સંભવ છે. તેની પાસે દશાશ્વમેઘતીર્થ ગયું છે. દશાશ્વમેઘ ઘાટનાં ઘણે સ્થળે વર્ણનો મળતાં હોઇ એ તીર્થ અહીંના ઘાટ પાસે ગણવું જરૂરી છે. . દશાશ્વમેઘતીર્થ પછી સરસ્વતીપુરાણ સહસલિંગની હકીકત આપે છે. તેથી કેટલીક ચર્ચા જરૂરી છે. પાટણના સહસલિંગ તળાવ પર નાનીનાની હજાર દેરીઓ હોવાની કલ્પના આજે સ્વીકારાય છે. આ કલ્પનાનુસાર તળવાને કાંઠે અસંખ્ય શિવમંદિરોની હસ્તી હોવાની શક્યતા જણાય. સરસ્વતીપુરાણ આ કલ્પનાને ટેકો આપતું નથી. પુરાવસ્તુ પણ આ કલ્પનાની વિરૂદ્ધ હોવાનાં પ્રમાણ છે. તેથી સહસલિંગ માટે બીજો વિકલ્પ વિચારવો પડે. પાટણમાં સહસ્ત્રલિંગની પરિપાટીમાં બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ હિંગલાજ માતાના મંદિરમાં નાનાં નાનાં શિવલિંગની સ્થાપના છે. ઋષિકેશના મંદિરમાં એક લિંગ પર ઘણા આંકા પાડીને સહસ્ત્રલિંગ : બનાવ્યાં છે એ બીજો વિકલ્પ છે. સરસ્વતીપુરાણ દશાશ્વમેઘતીર્થ પછી સહસ્ત્રલિંગનું વર્ણન કરે છે. તે જોતાં તળાવના પૂર્વ કિનારે તે હોવાનું લાગે છે. આ સ્થળે હાલની રેલ્વેની દક્ષિણે રાજગઢી પાસે આરસપહાણના ઉપયોગવાળું શિવાલય હોવાનું તેના અવશેષો પરથી સમજાય છે. આ મોટું શિવાલય સહસલિંગનું હોવાનો સંભવ છે. આથી સહસ્ત્રલિંગનું એકમાત્ર સુંદર શિવાલય હિંગલાજ કે ઋષિકેશ દર્શાવે છે તેવા વિકલ્પ પૈકી એક વિકલ્પનું રાજગઢી પાસે બાંધવામાં આવ્યું હોવાની સપ્રમાણ કલ્પના થઈ શકે છે. સહસ્ત્રલિંગ ઉપરાંત દક્ષિણે પ્રભાસતીર્થ હોવાનું વર્ણન છે. સોમનાથ જેવું કોઈ મંદિર અહીં હોવાનો સંભવ છે. સરસ્વતીપુરાણ પશ્ચિમે પીઠ હોવાનું અને તેની સાથે ઘણી દેવીઓ શિવ, વિનાયક, મહાસેન, લકુલીશનાં તીર્થો હોવાનું દર્શાવે છે. સહસ્ત્રલિંગ તળાવની પશ્ચિમમાં પાણીની જાવકના સ્થળે પડેલા આસરના સ્થંભો હાલની સૈયદ હસનની દરગાહવાળા સ્થળે આ શક્તિ પીઠ હોવાનું સૂચવે છે. શક્તિ સાથે વિનાયક, કે શિવની પ્રતિમાઓ સમાતૃકાસમૂહમાં હોવાથી આ દેવસ્થાનમાં આ તીર્થો ગણવાં યોગ્ય છે. પીઠની પછી સરસ્વતીપુરાણ મહાકાલ, કાપાલીશ, પિશાચમોચન, કોટિતીર્થ, ભૂતમાતા આદિ શ્મશાનનાં તીર્થો વર્ણવે છે અને પશ્ચિમ જંગલ અને મહાવન હોવાનું સૂચવે છે. સહસ્ત્રલિંગ તળાવની પશ્ચિમે આજે પણ રમશાનભૂમિ છે. એ શ્મશાનના દેવોનું યોગ્ય સ્થળે વર્ણન થયું છે અને તીર્થોની પશ્ચિમે આજની સ્થિતિમાં પ્રદેશ જેવું દેખાતું દશ્ય મહાવનનું છે. તેમાં પહેલાં વધુ પ્રમાણમાં ઝાડ હશે. સરસ્વતીપુરાણે મધ્યમાં વિંધ્યવાસિનીનું મંદિર દર્શાવ્યું છે. તળાવની અંદરના પૂલની આયંમણે Page #316 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૯૩ જે ચોતરો છે તેની પર એ મંદિર હશે એમ ત્યાંથી પ્રાપ્ત મંદિરના અવશેષો સૂચવે છે. તળાવનું બીજું કેન્દ્ર બકસ્થાન છે તેની પર પણ આ મંદિર હોવાનો સંભવ ગણાય. પરંતુ તેનાં પ્રમાણો બળવાન નથી કારણ કે ત્યાં હાલ રોજો છે. તેની નીચે જ્યાં સુધી ઉત્ખનન વગેરે ન થાય ત્યાં સુધી તે સ્થળ માટે નિર્ણય બંધાય નહીં. કાલગણના : સરસ્વતીપુરાણનાં તીર્થો આજે નાશ પામ્યાં છે. વિષ્ણુયાન, રુદ્રકૂપ વગેરે સાદાં મૂર્તિરહિત છે તેથી સહસ્રલિંગના આ અવશેષો ખરેખર સોલંકીકાળના છે કે કેમ ? એવો સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. તેની કેટલીક ચર્ચા અત્રે કરી છે. સહસ્રલિંગ તળાવ દુર્લભરાજે અગિયારમી સદીની પ્રથમ પચીસીમાં તૈયાર કર્યું. પણ સો વર્ષમાં તે સૂકાઇ ગયું હતું તેથી સિદ્ધરાજે તેમાં પાણી રહે તે માટે ઘણો જીર્ણોદ્ધાર કર્યો. ઉપલબ્ધ પુરાવાઓ પ્રમાણે માલવાથી આવ્યા પછી સિદ્ધરાજે ઇ.સ. ૧૧૩૫-૩૬ પછી અર્થાત તેની આશરે ૫૮ વર્ષની ઉંમરે આ કામ કરાવ્યું. સિદ્ધરાજ ૧૧૪૩માં એટલે કે આ કામ શરૂ કરાવીને સાત, આઠ વર્ષે મરણ પામ્યો તેથી તેનું સહસ્રલિંગના જીર્ણોદ્ધારનું કામ સાત વર્ષમાં પૂરું થયું હોવું જોઇએ. આ ઝડપી કામ માટે આશરે ૪૨,૦૬,૫૦૦ ઘન મિટર જમીન ખોદવી, ૨ મિટરX૩૦ સેન્ટી × ૩૦ સેન્ટીના ૩૬,00 પથ્થરો લાવવા, પાળ માટે ઇંટો બનાવવી ઇત્યાદિ કામ માટેનું આયોજન ઘણી વ્યવસ્થાશક્તિ માગી લે છે. તેની સાથે સાથે મંદિરો બાંધવા માટેના પથ્થરો ઘડવા અને તે મંદિરો ઊભાં કરવાં એ તમામ કાર્યો માટે વારિગ્રહકરણ જેવાં ખાતાંએ જહેમતપૂર્વક કામ કરવું પડ્યું હશે. આ કામ પૂર્ણ થયા પછી પણ તળાવનું તળ પાકું ન થાય ત્યાં સુધી તમાં પાણી નહીં રહેતું હોય. આવી સ્થિતિમાં માયાના બલિદાન જેવી વાતો સર્જાવાનું ઉત્તમ વાતાવરણ રહે. તદુપરાંત સિદ્ધરાજ અને જસમા ઓડણની વાત પણ આ મોટી વ્યવસ્થામાં અયોગ્ય લાગે છે કારણ કે રાજા તેના વારિગ્રહકરણાધિકારી સાથે ચર્ચાવિચારણા કરે અને ખોદકામ કરનાર ઓડ સાથે પરિચયમાં ન આવે એ સંભવ વધુ સત્યનિષ્ઠ હોવાનું અનુમાન થાય છે. આ આખું બાંધકામ થયા પછી તળાવ ક્યાં સુધી જીવતું રહ્યું હશે ? એ પ્રશ્ન થાય. વિષ્ણુયાન, રુદ્રકૂપ પ્રાચીસરસ્વતી અને વેણીનું અવલોકન કરતાં અને ધોળકાના રુદ્રપ સાથે સરખાવતાં પાટણનું કામ મૂર્તિવિહોણું દેખાય છે. તળાવના ઘાટ પર આવેલા ઓતરંગ પર અરબી લેખ છે. તૂટેલા મંદિરના અવશેષો પાળમાં ગમે તેમ વાપરેલા છે. આ બધા પુરાવાઓ જીર્ણોદ્ધાર સૂચવે છે અને પૂરાઇ ગયેલા તળાવનું સૂચન કરે છે. તળાવનો જીર્ણોદ્ધાર કરતી વખતે થયેલાં ખોદકામની માટી અસ્તિત્વ ધરાવતી પાળ પર નાખવામાં આવી છે. તળાવની મૂર્તિઓ સાફ કરી નાખી છે, તેમાં તોડફોડ થઇ છે તે બધા પુરાવાઓ સહસ્રલિંગનો જીર્ણોદ્ધાર ચૌદ કે પંદરમી સદીમાં થયાનું સૂચન કરે છે. પંદરમી સદીમાં ગુજરાતના સુલતાોંએ આવું ઘણું કામ કર્યું છે અને તેથી તેમણે આ કામ કર્યું હોવાનો સંભવ છે. તળાવનો જીર્ણોદ્ધાર થાય પછી તેનો ઉપયોગ થતો રહ્યો તે વખતે વપરાતાં ઓપ ચઢાવેલાં Page #317 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૯૪ વાસણો તેમાં પડેલાં મળ્યાં છે. આ તળાવ પર વલ્લભાચાર્યજી પધાર્યા હતા અને ખાનદાને તિમુરિયાનું રાજ્ય દઢ કરનાર બહેરામખાનનું ૩૧ જાનેવારી ૧૫૬૧માં ખૂન થયું હતું. તે પરથી પંદરમી સદીમાં તળાવનો જીર્ણોદ્ધાર થયા પછી કેટલાંક વર્ષ તે જીવંત હોવાનું સ્પષ્ટ થાય છે. આ સમય દરમિયાન અહીંના રાજાઓ બંધાયા. તેમાં લાખોરી ઇંટોનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ છે તથા કેટલાક લેખો છે તેથી સત્તરમી સદી સુધી આ તળાવ પર પ્રવૃત્તિ હોવાનું સમજાય છે. પરંતુ સત્તરમી સદીની ઇમારતોની જમીનનું તળ રેતથી દબાયેલું છે. આ રેતથી તળાવનો પણ નાશ થઇ ગયો અને તેનાં ખેતરો બની ગયાં. ઉપસંહાર: ભૌગોલિક દષ્ટિએ આ તળાવની જગ્યાએ પાણીનો પુરવઠો ઓછો હોવાનાં પૂરતાં પ્રમાણ છે. અહીં નાળાં ઓછાં છે તેથી નહેર દ્વારા એમાં પાણી લાવીને ઉચ્ચ પ્રકારની ઇજનેરી કળા દર્શાવવામાં આવી છે. તેણે તળાવને જીવંત રાખવાના પ્રયત્નોમાં મદદ કરી પણ તેને માટે અથાક પ્રયત્નોની જરૂર હતી. ભૌગોલિક રીતે પાણીનો પુરવઠો હાલના પાટણની દક્ષિણે વધુ છે. ત્યાં અકબરના સૂબા ખાન-એ-આઝમ અઝીઝ કોકાએ ખાન-સરોવરની રચના કરી. તેણે તેમાં સહસ્ત્રલિંગમાં વપરાયેલી ઘણી ઇજનેરી કળાનો ઉપયોગ કર્યો છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા - ૨૯૫ લોકસાહિત્યમાં પાટણ | ડૉ. મયંકભાઈ એમ. જોષી લોકસાહિત્ય એ આધુનિક યુગને મળેલો પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યનો અમૂલ્ય વારસો છે. લોકસંસ્કૃતિને જીવંત રાખવાનું કામ લોકસાહિત્ય કરે છે. પ્રજાના શિષ્ટ સાહિત્ય કરતાં પણ વધુ ગાઢ સંબંધ સમાજ સાથે આ સાહિત્ય ધરાવે છે. આમ લોકસાહિત્યનું કંઠોપકંઠ સંવહન થતું હોવાથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યને બોલાતી જનવાણીનો નીચોડ કહ્યો છે. આ લોકસાહિત્યમાં જનસમુદાયના વિવિધ ભાવો કોઇપણ આવરણ વિના અભિવ્યકત થયેલા હોય છે. એ રીતે લોકસાહિત્ય સમગ્ર પ્રજા જીવનની ચેતનાનું સર્જન છે. લોકકંઠે જીવતું અને લોકજીભે રમતું આ લોકસાહિત્ય કાળે કાળે શાસ્ત્રોમાં, પુરાણોમાં, બૃહત્કથાઓમાં, નાચોમાં ને નવલકથાઓમાં સંઘરાતું અને સ્થાન પામતું રહ્યું છે. સંસ્કૃત સાહિત્યની સરવાણીઓ ‘હિતોપદેશ’ ‘પંચતંત્ર’ અને ‘કથા સરિત્સાગર” વગેરે લોકસાહિત્યની નરી પેદાશ છે. હેમચંદ્રાચાર્યે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં અપભ્રંશ ચર્ચા વખતે ટાંકેલા વીર અને શૃંગાર રસથી ભર્યા દુહા તે સમયનું તરતું લોકસાહિત્ય છે, લોકસાહિત્ય લોક્શીત, લોકગાથા, લોકકથા, લોકનાટય, લોકસુભાષિત આ પાંચ મુખ્ય પ્રકારોમાં વહેંચાયેલું છે. આ વર્ગીકરણ પ્રમાણે લોકસાહિત્યમાં પ્રગટ થતા પાટણનો વિગતે પરીચય કરીએ. ધરતી એ લોકસંસ્કૃતિનું મંડાણ છે. એ સંસ્કૃતિને ઘાટઘૂંટ આકાર આપનારાં પરિબળો છે. ઐતિહાસિક સત્તાપલટાઓ અને ભૌગોલિક સમૃધ્ધિ જેની અસર લોકજીવન અને લોકસંસ્કૃતિ પર પડે છે. ભવ્ય ઇતિહાસની સ્મૃતિઓ જેમના લોકહૃદયમાં ભરીને પડી છે તે અણહિલવાડ પાટણ સોલંકીઓની પ્રાચીન ઐતિહાસિક નગરી હતી. એક સમયે પાટણ નગરી જ્યારે ગુજરાતની રાજધાનીનું સ્થળ હતી, ત્યારે પંચાસર નગરીનું સ્થાન રાજધાની તરીકેનું હતું. પંચાસર નગરીના નાશ પૂર્વે પંચાસરમાં ચાવડા વંશનું રાજ્ય હોય એ સંભવિત હતું. જે અંગેની અનેક લોકકથાઓ, દંતકથાઓ ઇતિહાસ ન કહી શકે તે લોકસાહિત્યમાં આપણને મળે છે. વનરાજ ચાવડાના રાજ્ય શાસનનો ઉલ્લેખ સોલંકીકાળથી સાહિત્યમાં મળે છે. વનરાજના પિતા જયશિખરીનો ઉલ્લેખ ૧૭ મા, ૧૮ મા સૈકામાં રચાયેલી કૃષ્ણકવિની હિંદી ‘રત્નમાલા” માં મળે છે. આમ ગુર્જર સામ્રાજ્યના પ્રસ્થાપક વીર વનરાજ ચાવડાએ નવી રાજધાની વિ.સં. ૮૦૨માં સરસ્વતીને તીરે અણહિલવાડ પાટણ નામે વસાવી. ત્યારથી વિ.સં. ૯૯૮ સુધી ચાવડાવંશે પાટણ ઉપર શાસન કર્યું. ચાવડા વંશના અંતિમ શાસક સામંતસિંહ પાસેથી સત્તા આંચકીને મૂળરાજદેવ સોલંકીવંશની સ્થાપના કરે છે. તેણે પાટણના રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો. જેનો શાસનકાળ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો છે અને જેમના શોર્ય અને શાણપણની કથાઓ, ગાથાઓ, લોકહૈયાઓએ ઝીલી છે, તે સિધ્ધરાજ જયસિંહદેવ અને Page #319 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા લોકમાતા મીનળદેવી તથા જેમની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે લોકહૃદયમાં પંકાયા તે વસ્તુપાળ અને તેજપાળની કથાઓ પણ લોકોમાં એટલી જ જાણીતી બની છે. વાઘેલા વંશના છેલ્લા રાજા કરણઘેલાથી પાટણમાં રાજપૂત શાસનકાળનો અંત આવે છે. અને ત્યારબાદ ગુજરાત દિલ્હીના સુલતાનોના હાથમાં ગયું. પાટણ માત્ર રાજસત્તાનું કેન્દ્ર નહી પણ વિદ્યાકલાનું પરમધામ સમું, શિલ્પ સ્થાપત્ય અને કળામું સંસ્કૃતિ કેન્દ્ર પણ હતું. સિધ્ધરાજે ગોદાવેલું સહસ્ત્રલિંગ તળાવ અને તેના કાંઠે બંધાવેલાં ૧૦૦૮ શિવાલયો, ઉપરાંત જસમા ઓડણ, સતી રાણક, વીરમાયો, બર્બરક વગેરેની રાજા સાથે જોડાયેલી કથાઓ ખૂબ જ પ્રચલિત છે. ભલે એને ઇતિહાસનું સમર્થન મળતું નથી. પણ એ સોલંકી યુગની ગાથાઓ લોક સાહિત્યમાં લોકોએ શ્રધ્ધા અને ભક્તિથી હૃદયમાં સંઘરી છે. અને લોકકવિઓએ એ ઐતિહાસિક પ્રસંગોને કાવ્યો દ્વારા અમર કરેલ છે. ચાવડાવંશ, સોલંકીવંશ અને છેલ્લે વાઘેલાવંશ સુધી અણહિલપુર પાટણ કમેકમે વિકાસ પામ્યું, તેમાંય ખાસ કરીને સોલંકી યુગ દરમિયાન બીજા શબ્દોમાં પાટણનો ભવ્ય ભૂતકાળ લોકહૃદયમાં કંઠોપકંઠે પદ્ય અને ગદ્ય સ્વરૂપે કેવી રીતે ઝીલાયો છે તે લોકસાહિત્ય જાણવાથી તેની પ્રતિતિ થશે. પાટણ પ્રદેશ પર થયેલા સત્તા પલટાઓએ લોકજીવન પર પ્રબળ અસર કરી છે. વનરાજ ચાવડો, સધરા જેસંગ, લોકમાતા મીનળદેવી, જસમા, રાણકદેવી, વીરમાયો આ બધાં જ પાત્રો સમગ્ર ગુજરાતની પ્રજાના હૈયામાં વસેલાં છે. વિદ્વાનો ભલે એને ઇતિહાસ તરીકે ન સ્વીકારે પણ એ લોકહૃદયમાં એવા જડાઈ ગયાં છે કે તે કદાપિ ઉખડી શકે તેમ નથી. ' લોકગીતોમાં પ્રગટ થતું તત્કાલીન સમાજજીવન પ્રકૃતિ સૌદર્યના પારણામાં ઝૂલતાં આવેલાં લોકગીતોએ આપણી સંસ્કૃતિ ઉપર અનોખો પ્રભાવ પાડ્યો છે. એ પ્રભાવ જનમાનસના મન ઉપર વર્ષો સુધી ટકી રહ્યો છે. લોકગીતો લોકજીવન સાથે વિશેષતઃ નારી જીવન સાથે જોડાયેલાં હોવાથી જીવનની તમામ અવસ્થાઓનું જીવનના વિવિધ પ્રસંગો ભાવોનું તેમાં નિરૂપણ થયું છે. પંચાસરની નગરી ઉપર રાજ કરતા જયશિખરીનું દક્ષિણના રાજા ભુવડને હાથે પતન થતાં સગર્ભા રાણી રૂપસુંદરી પોતાના ભાઈ સુરપાલ સાથે નાસી છુટી. જંગલમાં ભીલોને આશરે આવી ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો. વનમાં જન્મ્યો હોઇ તેનું નામ વનરાજ રાખવામાં આવ્યું. ભીલડીઓ તો કુંવરનું સુંદર રૂપ જોઇ મોહ પામતી. હાથમાં લઈ લઈને બચીઓ કરે અને રમાડે. રાણીને થતું કે ક્યાં મહેલોમાં ખૂલનારો આ બાળ અને ક્યાં આ ઝાડની ડાળી એ ઝૂલતો આ બાળ. કુંવરને ઊંઘાડવા રાણી હાલરડાં ગાતી તે વખતે તેની આંખોમાં આંસુ આવતાં સૂતા રે સૂઠાને સૂતા પોપટ, સુતા વધતા મોર, સુતા રૂઠા રામ, એક ન સુતો મારો વતૃભા, તેણે જમાડ્યું આખું ગામ એક ઘઠી તુ સૂઈજા રે ભાઈ, મારે ઘરમાં કાકા રે કામ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ યુગે યુગે પાટણની પ્રભુતા કામને કાજ રહેવા દેજો વતૃભાને લઈ રહેજો કામકાજ મૂકો પઠતા રે બાઈ, ભાઈને રાખો ૨ઠતા, હાલો...હાલો... ગાતાં ગાતાં અચકી જઇ રાણી નિઃશ્વાસ મૂકી કહે, ફાટેલી ગોળીને થીગડા દેવાને લુગડુંય નથી તો પારણું ક્યાંથી લાવું બેટા, હીરનો કંદરો મળતો નથી તો હીરાનો ક્યાંથી લાવી પહેરાવું! કાલીઘેલી વાણીમાં એકબાજુ માતૃહૃદયનો સ્નેહ અને બીજી બાજુ હૈયુ ખેદથી ભરાઇ જાય. આ ઉપરાંત બીજા અનેક હાલરડાં રાણીને મુખે ગવાતાં મળે છે. જેમાં મા-બાપ, ભાઈબહેનને પ્રિય ભરથારને સંભારી વિધવા રાણી અથુપાત કરતી. મહિપતરામે વનરાજ ચાવડો'માં નોંધ્યું છે તેમ સરસ્વતીને તીરે રસાળ ભૂમિ મળે વિકમ સંવત ૮૦૨ (ઇ.સ.૭૪૬) મહાવદ શુભ સાતમને ચીકણા શનિવારે મહોત્સવ થઇ રહ્યો હતો. આ શુભ દિવસે ત્રણ ક્રિયાઓ થઈ. વનરાજ લગ્ન, રાજ્યાભિષેક અને ખાતમુહૂર્ત. વિધિમાં પત્ની જોડે જોઇએ એથી વગર ધામધૂમે વનરાજ આબુપતિને તંબુએ ગયો અને સુંદરકેશીને પરણી લાવ્યો. વનરાજની સવારી ચઢી છે ચંપો અને અણહિલ ચમ્મર ઢોળતા અને હાથીની આગળ છડીદારો નેકી પોકારતા અને પાછળ ગોલીઓનું ટોળું ગીતો ગાતું ચાલતું. કેવા ચંદ્રમાં છે ઉજળા ! મેઘાડંબર ગાજે, કેવો મુર્જરેશ્વર છે કુળવંતા ! મેઘાડંબર ગાજે, એણે કેવી છે કાઢી બઠરે ! મેઘાડંબર ગાજે, એણે સોલંકીના નાક વાલ્યા ૪૮ રે ! મેઘાડંબર ગાજે, એ કેવો છે તેજી લાઠ રે! મેઘાડંબર ગાજે, એણે વેરીને કર્યા સઠ રે ! મેઘાડંબર ગાજે, અણે પીળું પીતામ્બર પહેડ્યુિં! મેઘાડંબર ગાજે, સુંદરકેશી દઈઠું હરિયું . મેઘાડંબર ગાજે, એ તો કુળતારણ યશસ્વી ! મેઘાડંબર ગાજે, ' ગીતમાં રૈયતનો રાજા પ્રત્યેનો પ્રેમ અહીં પ્રગટ થાય છે. વનરાજ પોતાના કુંવર યોગરાજાને કેળવણી આપવા પિતા-પુત્ર વેશ પલટો કરી પાટણની નગરચર્ચાએ નીકળે છે. એ સમયે નાગરવાડામાં વિવાહ ઉજવાયા હતા. નાગરાણીઓ ગીતો ગાતી નજરે પડી. ત્યાં તેમણે ગણેશ માટલીના ગીતો સાંભળ્યાં ગણેશ પાટ બેસાઠીએ, ભલા નીપજે પકવાન સગાંસંબંધી તેઢીએ, જો પૂજ્યા હોય જમવાન જે છે તે આપણે ગણપતિ, તેનો તે ઘન અવતાર Page #321 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૯૮ સાંજ સવારે પૂજીએ તો આપો સુખ અપાર જેને તે પાટે ચાર દીકરા, તેતો તે ઘન અવતાર શારે વહુઓ પાયે પઠે, જો પૂજ્યા હોય છેવરાજ નાગરાણીઓના પાપડના ગીતો, રન્નાદે ખૂંદતી વેળાના ગીતો, રાંદલને કૂવામાં નાખવા જતી વખતે હીંડતા હીંડતા ગવાતા ગીતો, નીચ વરણના લગ્નગીતો, સલોકા, ફટાણાં, પિતા-પુત્ર સાંભળીને ચર્ચા કરતા. વરરાજાને રાજાના કુંવર સાથે સરખાવીને સ્ત્રીઓ ગીતમાં ગાયું છે કે માંડવે તે ઊભો વ૨ પાન ચાલે, જે દીસે તે પાઢણ રાય રે પાત તે સરખો તે પાતળો વ૨, ફૂલ તે સરખો ફૂ૮ઠો રન્નાદેના ગીતોમાં હાસ્યરસ છે, તે હલકો છે તેથી સારા માણસને એ નાચ કરાવતો ગમતો નથી. સ્ત્રી જાતિ સંબંધી આ દેશની સ્ત્રીઓના વિચાર ઉચ્ચ છે. એક પર બીજી પરણાવવાની રીતની સાસુ-વહુની લડાઇની એમાં મશ્કરી છે. તેવા ગીતોનું એકાદ દ્રષ્ટાંત જોઈએ તો. તમ વિના સુના મંદિર, માળિયાની માછલી જી રે : તમ વિના સુનો શણગાર, મંદિર માળિયાની માછલી જી રે હા હાં રે કે જેઠાભાઈ બેઠા છે, હાં હાં રે કે વાંમા વહુ પાન લાવે ? હાં હાં રે કે લાવતા વાર લાગી હાં હાં રે કે સોટીઓ સાત મારી હાં હાં રે કે તમાશા ત્રણ માર્યા હાં હાં રે કે સાહેબ શા માટે ? હાં હાં રે કે વાર લાગી તે માટે ? ગીતમાં અબળા જાતિ ઉપર થતા પહારો જોઈ કુંવર કોધે ભરાતાં રાજા સમજાવે છે કે આ તો મશ્કરી છે. પણ એ અવલોકન કરવાનું છે કે જેવા લોકોના સ્વભાવ તેવા તેમના વિચાર તેવી તેમની ગાળ. પાટણની બીજી ઉતરતી જ્ઞાતિઓ જોગીનાં કે અન્ય ગીતોમાં નઠારી અને અનીતિના સંબંધોની મશ્કરી પ્રગટે છે. એ ગીતોને મા-માસી-, સાસુ-નણંદ લ્હાવો ગણે છે. એવા અનેક દ્રષ્ટાંતો મળે છે. પાટણની પ્રાચીન કળા ખાસ તો પટોળા સ્ત્રીઓના હૃદયમાં કેવા વણાઇ ગયા છે તેને પ્રગટ કરતાં ગીતો પણ મળે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાટણ શહેરથી પટોળા મંગાવો પહેરીને માણશું મોજ રે અલી ઓ ! મુર્જરતા માંઠલે શિવ૨ાતે સરખી મળી સવે સાહેલીઓ અમે ન્હાતાં સરસ્વતીના તીર રે, અલી ઓ મુર્જરતા માંઠને રુદ્ર માળે રૂઠા હિંશોળા બંઘાવો, હિંચકે સોલંકી સિધ્ધરાજ રે, અલી ઓ ગુર્જરના માંઠને માતા મીનળદેવીનો વીર વઠકણો રઢિયાળો ૨ાજકુંવ૨ રે, અલી ઓ મુર્જરને માંઠલે પ જે તે વખતે સરસ્વતી નદીનાં જળ તે કેવા હિલોળા લેતા હશે, તેમજ સિધ્ધરાજ, રુદ્રમાળ, મીનળદેવી લોકહૃદયમાં કેવા તો સ્થાન પામ્યા છે જે એ વખતનું સમાજજીવન અહીં વ્યક્ત થાય છે. આવા જ એક બીજા ગીતમાં જેવી પાણે રંગી, એવી શુંઠી જેવી તખમાં સમાઈ, એવી ઓઢો લાઠી •માાં દાદાજી દેખે, મારા માઠીજી દેખે નહી રે ઓઢું ૨ાયવ૨ શુંઠી પાટણની ચુંદડીના સૌંદર્યના સૂરોમાં સરી પડતું મધુર દામ્પત્ય જીવનનું ગીત પરણવા બેસતી વખતે મેવાસ પ્રદેશમાં ગવાય છે. બીજા એક ગીતમાં પાટણ શે૨તી બાંઘણી મેં લઇને બથકે બાંઘી, હાં હાં મેં લઇને બશકે બાંઘી પેરી તથી પણ પેરવી સાસરિયે જઇને હાં હાં પેલી સાસરિયે જઇને ૨૯૯ સાસરિયામાં સુખ ઘણું, સાસુઠી માંલે હાં હાં મારૂં કંઇ ન ચાલે પાટણના પટોળા સંઘરી રાખી સાસરિયે જઇ પહેરી ઓઢવાની ઉત્કંઠા અહીં ઝીલાય છે. રસિયા, પાટણ શે'રને પાદર પારસ પીપળો રે લોલ રશિયા, તિયાં રે બંઘાવો હાલ હીંચકો રે લોલ રસિયા, ઇ રે હીંશકઠે અમે જણા રે લોલ રસિયા હીંશકઠો તૂછ્યો તે પઢીઆ બે જણા રે લોલ રસિયા, અમૂને લાગ્યું તે તમને ઘણી ખમ્મા રે લોલ Page #323 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા રસિયા પેટે બળતી બોલુ, તમને ઘણી ખમ્મા રે લોલ રસિયા કો તો પ૨ણાનું નામ ભ્રામણી રે લોલ રશિયા, ગીતઠાંતી માતાર તામર ભ્રામણી રે લોલ સ્ત્રી પુરૂષના પ્રેમને વ્યક્ત કરતાં આ ગીતમાં આગળ વાણિયણ રસોઇમાં કેવી તે નિપુણ છે તે બતાવી છે. નાગર સ્ત્રી ગીત ગાવામાં બીજી ન્યાતની સ્ત્રીઓને પાછી પાડી દે છે તે બતાવી મનગમતા પુરૂષને પરણવાનો દ્રઢભાવ અહીં પ્રગટે છે. આવા જ બીજા એક ગીતમાં મને પાટણમાં પરણાવી કે, પ્રીતલી મને સાસરિયાતાં મહેણા રે, પ્રીતલી હું સાસુને બહુ અળખામણી રે, પ્રીતલી મારી નણંદી બહુ ભંભેરણી રે, પ્રીતલી મારી જેઠાણી મહેણા બોલે રે, પ્રીતલી ગૂંથાયા છે. અહીં સાસરિયાના દુઃખોને સહે જતી એક ઊંચા કુળની કન્યા પોતાને પતિને ખાતર લગ્ન જીવન ન નંદવાય એવા ઉદ્ગારો સખી આગળ પ્રગટ કરે છે. ચૂંઠીતો વોરતાર ના આયો કે કોઇએ દીઠો વાલમિયો ? ઘડિયાલતી પોળમાં ગયો તો કે ચૂંટી લેવા વાલમિયો પાટણતી બોળી બજારૂં કે ભુલો પડ્યો વામિયો હું તો વાઢી જોતાં થાકી કે રાતલડી આખી વાલમિયો જુના વખતનું પાટણનું બજાર કેવુ તો ગીચતાભર્યું હશે તેનો ચિતાર અહીં પ્રગટે છે. ૩૦૦ પટણી દેવીપૂજકનાં લોકગીતો અનોખી ભાત પાડે છે. સ્ત્રી જીવનના ભાવો વિવિધ રીતે લીલુઠી પાણતી બંગઠી બૌ સારી રે લીલવા લીલવા, એ મુજને લઇ આલ્ય, લીલુઠી બંગઠી લીલુઠી સાંકળે તત જઠાવ રે, લીલવા લીલવા, કઠલે તત જઠાવ રે, લીલવા, લીલુડી પાણી.... લીલુઠા એરે રતન જડાવ રે લીલવા, લીલવા ઝુમણે રતત જઠાવ રે લીલવા, લીલુઠી પાણતી...૧ સોને રૂપેથી જડેલ ધરણાં પહેરવાની ઉત્સુકતા સ્ત્રી હ્રદયમાં કેવી તે ઘર કરી છે તેને વ્યક્ત કરતું આ ગીત Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ યુગે યુગે પાટણની પ્રભુતા છે, બીજા આવા એક ગીતમાં વહુના ઉદ્ગારો આ રીતે પ્રગટે છે. મારા સસરાજી પાટણ જ્યાંતા માઠું ભરીને ઘઉં લાયા લાલ સુબીલો અઘમણ ઘઉં લઈ દળવા બેઠી એક જ માળે હળ્યા લાલ સુબીલોર આવા જ બીજા એક ગીતમાં આઈ આઈ ઝાલાવાઠી જોતા, પિયોર મારું મેવાસી આઈ ઊતરી નદીને કાંઠે, પિયોર મારું મેવાસી મા ઘોંઘારમાં મત છે જે, પિયોર મારું મેવાસી મા કાકરસી મત દેજો, પિયો મા મેવાસી મા દાહોરમાં મત દેજો, પિયો મારું મેવાસી માં પાટણમાં ૪૮ દેજો, પિયોર મારું મેવાસી મા પાટણનો પઢોલી, પિયોર મારું મેવાસી દીકરી પોતાની માતાને ધાન્ધા (પાલનપુર બાજુનો પ્રદેશ) કાંકરેજ, દાંતા કે ચુંવાળમાં ન નાખવા કહે છે. તેનું મન તો પાટણના પટેલમાં મોહ્યુ છે. તે અહીં વ્યક્ત થાય છે. :: પદો યા ભજનો : આ એવાં લોકગીતો છે કે જેમાં ઇધર યા દેવ દેવીઓ તરફનો ભક્તિભાવ પ્રગટે છે. જગત પરલોક પાપ-પુણ્ય વિશેનું ચિંતન દર્શન, બોધ-ઉપદેશ, શિખામણ વગેરે સરળ- સુબોધ, મધુર ઢાળમાં નિરૂપિત થાય છે. પાટણવાડું આઈતું પરગણું મેવાસી મારું ગામ રે, મારી બહુરંગી બહુશરા ! સોનીઠો આવે મૂલતો રે, લાવે હાંસઠીઓની જોઠ રે, મારી બહુરંગી બહુશરા ! પહેરે અંબે મા પાતળા રે, પહેરી ઓઢી ગરબે રાવ દીસે છે લાલ ગુલાલ રે, મારી બહુરંગી બહુચરાજી બહુચરમાં જ્યાં બિરાજમાન છે એ પાટણવાડો પ્રદેશ પ્રાચીન સમયથી જ લોક શ્રધ્ધામાં કેવો વણાઇ ગયો છે તે અહીં પ્રગટ થાય છે. સંત વીર માયાએ પાટણના સહસલીંગ તળાવમાં પાણી લાવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું તેની નીચેના ભજનમાં એ માયાના બલિદાનનો કેવો રૂડી રીતે ઉલ્લેખ થયો છે તે અહીં પ્રગટે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૨ કુંભારાણા! આપણે સાહેબે જે દી સૃષ્ટિ ૨ચાલી રે જી, અષ્ટકુળ પર્વત નવકુળ નાગ, કુંભારાણા સતની દોરી મેઘઘારવે મરાઈ રે જી, કુંભારણા ! સઘરા જેસંગ જે દી સરોવર મળાવ્યા રે જી ' માંય પાણી રેય ન ઢાંક તમારા કુંભારાણા મેઘમાયાની ઈ માં કાયા હોમાણી રે જી પછી પાણી ભરે છે લખ પાણિયાર કુંભારાણા! સઘરા જેસંમે જે દી સરોવ૨ મેળાવ્યાં રે જી હે જી...સંત વિશ્વાસે સદાય મુનિવર સિધ્યા રે જી. કુંભારાણા! કાશીનો સંઘ જે દીદુવારકા હાવ્યો રે જી તે દી ટકો આપ્યો છે રોઈદાસ ચમાર કુંભારાણા પથ્થરની મૂરતિએ હાથ મરાયો રે જી. ૮કો લીઘો છે હાથો હાથ કુંભારાણા! પોકરણ ગઢમાં જે દી'રામદેવ સિધ્યા રે જી સાથે સિધ્યાં છે ઠાલી બાઈ મેઘવાળ કુંભારાણા! સમાઘ ખોદાવી ચૂઠી ચાંદલો કાઢીઓ ૨ જી એણે પરશો પુર્યો અમદેવ દરબાર" • જનહિત માટે જેમણે જેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા એવા સંતોને યાદ કરી ભજન આગળ ગવાય છે. જ કથાગીતોમાં પ્રગટ થતાં પાટણના ઐતિહાસિકતાના અંશો : રાસડા' એ લોકસાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તે પ્રમાણમાં લાંબા છે. એક પછી એક ઘટના આવ્યે જ જાય છે. તેમાં કોઇ સતી, શુરવીર, પ્રેમી કે ભકતની ઐતિહાસિક સામાજિક કે ધાર્મિક દંતકથાત્મક કથા ગીત રૂપે આલેખાય છે. આ રાસડા ગોળ કુંડાળે સ્ત્રીઓ કે સ્ત્રી-પુરૂષો સાથે ગાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં પણ ઉલ્લેખ કરે છે કે ચંડષ્યિ - માઇ.....: આમ ‘રાસક” રાસડાની પરંપરા ઘણી જૂની છે. તે કાળથી જ રાસડો ગવાતો કે રમાતો આવે છે. પાટણ અને સહસ્ત્રલિંગ તળાવ એ તો માત્ર ગુજરાત પુરતું સિમિત ન રહેતાં અન્ય રાષ્ટ્રોના સીમાડાઓ પણ હવે તો વટાવી ચુક્યું છે. સધરા જેસંગ જસમા ઓડણ અને માયો એ ત્રણ પાત્રો વિશે દેવશંકર મહેતા નોંધતા કહે છે કે, હજાર હજાર વર્ષથી ગુજરાતના દરેક જણના હૃદયમાં ઉજ્જવળ રીતે રમી રહેલા પાત્રો છે. ભલે એ કિંવદંતી હોય પણ એ પણ એક ઈતિહાસ છે અને એ કોણ નથી જાણતું કે કિંવદંતીઓ અને લોકકથાઓથી જે ઇતિહાસ રચાયા છે, ઇતિહાસ લખાય છે. ઇતિહાસ , ત્યારે જ સચવાય છે કે જ્યારે કિંવદંતીઓ, લોકકથાઓ, લોકગાથાઓ કે લોકગીતો જનજનના હૈયામાં અને ગળામાં સંગ્રહાયા હોય." Page #326 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૩ • પરંપરાથી જ જનસમાજના હૈયામાં સિધ્ધરાજ જસમા ઓડણનો રાસડો એવો તો હિલોળા લે છે કે ગુજરાતના મલક મલકે તેના પાઠાંતરો મળે છે. મેઘાણી એ જ જસમા ઓડણના જુદાજુદા રાસ સંગ્રહિત કર્યા છે તેમાંનો એક ખંડિત વસ્તુ વગરનો રાસડો જોઇએ તો પાછલી પરોઢની રાત, રાણીએ રાજાને જાઠિયો ઉઠ રાજા પોઢતો જામ, પાણી વિતા પોશ મરે બળ્યો તારો પાટણ દેશ, પાણી વિના પોરા મરે રૂઠો મારો શોરઠ દેશ, સાવજડાં સેજળ પીએ હેઠાલો રેઘમલ ભાણેજ, ઓઠોને લખી કાગળ મોકલે રાણી ઊંઘતા રાજાને જગાડી તળાવ ગળાવવા કહે છે. રાજા ભાણેજ દુધમલને તેડાવી અર્ધા લાખ ઓડ અને લાખ ઓડણ બોલાવવા કાગળ લખાવે છે. એ કાગળ લઈ ભાણેજ વાગડ જઈ ગોવાળ ચારણ-ભાટ વગેરેને પૂછતો પૂછતો જસમાને ઘેર આવ્યો. જસમાએ કાગળ જેઠ, સસરા વગેરેને બતાવે છે. તે પછીની ઘટના ઘેલી જસમા, ઘેલું ન બોલ એ દેશે આપણ ન જઈએ એ દેશના કુઠીલા લોક, કુઠીલા લખી કાદિ મોકલે કુટુંબીજનો તેને નઠારા દેશ ન જવા સલાહ આપે છે. તેમ છતાં જસમા તેના પતિ સાથે ઓડોની વણજાર લઈને આવી પહોંચી તે પછીની ઘટના. રાજાને થઈ રે વઘાઈ, રાજાજી સામા આવીઆ ઓઠો ને ગોંદરે ઉતાર, જસમા મહેલ મેઠી તણા. જસમાના રૂપથી મુગ્ધ થયેલા રાજાએ જસમાને મહેલમાં નિવાસ, ગાદલા, હિંડોળા, કમોદ, દહીં વગેરે આપવા તત્પરતા બતાવી પરંતુ જસમા તેનો અસ્વીકાર કરે છે. મહોલે તારા કુંવરને બેસાઠ, અમારે ઓઠોને ભલા મોંદરા ઓઠોને સાથરા નંખાવ, જસમાને હિંડોળે ખાટલા હિંડોળે તારા કુંવ૨ને બેસાઠ, અમારે ઓઠોઠો ભલા સાથરા ગીતમાં આગળ રાજા એક પછી એક ચઢિયાતા પ્રલોભનો આપતો જ જાય છે. જશમાં તેનો ઉત્તર નકારમાં ઢાળે છે. હવે તળાવ ખોદવાની શરૂઆત થાય છે. ઉગમણું મોઠ રે તળાવ, આથમણી મોઠ રે તળાવડી આછી શી રૂઠી આંબલિયાની છાય, રાજાએ તંબુ તાણિયા ઉગમણા વાયરા રે વાય, જસમાના છેઠા ફરૂકિયા જસમા માટી થોઠી રે લે, કેડોની લંક વળી જશે Page #327 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ઘેલા રાજા ઘેલું ન બોલ કેઠોતો લંક લોઢે જઠ્યો જસમા માટી થોઠી રે લે, પાળે રૂએ તારા છોકરા પાણું બાણું આંબલિયાતી ઠાળ, આવતા જતા તાજું હીંચકા કિયા તારા દિયર તે જેઠ, કિયોરે જસમા તારો ઘર ઘણી ? સોના કેરો કોઠાળો હાથ, લાલ પૂંજીતી વાળી માતઠી એ એના દિયરને જેઠ, એ રે રાજા એતો ઘર ઘણી માર્યા જસમાના દિયર તે જેઠ, માર્યો જસમાતો ઘર ઘણી અઘ લાખ માર્યા રે ઓઠ, સવાલાખ મારી રે ઓઠણી ૩૦૪ રાજા ઓડોનો વધ કરાતાં જસમા એ બધાને સહિયારો અગ્નિ દાહ આપે છે. એની ઊંચે જતી જવાળાઓમાં આકાશમાં ઊડતા પંખી પણ બળતા હતા. જસમા રાજાને ઉપર ઊડતી સોનાની સમડી જોવાનું કહે છે રાજા ઉપર જોતાં તરત આગમાં કુદી પડી અને રાજાને વાંજિયા પણાનો શાપ આપ્યો. પ્રદેશે પ્રદેશે આ રાસડો ગવાતો હોય પાઠાંતરો ભળે છે. ક્યાંક આ રાસડાનો અંત એવો આવે છે કે તળાવમાં પાણી નહીં રહે એવો જસમા શાપ આપે છે. બાકીની ઘટના એક જ જેવી મળે છે. બીજા એક રાસડામાં જસમાના શાપથી વાંઝિયા રહેલા રાજની વ્યથા આ રીતે આલેખાઇ છે. સઘા તે જેસંગને પૂછે એતી રાણી જો વાંઝિયાના માલ ક્યાં ક્યાં વાપર્યા હો જી ! સિધ્ધપુર જઇને રાણે રૂદ્રમાળ બંઘાવ્યો જો તોય તં પે પુતર અવતર્યો હો જી !..સઘા... ઘોળકે જઇને ૨ાણે મલાવ ગળાવ્યાં જો ત્રણસે તે સાઠ બાંધ્યા પાવઠાં હો જી પાવઠઠે પાલઠે પૂતળિયું મેલાવી જો તોય ન પેટ પુતર અવતર્યો હો જી !..સઘા... વીરુ ગામ જઇને ૨ાણે મુતસર મળાવ્યાં જો હેરિયું મેલાવી ત્રણસે સાઠ રે હો જી દેષ્ઠીએ દેરડીએ ડોકરિયું બંઘાવી જો તોય ન પે પુતર અવતર્યો હો જી!..સઘા...૧૮ ગીતમાં આગળ રાજા વઢવાણની માધાવાવ ગળાવે છે. શિહોરમાં બ્રહ્મકુંડ ગળાવે છે. તેમ છતાં દીકરો તો નહીં પણ દીકરીએ ન આવી તેવા ઉલ્લેખ ગીતને અંતે મળે છે. આવાજ એક બીજા કથાગીતમાં સિધ્ધરાજ સાથે રાણકદેવીની કથા સંકળાઇ છે આમ તો રા' ખેંગાર અને સિધ્ધરાજ સમયવયસ્ક ન હતા. એમની વચ્ચેની યુધ્ધની કથાને ઐતિહાસિક પ્રમાણનો Page #328 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૫ કોઇ આધાર નથી. હસુ યાજ્ઞિક નોંધે છે તેમાં ક્યારેક કોઇ એક રાજ્યના ભાટ ચારણ દ્વારા અન્ય પ્રતિસ્પર્ધી રાજ્યના રાજાને ઉતારી પાડવા માટે કોઇ પ્રચલિત અન્ય સ્ત્રોતની કથાને તે રાજા સાથે સાંકળવામાં પણ આવે છે. સિધ્ધરાજ સાથે એ રીતે જ રાણકની કથા સંકળાઇ હોવાનો સંભવ લાગે. રાણકની કથાનું સામ્ય ભોજનપુરીની સોરઠની કથા સાથે છે.૧૯ સિધ્ધરાજનો ભાટ કન્યા શોધવા નીકળ્યો છે ને રાણકનું રૂપ જોઇને માંગુ કર્યું. ગરવી ગુજરાતને પાઢણ ભલું શોભતું રે તેનો મહિપત સોલંકી સિધ્ધરાજ જો વનમાંથી સુંદર કન્યા સાંપડી રે લોલ તેનો ભા૮ કન્યા શોધવા આવિયો રે રાણક રૂપ-ગુણમાં દેવીનો અવતાર જો વનમાંથી સુંદર કન્યા સાંપડી રે લોલ ભાટે સિધ્ધરાજને દીથી વઘામણી રે ૨ાજા સિધ્ધરાજને હઇએ હરખતા માય જો વનમાં સુંદર કન્યા સાંપડી રે લોલ ગીતમાં આગળ ઉલ્લેખ થયો છે તે મુજબ હડમતે નાળિયેર સ્વીકારી પણ લીધું છે પણ બને છે એવું કે ફૂલવાડીમાં રાણક અને રા'ખેંગાર મળ્યાં અને પ્રેમમાં પડચાં. રાં'ખેંગારે ભાણેજ દેશળને માંગુ કરવા મોકલ્યો. હડમતે સિધ્ધરાજ સાથે સગાઇ થયાની વાત કરી. દેશળ ગુસ્સે થયો. તત્કાળ ખેંગાર સાથે રાણકનાં લગ્ન થયાં. એક વખત રાં’ખેંગારે ભાણેજ દેશળને દારૂ લઇને રાણક પાસે મોકલ્યો. દારૂના નશામાં મામી-ભાણેજ એક પથારીમાં સૂઈ ગયાં. આ જોતાં રાં'ખેંગાર ગુસ્સે થયો અને દેશળને કાઢી મૂક્યો. અપમાનિત દેશળે સિધ્ધરાજને ઉશ્કેર્યો. વાતું જાણી સિધ્ધરાજ ક્રોધે ભર્યો રે તેણે મદ્ધ મિતાને ઘેરો ઘાલિયો જો રાયે ઘોઠલાં ખેલાવ્યાં રે લોલ લઢતા શૂરા-બંકા, માજે રણ મેદાન રે મને બાર બાર વચ્સ ઘેરો ર્રાખયા જો ૨ાયે ઘોઠલાં ખેલવ્યાં રે લોલ બાર બાર વર્ષના અંતે રાં’ખેંગાર મરાયો, સિધ્ધરાજ રાણક સાથે લગ્ન કરવાનું કહે છે. રાણક તેનો ઉત્તર વાળે છે કે, રાજા પરાણે પ્રીત કદાપિ ન થાય... રાજા, પ્રીત પરાણે કદી નવ થાય ફોમ૮ ફાંફા તું શીદ માર્ય જો રાણક ચંઠાણી, જુનાણો ાંઠિયો રે લોલ Page #329 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૬ સતીનાં વેણ સુણી પાટણપતિ કોપિયો રે છેલ્લું રાણક નજરે બાળકુંવ૨તું શીશ જો રાણક રંઠાણી, જુતાણો ગંઠિયો રે લોલ રાણકના પુત્રનો વધ કરી રાજા તેને બળજબરી પૂર્વક જૂનાગઢથી ભોગાવાને તીર લાવે છે. રાણકે સીતા, દમયંતિ, દ્રૌપદીને દાખલા આપે છે. રાણક ડગતી નથી. જમણા પગેથી આગ પ્રગટાવી ભોગાવાને આરે સતી થઇ ગઇ. એ પછી સિધ્ધરાજનો પસ્તાવો ગીતમાં આગળ પ્રગટે છે. મોટાભાગના બહારવટિયા સૌરાષ્ટ્રમાં થઈ ગયા તેમ છતાં પાટણ પાસેના મૂળ સરિયદ ગામના વતની પાટણવાડિયો મીરખાનજી તરીકે તે ગુજરાતમાં લોકખ્યાત બનેલો. પાટણવાડે રાઢ પઠાવી ધ્રુજાવી ગુજરાત ટેકો માટે મીરખાં! તું તો જંપ્યો નહી દિનરાત સરિયડતો નર છે વંકો, મીરખો તારા દેશમાં બહારવટા ખેલતાં તેનું મૃત્યુ થતાં તેની અંતિમ ઇચ્છા મુજબ પાટણની ચાંદાપીરની જગ્યા પાસે દફનાવવામાં આવ્યો તેવો ઉલ્લેખ તે રાસડામાં મળે છે. રૂપેણ કાંઠાની ધરતી પર વનરાજ ચાવડાએ ખેલેલું બહારવટું ઇતિહાસ પ્રસિદ્ધ છે. ગુર્જરથરો. અને પાટણના પાદશાહો સાથે બાખડનાર ઘોડો પણ રૂપેણ કાંઠે ખાબકયા હશે. એ બહારવટાના આછા પાતળા પડછાયા રૂપેણ કાંઠાના લોકગીતોમાં સંગ્રહાયા છે. ઉંચાનેથી સરવરિયાની પાળ પાળે રે બેઠાં બીલાં રે લોલ બાલાં ઊઠી ગયાં અગતાશ પડ્યાં રે રિયા પગલાં રે લોલ કે પાળે ઊભો ઢોપીવાળો કરે વિસાર શિયા ટાઢ ભેળશાં રે લોલ પાટણના ઇતિહાસ સાથે જોયેલી ઉપર્યુકત લોક ગાથાઓમાં સાહસ, શોર્ય, પ્રણય અને દાંમ્પત્ય પ્રેમનાં સીધી સરલ સ્વાભાવિક છતાં સચોટ બાની રીતિમાં સાવંત રીતે પ્રગટ થયાં છે. તે ગીતોનો ઢાળ-લય વેલો છે. અને “ટેક' ની પંક્તિ વેધક અને સતત પુનરાવર્તન પામતી રહી છે. ઉપર્યુક્ત બધાં જ રાસડાઓમાં નિરૂપિત ભાવ ઘૂંટાઈને ઘેરો બન્યો છે. આ બધા જ કથાગીતોમાં ઊર્મિ કરતાં કથાવર્ણન પરનો ઝોક લોકહૃદયમાં વિશેષ ઝીલાયો છે. :: પાટણના ઇતિહાસ સાથે જોડાયેલી લોકકથાઓ- દંતકથાઓ : અણહિલપુર પાટણનો સાચો ઇતિહાસ જાણવો હશે તો એ રાજવંશની લોકકથાઓદંતકથાઓ લોકસાહિત્યમાં કેવી રીતે ઝીલાઈ છે તે જાણવાથી મળી રહેશે. Page #330 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૭ વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું એ ગુજરાતના ઇતિહાસમાં જાણીતું છે. ચાવડાઓનું રાજ્ય તે પછી લગભગ બસો વર્ષ સુધી પાટણમાં રહ્યું, પરંતુ ચાવડાઓ વિશેનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ પાટણની સ્થાપના પછી લગભગ ચારસો વર્ષ બાદ કુમારપાળની વડનગર પ્રશસ્તિ (સં ૧૨૦૮ ઈ. ૧૧૫૨) માં મળે છે. એ પહેલા વનરાજ ચાવડાના પિતા જયશિખરીની લોકકથા મળે છે. ૨૩ રાજા ભીમદેવ અને વારાંગના ચૌલાદેવીની લોકકથા પણ એટલી જ પ્રસિધ્ધ પામેલી છે. પાટણનો છેલ્લો અને અવિચારી રાજપૂત રાજા કરણઘેલાની લોકકથા પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી છે.* સિધ્ધરાજ જયસિંહના સેનાપતિ શ્રી જગદેવ પરમારની લોકકથા અતિ લોકપ્રિય છે. ૨૫ તે ઉપરાંત રાજમાતા મહારાણી મીનળદેવીની કથાઓ પણ લોકોમાં ભિન્ન રીતે પ્રચલિત છે. ૨૧ સોલંકી યુગના ઇતિહાસમાં લોકોમાં પ્રસિદ્ધ થયેલી દંતકથાઓ એવી તો શ્રધ્ધાથી વણાઇ ગઇ છે કે લોકહદય ક્યારેય ભૂલી શકે તેમ નથી. એથી જ પ્રા. ડૉ.મંજુલાલ મજમુદાર (કીર્તિનું કલંક લેખમાં નોંધે છે તેમ સહસલિંગના સર્જનની સાથે જસમા’ અને ‘માયા' ની લોકકથાઓ એવી કરૂણતાથી વણાઈ ગઈ છે કે એ લોકવર્ગના વિજ્યમાં ગુર્જરેશ્વરની કીર્તિનું કલંક જાણે ચિરંજીવ બની (ગયું છે. ૨૭ સહસ્ત્રલિંગ તળાવ ખોદવા આવેલી જસમા ઓડણ પર સિધ્ધરાજ મોહિત થાય છે પરંતુ જસમા તેને વશ ન થતાં એ શાપ દઇ મરી ગઇ. એ દંતકથાનો ઇતિહાસ આપણે કથા ગીતમાં જોયો તેવી જ બીજી કથા સિધ્ધરાજની રાણકદેવી સાથે સંકળાયેલી છે તે પણ કથાગીતકમાં જોઈ ગયા. આ બંને કથાઓના રાસડાઓ ગુજરાતમાં જગબત્રીસીએ ઘેરઘેર ગવાય છે, - સંત વીર માયાએ પાટણમાં સહસલિંગ સરોવરમાં પાણી લાવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું એ ગૌરવગાથા દંતકથા લોકજીભે કરૂણરીતે વણાઇ ગઇ છે. જસમાના શાપથી તળાવ સૂકાઇ ગયું. શાપનું નિવારણ કરવા મંત્રીએ કે જોષીએ રાજાને ઉપાય સૂચવ્યો કે કોઈ બત્રીસ લક્ષણાનું બલિદાન અપાય તો શાપનું નિવારણ થાય અને તળાવ ભરાય આથી નગરીના એક માયા નામના વીરનું બલિદાન આપવામાં આવ્યું. મરતા મરતા માયાએ રાજા પાસેથી વચન લીધું કે તેના રાજ્યમાં હરિજનોનો હવેથી જુદા વસવાટ અને પોશાક નહી રહે.૨૮ કર્ણદેવની પણ દંતકથા પ્રસિદ્ધ છે. શ્રી ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિમાં પાટણના માનસર તળાવનો ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે પાટણના રાજા કર્ણ જોધપુર રાજ્યના પુંગલ ગામના ઓડની સ્વરૂપવાન દીકરીને રખાત તરીકે રાખી હતી. તેનું નામ માના. આ માનાનું સ્મારક રચવા તેણે “માનસર’તળાવ બંધાવ્યું હતું તેને માટે એક શ્લોક આપેલ છે. संवत एकादशनव भाद्रशुक्लाष्टमी गुरौ । मानायाः प्रीतिकार्यायँ कृतं मानसरोवरम् ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૮ રૂદ્રમહાલયની સાથે જોડાયેલી સિધ્ધરાજની દંતકથા પણ રોમાંચ ખડો કરી દે તેવી છે. માળવાથી જ્યોતિષી માર્કન્ડ શાસ્ત્રીને ખાતમુહૂર્તની વિધિ કરવા બોલાવ્યા. તેમને સવા ગજ ખાડો ખોદાવ્યો અને રાખેલ દંડની છાયા પર નજર રાખી સુવર્ણખીલો ધરતીમાં ખોડાવી દીધો. એ ખીલો શેષના માથે વાગ્યો. એટલે માર્કન્ડજી બોલ્યા કે હવે આ રૂદ્રમહાલયને કાળ પણ સ્પર્શી શકશે નહી. સિધ્ધરાજને વાત માન્યામાં ન આવી. ઘણી ચર્ચા વિચારણા થઈ રાજાએ રાજ હઠ ન મૂકી. શાસ્ત્રીજી દ્વારા જેવી ખીલી ખેંચાય છે તેવી જ રકતધારા સિધ્ધરાજના કપડાં પર છંટકાય છે. ખીલી પાછી દબાવી દીધી. રાજાએ આશ્ચર્યથી માર્કન્ડજી તરફ જોયું. તે વિષાદથી બોલ્યા મહારાજ ખીલી ખેંચાઈને પાછી દબાઇ ગઇ તેટલી ક્ષણોમાં શેષનાગ તો સરકી ગયો પછી ખીલી માથે નહી પૂછે વાગી છે. રાજા તેનું પરિણામ પૂછતાં માર્કન્ડજીએ કહ્યું, તમારી કીર્તિ પર કલંકના છાંટા રહેશે. ને આ રૂદ્રમાળ સંપૂર્ણ થશે. પણ કાળે કરીને તેનો વિનાશ થશે, મહાલયના પથરે પથરે ઘણના ઘા પડશે. માત્ર રહેશે ખંડેર. સિધરાજ સાથે તેના પરાક્રમની પણ અનેક દંતકથાઓ જોડાયેલી છે. તેમાં બર્બરક (બાબરો ભીલ કે ભૂત) એ જગપ્રસિદધ છે. બાબરો પાટણની આજુબાજુ લોકવસતિ ને ખૂબ જ રંજાડતો. વસતિ તેનાથી ખૂબ જ ડરતી. તે રંગે કાળો અને ખુન્નસથી બિહામણો લાગતો. તેથી લોકોમાં ગમે ત્યારે ગમે ત્યાં દેખાઈને હુમલો કરતો. તેથી તે બાબરા ભૂત તરીકે ભયત્રસ્ત લોકોમાં જાણીતો થયો. સિદ્ધરાજે શૌર્ય દાખવીને વશ કર્યો. એ પછી તેની સહાયથી સિધરાજે ઘણા વિજય મેળવ્યા તેમ કહેવાય છે. છેલ્લે એવું અનુમાન કરાય છે કે બર્બરક એ આપેંતર કોઇ જાતિનો જોરાવર સરદાર હોવો જોઈએ. હકીકતના ઇતિહાસ કરતાં પણ આ દંતકથાઓમાં પ્રજાના સંવેદનો-દર્શનો વધુ સાકાર થતાં લાગે છે. દંતકથાઓનો પણ આગવો ઇતિહાસ છે. દંતકથાઓ અને લોકકથાઓથી જ ઇતિહાસ રચાય છે, લખાય છે. ઇતિહાસ ત્યારે જ સચવાય છે કે જ્યારે આ લોકકથાઓ, દંતકથાઓ, લોકગાથાઓ કે લોકગીતો સમગ્ર લોકહૃદયમાં સંગ્રહાયા હોય. :: ભવાઇ, લોકનાટયમાં પ્રગટ થતા જસમાના વેશ:: ભવાઈ એ ગુજરાતનું લોકનાટ્ય છે. આજે પણ દેવમંદિરના પ્રાંગણમાં કે નવરાત્રી દરમિયાન ચાચરના ચોકમાં અન્ય કોમોના સામાન્યજનો પ્રસંગોપાત ભવાઇના વેશ ભજવે છે. તેમાં કથાનાટક-ગીત-નૃત્ય સંગીતનો સુયોગ સધાય છે. 'જસમા’ એ પણ જૂની વ્યવસાયી રંગભૂમિના અંશો ઝીલ્યા છે. 'જસમા ઓડણ” ના રાસડા પરથી તેના વેશો જુદી જુદી રીતે ભજવાયા. જશમાના વેશમાં માઢ, હીંચ અને ચલતી આવે છે. ભવાઈની દ્રષ્ટિએ એ મહત્વના તાલો છે. એમાં આવતા જશમાના ગીતો પણ ખેલવા માટેના છે. જશમાના વેશમાં તેના રચયિતાનું નામનો પણ ઉલ્લેખ છે. કુંજલડી રે સંદેશો અમારો જઈ વાલમને કહેંજો જી રે પાટણવાડામાં કુણઘેર ગામ છે ૨ચતાર મારામ નામ છે તાયકર સંક્ષિપ્તમાં આ જસમાના વેશને અહીં જોઇએ તો Page #332 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૯ વેશની રજુઆત થતાં પહેલાં વાંજિત્રકારો વાજિંત્રો વગાડે છે. અને તે પછી ગાયકો મોટે સાદે આવણું ગાય છે. આવે રે આવે રઢિયાળ રે વેશ જસમાને માથે ટોપલી રે આવે રે આવે કામણગારા વેશ ઓઠાને હાથે ટોપલી રે આવણું ગવાયા પછી નાયક ચાચરમાં આવી એક પછી એક કવિતો બોલે છે પછી નાયક રંગલા વચ્ચે સંવાદો ચાલે છે. રંગલો : અરે ભાઈ નાયક ! તાયક : હેં ૨anલા! રંગલો : આ વેશ કોના કહીએ ? તાયક : ' આ વેશ ઓઠતા કહીએ..જશમા ઓઠણતા કહીએ...સતી જશમાતા કહીએ રંગલો : * એ વિશે વિગતે કહેવાતું સુચન કરે છે. નાયક : જો રંગલા સતી જશમાં પુરવ જનમમાં એક અપ્સરા હતી. રંગલો : અપછરા ? નાયક : હા, અને એક દ્રષિતું તપ ચલાવવાના દોષથી તે મનખ જાતમાં જામી રંગલો : એ વાત વિસ્તારીને કહોં. | તાયક : હે રંગલા, એ વાતનું સાંભળવાને બદલે નજરે જો ત્યારબાદ રાજા અને ઋષિ વચ્ચેના સંવાદો આવે છે. ઋષિનું તપ છોડાવવા રાજા ઇન્દ્રના દરબારની અપ્સરાઓ બોલાવે છે. રૂપનું અભિમાન કરતી અપ્સરાઓને ઋષિ. દ્વારા શાપ મળે છે કે તારા રૂપ તો ઘણું હશે પણ પતિ કાળો કુબડો હશે. સામે અપ્સરા પણ ઋષિને શાપ આપે છે કે તમે જ મારા એ કાળા કુબડા પતિ થજો. બંને ઓડોને ત્યાં જન્મ લઇ શાપ સાચા ઠેરવે છે. એટલામાં જ સિદ્ધરાજ જયસિંહનો બારોટ રસ્તો શોધતો આવી ચઢે છે. કાળા રૂડિઆને જોઇ સૌદર્યવાન જસમાને જોતા બારોટ કહે છે, “રતન વીંટીએ શોભે છે ને સુન્દરી રાજદરબારે.” જસમા એને અપમાનિત કરી કાઢી મુકે છે. ત્યારે બારોટે તેનું વેર વાળવાનું કહી ચાલ્યો જાય છે. બારોટ દરબારમાં જઇ રાજા આગળ જસમાના વખાણ કરે છે. તરત જ રાજા જસમાને ગમે તેમ કરી પાટણ બોલાવવાનું બારોટને ફરમાન કરે છે. પાટણમાં પાણી ન હોઇ માળવાથી ઓડ તેડાવ્યા. સહસ્ત્રલિંગ તળાવ ખોદતી જશમાને રાજા પ્રલોભનો આપી તેની રાણી બનાવવા માગે છે. જશમાં એક ની બે ન થતાં બારોટના કહેવાથી રાજા તલવારથી તેના પતિ રૂડિયાને મારી નાખે છે. (બધા ઓડ-ઓડણી વિલાપ કરે છે ને મરશિયા ગાય છે) છેલ્લે જશમાના ઉદ્દગારો... Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ યુગે યુગે પાટણની પ્રભુતા અરે કાંકણ ઉતાર્યા સૂંઠલા મારો બેલીઠો પહોક્યો મસાણ. પાટણ થાશે રે પાયમાલ એક પરાતા પ્રતાપથી એ મહેલને ઠેકાણે મસીદ રે એક જમાતા શાપથી એ...મહેલ ઠેકાણે મસાણ સુણજે પાઢણતા ઘણી.... એ પછી જસમા જુસ્સાપૂર્વક અભિયન સાથે ગાય છે. અને પછાડ ખાઇ રૂડિયાના શબ આગળ નિચેતન થઈ પડે છે. એવામાં મક્કાથી એક ફકીર ગાતો ગાતો પ્રવેશ કરે છે. સભામાંથી સવાપાંચ રૂપિયા એકઠા કરી એને આપવામાં આવે છે. ફકીર બંનેને સજીવન કરે છે. બંને ગાય છે, નાચે છે ને વેશ પુરો થાય છે. સિધ્ધરાજ-જસમાની દંતકથા પરથી જ જસમાના વેશ ભજવાયા. આ વૈશમાં આંગિક અભિનયો પણ ખૂબ વિકસેલા છે. વેશભુષા પણ દાદ માંગી લે તેવી છે. મશાલના અજવાળા અને રંગભુષા વેશને રોમાંચિત બનાવે છે. આમ, ઇતિહાસમાં નહીં પણ લોકસ્મૃતિમાં સિધ્ધરાજનું જે રૂપ હતું તેનું આકર્ષણ ભવાઇના સ્વરૂપને ઉપકારક નીવડ્યું છે. ટૂંકમાં કહેવું હોય તો આજના પ્રશ્નોને વાચા આપવાની ક્ષમતા ભવાઇમાં કેટલી છે તે આ વેશમાંથી સમજાય છે. જસમાનું શ્રમજીવી વ્યક્તિત્વ પણ પ્રગટ થયું. અને સ્વતંત્ર નારી તરીકેનું એનું વ્યક્તિત્વ પણ ઉપસી આવ્યું છે. :: લોકસુભાષિતોમાં પ્રગટ થતું પાટણ લોકસુભાષિતોમાં લોકોક્તિઓ દુહા-સોરઠા, રૂઢિપ્રયોગ, બાળકોનાં ગીતો, રમતનાં ગીત, અર્થહીન ગીત વગેરે પ્રકીર્ણ સાહિત્યનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ લોકસમૂહ પોતાના પ્રતિદિનના વ્યવહારમાં કરે છે. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં ‘ચોવીશી', વીશી' ને નામે ઓળખાતી સ્તવન રચનાઓ વિપુલ પ્રમાણમાં મળે છે. જૈન સાધુ કવિ જિનહર્ષની વીશી સમગ્ર વીશી સાહિત્યમાં જુદી તરી આવે છે. લોકગીતની દેશીઓમાં પાટણનો ઉલ્લેખ આ રીતે મળે છે. પાટણ નગર વખાણીયઈ, સખી મોહે રે હારી, . લખમી દેવિકિ ચાલઉ રે, આપણ દેખિવા જઇચઈ ઘ(સીમંઘરજિત 1.1) પાટણ પ્રાચીન સમયથી જ નૃત્યશાલા-નૃત્યસ્થાન માટે પણ એટલું જ જાણીતું છે. आन” देशभेदेऽपि नृत्यस्थाने जने रळे । ઉપરાંત आनर्तो नृत्यशालायाम् जले जन पदान्तरे" Page #334 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧૧ સિદ્ધરાજના સમકાલીન હેમચંદ્રાચાર્યે વડનગર પ્રકાર પ્રશસ્તિ લખનાર સિધ્ધરાજ મિત્ર કવિ શ્રીપાલે જૂનાગઢ ઉપરની ચડાઇની નોંધ કરી નથી. પણ સિધ્ધરાજના સમયના વિ.સ.૧૧૯૬ ના દોહદ (પંચમહાલ) ના લેખમાં સોરઠના રાજાને કેદમાં નાંખ્યાનું સ્પષ્ટ કથન છે. श्री जयसिंहदेवोस्ति भूपो गुर्जरमंडले । येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रमालवेश्वरौ ॥५ | સિધ્ધરાજ જયસિંહના સેનાપતિ ચોકીદાર દ્વારપાળ કહેવાતો શ્રી જગદેવ પરમારનો ઉલ્લેખ પણ આ રીતે મળે છે. विना जगदेव भिमाभवस्थां नीता निजैरैव परैरिवाहम चित्र स्थिते वेत्रिळि शङ्कितैर्न द्विष्टैः प्रविष्ट पुरि गूर्जराळाम् ॥९ સિધ્ધરાજ દ્વારા જિનમંદિરો પર ચઢાવેલા સોનાના કલશોનો ઉલ્લેખ जेळ जयसिंहरायं भळिऊगं तरस मंडले स्यले जिनमंदिरेसु कलसा-यडाविया स (रु) इर - कळथमया ॥ પાટણમાં વસતા વિશાળ માનવ સમુદાયનું આલેખન દેશીઓમાં મળે છે. 'સાંકઈ સાથિ શોહ૮ઈ શક્યાં, કર્મસંયોગિઈ ભૂલાં પડ્યાં રોતી ઠવઠતી સા તારિ, પુહાતે ભૂપતિ ભવન મોઝારી સ્વામિ નામે રાણો એહ, ઠાબિઈ આંખઈ કાણો તેહ, એકઈ ઇંઘાણે મુખ ભરતાર, રાય કરો મુમતી સાર, રાઈ વેગઈ વજાવ્યો, રાણા કાણા આવી ચઢો, રાણા કાણા ઠાધિ આંખે, નવસઈ નવાતું ભાખિ, મલ્યા એકઠા, તૃપ ઇરબાર, પઈ છેઠાવી તા તારિષ્ઠ રમુજી પ્રસંગમાં વસતિની ગીચતા આલેખાઈ છે. રાણા નામનો ડાબી આંખે કાણો પરદેશી અને તેની પત્નીને બજારમાં એકબીજાથી છુટા પડી જાય છે. પત્ની રાજા પાસે જઈને પોતાનો પતિ ખોવાયો હોઇની ફરિયાદ કરે છે. અને રાજા ડાબી આંખે કાણા અને રાણા નામના માણસોને ભેગા કરે છે. હાસ્યરસનું નિરૂપણ અહીં પ્રગટે છે. હરિજનોમાં યજમાન વૃતિ કરતા બ્રાહ્મણ, ભાટ તરીકે વહીવંચાઓએ વંશપરંપરાગત કંઠસ્થ જાળવી રાખેલ, માયાના બલિદાનનો અહેવાલ, સહસ્ત્રલિંગમાંના નરમેઘનો સંપૂર્ણ ઇતિહાસ જેમાંથી મળે છે. તે માયાવેલ', જે માયાના બલિદાનની વીરગાથા વર્ણવે છે. સંવત અગિયાર એકાવ, પાટણપુર મોકાર રાજ કરે સઘરાજજી, સોલંકી સરદાર કરણદેવરો દીકરો, મીનળદેવી તીજ માત Page #335 -------------------------------------------------------------------------- ________________ - - યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧૨ શૈવપંથ પાળે સહી, પરાક્રમી પ્રખ્યાત સિદઘપુર સુંદર ગામમાં, હતું શિવાલય જેહ મુળરાજે બંઘાવયું, પુરણ કીધું તેહ સંવત અઢયાર એકાણવે, કર્યો પૂરણ શિવામાળ અણહીલવાડે તે પછી ખોદી સરોવર પાળ તે પછી આગળ આ જ રીતે જે ઘટના રજુ થાય છે તે જસમાના શાપથી પાણી સુકાઇ જવું, પાણી મેળવવા રાજનું પ્રાયશ્ચિત, ભાલદેશના ધોળકાથી બત્રીસ લક્ષણા માયાને લાવી નર બલિ ચઢાવવો તેના આધારે જે દુહા પ્રસિદ્ધ થયા તે સતી તારીતા શાપથી, પેઠું જળ પાતાળ કપરો જળતો કાળ, તે મરતા બચાવ્યાં માયલા સઘરાજે શાળ્યો તને, ભરવા જળ ભરપુર તેં તન કીઘુ શકશુર, તરસ્યાં કાજે માયલા બળતાં તુજ શરીર, પાટણે પાણી થયું તારૂં રજ રૂઘર, મૂકી ગયો નહી મારવા જે દિ હોમાણો માયવો, તે દિ ખળભળયું ગુજરાત કેટલાક છપ્પા પણ પ્રગટ થયા છે પાટણ શહેરને પ્રથમ વખાણિયે જૂની ગુજરાતની ભોમ જાણી સાક્ષાત સાળવો વ્યાં હોમાણો સુતો દાતાર એ સોઠ તાણી સોરઠમાં પણ તેનો ઉલ્લેખ માયા તારા વેશમાં, જોયા અપરંપાર પણ તું પેઠે મ૨ના૨, મીઢ તાલે મારવા આ આખીયે “માયાવેલ” જ્યારે રાવણ હથ્થાવાળા કરૂણ આલાપોમાં ગાય છે ત્યારે એ ઇતિહાસની આખાય વાતાવરણમાં એક પ્રકારની હદયદ્રાવક ભીનાશ છવાઈ જાય છે. હરિજનો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે એને સાંભળે છે. આમ, ઐતિહાસિક નગરી પાટણ, એ સમયનું સમાજજીવન ધર્મ, સંસ્કૃતિ વગેરે આપણે જોઇ ગયા તે પ્રમાણે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એવું તો લોકજીભે ચઢી ગયું છે કે તે કદી ભૂંસાય તેમ નથી. એમાંય લોકહૈયાઓમાં જેમણે આદરનું સ્થાન મેળવ્યું છે તે સિધરાજ, સહસ્ત્રલિંગ, Page #336 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧૩ જસમા, માયા અને રાણકદેવીની કથા તે સમયની સામાજિક અને ઐતિહાસિક વાસ્તવિકતા તરફ દોરી જાય છે ઇતિહાસકારો પણ કહી શક્યા નથી. ટૂંકમાં લોકસાહિત્ય ઇતિહાસની ખૂટતી કડીઓને સાંકળી આપે છે. પ્રા. ડૉ. મયંકભાઈ એમ. જોષી કાંકરેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, થરા યાદટીપ : ગુજરાતની અસ્મિતા : રજની વ્યાસ, પૃ. ૧૧૫ વનરાજ ચાવડો : મહિપતરામ રૂપરામ પૃ. ૧૧૫ (૩) એજન: પૃ. ૨૨૦ (૪) લોકસાહિત્યનું સમાલોચન : ઝવેરચંદ મેઘાણી પૃ. ૧૯ (૫) . લોકસાહિત્યમાળા મણકો - ૧૧ : પૃ. ૧૪૩ લોકસાહિત્યમાળા મણકો - ૪ : પૃ. ૫૮ લોકસાહિત્યમાળા મણકો - ૧૨ : પૃ. ૨૩૪ ગુજરાતી લોકસાહિત્યની જીવનચક્ર અંતર્ગત રચનાઓ ભાગ : ૨૫. ૪૭૪ (૯) ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો - . ૨૦૧ (૧૦) એજનઃ પૃ. ૨૦૦ (૧૧) ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો - ૧૨૫. ૩૨ (૧૨) એજનઃ પૃ. ૨૬ (૧૩) કંકુ રે વાયુ ઍમત પટેલ પૃ. ૮૯ (૧૪) લોકસાહિત્યમાળા મણકો - ૯ પૃ. ૨૧૦ (૧૫) હરિજન સંત અને લોકસાહિત્ય : ડૉ. દલપતભાઇ શ્રીમાળી પૃ. ૨૧ (૧૬) એજન પૃ. ૧૭ (૧૭) ગુજરાતી લોકસાહિત્યમાં કથાગીતો સં. ડૉ.હસુ યાજ્ઞિક પૃ. ૧૨૮ (૧૪) એજન પૂ. ૧૪૮ (૧૮) મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ : ડૉ. હસુ યાજ્ઞિક પૃ. ૯૩ (૨૦) ગુજરાતી લોકસાહિત્યમાં કથાગીતો : સં. ડૉ. હસુ યાજ્ઞિક પૃ. ૧૦૮ (૨૧) એજન પૃ. ૨૩૭ (૨૨) સોહામણી રૂપેણ સં. પ્રવીણ ગઢવી પૃ. ૧૮ Page #337 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧૪ (૨૫) (૨૩) ગુજરાતની અસ્મિતા રજની વ્યાસ પૃ. ૧૧૫ (૨૪) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : રામચંદ્ર. ના. પટેલ પૃ. ૧૫૩, ૧૫૪ ઐતિહાસિક સંશોધન દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પૃ. ૫૧ (૨૬) રાજમાતા મહારાણી મીનળદેવી : ડૉ. અમૃત પટેલ (૨૭) હરિજન સંત અને લોક સાહિત્ય : ડૉ. દલપતભાઇ શ્રીમાળી પૃ. ૧૭ (૨૮) એજન પૃ. ૧૩ (૨૮) એજન પૃ. ૫૪ (૩૦) ગુજરાતની અસ્મિતા : રજની વ્યાસ પૃ. ૪૫, ૪૬ (૩૧) ગુજરાતના ભીલ: ચંદ્રવદન શુક્લ પૃ. ૧૩ (૩૨) જસમા લોકનાટ્ય - પ્રયોગ - શિલ્પની દ્રષ્ટિએ : ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા પૃ. ૭ (૩૩) મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સં. યંત કોઠારી પૃ. ૩૦૩ (૩૪) પુરાણોમાં ગુજરાત: ઉમાશંકર જોષી પૃ. ૪૨ (૩૫) ઐતિહાસિક સંશોધન : દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પૃ. ૪૫ (૩૬) એજન પૃ. ૫૧ (૩૭) ઐતિહાસિક લેખ-સંગ્રહ: પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી પૃ. ૬૨ (૩૮) મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સં. જયંત કોઠારી પૃ. ૧૭૫ (૩૯) હરિજન સંત અને લોકસાહિત્ય : ડૉ. દલપતભાઇ શ્રીમાળી પૃ. ૪૨ Page #338 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧૫ સહસલિંગમાહાભ્ય સંકલન: પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સહસલિંગ સરોવર પ્રજાના કલ્યાણ માટે સિદ્ધરાજે બંધાવ્યું હતું. અણહિલપુર પાટણના પ્રજાજનોને, સ્નાન, પાન, અવગાહન, અને આનંદપ્રમોદના એક મહાસ્થાન તરીકે, બંધાવ્યું હોવા છતાં, તેના કિનારા ઉપર સેંકડો દેવમંદિરો, તેમ જ તીર્થો સ્થાપી, તેને ભારતના એક સર્વશ્રેષ્ઠ તીર્થ તરીકે અવતારવાનો તેનો ગુઢ આશય હતો. આથી જ તેના કોઇ વિદ્વાને, આ સરોવરનાં દરેક તીર્થો, અને મંદિરોનું વ્યવસ્થિત મહાભ્ય તેની ફલશ્રુતિ સાથે સરસ્વતિપુરાણમાં રજૂ કર્યું છે. સરસ્વતિપુરાણ એ સહસ્ત્રલિંગસરોવરનો ઇતિહાસ રજુ કરતો, પ્રમાણભૂત ગ્રંથ છે. તે સિદ્ધરાજના રાજ્યકાળે રચાયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેનો પંદરમો અને સોળમો સર્ગ સિદ્ધરાજચરિત્ર સાથે, સહસ્ત્રલિંગ સરોવરની ઉત્પત્તિથી આરંભી, સરસ્વતીનો પ્રવાહ આ સરોવરમાંથી નીકળી, પાટણ નજદીકના મહાવનમાં થઇ આગળ જતો હતો ત્યાં સુધીનું વિગતવાર વર્ણન કરે છે. આમાં તીર્થો, અને મંદિરોમાં મહાભ્યો, વિશદ રીતે તેના પૂર્વ ઇતિહાસ સાથે આપેલાં છે. જે બધા અહીં રજૂ કરવામાં આવે તો, પંદરમો અને સોળમો બન્ને સર્ગો અહીં મૂકવા પડે, અને તેથી આ ગ્રંથનો વિસ્તાર વધી જાય. તેથી આ પરિશિષ્ટમાં ફક્ત સહસલિંગસરોવર સાથે, નિકટતમ સહચાર સાધતાં સ્થાનોનું સામાન્ય માહાત્મ આપી સંતોષ માન્યો છે. આ બધાં સ્થાનોનાં મહાત્મો, અને સ્થાનોના ઇતિહાસ જાણવા માગતા જિજ્ઞાસુઓને સરસ્વતીપુરાણ જોવાનું સૂચવું છું. એટલે અહીં તો સહસ્ત્રલિંગનાં પ્રમુખસ્થાનો જે તેની સાથે સંકળાયેલા છે. તેનાં મહાભ્યો ગુજરાતી ભાષાંતર સાથે અત્રે રજૂ કરવામાં આવ્યાં છે. // રુદ્રપદાર્ગી | વિષ્ણુયાનીક્ષિત:.. .सर्वकामदम् ॥४०६॥ વિષ્ણુયાનથી દક્ષિણમાં સરસ્વતી ઉપર રૂદ્રકૂપથી વિખ્યાત સર્વ કામનાઓને પૂર્ણ કરનારું તીર્થ છે. ૪૦૬ યવા તુ..... ....સમુપાતા | ૪૦૭ | જ્યારે સિદ્ધરાજ સરસ્વતીને (સરોવરમાં) લાવ્યા ત્યારે, મહા જલૌધ વડે સરસ્વતી તે સરોવરમાં આવ્યાં. ૪૦૦ તણાતામાનવિય..... .........મલિયમ્ | ૪૦૮ | તેમનો આવો દુસહ વેગ જોઇ, તે સ્વસ્થ કેમ થાય તેની સિદ્ધરાજ ચિન્તા કરવા લાગ્યો. ૪૦૮ તતઃ......... .......શીત: ૪૦. ત્યાર પછી આર્તિહર (દુ:ખનાશક) ભગવાન શંકરનું યોગ વડે ધ્યાન ધરી, તેમનું શરણું પરમ ભક્તિવડે સ્વીકાર્યું. ૪૦૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા सिद्धराजस्य. .વ ૧: ।। ૪ ।। સિદ્ધરાજનો તે (દીન) ભાવ જાણી, ત્રિશૂલધારી ભગવાન શંકરે સરસ્વતીને સ્વસ્થ કરવા ભગવાન શંકરે સરસ્વતીને સ્વસ્થ કરવા ત્યાં એક કૂપ બનાવ્યો. સા ચ તું.. તે કૂપમાં આવતાં સરસ્વતી સ્વસ્થ બન્યાં, અને પવિત્ર જળવાળા પોતાના પુનિત પ્રવાહ વડે, તે કૂપને સંપૂર્ણ ભરી દીધો. ૪૧૧ पूरयामास. તું રૂપ. ૪૧૦ ..સરોવરમ્ ॥ ૪૨ ।। દેવતાઓ વડે અને શંકરથી સ્તુતિ કરાતાં, દેવી સરસ્વતીએ તે કૂપને પોતાના પુણ્યજળથી ભરી દીધો. આ કૂપને પૂર્ણ ભરાયેલો જોઇ, તેમ જ તેમાં સરસ્વતી સ્વસ્થ થયાં જાણી, ત્યાં નિવાસ કરવાની ઇચ્છાથી ભગવાન રુદ્ર શુભ વચન બોલ્યા. ૪૧૨-૧૩ કરશે. ૪૧૫ જાય છે. ૩૧૬ .તંત્ર સા ॥ ૪૨ ।। ..વન્દ્વઃ ॥ ૪૨ ॥ .ભવિષ્યતિ ॥ ૪૪ ।। માડયું.. હે દેવો ! મેં આ કૂપ (કુંડ) સરસ્વતીના વેગને સ્વસ્થ થવા બનાવ્યો છે, જેથી તે રુદ્રપ નામથી જગતમાં પ્રસિદ્ધ થશે. ૪૧૪ વિવિ કર્યો. ૪૧૬ ભવિષ્યતિ ।। ૪ । સ્વર્ગ, પૃથ્વી, અને અંતરિક્ષમાં, જે જે તીર્થો છે, તે બધાં આ રુદ્રકૂપમાં નિત્ય નિવાસ एवमुक्त्वा. .વિશ્વવત્ ॥ ૪૬૬ ॥ આ પ્રમાણે કહી રુદ્રે (શંકરે) ગંગાનું સ્મરણ કરતાં, પાર્વતીને છેતરી આ કૂપમાં નિવાસ છ્યું. ..સા || ૪૪૭ || આવી રીતે હે સુમતિ ! આ કૂપ પવિત્ર બન્યો, જેમાં રુદ્રે ગંગા સાથે નિવાસ કર્યો. ૪૧૭ ૩૫સ્પૃશતિ... .મુતિ ||૪૮ ॥ એક વખત પણ રુદ્રપના જળનો સ્પર્શ થતાં, પ્રાણી સર્વ પાપોથી મુક્ત બની રુદ્ગલોકમાં ૪૧૮ ત્યા. .ગતિ || ૪૬૧ || જે ત્યાં સ્નાન કરી દેવપિતૃઓને તૃપ્ત કરવા તર્પણ કરે છે, તેના પિતૃઓ તૃત બની રુદ્રલોકમાં જઇ ઉત્તમ ગતિને પામે છે. ૪૧૯ રુદ્રરૂપે.. શતમ્ ॥૪૨૦ || રુદ્રકૂપમાં જે મનુષ્ય સ્વસ્થચિત્તથી શ્રાદ્ધ કરે છે, તે એકોત્તરશત પિતૃલોકોને રુદ્રલોકમાં લઇ જાય છે. ૪૨૦ Page #340 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા તત્રાવત્તિ.. .વંશવઃ ॥ ૪૨૨ ॥ ત્યાં અણુમાત્ર સુવર્ણ પણ બ્રાહ્મણને દાનમાં આપે તો, સોનાનો મેરુ આપ્યા સમાન પુણ્ય થાય છે, તેમાં સંશય નહિ. ૪૨૧ પ્રાણિનો. .ગળનાયા: || ૪ || આ રુદ્રકૂપમાંથી જે પ્રાણીઓ તૃષા છિપાવવા જલપાન કરે છે, તેઓ પણ પાપથી વિમુક્ત બની ગણનાયક બને છે. ૪૨૨ ય: ચિત્ . પિતૃનુદ્દિશ્ય... ૩૧૭ ..મધુસર્પિી ॥ ૪૨૩ । વિવું તથા ॥ ૪૨૪૫ જે કોઇ કૃષ્ણપક્ષમાં રુદ્રકૂપ પાસે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરી, બ્રાહ્મણોને પાયસ, (દૂધપાક) મધ, ઘી વગેરે આપે છે, તેના પિતૃઓ નરકમાં હોય કે સ્વર્ગમાં હોય તો પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૪૨૩-૨૪ 4 तत्र दानानि.. .ગૃહાનિ હૈં ॥ ૪ ॥ ત્યાં પિતૃઓને ઉદ્દેશી ગાય, તલ, સુવર્ણ, પૃથ્વી, વસ્ત્ર, અને ઘરનાં દાનો (બ્રાહ્મણોને) આપવાં. ૪૨૫ અથ જિ.. ભવેત્ ॥ ૪૨૮ ।। બહુ કહેવાથી શું ? રુદ્રકુપમાં જે કાંઇ સ્નાનાદિક કરવામાં આવે છે, તે અનંત પુણ્યને આપનારાં થાય છે. ૪૨૮ બ્રહ્મડે.. .માવિતાત્મનામ્ ॥ ૪૨૬ ॥ બ્રહ્મકુંડમાં વિષ્ણુયાનમાં અને રુદ્રકૂપમાં (સ્નાન તથા દાન કરવાથી) શ્રદ્ધાળુ પુરુષોને દસ દસ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪૨૯ ॥ रुद्रकूपमाहात्म्य समाप्त ॥ सरस्वतीपुराण सर्ग. १५ રુદ્રકૂપ મહાત્મ્ય સમાપ્ત, સરસ્વતીપુરાણ, સર્ગ ૧૫ રુદ્રકૂપમાંથી સરસ્વતીનો પ્રવાહ એક મજબુત, પત્થરોથી બાંધેલી ૪૫૦ ફૂટ લાંબી નહેર દ્વારા સરોવરમાં જાય છે. શાસ્ત્રકારો પશ્ચિમથી પૂર્વમાં જતા નદીઓના પ્રવાહને, પ્રાચી તરીકે ઓળખાવે છે. તે માન્યતાને અનુલક્ષી સરસ્વતીપુરાણકારે, આ નહેરના પ્રવાહને પ્રાચી સરસ્વતી તરીકે ઓળખાવ્યો છે. કારણ રુદ્રકૂપમાંથી તે પ્રવાહ પૂર્વ તરફ જાય છે. આ નહેર સ્થાપત્યશાસ્ત્રનો વિરલ નમૂનો છે, તેમાં ઉતરવા પગથિયાં પણ બનાવેલ છે. આ પ્રાચી સરસ્વતીનું મહાત્મ્ય, અહીં પુરાણકારે જણાવ્યા પ્રમાણે રજૂ કરવામાં આવે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા || પ્રાચીમહાત્મ્ય | ૩૧૮ श्री मार्कंडेय उवाच ॥ .મહાનવી ? || ततस्तस्माद्रूद्रकूपात् માર્કંડેય બોલ્યા :- ત્યારપછી સરસ્વતીએ રુદ્રકૂપમાંથી પ્રાચી થઇ, ગંગા તથા યમુના એ બે મહાનદીઓનું સ્મરણ કર્યું. ૧ સ્મૃતમાત્ર... ..તત્ત્વોવરમ્ ॥ ૨ ॥ સ્મરણમાત્રથી તેમની સખીઓ (ગંગા-યમુના) પ્રીતિપૂર્વક ત્યાં આવી, જેમની સાથે દેવીએ (સરસ્વતીએ) સરોવરમાં પ્રવેશ કર્યો. ૨ પત્ર. પ્રયાવૃત્તિષિવંતે ॥ ૩ ॥ ત્યાં ગંગા યમુના, મધ્યભાગમાં રહેલાં દેવી સરસ્વતી મુક્ત વેણી-તીર્થ (ત્રિવેણી) પ્રયાગથી પણ ઉત્તમ છે. ૩ प्राचीसरस्वती. .પ્રમુખ્યતે। ૪ ।। જ્યાં પ્રાચીસરસ્વતીતીર્થ હોય, ત્યાં તેનાથી વિશેષ બીજું શું (કર્યું તીર્થ) શોધવું ? જેના દર્શનમાત્રથી મનુષ્ય પાપમુક્ત થાય છે. ૪ ये पिबन्ति.. નથી. ૭ ..મુનિવ્રવીત્ ॥ ધ્ જે મનુષ્યો પ્રાચીસરસ્વતીનું જલપાન કરે છે, તે મનુષ્યો નથી (અર્થાત્ દેવો છે) એમ માર્કડેય ઋષિનું કહેવું છે. ૫ शुचिर्वाऽप्यशुचिर्वापि... .સરસ્વતીમ્ ॥ ૬ ॥ પવિત્ર કે અપવિત્રતામાં, દિવસે કે રાત્રિએ, પ્રાચીસરસ્વતીમાં આવ્યા પછી, સ્નાનદાનાદિક કાર્યો અવશ્ય કરવાં. ૬ સ્વનઃ .મહાનવી || ૭ || આ પ્રાચીસરસ્વતીતીર્થ સ્વર્ગની નિસરણીરૂપ છે, જે દુષ્કર્મ કરનારાઓને પ્રાપ્ત થતું તત્ત્વળપિંડવાનાન... .પિતાઃ ।। ૮ ।। ત્યાં આગળ તર્પણ અને પિંડદાન દ્વારા પુત્રથી તર્પિત થયેલા પિતરો (કદાચ) નરકમાં પડેલા હોય તો પણ સ્વર્ગમાં જાય છે. ८ ऋषिभिस्तस्य. તે ।। ।। ત્યાંનાં તીર્થોનાં મહાત્મ્યો ઋષિઓ વડે પૃથક્ પૃથક ગવાયાં છે, જેનાં ઊભય કુલો (બન્ને કિનારાઓ) ઉપર યજ્ઞોપવીત કાર્યો કરવા યોગ્ય છે. ૯ Page #342 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧૯ ...તમનુજે છે ૨ रुद्रकूपातत्र. ........... પુષમાદુહર્ષ છે. ૨૦ || રુદ્રકૂપથી પૂર્વમાં પ્રાચીસરસ્વતી, ત્રિવેણી સુધીમાં આવેલી છે, જ્યાં (દાનપુણ્ય કરવાથી) ડગલે ડગલે અશ્વમેઘનું ફળ થાય છે ; એમ મહર્ષિઓ કહે છે. ૧૦. प्राचीसरस्वती. .સમાદિત્ ?? | પ્રાચીસરસ્વતીને પ્રાપ્ત કર્યા પછી, જે મનુષ્ય અન્ય તીર્થને ઇચ્છે છે, તે હાથમાં રહેલા કપૂરને ઊડાડી દે છે. (અર્થાત્ પ્રાપ્ત થયેલ અનન્ય તીર્થને ગુમાવે છે.) ૧૧ મિત્ર.. આ વિષયમાં વધુ કહેવાથી શું ? ત્યાં આગળ થોડું પણ દ્રવ્ય અર્થી (ધનની ઇચ્છાવાળા) ને આપવામાં આવે છે, તો તે અનંતફળ આપે છે. ૧૨ પ્રયત:.................................. ............સોડક્ષયાન ૨૩ . ॥प्राचीमहात्म्यसमाप्त ॥ सरस्वतीपुराण, सर्ग १६ ત્યાં આગળ નિયમપૂર્વક પ્રયત્નથી સ્નાન કરી, પવિત્ર એક ગાયનું દાન શાસ્ત્રના જાણનાર બ્રાહ્મણને આપવામાં આવે તો તે અક્ષયેલોકને પામે છે. ૧૩ પ્રાચીસરસ્વતીમહાભ્ય સંપૂર્ણ. સરસ્વતીપુરાણ, સર્ગ ૧૬ ટુંકફૂપમાંથી નહેર દ્વારા સરસ્વતીનો પ્રવાહ ત્રણ ગરનાળામાં થઇ સિદ્ધસર સહસ્ત્રલિંગમાં પડે છે. આ ત્રણે ગરનાળાના ત્રણે પ્રવાહોને, પુરાણકારે ગંગા, યમુના, અને સરસ્વતીના પ્રવાહો તરીકે સૂચવી, ત્યાં ત્રિવેણીતીર્થની કલ્પના કરી છે. અર્થાત્ આ ત્રણે પ્રવાહ જ્યાં પડે છે. ત્યાં ત્રણ મહાનદીઓનો સંગમ થતો હોય તેમ કલ્પી, પ્રયાગની ત્રિવેણી જેવી ઉપમા આ સ્થાનને આપી છે. બીજું સરોવરના જળ સાથે આ ત્રણે પ્રવાહોનો સંગમ થતો હોવાથી, અહીં સંગમતીર્થ પણ પુરાણકારે રજૂ કર્યું છે. આ ત્રિવેણીતીર્થ જ્યાં ત્રણે પ્રવાહોનું જળ સરસ્વતીમાં પડે છે, ત્યાં પુરાણકારે સ્વતંત્ર મહાભ્ય રચી સ્નાનદાન કરવાનો અનુરોધ કર્યો છે. | ત્રિવેnતીર્થમદાવ્ય{. ......... .....ગ્રામિર્કતા | ૨૪ .. ગંગાયમુનાના મધ્યભાગમાં રહેલું, સરસ્વતીનું આ પરમ પવિત્ર તીર્થ, ઋષિઓએ ગુણીતીર્થ તરીકે માન્યું છે. ૧૪ धर्मशीलो. રાજસૂયારવમેઘયો છે ? થતત્ર... ..માવતઃ | ૨૬ છે. ધર્મશીલ અને જિતકોધી માણસો લોકવિશ્રુત આ સંગમતીર્થમાં સ્નાન કરવાથી, રાજસૂય, અને અશ્વમેઘાદિક યજ્ઞોના ફળને પ્રાપ્ત કરે છે. તેમજ જે અહીં સુવર્ણશંગોથી અલંકૃત, કપિલા ગાયનું ' બ્રાહ્મણને દાન કરે છે, તેને હજાર ગાયોના દાનનું પુણ્યફલ મળે છે. ૧૫-૧૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ યુગે યુગે પાટણની પ્રભુતા गोचर्ममात्रमपि. ..તિની | ૨૦ || વસ્તુળ્યાં નર:.............................નીનામુછત છે ૧૮ ગોચર્મમાત્ર જમીન પણ અહીં જે બ્રાહ્મણને આપે છે, તે પૃથ્વી રહે ત્યાં સુધી ઇંદ્રલોકને પામે છે. તદુપરાંત અહીં વેણીતીર્થમાં સ્નાન કરી, ભક્તિ વડે શ્રાદ્ધ કરે છે, બ્રાહ્મણોને ભોજન આપે છે, તે પોતાના સો કુળનો ઉદ્ધાર કરે છે. ૧૭-૧૮ કાયમુનયોમંથે.... ......સનાનોત્યાં યમ્ છે ?? | ગંગાયમુનાના મધ્યભાગમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત બની, સર્વ ઇખ્રિત મનોરથોને મેળવે છે,એમાં સંશય નથી. ૧૯ कृष्णपक्षे. ...તનમનુજે છે ર૦ છે. કૃષ્ણપક્ષને વિષે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે છે, તે માત્ર એક જ વખત (અહીં) . વેણીતીર્થમાં તર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. ૨૦ समागमं. ............મદીય | ર .. ત્રણ પ્રવાહોનું સમાગમ (એકત્રિત) થયેલ અહીંના જળનું જે ભક્તિવડે દર્શન કરનાર દુષ્ટાત્મા હોય તો પણ સ્વર્ગમાં જાય છે. ૨૧ पततस्तस्य. ..........પશ્યતિ | રર જે ત્યાં આ ત્રિવેણીના જળનો ઘોષ (જળમાં પડવાથી થતો અવાજ) સાંભળે છે, તે પણ પાપમુક્ત થઇ યમલોકને જોતા નથી, (સ્વર્ગે જાય છે.) ૨૨ .. વાર્ષિ | ૨૨ વેણીતીર્થમાં જે સંધ્યાદિક કર્મ કરે છે, તેને બાર વર્ષ સુધી સંધ્યા કરવાનું ફળ મળે છે. ૨૩ ક્ષિત.. .........સરસ્વતી એ ર૪ .’ પૃથ્વી ઉપરના મનુષ્યોને, પાતાળમાં રહેલા નાગોને, અને સ્વર્ગના દેવોને વેણીભૂતા સરસ્વતી તારે છે (ઉદ્ધાર કરે છે.) ૨૪ વં.... ..... મ છપાદિના | ર | હથિમને... सरस्वतीपुराण, सर्ग १६ |તિ ત્રિવેણીમાદળ્યુિં આ પ્રમાણે સરસ્વતી પ્રાચી બની, મસ્ચકચ્છપાદિને વહન કરતી, મોટા વેગવડે ફેણરૂપી હાસ્યવાળી, ભમરિયો વડે નૃત્ય કરતી ન હોય ! તેમ બે નદીઓ (ગંગા-યમુના) સાથે તે સરોવરને પરિપૂર્ણ કરતી હતી. ૨૫-૨૬ સરસ્વતીપુરાણ સર્ગ. ૧૬. વેષ. .................... * || ૬ | Page #344 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩ ૨૧ | ત્રિવેણી મહાભ્ય સમાપ્ત | ત્રિવેણીનું મહાત્મ બતાવ્યા પછી આ સરોવરનું સ્વતંત્ર મહાત્મ પુરાણકારે રજૂ કર્યું છે, જે પૌરાણિક પદ્ધતિ મુજબ ત્યાં સ્નાન દાન અને અવગાહન, તથા તર્પણ, પિંડદાન વ. કરવાથી વિવિધ પ્રકારનાં ફળ પ્રાપ્ત થતાં હોવાનું સૂચવે છે. તદ્ ઉપરાંત સરોવરનું પણ કેટલુંક માહાત્મની અંદર રજૂ કર્યું છે. | સદર્તિાસરોવરમાદા | સંપૂf.... •••••••••••કુથસાર: || ૩૦ | હે બ્રહ્મન ! જલવડે કરીને પરિપૂર્ણ થયેલું તે સરોવર, જેમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે, તેવા દુગ્ધસાગર (ક્ષીરસાગર) જેવું શોભતું હતું. ૩૦ , તત્ર..................... ................નો સમેતા: રૂ . નહિમાર..... ..દ્વાર્ષથોડપરે છે રૂ૨ તથા ના.. .........................ક્ષવિદ્યાધરાતથા / રૂર છે. સહતં યત્ર..... ...............તમન્નમૃતસાગરે છે ૩૪ . ત્યાં બ્રહ્માદિક દેવતાઓ, દિકપાલો, લોકપાલો, સાધ્યો, પિતૃઓ, સનસ્કુમાર પ્રમુખ મહર્ષિઓ, અંગિરા પ્રમુખ બ્રહ્મર્ષિઓ, નાગો, સુપર્ણો, સિદ્ધો, ચક્રધરો, નદીઓ, સાગરો, યક્ષો વિધાધરો વગેરે સિદ્ધરાજ વડે પ્રતિષ્ઠિત સહસશિવલિંગોને જોઈ તે અમૃતસાગર (સહસ્ત્રલિંગ) ને વિષે નિવાસ કરતા હતા. શ્લો. ૩૧-૩૨-૩૩-૩૪ તશતીર્થસન્નાળિ......... ................. ........યથા રૂ૫ / . ત્યાં આગળ બ્રહ્માના વચનથી ત્રણ કરોડ અને દશહજાર તીર્થો નિવાસ કરે છે. ૩૫ પેપ્યત્ર.. ..........મવન્યુત છે રૂદ્દ જે મનુષ્યો પાપ પ્રક્ષાલન કરવા, અહીં (સહસ્ત્રલિંગસરોવરમાં) જળમાં પ્રવેશી સ્નાન કરે છે, તે સુખપૂર્વક અગ્નિષ્ટોમના ફળને મેળવે છે. ૩૬ तत्र दत्वा ....વાદુનિમિr: ૩૭ ત્યાં આગળ ભક્તિભાવ વડે પિત્તળાદિ ધાતુનું દાન કરનાર પણ સુવર્ણદાનના મહાફળને પામે છે. ૩૭ અફવયન....... .................ચાવમૂતપૂનવમ્ II ૨૮ | તંત:... .પ્રિયવન છે રૂ૫ છે. આ સાગરમાં (સરોવરમાં) શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી, મનુષ્ય અશ્વમેઘનું ફળ મેળવી સ્વર્ગમાં જાય છે. અને ત્યાં પ્રલયપર્યત નિવાસ કરી, સ્વર્ગમાંથી મનુષ્યલોકમાં આવતાં, તે તેજસ્વી, બળવાન, ભોગી-વિલાસી-ધાર્મિક, પ્રિયદર્શન અને સાર્વભૌમ નૃપતિ થાય છે. ૩૮-૩૯ Page #345 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૨૨ ................ મિન ........ સ્થિતમૂ | ૪૦ | એક શિવલિંગયુક્ત કુંડનું જળ મુક્તિ આપનાર બને છે તો, સહશિવલિંગો જેના કિનારે આવેલાં છે, તે જળ મુક્તિ આપે તેમાં આશ્ચર્ય શું? ૪૦ तत्तीर्थं. ..સિદ્ધિનમ્ | ૪૨ છે. આ તીર્થ પૃથ્વી ઉપરનાં તીર્થોમાં સર્વશ્રેષ્ઠ છે, જેનું સેવન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમ ચાર પુરુષાર્થોની સિદ્ધિ મળે છે. ૪૧ ન તે...... ...નર: . ૪ર . ત્રણ લોકમાં વિખ્યાત એવું આ સિદ્ધરાજસર, (સહસ્ત્રલિંગ સરોવર) જેણે પ્રાપ્ત કર્યું નથી તે જીવતો મૂવા બરાબર છે. ૪૨; (સરખાવો લોકોકિત-રાણકીવાવ, દામોદર કુવો, જે ન જુએ તે જીવતો મૂઓ). . सर्वतीर्थेषु यः. .................તદ્વવેત્ | કરૂ છે. સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે આ સરોવરના જલસ્પર્શ માત્રથી મળે છે. ૪૩ શવિહિનાડપિ... .મેવાનુમાવતા. ૪૪ . શાકાદિક વડે કરીને (કંદમૂળ-ફળ વગેરેથી) પિંડપ્રદાન કરી, અહીં જે પિતૃઓને તૃપ્ત કરે છે, તે પિતરોની કૃપાથી વિપુલ ભોગ અને ઉત્તમલોક પ્રાપ્ત કરે છે. ૪૪ . જે પુનર્વિધના... ...................૩ વાન્ ! ૪૬ છે. જે મનુષ્યો ત્યાં વિધિયુક્ત શ્રાદ્ધદિક કાર્યો કરે છે, તે દુઃખકારક નરકોમાં ગયેલા પિતૃઓને સ્વર્ગમાં લઈ જાય છે. ૪૫ તુષ્યક્તિ.. ..................તિનાન્વિતમ્ | ૪૬ || તેડજિ. ....સુપુષ્યનમ્ ! ૪૭ છે. ત્યાં (સહસ્ત્રલિંગમાં) સ્નાન કરી, જે દર્ભ મિશ્રિત તલવડે તર્પણ કરી, પિતૃઓને જલાંજલિ આપે છે, તેના પિતૃઓ પ્રસન્ન બની, નૃત્ય કરે છે અને અમિત ફલને આપતાં, ધન, ધાન્ય, સુત, તથા પુષ્કળ જિવિત (આયુષ) આપે છે. ૪૬-૪૭ સર્વેષાવિ..... .........સદ || ૪૮ છે. સર્વ તીર્થોમાં આ સરોવર ઉત્તમ છે, કારણ ત્યાં દેવગણી સાથે સહ શિવલિંગો સ્થાપિત કરેલા છે. ૪૮ | દર્તિાસરોવરમહાજ્ય સTH | सरस्वतीपुराण, सर्ग १६ સહસલિંગસરોવરમાહાત્મ સંપૂર્ણ. સરસ્વતીપુરાણ, સર્ગ ૧૬ સિદ્ધરાજે સહસશિવલિંગો આ સરોવરની અંદર મંદિરો બંધાવી સ્થાપ્યાં હતાં, તેથી જ Page #346 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩ ૨૩ સહસલિંગસરોવરનું નામ ચરિતાર્થ બન્યું. આ શિવલિંગો સિદ્ધરાજ ક્યાંથી લાવ્યો, કેવી રતી સ્થાપ્યાં, અને તે દિવ્ય બાણલિંગોના કારણે, સુપ્રસિદ્ધ બનેલ આ શિવલિંગોનું ટૂંકું માહાત્મ તેની ઉત્પત્તિની કથા સાથે અત્રે રજૂ કરવામાં આવ્યું છે. જેના ઉપરથી તે શિવલિંગોના આદિસ્થાનનો પણ આછો ઘેરો પરિચય મળે છે. સહસ્ત્રલિંગજ્ઞાપના અને માહાત્મ. શ્રીમાટે વાવ - વાન.. ...........માનવેત્ | ૮૬ | - માર્કડેય બોલ્યાઃ- બાણાસુરે જે બાણલિંગી નર્મદા-નદીના જળમાં પધરાવ્યાં હતાં, તેમાંથી સહસબાણલિંગો સિદ્ધરાજ લાવેલો. ૮૬ स्थापितं. યુપમુમુિવિમ્ ! ૮૭ || તે ભુક્તિમુક્તિ આપનાર સહસબાણલિંગોને, આ પવિત્ર સરોવરમાં (સહસ્ત્રલિંગ સરોવરમાં) સિદ્ધરાજે સ્થાપન કર્યા હતા. ૮૭ સર્વેષામેવ.. ...શિવ: | ૮૮. સર્વલિંગોમાં બાણલિંગ વિશેષ મનાય છે, કારણ તેમાં શંકરનો નિત્ય નિવાસ રહે છે. ૮૮ .........વર્ષશસ્તપિ ૮૨ ૫ વિ પુનર્થ:.. .........નમ્ | ૨૦ || એક બાણલિંગની સ્થાપનાથી જે ફળ મળે છે તે સો વર્ષે પણ પૂરું ગણવી શકાય તેમ નથી હોતું તો જે સિદ્ધરાજે ભક્તિપૂર્વક હજાર શિવલિંગની સ્થાપના કરી તેનું પુણ્યફળ કેટલું થાય તે અમે જાણતા નથી. ૮૯-૯૦ - પ્રાને વા રિ.. .....તંત્ર વૈ || ૧૨ | . ગામમાં, વનમાં, જળમાં, કે સ્થળમાં, જ્યાં જ્યાં શિવલિંગો છે, ત્યાં ત્યાં સર્વ તીર્થો નિવાસ કરે છે. ૯૧ તp........ ...........મયા | ૨૨ .. શિવશાસ્ત્રમાં શિવજીએ પોતે કહ્યું છે કે, જ્યાં સહસશિવલિંગો હોય તેનું વર્ણન કરવું મારાથી પણ અશક્ય છે. ૯૨ થવા તુ...... ..............મુ. | ૨૨ . જ્ઞાવી.. સુવ્રત ૬૪ | ત્વથા સદá....... ......પ્રતિમાન: છે ? | સિદ્ધરાજે અમરકંટક પાસે નર્મદાના જળમાં સ્નાન કરીને, કારેશ્વરને પ્રસન્ન કર્યા હતા. તેમનું ભક્તિયુક્ત ઉત્તમ કાર્ય જોઇ કાર્યસિધ્ધ માટે વરદાન આપતાં, ભગવાન શંકરે કહ્યું કે, જ્યારે તું (તારા) સરોવર ઉપર સહશિવલિંગોને સ્થાપન કરીશે, ત્યારે હું તારી ભક્તિથી પ્રસન્ન બની ત્યાં નિત્ય Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ યુગે યુગે પાટણની પ્રભુતા નિવાસ કરીશ. ૯૩-૯૪-૯૫ તત્ર યા વૃત્ત.. ...ભવિષ્યતિ | ૨૬ | ત્યાં યજ્ઞ કરવાથી જે ફળ થાય છે, તે માત્ર ભક્તિ વડે સહસશિવલિંગનાં દર્શન કરવાથી મળે છે. ૯૬ તમારાન્િ ..... ...............સર્વતા | | એટલા માટે હે બ્રહ્મન ! આ સ્થાન અતિ પુણ્યદાયક છે, કારણ કે પ્રત્યેક શિવલિંગમાં ભગવાન કારેશ્વરનો સદા નિવાસ હોય છે. ૯૭ મરવારિમિટ્ટર્નહર્ત... .........સમવાયતે | ૨૮ || અશ્વમેઘાદિક યજ્ઞો અને મહાદાનોથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફક્ત સહસ્ત્રશિવલિંગોના દર્શનમાત્રથી મળે છે. ૯૮ નિતૈર્તનશૈદ્રાન...... ..............સિદ્ધેશ સરોવર | ૨૨ . સિદ્ધરાજના સરોવરમાં સહસશિવલિંગનાં જેણે દર્શન કર્યા નથી, તે માતાના યૌવનને નિરર્થક કરી લેનાર પુરુષો જાણવા. અર્થાત્ આ સરોવરનાં દર્શન કર્યા વગરનું મનુષ્યજીવન નિરર્થક માનવું ૧૨૧ મિત્ર........ .મુવાહાતમ્ | રર || આ જગતમાં ઋષિમુનિઓએ, જે કાંઇ સારભૂત હકીકતનું નિરૂપણ કર્યું છે, તે હું તમને સંક્ષેપથી કહું છું. બહુ કહેવાથી શું.? ૧૨૨ ન સિદ્ધશસમાં.............................................વિપતે | ૨૨૨ . સિદ્ધરાજ સમાન રાજેન્દ્ર સિદ્ધસર સમાન સરોવર, અને સહસલિંગ જેવું મહાતીર્થ, બીજા કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. ૧૨૩ તત્રાIRI[.. ...........તપસ્વિનામ્ ૨૨૪ ત્યાં અગાડી સરોવરના કિનારા ઉપર, બ્રાહ્મણો, તપસ્વીઓ, અને સંન્યાસીઓ માટે સિદ્ધરાજે આગારો (મઠો-ધર્મશાળાઓ-વિધાલયો વ.) બંધાવ્યાં હતાં. ૧૨૪ સર્વનામસમૃદ્ધારિ.. .................સ્થિતી: છે ?ર છે. સર્વકામનાઓ પરિપૂર્ણ કરનારા તે બધા (આગાર), બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનાં પુરોની માફક ત્યાં શોભી રહ્યા છે. ૧૨૫ ૩ન્નતા. .........વાગડ | રદ્દ .. ઉન્નત (કીર્તિમંદિરોથી ઊંચે આકાશપર્યત) અને નિમ્ન (સરસ્વતી વડે નીચે પાતાળ પર્વત) એવી ઐશ્વર્ય, અને નમ્રતાયુક્ત ગુણો વડે પ્રકાશિત સિદ્ધરાજની અમરકીર્તિ સ્વર્ગપર્યત વ્યાપ્ત થયેલી છે. ૧૨૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૨૫ સિદ્ધર નમો.... સ્વિયં ર૭ || સિદ્ધરાજ સમાન કોઈ રાજા (ભૂતકાળમાં) થયો નથી. અને થશે નહિ, જેણે સહસબાણલિંગોને એકી સાથે સ્થાપન કર્યા હતાં. ૧૨૭ I સિદાશિવર્તિપ્રતિષ્ઠામાન્ય सरस्वतीपुराण, सर्ग १६ સહ શિવલિંગપ્રતિષ્ઠામાહાત્મ સંપૂર્ણ સરસ્વતીપુરાણ, સર્ગ ૧૬ પાદટીપ : " (૧) સરસ્વતીપુરાણ સંપાદક શ્રી ક.ભા.દવે આ સુંદર સરસ્વતી, આ મહારાજાધિરાજ સિદ્ધરાજનું મહાસરોવર, આ નાજુક પણ જેનો યશ વિસ્તૃત છે તેવું રમ્ય સ્થળ, વાદળાંઓને ટેકો આપતો આ ઉંચો કીર્તિસ્તંભ સૂર્યની માફક ઉપમા આપી શકાય તેવો એ સુંદર શ્રોણી પ્રદેશવાળી સ્ત્રીઓથી શોભતો આ રાજપ્રસાદ, એવા લીમના સદાના ધામરૂપ આ નગર(પાટણ)માં આથી બીજું શું વધુ જોવાનું હોય ? (મોહરાજપરાજય) Page #349 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૨૬ ૬૦ - સંસ્કૃત સાહિત્યમાં અભિવ્યક્ત પ્રાચીન – મધ્યકાલીન ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણ (ઇ.સ. ૭૪૬-૧૪૧૧) મણિભાઇપ્રજાપતિ યુનિવર્સિટી લાયબ્રેરીયન અને અધ્યક્ષ, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીકાળ (વિ.સં. ૯૯૮-૧૩૬૦) સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં પણ મહારાજા સિધ્ધરાજ અને કુમારપાળ (વિ.સં. ૧૧૫૦-૧૨૨૯) ના સમય દરમ્યાન ગુજરાતે રાજકીય, આર્થિક, શિલ્પ - સ્થાપત્ય, સાહિત્ય વગેરે ક્ષેત્રે ચરમોત્કર્ષ પ્રગતિ સાધી હતી. કવિ બાલચંદ્રે ‘વસંતવિજ્ઞાસ’માં નોધ્યું છે કે ‘નહાવતે ન સહ શારવા મત્તાત્ર વાતરમનોમવતી’(૨.૧) અર્થાત્ અહીં નિવાસ કરવાના રસલોભથી કમલા સરસ્વતી સાથે કલહ કરતી નથી. સમગ્ર સોલંકીકાળ દરમ્યાન ઉત્તમોત્તમ ધવલગૃહો, મંદિરો, શિવાલયો, જિનાલયો, તળાવો, વિધામઠો વગેરેનું શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન બાંધકામ થયું હતું, જેનું વર્ણન સોલંકીકાલીન અને પરવર્તીકાલીન સાહિત્યિક તેમજ ધાર્મિક કૃતિઓમાં જોવા મળે છે. એક સર્વેક્ષણ અનુસાર આ યુગમાં આશરે ૨૫૦-૩૦૦ જેટલા સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશના સાહિત્યકારો થઇ ગયા કે જેમણે પોતાના બહુશ્રુત કર્તૃત્વ દ્વારા ભારતીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. પરંતુ, આ કાળમાં રચાયેલું સમગ્ર સાહિત્ય ધાર્મિક, દાર્શનિક અને સાહિત્યિક છે. જેને આપણે આજે રૂઢ અર્થમાં ઇતિહાસ કહીએ છીએ તેવા ગ્રંથો રચાયા ન હતા. ભારતીયો માથે એક આળ છે કે ભારતીયોમાં ઐતિહાસિક દષ્ટિનો અભાવ છે, તે આટલી વિપુલ સાહિત્ય- રાશિ વચ્ચે પણ ઘણું કરીને યથાવત રહે છે. જો કે કાશ્મિરી કવિ અને ઇતિહાસવિદ્ કલ્હણ કૃત ‘રાખતમિળી’ જેવો વિશુધ્ધ ઇતિહાસ ગ્રંથ નહીં, પરંતુ ચાલુક્યવંશ કીર્તનના હેતુસર હેમચંદ્રાચાર્યે ચાલુક્યવંશને ઇતિવૃત્ત બનાવીને ધ્રુવ મહાકાવ્યના માધ્યમથી સંસ્કૃત અને પ્રાકૃતમાં સોલંકીવંશ સંબંધી વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ કરાવી આપી છે. જો કે અત્રે નોંધવું જોઇએ કે સોલંકી વંશનો સ્થાપક મૂળરાજદેવ કયા વંશનો હતો કે તેના પિતા કયા પ્રદેશના શાસક હતા તે વિશે કોઇ જ ઉલ્લેખ નથી. આચાર્યશ્રીએ મૂળરાજ માટે માત્ર રાજિનો પૂત જ્ઞાનિનન્ચેન (૪/૬). અને úિામતનન્તેતિ (૧/૧૧૮) માત્ર ઉલ્લેખ કર્યો છે. સ્વયં મૂળરાજ વિ.સં. ૧૦૪૩ના તામ્રપત્રમાં Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ યુગે યુગે પાટણની પ્રભુતા નિગપૂતોપાર્જિત સારસ્વતમાત્રનો અને પોતાના પિતા રાજિને મહારાજાધિરાજથી સંબોધે છે.' ગુજરાતના ચાવડા અને સોલંકીયુગીન (વાઘેલા સહિત) ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહિતી પુરી પાડતા ગ્રંથો પૈકી નીચે દર્શાવેલ ગ્રંથો વિશેષ નોંધપાત્ર છે : કાવ્ય- મહાકાવ્ય : હેમચંદ્રાચાર્ય કૃત દયાશ્રય (સંસ્કૃત અને પ્રાકૃત), સોમેશ્વર કૃત તિકૌમુવી, બાલચન્દ્ર કૃત વસંતવિસ્તાર, રામચન્દ્ર કૃત મારવિહારશત, અરિહંત કૃત મૃતસંવર્ધન નાટકઃ બિલ્ડણકૃત ઈસુન્દરીનાટિકા, યશશ્ચંદ્ર કૃત મુદ્રિતમુવ, યશપાલ કૃત મોદ/ના/ના (ઇ.સ. ૧૧૭૪) પ્રશસ્તિ : શ્રીપાલ કૃત સર્જિા શક્તિ અને વડને પ્રતિ ઉદયપ્રભસૂરિ કૃત સુતર્તિ acત્તૌત્તિની પ્રબંધ સાહિત્ય મેરૂતુંગ કૃત પ્રબંધચિંતાની અને વિચારો, જિનપ્રભસુરિ કૃત વિવિઘતીર્થ (વિ.સં. ૧૩૬૪), પુરાતનપ્રવંધસંગ્રહ, પુરાણ : સરસ્વતીપુરાણ (૧૨મી સદી), થરા (૧૫ મી સદી) ચરિત્ર : સોમપ્રભચાર્ય કૃત કુમારપાનપ્રતિરોધ, પ્રભાચંદ્ર કૃત માવિત્ર, જયસિંહસૂરિ કૃત कुमारपालचरित ઉપર દર્શાવેલ ગ્રંથો ચાવડા અને સોલંકી રાજ્યવંશી સંબંધી વત્તા-ઓછા પ્રમાણમાં માહિતી પૂરી પાડે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ બંને વંશોની રાજધાની રહેલ અણહિલવાડ પાટણ વિશે પણ યત્કિંચિત માહિતી આપે છે. આ બધા ગ્રંથોમાં પાટણ વિષયક અલંકૃત શૈલીમાં અઢળક માહિતી ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે પાટણમાં ચાવડા અને સોલંકી રાજવીઓ દ્વારા બંધાવવામાં આવેલ ધવલગૃહો-રાજમહેલો, ધર્મસ્થાનો પૈકી પ્રબંધચિંતામvમાં વનરાજ દ્વારા ધવલગૃહ, પાર્શ્વનાથની પ્રતિભાવાળું જૈનમંદિર, કંઠેશ્વરી મંદિર, ભુવડ દ્વારા ભુવડેશ્વર મંદિર, મૂળરાજ દ્વારા ત્રિપુરુષપ્રાસાદ, મૂલરાજવસહિકા મુંજાલદેવસ્વામીપ્રાસાદ, ચામુંડરાજ પ્રાસાદ, રાણી ઉદયમતી દ્વારા વાવ, કર્ણ દ્વારા કર્ણમેરુપ્રાસાદ બંધાયાનો ઉલ્લેખ છે. દયાશ્રયમાં સિધ્ધરાજ દ્વારા સહસ્ત્રલિંગ સરોવર અને તેના તટે સત્રશાળાઓ, શિવનાં મંદિર, દશાવતારનું મંદિર કીર્તિસ્તંભ અને કુમારપાળ દ્વારા સ્ફટિકમય પાર્શ્વનાથબિંબની સ્થાપના, પાર્શ્વનાથનું ચૈત્ય, કુમારપાલેશ્વર મંદિર અને કુમારવિહાર પાટણમાં બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સરસ્વતીપુરામાં સિધ્ધરાજ દ્વારા દુર્લભસભાને સજળ કર્યાનો અને તેના તટે દેવાલયો, વિઘામઠો વગેરે બાંધવા સંબંધી વિસ્તૃત વર્ણન છે. રામચન્દ્રસૂરિએ ફુમારવિહારતમાં કુમારપાળ દ્વારા બંધાવવામાં આવેલ કલાત્મક જૈનચૈત્યની સુરેખ ઝલક પૂરી પાડી છે. પરંતુ, અહીં વર્ણવાયેલ પાટણ કવિકલ્પનાનું કેટલું ? અને વાસ્તવિક કેટલું ? આ એક Page #351 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૩૨૮ શોધનો વિષય બની રહે છે. દુઃખની વાત છે કે સોલંકી-વાઘેલાયુગીન અંતિમ શાસક કર્ણ વાઘેલા અલ્લાઉદ્દીન ખિલજીના સરદાર અલપખાન કે ઉલુઘખાનના હાથે ઇ.સ. ૧૩૦૪માં પરાસ્ત થતાં ગુજરાતમાં રાજપૂત શાસનનો અંત આવે છે. ધર્માધ મુસ્લિમ શાસકોએ ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણ ઉપરાંત અનેક સમૃદ્ધ નગરો અને દેવાલયોનો નાશ કર્યો અથવા મસ્જિદોમાં પરિવર્તિત કર્યા. અણહિલવાડ પાટણ મુસ્લિમ આક્રમણનો ભોગ બનતાં નવું પાટણ વસ્યું. આજનું પાટણ એ નવું પાટણ છે. પાટણ .સ. ૧૩૦૪-૧૪૧૧ સુધી દિલ્હી તા હેઠળ રહ્યું, પરંતુ વહીવટી મુખ્ય મથક તરીકે પાટણ જ રહ્યું. એટલે કે પ્રકારાન્તરે તે ગુજરાતની રાજધાની તરીકે ચાલુ રહ્યું. મુસ્લિમ સુબાઓએ પાટણમાં રહીને જ ગુજરાતનો વહીવટ ચલાવ્યો. ઈ.સ. ૧૪૧૧માં અહમદશાહે રાજધાનીના શહેર તરીકે અમદાવાદની સ્થાપના કરતાં પાટણનું રાજકીય મહત્વ ઘટતું ગયું. ઇ.સ. ૧૪૧૧-૧૨ દરમ્યાન ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડાઇ. ઇ.સ. ૧૭૬૬માં દામાજીરાવે જવામર્દખાનના પુત્ર પાસેથી સમી અને રાધનપુર સિવાયના મહાલ કબજે કરી પોતાની રાજધાની સોનગઢથી પાટણ ફેરવી. પાટણથી વડોદરા રાજધાની ખસેડાતાં પાટણ ગાયકવાડી શાસનના કડી પ્રાન્તનો એક મહાલ બની રહ્યો.આઝાદી બાદ મહેસાણા જિલ્લાનો એક તાલકો અને થોડાંક વર્ષો પૂર્વે નવા સ્થપાયેલ પાટણ જિલ્લાના મુખ્ય મથકનું શ્રેય ભોગવી રહેલ છે. “મિરાતે એહમદી' ના કર્તા અલી મોહમ્મદખાને હાલના પાટણથી આશરે ૪ માઇલ દૂર જૂના પાટણના ભગ્નાવશેસો અને અમદાવાદના બાંધકામમાં પાટણના પથ્થરોના ઉપયોગ સંબંધી નોંધ કરી છે. આ ઉપરાંત નોંધ્યું છે કે ગુજરાતના સુબા સર્જાતખાને (૧૬૮૫૧૭૦૧) અમદાવાદમાં બે મજિદ અને એક મદ્રેસા બાંધવા માટે પાટણના હાકેમ સફદરખાનને આરસ મોકલવાનું જણાવતા તેણે પાટણમાંથી ૨૦૦ ગાડાં ભરી આરસની શીલાઓ મોકલી આપી હતી અને જરૂર પડે વધુ ૧૦૦૦ ગાડાં આરસ મોકલી શકશે તેમ જણાવ્યું. અત્રે નોંધવું ઘટે કે વધુમાં નવું પાટણ જુના પાટણના પથ્થરો વડે બંધાયું છે. આજે નવા પાટણનાં ઘરોના બાંધકામમાં પ્લિન્થ એરિયા સુધી પ્રાયઃ પથ્થર વપરાયેલો જોવા મળે છે. નવા પાટણનો કોટ પણ જુના પાટણના પથ્થરો થકી બંધાયાની સ્પષ્ટ પ્રતીતિ તેમાં વપરાયેલ સપ્રમાણતા વિહીન પથ્થરો અને ખંડિત યા અખંડિત શિલ્પકૃતિઓવાળા પથ્થરો અને તેની અરુચિકર ગોઠવણીના આધારે થાય છે. નવા પાટણમાં બંધાયેલ બહાદુરસિંહ બારોટની વાવમાં પણ રાણીની વાવના અને જુના પાટણના પથ્થરોનો ઉપયોગ થયો હશે તેમ વાવના પ્રાથમિક નિરીક્ષણના આધારે કહી શકાય. કર્નલ ટોડે ઇ.સ. ૧૮૨૨માં પાટણની મુલાકાતનું વર્ણન તેના ગ્રંથ "Travels in western India" માં કર્યું છે, જેમાં તેણે કાલિકા માતાના મંદિરથી ૧૫૦ વાર દૂર અને ભવ્ય તોરણ જોયાનું નોંધ્યું છે. જે આજે અસ્તિત્વમાં નથી. બર્જેસ અને કઝિન્સે તેમના ગ્રંથ Antiquities and Archaeology of Northern Gujarat" Hi zuil-il 91941 f4141 aula 03 પથ્થરના સ્તંભ હોવાનું નોંધ્યું છે, જે હાલમાં ત્યાં નથી. 'પાટણની પ્રાયઃ પથ્થરની એક ખાણ તરીકે જ ઉપયોગ થયો. ગાયકવાડી શાસન દરમ્યાન પાટણમાંથી પથ્થરો કાઢવાનો ઇજારો આપવામાં આવ્યો હતો, આ બધાં વિનાશક કારણોને લીધે પાટણનાં ભવ્ય મહાલયો પૈકી આજે કશું જ બચ્યું નથી. બચવામાં માત્ર રાણીની વાવ, સહસ્ત્રલિંગમાં પાણી લાવવા માટેની નહેર (આ બંને સરસ્વતી Page #352 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા નદીના પૂરથી દટાઇ જવાના કારણે) અને કહેવાતો રાજગઢીના કોટનો થોડોક હિસ્સો બચેલ છે. આ ઉપરાંત પીરમખ્તમશાહની દરગાહ કે જે હેમચન્દ્રાચાર્ય નો ઉપાશ્રય હતો એમ માનવમાં આવે છે. આ દરગાહનું મૂળ સ્થાપત્ય અને આજુબાજુ વિખરાયેલ અવશેષો હિન્દુ સ્થાપત્યની પ્રતીતિ કરાવે છે. બાકી બધું જ કાળના પ્રવાહમાં નષ્ટપ્રાય થઇ ગયું. જુના પાટણનો વિસ્તાર હાલમાં ખેતરોમાં વહેંચાયેલો હોવાથી ઉત્ખનનો કોઇ અવકાશ રહ્યો નથી. આજે પ્રત્યેક ખેતરના શેઢે શેઢે ઇંટો અને પત્થરોના નાનામોટા ઢગ પોતાના ઐતિહાસિક વારસાની સ્મૃતિઓ સંઘરીને નિસ્તેજ સમા બેઠા જોવા મળે છે. પાટણની સ્થાપના, નામ, આકાર અને કોટ ૩૨૯ પ્રચલિત અનુશ્રુતિ અનુસાર પાટણની સ્થાપના વનરાજ ચાવડા દ્વારા વિ.સં. ૮૦૨ (ઇ.સ. ૭૪૬) માં કરવામાં આવી હતી મેરુતંગે પ્રબંધચિંતામળીમાં વિ.સં. ૮૦૨, વૈશાખ વદ-૨ સોમવાર અને વિચારશ્રેીમાં વિ.સં. ૮૦૨ વૈશાખ સુદ-૩ સોમવાર નોંધેલ છે. જ્યારે ધર્માર્થમાં વિ.સં. ૮૦૨, અષાઢ સુદ-૩ શનિવારે પાટણની સ્થાપના થયા સંબંધી ઉલ્લેખ છે. આ ઉલ્લેખો અને આ સંબંધી બીજા અન્ય ઉલ્લેખો અને તેની તિથિઓ અને વાર પંચાગ પ્રમાણે છે કે કેમ તે તપાસીને રા.ચુ. મોદી એ તારણ ઉપર આવ્યા છે કે વૈશાખ સુદ-૨ સોમવારે ધર્મક્રિયા શરૂ થઇ હશે અને યજ્ઞનું સત્ર બે માસ ચાલ્યું હશે તથા લોકો અષાઢ સુદ શનિવારથી ગામમાં રહેવા આવ્યા હશે. · એવી પણ વાયકા છે કે વનરાજ ચાવડાને તેના મિત્ર અણહિલ ભરવાડે નગર સ્થાપવા જગ્યા બતાવી તેથી નગરનું નામ અણહિલવાડ પાટણ રાખવામાં આવ્યું. પાટણની સ્થાપના પૂર્વ ત્યાં કોઇ અન્ય નગર હતું કે કેમ ? આ સંબંધી જિનપ્રભસૂરિ કૃત વિવિધતીર્થ ૫ના અહિનપુસ્થિતગરિષ્ટનેમિ૫માં લકખારામ નગર હોવાનો ઉલ્લેખ છે. ' સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ગ્રંથોમાં પાટણનું નામ વિવિધ રીતે નોંધાયેલું જોવા મળે છે. જેમ કે અળહિતપાટમ્ (કૂવાશ્રય 1/48) સહિત્નપત્તન (ઝીર્તિીમુવી 1/48), મહિનનાં (કુમારપાલચરિતમ્ 2/21), સહિત્તપાટ (મારવાનપ્રતિવોધ 1/32), અહિનપાટ (મુતસંજીતનું 1/97), અળહિનપુર (પ્રબંધચિંતામળી 1/19), શ્રીપત્તન (પ્રબંધચિંતામળી 3/3) વગેરે. આચાર્ય હેમચંદ્ર દ્વારા સંસ્કૃત અને પ્રાકૃત દ્વાશ્રયમાં પાટણનું કવિ કલ્પનાપ્રચુર વર્ણન કરવામાં આવ્યું છે. પાટણના વર્ણનના પ્રારંભમાં શ્લોકમાં જ તેને સ્વસ્તિક આકારનું ગણાવી તેની ભવ્યતા વર્ણવી છે. ત્ત. ..નાનાહિનપાટમ્ ॥ (૧.૪) (ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માંગાર, નયનું નિવાસરૂપ, શ્રી વડે સદા આશ્લિષ્ટ એવું અણહિલપાટક નામે નગર છે.) મારપાલઽરિતમાં પણ આ પ્રકારનું કલ્પનાસભર વર્ણન કરવામાં આવ્યું છે. સોમેશ્વરે પણ ીર્તિીમુવીમાં પાટણનું મનોરમ વર્ણન કર્યું છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સ્તિ.. कृतहारानुकारणे,. છે હાથી - મદથી ભીના, ઝાંપાવાળું ભલું પુર, અણહિલ્લ પુરાજ્યશ્રી જાણે શ્રી શ્રેયનું ઘર, શોભે જે હારનું કામ, સારનાર સુકોટથી શું વર્તુલ થયે પુણ્યે, રક્ષાતું કળિચોટથી .શ્રિયામિત્ર ૫ (૧.૪૮) .chefter 11 (9.80) ૩૩૦ (આચાર્ય વલ્લભજી હરિદત્ત સમશ્લોકી અનુવાદ) આચાર્યશ્રીએ પાટણનો આકાર સ્વસ્તિક હોવાનું જણાવ્યું છે. પરંતુ, ડો. રમણલાલ મહેતાએ સ્થળતપાસના આધારે સ્પષ્ટ નોંધ્યું છે કે ‘પાટણ અષ્ટાશ્રી અર્થાત્ સ્વસ્તિકાર નગર હોવાની કલ્પના સાવ નિરાધાર છે. ૧૦ નગરની ચોમેર કોટ હોવા વિશે આચાર્યશ્રીએ સંસ્કૃત દવાશ્રવ (૧/૧૨૬)માં અને પ્રાદ્ભૂત દયાશ્રવ (૧/૩)માં, સોમેશ્વરે ીર્તિીમુવી (૧/૪૯) અને સોમપ્રભસૂરિએ મારવાનપ્રતિવોધ (p.3-4) માં પણ આ જ મતલબનો ઉલ્લેખ કર્યો છે. સોલંકીયુગમાં પાટણમાં કોટ હોવા વિશે આશંકા વ્યક્ત કરતાં ડૉ. રમણલાલ મહેતાએ નોંધ્યું. છે કે “હેમચંદ્રાચાર્યના દવાશ્રય ના વર્ણનોની અવ્યવસ્થાને પ્રખ્યાશ્રિત જ્ઞાન સાથે સરખાવવાથી પાટણને કિલ્લો હોવા બાબત શંકા થાય છે.૧ ડૉ. સાવલિયાએ પણ આ જ મતલબનો મત અભિવ્યક્ત કર્યો છે કે : “આમ છતાં, પુરાવસ્તુનાં તમામ પ્રમાણો જોતાં અણહિલવાડ પાટણનો ૧૪મી સદી સુધી કિલ્લો હોય એમ લાગતું નથી.'' ૧૨ પુરાત્તવવિદોનો જે મત હોય તે, પરંતુ અણહિલવાડ પાટણને જ્યાં પાયામાંથી જ ખોદી નાખવામાં આવ્યું હોય, ઇંટ અને પથ્થરની ખાણ તરીકે જ વર્ષો સુધી તેનો ઉપયોગ થયો હોય, ત્યાંથી પુરાવા કઇ રીતે ઉપલબ્ધ થઇ શકે ? સોલંકી રાજવીઓના મહેલો કે દેવાલયોની આજે કોઇ નિશાની બચી નથી, તો શું રાજમહેલો નહીં હોય તેમ માની શકાય ? એક ખૂબ નોંધપાત્ર બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે સહસ્રલિંગ સરોવરની કેનાલ હાલના જમીનના સ્તરથી આશરે ૧૫' ફૂટ જેટલી ઊંડાઇએ છે, તે જ રીતે રાણીની વાવ ઉપર પણ અંદાજિત ૧૦’ ફૂટ જેટલું માટીનું સ્તર ચઢી ગયું છે. આ વાસ્તવિકતાને ધ્યાને લેતાં જૂના પાટણના અવશેષો તેટલી ઊંડાઇએ જ હોઇ શકે ? પાટણની પ્રાચીન ભવ્યતા શોધી કાઢવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા સુનિયોજિત ઉત્ખનન કાર્ય હાથ ધરવાની જરૂર છે. રાણી વાવ રાજા ભીમદેવ (૧૦૨૨-૧૦૬૪) ની રાણી ઉદયમતીએ પાટણમાં વાવ બંધાવી હતી. શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન હોવા છતાં સોલંકીકાલીન કે પરવર્તીકાલીન સાહિત્યમાં તેની નોંધ લેવાઇ નથી. મેરુંતુંગે પ્રબંધચિંતામળીમાં ફક્ત એક જ લાઇનમાં નોંધ્યું છે કે ‘શ્રી ૩૫મતિનાખ્યા તત્રાસ્યા श्रीपत्तने सहस्रलिंगसरोवरादप्यतिशायिनी नव्या वापी कारिता ।' અર્થાત્ રાણી ઉદયમતીએ ત્યાં સહસ્રલિંગ સરોવરથી ચડિયાતી નવી વાવ કરાવી. Page #354 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૧ હેમચંદ્રાચાર્યએ તો આ અંગે મૌન જ સેવ્યું છે. સરસ્વતી પુરાણમાં પણ આ સંબંધી કોઈ ઉલ્લેખ નથી. સંભવ છે કે આ વાવ બંધાયાના ખૂબ જ ટૂંકાગાળામાં કોઈ કારણસર ખંડિત થઇ હોય ! જો કે ૧૯મી સદીમાં યુરોપિયન પુરાતત્વવિદ્, ઇતિહાસવિદ્ બર્જેસ અને કઝિન્સ કર્નલ ટોડ, ફાર્બસ વગેરેએ આ વાવ વિશે પોતપોતાના ગ્રંથોમાં સ્કેચ સાથે વર્ણનો કર્યા છે. સહસલિંગ સરોવર અને કીર્તિસ્તંભ - ‘દયાશ્રય' (Isl4) મહાસ:, વસંતવિસ્તાર (246), કુર્તમાનર/સર, નીમવાન (સંવ 5), સિદ્ધHER, “મોદરાનપાન' (158), શ્રી સિધ્ધમતું : અને “સુતસંકીર્તન (235) સિધ્ધસર તરીકે નામાભિધાન કરે છે. કોઇ કૃતિમાં સહસલિંગ સરોવર એવું નામાભિધાન નથી. સરોવરના કાંઠે એક હજાર શિવાલયોની ઉપસ્થિતિથી લોકજીભે તે સહસ્ત્રલિંગથી ઓળખાતું થયું હશે. ફકત પ્રાચીન ગુજરાતીમાં રચાયેલ ‘સમરરાસુ” (૭૭)માં ‘સહસલિંગ” તરીકે ઉલ્લેખ છે. પ્રબંધચિંતામણીમાં નોંધ છે કે દુર્લભરાજે પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું. શ્રી સર્ગ ૧૫/૧૧૪૧૨૨માં સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવર અને તેના તટે સત્રશાળાઓ, શિવનાં ૧૦૮ મંદિરો, દેવીઓનાં ૧૦૮ મંદિરો, દશાવતારી મંદિર, દેવઘર એટલે કે વિધામઠો અને કીર્તિસ્તંભ બંધાયાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેના રચના-વિધાન કે શિલ્પ-સ્થાપત્ય સંબંધી કોઇ વિગતો નથી. સિદ્ધરાજે મહાસરોવરનું મુહૂર્ત કર્યું તેટલી જ નોંધ આચાર્યશ્રીએ કરી છે. (દયાશ્રય ૧૫/૧૧૪) જ્યારે પ્રબંધચિંતામff” માં સ્પષ્ટ નોંધ છે કે “તારતે નૈવામા માતાવપત્ત પ્રતિષ્ઠા વિવાન શિપિનશ સદર્તિાધર્મસ્થાનકર્મસ્થાનિયો ચર્ચારિતા ક્ષિત્તિ પધમાકૃતિ: પ્રથામરો” અર્થાત્ સિદ્ધરાજે સહસલિંગ માટે શિલ્પીઓ અને કારીગરોની યોજના કરી માલવમંડળ ઉપર ચડાઈ કરવા પ્રાયણ કર્યું. - સરસ્વતીપુરા સર્ગ-૧૫ અને ૧૬માં ધાર્મિક, પૌરાણિક આખ્યાનોની સાથે સાથે સરસ્વતી નદીમાંથી સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી લાવવા માટે નહેર બનાવવી, નહેરના તટે તીર્થસ્થાનો, દેવમંદિરો વગેરેનું તથા સહસલિંગના તટ ઉપરની સત્રશાળાઓ, ઓવારાઓ, તીર્થો વગેરેનું માહાત્મ વર્ણવ્યું છે. આ ઉપરાંત ઐતિહાસિક વિગતો જેમ કે કર્ણ-મીનળનાં પૂર્વચરિત્રો, મીનળદેવી જયકેશીની પુત્રી (૧૫.૮૧), સિધ્ધરાજચરિત્ર, સિધ્ધરાજનો બાલ્યવયે રાજ્યાભિષેક અને કર્ણનો સ્વર્ગવાસ (૧૫૯૨૯૩), સિધ્ધરાજ દ્વારા અવંતિની જીત (૧૫.૯૬), દુર્લભરાજ દ્વારા બંધાવેલ દુર્લભસર કે જે જલહીન હોવાથી સિધ્ધરાજ દ્વારા તેને જલપૂર્ણ કરવાનો સંકલ્પ ૧૫(૧૦૧-૧૦૨), બ્રાહ્મણો માટે આગારો (ધર્મશાળાઓ) (૧૬/૧૨૩), સિધ્ધરાજ દ્વારા તેને જલપૂર્ણ કરવાનો સંકલ્પ ૧૫(૧૦૧-૧૦૨), બ્રાહ્મણો માટે આગારો (ધર્મશાળાઓ) (૧૬/૧૨૩), સિધ્ધરાજની સભાના કેશવ વ્યાસ પૌરાણિકનો પરિચય (૧૬/૧૯૭-૨૦૧) વગેરે વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. સહસ્ત્રલિંગ સરોવરનું આટલું ચોકકસ અને કમબધ્ધ વર્ણન કોઇ ગ્રંથમાં ઉપલબ્ધ નથી. સરસ્વતીપુરામાં સહસ્ત્રલિંગ સરોવરનું વિશદ્ ઐતિહાસિક અને પૌરાણિક મહાસ્યથી ભરપૂર વર્ણન કવચિત સ્થાન નિર્દેશ સાથે રજૂ કરવામાં Page #355 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૨ આવ્યું છે. પરંતુ આશ્ચર્ય તો એ છે કે અહીં તેના તટે સ્થિત કીર્તિસ્તંભનો કોઇ જ ઉલ્લેખ નથી. સિધ્ધરાજે માળવા વિજય બાદ કીર્તિસ્તંભ બંધાવ્યો હતો, જે એક ઇતિહાસ સિધ્ધ ઘટના છે. સંભવ છે કે તે સમય દરમ્યાન પુરાણકારનું અવસાન થયું હોય અથવા પુરાણકાર રાજકીય સ્થાપત્યોના વર્ણનથી અલિપ્ત રહ્યો હોય ! મોહાનિ (૩.૫૮) અને પ્રવંધચિંતામvીમાં કીર્તિસ્તંભનો ઉલ્લેખ છે. પરંતુ સહસ્ત્રલિંગ સરોવરના તટે કીર્તિસ્તંભ કઈ જગ્યાએ બાંધવામાં આવ્યો હશે તે આજે માત્ર કલ્પનાનો વિષય રહ્યો છે. તેનું કોઈ જ નામોનિશાન રહ્યું નથી. કીર્તિસ્તંભ ઉપર ઉત્કીર્ણ કરવામાં આવેલ શ્રીપાલ કૃત સહસ્ત્રલિંગપ્રશસ્તિનો આરસનો એક ટૂકડો (૨૬'X૧૦') પાટણના વિજળકુવા મહોલ્લાના નાનકડા શિવમંદિરના ગર્ભગૃહની દિવાલમાં જડેલો સ્વ.રા.ચુ. મોદીએ શોધી કાઢયો છે. જેમાં શ્લોક નં. ૩૬, ૭૭, ૮૭ અને ૯૦ શ્લોકાંક જોવા મળે છે. રવ. મોદીએ પ્રશસ્તિમાં ૧૦૮ શ્લોકો હોવાનો અંદાજ મૂક્યો છે. આ પ્રશસ્તિમાં સિદ્ધરાજે સહસલિંગ સરોવર બંધાવ્યાનો અને સરસ્વતીના જળથી પૂરેપૂરું ભર્યાનો ઉલ્લેખ છે. ૩ કવિ સોમેશ્વરે કીર્તિભૌમુરી (સર્ગ-૧/૭૨-૮૧) માં કીર્તિસ્તંભનું અત્યંત મનોરમ વર્ણન કર્યું છે, જેના ઉદાહરણ સ્વરૂપ પ્રથમ પાંચ શ્લોકોનો પાઠ અને આચાર્ય વલ્લભજી હરિદા કૃત સમશ્લોકી ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે. જ સ્મિન. ........ તમ છે , (1172) મુવિ છે (1173) યથાન.. ........... .fr: . (1174) વસ્થૌર્ચ.. ....................વતાનિવ (1775) ...નરંતૂનતમ | (1176) ફરતાં વિષ્ણુ - હરનાં, મંદિરે સર જ્યાં ભર્યું; પૃથ્વી કુંડલવંત શોભે, જાણે મોતી - અરે ભર્યું. ૧/૭૨ ઊંડું તળાવ શોભે જ્યાં, ખીલેલાં કમળો થકી; ખેલતી જયદેવીનાં, જાણે હોય મુખો થકી ૧/૭૩ જેમાં છાયા શિવાગાર, દીવીઓની પડે ઘણી; શોભે શ્રી નિશિ પાતાળ, સર્પ-શીર્સ-મણિ તણી. ૧/૩૪ જે તળાવ તટે શોભે, ઊંચો ઉજવળ રૌખવત; કીર્તિસ્તંભ વ્યોમગંગાના પડતા પ્રવાહવતું. ૧/૭૫ સામાજિ. Page #356 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૩ શિવાલય-સમૂહું આ, છે સરોવર શોભિત; ને શોભે તે પુર પણ, રાજહંસે વિભૂષિત. કવિ અરિસિંહે વિક્રમના ૧૩માં શતકના અંત ભાગમાં રચેલ સુકૃત સંકીર્તનમાં સહસલિંગસરોવર અને કીર્તિસ્તંભનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે કે “વિશ્વે જગ યેન વિજિત્ય કીર્તિસ્તંભસ્તથાં કોપી મહાનકારિ” અર્થાત્ : જગત ઉપર વિજય મેળવીને તેણે કોઇ મહાન કીર્તિસ્તંભ કરાવ્યો હતો. સહસ્ત્રલિંગસરોવર ૧૬મી સદી સુધી અસ્તિત્વ ધરાવતું હતું. તે સંબંધી પણ અબુલ ફઝલ કૃત ‘અકબરનામા'માં વાંચવા મળે છે. “અકબરનામા” પ્રકરણ ૩રમાં સ્પષ્ટ નોંધ છે કે બહેરામખાન મકાની હજ માટે જતાં થોડોક સમય પાટણમાં રોકાયો હતો. સહસ્ત્રલિંગ સરોવરમાં નૌકાવિહાર દરમ્યાન મુબારકખાન લોહાનીએ તા. ૩૧ જાન્યુઆરી, ૧૫૬૧ના રોજ બહેરામખાનનું ખૂન કર્યું હતું આ ઘટના બાદ સહસલિંગસરોવર ક્યાં સુધી અસ્તિત્વ ધરાવતું હતું કે જ્યારે તેનો નાશ થયો તે સંબંધી કોઇ માહિતી નોંધાયેલી જાણમાં આવી નથી. સહસલિંગ મધ્યે સ્થિત ટેકરી બકસ્થળ, વિંધ્યવાસિનીનું મંદિર કે માયા ટેકરી? સહસલિંગ સરોવરની મધ્યમાં એક મોટી ટેકરી છે, જેના ઉપર મહેલના અવશેષો પ્રાપ્ય છે. લોકવાયકા મુજબ તેને રાણીના મહેલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, તેનું બાંધકામ સોલંકીવંશનું માની શકાય તેવાં કોઈ જ ચિહ્નો નથી. પ્રથમ દૃષ્ટિએ જ તે મુસ્લિમયુગીન સ્થાપત્ય જણાય છે. આ બાંધકામને ઘણોબધો ભાગ વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં થયેલ ધરતીકંપમાં નાશ પામ્યો. એક અન્ય અનુશ્રુતિ મુજબ આ સ્થળને માયા ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રચલિત દંતકથા મુજબ સહસલિંગ સરોવરમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી સિધરાજે માયા વણકરનું બલિદાન આપ્યું હતું. તેની સ્મૃતિમાં આ ટેકરી કરવામાં આવેલ છે. માયાના બલિદાનને બિરદાવતા અજ્ઞાત કવિ કૃત ‘માયાવેલ કાવ્યમાં પણ માયા ટેકરી સંબંધી કોઇ ઉલ્લેખ નથી. આ દંતકથાનું કોઇ ઐતિહાસિક પ્રમાણ ઉપલબ્ધ નથી. તેમજ સમકાલીન કે પરવર્તીકાલીન કોઇ સંસ્કૃત રચનામાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. આમ છતાં, આ લોકકથી કેમ ઉભવી ? આ લોકકથામાં સત્યાંશ કેટલો ? વગેરે પ્રશ્નો સંશોધનનો એક વિષય બની રહે છે. માયાની ઉત્પતિ વિશે ગણેશરામ વરતિયાએ તેમના ગ્રંથ મેહયાવત ક્ષત્રિયોની ઉત્પતિનો ઇતિહાસ' (૧૯૩૫)માં જણાવ્યું છે કે રાજા કર્ણદેવ અને મીનળદેવી દ્વારા તેના જન્મસંબંધી જ્યોતિષીઓની આગાહીના કારણે ત્યજાયેલું બાળક તે માયો.૧૧ હકીકતમાં સહસલિંગમાં પાણી ભરવા માટે સિદ્ધરાજે સરસ્વતી નદીનું પાણી નહેર મારફત સરોવરમાં વાળ્યું હતું, જેના અવશેષો આજે પણ ઉપલબ્ધ છે. “મોહરીપરના” (૩.૫૭-૫૮) નાટકમાં વનરાજ દ્વારા સ્થપાયેલ આ નગર વર્ણનમાં કુમારવિહાર, સરોવર અને તેના મધ્યે બકસ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નીચે દર્શાવેલ શ્લોકોમાં સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વ....... કુવૈતરામ | 7 || મપિ ૨-..... ....વિમ્ ? / 58I સરસ્વતીપુરી” માં વિંધ્યેશ્વરીનું મંદિર હોવા વિશે નીચે મુજબ નોંધ છે. ૧૦ Page #357 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા મિન. .સંયુતા ॥ (૧૬.૧૫૮-૧૬૦) (અર્થાત્, તે પીઠમાં જ્યારે દેવીઓનાં આવાહન સમયે, વિંધ્યવાસિની દેવી વિંધ્યાચલ પર્વતમાંથી આવ્યાં ત્યારે હે બ્રહમન્ ! જેના સેવનથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, તે દેવીએ સ્વર્ગમાર્ગને બતાવવા આ સરોવરની મધ્યમાં જલ દક્ષિણે નિવાસ કર્યો. તે મનોરમ્ સ્થાનને વિંધ્યશૃંગ (વિંધ્યપર્વત) થી પણ અધિક માની, શ્વેત પીઠ સહ ત્યાં ભગવતી વિંધ્યવાસિની બિરાજમાન થયાં.) ૩૩૪ ‘સરસ્વતીપુરાળ’ ની રચના સિધ્ધરાજના સમય દરમ્યાન જ થયેલી હોવાથી તેમજ સરોવરના તટપ્રદેશ ધર્મસ્થાન તરીકે વિકસાવેલ હોવાથી પુરાણકારનો મત વધુ વિશ્વસનીય ગણાવી શકાય. બર્જેસે આ સ્થળે શિવમંદિર હતું તેમ જણાવ્યું છે. વાસ્તવિકતા ગમે તે હોય પરંતુ આજે પ્રબળ આસ્થા સાથે અતૂટ વિશ્વાસથી સ્થાનને માયા ટેકરી તરીકે ઓળખાવીને લોકફાળો અને સંસદસભ્યશ્રીઓની ગ્રાંટમાંથી વિશાળ ભવનોનું બાંધકામ કરવામાં આવેલ છે. ૧૮ વિદ્યામઠો સહસ્રલિંગ સરોવરના તટપ્રદેશને ખરા અર્થમાં ધર્મસ્થાન અને વિદ્યાનું સ્થાન બનાવવાના હેતુસર ૧૦૦૦ શિવાલયો, દેવદેવીઓનાં મંદિરો ઉપરાંત વિદ્યામંદિરો પણ બંધાવ્યાં હતાં, જેની નોંધ સરસ્વતી પુરાણકારે નીચે મુજબ કરી છે. न सिध्धसमो.. (16/123) ..દ્રશ્યતે ॥ . तपस्विनाम् तत्रागाराणि. (16/124) (સિધ્ધરાજ સમાજ રાજા, સિધ્ધસર સમાન સરોવર, અને સહસ્રલિંગ જેવું મહાતીર્થ બીજા કોઇ ઠેકાણે જોવામાં આવતું નથી. ત્યાં અગાડી સરોવરના કિનારા ઉપર બ્રાહ્મણો, તપસ્વીઓ, અને સંન્યાસીઓ માટે સિધ્ધરાજે આગારો (ધર્મશાળાઓ-વિદ્યામંદિરો, મઠો વગેરે બંધાવ્યાં હતાં) દયાશ્રવકારે પણ વિદ્યામઠો વિશે વધુ સ્પષ્ટતાથી અને વિસ્તારથી વર્ણન કર્યું છે, જે નીચે મુજબ છે. (16/121) ક્ષાત્રવિયાં.. વિષનવાયેમ્યઃ.. .ન્યાયત | (16/122) 68 વૃત્તિ અને સૂત્રને જાણનારા અથવા ભણનારા, કલ્પસૂત્રોને જાણનારા અથવા ભણનારા, તે ‘ પ્રમાણે આગમવિધા તથા સંસર્ગવિધા અર્થાત્ ઔષધિઓના સંપર્કથી સુવર્ણસિધ્ધિ આદિ વિદ્યાઓને જાણનારા અથવા ભણનારા તથા ત્રણ જેનાં અવયવો છે એવી ત્રિવિધા એટલે વાર્તા (કૃષિ અને વાણિજ્ય), ત્રયી (ત્રણ વેદો) અને દણ્ડનીતિ, અથવા ત્રિવિધા કહેતા તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યને જાણનારા અને ભણનારા, તેમજ અંગવિધા કહેતાં શિક્ષાદિ છ અંગોને જાણનારા તથા ભણનારા, અથવા અંગવિદ્યા કહેતાં શરીરની વિદ્યા જાણનારા તથા ભણનારા, ક્ષાત્રવિદ્યા કહેતાં માન્॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા યુદ્ધવિદ્યાને જાણનારા તથા ભણનારા, ધર્મવિધા કહેતાં સ્મૃતિને જાણનારા તથા ભણનારા તેમજ ચાર્વાકશાસ્ત્રને જાણનારા લોકાયિતકોનું ખંડન કરનારા તથા યજ્ઞના પ્રતિપાદક શાસ્ત્રને જાણનારા તથા ભણનારા અથવા યાજ્ઞિકોના આમ્નાયને જાણનારા તથા ભણનારા વિદ્વાનોને પ્રીતિયુક્ત કરવા. તેણે મઠો કરાવ્યા બ્રાહ્મણ જેવા ગ્રંથ વિષયોમાં નિપુણ, શતપથ બ્રાહ્મણ જાણનારા, ષષ્ઠીપથાધ્યાય જાણનારા અને ઉત્તરપદ પૂર્વપદના વિવેકપૂર્વક લક્ષણોથી નિપુણ બ્રાહ્મણોએ જ્યાં જ્યાં અધ્યયનની ધૂન ચલાવી છે, એવા મહાન કીર્તિસ્તંભ જેવા શત્રુ ભૂમિરૂપી વાક્યમાં પદીકની પેઠે પદધારી દેવઘરો કરાવ્યાં હતાં. આ ઉપરાંત રા.ચુ.મોદી દ્વારા નોંધાયેલ સહસ્રલિંગપ્રશસ્તિનો એક અંશ પાટણના વીજળકુવા વિસ્તારમાં સ્થિત શિવમંદિરની દિવાલમાં જડવામાં આવેલ છે, તેની પ્રથમ પંક્તિમાં સહસ્રલિંગ તટે શિક્ષાગૃહો વિશે ગર્ભિત સૂચન કરવામાં આવ્યું છે, જેનો ઉપલબ્ધ પાઠ નીચે મુજબ છે....ધર્મપાનપવોપાય્યાવશિક્ષવૃંદું શાશ્વતપૌસમૃધ્ધિવર્ધનમાક્ષેત્રે યવુર્તીતને.... અર્થાત્ પૃથ્વી ઉપર ધર્મપાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃધ્ધિ વધારનારા ક્ષેત્ર. પાર્શ્વનાથ જિનાલય અને કુમારવિહાર ૩૩૫ વનરાજે તેના ગુરુ આચાર્ય શીલગુણસૂરિના આશીર્વાદથી પાટણની સ્થાપના કર્યા બાદ ગુરુ પ્રત્યેની ભક્તિભાવનાથી પ્રેરાઇને પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ જિનાલયની સ્થાપના કરી હતી. આ જિનાલયનું નામ પંચાસરા પાર્શ્વનાથ રાખવા પાછળ બે કારણો હોઇ શકે. પ્રથમ કારણ એ કે તેના પિતાનું રાજ્ય પંચાસરામાં હતું, જેની સ્મૃતિ જાળવી રાખવા આ નામ રાખ્યું હોય અથવા બીજું કારણ એ કે પંચાસરાનો નાશ થતાં ત્યાં સ્થિત પાર્શ્વનાથ જિનાલયની મૂળ પ્રતિમા પાટણમાં લાવીને પાટણના જિનાલયમાં સ્થાપી હોય. પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં થયા બાદ તૂર્ત જ આ મંદિર બંધાયું હશે. હાલમાં અસ્તિત્વ ધરાવતા મંદિરનો ઇ.સ. ૧૯૩૯માં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ પૂર્વ તેનું સ્થાપત્ય ૧૬માં સૈકાનું હતું. તેવો ડૉ. સાંડેસરા મત ધરાવે છે. વળી, જૂના પાટણમાંથી નવા પાટણમાં આ પ્રતિમાઓ ક્યારે લાવવામાં આવેલ હશે તે વિશે પણ કોઇ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. ડૉ. સાંડેસરાએ હરિભદ્રસૂરિ કૃત ચન્દ્રપ્રમચરિત (સં.૧૨૧૬ આસપાસ), અરિસિંહ કૃત મૃતસંઝીર્તન (સં. ૧૨૭૮ અને ૧૨૮૭ વચ્ચે), ઉદયપ્રભસૂરિ કૃત સુતીર્તિવત્તૌલિની (સં. ૧૨૭૭) તથા ધ મ્યુવય (સં. ૧૨૯૦ પહેલાં), શ્રી પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાંનો સં. ૧૩૦૧નો શિલાલેખ, અજ્ઞાતકર્તૃક સઁયુપ્રબંધસંગ્રહ (સં. ૧૪૬૫ પહેલાં) વગેરે ગ્રંથોમાં પંચાસરા જિનાલય સંબંધી ઉલ્લેખો શોધીને તેની પ્રાચીનતા સિધ્ધ કરી છે. ૧૯ કુમારપાળ દ્વારા બાંધવામાં આવેલ કુમારવિહારનું પ્રાસાદિક શૈલીમાં મનોરમ વર્ણન રામચન્દ્રસૂરિ કૃત મારવિહારશત કાવ્યમાં ઉપલબ્ધ છે. ૧૧૬ શ્લોકના આ કાવ્યમાં શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા, સંગીત, નાટ્ય અને નૃત્યકલા વગેરેની દૃષ્ટિએ અદ્ભુતચિત્રણ કરવામાં આવ્યું છે. કવિ રામચન્દ્રસૂરિએ આ વિહારને आश्चर्य मन्दिरमुदारगुणाभिरामम् । Page #359 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૬ વિશ્વમાનવભૂતિનાથમન” અથતું આશ્ચર્યોનું મંદિર અને પૃથ્વીવારાંગનાઓના તિલક સમું ગણાવ્યું છે. હેમચન્દ્રાચાર્યે સોમનાથનું મંદિર અને પાટણનું કુમારવિહાર પૂર્ણ થતાં તેની ભવ્યતાથી અંજાઈને લોકો તેના વિશે જ ચર્ચા કરતા તેને યાત્રા નીચે મુજબ શબ્દબધ્ધ કરેલ છે. સોમેટપુર.. ...પન્યવાર્તા છે (20 / 100 ) (સોમનાથનું કેદારેશ્વર અને પાટણનું કુમારવિહાર પૂરાં થયા પછી પાન્થોમાં એવી વાતો થઈ કે ‘ભલા ભાઇ, સોમનાથ જઇ આવ્યા છે ? સાધુ પુરુષ ગુર્જરપુર ગયા હતા કે ? તેમાં કુમારવિહાર જોયું કે ?). પાટણના શાસક રાજવંશો, અમાત્યો અને પુરોહિતો પાટણના શાસક રાજવંશો પૈકી સોલંકીવંશના સ્થાપક મૂળરાજદેવથી કુમારપાળ સુધીના રાજાઓ સંબંધી કથાશ્રયકાર સૌ પ્રથમ અધિકૃત અને વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. તેમણે દર્શાવેલ સોલંકીવંશના રાજાઓનો વંશાનુક્રમ ઐતિહાસિક સાધનો દ્વારા પ્રમાણિત છે. હેમચંદ્રાચાર્યની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમણે કોઈ રાજાનો કાર્યકાળ અથવા કોઇ ઘટનાનો સમય દર્શાવ્યો નથી, તેમજ રાજ્યની સીમા દર્શાવી નથી. આ ઉપરાંત રાજમહેલો, દેવાલયો, ગ્રંથાગારો વગેરે સંબંધી ઉલ્લેખ ટાળ્યો છે. મેરૂતુંગે પ્રબંધચિંતામણીમાં પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨ જણાવી વિ.સં. ૧૨૭૭ સુધીના અને વિચારશ્રેણીમાં ત્યારબાદના પાટણના રાજાઓનો કાર્યકાળ દર્શાવ્યો છે, જો કે આ કાર્યક્રમ ઐતિહાસિક સાધનોની એરણ ઉપર ચકાસણી કર્યા બાદ જ સ્વીકૃત થઇ શકશે. વધુમાં અહીં વર્ણવાયેલ ઘટનાઓમાં ઇતિહાસની તુલનાએ લોકરંજન અને અનુશ્રુતિનું બાહુલ્ય જોવા મળે છે. કેટલીક સામ્પ્રદાયિક મર્યાદાઓ હોવા છતાં મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ માટે આ એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. ર્તિકૌમુદી'માં મૂળરાજદેવથી વરધવલ સુધીના રાજાઓ, વસ્તુપાલવંશ અને વસ્તુપાલનાં કાર્યોનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. અરિસિંહ કૃત 'કૃતસંકીર્તનમાં ચાવડા અને સોલંકીવઃશના વીરધવલ સુધીના રાજાઓ સંબંધી પ્રશસ્તિપરક માહિતી તથા વસ્તુપાલનાં સુકૃત્યો વર્ણવામાં આવ્યાં છે. સોમેશ્વરે “કુથોત્સવ’ ના ૧૫મા સર્ગમાં પોતાના વંશનો-ગુલેચા કુલનો - વિસ્તૃત પરિચય કરાવ્યો છે. આ કુળનો આદિ પુરુષ સોમશર્મા મૂળરાજ સોલંકીનો પુરોહિત હતો. આ વંશે સતત ત્રણ શતકો સુધી સોલંકીવંશનું રાજપુરોહિત પદ સંભાળ્યું હતું. આ બધી કૃતિઓ ઉપરાંત અને ઉદયપ્રભસૂરિ કૃત सुकृतकीर्तिकल्लौलिनी, कुमारपालभूपालचरित, वस्तुपालचरित १३ तिमी तिखासि दृष्टि મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. અત્રે નોંધવું ઘટે કે અણહિલવાડ પાટણના સ્થાપક રાજા વનરાજ ચાવડા કે પાટણમાં ચાવડાવંશના પ્રાયઃ ૧૯૬ વંશના શાસન દરમ્યાનના કોઇ દાનપત્રો કે અભિલેખો આજ સુધી મળી શક્યા નથી. આ ઉપરાંત ચાવડાવંશ દરમ્યાન રચાયેલ સાહિત્યમાં પણ આ વંશ સંબંધી કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. પાટણની સાહિત્યસાધના અને વિધાપ્રીતિ આજે કોઇ વ્યકિત મધ્યકાલીન સમયમાં રચાયેલ સંસ્કૃત કૃતિઓ કે મુનશી કે ધૂમકેતુની Page #360 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૭ પાટણ વિષયક નવલકથાઓ કે પ્રબંધોમાં વર્ણિત ગૌરવગાથાઓ વાંચીને પાટણ દેશને આવે તો કદાચ તેના મોંમાંથી નરસિંહરાવના શબ્દો 'પાટણપુરી પુરાણ! હાલ તુજ હાલ જ આવા! સરી પડે! આજે પાટણનાં ભવ્ય ધવલગૃહો, દેવાલયો કે સહસ્ત્રલિંગ સરોવર અને તટે સ્થિત ધર્મસ્થાનો, સત્રશાળાઓ, વિઘામઠો વગેરે પૈકી કશું જ બચવા પામ્યું નથી. જો આજે કંઇ બચવા પામ્યું હોય તો તેનું કાળી સાહિત્યસર્જન. પાટણ અને સોલંકીવંશનું ગુજરાત અને દેશનું સૌથી મોટું પ્રદાન તે તેનું વિપુલ અને સમૃધ્ધ સાહિત્ય સર્જન આ યુગમાં રચાયેલ સંસ્કૃત વાડમય ભારતીય સ્તરે નોંધપાત્ર સ્થાનનું અધિકારી ગણાયું છે, જે ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના છે. આ સમય દરમ્યાન સાહિત્યના વિવિધ સ્વરૂપો, જેમ કે કાવ્યશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, દર્શન, શિલ્પ અને કલા વગેરે વિષયોમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં ઉત્તમોત્તમ કૃતિઓ રચાઈ, જેની અંદાજિત સંખ્યા ૧૫0 જેટલી છે. ઉદાહરણ તરીકે આ યુગમાં પાટણમાં રચાયેલ કેટલીક મહત્વપૂર્ણ કૃતિઓ પૈકી આ લેખમાં આગળ ઉપર ઉલ્લેખેલ ઐતિહાસિક દષ્ટિએ નોંધપાત્ર રચનાઓ ઉપરાંત હેમચંદ્રાચાર્ય કત સિધ્ધહેમશબ્દાનુશાસન काव्यानुशासन, अभिधानचिंतामणी, अनेकार्थ संग्रह, निघंटुकोश, देशीनाममाला, प्रमाणमीमांसा, ત્રિષષ્ટિશત્નવાપુરુષત્રિ, પોષાશાસ્ત્ર, વગેરે પ્રબંધશતકÁ રામચંદ્રસૂચિ કૃત નાટ્ય તથા નર્નાવિના, વૌમુતમિત્રાનંદ, રાજવાડુ વગેરે ૧૧ નાટકો, અભયદેવસૂરિની ૯ આગમો ઉપરની ટીકાઓ, દેવચંદ્રકૃત ચંદ્રનૈવાવિનપ્રવર , સોમેશ્વર કૃત યુથોત્સવ, મહાકાવ્ય અને ઉત્તરાયવ નાટક, વસ્તુપાલ કૃત નરનારાયણનંદ મહાકાવ્ય, અમરચન્દ્રસૂરિ કૃત પમાનંદ્ર મહાકાવ્ય, જયસિંહસૂરિ કૃત દીરમમત નાટક વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત સોલંકીવંશનું ગુજરાતના સંસ્કાર ઘડતર ક્ષેત્રે મોટું પ્રદાન રહ્યું છે, જેનું શ્રેય ગુજરાતની અસ્મિતાના કર્ણધાર' કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના શિર જાય છે. પોતે જૈનધર્માવલમ્બી હોવા છતાં ધર્મસહિષ્ણુ અને સમદર્શ આચાર્ય બની રહ્યા હતા. આવું હતું આ પાટણ! સમગ્ર પશ્ચિમ ભારતના રાજકીય આર્થિક અને સંસ્કૃતિ ક્ષેત્રે લાંબા સમય સુધી યશપતાકા ફરકતું રહેલ આ નગર આજે પાટણ જિલ્લાના મુખ્ય મથક તરીકે તેમજ ગુજરાતના એક છેવાડાના નગર તરીકે હીબકાં લેતું વિકાસની કેડીએ અગ્રેસર થઇ રહ્યું છે. સંદર્ભો ૧. પ્રજાપતિ, મણિભાઈ ‘શ્રીમહાન્ન : એક અવલોકન શ્રી હેમચન્દ્રાચાર્ય : જીવન અને કવન. સંપા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય, પાટણ : જયેન્દ્ર બ્રહ્મક્ષત્રિય, ૨૦૦૩, ૩૩૯ ૨. પરીખ, રમેશકાન્ત, ગો. ‘ગાયકવાડનું રાજ્ય' ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૭, સંપા. રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી અમદાવાદ : ભો.જે. અધ્યયન સંશોધન વિધાભવન, ૧૯૮૧, ૫૯ 3. Ali Muhmad Khan, Mirat-I-Ahmadi, Tr.into English by M.F.Lokhandwala. Baroda : Oriental Institute, 1965, 29 Page #361 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૮ ૪. ઉદધૃત. પટેલ, મોહનલાલ નવું પાટણ ક્યારે વસ્યું ?' પાટણની ગૌરવગાથા સંપા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય. - પાટણ સંજય એમ.વકીલ, ૧૯૯૯, ૧૮ 4. Tod, James. Travels in Western India. - New Delhi : Munshiram Manoharlal Pub. Pvt. Ltd., 1997, 224 (First Published : London W.H. Allen & Co., 1839) $. Burgess. Jass and Heary Cousens, The architectural antiqvitics Northern Gujarat. - London : Bernard Quaritch; Culcutta : Thacker, Spink & Co, 1903. 37-38 ૭. સાંડેસરા, ભોગીલાલ. ‘અણહિલવાડ પતન” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ-૪ સોલંકીકાળ, સંપા. રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, અમદાવાદ : શેઠ ભો.જે. અધ્યયન-સંશોધન વિધાભવન, ૧૯૭૬, ૮ ૮. શાહ, પુરુષોત્તમ ભી. અને ભોગીલાલ જ, સાંડેસરા. સંપા. સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખ સંગ્રહ, , | ભાગ-૨. - પાટણ : શરદકુમાર પુ. શાહ, ૧૯૬૫, ૪૦. ૯. નિનામસૂરિ. વિવિધતીર્થ|, સંપા. મુનિનવિનયની. શાંતિનિકેતન: હિંધી નૈન જ્ઞાનપીઠ, 1934,51 ૧૦. મહેતા, ૨. ના. ‘હમાચાર્ય અને અણહિલવાડ પાટણ'પાટણની ગૌરવગાથા : પાટણ : સંજય એમ. વકીલ, ૧૯૯૯, ૩૮. ૧૧. ઉપર મુજબ ૧૨. સાવલિયા, આર.ટી. “મધ્યકાલીન ઇતિહાસ અને પુરાતત્વમાં પાટણ'. તેજસ્વિની, ફેબ્રુઆરી ૨૦૬, ૧૯-૨૪. ૧૩. શાહ, પુરુષોત્તમ ભી. અને ભોગીલાલ જ, સાંડેસરા. સંપા. રામલાલ ચુનીલાલ મોદી લેખ સંગ્રહ, ભાગ-૧. પાટણ : પુરુષોત્તમદાસ ભી. શાહ ૧૯૫૩, ૯૩-૧૦. ૧૪. આચાર્ય વલ્લભજી હરિદત્ત અનુ. ‘ર્તિiૌમુવી. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૦૭. ૧૧ 94. The Akbarnama of Abul-Fazal. Tr. from the Persian by.H.Beveridge, Delhi, Low Price Publication, 1984 Vol II P.200-203 ૧૬. ઉધૃત. શ્રીમાળી, દલપત. હરિજન સંત અને લોકસાહિત્ય. પાલનપુર શ્રી ગુરુદેવ પ્રકાશન, ૧૯૮૯, ૧૬-૧૭. ૧૭. દવે, કનૈયાલાલ ભાઇશંકર. સરસ્વતી પુરાણ મુંબઇ : શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૪૦, ૯૯. ૧૮. સંદર્ભ ૬. ૧૯. સાંડેસરા, ભોગીલાલ. “શ્રી પંચાસરા પાર્શ્વનાથ મંદિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો'. ઇતિહાસ અને સાહિત્ય.અમદાવાદ, ગૂર્જર, ૧૩૫-૧૪૮. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ યુગે યુગે પાટણની પ્રભુતા ૭૦) ૨૦મી સદીમાં પાટણની અક્ષર-આરાધના મણિભાઈ પ્રજાપતિ વલ્લરીમજમુંદાર પ્રસ્તાવના - પાટણ તેના સ્થાપનાકાળથી શ્રી અને સરસ્વતીના ધામ તરીકે સુપ્રસિધ્ધ છે. વસંતવિલાસ મહાકાવ્યના કર્તા બાલચંદ્રસૂરિએ (૧૩મી સદી) પાટણ વિશે નોંધ્યું છે કે 'નદાયતે ન સદ શરિયા મિત્તાત્ર વાપરત્નોમવતી' અર્થાત્ અહીં વાસ કરવાના રસલોભથી લક્ષ્મી સરસ્વતી સાથે કલહ કરતી નથી. પાટણની સ્થાપના માટે વનરાજને પ્રેરણા આપનાર જૈનાચાર્ય શીલગુણસૂરિ થી ચાવડાસોલંકી અને વાઘેલા યુગની સમાપ્તિ (૧૩૦૪) સુધી અંદાજીત ૩૫૦ જૈન અને જૈનેતર સાહિત્યકારો થઇ ગયા. આ સમય દરમ્યાન ઘણા બ્રાહ્મણ વિદ્વાનો થઇ ગયા પરંતુ જૈન મુનિઓની તુલનામાં બ્રાહ્મણ વિદ્વાનોનું સાહિત્ય પ્રમાણમાં ઓછું પ્રાપ્ત થયું છે. સંભવ છે કે બ્રાહ્મણ વિદ્વાનોએ ઓછું લેખનકાર્ય કર્યું હશે અથવા ગ્રંથભંડારોની સ્થાપના, ગ્રંથલેખન અને સંરક્ષણની ભાવનાનો અભાવ જવાબદાર ગણાવી શકાય ! આ દષ્ટિએ જૈન પરંપરા પ્રશસ્ય રહી છે. જૈનાચાર્યોની પ્રેરણાને લીધે જૈન સમાજે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું ભગીરથ કાર્ય કર્યું છે. આ સમય દરમ્યાન ભારતીય સ્તરે શીર્ષસ્થ કહી શકાય તેવા જૈન જૈનેતર સારસ્વતોમાં કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, અમરચંદ્રસૂરિ, ઉદયપ્રભસૂરિ, હરિભદ્રસૂરિ, સોમેશ્વર, શ્રીપાલ, વાગભટ્ટ, બાલચંદ્રસૂરિ, રામચંદ્રસૂરિ, કેશવ વ્યાસ, રત્નપ્રભસૂરિ, વસ્તુપાલ, યશચંદ્ર વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. ભાષા અને વિધ્યની દષ્ટિએ વિચારીએ તો આ સમયમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાઓમાં વ્યાકરણ, કોશ, અલંકારશાસ્ત્ર, તત્વજ્ઞાન, કાવ્ય, નાટક, કથાસાહિત્ય, નાટ્યશાસ્ત્ર અને વિશેષતઃ જૈન ધર્મ અને દર્શન વિષયક ઉત્તમોત્તમ ગ્રંથોનું સર્જન થયું છે. આ વિષયક લેખકો અને તેમના કૃતિત્વના મૂલ્યાંકન સંબંધી વિસ્તૃત માહિતી માટે આ લેખના લેખક દ્વારા સંપાદિત ગ્રંથ 'Contribution of Gujarat to Sanskrit Literature' (1998) જોવા વિનંતી છે. આ ઉપરાંત આ ગ્રંથના પૃ. ૪૬૯-૫૦૪ ઉપર દર્શાવેલ ગુજરાતમાં રચાયેલ સંસ્કૃત ગ્રંથોની યાદી જોવાથી માલુમ પડશે કે ચાવડા, સોલંકી અને વાઘેલા શાસન દરમ્યાન વૈવિધ્યસભર વિષયોમાં સંસ્કૃત, પ્રાકૃતમાં બહુમૂલ્યવાન ગ્રંથોની રચના થઇ છે. પરિણામ સ્વરૂપે પાટણનું નામ ભારતીય સ્તરે ગુંજતું થયું. આ સારસ્વતોના પ્રદાનથી પાટણ સુપ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે પ્રસિદ્ધ થયું. ભારતના સુદૂર ભાગોમાંથી અનેક પંડિતોએ પાટણમાં રાજ્યાશ્રય મેળવી મહિમાસંપન્ન ગ્રંથો રચ્યા. પાટણમાં કેટકેટલું સાહિત્ય લખાયું છે તેની માહિતી પાટણ, ખંભાત લીંબડી, અમદાવાદ, જેસલમેર વગેરે સ્થળોના જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલ હસ્તપ્રતોની પુષ્પિકાઓ જોવાથી પણ મળી શકશે. સોલંકી શાસનના અંત પછી પણ જૈન સમાજે આ ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા નિભાવી Page #363 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ३४० છે. અનેક લહીયાઓ રોકીને જૈન અને જૈનેતર કૃતિઓનું લેખનકાર્ય કરાવી જ્ઞાનના પ્રચાર-પ્રસાર અને જાળવણીમાં જૈન શ્રેષ્ઠિઓની સેવા સદૈવ સ્મરણીય રહેશે. પાટણનો ગાદીપતિ કદવ રજે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના હાથે ઇ.સ. ૧૩૦૪માં પરાસ્ત થતાં પાટણમાં રાજપૂત શાસનનો અંત આવ્યો અને મુસ્લિમ શાસનનો પ્રારંભ થયો. ઇ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થતાં પાટણથી રાજધાની અમદાવાદ ખસેડાઇ. પરિણામ સ્વરૂપે પાટણની પડતીનો પ્રારંભ થયો. રાજપૂત યુગમાં પાટણ વિદ્યા અને તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ હતું તે નામશેષ થવા લાગ્યું. કવિઓ અને વિદ્વાનોને રાજ્યાશ્રય આપવાની પ્રથા બંધ થઇ. સારસ્વતોથી ઉભરાતો આ પ્રદેશ સારસ્વતવિહિન થતો ગયો. રાજપૂત યુગની તુલનામાં મુસ્લીમ શાસનમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા સારસ્વતો ભાલણ, ઉધ્ધવ, વિષ્ણુદાસ, રાજકીર્તિમિશ્ર, જિનહર્ષ, મધુસુદન, વિશ્વનાથ જાની, લાવણ્યસમય વગેરે થયા. ગાયકવાડી શાસનમાં અને સ્વાતંત્ર્યોત્તર સમયમાં શિક્ષણને ઉત્તેજન મળતાં પાટણ એ સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષણ, સાહિત્ય અને કલાક્ષેત્રે પુનઃ મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ સમય દરમ્યાન અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની સ્થાપના પાટણમાં થઇ, જે પૈકી “શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય' (૧૮૯૩), હરિજનો માટેની ‘અંત્યજ શાળા' (૧૯૦૫), ‘આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ' (૧૯૧૭), પોલિટેકનિક કોલેજ', “સંગીતશાળા’, ‘માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ', 'ઉત્તર ગુજરાત યુનિવર્સિટી' (૧૯૮૬) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. ૨૦મી સદીમાં શિક્ષણના વ્યાપક ફેલાવાના લીધે પાટણના ૧૦ થી અધિક સારસ્વતોએ સાહિત્યક્ષેત્રે યત્કિંચિત્ પ્રદાન કર્યું છે. અહીં ૨૦મી સદીના (૧) પાટણના મૂળ રહેવાસી પરંતુ અન્યત્ર નિવાસ કરતા, (૨) પાટણમાં જન્મેલા કે જેઓ પાટણમાં કે પાટણ બહાર ધંધા રોજગાર અર્થે રહેતા અને (૩) પાટણને લાંબા સમયથી કર્મભૂમિ બનાવીને પાટણમાં રહેતા. આમ આ ત્રણ ત્રિવિધ પ્રકારના પાટણના સારસ્વત નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સદીના પાટણના શીર્ષસ્થ વિદ્વાનો પૈકી સ્વ. ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. તપસ્વી નાન્દી, ડૉ.દિગીશ મહેતા, મોહનલાલ પટેલ, ઇતિહાસવિદ્ સ્વ. રામલાલ ચુનિલાલ મોદી, શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ, સ્વ. સ્વામી પ્રણવતીર્થ, સ્વ. કનૈયાલાલ દવે, ચિન્મય ધારેખાન વગેરે કે જેમની ગણના ભારતીય સ્તરના પોતપોતાના ક્ષેત્રના ઉચ્ચકોટિના વિદ્વાનોમાં કરવામાં આવે છે. આ સારસ્વતો પાટણની શોભા છે. પાટણને ભારત અને વિશ્વના નકશામાં અગ્રિમ સ્થાન અપાવવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે, અથવા પાટણ તેમના જ કારણે ઉજળું છે. તેમ કહીશું તે વધારે યોગ્ય લાગશે. હાલના તબકકે પાટણના ગૌરવમય ઇતિહાસને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય શ્રી મુકુંદભાઇ પ્રહલાદજી બ્રહ્મક્ષત્રિય કરી રહ્યા છે, જેની નોંધ સૌએ લેવી રહી. આ લેખનું લેખનકાર્ય યથાસંભવ લેખકોની કે તેમના નજીકના સંબંધીઓની રૂબરૂ મુલાકાત અને લેખકોના ગ્રંથોના આધારે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રામલાલ ચુનિલાલ મોદી કૃત 'પાટણના Page #364 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ગ્રંથકારો' અને કનૈયાલાલ ભાઇશંકર દવે કૃત ‘પાટણના સાહિત્યસ્વામીઓ' વિષયક લેખોનો પણ આધાર લેવામાં આવ્યો છે. તેથી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદરૂપ નીવડનાર સૌનો અંતઃકરણપૂવર્ક આભાર વ્યક્ત કરીએ છીએ. આ લેખની કેટલીક મર્યાદાઓને લીધે લેખકોનો સૂત્રાત્મક શૈલીમાં પરિચય આપવામાં આવ્યો છે. પાટણના ૨૦મી સદીના લેખકો વિશે એક સ્વતંત્ર ગ્રંથનું લેખનકાર્ય ચાલુ છે. જેમાં પ્રત્યેક વિશે વિસ્તૃત માહિતી આપવાની નેમ છે. જે કોઇ સુજ્ઞજનો પાસે આ વિષયક માહિતી પ્રાપ્ત હોય તેની અમને જાણકારી આપવા વિનમ્ર પ્રાર્થના. સંભવ છે કે અમારા ધ્યાનમાં ન હોય તેવા કેટલાક લેખકો વિશે ઉલ્લેખ ન પણ થયો હોય, તો આ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. શ્રધ્ધા છે કે આ સંબંધી વધુ માહિતી પુરી પાડી ઉપકૃત કરશો. લેખકોનો પરિચય તેમની અટકોના વર્ણાનુક્રમમાં નોંધેલ છે, જે કોઇ લેખકની અટકની જાણ થઇ શકી નથી તેવા લેખકોના નામ હેઠળ માહિતી નોંધેલ છે. ૩૪૧ (૧) અયાચી, મણિશંકર મગનલાલ શ્રીમાળી બ્રાહ્મણ. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતના પ્રખર અભ્યાસી. શારદાપીઠ શંકરાચાર્ય માધવતીર્થ સ્વામીએ ‘વેદાંતકો’િ ની ઉપાધિથી વિભૂષિત કર્યા હતા. તેમની કૃતિઓ પૈકી ચારુપ પંચશતી (સંસ્કૃત), ગુજરાતીમાં શ્રી કૃષ્ણલીલા કથાકાવ્ય, જ્ઞાનમણિ પ્રકાશ અને મણિશંકર કાવ્ય વિશેષ જાણીતી છે. (૨) આચાર્ય, અંબાલાલ લજાશંકર (?-૧૯૫૪) ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ. પ્રખર જ્યોતિષી, વાક્પટુ કવિ અને મિલનસાર વ્યક્તિત્વ, તેમનો કાવ્યગ્રંથ ‘હૃદયવાટિકા’ (૧૯૧૪) મૈત્રી વિષયક રચનાઓથી ભરપુર છે. (૩) ઇનામદાર, વસુધા મહેશભાઇ (૧૯૪૭) તા. ૨૧-૫-૪૭ના રોજ નોવાસા (મહારાષ્ટ્ર)માં જન્મ. ગુજરાતીમાં M.A.,Ph.D. ની ડિગ્રી ધરાવે છે. સાહિત્યમાં વિશેષ રસ અને રુચિ, મરાઠી નાટક ‘થેંક્યુ મિસ્ટર ગ્લાડ' નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત. ‘પ્રયોગશીલ ગુજરાતી અને મરાઠી નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ' વિષયક શોધ પ્રબંધમાં લેખિકાની તુલનાત્મક વિવેચન દષ્ઠિનાં દર્શન થાય છે. (૪) ઇમાનદાર, શંભુપ્રસાદ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ, દ્વારકાપીઠના શંકરાચાર્ય શાંતાચાર્યનું જીવનચરિત્ર ‘જગદગુરૂ’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યું (૫) ઉમિયાશંકર ખુશાલરાય ‘પાટણ શહેરનું વર્ણન’ વિષયક ગ્રંથ જ્ઞાન છે. (૬) ઐયર, કૃષ્ણસ્વામી નટરાજન (૧૯૧૧-૧૯૯૫) જન્મઃ સિરુગમણી, જિ. ત્રિચી (તામિલનાડું). કર્મભૂમિ-સ્થાયી નિવાસ : પાટણ ૧૯૬૭ Page #365 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૪૨ ૭૧ દરમ્યાન આર્ટસ કોલેજ પાટણમાં અંગ્રેજીના પ્રધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. શેક્સપિયર ઉપર તેમનું પાંડિત્ય પ્રશંસનીય રહ્યું છે, જેની પ્રતીતિ તેમના વિદ્યુત તુલનાત્મક ગ્રંથ 'The secret of shakespeare and of his baffling personality and philosophy : their Samkara Vedantic Key (1995) દ્વારા થાય છે. આ ઉપરાંત શેક્સપિયર વિશે તેમજ અન્ય વિષયો ઉપર ઇંડિયન એક્સપ્રેસમાં ૧૫ લેખો પ્રકાશિત. (૭) કલાલ, વિષ્ણુભાઈ શ્રીરામ (૧૯૪૧-૧૯૮૯). | MA, M.Ed. જન્મ : કંબોઈ, વતન હારીજ અને કર્મભૂમિ પાટણ. તેમનો કાવ્યસંગ્રહ વનલીલું નાઘેર (૧૯૮૫) અને બોધપ્રદ કથાગ્રંથ “લીલોતરી' (૧૯૮૧) પ્રકાશિત છે. (૮) સ્વ. ખત્રી, ગિરધરલાલ નારણદાસ ભગત તરીકે ખ્યાત બાળબ્રહ્મચારી એવા સ્વ. ગિરધરલાલ ખત્રી શ્રી ત્રિકમરાય મહારાજના શિષ્ય હતા. તેમનો ભક્તિભોમ” નામક ભજનસંગ્રહ બે ભાગમાં પ્રકાશિત થયેલ છે. (૯) ગોવિંદરામજી મહારાજ “ભક્તિજ્ઞાન વિલાસ', 'ભક્તિજ્ઞાન છંદો' વગેરે ભક્તિપ્રધાન ગ્રંથોની રચના. (૧૦) ગોસાઈ, નારાયણ ભારથી (?-૧૯૦૪) દસનામી ગોસ્વામી પંથના ગૃહસ્થ ગોસાઈ. સંસ્કૃત, ઇતિહાસ અને શિલ્પશાસ્ત્રના અભ્યાસી. તેમણે મહાસુખરામ પુરાણી અને હિમ્મત-વિજયસુરિના સહયોગથી મંડન સૂત્રધાર કૃત વાસ્તુમંડનનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો, જેને સયાજીરાવ ગાયકવાડે પુરસ્કૃત કરેલ. ઉપરાંત પરિમાણમંજરીનો ગુજરાતી અનુવાદ કર્યો. હિંદીમાં ભિક્ષુક નિંબધ અને શુરવીર જયમલની રચના કરી હતી. સંસ્કૃત કર્ણવાયુધ્ધ નાટક, નિર્ભયભીમવ્યાયોગ, રસિકપ્રિયા વગેરેના ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરેલ છે. (૧૧) ગૌતમ, રમાકાન્ત રંગનાથ ધારેખાન નાગર ગૃહસ્થ. “ગોવાલણી” અને “અબજપતિ' નવલકથાઓ પ્રકાશિત. (૧૨) ઘારેખાન, ચિન્મય રજનીનાથ (૧૯૩૪) M.Com., LL.B, I.Es. પાટણના પનોતા પુત્ર. વિશ્વ ગુર્જરી એવોર્ડથી વિભૂષિત. સંગીતની તાલીમ પંડિત ઓમકારનાથ પાસેથી મેળવી. કુશળ રાજનીતિજ્ઞ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પી.એ., તથા ભારતાના એલચી તરીકે યુનોમાં લાંબા સમય સુધી સેવાઓ આપી. નિવૃત્તિ બાદ અમેરીકામાં સ્થિત છે. અનેક લેખો પ્રકાશિત. (૧૩) ઘારેખાન, મનહરનાથ માણેકનાથ (૧૯૦૦-૧૯૮૦) B.A., LL.B. 1485 dieslēHi aslaid. Constitutional Law, Hindu Law qul2 slaat વિષયક ગ્રંથોની રચના. ‘ન્યાયનો નાથ' ગુજરાતી નવલકથા. (૧૪) ઘારેખાન, રજનીનાથ રંગનાથ (?-૧૯૭૦) M.B.B... આર્યુવેદના ઉંડા અભ્યાસી. ચિકિત્સાકણિકા, જ્ઞાનભેષજયમંજરી, અનિવાર્ય ઓરડી વગેરે વૈદક વિષયક ગ્રંથોની રચના. Page #366 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૪૩ (૧૫) ઘારેખાન, રંગનાથ શંભુનાથ (૧૮૬૪-?). B.A. વડોદરા રાજ્યના નાયબ સુબાના પદેથી નિવૃત્ત થયેલ. સાહિત્યપ્રેમી અને વિદ્યાવ્યાસંગી, તેમની ૭મી પેઢીએ દાદા જગન્નાથજીને મોગલ બાદશાહ દ્વારા ઘારેખાન' ખિતાબથી વિભૂષિત કરેલ ત્યારથી તેમના પરિવારની અટક ઘારેખાન પ્રચલિત થઇ. મહારા ધર્મ વિચાર ૨ ભાગ (૧૯૨૩-૩૧), શ્રીકૃષ્ણ દર્શન (૧૯૨૭), આદર્શ અમલદારી (સર્વિસ વૃત્તાંત), શ્રી રંગમાળા તથા શ્રીકૃષ્ણ કિર્તન (૧૯૨૩) ગ્રંથોની રચના કરી છે. (૧૬) ઘારેખાન, સુરેન્દ્રનાથ રંગનાથ (૧૮૯૨-૧૯૭૨) B.A, LL.B. વડોદરામાં વકીલાત. જ્યોતિષ, સંગીત અને વિજ્ઞાનમાં ઉડો રસ. આર્યોનું આદિ નિવાસ સ્થાન, ચંદ્ર અને મંગળ (૧૯૨૭) વગેરે ગ્રંથોની રચના. (૧૭) ઘોઘારી, મોતીશંકર ઉદયશંકર (૧૮૭૦-2) બ્રિટીશ હિંદુનું અર્થશાસ્ત્ર” તથા “રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર' વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. (૧૮) ચંપકલાલ પુરાણી (૧૯૦૩?). શ્રી અરવિંદ અને માતાજીના પ્રીતિપાત્ર શિષ્યરત્ન. ૧૯૨૧ ની ૧ એપ્રિલથી પાંડિચેરી નિવાસ. તેમની નોંધપાત્ર અને પત્રોના આધારે શ્રી અરવિંદ આશ્રમ, પાંડિચેરી દ્વારા ‘ચંપકલાલનાં સંસ્મરણો' (૧૯૮૭) ગ્રંથનું પ્રકાશન (૧૯) જડીયા, શ્રીમતી કાશીબેન વિઠ્ઠલદાસ બેચરદાસ “હદય કલ્લોલ” અને “ભક્તિજ્ઞાન મંદિર”, “આત્મબોધ' શીર્ષક હેઠળ ધાર્મિક ગ્રંથોની રચના. (૨૦) જોશી, મહાદેવ મુકુન્દ પાટણનો ભોમિયો (૧૯૨૭). . (૨૧) તપોધન, બળદેવ જામદાસ LL.M. કર્મભૂમિ પાટણ. લૉ કોલેજ પાટણના આચાર્યપદે લાંબા સમય સુધી સેવાઓ આપી. ૧૯૯૮માં નિવૃત્ત. કાનુન વિષયક લેખો પ્રકાશિત. ગરોડા ભક્ત કવિઓ વિશે માહિતીપ્રદ લેખો તથા “અલખના ઓટલે” (૧૯૯૪) ભક્તિપ્રધાન કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત. (૨૨) ત્રિકમરાય ઇશ્વરરાય નાગર ગૃહસ્થ. “આત્મચરિત્ર' ગ્રંથની રચના. (૨૩) ત્રિકમલાલજી નારણજી મહારાજ ઝારોળા, બ્રાહ્મણ, આર્યુંવેદ, વેદાંત અને યોગશાસ્ત્રના અભ્યાસી. ત્રિકમતત્વવિલાસ ૨ ભાગ, આત્મજ્ઞાન વિષે મુમુક્ષુજનોને સમજણ (૧૯૩૩) તથા જ્ઞાનભક્તિનાં પદોની રચના કરી છે. (૨૪) ત્રિવેદી, ઇન્દ્રકુમાર વ્રજલાલ (૧૯૨૫-૧૯૯૮) જન્મ: પાટણ, ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને ગુજરાતી સાથે બી.એ. ‘આલોક ઉપનામ હેઠળ તેમણે નોંધપાત્ર કવિતાઓની રચના કરેલી. જેકુમાર, સંસ્કૃતિ, કવિલોક વગેરે Page #367 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ३४४ સમાયિકોમાં પ્રકાશિત થયેલ છે. “કુમાર” દ્વારા ચાલતી “બુધકવિસભા' પ્રવૃત્તિમાં તેમણે નોંધપાત્ર ફાળો આપેલી. કૃતિઓ : કાવ્યસંગ્રહ “કવચિત્' (૧૯૬૫) તથા “સંનિવાસ” (૧૯૮૫). (૨૫) ત્રિવેદી, બકુલ દિલીપ પંચાલના સદકર્તૃત્વમાં જ્યોતિષ સાગર” (૨૦૦૧)ની રચના. (૨૬) ત્રિવેદી, મનુભાઈ પાટકર પાટણના વતની શ્રી મનુભાઈ ત્રિવેદી પી.ડબલ્યુ.ડી.માં નોકરી કરતા હતા. સાથે સાથે સાહિત્યમાં રસ હોવાને કારણે તેમણે પાટણકર' ઉપનામ હેઠળ કેટલીક ટૂંકી વાર્તાઓનું પ્રકાશન કરેલ છે. આ ઉપરાંત કેટલીક હિન્દી રચનાઓનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરેલ છે. (૨૭) દવે, કનૈયાલાલ ભાઇશંકર (૧૯૦૭-૧૯૬૯) ઇતિહાસ, પુરાતત્ત્વ, સંસ્કૃત, મૂર્તિવિધાન તથા કર્મકાંડના પ્રખર અભ્યાસી વિદ્વાન તરીકે પ્રસિદ્ધ, દ્વારકાના શંકરાચાર્ય અભિનવસચ્ચિદાનંદ મહરાજ દ્વારા કર્મકાંડ વિશારદ' ની ઉપાધિથી વિભૂષિત. તેમની ખ્યાતનામ કૃતિઓ પૈકી અંબિકા, કુંભારિયા અને કોટેશ્વર (૧૯૬૩) ગુજરાતનું મૂર્તિવિધાન (૧૯૬૩), સરસ્વતી પુરાણ (૧૯૪૦), સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય (૧૯૮૩), સિદ્ધરસ સહસલિંગનો ઇતિહાસ, પાટણ (૧૯૭૬) પાટણનાં સ્થળનામો (૧૯૬૦), વડનગર (૧૯૩૭) વગેરે વિશેષ પ્રસિદ્ધ છે. (૨૮) દવે, ચંપકલાલ મોહનલાલ (૧૯૦૨-૧૯૬૦). વેદપાઠી, ધર્મ અને દર્શન વિષયક થોડાંક પુસ્તકોની રચના કરી છે. (૨૯) દવે, જગદીશ વી. (૧૯૪૪) જન્મ : અમદાવાદ, વતન : જૂનાગઢ, કર્મભૂમિ : પાટણ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં અંગ્રેજી અનુસ્નાતક વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે ૧૯૯૪ થી સેવા આપી રહ્યા છે. અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડૉ. ચિતાનંદના માર્ગદર્શન હેઠળ થોમસ હાડ ઉપર શોધપ્રબંધ રજૂ કરી ૧૯૮૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી Ph.D. ની ઉપાધિ મેળવી. ઇતિહાસ અને ભારતીય દર્શનશાસ્ત્રમાં વિશેષ રસ અને રુચિ. ગાંધીદર્શન ઉપર તેમનું મૌલિક ચિંતન દિશાપ્રેરક તથા . S4414-14 Reje). [24] : Human Predicament in Hardy's Novel (London: Macmillan, 1985). Genious of John Keats (1998) ed. આ ઉપરાંત ૨૦ શોધપત્રોનું પ્રકાશન. (૩૦) દવે, મણિલાલ માધવલાલ B.A. સંનિષ્ઠ શિક્ષક અને સમાજસેવક. ઉત્તર ગુજરાત યુવક મંડળ, પાટણના આજીવન મંત્રી તરીકે સેવાઓ આપી. ડૉ. પંડયા અભ્યાસ ગૃહની સ્થાપના અને સંચાલનમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી. ‘હિન્દુસ્તાનનો પ્રાચીન ઇતિહાસ” નામક ગ્રંથની રચના. Page #368 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૩૧) વે, સુરેશચંદ્ર કનૈયાલાલ M.A., Ph.D. શારદાપીઠ આર્ટ્સ કોલેજ, દ્વારકાના આચાર્યપદે લાંબાકાળ સુધી સેવાઓ આપી. સુરેશભાઇ સંસ્કૃતના અભ્યાસી અધ્યાપક હોવા ઉપરાંત ઇતિહાસ અને સંસ્કૃતમાં પણ ઊંડો રસધરાવતા હતા. દ્વારકામાં નિવાસ દરમ્યાન ઓખામંડળ દ્વારકાપ્રદેશ સંબંધી પુરાણો અને અન્ય ગ્રંથોના ઉલ્લેખોથી પ્રેરાઇને સંશોધન કાર્ય કર્યું. આ સંશોધનના પરિણામે દ્વારકા પ્રદેશની પ્રાચીનતા અને ઐતિહાસિકતા, ઓખામંડળમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યકલા તથા ‘બેટ શંખોઘ્ધાર' લેખો ગુજરાત ઇતિહાસ પરિષદના છઠ્ઠા, સાતમા અને આઠમા અધિવેશન, અનુક્રમે દ્વારકા, ભુજ અને પાટણમાં ભરાયેલ અધિવેશનોમાં રજૂ કરેલ. આ ત્રણેય અધિવેશનોમાં ‘ડૉ.યંતિલાલ ઠાકર રોપ્યચંદ્રકો એનાયત કરવામાં આવેલ. કે.કા.શાસ્ત્રીએ આ નિબંધોને આવકારતાં નોંધ્યું છે કે, “લેખોનું પ્રત્યેક વિધાન સપ્રમાણ છે એની ખાતરી લેવા જવું પડે એમ નથી. કારણ કે ઇતિહાસવિદોની નજર તળેથી ચળાઇને એ નિબંધો ચંદ્રકો વિજેતા બન્યા છે.''આ ઉપરાંત મોડાસા, સિદ્ધપુર વિશે પણ સંશોધન લેખો પ્રગટ કરેલ છે. તેમના લેખો સ્વાધ્યાય, પથિક, શારદાપીઠ-પત્રિકા વગેરે સામાયિકોમાં પ્રકાશિત થયેલ છે. કૃતિઓ : ‘ઓખા મંડળ : ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ’ (૧૯૭૮), ‘દ્વારકા સર્વસંગ્રહ', સંપા. : પુષ્કરભાઇ ગોકાણી અને સુરેશભાઇ દવે (૧૯૭૩). (૩૨) દેસાઇ અમીધર રણછોડજી (૧૮૬૦-૧૯૧૩) BA નાગર ગૃહસ્થ. પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પદેથી નિવૃત્ત. સરકારી કેળવણી ખાતા દ્વારા પ્રકાશિત તેમનાં અભ્યાસક્રમલક્ષી પુસ્તકો જગતની ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ વગેરે પ્રસિદ્ધિ છે. (૩૩) દેસાઇ, શંભુધર લક્ષ્મણજી (૧૮૬૦-૧) નાગર ગૃહસ્થ. ગર્ભશ્રીમંત, અંગ્રેજી અને સંસ્કૃતના અભ્યાસી. ‘જગતસિંહ નાટક' અને ‘સિવિલ સર્વિસમાં પ્રવેશ' ગ્રંથોનું પ્રકાશન. (૩૪) દોલતરામ પ્રાણશંકર સુદામા અને કૃષ્ણલીલા નાટકની રચના. ૩૪૫ (૩૫) ધામી, મોહનલાલ પાર્વતીર્થંકર જન્મ : પાટણમાં, રાજકોટમાં સ્થાયી થયા. અભ્યાસ : પાટણની ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કોલેજમાંથી ૧૯૨૮માં ‘આયુર્વેદ ભૂષણ’ની ઉપાધિ મેળવી. પાટણની ફતેસિંહરાવ લાઇબ્રેરી વિશે તેમને નોંધ્યું છે કે ‘‘મારા લેખક તરીકેના શોધમાં વધુને વધુ પ્રેરક બળ શ્રી ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં હતું...‘ચિત્ર મંદિર’ નામનું મારું પ્રથમ પુસ્તક પુસ્તકાલયના બાંકડે બેસીને લખાયું હતું.’’ ‘સ્મરણમાધુરી’ (૧૯૮૦)માં આત્મકથાત્મક લેખોનાં સંગ્રહ છે. જૈન ઇતિહાસને વિષયવસ્તુ બનાવી ૧૫૦ થી અધિક નવલકથાઓનું સર્જન. પ્રમુખ કૃતિઓ ઃ રૂપકોશા ખંડ ૧-૨ (૧૯૫૫), રૂપગર્વિતા (૧૯૬૨), બંધન તૂટચાં (૧૯૫૬), ભેદની ભીતરમાં (૧૯૮૧) વગેરે છે. કેટલીક કૃતિઓના બંગાળીમાંથી ગુજરાતી અનુવાદો પણ આપ્યા છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૩૬) નાયક, ચંપકલાલ છબીલદાસ (૧૯૦૯-?) સંગીત વિશારદ. મ્યુઝીક ડિપ્લોમા. સંગીત વિષયક ગ્રંથો પૈકી અષ્ટછાપીય ભક્તિસંગીત (૧૯૮૩), ગુજરાતી નાટકમાં ગીતોની સરગમ, કીર્તન પધાવલી, પ્રાચીન ધોળપદસંગ્રહ, સંગીત કાવ્યસુધા, સંગીત કીર્તનપધ્ધતિ, સંગીત પાઠાવલી, નિત્ય પદસંગ્રહ વગેરે પ્રસિધ્ધ છે. ગાયકી ક્ષેત્રે પ્રતિષ્ઠાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. આકાશવાણી દ્વારા તેમના હવેલી સંગીતના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવેલ છે. ૩૪૬ (૩૭) નાયક હરગોવિંદભાઇ ચંદુલાલ (૧૯૨૭-૧૯૯૬) M.A., Ph.D. (હિન્દી). કોલેજના અધ્યાપક તરીકેની નિવૃત્તિ બાદ ગુજરાત વિધાપીઠમાં પ્રૌઢશિક્ષણ વિભાગમાં જોડાયા. હિંદીમાં વિવિધ વિષયક અભ્યાસપૂર્ણ લેખો અને વિધાર્થીઓ માટે સહાયક અભ્યાસ સામગ્રીનું પ્રકાશન. (૩૮) નાન્દી, જટાશંકર (૧૮૭૫-૧૯૬૮) પ્રાથમિક શિક્ષકમાંથી સ્વઅભ્યાસ બળે વકીલ થયા. વકીલાતમાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ નેચરોપેથ ડોક્ટર થયા. ‘નેચરોપથી સોસાયટી ઓફ અમેરીકાના આજીવન સભ્ય. કુદરતી ઉપચાર વિશે વિવિધ શીર્ષક હેઠળ જેમકે સૂર્યકિરણ ચિકિત્સા, આદર્શ આહાર, અપચો-મંદાગ્નિ, સદા તાજા રહો, માંદગીનાં કારણો, મુંઝવાતું આરોગ્ય, રોગ અને આરોગ્ય વગેરે નાનાં મોટાં ૩૦ પુસ્તકોનું પ્રકાશન કર્યું. કેટલાક ગ્રંથો હિંદી તથા મરાઠીમાં અનુવાદિત થયેલ છે. (૩૯) નાન્દી, તપસ્વી શંભુચંદ્ર (૧૯૩૩) M.A., Ph.D. પ્રોફેસર એમિરટસ (યુજીસી). સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સુવર્ણચંદ્રક વિજેતા. શ્રેષ્ઠ સંશોધન કાર્ય માટે ડૉ.નાયક સુવર્ણચંદ્રક (૧૯૭૨) થી સન્માનિત. ૧૯૯૩માં ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગાધ્યક્ષ પદેથી નિવૃત્ત થયા. ૧૦૦ થી અધિક સંશોધન લેખો અને ૧૫ પુસ્તકોનું પ્રકાશન. સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર અને પ્રખર વિધા પુરુષ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત. સંસ્કૃતમાં તેમના સંશોધન અને પ્રદાનને લક્ષમાં રાખીને ‘સર્ટિફિકેટ ઓફ ઓનર’થી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ૧૯૯૦માં વિભુષિત. તેમના માર્ગદર્શન હેઠળ ૧૫ વિધાર્થીઓએ Ph.D. ની ડિગ્રી મેળવી. તેમની ઉલ્લેખનીય કૃતિઓ કાવ્યપ્રકાશ (૧૯૭૬-૮૪), જિનસમુદ્રસુરિ કૃત રઘુવંશટીકા (૧૯૮૯), The Origin and development of the theory of Rasa and Dhavani in Sanskrit Literature (1973), ધ્વન્યાલોક લોચન (૧૯૭૩), નાટચશાસ્ત્ર (૧૯૯૪), ભારતીય નાટચશાસ્ત્રની વિચાર પરંપરાઓ (૧૯૮૫) વગેરે છે. (૪૦) નાન્દી, સoરા શંભુચંદ્ર (૧૯૨૫-૧૯૯૪) M.A., સંસ્કૃતનાં ઉંડા અભ્યાસી અને વિદુષી પ્રધ્યાપિકા. સંસ્કૃતના સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને અનેક પુસ્તકોનું સંપાદન, જેનું પ્રકાશન મહાજન પબ્લીશીંગ હાઉસ દ્વારા કરવામાં આવેલ છે. જીવનપર્યંત નવજીવન ટ્રસ્ટ સાથે જોડાયેલ રહ્યાં હતાં. Page #370 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૪૧) પટેલ, બાબુભાઇ ચતુરદાસ (૧૯૩૩-૧૯૯૯) M.Sc., M.Ed. વતન : મણુંદ, કર્મભૂમિ-સ્થાયી નિવાસ : પાટણ. કોલેજ ઓફ એજ્યુકેશન પાટણમાં સત્ ૨૫ વર્ષ સુધી કાર્યકુશળ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી ૧૯૯૩માં નિવૃત્ત તેમના કાર્યકાળ દરમ્યાન આ કોલેજે ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ કોલેજ તરીકેનો એવોર્ડ મેળવી ૨૫૦૦૦ રૂા. નું રોકડ ઇનામ મેળવેલ, જે તેમની વ્યાવસાયિક પ્રતિબધ્ધતા અને નિપુણ પ્રશાસક તરીકેનાં દર્શન કરાવે છે. યુજીસી અને એનસીઆરટી દ્વારા સ્પોન્સર કરેલ ૩ રિસર્ચ પ્રોજેક્ટની સફળ કામગીરી કરી. કૃતિઓ : Sex 'Differences in Mathematical Ability (Published by Sardar Patel University), ગણિત અધ્યાપનની પદ્ધતિઓ (સહ-લેખક), ધોરણ-૯ માટે ગણિતનું પાઠચપુસ્તક (સહ-લેખક), ધોરણ ૮,૯ અને ૧૦ની ગણિત વર્કબુક, ઉપરાંત થોડાક લેખો. નિવૃત્તિ બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના સતત શિક્ષણ વિભાગના નિયામક તરીકે જીવનપર્યંત સેવાઓ આપી. તેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ B.Ed. અભ્યાસક્રમનાં ૧૨ પુસ્તકોનું ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રકાશન. ૩૪૭ (૪૨) પટેલ, મગનલાલ શંકરલાલ (૧૮૭૯-?) જન્મ : માંગરોળ, રાજકોટની હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાં પ્રશિક્ષણ મેળવી માંગરોળ સ્ટેટના જૂથળ ગામમાં શિક્ષક થયા. વળા સ્ટેટમાં કારીભારી તરીકે સેવાઓ આપી. ‘કડવા હિતેચ્છુ’ માસિકનું સંપાદન. ૧૬ થી અધિક ગ્રંથોનું પ્રકાશન. સાદી શિખામણ ૮ ભાગ (૧૮૨૭-૩૦), કપોળવતી (૧૮૯૩), સુખી સદન (૧૮૯૫), માનસિંહ અભયસિંહ નાટક (૧૯૦૬). તેમના ગ્રંથ સાદી શિખામણને હરગોવિંદદાસ કાંટાવાળા, રમણભાઇ નીલકંઠ, નરભેરામ મહેતા વગેરે એ ભારે આવકાર આપેલ. પાટણના એક ચરિત્ર અને નીતિબોધ કથાના લેખક તરીકે તેઓશ્રી સંદૈવ સ્મરણીય રહેશે. (૪૩) પટેલ, મોહનલાલ બાભઇદાસ (૧૯૨૭) ગુજરાતી લઘુકથાના જનક, સર્વવિધાલય, કડીના કુલગુરુ, કડીની 'સારસ્વત ચેતનાનો પ્રાણ અને પાટણનું ગૌરવ એવા શ્રી મોહનલાલનો જન્મ તા. ૨૪ એપ્રિલ ૧૯૨૭ના રોજ પાટણમાં થયો હતો. પાટણમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મેળવી મુંબઇ યુનિવર્સિટીમાંથી B.A. ડિગ્રી ૧૯૪૭માં ઇતિહાસ મુખ્ય વિષય અને અર્થશાસ્ત્ર ગૌણ વિષય સાથે મેળવી. B.Ed. (1955) M.A. (ગુજરાતી ૧૯૬૧). ગાંધી વિચારથી પ્રભાવિત તથા ગામડાંઓને બેઠાં કરવાની ભાવનાથી તેમજ સન્મિત્ર રામભાઇના આગ્રહથી શહેરી જીવનનો ત્યાગ કરી સર્વવિધાલય, કડી (૧૯૫૦-૮૪)માં જોડાયા અને સ્થિતપ્રજ્ઞ ભાવે નિવૃત્તિકાળ સુધી સેવાઓ આપી. યુવા મોહનભાઇ સાહિત્યિક આબોહવા લઇને કડીમાં પ્રવેશ્યા ! કડીને સાહિત્યના રંગથી રંગ્યું. તેમના વિધાર્થી રહી ચુકલા પ્રતિભાશાળી વિવેચક, નિબંધકાર ડૉ. ભોળાભાઇ પટેલે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે કે ‘‘મોહનલાલ પટેલ અમદાવાદથી નવા સાહેબ આવ્યા એમની સાથે મોપાસા, ચેખોવ, ઓહેનરીનું વાર્તાજગત, બ્રાઉનિંગના મોનોલોગ્સ, શરદબાબુ અને ખાંડેકરનું જગત આવ્યું. Page #371 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૪૮ નખશિખ સજજન. “થેન્કસ” અને “સોરી' કહેતાં એમણે શિખવાડ્યું. પેન્ટ, શર્ટ, પહેરનાર સાહેબે લેંઘો-ઝભ્ભો અપનાવી લીધો તે આજ સુધી આચાર્યવાન આચાર્ય કોઇ છોકરાને 'તું' ન કહે 'તમે' જ કહે. એમણે લખતા શિખવ્યું. સાહિત્યને પરખવાની શક્તિ આપી.” કડીમાં સાહિત્ય વર્તુળ” સ્થાપના કરી ઘણા વિધાર્થીઓ અને મિત્રોને સાહિત્યનું ઘેલું લગાડયું. તેમણે વિવિધ સાહિત્ય સ્વરૂપો જેમકે ટુંકીવાર્તા “નવચેતન' ના સપ્ટેમ્બર ૧૯૪૯ના અંકમાં પ્રગટ થઇ હતી. નવલકથાઓમાં વર્ણિત પ્રેમસબંધોની અસર વિધાર્થીઓ ઉપર ન પડે તે હેતુસર પ્રારંભમાં વર્ષો સુધી નવલકથા લેખન બંધ કરેલ. આ સંશયનું છેદન પિતામ્બર પટેલ દ્વારા થતાં આપણને કેટલીક ઉત્તમ નવલકથાઓ મળી શકી. તેમની ઉલ્લેખનીય કૃતિઓ હેતના પારખાં (૧૯૫૭), હવા તુમ ધીરે બહો(૧૯૫૪), અંતિમ દીપ (૧૯૫૯), ઝાકળમાં સૂરજ ઉગે (૧૯૯૧), ભાસ આભાસ, ક્રોસરોડ (૧૯૮૩), પ્રત્યાલંબન (૧૯૭૦), ટૂંકીવાર્તા મીમાંસા (૧૯૭૯), લાંછન (૧૯૯૮) વગેરે છે. તેમની કૃતિઓને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવેલ છે. જેમ કે ટૂંકીવાર્તા માટે સવિતા સુવર્ણચંદ્રક (૧૯૫૪), સંદેશ સુવર્ણચંદ્રક (૧૯૭૨), કુમાર પારિતોષિક. 'પ્રત્યાલંબન ગુજરાત સરકાર દ્વારા તથા “ઝાકળમાં સૂરજ ઉગે” ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. ૧૯૮૪માં રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે વિભૂષિત. શ્રી મોહનભાઈ કવિ ઉમાશંકરના પ્રીતિપાત્ર વિધાર્થી હતા. તેઓ વર્ગમાં કહેતા કે “મોહનભાઈ પાટલી ઉપર સામે બેસે છે એ તો એક અકસ્માત છે!” તેમના શિક્ષક-આચાર્મત્વને જાહેરમાં બિરદાવતાં કહેતા કે “મોહનભાઈ એક અચ્છા સાહિત્યકાર તો છે જ, પણ આપણા એક ઉમદા શિક્ષક અને આચાર્ય પણ છે. “શ્રી મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિયએ તેમના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરતાં નોંધ્યું છે કે “ગૃહપતિના ઉમદા કાર્યમાં કર્મયોગી, શિક્ષણના પવિત્ર કામમાં ભક્તિયોગી અને સાહિત્ય સાધનામાં જ્ઞાનયોગીનો એમ ત્રિવેણી સંગમનો સુભગ સમન્વય આપણા માનવંતા મોહનલાલ પટેલમાં જોગા મળે છે.”સમર્થ સાહિત્યકાર અને શિલવાન આચાર્યશ્રી મોહનભાઇ ન કેવળ પાટણનું પણ સમગ્ર ગુજરાતી સાહિત્યનું અને ગુજરાતનું ગૌરવ છે. (૪૪) પટેલ, વિષ્ણુભાઈ ઈશ્વરદાસ (૧૯૬૦), વતનઃ બુટ્ટાપાલડી (જિ. મહેસાણા) કર્મભૂમિ પાટણ. ૨૦ થી ૩૦ કવિતાઓ ગુજરાતીનાં પ્રશિષ્ટ સામાયિકો જેમકે પરબ, કુમાર, કવિલોક, બુધ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ વગેરેમાં પ્રકાશિત થયેલ છે. અજાણ્યો જણ” નામક કવિતાને સ્વ. કવિશ્રી વ્રજલાલ દવે પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ૧૦૦ થી વધુ કવિતાઓની રચના. ૧૯૮૩ થી પાટણ આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્યરતુ. (૪૫) પટ્ટાણી, શાંતિલાલ નાનાલાલ (૧૯૧૮-૧૯૯૮) તપોધન બ્રાહ્મણ, પ્રજ્ઞાચક્ષુ. સંગીત સ્નાતક (૧૯૪૪), દિલરુબા વાદનમાં સ્નાતકની પદવી . પ્રથમ નંબર મેળવવાથી રજતચંદ્રક એનાયત. આનર્ત એવોર્ડ (૧૯૯૫). પાટણમાં સંગીતશાળાની સ્થાપના તથા આચાર્ય તરીકે ૪૦ વર્ષ સેવા આપી. સંગીત સોપાન (૧૯૮૧) પુસ્તક પ્રકાશિત. Page #372 -------------------------------------------------------------------------- ________________ ३४९ યુગે યુગે પાટણની પ્રભુતા (૪૬) પરીખ, કૃષણકાંત મોહનલાલ (?-૧૯૯૭) B.A., LL.B. પાટણમાં ૧૫ વર્ષ વકીલાત કર્યા બાદ ૧૯૫૦-૬૦ ભાવનગરમાં સરકારી વકીલ તરીકે કામગીરી કરી. ૧૯૬૧ થી ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત. વ્યવસાય માટે વકીલ પરંતુ પ્રકૃતિએ સંવેદનશીલ અને સહૃદયી કવિ હતા. કૃતિઓ : અગરબત્તી અને બીજાં કાવ્યો, ગીતાનું સમશ્લોકી ભાષાંતર અને શ્રીમદ્ ભાગવતની કથાઓનું પધ રૂપાંતર (૪૭) પરીખ, તુષારભાઇ બિપિનચંદ્ર (૧૯૫૫) M.B.B.s. પાટણના વતની પણ કડીમાં સ્થાયી થયા. “શ્વાસો શ્વાસે પાયલ’ નવલકથાની રચના. (૪૮) પરીખ, દ્વારકાદાસ પુરષોત્તમદાસ (૧૯૦૮-૧૯૭૨). જન્મ : સોનીવાડો, પાટણ સંવત ૧૯૬૫. મેટ્રીક સુધીનો અભ્યાસ પાટણમાં. વૃંદાવન તથા કાંકરોલીમાં દીર્ઘકાલિન નિવાસ. હિંદી તથા વ્રજભાષામાં પુષ્ટિમાર્ગીય ઉત્તમ કૃતિઓની રચના. તેમની કૃતિઓ એમ.એ.ના વર્ગમાં પાઠયપુસ્તક તરીકે સ્વીકૃત. કેટલાક સંશોધકોએ તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી ડોકટરેટની ડિગ્રી મેળવી. પુષ્ટિમાર્ગનો ખૂબ જ ઉંડો અભ્યાસ. ૧૫ થી વધુ ગ્રંથોની રચના તથા ‘દિવ્યાદર્શ તથા શ્રી વલ્લભીય સુધા” ગુજરાતી-હિંદી સામયિકોનું સંપાદન. હિંદી : ચોર્યાસી વૈષ્ણવકી વાર્તા, દો સો બાવન વૈષ્ણવકી વાર્તા, શ્રી મહાપ્રભુ પ્રાગટચ વાર્તા, ભાવસિંધુ, બેઠક ચરિત્ર વગેરે ગુજરાતી : પ્રાચીન વાર્તા રહસ્ય ૩ ભાગ, પુષ્ટિમાર્ગ, શ્રી વિઠ્ઠલેશ ચરિતામૃત વગેરે. (૪૯) પરીખ, નટવરલાલ ચુનીલાલ વૈષ્ણવ વણિક સુગુણ સવિતા” અને “ચંદ્રલેખા’ ગ્રંથોની રચનાનું શ્રેય. (૫૦) પરીખ, નરસિંહભાઈ અમૃતલાલ (૧૮૭૮-૧૯૭૨) પ્રારંભમાં સિંધમાં જમીન આકારણીનું કાર્ય, ત્યારબાદ પાલનપુરમાં વકીલાત. તેમણે પાલનપુર નવાબના કુંવરના જન્મદિન પ્રસંગે પ્રશસ્તિ કાવ્યની રચના કરી હોવાથી નવાબ તરફથી મોટી ભેટસોગાત મેળવવા યશભાગી બનેલ. શીઘ્રકવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત. કૃતિઓ : “શૂરવીર વીરસિંહ યાને રાજદ્વારી ખટપટ ભાગ-૧ (૧૯૦૬) નવલકથા પ્રકાશિત. (૫૧) પરીખ, બિપિનચંદ્ર કૃષ્ણલાલ (૧૯૨૭) M.B.E.S. કડીમાં સ્થાયી થયા. ‘નીલ સરોવર નારંગી માછલી' (૧૯૭૬) વાર્તાસંગ્રહ. (૫૨) પરીખ, રમેશભાઈ વિ. (૧૯૩૯-૧૯૯૯). M.A, M.Ed. એજ્યુકેશન કોલેજ, મહેસાણામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ સમગ્ર જીવન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયને સમર્પિત કર્યું. શ્રીમદ્ વલ્લભાચાર્યના ગ્રંથોનો ગહન અભ્યાસ કરી પરમ જ્ઞાતા થાય. વૈષ્ણવ સંપ્રદાયના ૫૦ થી અધિક પુસ્તકોનું સર્જન તથા વૈષ્ણવ પરિવાર” માસિકના તંત્રી. પરમ ભાગ પ્રવચનો સાંભળવા એ એક લ્હાવો હતો. કૃતિઓઃ પુષ્ટિમાર્ગનો સંક્ષિપ્ત પરિચય, પ્રેમલક્ષણાભક્તિ (સંપાદન). વ્રજ મન ભાવી (૧૯૯૮) Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ યુગે યુગે પાટણની પ્રભુતા (૫૩) પંચાલ, દિલીપ શાસ્ત્રી દિલીપ પંચાલના સદ્ધર્તુત્વમાં જ્યોતિષ સાગર” (૨૦૦૧)ની રચના. (૫૪) પારઘી, આદિત્યરામ સલુખરામ (૧૮૫૩-૧૯૫૦) નાગર ગૃહસ્થ, પાટણના કવિઓનાં જીવનચરિત્રનું લેખન-પ્રકાશન. ખેતીવાડી પ્રથમ વિચાર” ગ્રંથની રચના. (૫૫) પારઘી, ચીમનલાલ આદિત્યરામ ગણિત તથા ફારસીના વિદ્વાન. કવિ નાથભવાનનો કાવ્ય સંગ્રહ'નું સંપાદન-પ્રકાશન. (૫૬) પારઘી, જયસુખરામ લક્ષ્મીધર (૧૮૬૦-૧૯૩૭), કારકિર્દીનો પ્રારંભ શિક્ષકથી કર્યો. ત્યારબાદ વાડાશિનોર તથા રાજ્યોમાં દિવાન તરીકે કાર્ય કર્યું. બ્રિટિશ સરકાર દ્વારા “રાયબહાદુર’ ના ખિતાબથી વિભૂષિત. સાહિત્યમાં ઉંડો રસ. નરભેરામ મહેતા સાથે ‘સત્ય વિજય નાટક : ત્રિઅંકી' (૧૮૮૨) ની રચના. (૫૭) પારેખ, રમેશચંદ્ર રમણલાલ (ષિત પારેખ) (૧૯૪૫) જન્મ : અમદાવાદ. કર્મભૂમિ : પાટણ. ગુજરાતી વિષય સાથે એમ.એ., પીએચ.ડી. ડૉ. ત્યંત ગાડીત ના માર્ગદર્શન હેઠળ “શ્રીધરાણીનાં કાવ્યો અને નાટકો' વિષય ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ એસ.પી. યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી, જે પુસ્તક સ્વરૂપે ૧૯૮૫માં પ્રકાશિત થયેલ છે. “ઝુષિત પારેખ” ઉપનામ હેઠળ તેમણે કાવ્યો, એકાંકીઓ અને વિવેચનલેખોની રચના કરેલી છે, જે ગુજરાતી સાહિત્યના શિષ્ટ સામાયિકો 'કુમાર', પરબ', કવિલોક' વગેરેમાં પ્રકાશિત થયેલ છે. સાહિત્ય પરિષદ' દ્વારા પ્રકાશિત “સાહિત્યકાર કોશ” તેમજ “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-પમાં લેખન કાર્ય કર્યું છે. ૧૯૮૮ થી પાટણ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યરત. (૫૮) પુણ્યવિજયજી મુનિ (૧૮૯૬-૧૯૭૧) પંડિત સુખલાલજીએ જેમને કલિકાલસર્વજ્ઞના આત્મા તરીકે નવાજેલ છે તેવા પરમપૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિવર્ય પુણ્યવિજ્યજી આ સદીની એક વિરલ વિભૂતિ હતા. તેઓશ્રી ભારતીય વિદ્યા અને જૈનવિધા તેમજ હસ્તપ્રતવિધાના પરમ ઉપાસક અને પ્રકાંડ પંડિત હતા. જન્મ કપડવંજમાં પરંતુ દીક્ષા અંગિકાર કર્યા બાદ વિવિધ સ્થળોએ પસાર કરેલ કુલ ૬૪ ચાતુર્માસો પૈકી ૨૦ ચાતુર્માસ પાટણમાં પસાર કરી પાટણના ગ્રંથભંડારોનો ઉદ્ધાર કરવામાં તેમનું મોટું પ્રદાન રહ્યું છે. તેમણે પાટણ ઉપરાંત ખંભાત, જેસલમેર, લા.દ. ભારતીય વિધામંદિર, અમદાવાદ, લીંબડી, છાણી વગેરેના ગ્રંથભંડારોનાં વર્ણનાત્મક સૂચિપત્રો તૈયાર કર્યા, જે પ્રકાશિત થયેલ છે. પાટણમાં નિવાસ દરમ્યાન વિવિધ ટ્રસ્ટોની માલિકી હેઠળના ૧૯ જ્ઞાનભંડારોને એકત્રિત કરી “શ્રી હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર' ની સ્થાપના (૧૯૩૯) કરવામાં અન્ય આચાર્ય ભગવંતોની સાથે તેઓશ્રી પણ એક પ્રભાવક પરિબળ હતા. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને અપભ્રંશનાં વિવિધ વિષયનાં કુલ ૪૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૫૧ પુસ્તકોનું સંપાદન કર્યું છે. શ્રી મહાવીર જૈન વિધાલય, મુંબઇ દ્વારા પ્રકાશિત જૈન આગમોની ચિકિત્સક - આવૃતિ એ મુનિ ભગવંતનું યશોદાયી કાર્ય છે. તેમનો મૌલિક ગ્રંથ ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' આ વિષયોને એક દસ્તાવેજી અને બહુમુલ્યવાન ગ્રંથ છે. પૂજ્ય મુનિશ્રીની પ્રેરણાના પરિપાક રૂપે જ શેઠશ્રી કસ્તુરભાઇએ લા.દ. ભારતીય વિધામંદિર (૧૯૫૪) ની સ્થાપના કરી હતી. (૫૯) પ્રજાપતિ, બચુભાઇ મોહનલાલ વતન : પાટણ, અભ્યાસ ઃ ૧૯૫૫માં લેવાયેલ S.S.C.E. ની પરીક્ષામાં મહેસાણા જિલ્લામાં ૭૨% મેળવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ. બી.એ., એલ.એલ.બી., ધંધાર્થે મુંબઇ સ્થિત થયેલ છે. આર.એસ.એસ.ના પ્રખર સમર્થક. અતિકઠિન ગણાતી ‘કૈલાસ માનસરોવર’ની યાત્રા ત્રણ વાર કરી. આ પ્રવાસના નીચોડરૂપ આ વિષયક પુસ્તક “કૈલાસ માનસ સરોવર'ની અલૌકિક યાત્રા (૧૯૯૭) પ્રકાશિત. તેમણે શૂન્યમાંથી સર્જન કરી સામાજિક-આર્થિક-ધાર્મિક ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે નવ વખત કૈલાસ માનસરોવરની યાત્રા કરી છે. (૬૦) પ્રજાપતિ, અંબાલાલ મોતીલાલ (૧૯૪૦) M.A., Ph.D. વતન : માલોસણ (તા.વિજાપુર). કર્મભૂમિ : પાટણ. પિલવાઇ કોલેજમાં ૧૯૬૪-૯૪ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવાઓ આપી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે જોડાયા. ૧૯૯૮ થી સંસ્કૃત અનુસ્નાતક વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ કેટલાક વિધાર્થીઓએ M.Phil અને Ph.D. ની ઉપાધિ મેળવી છે, તેઓ વિદ્વાન અધ્યાપક અને સૌજન્યશીલ સારસ્વત તરીકે જાણીતા છે. કૃતિઓ : ૧૫ ગ્રંથોનું પ્રકાશન. કાવ્ય પ્રકાશ (૧૯૯૮) મહાકવિ માધ (૧૯૯૮), કાવ્યશાસ્ત્ર પ્રદીપિકા (૧૯૯૬), ભારતીય સાહિત્યશાસ્ત્રમાં અભિધા વિચાર વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત ૨૦ સંશોધન લેખો પ્રકાશિત. (૬૧) પ્રજાપતિ, બાબુલાલ અંબારામ (૧૯૫૬) M.Com., Ph.D., PG. Diploma in Financial Management, C.F.A. (Hyderabad) વતન ઃ સેવાળા, (તા.ચાણસ્મા), કર્મભૂમિ-નિવાસ ઃ પાટણ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એસ.કે.સ્કૂલ ઓફ બિઝનેશ મેનેજમેન્ટના સ્થાપનાકાળ (૧૯૯૬) થી પ્રોફેસર અને નિયામક તરીકે કાર્યરત. એક તેજસ્વી પ્રતિભાસંપન્ન અધ્યાપક તથા કુશળ પ્રશાસક કૃતિઓ : સ્ટ્રેટેઝીક મેનેજમેન્ટ (૧૯૯૮), IGNOU, New Delhi દ્વારા તૈયાર કરવામાં આવેલ M.B.A. ના કોર્સ મટિરિયલ્સમાં તેમનાં બે અધિકરણોનો સમાવેશ. આ ઉપરાંત ૧૫ સંશોધન લેખો પ્રકાશિત. ૬ રિસર્ચ પ્રોજેક્ટની સફળ કામગીરી AIMS દ્વારા ૧ કેસ સ્ટડી પુરસ્કૃત થતાં રૂા. ર000નું રોકડ પારિતોષિક મેળવેલ છે. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે સેવાઓ આપી રહ્યા છે. (૬૨) પ્રજાપતિ મણિભાઇ (૧૯૪૭) M.A., (હિન્દી/સંસ્કૃત), MA. (ગ્રંથાલયશાસ્ત્ર, ઇંગ્લેન્ડ). જન્મ : ચાણસ્મા, વતન : અલોડા, કર્મભૂમિઃ પાટણ. ભારત સરકાર દ્વારા ગ્રંથાલયશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. સંપાદિત કૃતિઓ : Bibliographic Survey of catalogue of Indian languages Page #375 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૫ર manuscripts (New Delhi, 1998). Contribution of Gujarat to Sanskrit Literature (Patan, 1998,), ઉચ્ચ શિક્ષણમાં ગ્રંથાલયોની ભૂમિકા (૧૯૯૮) અમૃત તુ વિદ્યા (૧૯૯૮), પાટણની શ્રી અને સંસ્કૃતિ (૨૦૦૦) (મહેન્દ્ર ખમાર સાથે સંપાદન), મોહનલાલ પટેલ અધ્યયન ગ્રંથ (૨૦૦૧), અમૃતપર્વ (૨૦૦૧) વગેરે. ગ્રંથાલયશાસ્ત્ર હસ્તપ્રતવિધા તથા વિષયક અંગ્રેજી તથા ગુજરાતીમાં ૨૦ લેખોનું પ્રકાશન, હમલોગ દૈનિકમાં પાટણના સાહિત્યકારો વિશે કટાર લેખન. (કુ.વલ્લરીબેન મજમુદાર, સહલેખક). ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાક્ષિક વૃત્તપત્ર ઉદીએ' તથા સંશોધન પત્ર ‘આનર્ત’ ના. સંપાદક. ૭૫ પુસ્તકોની સમીક્ષાઓ પ્રકાશિત. (૬૩) પ્રણવતીર્થ સ્વામી (૧૯૦૦-૧૯૭૦). મૂળનામ રમેશનાથ ગૌતમ. પિતા : રંગનાથ ઘારેખાન. અંગ્રેજી તથા સંસ્કૃત ઉપર પ્રભુત્વ. અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની. રંગુનમાં નિવાસ દરમ્યાન સમાચાર પત્રનું પ્રકાશન. સંસારમાંથી અચાનક રસ ઉઠી જતાં સ્વામી સ્વયંજ્યોતિ તીર્થ પાસેથી દીક્ષા લઇ સંન્યાસી થયા અને નામ રાખ્યું સ્વામી . પ્રણવતીર્થ. તેમનો મોટો શિષ્ય સમુદાય દક્ષિણ આફ્રિકામાં છે. ઝામ્બીયામાં અવસાન. પત્રકારત્વ, પ્રવાસ, ધર્મ અને દર્શન વગેરે વિષ્પક ૨૦ થી અધિક પુસ્તકોનું પ્રકાશન. આ પૈકી વૃત્તિવિવેચન (૧૯૪૫) ઉત્તરાપથ, કલાસ, કહેવત-કથાનકો, પાંચદશી તાત્પર્ય, ગીતા રસાયણ, વેદાન્તનો શબ્દકોશ, સાધના ઝાંખી વગેરે ઉલ્લેખનીય છે. ' (૬૪) બારોટ, ડાહ્યાભાઇ મોતીલાલ વકીલ (૧૯૧૩-૧૯૮૧). જન્મ : જંગરાલ (તા. પાટણ), નિવાસ: પાટણ. પાટણ હાઇસ્કૂલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી થોડોક સમય મુલકી અને શિક્ષણ ખાતામાં નોકરી, ત્યારબાદ વડોદરા રાજ્યની વકીલાતની પરીક્ષા પસાર કરી એક બાહોશ અને સફળ વકીલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ભારત છોડો આંદોલનમાં સક્રિય ભૂમિકા અદા કરવાથી સિદ્ધપુરમાં જેલવાસ વેઠવો પડ્યો. આ દરમ્યાન ગીતાનો આકંઠ અભ્યાસ કર્યો. કાવ્યશાસ્ત્ર, સાહિત્ય અને અધ્યાત્મમાં પ્રકાશન. પાટણ સાહિત્ય સભાના ઉપક્રમે મહાકવિ નાનાલાલને પાટણમાં આમંત્રી વ્યાખ્યાનોનું આયોજન પણ કરેલ. ઉત્તરાવસ્થામાં પૂજ્ય ભાનુવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્કમાં આવતાં ગુરુજીનાં ગીતા વિષયક વ્યાખ્યાનો સાંભળ્યા બાદ તેને છંદોબદ્ધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું. કૃતિઓઃ કાક ભૂખંડી સંવાદ (રાજકીય કટાક્ષ સંબંધી દીર્ઘકાવ્ય કે જે એકદૈનિકમાં હપ્તાવાર પ્રકાશિત), દક્ષગીતા (૧૯૯૯), શ્રીમદ્ ભગવતગીતાનો સ્વપજ્ઞ ટીકા સહિત હરિગીત છંદમાં સમશ્લોકી ભાષાંતર. ડૉ. ભોગીલાલ સાંડેસરાએ પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે અર્વાચીન ગુજરાતી ભાષામાં સમગ્ર ગીતાનું આવું પધાત્મક ભાષાંતર અને તેનું સુબદ્ધ પધ-વિવેચન મને જાણ છે ત્યાં સુધી અદ્વિતીય છે.' (૬૫) બારોટ, જેશંગલાલ લાલજીભાઈ ‘ઇન્દુકુમાર’ ગ્રંથની રચના. (૬૬) બાદુલ્લા, હિમ્મતલાલ “પૂર્ણિમા' ના તંત્રી. ઉપરાંત થોડાંક પુસ્તકોની રચના. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ યુગે યુગે પાટણની પ્રભુતા (૬૭) બ્રહ્મક્ષત્રિય, મુકુંદભાઈ પ્રહલાદજી (૧૯૩૧) (હાઇકુ સમ્રાટ). B.A, LL.B. ઈન્કમટેક્ષ પ્રક્ટીશનર-પાટણ લૉ કોલેજના અધ્યાપક પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ લૉ કોલેજ, પાલનપુરના પ્રિન્સિપાલ તરીકે એક વર્ષ સેવા આપી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લૉ ફેકલ્ટીના પ્રથમ ડીન તથા કાયદાશાસ્ત્રની અભ્યાસ સમિતિના અધ્યક્ષ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર રહી છે. સદાય હસતું મુખારવિંદ, સુઘડ અને સફેદ ખાદીનાં વસ્ત્રોમાં સુસજજ અને ટટ્ટારચાલનો સમન્વય ધરાવનાર વ્યકિતત્વ એટલે જ શ્રી મુકુંદભાઇ. વાકપટુતા. પ્રશસ્ય. પ્રવાસ, વાંચન, લેખન અને સંશોધનનો શોખ ધરાવતા શ્રી મુકુંદભાઈની લેખક અને પત્રકાર તરીકેની ભૂમિકા ઉલ્લેખનીય રહી છે. તેમને ઇતિહાસ-વિશેષતઃ પાટણના ઇતિહાસ અને પુરાતત્ત્વમાં જીવંત રસ છે. તેમના ગ્રંથો પૈકી ધન્ય ધરા પાટણની (૧૯૮૬) પાટણનો રાજકીય અને સામાજિક ઇતિહાસ (૧૯૮૬) પ્રબંધોમાં પાટણ (૧૯૯૬), પાટણનાં બે કીર્તિમંદિરો : રાણકીવાવ અને સહસલિંગ સરોવર (૧૯૯૬), અણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ (૧૯૯૭) અને પઘમાં પાટણ (૧૯૯૮) ઉલ્લેખનીય છે. આ બધી રચનાઓ દ્વારા પાટણના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક ઇતિહાસને પ્રજા સમક્ષ ઉજાગર કરવામાં અદ્મ ભૂમિકા નિભાવી છે. પાટણ વિશેનું તેમનું જ્ઞાન, બેનમૂન છે. આજે મુકુંદભાઇ એટલે “પાટણનો જીવંત ભોમિયો.”પાટણ વિષયક પોતાના ગ્રંથોની આધારભૂત સામગ્રી મૂળ સંસ્કૃત ગ્રંથોના ઉંડા અભ્યાસ અને તલ સ્પર્શી સંશોધનની વૃત્તિના કારણે રજૂ કરી શક્યા છે. ઇતિહાસ ઉપરાંત ઘર ઘરનો વકીલ (૧૯૯૬) તથા કથાસાગર (૧૯૯૬) લોકભોગ્ય કૃતિઓ છે. હમલોગ દૈનિકમાં શિક્ષણની કેડીએ' સાપ્તાહિક કોલમમાં શિક્ષણની સમસ્યાઓનું સુપેરે ચિત્રણ જોવા મળે છે. તેમની આ કોલમે ભારે લોકચાહના મેળવી છે. તેમના કેટલાક લેખો વીણા, કાદમ્બીની, કલ્યાણ, ભારત સંત સંદેશ વગેરે હિંદી પત્રિકાઓમાં પ્રકાશિત થયા છે. શ્રી મુકુન્દભાઇએ ૬૦% (છ હજાર) હાઇકુ” રચીને ૬ સંગ્રહો પ્રસિધ્ધ કર્યા છે. પાટણરત્ન', હાઇકુસમ્રાટ' જેવા બિરૂદોથી તેઓ સન્માનિત થયા છે. “પાટણ રત્ન'થી વિભૂષીત. તેમની પ્રથમ નવલકથા “સંસાર' ત્રીજા ઈનામને પાત્ર થઈ છે. તેમણે ચાંલીશ ઉપરાંત ગ્રંથો લખી પ્રકાશીત કર્યા છે. વળી તેઓએ “ભજગોવિંદમ” સ્તોત્ર ભર્તુહરીના નીતિશતક, વૈરાગ્યશતક તથા ગંગાસતિના ભજનો ઉપર વ્યાખ્યાનો આપેલા છે. સિનીયર સિટીઝન કાઉન્સીલ પાટણના સ્થાપક પ્રમુખ છે. તેઓનું લેખનકાર્ય આજે પણ અવિરત રીતે ચાલી રહ્યું છે. (૬૮) ભટ્ટ, શ્રીમતી વિભુતિબહેન વિક્રમભાઈ (૧૯૩૮). M.A., Ph.D. સાહિત્યચાર્ય સર્ટિફિકેટ કોર્સ ઇન મ્યુઝિયોલોજી. પિતાઃ રજનીનાથ ઘારેખાન સાહિત્ય અને સંસ્કારનો ગૌરવવંતો વારસો. તાજેતરમાં જ ભો.જે. અધ્યયન-સંશોધન વિધાભવનમાંથી સુદીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયાં. તેમણે ગુજરાત અને વિશેષતપાટણની સેવા તેમના સંશોધન દ્વારા કરી છે. તેમણે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનાં માર્ગદર્શન હેઠળ કવિ સોમેશ્વર : જીવન અને કૃતિઓ' શીર્ષક હેઠળ સંશોધન કાર્ય કર્યું. આ સંશોધનના પરિપાક રૂપે ગુજરશ્વર પુરોહિત કવિ સોમેશ્વર : જીવન અને કવન (૧૯૮૧), સોમેશ્વરની કૃતિઓ : એતિહાસિક અને સાંસ્કૃતિક અધ્યયન (૧૯૮૯), Page #377 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૫૪ ઉલ્લાધરાધવ એક અધ્યયન (૧૮૮૯), કીર્તિ કૌમુદી મહાકાવ્ય : એક પરિશીલન (૧૯૮૬) સુરથોત્સવ : એક અનુશીલન (૧૯૮૪) સાહિત્ય જગતના ચરણે ધરી છે. ઉપરાંત ૩૦ સંશોધન લેખો વિવિધ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત કર્યા છે. તેમના એક સંશોધન લેખને હરિદાસ ગોકાણી સુવર્ણચંદ્રક એનાયત થયેલ. ભો.જે. વિધાભવનની હસ્તપ્રતોનું વિવરણાત્મક સૂચિપત્ર પણ તેમણે તૈયાર કર્યું છે. (૬૯) ભાટિયા, કાલિદાસ ભગવાનદાસ (૧૯૦૦-૧૯૭૫) ભક્તકવિ, ગુરૂ ત્રિકમલાલજી મહારાજ. તેમની કૃતિઓ જ્ઞાન, ભક્તિનીતિ અને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. કવિને પ્રાણલાલ દેવકરણ (દનાબેંકવાળા) તરફથી ભારે ઉત્તેજન સાંપડેલ. કૃતિઓ : ભજનામૃત ૫-ભાગ (પાટણ), ગરીબીઓ તથા વિવિધ કાવ્યો (પાટણ, ૧૯૪૭) તથા આધ્યાત્મિક ધાર્મિક પધગ્રંથ સદગૃહસ્થોના પરિચય સહિત, બીજી આવૃતિ. (પાટણ, ૧૯૫૯). (૭૦) ભાનુવિજયજી મહારાજ મુનિશ્રી (૧૯૩૧). જન્મ : પુના, કર્મભૂમિઃ પાટણ, ૧૨ વર્ષની વયે માતા-પિતાની સાથે દીક્ષા. ગુરૂઃ પ્રભાવવિજયજી મહારાજ સાહેબ. પૂર્વભવના સંસ્કારો અને વિધા-અભ્યાસમાં વિશેષ રુચિના પરિણામે ધર્મશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી પારંગત થયા. ૧૭ વર્ષની વયે ધર્મશાસ્ત્રો ઉપર જાહેર પ્રવચનો આપવાનો પ્રારંભ કર્યો અને બાલમુનિ તરીકે ખ્યાતિ પામ્યા ૩૫ વર્ષની વયે જૈનાચાર્યનું પદ મળે તેવા સંજોગો પ્રાપ્ત થયા હતા, પરંતુ પોતાના જ્ઞાન અને શાસ્ત્ર અભ્યાસનો લાભ સમાજની દરેક વ્યક્તિને મળે તે હેતુસર પંથના વાડામાંથી બહાર નીકળ્યા. ૧૯૬૬માં પાટણ પાસે સર્વમંગલ આશ્રમ, સાગોડિયાની સ્થાપના. ૧૯૬૮ થી પાટણમાં ચાતુર્માસ દરમ્યાન વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનો આપવાનું ચાલુ કર્યું, જે આજે પણ ચાલુ છે. પાટણ ઉપરાંત આજુબાજુના શહેરોમાં તેમનાં જાહેર પ્રવચનો યોજવામાં આવે છે, જેનો લાભ ધર્મપ્રેમી પ્રજા લે છે. પૂજ્ય ગુરુજીને સાંભળવા એ એક લ્હાવો છે. તેમની જ્ઞાનધારા અવિરતપણે વહેતી રહે છે. તેમના પ્રવચનોને ગ્રંથસ્થ કરવાનું ભગીરથ કાર્ય શ્રી પુરષોત્તમદાસ શાહ અને શ્રી મધુભાઇ સોની દ્વારા કરવામાં આવ્યું છે, પરિણામ સ્વરૂપે ગુરુજીમાં ૨૦ જેટલાં પુસ્તકોનું પ્રકાશન થયું છે. પ્રમુખ કૃતિઓ ઇશાવાસ્ય ઉપનિષદ, નારદ ભક્તિસૂત્ર (૧૯૮૭), ભગવાન શ્રી કૃષ્ણ (૧૯૯૩), મીરાંની વાણી (૧૯૯૨), શ્રી પાતંજલ યોગદર્શન સૂત્રો, સ્થિતપ્રજ્ઞ (૧૯૭૯), ધન્યો ગૃહસ્થાશ્રમ (૧૯૯૫), તત્વચિંતન (૧૯૮૩), પ્રેમલક્ષણા ભક્તિ (૧૯૯૩), શ્રીકૃષ્ણ : શરણમ મમ (૧૯૯૮) વગેરે. (૭૧) ભોગીલાલ રતનચંદ શીઘ્રકવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત. કાવ્ય કોહિનૂર’ ગ્રંથ રચના. (૭૨) ભોજક, અમૃતલાલ મોહનલાલ (૧૯૧૪-૧૯૯૯) હસ્તપ્રતવિઘા, લિપિશાસ્ત્ર અને જૈન આગમ સાહિત્યના મર્મજ્ઞ પંડિત. અભ્યાસ માત્ર ૭ . ધોરણ સુધીનો પરંતુ મુનિ પુણ્યવિજયજી સાથેના લાંબા સહવાસ અને ઉધમથી પંડિત' પદવીથી વિભૂષિત થયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઇ દ્વારા પ્રકાશિત જૈન આગમોની સંશોધિત આવૃત્તિ Page #378 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૫૫ તૈયાર કરવામાં મુનિ પુણ્યવિજયજીના સહકાર્યકર તરીકે પ્રશસ્ય સેવાઓ આપી છે. કૃતિઓ : જૈન આગમ ગ્રંથમાળા હેઠળ મુનિ પુણ્યવિજયજી સાથે અને બેચરદાસ દોશી સાથે ૩ ગ્રંથોનું સંપાદન. ઉપરાંત નાયક-ભોજકની પારસી (૧૯૭૩), પુણ્યમૂર્તિના કેટલાંક સંસ્મરણો, વડનગરનો જૈનસંઘ, વિઘાવિભૂષિત મહર્ષિ સુખલાલજી સાથેના થોડા પ્રસંગો (૧૯૭૮) વગેરે. (૭૩) ભોજક, લક્ષમણભાઈ મોહનલાલ ' અગ્રણી હસ્તપ્રતવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત. લા. દ. ભારતીય વિધામંદિર, અમદાવાદમાં હસ્તપ્રતવિદ્યાના નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે. મુનિ પુણ્યવિજયજી સાથે ઘણાં વર્ષો સુધી કાર્ય કર્યું હોવાથી પારસમણિના સ્પર્શની જેમ વિવિધ વિષયોમાં તજજ્ઞતા હાંસલ કરી શક્યા. તેમના કેટલાક લેખો અને પુસ્તકો પ્રકાશિત. (૭૪) મજમુંદાર, ગુણવંતરાય ગિરધરરાય B.A, LL.B. પિતા બરોડા સ્ટેટના જમીનદાર વાંચનનો ભારે શોખ. કાયદાશાસ્ત્રના નિષ્ણાત, ‘હજૂર ન્યાય સભાનો ફેંસલો’ નામક ડાયજેસ્ટનું પ્રકાશન. (૭૫) મજમુંદાર, વ્યંબકરાય ગિરધરરાય (૧૮૭૫-?) B.A., LL.B. મુંબઇ હાઇકોર્ટમાં વિદ્વાન વકીલ તરીકે ખ્યાતિ મેળવી હતી. કેશવ તત્વ વિલાસ'નામક વેદાંતશાસ્ત્રના ગ્રંથની રચના. (૭૬) મજમુંદાર, ભદ્રાયુલાલ મોતીલાલ (૧૯૦૭-?) નાગર ગૃહસ્થ. બી.એ., એલ.એલ.બી. વડોદરાના પ્રતિષ્ઠિત વકીલ, વકીલાતનો વ્યવસાય છતાં સાહિત્ય ક્ષેત્રે ઊંડો રસ. વડોદરા સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત સાહિત્યકાર” વૈમાસિક ના તંત્રી તરીકે સેવાઓ આપેલી. પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરાના સક્રિય સભ્ય તથા મંત્રી તરીકે પણ તેમની નિયુક્તિ થયેલી. ‘સાહિત્યકાર', પ્રેમાનંદ, અખો અને શામળ નામક પુસ્તકનું સંપાદન. (૭૭) મજમુંદાર, માયાદેવી ચંદ્રમૌલી (૧૯૩૮) ગુજરાતી વિષય સાથે બી.એ. (૧૯૬૪) સુધીનું શિક્ષણ પાટણમાં, ત્યારબાદ બરોડા યુનિવર્સિટીમાંથી ૧૯૬૬ માં બી.એડ. ની ડિગ્રી પ્રાપ્ત કરી. પિતા શ્રી સ્વામી પ્રણવતીર્થ (રમેશભાઈ ગૌતમ) તથા દાદા શ્રી રંગનાથ ઘારેખાન પાસેથી વાંચન-લેખનનો શોખ વારસાગત મેળવેલો. કહેવતો તથા કહેવતકથાનકો’ પુસ્તકનું સંપાદન ઉપરાંત કેટલીક વાર્તાઓ અને નિબંધોનું પ્રકાશન. (૭૮) મજમુંદાર, વલ્લરી પરીક્ષિતરાય (૧૯૭૨) - B.Sc., M.L.Sc. (સુવર્ણચંદ્રક વિજેતા) આર્ટ્સ કોલેજ, પાટણમાં ગ્રંથપાલ તરીકે કાર્યરત. પાટણના સારસ્વતો જીવન ચરિત્ર અને વાડમયસૂચિ” વિષયક લઘુશોધ પ્રબંધનું લેખન. હમલોગ દૈનિકમાં પાટણના સારસ્વતોના જીવનચરિત્રોનું પ્રકાશન, જે ગ્રંથસ્વરૂપે પ્રગટ થનાર છે. (૭૯) મહેતા, દિગીશ નાનુભાઇ (૧૯૩૪-૨૦૦૧) M.A. (Guj.), M.A. (Leads), Ph.D. અંગ્રેજી ભાષા-સાહિત્યના પ્રતિભાશાળી પ્રોફેસર Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ યુગે યુગે પાટણની પ્રભુતા તરીકે ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના પ્રોફેસર પદેથી ૧૯૯૪માં નિવૃત્ત. તેમના માર્ગદર્શન હેઠળ ૫ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૨૦ થીવધુ સંશોધન પત્રો રાષ્ટ્રિય અને આંતરાષ્ટ્રિય પરિસંવાદોમાં રજૂ કર્યા. ગુજરાતી સાહિત્યના સિધ્ધહસ્ત નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક તરીકે પ્રસિદ્ધ. કૃતિઓ : નિબંધ - દૂરના એ સૂર (૧૯૭૦) શેરી (૧૯૯૬), નવલકથા - આપણો ઘડીક સંગ (૧૯૬૨), વિવેચન - પરિધી (૧૯૭૬). આ ચારેય કૃતિઓ પુરસ્કૃત થયેલ છે, જે ગુજરાતી સાહિત્યની એક અસાધારણ ઘટના ગણાય. તેમની સંવેદનશીલ અને તાજગીભરી અભિવ્યક્તિના લીધે ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન પ્રસ્થાપિત થયું છે. ઉપરાંત તેમની સ્વસ્થ અને સમતોલ વિવેચન દષ્ટિને સર્જકો અને વિવેચકોએ મુક્તકંઠે વખાણી છે. તેમણે પ્રા. હર્ષદ મહેતાના સહયોગમાં ‘પાશ્ચાત્ય નવલકથા’ નામક ગ્રંથની પણ રચના કરી છે. (૮૦) મહેતા, નરભેરામ જમીયતરામ (૧૮૫૬-૧૯૫૨) કારકિર્દીનો પ્રારંભ કાઠીયાવાડ એજન્સીના બ્રિટિશ સર્વિસથી કર્યો. કાર્યનિષ્ઠાને લીધે ડેપ્યુટી પોલિટિકલ એજન્ટના હોદ્દા સુધી પહોંચ્યા હતા. નિવૃત્તિ બાદ પાટણ મ્યુનિસિપાલિટીના ચેરમેન તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપી તથા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહી પાટણની મોટી સેવા કરી. બાલ્યાવસ્થાથી જ કાવ્યરચનાનો શોખ. તેમની કવિતાઓ પ્રાયઃ ભક્તિ અને ઉપદેશ પ્રધાન છે. કવિતાનું વિષયવસ્તુ પૌરાણિક, સામાજીક યા રાજવીઓ, શિક્ષકો આધારિત છે. કૃતિઓઃ નિર્ભય કાવ્યસંગ્રહ ૨-ભાગ (૧૯૧૫-૧૯૩૯), શ્રી હાટકેશ્વર મહાદેવના વરઘોડામાં તથા શ્રી શંકર સ્વામીની પધરામણીમાં ગાવાનાં ગીતો (૧૮૮૦, બીજી આ. ૧૯૩૦), નાર્ગરજ્ઞાતિમાં ગાવાનાં મહત્વનાં લગ્નગીતો, જયસુખરામના સહકર્તૃત્વમાં ‘સત્ય-વિજય-નાટક’ની રચના, મ્હારૂ જીવન વૃત્તાંત (૧૯૩૭). (૮૧) મહેતા, હરિપ્રસાદ છગનલાલ આચાર્ય (૧૯૧૨–?) ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. એમ.એ., બી.ટી. વડોદરા સ્થિત ‘સંસ્કૃત મહાવિદ્યાલય’ના મુખ્ય અઘ્યાપક તરીકે સેવાઓ આપેલી. તેમના અનેક લેખો પ્રકાશિત થયેલ છે. સંસ્કૃત મહાવિદ્યાલયના વાર્ષિક અંક ‘સુરભારતી’ ના સંપાદક. ‘પંડિત જગન્નાથ’ પુસ્તકનું પ્રકાશન. (૮૨) માલધારી, કાનજીભાઇ શાકાભાઈ વતન : ખાનપુર, રાજકુવા, કર્મભૂમિ : પાટણ. અભ્યાસ : બી.એ., એલએલ.બી., વ્યવસાય : વકીલ. રબારી સમાજના ગૌરવસમા શ્રી કાનજીભાઇએ લોકસાહિત્ય તથા ચારણી સાહિત્યમાં સંશોધન તથા પ્રદાન કરેલ છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેમના કાર્યક્રમો નિયમિત પ્રસારિત થતા રહે છે. પ્રસાર ભારતીના આઠ તથા અન્ય સો જેટલા ડાયરાનું સંચાલન તેમણે કરેલ છે. કોલેજ કાળથી જ તેઓ લેખન કાર્ય કરતા રહ્યા છે. ચાંદની, શ્રીરંગ, રંગતરંગ, નવનીત સમર્પણ, ઊર્મિનવરચના, પ્રસ્થાન, કવિ, સ્ત્રી જીવન, સ્વાઘ્યાય સામાયિકોમાં તેમનાં કાવ્યો, સંશોધન લેખ, નવલિકાઓ વગેરેનું પ્રકાશન થયેલ છે. ઊર્મિશીલ તથા વિપ્રલંમ્ભ શૃંગારમાં તેમણે કાવ્યો રચેલા છે. આ ઉપરાંત છંદોબદ્ધ કાવ્યની રચના પણ કરેલી છે. ‘પાટણવાડાનાં અને રબારી સમાજનાં લોકગીતો’ (૧૯૮૪) તથા ‘દૂધમતીને કાંઠે’નામક નવલકથા પ્રગટ કરેલ છે. તેમનો કાવ્યસંગ્રહ ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ યુગે યુગે પાટણની પ્રભુતા (૮૩) મિસ્ત્રી, શિવલાલ ઉગરચંદ શિલ્પશાસ્ત્રમાં પ્રવિણતા. કલાભવન, વડોદરામાં સેવા આપી. શિલ્પશાસ્ત્રીય ગણિતનો પરિચાયક ગ્રંથ “ગણિતસાર'ની રચના. (૮૪) મુકુંદાયન સ્વામી (૧૮૪૦-2) - મૂળનામ : ઇશ્વરલાલ મહીપતરાય. નાગર ગૃહસ્થ. કૃતિઓ : મંત્રી રામાયણ (ગુજરાતી), શંકરાચાર્યનું શ્લોકબધ્ધ જીવનચરિત્ર (સંસ્કૃત). (૮૫) મોદી રામલાલ ચુનીલાલ (૧૮૮૯-૧૯૪૮) નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. દસા વાયડા વણિક. પાટણ હાઇસ્કૂલમાં નિવૃત્તિપર્યત સેવાઓ આપી. અવસાન ઃ રાજકોટ. પ્રાચીન ગુજરાતી સાહિત્ય તથા પાટણના ઇતિહાસ-પુરાતત્ત્વ વિષયક ૧૫૦ સંશોધનાત્મક અને વિદ્વતાપૂર્ણ લેખો તથા ૧૨ પુસ્તકોના લેખન દ્વારા ગુજરાતની અને વિશેષત: પાટણની મોટી સેવા કરી છે. તેમના મૌલિક અને આધારપૂર્ણ તાર્કિક લેખો દ્વારા ગુજરાતના સંશોધનને એક નવી દિશા સાંપડી છે. તત્કાલીન સમયમાં ઉપલબ્ધ ટાંચા સાધનો હોવા છતાં જે આંતરસુઝ અને ધ્યેયનિષ્ઠાથી કામ કર્યું છે તે અદ્વિતીય છે. તેમની વિદ્વતાની મુનિ પુણ્યવિજયજી, બ.ક.ઠાકોર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, ભોગીલાલ સાંડેસરા વગેરેએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. કૃતિઓ : પાટણ સિદ્ધપુરનો પ્રવાસ, વાયડા જ્ઞાતિનો પ્રાચીન વૃત્તાંત, ભાલણ, ભાલણ કૃત બે નળાખ્યાન, મુઘલ રાજ્યવહીવટ, ભાલણ ઉદ્ધવ અને ભીમ, પાટણ પરિચય (ડાહ્યાલાલ મોહનલાલ શાહના સહ કતૃત્વમાં), સ્વ. રામલાલ ચુનીલાલ મોદીલેખ સંગ્રહ, ૨-ભાગ. સંસ્કૃત દ્વયાશ્રયકાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ) (નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા કૃતિ), વાયુ પુરાણ (વાયડા બ્રાહ્મણવણિક જ્ઞાતિનું, મૂળપાઠ ભાષાન્તર સહિત) વિષ્ણુદાસ ભાલણ અને શિવદાસ કૃત જાલંધર આખ્યાન. વાયડામિત્ર માસિકનું સંપાદન. પ્રથમ લેખ ફક્ત ૨૦ વર્ષની વયે ૧૯૦૯ ના મે માસના બુદ્ધિપ્રકાશ'માં પ્રકાશિત. પુસ્તકાલય પ્રવૃત્તિમાં વિશેષ રસ,ભાલણ કૃત નળાખ્યાનના સંશોધન માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ૧૦૦ રૂ. નું પારિતોષિક મેળવેલ. તેમના લેખોનું મૂલ્યાંકન કરતાં ડૉ. સાંડેસરાએ નોંધ્યું છે કે તેમનો પ્રત્યેક લેખ પુરાતત્વના ક્ષેત્રમાં કોઇને કોઇ પ્રકારના મૌલિક ચિંતનનો નમૂનો છે. એમ કહેવામાં અત્યુક્તિ નથી કેટલાક લેખોમાંના વિધાનો કે અનુમાનો હવે સ્વીકાર્ય થાય કે ન થાય, તો પણ લેખકનું માનસ સત્યની શોધ માટેનો જે બુધ્ધિયુક્ત પુરુષાર્થ કરે છે એ માટે માન થયા વિના રહેતું નથી.” (૮૬) મંગળચંદ લલ્લચંદ અગ્રણી જૈન સમાજ સેવક, વ્યાપાર અર્થે કલકત્તા નિવાસ. ચારુપમાં થયેલ જૈન-જૈનેતરો વચ્ચેના કેસને ઐતિહાસિક રીતે નિરુપણ કરતો ગ્રંથ 'ચારુપનું અવલોકન' પ્રકાશિત. (૮૭) રાવલ, દશરથલાલ ગંગારામ કેશરી ચરિત્ર, સિદ્ધરાજ જયસિંહ અને જગદેવ પરમાર નાટકનું પ્રકાશન. Page #381 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૫૮ (૮૮) રાવલ નટુભાઈ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય પુરસ્કારથી વિભૂષિત. 'જગતના સિતારા'ના સંપાદક, અભ્યાસગૃહ પત્રિકાના તંત્રી. પાટણના મૂક સેવક સ્વ. મણિલાલ દવે (૧૯૪૨) ગ્રંથનું સંપાદન પાટણના બે લોક સેવક ના લેખક. (૮૯) રાવલ, આપાલાલ હીરાલાલ વાયડા વણિક. પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક મુઘલ સામ્રાજ્ય' ગ્રંથની રચના. (૯૦) રાવલ, પ્રાણશંકર હીરાલાલ કવિ ઔદિચ્ય સહસ બ્રાહ્મણ. પ્રાથમિક શિક્ષક, વાંચન-લેખનમાં વિશેષ પ્રીતિ. તેમણે કવિતા, નાટક, બોધપ્રદ વાર્તાઓ, ભક્તિ ગીતો, જીવન ચરિત્ર વગેરેમાં પ્રદાન કર્યું છે. કૃતિઓઃ ઇંન્દ્ર વિલાસ નાટક, કવિતા સંગ્રહ, નરસિંહ મહેતાની હુંડી, બાલગીતમાળા, શ્રીમંત મહારાજ સાહેબના યશોગાન, . શ્રી શંકર ભજનાવલિ, શ્રી હનુમાન પ્રાર્થના, કાલિકા સ્તવન, રાષ્ટ્રીયગીત, કર્મવીરોની દેશસેવા, બાળબોધ, વાર્તાસંગ્રહ, કવાયત, સ્વયંસેવકનું કર્તવ્ય, સુદામાચરિત્ર (હિંદી) વગેરે. (૧) લીમ્બાચીયા, નટવર (૧૯૨૪) જન્મઃ ઊંઝા, વતન પાટણ, પોટ માસ્તરના પદેથી નિવૃત્ત થઇ લોકસેવાનાં કાર્યોમાં વ્યસ્ત. કૃતિઓ શ્રી લીમ્બજ પુરાણ (૧૯૮૧), પાટણવાળાનું જ્યોતિષ: સમસ્યા અને ઉકેલ (૨0૧). અપ્રકાશિત કૃતિઓ : જ્યોતિષ દર્પણ, જ્યોતિષ રહસ્ય, જ્યોતિષ દર્શન અને જ્યોતિષ અને યંત્ર-મંત્ર-તંત્ર. (૯૨) વકીલ, જીભાઈ કાનજીભાઈ બારોટ વડોદરા રાજ્યની વસ્તી, સામાજિક, આર્થિક, ધાર્મિક, વિષયક માહિતી તથા વૈદક, ખેતીવાડી, કેળવણી જાનવરના રોગ અને ઇલાજ કોર્ટ-કચેરી વગેરે વિષયક “વડોદરા રાજ્ય પ્રજામિત્ર' (૧૯૩૨) ગ્રંથની રચના. ખૂબ જ ઉપયોગી પ્રકાશન. (૩) વકીલ, લહેરુભાઈ ડાહ્યાભાઈ પાટણના મોભાદાર વકીલ તથા જૈન સમાજના અગ્રણી. “ભીમજ્ઞાનત્રીશીકા' ગ્રંથની રચના. (૯૪) વકીલ, વિદ્યાશંકર કરુણાશંકર આચાર્ય વડોદરા રાજ્ય દ્વારા રાજ્યરત્ન” ઇલ્કાબથી વિભૂષિત, વડોદરા રાજ્યની ધારાસભામાં નિયુક્તિ. પાટણ સુધરાઇના પ્રમુખ, પ્રાંત પંચાયતના ઉપાધ્યક્ષ તથા શહેરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ રહી સેવાઓ આપી કૃતિઓઃ “નેકલેશથી નવલકથા (૧૯૪૨) તથા પરગજુ પારસીયો' (૧૯૪૧). (૯૫) વહીયા, માધવલાલ ગોપાળજી (?-૧૯૫૦) નાગર ગૃહસ્થ. પાલનપુર એજન્સીમાં વકીલ. તેમણે ‘ઇન્ડિયન પીનલ કોડનું ગુજરાતી ભાષાંતર” તથા “વડોદરા રાજય પીનલ કોડ' ગ્રંથોની રચના કરી. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ યુગે યુગે પાટણની પ્રભુતા . (૯૬) વોરાજીવાલા, રતનચંદ લલ્લચંદ તપસ્વી પ્રેમવિજયજી મહારાજનું જીવનવૃત્તાંત' ગ્રંથની રચના. (૭) વોરા, રંગરાય વ્રજરાય (૧૮૫૦-૧૯૫૦) નાગર ગૃહસ્થ. પાટણ હાઇસ્કૂલમાં શિક્ષક. સાદગીપૂર્ણ અને ઇશ્વર ભક્તિ પરાયણ જીવન. ભજનમાળા (૨-ભાગ, ૧૯૨૪, શેઠ ઉજમશી મોદીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર સહિત) પ્રકાશિત કૃતિ. (૯૮) વ્યાસ, જિતેન્દ્ર કાલિદાસ (૧૯૪૩). જન્મ : વતન ચાણસ્મા, કર્મભૂમિ : પાટણ. ૧૯૬૧-૬૨ થી આર્ટ્સ કોલેજ, પાટણમાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત. કાવ્યસંગ્રહ ભમ્મરિયું મધ” (૧૯૮૨) ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત. કુમાર પારિતોષિક’ થી વિભૂષિત. આધુનિક ગુજરાતી કવિતાના આગલી હરોળના કવિ તરીકે પ્રતિષ્ઠિત. તેમની કવિતાઓ ગુજરાતીનાં અગ્રણી સામયિકોમાં પ્રકાશિત થતી રહે છે. કવિ ઉપરાંત વિદ્વાન અધ્યાપક અને કુશળ વક્તા તરીકે ખ્યાતિ પ્રાપ્ત. (૯) વ્યાસ, તુષાર જિતેન્દ્રભાઈ (૧૯૭૩) M.A. (અંગ્રેજી, સુર્વણચંદ્રક વિજેતા). વતન : ચાણસ્મા, સ્થાયી નિવાસ : પાટણ. આર્ટ્સકોમર્સ કોલેજ, માણસામાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્યરત. સાહિત્યના સંસ્કાર વિરાસતરૂપે પ્રાપ્ત હોઈ કિશોરવયથી કવિતા, ટૂંકીવાર્તાના સર્જનમાં વિશેષ રુચિ. તેમની વાર્તાઓ ગઘપર્વ તથા તાદર્થ્યમાં પ્રગટ થયેલ છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ મૌલિક વાર્તાઓ પ્રગટ થઇ છે. પ્રગટ વાર્તાઓ “કૃતજ્ઞ” 'ગદ્યપર્વ' અંક સપ્ટેમ્બર - ૯૭ (૨) “કાળોમોટ’ ‘ગદ્યપર્વ' જાન્યુઆરી, ૯૭, “નાજુક લાકડી', તાદર્થ', ૧૯૯૮ "The Sweet Home" અંગ્રેજી વાર્તા "The Brown Crition (Bombay)", 1998, "A Munificent Gift" (અંગ્રેજીમાં ભાષાંતરિત વાર્તા) "Revaluations (Bhuvaneswar)" ૧૯૯૪, અંત સલિલા', 'એક અવલોકન’: વિવેચન લેખ અંત સલિલા” ૧૯૯૮. અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં પ્રભુત્વને લીધે ભાષાંતર કલામાં પણ હથોટી પ્રશસ્ય રહી છે. તેમની પ્રકાશિત કૃતિઓના આધારે નિઃશંક કહી શકાય કે તેઓ એક સશકત વાર્તાકાર અને વિવેચક તરીકે સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશે. (૧૦૦) વ્રજરત્ન ચીમનલાલ રૂગનાથજીની પોળ, સોનીવાડામાં નિવાસ. પ્રાથમિક શિક્ષક. ધાર્મિક પુસ્તકોનું લેખનકાર્ય. (૧૦૧) શાહ, ચીનુભાઈ ગિરધરલાલ વતન : પાટણ, કર્મભૂમિ અમદાવાદ. “સ્વસ્થ માનવ” ના સંપાદક. કૃતિઓઃ હૈયા વલોણું આપણું આરોગ્ય, વહેણ હેયાનાં, મારાં અંગ મલકાયાં, અઢાર દિવસ જાપાનમાં, ગીતા ઘડપણની, ચમત્કારોની ચકાસણી, મરણ પછી શું?, મારી નજરે, હળાહળ ઝેર કોમવાદનું, હું દિગમ્બર અને હું શ્વેતામ્બર, મેથી, અંધારાને કહો ઉચાળા ભરે, આપણી ભાષા ચેતના, વળતી ટપાલ વગેરે. Page #383 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 360 (૧૦૨) શમીમ શેખ (૧૯૪૩) મૂળનામઃ હિસાબુદ્દીન જાફરભાઇ શેખ. શમીમ શેખ ઉપનામથી જાણીતા છે. શિક્ષક પત્રકાર, ઉર્દૂ તથા ફારસી ભાષાના જાણકાર. ‘નન્હેમુન્ને ઇસ્લામિક બાળમાસિકનું સંપાદન. ‘ઇકરા વાંચનમાળા' પ્રકાશિત કૃતિ. તેમની કવિતાઓ પાટણની વિવિધ પદ્મપત્રિકાઓમાં પ્રકાશિત થતી રહે છે. વિદેશોના પ્રવાસનો અનુભવ. (૧૦૩) શાહ ચીમનલાલ જેચંદ (?-૧૯૬૫) M.A. ‘ઉત્તર હિંદમાં જૈનધર્મ” તથા “સુશીલાના પત્રો' પ્રકાશિત કૃતિઓ. સમાજસેવક અને જ્ઞાતિહિત ચિંતક તરીકે પ્રસિદ્ધ. (૧૦૪) શાહ, નવનીતભાઈ છોટાલાલ (૧૯૨૮) અજાતશત્રુ અને વિદ્વાન અધ્યાપક. વતનઃ સિદ્ધપુર, જન્મ : કલોલ. કર્મભૂમિ-સ્થાયી નિવાસઃ પાટણ. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી ગુજરાતી મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને મેળવવા બદલ સ્વ. બ.ક.ઠાકોર સુવર્ણચંદ્રકથી વિભૂષિત. ૧૯૫૯થી નિવૃત્તિ પર્યત આર્ટ્સ કોલેજ, પાટણમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. ગુજરાતીનાં વિવિધ સામયિકોમાં તેમની કવિતાઓ લેખો, વાર્તાઓ તથા નિબંધો પ્રકાશિત થતા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી હમલોગ દૈનિકમાં ઝીણી વાત” હેઠળ ચિંતનપ્રધાન હળવા નિબંધો પ્રગટ થાય છે. કૃતિઓઃ “સાહિત્ય સ્પર્શી અને ઇશ્વર પેટલીકર' (પરિચય પુસ્તિકા) શીર્ષક હેઠળ બે વિવેચન ગ્રંથો પ્રકાશિત. સહતંત્રી : પરમતત્ત્વ' (સર્વમંગલ આશ્રમનું મુખપત્ર). (૧૦૫) શાહ, પુરષોત્તમદાસ ભીખાભાઈ B.A., LL.B. વાયડા વૈષ્ણવ વણિક. ‘દાસકાકા'ના હુલામણા નામથી જાણીતા તથા પાટણની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ઓતપ્રોત. સંસ્કૃતિ પુરુષ. સર્વમંગલ આશ્રમના સંચાલક તરીકે તેમની સેવાઓ પ્રશસ્ય રહી છે. બાલ્યાવસ્થા કઠોર સંઘર્ષમાં વ્યતીત કરી. વાંચન લેખનનો ભારે શોખ. લેખનની શરૂઆત જ્ઞાતિ મુખપત્રથી કરી. ‘વાર્તાકાર’ના ઉપનામથી ટૂંકીવાર્તાઓ લખી. કૃતિઓઃ વાર્તાસંગ્રહ - વેળાવેળાની છાંયડી, પહેલો દોર, માદરે વતન, ચરમરજ, તીર્થ સંગમ તથા જીવનનો રંગ (શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ), આત્મકથા-સંઘર્ષ (૧૯૮૯) કપરાં ચઢાણ (૧૯૯૩) પ્રવાસ-સલામ અમેરીકા (૧૯૯૪), નવલકથા-જીવન એક સંગ્રામ (૧૯૯૭), સ્વર્ગ (૧૯૯૯) જીવનચરિત્ર-મહારાજશ્રી સાથે ૨૧ વર્ષ (૧૯૯૦), અંતર મનની વાતો (૧૯૯૮). આ કૃતિઓ ઉપરાંત તેમની સૌથી મોટી સેવા. પૂજ્ય ભાનુવિજયજી મહારાજશ્રીનાં પ્રવચનોનું સંપાદન-કાય. સ્થિતપ્રજ્ઞ, તત્વચિંતન, પ્રાર્થના પુસ્તક, પ્રેમલક્ષણા ભક્તિ, મીરાંની વાણી, ધન્યો ગૃહસ્થાશ્રમે વગેરે. સ્વ. રામલાલ મોદીલેખ સંગ્રહ ૨-ભાગ (૧૯૫૩૧૯૬૫). તંત્રી : પરમ સમીપે. ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવી ભાત પડે તેવી તેમની આત્મકથા સંઘર્ષ” ની ભોગીલાલ સાંડેસરા, દર્શક તથા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ મુકતકંઠે વખાણી છે. આ કૃતિ આત્મકથાની સીમાઓ પાર કરી તત્કાલીન સમાજ અને રાષ્ટ્રજીવનનો એક અનુપમ દસ્તાવેજ સમાજ Page #384 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૬૧ ઉભરી આવી છે. ‘જીવન એક સંગ્રામ' નવલકથા “સંસ્કાર પારિતોષિક’ થી વિભૂષિત. ૯૮ વર્ષે અવસાન પામ્યા. (૧૦૬) શાહ, માધુરીબેન પાટણનું ગૌરવ. સુપ્રસિધ્ધ શિક્ષણકાર. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, મુંબઇના કુલપતિ તરીકે તથા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, નવી દિલ્હીના ચેરપર્સન તરીકે સેવાઓ આપી હતી. શિક્ષણ વિષયક અનેક પુસ્તકોની રચના. (૧૦૭) શુકલ, ચંપકભાઈ (૧૯૧૩-૧૯૮૨). - ગ્રંથાલયશાસ્ત્રના ભારતીય સ્તરના પ્રખર વિદ્વાન. અમેરીકાની મિશીગન યુનિવર્સિટીમાંથી ગ્રંથાલયશાસ્ત્રની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. કારકિર્દીનો પ્રારંભ પ્રાથમિક શિક્ષકથી કરી અભ્યાસ અને ખંતથી એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના મુખ્ય ગ્રંથપાલ અને ગ્રંથાલયશાસ્ત્રના અધ્યક્ષપદ સુધી સેવાઓ આપી નિવૃત્ત થયા હતા. લાયબ્રેરી ઓફ કોંગ્રેસ વોશિંગ્ટનમાં પૌવંય વિભાગમાં મુખ્ય સૂચિકાર તરીકે તથા યુનેસ્કોના ગ્રંથાલય તજજ્ઞ તરીકે ઇથોપિયા (૧૯૬૫-૬૯) અને ઝામ્બિયા (૧૯૭૦-૭૬) માં સેવાઓ આપી. ગ્રંથાલયશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસ, રાજનીતિ, પુરાતત્વ અને સાહિત્યમાં ઉંડો રસ ધરાવતા હતા. ૫૦ થી અધિક સંશોધન લેખો પ્રકાશિત. ગુજરાતમાં સાર્વજનિક ગ્રંથાલયોના વિકાસ માટે ગ્રંથાલય ધારા’નો મુસદ્દો ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. નેશનલ લાયબ્રેરી કલકત્તા નિવૃત્ત ગ્રંથપાલ શ્રી કેશવને ડૉ.શુક્લને sardar Patel of Librarianship તરીકે નવાજેલ છે. રેડિયો અને ટેલિવિઝન (૧૯૪૧) વિષયક પુસ્તક સયાજી બાલજ્ઞાનમાળામાં પ્રકાશિત.. (૧૦૮) સલાટ, શિવલાલ ઉગરચંદ પાટણના વતની. કેટલાક ગ્રંથોની રચનાની માહિતી મળે છે, પરંતુ પ્રત્યક્ષ રીતે તેમના ગ્રંથો જોવા મળ્યા નથી. ' (૧૦૦) સાધુ, મોહનદાસ વીરમાયાનું બલિદાન” ગ્રંથ પ્રકાશિત. (૧૧૦) સાંડેસરા, ઉપેન્દ્રરાય જયચંદ (૧૯૨૧-?) ફક્ત ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ પરંતુ સંસ્કૃતના પ્રખર વિદ્વાન. વ્યવસાય શેરબજારનો પરંતુ જ્ઞાનપ્રાપ્તિની તરસ અને પૂર્વજન્મના સંસ્કાર બળે ઘેરબેઠા રામાયણ, મહાભારત પુરાણ, ધર્મશાસ્ત્ર, જૈન, બૌદ્ધ અને શીખ દર્શનશાસ્ત્ર વગેરેનો ગહન અભ્યાસ કરી વિદ્વતા હાંસલ કરી. મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી, અમદાવાદમાં માનપ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી. મહાભારત આધારિત તેમના ગ્રંથો ખૂબજ મૂલ્યવાન છે. કૃતિઓ શ્રીકૃષ્ણ : પુરષોત્તમ અને અંતર્યામી, ૨-ભાગ, શ્રીકૃષ્ણનું વૈચારિક જીવન અને રાસલીલા, મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર, પૂર્ણાવતાર શ્રીકૃષ્ણ, ભારત રત્ન, ગાંધારી, નચિકેતા યુધિષ્ઠિર શૌનક સંવાદ, સમદર્શી ગુરુ, શીખ દર્શન વગેરે. (૧૧૧) સાંડેસરા, ભોગીલાલ જયચંદ (૧૯૧૭-૧૯૯૫). M.A., Ph.D. ભારતીય વિદ્યા જૈન ધર્મ અને દર્શન, ઇતિહાસ, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને Page #385 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૬૨ ગુજરાતી ભાષા-સાહિત્યના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રતિભાસંપન્ન વિદ્યાપુરુષ. તેમની પ્રતિભાનું ઉદાહરણ એ કે ૧૯૩૪માં જ્યારે મેટ્રિકનો અભ્યાસ કરતા હતા ત્યારે માધવ કૃત રૂપસુન્દર કથાનું સંપાદન કર્યું, જે તેમને એમ.એ.ના અભ્યાસ દરમ્યાન પાઠ્યપુસ્તક તરીકે ભણવું પડયું ! આ એક વિરલ ઘટના જ ગણાય ! નવમા ધોરણના અભ્યાસ દરમ્યાન મુનિ જિનવિજયજી અને પુણ્યવિજયજી સાથે પાટણના ભંડારમાં મુલાકાત ! સુષુપ્ત શક્તિઓ જાગ્રત અને અનેક પ્રાચીન ગ્રંથોનો ઉદ્ધાર કર્યો. એમ.એ. માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ દી.બ.કેશવલાલ ધ્રુવ સુવર્ણચંદ્ર એનાયત થયો. આ જ યુનિવર્સિટીમાં ડૉ.રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો શીર્ષક હેઠળ શોધપ્રબંધ રજૂ કરી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. ૧૯૪૩-૫૦ દરમ્યાન ગુજરાત વિધાસભામાં અધ્યાપક તરીકે સેવાઓ આપી ૧૯૫૧માં એમ.એસ. યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે જોડાયા અને નિવૃત્તિપર્યત (૧૯૭૫) સેવાઓ આપતા રહ્યા. ઉપરાંત ૧૯૫૮-૭૫ દરમ્યાન પ્રાચ્યવિદ્યા મંદિરના નિયામક તરીકે પણ સેવાઓ આપી. સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ, ' યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત ઇતિહાસ પરિષદ વગેરેમાં સેવાઓ. ડૉ.સાંડેસરાનું અક્ષર પ્રદાન વિષય - વૈવિધ્યથી ભરપૂર રહ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતના ૪૦ થી અધિક ગ્રંથો તથા ૫૦૦ જેટલા લેખોનું સર્જન. સ્વાધ્યાય તથા જર્નલ ઓફ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટના સંપાદક. જગવિખ્યાતા ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરિઝના મુખ્ય સંપાદક. તેમના કાર્યકાળ દરમ્યાન રામાયણની ચિકિત્સક આવૃત્તિનું પ્રકાશન એ એમની વિશેષ ઉપલબ્ધિ છે. ઉલ્લેખનીય કૃતિઓ : જૈન આગમ સાહિત્યમાં ગુજરાત (૧૯૫૨), પ્રદક્ષિણા (૧૯૫૯), સંશોધનની કેડી (૧૯૬૧), ઇતિહાસ અને સાહિત્ય (૧૯૬૬), અન્વેષણા (૧૯૭૬), શબ્દ અને અર્થ, વસુદેવ હિન્દી ગુજરાતી અનુવાદ (૧૯૪૬), વર્ગક સમુચ્ચ, પ્રાચીન ફાગુ સંગ્રહ (૧૯૬૦), પંચતંત્ર ગુજરાતી અનુવાદ, પ્રબન્યાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ (૧૯૫૯) વગેરે. તેમના સંશોધન કાર્યને બિરદાવવા ગુજરાત વિદ્યાસભાએ ૧૯૫૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો તથા જૈન સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ભાવનગરની યશોવિજય ગ્રંથમાળા દ્વારા ૧૯૭૫માં શ્રી વિજયધર્મસૂરી જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. આ આ મહાન સારસ્વતનું અવસાન અમેરીકામાં ન્યુજર્સી મુકામે તેમના પુત્ર ડૉ. નિરંજન સાંડેસરાને ત્યાં તા. ૧૮ જાન્યુઆરી ૧૯૯૫ના દિને થયું હતું. (૧૧૨) સાંડેસરા, ડાહ્યાભાઈ દેવચંદ ગર્ભશ્રીમંત વ્યાપારી. સાહિત્ય શોખ. ભક્તમાલનો ગુજરાતી અનુવાદ. (૧૧૩) સોની મધુભાઈ કૃણાલાલ (૧૯૨૯) ધોરણ-૮ સુધીનું શિક્ષણ મેળવી સોના-ચાંદીના કૌટુંબિક વ્યવસાયમાં કાર્યરત થયા. ત્યારબાદ લોખંડના ઉદ્યોગમાં મોટી સિદ્ધિ હાંસલ કરી. ધર્મપરાયણ સંસ્કારોના લીધે ૧૯૭૪ થી વ્યવસાયમાંથી મુક્તિ લઇ ભાનવિજયજી મહારાજની નિશ્રામાં સંચાલિત સર્વમંગલ આશ્રમ, સાગોડીયા-પાટણમાં એક અદના સેવક તરીકે નિઃસ્વાર્થભાવે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આશ્રમના વ્યવસ્થાપન સંબંધી સેવાઓ ઉપરાંત મુનિશ્રી ભાનુવિજયજીનાં નીચેના વિવિધ વિષય ઉપરનાં વકતવ્યોને લિપિબદ્ધ કરવાનું યશોદાયી Page #386 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૬૩ કાર્ય કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ (૧૯૮૪), ધર્મબિંદુ (૧૯૮૬), જીવન અને જિંદગી (૧૯૮૮), શ્રી ગુરૂચરણે (૧૯૮૮), સાધનાના સૂત્રો (૧૯૮૯), શ્રીકૃષ્ણ શરણં મમ (૧૯૯૬), રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન (૧૯૯૮) આ ઉપરાંત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘પરમ સમીપે’ ત્રૈમાસિકના સંપાદક તરીકે પણ સેવાઓ આપે છે. પૂજ્ય મહારાજશ્રીની વાણીને ગ્રંથસ્થ કરીને શ્રી મધુભાઇએ ભારતીય ધર્મ અને દર્શનની મોટી સેવા કરી છે. અહીં તેમની સંપાદન-કલા અને વિષય ઉપરના પ્રભુત્વનું દર્શન થાય છે. (૧૧૪) સોલંકી, ભરતકુમાર નંદલાલ (૧૯૬૭) વતન : ચોકડી (લીંબડી), કર્મભૂમિ : પાટણ, એમ.એ., એમ.ફીલ. તથા ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં સન્નિધિકરણ’ વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. અંદાજિત ૨૭ લેખો તેમજ ખેવના, પરબ, કંકાવટી, દસમો દાયકો વગેરે શિષ્ઠ ગુજરાતી સામયિકોમાં કવિતાઓ પ્રકાશિત. ‘સંન્નિધાન’ સંસ્થાના આયોજક તરીકે મહત્વની ભૂમિકા નિભાવે છે. ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા' (૧૯૯૫) પુસ્તક પ્રકાશિત. નાનીવયે સંશોધન અને વિવેચન ક્ષેત્રે શ્લાધનીય કાર્ય કરી સારી લોકચાહના મેળવી છે. હાલમાં પાટણ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યરત. (૧૧૫) સ્વામી, મનસુખભાઇ મોહનભાઇ (૧૯૩૯) બાલ્યકાળથી વાંચન, લેખન, સંગીત, ચિત્રકલાનો શોખ. પ્રથમ કાવ્ય ‘આઝાદી’ મહાગુજરાત સાપ્તાહિકમાં પ્રકાશિત. પ્રથમ પુસ્તક ‘પાળીયા બોલે છે’ ૧૯૮૦માં પ્રગટ થયું. આજ સુધી ૩૫ થી અધિક પુસ્તકો અને ર૦૦ લેખોનું સર્જન તથા ૫૪ રેડિયો અને ૧૨ દૂરદર્શન કાર્યક્રમો પ્રસારિત. તેમનું લેખન સમાજલક્ષી અને પ્રેરણાત્મક રહ્યું છે. તેમણે ઇતિહાસ, ધર્મ લોકકથા વગેરે આધારિત સાહિત્ય સર્જન કર્યું છે. કૃતિઓ ઃ પાળિયા બોલે છે (૧૯૮૦), ધર્મની ધજા (૧૯૮૧), મોજે દરિયા (૧૯૯૫), પાટણ દર્શન (૧૯૮૫), ધર્મના બેસણાં (૧૯૯૦), જીવન સૌરભ (૧૯૯૦), અલખને ઓટલે (૧૯૯૨), નંદનવન (૧૯૮૬) વગેરે. (૧૧૬) સ્વામી, લીલાબેન મહેન્દ્રકુમાર (૧૯૫૯) એમ.એ.,એમ.ફીલ., એલ.એલ.બી., પીએચ.ડી. ગુજરાતની પ્રજાપતિ બહેનોમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર પ્રથમ મહિલાનું ગૌરવ તેમના શિરે જાય છે. તેમણે ‘ખાદ્યતેલ સમસ્યાનાં કેટલાંક પાસાં : સીંગતેલ અને અન્ય અવેજી તેલોનો અભ્યાસ' વિષય હેઠળ સંશોધન કાર્ય કરી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવેલ છે. તેમણે ૧૫થી અધિક લોકભોગ્ય અને સંશોધન લેખો તથા ‘રાષ્ટ્રનું રતન ઃ સશક્ત મહિલા’ (૨૦૦૧) ગ્રંથની રચના કરી છે. આર્ટ્સ કોલેજ, પાટણમાં અર્થશાસ્ત્રની પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત. (૧૧૭) સ્વામી હરગોવિંદભાઇ બળીયાભાઇ (૧૯૧૭-૧૯૮૩) સમાજ સેવક. વ્યવસાયે વકીલ. સાહિત્યમાં વિશેષ રસ-રુચિ. ‘પદમસંગ્રહ’ નામક ભક્તિપ્રધાન કાવ્યોનું પ્રકાશન. કેટલાંક નાટકોની રચના કરેલી પરંતુ અપ્રગટ આમ આ સદી દરમ્યાન પાટણના ૧૦૧ થી વધુ સારસ્વતોએ વિવિધ ભાષા અને વિષયોમાં ઉત્તમોત્તમ ગ્રંથોની રચના કરી છે. ભાષા પ્રમાણે ગ્રંથોનું વિભાજન કરતાં ગુજરાતી ૩૦૫, સંસ્કૃત - પ્રાકૃત Page #387 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૬૪ ૧૦૦, હિન્દી-૧૦ અને અંગ્રેજીનાં ૧૦ ગ્રંથો કુલ મળી અંદાજિત ૪૨૫ ગ્રંથોનું સર્જન અને પ્રકાશન થયું છે. લેખકોનું જ્ઞાતિ પ્રમાણે વિભાજન કરતાં નાગર ૨૬, બ્રાહ્મણ ૨૪, વણિક ૨૧, પ્રજાપતિ ૫, બારોટ પ, પટેલ ૪, નાયક ૪, સોની ૩ અને બ્રહ્મક્ષત્રિય, ભાટિયા, મિસ્ત્રી, સલાટ, વાળંદ, દરજી, જ્ઞાતિના ૧-૧ તથા ૧ મુસ્લિમ લેખકે પોતાના કૃતિત્વ દ્વારા પાટણના સાંસ્કૃતિક વારસાની જ્યોત પ્રજવલિત રાખવા પ્રદાન કર્યું છે. વિવિધ વિષય કે ભાષા-સાહિત્યનો ઈતિહાસ જે તે સ્થળના પ્રદાનને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવે તો પાટણના પ્રદાનની સુવર્ણક્ષરે નોંધ લેવાશે તેમ પટણીઓ દ્વારા રચિત કૃતિઓના આધારે નિઃશંક કહી શકાય. મણિભાઈ પ્રજાપતિ, વલ્લરી મજમુંદાર યુનિવર્સિટી લાયબ્રેરીયન અને અધ્યક્ષ, લાયબ્રેરીયન ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ, પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. આ સહસલિંગ સરોવર જાણે પૃથ્વીનું કુંડળ હોય તેમ લાગે છે અને ત્યાં આગળના કીર્તિસ્તંભરૂપી હાથવડે પૃથ્વી માતા પોતાનું બીજું કુંડળ ઈન્દ્રની પાસે માંગતી હોય તેમ જણાય છે. (સમરરાસુ) Page #388 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૬૫ અણહિલપુર રસિકલાલ છોટાલાલ પરીખ નગરશ્રી : અર્થતંત્ર સમૃદ્ધ હોય અને દંડ કહેતાં રાજ્યતંત્ર સમર્થ હોય ત્યારે નગરશ્રી પ્રકાશવા માંડે છે. ઐતરેય બ્રાહ્મણમાં કહ્યું છે તેમ आस्ते भग आसीनस्य उर्ध्वं तिष्ठतिः । शेते निपधमानस्य चराति चरतो भगः ॥ આ નિયમ વ્યક્તિને લાગુ પડે છે તેના કરતાં વધારે નગરો અને રાષ્ટ્રોને લાગુ પડે છે. ઉસ્થિત રહેવું, અને પરાક્રમ માટે તત્પર રહેવું એ નગરશ્રી અને રાષ્ટ્રથીનું સંવનન છે ! અસ્તુ. આ નગરશ્રી” શબ્દ હું સાભિપ્રાય વાપરું છું. તે ભારતના નગરજીવનનું પરંપરાગત તત્ત્વ છે. અનુકૂળ આર્થિક, રાજકીય, અને નૈતિક ગુણો એને આકર્ષે છે, અને નિયંત્રિત રાખે છે. નગરલક્ષ્મી કે રાષ્ટ્રલક્ષ્મી ચંચલ છે, પણ અસ્થિર નથી. તે સ્થિર છે - દૃઢ ઊભી રહે છે, પણ બેઠાડું નથી, તેમ કૂટસ્થ પણ નથી. નગરશ્રીનું પરંપરાગત તત્ત્વ એક નગરમાંથી બીજા નગરમાં પણ આવે છે. પ્રાચીન નગરોની વાસ્તવિક અને કાલ્પનિક શ્રીને પોતાના નગરમાં વાસ કરાવવાનો સમર્થ નાગરિકોનો પુરુષાર્થ હોય છે. સમકાલીન નગરોની શ્રી સાથે સ્પર્ધા પણ થતી હોય છે. અણહિલપુરની શ્રીની પૂર્વે પરંપરા આ દષ્ટિએ અણહિલપુર પત્તનની નગરશ્રીને પાટલિપુત્ર, ઉજ્જયિની અને કોન્યકુબ્ધ જેવા સાર્વભૌમ નગરોની અને ગિરિનગર, વલભી અને ભિન્નમાલ કે શ્રીમાલ જેવી રાજધાનીઓની “શ્રી”ની પરંપરાનો વારસો મળેલો છે. એની સ્પર્ધા માલવોની ધારા નગરની સાથે રહેલી છે. અણહિલપુરની આણઃ બીજી રાજધાનીઓમાં જેમ રાજવંશોની ચર્ચા નથી કરી તેમ આમાં પણ નથી કરવાનો. ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશોનો ઇતિહાસ જેટલો મળ્યો છે તે મોટો ભાગે સુવિદિત છે. અહીંયા આટલો નિર્દેશ કરું. અણહિલપુરની રાજધાની વનરાજના સમયમાં સાસ્વત મંડલનું શાસન કરતી હશે તે જયસિંહ સિદ્ધરાજ (વિ.સ. ૧૧૫૦-૧૧૯૯) અને કુમારપાલ (વિ.સં. ૧૧૯૯-૧૨૩૦) ના સમયમાં સાર્વભૌમ નગરની અદાથી આનર્ત-સૌરાષ્ટ્ર-લાટની બહારના પ્રદેશો ઉપર પોતાની આણ વર્તાવતી હશે. મેં અન્યત્ર કહ્યું છે તેમ મલ્લિકાર્જુનને હરાવ્યા પછી કુમારપાલની આણ દક્ષિણમાં વિસ્તરી હતી. ઉત્તરમાં દિલ્હીનો વિશલદેવ વિગ્રહરાજ ચૌહાણ તેની આજ્ઞા સ્વીકારતો હતો. પૂર્વમાં માલવા-મેવાડ એના કબજામાં હતા. પશ્ચિમે એની સત્તા સિંધમાં સ્વીકારાતી હતી. પ્રાકૃત ધયાશ્રયમાં હેમચંદ્ર કુમારપાલની આણ ગૌડ અને કાંચી સુધી વર્તાવે છે. પણ તે કથન વધારે સંશોધન માગી લે છે. આ સીમા કુમારપાલ પછી ઘટતી જાય છે; અંતે સામન્ત Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ યુગે યુગે પાટણની પ્રભુતા વીરધવલ રાજા અને એના અમાત્યો વસ્તુપાલ અને તેજપાલ ગુજરાતને એકઠું રાખવા છેલ્લો પ્રયત્ન કરી લે છે. શ્રીમાલપુરાણ પ્રમાણે શ્રીમાલની શ્રીને સુન્દ વૈશ્ય વિ.સ. ૧૨૦૩માં લઇ આવ્યો એનો અર્થ હું એ કરું છું કે એ સમયે અર્થાત્ કુમારપાલના શાસનમાં અણહિલપુરની શ્રી પરાકાષ્ઠાએ પહોંચી હશે. શ્રીમાલપુરાણ શ્રીને લાવવાનું માન એક વૈશ્યને આપે છે તે પણ વસ્તુસ્થિતિનું સૂચક છે. અણહિલપુરનીશ્રી એના વૈશ્યોના, ખાસ કરીને પ્રાગ્ધાટોના, પુરુષાર્થથી આવી હતી. એ વૈશ્યો મોટે ભાગે મૂળ શ્રીમાલના જ વતની હતા. વિવિધતીર્થકલ્પ : સરસ્વતીના તીરે વનરાજે પોતાના સહાયક અણહિલ ભરવાડની સ્મૃતિ સાચવવા તેને નામે નગર સ્થાપ્યું એવી સામાન્ય માન્યતા ગુજરાતનો ઇતિહાસ ભણનાર રાખે છે. પણ જિનપ્રભસૂરિ વિવિધ તીર્થંકલ્પમાં પુરાવિદોના મુખેતી સાંભળેલી જૂદી માહિતી આપે છે. મુલ્રત્ પુરુવિતાં શ્રુત્વા । તે આ પ્રમાણે લકખારામ : ‘પૂર્વ કાળમાં શ્રી કન્યકુબ્જ નગરમાં યજ્ઞ નામનો મોટી રિદ્ધિથી સંપન્ન જે કખ-યક્ષ નામનો નૈગમ કહેતાં વેપારી હતો. તેણે એક સમયે વાણિજ્ય કાજે બળદોના મોટા સાર્થ સાથે કરિયાણાં લઇને કાન્યકુબ્જને પ્રતિબદ્ધ અર્થાત્ તેના કબજાનો ગુર્જરદેશ કે જે કન્યકુબ્જાધિપતિની પુત્રી મહણિગાને કંચુલિકા સંબંધે આપવામાં આવ્યો હતો તે તરફ પ્રસ્થાન કર્યું. ક્રમે ક્રમે સરસ્વતી નદીના તટે ‘લકખારામમાં’ પડાવ નાંખ્યો. પૂર્વે તે અણહિલવાડ પટ્ટણનું નિવેશસ્થાન હતું. રાત્રિએ વરસાદ પડયો અને એના સર્વસ્વ જેવો બળદસાર્થ દેખાયો નહિ. તેની ચિંતામાંતે ઊંઘી શક્યો નહિ. ત્યાં અંબાદેવીએ આવી કહ્યું કે આ લકખારામમાં એક આંબલીના થડ હેઠે ત્રણ પ્રતિમાઓ છે. તે ત્રણ પુરુષો મારફતે ખોદાવીને તું લઇ લે. એક પ્રતિમા શ્રી અરિષ્ટનેમિની છે, બીજી શ્રી પાર્શ્વનાથની અને ત્રીજી અંબિકાદેવીની છે. યક્ષે પૂછ્યું : ‘અહિં આંબલીનાં થડ ઘણાં છે. તેથી કઇ રીતે આ આંબડીનું થડ ઓળખવું ? દેવીએ કહ્યું જ્યાં ધાતુમય મંડલ અને ફૂલનો ઢગલો હોય ત્યાં તે ત્રણ પ્રતિમાઓ છે.' જિનપ્રભસૂરિ કહે છે કે ‘વિ.સ. ૮૦૨માં આ લકખારામના સ્થાન ઉપર અણહિલગોવાળે પરિક્ષિપ્ત કરેલા પ્રદેશ ઉપર વનરાજે પાટણ નિવેશિત કર્યું.’ કે આ પુરાવિદોની શ્રુતિ પ્રમાણે લકખારામની પૂર્વે પણ ત્યાં વસાહત હોવી જોઇએ. કારણ ત્યાં કોઇ મંદિરની મૂર્તિઓ આંબલીના ઝાડ નીચે દટાયેલી હતી. એ જે હોય તે ખરું, પણ વનરાજે પોતાની રાજધાની કોઇ વેરાન સ્થલે કરી નથી, પણ પહેલાંની લક્ખારામની વસાહત ઉપર પોતાનું નગર સ્થાપ્યું છે. સંભવ છે કે આ લક્ખારામ એક નિગમ કહેતાં વેપારનું સ્થાન હોય અને એ કારણથી જ વનજરાજે એ સ્થળ પસંદ કર્યું હોય ! અણહિલપુરનો વિકાસ (૧) ચાવડા ઃ અણહિલપુર ક્રમે ક્રમે વિકાસ પામ્યું તેની માહિતી પ્રબંધોમાંથી તારવી શકાય છે. ભારુષાડસાખડના પુત્ર અણહિલે એ સ્થાન વનજરાને બતાવ્યું. યશઃપાલ મોહરાજ પરાજય નામના નાટકમાં કહે છે કે સલ્લક્ષણ પૃથ્વી જોઇ વનરાજે ત્યાં નગર વસાવ્યું. લક્ખારામની Page #390 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભૂમિ ફલંદ્રુપ હશે. વનરાજે જાલિતરુની તળે ધવલગૃપ બંધાવ્યું. પછી રાજ્યાભિષેક 'કરાવ્યો. ધવલગૃહ એટલે રાજાનું ઘર, મહેલ, ગઢ-જે કહેવું હોય, તે, તે રાજ્ય અર્થાત્ રાજધાનીનું પહેલું પગરણ. પંચાસર ગામમાંથી શ્રીશીલગુણસૂરિને બોલાવી પોતાનું રાજ્ય વનરાજે ‘‘કૃતજ્ઞચૂડામણિતયા’' તેમને ચરણે ધર્યું. સૂરિની સૂચનાથી પંચાસર ચૈત્ય બંધાવ્યું અને પોતાની મૂર્તિ કરાવી ! निजाराधकमूर्तिसमेतम् । રાસમાલાના પુંઠાં ઉપર છાપેલી આ મૂર્તિ હજી પાટણમાં વિદ્યમાન છે. પહેલાં સંશોધકો એને ભળતી મૂર્તિ ગણતા હતા પણ તેને વધારે સાફ કરાવીને જોતાં તે મૂળ મૂર્તિ હોય એવો આચાર્યજિનવિજય આદિ સંશોધકોનો મત થયો છે. ૩૬૭ ધવલગૃહમાં વનરાજે કટકેશ્વરીનું મંદિર બાંધ્યું. યોગરાજે ભટ્ટારિકા શ્રીયોગીશ્વરીનું મંદિર કરાવ્યું. આગડ કે આડે આગડેશ્વરપ્રાસાદ અને કંટકેશ્વરીપ્રાસાદ બંધાવ્યા. ભૂયડે ભૂયડેશ્વરપ્રાસાદ બંધાવ્યો. ઉપરાંત ભૂયડે અણહિલવાડને પ્રકાર કહેતાં કોટ બાંઘ્યો અર્થાત્ કે ચાવડાવંશના અંતકાળમાં અણહિલવાડનું મહત્ત્વ કોટની જરૂર જણાય એટલું વધ્યું. આ રીતે ચાવડાઓએ પાટણના ધવલગૃહ એને પ્રાકાર બાંઘ્યા, અને પોતાના મંદિરો કરાવ્યાં. વનરાજે પંચાસરપાર્શ્વનાથ નામનું જૈનમંદિર કરાવ્યું. (૨) સોલંકી : સોલંકીઓએ પાટણને સમૃદ્ધ અને સુશોભિત કર્યું. મૂળરાજ સોલંકીએ પાટણમાં મૂળરાજવસહિકા, અને મુંજાલદેવપ્રાસાદ નામના શૈવમંદિરો બંધાવ્યા. મૂળરાજના સમયમાં એકવાર બધાં પાણી ખારાં થઇ ગયાં, તે મિટાવવા તેણે ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યો. ચામુંડ રાજાએ ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યો તેણે ભીમેશ્વરપ્રાસાદ નામનું શિવમંદિર અને ભટ્ટારિકા ભિરુઆણીપ્રાસાદ નામનું માતાનું મંદિર બાંધ્યું. તેની રાણી ઉદયમતીએ એક વાવ બંધાવી તેના અવશેષો જેમને નરસિંહરાવ ‘રાણીવાવ તણા આ હાડ પડેલાં' કહે છે તે હાડ તેના ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને શિલ્પની કલ્પના કરાવે છે. તેના મહામંત્રી દામોદરે એક સુંદર કુવો બંધાવ્યો. એના ઉપરથી ગુજરાતીમાં એક જોડકણું થયું છે. ‘‘રાણીકી વાવ ને દામોદર કુવો, જેણે ના જોયો તે જીવતો મુવો.’’ કર્ણે કર્ણાવતીમાં અનેક કીર્તનો રચ્યાં, પાટણમાં ‘‘શ્રીકર્ણમેરુપ્રાસાદ’’ બાંધ્યો, મોઢેરા પાસે એક સરોવર અને મંદિર બાંધ્યાં. અણહિલપુરના રાજાઓ માહેશ્વરો હતા પણ હેમચંદ્ર કહે છે કે કર્ણ ‘‘હરિસ્મારી’’ થયો અર્થાત્ વૈષ્ણવ સિદ્ધરાજ જયસિંહ માટે એક શ્લોક છે ઃ महालयो महायात्रा महास्थान महासरः यत्कृत सिद्धराजेन क्रिये तत्र केनचित् ॥ મહાલય, મહાયાત્રા, મહાસ્થાન અને મહાસર જે સિદ્ધરાજે કર્યા તે કોઇથી ન થાય ! Page #391 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ३६८ મહાલય, મહાયાત્રા, મહાસ્થાન, મહાસર બધું જ મહાન - સિદ્ધરાજના યુગમાં અણહિલપુર મહત્તાવાચક શબ્દોમાં જ વિચાર કરતું થયું. આર્થિક અને રાજકીય મહત્તા પોતાના રૂપમાં વ્યક્ત થતાં નથી, તે શિલ્પ અને સંસ્કારની મહત્તામાં વ્યક્ત થાય છે. ત્યારે જ તેની મહત્તા સમજાય છે. સિદ્ધરાજનું મહાલય એટલે સિદ્ધપુરનો રુદ્રમહાલય, તેની મહાયાત્રા એટલે પગપાળા સોમનાથની યાત્રા, મહાસર એટલે સહસલિંગ, મહાસ્થાન એટલે શું તે સ્પષ્ટ નથી. સંભવ છે કે સહસલિંગને કાંઠે આવેલા મંદિરો અને વિદ્યામઠોના સંબંધમાં બાંધેલી દાનશાળાઓ હોય જેમાં વિદ્યાર્થીઓને મફત ખાવાનું અને રહેવાનું મળતું. કુમારપાળના અણહિલપુરમાં બે મહાન કીર્તનો - એક કુમારપાલેશ્વર નામનું શિવમંદિર અને બીજું કુમારવિહાર નામે જિનમંદિર, અણહિલપુરના ધવલગૃહ, પ્રકાર અને મંદિરોની આ નોંધ જેમના ઉલ્લેખો મળ્યા કે જેમના અવશેષો છે તેમાંના કેટલાકની છે. તેટલાયે પણ એ નગરનાં જે ભવ્ય વર્ણનો કવિઓએ કર્યા છે તે કપોલકલ્પિત નથી એ જણાવવા પૂરતા છે. મંદિર શિલ્પ અણહિલપુરમાં વિવિધ ધર્મોના એનક ન્હાના મોટા મંદિરો હતાં. એમાં કેટલાક કુમારપાલેશ્વર જેવા શૈવ મંદિરો અને કુમાર વિહાર જેવા જૈનમંદિરોના સ્થાપત્ય અને શિલ્પ ભવ્ય હતાં. આ મંદિરોના ઉપાસ્ય દેવો જુદા જુદા હતા પણ તેને બાંધનારા શિલ્પીઓ તો એક જ પરંપરાના હતા. અત્યારે પણ શૈવ અને જૈન પ્રાચીન મંદિરોના અવશેષો સરખાવીએ તો તેમાં ઘણી સમાનતા દેખાશે, ઉ.ત. અંબાજી પાસે કુંભારીયામાં. કુમારવિહારશતક આપણી પાસે કુમારપાલેશ્વરનું વર્ણન નથી, પણ હેમચંદ્રના શિષ્ય રામચંદ્રવિરચીત કુમારવિહારશતક નામનું કાવ્ય છે. જેમાં કુમારવિહારના ભવ્ય સ્થાપત્ય તથા સુંદર શિલ્પનું સરસ વર્ણન છે. આ વર્ણન ઘણે અંશ તેના સ્થાપત્ય અને શિલ્પીની બાબતમાં શૈવમંદિરોને પણ લાગુ પડે એવું છે. તે ઉપરાંત અણહિલપુરના સમૃદ્ધિ અને ધર્મપ્રેમ તથા શિલ્પવિદગ્ધતાનો પણ ખ્યાલ આવે છે. એ ૧૧૬ શ્લોકના કાવ્યમાંથી થોડાંક અહી રજુ કરું છું. ..ચૈત્યમ્ | દેવાઃ | आश्चर्यमंदिर. 1 x x x તેવોડ્યું નથી....... XXX નાનીદત્તશતિન:.. ......... x x x ય ધ્વજ્ઞાનું....... x x x .શિક્લિનઃ | हास्यम्॥ Page #392 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા શ્રાદ્ધા. સંતતમ્॥ .મં′′પાન્ । .વાસ્તવ્યયોઃ ॥ રામચંદ્ર ચૌલુક્યવંશના ભૂપતિના આ કુમારવિહારને આશ્ચર્યમન્તિમુવાળુળમિમમ્। વિશ્વમાપળવધૂતિજ્ઞાયમાનમ્ । આશ્ચર્યનું મંદિર અને પૃથ્વીવારાંગનાના તિલકસમું જણાવી વર્ણનનો પ્રારંભ કરે છે. મૂના સાથ. ૩૬૯ X X X દેવાર્ચકો કહેતાં પૂજારીઓ ધનની આશાથી સ્ત્રીઓ સમક્ષ મંદિરનું આમ વિવરણ કરે છે ઃ આ દેવની પ્રતિમા સોનાની બનાવેલી છે. આ સ્તંભો ચન્દ્રકાન્તમણિનાં બનેલાં છે. પેલી પૂતળીના હાથમાં ફરતું કંકણ છે. આ નાટચગૃહમાં દશ્યોની પરાકાષ્ઠા છે. આ વ્યાખ્યાનશાળાને બનાવી સૂત્રધારે બીજું બનાવવાનું છોડી દીધું. ત્રૈલોક્યમાં અદ્ભુત આ ચિત્રાલય જુઓ. ચીનાઇ વસ્ત્રોના બનાવેલાં આ ચંદરવા જુઓ. આ મોતીઓની ઝૂલ જ નિરખો. આ મહાબલ નામે યક્ષેન્દ્ર જુઓ કે જેને જોઇને લોકો તેને સાચો યક્ષેન્દ્ર જ માને છે. વિવિધ પ્રકારના હસ્તાભિનય બતાવતી એ મંદિરની પુતળીઓને જોઇને કોઇ નાટ્યવિદો થાય છે, કોઇ તેનાં રૂપને જોઇને કામગ્રસ્ત થાય છે, કોઇ રત્નઘડેલી અને કાનમાં હાલતા તાક જોઇને શિલ્પીઓ થાય છે. બહાર માથે પાણીનાં બેડાં લઇને જતી હિરણાક્ષીઓ ડોક ઊંચી કરી મંદિરની ધ્વજાઓ ગણતાં, તેમનાં બેડાં પડી જતાં જોઇ બજારમાં ઊભા રહેલા જુવાનો તેમની‘થેકડી કરે છે. આ મંદિરમાં શ્રાવકો પુણ્યની ઇચ્છાથી, રોગીઓ રોગ દૂર કરવા, કારીગરો શિલ્પ જોવા, રસિકો સંગીતની શ્રદ્ધાથી એમ જુદા-જુદા આશયથી માણસો જાય છે. મંદિરના લોકોત્તર અને વિવિધરંગી રત્નોથી સુંદર એવા તે તે કુંભો અને મંડપો પ્રતિદિન જોઇને પોતાના મસ્તકને ધુણાવતા અને પ્રત્યેક તોરણે, પ્રત્યેક શિલાએ અને પ્રત્યેક ઉત્સવે આશ્ચર્યસહિત ઉભા રહેતા એવા પાટણવાસી અને આગન્તુકો વચ્ચે સહૃદયોને કોઇ ભેદ દેખાતો નથી. દ્રવ્યાશ્રયમાં સોમનાથ અને કુમારવિહાર : હેમચંદ્ર દ્દયાશ્રય માં કહે છે કે સોમનાથનું કેદારેશ્વર અને પાટણનું કુમારવિહાર પૂરાં થયા પછી પાન્થોમાં, એવી વાતો થતી કે ‘ભલા ભાઇ, સોમનાથ જઇ આવ્યા કે ? સાધુ પુરુષ, ગુર્જરપુર ગયા હતા કે ? તેમાં કુમારવિહાર જોયું કે ?' સોમેğી:રૂ......... .પન્થવાતાં। વાહિનીપતિ કેશવના શિલાલેખમાં સુરમન્દિરો : દધિપદ્રના દંડનાયક વાહિનીપતિ કેશવના શિલાલેખમાં એક શ્લોકમાં અણહિલપુરનું સંક્ષિપ્ત પણ ચિત્ર ખડું કરે તેવું વર્ણન છે. अणहिल्लपाटकनगर सुरमन्दिररुद्वतरणिहयमार्गम् । यस्यास्ति राजधानी राज्ञोत्तऽयोध्येव रामस्य ॥ Page #393 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ‘જેનાં ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વોનો માર્ગ રોકે છે’ નગરનું વર્ણન એક વિશેષણથી કરવાનું હોય તો ભવ્ય દેવમંદિરોથી તેને વિશિષ્ટ કરવું એ તે પ્રજાના સંસ્કારનું સૂચક છે. ‘રામની રાજ્યધાની જેમ અયોધ્યા તેમ જે રાજાની (જયસિંહની) અણહિલપાટક નગર.’ મંત્રી ચશઃપાલના મોહરાજપરાજયમાં કુમારવિહાર અને બીજા જોવા લાયક સ્થળો : મંત્રી યશઃપાલ મોહરાજપરાજ્ય નામના નાટકમાં કુબેરમુખે પાટણનું ચિત્ર ખડું કરે એવું વર્ણન કરે છે पूर्व श्रीवनराजभूमिपतिना... વિમ્ ॥ : ૩૭૦ પૂર્વકાળમાં શ્રી વનરાજ ભૂપતિએ સારા લક્ષણવાળી પૃથ્વી જોઇ અહિંયાં આ નગર સ્થાપ્યું તે ખૂબ જુઓ ! શ્રીકુમારવિહારના શિર ઉપર વલયાલંકારની હાર રૂપ ધ્વજાઓના બહાને આ નગરે અમરાવતીને બહુ ઉચ્ચતાથી ચૈત્ર પત્ર અર્થાત્ વિજયનું આહ્વાન આપ્યું છે. આ સરસ્વતી નદી, શ્રી સિદ્ધરાજનું આ સરોવર, હે તન્વિ, જેનો યશ વિશાળ છે એવું આ બકસ્થલ, આકાશને ચૂંબતો આ સ્તંભ, રાજાનો આ નિરુપમ પ્રાસાદ, હે સુશ્રોણી, હવેલીઓ અને હાટોની આ શ્રેણી ! શ્રીની આ ભૂમિ ! આ નગરમાં શું શું જોવા લાયક નથી ? બાલચંદ્રસૂરિના વસન્તવિલાસમાં મંદિરો અને શ્રી સરસ્વતીનો સહવાસ : બાલચંદ્રસૂરિ વસન્તવિલાસમાં પાટણમાં શારદા અને કમલાનો કલહ નથી એ રીતે એમને વર્ણવે છે : નહાવતે ન સદ્દે શાવ્યા મનાત્ર વાસસોમવતી ॥ અહિંઆ વાસ કરવાના રસલોભથી કમલા શારદા સાથે કલહ કરતી નથી. એ જ કવિ ભિન્ન ભિન્ન ધર્મસંપ્રદાયોનાં મંદિરોનો ઉલ્લેખ કરી કહે છે કે હાલતા ધ્વજરૂપી હસ્તોથી અને ઘંટડીઓના સ્વર રૂપી રાજ્યપદોથી - ઉપરિપણાના શબ્દોથી - તેઓ વિવાદ કરી રહ્યા છે : હૈં ઘટિાક્ષ ખિતાખ્યદ્વૈધ્યુંનહÅક્ષ વિવન્તિ ત્નિ ॥ પટણીઓનું અભિમાન ઃ ત્રણ બાબતોનું પટણીઓને અભિમાન હતું. તેમાં કોઇ વિવાદ કરે તે તેઓ સહન નહિ કરી શકતા, અને તેનો નિર્ણય વાદ કે યુદ્ધથી થતો ! ગુજરાતનું વિવેક બૃહસ્પતિત્વ, તેમના રાજાનું સિદ્ધચક્રિત્વ અને પાટણનું નરસમુદ્રત્વ શુŕત્રાવા વિવેબૃદસ્પતિત્વ, નૃપક્ષ્ય સિદ્ધક્તિત્વ, પત્તનસ્ય = નરસમુદ્રત્વમ્ । શ્રીનર્તન એવા અદ્ભુત પત્તનનો વિજય છે, યસ્યાદ્ને તવિજ્ઞાનિત વિનયતે श्रीनर्तनं પત્તનમ્ । શ્રીની નૃત્ય (ભૂમિ) એવું આ અદ્ભુત પત્તન ! તેનો જયજયકાર છે. આ પ્રમાણે પટણીઓને પોતાના નગરનું ગૌરવ હતું. વાગ્ભટાલંકારમાં ત્રણ રત્નો ઃ વાગ્ભટ એના અલંકારગ્રંથમાં ત્રણ રત્નો (ઉત્તમ વસ્તુઓ) ગણાવે છે. તેમાં સૌથી પહેલું રત્ન મળ@િપાટ પુરૂં ગણાવે છે. અણહિલપુરનાં કવિકૃતવર્ણનો ઃ અણહિલપુરના અનેક કવિઓએ વર્ણનો કર્યા છે. સિદ્ધરાજ કુમારપાલના પરમ વિદ્વાન હેમચંદ્રે સંસ્કૃત અને પ્રાકૃત દ્દયાશ્રયોમાં કર્યા છે, સોમપ્રભસૂરિએ પ્રાકૃત કુમારપાલ-પ્રતિબોધમાં કર્યું છેઃ મહામાત્ય વસ્તુપાલના મિત્ર સોમેશ્વર પુરોહિતે કીર્તિકૌમુદીમાં, અને બાલચંદ્ર સૂરિએ વસંતવિલાસ મહાકાવ્યમાં એમ અનેક કવિઓએ પોતપોતાની કૃતિઓમાં વર્ણનો કર્યાં છે. તે જોઇએ. Page #394 -------------------------------------------------------------------------- ________________ ३७१ યુગે યુગે પાટણની પ્રભુતા સંસ્કૃત પ્રયાશ્રયઃ ગતિ સ્વસ્તિવત્ પૂર્ણિમા નાપમ્ | पुरं श्रिया सदाश्लिष्ट नाम्नाणहिलपाटकम् ॥ ઉપર પ્રમાણે હેમચંદ્ર અણહિલપુરના વર્ણનનો પ્રારંભ કર્યો છે. ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, નયસ્થાન અને શ્રીથી સદા આશ્લિષ્ટ એવું પુર નામે અણહિલપાટક.” આ વિશેષણો વસ્તુસ્થિતિમાંથી ઉદ્ભવેલાં હોય કે નહિ, પણ નાગરિકના મનનો નગરનો આદર્શ સૂચવનારાં તો છે : ધર્મ, નય અને શ્રી અને તેથી જ ભૂમિના સ્વસ્તિક જેવું - મંગલ ભૂષણ ! પાટણનો સન્નિવેશ પણ સ્વસ્તિક આકારનો હશે એમ પણ આ વિશેષણ સૂચવે છે. માનસારમાં સ્વસ્તિકાકાર ગ્રામ માનસાર ગ્રામ આકારના જે પ્રકાર આપે છે તેમાં સ્વસ્તિક વિષે કહ્યું છે કે તે આકારનો સન્નિવેશ ભૂપોને યોગ્ય છે, જે આપણે બીજા વ્યાખ્યાનમાં જોઇ ગયા. કીર્તિકૌમુદીઃ સોમેશ્વર કીર્તિકૌમુદીમાં પોતાની પ્રાસાદિક શૈલીમાં આમ વર્ણનનો પ્રારંભ કરે છે : अस्ति हस्तिमदक्लेदविराजद्रोपुरं पुरं ।। | મહિન્દ્રપુર નામધામ શ્રેય: શ્રિયામવ | શ્રીનું શ્રેયધામ એવું અને હાથીઓના મકલેશથી શોભતા ગોપુરવાળું પુર, નામે અણહિલપુર! દયાશ્રય શાલકોટઃ હેમચંદ્ર સંસ્કૃત વયાશ્રયમાં પાટણના ધવલ શીયુક્ત શાલકોટને ધવલરંગીસહસ્ત્ર ફણાવાળા શેષનાગ સાથે સરખાવે છે, અને પ્રાકૃત દ્વયાશ્રય અપ્સરાઓનું દર્પણ કહી પૃથ્વી વધૂમુખનો અવતંસ કહે છે. આ વિશેષણો બીજું કાંઈ નહિ તો કવિઓની પોતાના નગરની પ્રીતિ સૂચવે છે. કીર્તિકૌમુદી કોટ સોમેશ્વર એ કોટનું આમ વર્ણન કરે છે. कृतहारानुकारेण प्रकारेण चकोस्ति यत् । सुकृतेन वृतीभूय त्रायमाणं कलेरिव ॥ કલિથી બચવા સુકૃતની વાડ સમા હારના આકારના પ્રકારથી જે પુર શોભે છે ! નગરની બહાર જે વૃક્ષરાજિ છે તે સોમેશ્વરને ઉન્નત વપ્રની છાયા જેવી લાગે છે : . अनेकानोकहच्छन्ना प्रत्यासन्ना वनावलिः । વત્રોન્નતિ વપ્રશ્ય છાવ પ્રતિમાને છે. આ દ્વયાશ્રય ઃ ખાઇ, સરસ્વતી ઇત્યાદિ : કોટની આજુબાજુ ઊંડી ખાઇ હતી, તે તરફ પણ કવિઓનું ધ્યાન ગયું છે. પછી આવે છે સરસ્વતી ! તે નદીનું હેમચંદ્રનું વર્ણન અત્યારે ન સમઝાય એવું છે. હેમચંદ્ર એને ગળે નથી કહે છે. “ગવ્યા” કહેતાં ગાયોને અનુકૂળ, તે તો સ્વીકારાય; પણ તે “નવ્યા” કહે છે, એટલે નાવ ને યોગ્ય, એવી હશે? સરસ્વતીની પાસેનાં ખેતરોમાં લણતી સ્ત્રીઓના ગીત સાંભળી ગયાનથી કે નૌયાનથી જનાર બંને પોતાનું ભાન) ભૂલી જાય છે. નગરની બહારની ભૂમિમાં ફરતાં અને ચરતાં ગાય, ઊંટ, અને તેમના ગોવાળોનું વર્ણન વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પણ અણહિલપુરનું ગૌરવ તો તેનું સહસ્રલિંગ તળાવ હતું. તેનું વર્ણન આગળ જોઇશું. પાટણનો વિસ્તાર સૂચવવા દ્દયાશ્રય કહે છે કે હનુમાનના જાનુ લંકામાં કૂદતાં થાક્યા નહિ, તે અહીં પાટણમાં જો કૂદવા આવે તો થાકી જાય ! હેમચંદ્ર પાટણના વિદ્યામઠોનું, તેના નાગરિકોનું, તેના ધર્મસંપ્રદાયોનું, તેની સુંદરીઓનું અને પુરંધીઓનું વ્યાકરણની કિલષ્ટ પરિભાષામાં છતાં વસ્તુસ્થિતિનો ખ્યાલ આપે તેવું વર્ણન કરે છે. તેના નાગરિકો મીઠી જબાનના જ નહિ પણ સર્વ કલ્યાણની ભાવનાવાળા હતા. ગૃહ શબ્દ ઉપર શ્લેષ કરી હેમચંદ્ર પાટણનું ગૃહ જીવન એક શ્લોકમાં વર્ણવે છે. एभिर्नयनयो प्रीतिरेषां श्रीरेम्य उत्सवः । ३७२ एषु धर्म इति श्रीमदृहान् को नास्य वर्णयेत् ॥ એમને જોઇને નયનો આનંદ પામે, લક્ષ્મી પણ એમની જ, ઉત્સવ પણ એમનાથી, અને ધર્મ · પણ એમનામાં - એ જોઇ આ પુરનાં શ્રીમગૃહો - અને શ્રીમતી ગૃહિણીઓનું કોણ વર્ણન ન કરે ? सरुपयुक्ताः सद्माग्रे राजन्त्यत्र कुलस्त्रियः । व्यज्जनाग्रे पञ्चमान्तस्थावद्वालोपशोभिताः ॥ બાળકોથી ઉપશોભિત કુલસ્ત્રીઓ અહીંઆ સમાનરૂપ ભર્તુઓ જોડે-સજોડે-વિરાજે છે. કલાઓ જાણનારી નારીઓનો પણ ઉલ્લેખ છે, અત્ર નાર્ય તાવોહ્રયઃ । કલાઓમાં ટીકાકાર ગીતનૃત્યાદિ ૬૪ કલાઓ જણાવે છે. કીર્તિકૌમુદી : વિગતો સૈકા પછીના સોમેશ્વરના અણહિલપુરના વર્ણનને વિગતથી જોઇએ હવેલીઓની ચન્દ્રશાલામાં સંધ્યાકાળે ખેલતી બાલાઓના મુખ સૌંદર્યથી નભસ્તલ શતચન્દ્રવાળું હોય એમ શોભે છે. चन्द्रशालासु बालानां खेलन्तीनां निशामुखे । यत्र वक्त्रश्रिया भान्ति शतचन्द्रं नमस्तलम् ॥ : એ નગરની વાચાલતા આમ વર્ણવે છે ઃ ક્યાંક શ્રુતિઓના નિર્ધોષથી, ક્યાંક મંગલ ગીતોથી, ક્યાંક બન્ધિજનોના કોલાહલથી જે નગર સદા વાચાળ છે. कुत्रापि श्रुतिनिर्घोषैः कचिन्मङ्गलगीतिभिः । बन्दिकोलाहलैः कापि यत्सदा मुखरं पुरम् ॥ જ્યાં હવેલીઓની હાર ચૂનાથી ધોળાયેલી, તુષારથી ભૂષિત થઇ હોય એવી અને રૂપાથી જ જાણે મઢેલી, શોભે છે : धौतेव सुधया यत्र तुषारेणेव भूमिता । रचिता रजतेनैव राजते सौधपद्धतिः ॥ ભવ્ય શિવાલયોને ઉદ્દેશીને - Page #396 -------------------------------------------------------------------------- ________________ ३७३ યુગે યુગે પાટણની પ્રભુતા दत्तचितप्रसादेषु प्रासादेषु सदा वसन् । यत्र शम्भुर्न कै लासविलासमभिलष्यति ॥ જ્યાં ચિત્તને પ્રસન્ન કરે એવા પ્રાસાદોમાં સદા વાસ કરતાં શુભને કૈલાસના વિલાસનો અભિલાષા થતો નથી. યજ્ઞયાગાદિ ક્રિયાઓને ઉદ્દેશી - यस्मिन् होमानलोद्भूतधूमधोरणिरुधता । विभाति भानुकन्येव सवर्गङ्ग संगमोन्मुखी ॥ જેમાં હોમાગ્નિમાંથી નીકળતી ધૂમ્રની ઉંચે ચઢતી શેર સ્વર્ગગાને મળવા જતી યમુના જેવી ભાસે છે. દેવાલયોને ઉદ્દેશી. भान्ति देवालया यस्मिन् हिमालयसमश्रियः । भूतलं व्याप्य भूता (?पा)नां कीर्तिफूटा इवोद्धताः ॥ જેમાં હિમાલય સરખી શ્રીવાળા દેવાલયો ભૂતલને રોકીને ભૂપોના ઊંચે ચઢતાં કીર્તિશિખરો જેવા લાગે છે. દેખાય છે કે નગરનાં વર્ણનોમાં તેની સુંદરીઓ અને તેના મંદિરો કવિઓની પ્રતિભાને સવિશેષ પ્રેરણા આપે છે. સિદ્ધરાજનું મહાસર : ગુજરાતની સરોવર સંસ્કૃતિ: સિદ્ધરાજ જયસિંહનાં મોટા કાર્યોમાંનું સૌથી મોટું તેનું મહાસર. ગિરિનગરના સુદર્શન તળાવ ઉપરથી આપણે કલ્પના કરી કે જળાશયનું મહત્ત્વ જીવનમાં જેટલું પાણીનું મહત્ત્વ છે તેટલું છે. આ ઉપયોગિતાની ભૂમિકા ઉપર તેનું સંસ્કારક સ્વરૂપ વિકસ્યું છે. સરોવરમાં સ્થપતિની બાંધકામની કુશળતા અને શિલ્પીની શિલ્પકલા પ્રતીત થાય તેની આજુબાજુ ઉઘાનો, દેવમંદિરો, વિદ્યાપીઠો, અને કીડાસ્થાનો - રાજાઓ અને નાગરિકો ઊભાં કરે ત્યારે નાગરિક સંસ્કૃતિનું અને વિદગ્ધ જીવનનું તે પ્રતીક થઇ રહે છે. ગુજરાતમાં તો એમ બન્યું છે. દ્વયાશ્રયમાં મહાસર: હેમચંદ્ર તે મહાસરનું દ્વયાશ્રયમાં જે વર્ણન કર્યું છે તે જોઇએ. પૂર્તરૂપે તેણે (સિદ્ધરાજે) મહાસર કર્યું. તેની તટભૂમિ ઉપર સત્રશાલાઓ રચી. વેદાદિશાસ્ત્રોને ભણનારા ભોજ્યલિપ્સ થિી તે ભરાઇ જતી. સરોવરના તટ ઉપર શંભુના ૧૦૦૮ આયતનો કર્યા. સંમો:સમષ્ટૌ વાયતનારિ સરત છે દેવીઓનાં ૧૦૮ પ્રાસાદો કર્યા. ત્યાં “દશાવતારી” દશ અવતારની પ્રતિમાપ્રાસાદ બાંધ્યો. વિદ્યામઠો : ભિન્ન વિદ્યાઓના નિષ્ણાતોને પ્રીતિ કરવા ત્યાં તેણે મઠ કહેતાં છાત્રાલયો બાંધ્યાં. स वार्तिसूत्रिकान् काल्पसूत्रानागमविधिकान् । सांसर्गविर्धात्रैविधानाङ्कविधाश्च कोविदान् ॥ क्षात्रविधान् धार्मविधाँल्लौकायतिकविद्वषः । याज्ञिकानौक्थिकांश्चात्र चक्रे प्रीणयितुं मठान् ।। Page #397 -------------------------------------------------------------------------- ________________ ३७४ યુગે યુગે પાટણની પ્રભુતા વૃત્તિ અને સૂત્રને જાણનારા અથવા ભણનારા, કલ્પ સૂત્રોને જાણનારા, તે જ પ્રમાણે આગમ વિદ્યા તથા સંસર્ગ વિદ્યા અર્થાત્ ઓષધિઓનો સંપર્કથી સુવર્ણસિદ્ધિ આદિ વિદ્યાઓને જાણનારા અથવા ભણનારા તથા ત્રણ જેનાં અવયવો છે એવી ત્રિવિદ્યા એટલે વાર્તા (કૃષિ અને વાણિજ્ય), ત્રયી (ત્રણ વેદો) અને દંડનીતિ, અથવા ત્રિવિધા કહેતા તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યને જાણનારા અને ભણનારા અથવા અંગવિદ્યા કહેતાં શરીરની વિદ્યા જાણનારા તથા ભણનારા, ક્ષાત્રવિદ્યા કહેતાં યુદ્ધવિઘાને જાણનારા તથા ભણનારા, ધર્મવિદ્યા કહેતાં સ્મૃતિને જાણનારા તથા ભણનારા, તેમજ ચાર્વાક શાસ્ત્રને જાણનારા લૌકાતિકો ખંડન કરનારા તથા યજ્ઞના પ્રતિપાદક શાસ્ત્રને જાણનારા તથા ભણનારા અથવા યાજ્ઞિકોના આમ્નાયને જાણનારા તથા ભણનારા વિદ્વાનોને પ્રીતિયુક્ત કરવા તેણે મઠો કરાવ્યા. ઉપરની વિદ્યાઓના કોવિદોની પ્રીતિ માટે મઠો રાજાએ (રાજ્ય) કર્યા તે નોંધવા જેવું છે. સિદ્ધરાજે કરુ વીર્તિતાનિવ યુગૃહળિ વ્યવયત્ વિશાળ કીર્તિસ્તંભો જેવા દેવગૃહો કરાવ્યાં શ્રીપાલની સહસ્ત્રલિંગપ્રશસ્તિઃ જયસિંહનો મિત્રકવિ પ્રાગ્વાટ શ્રીપાલ કરીને હતો. તેણે રચેલી સહસલિંગ પ્રશસ્તિ કીર્તિસ્તંભ ઉપર કોતરાઇ હતી. તેનો એક પથ્થર જડી આવ્યો છે. એ વિષે આપનું ધ્યાન દોરું છું. સિદ્ધરાજનું મહાસર અને કીર્તિસ્તંભ: કીર્તિકૌમુદીઃ કીર્તિકૌમુદીકાર સોમેશ્વરે સહસ્ત્રલિંગનું અને કીર્તિસ્તંભનું વર્ણન કર્યું છે, તે કલ્પનાને ઉત્તેજિત કરે તેવું છે. यस्मिन्. આચાર્ય વલ્લભજી હરિદત્ત એમણે આમ સમશ્લોકી અનુવાદ કર્યો છે. ‘ફરતાં વિષ્ણુ-હરનાં, મંદિરે સર જ્યાં ભર્યું; પૃથ્વી-કુંડલવત્ શોભે, જાણે મોતી-શરે ભર્યું. ઊંડું તળાવ શોભે જ્યાં, ખીલેલાં કમળો થકી; ખેલતી જળદેવીનાં, જાણે હોય મુખી નથી. જેમાં છાયા શિવાગાર, દીવીઓની પડે ઘણી; શોભે શ્રી નિશિ પાતાળ, સર્પ-શીર્ષ, -મણિ તણી. જે તલાવ તટે શોભે, ઊંચો ઉજવાળ રૌખવત; કીર્તિસ્તંભ વ્યોમગંગાના પડતા પ્રવાહવતું. શિવાલય-સમૂહું આ, છે સરોવર શોભિત; ને શોભે તે પુર પણ, રાજહંસે વિભૂષિત. જે શંખિ ચક્રી સુપ્રસિદ્ધ આમ, નાનાવતારી કમળાભિરામ તોરો સરોના શિરનો તળાવ, આ કૃષ્ણનું રૂપ ધરેચ સાવ. ન માનસેં માનસ મૂજ હોંચે, પંપાસરે હર્ષ સરે ન છોટે; Page #398 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૭૫ અચ્છોદ સ્વÚય ન અચ્છે છે ત્યાં, તળાવ રાજે સિધરાજનું જ્યાં પ્રતિત ભટકાતી હેર આને અતિ પથરાયેલફીણ-ગુચ્છબહાને; હરિહર હસવાની કાંતિધારી, દિશિદિશિ કીર્તિસરે સ્વની પસારી વડિ વિડિ લહરીથી લિપ્ત આકાશ થઈને ; હિમ-સમ અતિ ધોળા ફીણ-ગોળા-બહાને ખરતર રવિ તાપે આપદા પામિ સાવ; રમિ રહી અતિ તારામંડલી આ તળાવ. ખીલેલ્યાં કમળોની પંક્તિીની રજું એક સ્થળે પિંગળ, રાતું સ્ત્રી-કુચ-કુંભ-રસેં થાતું જે બીજે સ્થળ; સ્થાને અન્ય ખીલેલ નીલ કજના પત્રોથિ નીલું કર્યું, શ્રેયોરૂપ કરિની ગુલ્ય સરખું કાંસાર શોભે નપું.” આ વર્ણનો ઉપરથી કલ્પના થાય છે કે સહસલિંગને કાંઠે દેવમંદિરો અને વિઘામઠી હતા. દેવમંદિરો કલાનાં ધામો પણ હતાં. આજુબાજુ ઉપવનો અને ઉઘાનો હતાં. નગરજનોની તે વિહારભૂમિ હતી. અણહિલમુરની નગરશ્રીનું સહસલિંગ એ મોટામાં મોટું ગૌરવ હતું. અણહિલપુરના વાસ્તુનો અને શિલ્પનો તથા સરોવર સંસ્કૃતિનો વિકાસ જોયો. હવે રાજાઓ સિવાયના તેના મહાન પુરુષો કે જેમણે પાટણને ઘડ્યું તેમને જોઇએ અને પછી અણહિલપુરની વિદ્યોપાસના જોઈએ. પાટણના મહાપુરુષો મૂલરાજના મહામંત્રી જંબક અને ખેરાલુના રાણા મહાપ્રધાન જેહુલથી અને મહાસાધિવિગ્રહક શ્રીજયેથી માંડી ભીમ-કર્ણ-સિદ્ધરાજ અને કુમારપાલના મહાસાંધિવિગ્રહકો શ્રીચંડશમ, દામોદર કે ડામર અને નાગર મંત્રીઓ દાદાક, મહાદેવ, વાહિનીપતિ, કેશવ, આથાક કે આશુક, મહત્તર ગાંગિલ તથા જૈન પ્રધાનો સંપત્થર કે સાંતુ, ઉદયન, મુંજાલ, વાડ્મટ કે બાહેડ, આમ્રભર કે આંબડ, સજ્જન, થશોધવલ-આ બધાઓએ અણહિલપુરને સંવર્ધિત કર્યું હતું, સમૃદ્ધ કર્યું હતું, શ્રીયુક્ત કર્યું હતું. જ્ઞાનદેવ શવ મઠાધીશ રાજદ્વારી નહિ પણ દુર્લભ અને ભીમના ધર્મગુરુ શૈવ મઠાધીશ જ્ઞાનદેવ એ એક બહુ ઉદારમતિના મહાન પુરુષ જણાય છે, જેમણે ધર્મસંપ્રદાયોમાં સમાધાન સાચવવા પુરુષાર્થ કર્યો હતો. એ પ્રસંગનો આગળ ઉપર નિર્દેશ કરીશ. મયણલ્લા કે મીનલદેવીઃ અણહિલપુરની સ્ત્રીઓનાં સામાન્ય વર્ણન ઉપરથી તેમનામાં વિદ્યા અને સંગીતાદિ કલાઓનો સારો સંસ્કાર હશે. એમ અનુમાન કરી શકાય. પણ ઇતિહાસે જેની નોંધ કરી છે તે અણહિલપુરના મહાનારી કર્ણાટકી મયણલ્લા કે મીનલદેવી કર્ણના મહારાણી અને જયસિંહના માતા અને માર્ગદર્શિકા. સ્ત્રીઓને મોક્ષ મળે કે નહિ એ વિષે શ્વેતાંબરવાદી દેવસૂરિ અને દિગંબર કુમુદચંદ્ર વચ્ચે સિદ્ધરાજની સભામાં થયેલા મોટા વિવાદમાં સ્ત્રીસત્વ ના એક ઉદાહરણ તરીકે વાદિદેવ મયણલ્લાનું નામ આપે છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ३७६ અનુપમાદેવીઃ ગુજરાતમાં બીજા મહાનારી તરીકે તેજપાલનાં પત્ની અનુપમાદેવીનો ઉલ્લેખ કરવો જોઇએ. આ મહાનારીની શીખ વસ્તુપાલમાં દાનવીરતા ઉત્તેજિત કરે છે, અને તેમની સૂચના આબુના લુણિગવસતિના મંદિરનું વિલંબમાં પડેલ કાર્ય તેજપાલ પાસે શિલ્પીઓની સગવડ બરાબર સચવાવી શોભન સ્થપતિની અધ્યક્ષતામાં જલદી પૂરું કરાવે છે. પ્રાગ્વાટો અને નાગરોઃ અણહિલપુરના ઇતિહાસમાં બે જ્ઞાતિઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પ્રાગ્વાટ જ્ઞાતિએ અને નાગર જ્ઞાતિએ. પ્રાગ્વાટ કુલમાં જે વિમલશાહ થયો છે અને નાગરકુલમાં જે સોમેશ્વર થયો તે બંનેની પ્રશસ્તિઓ સચવાઇ રહી છે, નેમિનાથચરિક નામના અપભ્રંશ કાવ્યને અંતે વિમલશાહના કુલની અને સુરથોત્સવના કવિપ્રશસ્તિવર્ણન - નામના પંદરમા સર્ગમાં સોમેશ્વરની. આ બંને કુલોએ પાટણને ઘડવામાં અને મહત્વ આપવામાં મહાન પુરુષાર્થ કર્યો હતો. નેમિનાથચરિક પ્રશસ્તિ નેમિનાથચરિઉની પ્રશસ્તિમાંથી જણાય છે કે વનરાજે કેવી રીતે પોતાનું રાજ્ય અણહિલપુરમાં સમર્થ કુટુંબોને વસાવી સમર્થ કરવા પ્રયત્ન કર્યો. ‘મૂળ શ્રીમાલનગરમાંથી આવેલું પોરવાડ-પ્રાગવાટ કુલ છે. આ કુલ નરમાણિક્યોનો નિધિ છે. એમની પાસે હાથી, ઘોડા અને પુષ્કળ માલસામાન છે. તે ગંભય નામના નગરમાં (પાટણ પાસે) રહે છે. તે કુટુંબમાં ઠકુર નિત્રય કરીને મહાન પુરુષ થયો. વનરાજ તેને પિતા તરીકે ગણતો હતો. વનરાજે તેને અણહિલપાટકમાં આવીને રહેવા વિનંતી કરી. નિત્રયે ત્યાં ઋષભજિનનું મંદિર બાંધ્યું. આ નિન્નયને લહર નામનો પુત્ર હતો. વનરાજે તેને પોતાનો સેનાપતિ બનાવ્યો. લહેર વિંધ્ય પર્વતમાં જઈને ઘણા હાથીઓ પકડવ્યા, અને બીજા રાજાઓ પાસેથી તેમના હાથીઓ પડાવી લીધા. લહેર વનરાજને એ હાથીઓ ભેટ કર્યા, જેના બદલામાં વનરાજે તેને સાંથલ ગામ આપ્યું. તે વિંધ્યવાસિનીનો ભક્ત હતો. તેનું એક મંદિર તેણે સાંથલ ગામમાં બાંધ્યું. લહરને એવી શ્રદ્ધા હતી કે તેના ધનુષમાં એ માતા રહે છે, અને તેથી એ માતા અથવા તેનું મંદિર લહરધણુહાવી નામે પ્રસિદ્ધ છે. આ જ વંશમાં વીર નામનો પુરુષ થયો. એ ચામુંડ, વલ્લભ, અને દુર્લભનો મંત્રી હતો, અને ટંકશાળાના અધ્યક્ષ હતો. તેણે લક્ષ્મીની આકૃતિની મુદ્રાઓ પાડી હતી. આ વીરને બે પુત્રો હતાઃ નેત્ અને વિમલ. નેટુ ભીમનો મંત્રી હતો અને વિમલ તેનો સેનાપતિ કે દંડનાયક હતો. ભીમે તેને દંડનાયક તરીકે આબુમાં સ્થાપ્યો હતો, જ્યાં તેણે બંધાવેલું વિમલવસતિ નામનું મંદિર હજી પણ ગુજરાતના શિલ્પનો એક ઉત્તમ નમૂનો રજૂ કરે છે. આખું મંદિર વિમલના જીવતાં પુરું થયું નહિ હોય. પુરાતન પ્રબંધસંગ્રહ પ્રમાણે તેના પુત્ર ચાહિલે રંગમંડપ બંધાવ્યો, પણ આ પ્રશસ્તિ પ્રમાણે તેના પૌત્ર પૃથ્વીપાલે કુમારપાલના રાજ્યમાં એ રંગમંડપ બંધાવ્યો. સંભવ છે કે ચાહિલે મંડપ બંધાવવો શરૂ કર્યો હોય અને તેના પુત્ર પૃથ્વીપાલે તે પૂરો કર્યો હોય ! | નેઢ, ભીમ પછી કર્ણના મંત્રી તરીકે ચાલુ રહ્યો. તેની પછી તેનો પુત્ર ધવલ કર્ણનો મંત્ર થયો. ધણુહાવી દેવીના વરદાનથી એણે રેવન્તપ્રાસાદ નામે મંદિર બંધાવ્યું. આ ધવલને આનંદ કરીને પુત્ર હતો. તે સિદ્ધરાજ અને કુમારપાલના મંત્રીઓમાં એક હતો. તેની પત્ની પદ્માવતી અત્યંત ધર્મશ્રદ્ધાળુ હતી. તેમને પૃથ્વીપાલ કરીને પુત્ર હતો. તેણે પોતાના દાદા Page #400 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા વિમલનું મંદિર પુરું કરાવ્યું. અને પોતે અનેક મંદિરો બંધાવ્યાં. આ પૃથ્વીપાલે બાંધેલી ‘વસતિ’માં વાસ કરી હરિભદ્રસૂરિએ પોતાનું ‘નેમિનાથ ચરિ’ પૂર્ણ કર્યું. જેના સ્મરણમાં આ કુળની પ્રશસ્તિ તેમણે રચી. એમાંથી એક તેજસ્વી પ્રાગ્ધાટકુળનો વનરાજની કુમારપાળ સુધીનો ઇતિહાસ મળે છે. વસ્તુપાલ-તેજપાલ ઃ પોરવાડ જ્ઞાતિના અનેક ઉદાર પુરુષોના ઉલ્લેખો ગ્રંથ પ્રશસ્તિઓમાં મળે છે. પણ વિમલશાહ પછી તેની તુલનામાં મૂકી શકાય એવા બે ભાઇઓ વસ્તુપાલ અને તેજપાલ છે. તેમનું ચરિત કીર્તિકૌમુદી આદિ અનેક ગ્રંથોમાં, શિલાલેખોમાં અને પ્રશસ્તિઓમાં મળે છે. આ પોરવાડભાઇઓએ ગુજરાતનું છિન્નભિન્ન થયેલું રાજ્ય પુનઃ વ્યવસ્થિત કર્યું અને અનેક કીર્તનો બંધાવ્યાં જેમાં આબુનું મંદિર લુણિગવસહિ સુપ્રસિદ્ધ છે. વસ્તુપાલે શૈવ મંદિરો બંધાવ્યાના પણ ઉલ્લેખો છે. તેનાં કીર્તનોની એક યાદી તેના સોપારામાં બંધાવેલા મંદિરમાં હતી. તેની અનેક નકલ મળી આવી છે. જેમાં ચોરાશી ‘“મન્નીતય:'' કહેતા મસીદોને બાંધ્યાનો પણ ઉલ્લેખ છે. ३७७ સુરથોત્સવની કવિવંશપ્રશસ્તિ ઃ સોમેશ્વરે પોતાના સુરથોત્સવ કાવ્યમાં પોતાનાવંશનું વર્ણન કર્યું છે તે પ્રમાણે ઃ ‘નગર કહેતા આનંદપુર કે વડનગરના તેઓ મૂળ વતની હતા. આ સ્થળ નગર કે શ્રીનગર નામે પણ પ્રસિદ્ધ હતું. તેમનું મૂળ ગુલેચા કે ગુલેવા નામે જાણીતું હતું. તેનો એક મુખ્ય પુરુષ સોલશર્મા ગુર્જરેશ્વર મૂળરાજનો પુરોહિત હતો. તેણે સોમયાગ અને વાજપેય નામના યજ્ઞો કર્યા. તેનો પુત્ર લલ્લશર્મા ચામુંડનો પુરોહિત હતો. તેનો પુત્ર સોમ ભીમનો પુરોહિત હતો.' આ સોમ પુરોહિતે તપસ્વી જૈન સાધુઓને પાટણમાં વાસ કેવી રીતે અપાવ્યો તેની કથા જૈન ગ્રંથ પ્રભાવકચરિતમાં આવે છે. તે પ્રસંગ તત્કાલીન સમાજનાયકોની ઉદાર અને સમાધાયક મનોવૃત્તિનું દર્શન કરાવે એવો છે. એટલે જરા વિગતથી જોઇએ. જ્ઞાનદેવે સાધેલો સમન્વય અને કરેલું સમાધાન : પ્રભાવકચરિત ઃ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામના બે સુવિહિત જૈન સાધુઓ અણહિલપુરમાં આવ્યા પણ તેમને ચૈત્યવાસી યતિઓએ પોતાને મળેલા અધિકારની રુએ પાટણમાં રહેવા સ્થાન ન આપ્યું. આ સાધુઓ પોતાની પૂર્વ અવસ્થામાં બ્રાહ્મણો હતા. તેઓએ સોમેશ્વર પુરોહિતના ઘર આગળ જઇ વેદની ઘોષણા કરી. સોમેશ્વરે તેમને પોતાની ચંદ્રશાળામાં આવકાર આપ્યો. ચર્ચામાં તેઓએ જણાવ્યું કે વેદ ઉપનિષદના જેવા સિદ્ધાંતો છે તેવા જ જૈન દર્શનમાં છે. પણ જૈન ધર્મમાં પશુદયા ઉપર વિશેષ ભાર છે. તેથી તેઓએ જૈનધર્મ અંગીકાર કર્યો. સોમેશ્વર તેમનું પોતાના ઘરમાં સ્વાગત કરે છે. તેમને લઇને તે રાજ દરબારમાં જાય છે. અને તેમનો કેસ દુર્લભ રાજા આગળ રજુ કરે છે. પણ વનરાજના શીલગુણસૂરિથી ચૈત્યવાસીઓને જ પાટણમાં રહેવા અધિકાર મળેલો નથી તેમનું કહ્યું ચાલ્યું નહિ. આમ છતાં સોમેશ્વરે તે સાધુઓને વાસ આપવા આગ્રહ કર્યો. દુર્લભ મુંઝાયો અને તેણે પોતાના ગુરુ શૈવમઠાધીશ જ્ઞાનદેવની સલાહ લીધી. જ્ઞાનદેવે કહ્યું - गुणिनामर्चनां यूयं कुरुध्वे वधुतैनसाम् । सोऽस्माकरमुपदेशनां फलपाकः श्रियां निधिः ॥ शिव एव 'जिनो वाह्यत्यागात् परपदस्थितः । दर्शनेषु विभेदो हि चिह्नं मिथ्यामतेरिदम् ॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ३७८ નિષ્પા૫ ગુણીઓની તમે પુજા કો છો - તે તમારા ઉપદેશોનો ફલપાક છે, જે શ્રીઓનો નિધિ છે. શિવ એ જ બાહ્ય ત્યાગ કરી પરંપદને પામેલા જિન છે. દર્શનોમાં વિભેદ કરવો એ મિથ્યામતિનું ચિહ્ન છે, એમ કહી ચોખા બજારમાં આવેલી ત્રિપુરુષપ્રાસાદની ભૂમિ ઉપાશ્રય માટે પુરોહિતને આપી. ત્યાર પછીથી તપસ્વી જૈન સાધુઓને પાટણમાં આશ્રય મળ્યો. સુરથોત્સવઃ “સોમનો પુત્ર આમશર્મા કર્ણનો પુરોહિત થયો. તેણે રાજાએ આપેલા દાનથી શિવાલયો અને સરોવર બંધાવ્યાં. ધારાના રાજા સાથે કર્ણને જ્યારે યુદ્ધ થયું ત્યારે તેના મંત્ર અને તંત્રથી રાજાને વિજય મળ્યો. તેનો પુત્ર કુમાર નામે હતો. તે સિદ્ધરાજનો પુરોહિત હતો. તે ચક્રવર્તિપુરોહિતે યાગો અને કૂપો બનાવી ઇષ્ટ અને પૂર્ત બંને સાધ્યાં. તેનો પુત્ર સર્વદવ મનુસ્મૃતિનો સમર્થ વિદ્વાન હતો. તેનો દિકરો આમિગ કરીને હતો. તેને સર્વ દેવ, કુમાર, મુંજ અને આહડ એમ ચાર પુત્રો હતા. સવદવે કુમારપાળનાં અસ્થિ ગયા અને પ્રયાગમાં પધરાવ્યાં હતાં. સર્વદવનાં સ્થાને સ્થાને તળાવો, દિને દિને શિવપૂજા, વિપ્રે વિપ્રે સત્કાર અને ઘેર ઘેર સ્તુતિ હતાં. ' स्थाने स्थाने तडागानि शिवपूजा दिने दिने વિષે વિકે ૨ સાર: સ્નાથ ય પૃદે પૃદે છે. તેની ન્હાનો ભાઈ નામે કુમાર, અજયપાલનો પુરોહિત હતો. રાજાએ આગ્રહ કર્યા છતાં તેના રત્નરાશિનો તેણે સ્વીકાર કર્યો નહિ. તેણે કટુકેશ્વર મહાદેવની આરાધના કરી અજયપાલને રણાંગણમાં થયેલા ઘાની વ્યથા દૂર કરી. એણે શ્રીમૂલરાજ પાસે દુકાળ વખતે પ્રજાના કર માફ કરાવ્યાં. પ્રતાપમલે (કુમારપાલનો ભાણેજ ?) તેને સર્વ પ્રધાન પુરુષોનો અધિપતિ કયો. આ કુમારને ચાલુક્ય રાજાએ સેનાની પણ બનાવ્યો. તેણે ધારાપતિ વિંધ્યવર્માને રણમાંથી ભગાડી ગોગસ્થાન નામનું પત્તન ભાંગ્યું અને તેની હવેલીને સ્થાને કૂવો ખોદ્યો. તેને સાક્ષાત્ લક્ષ્મી જેવી લક્ષ્મી કરીને પત્ની હતી. તેનાથી કુમારને ત્રણ પુત્રો થયા મહાદેવ, સોમેશ્વરદેવ, અને વિજય. તેમાંનો મધ્યમ સોમેશ્વરદે તે કિર્તિકૌમુદીકાર, સોમેશ્વર, જેણે “યામાઈમાત્રમાં એક નાટક ઘડી શ્રીભીમભૂપતિની સંસદમાં સભ્યલોકોને આનંદિત કર્યા.” આમ આ પરંપરા સોમેશ્વર પોતા સુધી લાવે છે અને પોતાને ‘ગુર્જરેશ્વર પુરોહિત અને ‘મંત્રિમુકુટ’ પ્રાગ્વાટ વસ્તુપાલના પરમમિત્ર તરીકે ઓળખાવે છે. વિદ્યોપાસના : હવે અણહિલપુરની વિદ્યોપાસના જોઇએ. મુદ્રિત કુમુદચંદ્રઃ ગુજરેશ્વર સિદ્ધરાજની વિદ્વત્સભા ઃ દુર્લભરાજથી માંડીને વીરધવલ સુધી અનેક બ્રાહ્મણ અને જૈન વિદ્વાનો પાટણમાં આવતા જતા અને રહેતા. પાટણને કાશ્મીરના પંડિતો સાથે સારો સંબંધ અને વ્યવહાર હતો. યશશ્ચંદ્ર રચેલા “મુદ્રિતકુમુદચંદ્ર' નામના નાટકમાં સિદ્ધરાજની સભામાં જે જે પંડિતો હતા તેનો ઉલ્લેખ થયો છે. તેમાં સિદ્ધરાજ જેને પોતાના ભાઈ જેવો ગણતો હતો તે ઠકુર શ્રીપાલ કવિનો તથા વૈયાકરણ ઉત્સાહનો ઉલ્લેખ કરવો જોઈએ. શ્રીપાલે સો પ્રબંધો રહ્યા હતા એવી પરંપરા છે. તેણે સહસલિંગ અને વડનગરની પ્રશસ્તિઓ રચી હતી, તેના પુરાવા મોજુદ છે. સિદ્ધરાજની Page #402 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ३७६ - સભાનાં પંડિતોમાં તર્ક ભારત અને પરાશર સ્મૃતિમાં નિષગાત મહર્ષિ, શારદાદેશ કહેતાં કાશ્મીરમાં જેનો - ઉજ્જવળ વિદ્યોત્સાહ વિદિત છે એવા ઉત્સાહ, અદ્ભૂત મહિસાગર એવા સાગર, પ્રમાણ મહાસાગરને પાર કરી ગયેલા એવા ન્યાય અને તર્કમાં પ્રવીણ રામ આદિનો ઉલ્લેખ કરવો જોઇએ. શ્રીપાલ પોતાના રાજાની સભાનું વર્ણન આ પ્રમાણે કરે છે. भगवन् ईदगेव गुर्जरेश्वरस्य सभा । तथा हि तावद् व्याकरणप्रवीणभणिति: (?ते:) प्रागल्भ्यमुज्जृम्भते तावत् काव्यविचारभारधरणे धीरायते धुर्यता । तावत् तर्कस्थानुबन्धविषये बद्धाभिलाषं मनो यावन्नो जयसिंहदेवसदसि प्रेक्षावतामागमः ॥ ભગવન્! આ જ ગુર્જરશ્વરની સભા ! એટલે કે જ્યાં સુધી જયસિંહની સભામાં પ્રેક્ષાવાનોનું આવવું થતું નથી, ત્યાં સુધી જ વ્યાકરણના પ્રાવિષ્યની બડાઈ થાય છે, ત્યાં સુધી જ કાવ્યના વિચારનો ભાર ધારણ કરવાની અગ્રેસરતાનું ધૈર્ય રહે છે, અને ત્યાં સુધી જ તર્કકથા કરવા વિષે મનને અભિલાષ રહે છે. બ્રાહ્મણ અને જૈન વિદ્વાનો ઃ સોલંકીઓના જમાનામાં પાટણમાં સભાયોગ્ય નાગરક થવા માટે વ્યાકરણ સાહિત્ય અને તર્ક એ વિધાત્રયીની નિપુણતા પ્રાપ્ત કરવી પડતી હતી. મૂલરાજના ગુરુ કાન્યકુજના વતની શ્રી દુર્લભાચાર્યના પુત્ર શ્રી દીર્વાચાર્ય કે જેને તામ્રપત્રમાં અશધ વિદ્યાપારગ અને તપોનિધિ કહ્યો છે તેનાથી માંડી જ્ઞાનદેવ, કૌલકવિ ધર્મ, સાંગાચાર્યવાદીસિંહ, સોમનાથના ગંડ બૃહસ્પતી, ભાગવત દેવબોધ આદિ બ્રાહ્મણ ગુરુઓ અને પંડિતો તથા વનજરાના શીલાંકાચાર્યથી માંડી વીરાચાર્ય, ગોવિંદાચાર્ય, ભીમના મામા સંગ્રામસિંહનો પુત્ર સુરાચાર્ય, પ્રખર તાર્કિક શાંત્યાચાર્ય કે જે બૌદ્ધન્યાયમાં નિપુણ ગણાતા, મુનિચંદ્ર, અભયદેવસૂરિ આદિ જૈન ગુરુઓ અને વિદ્વાનોએ અણહિલપુર નગરીને વિદ્યાવિભૂષિત કરી હતી. હેમાચાર્ય : પણ સોલંકી યુગનો મહાન વિદ્વાન તો કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ! તેમણે શબ્દાનુશાસન, વૃંદાનુશાસન, કાવ્યાનુશાસન અને અભિધાનચિંતામણિ, દેશી નામમાલા આદિ કોશો તેમજ સંસ્કૃત અને પ્રાકૃત દ્વયાશ્રય કાવ્યો જેવી સાર્વજનિક કૃતિઓ રચી ભોજની ધારા કરતાં અધિક પોતાના અણહિલપુરને વિદ્યાસમૃદ્ધ બનાવવાની સિદ્ધરાજની આકાંક્ષા પૂરી કરી. સર્વધર્મને અવકાશ અણહિલપુરમાં સર્વધર્મ સંપ્રદાયના ઉપાસકો અને તેનાં મંદિરો હતાં. સ્વયંભૂ, શ્રીપતિ, શંભુ, સોમ, પડાયતન - આ દેવીના મંદિરોનો દ્વયાશ્રય ઉલ્લેખ કરે છે. પડદર્શન અને છણું પાખંડોનો ઉલ્લેખ પણ છે. પણ મુખ્ય ધર્મો શૈવ અને જૈન હશે એમ લાગે છે. આ બંને વચ્ચે એકંદરે મેળ સારો હતો. એ જ્ઞાનદેવે બતાવેલી વૃત્તિથી દેખાઈ આવે છે. હેમચંદ્રનો નગર આદર્શ ઃ હેમચંદ્રના અણહિલપુરના નાગરીકોના વર્ણનમાં નરી વાસ્તવિકતા નહિ હોય તો પણ તેમાં હેમચંદ્રનો નગર આદર્શ અથવા નાગરીક આદર્શ છે તે સ્વીકારવું જોઇએ : તેના નગરજનો શૌર્ય, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, પડદર્શન અને ષડંગમાં સૌથી આગળ હતા એવું ગૌરવયુક્ત Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ યુગે યુગે પાટણની પ્રભુતા વિધાન આચાર્યે કહ્યું છે. : षाङ्क शौर्यवृत्तौ प्राछारी प्राशमे प्राक् समाधिषु । • प्राङ् सत्ये प्राक् षड्दर्शन्यां प्राङ् ङडङ्ग्यामितो जनः ॥ નગરશ્રી લકખારામના નિગમ ઉપર સ્થપાયેલી આ ગુર્જર રાજધાની આ પરાકાષ્ઠાએ પહોંચી તેમાં કુદરતી કૃપા કરતાં જૂની પરિભાષામાં કહીએ તો દેવની અનુકૂળતા કરતાં પુરુષાર્થનું સામર્થ્ય મુખ્ય હતું. અણહિલપુરના પૌરજનોએ અણહિલપુરની શ્રીને સ્થાપી હતી. ભારતીય પરંપરામાં ‘શ્રી’ શબ્દનું તાત્પર્ય જાણવા જેવું છે. અર્થસંમત્તિ તેના મૂળમાં છે, પણ તે જ્યારે ધર્મ, વિદ્યા અને કલાના સૌન્દર્યમાં મૂર્ત થાય ત્યારે જ “શ્રી” બને છે. “શ્રી” એ coMPOSITE CONCEPT છે. આવી “શ્રી” તે હેમચંદ્રના મતે નગરનું લક્ષણ છે, માટે ગ્રામ્યને તેમણે ‘અશ્રીર’ કહ્યું. ' (લેખક કૃત 'ગુજરાતની રાજધાની'માંથી સાભાર) Page #404 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 3८१ ભાલણ જીવન-કવનનું આકલન ડૉ. બળવંત જાની કુલપતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. પ્રસ્તુત અભ્યાસલેખમાં ભાલણનાં ચરિત્ર અને સમય અંગે વિદ્વાનોમાં પ્રવર્તતા મતમતાંતરોની સમીક્ષા કરી પછી શાસ્ત્રીય ઢબે ભાલણના સમય અંગે અનુમાન કરીને તાર્કિક દષ્ટિએ પણ સ્વીકાર્ય બની રહે એવો મારો સ્પષ્ટ અભિપ્રાય પ્રગટ કરવાનો અને ભાલણના ચરિત્ર વિશેની બિનવિવાદાસ્પદ વિગતો અને એમના સાહિત્યિક પ્રદાનનો ટૂંકો પરિચય રજૂ કરવાનો ઉપક્રમ છે. પરંતુ એ પહેલાં મધ્યકાળના કોઇપણ સર્જકનો સમય નિર્ધારિત કરવા માટે સંશોધકે ક્યાં ધોરણો Norms અને નિયમો 'Rules ને અનુસરવાનું હોય તે અંગેના સૈદ્ધાન્તિક મુદાઓ રજૂ કરવા માગું છું: (૧) કૃતિમાં સર્જકના જન્મસમય કે વયનો નિર્દેશ સર્જકે કરેલ હોય તો જ એને પ્રમાણભૂત માનીને સર્જકના જન્મસમયનો નિર્દે કરાય. અથવા તો સર્જકના જ સમકાલીને, શિષ્ય કે પુત્રે પોતાની કોઇ કૃતિમાં સર્જકના જન્મ કે અવસાન અંગે કંઈ વિગતો પ્રસ્તુત કરી હોય અથવા તો અન્ય કોઈની એને અનુલક્ષીને ચરિત્રાત્મક રચના પ્રાપ્ત થતી હોય તો જ સર્જકનો ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ નિર્દેશી શકાય. પરંતુ આ સમકાલીન, શિષ્ય, પુત્ર કે અન્ય કોઇની કૃતિઓ પૂરી શ્રદ્ધેય અને રચના સમય નિર્દેશવાળી હોવી જોઇએ. (૨) જૈન સર્જકોની કૃતિઓમાં શિષ્યના દીક્ષા પ્રસંગ, પદવી પ્રાપ્તિ પ્રસંગ કે ગુના કાળધર્મ પામ્યા વિષયક રચનાઓ અને ગુરુપરંપરા નોંધતી પટ્ટાવલિઓ પ્રાપ્ત થતી હોય છે. આ બધામાંથી પ્રાપ્ત થતાં વર્ષ કે અન્ય સંદર્ભોને આધારે પણ સર્જકનો સમય જીવનકાળ નક્કી કરી શકાય. (૩) કૃતિમાં સ્પષ્ટ રીતે રચના સમયનો નિર્દેશ સર્જક કર્યો હોય તો એ સમયને સર્જકનો જીવનકાળ ગણાવી શકાય. એટલે કે આ સમયે સર્જક હયાત હતા એવું વિધાન થઈ શકે. પરંતુ ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ ના નિર્દેશી શકાય. (૪) કૃતિમાંથી રચના સમય પ્રાપ્ત થતો ન હોય પરંતુ લેખનસમય પ્રાપ્ત થતો હોય તો એ સમય પૂર્વેના કોઇપણ સમય દરમ્યાન સર્જક હયાત હોઈ શકે. એટલે કે સમય લેખનસમય પૂર્વેના દાયકાથી માંડીને પાંચ સૈકાપૂર્વનો કે તેથી આગળનો પણ હોઈ શકે. આમ લેખનસમય નિર્દેશને આધારે એ પૂર્વેના સમયને સર્જકનો સમય માનવાનો હોય. આમાં કૃતિઓની પ્રાપ્ય હસ્તપ્રતોના સૌથી જૂના લેખનસમયને ધ્યાનમાં લેવાનો હોય. (૫) સર્જકના પુત્રે કે શિષ્ય એની કૃતિમાં પિતા કે ગુરુવિષયક કંઇ વિશેષ વિગતો ન આલેખી Page #405 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૨ હોય, પરંતુ તેમ છતાં જો આ પુત્ર કે શિષ્યની કૃતિમાંથી રચના સમયે પ્રાપ્ત થતો હોય તો એને આધારે પાછળના થોડા વર્ષોને સર્જકના સમય તરીકેનું એટલે માત્ર કવનકાળનું અનુમાન કરી શકાય. પરંતુ આવા કિસ્સાઓમાં ચોક્કસ વર્ષ દર્શાવવા કરતાં જે તે સદીના પૂર્વાર્ધ, મધ્યભાગ, ઉત્તરાર્ધ કે અમુક દાયકાઓ એમ નિર્દેશ કરવો ઉચિત ગણાય. (૬) રચનાસમય કે લેખનસમય ન દર્શાવાયો હોય એવી હસ્તપ્રતમાં રહેલી કૃતિનો સમય દર્શાવવા માટે હસ્તપ્રતની લિપિલેખન પરંપરા અને ભાષાભૂમિકાને આધારે ચોકકસ સમય, દાયકાઓ, પૂર્વાધ-મધ્યભાગ કે ઉત્તરાર્ધ એમ દર્શાવવાને બદલે ભાષાભૂમિકા અને લિપિ લેખન પરંપરાની આસપાસના શતકનું અનુમાન કરીને ‘અનુમાને શતક’ નિર્દેશી શકાય. ઉપર્યુક્ત છ મુદ્દાઓમાંથી સ્પષ્ટ થાય છે કે અમુક પ્રકારના ચોકકસ નિર્દેશોને આધારે જ સર્જકનો ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ નિર્દેશી શકાય. અન્યથા કેટલાંક ચોક્કસ પ્રકારના પુરાવાઓને આધારે જીવનકાળનું, હયાતીનું અને ક્યારેક તો માત્ર કવનકાળનું કે માત્ર શતકનું જ અનુમાન થઇ શકે. . . ભાલણના ચરિત્ર અને સમય અંગેની ચર્ચામાં ઇ.સ. ૧૮૮૭માં નારાયણ ભારતીના ભાલણકૃત ‘સપ્તશતી' સંપાદનમાંના ભાલણના ચરિત્રલક્ષી ઉપોદઘાતથી ઘણી બધી નવી વિગતો ઉમેરાયેલી. ત્યારબાદની સઘળી ચર્ચાના પાયામાં નારાયણ ભારતીની વિગતોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. સંશોધક તરફથી પ્રસ્તુત થયેલી અટકળો અને અંગત માન્યતાઓ કેવો મોટો ભાગ ભજવીને કેવી-કેવી ચર્ચાઓનાં વમળો ઊભાં કરતી હોય છે એનું ઉદાહરણ નારાયણ ભારતીની ભાલણ-ચરિત્ર વિષયક ચર્ચા છે. નારાયણ ભારતીએ કરેલી અટકળોને રા.ચુ. મોદીએ અનેક વિશેષ અનુમાનમૂલક વિધાનોથી પુષ્ટિ અર્પને એ અટકળોને જ ઉચિત ઠેરવી અને એમાંથી ભાલણનો જીવનકાળ નિર્દેશ્યો, તો કે.કા. શાસ્ત્રીએ પરિહાર કર્યો અને કવનકાળ નિર્દેશ્યો. ત્યારબાદ જેઠાલાલ ત્રિવેદીએ રા.યુ. મોદીની એટલે કે નારાયણ ભારતીવાળી ચર્ચાને જ સાચી ઠેરવવા વિશેષ અનુમાન પ્રસ્તુત કરેલાં. પરંતુ હકીકતે તો નારાયણ ભારતીએ જે સામગ્રીને આધારે અટકળો કરેલી એ સામગ્રી જ પૂરી શ્રદ્ધેય નથી, શંકાસ્પદ છે. ખુદ રા.ચુ. મોદીએ પણ કેટલીક જગ્યાએ એ સામગ્રીને શંકાસ્પદ ગણી છે, છતાં કેટલીક જગ્યાએ પોતાને અભિપ્રેત અભિમત વિગતો માટે એ જ શંકાસ્પદ સામગ્રીને શ્રદ્ધેય પાગ માની લીધી છે ! આ બધું ઉચિત ન ગણાય. એક તો અશ્રદ્ધેય સામગ્રી અને વળી એની આસપાસ વાદ-પ્રતિવાદ ચાલ્યો, ભાલણના ચરિત્ર અને સમય અંગેની ચર્ચા આમ ખોટી દિશામાં ફંટાઇ ગઇ. આ કારણે જે વિગતો પરત્વે લક્ષ જવું જોઇતું હતું, તે તરફ ગયું નહીં. નારાયણ ભારતી પૂર્વે અને પછી વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીએ “ગુજરાતી ભાષાનો ઇતિહાસ (.સ. ૧૮૬૬)માં, ભાલણની 'કાદંબરી' (ઇ.સ.૧૬૭૨) અને દશમસ્કંધ (ઇ.સ.૧૭૫૫)ની હસ્તપ્રતોને આધારે ભાલણને પાટણનો કવિ, અવટંકે ત્રવાડી અને ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ તરીકે ઓળખાવેલ, આમ વ્રજલાલ શાસ્ત્રીએ સમય અંગે કોઇ પણ નિર્દેશ કર્યો નહીં, માત્ર ચરિત્ર વિષયક વિગતો પ્રસ્તુત કરી. ત્યારબાદ નદિ પ્રેમાનંદના દશમસ્કંધ (ઇ.સ.૧૮૭૨) ના સંપાદનની પ્રસ્તાવનામાં ભાલણ ઇ.સ. ૧૭મા સૈકામાં થયેલો એવો નિર્દેશ કરેલો. આમ નર્મદ અટકળે સમયનિર્દેશ કરે છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૩ ત્યારબાદ હરિ હર્ષદ ધ્રુવે “બુદ્ધિપ્રકાશ' (ઇ.સ.૧૮૮૫ જુલાઈ માસના વર્ષ ૩૨, અંક ૭) માં પૃષ્ઠ ૧૫૨-૧૫૫ ઉપર ભાલણની હસ્તપ્રતોની ભાષાને આધારે ભાલણને ઇ.સ. ૧૫૬૦ પહેલાં મૂકવાનું, પણ ભીમ તથા પદ્મનાભથી આગળ નહીં મૂકવાનું સૂચવેલું. એ પછી હરગોવિંદદાસ કાંટાવાળાએ હરિ હર્ષદ ધ્રુના લેખના અનુસંધાને જ 'બુદ્ધિપ્રકાશ' (ઇ.સ. ૧૮૮૫ના ઓગષ્ટ માસના અંક) માં પાટણના મિત્ર નારાયણ ભારતી તરફથી મળેલી વિગતોનો નિર્દેશ કરેલો. પછી નારાયણ ભારતીએ ઇ.સ. ૧૮૮૭માં પ્રાચીન કાવ્ય ત્રૈમાસિકમાં ભાલણકૃત ‘સપ્તશતી' સંપાદિત કરીને મૂકી અને સાથે “ભાલણ : કવિચરિત્ર અને સમય પ્રસ્તુત કર્યો. આમ નારાયણ ભારતી પૂર્વે ભાલણના ચરિત્ર અને સમય વિશે બહુધા આછો નિર્દેશ સાંપડે છે. નારાયણ ભારતીનાં મંતવ્યોને આધારે શ.ચુ. મોદીએ ‘ભાલણ, ઉદ્ધવ અને ભીમ'માં ભાલણનો જીવનકાળ ઈ.સ. ૧૪૦૫ થી ૧૪૮નો નિર્દેશ કરીને નારાયણ ભારતીએ સ્થાપેલા મુદ્દાઓને પુષ્ટ કરતી કેટલીક વિગતો પ્રસ્તુત કરેલી. એ પછી કે.કા. શાસ્ત્રીએ ભાલણ એક અધ્યયનમાં રા.ચુ. મોદીના મંતવ્યોનું ખંડન કરીને ભાલણનો કવનકાળ પોતાના તરફથી ઈ.સ. ૧૫૦૦થી ૧૫૫૦નો નિર્દેશ કર્યો અને એ માટે કારણો પણ આપ્યાં. ત્યારબાદ જેઠાલાલ ત્રિવેદીએ ‘ભાલણના પદોમાં કે.કા.શાસ્ત્રી નિર્દિષ્ટ કવનકાળનું ખંડન કરીને રા.ચુ.મોદી કથિત જીવનકાળનો સ્વીકાર કરેલો. ત્યાર પછી કે.કા.શાસ્ત્રીએ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ભાગ-૨ (ઇ.૧૯૭૬)માં ભાલણ વિશેના પ્રકરણમાં જેઠાલાલ ત્રિવેદીએ ઉપસ્થિત કરેલ પ્રશ્નોનું નિરાકરણ કર્યા વગર પોતાને અભિગમ કવનકાળ નિર્દિષ્ટ કરેલ છે. આ ઉપરાંત કંઇ આધાર આપ્યા સિવાય ક.મા.મુનશીએ તેમના ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર' (૧૯૩૫)માં ભાલણનો અનુમાને સમય ઇ.સ. ૧૪૨૬ થી ઇ.સ. ૧૫૦૦ આલેખેલ છે. એ જ પ્રમાણે કુ.મો. ઝવેરી તેમના ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક અને વધુ માર્ગ સૂચક સ્તંભોની સંશોધિત સંવર્ધિત આવૃત્તિ (ઇ.સ.૧૯૫૮)માં ભાલણનો સમય ઇ.સ. ૧૪૩૯થી ૧૫૩૯ આપે છે. ' કે.કા. શાસ્ત્રીએ કાદંબરી પૂર્વભાગ-ઉત્તરભાગના સંશોધન સંપાદનમાં ભાલણના ચરિત્ર અને સમય વિશેની વિગતો રજૂ કરી નથી. એ જ રીતે કેશવલાલ હર્ષદરાય ધ્રુ કાદંબરી'ના પૂર્વભાગઉત્તરભાગના સંશોધન-સંપાદનમાં ભાલણનાં ચરિત્ર અને સમય અંગે કંઇ જ નિર્દેશ કરેલ નથી. પરંતુ કે હ. ધ્રુવ અને કે.કા. શાસ્ત્રીના કાદંબરી' પૂર્વભાગના સંશોધન-સંપાદનને આધારે તૈયાર કરેલ કાદંબરી પૂર્વભાગના સંપાદનમાં સંપાદક રમેશ મ. શુક્લે પ્રારંભે પ્રવેશકમાં ભાલણના ચરિત્ર વિષયક વિગતોની આછી રૂપરેખા આપીને પછી ભાલણના કવન માટે પુરોગામી નાકરનો કવનકાળ (ઇ.સ.૧૫૧૬ ઈિ.સ. ૧૫૬૮) વિષ્ણુદાસકૃત ‘ઉત્તરકાંડ' (ઇ.સ.૧૫૧૯), ભાલણનાં વ્રજભાષાનાં પદોમાં વરતાતી સુરદાસના ભાવની ઝલક તથા ઇ.સ. ૧૪૯૪ થી ૧૫૩૧ દરમ્યાન ત્રણ વાર ગુજરાતમાં ધર્મપ્રચારાર્થે આવેલા વલ્લભાચાર્યજીની કેટલીક વ્રજભાષાની રચનાઓ સાથે સામ્ય ધરાવતી ભાલણની વ્રજભાષાવિષયક રચનાઓને આધારે “ભાલણના કવનસમયની પૂર્વાવધિ ઇ.સ. ૧૪૯૪'ની દર્શાવીને ‘ઇ.સ. ૧૪૯૪થી ઈ.સ. ૧૫૧૮ દરમ્યાન તેણે (ભાલણે) મોટા ભાગની રચનાઓ કરી હશે એમ 'સૂચવેલું. Page #407 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા નારાયણ ભારતી, રા.ચુ. મોદી, કે.કા.શાસ્ત્રી અને જેઠાલાલ ત્રિવેદીએ ભાલણના ચરિત્ર અને સમયચર્ચા અંગે જે વિધાનો કર્યાં છે, તેને લગતા ગ્રંથોની સુધારાવધારાયુક્ત છેલ્લી આવૃત્તિઓને આ અભ્યાસલેખમાં ખપમાં લીધી છે, એટલી સ્પષ્ટતા કરી લેવી ઘટે. એમનાં જૂનાં વિધાનોને ન સ્પર્શતાં એમના છેલ્લામાં છેલ્લા તારણો, જે છેલ્લી આવૃત્તિમાં છે એને જ આધારભૂત માન્યા છે. અહીં ચમત્કારવાળા પ્રસંગો કે પુરાવા વગરની સામગ્રીને આધારે થયેલાં વિધાનોને પણ ચર્ચામાં સમાવ્યાં નથી તથા અન્ય સંપાદકો અને અભ્યાસીઓ સર્વશ્રી અનંતરાય રાવળ, ધીરુભાઇ દોશી અને મફત ઓઝા વગેરેની ભાલણનાં ચરિત્ર તથા સમય અંગેની વિગતોને ચર્ચામાં સમાવિષ્ટ કરી નથી, કારણ કે તેઓએ કંઇ નવી સામગ્રી આપેલી નથી . પરંતુ ઉપર્યુક્ત સંશોધકોની તદ્વિષયક ચર્ચાને કેન્દ્રમાં રાખીને ચલાવવાનું પસંદ કર્યું છે. હવે સંશોધકોની ચર્ચાના મુદ્દાઓને ક્રમશઃ તપાસીએ. ૩૮૪ નારાયણ ભારતી : ભાલણનું વતન પાટણ હતું એવા પુરાવાઓ ભાલણની કૃતિમાંથી મળે છે. એટલે એને જ પ્રમાણભૂત ગણીને સ્વીકારવાના હોય, એને બદલે નારાયણ ભારતી ‘પાટણ મધ્યે ઘીવટા જિલ્લાના ચોખદારી ખડકી'ને ભાલણનું ઘર ગણાવે છે, તેઓ ત્યાંથી પ્રાપ્ત થયેલા રદ્દી કાગળના ટુકડાને આધારે ભાલણના પૂર્વજોની શાખા દવે, ભાલણ ઊર્ફે પુરુષોત્તમજી મહારાજ અને તેના પિતાનું નામ મંગળજી ઘરમાંથી પ્રાપ્ત થયેલું તાંબાના અડધા ફૂટનું ચાંદીનો ઢોળ ચડાવેલ પતરું તથા તેમાં કોતરાયેલી મૂર્તિ તે ભાલણની છે એવું અનુમાન, પતરા પાછળ લખેલ પુરુષોત્તમ મહારાજ પાટણના' ને આધારે કરતા જણાય છે. કાગળના ટુકડામાં મળેલ જન્માક્ષરના પાનાને આધારે ઇ.સ. ૧૪૦૫ એ ભાલણનું જન્મવર્ષ છે, એમ પણ તેઓ અનુમાને છે. આ માટે ભાલણનો એના પુત્ર વિષ્ણુદાસ સાથે સમયનો મેળ બેસાડવા તેઓ એવું અનુમાન કરે છે કે ભાલણે સન્યાસ અંગીકાર કર્યો હતો, તેના ગુરુનું નામ પરમાનંદ ક્યાંક સદાનંદ પણ મળે છે અને એના વિશેની કવિતા પણ મળે છે. આવાં વિધાનો નારાયણ ભારતી પાસેથી પ્રાપ્ત થાય છે. ભાલણને ત્રણ પુત્રો હતા અને તેના આ ત્રીજા પુત્ર ચતુરભૂજના પ્રદાને પણ તેઓ માન્ય ગણે છે. આમ ભાલણના જન્મસમય અને ચરિત્ર વિષયક કેટલી વિગતો નારાયણ ભારતી દ્વારા પ્રથમ વખત જ પ્રસ્તુત થયેલી. પરંતુ નારાયણ ભારતીએ આત્યંતિક કોટિનાં અનુમાનો કરીને ભાલણ વિશેની જે ચરિત્રાત્મક વિગતો આપી છે. તે તરંગચરિત્ર લાગે છે, કારણ કે સામગ્રીને ચકાસ્યા વિના સીધા અનુમાનો કરીને ભાલણના ચરિત્ર સાથે પ્રાપ્ત સામગ્રીને તેઓ જોડી દેતા જણાય છે. રા.ચુ. મોદી : રા.ચુ. મોદી ભાલણનાં ચરિત્ર અને સમય અંગેની ચર્ચામાં નારાયણ ભારતીના કેટલાક મુદ્દાઓ સ્વીકારતા નથી, તો કેટલાક મુદ્દાઓ સ્વીકારીને એને માટે બીજી વધારાની વિગતો આપે છે. પ્રારંભમાં રા.ચુ. મોદીએ નારાયણ ભારતીના જે મુદ્દાઓનું ખંડન કર્યું છે. તે તપાસીએ. નારાયણ ભારતી કાગળના ટુકડાના પુરાવાને આધારે અટક ‘દવે’હતી અને તેના પિતાનું નામ ‘મંગળજી’ હતું એમ સૂચવે છે, તે મુદ્દો રા.ચુ. મોદી સ્વીકારતા નથી અને જણાવે છે કે, “સ્વ. ભારતીએ કાગળના કટકાનો જે પુરાવો આપ્યો છે તે સંશયગ્રસ્ત છે, કારણ કે તેમણે શોધ કરી તે વખતે તે ઘર એક શ્રીમાળી બ્રાહ્મણના કબજામાં હતું. તેથી તે શ્રીમાળી બ્રાહ્મણના પૂર્વજોના પણ તે કાગળો Page #408 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૫ હોવાનો સંભવ છે. આથી કાદંબરી' અને “મામકી આખ્યાન'ની પુષ્પિકાઓમાં જણાવેલી “ત્રવાડી' અટક મને યોગ્ય જણાય છે.” (પૃ.૮) આગળ ઉપર રા.ચુ. મોદી કહે છે કે, “દવે પુરુષોત્તમ મંગળજીનો લખેલો કાગળનો ટુકડો મળ્યો હતો તેમાં એના પિતાનું નામ મંગળજી દેવાળજી આપેલું છે, પરંતુ આ કાગળ વિશ્વાસલાયક નથી. કેમકે, સ્વ. ભારતી જ તેના સંબંધમાં લખે છે કે, અક્ષર ગુજરાતી, તેનો મરોડ એવો છે કે કોઈ ગામડાના શિખાઉ વાણિયાના અક્ષરો હોય.'(પૃ.૯) રા.ચુ. મોદી અહીં પૂરા શાસ્ત્રીય લાગે છે. તેમણે સામગ્રીની શંકા માટે જે બે-ત્રણ કારણો પ્રસ્તુત કર્યા એ તથા આંતરપ્રમાણોને આધારે એમાંથી મળતી અટક સ્વીકારવાનું સૂચવવાનું તેમનું વલણ પાછળથી તમામ સંશોધકોએ સ્વીકાર્ય ગયું છે. નારાયણ ભારતીની ચર્ચાના મુદ્દાઓમાંથી ભાલણનું નામ પુરુષોત્તમ અને એનો જન્મસમય ઇ.સ. ૧૪૦૫ હોય એ વાત રા.સુ.મોદી સ્વીકારી લે છે તે સમજાય તેવું નથી. એક બાજુ જે સામગ્રીને અવિશ્વસનીય ગણી છે તે જ સામગ્રીને પુનઃસ્વીકારવી અને પછી એના ઉપર વિશેષ તર્કપૂર્ણ રજુઆતો કરીને ભાલણનું નામ પુરુષોત્તમ હતું અને એનો જન્મ ઇ.સ. ૧૪૦૫માં થયો હતો એવું સ્થાપિત કરવાનું તેમનું વલણ ભાલણની ચરિત્ર અને સમયવિષયક ચર્ચાને વધારે ગૂંચવે છે. આ કારણે જ મોટાભાગના પ્રશ્નો પાછળથી ઉપસ્થિત થયેલા છે. રા.ચુ. મોદી જણાવે છે કે, ભીમ નામના કવિએ 'પ્રબોધ પ્રકાશ' (ઇ.સ. ૧૪૯0)માં જેનો ઉલ્લેખ કર્યો છે તે આ પુરુષોત્તમ હોવા જોઇએ. વળી ચાંદીના પતરામાં પણ પુરુષોત્તમ મહારાજ પાટણના” એવો ઉલ્લેખ મળે છે તથા ભીમના ગુરુ ‘પુરુષોત્તમનું વ્યક્તિત્વ ભાલણને જ મળતું આવે છે.” “હરિલીલા ષોડશકલા (ઇ.સ. ૧૪૮૫)માં ભીમે ગુરુ પુરુષોત્તમ નામનો ઉલ્લેખ નથી કર્યો એટલે તે સમયે ગુરુ હયાત હશે અને હયાત ગુરુનો નામોલ્લેખ નથી થતો હોતો માટે એ કૃતિમાં ગુરુનું નામ નહીં મુકાયું હોય. આવાં ત્રણેક તારણોને આધારે રા.ચુ. મોદી ભાલણ તે જ પુરુષોત્તમ એવી ચરિત્રવિષયક સામગ્રી અને એનું જન્મવર્ષ ઇ.સ. ૧૪૦૫ પ્રસ્તુત કરીને અંતે એને આધારે ભાલણનો (સમય) જીવનકાળ ઇ.સ. ૧૪૦૫ થી ૧૪૮૯નો સૂચવે છે. રા.ચુ. મોદી આ ભાલણનો (સમય) જીવનકાળ સૂચવનારા પહેલા સંશોધક છે. પરંતુ રા.ચુ. મોદીની તક શાસ્ત્રીય જણાતો નથી હયાત ગુરુનું નામ ન મૂકવાની પ્રણાલિકા, ચાંદીનું પતરું અને કાગળના ટૂકડા એ બધા તર્કઆધારો વિશ્વસનીય નથી. કે.કા. શાસ્ત્રી : રાં.. મોદીનો મત ન સ્વીકારીને કે.કા. શાસ્ત્રી પોતાના તરફથી ચાર દલીલો પ્રસ્તુત કરે છે. : (૧) પુરુષોત્તમ મહારાજ પાટણના એમ લખ્યું છે તે નારાયણ ભારતીને મળેલું પતરુ નવા અક્ષરોમાં છે. (૨) પુરુષોત્તમ એ જ ભાલણ હોય, એ માટેનો ખરો પુરાવો શો ? (૩) ભાલણ એવો મોટો વેદાન્તી લાગતો નથી. (૪) ભાલણ અને ભીમની કાવ્યપદ્ધતિને કશો જ સંબંધ હોય એવું જણાતું નથી એટલે તે રીતે પણ ગુરુશિષ્ય હોવાની શક્યતા નથી. Page #409 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૬ ર.. મોદીના વિધાનોનો નિરાધાર ઠેરવવા માટે શ્રી કે.કા.શાસ્ત્રી આવી દલીલો પ્રસ્તુત કરે છે અને પછી કેટલાક નવા મુદ્દાઓ આપીને પોતાના તરફથી (સમય) કવનકાળ ઈ.સ. ૧૫૦૦ સૂચવે છે અને એ માટે પણ ચારેક દલીલો પ્રસ્તુત કરે છે. (૧) ભાલણસુત વિષ્ણુદાસના ‘રામાયણ’ના ઉત્તરકાંડના ઇ.સ. ૧૫૧૯ અને ભાલણનું જન્મ વર્ષ ઈ.સ. ૧૪૦પ બેસતું નથી. વચ્ચે ૧૧૪ વર્ષનો ગાળો પડે છે. (૨) વ્રજ ભાષાનાં પાંચ પદો ભાલણના દશમસ્કંધ'માં મળે છે તે ઇ.સ. ૧૪૯૪માં જેમણે કાવ્યરચના શરૂ કરેલી તે સુરદાસ અને પરમાનંદદાસ સાથે સામ્ય ધરાવે છે. એટલે ઇ.સ. ૧૪૮૮ પહેલા જો ભાલણને મૂકીએ તો ભાલણ વ્રજભાષાનો આદિકવિ ગણાય. જ્યારે એ યશ તો અષ્ટછાપના ધુરંધર, કુંભનદાસ, સુરદાસ વગેરેનો જ અબાધિત છે, એટલે ભાલણને એ કવિઓનો સમકાલીન માનવો અનિવાર્ય થઇ પડે છે. (૩) કૃષ્ણદાસના પદોમાં નટનારાયણ જેવા અઘરા રાગના પદો મળે છે. એ જ રાગનાં પદો * ભાલણના “દશમસ્કંધ'માં પણ જોવા મળે છે. (૪) નરસિંહની કૃતિઓમાં પૂરો સ્થાપિત નહીં થયેલો કડવાબંધ ભાલણના હાથે પ્રતિષ્ઠા પામે છે. આમ કે.કા. શાસ્ત્રી ભાલણનો જીવનકાળ નિર્દેશવાને બદલે કવનકાળ નિર્દેશ છે એ સાચું પરંતુ આ કવનકાળ નિર્દેશવા માટે ખપમાં લીધેલા તર્ક અધિકારો વ્રજભાષાનાં ભાલણના પદો અને નટનારાયણ રાગ ઇત્યાદિ સ્પષ્ટ રચના સમયની છાપ ધરાવતા નથી એટલે ઇ.સ. ૧૫૦૦ થી ઇ.સ. ૧૫૫૦ વાળો કે.કા. શાસ્ત્રી નિર્દિષ્ટ કવનકાળ નર્યો અનુમાનમૂલક લાગે છે. જેઠાલાલ ત્રિવેદી : શ્રી જેઠાલાલ ત્રિવેદી, રા.ચુ. મોદીવાળો (સમય) જીવનકાળ સ્વીકારવાના મતના હોઇ કે.કા.શાસ્ત્રીએ રા.ચુ. મોદીવાળા જીવનકાળને અમાન્ય ઠરાવવા માટે જે દલીલો કરેલી તેનું, અને કે.કા.શાસ્ત્રીએ સૂચવેલ (સમય) કવનકાળ માટેની દલીલોનું પણ તેઓ ખંડન કરે છે. રા:ચુ. મોદી કથિત જીવનકાળ આમ જેઠાલાલ ત્રિવેદી દ્વારા પુનઃસ્થાપિત થાય છે, એ માટેની એમની દલીલો જોઇએ ? (૧) પાછળથી પતરામાં નામ કોતરાયેલું હોય એવું બને, કારણ કે કેટલાંક સમય પછી શિષ્યોને એમ લાગે કે, આપણા ગુરુનું નામ કોતરાવીએ અને એમ કોતરાવાયું હોય. ગુરુ જીવીત હોય કે સુરતનો શિષ્ય હોય એને નામ કોતરાવવું જરૂરી ન પણ લાગ્યું હોય. ભીમ પાટણની નજીકના સિદ્ધપુરનો વતની હતો એટલે એ ભાલણનો (પુરુષોત્તમનો) શિષ્ય હોય. ભાલણ વેદાન્તી છે એવું તો એના શિષ્ય ભીમ સૂચવે છે એટલે અહીં એને ભીમની ગુરુભકિતનું દર્શન ગણી શકાય. ગુરૂમાં વેદાન્ત જ્ઞાન ન હોય તો પણ શિષ્ય એવું ભક્તિભાવથી માને એ શક્ય છે. (૪) ગુરુ અને શિષ્યની શૈલી જુદી જ હોય એવું બને, કારણ કે ભીમ કંઇ એનો અંતેવાસી શિષ્ય (૨) Page #410 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૭ નથી અને ગુરુ-શિષ્યની શૈલી એક ન પણ હોય. નારાયણ ભારતીની વિગતોમાંથી આ આખી ચરિત્ર અને સમયવિષયક ચર્ચા ઉદ્ભવી છે. આપણે આગળ નોંધ્યું કે ભાલણ એ જ પુરુષોત્તમ એવું માનવા માટે જે પુરાવારૂપ સામગ્રી છે એ જ સંશયગ્રસ્ત છે. શ્રી જેઠાલાલ ત્રિવેદી પુરુષોત્તમ (ભાલણ) ભીમનો ગુરુ હોઇ શકે એ માટે દલીલો કરે છે પણ આ પુરુષોત્તમ એ જ ભાલણ એમ સ્વીકારવા માટે કોઇ શ્રદ્ધેય પ્રમાણો ઉપલબ્ધ નથી એટલે જેઠાલાલ ત્રિવેદીનો આ તર્ક ખોટા પાયા ઉપર ચણેલી ઇમારત સમાન છે. પાયાની સામગ્રી જ વિશ્વસનીય નથી પછી આ પ્રકારનાં આનુમાનિક વિધાનો કરીને શ્રી કે.કા. શાસ્ત્રીનાં વિધાનોનું ખંડન કરવાનો કશો જ અર્થ નથી રહેતો વળી બીજો પ્રશ્ન એ કે, ભાલણના પુત્રો ભીમના સમકાલીન છે. તેઓ તો ‘ભાલણસુત’ એમ જ ઉલ્લેખ કરે છે, પુરુષોત્તમદાસ એમ નહીં; જ્યારે એમનો સમકાલીન ભીમ, ભાલણ માટે ‘પુરુષોત્તમ’ એવો ઉલ્લેખ કરે એવું કેમ માની શકાય ? માટે ભાલણને હું પુરુષોત્તમ નામધારી વ્યક્તિ તરીકે સ્વીકારતો નથી. શ્રી કે.કા. શાસ્ત્રીએ ભાલણનો (સમય) કવનકાળ સૂચવવા માટે જે ચાર દલીલો કરેલ તેનું પણ શ્રી જેઠાલાલ ત્રિવેદીએ ખંડન કરેલ છે, તે જોઇએ : (૧) વિષ્ણુદાસ, ઉદ્ભવથી નાનો છે અને એ નાનો પુત્ર પિતાની જન્મશતાબ્દી વટાવી જાય એ શક્ય છે. (૨) ઇ.સ. ૧૪૭૯માં જન્મેલ વલ્લભાચાર્યજીની મંડળી અને ઇ.સ. ૧૪૮૪માં જન્મ પામેલી સુરદાસની કવિતા ઇ.સ. ૧૪૯૪થી ૧૫૧૯ વચ્ચે ભાલણ પર અસર પાડે એ સંભવિત જ નથી. વ્રજભાષાનાં પદો ભાલણ પછીની ૨૦૦ વર્ષ જૂની હસ્તપ્રતમાં મળે છે એથી એને ક્ષેપક ગણવા જોઇએ. વળી ભાલણમાં સુરદાસની કે અન્ય અસર જોવા કરતાં એને ક્ષેપક ગણવા જોઇએ. વળી ભાલણમાં સુરદાસની કે અન્યની અસર જોવા કરતાં એને સ્વયં ભાગવતની જ અસર ગણવી જોઇએ. કારણ કે સુરદાસ અને ભાલણની ગંગોત્રી શ્રીમદ્ ભાગવત છે. (૩) ‘વલ્લભાચાર્યજી ચરિત્ર' ગ્રંથને આધારે જ જેઠાલાલ ત્રિવેદી જણાવે છે કે, ઇ.સ. ૧૨૨૦માં જેને અધિકારીપદ મળ્યું તે કૃષ્ણદાસ પછીથી વ્રજમાં સ્થિર થયેલા એટલે કૃષ્ણદાસ ભાલણસુતના સમકાલીન ઠરે. આમ કૃષ્ણદાસજી વિઠ્ઠલનાથજીના સમકાલીન અને વલ્લભાચાર્યજીના લઘુસમવયસ્ક હોવાનું જણાય છે. આથી ભાલણની કવિતાની અસર કૃષ્ણદાસ ઉપર થઇ હોય અને ગુજરાતી કવિ કૃષ્ણદાસ ભાલણના રાગ ‘નટ નારાયણ’ નું અનુસરણ લઇને વ્રજમાં ગયા હોય એ શક્ય છે. (૪) નરસિંહ જાણે કડવા બંધનો કવિ હોય તેમ તેણે તે બંધ સ્થાપવા પ્રયાસ કર્યો હોય અને પૂરો ન સ્થાપી શક્યો હોય એવું વિધાન ભ્રમજનક છે. ખરી વાત તો એ છે કે, ભક્તને પદપદ્ધતિ જ વધુ ફાવે. ભક્તહૃદયની ઊર્મિઓ, ભાવો અને સંવેદનોને પ્રગટ કરવા માટે ભક્ત પદને વાહન બનાવે. આખ્યાનપદ્ધતિ એનાથી જુદા જ પ્રકારની છે એટલે પદોનું ઝૂમખું અને આખ્યાનને અલગ સ્વરૂપ માનવાં જોઇએ. ભક્તકવિને પદ ભાવે છે અને તેનામાં આખ્યાનના બીજની અને ભાલણનો પુરોગામી Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ યુગે યુગે પાટણની પ્રભુતા હોવાની કલ્પના કરવી નિરાધાર છે. અહીં જેઠાલાલ ત્રિવેદી કે.કા.શાસ્ત્રીના મુદ્દાઓનું ખંડન કરીને રા.. મોદી કથિત જીવનકાળ નિર્દેશતા જણાય છે. આ માટે પોતાના તરફથી વિશેષ અનુમાનો પણ પ્રસ્તુત કરે છે. પરંતુ આપણે જોઈ ગયા કે પાયામાં જે આધારસામગ્રી છે એ જ અશ્રદ્ધેય સામગ્રીની આસપાસ વાદ-પ્રતિવાદમાં આખી ચર્ચા અટવાઇ ગઇ. જેઠાલાલ ત્રિવેદીના આ મુદ્દાઓનો ખુલાસો કે.કા.શાસ્ત્રીએ ઇ.સ. ૧૯૭૬માં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-૨'માં કરવો જોઇતો હતો. પરંતુ કે.કા. શાસ્ત્રીએ જેઠાલાલ ત્રિવેદીની આ આખી ચર્ચાની નોંધ જ લીધી નથી. આ થઈ ભાલણના ચરિત્ર અને સાથે સાથે સમય અંગેની વાત. જેનું ખરું મૂળ છે નારાયણ ભારતીની ભાલણની ચરિત્રવિષયક વિગતો. આ વિગતોમાં સેળભેળ છે. કેટલીક છે કૃતિના આંતર પ્રમાણોને આધારે અને કેટલીક છે નરી અનુમાનમૂલક વિગતો જ ચર્ચાસ્પદ બની છે. બાકીની જે આંતરપ્રમાણોને આધારે છે તે સંદર્ભે તો તમામ વિદ્વાનો એકમત છે. બધી બિનવિવાદાસ્પદ વિગતોને ખપમાં લઇને ભાલણના ચરિત્ર વિષયે એટલું કહીએ કે ભાલણ પાટણનો વતની, જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ અને અવટંકે ત્રવાડી હશે. આ ભાલણને ઉદ્ધવ અને વિષ્ણુદાસ નામે બે પુત્રો હશે, તે બહોળો સંયુક્ત પરિવાર ધરાવતો હશે, પરિવાર સમક્ષ પોતાની રચનાઓ પ્રસ્તુત પણ કરતો હશે, વૈદિક ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન ભાલણ શૈવ, શક્તિ, કૃષ્ણ અને રામમાં પણ શ્રદ્ધા ધરાવતો હશે, તે સંસ્કૃત અને પુરાણોનું પણ જ્ઞાન ધરાવતો, માનવભાવોનો અને તેમાં બાળમાનસનો અચ્છો જ્ઞાતા હશે. બીજો મુદ્દો છે સમય અંગેનો. જ્યારે ભાલણની કૃતિનો રચના સમય પ્રાપ્ત થતો નથી ત્યારે જીવનકાળનું અનુમાન તો થઈ શકે જ નહીં. કૃતિમાં કર્તા દ્વારા જન્મ અંગે કે અન્ય શિષ્યસર્જકે મૃત્યુ અંગે કંઇ સામગ્રી રજૂ કરી હોય તો જ સર્જકનો ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ નિર્દેશી શકાય. (ઘણાં બધાં જૈન સર્જકો માટે આ પ્રકારની વિગતો ઉપલબ્ધ છે.) કવનકાળનું અનુમાન પણ આખરે તો અનુમાન જ છે. પરંતુ ભાલણના કવનકાળના અનુમાન માટે ભાલણના પુત્ર વિષ્ણુદાસની રચના ‘રામાયણ’ના ઉત્તરકાંડનો રચનાસમય ઇ.સ. ૧૫૧૯ મળે છે, તેને આધારભૂત માનીએ અને આ રચનાથી દશેક વર્ષ પાછળના સમયને અર્થાત્ ઇ.સ. ૧૫૧૦ને ભાલણના કવનકાળનું અંતિમ વર્ષ અનુમાનીએ અને એ સમયથી પચ્ચાસેક વર્ષ પૂર્વે ભાલણે સર્જનનો આરંભ કર્યો હોય એવું અનુમાન કરીએ તો ઈ.સ. ૧૪૬૦ થી ઈ.સ. ૧૫૧૦નો સમય એટલે કે, બહુધા પંદરમા શતકનો ઉત્તરાર્ધ અને સોળમા શતકનો એકાદ દાયકો ભાલણના કવનકાળ માટે અનુમાની શકાય.. ભાલણના ચરિત્ર અને સમય અંગે ઊભા થયેલા વિવાદો અને ગુંચવાડાઓ બે સંશોધક વર્ગના પ્રતિબદ્ધ commited ખ્યાલોમાંથી ઊભા થયા હોય એવું લાગે છે. શ્રી કે.કા. શાસ્ત્રી વૈષ્ણવ સંપ્રદાયના દષ્ટિબિંદુવાળા હોવાને કારણે અને શ્રી જેઠાલાલ ત્રિવેદી ભાલણની મોઢ જ્ઞાતિના હોવાના . કારણે પોતપોતાના ખ્યાલોથી પ્રેરાઈ-દોરવાઇ અને ભાલણને નરસિંહનો અનુગામી અને બીજા નરસિંહનો પુરોગામી માનીને ચાલે છે. આ પ્રતિબદ્ધ ખ્યાલોને કારણે મૂલ હકીકત અને એમાં રહેલ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ યુગે યુગે પાટણની પ્રભુતા સત્ય ગુંચવાયું હોય એવી શંકા જાય છે. ભાલણ માટે શ્રી કે.કા.શાસ્ત્રી સોળમાં શતકનો (ઇ.સ. ૧૫૦૦ થી ૧૫૫૦) પૂર્વાર્ધ એવો કવનકાળ નિર્દેશ છે, જ્યારે શ્રી જેઠાલાલ ત્રિવેદી વ્યાપક રૂપે પંદરમાં શતકના છેલ્લાં છ વર્ષો અને સોળમા શતકના બે દાયકા (ઇ.સ. ૧૪૯૪ થી ઇ.સ. ૧૫૧૯) સૂચવે છે. જ્યારે મારા મતે પંદરમાં શતકનો ઉત્તરાર્ધ અને સોળમા શતકનો એકાદ દાયકો (ઈ.સ. ૧૪૬૦ થી ઇ.સ. ૧૫૧૦) ભાલણનો કવનકાળ હોઇ શકે. ભાલણના જીવનની વિગતોનું આકલન કર્યું હવે ભાલણના કવન-સાહિત્યિક પ્રદાન વિષયે વિગતો અવલોકીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાલણનું પ્રદાન વિષયસામગ્રી અને નિરૂપણરીતિ એમ બંને બાબતે મહત્ત્વનું છે. એમના પ્રદાનને રા.ચુ. મોદી ભાલણ, (બી.આ. ઈ.સ.૧૯૬૬)માં પૂર્વકાળ, સંધિકાળ અને ભીમ (બી.આ. ઈ.સ.૧૯૬૬)માં પૂર્વકાળ, સંધિકાળ તથા ઉત્તરકાગળ (પૃ.૧૮) ઉપરાંત ગુણાનુક્રમે ‘સામાન્ય, મધ્યમ અને ઉત્તમ” (પૃ.૧૯) એવા ક્રમથી વિભાજન કરીને નિર્દેશેલ છે, શ્રી જેઠાલાલ ત્રિવેદી ‘ભાલણનાં પદ' (બી.આ. ઈ.સ. ૧૯૭૨)માં “સર્વશ્રેષ્ઠ અને સામાન્ય એવા ત્રણ પ્રકારો દર્શાવે છે. (પૃ. ૩૮) કે.કા. શાસ્ત્રી ‘ભાલણ : એક અધ્યયન' (બી.આઇ.સ. ૧૯૭૧)માં ભાલણની કૃતિઓને વર્ગીકૃત કરવા માટે (૧) સળંગબંધ, (૨) કડવાબંધ, (૩) પદબંધ આમ ત્રણ પ્રકાર” (પૃ.૮૩)નું વિભાજન નિર્દેશ છે. ભાલણના નામે ઓળખાયેલી કેટલીક કૃતિઓમાં દુર્વાસા આખ્યાન વગેરેમાં ભાલણની નામછાપ ન હોઇ એ કૃતિઓને ભાલણની કૃતિ તરીકે ઓળખાવવા માટેની આધાર સામગ્રી ઉપલબ્ધ ન હોઇ ને એ રચનાઓને ભાલણની રચના તરીકે ઓળખાવી શકાય નહીં. ભાલણની નામ છાપવાળી રચનાઓને જ અધિકૃત માની અભ્યાસની સરળતા ખાતર વિષયસામગ્રીની દષ્ટિએ પણ વિભાજિત કરી શકાય. જેમ કે, (૧) રામકથાનક પર આધારિત કૃતિઓ (૨) કૃષ્ણકથાનક પર આધારિત કૃતિઓ (૩) શિવકથાનક પર આધારિત કૃતિઓ (૪) શક્તિકથાનક પર આધારિત કૃતિઓ (૫) અન્ય કથાનક પર આધારિત કૃતિઓ. આ ઉપરાંત પદબંધની દષ્ટિએ જોઈએ તો હકીકતે ભાલણમાં (૧) સળંગબંધ, (૨) કડવાબંધ, (૩) કડવા પદનો મિશ્રબંધ (૪) પદબંધ જેવા ચાર પ્રકારો દષ્ટિગોચર થાય છે. અભ્યાસની વ્યવસ્થા ખાતર અહીં ભાલણના પ્રદાનનું પદબંધને કેન્દ્રમાં રાખીને ટૂંકમાં મૂલ્યાંકન કરેલ છે. (૧) સળંગબંધની રચનાઓ ૧. શિવ-ભીલડી સંવાદ. દ્રોપદીવસ્ત્રાહરણ. ૩. કૃષ્ણ વિષ્ટિ. Page #413 -------------------------------------------------------------------------- ________________ E યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૦ (૨) કડવાબંધ રચનાઓ : ૪. રામવિવાહ આખ્યાન ૫. મામકી આખ્યાન: રામાયણ ચંડી આખ્યાન - મૃગી આખ્યાન. જાલંધર આખ્યાન. ધ્રુવ આખ્યાન. ૧૧. નળાખ્યાન. ૧૨. કાદંબરી આખ્યાન. (૩) કડવાપદ-મિલ બંધ. ૧૩. દશમસ્કંધ (૪) પદબંધની રચનાઓ : ૧૪. રામબાલચરિતનાં પદો. . ૧૫. પ્રકીર્ણ અન્ય છૂટક પદો. સળગબંધની રચનાઓ (૧) “શિવ-ભીલડી સંવાદ ૮૦ કડીની સળંગબંધની આ રચનામાં ભાલણે કુશળતાથી તર્કબદ્ધ રીતે પાર્વતી અને શિવના ચરિત્રને વિશેષ ગરિમા સાથે નિરૂપ્યો છે. પાર્વતી તો શક્તિ છે અને શક્તિ ઈચ્છે એ થાય જ. તદનુસાર પાર્વતીએ શિવને મોહ પમાડવાનું ઇચ્છેલું એટલે એ શક્ય થયું. અહીં શિવની મોહ પામવાની ઘટનાને ભાલણે તાર્કિક રીતે નિરૂપેલી જણાય છે. તો પાર્વતી એમ કહે કે મારે શિવ સમાન પ્રતિ છે, શિવ સમાન તો શિવ જ હોય ને ! પ્રચ્છન્ન રીતે પોતે શિવપત્ની છે એમ કહે છે. એટલે તેઓ જૂઠું બોલતાં નથી એવું પ્રતિપ્રાપ્તિ થાય છે. સંવાદાત્મક બાનીમાં રચાયેલી આ રચના નૂતન બૃહદ કાવ્ય દોહન, ભાગ-૧'માં મુદ્રિત છે. (૨) “દ્રિોપદી વસ્ત્રાહરણ’ દ્રૌપદીવસ્ત્રાહરણના પ્રસંગને લઇને ગૂંથેલી સળંગબંધની અપૂર્ણ રૂપે પ્રાપ્ત થતી આ રચના પ્રાચીન કાવ્યસુધા ભાગ-૩માં પ્રકાશિત થયેલી છે. દેવ-નિયતિના પ્રાબલ્યના મહિમાને ભાલણે અહિં ગાયો છે.' (૩) “કૃષ્ણવિષ્ટિ' વિષ્ટિ માટે જઈ રહેલા કૃષણની સમક્ષ પ્રગટતો દ્રૌપદીનો આક્રોશ અહિં વિષય સામગ્રી છે. આ રચના અપૂર્ણરૂપે સિલેક્સન્સ ફોમ ગુજરાતી લિટરેચર, ભાગ-૧માં પ્રકાશિત છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા કડવાબંધની રચનાઓ ૩૯૧ (૪) ‘રામ વિવાહ આખ્યાન' આજ સુધી અપ્રકાશિત એવી આ આખ્યાનકૃતિની એકમાત્ર હસ્તપ્રત ભો.જે. વિદ્યાભવનઅમદાવાદમાં ઉપલબ્ધ છે. ૨૧ કડવાની આ રચના પ્રથમ વખત ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત થઇને પ્રકાશિત થયેલ બહુધા વાલ્મીકિય રામાયણના બાલકાંડના કથામૂલક પ્રસંગોને આધારે ભાલણે આખ્યાનનું સર્જન કર્યું છે. (૫) ‘મામકી આખ્યાન’ એક વેશ્યાની રામભક્તિને આલેખતું આ કથાનક પદ્મપુરાણ પર આધારિત છે. ૭ કડવાંના નાનકડા આખ્યાનમાં જ્ઞાનોદય વૈરાગ્ય પ્રાપ્તિની વિગતને ભાવપૂર્ણ કથાનકના માધ્યમથી સરસ રીતે અભિવ્યક્તિ સાંપડી છે. ‘બુદ્ધિપ્રકાશ’ના ઇ.સ. ૧૯૨૭ના ફેબ્રુઆરી મહિનાના અંકમાં આખ્યાન મુદ્રિત રૂપે પ્રાપ્ત થાય છે. (૬) ‘રામાયણ’ આ શીર્ષક હેઠળ ભાલાણને રામકથા ગુંથવાનો આશય હશે એવું અનુમાન કે.કા. શાસ્ત્રીએ કરેલું ‘રામવિહાહ’ અને ‘રામબાલચરિતના પદો’ જેવી કૃતિઓને એકસાથે સાંકળીને ‘દશમસ્કંધ’ જેવી કૃતિનું સંકલન કરી શકાય. પરંતુ રામાયણ વિષયક આ કાવ્ય અપૂર્ણ મળે છે. ‘પ્રાચીન કાવ્યસુધા, ભાગ-૩'માં આ રચના પ્રકાશિત થઇ છે. (૭) ‘ચંડી આખ્યાન' માર્કંડેય પુરાણમાં ‘દુર્ગાસપ્તશતી'ની કથાના ૧૩ અઘ્યાયને ભાલણે ચંડી આખ્યાનનાં ૨૫ કડવામાં ઢાળેલ છે. આ માત્ર મૂલાનુસારી અનુવાદ છે. ઘણાં સ્થળે અર્થઘટનો પણ ખોટાં કર્યાં છે. પ્રમાણમાં નબળી અને નર્યા અનુવાદ પ્રકારની આ રચના ઇ.સ. ૧૮૮૭માં નારાયણ ભારતી દ્વારા સંપાદિત થઇને પ્રકાશિત થયેલી. (૮) ‘મૃગી આખ્યાન' શિવપુરાણની અત્યંત લોકપ્રિય કથાને ભાલણે અહીં ખપમાં લીધી છે. ૧૭ કડવામાં વિભાજિત કથાનકમાં નારીમહિમાનું નિરૂપણ ભાલણનું મૌલિક ઉમેરણ છે. સમાન્તરે વાત્સલ્ય અને કરુણ રસનું થયેલું નિરૂપણ ધ્યાનાર્હ છે. ‘સિલેક્સન્સ ફ્રોમ ગુજરાતી લિટરેચર ભાગ-૧’માં આ કૃતિના થોડા અંશો મુદ્રિત થયેલ છે, બીજા થોડાક રા.ચુ. મોદી કૃત ‘ભાલણ, ઉદ્ધવ અને ભીમ’માં છે. (૯) ‘જાલંધર આખ્યાન' મધ્યકાલીન ગુજરાતીમાં ચાર જેટલાં જાલંધર આખ્યાનો મળે છે. આ પરંપરાનો પ્રારંભ ભાલણથી થાય છે. શિવપાર્વતીનો પ્રણય, જાલંધર-વૃંદાની કથા અને ઇન્દ્રનું કથાનક ભાલણે સરસ રીતે નિરૂપેલ છે. વૃદ્ધ, વિરહ અને પ્રણયનું આલેખન, ‘“પિયુંડા....’’ ગીત, અન્ય ઢાળ, રાગ, અલંકારો, કથાનકનો ક્રમિક અને કુતૂહલપૂર્ણ વિકાસ વગેરે પણ ધ્યાનાર્હ છે. ૨૨ કડવાની આ કૃતિ Page #415 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૨ ઇ.સ. ૧૯૩૨માં ર.ચુ. મોદી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયેલી. (૧૦) “ધ્રુવાખ્યાન ધુવના પ્રાચીન કથાનક વિષયે મધ્યકાલીન ગુજરાતીમાં બીજા અગિયાર જેટલાં આખ્યાનો મળે છે. ભાલણે ૧૮ કડવાંમાં ધુવાખ્યાન રહ્યું છે. ધ્રુવાખ્યાન'નો કેટલોક અંશ “ભાલણ ઉદ્ધવ અને ભીમ'માં મુદ્રિત છે. (૧૧) “નળાખ્યાન' નળકથાનક જૈન અને જૈનત્તર કથામૂલક સાહિત્યસ્વરૂપોમાં સતત પ્રયોજાતું રહેલ છે. નળાખ્યાન વિષયક જૈનેતર પરંપરાનો આરંભ ભાલણથી થાય છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં ભાલણકૃત નળાખ્યાન બે-ત્રણ બાબતે અનોખું છે. એક તો માત્ર 'મહાભારત'ના “નલોપાખ્યાન” પર અવલંબિત થયા વગર 'નૈષધીયચરિત’ અને ‘નલચંપૂ જેવી રચનાઓને પણ નજર સમક્ષ રાખીને પોતાની રીતે કથાનકનું કડવામાં વિભાજન, પાત્રોમાં માનવભાવોનું નિરૂપણ અને અલંકાર રસ આયોજન અનુગામીઓ ઉપર ઘેરો પ્રભાવ પાડી ગયેલ છે. ત્રી.આ. (ઇ.સ. ૧૯૭૫) કે.કા.શાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ પ્રકાશિત થયેલ છે. (૧૨) “કાદંબરી આખ્યાન બાણની ગદ્યકથાને પદ્યમાં કડવાબંધમાં ઢાળવાનું બહુ મોટું કામ ભાલણે કર્યું છે. મૂળમાં ક્લિષ્ટ વર્ણનો અને દુર્બોધ કથાનકને ભાલણે અવગમનક્ષમ સરસ રીતે કડવામાં વિભાજિત કરીને પ્રસ્તુત કરેલ છે. પૂર્વ ભાગના ૨૩ કડવાં અને ઉત્તર ભાગના ૪૦ કડવાં મળીને કુલ ૬૩ કડવાંની રચના છે. અવનવાં કથનકેન્દ્રો યોજીને, પાત્રોમાં માનવભાવોનું નિરૂપણ કરીને, શૃંગાર અને કરુણનું નિરૂપણ તથા અલંકાર, રાગ, ઢાળ વગેરેનો ઔચિત્યપૂર્વક વિનિયોગ કરીને ભાલણે પોતાની પ્રતિનિર્માણ કલા શકિતનો પૂરો પરિચય આ કૃતિ દ્વારા આપી દીધો છે. કેશવ હર્ષદ ધ્રુવ અને કે.કા. શાસ્ત્રી દ્વારા 'કાદંબરીના બંને ખંડ હસ્તપ્રતોને આધારઅપે રાખીને પાઠ નોંધીને સંપાદિત થયેલ છે. બંને સંપાદકોએ કાદંબરી ઉપલબ્ધ બે હસ્તપ્રતોમાંથી એક એકને કેન્દ્રમાં રાખીને સંપાદન કર્યું જણાય છે. ત્રીજું એક વધારાનું સંપાદન ડૉ. રમેશ મ. શુક્લ દ્વારા ઉપર્યુક્ત પ્રકાશિત સંપાદનોને આધારે તૈયાર થયું જણાય છે. કડવાં પદ મિસબંધ (૧૩) “દશમસ્કંધ' શ્રીમદ ભાગવતના દશમસ્કંધના ૯૦ અધ્યાયના કથાનકને ભાલણે ૪૯૭ પદ કડવામાં વિભાજિત કરીને દશમસ્કંધનું સર્જન કર્યું છે. ભાલણની અન્ય કૃતિઓમાં મળે છે તેમ અહીં સવિશેષપણે ‘ભાલણપ્રભુ રઘુનાથ” એવું નામચરણ મળે છે. આના સમાધાન માટે પ્રતીતિકર કારણ ડૉ. હરિવલ્લભ ભાયાણીએ રાસલીલા' (ઇ.સ. ૧૯૮૮) માં વાસણદાસ કૃત ‘રાધવદાસ સંપાદિત કરીને પ્રસ્તુત કરેલ છે. તેની ભૂમિકામાં જણાવેલ છે. કૃષ્ણ-રાધાની પ્રણયલીલા વિશેના રાસનું “રાઘવરાસ” એવું નામ ખુલાસો માગે છે. પંદરમી-સોળમી શતાબ્દીમાં સાહિત્યમાં વિષ્ણુના અવતાર રામ અને કૃષ્ણ વચ્ચે અભેદ માનીને રામથી કૃષ્ણનો નિર્દેશ કરાતો હોવાનું જોઈ શકાય છે. અને તે વલણ પછીની Page #416 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૩ શતાબ્દોમાં પણ ચાલુ રહ્યું છે..‘એટલે વાસણદાય યાદવરાયના પર્યાય તરીકે રાઘવરાય વાપરે છે. * (પૃ.૧૪-૧૫)એ મુજબ ભાલણ પણ કૃષ્ણના પર્યાયરૂપે અહીં રાઘવ, રઘુનાથ પ્રયોજતાં દષ્ટિગોચર થાય છે. દશમસ્કંધમાં વચ્ચે ૩૨૬ થી ૩૪૬ પદ-કડવાં સુધી ‘રુકમણી વિવાહ', ૩૪૭ થી ૩૬૬ કમ સુધી “સત્યભામાવિવાહ', ૩૯૪ થી ૪૧૪ કમ સુધી “ઓખાહરણ” અને ૪૫૯ થી ૪૬૮ ક્રમમાં ‘સુદામાચરિત્રનું કથાનક છે. આ સ્વતંત્ર કથાનકવાળી રચનાઓમાં “સત્ય ભામાવિવાહ' અને મૂળ દશમસ્કંધમાં “કમાણી વિવાહમાં તો આરંભ અને અંત પણ અલગ રીતે રચેલ હશે અને અહીં સંકલિત કરીને પ્રસ્તુત કરાઇ હશે એવા કે.કા. શાસ્ત્રીના તર્ક સાથે સહમત થવા જેવું છે. સળંગ કૃતિ તરીકે ઇ.સ. ૧૯૫૫માં હરગોવિંદદાસ કાંટાવાળાએ સંકલિત-સંપાદિત કરીને દશમસ્કંધ' નામે પ્રકાશિત કરી છે. - ભાલણની કથાને નિરૂપવાની કળાશક્તિનો પરિચય કરાવતી આ રચના મધ્યકાલીન ગુજરાતીમાં કૃષ્ણચરિત્ર નિરૂપણની દષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. વાત્સલ્ય, શૃંગાર, વિરહ અને પ્રણયભાવોનું નિરૂપણ તથા રાગ, ઢાળ અને અલંકાર યોજનામાં ભાલણની વિષયને રસપ્રદ રીતે પ્રયોજવાની શક્તિમત્તાનું દર્શન થાય છે. પદબંધની રચનાઓ (૧૪) “રામબાલચરિતનાં પદો' રામની બાળલીલા, માતૃવાત્સલ્ય અને રામ પરત્વેની ભક્તિ ભાલણને પ્રગટ કરતાં આ પદો મધ્યકાલીન ગુજરાતીમાં જ કૃષ્ણ લીલાનાં પદો મળે છે. એ પરંપરાનાં જણાય છે. નિદ્રાધીન રામનું વર્ણન અને ચાલતાં શીખી રહેલા રામનું વર્ણન પ્રભાવક રીતે થયું હોઈ આ પદોની ભાલણની વર્ણનકલાશક્તિનાં પરિચાયક પદો તરીકે ઓળખાવી શકાય. કુલ ૩૧ પદો જેઠાલાલ ત્રિવેદીએ ‘ભાલણનાં પદ' (બી.આ. ઇ.સ. ૧૯૭૨)માં સંપાદિત કરીને પ્રસ્તુત ભાલણનાં ૪૦ પદો મળે છે. • ' પણ ૪૧મું પદ જેઠાલાલ ત્રિવેદીએ ભાલણના નામે રચીને પ્રસ્તુત કરેલ છે. (૧૫) પ્રકીર્ણ પદો' કેટલાંક ભાલણની નામછાપવાળાં છૂટક પદો પણ પ્રાપ્ત થયાં છે. રેટિયાનું પદ', “ભાલણ, ઉદ્ધવ અને ભીમમાં તથા બીજાં કેટલાંક પદો ધીરુભાઈ દોશીએ” ‘ભાલણનાં ભાવગીતો'માં પ્રકાશિત કર્યા છે. આ બધી કૃતિઓનો આછો પરિચય મેળવ્યો, એના સંદર્ભો પણ સાથે મૂક્યા છે. ભાલણની અવનવા વિષયોને સૂઝથી નિરૂપવાની શક્તિનો એમાંથી પરિચય મળે છે. ભાલણનું કવન ખરા અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક મહત્વના પરિબળ સમાન જણાય છે. આવા મહત્ત્વના મધ્યકાલીન સર્જનકના જીવન કવનના આકલન દ્વારા ખરી તથ્યપૂર્ણ વિગતો પ્રસ્તુત થઇ શકી. (ગુજરાતી સાહિત્ય પરિષદ ૪૧મું અધિવેશન : સ્મરણિકા માંથી સાભાર) Page #417 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૪ જજજજજજજજજજજfજજજજ. ૧૭૩) સિદ્ધરાજની પ્રશસ્તિ કવિ શ્રીપાલ સહસલિંગ સશેવરના કાંઠે સિદ્ધરાજે બંઘાવેલ કીર્તિરddળના લેખનો એક અંશા શાલાલ યુ. મોદી કૃત ગુજરાતી અgવાદ સંકલન : પ્રા. મુકુન્દભાઈ પી. બાક્ષત્રિય ૧.... પૃથ્વી ઉપર ધર્મ પાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃદ્ધિ વધારનાર મહાક્ષેત્ર... ૨.....(તેના) ભૂમિ મેળવવાના અનુરાગને પરિણામે (કેટલાકને) પ્રચંડ ભય ઉત્પન્ન થયો હતો અને બીજા કેટલાક તેની રાજનીતિની ખ્યાતિના આકર્ષણથી તેની પાસે આવ્યા હતા. કોઇ *Busoxdcxdowowowowowowowo wstwows.codexdowowowowowow કોઈ... ૩....ની બુદ્ધિવાળો અને ચાતુર્ય તથા કપટીનીતિના ખજાના જેવો (તે હતો) તે ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ) પ્રત્યે સરખા ભાવે પવિત્ર વૃત્તિ રાખતો અનન્ય ભાવથી ઉચ્ચ રીતે... ૪.....જેનાથી (પાણી) દેવોનાં સ્નાન, દાનના વિધિ અને નાહવા વગેરે શુદ્ધિની ક્રિયાઓ થઇ શકે છે અને જેના વડે આ પૃથ્વીમાં ચર (સ્થિર) અને અચર (હાલતાં ચાલતાં) પ્રાણીઓ (વનસ્પતિ અને ફરતા જીવો) જીવન ધારણ કરે છે... ૫.રાજા ચંદ્રના કિરણો જેવા શિતળ સ્પર્શથી તથા ગંગાના તરંગ જેવા પવિત્ર સ્વરૂપથી સ્વપ્નમાં આવીને પોતાના અનન્ય ભકતને જગાડયો - ઉપદેશ કર્યો... ૬. તે વખતે ગંગાજીએ ભગીરથને કહ્યું હતું તેમ કહ્યું. પછી તેણીએ સિદ્ધરાજે બંધાવેલ સરોવર છલકાવી દીધું. સગરની માફક ખોદાવેલું... ૭.....તેઓથી રચેલું ભ્રવતી પ્રતિનું અથવા તો જેમ એક ક્ષણમાં વાદળાંઓ ચારે તરફથી ચઢી આવી ઢાંકી દે તેમ સિદ્ધરાજે બનાવેલું... ૮.....રેવા (નર્મદા) આદિ નદીઓનાં જળ પીધેલાં. એ રીતે વિવિધ પ્રકારના રાજાઓના સૈન્યો નાશ પામે છે. ૯....કુંભના પુત્ર ભગવાન અગત્યે પોતાના સઘળા કુટુંબીઓને (કુંભ-ઘડાઓ) મોકલ્યા, તો પણ એક ટીપું સરખું... ૧૦....તે પણ અહીં વિશ્રામ લે છે. વિશ્રામનું ધામ એ ત્રણે લોકના ખેદનો નાશ કરનાર પરમેશ્વર સિદ્ધરાજ... નોંધ :- પાટણમાં વિજળકુવા નામના મહોલ્લામાં આવેલ નાનકડા શ્રી વૈજનાથ મહાદેવના મંદિરની દિવાલમાં પ્રશસ્તિ લેખ વાળો એક પથ્થર ચણાવેલો છે. પરમ પૂજ્યશ્રી જિનવિજયજી મહારાજે પાટણમાં જાહેરમાં જણાવ્યું હતું કે, “જો મારી પાસે ધન હોય તો આ પથ્થર ખરીદી લઈ એકલાખ રૂપીયા ખરચી સુંદર કલાત્મક ટાવર બંધાવી તેના ઉપર તે મુકાવું!” လူထုတာဝ၁၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀လွှာ 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 ( လွိုက်ဆံမက်သစ်လစ်လစ်လစ66666666266666666လမင်ဖဖဖw6w6w666666666 o wowowowowowowowowowow Toxdows Page #418 -------------------------------------------------------------------------- ________________ 5110 કવિશ્રીપાળે રચેલ ‘સિધ્ધરાજ પ્રસ્તિ’નો એક અંશની મુલાકાતે લેખક યુગે યુગે પાટણની પ્રભુતા *qi ૩૯૫ Page #419 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૬ પાટણનો ભરવાડ બન્યો દિલ્હીનો સુલતાન ડૉ. જયકુમાર ર. શુક્લ પૂર્વપ્રમુખ, ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદ, તેરમી-ચૌદમી સદીમાં ગુલામો ખરીદવામાં આવતા. તે ગુલામો પોતાની આવડત, હોંશિયારીથી અને માલિકની સેવા કરી, કૃપા મેળવીને આગળ વધ્યા હતા. તેમાંના કેટલાંક ગુલામો આગળ વધીને દિલ્હીના સુલતાનો પણ બન્યા હતા. કુબુદ્દીન અયબેક, ઇન્તુત્મિશ, બલબન વગેરે ગુલામ તરીકે ખરીદવામાં આવેલા અને તેમાંથી પ્રગતિ કરીને તેઓ દિલ્હીના સફળ સુલતાન બન્યા હતા. એવી રીતે યુદ્ધકેદી તરીકે પકડાયેલો પાટણનો હિંદુ, ભરવાડ, કેવી રીતે સુલતાન બન્યો હતો, તે જાણવું રસપ્રદ થશે. દિલ્હીના સુલતાનોમાં અલાઉદ્દીન ખલજી (ઇ.સ.૧૨૯૬-૧૩૧૬) સૌથી વધુ પરાક્રમી અને સાહસિક હતો. તેનામાં અગાધ શક્તિ હતી. પરંતુ તે સ્વાર્થી, જુલમી, કપટી અને ચારિત્રહીન હતો. તેના પાલકપિતા અને કાકા જલાલુદ્દીનનું કાસળ કાઢીને તે સુલતાન થયો હતો. અલાઉદ્દીન અભણ હતો. પરંતુ તે અરબી-ફારસી વિદ્વાનોને આશ્રય આપતો હતો. ફારસી સાહિત્યકારો અને શાથરો તેના દરબારનાં રત્નો હતા. ઈ.સ. ૧૩૦પમાં તેના લશ્કરે માળવા પર આક્રમણ કરી રાજા મહલકદેવને હરાવ્યો. ‘તારીખે મુબારકશાહીમાં યહ્યાબિનઅહમદ સરહિંદીએ જણાવ્યા પ્રમાણે તેના લશ્કરે ત્યાંથી પાટણના હિંદુ ભરવાડ કુટુંબને કબજામાં લીધું અને તે કુટુંબના બધા સભ્યોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો, તેમાંના નાની વયના દેખાવડા છોકરાને હસન નામ આપ્યું. હસનને અલાઉદ્દીનના અંગત ગુલામ તરીકે રાખવામાં આવ્યો. તેથી તેની પરવરિશ રાજમહેલમાં થઇ. અલાઉદ્દીન વિશ્વાસઘાત કરી, લોહિયાળ હાથો વડે સુલતાન થર્યો હતો. તેની પાસેથી વેરની વસૂલાત કરવાનું કુદરતે છોડવું નહિ. તેના જલોદરના રોગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ૧૩૧૬માં તે ગુજરી ગયો. તે વખતે તખ્ત મેળવવા આંતરવિગ્રહ થાય એવી પરિસ્થિતિ પેદા થઈ હતી. તેથી બીજે જ દિવસે તેના અમીર મલેક નાયબ કાફૂરે એક બનાવટી વસિયતનામું રજૂ કરીને, તેના સાત વર્ષના સગીર પુત્ર શિહાબુદ્દીન ઉમરને સુલતાન તરીકે જાહેર કર્યો. તે પોતે તેનો વાલી બની, સ્વેચ્છાચારી શાસન કરવા માંડયું. પોતાનું સ્થાન મજબૂત કરવા તેણે ઉમરખાનની માતા જે દેવગિરિના રાજા રામચંદ્રની દીકરી હતી, તેની સાથે મલેક કાફૂરે શાદી કરી. તેણે શાહજાદાઓ ખિઝરખાન અને શાદીખાનની આંખો કઢાવી લઈ તેમને અંધ બનાવ્યા. તેણે શાહજાદા મુબારકખાનને જેલમાં પૂર્યો અને તેની કતલ કરવા સૈનિકો મોકલ્યા. પરંતુ મુબારકખાને લાંચ આપીને, તેઓને પોતાના પક્ષે કરી લીધા. તે જ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ યુગે યુગે પાટણની પ્રભુતા સૈનિકોએ કાવતરું કરીને, બેવફા મલેક કાફૂરની કતલ કરી. ત્યારબાદ, અમીરોએ શાહજાદા મુબારકને કેદમાંથી છોડીને તેના નાના ભાઈ સુલતાન શિહાબુદ્દીન ઉમરનો વાલી નીમ્યો તે પદ પર બે એક માસ કામ કર્યા બાદ, પોતાનું સ્થાન મજબૂત લાગતાં તેણે વજીરો, અમીરો, સરદારો વગેરેને વિશ્વાસમાં લઈને શિહાબુદ્દીનને પદભ્રષ્ટ કર્યો અને પોતે “કબુદ્દીન મુબારક શાહ’ ખિતાબ ધારણ કરી, સુલતાન બન્યો. ઉપર જણાવેલ પાટણનો હિંદુ ભરવાડ, જેણે ઇસ્લામ ધર્મ સ્વીકારી હસન નામ રાખ્યું હતું, તે પોતાની હોંશિયારીથી આગળ વધી, મુબારકશાહનો, માનીતો સલાહકાર બની ગયો, અને સુલતાને તેને ખુસરોખાન'નો ખિતાબ આપી, પોતાનો વજીર નીમ્યો. ઉપર્યુક્ત સંજોગોમાં ખુસરોખાનને તખ્ત મેળવવાની દાનત પેદા થઇ અને તેની સિદ્ધિ વાસ્તે, તે વિવિધ યોજનાઓ કે કાવતરા ઘડવા લાગ્યો. .સ. ૧૩૧૭માં દક્ષિણ ભારતમાં દેવગિરિમાં થયેલ બળવો દબાવી દેવા, સૈન્ય સહિત સુલતાન ત્યાં ગયો ત્યારે ખુસરોખાનને પોતાની સાથે ત્યાં લઈ ગયો. તેલિંગાણા રાજ્યની રાજધાની વારંગલને રાજા પ્રતાપરુદ્રદેવે દિલ્હી ખંડણી મોકલવાનું બંધ કરતાં, તેના ઉપર ચડાઈ કરવા સુલતાને ખુસરોખાનને મોકલ્યો. સુલતાન તેના ઉપર આંધળો વિશ્વાસ ધરાવતો હતો. તેથી તેને સૈન્ય સહિત શસ્ત્રો આપીને, દક્ષિણ ભારતના પ્રાંતની સંપૂર્ણ સત્તા સોંપી. ખુસરોખાને દક્ષિણમાં કેટલાક વિજયો મેળવીને તથા બાકી રહેલી ખંડણી વસૂલ કરીને, અઢળક ધન ભેગું કર્યું. સુલતાનના વજીરનો હોદ્દો, પોતાની સત્તા હેઠળ શસ્ત્રસજ્જ લશ્કર અને પાટનગર ઘણું દૂર હતું. તેથી બાહોશ અને મહત્ત્વાકાંક્ષી ખુસરોખાનના મગજમાં સુલતાન બનવાની મહેચ્છા બળવત્તર બની. દક્ષિણમાં દૂરના પ્રદેશોમાં પહોંચી, સુલતાન બનવાની યોજનાનો અમલ કરવા જતાં, તે જાહેર થઈ ગઈ. તેથી સુલતાનને વફાદાર સરદારોએ તેને ધમકી આપીને, સુલતાન પાસે દિલ્હી મોકલી આપ્યો. સુલતાન મુબારક શાહ, તેને જોઈને પ્રભાવિત થઇને નરમ પડી ગયો. ખુસરોખાને સરદારોની વિરૂદ્ધ “તેના ઉપર બળવાનો જૂઠો આક્ષેપ કરવામાં આવ્યો છે,” એવી.એવી સુલતાનને ફરિયાદ કરી. સુલતાને તેની વાત પુરેપુરી સાચી માનીને, વફાદાર સરદારોને સજા કરી. ખુસરોખાનની ચડવણીથી, સુલતાને ઈ.સ. ૧૩૧૮માં ગુજરાતના સૂબા મલેક દીનાર ઝફરખાનને પાછો બોલાવી લીધો અને કોઇક બહાના હેઠળ એની કતલ કરાવી. ત્યાર પછી, ખુસરોખાને પોતાના માતૃપક્ષે ભાઇ થતા મલેક હુસામુદ્દીનની ગુજરાતના સૂબા તરીકે નિમણૂક કરાવી. તેણે ગુજરાતમાં આવી જમીનદારો, ઠાકોરો, રાજપૂતો અને ભરવાડ જ્ઞાતિના લોકોને ભેગા કરીને, પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપવાનો પ્રયાસ કર્યો. ગુજરાત પોતાનું વતન હોવાથી એના ઉપર કબજો જમાવી લેવાની ખુસરોખાનની ઇચ્છા હતી. તેમાં તેના જ્ઞાતિબંધુઓની સહાય મળશે, એવો તેને વિશ્વાસ હતો. વિપુલ સંપત્તિ ભેગી કરી, પોતાની સત્તાનો પાયો નાખવાની મહત્ત્વાકાંક્ષા ખુસરો સેવતો હતો. પરંતુ હસામુદ્દીન અપાત્ર હોવાથી ખુસરોખાનની યોજના સફળ થઈ નહિ. આ જોઈને સુલતાનના વફાદાર સરદારોએ તેને પકડીને દિલ્હી મોકલી આપ્યો તે સુલતાનના માનીતા સલાહકાર અને વજીર ખુસરોખાનનો ભાઈ Page #421 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૮ _ થતો હતો. તારીખે ફીરોજશાહી'માં ઝિયારૂદીનબરદીના જણાવ્યા પ્રમાણે તેના ગંભીર ગુના માટે સુલતાને તેને ફક્ત તમાચો મારીને છોડી દીધો. એટલું જ નહિ, પરંતુ તેને રાજમહેલમાં અંગરક્ષક તરીકે નીમવામાં આવ્યો. સુલતાન નબળો હોવાથી, હુસામુદ્દીનના ગુના પાછળ, ખુસરોખાનની મેલી રમતનો તેને અણસાર પણ આવ્યો નહિ. આ રીતે પોતાના ગુમ શત્રુ તરફ બેદરકારી સેવીને, સુલતાને પોતાની જ ઘોર ખોદી. ખુસરોખાને પોતાની લાગવટનો ઉપયોગ કરીને, ગુજરાતમાંથી પોતાનાં સગાંસંબંધીઓને દિલ્હી બોલાવીને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ પર તેઓની નિમણૂંક કરાવી. તેણે ઇ.સ. ૧૩૨૦માં ગુજરાતના સૂબા તરીકે પોતાની નિમણુંક કરાવી. એ પોતે કદી એ હોદ્દાની ફરજ બજાવવા ગુજરાતમાં આવ્યો નહિ, પરંતુ પોતાનો નાયબ નીમીને વહીવટ કરતો હતો. તેણે ગુજરાતમાંથી પોતાને વફાદાર એવા ૪૦,% ઘોડેસવારોની ભરતી કરાવી. આ રીતે તેણે શાહી લશ્કરી તાકાત પોતાની તરફેણમાં કરી દીધી. તે સુલતાનની વિરૂદ્ધ યોજના ઘડે છે, અને દિવસે દિવસે વધુ ને વધુ શક્તિશાળી બનતો જાય છે, એવી ફરિયાદ મળવા છતાં, સુલતાન મુબારકશાહે તેની વિરૂદ્ધ કંઈ પગલાં ભર્યા નહિ. રાજ્યના કેટલાક અમીરો પણ પોતાના અંગત સ્વાર્થ ખાતર તેની સાથે જોડાયા. આખરે બેવફા ખુસરોખાને એક રાત્રે શસ્ત્ર સજ્જ ગુજરાતી ભરવાડોને લઇ મહેલમાં પ્રવેશ કર્યો. તે વખતે પોતાનો જાન જોખમમાં હોવાનો મુબારકશાહને વહેમ પડ્યો. તે જમાનાખંડ તરફ દોડ્યો ત્યારે ખુસરોખાને તેને પકડવો અને તેના સાથીએ તત્કાળ તેની છાતીમાં છરી ભોંકી દીધી અને આ રીતે ૧૫ એપ્રિલ, ૧૩૨૦ની રાત્રે તેની હત્યા કરવામાં આવી. * કુબુદ્દીન મુબારકશાહની કતલ થઈ કે તરત જ મધ્યરાત્રિએ એનુભુલ્ક, વહિદીન કુરેશી, ફખરુદ્દીન જના, બહાઉદ્દીન દાબિર વગેરે નામાંકિત અમીરો તથા સરદારોને બોલાવી તેમની સંમતિથી ખુસરોખાન નાસિરુદ્દીન ખુસરોશાહ' ખિતાબ ધારણ કરી તખ્તનશીન થયો. તેણે મસ્જિદમાં પોતાના નામનો ખુતબો વંચાવ્યો અને પોતાના નામના સિકકા પડાવ્યા. પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવામાં સહાયરૂપ થનારા, પોતાની કોમના લોકોને લાયકાત અનુસાર હોદ્દા તથા ખિતાબો તેણે ઉદારતાપૂર્વક એનાયત કર્યા. તેણે સરકારી ખજાનામાંથી ઝવેરાત તથા સોનામહોરોની લહાણી કરી અને ગુજરાતીઓને માલામાલ કરી દીધા. અલાઉદ્દીનના નજીકના સગાસંબંધીઓની તથા તખ્ત વાસ્તે સંભવિત દાવેદારોની તેણે કતલ કરાવી, આ અંગેની વિસ્તૃત અહેવાલ ઝિયાઉદ્દીન બનીએ ‘તારીખે ફીરોઝશાહી'માં આપ્યો છે. કેટલાક મુસ્લિમ તવારીખકારોના મતાનુસાર તે હિંદુરાજ સ્થાપવાની મહેચ્છા સેવતો હતો. તે અભિપ્રાય તદ્દન આધાર વગરનો છે. કારણ કે દક્ષિણ ભારતમાં ચડાઇ કરી ત્યારે તે ઉત્સાહી મુસલમાનની માફક મૂર્તિભંજક બન્યો હતો. તખ્તનશીન થયા બાદ તેણે પોતાના વિરોધી અમીરોની કતલ કરાવી. મુબારકશાહીની બેગમોમાંની એક બેગમ સાથે તેણે શાદી કરી. આ કાવતરામાં તેના ટેકેદાર રણધોળને ‘રોયરાયાં, તેના પિતરાઇ હુસામુદિનને ખાનખાનાન” અને ઐનુભુલ્કને ‘આલમખાન’ના ઇલકાબો આપ્યા તથા Page #422 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા મલિક ફખરૂદ્દીન જોનાને શાહી તબેલાનો દારોગા નીમ્યો. તેણે વહિદુદ્દીનને વજીરપદે નીમ્યો. આમ ં તેણે મહત્ત્વના અમીરો તથા સૂબાઓ (ગર્વનરો)નો ટેકો મેળવી લીધો. અમીર ખુસરો તથા ઇબ્ન બતૂતા એ પણ તેમના ગ્રંથોમાં આ પ્રસંગ વર્ણવ્યો છે. ૩૯૯ અમીરોનું એક જૂથ તેનું વિરોધી હતું. વળી કેટલાક રૂઢિચુસ્ત મુસલમાનો ખુસરોખાનના વિજયને ઇસ્લામ વાસ્તે જોખમી માનતા હતા. પંજાબમાંના દીપાલપુરનો હાકેમ ગાઝી માલેક તુગલુક તેનો કટ્ટર દુશ્મન હતો. .તે ઘણો શક્તિશાળી પણ હતો. મલિક ફખરુદ્દીન જોના, જેને ખુસરોશાહે દિલ્હીમાં શાહી તબેલાનો દારોગા નીમ્યો હતો; તે ગાઝી મલિક તુગલુકનો પુત્ર હતો અને તે ખુસરોશાહને દૂર કવા તથા કુત્બુદ્દીન મુબારકશાહની કતલનું વેર વાળવા ઉત્સુક હતો. તે તેના પિતા ગાઝી મલિક તુગલુક પાસે ગયો. તેને ગુપ્ત રીતે મળીને દિલ્હીમાં વ્યાપેલી અરાજકતાની જાણ કરી. તે સાંભળીને ગાઝી મલિક લશ્કર ભેગું કરી, દિલ્હી તરફ કૂચ કરી ગયો. સલ્તનતના કેટલાક સરદારોએ તેને સહકાર આપ્યો. આ દરમિયાન વિલાસના માર્ગે પતન તરફ જઇ રહેલો ખુસરોશાહ ગાઝી મલિકના આગમનની જાણ થતાં, ગભરાઇ ગયો. છતાં સ્વસ્થ થઇ, લશ્કર ભેગું કરીને તેનો સામનો કરવા નીકળ્યો. સૈનિકોને પ્રોત્સાહિત કરવા તેણે તેઓને અઢી મહિનાનો પગાર આગોતરો આપ્યો. ૬ સપ્ટેમ્બર, ૧૩૨૦ ના રોજ ઇન્દ્રપ્રસ્થ પાસે ભીષણ યુદ્ધ થયું. પરંતુ વિજયની આશા ન રહેતાં, ખુસરોશાહ નાસી ગયો. બીજે દિવસે તે છુપાઈ ગયેલો પકડાયો અને તેની કતલ કરવામાં આવી. તેણે આશરે સાડા ચાર મહિના દિલ્હીનું સુલતાનપદ ભોગવ્યું. આમ પાટણનો એક ભરવાડ ગુલામમાંથી પોતાની આવડત અને કુનેહથી ખુસરોશાહ નામ ધારણ કરી પોતે ખુસરોશાહ તત્કાલીન પરિસ્થિતિનો લાભ લઇને તથા તેની આવડત હોંશિયારીથી ગુલામમાંથી દિલ્હીનો સુલતાન બન્યો. પરંતુ તે સુલતાનપદ લાંબો સમય ટકાવી શક્યો નહિ. Page #423 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४०० ૭૫ - પાટણ ડૉ. ભોગીલાલ સાંડેસર प्राङ् शौर्यवृत्तौ प्राशास्त्रे प्राशमे प्राङ् समाधिषु । प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ्क्षडङ्यामितोजनः ॥ - માવાઈ હેમચંદ્ર (અર્થાત્, શૌર્ય વૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, વડ્રદર્શનમાં અને વેદનાં છે અંગોમાં આ નગરના લોકો અગ્રસર છે.) નાગરિક જીવન એ સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન છે. નગર એ સંસ્કૃતિનું પ્રચાર કેન્દ્ર છે. આર્યો ભારતમાં આવ્યા ત્યારે પૂર્વે દક્ષિણ પંજાબ અને સિંધમાં વસતા દ્રાવિડ નગરવાસીઓ મોહેંજો ડેરો અને હરપ્પાના વતનીઓ સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હતા અને સુગ્રથિત ભારતીય સંસ્કૃતિના ત્યાર પછી થયેલા વિકાસમાં એ નગર સંસ્કૃતિઓના વારસાએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું હવે લગભગ પૂરવાર થયેલું છે ગ્રીક સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ ત્યાંનાં નાનકડાં નગર રાજ્યોમાં થયો હતો પછીના કાળમાં ગ્રીક સંસ્કારિતાનો વારસો રોમ અને કોન્સ્ટન્ટનોપલ એ યુરોપનાં બે પ્રધાન નગરોએ યથાશક્ય પચાવ્યો અને પસાર્યો હતો આજે પણ યુરોપીય દેશનાં પાટનગરો પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિનાં પ્રતીકો છે. ભારતના પ્રાચીન ઇતિહાસમાં પાટલીપુત્ર, મથુરા, તક્ષશિલા રાજગૃહ ઉજ્જયિની અને વૈશાલી તથા મધ્યકાલીન ઇતિહાસમાં કનોજ, ધારા, પાટણ અને વિજયનગર જેવાં નગરોના વૃત્તાન્તો એ જ સત્ય રજૂ કરે છે. ભારતના હૃદયભાગમાં આવેલ વારાણસી નગરી સેંકડો વર્ષો થયાં ધર્મ અને સંસ્કારિતાનો પ્રચાર સમસ્ત આર્યાવર્તમાં કરી રહેલી છે. ગુજરાતના ઇતિહાસનો આ દષ્ટિએ વિચાર કરતાં ગુજરાતનાં કેટલાંક પ્રધાન નગરોનો ઇતિહાસ જ કાલાનુક્રમે નજર સમક્ષ આવે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણની દ્વારિકા અને પછી ગિરિનગર વલભીપુર, શ્રીમાલ, પાટણ તથા છેલ્લે અમદાવાદ એટલાં નગરોના ઇતિહાસમાં ગુજરાતનો રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ પણ મુખ્યત્વે સમાઈ જાય છે. રાજકીય તેમજ સાંસ્કારિક બળોએ પરસ્પર નીપજાવેલા આઘાત-પ્રત્યાઘાતો તથા જનસમાજ ઉપર તેમની અસરો પણ આ નગરોના ઇતિહાસમાંથી વંચાય છે. તેમાંયે શ્રીમાલ, પાટણ અને અમદાવાદની તો એક સંત પરંપરા છે. શ્રીમાલ ભાંગતાં પાટણ વસ્યું અને પાટણ ભાંગીને અમદાવાદ વસ્યું. શ્રીમાલની વસતિ પાટણમાં અને પાટણની અમદાવાદમાં આવી. “પાટણ જોઈને અમદાવાદ વચ્ચું” એ ઉકિત તો કહેવતરૂપ બનેલી જ છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૦૧ પાટણ અને અમદાવાદનાં કેટલાંયે કુલીન કુટુંબોના મૂળ પુરુષ શ્રીમાલના હોવાનું જણાય છે. ગુજરાતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બનેલા શ્રીમાળીઓ અને પોરવાડો શ્રીમાલથી આવેલા છે. પાટણ તથા અમદાવાદ એ બે નગરોએ સાંસ્કૃતિક ઉપરાંત રાજકીય અને આર્થિક દૃષ્ટિએ પણ ગુજરાતના ઇતિહાસમાં પરમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરેલું છે, એ શ્રીમાલ કરતાં તેમની વિશેષતા. ગુજરાતની ભાવનાઓ, આચાર-વિચારો અને સંસ્કારિતા-ટૂંકમાં તેના સમગ્ર જીવન અને સ્વભાવના ઘડતરમાં એ બે નગરોએ સૌથી મોટો ફાળો આપ્યો છે; અને અમદાવાદના ભાગ્યમાં તો ભાવી ગુજરાતના સંસ્કારઘડતરનું પ્રશસ્ય કાર્ય પણ નિર્માયેલું છે. પણ સં. ૯૯૭માં મૂળરાજ સોલંકીના રાજ્યારોહાણકાળથી માંડી સં. ૧૨૨૯માં કુમારપાલના અવસાન સુધીના લગભગ સવાબસો વર્ષના ગાળામાં પાટણનો જે સર્વાંગીણ વિકાસ થયો હતો તે અમદાવાદે હજી હવે સાધવાનો છે. રાજકીય દૃષ્ટિએ એ કાળે ગુજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કોંકણથી ઉત્તરે દિલ્હી સુધી અને પૂર્વે સંભવતઃ ગૌડથી પશ્ચિમે સિંન્ધ સુધી વિસ્તરેલું હતું. આર્થિક અને વ્યાપારી દષ્ટિએ ગુજરાતનું પાટનગર પાટણ, તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું; અને સૌથી વિશેષ તો સાંસ્કૃતિક દૃષ્ટિએ પાટણ એ પશ્ચિમ ભારતનું સાચું વિદ્યાપીઠ હતું. પાટણના પતન પછી ગુજરાતમાં આવા સુવિશાળ વિદ્યાકેન્દ્રનું સ્થાન હજી પણ અણપૂર્રાયેલું રહ્યું છે. એક કાળે સરસ્વતી નદીના તીરે લાકખારામ ગામડું આવેલું હતું. પંચાસરના એક ચાવડા ઠાકોરના પુત્ર વનરાજે જે સ્થળે સં. ૮૦૨માં એક ગામ વસાવીને પોતાના એક સહાયક અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ એવું નામ તેને આપ્યું અને ત્યાં પોતાની ઠકરાત સ્થાપી બીજા પ્રદેશોમાં લૂંટારા અને ચાંચિયા તરીકે ઓળખાતા ચાવડા રાજાઓની નાનકડી ઠકરાતમાં ગુજરાતના સામ્રાજ્યનો અને એ ઠકરાતના પ્રધાન ગામમાંથી પાટણ જેવા ઇતિહાસવિખ્યાત નગરનો વિકાસ કેવી રીતે થયો એનો વૃત્તાન્ત જેટલો રસિક તેટલો જ ઉદ્બોધક છે. ઇતિહાસમાં ચાવડાઓનું મહત્ત્વ તત્કાલીન ગુજરાતની અન્ય નાનકડી ઠકરાતોથી વિશેષ નહીં હોય એ નિશ્ચિત છે, કારણ કે પ્રબન્ધો વગેરેમાં ચાવડાઓ વિશે થોડીક વિગતો મળે છે તે પણ સંદિગ્ધ અને કેટલીક વાર તો પૂર્વાપર વિરોધી છે. ચાવડા વંશના રાજાઓનાં નામ, તેમનો રાજ્યકાળ અને તેમનો અનુક્રમ એ વિશે પણ કશી ચોક્કસાઇ નથી. કદાચ આ જ કારણથી આચાર્ય હેમચન્દ્રે પોતાના ‘યાશ્રય’કાવ્ય નો આરંભ છેલ્લા ચાવડા રાજા સામન્તસિંહના ભાણેજ તથા ચૌલુક્યવંશના પહેલા રાજા મૂળરાજના વૃત્તાન્તથી કર્યો છે. પાટણનો સાચો ઇતિહાસ ત્યારથી જ શરૂ થાય છે, તેમ જ ગુજરાતનું વ્યક્તિત્વ પણ એ કાળમાં જાય છે-અરે, આપણા પ્રાન્ત માટે ‘ગુજરાત’એ નામ પણ મૂળરાજ સોલંકીના રાજ્યકાળ દરમિયાન પ્રચારમાં આવે છે. સોરઠના ગ્રહરિપુ, કચ્છના લાખા ફલાણી અને લાટના બારપ ઉપર વિજય મેળવી મૂળરાજે સામ્રાજ્ય વિસ્તાર કર્યો, ઉત્તરાપથના બ્રાહ્મણોને ગુજરાતમાં વસાવી ‘જ્ઞાનસંસ્કારની પરબો' બેસાડી અને શ્રીસ્થળમાં રૂદ્રમહાલય બાંધી ગુજરાતી સ્થાપત્ય-કળાની એક અમર કૃતિ આપી મૂળરાજથી Page #425 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૦૨ ચોથી પેઢીએ થયેલ ભીમ બાણાવળીના રાજ્યકાળમાં સોમનાથનો ભંગ કરનાર અણધાર્યા આવેલા આ વંટોળથી કેટલોક વખત ઉત્પાત મચી રહ્યો, પણ થોડા સમયમાં ગુજરાતે પોતાનું જીવન પૂર્વવત્ શરૂ કર્યું, અને ભીમદેવના પુત્ર કર્ણના સમયમાં ગુજરાત અને પાટણની પાછી ઊર્ધ્વગતિ શરૂ થઈ. કર્ણનો પુત્ર જયસિંહ સિદ્ધરાજ (સં. ૧૧૫૦-૯૯) એક પ્રચંડ મહત્ત્વાકાંક્ષી, પરાક્રમી અને વિદ્યારસિક રાજા હતો. માળવાના વિજય પછી તેણે ત્યાંનો સરસ્વતી ભંડાર જોયો તે સાથે ગુજરાતનું જ્ઞાનદારિદ્રય જોયું અને પોતાની પ્રજાને પણ વિદ્યારસિક બનાવવાની તેણે પ્રેરણા થઇ. તેની જ અભ્યર્થનાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર ગુજરાતનું પ્રધાન વ્યાકરણ “સિદ્ધહેમચંદ્ર' રચ્યું; અને પાટણને પોતાની કર્તવ્યભૂમિ બનાવી અનેક શાસ્ત્રોની રચના કરી. આજ સુધીના ગુજરાતે જેની પ્રશસ્તિઓ ગાઇ છે તે સહસ્ત્રલિંગ સરોવર પણ સિધ્ધરાજે બંધાવ્યું હતું. થોડાક વર્ષોથી વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ત્યાં જે ખોદકામ ચલાવ્યું છે, તે ઉપરથી એ સરોવરની ભવ્યતાનો અને એની રચનામાં પ્રયોજાએલી અપ્રતિમ સ્થાપત્યકળાનો કંઇક ખ્યાલ આવે છે. શહેરના મધ્યભાગમાં આવેલું, એક હજાર શિવાલયો વડે પરિવૃત આ સરોવર શહેરીઓનું પૂજા સ્થાન, વિદ્યાસ્થાન તેમજ મનોવિનોદ સ્થાન હતું. સરોવરના કિનારે રાજા તરફથી સંખ્યાબંધ વિઘામઠો બાંધવામાં આવેલા હતા, જેમાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે રહેવા-જમવાની તથા અધ્યયનની વિના મૂલ્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તેમાં તર્ક, લક્ષણ (વ્યાકરણશાસ્ત્રો અને સાહિત્યનો તથા વિવિધ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ મુખ્યત્વે કરાવવામાં આવતો. અનેક ધર્મોના આચાર્યો પાટણ આવતા, તેમની વચ્ચે શાસ્ત્રાર્થો થતા અને ખુદ રાજા પણ એવા શાસ્ત્રાર્થોમાં રસ લેતો, સિદ્ધરાજની સભામાં શ્વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર વચ્ચે થયેલો વાદ સૌથી પ્રસિદ્ધ છે. એમાં છેવટે કુમુદચન્દ્રનો પરાજય થયો અને કદાચ એ પરાજયને કારણે જ દિગંબરોનું પ્રભુત્વ ગુજરાતમાં તક્ત ઘટી ગયું. એક સમકાલીન લેખક યશશ્ચંદ્ર લખેલાં મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ” નામે સંસ્કૃત નાટકમાં આ વાદનું વિસ્તારથી વર્ણન કરેલું છે તેમાંથી સિદ્ધરાજની સભા, સભાસદો, તે કાળના જાણીતા વિદ્વાનો અને પાટણની સારસ્વત પરંપરા વિશે ઘણી જાણવા જેવી માહિતી મળે છે. તે કાળના પાટણનું આચાર્ય હેમચન્દ્ર યથાર્થ વર્ણન કરેલું છે કે - अस्ति स्वस्तिकवद् भूमेधर्मागारं न्यासपदम् । पुरं श्रिया सदाश्लिष्टं नाम्नाणहिलपाटकम् ॥ (ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.) સિદ્ધરાજના ઉત્તરાધિકારી કુમારપાલના સમયમાં ગૂર્જર ભૂમિની અને પાટણની ઉન્નતિ પરાકાષ્ટાએ પહોંચી. પોતાના કુલકમાગત શૈવ ધર્મનો ત્યાગ નહીં કરવા છતાં કુમારપાલે હેમચંદ્ર પાસેથી જૈનધર્મનું શ્રવણ કરી શ્રાવકનાં વ્રતોનો સ્વીકાર કર્યો અને પોતાના રાજ્યમાં “અમારિ ઘોષણા” પ્રવર્તાવી. આ પૂર્વે પણ ઠેઠ વનરાજના સમયથી જ જૈનધર્મની અસર તો પાટણમાં પુષ્કળ હતી. વનરાજના આશ્રયદાતા શીલગુણસૂરિ એક ચૈત્યવાસી જૈન સાધુ હતા. પાટણના રાજ્યતંત્રમાં Page #426 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૦૩ પણ જૈન વણિકોનું ઠીક ઠીક પ્રાધાન્ય હતું. હેમચંદ્ર જેવા જૈન આચાર્યનું સિદ્ધરાજ અને કુમારપાલ એ બે સૌથી વિકમશાળી રાજાઓ ઉપર સારું પ્રભુત્વ હતું. તત્કાલીન સમાજમાં જૈનધર્મનાં બીજાં બળો પણ કામ કરતાં હતાં. ગુજરાતની પ્રજાની ભાવનાને અને આચારને અહિંસાપ્રધાન બનાવવામાં આ ઐતિહાસિક કારણોનો ઘણો મોટો ફાળો છે. - પરાકાષ્ઠા પછી પતન એ ન્યાયે કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલના સમયથી પાટણની પડતીનો પ્રારંભ થયો. અજયપાલની પછી ગાદીએ આવનાર ભીમદેવ બીજાના સમયમાં પાટણના સામ્રાજ્યના પાયા ડોલી ગયા હતા, અને જયન્તસિંહ નામે કોઈ સામાન્ત થોડા સમય માટે ભીમદેવને હાંકી કાઢી રાજ્યનો માલિક થઈ બેઠો હતો. ભીમદેવના ડગમગતા સિંહાસનને ધોળકાના રાણા વાઘેલા લવણપ્રસાદ અને તેના પુત્ર વિરધવલે પાછું સ્થિર કર્યું અને વિરધવલના મંત્રીઓ વસ્તુપાલતેજપાલના નેતૃત્વ નીચે પાટણ અને ગુજરાતના જીવનમાં થોડા સમય પાછું નવચેતન આવી ગયું. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં ચાલતી હતી તેવી સાંસ્કારિક પ્રવૃત્તિઓ વસ્તુપાલ-તેજપાલના આશ્રય નીચે પાછી શરૂ થઇ. કર્ણ એલંકીના સમયથી માંડી વરધવલના પુત્ર વીસલદેવના અવસાન સુધીનો કાળ વિક્રમની બારમી અને તેરમી શતાબ્દી તથ ચૌદમી શતાબ્દીની પ્રથમ પાદ એ ગુજરાતના સંસ્કૃત જ્ઞાનનો મધ્યાહનકાળ છે. સંસ્કૃત વિધાનું કેન્દ્રસ્થાન પાટણ હતું અને ગુજરાતનું શ્રેષ્ઠ સંસ્કૃત સાહિત્ય પાટણમાં જ લખાયેલું છે. હેમચંદ્ર અને તેમના શિષ્યમંડળ ઉપરાંત સંખ્યાબંધ જૈન આગમગ્રંથો ઉપર પ્રમાણભૂત ટીકાઓ રચનાર આચાર્યો અભયદેવસૂરિ અને મલયગિરિ, આગળ જેનો ઉલ્લેખ કર્યો છે તે “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ'ના કર્તા યશશ્ચન્દ્ર કુમારપાલ પ્રતિબોધ” અને “શતાથ કાવ્ય'ના કર્તા સોમપ્રભાચાર્ય જેણે એક દિવસમાં આખો પ્રબન્ધ ર હતો. તથા સિદ્ધરાજે જેને પોતાના બંધુ • તરીકે સ્વીકાર્યો હતો' (drદનિપુનમહાપ્રવધ: સિદ્ધરન પ્રતિપને વધુ | શ્રી પાનનામીવિવ) તે પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ તથા પૌત્ર વિજયપાલ, ધારાધ્વસ” નો કર્તા ગણપતિ વ્યાસ, વામ્ભટાલંકાર’નો કર્તા વાભટ્ટ, કીર્તિકૌમુદી' ઇત્યાદિનો કર્તા સોમેશ્વર, દુતાંગદ'નો કર્તા સુભટ તથા હરિહર, નાનાક પંડિત, અરિસિંહ, અમરચન્દ્ર વગેરેના પાટણમાં થઈ ગયેલા સેંકડો સંસ્કૃત ગ્રંથકારો પૈકી માત્ર થોડાં જ નામો છે. વસ્તુપાલ પોતે પણ એક ઉચ્ચ કોટિનો કવિ હતો. તેણે નરનારાયણાનંદ' નામે એક મહાકાવ્ય રચ્યું છે અને તેની પદ્યરચનાઓ અનેક સંસ્કૃત સુભાષિત સંગ્રહોમાં લેવાયેલી છે. ઉપર્યુક્ત લેખકોમાંના કેટલાય વણિકો હતા એ વસ્તુ વળી સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખાસ નોંધ માગી લે એવી છે. એ કાળનું પાટણ તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું એમાં શંકા નથી. પ્રબન્યો અને સમકાલીન કાવ્યોનાં વર્ણનોને અતિશયોક્તિ ગણીએ તો પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં પાટણ વિશેની જે ભાવનાઓ ખુરાયમાણ થાય છે એ જોતાં એ નગરની જનસંકીર્ણતા, વ્યાપારઉદ્યોગ, સમૃદ્ધિ અને સંસ્કાર વિશે કોઈ શંકા રહેતી નથી. પરદેશી મુસાફરોનાં વર્ણનો પણ એ હકીકતની શાખ Page #427 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४०४ પૂરે છે. મોર્યયુગની જેમ એ કાળમાં વસતિ ગણતરીની પ્રથા નહોતી, એટલે પાટણને સ્થળે સ્થળે કેવળ “નરસમુદ્ર' તરીકે વર્ણવેલું છે. પાટણની અમાપ જનસંખ્યા અને પટણી ધનપતિઓ ના અઢળક વૈભવને લગતી અનેક કિંવદન્તીઓ પણ પ્રચલિત છે. જે અક્ષરશઃ સત્ય ન માનીએ તો પણ વાસ્તવ પરિસ્થિતિ ઉપર કેટલેક અંશે પ્રકાશ પાડનારી તો છે જ. સં. ૧૩૬૦માં પાટણના છેલ્લા વાઘેલા રાજા કર્ણનો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો અને મુસ્લિમ સત્તાનો પ્રારંભિક દોર ગુજરાતમાં ગાજી રહ્યો. પાટણ એ ગુજરાતમાં ઇસ્લામી સત્તાનું કેન્દ્ર બન્યું. વિદ્યા અને કલાને રાજ્યાશ્રય મળતો અટકયો. જૈનોના ઉપાશ્રયો અને બ્રાહ્મણ વિદ્વાનોનાં નિવાસસ્થાનો સિવાય અન્યત્ર શાસ્ત્રોદ્ઘોષ સંભળાતો લગભગ બંધ થયો. વિધર્મી શાસકોના પ્રલયંકર ઝનૂનને કારણે પ્રજાજીવનમાં પહેલાં તો જાણે કે એક પ્રકારની ઓટ આવી પણ આક્રમણની પ્રારંભિક ચોટ સહન કર્યા બાદ સ્થિતિસ્થાપક પ્રજામાનસ પાછું મૂળ દશામાં આવ્યું; અને કંઈક સંકુચિત અને કેટલેક અંશે ભગ્નગૌરવ અવસ્થામાં પૂર્વવત્ જીવન શરૂ થયું. પ્રજાજીવનને લાગેલો આક્રમણનો ઘા જીરવવામાં પાટણના મહાજનોએ સારો ભાગ ભજવ્યો હતો. અલાઉદ્દીનના ગુજરાત વિજય પછી અગિયાર વર્ષે, સં. ૧૩૭૧માં, પાટણના સંઘવી સમરસિંહે અલાઉદ્દીનની અનુમતિ લઈને મુસ્લિમો દ્વારા ખંડિત થયેલાં શત્રુંજય ઉપરનાં જૈન મંદિરોના સમરરાસ'ના શબ્દોમાં કહીએ તો “હિન્દુઓની હજ'નો સમુદ્ધાર કરાવ્યો હતો. સમરસિંહ તથા તેના ભાઇ સાલિંગે પોતાની અસાધારણ રાજકીય લાગવગ દ્વારા ગુજરાતનાં સેંકડો દેવાલયોને મુસ્લિમોના હાથે થતા સર્વનાશમાંથી ઉગારી લીધાં હતાં અથવા તેમનો પુનરુદ્ધાર કરાવ્યો હતો તથા સેંકડો પ્રજાજનોને કેદખાનામાંથી મુક્તિ અપાવી હતી. મુસ્લિમ રાજ્યઅમલના પ્રારંભ બાદ ગુજરાતના જીવનમાં પાટણનું પૂર્વવત્ સર્વાગીણ મહત્ત્વનું સ્થાન તો ન જ રહ્યું. ઇસવી સનની પંદરમી શતાબ્દીના પ્રારંભમાં અહમદશાહે અમદાવાદ વસતાવતાં રાજકીય કેન્દ્ર પણ પાટણથી ખસી અમદાવાદ ગયું અને પ્રાચીન પાટનગર પાટણ એક પ્રશ્ચાદભૂમાં સમાઈ ગયું જો કે જૈનોનું એ એક કેન્દ્રસ્થાન હોઈને જૈનોના ધાર્મિક ઇતિહાસમાં પાટણ એક અતિ મહત્વનું સ્થાન મનાયું છે. જૈન આચાર્યોની એક કર્તવ્યભૂમિ બનેલું હોઇ પાટણના સ્થાનિક ઇતિહાસને લગતી અને વિપ્રકીર્ણ હકીકતો આપણને જૈન પટ્ટાવલીઓ અને ઐતિહાસિક રાસાઓમાંથી મળે છે. અનેક જિનમંદિરોથી સંકીર્ણ હોઇ જૈનો એને આજ સુધી તીર્થસ્થાન ગણે છે. કદાચ એ વસ્તુને જ અનુલક્ષીને સત્તરમાં શતકમાં રચાયેલા હીરસૌભાગ્ય' કાવ્યના કર્તા દેવવિમલગણિ કહે છે : श्रीस्तम्भतीर्थ पुटभेदनं च यत्रोमयत्र स्फुरतः पुरे द्वे । अहम्मदाबादपुराननाया: किं कुण्डले गुर्जरदेवलक्ष्म्याः ॥ | (અર્થાતુ અમદાવાદ જેનું મુખ છે એવી ગુર્જર દેશની લક્ષ્મીમાં ખંભાત અને પાટણ એ જાણે કે બન્ને બાજુ સ્કુરાયમાણ થતાં કુંડળો છે.). Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ યુગે યુગે પાટણની પ્રભુતા ‘કાદંબરી’નો ગુજરાતી પદ્યાનુવાદ કરવાનું દુઃસાહસ સફળ રીતે ખેડનાર સુપ્રસિદ્ધ કવિ ભાલણ તથા તેનો પુત્રો ઉદ્ભવ અને વિષ્ણુદાસ સોળમાં શતકમાં પાટણમાં થઇ ગયા. અઢારમાં શતકના પૂર્વાર્ધમાં અનેક ભક્તિરસપૂર્ણ આખ્યાનો રચનાર વૈષ્ણવ કવિ વિશ્વનાથ જાની અને એ જ શતકના ઉત્તરાર્ધમાં ‘ફતુહાતે આલમગીરી’ (આલમગીરીના વિજયો નામનો સુપ્રસિદ્ધ ફારસી ઇતિહાસગ્રંથ લખનાર તથા, દુર્ગાદાસ રાઠોડ અને ઔરંગઝેબ વચ્ચે સુલેહ કરાવનાર ઇશ્વરદાસ નાગર પાટણના હતા. જૈન કવિઓની વિપુલ સાહિત્યપ્રવૃત્તિ પણ ચાલુ જ હતી. પણ પૂર્વકાલીન ગૌરવનો લોપ થતાં સાહિત્ય રચનામાંયે ઉત્સાહ અને આત્મભાનની માત્રા ઓછી જ જણાય છે. શ્રી મુનશી, શ્રી ચૂનીલાલ શાહ અથવા શ્રી ધૂમકેતુની નવલકથાઓ વાંચીને કોઇ આજે પાટણ જોવા આવે તો જરૂર નિરાશ થાય. પ્રાચીન પાટણના અવશેષોમાં આજે રાજગઢના કોટનો થોડોક ભાગ, ‘રાણીના મહેલ' નામથી ઓળખાતો ટેકરો તથા ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ બંધાવેલ ‘રાણીવાવાનાં હાડ' સિવાય બીજું કંઇ ખાસ બાકી રહ્યું નથી. સહસ્રલિંગ સરોવરનો એક પણ પથ્થર તે જગાએ ખોદકામ થયું તે પૂર્વે દેખાતો નહોતો મહેસાણા-કાકોશી રેલ્વે સરોવરની લગભગ મધ્યમાં થઇને જાય છે. સરસ્વતી નદીના પટમાં આવેલ શેખ ફરીદની દરગાહ તથા નદીને સામે કાંઠે આવેલી બાવા હાજીની દરગાહ કોઇ જૂના હિન્દુ કે જૈન મંદિરનું સ્વરૂપાન્તર હોય એમ જણાય છે. કનસડા દરવાજા બહાર આવેલી પીર મુખ્યમશાહની દરગાહ એ મૂળ હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય હતો એમ કહેવાય છે. મુસ્લિમકાળનાં બીજાં સુંદર બાંધકામોમાં શેખ જોધની વિશાળ મસ્જિદ શહેરના મધ્યમાં આવેલી ગુમડા મસ્જિદ, અને અકબરના સુબા ખાન અઝીઝ કોકાએ બાંધેલું ખાનસરોવર એ ખાસ ધ્યાન ખેંચે છે. અકબરના રાજ્યકાળમાં સં. ૧૬૫૨માં બંધાયેલું વાડીપાર્શ્વનાથનું જૈન મંદિર, તેમાંના અદ્ભુત કોતરણીવાળા લાકડકામને લીધે, પાટણના પ્રત્યેક પ્રવાસીને દર્શન માટે આકર્ષે છે. વનરાજ ચાવડાએ બંધાવેલું પંચાસરા પાર્શ્વનાથનું મંદિર અનેક જીર્ણોદ્ધાર થતાં થતાં આજ સુધી ટકી રહ્યું છે અને આજે વળી તેનો એક નવીન જીર્ણોદ્ધાર થઇ રહ્યો છે. જો કે એ મંદિર વનરાજે હાલના સ્થાન ઉપર બાંધ્યું હશે કે જૂના પાટણમાંથી મૂર્તિ લાવીને હાલના સ્થળે તેની પુ:નપ્રતિષ્ઠા કરવામાં આવી હશે એ એક પ્રશ્ન છે. પરંતુ, પાટણના મહારાજાઓ અને ધનિકોએ બાંધેલાં અનેક મહાલયો અને મંદિરોનો આજે ક્યાંયે પત્તો નથી વનરાજનાં કંટેશ્વરીપ્રાસાદ, અણહિલેશ્વર નિકેતન અને ધવલગૃહ, યોગરાજનું યોગેશ્વરીનું મંદિર, ભૂયડેશ્વર પ્રાસાદ, મૂળરાજ વસહિકા અને ત્રિમૂર્તિ પ્રાસાદ, ચામુંડનાં, ચંદનનાથનાં અને ચાચિણેશ્વરનાં મંદિર, દુર્લભરાજનાં રાજમદનશંકર, દુર્લભસરોવર, વીરપ્રાસાદ, ભીમદેવનો ત્રિપુરુષપ્રાસાદ, ભીમેશ્વરનું અને ભીરુઆણીનું મંદિર, કર્ણદેવનો કર્ણમેરુ પ્રાસાદ, સિદ્ધરાજનો કીર્તિસ્તંભ અને સહસ્રલિંગના તીરે બાંધેલા અનેક સત્રાગારો અને વિદ્યામઠો, હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રે પોતાના ‘કુમારવિહારશતક’માં અમર બનાવેલો કુમારપાલનો કુમારવિહાર અને બીજાં અનેક મંદિરોનો કે વિમળશા અને વસ્તુપાલ-તેજપાલ જેવા કોટયાધીશોના મહેલોનો ક્યાંય પત્તો પણ નથી. સિદ્ધરાજના કીર્તિસ્તંભ ઉપરની ‘સહસ્રલિંગ સરોવર પ્રશસ્તિ'નો માત્ર એક નાનો ટુકડો પાટણમાં વીજળકૂવાના મહાદેવના Page #429 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४०६ મન્દિરની ભીંતરમાં ચણાયેલો મળ્યો છે. વસ્તુપાલના પૂર્વજોનું નામ કોતરેલા બે આરસના થાંભલાઓ પાટણમાં જુના કાલિકા માતાના મંદિરના બાંધકામમાં છે તથા વસ્તુપાલનાં સત્કૃત્યોની પ્રશસ્તિરૂપે ઉદયપ્રભસૂરિએ લખેલ ‘સુશ્રુતકીર્તિકલ્લોલની' કાવ્યમાંનો એક શ્લોક કોતરેલી કુંભી ડૉ. પંડયાઅભ્યાસગૃહના સંગ્રહાલયમાં છે; તે થાંભલા અને કુંભી તેમનાં રહેવાનાં મકાનોનાં જ અવશેષો હોવાં જોઇએ. આબુ ઉપર અદ્ભુત કલામય મંદિરો બાંધનાર વિમળ કે વસ્તુપાલનાં પોતાનાં મહાલયો કંઈ સાધારણ કોટિનાં નહીં જ હોય. પણ સદીઓ સુધી પાટણની પથ્થરની ખાણ તરીકે ઉપયોગ થયો હોય ત્યાં બાકી શું રહે? “મિરાતે અહમદી'નો કર્તા લખે છે કે અમદાવાદ તથા બીજાં સ્થળોએ બધો જ પથ્થર પાટણમાંથી લાવવામાં આવ્યો હતો. નવા પાટણનો કોટ, કાળકામાતાનું વિશાળ મંદિર અને વિકમને ઓગણીસમા સૈકાની બારોટની વાવ જૂના પાટણના પથ્થરોથી બંધાયેલ છે. કોટમાં પણ કોતરણીવાળી શિલાઓ અને કલામય મૂર્તિઓ અવળી-સવળી ચણી લીધેલી છે એ એક ગ્લાનિકારક દશ્ય છે. પાટણમાં બહારનો પથ્થર માત્ર ચાલીસેક વર્ષથી જ આવવો શરૂ થયો છે, એટલે એનાં મકાનોમાં પણ મોટે ભાગે જૂના પથ્થર વપરાયો છે. આ પુરાતન અવશેષોના પથ્થર કાઢી જવા માટે દર વર્ષે ઇજારો આપવામાં આવતો અને ઇજારાપદ્ધતિ બંધ થયા પછી પણ પથ્થરો કાઢી જવાનું ચાલુ જ રહ્યું હતું. 'મિરાતે અહમદી'ના કર્તાએ પાટણની આજુબાજુ માઇલો સુધી પથ્થરોના ઢગલા જયેલા; એમાંનું પણ આજે કંઇ નથી. માત્ર સવાસો વર્ષ ઉપર કર્નલ ટૉડે ભવ્ય તોરણ અને નકશીકામવાળા દરવાજા જોયા હતા તે હાલ નથી. એટલું જ નહિ, પણ આ અવશેષો કયે સ્થળે હતા તેની કોઈને માહિતી નથી! રાણીની વાવામાં કૂવાને સામે છેડે પથ્થરના સ્તંભો હોવાનું બર્જેસે લખ્યું છે, તે પણ હાલ નથી. પાટણ એક રેતાળ પ્રદેશમાં આવેલું છે અને તેની આસપાસ ક્યાંય પથ્થરની ખાણ નથી, છતાં જે કાળે ગાડાં સિવાય ભારવાહનનાં બીજાં કોઈ સાધનો નહોતાં ત્યારે પથ્થરોનો આ લગભગ અખૂટ જથ્થો અહીં ખેંચી લાવવા માટે જે ધર્મશ્રદ્ધાએ પ્રેરણા આપી હશે અને એની પાછળ જે પ્રચંડ પ્રયત્ન ચાલુ રહ્યો હશે તેની માત્ર કલ્પના જ કરવાની રહે છે. , પાટણના ગત ગૌરવનો એક માત્ર અભગ્ન અવશેષ તે એના હસ્તલિખિત ગ્રંથભંડારો છે. આ ગ્રંથભંડારોની પરંપરા તો ઠેઠ વલભીપુર અને શ્રીમાલથી ચાલી આવે છે. માલવાની સારસ્વત સમૃદ્ધિા ઉપરથી પ્રેરણા લઇ સિદ્ધરાજ અને કુમારપાલે રાજકીય ગ્રંથ ભંડારો સ્થાપ્યા હતા અને વસ્તુપાલે પણ કરોડો રૂપિયાનો ખર્ચે ગ્રંથાલયો સ્થાપ્યાં હોવાની હકીકત મળે છે વસ્તુપાલના હસ્તાક્ષરોમાં લખાયેલી ઉદયપ્રભસૂરિકૃત 'ધર્માલ્યુદય” કાવ્યની એકમાત્ર તાડપત્રની પ્રત (જે હાલ ખંભાતમાં છે) સિવાય એ ભંડારોમાંનું કોઈ પુસ્તક હાલમાં મળતું નથી; છતાં વિકમની બારમી સદીથી માંડી ઓગણીસમી શતાબ્દી સુધી લખાયેલાં અનેક વિષયોનાં અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ ભાષાઓનાં હજારો પુસ્તકો પાટણમાં છે. સેંકડો વર્ષોથી વિદ્વતપરંપરાની સંચિત કમાણી એમાં ભરી છે. પણ આવા ગ્રંથભંડારો પાટણમાં છે એની ખબર પણ પાટણના નાગરિકો પૈકી ઘણા ઓછાને છે. તર્ક લક્ષણ અને સાહિત્યરૂપી ‘વિધાત્રયી' ના પારગામી શ્રીપાલ અને વિજયપાલ, વાલ્મટ અને વસ્તુપાલ, યશપાલ અને અરિસિંહ, સોમેશ્વર અને ગણપતિ વ્યાસની પરંપરા Page #430 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४०७ પાટણમાંથી લુપ્ત થઈ ગઈ છે. ગૂર્જરેશ્વરના અશ્વોને સિંધુનાં પાણી પાનાર દંડનાયક વિમલ કે પાટણના કંપાયમાન સિંહાસનને દઢ કરી ગુજરાતની સંસ્કૃતિદીપકને ફરી એકવાર સ્થિરજ્યોત બનાવનાર વસ્તુપાલના વંશજો ક્યાંય શોધ્યા જડતા નથી. પાટણના અને ગુજરાતના વ્યકિતત્વના ઘડતરમાં અદનો હિસ્સો આપનાર મહામાત્યો, મંત્રીઓ સેનાપતિઓ અને સાંધિવિગ્રહકો-મુંજાલ અને શાન્તુ, આશુક અને સર્જન, ઉદયન અને સોમ, આંબડ અને કપદ; ચંડશમ અને દામોદર, દાદક અને મહાદેવ, ગાંગિલ અને યશોધવલ તથા બીજા કેટલાયે કેવળ કીર્તિશેષ બન્યાં છે. પાટણના જૈનો, બ્રાહ્મણો અને નાગરોને આ નામો પૈકી કોઈ યાદ પણ છે કે કેમ તે કોણ જાણે ! આજે પણ પાટણ ગુજરાતનાં ધનિક શહેરો પૈકી એક છે, પરંતુ એ ધનને કારણે પણ તેનો માનભંગ થાય છે, કારણ કે એના ધનિકો બધા જ પરદેશ સેવે છે અને માત્ર વાર-તહેવારે વતનમાં આવીને પોતાના ધનનું પ્રદર્શન કરી જાય છે. એકવાર “નરસમુદ્ર' તરીકે વિખ્યાત થયેલા નગરના સેંકડો મકાનોમાં બારણાં સદાકાળ બંધ જોવા એ પણ એક ઉäગજનક દશ્ય છે. છતાં એ પણ એક સત્ય છે કે ભૂતકાળમાં શૌર્ય સાથે અહિંસાના, ઐશ્વર્ય સાથે સંયમના, વૈભવ સાથે વિદ્યાવ્યાસંગના અને વાણિજ્ય સાથે સરસ્વતી સેવાના આદર્શો ચરિતાર્થ કરીને પાટણે કૃતકૃત્યતા સાધી છે. પોતાના ગૌરવકાળમાં ગુજરાતનું ગુરુપદ લઈને એનું અસ્તિત્વ સાર્થક કર્યું છે. ઈતિહાસના રંગમંચ ઉપર પોતાની કર્તવ્યભૂમિકા પૂરી કરીને પાટણે વાનપ્રસ્થ લીધું છે. આ જગતમાં કશું જ સ્થિરસ્થાવર નથી. અસ્તોદયનું ચકનિરંતર ચાલ્યા કરે છે. ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી એ પ્રકૃતિનો સનાતન નિયમ છે. ઈતિહાસના આરંભથી માંડી અનેક મહાનગરો અને મહાસામ્રાજ્યો ઊગીને આથમી ગયાં છે. પાટણ પણ એ સનાતન નિયમને આધીન બન્યું હોય તો એમાં શોક શા માટે ? છતાં પણ પાટણનાં ખંડેરોમાં પરિભ્રમણ કરતાં કંઇક ભૂમિપ્રેમ અને દેશપ્રેમને કારણે, નરસિંહરાવની જેમ સહજ ભાવે બોલાઇ જવાય છે કે - પાટણ! પુરી પુરાણ ! હાલ તુંજ હાલ જ હાવા !” Page #431 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४०८ રાણકીવાવનું બેનમુન સ્થાપત્ય Page #432 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ગુજરાતનું ગૌરવ રાણકીવાવ-પાટણ ડૉ. આર.ટી. સાવલિયા અધ્યાપક, શેઠ ભો.જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન એચ.કે.કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમરોડ, અમદાવાદ - ૯ ગુજરાતની ખુશનુમા હવા, તેના રૂપ-લાવણ્યના શોખીન માનવ હૈયામાં આનંદના હિલોળા જગવી નિત્ય નવાં સર્જન સર્જવાને પ્રેરે છે. જેના સુંદર સંયોજનથી આજ યુગોપર્વત ગુજરાત ભોગવતું આવ્યું છે, એક મહાન કલાવાસરો. જેની પ્રત્યેક કલામાં તેના પ્રત્યેક કલાકારોએ પૂર્યા છે, પોતાના આગવા રંગ, રાગ અને પ્રાણ. મનુષ્ય જીવનની સૌંદર્ય ભાવના કાળે કાળે અને પ્રદેશ પ્રદેશે બદલાતી રહી છે. માનવીનું મન કલાની ખોજમાં, ઊર્મિના તરંગ સાથે રસહિલોળે વિચારીને પણ અગોચર ખૂણે ખૂણા ફંફોળી રસશૃંગારના અધિકતમ આનંદ માટે કંઈને કંઈ સર્જવા ભમતું જ રહે છે. પોતાની કલ્પનાનુસારની રચના-શોભાઆભા રચીને તેને ઉચ્ચતમ કલાનું નિરાળું મૂર્તસ્વરૂપ તાદ્રશ્ય કરી લે છે, ત્યારે જ તેની સમગ્ર રસરુચિ તૃપ્ત થાય છે અને સમગ્ર રસ તરબોળતામાં જ આપણને સાચા સૌંદર્યદર્શી કલા-માનવનાં દર્શન થાય છે. ગુજરાતની આ વિવિધ કલાઓનો પ્રદેશ ક્યારેય સાંકડો બન્યો નથી કે તેનાં ધોરણ પણ ક્યાંય ઘટ્યા નથી, કારણ કે હૈયાની સૂઝથી, ઊર્મિની ઓળખથી અને પસંદગીના રંગોથી આલેખાતી એ પ્રત્યેક કૃતિ ગરીબજનની ઝૂંપડીથી માંડીને ભવ્ય રાજમહેલો સુધી પથરાયેલી છે, કેમ કે કલાકારની લાગણીઓને ક્યારેય મર્યાદા કે બંધન નડતાં નથી અને એ બંધન વિહિન લાગણીઓથી જ્યારે કોઈ પણ કલાકાર પોતાની સુંદરતાની ભાવનાને ગમે તે પ્રકારે જીવનમાં પ્રત્યક્ષ કરી અનુભવે છે, તેને જ સાચી ‘કલા’ કહેવાય છે. અર્થાત્ કલાકારના આત્મામાં વસેલા સૌંદર્યભાવોનું મૂર્તિવિધાન પછી તે શબ્દનું હોય, સૂરનું હોય, રંગનું હોય, રેખાનું હોય, વાણીનું હોય કે અન્ય કોઈ સ્વરૂપમાં હોય, પણ આ મૂર્તિવિધાન જ્યારે જ્યારે માનવ હૃદયમાં સૌંદર્યનું ભાન કરાવવાની વૃત્તિ જગવનારું બની રહે છે, ત્યારે ત્યારે એ કલાના નામે જ ઓળખાયું છે. છતાં એકલી સુંદરતા એ જ કંઇ ‘કલા” નથી ગણાઇ, કેમ કે સુંદરતા એ તો આકસ્મિક છે, જ્યારે કલા સંયોજિત છે - મનુષ્યકૃત પ્રવૃત્તિ છે. આવી એક સંયોજિત કલામાંથી સર્જાઇ ‘રાણીવાવ’ કે ‘રાણકી વાવ”. આ વાવ પાટણ (જિ. પાટણ) શહેરથી ઉત્તર - પશ્ચિમે બે કિ.મી. દૂર આવેલી છે. આ વાવ સરસ્વતી નદીના કિનારે છે. વાવની બાજુમાં પુરાણો કિલ્લો અને સહસ્રલિંગ તળાવ આવેલું છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૦ | ગુજરાતની પ્રસિદ્ધ પ્રાચીન રાજધાની અણહિલવાડ-પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર, ઇ.સ.૭૪૬માં, પણ ઇતિહાસ દષ્ટિએ ઈ.સ. ૮૪૬માં વનરાજ ચાવડાએ કરી હતી. પાટણ ચાવડા, સોલંકી અને વાઘેલાઓનું રાજકીય અને સાંસ્કૃતિક મથક રહ્યું હતું. પાટણ એ ગુર્જરથરોની રાજધાની ઉપરાંત જ્ઞાનપિપાસુઓને તૃપ્ત કરનાર વિદ્વાનોની કર્મભૂમિ પણ હતી અને તે શ્રેષ્ઠ વિદ્યાનું અને કલાનું ધામ પણ હતું. પાટણ એ ગુજરાતની રાજધાની રહી હોવાને લઈને ત્યાં અનેક પ્રવૃત્તિઓનો વિકાસ થયેલો. સોલંકીયુગ એ ગુજરાતની કલાઓના વિકાસનો સુવર્ણયુગ” ગણાયો હતો. સમૃદ્ધિની રેલમછેલથી છલકાતા ગુજરાતમાં તે વખતે કલા અને કલાકારનું આગવું સ્થાન હતું. એ સમયના અભૂતપૂર્વ કલાકોતરણીનાં સ્થાપત્યો આજે પણ એ સુવર્ણયુગની કલા-ભાવનાના સાક્ષી બનીને સૌ કોઈને આકર્ષે છે. આવું એક અદભુત કલા-કૌશલ અને કલા-કોતરણીનું સ્થાન રાણકીવાવ છે. | ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃત વાવો જળવાઇ રહી છે. તેમાં સૌથી પ્રાચીન વાવ રાણીવાવ છે. આ વાવ ચૌલુક્ય રાજા ભીમદેવ ૧લા (ઇ.સ.૧૦૨૨ થી ૧૦૬૪)ની પત્ની રાણી ઉદયમતિએ બંધાવી હોવાનો ઉલ્લેખ 'પ્રબંધચિંતામણિ'માં આવે છે. રાણી ઉદયમતિ સંસ્કારશીલ, લાગણીશીલ અને કલાપ્રેમી તથા ધાર્મિક વૃત્તિની હતી, જેનો ખ્યાલ આ વાવનું સ્થાપત્ય અને શિલ્પ-સમૃદ્ધિ જોતાં આવે છે. ઇ.સ. ૧૯૮૬માં ભારત સરકારનાં પુરાતત્વખાતા તરફથી એનું ખોદકામસમારકામ કરવામાં આવ્યું. એમાંથી રાણી ઉદયમતિની સુંદર પ્રતિમા પણ મળી આવી છે. અહીંથી મળેલ શિલ્પાવશેષ-સમૃદ્ધિ પરથી એ ગુજરાતની સર્વોત્તમ કોતરણીવાળી વાવ હોવાનું માલુમ પડે છે. આ વાવમાંનાં શિલ્પોને મોઢેરાના સૂર્યમંદિર અને આબુ પરના આદિનાથ મંદિરનાં શિલ્પો સાથે સરખાવી શકાય. આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ થયેલું છે. વાવનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ અને કુંડ (કૂવો) પશ્ચિમે આવેલ છે. મૂળમાં આ વાવ સાત મજલાની હતી. શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં આપેલા વાવના પ્રકારો જોતાં આ વાવને “નંદા પ્રકારની ગણવી જોઈએ. હાલમાં પ્રવેશ, બંને બાજુની દીવાલો, પગથિયાં, થોડા મંડપ, કુવાની પાછલી દીવાલ અને પાંચ મજલા જળવાયાં છે. દીવાલમાં સાત પડથાર છે. નીચેથી ઉપર તરફ જતાં છ મજલા સુધી દીવાલમાં શિલ્પો જળવાયાં છે. પ્રથમ મજલો તૂટી પડ્યો છે. આ વાવ ૬૫ મીટર લાંબી અને ૨૦ મીટર પહોળી છે. કૂવાનો ભાગ ૨૮ મીટર ઊંડો છે. અગિયારમી સદીના ગુજરાતના લોકજીવનના ઉચ્ચતમ કલા-સંસ્કારો અને સૌંદર્યનિષ્ઠાની આ વાવ હૂબહૂ ઘોતક છે. અહીં પથ્થરોમાં કંડારાયેલી કવિતા છે. સુંદર અને રમણીય ભાવાવેશમાં અભિવ્યક્ત થતાં આ જડ પથ્થરો પણ ગરવા ગુજરાતીઓની સૌંદર્ય ઝંખના અને મનુષ્યની કલામાત્રના જીવંત પ્રતીકો છે. જ્યારે ૧૧માં સૈકામાં આ વાવ બંધાતી હશે, ત્યારે શિલ્પકલાના પારંગતો દ્વારા પથ્થર પર થતા સંયમિત પ્રહારોથી, ટાંકણાના ગૂંજનથી આ વાવ છલકાતી, મહેંકતી હશે. આ વાવ કલારસિકો અને સૌંદર્યના જિજ્ઞાસુઓ માટેનું એક નયનરમ્ય કલાધામ છે. આ વાવનાં શિલ્પોમાં Page #434 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૧ ચૈતન્યનો ધબકાર છે. સુડોળ અંગો અને તે અંગલથી સર્જતા કમનીય અંગવળાંકો એ સુંદરતાને વધુ સુરેખ કરી આપે છે. પથ્થરોમાં પણ કોમળતાને પ્રસ્થાપિત કરનારા એ સમયની ગુજરાતની કલાકૌશલ્યપૂર્ણ જીવન શૈલીનું અહીં ઉજજવળ પ્રતિબિંબ પડે છે. અહીંના નારી-શિલ્પો લાવણ્ય, લજ્જાભર્યા અંગ મરોડ અને અનુપમ દેહલાલિત્યથી શોભી રહ્યા છે. • આ વાવની વિપુલ શિલ્પસમૃદ્ધિમાં શૈવ, વૈષ્ણવ, શક્તિ સંપ્રદાયને લગતાં અનેક શિલ્પો જોવા મળે છે. શૈવ સંપ્રદાયના શિલ્પોમાં શિવ, તેના યુગલ સ્વરૂપ, ઇશાન સ્વરૂપ, ગણેશ અને પરિવાર દેવતાઓનાં શિલ્પો છે. વૈષ્ણવ સંપ્રદાયને લગતાં વાવના પડથારમાં સળંગ પેનલમાં વિષ્ણુનાં ચોવીસ સ્વરૂપની પ્રતિમાઓ, દશાવતાર પૈકી વરાહની શાસ્ત્રોક્ત વિધાનવાળી પ્રતિમા, વામનજીની આકર્ષક મૂર્તિ, રામ, બલરામ, બુદ્ધ અને કલ્કી અવતારની પ્રતિમાં અનેરું આકર્ષણ ઊભું કરે છે. આ શિલ્પોમાં મત્સ્ય અને કુર્મ અવતારની પ્રતિમાઓ ક્યાંય જોવા મળતી નથી, જે આશ્ચર્ય પમાડે એવું છે. વાવની દક્ષિણ તરફથી દીવાલના ત્રીજા પડથારમાં વરાહ, વામન અને પરશુરામની પ્રતિમાઓ છે. નૃસિંહનું શિલ્પ કૂવાની નજીકના ભાગમાં ચોથા પડથારમાં દક્ષિણ તરફની દીવાલના ગવાક્ષમાં આવેલું છે, જ્યારે બલરામ, રામ, બુદ્ધ અને કલ્કિ અવતારની પ્રતિમાઓ પૂર્વ તરફની દીવાલના ચોથા પડથારમાં આવેલી છે. વરાહ: આ વાવની દક્ષિણ દીવાલના ગવાક્ષમાં વરાહની સપરિકર સુંદર પ્રતિમા આવેલી છે. વરાહે પ્રત્યાલિઢાસનમાં ડાબો પગ પદ્મપીઠ ઉપર મૂકેલ છે. નીચેના ભાગે અંજલિમુદ્રામાં નાગયુગલ જોઈ શકાય છે. મુખ વરાહનું છે. મસ્તકે મુકુટ અને કંઠમાં પાંદડાયુક્ત હાર છે. હસ્તવલય, બાજુબંધ, વનમાલા અને અધોવસ્ત્રને બાંધતી ઘૂઘરીયુક્ત કટિમેખલા આકર્ષક છે. પગમાં કલ્લાં અને પાદલક છે. વરાહના ચાર હાથ પૈકી જમણા નીચલો કટચવલંબિત, જમણા ઉપલામાં ગદા, ડાબા ઉપલા હાથમાં શંખ અને કોણીના ભાગ ઉપર પૃથ્વી દેવી બેઠેલ છે, જેનો ડાબો હાથ વરાહમુખને સ્પર્શતો બતાવ્યો છે. ડાબા નીચલા હાથમાં ચક છે. પરિકરમાં બંને બાજુ નાના ગવાક્ષમાં ચાર ચાર અવતારશિલ્પો મૂકેલાં છે. જમણી બાજુ નીચેથી વરાહને માનવસ્વરૂપે બતાવ્યા છે. સામી બાજુ નૃસિંહ અવતાર છે. અને ઉપર વામનબલરામ-રામ-પરશુરામ-બુદ્ધ-કલ્કિનાં શિલ્પો આવેલાં છે. આ અવતારોની પ્રતિમાઓને બે હાથ છે. નૃસિંહ: વાવના કૂવાના ભાગમાં ચોથા પડથારમાં દક્ષિણ તરફની દીવાલના ગવાક્ષમાં નૃસિંહનું સુંદર શિલ્પ આવેલું છે. શિલ્પના મુખનો ભાગ ઘસાયેલો છે. સપરિકર પ્રતિમાના મધ્યમાં કાઢેલા સ્તંભમાંથી નૃસિંહસ્વરૂપ બહાર આવેલું જણાય છે. સિંહમુખ નીચે કેશવાળી સ્પષ્ટ જોઈ શકાય છે. મસ્તક પાછળ પદ્મપાંખડીઓનું પ્રભામંડળ છે. નૃસિંહને સોળ હાથ છે, જે પૈકી બે હાથથી હિરણ્યકશિપુને મારતા અને જમણા નીચલા હાથમાં ગદા તથા ડાબા નીચલા હાથમાં શંખ છે. બાકીના ૧૪ હાથ ખંડિત છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જમણી બાજુ આસન પર પ્રહ્લાદ અંજલિમુદ્રામાં બેઠેલ છે. નૃસિંહ અસુરને ડાબા પગ વડે દબાવીને પેટના ભાગથી બે હાથે ચીરતા બતાવ્યા છે. અસુરોની છાતીથી ભાગ ખંડિત છે. પરિકરમાં નૃસિંહ સિવાયના અવતારો કંડારેલા છે. વામનઃ ૪૧૨ આ પ્રતિમાનું સ્વરૂપ વામન-કદનું બતાવેલ છે. વામન ત્રિભંગમાં ઊભેલા છે. મસ્તકે વાંકડિયા વાળ તથા ઉષ્ણિષ છે. લાંબા કાન અને કંઠમાં એકાવિલ છે. મુખ પરનું આછું હાસ્ય મોહિત કરે છે. મસ્તક પાછળ બંને બાજુ એક એક પત્રનું આલેખન સૂચક છે. છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે. ડાબા હાથથી છત્રી ધારણ કરેલ છે. જમણી બાજુ પગ પાસે ચક્ર-પુરુષ અને ડાબી બાજુ શંખ-પુરુષ ઊભેલા છે. પરિકરમાં વરાહ, નૃસિંહ, પરશુરામ, બલરામ, રામ અને બુદ્ધનાં શિલ્પો મૂકેલા છે. પરશુરામ ઃ આ પ્રતિમામાં પરશુરામને ત્રિભંગમાં ઊભેલા બતાવ્યા છે. મસ્તક પર કિરીટમુકુટ, કાનમાં મત્સ્ય-કુંડલ, કંઠમાં હાર, બાજુબંધ, ટિમેખલા, વનમાલા, પાદવલય અને પાદજાલક ધારણ કરેલ છે. ચાર-હાથ પૈકી જમણા નીચેલામાં બાણ, ઉપલામાં ખડ્ગ, ડાબા ઉપલામાં ખેટક અને નીચલા હાથમાં ધનુષ કરેલ છે. પગ પાસે બંને બાજુ પરિચારક યુગલ ઊભેલ છે. પરિકરમાં વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, બલરામ, બુદ્ધ અને કલ્કિનાં સુંદર શિલ્પો આવેલાં છે. બલરામ : આ પ્રતિમામાં બલરામ ત્રિભંગમાં ઊભેલા છે. બલરામના મસ્તકે કિરીટ-મુકટ અને એના પર ત્રણફણા નાગનો છત્રવટો છે. કાનમાં મકર-કુંડલ, કંઠમાં હાર-પ્રલંબ હાર છે. બાજુબંધ, કટકવલય તેમજ પહોળી કટિમેખલા તથા વનમાલા અને પાદવલય ધારણ કરેલ છે. બલરામના ચાર ભુજમાં અનુક્રમે હળ, પદ્મકળી, દંડ અને બીજપૂરક છે. પગ પાસે બંને બાજુ બબ્બે અનુચર ઊભેલા છે, જેમાં ડાબી બાજુના એક અનુચરે હાથમાં હળ ધારણ કરેલ છે. પરિકરમાં વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, બલરામ, બુદ્ધ અને કલ્કિ છે. રામઃ સપરિકર પ્રતિમામાં રામ ત્રિભંગમાં ઊભેલા છે. મસ્તકે કિરીટ-મુકુટ, કાનમાં શંખાકાર કુંડલ, કંઠમાં હાર અને પ્રલંબ હાર, કટિમેખલા ઉત્તરીય તથા વનમાલા અને પાદવલય ધારણ કરેલ છે. ચારેભુજમાં અનુક્રમે પરશુ, બાણ, ધનુષ અને માતુલિંગ જોઇ શકાય છે. પગ પાસે બંને બાજુ એક એક અનુચર યુગલ ઊભેલ છે, જેમાં જમણી બાજુના અનુચરના હાથમાં પરશુ છે. પરિકરમાં બલરામ, બુદ્ધ અને કલ્કિ છે. બુદ્ધ : ત્રિભંગમાં ઊભેલ બુદ્ધ-પ્રતિમાના મસ્તકે વાંકડિયા વાળ તથા સ્કંધ સુધી લટકતી કાનની બૂટ અને મુખ પરના સૌમ્ય ભાવ આકર્ષક છે. કંઠમાં એકાવિલ, ડાબા ખભા પરથી નીચે તરફ જતી પદ્મવનમાલા, ઉત્તરીય વસ્ત્ર સિવાય કોઇ પ્રકારના અલંકારો જોવા મળતા નથી. કેડ પર ટ્વિસેરી Page #436 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ( ૪૧૩ વિશ્વવિખ્યાત રાણકીવાવના અજોડ શિલ્પસ્થાપત્યો Page #437 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૪ કટિબંધ સાથે જોડેલ ગુપ્તાંગને ઢાંકતો લંગોટ છે. ચાર હાથ પૈકી જમણો નીચલો વરદાક્ષમાં, ઉપલામાં મોટા મણકાની માળા, ડાબા ઉપલામાં પદ્મકળી અને નીચલા હાથથી વસ્ત્રનો છેડો પકડેલછે. વસ્ત્રને ઊભી લોટીઓથી દોરી બતાવેલ છે. કેડની બંને બાજુ સ્ત્રી-પુરુષની આકૃતિ અંજલિ-મુદ્રામાં બેઠેલ છે. પગ પાસે જમણી બાજુ અનુચર યુગલ અને ડાબી બાજુ સાધુની આકૃતિ જોઈ શકાય છે. પરિકરમાં જમણી બાજુ ચાર આકૃતિ એકસરખા સ્વરૂપની છે, જ્યારે ડાબી બાજુ નીચેથી નૃસિંહ, બલરામ, પરશુરામ અને કલ્કિનાં શિલ્પો કંડારેલાં છે. કલ્કિ : છેલ્લા અવતાર કલ્કિની અનુપમ પ્રતિમા આવેલી છે. ઘોડેસવાર કલ્કિના મસ્તકે કરંડ મુકુટ છે. કાનમાં કુંડી, કંઠમાં હાર તથા પગમાં હોલબૂટ પહેરેલ છે. કેડમાં ખંજર લટકાવેલું છે. ચારે ભુજમાં ખગ, ગદા, ચક અને મધપાત્ર ધારણ કરેલ છે. ડાબી બાજુ સ્ત્રી ઊભેલી છે, જેના હાથમાં સુરાઈ છે, જેમાંથી મઘ કલ્કિના હાથમાંના પાત્રમાં રેડતી બતાવી છે. જમણી બાજુની સ્ત્રી ચામર ઢોળતી બતાવી છે. ઘોડાનું આલેખન જીવંત બનાવ્યું છે. ઘોડાનો એક પગ સ્ત્રીના મસ્તક પરની ઢાલ પર મૂકેલ છે. બીજી સ્ત્રી પેગડા નીચે અને ત્રીજી સ્ત્રી ઘોડાના પાછલા પગ પાસે સૂતેલી છે. પરિકરમાં માતૃકાઓનાં શિલ્પો જોઈ શકાય છે. ઉપરાંત લક્ષ્મીનારાયણની બેઠેલી અને ઊભેલી તેમજ મહાલક્ષ્મીની સ્વતંત્ર સુંદર પ્રતિમા સાથે પરિવાર દેવતાઓનું ઉત્કૃષ્ટ શિલ્પો કંડારેલા છે. શક્તિ સંપ્રદાય કે દેવી પ્રતિમાઓમાં લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી, સપ્તમાતૃકાઓ, ચામુંડા તથા દુર્ગાના વિવિધ સ્વરૂપો અને તંત્રગ્રંથોને આધારે ઘડાયેલા અનેક શિલ્પો છે. અહીં ગૌરીના બાર સ્વરૂપો ઉપરાંત પાર્વતી તથા પંચાગ્નિ તપ તપતા પાર્વતી તથા એક પગે ઊભા રહી કૌપિન ધારણ કરેલ ઉમાનાં અનુપમ શિલ્પોનું પ્રાધાન્ય જોઇ શકાય છે. ૨૦ હાથવાળા મહિષાસુરમર્દિની અને ભૈરવના શિલ્પો ગ્રંથોમાં આપેલાં વર્ણનને આધારે ઘડાયેલાં જણાય છે. બ્રહ્મા, સૂર્ય, દિપાલોનાં શિલ્પો મનોહર છે. આ વાવની ઉત્તર બાજુની દીવાલના પૂર્વભાગમાં ચોથા પડથારમાં દક્ષિણાભિમુખ બ્રહ્માસાવિત્રી, ઉમા-મહેશ્વર અને લક્ષ્મી-નારાયણનાં આકર્ષક યુગલ શિલ્પો આવેલાં છે. આજ દીવાલના પશ્ચિમતરફના ભાગમાં ગણેશ-શક્તિ અને કુબેર-કુબેરીનાં નયનરમ્ય શિલ્પો જોઇ શકાય છે. બ્રહ્મા-સાવિત્રી: હિંદુ ત્રિમૂર્તિ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં બ્રહ્માનું સ્થાન સર્વપ્રથમ છે. તે સૃષ્ટિના નિર્માતા તથા બધા દેવોના નેતા છે. જો કે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયની જેમ તેનો કોઈ અલગ સંપ્રદાય નથી બની શક્યો કે વિષ્ણુ અને શિવની જેમ અધિક સંખ્યામાં તેની પ્રતિમાઓની સ્થાપના નથી થઈ શકી. છતાં તેની પ્રતિષ્ઠા તેમજ વ્યાપકતા સર્વત્ર જોવા મળે છે. વિવિધ શિલ્પગ્રંથોમાં બ્રહ્માના સ્વરૂપને લગતી વિગતો પ્રાપ્ત થાય છે. જેમાં સાવિત્રી સાથે બ્રહ્માની મૂર્તિ સ્વરૂપને યુગલ પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની પ્રતિમાઓનું Page #438 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૫ મૂર્તિવિધાન વિષ્ણુધર્મોત્તરપુરાણમાં વિગતવાર આપવામાં આવ્યું છે. જેમાં બ્રહ્માને એક મુખ, લાંબી દાઢી, મસ્તકે જટામુકુટ અને લલિતાસનમાં બેઠેલા હોય છે. ચાર હાથ પૈકી ત્રણમાં માળા, પુસ્તક અને કમંડલુ અને ચોથા હાથ સાવિત્રીને આલિંગન આપતો હોય છે. બ્રહ્માના ડાબા ઉત્સંગમાં સાવિત્રી બેઠેલ હોય છે. સાવિત્રીના બે હાથ પૈકી એક હાથમાં કમળ અને બીજો હાથ બ્રહ્માને આલિંગન આપતો બતાવાય છે. રાણીવાવ-પાટણની ઉત્તર દીવાલના ચોથા પડથારના પ્રથમ ગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રીના યુગલ સ્વરૂપની સપરિકર પ્રતિમા આવેલી છે. પૂર્ણવિકસિત પદ્મના આસન ઉપર બ્રહ્મા જમણો પગ લટકતો રાખી બેઠેલ છે. ડાબા વાળેગા પગ પર સાવિત્રી દેવી જમણો પગ લટકતો રાખીને બેઠેલ છે. બ્રહ્માને ત્રણ મસ્તક બતાવ્યા છે. દરેક પર જટામુકુટ છે. બ્રહ્માના આગલા મુખ પર દાઢી મૂછ છે. બાકીના મુખ દાઢી વગરના છે. કાનમાં કુંડલ, ગળામાં હાર, પ્રલંબહાર, બાજુ પર કેયૂર, કટિમેખલા,પાદવલય અને પાદજાલક ધારણ કરેલ છે. બ્રહ્માના ચતુર્ભુજમાં અનુક્રમે પદ્મ, સુક, પુસ્તક અને સાવિત્રીને આલિંગન આપતો બતાવ્યા છે. ડાબા ઉત્સંગમાં બેઠેલ સાવિત્રી દેવી દ્વિભુજ છે. મસ્તકે સુવર્ણમંડિત જટામુકુટ, કાનમાં સૂર્યવૃત્ત કુંડલ, કંઠમાં હાંસડી, સ્તનસૂત્ર, કેયૂર, હસ્તવલય, કટિમેખલા અમે પાદજાલક ધારણ કરેલ છે. દેવીના જમણા હાથનું આયુધ ખંડિત છે. ડાબો હાથ બ્રહ્માને આલિંગન આપતો બતાવ્યો છે. આસનની આગળ બ્રહ્માના જમણા પગ પાસે વાહન હંસ દેવ તરફ મુખ રાખીને ઊભેલ છે. તેની બાજુમાં નમસ્કાર મુદ્રામાં આકૃતિ બેઠેલ છે. ડાબી બાજુ નમસ્કાર મુદ્રામાં બેઠેલ સ્ત્રીના મસ્તક પર સાવિત્રી દેવીએ જમણો પગ રાખેલ છે. સમગ્ર પ્રતિમાના પરિકરમાં બંને બાજુ દશાવતારનાં શિલ્પો કોતરેલાં છે. આ ગવાક્ષની જમણી બાજુ દર્પણ ધારણ કરીને અપ્સરાનું શિલ્પ અને ડાબી બાજુ વસ્ત્ર પરિધાન કરી રહેલ અપ્સરાનું સુંદર શિલ્પ છે. બ્રહ્મા-સાવિત્રીના આ સ્વરૂપનું એક શિલ્પ નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હીમાં આવેલું છે, જે ૧૨મી સદી જેટલું પ્રાચીન છે. એમાં બ્રહ્માને ત્રણ મુખ અને હાથમાં પદ્મ, અુક, પુસ્તક અને દેવીને આલિંગન આપતા બતાવ્યા છે. ડાબા ઉત્સંગમાં બેઠેલ દેવીના હાથમાં પદ્મ અને બ્રહ્માને આલિંગન આપતા બતાવ્યા છે. આ સ્વરૂપની બીજી પ્રતિમાઓ ગુજરાતમાં ધૂમલીના શિવમંદિરના મંડોવરમાં રેતિયા પથ્થરમાં અને ખંભાતના સપ્તર્ષિ મંદિરમાં આરસમાં કંડારેલ જોઇ શકાય છે. ઉમા-મહેશ્વર શિવના પ્રતિમા-વિધાનમાં શિવની યુગલ પ્રતિમા વિશેનાં વિધાન પુરાણો, શિલ્પાશાસ્ત્રના ગ્રંથોમાંથી મળી આવે છે. મત્સ્યપુરાણ, અભિલષિતાર્થચિંતામણિ, દેવતામૂર્તિપ્રકરણ, અપરાજિતપૃચ્છા, રૂપમંડન વગેરેમાં શિવના યુગલ સ્વરૂપનું પ્રતિમા-વિધાન આપવામાં આવ્યું છે. મત્સ્યપુરાણ, દેવતામૂર્તિપ્રકરણ, રૂપમંડન વગેરેમાં શિવને આસન પર બેઠેલા, અને ચાર હાથ Page #439 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૬ હોય છે. ચતુર્ભુજમાં અનુક્રમે કમળ, ફૂલ, ત્રીજો હાથ ઉમાના ખભા પર અને ચોથો હાથ ઉમાના સ્તનને સ્પર્શતો બતાવવો શિવના મસ્તકે જટામુકુટ, ત્રણ નેત્ર, કપાળમાં ચંદ્રકલા, શરીર પર ચર્મ હોય છે. શિવના ડાબા ઉસંગમાં શિવના મુખને નિહાળતાં ઉમા બેઠેલા હોય છે. દેવીના દ્વિભુજ પૈકી એક હાથ શિવના ખભા પર અને બીજા હાથમાં કમળ કે દર્પણ હોય છે. ઘણી વાર આ સમૂહમાં વૃષભ, ગણેશ, કુમાર, ભૃગુઋષિની પ્રતિમાઓ પણ મૂકવામાં આવે છે. રાણીવાવના ચોથા પડથારના બીજા ગવાક્ષમાં ઉમા-મહેશ્વરની પ્રતિમા આવેલી છે. પદ્મના ગોળ આસન પર મહેશ્વર લલિતાસનમાં બેઠેલ છે. દેવના મસ્તકે જટામુકુટ અને તેમાં અર્ધચંદ્રાકલાનું આલેખન ધ્યાનકર્ષક છે. કાનમાં સર્પકુંડલ, કંઠમાં પાંદડીયુક્ત હાર, બાજુ પર કેયુર, હસ્તવલય, કટિમેખલા, પાદવલય અને પાદજાલક જેવા અલંકારો ધારણ કરેલ છે. મહેશ્વરના ચાર હાથમાં જમણી બાજ પદ્મકળી અને ત્રિશલ જેનો ઉપરનો ભાગ ખંડિત છે. ડાબા ઉપલા હાથમાં નાગ અને નીચલા હાથથી ઉમાને આલિંગન આપેલ છે. મહેશ્વરના ડાબા ઉસંગમાં ઉમા જમણો પગ પમ પાંદડી પર ટેકવીને બેઠેલ છે. ઉમાનું મસ્તક ખંડિત છે. કંઠમાં હાંસડી અને પ્રલંબહાર, કટિસૂત્ર, અને પાદજાલક ધારણ કરેલ છે. આસન આગળ નંદીની બેઠેલી આકૃતિ છે. તેના ગળામાં ઘૂઘરમાળ છે. આસનની જમણી બાજુ પુરુષ આકૃતિ દેવ તરફ મુખ રાખી નમસ્કાર મુદ્રામાં બેઠેલ છે. ડાબી બાજુ સ્ત્રી આકૃતિ ઊભેલી છે. પરિકરમાં દશાવતારની આકૃતિઓ કંડારેલી છે. આ ગવાક્ષની ડાબી બાજુ પગને આંટી મારી બંને હાથથી વેણુ વગાડતી અપ્સરાનું કલાત્મક શિલ્પ નજરે પડે છે. ' લક્ષ્મી-નારાયણ લક્ષ્મીના સાન્નિધ્યમાં વિષ્ણુને નારાયણ” તરીકે બતાવવામાં આવે છે. લક્ષ્મી-નારાયણનાં રૂપવિધાન વિષ્ણુપુરાણ, વિષ્ણુધર્મોત્તર, રૂપમંડન વગેરે ગ્રંથોમાં આપેલું છે. આ બધા ગ્રંથોમાં આ યુગલ પ્રતિમા આયુધોના ફેરફાર સહ બનાવવાનું કહ્યું છે. - લક્ષ્મીનારાયણ સ્વરૂપના પ્રતિભા-વિધાનમાં વિષ્ણુને ગરુડ પર લલિતાસનમાં બેઠેલા અને ડાબા ઉલ્લંગમાં લક્ષ્મીજીને બિરાજેલાં બતાવવા. વિષ્ણુના બે હાથ પૈકી એક હાથ લક્ષ્મીજીને આલિંગન આપતો. લક્ષ્મીના બે હાથમાંનો એક હાથ વિષ્ણુના ગળા ફરતે અને બીજામાં કમળ હોય છે. ઘણી વાર આ મૂર્તિની આજુબાજુ સુંદર પરિચારિકાઓ હાથમાં ચામર લઈને ઊભેલી હોય છે. જમણી બાજુ ગરુડ મૂર્તિ અને આયુધ પુરૂષો શંખ અને ચક ઊભેલા હોય છે. આગળની બાજુ બ્રહ્મા અને શિવ બે ઉપાસકો અંજલિમુદ્રામાં પૂજા કરતા બતાવાય છે. લક્ષ્મી-નારાયણની આ પ્રકારની સુંદર યુગલ પ્રતિમાઓ ઘણી સંખ્યામાં ભારત અને ગુજરાતમાંથી મળી આવે છે. રાણીવાવના ચોથા પડથારના ત્રીના ગવાક્ષમાં લક્ષ્મી-નારાયણની સુંદર યુગલ પ્રતિમા આવેલી છે. પદ્મપીઠ પર લલિતાસનમાં બેઠેલ નારાયણના ડાબા ઉસંગમાં લક્ષ્મીજી બિરાજેલાં છે નારાયણના મસ્તકે અલંકૃત કરંડમુકુટ, કાનમાં કુંડલ, કંઠમાં પત્રયુક્તહાર અને વિવિધ અલંકારો ધારણ કરેલ છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૭ ચાર હાથ પૈકી નીચલા જમણામાં પદ્મકળી, ઉપલા જમણા હાથનું આયુધ ખંડિત છે. ડાબા ઉપલા - હાથમાં ચક અને ડાબા નીચલા હાથથી લક્ષ્મીજીને આલિંગન આપેલ છે. લક્ષ્મીના મસ્તકે કિરીટ મુકુટ, કાનમાં કુંડલ અને વિવિધ અલંકરણો ધારણ કરેલ છે. લક્ષ્મીજીના બે હાથ પૈકી જમણા હાથે નારાયણને આલિંગન આપેલ છે. અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. જે નોંધપાત્ર છે. આસનની આગળ માનવરૂપ ગરુડ બંને કરમાં નારાયણના પગ ગ્રહીને ઊડતા હોવાનો ભાવ દર્શાવેલ છે. પરિકરમાં દશાવતારની આકૃતિઓ નજરે પડે છે. આ ગવાક્ષની ડાબી બાજુ સ્ત્રી (યોગિની?) આકૃતિ ઊભેલી છે તેનો ડાબો હાથ મસ્તક ઉપર કરી મુદ્રામાં છે અને જમણા હાથમાં કપાલ ધારણ કરેલ છે. સ્ત્રીના પગ પાછળ શ્વાન ઊભેલ છે. શકિત-ગણેશ - ગણપતિની પ્રતિમાઓના કેટલાક પ્રકારોમાં શક્તિ સાથેની તેની મૂર્તિઓ પણ મળે છે. આ પ્રકારની મૂર્તિઓનાં સ્વરૂપ વિશે કેટલાક ગ્રંથોમાં તેનું વર્ણન જોવા મળે છે. મંત્ર મહોદધિ''માં ગણેશની શક્તિ તરીકે લક્ષ્મીને બતાવ્યાં છે. અહીં ગણપતિને ત્રિનેત્ર, ચાર હાથમાં દંત, ચક અભયમુદ્રા અને ચોથો હાથ લક્ષ્મીને પાછળથી ટેકવતો હશે, લક્ષ્મી દેવીના શિલ્પમાં એક હાથ વડે ગણેશનેભેટતા અને બીજા હાથમાં કમળ હોય છે. - ઉત્તરકામિકાગમમાં આ યુગલ સ્વરૂપનું વિગતે વર્ણન મળે છે. જેમાં ગણપતિને બેઠેલા, ચતુર્ભુજમાં પાશ, અંકુશ, શેરડીનો ટુકડો કે મોદક અને ચોથો હાથ દેવીની કમરને પાછળથી પકડેલો કે ગુહ્યાંગોને સ્પર્શતો બતાવવાનું વિધાન છે. ગણપતિના ખોળામાં બેઠેલ દેવી અલંકારોથી વિભૂષિત છે. દેવીનું નામ વિનેશ્વરી જણાવ્યું છે. દેવીનો જમણો હાથ ગણપતિને આલિંગન આપતો અને ડાબા હાથમાં કમળ હોય છે. આ વાવની ઉત્તર તરફની દીવાલના પશ્ચિમ ભાગમાં ચોથા પડથારમાં આવેલ ગવાક્ષમાં પ્રથમ શક્તિ-ગણેશ, મહાલક્ષ્મી અને કુબેરની યુગલ પ્રતિમાઓ આવેલી છે. પ્રથમ ગવાક્ષમાં શકિત-ગણેશની સપરિકર પ્રતિમા આવેલી છે. જેમાં ગોળ આસન પર ગણપતિ જમણો પગ લટકતો રાખી બેઠેલ છે. ડાબા ઉત્સંગમાં દેવી ડાબો પગ લટકતો રાખી બેઠેલ છે. ગણપતિના મસ્તકે સુવર્ણમુકુટ છે. સૂંઢનો ભાગ ખંડિત છે, કંઠમાં મોટી પાંદડીયુક્ત હાર છે. સુવર્ણનો ઉદરબંધ છે. વિશાળ પટ પર સર્પબંધ છે. હાથ અને પગમાં મોટા અલંકૃત કલ્લાં ધારણ કરેલ છે. ચાર હાથમાં અનુક્રમે દંત, પરશુ, પદ્મ અને દેવીને કમરથી આલિંગન આપતાં બતાવ્યાં છે. દેવીએ મસ્તકે કિરીટમુકુટ અને શરીર પર અલંકારો ધારણ કરેલ છે. દેવીનો જમણો હાથ ગણપતિને આલિંગન આપતો અને ડાબા હાથમાં સનાળ પદ્મ ધારણ કરેલું સ્પષ્ટ નજરે પડે છે. આસનની આગળ મોદકપાત્ર રાખેલું છે. જેમાંથી લાડુ આરોગતા મૂષકનું શિલ્પ ધ્યાનાકર્ષક છે. પરિકરમાં દશાવતારનાં શિલ્પો જોઈ શકાય છે. આ ગવાક્ષની જમણી બાજુ પગને આંટી મારીને ઊભેલ સ્ત્રીના ડાબા પગ પર અળગો Page #441 -------------------------------------------------------------------------- ________________ -- - યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૮ લગાવતી સ્ત્રી પરિચારીકા બેઠેલી છે. અપ્સરાનો એક હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ગવાક્ષમાં બંને હાથમાં શૃંગાર-સંદૂક ધારણ કરીને અપ્સરા ઊભેલી છે. પગ પાસેના વાનરને સંદૂક તરફ કૂદતો બતાવ્યો છે. કૂબેરની યુગલ પ્રતિમા શાસ્ત્રોમાં અષ્ટ દિપાલોમાં કુબેરને ઉત્તર દિશાના દિકપાલ ગણવામાં આવે છે. તે દેવોનો ઘનાધ્યક્ષ છે. કુબેરના શાસ્ત્રીય મૂર્તિવિધાન પુરાણો ઉપરાંત અપરાજિતપૃચ્છા દેવતામૂર્તિપ્રકરણ અને રૂપમંડનમાંથી મળે છે. જેમાં કુબેરના હાથમાં અનુક્રમે ગદા, નિધિકુંભ, બીજપૂરક અને કમંડલું હોવાનું જણાવ્યું છે, અને વાહન તરીકે ગજ બતાવ્યો છે. વિષ્ણુધર્મોત્તર પુરાણમાં કુબેરના ચાર હાથ પૈકી બે હાથમાં ગદા અને શક્તિ તથા બીજા બે હાથ તેની સ્ત્રીઓ વિભવા અને વૃદ્ધિને આલિંગન આપતા બતાવવાનું વિધાન છે. અહીં ત્રીજા ગવાક્ષમાં સ્થિત પ્રતિમામાં કુબેર તેની પત્ની સાથે ઊંચા આસન પર બિરાજમાન છે. કુબેરના મસ્તકે કિરીટમુકુટ, કંઠમાં સુવર્ણહાર, મોતીના સેરનો ઉદરબંધ, હાથ અને પગમાં મોતીના અલંકારો ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી જમણે નીચલો ખંડિત અને ડાબા નીચલા હાથથી પત્નીને આલિંગન આપેલ છે. ઉપલા બે હાથથી દ્રવ્યની થેલી ધારણ કરેલ છે. કુબેરના ડાબા ઉલ્લંગમાં બેઠેલા સ્ત્રી પલાંઠી વાળીને બેઠેલ છે. તેનું મસ્તક ખંડિત છે. જમણો હાથ કુબેરને આલિંગન આપતો અને ડાબા હાથનું આયુધ ખંડિત છે. આસનની આગળ વાહન ગજ બેઠેલ બતાવ્યો છે. આ પ્રતિમાની ખાસ તરી આવતી વિશેષતા એ પરિકામાં કુબેરની બેઠેલી અને ચાર હાથમાં અનુક્રમે અભય, ઉપલા બે હાથથી દ્રવ્ય થેલી પકડેલ અને ચોથા હાથમાં બીજપૂરક ધારણ કરેલ આઠ પ્રતિમાઓ દષ્ટિગોચર થાય છે. ઉપરાંત અન્ય ગવાક્ષમાં આવેલ મહાલક્ષ્મી, વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા તથા તાંત્રિક દેવી શિલ્પો અને યોગિનીઓ, સમાતૃકાના તથા હનુમાનજીના શિલ્પો આકર્ષક છે. વાવના કૂવાની દીવાલોમાં દેવ-દેવીઓના શિલ્પો તથા શેષશાયી વિષ્ણુનું ઉત્કૃષ્ટ શિલ્પ પ્રવાસીને દિગમૂઢ બનાવી દે છે. પ્રવાસી દર્શકોને સ્તબ્ધ બનાવી દેતા અપ્સરાઓના વિધિ શિલ્પો છે. નૃત્યના આરંભ પૂર્વે પગમાં ઝાંઝર બાંધતી સ્ત્રીની શૃંગાર મુગ્ધતા અને નિર્દભ અભિનયનું આકર્ષણ તરત જ આગંતુકની આંખને અનિમેષ કરી દે છે. સ્નાન કરી બહાર આવતી નારીની લહેરાતી કેશલતામાંથી ટપકતાં જલબિંદુઓને મોતી સમજી હંસ પોતાના મોઢામાં ઝીલે છે. પોતાના આ દશ્યને નિહાળીને સ્તબ્ધ થયેલ યૌવના પ્રવાસી દર્શકોને પણ સ્તબ્ધ બનાવી દે છે. નિર્વસ્ત્ર યૌવના પોતાના હાથથી શરીરના અંગો ઢાકવા મથે છે. નીચે ઊભેલ પરિચારિકાએ યૌવન તરફ લંબાવેલ સ્કાર્ફ સૂચક છે. ઉપરાંત પત્રલેખિની, દર્પણ કન્યા, અંજન શલાકાથી આંખમાં સૂરમો આંજતી યૌવનાઓની કૌમાર્યપૂર્ણ દેહલત્તા અને પ્રસન્ન મુખભાવ દ્વારા સ્ત્રી-પુરુષની આદિકાળથી ચાલી આવતી સંસોર યાત્રાના આ વાવમાં પડઘા સંભળાય છે. શિલ્પશાસ્ત્રમાં નારી જીવનને વિવિધ પાસાઓને મા, મિત્ર, માર્ગદર્શક અને શિક્ષિકાના રૂપમાં Page #442 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૯ દર્શાવ્યા છે. શિલ્પમાં નારીની શારીરિક ઉપલબ્ધિઓ, પરિશ્રમ ભાર વહન અને પોતાનું સ્વાભાવિક લાવણ્ય દેખાડતા દરેક પાસાં ઉપર પ્રકાશ પાડવામાં આવેલ છે. શિલ્પશાસ્ત્રમાં નારીના વિભિન્ન વર્ગો પાડયા છે. દેવી, અધદવી, રાક્ષસી અને સાધારણ સાંસારિક નારી. જો કે આ બધી પ્રતિમાઓ મંદિરોની છે. પણ તેમાં સાંસારિક નારીને દર્શાવવાની ટકાવારી વધુ છે. માટે શિલ્પ ભારતીય નારીત્વના પ્રતિનિધિત્વનું પ્રતિબિંબ છે. શિલ્પમાં નારીનું ઘડતર જેવી કુશળતા અને ઉત્તમતા વડે તેનું નિર્માણ કરાયું છે. દરેક વસ્તુઓનું ચયન સાવધાની પૂર્વક કરાયું છે. તેથી લાગે છે કે સમાજમાં નારીનું સ્થાન સર્વોપરિ છે. નારી અંગે દર્શાવેલાં અનેક પાસાંઓમાંથી અહીં માત્ર ત્રણ જ અધ્યયન માટે પસંદ કરાયા છે. ૧. સમાજમાં એક વ્યક્તિત્વ અને સ્વતંત્ર નારી ૨. નારીની પસંદગીની સૂક્ષ્મ કળાઓ : મુખ્યતઃ સંગીત અને નૃત્ય. ૩. પોતાનું શારીરિક સૌંદર્ય પ્રદર્શિત કરતી નારી. અહીં દાખલા રૂપે જે શિલ્પો રજુ કરાયાં છે તે બધાં રાણીવાવ-પાટણનાં છે. છતાં તેઓ ભારતની શિલ્પશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. આ એટલા માટે કે શિલ્પની પરંપરા સમસ્ત ભારતમાં મોટા ભાગે એક સરખી છે. દરેક સ્થળે ક્ષેત્રીય પ્રભાવ છે, જેને લીધે ઘડતર પદ્ધતિમાં ફેરફાર જણાય છે. પ્રથમ અધ્યયનમાં સ્વતંત્ર નારીઓ છે. જેઓ પોતાના કઠોર પરિશ્રમથી સમાજમાં ઉચ્ચ સ્થાન ભોગવે છે. નારી પોતાના સમાજમાં પ્રમુખ હતી, પ્રતિષ્ઠા, બુદ્ધિમાની, ચતુરાઇ, જ્ઞાન અને કળાના ક્ષેત્રમાં આગળ પડતી હતી. વેદ (૧૦,૧-૫)માં સ્વતંત્ર નારીની આ રીતે પ્રશંસા કરવામાં આવી છે. મદં પર્વમશન માહિત્યંત વિશ્વવૈ એટલે કે હું રુદ્ર, વસુ, આદિત્ય અને વિશ્વદેવો સાથે રહું છું. મિત્ર, વરુણ, ઈન્દ્ર, અગ્નિ અને અશ્વિનીકુમારોને મદદ કરું છું. સોમરૂપે શત્રુઓનો સંહાર કરું છું. નારીની આ એક કુતૂહલ પ્રેરનારી પ્રશંસા છે. આને અનુરૂપ આગળ વધીને સ્વતંત્ર દેવી શ્રી લક્ષ્મીની પરિકલ્પના કરાઈ છે. સરસ્વતી, ગજલક્ષ્મી, ગૌરી અને મહિષાસુરમર્દિનીની મૂર્તિઓ આ નારીઓની પ્રેરણા સ્વરૂપે ઘડાઇ છે, જે સમાજમાં સ્વતંત્ર રૂપે રહેતી હતી. આ પ્રતિમાઓની પૂજાથી લાગે છે. સમાજમાં તેઓનો કેટલો ઊંચો મોભો હતો. સરસ્વતી સરસ્વતીની પ્રતિમાઓ એવી નારીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ પોતાની બુદ્ધિ, વિચાર, ભાવના અને સૂક્ષ્મ કળાઓની રક્ષકો હતી. આ પ્રતિમાઓની ભાવ-ભંગિમા જ્ઞાન અને કળાની શોધખોળ દેખાડે છે. અક્ષમાલા અને કમંડલું તપ અને ત્યાગને સૂચિત કરે છે. પુસ્તક એ જ્ઞાન અને બુદ્ધિ સૂચિત કરે છે. વીણા સંગીતમાં નિપુણતા દર્શાવે છે. લાગે છે કે જે કાલમાં આવી મૂર્તિઓની કલ્પના કરાઇ હશે તે કાલમાં સમાજમાં અનેક જ્ઞાની નારીઓ હશે. જેઓએ વેદની ઋચાઓ રચી. વૈદિક યુગમાં નારી બ્રહ્મચારિણી રહીને અધ્યયન રત રહી શકતી અને પોતાનું સ્વતંત્ર જીવન વ્યતીત કરી શકતી હતી. - રાણીવાવ-પાટણની દીવાલોના શિલ્પ વૈભવમાં લગભગ બધા હિંદુદેવ દેવીઓ સ્થાન પામ્યાં Page #443 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા હોવાથી તત્કાલીન હિંદુ મૂર્તિવિધાનના લગભગ બધા નમૂના અહીંથી ઉપલબ્ધ થાય છે. એમાં સરસ્વતીની સમપાદમાં ઊભેલી સપરિકર પ્રતિમા ત્રીજા મજલાની પૂર્વ બાજુના પડથારના એક ગવાક્ષમાં દૃષ્ટિગોચર થાય છે. ४२० દેવીના મસ્તકે મણિયુક્ત જટામુકુટ તથા પાછળના ભાગે પદ્મ પાંખડીયુક્ત પ્રભામંડલ છે. કાનમાં રત્નકુંડલ, કંઠમાં હિક્કાસૂત્ર, પ્રલંબહાર, સ્તનસૂત્ર, બાહુબલો, રત્નમયમુક્તા દામયુક્ત કટિસૂત્ર, કટિમેખલા, ઉરુદામ, વનમાલા, પાદજાલક જેવા વસ્ત્રાલંકારો ધારણ કરેલ છે. દેવી ચતુર્ભુજ છે. પ્રદક્ષિણાકમે જોતાં નીચલો જમણો હાથ વરદમુદ્રામાં, ઉપલા હાથમાં અક્ષમાલા, ડાબા ઉપલામાં વીણા અને નીચલા હાથમાં કમંડલું છે. પરિકરમાં ગણેશ સહિત સપ્તમાતૃકાઓ કંડારેલ છે. ગૌરી ગૌરીના તપ કરવાથી લાગે છે કે તે યુગમાં નારીઓ તપસ્વિની પણ હતી. ગૌરી અને સરસ્વતીની પ્રતિમાઓ ઘડનાર કલાકાર-શિલ્પીનો ઉદ્દેશ્ય નારીના હૃદયની આન્તરિક શાન્તિ અને નિર્મળતા તરફ ધ્યાન દોરવાનું હશે. જે તપ અને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. તેમનામાં માનસિક તાણ . નથી. ઊભેલા શરીર ઉપરથી લાગે છે કે તેઓ તનાવ-રહિત અને પ્રસન્ન ચિત્ત છે અને તેમની ઉપર કોઇ મનોવૈજ્ઞાનિક પ્રભાવ નથી. જેવું કે સાથે ઊભેલી અપ્સરાની પ્રતિમા જોવાથી લાગે છે. રાણીવાવાના પશ્ચિમ તફરના પડથારના ગવાક્ષમાં સ્થિત પાર્વતીની પંચાગ્નિ તપ સ્વરૂપની સ્પરિકર પ્રતિમા નોંધપાત્ર છે. આ પ્રતિમામાં દેવી ડાબા એક પગ પર ઊભેલાં છે. જેમણે પગ ઢીંચણથી વાળીને ડાબા સાથળ પર ટેકવેલ છે. સુંદર રીતે ગૂંથેલા કેશબંધ, જટામુકુટ, નાસાગ્રદષ્ટિ, કંઠમાં રુદ્રાક્ષની એકાવલિ, બાજુબંધ, નીચલા બે હાથમાં બે-બે વલય ઉપલા બંને હાથમાં રુદ્રાક્ષના વલય પહેરેલાં છે. ડાબા ખભા પરથી પસાર થઇ જમણી બાજુ ખેસની જેમ પહેરેલું ઉપવીત કે ઉપવસ્ત્ર, કટિ પર ગુહ્યાંગ ઢંકાય તેટલી લંગોટીને ચાર દોરડાના સૂત્રથી બાંધલ છે. કેડની બંને બાજુ સમાંતરે બે-બે અગ્નિપાત્ર મૂકેલાં છે. દેવી ચતુર્ભુજ છે. નીચલો જમણો હાથ વરમુદ્રામાં અને ઉપલામાં અક્ષમાલા છે. જ્યારે ડાબા ઉપલામાં અંકુશ અને નીચલામાં કમંડલું છે. દેવીના આસન નીચે વાહન ધો નું અંકન છે. પરિકરના કમાનાકાર ભાગમાં નવગ્રહોના આલેખન સૂચક છે. પરિકરના ઊભા પાટમાં અષ્ટ માતૃકાનું અંકન દૃષ્ટિગોચર થાય છે. ગજલક્ષ્મી લક્ષ્મીની પ્રતિમાઓને એક ગૃહિણીના રૂપમાં બતાવવામાં આવી છે. જે સ્વતંત્ર પણ છે. જ્યારે તેમને એકલવાયા દેખાડવમાં આવે છે, ત્યારે તે પોતાની સહચરીની સાથે અને સ્વતંત્ર રૂપમાં છે. આ રૂપમાં તે ‘ગજલક્ષ્મી' તરીકે પ્રખ્યાત છે. કારણ કે બે ગજરાજો તેમના માથે કળશ ઢોળે છે. તે દ્રવ્ય અને સંપન્નતાની દેવી મનાય છે. તેના હાથોમાં સત્ત્વગુણરૂપી જળથી ભરેલા પૂર્ણ કલશ, કમળ, બિલ્વ અને શંખ સદાચારથી અર્જિત કરેલા ધનના પ્રતીકો છે. આ રૂપમાં તે વિભિન્ન સમુદાયોમાં પૂજાય છે. જે હિંદુ, બૌદ્ધ, જૈન સમાજમાં પ્રચલિત છે. એમના પ્રતિબિંબની ઉત્પત્તિ વૈદિક કાલમાં થઇ. ગજલક્ષ્મીની પ્રતિમાઓ ગુપ્તકાલથી મળેછે. આ પ્રતિમાઓથી લાગે છે કે તે સમાજમાં ઉત્પાદન માટે Page #444 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૨૧ , પરિશ્રમ કરનાર વર્ગની હતી. જેથી સમાજની અર્થવ્યવસ્થા ઉન્નત થતી હતી. આ દષ્ટિએ તેમનું સ્થાન ગણેશ અને કુબેર સમાન છે. જેમનો સંબંધ ધન અને સંપન્નતા સાથે છે. આની પુષ્ટિ પ્રાણ પ્રતિમાઓથી થાય છે. સાથે સાથે તે વિષ્ણુ સાથે પણ દેખાય છે. જે નારીત્વનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેણી અનેક ભાવ ભંગિમાઓ, શિષ્ટતા, કોમલતા, શાન્તિ, અનુરાગ, સમર્પણ અને ત્યાગની પ્રતીક છે. રાણીવાવના દક્ષિણ દિશાના ઉપરથી ત્રીજા મજલાની ડાબી બાજુના મધ્યગવાક્ષમાં લક્ષ્મીની એક અતિ સુંદર પ્રતિમા આવેલી છે. દેવી જાણે સમુદ્રમંથનમાંથી બહાર નીકળતા હોય તેવું અહી આલેખન થયું છે. પદ્મપીઠના આસન પર દેવી યોગમુદ્રામાં બિરાજમાન છે. દેવીના મસ્તકે સુવર્ણ જડિત પંચકૂટ કરંડ મુકુટ છે. કાનમાં રત્નમંડિત ભારે કુંડળ, પકયુક્ત વિકાસૂત્ર, કંઠા જેવો પ્રલંબહાર, મેખલાયુક્ત કટિસૂત્ર, પારદર્શક અધોવસ્ત્રની પાટલી આસન પર પથરાયેલી નજરે પડે છે. હાથમાં કંકણ, કેયૂર અને પગમાં પાદવલય છે. દેવી ચતુર્ભુજ છે. ઉપલા બંને હાથ કડાથી ખંડિત છે. જમણા નીચલા હાથમાં અક્ષમાલા અને ડાબા હાથની વસ્તુ ખંડિત છે. લક્ષ્મીના આ શિલ્પને સાસુના દેરા (રાજસ્થાન)માંના શિલ્પ સાથે સરખાવી શકાય. જ્યાં લક્ષ્મીના ઉપલા બે હાથમાં પૂર્ણ વિકસિત પદ્મ, જમણો નીચલો હાથ વરદમુદ્રામાં અને ડાબામાં માતુલિંગ છે. આ પરથી અહીં પણ ખંડિત હાથોમાં એ ઉપકરણો હોવાનું અનુમાન કરી શકાય. દેવી મા - પ્રાચીન કાળમાં નારી જ પરિવારનું સંચાલન કરતી હતી. તે માતાનાં રૂપે પરિવારમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતી હતી. તે સમયથી માને દેવીનું સ્વરૂપ અપાયું છે. તેનું અંત્તિમ સ્વરૂપ મહિષાસુરમર્દિનીમાં દેખાય છે. મૂર્તિ શિલ્પમાં અનેક ગુણોથી સમ્પન્ન સ્વરૂપ ગુણકાલ પછી મળેલું. નારીનું આ રૂપ જેમાં માની મમતા અને ભયંકરતાનું મિશ્રણ મહિષાસુરમર્દિનીના રૂપમાં મળે છે. - પ્રારંભિક સમાજમાં જ્યારે મા ને એક દેવીના રૂપમાં માન્યતા અપાઈ ત્યારે આ સ્વતંત્ર હતી. તેની સ્થિતિ ખૂબ ઊંચી હતી. લાગે છે કે તે યુદ્ધમાં ભાગ લેતી હતી. શિકાર ખેલવા જતી હતી. સમાજમાં અસામાજિક તત્ત્વોને દંડ આપતી હતી. બીજાઓ સાથે ઉદ્યોગ અને સામાજિક ઉદયમાં ભાગ લેતી હતી. ગુજરાતમાં સૌથી પ્રાચીન મહિષાસુરમર્દિનીની પ્રતિમા અમરેલી, વલભી અને કારણમાંથી ચોથી શતાબ્દીની મળી છે. તેમાં દેવી ત્રિશૂળથી એક પાડાનો વધ કરી રહી છે. રાણીવાવના પૂર્વ તરફના પડથારના એક ગવાક્ષમાં સપરિકર મહિષાસુરમર્દિનીની દ્વાદશભૂજ (૨૦ હાથ) મનોહર પ્રતિમા આવેલી છે. ગુજરાતમાંથી પ્રાપ્ત બધી જ પ્રતિમાઓમાં આ પ્રતિમા અગત્યની છે. અહીં દેવી મહિષની પીઠ પર જમણો પગ મૂકીને આલીઢાસનમાં ઊભેલ છે. દેવીના મસ્તકે ત્રિકૂટ છે. ત્રણ નેત્રો, કાનમાં સૂર્યવૃત્ત કુંડલ, કંઠમાં ગ્રીવા, પાંદડાયુક્ત હાર, પ્રલંબહાર, સ્તનબંધ બાંધેલ છે. દેવીએ કેયૂર અને હાથમાં ચૂડલાઘાટના વલય, પોંચી, કટિમેખલા, ઉરુદામ, પાદજાલક, વનમાલા વગેરે ધારણ કરેલ છે. દેવીના ૨૦ હાથ પૈકી પરિક્રમામે જમણા હાથમાં ત્રિશૂલ, વજ, બાણ, ગદા, અંકુશ, સનાળપદ્મ, શૂલ, અભયમુદ્રા, ડમરું, અને ખગ્ન છે. ડાબા હાથમાં ઉપરથી જોઇએ તો ઢાલ, કપાલ, સર્પ, વિષાણ, ઘંટા, કર્તરિમુદ્રા, પાશ, ધનુષ, અસુરના વાળ Page #445 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४२२ અને ત્રિશૂલ ધારણ કરેલ છે. દેવીએ પીઠના ભાગ પર બાણ સહિતનું ભાથું બાંધેલ છે. નીચે આગલા પગે ઝૂકેલા મહિષની છેદાયેલી ગરદનમાંથી અસુર આકૃતિ બહાર નીકળેલી છે. અસુરના હાથમાં ખડ્ગ છે. દેવીનું ત્રિશૂલ એની પીઠમાં ભોંકાયેલું છે. પશુ મહિષના પેટના ભાગમાં ચક્ર ખૂપેલુ છે. દેવીનું વાહન સિંહ મહિષની પીઠને કરડતો બતાવ્યો છે. એક યુદ્ધનું દૃશ્ય સૂચન કરે છે કે એક નારી દુષ્ટને સજા કરી રહી છે. લાગે છે કે નારી પોતાની રક્ષા કરવામાં સમર્થ હતી. કારણ કે તે પુરુષની જેમ તલવાર અને ધનુષ-બાણ વાપરવામાં નિપુણ હતી. વાઘ સાથે દેખાતી મહિષાસુરમર્દિની આદિમ સમાજની દેવી હતી. વનના હિંસક પ્રાણીઓને પાળવાનું કામ પુરુષાર્થ અને પ્રતિષ્ઠાનો વિષય મનાતા. આ દાખલાઓ ઉપરથી લાગે છે કે નારીનું કર્તવ્ય માત્ર બાલ ઉછેર, ભોજન સામગ્રીનું ચયન અને ઉત્પાદન પૂરતું મર્યાદિત ન હતું. પરંતુ તે શિકાર અને જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં તેનું યોગદાન હતું. શિલ્પમાં દેવીઓ સિવાય મંદિરોની બહાર ઘણી નારીઓની આકૃતિઓ ગોઠવાયેલી હોય છે. જેમાં નૃત્યની મુદ્રામાં વાઘ વગાડતી, પોતાનું લાવણ્ય દર્શાવતી, જુદી જુદી ભાવભંગિમાઓ પ્રદર્શિત કરતી, અનેક આભૂષણોથી અલંકૃત અને પ્રસાધન શણગાર કરતી. આ શિલ્પોમાં કોઇ દેવી સ્વરૂપે નથી, તો પણ સમાજમાં નારીની સ્થિતિ કેવી હતી તે દેખાડી આપે છે. આ ઉપરથી લાગે છે કે સમાજમાં નારી બે પ્રકારની હતી. ૧. નારી કલાકારના રૂપમાં ૨. નારી પોતાનું સૌંદર્ય પ્રદર્શિત કરતી. નારી કલાકારના રૂપમાં નારી જાતિને જ્ઞાન, કલા, એકતા અને સભ્યતાની પરંપરાને પેઢી દરપેઢી પ્રસરાવવાનું શ્રેય, પ્રાપ્ત હતું. શિલ્પથી જણાય છે કે નૃત્ય અને સંગીત નારી વડે સુરક્ષિત રખાયેલા અને ઉપભોગમાં લેવાતાં હતા. આ શિલ્પોથી દેખાય છે કે તે સમય ક્યાં ક્યાં વાઘયંત્રો પ્રચલિત હતા. તેમનું સ્વરૂપ કેવું હતું અને તેમનો પ્રયોગ કેવી રીતે થતો હતો. નારીઓએ માત્ર સામૂહિકરૂપે જ નહિ પણ સ્વતંત્ર રીતે વાઘો વગાડચા હતા એવું ‘સંગીત રત્નાકર’ (૪,૧૬-૧૭)માં લખેલું છે. નૃત્યના સહાયક ઉપકરણો મૃદંગ, વીણા, મુરલી ઢોલ અને મંજીરા વગાડતા નારી શિલ્પો મળે છે, જે ઇ.સ. સાતમીથી સોળમી સદીના છે. તન્તુવાદ્યોમાં અનેક પ્રકારની વીણા જેમાં એક કે બે તંબૂરાઓ હોય છે. એક કે અનેક તારો હોય છે. આ બધા નારી વાકોમાં પ્રચલિત હતા. એકતંત્રી વીણા (એકતારો) જેમાં એક જ તંબૂરો હોય છે તે સરસ્વતીની પ્રતિમાઓમાં દેખાય છે. અમુક પ્રતિમાઓમાં તંબૂરો ખભા ઉપર મૂકેલો છે. મોટા ભાગના તંબુરાઓ ગોળ છે, પણ ચૌકાર (વર્તુળાકાર) તંબૂરાઓ પણ પ્રચલિત હતા. લાગે છે કે ચતુષ્કોણ તંબૂરો વધારે પ્રતિધ્વનિ પાડતો અથવા અનેક તારોને બેસાડવા કામ લાગતો. મંદિરોની ઘણી શિલ્પ પટિકાઓ ઉપર નારીઓની અનેક વૃંદવાદનમાં ઉપયોગી વાદ્યયંત્રો સાથે, જેમાં એકતંત્રી વીણા અને અનેક યંત્રો જેવા કે વાંસળી, Page #446 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૨૩ મૃદંગ, ઝાલર, ખંજરી, કરતાલ વગાડતાં દૃષ્ટિગોચર થાય છે. રાણીવાવની દક્ષિણ દિશાની દિવાલના ત્રીજા પડથારમાં વાંસળી વગાડતી અપ્સરાના ભાવવાહી બે શિલ્પો આવેલા છે. રૂપ-લાવણ્ય દર્શાવતી નારી નારીઓના પ્રમુખ સમૂહમાં અપ્સરાઓ, નાયિકાઓ, નાગ કન્યાઓ અને યક્ષિણીઓને શિલ્પમાં કંડારવામાં આવેલ છે. પથ્થર ઉપર ઘડાયેલી આ નૃત્યાંગનાઓ દરબારી શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. એમનું ઘડતર ખૂબ જ ઉચ્ચ કોટિનું છે. રાણીવાવમાં આ પ્રકારે ઘડાયેલી પ્રતિમાઓ વધુ પ્રમાણમાં મળી આવે છે. તેમાંથી મોટાભાગની પ્રસાધનમાં વ્યસ્ત છે. જે પોતાને નૃત્ય માટે તૈયાર કરી રહેલ છે. કોઇક પગમાં ઘુંઘરું બાંધી રહેલ છે. કોઇ વળી કાનમાં કુંડલ પહેરે છે. અમુક દર્પણમાં પોતાનું રૂપ-લાવણ્ય નિહાળે છે. માથે ચાંલ્લો કરતી, માથું ઓળતી ફૂલહાર લઇ જતી, પંખા કે પ્રસાધન સામગ્રી પહોંચાડતી અપ્સરાઓ દેખાય છે. આ બધું મનોરંજનની તૈયારી માટે ચાલી રહ્યું છે. ક્યાંક કોઇ રમત રમે છે. કોઇ પાળેલા પ્રાણીઓ, વાંદરાઓ કે પંખીઓ સાથે નજરે પડે છે. ક્યાંક નારીને પગમાંથી કાંટો દૂર કરતી મુદ્રામાં દર્શાવી છે, તો બીજી જગ્યાએ કોઇ પ્રેમીની વાટ જોતી આકર્ષક ભાવમાં દેખાડી છે. આ બધી અપ્સરાઓની બહુ પ્રચલિત ભાગભંગિમાઓ છે. તે સમયની પ્રચલિત પરંપરાઓમાં નારીના વિવિધ રૂપો છે. એમનું કોઇ ખાસ વર્ગીકરણ આવે એવું ચરિત્ર નથી. તેઓ માત્ર પોતાનું વિષયાસકત રૂપ દેખાડતી લાગે છે. નારીનું આ રૂપ અને ભાવભંગિમાઓ ઇ.પૂ.પહેલી સદીમાં પ્રચલિત હતી. ઇ.સ.નવમી અને દશમી સદીમાં મંદિરોની બહાર એમની ભરમાર થવા લાગી. દશમી સદીથી નારી લાવણ્યના પાસાને વધારે અગ્રતા અપાવા લાગી. કેટલાક શિલ્પોમાં સલિલા, નામિલા અને નન્દિની જેવા લખાયેલા નામો મળે છે. નારી-લાવણ્ય અને મોહકતા આ શિલ્પોની વિશેષતા છે. નારીનું આ રૂપ જે પોતાની શારીરિક સુન્દરતા દર્શાવે તેણે નારીની બુદ્ધિમત્તા, કાર્યવિધિ અને સમાજમાં તેના યોગદાનને ભુલાવી દીધું છે. આ શિલ્પોમાં ચૈતન્યનો ધબકાર છે. સુડોળ અંગો અને તે અંગ લયથી સર્જાતા કમનીય અંગ વળાંકો એની સુંદરતાને વધુ સુરેખ કરી આપે છે. અહીંના નારી શિલ્પો લાવણ્ય, લજ્જાભર્યાં અંગ મરોડ અને અનુપમ દેહલાલિત્યથી શોભી રહ્યાં છે. આ અપ્સરાઓની કૌમાર્યપૂર્ણ દેહલતા અને પ્રસન્ન મુખ ભાવ દ્વારા સ્ત્રી-પુરુષની આદિકાળથી ચાલી આવતી સંસાર યાત્રાના આ વાવમાં પડઘા સંભળાય છે. પથ્થરોમાં પણ કોમળતાને પ્રસ્થાપિત કરનારા એ સમયની ગુજરાતની કલા-કૌશલ્યપૂર્ણ જીવનશૈલીનું અહીં ઉજ્જવળ પ્રતિબિંબ પડે છે. વાવના સ્તંભો અને દીવાલોમાં વેદમાં બતાવેલ સ્વસ્તિક, પૂર્ણ કુંભ, અમરવેલ, કીર્તિમુખ, કીચક, અને કલ્પવૃક્ષનું અંકન તેમજ રામાયણ, મહાભારતના કથા પ્રસંગોના શિલ્પો, ઉપરાંત લોક જીવનના શિલ્પોનું બારીકાઇથી કરેલું કોતરકામ સિધ્ધહસ્ત કલાકારની સિદ્ધિનું સોપાન જણાય છે. ખરેખર, આ રાણીવાવ પથ્થરમાં કંડારેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४२४ રાણકીવાવની અનુપમ અપ્સરા Page #448 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 66. લોકનાવ્ય- ભવાઈ ૪૨૫ ડૉ.કૃષ્ણકાન્ત કડકિયા M.A.,Ph.D. ‘ભવાઇ’ શબ્દની વ્યુત્પત્તિના સંબંધમાં જુદા જુદા મત પ્રવર્તે છે. કેટલાક લોકોનું કહેવું છે કે, ભવ-જે શિવનું એક નામ છે તે પરથી ‘ભવાઇ’શબ્દ બન્યો છે. કેટલાકોએ એવો અર્થ બતાવ્યો છે કે, ભવ એટલે ખાતા-વહી-સંસારનું જમા-ઉધાર. ચમકપણું અથવા શોભાના અર્થમાં પણ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ એવું મક્કમપણે માનવામાં આવે છે કે અંબા-ભવાનીએ આ હુન્નર શીખવ્યો અને એની સામે જ નૃત્ય થાય છે. આજે પણ લોકમાતાની સામે રંગભૂમિ વગર દર્શકોની વચમાં ગોળાકાર જગ્યામાં ગાન નૃત્ય અને સંવાદની સાથે પરસ્પર ભિન્ન હોય એવા પ્રસંગોવાળા આ નૃત્ય-નૃત્ત કે જેને ‘વેશ’ કહેવામાં આવે છે તે ભજવવામાં આવે છે. અંબા માતાના ચોકમાં થતું આ ભક્તિમય ગુણગાન છે, ભાવન છે, તોપણ વેશો માત્ર સાંપ્રદાયિક નથી, એ સામાજિક અને ઐતિહાસિક પણ હોઇ શકે છે. લોક-શિક્ષણનું આ એક અસરકારક માધ્યમ પણ રહ્યું છે. ગીત, સંગીત અને નૃત્ય-નૃત્તમાં નિપણુ તરગાળા બ્રાહ્મણોનો એક મોટો વર્ગ છે, જેઓ ઉત્તર ગુજરાતના વડનગર, વિસનગર અને પાટણના નિવાસીઓ છે. આ ક્ષેત્ર રેતાળ પ્રદેશની સીમાઓ સાથે જોડાયેલો છે. ગુજરાતનાં રાજકીય ઇતિહાસ અને જીવનની રૂઢિઓ આ ક્ષેત્રમાં વસતી જાતિઓમાંથી આવી છે. ભવાઇ આ રણપ્રદેશ સાથેના સંબંધોનું જીવતું ઉદાહરણ છે. ભવાઇમાં ગણેશની સ્તુતિ પછી મારુ રાગની સાખીઓ ગાવામાં આવે છે. આ સંબંધને કારણે જ શ્રી ૨.છો. પરીખે ભવાઇ લોકનાટચને મરુ ગુર્જર લોકોનું પ્રેક્ષાણક કહ્યું છે. પ્રેક્ષાણકની માફક ભવાઇ પણ રસ્તામાં, ગામના ચોરામાં અથવા મંદિરમાં થાય છે. ભવાઇ એ પ્રચલિત ગીત-નૃત્ય-નૃત્ત-પ્રધાન ઉપરૂપકોમાંથી પોતાના વેશના આકારની રચના કરી છે. શક્તિમાતાની ઉપાસનાનો આ એક પ્રકાર છે. આ વસ્તુ જીવંતતાનો પરિચય આપે છે. આ પાઠચપ્રધાન રૂપક નથી, પણ ગીત સંગીત અને નૃત્ય-નૃત્ત પ્રધાન ઉપરૂપકોના પ્રકારનું એક સ્વરૂપ છે. આ લોક-નાટકોમાં ગ્રામીણ પ્રજાની વિશેષતાઓ, સંવેદનાઓ, વિચારો અને ઉચ્ચારણોનો પ્રવેશ થયો અને સહજ રૂપે શહેરોથી દૂર રહીને આ કલાનો વિકાસ થયો; જોકે આદાન-પ્રધાનને કારણે કેટલાંક નાટકો અને સિનેમાની અસર આ લોકનાટ્યોમાં જોઇ શકાય છે. એમાં જાદૂના ખેલ, કસરતના દાવ-પેચ ઇત્યાદિનો પણ પ્રવેશ થયો અને એ ભવાઇ-પ્રવૃત્તિનો જ એક ભાગ બની રહ્યાં. નવ વ્યક્તિઓની એક મંડળી હોય છે, જે વર્ષમાં સાતથી આઠ માસ ભવાઇ રમે છે. કેટલીક મંડળીઓ કેવળ નવરાત્ર અથવા જન્માષ્ટમી જેવા પ્રસંગો પર જ ભવાઇ રમે છે. આ ટોળીનો નાયક અથવા મુખિયો વેશગોર કહેવાય છે. સ્ત્રીનું પાત્ર પુરુષ જ કરે છે. ભવાઇમાં પરંપરાગત ભૂમિકા અને Page #449 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૨૬ વ્યવસ્થા હોય છે, એના પોતાના નિયમો હોય છે. વેશની વાતનો અધિકાંશ ભાગ ગદ્યની સાથે સાથે કુંડળિયો, દોહા, સાખીઓ અને છપ્પાઓમાં કહેવાય છે. એમાં દાદરો, ઝપતાલ, દીપચંદી અને આડ-ગોતાલ જેવા તાલોનો પ્રયોગ કરવામાં આવે છે. પૂર્ણ સ્વરૂપ બંધનમુક્ત અને સ્વતંત્ર હોવાને કારણે એમાં સ્વાભાવિકતાનો સ્પર્શ દેખાઇ આવે છે. કલાકારમાં મૌલિકતા ઉપરાંત દર્શકો સાથેનું એમનું સહકર્મ પણ મહત્ત્વપૂર્ણ છે. ભવાઈ-કલા અંત પ્રેરણાને વશ હોય છે. મોટેરાઓને ભવાઇ રમતા જોઈને બાળકો અને જુવાનો પણ એ શીખે છે, એઓને એ હેતુએ શાળા કે કોલેજની જરૂર પડતી નથી. ગર્ભિત સત્ય, દ્વિઅર્થી શબ્દ તથા જાતિ અને કોમની અસર ભવાઈ નાટ્યકલામાં હોય છે. એની અભિવ્યક્તિમાં ક્યારેક અશ્લીલતા પણ આવી જાય છે. ભવાઈ ગામના ચોક કે ચબૂતરાની પાસે અથવા દેવીના મંદિરની સામે ગલી-રસ્તાનાં ખૂણે કે પછી ગામની બહાર સ્થિત નિશાળના મેદાનમાં થાય છે. ચાચરની ચારે તરફ પ્રેક્ષકો વર્તુળાકાર બેસે છે, વચમાં ભવાઇ રમાય છે. ચાચર એક એવી ખાલી જગ્યાનું નામ છે, જ્યાં કોઇ પણ પ્રકારની કોઇ સામગ્રી હોતી નથી, છતાં માતાનું ખોખું, પાણી પીવાની કોઠી ઇત્યાદિ તો એમાં રહે છે. મંગળદીપની સામે ઘૂઘરા બાંધવામાં આવે છે અને દેવીની ગરબીઓ ગવાય છે. વેશગોર પરંપરાગત પૂજા કરે છે, મંત્રો બોલે છે અને ત્યારબાદ ભવાઇ રમાય છે. કોઈ કોઈ લોકો બાધા રાખે છે અને ભવાઇ રમવા માટે ભવાયાઓને નિમંત્રણ આપે છે. આ સંદર્ભમાં થતી ભવાઇને કરવઠું અથવા કર્તવ્ય, બાધા કે માનતાની ભવાઈ' કહેવાય છે. નવરાત્રિ જેવા ઉત્સવોમાં સાંપ્રદાયિક સ્થલ કે ચબૂતરા પાસે જે ભવાઇ થાય છે તે જાતરની ભવાઈ' કહેવાય છે. જાતર એટલે જાત્રા, દેવીનો ઉત્સવ, (એટલે કે ભવાઈ) કરવો એ. પૂર્વરંગમાં સૌથી પહેલા ચાચરમાં ગણેશજી આવે છે અને કુંકુમનો છંટકાવ થાય છે. કાલીમાતા આવે છે અને રોગ દૂર કરે છે. બ્રાહ્મણ આવી મુહૂર્ત જુએ છે અને આશીર્વાદ આપે છે. ડાગલો આવે છે અને રોગ-શોકને સમુદ્રમાં નાખે છે. પૂર્વરંગ પછી ડાગલો' જ 'રંગલા'માં રૂપાંતરિત થઇ જાય છે. વેશ પૂર્વે એ અથવા નાયક વસ્તુનું નિરૂપણ કરે છે. ભવાઇ-મહોત્સવની પૂર્ણાહુતિ વેળાએ છેલ્લો રામદેવનો વેશ થાય છે. પછી દીવાલો પર થાપા મારવામાં આવે છે તથા મંગળ-દીવાની પાસે દેવીની અંતિમ ગરબી ગાઇને ઘૂઘરા છોડવામાં આવે છે અને આ પ્રકારે ભવાઈની પૂર્ણાહુતિ થાય છે. ભવાઇમાં સામાન્ય ગરીબ પ્રજા કામ કરે છે, એટલા માટે વેશભૂષા મોંઘીદાટ હોતી નથી. દેવી પણ આંગળીઓમાં સાદા વેઢ પહેરે છે અને પગનાં ઘરેણાં ગામની સામાન્ય સ્ત્રીઓનાં ઘરેણાં જેવાં જ હોય છે. વસ્ત્રો પણ વધારે કિંમતી હોતાં નથી. ગણેશજીને સુંદર મુકુટવાળા, સૂંઢવાળા અને અમુલ્ય ઘરોણાંવાળા કહ્યાં છે તોપણ એ માથા પર માત્ર કપડું રાખીને સ્વસ્તિકવાળી થાળીની સાથે આગળ આવશે. આ પ્રકારે મોંઘાદાટ “આહાર્યથી બચવાને માટે કલાકારોએ આવી લોકધર્મ શૈલીનો સ્વીકાર કર્યો છે, તેમ છતાં નાટ્યધર્મી શૈલી પણ છે જ. વસ્તુતઃ એમાં બંને પ્રકારની શૈલીઓને મિશ્રણ હોય છે. દીવાનો પ્રકાશ બધાં ગામોમાં ઉપલબ્ધ હોવા છતાં મશાલનો ઉપયોગ પરંપરાગત Page #450 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૨૭ રૂપે આજે પણ થાય છે. ભૂંગળ, તબલાં, ઝાંઝ અને ઘૂઘરુ ભવાઇનાં મુખ્ય વાદ્યયંત્ર છે. ધ્વનિ-આયોજન અને રસનિદર્શનને માટે ભૂંગળ મહત્ત્વપૂર્ણ વાઘ છે. એ વગર ભવાઇ રમી શકાતી નથી. નૃત્ય-નૃત્ત અનેગીતને માટે પણ એ ઉપયોગી છે, એનાથી તાલ અને લય બાંધવામાં આવે છે. મૂલતઃ તો એ ગુર્જરોનું વાદ્યયંત્ર છે, જે તાલવાદ્ય અને તંતુવાઘની વચ્ચે સેતુ બાંધવાનું કામ કરે છે. ભૂંગળ બે પ્રકારની હોય છે નર અને માદા. એકથી તીવ્ર અને બીજામાંથી મંદ સ્વર આવે છે, એમ લાગે કે જાણે એણે હાર્મોનિયમનનું સ્થાન લીધું છે. તબલાં ખુલ્લા બાજમાં વાગે છે એ બે હોય છે, જેમાંથી તીવ્ર-મંદ અવાજો આવે છે. શાસ્ત્રીય તબલાવાદક કરતાં ભવાઈનો તબલાવાદક જુદો હોય છે. ઝાંઝની જોડીમાંથી પણ તીવ્ર-મંદ અવાજો આવે છે, જેનો ભવાઇની ગાન-રચનામાં કુશળતાથી ઉપયોગ થાય છે. ઘૂઘરા શરીર-સૌંદર્યને માટે પહેરવામાં આવતાં ઘરેણાં અને ઘનવાઘની વચ્ચેની વસ્તુ છે. ભવાઇના કલાકારો નૃત્યમાં એનો સરસ ઉપયોગ કરે છે. વેશની જરૂરિયાત પ્રમાણે અન્ય વાદ્યયંત્રોનો પણ ઉપયોગ થાય છે. ભવાઇ-ગાનનું મહત્ત્વપૂર્ણ તત્ત્વ રસ છે, એમાં પણ વાત્સલ્ય, પારિવારિક પ્રેમ, સામાજિક સહાનુભૂતિ ઇત્યાદિ પ્રમુખ છે. લોકગાનના પ્રકારોમાંથી કેટલાક તો એટલા વિકસિત દેખાય છે કે કોઈ એકમાં પણ થોડોક ફેરફાર કરવાથી બીજો અન્ય પ્રકાર જન્મ લે છે. ભવાઇમાં લોકગાનને જ્યારે શાસ્ત્રીય રાગોમાં ગાવામાં આવે છે ત્યારે એ દેશી' કહેવાય છે. આમેય ભવાઈનું ગાન શાસ્ત્રીય રાગોથી આચ્છાદિત પણ છે. - ભવાઇમાં ચલતી, હીંચ, ત્રગડો જેવા તાલ છે. શાસ્ત્રીય તાલોની અસર પણ એમાં દેખાય છે. એ સાલોનો શાસ્ત્રના નિયમો પ્રમાણે નહિ, પરંતુ પોતાની રીતે ઉપયોગ થાય છે. તબલાના સાહીવાળા ભાગનો જ ઉપયોગ થાય છે, જેનાથી બધું ગાન ખુલ્લી થાપ પર આવી જાય અને તેથી શાસ્ત્રીય ગાન કરતાં એ જુદું પડે છે. એટલા માટે એને વગાડવાને માટે ભવાઇ-તબલચીને જ બોલાવવો પડે છે. જે રાગો લોક-ગીતોથી રક્ષાયા છે તેઓનું ભવાઇએ પણ જતન કર્યું છે. ભવાઇને પૂરી પ્રવૃત્તિમાં સમાનરૂપે હિસ્સેદાર પ્રેક્ષક વચમાં વચમાં હાકાર કરે છે. અધિકાંશ ગીત ગાવા માટે નહિ, દેખવા રમવા અને સાંભળવાને માટે હોય છે. ભવાઈનું નૃત્ય-નૃત્ત પરંપરાગત છે. એમાઃ લોકનૃત્ય-નૃત્તનો પ્રાકૃતિક જોશ અને ઉત્સાહ હોય છે. ભવાઇ નૃત્ત-નૃત્યના રૂપમાં હો છે, પરંતુ એનું રૂપાંતરણ નાટ્યરૂપમાં છે. જ્યાં પૂર્ણ નૃત્ત નથી ત્યાં કેટલાક ક્રિયા-કલાપ તથા સંવાદ નૃત્યના રૂપમાં દેખાઈ આવે છે. રાસ, રાસડા, ગરબા, ગરબી, ગોફગુંફન આદિનો સમાવેશ ભવાઈએ પોતાનામાં કરી લીધો છે. કેટલીય વાર એનો અધિકાંશ ભાગ શુદ્ધ નૃત્તના રૂપમાં અથવા કોઇક ભાગ અર્થઘટન કરવાવાળા નૃત્યના રૂપમાં આયોજિત થાય છે, એટલું જ નહિ, નાટય જેવા અર્થમાં પણ નૃત્ય-નૃત્તનું આયોજન થાય છે. શોભા માટે પણ ભવાઈમાં નૃત્તનો ઉપયોગ થાય છે. ભવાઇનાં નૃત્યોની પદ-ગતિઓ પર કથક નૃત્યની છાયા દેખાય છે. સાત પ્રકારની પદ Page #451 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૨૮ ગતિઓ ભવાઇ-નૃત્યમાં હોય છે. તદુપરાંત વિવિધ પ્રકારની ‘ફૂદડી’ અને ‘નાચણી’નો પણ એમાં સમાવેશ થાય છે. ‘કેરબો' એકપાત્રીય વેશ છે. આ એવું પાત્ર છે કે જે અનેક પ્રકારનાં નૃત્ય કરી શકે છે, તોપણ મોટે ભાગે એ ફૂદડીઓ ફરે છે. કુશળ કલાકાર અડધો પોણો કલાક પંખાની માફક ફરે છે અને અઢાર તલવારોનો ખેલ બતાવે છે. એ મોટે ભાગે પુરુષ-વેશમાં હોય છે, પરંતુ શીશા-નૃત્ય અથવા સાંબેલા-નૃત્યમાં એ સ્ત્રી-વેશમાં હોય છે. આવું નૃત્ય અન્ય ભાષા-પ્રદેશમાં પણ જોવા મળે છે. સ્વતંત્ર રૂપે અથવા કોઇ પણ વેશમાં કેરબો વેશની વચમાં લાવવામાં આવે છે. રાજા અથવા કોઇ પાત્રને આરામ આપવા માટે કેરબાને બોલાવવામાં આવે છે. એ સમયે એવું લાગે છે કે જાણે એ મૂલ વેશનો જ એક ભાગ હોય. ભવાઇ એક મુક્ત નાટચસ્વરૂપ છે અને એમાં કેરબાનું પાત્ર તો વધારે મુક્ત છે. એ બહારનો નવો નવો પ્રભાવ ભવાઇમાં લઇ આવે છે. રસનિષ્પત્તિ સંસ્કૃત નાટક અથવા નાટચશાસ્ત્ર પ્રમાણે થતી નથી, કારણ કે કોઇ પણ લોકનાટચની પોતાની કેટલીક મુખ્ય પરંપરાગત પદ્ધતિઓ હોય છે એનો રસ-નિષ્પત્તિ સાથે સીધો સંબંધ હોય છે. ભવાઇ પણ એ વાતનું ઘોતક છે. વેશ લેખનની પદ્ધતિમાંથી એ નીકળે છે. શામળ આદિ કવિઓની કૃતિઓમાં જે રીતે નાયક અને નાયિકા એકબીજાને પ્રહેલિકા (ઉખાણો, કોયડો), પ્રશ્નો, સમસ્યાઓ વગેરે પૂછે છે તે પદ્ધતિએ ભવાઇમાં પ્રેમ-સંવાદ લખવામાં આવે છે, જેનું નટ અનુકરણ કરે છે. તદુપરાંત, એ સંવાદમાં સ્થાનીક લોકજીવનનું રૂપ મિશ્રિત હોય છે. એમાં રસ-સૃષ્ટિની ક્ષમતા તીવ્રતમ હોય છે, જેની તરસ પ્રેક્ષકોને સતત હોય છે. મનોભાવોની અભિવ્યક્તિને માટે નૃત્ત,નાચણી આદિનો પણ ઉપયોગ થાય છે. નારીના પ્રકારોનું વર્ણન કરતાં જ્ઞાન, કલ્પના, વિસ્મય તત્ત્વ આદિનો ઉપયોગ કરી ઉત્સવ અને-તહેવારની પૃષ્ઠભૂમિ પર આ વેશોનું મંચન થાય છે અને આ પ્રકારે ભવાઇ-કલાકાર પોતાની રીતે રસ-નિષ્પત્તિ કરે છે. નટની સાથે સામાજિકોની સહાનુભૂતિ હંમેશાં બની રહે છે. કોઇવાર દર્શક પણ પાત્રોની સાથે નાચવા લાગે છે. અને એની સાથે સાદાત્મ્ય સ્થાપિત કરે છે. વસ્તુતઃ ભવાઇનું પુરું સ્વરૂપ જ શીઘ્ર નાટક અથવા સ્વયંસ્ફુરિત ‘ઇમ્પ્રોવાઇજેશન' પદ્ધતિનું છે. બધાં લોક-નાટ્યોમાં પોતાની આગવી મંચ-રૂઢિઓ વિકસિત હોય છે. ભવાઇમાં પાત્રને એક ગામથી બીજા ગામે જતાં જોવું હોય તો નટ ચાચરમાં ચક્કર મારે છે અને એ પ્રકારે યાત્રાનું વાતાવરણ સ્થાપિત કરે છે. ભવાઇમાં વિવિધ પાત્રોના આગમનની ગતિ પાત્રાનુકૂલ હોય છે. ચાલવાની ગતિક્રિયામાં પણ એની અસર દેખાય છે. જાદૂગરના ચાલવાની ગતિ-ક્રિયા બ્રાહ્મણ જેવી હોતી નથી. એક વેશમાં પણ વિવિધતાઓ દેખાય છે. ભારતીય નાટચ-પ્રકાર કેવળ સંવાદોનો બનેલો નથી, એમાં ગાન, વાદ્ય, નૃત્ય, નૃત્ત વગેરેનો સમન્વય હોય છે. ઘણે અંશે ભવાઇના મંચનમાં પણ એ દેખાય છે. એમાં દરેક વસ્તુ તાલ તથા લયમાં વ્યક્ત થાય છે. મેકઅપ અને વેશભૂષા કલાકાર પોતે કરે છે. એ બધા ચલાવી લેવાની મનોવૃત્તિવાળા હોય છે; ઉદાહરણ તરીકે એ તલવારને બદલે લાકડીથી ચલાવી લેશે. અપ્સરાનો રોલ કરનાર નર ગોગલ્સ પહેરીને પણ આવે, પરંતુ આ બધી ઓછપ એ લોકો આંગિક અભિનયથી પૂરી કરી દે છે અને નહિ કે Page #452 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४२८ અભિવ્યક્ત થનાર પદાર્થની ચેતનાથી. વસ્તુતઃ અંગ-ચેષ્ટાઓ અને નર્તનમાં જ એઓને સહુથી વધુ રસ હોય છે. ભવાઇ મશાલના અજવાળે થાય છે, એટલા માટે ભવાઇમાં સાત્ત્વિક અભિનયનો વિકાસ ખાસ થયો નથી. આ મર્યાદાને પણ ભવાઇ-કલાકારો આંગિક અભિનયથી પુરી કરી દે છે. ડર લાગવાને કે ભયને કારણે પસીને રેબઝેબ થઇ જવાનું દશ્ય માનો કે બતાવવું છે તો એ લોક ચાચરમાં ભાગ-દોડ શરૂ કરી દે છે, અર્થાત્ ડરને કારણે ભાગી જઇ રહ્યાં છે એવું પ્રદર્શિત કરે છે. ભવાઇમાં કોઈ દિગ્દર્શક હોતો નથી, એટલે દિગ્દર્શકના દૂર હાથોનો શિકાર થઇ જતાં એ લોકો બચે છે. નટ પોતાની કલ્પનાથી કામ કરે છે. એ દિગ્દર્શકના હાથોની કઠપૂતળી નથી. મૌલિકતા એમની પ્રેરણા બને છે. પાત્રોના સર્જનને માટે થિયેટર નટોને સુવિધા અને સ્વતંત્રતા આપે છે, પરંતુ એ કાર્ય સ્પષ્ટ રૂપથી થાય ત્યાં સુધીની સર્જનાત્મક અવસ્થામાં પહોંચાડનાર સ્વતંત્રતા હોય છે. જ્યારે ભવાઇમાં એનાથી વધુ અધિકાર કલાકાર ભોગવે છે અને એ અધિકારના બલ પર એ એ ક્રિયાને વધુ ને વધુ બહેલાવે છે, વિકસિત કરે છે, ગૂઢ રહસ્ય સમઝાવે છે અને સંવાદ સ્થાપિત કરે છે. ભવાઇ એટલું મુક્ત સ્વરૂપ છે, આ એક જ કારણ છે કે એ લોકો પોતાના વેશને જ્યાં ઇચ્છે ત્યાં કઇ પણ સંજોગોમાં મંચિત કરી શકે છે. એની સફળતાનું રહસ્ય જ મુક્તિ અને મૌલિકતામાં છુપાયેલું છે, પરંતુ અત્યધિક સ્વતંત્રતા અને મુક્ત અધિકારોને કારણે જ ભવાઇમાં પ્રહસન અને હાસ્યની માત્રા ખૂબ વધી ગઈ છે, તેથી એની ગંભીરતાને નુકસાન થયું છે અને નટોમાં વિકૃતિ આવી છે. આવાં અનેક કારણોને લીધે ભવાઇમાં તાલીમની આવશ્યકતા ઊભી થઇ છે એવું દેખાય છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩૦ ૭૮ “પાટણના ભંડારોમાં સંગ્રહીત સંસ્કૃત હસ્તપ્રતોની પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ : સાંસ્કૃતિક અધ્યયન ડૉ.મનીષા એન. ભટ્ટ M.A.,Ph.D. ઇતિહાસ અને સંસ્કૃતિના અધ્યયનમાં અન્ય સાધન-સામગ્રીની સાથે હસ્તલિખિત ગ્રંથોનું વિશેષ મહત્ત્વ છે. હિંદુ, જૈન અને બૌધ્ધ ધર્મની હસ્તપ્રતોના ગ્રંથ ઉપલબ્ધ છે. પ્રાચીન ભારતીય હસ્તલિખિત ગ્રંથોમાં સંગ્રહ ભારત તથા યુરોપના દેશોમાં હસ્તપ્રતના ગ્રંથ ભંડારોમાં સંગ્રહીત છે. ભારતીય સાહિત્યનો અમૂલ્ય ખજાનો સમયની ગતિથી નષ્ટ પામ્યો. એમાંથી કેટલીક હસ્તપ્રતોની પ્રતિલિપિના રૂપમાં ભારતની ભેજવાળી હવા, ગરમી અને અન્ય કારણોથી હસ્તપ્રતો નષ્ટ થઇ. કોઇપણ હસ્તપ્રતનું પોતાનું અલગ મૂલ્ય હોય છે. જ્યારે હસ્તપ્રતોની પાઠસમીક્ષા હોય છે, ત્યારે ગ્રંથોની સમીક્ષિત આવૃત્તિ તૈચાર થાય છે. તેમાં વિવિધ લિપિમાં લખેલી હસ્તપ્રતો ઉપયોગમાં આવે છે. વિશેષમાં ધાર્મિક, લલિત સાહિત્ય, દર્શનશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ અને સમાજ તથા શિક્ષણના ક્ષેત્રમાં હસ્તલિખિત ગ્રંથોની પ્રતિલિપિ થતી રહે છે. ભારતીય સાહિત્યના અમૂલ્ય ખજાનારૂપ હસ્તપ્રતો આજે પણ સંગ્રહિત છે. ૧ પ્રશસ્તિ અને પુષ્પિકા : પ્રશસ્તિ અને પુષ્પિકા સામાન્યતઃ ગ્રંથકારનું નામ, હસ્તપ્રતના હાંસિયામાં સંક્ષિપ્તનામ, પૃષ્ઠસંખ્યા, મૂળગ્રંથોના ભાષ્યની વૃત્તિ, કર્તાના નામ, અને કાંડ સર્ગ અને અધ્યાયના અંતમાં પુષ્પિકા હોય છે. પુષ્પિકા ત્રણ પ્રકારની છે. (૧) પહેલા પ્રકારની પુષ્પિકા હમેશાં અધ્યાયના અંતમાં હોય છે. તેમાં ગ્રંથકાર અને કૃતિ અને કર્તાના નામ-નિર્દેશ સાથે ગ્રંથની સમાપ્તી દર્શાવી છે. (૨) બીજા પ્રકારની પુષ્પિકામાં દરેકનો સર્ગ, અઘ્યાય, અંતમાં કૃત્તિનું નામ કાંડ અને સર્ગનું નામ અઘ્યાયનું નામ, નંબર અને રચનાકારનું નામ અને અંતમાં સમાપ્તિ નિર્દેશની સાથે હોય છે. (૩) ત્રીજા પ્રકારની પુષ્પિકામાં સંપૂર્ણ ગ્રંથ રચાયા બાદ તેની સમાપ્તિ દર્શાવાય છે. અને ત્યારબાદ અલગ શ્લોકોમાં ગ્રંથકારની લાંબી પ્રશસ્તિ રચેલી હોય છે. અને એ પછી પુષ્પિકા લખવામાં આવે છે. પ્રશસ્તિ અને પુષ્પિકાઓના અધ્યયનમાં ઐતિહાસિક વિગત પ્રાપ્ત થાય છે. તેમાં સોલંકી Page #454 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩૧ કાલ, સલ્તનતકાલ, મુઘલકાલના શાસકોને નિર્દેશ આવે છે. રાજાઓ, મહામાત્યો, દંડનાયકો અને શ્રીકરણાધ્યક્ષોનો નિર્દેશ આવે છે. સોલંકી કાલમાં જૈનધર્મ ગુજરાતમાં ખૂબ પ્રતિષ્ઠિત હતો. અણહિલવાડ પાટણ, ગિરનાર, વલભી અને શ્રીમાલ જૈન ધર્મનાં કેન્દ્ર હતાં. સોલંકીકાલમાં રાજાઓ, અમાત્યો, શ્રેષ્ઠીઓ જૈન મંદિરમાં ભૂમિદાન આપી મંદિરો, ચૈત્યો, ઉપાશ્રયોનો જીર્ણોધાર કરતા. મોટી સંખ્યામાં સંઘયાત્રાઓ પણ નીકળતી. આમ ગુજરાતમાં પાટણનો સંઘવી પાડાનો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર ખૂબ સમૃદ્ધ હતો. મૂળરાજ પહેલો એ સોલંકી વંશનો પ્રથમ રાજવી હતો. એ અણહિલપુર પાટણનો રાજા હતો. એટલું તો એણે વિ.સ. ૧૦૫૧માં અણહિલ પાટણમાંથી દાન આપ્યું હોવાનું એના વિ.સ. ૧૦૫૧ના બલેરા તામ્રપત્રમાંથી નિસંદેહ ઠરે છે. સોલંકી વંશના તામ્રપત્રમાંથી મૂળરાજની વંશાવલિ શરૂ કરવામાં આવી છે. અને એમાં મૂળરાજને સોલંકી કુળરૂપી કમલિનીનો વિકાસ કરનાર સૂર્ય ‘‘ચાલુધિ ત્ન ળમતિની વિધાસ નૈ માર્તંડ'' કહ્યો છે. પ્રબંધ ચિંતામણી (પૃ.૧૯,૨૦) અનુસાર એણે વિ.સં. ૯૯૮ (ઇ.સ. ૯૪૨) થી વિ.સ. ૧૦૫૩ (ઇ.સ. ૯૯૭) સુધી રાજ્ય કર્યું હોવાનું જણાય છે. એના સમયના ચાર દાનપત્રો મળ્યા છે. એના પરથી મૂળરાજ સારસ્વત મંડલ (અણહિલવાડ, સિધ્ધપુર,ગાંભુ, મોંઢેરા, માંડલ, વિરમગામ, મહેસાણા) વગેરે એની ઉત્તરે સત્યપુર મંડલ (વડુમથક સત્યપુર-સાંચોર જિલ્લો જોધપુર-રાજસ્થાન) પર રાજ્ય કરતો એ “પરમ-ભટ્ટારક’’, ‘‘મહારાજાધિરાજ’’ બિરુદ ધરાવતા.૪ આચાર્ય હરિભદ્ર સૂરિના ''યોગ દૃષ્ટિ સમુચ્ચય'' ગ્રંથની તાડપત્રીય પ્રત કર્ણદેવના કલ્યાણ વિજય રાજ્યમાં સં. ૧૧૪૬ કાર્તિક સુદિ......(ઇ.સ. ૧૦૮૯, ૭ ઓટો થી ૨૨ ઓક્ટો.) ના દિવસે એના મહામાત્ય મુંજાલની વસતિમાં રહીને પાટણમાં લખાઇ હોવાનું જણાવ્યું છે.૫ જ્યારે પાટણના સંઘવીપાડા ભંડારમાં સંગ્રહિત ‘ઉત્તરાધ્યયન સૂત્ર અને પુષ્પવતી કથાની સં. ૧૧૭૯ ભાદ્રપદ વિદ ઇ.સ. ૧૧૨૨-૨૩) અને સં. ૧૧૯૧ ભાદ્રપદ સુદિ-૮ ભૌમદિનની ઇ.સ. (૧૧૩૪, ૨૮-ઓગષ્ટ સુદિ-૮)ને તાડપત્રીય હસ્તપ્રતોમાં ‘“ત્રિભુવનગંડ'' બિરુદ પ્રયોજવામાં આવ્યું છે. પાટણના સંઘવીપાડા ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત જયસિંહદેવના વિજય રાજ્યમાં લખાયેલી વિ.સં. ૧૧૭૯ ભાદ્રપદ વિદ (ઇ.સ. ૧૧૨૩)ની ઉત્તરાધ્યયન સૂત્ર-શ્રુત સ્કંધની તાડપત્રીય પુષ્પિકામાં સં.૧૧૯૧ ફાલ્ગુન વદિ-૧ની શનિવાર (૧૩, જાન્યુઆરી ઇ.સ. ૧૧૩૪)ની ‘‘આવશ્યક નિર્યુક્તની અણહિલ પાટણમાં લખાયેલી હસ્તપ્રતની પુષ્ટિકામાં તથા સં. ૧૧૯૧ ભાદ્રપદ, સુદ-૮, મંગળવારને (૨૮, ઓગષ્ટ ઇ.સ. ૧૧૩૪)ના દિવસે લખાયેલી ‘‘પુષ્પાવતી કથા’”ની હસ્તપ્રતની પુષ્પિકામાં જયસિંહદેવનું ‘‘સિધ્ધચક્રવર્તી’’બિરુદ અપાયેલું છે. કાવ્ય પ્રકાશની પંડિત લક્ષ્મી ઘરે લખેલી વિ.સ. ૧૨૧૫, આશ્વિન સુદિ ૧૪ને બુધવારની (૮, ઓટો, ઇ.સ. ૧૧૫૮) હસ્તપ્રતની પુષ્પિકામાં Page #455 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩૨ " अणहिल पाटके समस्त राजावली विराजते महाराजाधिराज, परमेश्वर, परमभट्टारक, उमापति वरलब्धप्रसाद - प्रौढ प्रताप निजभूज विक्रमरणांगण निर्जित शाकंभरी भूपाल श्री कुमारपाल देव कल्याण विजय राज्ये" એવો નિર્દેશ છે. જેમાં શાકંભરીના રાજાને યુધ્ધ ભૂમિમાં હરાવ્યાનો નિર્દેશ છે. સં. ૧૨૧૮, દ્વિતીય અષાઢ સુદિ-૫ને ગુરુવારે (ઇ.સ. ૧૧૬૧, જૂન-૨૯) લખાયેલી કલ્પચૂર્ણની હસ્તપ્રતની પુષ્ટિકામાં “श्रीमदणहिल पाटके समस्त राजावली विराजित समलंकृत महादेव संग्राम निर्वृढप्रतिज्ञा प्रौढ निजभूजरणांगण विनिर्जित शाकंभरी भूपाल श्रीमत्कुमार पालदेव कल्यण विजय राज्ये" એમાં કુમારપાલને મહારાજાધિરાજ પરમેશ્વર, પરમભટ્ટારક યુદ્ધમાં શાકંભરી ભૂપાલ ને હરાવનાર એવાં બિરુદો આપ્યાં છે.૧૦ સં. ૧૨૨૭ નભસ્ય-ભાદ્રપદ (ઇ.સ.-૧૧૭૦-૭૧)માં અણહિલ પાટણમાં કુમારપાલના રાજ્યકાળમાં લખાયેલા ‘‘શાંતિનાથચરિત્ર’”ની હસ્તપ્રતમાં કુમારપાલને ‘‘સુશ્રાવક’’ કહ્યો છે. પાટણના સંઘવીપાડા ભંડારની ‘‘યોગશાસ્ત્ર’’ અને ‘‘વિતરાગ સ્તોત્ર’’ગ્રંથની હસ્તપ્રતની સં. ૧૨૨૮, શ્રા.સુદિ.૧, સોમવાર (પ.જુલાઇ, ઇ.સ. ૧૧૭૧) પુષ્પિકામાં કુમારપાલને ‘‘પરમાર્હત’’નું બિરૂદ આપેલું છે. ૧ મલયગિરિષ્કૃત ‘“ષડશીતિપ્રકરણવૃતિ’’ની પાટણના સંઘવી પાડાભંડારમાં સંગ્રહીત હસ્તપ્રતની પુષ્પિકામાં જણાવ્યા અનુસાર સમસ્ત રાજાવલી વિરાજિત મહારાજાધિરાજશ્રી ભીમદેવન્રા' રાજ્યમાં અણહિલ પાટણમાં આ વૃત્તિની રચના સં. ૧૨૫૮, પોષવદિ-૫ને રવિવારે (૧૬, ડિસે, ઇ.સ. ૧૨૦૧) કરવામાં આવી. સં. ૧૨૯૫ ચૈત્ર સુદિ-૨, મંગલદિને (૮-માર્ચ, ઇ.સ. ૧૨૩૯) અણહિલ પાટણમાં લખાયેલ જ્ઞાતા ધર્મકથાદિષણી સૂત્રવૃત્તિ'ની પુષ્પિકામાં મહારાજશ્રી ભીમદેવના વિજય રાજ્યનો ઉલ્લેખ છે. પાટણના સંઘસત્કભંડારમાંની બાલચંદ્ર વિરચિત ‘‘ઉપદેશકંદલી વૃત્તિ’ની હસ્તપ્રતની પુષ્પિકામાં જણાવ્યા અનુસાર આ ગ્રંથ મહારાજાધિરાજ શ્રી ભીમદેવ કલ્યાણ વિજય રાજ્યમાં મહામાત્ય દંડકશ્રી તાતના સમયમાં સં. ૧૨૯૬ ફાલ્ગુન સુદિ-૯, શુક્રવારે (૨-ફેબ્રુ, ઇ.સ. ૧૨૪૦) લખાયો.૧૪ સં. ૧૧૯૮માં શ્રી અર્ણોરાજ એ “સમસ્ત રાજાવલી સમલંકૃત પરમભટ્ટારકમહારાજાધિરાજ પરમેશ્વર’’જેવા સંપૂર્ણ સ્વાતંત્ર્ય સૂચક બિરુદ ધારણ કરતો હતો. (એમ સં. ૧૧૯૮ અષાઢ સુદિ-૨, ગુરુવાર (૨૮, મે, ઇ.સ. ૧૧૪૨) લખાયેલી પાટણના સંઘવી પાડા જૈન જ્ઞાન મંદિરમાં સંગ્રહીત આવશ્યક સૂત્ર નિર્યુક્તિની કાયસ્થ પં. માઢલે લખેલી હસ્તપ્રતની પુષ્પિકામાં જોવા મળે છે. સં. ૧૨૯૫, ભાદ્રપદ સુદિ-૧૧, રવિવારે (૨૨-ઓગષ્ટ, ઇ.સ. ૧૨૩૮) ષવિદ્યાવશ્યક Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ યુગે યુગે પાટણની પ્રભુતા વિવરણ (યોગશાસ્ત્રગત)ની પાટણના સંઘવીપાડા ભંડારમાં સંગૃહીત તાડપત્રીય હસ્તપ્રતની પુષ્પિકામાં સ્તંભતીર્થમાં રાણક વીસલ દેવના રાજ્યમાં દંડાધિપતિ જયસિંહ હતા ત્યારે શ્રી પલ્લીવાલ જ્ઞાતિના ઠ. વિજયસિંહ અને સલષણ દેવીના પુત્ર સો.ઠ. તેજપાલે આત્મશ્રેયાર્થે આ ગ્રંથ લખાવ્યો ઠ. રતનસિંહે એની નકલ કરી, આજ ભંડારમાંથી હેમચંદ્ર સૂરિના દેશીનામમાલાની નકલ સં. ૧૨૯૮, આશ્વિન સુદ-૧૦, રવિવારે (૫-ઓક્ટો, ઈ.સ. ૧૨૪૨) મહારાણકશ્રી વીસલદેવના રાજ્યમાં મહં. શ્રી તેજપાલ સુત, મહંથી લૂણસિંહ વગેરે પંચકુલની હાજરીમાં કાયસ્થ જ્ઞાતિના મહં, જ્યતસિંહના પુત્ર..........લખાવી. મહામાત્ય તેજપાલે સં. ૧૨૯૮ (ઇ.સ.૧૨૪૨)માં પોતાના પુત્ર લૂણસિંહને ભરૂચના સૂબો નિમાવ્યો હોવાનું અહીં જણાય છે." પાટણના સંઘવીપાડાના જૈન ભંડારમાં સંગ્રહીત જ્ઞાન પંચમી કથાની હસ્તપ્રતની પુષ્પિકામાં પ્રહલાદનપુરમાં મહારાજાધિરાજશ્રી વીસલદેવના કલ્યાણવિજયે રાજ્યમાં નાગડ મહામાત્ય હતા ત્યારે સં. ૧૩૧૩ ચૈત્રસુદિ-૮, રવિદિને (૨૫, માર્ચ, ઈ.સ. ૧૨૫૭) શ્રાવિકા પદ્મશ્રીએ આ હસ્તપ્રત લખી હોવાનું, જિનસુંદરગણિએ લખાવી અને લલિત સુંદરી ગણિનિને એ અર્પણ કરી હોવાનું જણાવ્યું છે. વીસલદેવે સં. ૧૩૦૦ (ઇ.સ. ૧૨૪૪)માં પાટણ લીધું છતાં સં. ૧૩૦૩ (ઇ.સ. ૧૨૪૮) સુધી તેજપાલ મહામાન્ય હતો. અને તેજપાલના મરણ પછી વીસલદેવે નાગર જ્ઞાતિના નાગડને મહામાત્ય નીમ્યો હોવાનું જણાય છે. શ્રી પાનમાં શ્રી સારંગદેવના રાજ્યમાં હેમચંદ્રાચાર્યકૃત યાશ્રય મહાકાવ્ય ઠ. લાષણે લખ્યું હોવાના નિર્દેશ પાટણના સંઘવીપાડાની હસ્તપ્રતની પુપિકામાં આવે છે. મહારાજશ્રી સારંગદેવના વિજય રાજ્યમાં સં. ૧૩૩૬, જેઠ સુદ-૫, રવિવારે (પ-મે, ઈ.સ. ૧૨૮૦) અણહિલ્લપુરમાં કલ્પસૂત્ર અને પર્યુષણા કલ્પની હસ્તપ્રત લખાવી. પાટણના સંઘ સત્યભાંડાગરની શાન્તાચાર્ય કૃત ઉતરાધ્યયન વૃત્તિની હસ્તપ્રત સં. ૧૩૪૩ લૌકિક કાર્તિક સુદિ -૨, રવિદિને (૨૦-ઓટો, ઇ.સ. ૧૨૮૬)માં અણહિલ પાટણમાં સારંગદેવના રાજ્યમાં મહામાત્ર શ્રી મધુસૂદન શ્રી કરણાદિસમસ્ત મુદ્રા વ્યાપાર કરતો હતો તે સમયે વીજાપુરમાં સીહાંકે શ્રીમાલ વંશના છે. બૂટડી સુત છે. તેજાના શ્રેય માટે ઉતરાધ્યયન સૂત્રવૃત્તિ લખી પાટણના સંઘવી પાડા ભંડારની સં. ૧૩૪૬, જ્યેષ્ઠ સુદિ ૧૫, ગુરુવાર (૨૫ મે, ઇ.સ. ૧૩૯૦) વીજાપુરમાં સારંગદેવના રાજ્યમાં શ્રી સાંગાના સાનિધ્યમાં સ્થાનાંગ સૂત્ર ટીકા લખાઈ ઉત્તરાધ્યયન સૂત્રની હસ્તપ્રત અણહિલપાટણમાં પાતસાહ મહમૂદના રાજ્યમાં બૃહત તપાગચ્છના ભટ્ટારક રત્નાકર સૂરિના શિષ્ય જૈત્રકસૂરી-રત્નસિંહસૂરિ ઉદય વલ્લભસૂરિ, જ્ઞાનસાગરસૂરિ અને ધર્મલક્ષ્મીગણ વગેરેના વાચન માટે સં. ૧૫૧૬ માર્ગશિર પૂનમે રવિવાર' (૯ડિસે. ઇ.સ. ૧૪૫૯) પં. મુનિ તિલકગણિ અને પં. ઉદયસાગરગણિએ પુસ્તકનું સંશોધન કરીને લખાવ્યુંને જૈન સંઘ Page #457 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જ્ઞાન ભંડાર પાટણની ‘શ્રી અંગવિજ્જા’’ની હસ્તપ્રત અણહિલપુર પાટણમાં પાતશાહ મહમૂદના રાજ્યમાં સં. ૧૫૨૭, આશ્વિન વદિ-૭, રવિવાર (૬-ઓક્ટો, ઇ.સ. ૧૪૭૧) લખાઇ૨ આવશ્યક વૃત્તિની પાટણ-ગ્રંથભંડારની સં. ૧૫૧૫ શ્રાવણ વદિ ૧૨, બુધવાર (૨૫ જુલાઇ, ઇ.સ. ૧૪૫૯)ની હસ્તપ્રતની પુષ્ટિકામાં કુંભમેર મહાદુર્ગના રાણાશ્રી કુંભકરણના વિજય રાજ્યમાં આ હસ્તપ્રત લખાઇ હોવાનું જણાવાયું છે આમ, હસ્તપ્રતોને અંતે આપવામાં આવેલી પુષ્પિકાઓ અને પ્રશસ્તિઓના સંશોધન પૂર્ણ અભ્યાસ દ્વારા ઘણી ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહિતી ઉપલબ્ધ થાય છે. પ્રશસ્તિઓમાં દર્શાવેલી ગ્રંથકારને લગતી અને ગ્રંથને લગતી માહિતી, તેનો રચના સમય, લેખન સંવત, લેખન અને રચનાસ્થળ, લેખનના ઉદેશો વગેરે પ્રકારની વિગતોથી હસ્તપ્રતના લખાણનું ઐતિહાસિક મૂલ્ય વધી જાય છે. અને એમાંથી ઇતિહાસની ખૂટતી કડીઓ વિશે ઉપર્યુક્ત માહિતી આપે છે. સંદર્ભ : ૧. ૨. 3. ૪. ૫. ૬. સત્યેન્દ્ર, ‘“પાડુંલિપિવિજ્ઞાન' પૃ.૭ ગુજરાતનો રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૩, પૃ. ૨૧૮ EpigraphiaIndicaVol.X.P78; ગુ.ઐ.લે.ભા.૨., નં.૧૩૮ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પૃ.૯૯ નં. ૪ ૭. જૈન પુસ્તક પ્ર.સં. પૃ.૧૦૧ નં. ૨૫ ૮. એન્જન, પૃ. ૧૦૩, નં-૩૬ ૯. એજન, પૃ. ૧૦૩, નં-૩૮ ૧૦. જૈ.પુ.પ્ર. સં.પૃ.૧૦૯ નં-૭૯ ૧૧. જૈ. પુ.પ્ર.સં.પૃ. ૧૧૦-૧૧૧ ૧૨. જૈ.પુ.પ્ર.સં.પૃ.૧૧૩, ૧૧૫, શ્રીપ્રસં, ૮૦-૧૨૪ ૪૩૪ એન્જન. પૃ. ૧૦૧, નં. ૨૫ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પૃ.૧૦૩, નં. ૮, ‘ગંડ’ દેશ્ય શબ્દ છે. એનો અર્થ ‘‘દંડપાશિક’’ અર્થાત્ રક્ષક થાય છે.R.C. Parikh "Kāvyānuśāsang", Intro P. (LXVI) [C.S.G.], chronological - 114-56 systems of gujarat ૧૩. ૧૪. જૈન.પુ.પ્ર.સં.પૃ.૨૬ ૧૫. એજન-પૃ.૧૨૧, ૧૭૯ ૧૬. એજન - ૧૨૧-૧૭૬ શ્રીપ્રશસ્તિ સંગ્રહ - ૮૩, ૧૩૫ Page #458 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭. જૈ.પુ.પ્ર.સં. ૧૨૪, ૧૯૮ ૧૮. (ગુ.મ.રા.ઇ.) ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ પાં. ૧૨, શ્રી પ્રશસ્તિ સંગ્રહ ૮૦-૧૨૧ ૧૯. જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ ૧૩૦-૨૪૭ ૨૦. એજન- ૧૩૦-૨૪૮ ૨૧. એજન - ૧૩૩-૨૬૪ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ ૧૫૦-૪૧૭ * ૨૨. ૨૩. Jagdishsingh Gahlot, “The History of Rajputana" Vol.1., PP. 207 FE રહેઠાણ : સી.૩૬, મંગલમ્ સોસાયટી વિભાગ - ૩ ઘોડાસર રોડ, ઇસનપુર, અમદાવાદ - ૩૮૦૦૫૦ ફોન : (૦૭૯) ૨૫૩૮૨૦૫૭ ડૉ.મનીષા એન. ભટ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડોલોજી સરકારી વિનિયન કોલેજ. ૪૩૫ × X વિઝિટીંગ વ્યાખ્યાતા. ઇન્ડિયન કલ્ચર રજની પારેખ આર્ટસ્ કોલેજ ખંભાત - ૩૮૮૬૨૦ - શ્રી કે.કા. શાસ્ત્રી શૈક્ષણિક સંકુલ મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ X Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન હસ્તલિખિત ચૈત્યપરિપાટીએ नायनमानवादिदेवघ्यनवाकयाणवत्रीश्वरांबवादंर्वसतिसजिनाजयानांमुक्ति दोपरन:खितानांवाममार्फतियादेमुनिसन्तक्लिंमिनाथै ससेवंदेदार कामवनितमोक्ष दानकरामायाप्रेनाशकमउगनागदेकसिंदं नानाधीश्रीजीड जमुनिगामहितीयनाध्यमा . निदेठंटेरखामेतिजनगोटासामयलोकंवानीकंकलाईएकटमदमयीयसेक्षा एवंपाद गोमिश्विातिगरीसविताम्मलाईवयस्यासितुंगनविकजनगणन्दाबढेमानल्यावावयनमामायस्मिं दियाश्रीजीतशीचकरंसनस्वासरासुरैयरिसेवामानमोक्षत्रिय केनिनायोदयसंसारा निस्तारण मधनसवलंशीतनवीनलारमोहाथीमाक्षगा षदमहमधुनातीर्थनाधनमामिनस्यावासादसंख्सखरम दितांववालयकीननव्यानंदपदानपवणामधासदासर्वलोकैकाथाकोकापमिनमामिश्नुतबजकनित कलाकैय्सच्यकाकायानिधानंसकममुरगणसध्यमानक्रमानंघन्टेसी धरानवजन्तरगोयानयाध्य गादीशक्त्यावदनिनेदेनिनयतिमखिजधाविसरियकजनमामिकोटाखांसिधौम्जासितस्तंननया मनाथश्यामक्मेिशमिवास्नध्यकनाधिनमानसमीदवावंदेपंचासवेश्मतिजिनपतिज्ञातगोटीया चर्षितामणिंदाजितजिनयतिमा मौचित्ययुक्तानीमिश्रीधर्मनायंवरतरनवलज्ञानिधानंपाचातर्मव्यालि तंचामरनरनिकरेरीव्यमानंजिनामात्रीदारनरेजमदेवसरेनीसनपरानरेनमामिशिनियता तितसंसारबारानिधिनौनिनातिअष्टापदापयनिनालटोसयानावणमामिनयावानंवंनि नंजनानीमनोगतानंदसवाईदरवारवाकोटीयावमलमलितोदनिन्यतिरतुवातिगतिपदमवनिगाना तरनतांतीदवदेवमनिननायतमलितःक्षिपंचाशकैनाजयकलितनायननगरंगानिधयार्थना समरौमिश्मोदादं मन्यनिधानवामगमदं श्रीवासल्यंतथानानेयंचनमामिसर्वजनतासंसारतापाय +3 યુગે યુગે પાટણની પ્રભુતા पर्दामाग्यमालानुंतवजिष्णतामारीयसरमतीसामनाए:पामागुरुपा यापाटएश्वामिस्तवनाकरतांसबमायारापाटणन्पपसीना न्यूनुं अदिएराजिनप्रसादजिहांमगाहामाटभमाएपशमुगमनमतिमादलोए जिनमंदनकरोयाटावेत्रप्रवामिस्तवनाहरव्योमनमेशपथमपंचासत्ता शासिदांघसादमारापंचासरनिनवरतणोए देवोदिदाराधाचोपनबिंबतिदा अतितमा घलिहिरविहारावतिमात्रिसदगुरुतपीएमरतिमनोहारा तिदीपीकपन्न निणंदनमुंगबिपन्तरगंजारोएकसोविंबलतिलक्षाए लमतीजताराबासपुज्यनेदेहरेणाबिंबवणवाण महावीरपासेंव नीराजांगनिनमाराधीसरीमतिनाथापतिमापंचासा एकनपरेंनम तांशकाए।यादवेंमतमासामपिंपलेंभावकोपानाथासम्सापतिमासो हेसमतालीसबिंबरांतिनामानविदामनमोह चिंतामणियामामादि ४३६ Page #460 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા SURYA MANDIR AND SURYA KUND, MODHERA | 11th n . મોંઢેરાનું વિશ્વવિખ્યાત સૂર્યમંદિર અને મંદિર આગળનો સૂર્યક્રૂડ ४३७ Page #461 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩૮ – મોઢેરાનું સૂર્યમંદિર પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસમાં સોલંકીયુગ (વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૬૦) એ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. આ યુગના સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, મંત્રીઓ, વિદ્યાધરો એમ બધુજ મહાન હતું. ગુજરાતના શિલ્પ-સ્થાપત્ય કલામાં તો આ યુગ સાચે જ ગોલ્ડન પિરીયડ ગણી શકાય. આ યુગમાં રાણકીવાવ, સહસલિંગ સરોવર જેવાં સેંકડો વિશ્વવિખ્યાત સ્થાપત્યો બંધાયા હતાં. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું મોઢેરા ગામમાં આવેલ “સૂર્યમંદિર” પણ સોલંકીયુગનું છે, જે આજે પણ વિદ્યમાન છે. ભારતના વિખ્યાત કોણાર્કના સૂર્યમંદિર જેટલું જ મોઢેરાનું સૂર્યમંદિર તેની વૈવિધ્ય સભર શિલ્પ સમૃધ્ધિના કારણે આજે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. સોલંકી યુગનો પાંચમો રાજવી ભીમદેવ પહેલાનો રાજ્યકાળ વિ.સં. ૧૦૭૮ થી વિ.સં. ૧૧૨૦ અર્થાત ઇ.સ. ૧૦૨૨ થી .સ. ૧૦૬૪ એમ ૪૨ વર્ષનો હતો. ભીમદેવના રાજ્યમાં વિદ્યાધરો અને કલાકારોને ઘણું ઉત્તેજન મળતું. મોઢેરાના સૂર્યમંદિરમાં મંદિરના ગર્ભગૃહની અંદર પાછળની ભીંતમાં સંવત ૧૦૮૩ પથ્થરમાં કોતરેલું મેં જોયેલું છે એટલે મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર સમ્રાટ ભીમદેવ, પહેલાના શાસનકાળ દરમ્યાન જ બંધાયું છે. ‘પ્રબંધચિંતામણિ' ગ્રંથમાં ભીમદેવે “ત્રિપૂરા પ્રાસાદ”બંધાવ્યો હોવાનું જણાવ્યું છે. મહમદ્ ગઝનીએ ખંડિત કરેલ સોમનાથના મંદિરને પણ ભીમદેવે સમજાવ્યું હતું. તેના મંત્રી વિમળશાહે આબુ પર્વત પર વિશ્વવિખ્યાત સંગેમરમરનું આદિનાથનું જિનાલય પણ બંધાવ્યું હતું. ભીમદેવના મરણ પછી તેની રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વવિખ્યાત “રાણકીવાવ” પણ બંધાવી હતી. . મોંઢેરા એ કાળે મોટું બંદર હશે. આ સૂર્યમંદિર પુષ્પાવતી નદીના ડાબા તીરે એક ઊંચા ટેકરા પર આવેલું છે. આજનું સૂર્યમંદિર શિખર વગર ઊભું છે. મૂર્તિભંજક મહમદ ગઝનીના સૈન્ય સૂર્યમંદિરને ખૂબજ નુકશાન પહોંચાડી ખંડીયેર બનાવી દીધું છે. સ્તંભો પર કોતરાયેલ સુંદર સૂર્ય, દેવી-દેવતાઓની પ્રતિમાઓ ખંડિત કરી નાખેલ છે. ગર્ભગૃહમાં આજે મંદિરની મૂળ સૂર્યનારાયણની પ્રતિમા નથી. તે જગ્યા ખાલી જણાય છે. સૂર્યમંદિર તેના ગર્ભગૃહ, ગૂઢમંડપ અને રંગમંડપ ત્રણેય મળી કુલ લંબાઈ ૧૪૫ છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બન્ને ૮૦ ફૂટ લંબાઈ અને ૫૦ ફૂટ પહોળાઈ વાળા છે. મંદિરનો સભામંડપ Page #462 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા લગભગ ૫૦ ચોરસ ફૂટ છે. સામાન્ય રીતે મૂખ્ય પ્રતિમા નિજમંદિરના પ્રવેશદ્વાર કરતાં નાની હોવી જોઇએ એમ માનીયે તો પણ મૂળ સૂર્યનારાયણની પ્રતિમા ૬ ફૂટની તો હશેજ. જો અશ્વો જોડેલા રથમાં બિરાજેલ સૂર્ય નારાયણ હોય તો મૂર્તિ ખરેખર દેદીપ્યમાન હોવી જોઇએ. ૪૩૯ પાટણમાં હિર મહાદેવમાં (૧) મોઢેશ્વરી માતા તથા (૨) અશ્વો જોડેલા રથમાં બેઠેલા સૂર્યનારાયણની મૂર્તિઓ ઓરડીઓમાં પ્રસ્થાપિત મોઢેરાના સૂર્યમંદિરના ગર્ભગૃહની મૂળ સૂર્યની પ્રતિમા હોઇ શકે. મુસલમાનોના સંભવીત હુમલાના કારણે ઘણા મંદિરોની અસલ મૂર્તિઓ બચાવવા ખસેડી લેવામાં આવી હતી. પણ આ મૂર્તિ પ્રમાણમાં નાની છે, વળી તે આરસની છે. આખુ સૂર્યમંદિર રેતીયા પથ્થરમાંથી બનાવેલ છે. એટલે પાટણના હરિહર મહાદેવમાં આવેલ મૂર્તિ મોંઢેરાના સૂર્યમંદિરની અસલ મૂર્તિ જ છે એમ ચોક્કસ કહી શકાય નહિ. વળી એવું પણ કહેવાય છે કે દરરોજ થતા સૂર્યોદયનું પહેલું કિરણ સૂર્યની પ્રતિમાના કપાળ પર આજ્ઞાચક્રના સ્થાનમાં રાખેલ હીરા પર પડતું, જેથી મંદિરની સૂર્યની મૂર્તિ દેદીપ્યમાન દર્શનીય બનતી હરિહર મહાદેવની સૂર્યની મૂર્તિમાં આવો કોઇ હીરો જણાતો નથી. હાલના સૂર્યમંદિરમાં ગવાક્ષોમાં માનવકદની સૂર્ય નારાયણની ૧૨ મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી છે. આ સૂર્યની મૂર્તિ સાત ઘોડાવાળા રથ પર ઊભેલા સૂર્યનારાયણ છે. મંદિરની દીવાલોમાંના ગવાક્ષોમાં મૂકેલ સૂર્યની મૂર્તિઓ સુંદર છે. સૂર્ય દેવે કિરીટ મુકુટ ઉદીચ્યવેશ તેમજ આભુષણો યુક્ત અને ડાબે ખભે જનોઇ ધારણ કરેલ છે. દેવના પગમાં હોલબુટ છે. આવીજ કોઇ ઊભી મૂર્તિ મૂળ સ્થાનમાં હોવી જોઇએ. સૂર્યમંદિર પાસે સૂર્યકુંડ છે આ કુંડને રામકુંડ પણ કહે છે. આ કુંડના પગથીયે દેરીયો છે. કુંડ લગભગ ૧૭૬ ફુટ × ૧૨૦ ફૂટનું વિશાળ સુંદર કલાયુક્ત કોતરેલ સ્થાપત્ય છે. સૂર્યમંદિરની ખંભીયો, સ્તંભો, પાટડા વગેરે શિલ્પથી ખીચોખીચ ભરેલું છે. કોતરકામ :- (૧) સપ્ત-અશ્વયુક્ત રથ પર સવારી કરતા ૧૨ સૂર્યનારાયણ આભુષણો સાથે દેખાય છે (૨) ઇન્દ્ર, અગ્નિ, જીવંત લાગતા દિગપાલો, યમ, વરૂણ, વાયુ, કુબેર, ઇશાન અદ્ભૂત રીતે કંડારાયેલા છે (૩) સ્તંભો પર રામાયણ અને મહાભારતની આખ્યાયિકાઓ દેદીપ્યમાન છે (૪) અર્જુન-કર્ણનું યુધ્ધ, ભીષ્મ પિતામહનું બાણ શૈયા પર શયન, અર્જુનનો મત્સ્ય વેધ, હનુમાન વનમાંથી પાછા ફરતા રામનો અયોઘ્યા પ્રવેશ વગેરે કોતરકામો ખૂબ આકર્ષક છે. (૫) રંગ-મંડપ બહાર ભગવાન રામ સુવર્ણમૃગ મારવા જતા, રાવણ ભિક્ષા માંગતો વગેરે સ્થાપત્યો ખરેખર જોવા લાયક છે (૬) વલોણું ફેરવતી મહિલા, નટના ખેલ, નૃસિંહઅવતાર, અર્જુન-સુભદ્રા હરણનો પ્રસંગ, વરાહ અવતાર, રાધાકૃષ્ણ વગેરે મૂર્તિઓ ખંડીત હોવા છતાં જીવંત લાગે છે (૭) એક માણસ પોતાના બે હાથ વડે હાથીને ઉપાડતો, માનવોની સિંહ સાથે કુસ્તી, ઊંટસવાર, જંગલી પશુ સાથેનું યુધ્ધ તત્કાલીન Page #463 -------------------------------------------------------------------------- ________________ ४४० યુગે યુગે પાટણની પ્રભુતા લોકજીવનનું દર્શન કરાવે છે (૮) રંગમંડપના સ્તંભ પર કામોત્તેજક ભોગાશનોના દળ્યો SEX EDU. CATION આપવા કંડારાયાં હશે? (૯) બાળકૃષ્ણની બાળલીલા ગોવાળો માણખ ખાતા, વલોણું વલોવતી ગોપીઓ, નર્તન અને વાઘોના શિલ્પ જીવંત લાગે છે (૧૦) રામાયણ-મહાભારતના પ્રસંગોની પેનલો અને એક મુખ અને પાંચ શરીરો ધરાવતી આકૃતિ અદ્ભુત છે. આમ આ વિશાળ મોઢેરાના અનુપમ સૂર્યમંદિરનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. આવા વિશાળ મંદિરનો એકએક ઇંચ ભાગ કોતકામથી ભરપૂર છે. મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતનું એક ઘરેણું છે. તેના ઉપર કંડારાયેલાં તમામ શિલ્પો જે તે વખતના લોકજીવનનું આપણને દર્શન કરાવે છે. તે સમયની પ્રજાની બહાદુરી, ખડતલતા, વેશભૂષા, અસ્ત્રોશસ્ત્રો, રાસરચીલું, રમતગમતો, માનવીના શોખ, ખાસીયતો, કામકલાના પ્રકારો, વગેરે અનેક બાબતોનો આબેહુબ ખ્યાલ આપે છે. અગીયારમી સદીનું આ બેનમુન સૂર્યમંદિર એ કાળને “સુવર્ણયુગ” કહેવાની સાચેજ શાખ પૂરે છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૪૧ HINIE મોઢેરાના વિખ્યાત સૂર્યમંદિરનો સૂર્યકુંડ Benef Whe Pisy Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ યુગે યુગે પાટણની પ્રભુતા (૮) લોકસાહિત્યનાદુહા ડૉ. કે.કા.શાસ્ત્રી એ સુવિદિત છે કે વૈદિક ભારતી' ભાષાના સાહિત્યનો એક બાજુ વિકાસ થતો જતો હતો, તો બીજી બાજુ ભાષામાં હાસપ્રક્રિયા પણ વૈદિક કાલથી શરૂ થઇ ચૂકેલી હતી. હજારો વર્ષોના ગાળામાં મોડેથી ભારતીય ઉપખંડમાંથી ચંદ્રવંશીય દ્રુશ્રુ વંશના કેટલાક સાહસિક ક્ષત્રિય-સમૂહો પશ્ચિમના દેશોમાં પણ પોતાની ભાષા-રાજ્યશાસન પદ્ધતિ-સંસ્કારો વગેરે લઈને પથરાતા ચાલ્યા. ત્યાં જતાં યુરોપ વગેરના વિભિન્ન પ્રદેશોમાં સ્થિર થયા ત્યાં પોતાની ભાષા પણ પ્રચલિત કરતા રહ્યા, એ જે કારણ છે કે યુરોપીય ભાષા-વિજ્ઞાનીઓએ મથાળભાષાને ‘ઇન્દો-યુરોપિયન’ કહીં; મોડેથી ડૉ. મેક્સમૂલરે ગહન અભ્યાસને બળે એને "Aryan Family of Languages આથુકુલની ભાષાઓ” એવી સંજ્ઞા ગૌરવપૂર્વક આપી. ભારતીય ઉપખંડમાં પ્રાચીન ભારતી' ભાષામાંથી પ્રાકૃત ભાષાઓનો લ્હાસપ્રક્રિયાથી વિકાસ થતો ચાલ્યો હતો, એમાંની ‘પાલી ભાષા” બૌદ્ધકાલમાં બૌદ્ધભાષા, જેને બૌદ્ધો ‘મારાધભાષા” કહેતા હતા તે, છે. જૈનોના મહાવીર સ્વામીનો પણ એજ સમય છે. એમણે જે ભાષાને અંગો નામના સૂત્રગ્રંથોમાં ઉપયોગમાં લીધી તે “અર્ધમાગધી' તરીકે જાણીતી છે. સંજ્ઞા ઉપરથી જ સ્પષ્ટ છે કે ભારતીય ઉપખંડના આ બે પ્રાંતીય ભાષાઓનાં નામ છે. સમાંતર અન્ય પ્રાંતીય ભેદો પણ વિકસેલા. હતા. પ્રાકૃત વ્યાકરણ રચનાઓએ આવી ‘મહારાષ્ટ્રી’ ‘શૌરસેની' “માગધી” “પૈશાચી’ અને ‘ચૂલિકા પૈશાચી' નામ આપ્યાં છે. આ ભાષાઓમાંથી છૂાસપ્રક્રિયાએ ૨૭ જેટલી પ્રાંતીય અપભ્રંશ ભાષાઓ પણ નોંધી છે. આ અપભ્રંશોનાં સ્વરૂપોને પણ તાત્ત્વિક પરિચય પ્રાકૃત વ્યાકરણોમાં અપાયો છે. એ સમયે ગુજરાતી વૈયાકરણ આચાર્ય હેમચંદ્ર એમનાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'માં પોણા ૮ અધ્યાયોમાં સંસ્કૃતનું સૂત્રાત્મક વ્યાકરણ આપ્યા પછી ૮ મા અધ્યાયના ચોથા પાદમાં પ્રાકૃત ભાષાઓનું સોદાહરણ સૂત્રોમાં વ્યાકરણ આપ્યું છે. એ (જૈન) મહારાષ્ટ્રી’ ‘શૌરસેની (મથુરા પ્રદેશની) “માગધી “પૈશાચી અગ્નિ કોણની’ અને ‘ચૂલિકાપૈશાચી (પૈશાચીનો બીજો પ્રકાર)' આપ્યા પછી પોતાના પ્રદેશની ('ગૌર્જર) અપભ્રંશ'નું જરા વિસ્તારથી સોદાહરણ સૂત્રોમાં વ્યાકરણ આપ્યું છે. માત્ર શાબ્દિક ઉદાહરણોથી સંતોષ ન લેતાં તત્કાલીન લોકસાહિત્યનાં પઘાત્મક ઉદાહરણ આપ્યાં છે (મોટા ભાગનાં Page #466 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४४३ ‘દોહાઓ'માં), એ દોહાઓમાંથી મને મહત્ત્વને દોહાઓ લાગ્યા એ એના અનુવાદ સાથે આ પુસ્તિકામાં અપાયા છે. આવા આ પ્રકાશનનો યશ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ'ના મૅને. ટ્રસ્ટી પ્રો., ડૉ. કૃષ્ણકાંત ઓ. કડકિયાને છે. ढाल्ला सामला धणिअ चम्पावण्णी । _ णाइ सुवण्णरेह कसवट्टइ दिण्णी ||१|| - “નાયક શ્યામ વર્ણનો છે; પ્રિયા ચંપાના વર્ણની (પીળી ઝાંયની) છે; જાણે કે કસોટી ઉપર સોનાની રેખ દીધી !” ૧ ३३०-२ ढाल्ला मइँ तुहुँ वारिआ मा करु दीहा माणु ।। - गिद्द गमिही रत्तड़ी दडवड. होइ विहाणु ॥२॥ હે નાયક ! મેં તને વાર્યો કે લાંબા વખત સુધીનું અભિમાન ન કર. નિદ્રાએ રાત્રિ ચાલી જશે (ન) ઝટપટ વહાણું થશે.” ૨ ३३०-३ बिट्टीओ मइँ भणिअ तुहुँ मा करु वड्की दिट्टि । . ' ' ત્ત સની ત્નિ નિર હિરુ પ િliણા “હે બેટી ! મેં તને કહ્યું કે વાંકી નજર ન કર. હે પુત્રી ! જેમ અણીદાર ભાલું હૃદયમાં પ્રવેશેલ મારે છે તે પ્રમાણે બીજાના હૃદયમાં પ્રવેશેલું તારી દષ્ટિરૂપ ભાલું મારે છે.” ૩ ३३२-१ . अग्गलिअणेहमिवट्टाहँ जोअणलक्खु वि जाउ । - यरिससअण वि जो मिलइ सहि साक्खहँ सो ठाउ ॥४॥ ન તૂટેલા સ્નેહે પાછાં વળેલાં (પ્રેમ-પાત્રો એકબીજાથી) લાખ યોજન પણ દૂર ચાલ્યાં જાય; હે સખીસો વર્ષે પણ (પાછો આવી) જે નાયક મળે તે સુખોના સ્થાનરૂપ થાય છે.” ૪ ३३२-२ अङ्गहिँ अड्गु ण मिलिउ हलि अहरे अहरु ण पत्तु । पिअ जोअन्तिों मुहकमलु अयँइ सुरउ समत्तु ॥५॥ પ્રિયનાં અંગો સાથે અંગ મળ્યું નહિ, હે સખી! હોઠ સાથે હોઠ મળ્યો નહિ. પ્રિયના મુખકમળને જોતાં જોતાં જ (અમારી) સુરતક્રીડા એમ ને એમ પૂર્ણ થઈ ગઈ.”૫ ३३३ जे महु दिण्णा दिअहड़ा दइों पवसन्तेण । ताण गणन्तिअ अगुलिउ जज्जरिआउ णहेण ॥६॥ પ્રવાસ કરતા પ્રિયે (ફરી મળળાના) જે દિવસો મને આપેલા તે દિવસોને Page #467 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४४४ ગણતી એવી જે હું, તેની આંગળીઓ (દિવસો ગણતાં-ગણતાં જ) નખ સાથે જીર્ણ થઈ ગઈ.” ૬ ३४३-२ विप्पिअआरउ जइँ वि पिउ तो वि त आणहि अज्जु । अग्गिण दद्धा जइ वि घरु तो तें अग्गिं कज्जु ॥७॥ (હે સખી), જો કે પ્રિય અપ્રિય કરનારો હોય તોપણ એને તું લઈ આવ. જો કે ઘર અગ્નિથી બળેલ હોય તો પણ એ અગ્નિની સાથે કામ હોય છે.” ૭ ३४४ जिवँ जिवँ वकिम लोअणहँ णिरु सालि सिक्नेछ। तिवें तिवम्महु णिअअसर खरपत्थरि तिक्खेइ ॥८॥ “ “જેમ જેમ શામળી સ્ત્રી લોચનોની વાંકાઈ નિશ્ચિત રીતે શીખે છે તેમ તેમ મન્મથ પોતાનાં શર કઠોર પથ્થર (સરાણ) ઉપર તીક્ષ્ણ કરે છે.” ૮ ३४५ संगरसअहिं जु वण्णिअइ दक्खु अम्हारा कन्तु । अइमत्तहँ चत्तकुसहँ गअकुम्भइँ दारन्तु ॥९॥ (હે સખીઓ), મારા તે પ્રિયને તું જો કે જે અત્યંત મત્ત અને જેમના અંકુશ છૂટી ગયા છે તેવા નિરંકુશ હાથીઓનાં કુંભસ્થળને ચીરી નાખતો સેંકડો સંગ્રામોમાં વર્ણવાય છે.” ३४९ णिअमुहकरहिँ वि मुद्ध कर अन्धारि पडिपक्रवइ । ससिमण्डलचन्दिमों पुणु काइँ ण दूर दक्खइ ॥१०॥ મુગ્ધા સ્ત્રી પોતાના મુખનાં કિરણોથી પણ અંધકારમાં હાથને જુએ છે, (તો). ચંદ્રમંડળની ચાંદનીના સાધને પણ દૂર શું નથી જોઈ શકતી ?' રૂ90- तुच्छमज्झह तुच्छजम्पिरह । 1 तुच्छच्छरोमावलिह तुच्छराअ तुच्छअर हासह । पिअवअणु अलहन्तिह तुच्छकाअवम्महणिवासह ॥११।। अण्णु जु तुच्छउँ तह धणह तं अखणउँ ण जाइ। करि थणन्तरु मुद्धड्ह जे मणु विच्चि ण माइ ॥१२॥ “હે હલકા પ્રેમવાળા નાયક ! તુચ્છ છે મધ્યભાગ જેનો, તુચ્છ છે બોલવાની ટેવ જેની, તુચ્છ અને સુંદર છે રોમાવલી જેની (તુચ્છ છે પ્રેમ જેનો), વધારે તુચ્છ છે હાસ્ય જેનું, પ્રિયના બોલને જે મેળવતી નથી તેવી અને જેની તુચ્છ કાયામાં કામદેવનો નિવાસ છે તેવી નાયિકાનું જે બીજું કાંઈ તુચ્છ છે તે કહ્યું જતું નથી. એ આશ્ચર્ય છે કે મુગ્ધાનાં સ્તન વચ્ચેનો ભાગ એટલો ત૭ છે કે એનું મન વચ્ચે માત નથી.” (અહીં સર્વત્ર “તુચ્છ' શબ્દ “નાજુક”ના અર્થમાં પ્રયોજાયેલો છે.) ૧૧, ૧૨ ३५०-२ रखज्जहु तरुणहां अप्पण, बालह जाआ विसम थण। . फोइन्ति ज हिअडउँ अप्पणउँ ताहँ पराई कवण घण ।।१३।। ટેવ જેની, ના બોલને જે મેળવતી નથી . છે તે કહ્યું જતું નથી Page #468 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૪૫ હે તરુણ લોકો ! તમારી જાતનો બચાવ કરો, કેમકે (આ) બાળાનાં સ્તન વિષમ-આકરાં થયાં છે. જે સ્તન એના પોતાના હૃદયને ફોડી નાખે છે તેને બીજાની દયા કેવી ?” ૧૩ ३५१ भल्ला हुआ जु मारिआ बहिणि महारा कन्तु । लज्जज्जं तु वसिअह जइ भग्गा घरु अन्तु ॥१४॥ હે બહેન ! ભલું થયું (ક) મારો સ્વામી (યુદ્ધમાં) મરાયો. જો ભાગી છૂટેલો એ ઘેર આવ્યો હોત તો સખીઓ સમક્ષ હું લજ્જા પામી હોત.” ૧૪ ३५२ याअसु उड्डावन्तिअअ पिउ दिट्ठउ सहस त्ति ।। अद्धा यलआ महिहिँ गम अद्धा फुट्ट तड़ त्ति ॥१५॥ (પતિના આવવાનું શુકન આપતા) કાગડાને (પતિ ક્યાં આવવાનો છે એમ માની) ઉડાડી મૂકતી નાયિકાએ એકાએક પ્રિયને દીઠો, ત્યાં (મૂળે પ્રિયવિરહ દૂબળી પડી ગયેલી તેથી હાથમાંથી) અડધાં બલોયાં બહાર નીકળી ગયાં, ત્યાં પ્રિયને જોયો તેથી આનંદાયક થતાં) અડધાં બલોયાં તડાક દઈ તૂટી ગયાં.)” ૧૫ ३५४ भग्गउँ दक्वियि णिअअबलु बलु पसरि परस्सु । ___ उम्मिल्लइ ससिरेह जियँ करि करवालु पिअस्सु ॥१६॥ (“હે સખી !) પોતાના લશ્કરને ભાગેલું જોઈને અને દુશ્મનના લશ્કરને ફ્લાયેલું જોઈને મારા પ્રિયની તલવાર એના હાથમાં, બીજના ચંદ્રની જેમ, ખીલે છે.” ૧૬ ३५६ जड़ तहाँ तुट्टउ गेहड़ा मइँ सहुँ णयि तिलतार । तं किह वकहिं लोअणहिँ जोइज्जउँ सवार ॥१७॥ પ્રેમાળ કાંકીવાળી એપ્રિયા)નો મારી સાથેનો પ્રેમ જો તૂટ્યો ન હોય તો વાંકાં નેત્રોએ મને સેંકડો વાર શા માટે જોવામાં આવે છે ?” ૧૭. ३५७-१- जहिँ कप्पिज्जइ सरण सरु छिज्जइ खग्गण खग्गु । तहिँ तेहइ भड़घडणिवहि कन्तु पआसइ मग्गु ।।१८।। “યોદ્ધાઓના સમૂહમાં બાણથી બાણ કપાય છે (અને) ખાંડાથી ખાંડું છેદાય છે, એવા એ સમૂહમાં (મારો) કાંત માર્ગ કરે છે.” ૧૮ ३५७-२ अक्कहिं अखिहिँ सावणु अण्णहिँ भद्दयहो । माह महिअलसत्थरि गण्डत्थले सरओ ॥१९॥ ३५७-३ अङ्गहिं गिम्हु सुहच्छीतिलवणे मग्गसिरो । તfë મુદ્દઉં મુદ્દપ ગવારગો રિસરી રંગી ' “એ (અથવા એ સ્થળે) મુગ્ધા સ્ત્રીની એક આંખમાં શ્રાવણ છે અને બીજી આંખમાં ભાદરવો છે (એટલે શ્રાવણ અને ભાદરવામાં મેઘની અવિરત ધારાઓ પડે એમ પ્રિયના વિરહથી આંસુઓ ઝરે છે). પૃથ્વીતળના સાથરા ઉપર વસંતઋતુ અને - Page #469 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા લમણામાં શરદઋતુ છે (એટલે કે વિરહને કારણે ઘાસ અને પાંદડાંની પથારી ઉપર સુએ છે અને આંસુ ઝરતાં હોવાથી લમણાં ઠંડાં છે). અંગોમાં (વિરહને કારણે) ગ્રીષ્મઋતુનો તાપ બાળે છે) અને સુંદર તલના વનમાં માગસર માસ છે (એટલે કે માગસર માસમાં જેમ તલનાં વન લણાય છે તેમ પ્રિય વિરહે મુગ્ધાની શોભા હરાઈ ગઈ છે), જ્યારે મુખકમળ ઉપર શિશિર ઋતુ આવી રહી છે (એટલે કે પ્રિયવિરહે શિશિર ઋતુમાં કમલિની ઝાંખી પડી જાય છે તેમ મોઢું ફિક્કુ પડી ગયું છે.)” ૧૯,૨૦ हिअड़ा फुट्टि तड़ त्ति करि कालक्खेवें काइँ । ૩૬-૪ देखउँ अविहि कहिँ ठवड़ पड़ विणु दुक्खसआइँ ||२१|| ‘હે હ્રદય ! તું તડાક દઈને ફૂટી જા. સમય લંબાવવાથી શું ? હું જોઉં કે મૂઉ નસીબ તારા વિના સેંકડો દુઃખ ક્યાં સ્થાપે છે.” ૨૧ ३५९-१ कन्तु महारउ हलि सहिअ णिच्छइँ रूस जासु । अत्यहिँ त्यहिँ त्यहिं वि ठाँउ वि फेड़ड़ तासु ||२२|| હે સખી ! મારો કાંત જેના ઉપર ચોક્કસ ગુસ્સે થાય છે તેનું અસ્ત્ર શસ અને હાથ વતી પણ કામ ૐ છે.” ૨૨ ३६२ अह कुमारी अहां णरु अहु मणोरहठाणु । अहउँ वढ़ चिन्तन्ताहँ पच्छइ होइ विहाणु ||२३|| ‘‘આ કુમારી છે, આ હું પુરુષ છું. આ (મારું) મનોરથનું સ્થાન છે.’ આ પ્રમાણે વિચાર કરતા મૂર્ખાઓનું પછી વહાણું વાઈ જાય છે.” ૨૩ ३६४ जड़ पुच्छहुँ घर वड्डाइँ तो वड्डा घर ओइ । विहलिअजणअब्भुद्धरणु कन्तु कुडीरइ जोड़ ||२४|| (દાન મેળવવાની ઇચ્છાએ) જો વડા ઘર વિશે પૂછતા હો તો વડું ઘર આ (રહ્યું). (જો રક્ષણની ઇચ્છા હોય તો) વિકળ જનોનો ઉદ્ધાર કરનારા મારા કાંતને (અહીં આ) ઝૂંપડીમાં જો.” ૩૬૦-૬ जइ ण सु आवइ दुइ घरु काइँ अहो लुहु तुज्झु । अणु जु खण्ड त सहिअ सो पिउ होइ ण मज्झु ||२५|| “હે દૂતી ! જો એ ઘેર ન આવે તો એમાં તારું નીચું મોઢું શા માટે ? હે સખી ! જો એ (તારા) વચનનો ભંગ કરે તો એ મારો પ્રિય ન હોય.” जड़ ससणेही तो मुझ्अ अह जीवइ णिणेह । बिहिँ वि पआरहिँ गइअ धण किं गज्जहि खल मेह ||२६|| ३६७-५ ‘હે મેઘ ! જો (એ મારી પ્રિયા) સ્નેહવાળી હશે તો (મારા વિકે) મરી ગઈ હશે. હવે જો જીવતી હશે તો એ સ્નેહ વિનાની (છે એવું સમઝર્જ). હે લુચ્ચા મેઘ ! તું શું ગાજી રહ્યો છે ? બંનેય પ્રકારે નાયિકા ગઈ જ છે.” ૨૬ ૪૪૬ Page #470 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४४७ . vહી સકું રાજ, ३६८ भमर म रुणुझुणि रण्णडइ सा दिसि जोइ म रोइ। सा मालइ देसन्तरिअ जसु तुहुँ मरहि विओइ ॥२७॥ “હે ભમરા ! તું રાનમાં રણઝણાટ ન કર. એ દિશા તરફ જોઈ રો નહિ. જેને વિયોગે તું ઝૂરે છે તે માલતી બીજે દેશ ગઈ છે (અન્યોક્તિ છે).” ૨૭ ३७०-२ महु हिउँ तइँ ता तुहुँ म यि अणे विणज्जिइ । પ્રિઝ પર 7 8 ડું જ મg mનિષ્ણ રા. “હે પ્રિય ! મારું હૃદય તારી સાથે છે તો (અન્ય નાયિકા)ની સાથે તું (એટલે કે મારું હૃદય લાગ્યું છે), એ નાયિકા વળી બીજા સાથે જોય છે. તે પ્રિય ! હું શું કરું છું, તું શું કરે છે? એ તો માછલાથી માછલું ગણાય છે.” ૨૮ ३७०-४ पइँ मल्लन्तिहु महु मरणु मइँ मल्लन्तहा तुज्झ । । સાસુ ગણું તો માતા સો વિ નાણાં સબ્સ III (નાયિકા કહે છે) (હે પ્રિય !) તારો ત્યાગ કરતાં મારું મરણ છે, મારો ત્યાગ કરતાં તારું મરણ છે; સારસ યુગલમાંના જેનાથી એક વેગળું છે તેને કૃતાંત કાળને મેળવવો સરળ છે.” ૨૯ ३७६- अम्हे थोवा रिउ बहुअ काअर अy भणन्ति । मुद्धि णिहालहि गअणअलू कड़ जण जाण्ह करन्ति ।।३०।। “અમે થોડા છિયે અને દુશ્મનો બહુ છે એવું કાયર કહે છે. તે મુગ્ધા સ્ત્રી! આકાશને નિહાળ: કેટલા જણ ચાંદની કરે છે ! (એક ચંદ્ર જ, અનેક તારા નહિ; એમ શર એક જ હજારોને સંહારે છે.)” ૩૦ ३७७ मई जाणिउँ प्रिअ विरहिअहँ क वि धर होइ विआलि । . णयर मिअकु वि तिह तयइ जिह दिणअरु खअगालि ||३१|| હે પ્રિયા ! વિરહી પુરુષોને વ્યાળુ વખતે (સંધ્યાકાળે) કોઈ આધાર હોય છે, પણ દિવસે જેમ સૂર્ય પ્રકાશે છે તેમ લયકાળે (= રાત્રિએ) ચંદ્ર પ્રકાશે છે. (વસ્તુસ્થિતિએ દિનમાં ને રાત્રિમાં વિરહી જનોને શાંતિ નથી.) ૩૧ ३७९-१ महु कन्तां बे दोसड़ा हल्लि म झयहि आलू । નિદા હૈ પર ૩ સુનાહ છવાનું રૂસી હે સખી! મારા કાંતના બે દોષ છે; આળું (= ખોટું) ન કહે. (એમાંનો એક દોષ એ છે કે એ દાન આપતા હતા એમાં હું ઊગરી, (બીજું) એ લડતા હતા એમાં તલવાર ઊગરી.” (એવો એ દાનેશ્વરી અને એવો યુદ્ધવીર), ૩૨ ३७९-२ जइ भग्गा पारक्कड़ा तो सहि मझु प्रिअण ।। अह भग्गा अम्हहँ तणा तो ते मारिअड़ेण ||३|| - “હે સખી! જો પારકા (બીજ દુશ્મનો) ભાગ્યા તો મારા પ્રિયે (ભગાડ્યા.) હવે (જો) અમારા (યોદ્ધાઓ) ભાગ્યા તો મારો કાંત મરાયાથી.” ૩૩ Page #471 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४४८ ३८२ मुहकवरिबन्ध तह सोह धरहि णं मल्लजुज्झ ससिराहु करहिँ । तह सहहिँ कुरल भमरउलतुलिअ णं तिमिरडिम्भ खल्लन्ति मिलिअ ॥३४॥ એ નાયિકાનાં મુખ અને અંબોડો શોભા ધરે છે; જાણે કે ચંદ્ર અને રાહુ મલ્લયુદ્ધ કરે છે ! એના કેશ ભ્રમરકુળના જેવા શોભે છે; જાણે કે અંધકારનાં બચ્ચાં (એકબીજને) મળી ખેલી રહ્યાં છે.” ૩૪ ३८३-१ बप्पीहा पिउ पिउ भणवि कत्तिउ रुअहि हआस ।। तुहु जलि महु पुणु वल्लहइ बिहुँ वि ण पूरिअ आस ॥३५॥ હે બપૈયા ! “પિઉ’ ‘પિઉ' બોલીને કેટલું રોઈશ ? હે હત-આશ ! તારી પાણી વિશેની અને મારી મારા વહાલા વિશેની, એમ બંનેની પણ આશા પુરાઈ નહિ.” ૩૫ ३८३-२ बप्पीहा काइँ बाल्लिअण णिघिण वार इ यार । साअरि भरिअइ विमलजलि लहहि ण अक्क इ धार ॥३६॥ હે બપૈયા ! હે નિર્લજ્જ ! વારંવાર બોલવાથી શું? સાગર વિમળ જળથી ભરેલો છે છતાં એક પણ ધાર તને નથી મળે એમ.” ૩૬ ३८३-३ आअहिँ जमि महु अण्णहिँ वि गोरि सु दज्जहि कन्तु । ' ____गअ मत्तहँ चत्तङ्कुसहँ जो अभिडइ हसन्तु ॥३७॥ હે ગૌરી ! (જેઓના અંકુશ છૂટી ગયા છે તેવા) નિરંકુશ મત્ત હાથીઓની સાથે જે હસતો-હસતો આભડે છે, આખડે છે, તેવો કાંત મારા આ જન્મમાં અને બીજા જન્મમાં પણ દેજે. (અર્થાતુ કે બહાદુર પતિ આપજે.)” ૩૭. ३८५ विहि विणड़उ पीड़न्तु गह में धणि करहि विसाउ । ___ संपइ कड्डउँ येसु जिवँ छुड़ अग्घड़ ववसाउ. ॥३८॥ “દૈવ એનો ખેલ ખેલો, ગ્રહો પીડા કર્યા કરો. હે પ્રિયા ! વિષાદ ન કર. જો વ્યવસાય હોય તો સંપદને તો વેશ = પોશાક લુગડાં)ની જેમ કાઢી લાવીશ.” (‘દેશ્ય શબ્દ છે. “જેના અર્થના ગુ, “છો” સાથે એનો સંબંધ સ્પષ્ટ જણાય છે.) ૩૮ ३८६ खग्गयिसाहिउ जहिँ लहहुँ पिअ तहिँ देसहिँ जाहुँ । रणदुभिक्खें भग्गाइँ विणु जुज्झें ण वलाहुँ ॥३९।। “હે પ્રિયે ! જે દેશમાં ખાંડાનું કામ અમે લઈયે (મળવિયે) તે દેશમાં અમે જઈયે છિયે. રણરૂપી દુકાળથી ભાગેલા અમે યુદ્ધ વિના પાછા વળિયે નહિ.” ૩૯ ३८७-३ पिअ. अहिं करि सल्लु कर छहि तुहुँ करवालु । जे कापालिअ चप्पुड़ा लेहिँ अभग्गु कवालु ॥४०॥ Page #472 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૬ ‘હૈ પ્રિય ! અત્યારે હાથમાં ભાલું રાખ (= લે); તું તલવાર છોડી દે કે જેને લીધે બાપડા કાપાલિકો ન-ભાગ્યું કપાળ (= ખોપરી) લે.” ૪૦ सन्ता मोग जु परिहरड़ तसु कन्तहां बलि कीसु । तसु दइवेण वि मुण्डिअउँ जसु खल्लिहड़उँ सीसु || ४१|| જે છતા ભોગોને પરિહરે છે તે કાંતની હું બલિ કરાઉં (થાઉં) છું. (એના ઉપરથી હું વારી જાઉં છું.) જેનું શીસ મંડાયું છે (જેણે સંસારના ભયે સંન્યાસ લીધો છે) તેનું શીસ દૈવે જ ભૂંડ્યું છે., (એનું નસીબ એણે જાતે જ જતું કર્યું છે.)” ૪૧ अइतुङ्गत्तणु जं थणहँ सो छेअउण हु लाहु । ३९० सहि जइ केवँइ तुडिवसिण अहरि पहुच्चइ णाहु ||४२ || *‘જો સ્વામી હોઠ સુધી વિલંબથી પહોંચે તો, હે સખી ! સ્તનોનું અતિ ઊંચાપણું (ભરાઉપણું) હોય તો નુકસાન છે, લાભ નથી.” ૪૨ 38-3 जिवँ जियँ तिक्खा लेवि कर जइ ससि छल्लिज्जन्तु ! तो जड़ गोरिह मुहकवलें सरिसिम का वि लहन्तु ||४३|| ‘જેમ તેમ કરી તીખાં બાણ લઈને જો ચંદ્રને છોલવામાં આવ્યો હોય તો જગતમાં ગૌરીના મુખકમળની કાંઈક સરખામણી લે.” ૪૩ ३९५-२ चूडुल्लउ, चुण्णीहोइसड़ मुद्धि कवोलि णिहित्तउ । सासाणलजालझलक्किअउ बाहसलिलसंसित्तउ ॥ ४४ ॥ ‘હૈ મુગ્ધા ! ગાલ ઉપર મૂકેલો શ્વાસના પવનની જ્વાળાથી ઝલક-ઝલક થયેલો (= બળેલો) અને આંસુથી છંટકાયેલો ચૂડલો ચૂર્ણ (ચૂરો) થઈ જશે.” ૪૪ अमवञ्च बे अइँ पम्मु णिअत्तड़ जायँ । ३९५-३ सव्यासणरिउसंभवहां कर परिअत्ता तायें ॥ ४५ ॥ ‘પ્રેમ (= પ્રિયા) બે પગલાં અનુસરીને જ્યાં સુધીમાં પાછો ફરે છે ત્યાં સુધીમાં ચંદ્રનાં કિરણ ફ્લાઈ ગયાં હોય છે.' 385-8 हिअड़ खडुक्कड़ गोरड़ी गअणि घुडुक्कड़ मेहु । यासारति पयासु हैं विसमा संकडु अहु ॥४६॥ ‘‘સ્ત્રી હ્રદયમાં ખટકે છે, મેઘ ગગનમાં ગગડે છે; વર્ષાની રાત્રિમાં પ્રવાસીને આ વસમું સંકટ છે. ૪૬ 385-3 अम्मि पओहर वज्जयाँ णिच्यु जे संमुह थन्ति । महु कन्तहां समरड्गणइ गअघड़ भज्जिउ जन्ति ॥ ४७॥ “હે માતા ! મારાં વજય સ્તન જે હંમેશાં મારા કાંતની સંમુખ થતાં ને (એ હારતો નહિ) એ તો સમરાંગણમાં હાથીઓની કતાર ભાંગીને જાય છે.” ૪૭ जं दिट्ठउँ सोमग्गहणु असइहिँ हसिउ णिसकु । IFE-R पिअमाणुसविच्छोहरु गिलि गिलि राहु मअड्कु ॥ ४८ ॥ ૪૪૯ Page #473 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ‘‘અસતી સ્ત્રીઓએ ચંદ્રનું ગ્રહણ જોયું કે નિઃશંક રીતે હસી ઊઠી : હે રાહુ ! પ્રિય જનનો વિયોગ કરાવનારા મયંક(= ચંદ્ર)ને ગળી જા, ગળી જા.” ૪૮ अम्मी सत्यावत्यहिँ सुधें चिन्तिज्जइ माणु । ૩૧૬-૨ पिअ दिट्ठ हल्लोहलेण को चेअइ अप्पाणु ॥ ४९॥ “હે મા ! સ્વસ્થ અવસ્થાવાળાથી સુખે માન(ગર્વ)નો વિચાર કરાય છે, (પણ) જ્યારે પ્રિય જોવામાં આવે છે ત્યારે વ્યાકુળપણે આત્માને કોણ ચેતન-વંત કરે છે ?” ૪૯ ३९६-४ जड़ के पावी पिउ अकिआ कुड्ड करीसु । पाणिउ णव सरावि जियें सव्वगे पइसीसु ॥५० ‘‘જો કોઈ પણ રીતે હું પ્રિયને પામીશ તો ન કરેલું કૌતુક હું કરીશ. જે પ્રમાણે નવા સરવડા(= કોડિયા)માં પાણી પૂરેપુરું પ્રવેશ કરે છે તે પ્રમાણે બધાં અંગે કરી (પૂરેપૂરી) હું (પ્રિયમાં) પ્રવેશ કરીશ.” ૫૦ ૪૫૦ ગૌર્જર અપભ્રંશ : લોકસાહિત્ય સંપાદક અધ્યાપક (ડૉ.) કે.કા.શાસ્ત્રી નામના ગ્રંથ ડૉ. કૃષ્ણકાંત કડકીયા ટ્રસ્ટ પ્રકાશનમાંથી સાભાર.. ગ્રંથ પ્રકાશન : ડૉ. કૃષ્ણકાંત કડકિયા (એમ.એ.પીએચ.ડી) Page #474 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫૧ ૮૧) ગુજરાતના અભિલેખોમાં પાટણ હૌભારતી શેલત M.A., Ph.D. પૂર્વ નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ સોલંકીકાળ એ પ્રાચીન ગુજરાતના ઈતિહાસનો સૌથી જવલંત કાલ છે, આથી એ ગુજરાતના ઇતિહાસમાં “સુવર્ણકાળ તરીકે પ્રસિદ્ધ છે.” આ કાળમાં ગુજરાતનું સહુથી પ્રબળ અને પ્રતાપી રાજ્ય સોલંકી વંશનું હતું, જેનું પાટનગર અણહિલવાડ પાટણ હતું. એ પહેલાં એ ચાવડા રાજાઓનું પણ પાટનગર હતું. સલ્તનત કાળ દરમ્યાન ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થઈ ત્યાં સુધી પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. આમ લગભગ પાંચ સદીઓ સુધી આ નગર ગુજરાતનું રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું હતું. સંસ્કૃત સાહિત્યમાં પાટણનું પ્રાચીન નામ ગોહિત્રપદ, મહિલપત્તન, મહિલપુર, મહિલા પત્તાન, ઉત્તર ઈત્યાદિ મળે છે. મુસ્લિમ લેખકોએ પાટણને ‘નહરવાલે કહ્યું છે. ફારસી શિલાલેખોમાં ‘નહરવાલ” નામ જોવા મળે છે. અણહિલવાડ પાટણના ચાવડા રાજાઓનો સહુ પ્રથમ ઉલ્લેખ કુમારપાલના વિ.સં. ૧૨૦૮ (.સ. ૧૧૫૨)ના વડનગર શિલાલેખમાં મળે છે, જ્યારે અણહિલવાડના ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજનો નિર્દેશ હરિભદ્રસૂરિના નેમિનાથ ચરિય” નામના અપભ્રંશ કાવ્યની પુપિકા (વિ.સં. ૧૨૧૬-ઈ.સ. ૧૧૬૦) માં મળે છે. યશપાલના મોહરાજ પરાજય” સંસ્કૃત નાટકમાં વનરાજ અને ચાવડાઓનો ઉલ્લેખ છે. હેમચંદ્રાચાર્યના દયાશ્રય કાવ્ય પરની અભયતિલકગણિની ટીકા (વિ.સ.૧૩૧૨ ઈ.સ. ૧૨૫૬)માં અણહિલ ભરવાડની અનુશ્રુતિ રજૂ કરાઈ છે. “પ્રબંધ ચિંતામણિ'માં અણહિલવાડ પત્તનની સ્થાપનાથી માંડી વિ.સં. ૧૨૭૭ (ઇ.સ. ૧૨૨૧) સુધીના ઇતિહાસનો કાલક્રમ જણાવ્યો છે. ભાટચારણોની પરંપરા અનુસાર ઉત્તરકાલીન ગ્રંથોમાં નિરૂપાયેલ ચાપોત્કટ (ચાવડા) વંશ પંચાસરમાં શાસન કરતો એનો રાજા જયશિખરી કનોજના રાજા ભુવડના હાથે મરાયો. પંચાસરનું પતન વિ.સં. ૭૫૨ (ઇ.સ. ૬૯૬)માં થયું હોવાનું જણાય છે. વિધવા રાણી રૂપસુંદરીએ એ જ વર્ષે બાળકને વનમાં ન્મ આપ્યો જેનું નામ વનરાજ રખાયું. એણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં અણહિલ પાટણમાં રાજધાની સ્થાપી. વિ.સં. ૮૯૮ (ઇ.સ.૯૪૨) સુધી ત્યાં રાજ્ય કર્યું. અણહિલવાડ Page #475 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫ર પાટણમાં ચાવડા વંશની સત્તાનો અંત આવતાં ત્યાં સોલંકી વંશની સત્તા સ્થપાઇ. આ રાજવંશનો સ્થાપક રાજિનો પુત્ર મૂળરાજ સોલંકી હતો. આમ અણહિલવાડના સોલંકી રાજ્યની સ્થાપના ઈ.સ. ૯૪રમાં થઈ. . ' અભિલેખોમાં પાટણના નિર્દેશો સોલંકી વંશના પ્રથમ રાજા મૂળરાજે પોતાના શાસન કાલના પ૫ વર્ષ દરમ્યાન (વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૦૫૩) ચાર દાનશાસન પ્રગટ કર્યા. એમાં સહુથી પહેલું દાનશાસન પ્રગટ કર્યા. એમાં સહુથી પહેલું દાનશાસન વિ.સં. ૧૦૩૦ (ઇ.સ. ૯૭૪)નું પાટણ દાનશાસન છે. એમાં વચ્છકાચાર્યને ગંભૂતા વિષય (જિલ્લામાં હાલનું ગાંભુજિ. મહેસાણા) ભૂમિદાન કર્યાનો નિર્દેશ છે. મૂલરાજના કડી તામ્રપત્રો (વિ.સં. ૧૦૪૩, માઘ વદિ ૧૫, રવિ- ૨ જાન્યુ. ઇ.સ. ૯૮૭)માં વર્ધિ વિષયમાં આવેલ મંડલી (હાલનું માંડલ, તા. વિરમગામ)માં મૂલનાથ દેવના મંદિરને કંબોઇકા (હાલનું કંબોઈ - મોઢેરા નજીક) ગામનું દાન કર્યાનો નિર્દેશ છે. દાનશાસન અણહિલ પાટકમાંથી ફરમાવવામાં આવ્યું હતું. એના બાલેરાનાં વિ.સં. ૧૦૫૧, માધ સુદિ ૧૫ (જાન્યુ, ઈ.સ. ૯૯૫)નાં તામ્રપત્રોમાં કાવુકુન્શથી આવેલા દુર્લભાચાર્યના પુત્ર દીર્વાચાર્યને ચંદ્રગ્રહણના દિવસે સત્યપુર મંડલ (સાંચોર-જોધપુર)નું વરણક ગ્રામ દાનમાં આપ્યાનો નિર્દેશ છે. દાન અણહિલપાટણકમાંથી ફરમાવવામાં આવ્યું હતું. સોલંકી રાજા ભીમદેવ ૧લાના વિ.સં. ૧૦૮૬, કાર્તિક સુદિ ૧૫ (૨૫ ઓકટો, ઇ.સ. ૧૦૨૯)ના રાધનપુર તામ્રપત્રોમાં અણહિલ પાટકમાં નિવાસ કરતા રામ ભીમદેવે કચ્છના નવણીસક ગામમાંથી આવેલા અચાર્ય મંગલ શિવના પુત્ર ભટ્ટારક અજપાલને મસૂરા ગ્રામ દાનમાં આપ્યું હોવાનું જણાવ્યું છે. આજ રાજાના વિ.સં. ૧૦૮૬, વૈશાખ શુદિ ૧૫ (૨૦ એપ્રિલ, ઈ.સ. ૧૦૩૦)નાં તામ્રપત્રોમાં ઔદિચ્ય બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડક ગામની ઉત્તર દિશામાં ૧ હલવાહ (હળથી ખેડી શકાય તેટલી) જમીન દાનમાં આપ્યાનો નિર્દેશ છે. ' કદિવ ૧ લાના વિ.સં. ૧૧૪૮, વૈશાખ સુદિ ૧૫ સોમ (૨૫ એપ્રિલ, ઇ.સ. ૧૦૯૨)ના સૂનક (ઉ.ગુજરાત)ના તામ્રપત્રોમાં ઠકુર મહાદેવ સૂનક (ગામ સુણોક, તા. ઊંઝા, જિ. મહેસાણા) ગામમાં વાવ બાંધાવ્યાનો ઉલ્લેખ છે. સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૪-૧૧૪૨)સોલંકી વંશનો મહાપ્રતાપી રાજા હતો. વિ.સં. ૧૧૫૬ (ઈ.સ. ૧૧૦૦)માં ગંભૂતા પથક-૧૪૪માં આવેલ ભૂમિનું દાન જૈન મંદિરને કર્યું હોવાનો ઉલ્લેખ સિદ્ધરાજ સિંહના લાડોલ તામ્રપત્રોમાં આવે છે. હેમચંદ્રાચાર્યના દ્વયાશ્રય' કાવ્યમાં સિદ્ધરાજે બંધાવેલ સહસલિંગ મહાસરોવરના કાંઠે ૧૦૦૮ શિવમંદિર, ૧૦૮ દેવી મંદિર અને એક Page #476 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫૩ દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યું છે. એના કાંઠે સૂર્ય, ગણેશ, કાર્તિક વગેરે બીજા દેવોની દેરીઓ પણ હતી. સરોવરના મધ્ય ભાગમાં આવેલ બકસ્થળ ઉપર વિંધ્યવાસિની દેવીનું મંદિર હતું અને એ મંદિરે પહોંચવા માટે પથ્થરના પુલની યોજના કરેલી હતી. જળાશયનાં ત્રણ ગરનાળાં ઉપર જલશાયી વિષ્ણુનું મંદિર હતું. દેરીઓમાં વૈષ્ણવ, શૈવ એમ શાકત દેવદેવીઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત હતી. સરોવરના મુખ્ય માર્ગની આગળ ભવ્ય કીર્તિતોરણ આવેલું હતું. આ કીર્તિતોરણના કેટલાક ટુકડા પાટણનાં કેટલાંક ઘરો તથા મસ્જિદોમાં જડાયેલા મળી આવ્યા છે. કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી. એ પ્રશસ્તિ અખંડ સ્વરૂપે હાલ ઉપલબ્ધ નથી, પરંતુ પાટણના વિજલકૂવા મહોલ્લાના એક શિવાલયમાં એનો ખંડિત ટુકડો શિલાલેખરૂપે સચવાયેલ છે.°એમાં માત્ર પાંચ જ શ્લોક (નં. ૭૬, ૭૭, ૭૯, ૮૭ ને ૯૦) સચવાયા છે. એમાં સિદ્ધરાજ જયસિંહનું પરમેશ્વર બિરુદ મળે છે. આ ખંડિત શિલાલેખનો ટુકડો આ ગ્રંથમાં છાપેલ છે. જયસિંહદેવના દોહદના વિ.સ. ૧૧૯૬ (ઇ.સ. ૧૧૩૯-૪૦ અને વિ.સં. ૧૨૦૨ (ઇ.સ. ૧૧૪૫-૪૬)ના શિલાલેખમાં અણહિલવાડ નગરનું સુંદર વર્ણન મળે છે. : अणहिलपाटकनगर सुरमंदिररुद्धतरणिहयमार्गम् । यस्यास्ति राजधानी राज्ञोऽयोध्येव रामस्य ॥ અર્થ : ‘સૂર્યના અશ્વોના માર્ગને અવરોધતાં ઊંચા ઊંચા દેવાલયો છે, તે આ અણહિલપાટક નામનું નગર સિદ્ધરાજ જયસિંહની રાજધાની છે, જેમ અયોધ્યા રામની રાજધાની હતી.' ભીમદેવ ૨ જાના પાટણ તામ્રપત્રો (વિ.સં. ૧૨૫૬, ભાદ્રપદ વદિ ૧૫, ભૌમ-૨૧ સપ્ટે, ઇ.સ. ૧૧૯૯)માં રાયકવાલ બ્રાહ્મણ જ્યોતિ સોઢલના પુત્ર આસધરને કડા ગ્રામની પૂર્વે મહીસાણા ગામના આનલેશ્વર મંદિરની ભૂમિની બાજુની અને ડાબી તરફ ઉલિ ગ્રામના માર્ગની ચાર હલવાહ ભૂમિ દાનમાં આપી. દાન અલિહ પાટકમાંથી આપવામાં આવ્યું હતું એના કડી દાનશાસન (વિ.સં. ૧૨૬૩, શ્રાવણ સુદ ૨, રવિ - ૯ જુલાઇ, ઇ.સ. ૧૨૦૬)માં રાણી લીલાદેવીએ બંધાવેલ ભીમેશ્વર અને લીલેશ્વર મંદિરને તથા તેની પાસેની પ્રપા (Fountain) અને સત્રાગાર (almhouse) ને ઇન્દિલા ગ્રામ દાનમાં આપ્યું હોવાનું જણાવ્યું છે. ભીમદેવ રજા ના વિ.સં. ૧૨૮૩, કાર્તિક સુદિ ૧૫, ગુરૂવાર (૫ નવે., ઇ.સ. ૧૨૨૬)ના તામ્રપત્રોમાં` માંડલના મૂલેશ્વર મહાદેવને તથા મઠના યોગીઓને નિત્ય પૂજા અને ભોજન માટે નતોલી ગામ દાનમાં આપ્યું. ટ્રસ્ટીઓમાં માંડલ મઠના સ્થાનપતિ વેદગર્ભરાશિ હતા. ભીમદેવ ૨ જાએ અણહિલપાટકમાંથી વિ.સં. ૧૨૮૮ (૧૨૮૯) ભાદ્રપદ શુદિ-૧, સોમ (૮ ઓગષ્ટ, ઇ.સ. ૧૨૩૩), વિ.સં. ૧૨૯૫, માર્ગ (માધ) શુદિ ૧૪, ગુરૂ' (૨૦ જાન્યુ., ઇ.સ. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૩૯) અને વિ.સં. ૧૨૯૬, માર્ગ વદિ ૧૪, રવિવાર (૨૭ નવે, ઈ.સ. ૧૨૩૯)નાં ત્રણ તામ્રપત્રો પગ્રત કર્યા. સં. ૧૨૮૮ના દાનશાનસમાં સલખણપુરમાં આનલેશ્વર અને સલખણેશ્વરના મંદિરમાં સ્થાન પતિ વેદગર્ભ રાશિ અને તેના પુત્ર સોમેશ્વરે ભટ્ટારકોના ભોજનાર્થે અને સત્રાગાર માટે. ગામનું દાન અને ૨૦ હલવાહ ભૂમિનું દાન કર્યું. વિ.સં. ૧૨૯૫ના તામ્રપત્રમાં રાણા વીરમે ઘુસડી (માંડલ નજીક)માં બંધાવેલા વીરમેશ્વર અને સુમલેશ્વરના મંદિરના નિભાવ માટે ઘુસડી ગામમાં પલ્લડિકામાં બે હલવાહ ભૂમિનો એક બાગ દાનમાં આપ્યો. મઠનો સ્થાનપતિ વેદગભરાશિ રાજકુલના ટ્રસ્ટી હતો. સં. ૧૨૯૬ના તામ્રપત્રમાં વિરમે બંધાવેલા વીરમેશ્વર અને સુમલેશ્વરનાં મંદિરોમાં પૂજાથે રાજ્યસીયણી ગ્રામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. ત્રિભુવનપાલ દેવના વિ.સં. ૧૨૯૯, ચૈત્ર સુદિ ૬, સોમ (૧૦ માર્ચ, ઈ.સ. ૧૨૪૨)ના કંડી તામ્રપત્રમાં" રાણા લુણપસાથે તેની માતા રાણી સલખણદેવીના શ્રેય માટે બંધાવેલ સત્રાગારમાં રહેતા કાપેટિકોના ભોજનાર્થે ભાષહર (ઊંઝા નજીક) ગામ દાનમાં આપ્યાનું જણાવ્યું છે. કવિ સોમેશ્વરની આબુની તેજપાલ પ્રશસ્તિ (વિ.સં. ૧૨૮૭, ફાલ્ગન શુદિ ૩, રવિ-૩ માર્ચ, ઇ.સ. ૧૨૩૦)માં" અણહિલપુર નગરનું સુંદર વર્ણન નીચે પ્રમાણે છે: अणहिलपुरमस्ति स्वस्तिपात्रं प्रजा [ना-] બાઈનર [ 0 ] []માનં નિવઃ | ચિન તિમલીન ત્રિાવલિ - कृत इव [सि] तपक्षप्रक्षये [5]प्यंधकारः ॥३ અર્થાત્ “પ્રજા સુખનું સ્થાન, અજ, રજેિ અને રઘુ જેવા ચૌલુક્ય રાજવીઓથી રક્ષિત અણહિલપુર નગર છે, જ્યાં અત્યંત રમણીય નારીઓના ચંદ્ર સમાન મુખો વડે શુક્લ પક્ષના અંતે પણ અંધકાર મંદ થાય છે. ગિરના વિ.સં. ૧૨૮૮, ફાલ્ગન શુદિ ૧૦, બુધ (૩ માર્ચ, ઇ.સ. ૧૨૩૨)ના શિલાલેખમાં મંત્રી તેજપાલે શત્રુંજય અને અબુંદ પર્વત ઉપર ઘણાં મંદિરો બંધાવ્યાં અને કેટલાંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ અણહિલપુર, ભૃગુપુર (ભરૂચ), સ્તંભનક (થાણા), સ્તંભતીર્થ (ખંભાત), દર્ભાવતી (ડભોઇ), ધવલકકક, (ધોળકા) અને બીજાં ઘણાં સ્થળોએ મંદિરો બંધાવ્યાં હોવાનો નિર્દેશ છે. અણહિલપાટકના વાઘેલા રાજા વીસલદેવના વિ.સં. ૧૩૧૭, લૌકિક જ્યક વદિ ૪, ગુરુ (૧૯ મે, ઇ.સ. ૧૨૬૧)ના કડી દાનપત્રમાંના ઉલ્લેખ અનુસાર મેહુણા ગામમાં છ હલવાહ જમીન, મંડલીમાં ૧૨ દુકાનો અને રીણસિહવાસણ ગામમાં ૬ હલવાહ જમીન દાનમાં આપીં. આ Page #478 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫૫ ઉપરાંત રૂપારૂપુરમાં વાડી અને પલ્લડિકા, જેને માટે ૧ દામનો કર આપવાનો હતો, એ બધું આ - વિધિપથકમાં બલ્લાલનારાયણ અને રૂપનારાયણના મંદિરમાં નિત્યપૂજા અને નૈવૈદ તેમજ મંદિરોને સમારકામ માટે આપવામાં આવ્યું. વાઘેલા રાજા સારંગદેવના સમયના વિ.સં. ૧૩૪૮, અષાઢ શુદિ ૧૩, રવિ (૨૯ જૂન, ઈ.સ. ૧૨૯૨) ના અનાવડા (પાટણ નજીક) શિલાલેખમાં જણાવ્યા અનુસાર અણહિલપુરમાં રાજ્ય કરતા રાજા સારંગદેવના સમયમાં શ્રી કૃષ્ણની પ્રતિમાની પૂજા, નૈવૈદ્ય તથા નાટ્ય પ્રયોગો માટે દાન આપવામાં આવ્યું હતું. અગાઉ આપેલા દાનમાં ૧૮૦ દ્રમ્પ પ્રતિવર્ષ કાયમને માટે કરણે આપેલા. માંડવીમાંથી ૭૨ દ્રમ્મ હંમેશા માટે તથા ૭૨, ૩૬ અને ૪૮ દ્રમ્મ દરેક અમાસ માટે દેવલ શેઠે પોતાની સિલકમાંથી આપેલા. નવું દાન ગામના પેથડ વગેરે પંચે, પુરોહિત-બ્રાહ્મણોએ, મહાજને, શ્રેષ્ઠી ઠક્કુર, સોની, કંસારા વગેરે વાણિજ્યકોએ અને નાવિકોએ આપેલું. દાનમાં મજીઠની એક ધડી દીઠ વેચનાર તરફથી ૧/૨ દ્રમ્મ, હીંગની એક ઘડી દીઠ વેચનાર તથા ખરીદનાર તરફથી ૧ દ્રમ્મ આપવાનો. આ લેખ અનુસાર શ્રી કૃષ્ણનું મંદિર સારંગદેવના સમય પહેલાં અસ્તિત્વમાં હોવાનું જણાય છે. સલ્તનત અને મુઘલ કાલ દરમ્યાન (.સ. ૧૩૦૪-૧૭૫૮) મુસ્લિમ તવારીખોની જેમ અરબી-ફારસી શિલાલેખો અને સિક્કાઓ મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. રાજકુલની વ્યક્તિઓ અને અમીરોનાં કાર્યસ્થળ, પદવી, રાજ્યપ્રણાલી, તે સમયની કર-પદ્ધતિ, પ્રજાજીવન, સુલેખન શૈલી વગેરેના અભ્યાસ માટે આ સાધનો ખૂબ મહત્ત્વનાં છે. આ સમયના કેટલાક સંસ્કૃત-ગુજરાતી 'શિલાલેખોમાં અણહિલપુર પાટણ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ગુજરાતના સુલતાન મહમૂદશાહ ૩ જાના સમયના વિ.સં. ૧૫૯૪, શક ૧૪૫૯, માઘ શુદિ૩, ગુરૂ (૩ જાન્યુ. ઈ.સ. ૧૫૩૮)ને પાટણના શિલાલેખમાં રકુનલ (રુકનુદ્દીન) નામના મુસ્લિમ અધિકારીએ અમીર દરિયાખાનના હુકમથી ધર્મશાળા બંધાવ્યાનો ઉલ્લેખ છે. પાટણની વાડીપુર પાર્શ્વનાથ પ્રશસ્તિ (વિ.સં. ૧૬૫૨, વૈશાખ વદિ ૧૨, ગુરુ, ઇલાહી સન ૪૧ (૧૩ મે, ઇ.સ. ૧૫૯૬)માં જણાવ્યા અનુસાર મુઘલ બાદશાહ અકબરના સમય દરમ્યાન આચાર્ય જિનસિંહ સૂરિના ઉપદેશથી પાટણમાં વાડીપુરમાં ઓસવાલ જ્ઞાતિના રત્નકુંવરજીના ભગિની બાઇ વાછી અને પુત્રી બાઈ જીવણીએ પાર્શ્વનાથ મંદિર બંધાવ્યું હતું. પાટણમાં ફાટીપાળ દરવાજાની બહારના કૂવા નજીક આવેલા હવાડાની પાસેની દીવાલ પર ફારસી અને ગુજરાતી ભાષામાં કોતરેલ શિલાલેખ છે. ગુજરાત શિલાલેખ (વિ.સં. ૧૭૫૧, શક - ૧૬૨૨, શ્રાવણ સુદિ ૨-૨૬ જુલાઇ, ઇ.સ. ૧૭૦૧) દેવનાગરીમાં અને ફારસી શિલાલેખ (હિજરી સન ૮૨૧ જિલહિન્જ, ૨ જો રોજ- ૩૧ ડિસે., ઇ.સ. ૧૪૧૯) ફારસીમાં કોતરેલો છે. ફારસી શિલાલેખમાં નહાવાલા (પાટણ)નો કોતવાલ અબ્દુલ્લાઉસ-સુલતાની હતો. જેણે અહમદશાહના Page #479 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫૬ સમયમાં, ઢલુ કૂવાનું ખાતમૂહૂર્ત કર્યું હતું. ગુજરાતી શિલાલેખ અનુસાર પ્રસિદ્ધ ઢલુ કૂવો સાળવીઓનો હતો અને ઔરંગઝેબના સમયમાં એનો જીર્ણોદ્ધાર કડિયા લાલ, ભીમ, નરસિંઘ અને પૂજાએ કર્યો હતો. એ સમયે દરોગા સુલતાની-ઉસ-અબ્દુલ્લા હતો. સંઘવી રિખવ નાનજીએ જીર્ણોદ્ધાર માટે થોડા દોકડા આપ્યા હતા. સાળવીઓના મુખ્ય શેઠ નાથા હીરા શંકર હતા. એમાં સાળવીઓ બારીક પટોળા બનાવવામાં કુશળ કારીગરો હોવાનો ઉલ્લેખ છે. પ્રતિમા લેખો : પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાંથી આચાર્યો, સૂરિઓ કે શ્રાવકોની આરસની પ્રતિમાઓ પરના લેખો પ્રાપ્ત થયા છે. એમાં તપા ગચ્છના આચાર્ય હીરવિજયસૂરિની પ્રતિમા પર વિ.સં. ૧૬૬૨, વૈશાખ શુદિ ૧૫, સોમ (૧૨ મે, ઈ.સ. ૧૬૦૩)નો લેખ કોતરેલો છે, જેમાં દોશી શંકર અને એની પત્ની વહલીએ બાદશાહ અકબરના શાસનકાળ દરમ્યાન કુટુંબના શ્રેય માટે પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ છે. દાતા પાટણનિવાસી હતા અને પાટણની વૃદ્ધશાખીય પ્રાગ્વાટ જ્ઞાતિના હતા. આચાર્ય વિજયસેન સૂરિ અને આચાર્ય વિજયદેવ સૂરિની પ્રતિમાઓ પર વિ.સં. ૧૬૬૪, ફાલ્ગન શુદિ ૮, શનિ (૧૩ ફેબ્રુ, ઇ.સ. ૧૬૦૮)ના લેખોમાં શ્રાવક દોશી શંકરે પ્રતિમા બનાવ્યાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૪૨૯, માઘ વદિ ૧૫, સોમ (૨૪ જાન્યુ., ઇ.સ. ૧૩૭૩)ના, ભાવદેવાચાર્ય ગચ્છના શ્રી વીરસૂરિની પ્રતિમા પરના લેખમાં શ્રી જિનદેવસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હોવાનો ઉલ્લેખ છે. શ્રી અમરચંદ્રસૂરિની પ્રતિમા પરના વિ.સં. ૧૩૪૯, ચૈત્ર વદિ ૬, શનિ (૨૮ ફેબ્રુ, ઇ.સ. ૧૨૯૩)ના લેખમાં આ પ્રતિમા પં. મહેન્દ્રના શિષ્ય મદનચંદ્ર બનાવી હોવાનું જણાવ્યું છે. ઋષભદેવ તીર્થકરની પ્રતિમા પરના લેખમાં (વિ.સં. ૧૬૭૩, પોષ વદિ ૫, શુક્ર - ૧૭ જાન્યુ., ઇ.સ. ૧૬૧૭) શ્રીપત્તનનિવાસી બૃહત્સાખીય શ્રીમાલ જ્ઞાતિના દોશી સંતોષિક સપરિવાર આ પ્રતિમા બનાવી હતી, જેની પ્રતિષ્ઠા તથા ગચ્છના ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીએ કરી હતી, એમ જણાવ્યું છે. પાટણના વિવિધ જૈન દેરાસરોમાં સંગ્રહીત ૧૭૩૬ જેટલી ધાતુ-પ્રતિમાઓ પરના લેખો વાંચી તેનું સંપાદન લિપિવિદ સદ્ગત પંડિત લક્ષ્મણભાઈ ભોજકે કર્યું હતું. આ પ્રતિમાલેખો વિ.સં. ૧૧૧૦ (ઈ.સ. ૧૦૫૩) થી વિ.સં. ૨૦૩૬ (ઈ.સ. ૧૯૭૯) સુધીના સમયગાળાના છે. આ પ્રતિમાલેખોના અભ્યાસ પરથી સંસ્કૃત અને તદ્ભવ શબ્દોના પ્રયોગ, પ્રાદેશિક ભાષા, દાતાની પારિવારિક માહિતી, સૂરિઓ અને તેમના ગચ્છો, જ્ઞાતિઓ, ગોત્રો, મૂર્તિપ્રતિષ્ઠાના ધાર્મિક ઉદ્દેશો વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. આ બધી માહિતી સંક્ષેપમાં પ્રતિમાની પીઠિકા ઉપર કોતરેલી હોય છે. ઉ.ત. सं.१५२० वर्षे पोष वदि ५ शुक्रे श्रीमालज्ञातीय सं.गेसल सु. गोपाकेन भा.हीरु सुत . मुठासहितेन पित्रोः श्रेयसे भ्रा. देवदत्तनिमित्तं श्रीसुमतिनाथबिंबं का. श्री विद्याधरगच्छे श्रीविजयप्रभसूरिपट्टे श्रीहेमप्रभसूरिभिः ॥ सलषणपुरे ॥२५ Page #480 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫૭ અથતિ : “શ્રીમાલ જ્ઞાતિના સંઘવી ગેસલના પુત્ર સંઘવી ગોપાકે પત્ની હીરુ અને પુત્ર મુઠાસહિત, માતા-પિતાના શ્રેય માટે અને ભ્રાતા દેવદત્ત નિમિત્તે સણખલપુર (શંખલપુર)માં શ્રીસુમતિનાથનું બિંબ કરાવ્યું અને વિદ્યાધર ગચ્છના શ્રીવિજયપ્રભસૂરિના પટ્ટમાં થયેલા શ્રી હેમપ્રભસૂરિએ એની પ્રતિષ્ઠા કરી.” હાલ આ પ્રતિમા તંબોળી વાડા (પાટણ)ના મહાવીર સ્વામી દેરાસરમાં સંગ્રહીત છે. પાટણના આ પ્રતિમા લેખોમાં પાટણનું પ્રાચીન નામ અણહિલપુર, અણહિલ્લપુર પત્તન, અણહિલપુર પાટણ, શ્રીપત્તન અને પાટણ આવે છે. લેખોમાં તપા ગચ્છ, આગમ ગચ્છ, ચૈત્ર, બૃહતપા, ખાતર, મધધારી, અંચલ પૂર્ણિમા અને પિપ્પલ ગચ્છના નિર્દેશો આવે છે. આ ઉપરાંત નાયલ ગોત્ર અને પ્રાગ્વાટ, શ્રીમાલ, પલ્લવાલ, ઓસવાલ, ઉપકેશ, દિસાવાલ જેવી જ્ઞાતિઓનાં નામ આવે છે. દાતાઓનાં નામ વાચાક, મૂલાસી, વના, દેપાલ, ભૂણા, ભાવલદે, પૂનાક, પાલ્લા, અમરા, ધનરાજ, ગોમતી, વસ્તા, હાંસી, ખીમા, પાસડ, સુર-લસી, લિંબા, પુના, સાદા, અમરાહેમાદે, શિવા-સિંગાર, લુણા-રણાદે, વીરા-રમાઇ વગેરે આવે છે. પાટણના અરબી-ફારસી શિલાલેખ: પાટણમાંથી પ્રાપ્ત અરબી-ફારસી શિલાલેખો ગુજરાતના પૂર્વ સલ્તનત, સલ્તનત અને મુઘલ કાલના ઇતિહાસ માટે મહત્ત્વનો સ્ત્રોત છે. અલાઉદ્દીને ગુજરાત જીતીને અણહિલવાડ પાટણ (નહરવાલ)માં પોતાનો સૂબો નિયુક્ત કર્યો, ત્યારથી માંડી અહમદશાહ ૧લાએ અમદાવાદની સ્થાપના કરી (ઇ.૧૪૧૧-૧૨) ત્યાં સુધી પાટણ ગુજરાતના મુસ્લિમ શાસકોની રાજધાની રહ્યું હતું. - પૂર્વ સલ્તનત કાલના શિલાલેખો પાટણમાંથી ઘણા ઓછા મળે છે. ખલજી સલ્તનતના બે તૂટક શિલાલેખોમાંથી“ અલપખાન લગભગ ઈ.સ. ૧૩૦૦માં ગુજરાતના સૌ પ્રથમ સૂબા તરીકે નિમાયો હોવાનો, એણે ૧૬ વર્ષ સૂબા તરીકે રાજ્ય કર્યાનો અને પાટણમાં જામી મસ્જિદ બંધાવ્યાનો ઉલ્લેખ છે. તુઘલુક વંશના ત્રણ શિલાલેખ પાટણમાંથી મળે છે. ૧. ફિરોઝ તુઘલકનો હિજરી સન ૭૫૮, રમઝાન (ઑગસ્ટ-સપ્ટે., ઇ.સ. ૧૩૫૭)નો શિલાલેખ પાટણમાં ગંજે શાહીદાન વિસ્તારમાંના રોજાના પ્રવેશદ્વાર ઉપર લગાવેલો છે. એમાં ફિરોઝશાહના સમયમાં હુસેને હિસન ૭૫૮માં મસ્જિદ બંધાવ્યાનો ઉલ્લેખ છે. ૨. જામી મસ્જિદના મુખ્ય દરવાજા પર કોતરેલા ત્રણ પંક્તિના તક્તી લેખમાં અમીર-ઇમીરાન બલ્બીના પુત્ર હુસેને હિજરી સન ૭૫૯ (ઇ.સ. ૧૩૫૭-૫૮)માં મસ્જિદનું બાંધકામ કર્યું હોવાનું જણાવ્યું છે. આ હુસેન ફિરોઝશાહના મંત્રી અમીર-ઇ-મીરાન બલ્બીના પુત્ર મલિક નિઝામુલ Page #481 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા મુલ્ક હુસેન હોવાનું જણાય છે. ૩. પાટણમાં કાલી બાઝાર મસ્જિદની પશ્ચિમ દીવાલમાં ગોઠવેલ આરસના તક્તીલેખોમાંલ ખાન-ઇ-આઝમ શેરખાન મહમૂદના પુત્ર મલિક-ઇ-મુઆઝમ ફખ્રુ દૌલત વદ્દીને મસ્જિદ હિ.સ.૭૬૫, ધિલહિજ્જ, રોજ ૨૪ (સપ્ટે. ૨૨, ઇ.સ. ૧૩૬૪)માં બંધાવ્યાનો ઉલ્લેખ છે. ૪૫૮ સલ્તનત અને મુઘલ કાલના ઘણા ફારસી શિલાલેખ પ્રાપ્ત થયા છે. જેમાં મસ્જિદો, કિલ્લો, કૂવો વગેરે ઇમારતો બંધાવ્યાનો નિર્દેશ મળે છે. આ શિલાલેખોમાં ઉમરાવો, અમાત્યો, સૂફી સંતોનાં નામ અને એમના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. હિજરી સન ૮૧૨ નો મુઝફ્ફર શાહ ૧ લાના સમયનો ફારસી શિલાલેખ બે તક્તીઓ પર કોતરેલો છે. ૧૪મી સદીના પાટણના મહાન ચિશ્તી સંત મદુમ હુસામુદ્દીનના રોજામાં આવેલી બારીની દીવાલના અંદરના અને બહારના ભાગમાં ગોઠવેલ. છે. ખાન-ઇ-આઝમ આસદખાને મુઝફ્ફર શાહના સમય દરમ્યાન હિ.સ. ૮૧૨ (ઇ.સ. ૧૪૭૯-૧૦)માં સુંદર ઇમારત બંધાવ્યાનો ઉલ્લેખ છે. હિ.સ. ૮૧૩ના આ જ સુલતાનના સમયના રંગેરેઝોન-કી-મસ્જિદના મધ્યના મહેરાબમાં કોતરેલા શિલાલેખમાં" ખ્વાજા-ખાસની ઇમારત બંધાવ્યાનો ઉલ્લેખ છે. હિ.સ. ૮૨૦ (ઇ.સ. ૧૪૧૭)ના ફૂટી મહોલ્લા-પિંજર કોટમાં આવેલી મસ્જિદના મહેરાબની ઉપર કોતરેલા શિલાલેખમાં જમાલુદ્દીન બિહામદે અહમદશાહ ૧ લાના સમયમાં આ મસ્જિદ બંધાવી હોવાનું જણાવ્યું છે. પાટણમાં ખાટકી વાડની મસ્જિદના પરિસરમાં દક્ષિણની દીવાલ પર ગોઠવેલ હિ.સ. ૮૪૮ (ઇ.સ. ૧૪૪૪-૪૫)ના લેખમાં ઝેન સદ્રના પુત્ર બિહરામના પુત્ર તાજ સરે મસ્જિદ બંધાવી હોવાનું જણાવ્યું છે. હિ.સ. ૮૯૫ (ઇ.સ. ૧૪૯૦)ના બાઝારકી મસ્જિદના મધ્ય મહેરાબ ઉપર કોતરેલા શિલાલેખમાં મસ્જિદ બંધાવ્યાનો ઉલ્લેખ છે.૪ મ્યુનિસિપલ ઓફિસ પાછળ મામુ ભાંજાકી દરગાહમાં હિ.સ. ૯૬૨, રમજાન, ૨૦ મો રોજ (૮ ઓગષ્ટ, ઇ.સ. ૧૪૫૫)નો શિલાલેખ છે.૫ જેમાં ખાન-ઇ-આઝમ અલવલખાનની કબર એના પુત્ર મુસીખાન પુલાડીએ અબ્દુલ લતીફની સલાહથી બાંધી હોવાનું જણાવ્યું છે. નાનીસરા વિસ્તારમાં શિવાભાઇ હીરાભાઇના ઘરની સામેના હિ.સ. ૧૧૪૦, ૨ બી II, ૧ લો રોજ (૫ નવે., ઇ.સ. ૧૭૨૭)ના શિલાલેખમાંક જણાવ્યા અનુસાર લાલ પોળનું બાંધકામ દરોગા મીર દરગાહીની દેખરેખ નીચે પૂર્ણ થયું. તે સમયે નવાબ સર બુલંદખાન બહાદુર સૂબેદાર હતા, ખ્વાજા મુહમ્મદ અમીન ફોઝદાર અને મીરઝા અલી કુલી બેગ કોટવાલ હતા. પાટણના શાસકોના સિકકા : અણહિલવાડ પાટણના સોલંકી રાજાઓના સિક્કાઓ પ્રાપ્ય નથી. ઝાંસી પાસે પંડવાડામાંથી માત્ર સિદ્ધરાજ જયસિઃહના બે સોનાના સિક્કા મળ્યા છે, જે હાલ લખનૌના મ્યુઝિયમમાં સંગ્રહીત Page #482 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫૯ છે. મહેસાણા નજીક પિલવાઇમાંથી કેટલાક ચાંદીના સિકકા મળ્યા છે. શ્રીમન્નલિંદ પ્રિય લખાણવાળા બે સોનાના સિક્કા સિદ્ધરાજના માલૂમ પડ્યા છે. વિ.સં. ૧૨૩૩ (ઇ.સ. ૧૧૭૬-૭૭)માં હરિભદ્રસૂરિએ રચેલી “ચંદ્રપ્રભચરિત'ની પ્રશસ્તિમાં વનરાજના રાજ્યમાં દંડપતિ લહરના વંશમાં જન્મેલ મંત્રી વીર સોલંકી રાજા મૂળરાજ (લગ.ઇ.સ. ૯૬૧-૯૯૬), વલ્લભરાજ (થોડા મહિના), દુર્લભરાજ (લગ. ઇ.સ. ૧૦૦૯-૧૦૨૧)નો મંત્રી અને ટંકશાળનો અધ્યક્ષ હતો એણે રાજ્યની ટંકશાળમાં વૈભવલક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થયેલ ચિત્રપટ રાખ્યું હતું અને મુદ્રાઓ પર લક્ષ્મીની આકૃતિ કોતરાવી હતી. હરિભદ્ર સૂરિના ‘મલ્લીનાથચરિત' (પ્રાકૃત) અને નેમિનાથચરિત' (અપભ્રંશ)ની પ્રશસ્તિમાં પણ આજ માહિતી દર્શાવી છે. પ્રબંધો અને ‘લેખ પદ્ધતિમાં ° દ્રમ્મનાં નામ “ભીમપ્રિય', 'કુમારપાલપ્રિય’, ‘લુણસાપ્રિય', વિશ્વમલ્લપ્રિય', વિસલપ્રિય', વગેરે મળે છે. ઠકુરના ફેરુના દ્રવ્યપરીક્ષા” નામના પ્રાકૃત ગ્રંથ (૧૪મી સદીનો આરંભ)માં ગુર્જર રાજાઓના સિકકાઓમાં કુમારપુરી', “અજયપુરી”, “ભીમપુરી', ‘લાવણસાપુરી’, ‘અર્જુનપુરી” એવાં નામ અને એમનાં વજન દર્શાવ્યાં છે. गुजरवइरायाणं बहुविहमुद्दाई विविह नामाकं ।" પુરાતન પ્રબંધ'ના મહંત આંબા પ્રબંધ' વિભાગમાં ગિરનાર પર્વત ઉપર પડ્યા બનાવવા માટે ૬૩ લાખ “ભીમપુરી” દ્રમના ખર્ચનો ઉલ્લેખ છે. 'વસ્તુપાલ-તેજપાલ” પ્રબંધમાં દાનનાં કાર્યોમાં ૩૩૨ કરોડ, ૮૪ લાખ, ૭,૪૧૪ લોહડિયા’ કે ‘ઇકા-આગલા ભીમપુરી' કમના ખર્ચનો ઉલ્લેખ છે. મુઘલ સમ્રાટ અકબરના શાસન દરમ્યાન અણહિલવાડ પાટણની ટંકશાળમાંથી કેટલાક સિક્કા બહાર પડાયા હતા. અકબરે નહાવાલા પાટણ જીત્યું ત્યારે સિક્કા પડાવ્યા હતા. ૧ તોલાના વજનના સોનાના, ચાંદીના અને તાંબાના રૂપિયા હિજરી સન ૯૮૪માં અને હિજરી સન ૯૮૫માં તાંબાનો ફલુસ બહાર પાડયો. હિ.સ. ૯૮૫ પછી રૂપિયા ઉપર ટંકશાળનું નામ નહાવાલા જોવા મળે છે. | હિજરી સન ૯૮૪માં અણહિલવાડ પાટણની ટંકશાળમાંથી અકબરે ચાંદીનો ૧૭૮ ગ્રામના વજનનો સિક્કો પડાવ્યો, જેની એક તરફ ચોરસમાં કલિમા અને ચારે બાજુ ચાર ખલીફાઓનાં નામ અને બીજી બાજુ હિજરી વર્ષ, બાદશાહનું નામ, લકળ અને ટંકશાળનું નામ સર્વ રસ શો નાવાતા ઉત્તર કોતરેલું છે." આમ સોલંકી કાલમાં અણહિલવાડ પાટણની જાહોજલાલી ખૂબ હતી. કુમારપાલ ચરિત'માં એનું સુંદર વર્ણન કરેલું છેઃ | "શહેર બાર કોશમાં પ્રસરેલું હતું. એનાં પરાં ૮૪ હતાં. એમાં એક ટંકશાળ હતી. જેમાં સોનાના અને ચાંદીના સિક્કા પડતા. ૮૪ બજર હતા. એક બજારમાં માત્ર પૈસાની લેવડ-દેવડ થતી.” જો કે આ ટંકશાળના સિકકાનો એક પણ નમૂનો આજે ઉપલબ્ધ નથી. Page #483 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४६० પાદટીપ ૧. ગિરજાશંકર વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખો' (ગુઐલે.), ભાગ ૨, મુંબઈ, ૧૯૩૫, નં. ૧૪૭. ૨. એચ.એચ.ધ્રુવ, વિયેના ઑરિઍન્ટલ જર્નલ, વ.૫, પૃ.૩00 થી. ૩. ગુ..લે, ભાગ ૨, નં. ૧૩૭ ૪. એજન, નં. ૧૩૮ ૫. એજન, નં. ૧૩૯ ૬. એજન, નં. ૧૪૩ ૭. રામલાલ ચુ. મોદી, “સિદ્ધરાજના કીર્તિસ્તંભના લેખનો એક અંશ', “પ્રસ્થાન”, વૉ. ૧૨, નં. ૧, પૃ. ૨૯૩ થી. ૮. Indian Antiquary, Vol. 4, P. 158; ગુઐલે, ભા.૩, નં. ૧૪ સી ૯. એજન, નં. ૧૫૮ ૧૦. એજન, નં. ૧૬૦ ૧૧. એજન, નં. ૧૬૬ ૧૨. એજન, નં. ૧૮૬ ૧૩. એજન, નં. ર૦૧ ૧૪. એજન, નં. ૨૦૨ ૧૫. એજન, નં. ૨૦૬ ૧૬. એજન, નં. ૧૬૭ ૧૭. એજન, ભાગ ૩, નં. ૨૦૭ ૧૮. એજન, નં. ૨૧૬ ૧૯. એજન, નં. ૨૨૩ ૨૦. હરિપ્રસાદ શાસ્ત્રી, ગુજરાતના ઐતિહાસિક લેખ' (ગુએલ.), ભાગ ૪, નં. ૩૪ 29. Muni Jinavijayaji, Prācīna Jain Lekha Sagraha (PJLS.), no. 521 ૨૨. એજન, નં. ૫૨૩ ૨૩. એજન, નં. ૫૩૨ ૨૪. લક્ષ્મણભાઈ ભોજક (સંપા.), પાટણ જૈન ધાતુ-પ્રતિમા લેખસંગ્રહ’ દિલ્હી, ૨૦૦૨ ૨૫. એજન, નં. ૬૬૭ Page #484 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬૧ 2. Epigraphia Indica, Arabic and Persian Supplement (EIAPS.), Delhi, 1962 (ed. ZA.Desai), pp. 21. 29. Ibid., pp.7f. 24. Ibid., pp.8f. 2. Ibid., pp.14f. 30. Ibid., 1963, pp.111. 31. Ibid., pp.121. 32. Ibid., pp.13f. 33. Ibid., pp.25f. 38. Ibid., pp.34f. 3. Annual Report On Indian Epigraphy: Arabic Persian Inscriptions, 1964-65, No. 39, p.140 3. Ibid., no. 48 39. U.P. Shah, 'Coinage of Early Chaulukyas of Anahillaväda-Päṭan', Journal of the Numismatic society of India (JIVSI), Vol. XVI, Part II (1954), Bombay, pp. 23 a ff. ૩૮. ‘વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ', મુંબઈ, ૧૯૫૬ પૃ. ૧૧૦ થી. 32. JNSI., Vol XVI. part II, pp. 241 f. ૪૦. ‘લેખ પતિ’ (સંપા. ચીમનલાલ દલાલ), પૃ. ૩૭ ૩૯, ૫૫ ४१. द्रव्यपरीक्षा और धातुपद्धति (ed. भंवरलाल नाहटा ) वैशाली, १९७६ श्लोक ८२-८५ પૃ.૩૩ 2. JIVSI, Vol. XII. Part I (Dec., 1950), Bombay, pp.57 ff. Y3. Numismatic Supplement (NS.), Vol. XXIV, p. 479 YY. Ibid., no. XXVI. p. 493 28 Page #485 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬૨ અણહિલવાડ પાટણનાં સમ્રાટ મૂળરાજ સોલંકીનું દાનપત્ર (કડી) Kardi GRANT OF MULARAJA OF ANHILADA, V.S 1043 (A.D.987 1st plate ९जावली. पूर्व राजहंस विमालामय पत्रः कमल या निवि वश्विननक मलाशय विनिवविक्रमा का इलः। मृव विहितास লयঃन म य व विदुनंदनतः कल्पवृक्षव वीक ताई हल प मेरुमिव सईयामास तायति सिवाय जलद व अर्धस्रवा नुक्षी द्विपदम दादा नाना थोडी व्रत करतलुकि को नया महा গাবিাখ এলজঃमाজविजी सुन निज सुपार्जित सम न मारली मटकीय ग्राम बुकाम का ग्रामयमत्र राजपुरुषाना लो नुननिवासिन पदमा यस संविदिन। यथारा श्रीमद लाहल घाट काना मिस ग्रह पर्व लिग्रीक प्राचीनी वारि लि विपतिरुमाल यादव ममारास विविंशतिनील जललव तरल शालिमा समानयिताराम न મૂળરાજ સોલંકીનું એક ‘દાનપત્ર’ GRANT OF MULARAJA पुथा कि वृद्या या परिलिखित शामायामीमा पर्यतः स काष्ठ लोकाप नः सावार समितः मद उमगतो व द्विविषायमपिमूलनाबाद वामनानायक प्रेममा निःपत्र: तिमी निवासिजन पाद घायी य मानाका करिष्मादिसर्व मालविया ई वा सर्वदा स्ममुपने नहीं। सामान्य विसावा दिव मृदा यो यमनुमनाः पालनीया उगवताना वर्षसहसालिक नैतिष्ठति यमिदः प्राह तावा नु मनावनी वन र ॥ वदु सिमा दिवस भित्रन साना दली यानानि दिनानिमायामूराला (नवी प्रतितानि को नाममा रा दी प्रतिविम्मिशाने काय तुनकशिलानानि ॥ आप्पादिन नाव श्री मुजरा १०४ Page #486 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અહમદશાહ પહેલાનું પાટણ ખાતેનો એક શીલાલેખ IT Idle LOLADBHUNT અહમદશાહ પહેલાનો એક શીલાલેખ Page #487 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४६४ મોહંમદશાહ પહેલાનો પાટણ ખાતેનો એક શીલાલેખ SI[BIEWS I m A) Page #488 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬૫ પાટણનાવિકાસમાં જૈન શ્રાવક, શ્રેષ્ઠીઓ અને મહામાત્યોનો ફાળો - પ્રા. ગજેન્દ્ર પી. શ્રીમાળી અર્ટસ કોલેજ - પાટણ. પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી. આચાર્ય મેરૂતુંગના “પ્રબંધ ચિંતામણિમાં તથા હેમચંદ્રાચાર્યના “ધયાશ્રય”માં આ ઉલ્લેખ આપવામાં આવ્યો છે. પાટણની સ્થાપનાની અલગ અલગ તિથિઓ મળે છે. જૈન સાહિત્યો તથા હિંગળાજચાચરના ગણપતિ મંદિરનો શિલાલેખ આ તિથિને પ્રતિપાદિત કરે છે. પાટણના ડૉ.ભોગીલાલ સાંડેસરા પણ તેને માન્ય ગણે છે પરંતુ તેની સ્થાપનાની મિતિઓમાં જુદા જુદા મતમતાંત પ્રવર્તે છે. વનરાજ ચાવડો અને પાટણ - વનરાજ ચાવડાએ સરસ્વતી નદી કિનારે પાટણની સ્થાપના કર્યા પછી તેનો ખુબ જ ઝડપી વિકાસ હાથ ધર્યો. ખુબ જ મહેનત કરી. આ માટે બહારના અનેક લોકોને લાવીને નવી રાજધાની પાટણમાં વસાવ્યા. તેમાં ખાસ કરીને વેપારીઓ, કારીગરો, બ્રાહ્મણો વગેરેને લાવી પાટણમાં સ્થાયી બનાવ્યા. જેથી પાટણની પ્રતિષ્ઠામાં વધારો થાય. આનાથી વેપાર, વાણિજ્ય અને આર્થિક સમૃધ્ધિ અને સધ્ધરતા આવે. નિન્ય ઠકકુર (વાણિયો) નગરશેઠ - પાટણનો વિકાસ થાય તથા જુદા જુદા વેપાર વિકસે તે માટે અનેક વેપારીઓને પાટણ લાવી વસાવ્યા. તેમાં બાજુના ગામ ગંભૂતા (ગાંભૂ-તાલુકો ચાણસ્મા) થી નિન્ય ઠકુર નામના વાણિયા (વેપારી)ને લાવી પાટણમાં વસાવી તેને નગરશેઠ બનાવવામાં આવ્યો. આ નિન્નય ઠકુર મુળે રહેવાસી રાજસ્થાનનો હતો. તે મૂળ શ્રીમાલ પ્રદેશ અને પ્રાગ્વટ જ્ઞાતિનો જૈન હતો. તે ખૂબ જ મોટો વેપારી અને ધાર્મિક હતો. વધારે ધન કમાવા ગુજરાતમાં આવીને ગંભૂતામાં રહેતો હતો. આ સમયે ગંભૂતા મોટું ગામ અને વેપાર કેન્દ્ર હતું. તેનો કારોબાર જોઇ પાટણમાં વસાવ્યો. આ નિન્ય વાણિયાએ પાટણમાં ઋષભદેવનું જિનાલય બંધાવ્યું. નિન્નયનો પુત્ર લહર લહેર) - નિન્વયનો પુત્ર લહર હતો. પાટણમાં આર્થિક સમૃધ્ધિ વધે અને રાજકીય વિકાસ થાય તે માટે બંને પિતા-પુત્ર કાર્યરત રહેતા વનરાજે તેને સેનાપતિ બનાવ્યો. લહેરે વનરાજની સેના માટે વિંધ્યાટવીમાંથી ઘણા હાથી પકડીને વનરાજને ભેટ આપ્યા. આ ઉપરાંત અનેક શત્રુરાજાઓના હાથી પકડી પાડ્યા હતા. આ લહર ઠકુરે સંદથલ ગામ (હાલનું સાંથલ ગામ)માં વિંધ્યાવ્યવાસિની દેવીનો પ્રાસાદ બંધાવ્યો હતો. વનરાજ તેના પર ખુશ થયો તેથી સંદથલ Page #489 -------------------------------------------------------------------------- ________________ ४६६ યુગે યુગે પાટણની પ્રભુતા ગામ તેને ભેટ આપ્યું. નિન્નયના કેટલાક ગુણો લહરમાં પણ હતા. આચાર્ય શીલગુણ સૂરિ - પાટણના ધાર્મિક વિકાસ અને વનજરાના રાજકીય વિકાસમાં આચાર્ય શીલગુણસૂરિનું પ્રદાન ખુબ ઉંચું અને મહત્વનું છે. વનરાજને જંગલમાંથી લાવી રાજ બનાવ્યો ત્યાં સુધી યોગદાન તેમનું છે. તે રાજ્ય વનરાજે તેમને અર્પણ કર્યું. પરંતુ સૂરિએ તે ગ્રહણ ન કરતાં તેમની ઇચ્છા અણહીલપુર પાટણમાં પાર્શ્વનાથ ભગવાનનું દેવાલય બંધાવવાની હતી. આથી વનરાજે પંચાસરમાંથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મંગાવી મંદિર બંધાવી સ્થાપના કરી. આ જિનાલય બાદ વનરાજે કંથેશ્વરી માતાનું મંદિર બંધાવ્યું. વનરાજના વારસદારોમાં છેલ્લો રાજા સામંતસિંહ હતો. જેને મુળરાજ સોલંકીએ મારી નાંખી પાટણની ગાદી મેળવી. ચાવડાવંશની સત્તાની જગ્યાએ સોલંકી વંશની સત્તા સ્થપાઈ. મુળરાજ પછી દુર્લભરાજા તથા તેનો નાનો ભાઈ નાગરાજ અને નાગરાજ પછી તેનો પુત્ર ભીમદેવ પહેલો ગાદીએ આવ્યો. વિમલમંત્રી અને ડામરમંત્રી - ભીમદેવ પહેલાના સમયમાં વિમલ અને ડામર નામે મંત્રી હતા. વિમલમંત્રીએ વહીવટીક્ષેત્રે ઉત્તમ સેવા બજાવી અણહીલપુર પાટણને શ્રેષ્ઠ સાબિત કર્યું. આબુમાં (ચંદ્રાવતી-અબૂદ)માં જૈન દેરાસર બંધાવ્યું અને દેલવાડામાં વિમલવસહી નામે જૈન દેરાસર બંધાવ્યું. આજે પણ શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે જગત પ્રસિધ્ધ સ્થાન ધરાવે છે. ઈંટો અને લાકડાના મંદિર પછી લાલ રેતીયા પથ્ય અને આરસના પત્થરના બાંધકામોએ પ્રથમ સ્થાન મેળવ્યું. આ વિમલમંત્રીના વડવાઓમાં નિન્ના અને લહેર છે. તેમના વારસદાર તરીકે વિમલમંત્રી થયો. જેઓ બબ્બે વંશની સેવાઓ કરી છે. (વિમલ પ્રબંધ)ની નોંધ છે. બીજા મંત્રી ડામર હતા. અત્યંત બુદ્ધિશાળી અને ચતુરાઈમાં શ્રેષ્ઠ હતા. માળવાના રાજા અને ભીમ વચ્ચે મિત્રતા બાંધવામાં ઉત્તમ ભૂમિકા ડામરની રહી છે. તેમની ચતુરાઇને કારણે “ડાહ્યોડમરો'ની કહેવત પ્રચલિત બની. આજે પણ આ કહેવતમાં ડામર ગુજરાતમાં જીવતો છે. 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ અધ્યક્ષ-રસિકલાલ પરિખ, શેઠ ભો.જે. વિદ્યાભવન ૧૯૬૮ પાના નંબર ૯૨) હેમચંદ્રાચાર્ય અને તેમનું શિષ્યમંડળ - ભીમદેવ પછી સત્તાશાળી શાસક તરીકે સિધ્ધરાજ જયસિંહ અને કુમારપાલ તથા છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા થયા. સિધ્ધરાજ અને કુમારપાલના સમયમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય થયા. જેમણે જૈનધર્મ, અહિંસા અને જૈન દેવાલયો બંધાવવામાં અનેરી મદદ આપી છે. સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેમનો વિકાસશીલ પ્રયાસ રહ્યો છે. તેમનું શિષ્યમંડળ અને સાહિત્ય જગત શ્રેષ્ઠ છે. આપણે આગળ જોયું તેમાં અનેક જૈન શ્રાવકોએ પ્રદાન આપ્યું છે. તેમ છતાં બીજા વિભાગમાં તેનું વિસ્તૃત વર્ણન કરીએ. જયસિંહ સિદ્ધરાજના સમયમાં કવિ શ્રીપાલે પ્રશસ્તી લખી છે. ત્યારે કેટલાક મહાઅમાત્યો પણ સિધ્ધરાજના શાસનમાં વહીવટ સંભાળતા અને જયસિંહના રાજ્યના Page #490 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४६७ સાક્ષી હતા. તે બધા જ વહીવટ કર્તા કે મહામાયો જૈન હતા. જયસિંહના વહીવટદારમાં શાન્ત મંત્રી - મુખ્ય હતા. તેઓ એક વણીક જૈન ધર્મ પાળનાર શ્રાવક હતા. કર્ણદેવ ૧લાના અવસાન પછી સમગ્ર રાજ્યનું સંચાલન મીનળદેવી અને શાન્ત મંત્રીએ કર્યું છે. બાળ જયસિંહ વતી પણ તેઓ વહીવટ કરતા અને જયસિંહના વિકાસમાં તેમનો અનન્ય ફાળો છે. જયસિંહને મીનળદેવી તથા શાસ્તુ મંત્રીએ યુદ્ધ કૌશલ્ય, તલવારબાજી, ભાલા અને બરછીબાજી, મલ્લયુદ્ધ, ગદાયુદ્ધ, ઘોડેસવારી, મુસ્ટીયુદ્ધ તથા વહીવટની યોગ્ય તાલીમ પૂરી પાડી છે. શાન્ત મહેતાએ જયસિંહ મોટો થતાં તેની સાથે યુદ્ધમાં પણ અનેક વખત જોડાયા છે. જયસિંહ માળવા વિજય કરવા ગયો ત્યારે જુનાગઢના રા'ખેંગારે આક્રમણ કર્યું. તે સમયે તેને સમજાવી પરત જુનાગઢ મોકલવાનું કાર્ય શાન્ત મહેતાએ કર્યું છે. આ ઉપરાંત બીજા એક શ્રાવક મંત્રી મુંજાલ હતા. તે ઉત્તમ સલાહકાર હતા. તેમની સલાહથી સિધ્ધરાજ વિજયી બનતો. તેઓ કુશળ બુદ્ધિશાળી હતા. તેના દાખલા અનેક જાણવા મળે છે. કર્ણદેવ પહેલાના લગ્ન માત્ર ચિત્ર જોઈને થયેલા. પરંતુ લગ્ન થયા બાદ મીનળદેવીને જોતાં તેનો કણદવે વિરોધ કર્યો. ત્યારે મુંજાલ મહેતાની કુશાગ્ર બુદ્ધિના ફળ સ્વરૂપ એક નાટક ભજવાયું તે જોવા રાજા કર્ણ આવતો. સતત નાટક જોવાને લીધે રાજા નર્તકીના મોહપાસમાં આવી ગયો. ત્યારબાદ નર્તકીની જગ્યાએ થયેલ વાતચીત પ્રમાણે મીનળદેવીને મોલકવામાં આવતી. જેની નિશાનીરૂપે મીનળદેવીએ કર્ણ પાસેથી વીંટી મેળવી લીધી હતી. રાજા અને રાણી યોગ્ય વારસદાર રાજ્ય માટે આપે તેના પ્રયાસરૂપે મુંજાલ મહેતાએ કાર્ય કર્યું. આ રીતે વહીવટ સિવાય સામાજીક જીવનમાં પણ જૈન શ્રાવક મંત્રિઓ રાજ્યના હીતનું કાર્ય કરતા. તેના ફળસ્વરૂપે મીનળદેવીએ પુત્રરત્ન પ્રાપ્ત કર્યું. જેનું નામ સિંહ રાખવામાં આવ્યું. જેનો યશ મુંજાલ મહેતાના ફાળે જાય છે. આ ઉપરાંત ઉદયન, આસાક, દાદક વગેરે નામાંકિત મંત્રીઓ પણ થયા. સિધ્ધરાજના મંત્રી મંડળ પછી કુમારપાળના મંત્રીઓ પણ જૈન હતા. કુમારપાળનો સલાહકાર વાગભટ્ટ હતો જે મુખ્ય અમાત્યનું સ્થાન ધરાવતો. તેનો પુત્ર ઉદયપાલ હતો. શરૂઆતમાં કુમારપાળ શૈવપંથિ હતો. પાછળથી હેમચંદ્રાચાર્યના પરીચયમાં આવવાથી તેણે જૈન ધર્મ સ્વીકાર્યો. કુમારપાળે અનેક જૈન દેવાલયો બંધાવ્યાં. હેમચંદ્રાચાર્ય પણ કુમારપાળના સમયનાં શ્રેષ્ઠ જૈન સાધુ અને ઉત્તમ લેખક હતા. તેમણે કુમારપાળને જૈનધર્મ અને તેના સિધ્ધાંતો સમજાવ્યા હતા. કુમારપાળના મુખ્ય શ્રેષ્ઠીઓમાં નૃપનાગનો પુત્ર આભડ અને શ્રેષ્ઠી દાદાક મુખ્ય હતા. વાઘેલા લવણ પ્રસાદ અને વરધવલના શાસનમાં વસ્તુપાલ - તેજપાલ બંને ભાઇઓ થઇ ગયા. જેઓ પોરવાડ વણિક જ્ઞાતિનાં હતા. લવણ પ્રસાદ અને વરધવલની રાજ્ય વ્યવસ્થા, વહીવટ, વિજયોની ગાથા આ બે મહામંત્રીઓને ફાળે જાય છે. વસ્તુપાલ-તેજપાલ બન્ને ભાઇઓએ ઉત્તમ વહીવટદાર તરીકેની ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓએ ભીમદેવ બીજાના પણ મંત્રી તરીકે સેવાઓ આપી છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર તેમનું નામ સોળે કળાએ વિકસેલું છે. તેનું કારણ તેઓ વિદ્યા અને સંસ્કાર તથા વિદ્વાનોના પુજક હતા. તેઓ ઉત્તમ કવિઓ પણ હતા. વસ્તુપાલ પોતે Page #491 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬૮ ઉત્તમ કવિ અને કવિઓના આશ્રયદાતા હતા. તેમણે નરનારાયણનંદ નામનું કાવ્ય લખ્યું હતું. તેઓ કવિતાઓનું વાંચન કરાવતા. તેમણે એટલા બધા કાવ્યો રચ્યાં હતાં કે કવિઓએ તેમને ‘સરસ્વતિ કંઠાભરણ’’, (સરસ્વતિનાં ગળાનો હાર) સરસ્વતિનો પુત્ર, ‘કુચલ સરસ્વતિ’ (દાઢીવાળી સરસ્વતિ) ‘કવિ કુંજર’, જેવા બિરુદો આપ્યાં હતાં. આ ઉપરાંત તેજપાલ અને તેજપાલની પત્નિ પણ સુંદર કાવ્યો રચતા. આ રીતે વણિક બંધુઓએ વીહવટની સાથે સાથે સાહિત્યના ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કર્યું છે. તથા સાંસ્કૃતિક વિકાસ સાધવામાં પણ મોખરે રહ્યા છે. કવિઓની સાથે સાથે આ વણિક બંધુઓ શ્રેષ્ઠ યોદ્ધાઓ પણ હતા. રાજાની સાથે યુદ્ધમાં સાથે રહી યુદ્ધ કરી વિજય મેળવતા. તેના અનેક ઉદાહરણો પણ મળે છે. કવિ, યોદ્ધા, ની સાથે સાથે તેઓ ધર્મ પરાયણ હતા. બન્ને ભાઇઓએ કેટલાંક મંદિરોના જિર્ણોદ્ધાર કરાવ્યાં છે. ધર્મશાળાઓ, કિલ્લાઓ, શસ્ત્રાગારો, બ્રહ્મપુરીઓ વગેરે લોકોપયોગી સ્થળો અને બાંધકામો કરાવ્યાં. આ ઉપરાંત તળાવ, કૂવા, વાવ પણ બંધાવ્યાં. તેમણે જૈનધર્મની સાથે હિંદુ શિવ અને વિષ્ણુની મૂર્તિઓ બંધાવી. તેમણે આબુ પર્વત ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું આરસનું મંદિર બંધાવ્યું અને નેમિનાથ સ્તોત્ર રચ્યું. વસ્તુપાલે અંબિકા સ્તોત્ર પણ રચ્યું છે. આમ ભીમદેવ બીજાના શાસનને સુવ્યવસ્થિત વિકસાવવામાં ણિક બંધુઓનો ફાળો નોંધપાત્ર છે. વિશળદેવના સમય (વિ.સં. ૧૨૯૮)માં પાટણ, વિસનગર, ડભોઇ વગેરે વિકાસ પામ્યાં. પરંતુ આ સમયે વિ.સં. ૧૩૧૫ થી ૧૩૧૮ ત્રણ વર્ષ દુષ્કાળ પડયો ત્યારે રાજાએ કચ્છમાંથી જગડુશા નામના એક વિણક શેઠને બોલાવી પાટણમાં મદદ કરવા માટે રાખ્યા હતા. આ રીતે ધાર્મિક વિકાસની સાથે આર્થિક મદદ પણ કરી હતી. વિશળદેવ પછી સારંગદેવ અને અર્જુનદેવ ગાદીએ આવ્યો. ત્યારબાદ કર્ણદેવ બીજો ગાદીએ આવ્યો. મોટાભાગના જૈન શ્રાવકોએ ગુજરાતને અહિંસક અને શ્રેષ્ઠ બનાવ્યું છે અને તેમનો ફાળો અનન્ય અને અગણિત છે. પાટણ ધરા અને સમગ્ર પાટણવાસીઓ તેમના આભારી છે. શત્રુંજય મહાતીર્થ અને યાત્રા :- જૈન ધર્મ પાળનાર દરેક વ્યક્તિને માટે શત્રુંજ્ય તીર્થનું ઘણું મહત્વ છે. કારણ કે ત્યાં જૈન દેવાલયો, મંદિરો અને પ્રાસાદો બંધાયેલા છે. ૧૩મી અને ૧૪મી સદીમાં અહીં મુસ્લીમ આક્રમણોની અસર જોવા મળી છે. છતાં આ તીર્થ યાત્રાને કોઇ ઝાઝી અસર થવા પામી ન હતી. નુકસાન થયું છે અને નુકસાન શ્રાવકો દ્વારા ભરપાઇ કરેલ છે. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ-રસિકલાલ પરિખ, પ્રબંધ ચિંતામણિ આચાર્ય મેરુત્તુંગ અને શેત્રુંજ્ય મહાત્મ્યમાં કેટલાંક વર્ણન આપેલા છે. અલ્લાઉદ્દીનના સમયમાં હિંદુ મંદિરોનો ચારે બાજુ ધ્વંસ થયો હતો. તેની માહિતી અને વર્ણન જાણવા મળે છે. તે પુસ્તકોમાં નોંધ્યું છે કે, સ્વર્ગના વિમાનની બરોબરી કરે તેવાં સેંકડો મંદિરો બંધાવેલ. ઉલુધખાને લશ્કર દ્વારા મુખ્યમંદિરને તોડી પાડી અનેક મૂર્તિઓ ખંડીત કરી. આ સમયે Page #492 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬૯ અહીં જિનપ્રભસૂરિ વિદ્યમાન હતા. તેમણે પોતાના પુસ્તક ‘‘તીર્થંકલ્પ’’માં આ ઘટનાનું વર્ણન કરેલું છે. પાટણના સમરા શાહે કરેલો જીર્ણોદ્ધાર ઃ- પાટણમાં આ સમયે ઓસવાળ જ્ઞાતિના સમરા શાહ નામે એક શ્રેષ્ઠી રહેતા જેઓ જૈનધર્મ પાળતા હતા. તેમની લાગવગ દિલ્હીમાં હતી. અલપખાન સાથે ઓળખના કારણે તેમણે દિલ્હીમાં અલ્લાઉદ્દીન ખિલજીને શત્રુંજ્યની દુઃખદ ઘટનાની જાણ અલપખાન દ્વારા કરાવી અલપખાને સમરાશાહની હકીકત બાદશાહને કહી અને શત્રુંજ્યનો જિર્ણોદ્ધાર કરવાની રજા મેળવી. બાદશાહે રજા આપી, વળી બાદશાહનાં તાબાના પ્રદેશ મકરાણાની આરસની ખાણમાંથી આરસ મંગાવી તેની પ્રતિમા બનાવવાની પણ પરવાનગી આપી. વિ.સં. ૧૩૭૧માં મંદિરની મરામત પૂર્ણ થઇ અને સમરા શાહે પાટણથી ધામધૂમ પૂર્વક સંઘ કાઢી નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેમાં રત્નાકાર સૂરિ મુખ્ય હતા. શેત્રુંજ્ય તીર્થમાં આજેપણ આ સમરાશાહ અને તેમની ધર્મપત્ની અમરશ્રીની મૂર્તિઓ છે. જૈન ધર્મ પાળનારા દરેક શ્રાવકો અહીંની તીર્થયાત્રા કરે છે. શત્રુંજયનું આ દેવાલય પાટણના જૈન શ્રાવકોની ધર્મની ધર્મગાથાનું વર્ણન કરે છે. આમ પાટણના આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં જૈન શ્રાવકો શ્રેષ્ઠીઓ અને મહાઅમાત્યોનો વિશિષ્ઠ ફાળો હોવા છતાં તેઓ સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ રાખતા હતા. તેઓ ધર્મ સહિષ્ણુ હતા. Page #493 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૮૩ પાટણના સાળવીવાડાના ત્રિપુરેશ્વર મહાદેવ કનૈયાલાલ ભાઈશંકર દવે પાટણ શહેરમાં સાલવીવાડા જિલ્લાની અંદર ગોલવાડથી ઓળખાતા મહોલ્લામાં ત્રિપુરેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. ભગવાન શિવે તારકાસુર રાક્ષસના પુત્રો તારકાસ, વિદ્યુમ્માલી, અને કમલાક્ષનાં ત્રણ અભેઘપુરોનો નાશ કર્યો હતો, તેમજ તે રાક્ષસોને પણ સંહાર્યા હતા, તેથી તેનું ત્રિપુરારિ નામ પડ્યું હોવાનું શિવપુરાણ તેમજ બીજા પુરાણોમાં જણાવ્યું છે. આમ વિષ્ણુનું મુરારિ અને શિવનું ત્રિપુરારિ નામ રાક્ષસોનો વિનાશ કર્યો હોવાના કારણે જ ચરિતાર્થ થયાં છે. આ મહાદેવનું ત્રિપુરેશ્વર નામ શિવના ત્રિપુરારિ નામ ઉપરથી જ રાખવામાં આવ્યું છે. ત્રિપુર+ઇશ્વર=ત્રિપુરેશ્વર અર્થાત્ ત્રણ પુરી ધરાવતા રાક્ષસોના પ્રભુ તે ત્રિપુરેશ્વર. આ નામ માટે એક કલ્પના સૂઝી આવે છે કે, પાટણમાં મૂળરાજે ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં મુખ્ય શિવ એ પ્રધાનદેવ હોઈ, તે મહાદેવનું ત્રિપુરુષેશ્વર અગર ત્રિપુરેશ્વર નામ રાખ્યું હોય તે સંભવિત છે. આ મહાપ્રાસાદમાં શિવ એ મુખ્ય દેવ હતા એમ ઇતિહાસ કહે છે. અને ઉપરની કલ્પના પ્રમાણે એ મંદિરનો વિનાશ થતાં શિવલિંગને કાયમ રાખી, અહીં પુનઃનવીન મંદિર બંધાવી તેનું પ્રાચીન નામ કાયમ રાખ્યું હોય એ બનવાજોગ છે. પરંતુ આ એક કલ્પના છે તેને માટે તેવો કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી. • આ મંદિર સો બસો વર્ષો ઉપર બંધાવ્યું હશે એવું અનુમાન બેસે છે. પરંતુ મહાદેવ અને તેનું સ્થાન વિચારતાં તે પાંચસો સાતસો વર્ષો પૂર્વેનું હોય તેમ જણાય છે. કારણ મંદિરમાં પેઠા પછી દસ પગથિયાં નીચે ઉતર્યા બાદ, ભોંયરામાં મહાદેવજીનું ભવ્ય શિવલિંગ આવેલું છે. આ અને બીજા ત્રણ શિવલિંગની સ્થાપના શંકરાચાર્ય મહારાજશ્રીએ કરી હતી એવી કિંવદંતી છે. પણ ક્યા શંકરાચાર્યે ક્યારે તેનું પ્રતિષ્ઠાવિધાન કરાવ્યું. તેના માટે કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી. પાટણમાં કોઈ શંકરાચાર્ય સોલંકીઓના કાળમાં આવ્યા હતા, એમ લાખુખાડના લાખેશ્વર મહાદેવની દંતકથા ઉપરથી પણ માલૂમ પડે છે. કેટલીક વખત દંતકથાઓમાં ઐતિહાસિક હકીકતો તે કથાના બીજ રૂપે સંગ્રહાઇ હોવાનું માલુમ પડ્યું છે. અને તે નિયમે આ કિંવદંતીઓમાંથી કોઇ શંકરાચાર્ય મહારાજ પાટણમાં પ્રાચીન કાળની અંદર આવ્યા હતા એટલું તો જરૂર લાગે છે. આ મહાદેવ આજથી પાંચસો સાતસો વર્ષો પૂર્વે સ્થાપિત થયા હતા, એ કથનને આ શિવાલયમાં બેસાડેલ ભવ્ય નંદી નીચેની પટ્ટીમાં કોતરેલ શિલાલેખના આધારે સાબિત થયું છે. આ લેખનું અક્ષરાંતર નીચે પ્રમાણે છે. (१) स्वस्तिश्री नृपविक्रमार्क समयातित संवत १४९५ वर्षे वैशाख सुदी ११ अद्येह श्रीपत्तन વાર્તવ્ય પ્રવાદ્જ્ઞાતિય મહં સામત મવં (ૐ) : સમસ્ત પૂર્વજ્ઞાન સાથે...... (२) त्रिपुरेश्वर समक्ष नवीनं वृषभं स्थापया मास ण तमाद श्री सुस्त्राण अहम्मद विजय राज्ये Page #494 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા થામત્યધિરાન: શ્રીપીર પાવું શાત...... ૪૭૧ (3) द्वार सिद्धकरणाज्या निष्पादितः ॥ આ લેખ નંદીની નીચે આશરે ત્રણ ફૂટ લાંબી અને નવ ઇંચ પહોળી પટીમાં સુંદર પ્રતિમાવાળી દેવનાગરી લિપિમાં કોતરેલો છે. લેખની ભાષા સંસ્કૃત અને દેશ્ય ભાષાના મિશ્રણવાળી છે. આ લેખ ત્રણ લાઇનોમાં કોતરેલો હોઇ પહેલી લાઇન અખંડ છે, જ્યારે બીજી લાઇનના કેટલાક અક્ષરો તૂટી ગયા છે. છેલ્લી ત્રીજી લાઇન ટૂંકીજ લખાઇ હોવાનું માલૂમ પડે છે. એ લેખમાંથી ચાર વસ્તુઓ મુખ્યતઃ તરી આવે છે. (સ્ટોકહોમમાં ભરાયેલી આઠમી ઇન્ટર નેશનલ કૉંગ્રેસમાં વડોદરા રાજ્ય તરફથી ગયેલા સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવે ત્યાં રજૂ કરેલા નિબંધમાં આ લેખનો ઉલ્લેખ કર્યો હતો) (૧) આ નંદીની સ્થાપના સંવત ૧૪૯૫ના વૈશાખ સુદ ૧૧ ના દિવસે થઇ હતી. (૨) પાટણમાં પોરવાડ વાણિયા સામળના પુત્ર કર્મણે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. (૩) તે સમયે સુલતાન અહમ્મદશાહ રાજ્ય કરતો હતો. (૪) મહાદેવનું નામ ત્રિપુરેશ્વર હતું. તે સમયની પરિસ્થિતિ તપાસીશું તો, તે કાળે ગુજરાતનો બાદશાહ અહમદશાહ હતો. પાટણમાંથી ગુજરાતની રાજધાની બદલી અમદાવાદ લઇ જવામાં આવી હતી. અહમદશાહે ઇ.સ. ૧૪૧૧ થી ૧૪૪૧ સુધી એટલે સંવત ૧૪૬૭ થી ૧૪૯૭ સુધી રાજ્ય કર્યું હોવાનું ફીરસ્તા અને બીજા ઐતિહાસિક ગ્રંથો જણાવે છે. પ્રાચીન પાટણનો વિનાશ થયા બાદ, હાલના નવીન પાટણની પુનર્રચનાને થયે ફક્ત પાંત્રીસચાલીસ વર્ષોજ થયાં હતાં. મુસ્લિમોના ઝનૂની આક્રમણોથી નષ્ટ થયેલ હિંદુ દેવ મંદિરોને વ્યવસ્થિત કરવાનું, ખંડિત પ્રતિમાઓને પુનઃસ્થાપન કરવાનું કાર્ય ચાલુજ હતું. આ મંદિરમાં પણ તેના નંદીનો કોઇ કારણસર ભંગ થયો હશે જેથી નવીન વૃષભ બેસાડવાની જરૂરત જણાતાં પાટણના કોઇ શિવભક્ત પોરવાડ વૈશ્યુ તેની સ્થાપના કરી હતી એમ શિલાલેખ કહે છે. એટલુંજ નહિ પણ પોરવાડ વૈશ્યો શૈવધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ રાખતા હતા એમ સૂચવે છે. મંદિરનો નવીન પોઠિયો આટલી ઉંચાઇ ઉપર બેસાડેલો શ્વેતાં, તેમજ ભોંયરામાં બિરાજતા મહાદેવજીની જલાધારીવાળું જમીનતલ વિચારતાં, આ શિવલિંગ નવીન નંદીની સ્થાપનાથી પણ ત્રણસોચારસો વર્ષો પૂર્વેનું હોય તેવું અનુમાન અસંગત તો નહિજ ગણાય. હાલનો સાલવીવાડો પ્રાચીન પાટણનો એક વિભાગ હતો એમ ગ્રંથપ્રશસ્તિઓ ઉપરથી જણાયું છે. પ્રાચીન પાટણનો વિનાશ થતાં, નવીન પાટણના નિર્માણકાળે સાલવીવાડો શહેરના વાયવ્ય ખૂણામાં આજે આવી ગયો છે. પરંતુ ભૂતકાળના પાટણમાં તે શહેરની પૂર્વદિશામાં સારા સ્થાન ઉપર હશે તેમાં શક નહિ. આમ ઐતિહાસિક પુરાવાના આધારે આ મહાદેવનું સ્થાન અગિયારમા બારમા સૈકા જેટલું પ્રાચીન હોવાનું અનુમાન છે. અને આગળ કરેલા તર્ક પ્રમાણે મૂળરાજનો ત્રિપુરુષપ્રાસાદ આજ સ્થાન ઉપર કદાચ હોય એવી ધારણા રહે છે. પાટણના ત્રિપુરેશ્વર, સિદ્ધેશ્વર, ગુપ્તેશ્વર, અને મલ્લેશ્વર એ ચાર શિવલિંગો શંકરાચાર્ય સ્થાપિત મનાય છે. આ પૈકી Page #495 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૭૨ પહેલાં ત્રણ શિવાલયોનાં શિવલિંગો હાલના જમીને તળથી દસ-બાર ફૂટ ઉંડાણમાં છે. પ્રાચીન પાટણનું જમીન તલ હાલની જમીનથી દસ-બાર ફૂટ નીચું હતું, એમ ત્રણ દરવાજા ઉપર બાંધવામાં આવેલ નવીન ટાવરના બાંધકામ અંગે કરેલ ખોદકામ ઉપરથી માલૂમ પડયું છે. આથી એટલું તો ફલિત થાય છે કે પાટણનાં આ ચાર શિવાલયો પ્રાચીન પાટણમાં પણ વિદ્યમાન હતાં, અને તેના ભવ્ય પ્રાસાદોઆ નગરની શોભામાં અનેરૂં સૌંદર્ય અર્પીદર્શન, પૂજન, વ.થી સમસ્ત પ્રજનું કલ્યાણ સાધતા હતા. કાળના વહનમાં તે શિવમંદિરોનું જમીન તલ નીચું ને નીચું જતાં, તેમજ મંદિરોનું જીર્ણ વિશીર્ણ થઈ જવાના કારણે કેટલીયે વખત આ મંદિરોની પુનરચના થઈ તે બધાં હાલના સ્વરૂપને પામ્યાં હોવાનું જણાય છે. આજે જણાતાં મંદિરો શ્રીમંત ગાયકવાડ સરકારના રાજ્યકાળ દરમ્યાન બંધાયાં હોઇ સરકાર તરફથી તે બધાંને વર્ષાસન પણ મળે છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४७३ a | શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુજી, પાટણ Page #497 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४७४ શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુ ઈતિહાસ દર્શન પ્રા. ભાદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણના શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય અને ઐતિહાસિક જિનાલયમાં મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથના શ્વેત વર્ણના પદ્માસનસ્થ પ્રતિમાજી નયનમનોહર છે. દર્શકનાં નયનો પર કામણ કરતાં આ અલૌકિક પ્રતિમાજી એક કલાત્મક પરિકરમાં સાત મનોહર ફણાથી અલંકૃત છે. આ પ્રાચીન અને ઐતિહાસિક પ્રતિમાજીની ઊંચાઈ ૪૫ ઈંચ અને પહોળાઈ ૩૭ ઈંચ છે. અતીતના ઊંડાણમાં એક ડૂબકી : સૈકાઓથી ઊભેલું શ્રી પંચાસરા પાર્શ્વનાથનું આ જિનાલય વીર વનરાજના તેના ઉપકારી ગુરૂદેવ પ્રત્યેના કૃતજ્ઞભાવનું યશોગાન રેલાવી રહ્યું છે. આ મંદિરના ઉદ્ભવમાં વનરાજની કૃતજ્ઞતા વણાયેલી છે. નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વનરાજને શૈશવમાં શૌર્ય અને સંસ્કારનાં પીયૂષપાન કરાવીને વીર બનાવ્યો હતો. બાલ્ય કાળમાં વનરાજને આશ્રય આપનારા આચાર્ય ભગવંતે તેનું પાલન અને ઘડતર કર્યું હતું. ચાવડા વંશનો આ બાહોશ અને શૂરવીર રાજપૂત્ર ક્રમે કરીને રાજવી બન્યો. વલ્લભીપુર અને ભિન્નમાલના પતન પછી તેનો સંસ્કાર વારસો સાચવી શકે એવી તીર્થ ભૂમિની શોધ કરનારા ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજની દષ્ટિ અણહિલ ભરવાડે સૂચવેલા “લાખારામ” ગામની ધરતી ઉપર પડી. સરસ્વતીનાં નિર્મળ નીરથી પાવન બનેલી એ ધરા ઉપર વિ.સં. ૮૦૨માં વૈશાખ સુદ-5ને સોમવારે જૈન મંત્રોચ્ચાર પૂર્વક પાટણ નગરની સ્થાપના થઈ. ઉત્કર્ષના દ્વારે આવીને ઊભેલા કૃતજ્ઞચૂડામણિ વનરાજને પોતાના ઉત્કર્ષના મૂળમાં બેઠેલા જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિના ઉપકારોની સ્મૃતિ થઈ. પૂજ્યપાદશ્રીના ચરણોમાં તેણે રાજ્યની સમૃદ્ધિ ધરી દીધી. દુનિયાની તુચ્છ સમૃદ્ધિ છોડીને આત્માના વૈભવને પામવા સાધુ બનેલા આ સૂરિ પુંગવા નિઃસ્પૃહ શિરોમણિ હતા. કૃતજ્ઞતા અને નિઃસ્પૃહતાનો એક મીઠો કલહ ઉપસ્થિત થયો. આ કલહનાં સમાધાન સ્વરૂપ એક ભવ્ય જિનાલયનું નિર્માણ પાટણની સ્થાપના બાદ થોડા જ સમયમાં થયું. આ ભવ્ય જિનાલયમાં ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથના મનોહર જિનબિંબને પંચાસરથી લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. પંચાસર વનરાજના પિતા જયશિખરીની રાજ્યભૂમિ હતી. તેથી, ત્યાંથી લાવેલા આ પાર્શ્વનાથ “શ્રી પંચાસરા પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિ પામ્યા. આ ચૈત્યમાં વનરાજે પોતાની આરાધક મૂર્તિ પણ સ્થાપિત કરી. નવમી સદીના પ્રારંભમાં નિર્મિત થયેલું આ જિનાલય ગુજરાતના પ્રાચીનતમ જિનાલયોમાંનું એક છે. આ જિનપ્રાસાદનું નિર્માણ થતાં પાટણમાં મંદિર-નિર્માણની પ્રવૃત્તિના શ્રીગણેશ મંડાયા. વનરાજના મંત્રી નિન્વયે પાટણમાં ઋષભદેવ પ્રાસાદ બંધાવ્યો. વનરાજ, મૂળરાજ, Page #498 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સંસ્કારપ્રિય રાજવીઓએ, વિમલ, ધવલ, આનંદ, પૃથ્વીપાલ, જાંબ, મુંજાલ, સાં, સજ્જન, આદિ ધર્મપ્રેમી મંત્રીઓએ અને અનેક ઉદાર શ્રેષ્ઠીઓએ પાટણની ભૂમિને જિનાલયોથી વિભૂષિત કરી દીધી, પાટણની સ્થાપનાથી માંડીને ચૌદમી સદીના પ્રારંભ સુધીમાં તો સેંકડો જિનાલયોથી પાટણ શોભી ઊઠવું. ૪૭૫ વનરાજે બંધાવેલું શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિન ચૈત્ય ‘વનરાજ વિહાર'' ના નામથી પ્રચલિત બન્યું. તેરમી સદીમાં આસાક મંત્રીએ આ ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. આ ઉદ્ધાર કાર્યની સ્મૃતિમાં તેના પુત્ર અરિસિંહે સં.૧૩૦૧માં પોતાના પિતાની મૂર્તિ આ ચૈત્યમાં સ્થાપિત કરી. તેરમા સૈકાના પ્રારંભમાં રચાયેલા હરિભદ્રસૂરિષ્કૃત ‘ચંદ્રપ્રભચરિત’ની પ્રશસ્તિના ઉલ્લેખ અનુસાર જયસિંહ દેવ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતા-પિતાના શ્રેયાર્થે શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિન ચૈત્યમાં મંડપની રચના કરાવી હતી. જૈન મંત્રી વસ્તુપાલે પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથના આ જિનપ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો હતો. શ્રી ઉદયપ્રભસૂરિ કૃત ‘‘ધર્માભ્યુદય’” મહાકાવ્યની પ્રશસ્તિ અનુસાર નાગેન્દ્ર ગચ્છના શ્રી વિજયસેનસૂરિ આ ‘વનરાજ વિહાર’” તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતા. સંપત્તિ અને સમૃદ્ધિથી છલકાતા પાટણ નગરનું કર્ણ વાઘેલાના રાજ્યકાલમાં સંવત ૧૩૫૩ થી સં. ૧૩૫૬ના ગાળામાં અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાફૂરના હસ્તે પતન થયું. અનેક જિનાલયો અને મહાલયો ધરાશાયી બન્યાં. ગુલામીની જંજીરોમાં ગુજરાત જકડાઈ ગયું. પતન પામેલું પાટણ એકાદ-બે દશકામાં જ ફરી બેઠું થયું. અલાઉદ્દીનના આક્રમણનો ભોગ બનેલું પાટણ તેના જ સીમા પ્રદેશમાં ફરીથી વસ્તું અને, અનુક્રમે પુનઃ એક સમૃદ્ધ નગર બનીને પોતાની પૂર્વ ખ્યાતિને તાજી રાખવા સમર્થ બન્યું. ‘વનરાજ વિહાર’’જિનપ્રાસાદ જૂના પાટણમાં હતો. ત્યાંથી એ પ્રતિમાઓ નવા પાટણમાં ક્યારે અને કેવી રીતે લાવવામાં આવી હશે. એ વિષે, કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. છેલ્લા જીર્ણોદ્ધાર પૂર્વેના મંદિરનું સ્થાપત્ય સોળમા સૈકાનું જણાતું હતું. સં. ૧૬૧૩માં શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં નવ જિનબિંબો વિદ્યમાન હતા. અને, એક જ પટાંગણમાં પાંચ જિનાલયો હતાં. તેમાં ૮૩ પ્રતિમાઓથી યુક્ત એક શ્રી આદિનાથ પ્રભુનું પણ જિનાલય હતું. આ જિનાલય આજે વિદ્યમાન નથી. સત્તરમાં સૈકાના મધ્યભાગમાં પણ આ એક જ પટાંગણમાં પાંચ જિનાલયો હતાં અને શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં કુલ આઠ જિનબિંબો બિરાજમાન હતાં. ત્યારબાદ, આજ પટાંગણમાં એક ગુરૂમંદિરનું નિર્માણ થયું. આ ગુરૂ મંદિર ‘‘હીરવિહાર’’ તરીકે ઓળખાતું હતું. સં.૧૬૬૨માં શ્રી હીરવિજયસૂરિની અને સં. ૧૬૬૪માં શ્રી વિજયસેનસૂરિ તથા શ્રી વિજયદેવસૂરિની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. છેલ્લા જીર્ણોદ્ધત જિનાલયનું ખાત મુહૂર્ત સં. ૧૯૯૮ના ફાગણ વદ-૫ના શુભદિને કરવામાં Page #499 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૭૬ આવ્યું હતું અને સં. ૨૦૧૧ના મહાસુદ-૬ના દિને પરમાત્મા-બિંબોનો જિનાલયમાં પ્રવેશ થયો. સં. ૨૦૧૧ના જેઠ સુદ-૫ના દિને પૂ. આચાર્ય દેવ શ્રી સમુદ્રસૂરિશ્વરજી તથા પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિની નિશ્રામાં આ નૂતન જીર્ણોદ્ધત જિનાલયની ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. મુખ્ય મંદિરને ફરતી એકાવન દેવકુલિકાઓ છે. આ દેવકુલિકાઓનું ખાત મુહૂર્ત સં. ૨૦૧૩ના માગસર સુદ-૪ના દિને થયું હતું. આ દેવકુલિકાઓમાં સં. ૨૦૧૬ના જેઠ સુદ-૬ના શુભ દિને જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ભવ્ય જિનાલયના પ્રવેશદ્વાર પાસેના ગોખલાઓમાં દક્ષિણ દિશાના પહેલા ગોખલામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ઉત્તર ગોખમાં આસાક મંત્રીની પ્રાચીન મૂર્તિ છે. બીજા ગોખમાં પાર્શ્વયક્ષની મૂર્તિ છે અને તેની સામેના ગોખમાં પદ્માવતીની મૂર્તિ છે. ત્રીજા ગોખમાં શ્રી શીલગુણસૂરિની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ગોખમાં વનરાજની પ્રાચીન મૂર્તિ છે. દેરીઓની શરૂઆતમાં મુખ આગળના બે ગોખમાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ છે. દેરીઓની અંતે મુખ આગળના બે ગોખમાં બે ક્ષેત્રપાલની પ્રાચીન મૂર્તિઓ છે. મંદિરની બાજુમાં નવા બંધાયેલા ગુરૂમંદિરમાં શીલગુણસૂરિ, તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી હીરવિજયસૂરિ, શ્રી સેનસૂરિશ્વરજી, શ્રી દેવસૂરિશ્વજી, શ્રી કાન્તિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાયેલી છે. આ ઉપરાંત આ જ મંદિરના પટાંગણમાં શ્રી પાર્શ્વનાથનું ચૌમુખ જિનાલય તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી ધર્મનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી નવખંડા પાર્શ્વનાથ આદિ જિનાલયો દર્શનીય છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલયના ગર્ભગૃહના મુખ્ય દ્વારની શાખાઓ, અને ઉતરંગોમાં સોળ વિદ્યાદેવીઓના સ્વરૂપો કોતરેલાં છે. તેમજ આરસના દ્વારોમાં જૈન પ્રતિહારોનાં’સ્વરૂપો દિશા અનુસાર કોતરવામાં આવ્યા છે. દ્દારોનાં બારણાં રત્નજડિત અને કલાત્મક છે. ‘‘મંડોવર’’ના નામથી ઓળખાતી મુખ્ય મંદિરને ફરતી દીવાલોના પ્રત્યેક થરો શિલ્પ કલાના ભરપુર નકશીકામવાળાં છે. તેમાં તીર્થંકર ભગવંતોના કલ્યાણક આદિ જીવન પ્રસંગોનાં દશ્યો તથા દેવાંગનાઓ, દિક્પાલો, ગંધર્વો, કિન્નરો, યક્ષો, આદિનાં મનોરમ્ય સ્વરૂપો કંડારેલાં છે. આ મનોહર જિનપ્રાસાદ જમીનની સપાટીથી ૭૫ ફૂટ ઊંચો છે. બેનમૂન ભવ્ય દેવકુલિકાઓથી પરિવૃત્ત થયેલો આ જિનપ્રાસાદ દેવિમાન સદશ શોભી રહ્યો છે. પ્રાચીનતાના પુરાવા : તેરમી સદીના પ્રારંભમાં રચાયેલા શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ‘‘ચંદ્રપ્રભચરિત’’ની પ્રશસ્તિમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલયમાં પૃથ્વીપાલ મંત્રીએ મંડપ કરાવ્યાનો ઉલ્લેખ છે. તેરમી સદીના ઉત્તરાર્ધમાં કવિ અરિસિંહે “સુકૃત સંકીર્તન'' નામના કાવ્યમાં વસ્તુપાલના Page #500 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४७७ સુકૃતોનું વર્ણન કરેલું છે. તે કાવ્યના પ્રથમ સર્ગના દશમા શ્લોકમાં વનરાજે નિર્માણ કરાવેલા શ્રી પંચાસરા પાર્શ્વનાથના ઉત્તુંગ જિનપ્રાસાદની પર્વત સાથે તુલના કરી છે. આ જ કાવ્યને છેલ્લા સર્ગના એક ઉલ્લેખ મુજબ વસ્તુપાલે આ જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવીને વનરાજની વૃદ્ધ થયેલી કીર્તિને હસ્તાવલંબન આપ્યું હતું. સં. ૧૨૭૭માં વસ્તુપાલે કરેલી શત્રુંજયની સંઘયાત્રા પ્રસંગે શ્રી ઉદયપ્રભસૂરિએ રચેલા સુકૃત કીર્તિકલ્લોલિની' કાવ્યના ૧૪મા શ્લોકમાં આ ઉત્તુંગ જિન ચૈત્યની મનોહરતાનું મનોરમ્ય આલેખન છે. - આ જ કવિએ તે જ અરસામાં રચેલા “ધર્માલ્યુદય” મહાકાવ્યમાં પણ આ તીર્થનો ઉલ્લેખ કરેલો છે. આ જિનપ્રાસાદનો વસ્તુપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને નાગેન્દ્રગથ્વીય આચાર્યશ્રી વિજયસેનસૂરિ આ તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતાં, તે બે જાણકારી આ મહાકાવ્યમાંથી પ્રાપ્ત થાય છે. આ મંદિરમાંની આશાક મંત્રીની મૂર્તિ નીચે પ્રાપ્ત થતા શિલાલેખ અનુસાર સં. ૧૩૦૧માં આસાક મંત્રીના પુત્ર અરિસિંહે પોતાના પિતાએ આ જિનાલયનો ઉદ્ધાર કર્યાની સ્મૃતિમાં આ મૂર્તિની આ ચૈત્યમાં સ્થાપના કરી હતી. સં. ૧૩૩૪માં રચાયેલા પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવક ચરિત”ના “અભયદેવસૂરિ ચરિત”માં આ તીર્થની ઉત્પત્તિનું સંક્ષિપ્ત બયાન છે. સં. ૧૩૬૧માં મેરૂતુંગાચાર્યે રચેલા “પ્રબન્ધ ચિંતામણિ”નામના ગ્રંથમાં વનરાજે પોતાના ઉપકારી શ્રી શીલગુણસૂરિ પ્રત્યેની કૃતજ્ઞબુદ્ધિથી આ ચૈત્યનું નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. પંદરમી સદીમાં અચલ ગચ્છીય આચાર્ય જયશેખર સૂરિએ રચેલા “પંચાસરા વિનંતી” સ્તવનમાં, વાચનાચાર્ય કીર્તિરૂએ રચેલી “શાશ્વત તીર્થમાલા''માં અને મેઘ કવિએ રચેલા “તીર્થમાલા” સ્તવનમાં શ્રી પંચાસરા પાર્થપ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. સં. ૧૫૭૬માં રચાયેલી સિદ્ધિસૂરિ કૃત “પાટણ ચૈત્ય પરિપાટી”માં પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે. સં. ૧૬૧૩માં રચાયેલી સિંધરાજ કૃત “પાટણ ચૈત્યપરિપાટી”માં એક જ પટાંગણમાં આવેલાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ તત્કાલીન પાંચ જિનાલયોનો ઉલ્લેખ છે. સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિએ રચેલી “પાટણ ચૈત્ય પરિપાટીમાં પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ જિનપ્રાસાદોનો ઉલ્લેખ છે. સં. ૧૬૫રના આસો સુદ-૧૫ને બુધવારે પુંજાઋષિએ “આરામશોભાચરિત”ની પ્રશસ્તિમાં પ્રારંભે પાટણના દેવ-ગુરૂ ભક્ત શ્રાવકોના ગુણગાન કરીને શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ પાટણના તીર્થોની સ્તુતિ કરી છે. સં. ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે ગૂંથેલી “૩૬૫ પાર્શ્વજિન નામમાલા'માં તેમણે શ્રી Page #501 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૭૮ , પંચાસરા પાર્થપ્રભુનું પણ નામ ગૂંચ્યું છે. સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે ગાયેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં પણ આ પાર્થ પ્રભુનો નામોલ્લેખ છે. સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે પણ ૧૦૮ નામ ગર્ભિત” “શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન'માં આ પ્રભુના નામનો નિર્દેશ કરેલો છે. સં. ૧૬૮૫ના આસો માસમાં કવિ ઋષભદાસે રચેલા “હીરવિજયસૂરિ રાસ”માં શ્રી હીરવિજયસૂરિએ આ પાર્થપ્રભુને જુહાની નોંધ કરી છે. સં. ૧૬૮૯ના પોષ વદ-૧૦ને દિવસે શ્રી ગુણવિજયના શિષ્ય રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં શ્રી પંચાસરા પાર્શ્વનાથનો પણ નામ નિર્દેશ કરેલો છે. સત્તરમી સદીમાં જ રચાયેલા રત્નકુશલ કૃત “પાર્શ્વનાથ સંખ્યા સ્તવનમાં પણ શ્રી ' પંચાસરા પાર્શ્વનાથનો નામોલ્લેખ જોવા મળે છે. - સં. ૧૭૨૧માં મેઘવિજય ઉપાધ્યાયે રચેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલામાં પણ આ તીર્થનો ના નિર્દેશ થયેલો છે. સં. ૧૭૨૯માં રચાયેલી હર્ષવિજય કૃત “પાટણ ચૈત્ય પરિપાટી”માં શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ જિનપ્રાસાદો ઉપરાંત “હીરવિહારનો” પણ ઉલ્લેખ છે. . - સં. ૧૭૪૬માં કવિ શીલવિજયે રચેલી “તીર્થમાલા”માં પણ પાટણના પંચાસરા તીર્થનો ઉલ્લેખ છે. કવિ ઉદયરત્ન સં. ૧૭૫૫માં રચેલા “અષ્ટ પ્રકારી પૂજા રાસ”માં અને સં. ૧૭૬૧માં રચેલા “મુનિપતિ રાસ”ની પ્રશસ્તિમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. ' ૧૮મી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં અને કવિ સુખસાગરે રચેલા “વૃદ્ધિ વિજય ગણિરાસ”ની પ્રશસ્તિમાં આ પાર્થપ્રભુના નામ નિર્દેશ - સં. ૧૭૯૧માં કવિ જિનવિજયે શ્રી પંચાસરા પાર્શ્વનાથનું એક મનોહર સંસ્કૃત સ્તોત્ર રચ્યું છે. આ સ્તોત્રમાં આ પરમાત્માના બિંબ અને માહાભ્યનું મોહક વર્ણન કરેલું છે. સં. ૧૮૮૧ ફાગણ વદ-૨ના દિને પં. ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્થપ્રભુનાં ૧૦૮ નામના છંદ”માં પણ આ પાર્થપ્રભુના નામનો સમાવેશ કરાયેલો છે. આ સં. ૧૮૬૬માં મુનિ દેવહ રચેલા “પાટણની ગઝલ”નામના એક વર્ણન કાવ્યમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. સં. ૧૯૫૯માં પં. હીરાલાલે રચેલી “પત્તન જિનાલય સ્તુતિ'માં એક જ પટાંગણમાં વિદ્યમાન પંચાસરા આદિ જિનાલયનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४७९ પ્રભુનાં ધામ અનેક : - શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું આ પ્રાચીન અને ઐતિહાસિક તીર્થ પાટણનગરમાં હેમચંદ્રાચાર્ય રોડ પર આવેલું છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથની એક પ્રતિમા શાન્તાક્રુઝ (મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના ગોખલામાં બિરાજે છે અને જીરાવાલાતીર્થના જીરાવાલા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની ભમતીની એક બીજી દેરીમાં તથા શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની ચોત્રીસમી દેરીમાં પણ શ્રી પંચાસર પાર્થપ્રભુ બિરાજે છે. પ્રભુનાં ધામની પિછાણ - એકાવન મનોહર દેવકુલિકાઓથી પરિવરેલો શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનો ઉત્તુંગ અને ભવ્ય જિનપ્રાસાદ મહેસાણા જિલ્લાના પ્રાચીન નગર અણહિલપુર પાટણમાં વિદ્યમાન છે. બીજા પણ અનેકાનેક તીર્થસદશ જિનાલયોથી મંડિત આ પાટણ પ્રાચીન તીર્થભૂમિ છે. અહીંના જ્ઞાન ભંડારો એ જૈન સંસ્કૃતિનો અમર વારસો છે. ધર્મશાળાઓ, ઉપાયો, ભોજનશાળાઓ, આયંબિલ ભુવન, જ્ઞાન ભંડારી, પાઠશાળાઓ, વિદ્યામંદિરો, છાત્રાલયો આદિથી શોભતું આ નગર વર્તમાનમાં પણ જૈન ધર્મની અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામેલું છે. સરનામું શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર ટ્રસ્ટ હેમચંદ્રાચાર્ય ડ, પીંપળાની શેરી, જિલ્લો પાટણ, પાટણ - ૩૮૪ ૨૬૫ (“શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન'માંથી સાભાર) Page #503 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા | ૪૮૦ પાટણમાં ખેતરપાળના પાSામાં દેરાસરમાં બિરાજમાન પદ્માવતી દેવીની પ્રતિમાજી Page #504 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૮૧ ઉત્તર તા . પોષી વિનાના sevdw ક વાપી નદીને માં કથાનો પશ્ચિમ અની પી પાડી દક્ષિણા પાટણનાં જિનાલયો દર્શાવતો મહોલ્લાઓનો નકશો Page #505 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૮૫ પાટણના જૈન દેરાસરની યાદી (સં. ૨૦૬૪) પ્રા. મધુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય શ્રી મુળનાયકજી મહોલ્લો ૧. પંચાસરા '' "" ,' ' ,, '' ,, ,, .. '' 19 "" "" "" "" '' "" '' ૨. અષ્ટાપદની ધર્મશાળા મુખ્ય દાસરજી ૧ ૧ ૧ ૧ ૧ અન્ય રાસરો ૪ ર ૧ ગુરુમંદિર ૧. શ્રી પંચાસરા પાર્શ્વનાથ ૨. એકાવન દેરીઓ ૩. શ્રી ગોડી પાર્શ્વનાથ ૪. શ્રી શીલગુણસૂરિ ૫. શ્રી હેમચંદ્રાચાર્ય ૪૮૨ ૬. વનરાજ તથા આશાક ૧. શ્રી પાર્શ્વનાથ તથા શ્રી ચૌમુખજી ૧. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ૨. શ્રીશાંતિનાથજી ૧. શ્રી મહાવીર સ્વામી ૨.શ્રીધર્મનાથજી ૩. શ્રી સુપાર્શ્વનાથજી ૧. શ્રી નવખંડા પાર્શ્વનાથજી ૧. શ્રી હીરસૂરિ (હીરવિહાર) શ્રી શીલગુણસૂરિના શિષ્ય દેવચંદ્રજી વિ. આચાર્યો આ. વલ્લભસૂરિજી, પ્ર. શ્રી કાન્તિવિજયજી, શ્રી હંસવિજયજી મ. બે સ્ફટિકની પ્રતિમા એક શ્રાવક શ્રાવિકાની મૂર્તિ ૧. શ્રીચંદ્રપ્રભુજી ૨. શ્રી અષ્ટાપદજી ૩. શ્રી પાંચમેરૂ ૪. શ્રી આદીશ્વરજી Page #506 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા મહોલ્લો અષ્ટાપદની ધર્મશાળા "" '' 99 "" ૩. કોટાવાળાની ધર્મશાળા ૪. કોકાનો પાડો "" ૫. ખેતરપાળનો પાડો 99 ૬. પડીગુંદીનો પાડો ૭. ઢંઢેરવાડો ,, "" ૮. મારફતીયા મહેતાનો પાડો "" 19 ૯. વખારનો પાડો 11 "" ૧૦. ગોદડનો પાડો "" ૧૧. મહાલક્ષ્મીનો પાડો સાલવીવાડો ૧૨. ગોલવાડની શેરી મુખ્ય રાસરજી ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ અન્ય દેરાસરો ૧ ૧ ૩ * ૩ ૧ શ્રી મુળનાયકજી ૫. શ્રી ચંદ્રપ્રભુ ૬. શ્રી આદેશ્વરજી ૭. શ્રી સુપાર્શ્વનાથજી (ભોંયરામાં) ૮. આચાર્યો વિ.ની મૂર્તિઓ દાદાજી વિ. ના સ્તૂપો. (નીચે ચોકમાં) અંબિકા માતાની પ્રતિમા ૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથજી ૧. શ્રી કોકાપાર્શ્વનાથજી ૨. શ્રી અભિનંદન સ્વામી ૧. શ્રી શીતલનાથજી ૨. શ્રી પદ્માવતી દેવી ૧. શ્રી શીતલનાથજી ૧. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ૨. શ્રી મહાવીર સ્વામી ૩. શ્રી શામળાજી ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી ૨. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ બે સ્ફટિકની પ્રતિમા છે. ૧. શ્રી શાંતિનાથજી ૨. શ્રી ચંદ્રપ્રભુજી એક મુનિરાજની મૂર્તિ ૧. શ્રી આદિનાથ ૨. શ્રી નેમિનાથજી ૩. શ્રી ચંદ્રપ્રભુજી ૪. શ્રી ચૌમુખજી ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી ૨. શ્રી આદીશ્વર ૩. શ્રી મહાવીર સ્વામી ૧. શ્રી ચંપા પાર્શ્વનાથ ૪૮૩ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ યુગે યુગે પાટણની પ્રભુતા મહોલ્લો કેસરજી, કે શ્રી મુળનાયકજી અને સાસરો ૧ ૧૩. નારણજીનો પાડો ૧૪.ધાંધલ ૧૫. કલારવાડો ૧૬. ત્રિશેરીયું ૧ ૧.શ્રીગોડી પાર્શ્વનાથ ૧. શ્રી ઋષભદેવજી ૧. શ્રી સંભવનાથજી ૧. શ્રી શાંતિનાથજી ૧. શ્રી નેમિનાથજી ૨. શ્રી પાર્શ્વનાથજી ૩. શ્રીમલ્લિનાથજી ૧.શ્રી શાંતિનાથજી ૧.શ્રી આદીશ્વર ભગવાન ૧ ૧૭. જૈન છાત્રાલય (શ્રી જેસંગભાઈ શેઠનીવાડી) ૧૮.કટકીયાવાડો ૧૯. ધીયાનોપાડો ૧ ૨૦. વાગોળનો પાડો ૨૧. પંચોટીનો પાડો ૨૨. વસાવાડો ૨૩. આદુવસીનો પાડો શાંતિનાથની પોળ ૧.શ્રી આદીશ્વરજી ૧. શ્રી શાંતિનાથજી ૧.શ્રી કંબોઈ પાર્શ્વનાથજી ૧.શ્રી આદીશ્વરજી ૧.શીષભદેવજી ૧. શ્રી શાંતિનાથજી ૧. શ્રી આદીશ્વર ભગવાન એકસ્ફટિકની અને એક પરવાળાની પ્રતિમા ૧. શ્રી શાંતિનાથજી બેસ્ફટિકની પ્રતિમા, ચકેશ્વરીદેવીની સું મૂર્તિ ૧. શ્રી શામળા પાર્શ્વનાથજી (ભોંયરામાં) ૨.શ્રઅિજીતનાથજી ૩. શ્રી ઋષભદેવજી૪.શ્રીષભદેવજી (શા.નથમલ આનંદજીનુંરાસર) ૧. શ્રી શાંતિનાથજી ૧. શ્રીમહાદેવ પાર્શ્વનાથજી ૧. શ્રી વિમળનાથજી(સંઘવીનાલાસરમાં) ૨૪.ખેતરવસી Page #508 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૮૫ મહોલ્લો મુખ્ય અન્ય - શ્રી મુળનાયકજી લાસરજી રાસરો ૨૫. બ્રાહ્મણનો વાડો (સિદ્ધચકની પોળ) ૨૬. કનાસાનો પાડો ૧ ૨૭. લીંમડીનો પારો ૨૮. ભાભાનો પાડો ૨૯. ખજુરીનો પાડો ૩૦. વાસુપૂજ્યની ખડકી ૩૧. સંઘવીનો પાડો : ૧. ૧. શ્રી શાંતિનાથજી સાતતોરણવાળું દેરાસર ૧. શ્રી શાંતિનાથજી ૧. શ્રી શીતલનાથજી ૧. શ્રી શાંતિનાથજી ૧. શ્રી પાર્શ્વનાથજી (બાબુ પનાલાલનું) ૪ સ્ફટિકની પ્રતિમા છે. ધાતુનું મોટુ સમવસરણ છે. કલાત્મક કષ્ટપટ છે. ૧.શ્રી શાંતિનાથજી, એકસ્ફટિક પ્રતિમા છે. ૧. શ્રી ભાભા પાર્શ્વનાથજી ૧. શ્રી મનમોહન પાર્શ્વનાથજી ૧. શ્રી વાસુપૂજ્ય સ્વામીજી ૧. શ્રી વિમલનાથજી ૧. શ્રી મનમોહન પાર્શ્વનાથજી ૧. શ્રી શીતલનાથજી ૨. શ્રી ગોડી પાર્શ્વનાથજી ૧. શ્રી શીતલનાથજી ૧.શ્રી આદીશ્નરજી ૧.શ્રી અજીતનાથજી ૨.શ્રીધર્મનાથજી ૩. શ્રી શાંતિનાથજી ૧. શ્રી અજીતનાથજી ૧.શ્રી સુમતિનાથજી ૧. શ્રી સીમંધરસ્વામી ૧.શ્રી મુનિવ્રતસ્વામી ૨. શ્રી મનમોહન પાર્શ્વનાથજી ૧. શ્રી મલ્લિનાથજી ૩૨. કસુંબીયાવાડો ૧ ૩૩. અબજમહેતાનો પાડો ૩૪.બળીયા પાડો ૩૫. ચોખાવટીયાનો પાડો ૧ ૧ ૩૬. કેશુશેઠનો પાડો ૩૭. નિશાળનો પાડો ૩૮.લખીયાર વાડો ૩૯. મલાતનો પાડો Page #509 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૮૬ મહોલ્લો મુખ્ય અન્ય શ્રી મુળનાયકજી રાસર રાસરો રાસરજી. ૧ - ૪૦. જોગીવાડો (શામળાજી) ૪૧. ફોફળીયાવાડો ૪૨. સોનીવાડો ૪૩. મણીઆતી પાડો જ.ખમહેતાનો પાડો ૧. શ્રી શામળા પાર્શ્વનાથજી, ૧. શ્રી શાંતિનાથજી ૧.શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ૧. શ્રી મનમોહન પાર્શ્વનાથજી ૧.શ્રી સંભવનાથજી ૧.શ્રી મુનિસુવ્રત સ્વામી ૧.શ્રીનેમિનાથજી એકસ્ફટિકની પ્રતિમા ૧. શ્રી મહાવીર સ્વામી ૧. શ્રી શાંતિનાથજી ૧. શ્રી આદીશ્વરજી ૧.શ્રી મહાવીર સ્વામી ૧.શ્રી સહકુટજી (નગરશેઠના મંલિમાં) ૧.શ્રીટાંકલા પાર્શ્વનાથજી, ૨. શ્રી શાંતિનાથજી . ૧. શ્રી ઋષભદેવજી ૨. શ્રી ભટેવા પાર્શ્વનાથજી ઘુમ્મટમાંકાટનું કોતરકામ ૧. શ્રી મહાવીર સ્વામી ૨.શ્રી સુપાર્શ્વનાથજી ૧.શ્રી આદીશ્વર ભગવાન, ઘુમ્મટમાં નેમરાજુલની જાનનું દશ્ય ૧. શ્રી આદીશ્વર ભગવાન ૧. શ્રી શાંતિનાથજી ૧. શ્રી શાંતિનાથજી ૨. શ્રીગૌતમસ્વામી ૩. શ્રી ચંદ્રપ્રભુજી ૧.શ્રી સુપાર્શ્વનાથજી ૧. શ્રી શામળા પાર્શ્વનાથજી ૪૫. કુંભારીયા પાડો ૧ ૨ ૪૬. તંબોળી વાડો ૪૭. કપુર મહેતાનો પાડો ૪૮.ખેજડાનો પાડો ૪૯. તરભોડા પાડો ૫૦. ભેંસાતવાડો ૫૧. શાહવાડો Page #510 -------------------------------------------------------------------------- ________________ આ યુગે યુગે પાટણની પ્રભુતા ४८७ મહોલ્લો અન્ય શ્રી મુળનાયકજી મુખ્ય લાસરજી. સરો પર. શાહનો પાડો ૫૩.ઝવેરીવાડો (વડી પોસાળનો પાડો) ૫૪.ટાંગડીઆવાડો ૧. શ્રી સ્ફટિકની પ્રતિમા છે. ૧. શ્રી આદીશ્વરજી ૨. પાર્શ્વનાથજી, ત્રણ ગુરુમૂર્તિઓ ૧.શ્રીનારંગા પાર્શ્વનાથજી ૨.શ્રી વાસુપૂજ્ય સ્વામી ૩. શ્રી આદીશ્વરજી ૪. શ્રી પાર્શ્વનાથજી ૧. શ્રીવાડીપાર્શ્વનાથજી ૨.શ્રી આદીશ્વરજી ૧.શ્રી આદીશ્વરજી ૨.શ્રી પદ્મપ્રભુ ૧. શ્રી ગણધર પગલાં ૨. શ્રી સિદ્ધાચલજી ૩. શ્રી સહસટ ૪. શ્રી ગિરનારજી૫. શ્રી સહસફણાજી ૬. શ્રી ચૌમુખજી૭. શ્રી શાંતિનાથજી ૮.શ્રીમેરૂશિખરજી ૧. શ્રી શાંતિનાથજી ૨.શ્રી બાવની ૧.શ્રી ઋષભદેવજી ૧.શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટાંગડીઆવાડો ૫૫. ખડાખોટડીનો પારો ૧ ૧.શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ • ૧. શ્રી સુવિધિનાથ પાર્શ્વનાથ ૫૬, ભારતી સોસાયટી (બગવાડારિવાજા બહાર ૫૭. આશીષ સોસાયટી (રાજમહેલ રોડ) ૫૮.ભદ્રંકર સોસાયટી (કાળકા રોડ) ૫૯. કુમારપાળ સોસાયટી ૧ (ચાણસ્મારોડ) ૬૦. સુવિધીનાથ સોસાયટી સામે ૧ (કાળકારોડ) - ૧. શ્રી આદિશ્વરજી ૧. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Page #511 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४८८ પાટણશહેરમાં બીરાજતાદેવી-દેવતાઓ. (કોઢની અંદર). સંકલનઃ સુંદરલાલ જીવરામ ઘીવાળા અને મંદિરનું નામ સ્થળ ૧ શ્રી કલ્યાણ મારૂતિ હનુમાનનું મંદિર ત્રણ દરવાજા પાસે, સીટી કચેરીની બાજુમાં ૨ શ્રી ગણપતિદાદાનું મંદિર ત્રણ દરવાજા પાસે, સીટી કચેરીની પાસે ૩ શ્રી શિરડી સાંઇબાબાનું મંદિર ગણપતિના મંદિરમાં ૪ શ્રી ગુણેશ્વર મહાદેવનું મંદિર મદારસા ૫ શ્રી મુમ્માબેનદેવીનું મંદિર રતનપોળ, બોરડી પાડો ૬ શ્રી ચામુંડા માતાનું મંદિર રતનપોળ, નાની ભાટિયાવાડ ૭ શ્રી મરિ માતાનું મંદિર કનસડા દરવાજા પાસે, બામચાવાડ ૮ શ્રી અંબાજી માતાનું મંદિર સાલવીવાડો, ઘીવાળાની શેરી ૯ શ્રી સ્વામીનારાયણનું મંદિર મદારસા પાસે, કટકિયાવાડાની બાજુમાં ૧૦ શ્રી સ્વામીનારાયણનું મંદિર (બહેનોનું) મદારસા પાસે, કટકિયાવાડાની સામે, ૧૧ શ્રી બહુચરાજી માતાનું મંદિર મદારસા, બહુચરાજી માતાનો મહોલ્લો ૧૨ શ્રી કાળેશ્વર મહાદેવનું મંદિર મદારસા, બહુચરાજી માતાનો મહોલ્લો ૧૩ શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર ગિરિધારીરોડ, ગિરિધારીનો પાડો ૧૪ શ્રી ગિરિધારીનું મંદિર ગિરિધારી રોડ, ગિરિધારીનો પાડો , ૧૫ શ્રી રામજી મંદિર (ધનુષધારીનું મંત્રિ) ગિરિધારી રોડ ૧૬ શ્રી બાલકૃષ્ણલાલજીનું મંદિર ગિરિધારી રોડ ૧૭ શ્રી મીરાબાઈનું મંદિર (ચકલી મંદિર) માજી મહારાજના મંદિર જવાના રોડ ઉપર ૧૮ શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર ત્રણ દરવાજા પાસે, મહાલક્ષ્મી પોળ ૧૯ શ્રી દ્વારિકાધીશ પ્રભુનું મંદિર દ્વારિકાધીશ મંદિર રોડ, સત્સંગ મંડળ સામે ૨૦ શ્રી નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર સરેયાવાડા સામે, બુલાખી પાડો ૨૧ શ્રી રામજી મંદિર સાલવીવાડો. રજીવાડ, માધવૈદ્યની ખડકી ૨૨ શ્રી રામજી મંદિર સાલવીવાડો, ત્રીશેરીઓના નાકા સામે, ૨૩ શ્રી લીંબચ માતાનું મંદિર સાલવીવાડો, લીંબચ માતાની પોળ ૨૩AJશ્રી મલ્લેશ્વર મહાદેવનું મંદિર સાળવીવાડો, લીંબચમાતાની પોળ ૨૪ શ્રી ગણેશ ભગવાનનું મંદિર કનસડા દરવાજા, બહેરામુંગાની શાળા - Page #512 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અ.નં મંદિરનું નામ ૨૫ | શ્રી ગણપતિનું મંદિર ૨૬ શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર ૨૭ શ્રી શીતળા માતાનું મંદિર (મહિષાસુરી માતાનું મંદિર) સાળવીવાડો, ક્લારવાડો ૨૮ |શ્રી ઉવાજી વીર દાદાનું મંદિર ૨૯ | શ્રી રૂગનાથજીનુમં મંદિર ૩૦ શ્રી નારણજીનું મંદિર ૩૧ ત્રિપલેશ્વર મહાદેવનું મંદિર (ત્રિપુરેશ્વર) ૩૨ |શ્રી જબરેશ્વરી માતાનું મંદિર ૩૩ શ્રી કેયડા કાકાનું મંદિર ૩૪ શ્રી ઘેલીઆ હનુમાનનું મંદિર ૩૫ શ્રી વેરાઇ માતાનું મંદિર ૩૬ શ્રી મંગલેશ્વર મહાદેવનું મંદિર સ્થળ સાળવીવાડો, તળશેરીયું, વચલી શેરી સાળવીવાડો, કલારવાડો ૪૨ |શ્રી બહુચરાજી માતાનું મંદિર ૪૩ શ્રી ગુરુ નાનક સાહેબનું મંદિર ૪૪ શ્રી રામજી મંદિર ૪૫ શ્રી મદનમોહનજીનું મંદિર ૪૬ રામજી મંદિર ૪૭ કૃષ્ણભગવાનનું મંદિર ૪૮ પંચાલેશ્વર મહાદેવનું મંદિર ૪૯ રામદેવ પીરનું મંદિર ૫૦ કરંડિયા વીરનું મંદિર ૫૧ ખેતરપાળ દાદાનું મંદિર પર પંચાસરાનું મંદિર ૫૩ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ૫૪ છત્રેશ્વર મહાદેવનું મંદિર ૫૫ રામજી મંદિર ૫૬ ગંગા માતાનું મંદિર સાળવીવાડો, કલારવાડો, પોળવાળી શેરી સાળવીવાડો, કલારવાડા પોળની શેરી સાળવીવાડો, નારણજીનો પાડો સાળવીવાડો, નારણજીનો પાડો સાળવીવાડો, જબરેશ્વરી ચોક ફાટીપાળ દરવાજા પાસે ૩૭ શ્રી હેમા માતાનું મંદિર ૩૮ |શ્રી શીતળા માતાનું મંદિર ૩૯ શ્રી મેલડી માતાનું મંદિર ૪૦ શ્રી બહુચરાજી માતાનું મંદિર બજાર રોડ, પીંપળનો શેર ૪૧ શ્રી અંબાજી માતાનું મંદિર (ગોરજી મહારાજનું મંદિર) ગોળશેરી, ઢંઢેરવાડાની બાજુમાં નાગરલીમડી, બન્નીવાડો નાગરલીમડી, વેરાઇ માતાનો પાડો નાગરલીમડી, મંગલેશ્વર મહાદેવનો મહોલ્લો ખોખરવાડો, હેમજા માતાનો મહોલ્લો ખોખરવાડો ખોખરવાડો પ્રજાપતિના ડેલામાં, અભ્યાસગૃહની બાજુમાં ગોળશેરી, લાવરીની ખડકીના નાકે ગોળશેરી, દરજીની વાડી ત્રણ દરવાજા, ઘીકાંટા, યુનિયન બેન્ક સામે ગોળશેરી, સોની બોર્ડીંગ ખોખરવાડો, નાનીસરા ખોખરવાડો, પંચાલની વાડી પીંપળાશેર, ઠાકોરવાસ પીંપળા ગેટ, પોલીસ ચોકી સામે, સગાળ કોટડી ગોળશેરી, ખેતરપાળનો પાડો પીંપળાનો શેર, પંચાસરા ગોળશેરી, કોકાનો પાડો બારોટના કસારવાડાનીસામે ૪૮૯ ત્રિકમ બારોટની વાવ સામે, દામાજીરાવ બાગ કોઠાકુઇ દરવાજા પાસે Page #513 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અ.નં મંદિરનું નામ T ૫૭ નીલકંઠ મહાદેવનું મંદિર ૫૮ અંબાજી માતાનું મંદિર ૫૯ શ્રી રામજી મંદિર ૬૦ નાગેશ્વર મહાદેવનું મંદિર ૬૧ શ્રી બહુચરાજી માતાનું મંદિર ૬૨ |શ્રી મુદ્રેશ્વર મહાદેવનું મંદિર ૬૩ શ્રી વિશ્વકર્માનું મંદિર ૬૪ શ્રી ગણપતિનું મંદિર ૬૫ શ્રી પાનશ્યામજી ભગવાનનું મંદિર ૬૬ શ્રી પીપળેશ્વર મહાદેવનું મંદિર ૬૭ શ્રી કાશી વિશ્વનાથનું મંદિર ૬૮ શ્રી કુશળેશ્વર મહાદેવનું મંદિર ૬૯ શ્રી સિધ્ધામ્બિકા માતાજીનું મંદિર ૭૦ શ્રી સમ માતૃકા માતાજીનું મંદિર ૭૧ શ્રી કુશળેશ્વર મહાદેવનું મંદિર ૭૨ શ્રી રોકડિયા હનુમાનનું મંદિર ૭૩ શ્રી જગદીશ ભગવાનનુ મંદિર ૭૪ શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર ૭૫ શ્રી ઋષિ કૃષ્ણ ભગવાનનું મંદિર ૭૬ |શ્રી બાલાજી ભગવાનનું મંદિર ૭૭ શ્રી રામદેવજીનું મંદિર ૭૮ |શ્રી પીપળેશ્વર મહાદેવનું મંદિર ૭૯ શ્રી હિંગળાજ માતાનું મંદિર ૮૦ શ્રી દૂધેશ્વર મહાદેવનું મંદિર ૮૧ શ્રી ગણપતિનું મંદિર (પ્રાચીન) ૮૨ |શ્રીરામજી મંદિર ૮૩ શ્રી સાંતલા વીરનું મંદિર હિંગળાચાચર હિંગળાચાચર, ગણપતિ પોળ હિંગળાચાચર, ગણપતિ પોળ હિંગળાચાચર, ગણપતિ પોળ હિંગળાચાચર, ગણપતિ પોળ હિંગળાચાચર, ગણપતિ પોળ બજાર રોડ, ઘેલમાતાની દેરીની ખડકી બજાર રોડ, ઘેલમાતાની ખડકી ૮૪ શ્રી વીંછણ માતાનું મંદિર ૮૫ |શ્રી ધેલમાતાનું મંદિર (દેરી) ૮૬ શ્રી હિંગળાજ માતાનું મંદિર (શ્રી રંગાટી માતા) નાગર લીમડી, બન્નીવાડો, ભાગી ખૂણ ૮૭ શ્રી માત્રી માતાનું મંદિર ૮૮ શ્રી રાધા-કૃષ્ણનું મંદિર ૮૯ શ્રી હરિ હરેશ્વર મહાદેવનું મંદિર ૪૯૦ સ્થળ કોઠાકુઇ દરવાજા પાસે છીંડીયા દરવાજા પાસે છીંડીયા દરવાજા, અંબિકા શાકમાર્કેટ પાસે છીંડીયા દરવાજા, અંબિકા શાકમાર્કેટ પાસે ઘીવટો, પાનશ્યામજીના પાડા સામે ઘીવટો, બારોટના કસારવાડા પાછળ ધીવટો, બારોટના કસારવાડા પાસે ઘીવટો, ખેજડાનો પાડો ઘીવટો, પાનશ્યામજીનો પાડો ઘીવટો, તરભોડા પાડો ઘીવટો, તરભોડા પાડો ઘીવટો, કુશળેશ્વર મહાદેવની ખડકી ઘીવટો, દિશાવાળની ખડકી ઘીવટો, દિશાવાળની ખડકી ધીવટો, સલાટની ખડકી ઘીવટો, રોકડિયા ગેટ પાસે ઘીવટો, રોકડિયા ગેટ પાસે ઘીવટો, રોકડિયા ગેટ પાસે, અંબાજીમાતા રોડ ઘીવટો, ઋષિ કૃષ્ણનો મહોલ્લો, અંબાજી માતા રોડ ધીવટો, રોકડિયા ગેટ પાસે ધીવટો, ભેંસાતવાડા સામે ઘીવટો, ભેંસાતવાડો હિંગળાચાચર, ગણપતિની પોળ સામે હિંગળાચાચર, સોનીની વાડી, બરોડા બેન્ક પાસે Page #514 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અ.નં મંદિરનું નામ ૯૦ શ્રી લક્ષ્મી નારાયણનું મંદિર ૯૧ શ્રી ભૂતનાથ મહાદેવનું મંદિર ૯૨ શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર ૯૩ શ્રી ખેતરપાળ દાદાનું મંદિર ૯૪ શ્રી વેરાઇ માતાનું મંદિર ૯૫ શ્રી રણછોડજીનું મંદિર ૯૬ શ્રી રામજી મંદિર ૯૭ શ્રી બિંદુશિણી ઘેલગાત્રેશ્વરી માતાજીનું મંદિર ૯૮ શ્રી બટુક ભેરવનું મંદિર ૯૯ શ્રી લાખેશ્વર મહાદેવનું મંદિર ૧૦૦ શ્રી અંબાજી માતાનું મંદિર ૧૦૧ શ્રી નલકંઠ મહાદેવનું મંદિર ૧૦૨ શ્રી કાળવા વીરનું મંદિર ૧૦૩ શ્રી નારસુંગા વીરનું મંદિર ૧૦૪ શ્રી અચલેશ્વર મહાદેવનું મંદિર ૧૦૫ શ્રી સિદ્ધનાથ મહદિવનું મંદિર ૧૦૬ શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર ૧૦૭ શ્રી દૂધેશ્વર મહાદેવનું મંદિર | ૧૦૮ શ્રી વાયુ દેવતાનું મંદિર ૧૮૯ શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર ૧૧૦ શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર ૧૧૧ શ્રી રૂધનાથજીનું મંદિર ૧૧૨ શ્રી ઝૂલેલાલ ભગવાનનું મંદિર ૧૧૩ શ્રી ચામુંડા માતાનું મંદિર ૧૧૪ શ્રી હનુમાનજીનું મંદિર ૧૧૫ શ્રી શંકર ભગવાનનું મંદિ ૧૧૬ શ્રી મહિષાસુરી માતાનું મંદિર ૧૧૭ શ્રી અંબાજી માતાનું મંદિર ૧૧૭, શ્રી ગણપતીનું મંદિર ૧૧૭૪ શ્રી ઉમેદીયા વીર | ૧૧૭૦૦ શ્રી મહાકાળી મંદિર ૧૧૮ શ્રી મહાદેવનું મંદિર ૧૧૯ શ્રી રૂઘનાથજીનું મંદિર સ્થળ હિંગળાચાચર, બડવાવાડા પાસે હિંગળાચાચર, મિલન ટોકીઝ સામે ચતુર્ભુજ બાગ સામે, કડિયાની વાડી વેરાઇ ચકલો, શાહવાડો વેરાઇ ચકલો, બદરીદાસ મહારાજની વાડી સામે વેરાઇ ચકલો, બદરીદાસ મહારાજની વાડી વેરાઇ ચકલા, પંચમુખી હનુમાન જવાના રસ્તા ઉપર, પંચમુખી હનુમાન જવાના રસ્તા ઉપર વકાઇ ચકલો, બટુક ભેરવની વાડી ગળિયારાનો લીમડો, લાખુખાડ પિંડારીયાવાડો, ઢાળઉતાર તંબોળી વાડો પિંડારીયાવાડો, ઢાળઉતાર તંબોળી વાડો મદારસા, ગોલવાડ ચાચરિયાના નાકે ચાચરિયા, વખતકિશોરની ખડકી ચાચરિયા, રંગરેજની ખડકી સામે, સતરામ મહારાજની મઢી ચાચરિયા, મોટો પાડો ચાચરિયા, વાયુદેવતાની પોળ ચાચરિયા, વાયુદેવતાની પોળ ચાચરિયા, રામસલ્લાની પોળ ચાચરિયા, રામસલ્લાની પોળ ચાચરિયા, ગાંધીની ખડકી ચાચરિયાના ચોકમાં ૪૯૧ ફોફળિયાવાડા પાસે, રોડ ઉપર ફોફળિયાવાડા પાસે, રોડ ઉપર ફોફળિયાવાડા પાસે, રોડ ઉપર ઝવેરી બજાર . સુખડીવટ, ખાપગરાની પોળ સુખડીવટ, ખાપગરાની પોળ સુખડીવટ, ખાપગરાની પોળ સુખડીવટ, ખાપગરાની પોળ સુખડીવટની પોળ સોનીવાડો, રૂધનાથની પોળ Page #515 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા સ્થળ WAT THE અ.નં મંદિરનું નામ ૧૨૦ શ્રી ઘેલમાતાનું મંદિર ૧૨૧ શ્રી ગોપીનાથજીનું મંદિર ૧૨૨ શ્રી હર્ષિદા માતાનું મંદિર ૧૨૩ શ્રી સંતોષી માતાનું મંદિર ૧૨૪ શ્રી તાત્કાલિક હનુમાનનું મંદિર ૧૨૫ શ્રી વિશ્વનાથ મહાદેવનું મંદિર ૧૨૬ શ્રી ખીજડિયા વીરનું મંદિર ૧૨૭ શ્રી વાઘેશ્વરી માતાનું મંદિર ૧૨૮ શ્રી લક્ષ્મી નારાયણનું મંદિર ૧૨૯ શ્રી હનુમાનજીનું મંદિ ૧૩૦ શ્રી ગોપીનાથજીનું મંદિર (મેડાવાળું મંદિર) ૧૩૧ શ્રી નારસંગા વીરનું મંદિર ૧૩૨ શ્રી લોટેશ્વર મહાદેવનું મંદિર ૧૩૩ શ્રી બહુચરાજી માતાનું મંદિર ૧૩૪ શ્રી ખેતરપાળ વીરનું મંદિર ૧૩૫ શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર ૧૩૬ શ્રી દૂધેશ્વર મહાદેવનું મંદિર ૧૩૭ શ્રી નારસંગા વીરનું મંદિર ૧૩૮ શ્રી પારવિયા વીરનું મંદિર ૧૩૯ શ્રી પારવિયા વીરનું મંદિર ૧૪૦ શ્રી દૂધેશ્વર મહાદેવનું મંદિર સોનીવાડો, રૂઘનાથજીની પોળ સોનીવાડો, રૂઘનાથજીની પોળ સામે સોનીવાડો, ખેજડાનીપોળ સોનીવાડો, ખેજડાની પોળ પાસે, રોડ ઉપર સોનીવાડો, ખેજડાની પોળ પાસે, રોડ ઉપર સોનીવાડો, ખેજડાની પોળ પાસે, રોડ ઉપર સોનીવાડો, ઢાળની પોળ સોનીવાડો, વાઘેશ્વરી માતાનીપોળ સોનીવાડો, કૃષ્ણ સિનેમા પાસે સોનીવાડો, દાદુપંથની ખડકી સોનીવાડો, વરખડીની પોળ લોટેશ્વર, પખાલીવાડો લોટેશ્વર લોટેશ્વર મહાદેવ પાસે લોટેશ્વર મહાદેવ પાસે, મુખાતવાડો લોટેશ્વર મહાદેવ પાસે, પટેલનો મહોલ્લો લોટેશ્વર મહાદેવ પાસે, પટેલનો મહોલ્લો રાજકાવાડો, ઢાળગરાની પોળ, રામશેરી રાજકાવાડો, રામશેરી રાજકાવાડા પાસે, બલવાડી ૧૪૧ શ્રી રૂપા માતાનું મંદિર ૧૪૨ શ્રી જોગણી માતાનું મંદિર રાજકાવાડો, કેશુશેઠનો પાડો કાલીબજાર જવાના રોડ ઉપર કાલીબજાર, ખાલેકપુરા કાલીબજાર, ખાલેકપુરા કાલીબજાર, ખાલેકપુરા · ૧૪૩ શ્રી મેલડી માતાનું મંદિર ૧૪૪ શ્રી બ્રહ્માણી માતાનું મંદિર ૧૪૫ શ્રી નારસંગા વીરનું મંદિર ૧૪૬ શ્રી ઝંડાવાળી માતાનું મંદિર કાલીબજાર, ખાલેકપુરા મોતીશા, પીપળાવાસ (વાઘરીવાસ) ૧૪૭ શ્રી નારસંગા વીરનુ મંદિર ૧૪૮ શ્રી શિકોતરી માતાનું મંદિર મોતીશા, પટેલનો માઢ મોતીશા, ડોડિયાવાસ મોતીશા, ડોડિયાવાસ ૧૪૯ શ્રી ખોડિયાર માતાનું મંદિર ૧૫૦ શ્રી ઘેમરિયા વીરનું મંદિર મોતીશા-ધેમરિયા વીર ધેમરિયા પાસે, કનાથ વાડો ૧૫૧ શ્રી નારસંગા વીરનું મંદિર ૧૫૨ શ્રી મહાકાળી માતાનું મંદિર ધેમરિયા વીર પાસે, ખમારની વાડી ૪૯૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ સ્થળ । લખિયારવાડો લખિયારવાડો યુગે યુગે અને મંદિરનું ૧૫૩ શ્રી જોગણી ૧૫૪ શ્રી હનુમાન ૧૫૫ શ્રી ગણપતિ ૧૫૬ શ્રી રામજી પાટણની પ્રભુતા નામ માતાનું મંદિર દાદાનું મંદિર દાદાનું મંદિર મંદિર ૧૫૭ શ્રી દત્તાત્રેય ભગવાનનું મંદિર ૧૫૮ શ્રી ભૂતનાથ મહાદેવનું મંદિર ૧પ૯ શ્રી બહુચર માતાનું મંદિર ૧૬૦ શ્રી જબરેશ્વર મહાદેવનું મંદિર ૧૬૧ શ્રી નૃસિંહજીનું મંદિર ૧૬૨ શ્રી બહુચર માતાનું મંદિર સુગ્રીવનું મંદિર ૧૬૪ શ્રી શંકર ભગવાનનું મંદિર ૧૬૩ શ્રી રાજા ૧૬૮ શ્રી ચુડેલ ૧૬૫ શ્રી ભેરવદાદાનું મંદિર ૧૬૬ શ્રી વિજેશ્વરી માતાનું મંદિર ૧૬૭ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર માતાનું મંદિર ૧૬૯ શ્રી જોગણી માતાનું મંદિર ૧૭૦ શ્રી કાલીકા માતાનું મંદિર ૧૭૧ શ્રી બહુચરાજી માતાનું મંદિર ૧૭૨ શ્રી હનુમાનજીનું મંદિર ૧૭૩ શ્રી બહુચરાજી માતાનું મંદિર ૧૭૪ શ્રી મહાદેવનું મંદિર ૧૭૫ શ્રી કાકાજીનું મંદિર ૧૭૬ શ્રી મહાદેવનું મંદિર ૧૭૭ શ્રી જોગમાયાનું મંદિર ૧૭૮ શ્રી હનુમાનજીનું મંદિર ૧૯૭૯ શ્રી હનુમાનજીનું મંદિર ૧૮૦ શ્રી ઘોઘા બાપજીનું મંદિર ૧૮૧ શ્રી વેરાઇ માતાનું મંદિર ૧૮૨ શ્રી ખેતરપાળ દાદાનું મંદિર ૧૮૩ શ્રી જોગણી માતાનું મંદિર ૧૮૪ શ્રી ઘૂઘરા બાવાની વાડી (મંદિર) ભદ્ર, બામચાવાડી ભદ્ર, કચેરીમાં ભદ્ર, પ્રાંત ઓફિસરની પાછળ ભદ્ર, કચેરી પાસે ભદ્ર, કે.કે.હાઇસ્કૂલ પાસે ભદ્ર પાસે, ભૂતનાથનો અખાડો રાજકાવાડો, રામશેરી, ઘાંચીની વાડી ભદ્ર, તાલુકા પંચાયત કચેરી પાસે ટાંકવાડો, પાવર હાઉસ પાસે ટાંકવાડો, કોસવાની પોળ લોટેશ્વર, માવાડો ટાંકવાડો, બગડિયા ટાંકવાડો, બગડિયા વીજળ કૂવો, બ્રાહ્મણવાસ વીજળ કૂવો,બ્રાહ્મણવાસ વીજળ કૂવો, સથવારા વાસ વીજળ કૂવો, ઓડવાસ વીજળ કૂવો, ઓડવાસ વીજળ કૂવો, ગોલવાડ મીરા દરવાજા, વણકરવાસ મીરા દરવાજા, ગોલાની વાડી વીજળ કૂવો, ભંગીવાસ સામે વીજળ કૂવો ભટ્ટીવાડો ટાંકવાડામાં જતા રોડ ઉપર ટાંકવાડામાં જતા રોડ ઉપર ટાંકવાડા, ગાંધી સાહેબના ઘર પાસે ટાંકવાડા, ગાંધી સાહેબના ઘર પાસે મીરા દરવાજા પાસે, મીરાના દરવાજા પાસે, ઘૂઘરા બાવાની વાડી ૪૯૩ Page #517 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અ.નં મંદિરનું નામ ૧૮૫ શ્રી સમેરા માતાનું મંદિર ૧૮૬ શ્રી ખેતરપાળદાદાનું મંદિર | ૧૮૭ શ્રી મહાદેવનું મંદિર ૧૮૮ શ્રી મહાદેવજીનું મંદિર ૧૮૯ શ્રી બટુક હનુમાનજીનું મંદિર ૧૯૦ શ્રી અર્ધનારીશ્વરનું મંદિર ૧૯૧ શ્રી રૂઘનાથજીનું મંદિર ૧૯૨ શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર ૧૯૩ શ્રી જ્વાલામુખી માતાનું મંદિર ૧૯૪ શ્રી વૈકુંઠજી ભગવાનનું મંદિર ૧૯૫ શ્રી ભીડભંજન હનુમાનનું મંદિર ૧૯૬ શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર ૧૯૭ શ્રી ગણપતિદાદાનું મંદિર ૧૯૮ શ્રી ગુણવંતા હનુમાનનું મંદિર ૧૯૯ શ્રી ઘોઘા બાપજીનું મંદિર ૨૦ શ્રી જોગણી માતાનું મંદિર ૨૦૧ શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર ૨૦૨ શ્રી હનુમાનજીનું મંદિર ૨૦૩ શ્રી કાશી વિશ્વનાથનું મંદિર ૨૦૪ શ્રી હનુમાનજીનું મંદિર ૨૦૫ શ્રી કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર ૨૦૬ શ્રી જોગણી માતાનું મંદિર ૨૦૭ શ્રી બ્રહ્માણી માતાનું મંદિર ૨૦૮ શ્રી રાધાકૃષ્ણનું મંદિર ૨૯ શ્રી આશાપુરી માતાનું મંદિર | ૨૧૦ શ્રી સિંધવાઇ માતાનું મંદિર ૨૧૧ શ્રી ભરિયા વીરનું મંદિર ૨૧૨ શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર | ૨૧૩ શ્રી સધિ માતાનું મંદિર ૨૧૪ શ્રી ઘોઘા બાપજીનું મંદિર ૨૧૫ શ્રી રૂદ્રણી માતાનું મંદિર ૨૧૬ શ્રી હનુમાનજીનું મંદિર (રી) સ્થળ બુકડી નાગરવાડો, કપાસીવાડો નાગરવાડો, દોશીવાડો નાગરવાડો, વેનો પાડો નાગરવાડો નાગરવાડો નાગરવાડો, વરીયારવાડો નાગરવાડો, વરીયારવાડો ૪૯૪ જ્વાલામુખીનો પાડો ગુંગડી દરવાજા, સરદાર મિલમાં, વૈકુંઠ વાડી સરદાર મિલ સામે, ગુંગડી દરવાજા ગુંગડી દરવાજા, કડવા પાટીદારની વાડી સામે ગુંગડી દરવાજા પાસે ગુંગડી દરવાજા પાસે, ગુણવંતા હનુમાન ગુંગડી દરવાજા પાસે, સરદાર બાગ સામે જળચોક, ઠાકોરવાસ . નાગરવાડો, ગુણવંતા હનુમાન પાસે, ગુંગડી દરવાજા જૂનાગંજ, પોલીસ ચોકીની બાજુમાં “ જૂનાગંજ, ઝીણીરેત જવાના રસ્તા ઉપર જૂનાગંજ, ઝીણીરેત જવાના રસ્તા ઉપર કલ્યાણેશ્વરની પોળ (ઊંટવાડો) ઝીણી રેત, ભંગીવાસ બુકડી, સાગોટાની પહેલી શેરી બુકડી, સાગોટાની બીજી શેરી બુકડી, સાગોટાની બીજી શેરી બગાવડા, જનરલ હોસ્પિટલની અંદર ગોળશેરી, ગોદડાનો પાડો વેરાઇ ચકલા, અંબિકા શાક માર્કેટ પાસે ત્રણ દરવાજા સ્ટેશન રોડ, કોહિનૂર સિનેમા સામે, રોડ ઉપર મોટી ભાટિયાવાડ, પોળની અંદર ગંગા માતાની વાડીની સામે, કોઠાકૂઈ દરવાજા. Page #518 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અને મંદિરનું નામ ૨૧૭ શ્રી બહુચરાજી માતાનું મંદિર ૨૧૮ શ્રી સધી માતાનું મંદિર ૨૧૯ શ્રી બાલકૃષ્ણ ભગવાનનું મંદિર સ્થળ રાજકાવાડો, ચરખા શેરી રાજકાવાડો, કાલીબજાર, રાવળ વાસ ત્રણ દરવાજા, ઘીકાંટા પાટણ શહેરમાં બીરાજતા દેવી-દેવતાઓ (કોટની બહાર) અને મંદિરનું નામ ૧ શ્રી રંગીલા હનુમાનનું મંદિર ૨ |શ્રી જૂની કાલીકા માતાનું મંદિર ૩ શ્રી નવી કાલીકા માતાનું મંદિર ૪ શ્રી જસમા માતાનું મંદિર ૫ શ્રી કરંડીયા વીર દાદાનું મંદિર ૬ શ્રી સિધ્ધેશ્વર મહાદેવનું મંદિર (રામનીવાડી) ૭ શ્રી શ્રી વડેશ્વરમહાદેવનું મંદિર ૮ શ્રી શંકર મહાદેવનું મંદિર ૯ શ્રી ગૌકરણેશ્વર મહાદેવ ૧૦ શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર ૧૧ શ્રી કાળ ભેરવનું મંદિર ૧૨ |શ્રી સાચલા વીરનું મંદિર ૧૩ શ્રી દશા માતાનું મંદિર ૧૪ શ્રી છબીલા હનુમાનનું મંદિર ૧૫ શ્રી છેલ હનુમાનનું મંદિર ૧૬ શ્રી શીતળા માતાનું મંદિર ૧૭ શ્રી જાળેશ્વર મહાદેવનું મંદિર ૧૮ શ્રી લાલેશ્વર મહાદેવનું મંદિર ૧૯ શ્રી નકલંગ ભગવાનનું મંદિર ૨૦ શ્રી મહાકાળનું મંદિર ૨૧ શ્રી હરિહર મહાદેવનું મંદિર ૨૨ શ્રી કટારીઆ હનુમાનનું મંદિર ૨૩ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવનું મંદિર ૪૯૫ સ્થળ કનસડા દરવાજા સામે કનસાડા દરવાજા બહાર, રાણકી વાવ જવાના રસ્તા ઉપર કનસાડા દરવાજા બહાર, રાણકી વાવ જવાના રસ્તા ઉપર કનસાડા દરવાજા બહાર, સહસ્રલિંગ તળાવ જવાના રોડ પાસે કનસાડા દરવાજા બહાર, જસમા માતાના મંદિરથી આગળ ફાટીપાળ દરવાજા બહાર, સરસ્વતી નદી નજીક, રામનીવાડી ફાટીપાળ દરવાજા બહાર, સાળવી સમાજની વાડી, અઘારા દરવાજા બહાર, હિન્દુ સ્મશાન ભૂમી અઘારા દરવાજા બહાર, જૈન સ્મશાન ભૂમી કોઠા કૂઇ દરવાજા બહાર કોઠા કૂઇ દરવાજા બહાર, સિદ્ધનાથ મહાદેવ પાછળ કોઠા સૂઇ દરવાજા બહાર, કોઠા કૂઇ દરવાજા બહાર, સિદ્ધનાથ મહાદેવ છીંડીયા દરવાજા બહાર, દેરાણી જેઠાણીના કૂવા પાસે છીંડીયા દરવાજા બહાર, દેરાણી જેઠાણીના કૂવા પાસે છીંડીયા દરવાજા બહાર જાળેશ્વર (પાલડી) સાગોડીયા, જાળેશ્વર મહાદેવ પાસે સાગોડીયા, જાળેશ્વર મહાદેવ પાસે સાગોડીયા, જાળેશ્વર મહાદેવ પાસે માતરવાડી, હરિહર મહાદેવ માતરવાડી, હરિહર મહાદેવની બહાર મેદાનમાં માતરવાડી, હરિહર મહાદેવની બહાર મેદાનમાં Page #519 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અ.નં મંદિરનું નામ ૨૪ શ્રી ભવાની માતાનું મંદિર ૨૫ |શ્રી સતી માતાનું મંદિર ૨૬ શ્રી શેષસાઇ ભગવાન ૨૭ શ્રી મેલડી માતાનું મંદિર ૨૮ |શ્રી સિંધવાઇ માતાનું મંદિર ૨૯ શ્રી મહાદેવજીનું મંદિર ૩૦ શ્રી મખુશ્વર મહાદેવનું મંદિર ૩૧ |શ્રી નારસંગા વીરનું મંદિર ૩૨ શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર ૩૨૭ શ્રી કર્ણ પદ્મનાભના પિતા ૩૩ શ્રી રામાપીરનું મંદિર ૩૪ શ્રી બાલા હનુમાનનું મંદિર ૩૫ શ્રી ગણપતિજી તથા શ્રી હનુમાનજીનું મંદિર ૩૬ શ્રી રામજી મંદિર ૩૭ શ્રી બગેશ્વર મહાદેવનું મંદિર ૩૮ | શ્રી રણછોડજી ભગવાનનું મંદિર ૩૯ શ્રી બળિયા હનુમાનનું મંદિર ૪૦ શ્રી કાપડિયા વીરનું મંદિર ૪૧ શ્રી ચોસઠ જોગણી માતાનું મંદિર ૪૨ શ્રી બહુચર માતાનું મંદિર ૪૩ શ્રી ગાયત્રી માતાનું મંદિર ૪૪ શ્રી ક્લેશ્વર મહાદેવનું મંદિર ૪૫ |શ્રી રામજી મંદિર ૪૬ શ્રી લાલબાપુજીની સમાધિ ૪૭ શ્રી રામાપીરનું મંદિર ૪૮ શ્રી વડેરી માતાનું મંદિર ૪૯ | શ્રી નારસંગજીનું મંદિર ૫૦ શ્રી અગાસીયા વીરનું મંદિર ૫૧ શ્રી પદ્મનાભ ભગવાનનું મંદિર પર |શ્રીરામજી મંદિર ૫૩ શ્રી રાધા-કૃષ્ણનું મંદિર સ્થળ માતરવાડી, હરિહર મહાદેવની બહાર મેદાનમાં માતરવાડી, હરિહરના કુંડ પાસે માતરવાડી, હરિહરના કુંડની અંદર માતરવાડી, ડેમ પાસે જાળેશ્વર રોડ ટી.બી. હોસ્પિટલની પાસે, સિંધવાઇ માતામાં ટી.બી. હોસ્પિટલની પાસે, સિંધવાઇ માતામાં ટી.બી. હોસ્પિટલની પાસે, સિંધવાઇ માતામાં ટી.બી. હોસ્પિટલની પાસે, સિંધવાઇ માતામાં ટી.બી. હોસ્પિટલની પાસે, સિંધવાઇ માતામાં ટી.બી. હોસ્પિટલની પાસે, સિંધવાઇ માતા સંકુલમાં રેલવે સ્ટેશનની બાજુમાં ખાડિયા મિલ પાસે, પેટ્રોલ પંપની નજીક, સ્ટેશન રોડ બગવાડા દરવાજા સ્ટેશન રોડ, રાવલ ડોક્ટરની હોસ્પિટલ સામે, સ્ટેશન રોડ, રાવલ ડોક્ટરની હોસ્પિટલ સામે, ઝવેરી છ.મ. આશ્રમની અંદર, સ્ટેશન રોડ બગવાડા દરવાજા બહાર, બળીયા હનુમાન દત્તાત્રય સોસાયટી સામે, ગુંગડી ગુંગડી દરવાજા બહાર, હરિજન વાસ નરનારાયણ સોસાયટી પાસે, ગુંગડી ગુંગડી તળાવની પાળ ઉપર મીરા દરવાજા બહાર, લક્ષ્મીપુરા મીરા દરવાજા બહાર, લક્ષ્મીપુરા મીરા દરવાજા બહાર, લક્ષ્મીપુરા મીરા દરવાજા બહાર, લક્ષ્મીપુરા મીરા દરવાજા બહાર, લક્ષ્મીપુરા મીરા દરવાજા બહાર, લક્ષ્મીપુરા મીરા દરવાજા બહાર, અગાસીયા વીર મીરા દરવાજા બહાર, પદ્મનાભની વાડી મીરા દરવાજા બહાર, પદ્મનાભની વાડીમાં મીરા દરવાજા બહાર, પદ્મનાભની વાડીમાં ૪૯૬ Page #520 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા અ.નં | મંદિરનું નામ ૫૪ શ્રી મસાણિયા વીરનું મંદિર ૫૫ શ્રી ક્લેશ્વર મહાદેવનું મંદિર ૫૬ શ્રી કહારનાથ મહારાજનું મંદિર ૫૭ શ્રી બહુચરાજી માતાનું મંદિર ૫૮ શ્રી શંકર ભગવાનનું મંદિર ૫૯ શ્રી ભેરવ દાદાનું મંદિર - ૬૦ શ્રી દૂધેશ્વર મહાદેવનું મંદિર ૬૧ શ્રી બ્રહ્માણી માતાનું મંદિર ૬૨ શ્રી કરુણા સાગરનું મંદિર ૬૩ શ્રી ખોડિયાર માતાનું મંદિર ૬૪ શ્રી ખોડિયાર માતાનું મંદિ ૬૫ શ્રી ફૂલબાઇ માતાનું મંદિર ૬૬ શ્રી હડકવાઇ માતાનું મંદિર ૬૭ શ્રી ફૂલણિયા હનુમાનનું મંદિર ૬૮ શ્રી રામાપીરનું મંદિર ૬૯ શ્રી ખોડિયાર માતાનું મંદિર ૭૦ શ્રી જોગમાયાનું મંદિર ૭૧ શ્રી જંગલેશ્વર મહાદેવનું મંદિર ૭૨ |શ્રી ખીજડીયા વીરનું મીદર • અનાવાડા અનાવાડા ફાટીપાળ દરવાજા બહાર, ઢલુ કૂવા પાસે રાજપર પાસે અનાવાડા રોડ અનાવાડા રોડ સહસ્રલિંગ સરોવર પાસે ગુંગડી દરવાજા બહાર, (શ્રી મહાલક્ષ્મી માતાજી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્મૃતિ અંકમાંથી સાભાર) ૭૩ શ્રી પાતાળેશ્વર મહાદેવનું મંદિર ૭૪ શ્રી ગિરિધારી ભગવાનનાં પગલાં ૭૫ શ્રી પારવિયા વીરનું મંદિર ૭૬ શ્રી ચિંતામણી ગણપતિ ૭૭ શ્રી શનીદેવ મંદિર ૭૮ વીરમાયાનું મંદિર ૭૯ શ્રી જલારામ મંદિર ૪૯૭ સ્થળ પદ્મનાભની વાડી પાછળ ખાનસરોવરની પાળ ઉપર ખાનસરોવર, ધાંચીની વાડી બહાર (બાજૂમાં) ખાનસરોવરની પાળ પાસે, શ્રી મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજની વાડીમાં ખાનસરોવરની પાળ પાસે, શ્રી મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજની વાડીમાં -ખાનસરોવરની પાળ પાસે, શ્રી મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજની વાડીમાં મોતીશા દરવાજા બહાર મોતીશા દરવાજા બહાર મોતીશા દરવાજા બહાર મોતીશા દરવાજા બહાર મોતી દરવાજા બાર, નેળિયામાં અનાવાડા રોડ, જિમખાના રોડ ફૂલણિયા હનુમાન પાસે, જિમખાના પાછળનો રોડ જિમખાના પાછળ, ખારીવાવડીના રોડ પર, વચલી કૂઇ અનાવાડા, કનસડા દરવાજા બહાર અનાવાડા-ખીજડિયા વીર જતાં રસ્તા ઉપર અનાવાડા-ખીજડિયા વીર જતાં રસ્તા ઉપર અનાવાડા-ખીજડિયા વીર જતાં રસ્તા ઉપર Page #521 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૮૭ પાટણ શહેરમાં આવેલ મુસ્લિમોની મસ્જીદો, દરગાહો, બેઠકો, ચીલ્લા, માદી, ઈદગાહ વગેરેની માહિતી સંકલન : સૈયદ હાફીઝઅલી મેહમુદઅલી અને મસ્જીદનું નામ નસડા ૧ એક મિનારા મસ્જીદ ૨ |કોટવાલી મસ્જીદ ૩ |ભદ્રની મસ્જીદ ૪ રાધનપુરના નવાબની મસ્જીદ ૫ |નગીના મસ્જીદ ૬ |નગારચીવાડાની મસ્જીદ ૭ |મગબૂલ શાહની મસ્જીદ મેઇન રોડ ઉપરની મસ્જીદો ૧ |ત્રણ દરવાજા મસ્જીદ ૨ |ગુમડા મસ્જીદ ૩ |બજારની મસ્જીદ ૪ પથ્થરીયા મસ્જીદ ૫ |કાલુ પીરની મસ્જીદ ૬ |બરીયા મસ્જીદ |કસાવાડો ૧ |કસાવાડા મહોલ્લાની મસ્જીદ વનાગ વાડો ૧ ઉસ્તાદબાવાજી મસ્જીદ ૨ |નાની મસ્જીદ ૩ |નુરાની મસ્જીદ ૪ |મોરમોરવાડા ની મસ્જીદ ૫ ઊંટવાડા ની મસ્જીદ રગાહ ૧ |મસ્ત કલંદર બાવાની દરગાહ સરનામું લાલ દરવાજા પાસે, ફતેસિંહરાવ લાયબ્રેરી નજીક કનસડા દરવાજા પાસે ભદ્ર, પાટણ તાલુકા પોલીસ સ્ટેશન, ભદ્ર રતનપોળ રતનપોળ સાલવીવાડો, પાણીની ટાંકી સામે ૪૯૮ ત્રણ દરવાજા પાસે લાખુખાડ બજાર, પાટણ ચીતારાની ખડકી સામે બગવાડા દરવાજા પાસે સ્ટેશન ઉપર કસાવાડો પાટણ વનાગવાડો વનાગવાડો વનાગવાડો વનાગવાડો વનાગવાડો વનાગવાડો-નાગરવાડા રોડ ઉપર Page #522 -------------------------------------------------------------------------- ________________ અંગે યુગે પાટણની પ્રભુતા અને મસ્જીદનું નામ ૨ |મામુ ભાણેજ ની દરગાહ ૩ |અબ્બાસ પીરની દરગાહ ૪ ગેબન શહીદ અને બાલા પીર ૫ |મદારસા પીર ૬ હઝરત દાવલ શાહનો ચીલ્લો ૭ હજરત પીરગંજશહીદની દરગાહ ૮ હઝરત પીર માંડલની દરગાહ |ગોળશેરી ૧ રંગરેઝ મસ્જીદ ૨ ખારી વાવની મસ્જીદ ૩ ખારી વાવ રંગરેઝ મસ્જીદ ૪ ખોખર વાડાની મસ્જીદ ૫ પીંપળા ગેટ મસ્જીદ ૬ |સાંચોરીયા વાડા મસ્જીદ ૧ |સએપીર ની દરગાહ ૨ પીર રેહમતુલ્લાહ ની દરગાહ ૩ સાત શહીદ પીરોની દરગાહ • ૪ હજરત પીરાનપીર સાહેબનો ચીલ્લો ૫ હઝરત હાજીપીરની દરગાહ ૬ હઝરત લાલ શાહની દરગાહ ૭ હઝરત ગેબન શાહપીરની દરગાહ ८ હઝરત સરીફ સૈયદપીર દરગાહ ૯ –હઝરત બગદાદી પીર દરગાહ ૧૦ હઝરત પીર ઇલીયાસ દરગાહ ૧૧ હઝરત અલ્લાહ પીર રગાહ ૧૨ હઝરત બાલા પીર દરગાહ ૧ ૦૫નાગરવાડા મસ્જીદ ૨ |જુમ્મા મસ્જીદ ૩ |નાની મસ્જીદ ૪ ગુશનવાડા મસ્જીદ ૫ |ઇનાદ શાહપીરની મસ્જીદ ૬ |ઇનાદશાહપીરની દરગાહ સરનામું સુધરાઇ કચેરી પાછળ, ભદ્ર સુધરાઇ કચેરી પાછળ, ભદ્ર ભદ્ર સીટી પોલીસ સ્ટેશન પાસે મદારસાની આંબલી નીચે રતનપોળ, બામચાવાડ નગારચીવાડ, બામચાવાડ કણુબીવાસમા, રતનોપળ ગોળશેરી ખારીવાવ પાટણ ખારીવાવ પાટણ ખોખરવાડો પીપળાગેટ પોલીસ ચોકી સામે સાચોરીયાવાડા ઘીવટામાં સાચોરીયાવાડા, ઘીવટામાં કાલુપીર સામે કૃષ્ણ ટોકીઝ સામે ભદ્ર વળાંક પાસે સાલવી વાડો વનાગવાડો કસાવાડા કસાવાડા કસાવાડા કસાવાડા કસાવાડા પનાગર વાડા પનાગરવાડા બુકડી ચોકમાં બુકડી મહોલ્લામાં ગુશનવાડા, બુકડી ગુશનવાડા, બુકડી ગુશનવાડા, બુકડી ૪૯૯ Page #523 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦૦ સરનામું મીરાં દરવાજા મીરાં દરવાજા દાતારની ચીલ્લા પાસે પાંચપાડા મહોલ્લામાં પાંચપાડા મહોલ્લામાં ધનુજીયા પાડો, પાટણ અિન મજીદનું નામ ૧ નાના મશાહ મજીદ ૨ દાતાર ના ચીલા પાસેની મજીદ , ૩ શેઠની મજીદ ૪ પંડાલા મજીદ ૫ ધનુજીયા પાડા મજીદ પીરનોચીલ્લો (બેઠકો ૧ ધોબી ની મજીદ ૨ |દોસ્તા મોહલ્લા ની મજીદ ૩બીબી હાજરાની મજીદ ૪ ગિજના મજીદ ૫ કાજીવાડા મોહલ્લાની મસ્જિદ ૬ ડિબગર વાડાની મજીદ ૭ બીહાજરા મુસાફરખાના ૮ બુકડી મુસાફરખાના ૯ બકરીયા મજીદ મુસાફરખાનાં ૧૦ સોદાગર બેઠક ૧૧ સોદાગર ટુકડીની બેઠક મુલ્લાવાડ બહારની મજીદ મુલ્લાવાડ અંદરની મજીદ ૩ મારૂવાડા મજીદ સોલારા મજીદ ૫)પીંજાર કોટની મજીદ ૬ ભૂજનીયા વાડની મજીદ ૭ ફિટી મજીદ ૮ રિંગરેઝ ખડકી ની મજીદ ૯ ફતેહ ખાન જમાદારની મજીદ ૧૦|ખાટકીવાડની મજીદ ૧૧ વિનાતવાડા ની મજીદ ૧૨ વિન્નાતવાડા નાની મજીદ ૧૩ ટાંકવાડાનાની મજીદ ૧૪ મોટા ટાંકવાડાની મજીદ ૧૫ ટીંબલીયાવાડા મજીદ ટાંકવાડાથી પાંચપાડા જતા રસ્તા ઉપર દોસ્તનો મોહલ્લો, પાટણ ટાંકવાડા ચાર રસ્તે પાવર હાઉસ રસ્તે કાજીવાડા પાટણ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ ઓફીસ પાસે, ઝીણીતા ટાંકડા બુકડી સ્ટેશન બદરીયા મજીદ પાસે બુકડી ટાંકવાડા મુલ્લાવાડ મુલ્લાવાડ, મોહલ્લામાં સોલારની પોળ સામે સોલારા મહોલ્લામાં પીંજરકોટ ભુજનીયાવાડ, પીંજરકોટ ભુરેખાં ગેરેજ પાસે બાબુના બંગલા પાસે, રંગરેજની ખડકી પાસે, ખાટકીવાડના નાકે ખાટકીવાડામાં વિનાતવાડા વિન્નાતવાડા, ખત્રીઓના ઘર પાસે ટીંબલીયા પાડા સામે ટાંકવાડામાં ગાંધી સાહેબના ઘર પાસે ટીંબલીયાવાડા મોહલ્લામાં Page #524 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦૧ N અિન મજીદનું નામ ૧૬ સમીની મજીદ ૧૭ મુલ્લા બારની મજીદ ૧૮ કઝીની મજીદ ૧૯ વાણીયાવાડની મજીદ ૨૦ રક્તાવાડા મહોલ્લાની મજીદ ૨૧Jહકીમ શોફીમીયાની મજીદ ૨૨)લખીયારવાડામજીદ ૨૩ લખીયારવાડા મોહલ્લાની મજીદ ૨૪ બોકરવાડા મજીદ ૨૫ નાના મોહમંદી વાડાની મજીદ ૨૬ મોટા મોહંમદીવડાની મજીદ ૨૭ પાવઠી પોળની મજીદ ૨૮]લખાતવાડા મજીદ ૨૯ પોલીયાની મજીદ ૩૦ મસાલૈયઝસફા મજીદ ૧ રીફાઇખાનદાનની ગાદી ૨ |શાહઆલમ સાહબેનો ચીલ્લો ૩ ઇનાયતુ શહીદની દરગાહ ૧ મદ્રાફિઝે સફા ૨ મિસારાવાડા ૩ મદ્રેસા મૌલાના મોહંમદ તાહીર ૪ મિસાહ સાલેહીયા ૫ કશા વાડાનો મદ્રશો કાલીબજાર ૧ બાલીયા મજીદ . ૨ |ફતેહમજીદ ૩બીની મજીદ ૪ઇબલાત વાડાની મસ્જિદ ૫ કાલી બજાર મોટી મજીદ ૬ કાલી બજારનાની મજીદ ૭ કાલી બજારનાની મજીદ ૧ ભોલન શહીદની દરગાહ સરનામું ટાંકવાડા, અકબરી લોજ પાસે મુલ્લા બાકર ઇકબાલ ચોક કાઝીની પોળ, ઈકબાલ ચોક પાસે વાણીયાવાડ, ઇકબાલ ચોક પાસે રકતાવાડ રાજકાવાડા લખીયારવાડા રોડ ઉપર લખીયારવાડા બોકરવાડા, લખીયારવાડા નાનો મોહમંદી વાડો મોટો મોહંમદીવાડો પાવઠી પોળ લખાતવાડા ઇશ્વરના મોહલ્લામાં, વિજળકૂવા પાસે કાલી બજાર ટાંકવાડા પાવઠી પોળ નાનો મોહંમદી વાડો કાલીબજાર wાવાડા કાઝીની પોળ બાબુના બંગલા પાસે કસાવાડા, પાટણ કાલીબજાર રોડ ઉપર કાલીબજાર રોડ ઉપર : - કાલીબજાર રોડ ઉપર ઇબલાતવાડા કાલીબજાર કાલીબજાર કાલીબજાર, બડામીયા એન્ડ સન્સની ફેક્ટરીની પાસે ઇબલાતવાડા Page #525 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦ ૨ અને મજીદનું નામ ૨ શિખ સરફ સાહેબની દરગાહ ૧ ચાંદમજીદ ૨ ચોકીની મજીદ ૩ ચિરખા શેરીની મજીદ ૪ Jબલીયા પાડા મોહલ્લાની મજીદ ૫ બિલીયા પાડા મજીદ ૬ શેખ વાડા મજીદ ૭ મોતી શાહની મજીદ ૮ જગશી વડાની મજીદ ૯ મોટા પનાગરવાડાની મજીદ ૧ રસણીયાવાડાની મજીદ ૨ ઉસ્તાદની મજીદ ૧ હિઝરત કાઝી જલાલોદીનની દરગાહ ૨ છુટકીયા પીર ૩ નીલે સૈયદ ખોપરીયા સૈયદ ૫ નુર સૈયદ ૬ ઉડાપીર ગેબન શહીદ ૭ પીરનો ચીલ્લો, ગેબનશાહ ૮ પીરની દરગાહ ૯)ચલતેપીર ૧૦ મોતી શાહની દરગાહ ૧૧)હઝરત મુસ્તફામીયા અને મોહીયુદ્દીન ની દરગાહ ૧૨ામજીદબ્રસ્તાન ૧૩|અમીર શહીદ ખાટકીની વાડી અને કબ્રસ્તાન પીરનો રોજો કબ્રસ્તાન ૧૬ખાલક શાહ પીર ૧૭ હ. ગેબન શાહ ૧૮ચલતે પીર ૧૯ સાલારથી પીર ૨૦ ગેબનશાહ પીરની દરગાહ સરનામું બોકરવાડા અને મદ્રેસા વચ્ચે રાધનપુરીવાસમાં બલીયાપાડા ચોકમાં બલીયાપાડા પાસે, ચરખાશેરી બલીયાપાડા મોહલ્લામાં બલીયાપાડા મોહલ્લામાં છેલ્લે આવેલ છે. શેખવાડા મોતી શાહ દરવાજા પાસે જગશીવાડા મોટા પનાગરવાડા રસણીયાવાડા જુમ્માશાની બેકરી પાસે, ઝીણી રેત ઝીણી રેત, લાદવાડો તુનાવાડા, ઝીણી રેત તુનાવાડા, ઝીણીત તુનાવાડા, ઝીણીતા તુનાવાડા, ઝીણીત ભટીયાવાડ ભાટીયાવાડનાકે, જુનાગંજ રસ્તા ઉપર ચોખાની મીલ પાસે, ભાટીયાવાડ ભાટીયાવાડ મોતીશા દરવાજા પાસે મોતીશાદરવાજા બહાર મોતીશા દરવાજા બહાર, મોટી શાહ લવાજા બહાર મોટી શાહદરવાજા બહાર મોટી શાહદરવાજા બહાર ખાલક શાહ, કાલીબજાર કાલીબજાર કાલીબજાર, ખાન સરોવર દરવાજા અંદર રોડ ઉપર કાલીબજાર, ખાન સરોવરરવાજા અંદર રોડ ઉપર વિન્નાતવાડો Page #526 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦૩ સરનામું કાઝીવાડા અંધારીપોળ મુલ્લાવાડ, કાઝીવાડાના નાકે અંધારીપોળ કાઝીવાડા કાઝીવાડા રાધનપુરીવાસ, નિશાળ પાસે રાધનપુરીવાસ, ચાંદમજીદ પાસે ખાટકીવાડ કાલીબજાર ચોકમાં તુજારવાડા, ઝીણી રેત ખારીવાવડી રસ્તા ઉપર કાજીવાડા પાટણ અને મજીદનું નામ ૨૧ અબ્બાસપીરની દરગાહ ૨૨ હઝરત પીર તાય તથા પીરમસ્તની દરગાહ ૨૩ મોહંમદ નવાઝ સાહેબની દરગાહ ૨૪/પીરત પીર સાહેબનો ચીલો ૨૫/પીરનો ચીલ્લો ૨૬ સિધીકપીરની દરગાહ ૨૭ પીરની બેકબરો ૨૮/પીરની દરગાહ ૧ સાત શહીદની મજીદ ૨ તાબુતનો ચોરો ૩ તલ્લાપીરની દરગાહ ૪ શાત શહીદની દરગાહ ૫બાજી શહીદ મામુ ભાણેજ ૬ પીર મસ્તની દરગાહ . ૧ ખાતવાડા નાની સ્જિદ ૨ ખાતવાડા મોટી જીદ ૧ ગેબનશા પીર ૨ ઇતાદશાહ પીરની દરગાહ ૩ ગપુર શહીદદો બાલાપીર પૂરાની મજીદ 1 કતુબ શહીદ અને પીર સૈયદ દાઉદદરગાહ ૫ જાફર શહીદ ૬ મૌલાના મૌજદીન પીરની દરગાહ ગુગાણી પાટી ૭)અબ્દુલ્લા શહીદ ૮)અલ્લાહ વલીનુ કબ્રસ્તાન ૯ શિખોના કબ્રસ્તાન ૧૦ જમાદારોના રાજા ૧૧ મીરા દાતારનો ચીલો ૧૨ મિરાણી કબ્રસ્તાન | ડિસરા પાટી ૧૩)અલ્લા વલીનું કબ્રસ્તાન અને રગાહ ૧૪ ભટ્ટવાડા પીરની દરગાહ ચરખાશેરી સામે રોડ ઉપર મોહલ્લામાં મુખાતવાડા મીરાં દરવાજા દુખવાડામાં ગુશનવાડા, બુકડી મીરા દરવાજા, ભીલવાસ મીરાદરવાજા પાસે અડીને પાંચપાડા બુકડી મીરા દરવાજા પોલીસ ચોકી પાસે, લક્ષ્મીપુરામાં અગાસીયા સામે અગાસીયા સામે મીરા દાતાર ચીલ્લા પાસે મીરા દાતાર ચીલ્લા પાસે મીરાદાતાર ચીલ્લા પાસે ભઠ્ઠીવાડા દરવાજા પાસે Page #527 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા * ૫૦૪ અિન મજીદનું નામ ૧૫ પર પઘડી સલામત ૧૬ હઝરત બાબા દેહવ્વીરોજો અને મસ્જિદ Jહઝરત સુલતાન હાજી હુદ હિઝરત શાહ શરફ સાફ ૧૯ હઝરત પીર હાસેની દરગાહ ૨૦)હઝરત શેખ અહમદ જોહ ૨૧ હિઝરત કાઝી એહમદ જોહ ૨૨ હઝરત જલાલ શહીદ પીર ૨૩ હઝરત ગૌસુલપરા સાહેબ ૨૪ હિઝરત મૌલા મોહમંદ તાહીર સાહેબની દરગાહ ૨૫ હઝરત પીર ખાદીમશાહ ૨૬)નવી ઇદગાહ ૨૭ જુની ઇદગાહ પીર કાશમની દરગાહ - મજીદ કબ્રસ્તાન ૧ સુબા સરવરખાનની મજીદ સુબા સરવરખાનનો રોજો શાહ અબ્દુલ લતીફ પીર નો રોજો પીર ઇલમ કુરાનની બેદરગાહો ખોજખીરની દરગાહ હઝરત પીર ઉમર દરાઝની દરગાહ કબ્રસતાન શિખો ના કબ્રસ્તાન ત્રણ બાલાપીરની દરગાહ મજીદ કબ્રસ્તાન સૈિયદ એહમદ જહાંસાહની મજીદ ૯ મામુ ભાણેજની દરગાહ ૧૦)હઝરત મગદુમ હિસા મોહીની દરગાહ ૧૧)હઝરત પીર ખજાચીની દરગાહ કબ્રસ્તાન ૧૨ શિખ સીરાજદ્દીનની દરગાહ ૧૩ શેખ મોઝાદીન સુલેમાન ૧૪ પીર રૂમી સા.દરગાહ - ૧૫/પીર કમરઅલી શાહની દરગાહ ૧૬ પીર ભૂરાની દરગાહ ૧૭/પીર ઢોકલ શાહ સરનામું બાવા દેહલીયા કબ્રસ્તાનમાં બાવા દેવલીયા કબ્રસ્તાનમાં બાવા દેહલીયા કબ્રસ્તાનમાં બાવા દેવલીયા કબ્રસ્તાનમાં ખાનસરોવર જકાત નાકા પાછળ ખાનસરોવર જકાત નાકા પાછળ ખાલકપુરા, કાલીબજાર ખાનસરોવર, દરવાજા બહાર ખાનસરોવર, દરવાજા સામે, ખાનસરોવર, દરવાજા સામે ખાનસરોવરની ઉત્તર બાજુ ખાનસરોવર પૂર્વ બાજુ ખાનસરોવર પશ્ચિમ બાજુ ખાનસરોવર દક્ષિણ બાજુ ખાનસરોવરની પૂર્વ બાજુ, તળાવ ના ત્રણ ગરનાળા પાસે ખાનસરોવરની પૂર્વબાજુ તળાવના ત્રણ ગરનાળા પાસે તળાવની પશ્ચિમ કીનારા સામે કે તળાવની પશ્ચિમ કીનારા સામે ચાણસ્મા જતા રસ્તા ઉપર બહુચરમાતાના મંદીર સામે ધોલા રોજાથી આગળ મોતીશાહદરવાજા બહાર મોતીશાહરવાજા બહાર કનસડા દરવાજા બહાર નીકળતા ડાબા હાથે અનાવાડા રોડ ઉપર અનાવાડા રોડ ઉપર બકરાતપુરા બકરાતપુરા અનાવાડા ગામમાં અનાવાડા ગામમાં જીમખાનથી નદી તરફના રોડ ઉપર જીમખાનાથી નદી તરફના રોડ ઉપર Page #528 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦૫ સરનામું જીમખાનાથી નદી તરફના રોડ ઉપર નદી કીનારે રંગીલા હનુમાન પાસે, કનસડા દરવાજા સામે કનસડા દરવાજા બહાર પાણીની ટાંકી સામે રાણીની વાવ પાસે અિન મજીદનું નામ ૧૮ હિઝરત સૈયદહુસેન ખુંગલવારનો રોજો ૧૯ હઝરત મૌલાના મેહબુબ ૨૦ બારા શહીદ ૨૧ ગિબન શાહ પીર રર કાદરી તાજુદ્દીન પીર સમાલ પાટી ૨૩ નો પીર નો રોજો મજીદ કબ્રસ્તાન ૨૪ શિખ ફરીદ સાહેબ ઉર્ફે પીર રૂકનુદ્દીન કાનસર ૨૫)હઝરત બાવા હાજી ૨૬ કિરણા મજીદ ૨૭ વોહરા લોગોનું કબ્રસ્તાન ૨૮ખાલક શાહ ૧ ધોબીયોના પીર અને કબ્રસ્તાન ૨ બીબી આમેના સાહેબનો રોજો ૩ પીર ગંજ શહીદ : ૪ પીર ભીખન શહીદ પીર મોહંમદઅમીર ૬ધાસીમીયાનો રોજે ૭ વોહરા લોગોનું કબ્રસ્તાન પીર ખુદાબક્ષની દરગાહ ૯ રાદી લોગોનું કબ્રસ્તાન ૧૦|ગંજ ખાનનો રોજો ૧૧ પીરનો રોજો તથા ગરીબ શાહ ૧૨ તકીયા અને કબ્રસ્તાન ૧૩ કપુર શહીદની દરગાહ ૧૪ મહેદીયોના પીર સંસ્થાન ૧ ધોબી મજીદ ૨ ફલાદીવાડામજીદ ૩ ઢિંઢેરવાડા મજીદ * સીરત કમિટિ ટ્રસ્ટ ૫ વિકક કમિટી રાણીની વાવ સામે નદી કીનારે દક્ષિણ કાંઠે નદીની ઉત્તર કાંઠે ખાનસરોવર દરવાજા બહાર ડાબા હાથે દરવાજા બહાર જમણા હાથે સરસ્વતીડેમ પૂરો થાય છે ત્યાંથી નેળિયામાં ધોણીયામાં, ટેલીફોન એક્ષચેન્જ પાસે સૈયદ હુસેનની દરગાહ પાસે પાવર હાઉસ પાસે . પીરગંજ શહીદ પાસે પીર ગંજ શહીદ પાસે ચોકમાં પીર ગંજ શહીદ સામે પીર ગંજ શહીદ સામે સહસલિંગ તળાવ રોડ જીમખાના સામે ફાટીપાળ દરવાજા બહાર, બી.ડી.હાઇસ્કૂલથી આગળ રામવાડી સામે ફાટીપાળ દરવાજા બહાર, બી.ડી. હાઈસ્કૂલ સામે નેળિયામાં કાલકા કુંડ પાસે ફાટીપાળ દરવાજા બહાર, બી.ડી.હાઇસ્કૂલ સામે લોટેશ્વર, કંદોઈની શેરી, ફલાદીવાડા, ઝીણી રેત કનસડા * ઇકબાલ ચોક ઈકબાલ ચોક Page #529 -------------------------------------------------------------------------- ________________ બહેરામખાનની કબર જ્યાં આવેલી છે તે વિખ્યાત અને અનુપમ શેખ ફરીઠનો રોઝો, પાટણ યુગે યુગે પાટણની પ્રભુતા Ish ૫૦૬ Page #530 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦૭ ૮૮ પાટણનાં પાંચ પ્રાચીન મુરિલમ સ્થાપત્યો પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ઇ.સ. ૭૪૬ થી ઇ.સ. ૧૩૦૦ એમ લગભગ ૫૫૦ (સાડા પાંચસોહ) વર્ષ સુધી પાટણ એ ગુજરાતનું પાટનગર રહ્યું. આ ગાળા દરમ્યાન ચાવડા વંશે ૧૯૬ વર્ષ, સોલંકી વંશે ૩૦૨ વર્ષ અને વાઘેલા વંશે ૫૬ વર્ષ ગુજરાત ઉપર રાજય કર્યું. કર્ણ વાઘેલાના સમયમાં દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીના સુબા ઉલુધખાને પાટણ ઉપર ચડાઇ કરી. કર્ણવાધેલો હાર્યો. હિન્દુરાષ્ટ્રનો અંત આવ્યો અને ગુજરાતમાં મુસ્લીમ સુબાઓ દ્વારા દિલ્હીના બાદશાહે રાજ્ય કર્યું. ઇ.સ.૧૩૦૦ થી ઇ.સ. ૧૪૧૧ સુધી વિવિધ સુબાઓની હકુમત પાટણમાં રહી. છેવટે ઇ.સ. ૧૪૧૧માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું અને પાટણની રહી-સહી રોનકનો પણ અંત આવ્યો. મુસ્લીમ સલ્તનત દરમ્યાન અણહિલપુર પાટણમાં અનેક વિશાળ મસ્જીદો, મકબરા વગેરે મુસ્લીમ સ્થાપત્યો બંધાયાં તે પહેલાં સોલંકી કાળ ઇ.સ.૯૪૨ થી ઇ.સ.૧૨૪૪ દરમ્યાન પણ ઘણા મુસ્લીમ મહાત્માઓ પાટણમાં આવીને વસ્યા હતા. આ મુસ્લીમ ફકીરો, સંતો વગેરેની પ્રજા ઉપર અને હિન્દુરાજાઓ ઉપર પણ ઘણી અસર હતી. સમ્રાટ સિધ્ધરાજે ખંભાતમાં મસ્જીદ બનાવ્યાની ઐતિહાસિક ઘટના જાણીતી છે. આમ જેમ જૈનોની ઘેરી અસર ગુજરાતની પ્રજા ઉપર હતી એજ રીતે મુસ્લીમ સંસ્કૃતિની પણ અસંર પ્રજા ઉપર હતી. પાટણમાં આજે પણ કેટલાક પ્રાચીન મુસ્લીમ સ્થાપત્યો અડીખમ ઊભા છે. આ પ્રાચીન સ્થાપત્યો, ઇમારતો, મસ્જીદો, મકબરા વગેરે જેતે સમયની પ્રજાની રાજકીય સામાજીક અને ધાર્મિક સંસ્કૃતિની ઓળખ કરાવે છે. સ્થાપત્યકલા એ જેતે વખતના લોકોના સંસ્કાર અને સંસ્કૃતિનો પડઘો પાડે છે. મુસ્લીમ ઇતિહાસકારો પાટણને “નહરવાલા’’ નામથી ઓળખાવે છે. ( મુસ્લીમ આક્રમણકારોએ પ્રાચીન ઐતિહાસિક પાટણનાં મંદિરો, જિનાલયો, હવેલીઓ, કોઠીઓ, ઘર, રાજમહેલો વગેરે તોડીફોડી ધ્વંસ કરી લુંટ કરી હતી. પાટણની મસ્જીદો અને અન્ય સ્થાપત્યોમાં ખંડીત કરેલ હિન્દુ મંદિરોની જાળીયો, થાંભલા, ખૂંભીયો, હિંચકો વગેરે કલાત્મક કોતરકામવાળા અવશેષો બાંધકામમાં વાપર્યાં દેખાય છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૧) શેખ ફરીદનો રોઝો ૫૦૮ હાલના પાટણના પશ્ચિમ-ઉત્તર ખૂણામાં આસરે બે-ત્રણ કીલો મીટર દૂર સરસ્વતી નદીના કિનારે શેખ ફરીદનો પ્રખ્યાત રોઝો આવેલો છે. સહસ્રલિંગ સરોવરમાં પાણી લાવવા માટે રૂદ્રકૂપથી જોડતી પાકી નહેરના સામેના છેડે.આ ભવ્ય મુસ્લીમ સ્થાપત્ય જોવા જેવું છે. શેખ ફરીદનું આખું નામ હજરત રૂકનુદ્દીન કુંસકર હતું. એમનો જન્મ ઇ.સ. ૧૩૦૭માં પાટણમાં જ થયો હતો. તેઓ ૧૩૫ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી ઇ.સ. ૧૪૩૫ (હિજરી સં. ૮૪૨, સવ્વલ ના ૨૨)માં સ્વર્ગવાસી થયા હતા. શેખ ફરીદના રોઝાનું સ્થાપત્ય અદ્ભૂત છે. એના પરનો ઘૂમ્મટ દેલવાડાના જૈન દેરાસરની યાદ અપાવે છે. દિવાલો પરની સુંદર કોતરકામ વાળી જાળીઓમાં ફૂલવેલ, સર્પાકાર જેવાં સુંદર અને આંખોને ગમી જાય એવા છે. આ ઇસમારતના થાંભલા, જાળીયો, ઘુમ્મટની છત, બારશાખ વગેરે જોતાં જોનારને પ્રથમ નજરે એમજ લાગે પહેલાં આ જગ્યાએ કોઇ હિન્દુ મંદિર કે જૈનોનું જિનાલય હશે. જે પાછળથી મુસ્લીમ આક્રમણકારોએ અને મુસ્લીમ શાસકોએ એને મુસ્લીમ સ્થાપત્યમાં પરિવર્તન કર્યું હોય. મી. બર્જેસે પણ આવોજ મત વ્યક્ત કરેલો છે. પરંતુ બારીકાઇથી નિરીક્ષણ કરતાં સ્પષ્ટ જણાય છે કે આ સ્થાપત્ય મુસ્લીમ પધ્ધતિથી જ બંધાયું છે પણ એમાં વપરાયેલ સ્તંભો, જાળીયો, ઘુમ્મટો વગેરે તમામ સામાન પ્રાચીન હિન્દુ મંદિરો અને જિનાલયોના અવશેષોમાંથી જ નિર્માણ કર્યું છે. હકિકત ગમે તે હોય પાટણનાં પ્રાચીન મુસ્લીમ સ્થાપત્યોમાં આ એક જોવાલાયક સ્થળ છે. દરવર્ષે ત્યાં સંદલ, મેળો વગેરે આજે પણ હોંશભેર ઉજવાય છે. (૨) બહેરામખાનની કબર શેખ ફરીદના રોઝાને અડીને નજીકમાં બહેરામખાનની કબર એક વિશાળ ઘુમ્મટની નીચે આવેલી છે. આ મઝારનું સ્થાપત્ય પણ ખરેખર મુલાકાત લેવા જેવું છે. બહેરામખન અકબરના દરબારમાં મહત્વનું સ્થાન ધરાવતો દરબારી હતો અકબરના ઉછેરમાં, તેના ઘડતરમાં બહેરામખનનો ઘણો ફાળો હતો. બહેરામખાન ઇ.સ. ૧૫૬૧માં દિલ્હી થી મક્કા હજ કરવા નિકળ્યો તે વખતે ખંભાત બંદરેથી મક્કા જવાતું. ખંભાત પાટણના તાબામાં હતું. તેથી બહેરામખાન પ્રથમ પાટણ આવ્યો. રાજ્યના મોટા મહેમાન એવા બહેરામખાન સહસ્રલિંગ સરોવરમાં બોટમાં બેસી સહેલગાહ કરવા નિકળ્યા. સહસ્રલિંગ સરોવર ઇ.સ. ૧૫૬૧ સુધી પાણી થી ભરેલું અને બોટો ચાલી શકે એવી સારી સ્થિતિમાં હશે. બોટીંગ કરી વળતાં સહસ્રલિંગ સરોવરના રમણીય કિનારે બોટમાંથી નીચે ઉતરતાંજ મુબારકખાન નામના એક પઠાણે એના પિતાના મોતનો બદલો લેવા બહેરામખાનનું ખૂન કર્યું. આ ઘટના તા. ૩૧, જાન્યુઆરી, Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ યુગે યુગે પાટણની પ્રભુતા સને ૧૫૬૧ ના રોજ બની. શેખ ફરીદની કબર પાસે જ બહેરામખાનને દફનાવવામાં આવ્યો. આ રોઝો ચોરસ આકારનો છે લગભગ ૩૦ ફૂટ x ૩૦ ફૂટના સુંદર ઘુમ્મટ વચ્ચે વિશાળ બહેરામખાનની મઝાર છે. ચાર બારણા છે. આ સ્થાપત્ય પણ કમળના ફૂલ, કમળનાં પાન જેવાં હિન્દુ મંદિરોમાંથી ઉભુ કરવામાં આવ્યું હશે એમ લાગે છે. કેટલોક ભાગ તૂટી નદીમાં પડી ગયો છે પણ જે બને છે તે જોવા જેવો છે. અંદરની કોતરણી, અદ્ભુત છે. (3). રાણીનો મહેલ સહસ્ત્રલિંગ સરોવરની વચ્ચે એક ઉંચા ટેકરા ઉપર મોટી મોટી ઇંટો અને પથ્થરોની દિવાલોથી બાંધેલી આ ઇમારત રાણીનો મહેલ કેમ કહેવાય છે? હકિકતમાં આ મુસ્લીમ સ્થાપત્ય છે. ઉપર છતા નથી. આ ઇમારત ખંડીયેર હાલતમાં છે. આ અષ્ટકોણ આકારની ઇમારતમાં વચ્ચે કબર હતી. જ્યારે આ ઇમારત અકબંધ અને આખી હશે ત્યારે ઇજનેરી વિદ્યા એ વખતમાં કેટલી આગળ વધી હશે તે જાણવા મળે છે. આઠ બાજુથી પ્રવેશ કરી શકાય એવા આક જોવા જેવા છે. પાટણના સંશોધક સ્વ. કનૈયાલાલ ભાઇશંકર દવે આ ટેકરાને “વિંધ્યવાસિનીનું મંદિરમાં તરીકે જણાવે છે. બગલાને બેસવા માટેનું આ “બકસ્થળ” તરીકે ઓળખાવે છે. જાળવણીના અભાવે આ સુંદર ઇમારત જમીનદોસ્ત થઈ છે. આ ટેકરી વીરમાયા ટેકરી તરીકે જાણીતી થઈ છે. ટેકરી પર વીરમાયાનું મંદિર તાજેતરમાં બાંધવામાં આવ્યું છે. વણકર સમાજ “વીરમાયા સંકુલને વિકસાવી રહ્યા છે. અત્યારે પર્યટન સ્થળ તરીકે ખ્યાતનામ બની ગયું છે. (૪) હજરત મકતુમ હિસામુદીન મુલ્લાનીનો રોગો 'પાટણની પશ્ચિમ દિશાએ અનાવાડા રોડ પર ડાબી બાજુએ બરાબર જીમખાના પાછળ આ સુંદર રોઝો આવેલો છે. તેમનો જન્મ ઇ.સ. ૧૨૪૧માં મુલતાનમાં થયો હતો. એમના ગુરૂના કહેવાથી તેઓ અણહિલપુર પાટણ આવ્યા. લગભગ ૪૦ વર્ષ સુધી તેઓ પાટણમાં રહ્યા અને ઈ.સ. ૧૩૩૫માં ૯૪ની ઉમ્મરે ગુજરી ગયા. સુંદર સ્તંભો ઉપરની આ ઇમારત ૩૦ થી ૩૫ ફૂટ લાંબી પહોળી છે. બાર થાંભલા છે. ઘુમ્મટની છત સુંદર કોતરકામથી ભરપૂર છે. દિવાલો, ભીંતો, જાળીયોનું કોતરકામ હિન્દુ મંદિરની યાદ અપાવે છે. વચમાં આ મહાન સંતની પવિત્ર દરગાહ છે. સંકુલમાં સુંદર મજીદ, કુવો, પાણીનો બોજ પણ છે. ઘુમ્મટ વાળું બાંધકામ ખૂબ સારી હાલતમાં છે. પાટણથી સાવ નજીક એવું આ મુસ્લીમ સ્થાપત્ય ખરેખર જોવા લાયક છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ યુગે યુગે પાટણની પ્રભુતા (પ) સૈયદ મૌલાના મહેબુબ . સરસ્વતી નદીના કિનારે, સહસ્ત્રલિંગ સરોવર થી એકાદ માઈલ દૂર પશ્ચિમે મૌલાના મહેબબુની વિખ્યાત જગ્યા આવેલી છે. રાજવી કુટુંબમાંથી આવેલા આ મહાન મુસ્લીમ સંત લગભગ ચૌદમી સદીમાં પાટણ આવેલા. તેમનો સ્વર્ગવાસ ઈ.સ. ૧૩૯૫માં થયો હતો. મૌલાના મહેબુબવાળો ઘુમ્મટ સહિતનું સ્થાપત્ય લગભગ ૫૦ ફૂટ લાંબુ-પહોળું ચોરસ આકારનું છે. ઊંચો વિશાળ ઘુમ્મટ છે. સંત મૌલાના મહેબુબની દરગાહ ઉપરાંત બીજી બે ત્રણ કબરો છે. થાંભલા પર કમળફુલ, હિંચકો વગેરે સુંદર કોતરણી યુક્ત છે. સ્થાપત્યકલાનો સુંદર નમુનો ખરેખર જોવા લાયક છે. આવા તો અનેક મુસ્લીમ સ્થાપત્યો પાટણ શહેરની અંદરના ભાગમાં તેમજ કોટના બહારના વિસ્તારમાં આવેલાં છે. મુસ્લીમ સમાજ જાગૃત બન્યો હોઈ એના જીર્ણોદ્ધારનું કામ પણ ચાલે છે. બધાજ મુસ્લીમ સ્થાપત્યોનું વર્ણન કરીએ તો એના માટે જુદો ગ્રંથ બનાવવો પડે. આ ગ્રંથમાં આવા સ્થાપત્યોની એક વિસ્તૃત યાદી જુદા લેખ દ્વારા દર્શાવવામાં આવી છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૮૯ દક્ષ પ્રજાપતિના વંશજ પ્રજાપતિઓ શ્રીપદ્મનાભપ્રભુનુંપ્રાગધ્ય ૫૧૧ બચુભાઇ મોહનલાલ પ્રજાપતિ બી.એ.એલએલ.બી. "" એક સમયે દક્ષ પ્રજાપતિને ગર્વ થયો અને શિવજીને નીચે પાડવા એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં ઋષિઓ, મુનીઓ, દેવો તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સર્વને આમંત્રણ આપ્યું. સર્વ દેવો યજ્ઞમાં પધાર્યા. યજ્ઞમાં દક્ષ પ્રજાપતિ પધાર્યા ત્યારે બ્રહ્મા અને શિવજી સિવાય દરેક જણે ઉભા થઇ દક્ષ પ્રજાપતિનું અભિવાદન કર્યું. આથી દક્ષ શિવજી પર ગુસ્સે થયા અને કહ્યું, “ તું તો અવિવેકી છે, સસરાને માન આપવાનું સમજ્યો જ નથી.'' એમ વદી અપશબ્દો કહ્યા. ભોલેનાથ પ્રત્યુત્તરમાં કંઇ બોલ્યા નહીં. પરંતુ તેમના નંદીથી આ સહન થયું નહી. તેણે કહ્યું, ‘‘હે દક્ષ ! તું ગર્વમાં લીન થયો છે તેથી શ્રી શંકરને ગણતો નથી, પરંતુ કળીયુગમાં તારા વંશજો ઉચ્ચ અને પવિત્ર કુળના બ્રાહ્મણો હોવા છતાં અબ્રાહ્મણ કહેવાશે'' આજે પણ પ્રજાપતિઓ મૂળ દક્ષ પ્રજાપતિના કૂળના બ્રાહ્મણો હોવા છતાં કળીયુગમાં અબ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને તેમનો દરજ્જો શુદ્રમાં ગણાય છે. પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ વિષે પુરાણોમાં અને શ્રીમદ્ ભાગવત્માં એવી કથા છે કે પ્રજાપતિઓ દક્ષ પ્રજાપતિના વંશજો છે. એક વખત પ્રજાપતિ કુળના શિવદાસ બદ્રિકાશ્રમના તપોવનમાં ફરતાં ફરતાં આવી ચઢચા, જ્યાં ભગવાન બદ્રિકાશ્રમમાં ધ્યાન ધરી તપ કરી રહ્યા હતા. સખત તડકો હતો અને શિવદાસે જોયું કે, આવા સખત ઉનાળામાં તપસ્વી તરીકે તડકે બેસીને તપ કરે છે અને પરસેવેથી રેબઝેબ થયેલ છે, તેઓએ આજુબાજુ પાણી છાંટી ઠંડક કરી, ઘાસ વીણી લાવી તપસ્વી બેઠા હતા તેના ઉપર સુંદર કુટીરની રચના કરી. આમ થોડો વખત સેવા કરતાં આ ધામ સુંદર તપોવન જેવું થઇ ગયું. તપસ્વી જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે સુંદર કુટીર જોઇ વિસ્મય પામ્યા. તપસ્વીના આગ્રહથી પ્રજાપતિ શિવદાસે જણાવ્યું કે, તેઓએ આપની સેવા કરી છે અને સેવા કરવાનું પ્રયોજન મારે પ્રભુના દર્શન કરવા છે. તપસ્વીએ શિવદાસને આંખો બંધ કરવા જણાવ્યું. અને આંખો બંધ થતા જ, ચાર ભુજાવાળા, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ વિષ્ણુ ભગવાન શિવદાસની સમક્ષ હાજર થયા. હીરા માણેક મોતીથી સજેલા બાહુબંધો ઝળકી રહ્યા છે, ભાલે તિકલ કરેલ છે અને કાને કુંડલ ધારણ કરેલ છે. શિવદાસ પ્રભુના પગમાં પડી વારંવાર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. પ્રભુએ શિદવાસને કંઇ માગવા જણાવ્યું. પ્રજાપતિ શિવદાસે પ્રભુ સેવા અને ભક્તિનો લાભ મળે એવું કંઇક આપવા વિનંતી કરી. વિષ્ણુ ભગવાને કહ્યું, ‘“હે પ્રજાપતિ ! તારી જ્ઞાતિ તો ઉત્તમ જ્ઞાતિ છે..ટૂંક સમયમાં જ હું તારી જ્ઞાતિમાં તારે ઘેર જ જન્મ લઇશ. તારું કુળ ઉજાળીશ અને આમ તારા કુળમાં ભક્તિની વૃદ્ધિ થશે. પ્રજાપતિ શિવદાસને ત્યાં કર્ણ અને પ્રજાપતિ ભાનુયને ત્યાં લક્ષ્મી અવતર્યાં. કાળક્રમે તેઓ બન્નેનાં લગ્ન થયાં અને તેઓએ સંસાર માંડવ્યો ત્યારે શ્રી ભગવાને માયાને .આજ્ઞા કરી અને લક્ષ્મીના Page #535 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૨ ઉદરમાં ગર્ભ રહ્યો. દિવસે દિવસે માતાનું તેજ વધવા માંડ્યું. કુટુંબ ભક્તિભાવવાળું હતું તેથી ત્યાં સ્વયં ત્રિલોકનાથ સ્વયં પ્રગટ થવાના છે તેથી તેમણે ભક્તિમાં વધુ ધ્યાન આપવા માંડ્યું. લક્ષ્મીને ગર્ભ રહ્યાને દસેક માસ વ્યતિત થઇ ગયા અને મંગળ સમય આવી પહોંચ્યો. આખા વિશ્વમાં આનંદ છવાયો. ગ્રહો શુભ સ્થાને આવ્યા, સુગંધિત વાયુ ધીરે ધીરે વહેવા લાગ્યો. સાધુ સંતોને સૃષ્ટિ સુમધુર અને સ્વર્ગમયી જણાવા લાગી. સર્વત્ર આનંદ...આનંદ...છવાયો. વિ.સં. ૧૪૫૮ના ચૈત્ર સુદ પાંચમને ગુરૂવારના શુભ દિને ચઢતે પહોરે બપોરે અગિયાર વાગે રોહિણી નક્ષત્ર અને મેષ રાશીમાં શ્રી ભગવાન પાટણમાં પ્રગટ થયા. પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે લક્ષ્મી ભકત પ્રજાપતિ શિવદાસ અને કર્ણને દર્શન આપી કહ્યું, “હે શિવદાસ, તેં મારી સેવા કરી હતી ત્યારે મેં તને વચન આપેલું કે હું તારે ત્યાં પુત્ર તરીકે અવતરીશ, જે મેં આજે પાળ્યું છે.' કર્ણને પણ કહ્યું, “હે કર્ણ, રાક્ષસ યોનીમાં તું જ્યારે જન્મ્યો હતો ત્યારે ભારે તપ કરી તેં મને પ્રસન્ન કરેલ જે વચનનું પણ આજે મેં તારે ત્યાં જન્મ લઈને પાલન કર્યું છે.'' . ' પ્રભુ સાક્ષાત્ શિવદાસને ત્યાં જન્મ્યા છે એ વાત જેમજેમ વાયુ વેગે પ્રસરતી ગઇ તેમ તેમ લોકો પ્રભુના દર્શને ઉમટવા લાગ્યા. શહેરમાં શેરીએ શેરીએ આસોપાલવના તોરણો બંધાયા. ઘજા વાવટા ફરકાવ્યા. દીપમાળા પ્રગટવા લાગી. મંગળ ગીતો ગવાવા લાગ્યા જ્યાં ત્યાં જય જયકાર થઇ રહ્યો. ત્યારપછી ધનુરાજ ભગવાનના દર્શને આવ્યા. કર્ણની વિનંતીથી નામકરણ વિધિ ધનુરાજને સોંપવામાં આવી ધનુરાજે કહ્યું કે પ્રભુ અનામિ છે, એમના ગુણ અગણિત છે. છતાંયે પ્રભુએ પૃથ્વી પર મનુષ્ય યોનિમાં જન્મ લીધો છે માટે તેમનું નામ પાડવું તો પડશે અને તેમનું નામ “પાનાભ' રાખો. “પા” એટલે કમળ અને “નાભ' એટલે નાભી એટલે નાભીમાં કમળ ધારણ કરનાર શ્રી પદ્મનાભ ભગવાન એમને માટે બિલકુલ યોગ્ય નામ છે. આમ તેમનું નામ ‘પદ્મનાભ' રાખી નામકરણ સંસ્કારવિધિ પૂર્ણ થઇ. પદ્મનાભ વાડીની રચના : પદ્મનાભ બાર વર્ષના થયા ત્યારે તેમણે મિત્ર ધનુરાજને કહ્યું કે, આપણે એક મનોહર અને સુંદર વાડીની રચના કરીએ. વાડી ક્યાં બનાવવી તે તમો કહો. ધનરાજે કહ્યું, “પ્રભુ! ક્યાં વાડી રચવી તે તો તમને ખબર.” આપ જ્યાં આજ્ઞા કરો ત્યાં વાડીની રચના કરીએ. ત્યારે પદ્મનાભે વાડીની રચના પાટણ શહેરની દક્ષિણ દિશાએ કરવા જણાવ્યું. નિર્ણય મુજબ શ્રી પદ્મનાભ ભગવાન અને ધનુરાજ વિ.સં. ૧૪૭૧ના કાર્તિક સુદ ૧૪ને રવિવારના રોજ પહેલા પહોરે મુહુર્ત સ્થંભ રોપ્યો. પ્રભુ પદ્મનાભે પોતાનો પાંચજન્ય શંખ ફૂંક્યો. પ્રજાપતિ શ્રી પદ્મનાભ ભગવાને આ પ્રમાણે પાટણ શહેરની દક્ષિણે એક પવિત્ર વાડીની રચના કરી. પદ્મનાભ ભગવાને બ્રહ્માને વાડીના પૂર્વ ભાગમાં બેસવા કહ્યું. શિવજીને આજ્ઞા કરી કે તમો દક્ષિણ દિશામાં ભક્તોની રક્ષા કરો. ઇન્દ્રને વાડીના ઉત્તર ભાગમાં રહી રક્ષા કરવા કહ્યું. વરૂણને પશ્ચિમમાં, હનુમાનજી અને ગરૂડને વાડીના મધ્યભાગમાં અને જયવિજયને દ્વારપાળ તરીકે નીમ્યા. તઉપરાંત બીજા દેવોને સંપૂર્ણ વાડીમાં ફરતા રહી રક્ષણનું કામ સોંપ્યું. શ્રી પદ્મનાભ ભગવાને વાડીના મધ્યમાં ગોમતીકુંડ સ્થાપ્યો, તેમાં સૌ તીર્થોનો વાસ આપ્યો. ત્રિવિક્રન પર વૈકુંઠની સ્થાપના કરી. આમ વાડીની Page #536 -------------------------------------------------------------------------- ________________ = = યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૩ રચના સંપૂર્ણ બની રહી. ભક્તજનો, ઋષિઓ, મુનીઓ, વિદ્વાનો, સાધુ સંતો મળી સાત દિવસ મોટો ઉત્સવ ઉજવ્યો. તેમાં બ્રહ્મા, ઇદ્ર, રૂદ્ર, કુબેર, ગાંધર્વો, કિંકરો, નાગો, અપ્સરાઓ, દિકપાળો ઇત્યાદિ સર્વ દેવોએ પણ જુદા જુદા રૂપો ધારણ ધરી ભાગ લીધો અને ધર્મનો પ્રચાર કર્યો. આ રીતે પોતાના અવતાર કાર્યની શુભમંગળ શરૂઆત કરી. આજે પણ પાટણમાં પદ્મનાભવાડીમાં કારતક સુદ ૧૪ થી કારતક વદ ૫ સુધી પદ્મનાભ ભગવાનના રાત્રિ મેળાનું આયોજન થાય છે અને બધાજ પ્રજાપતિ ભાઇઓ-બહેનો મેળામાં ભાગ લેવા ઉમટે છે. પાટણના ખત્રીઓ પણ તેટલાજ ઉત્સાહથી મેળામાં ભાગ લે છે. પાંચમના દિવસે દિવસનો મોટાપાયે મેળો ભરાય છે જેમાં તમામ જ્ઞાતિના લોકો મળી આખું ગામ હોંશભેર ભાગ લે છે. પાટણના પ્રજાપતિ જ્યાં પણ વસતા હોય ત્યાંથી આ મેળામાં અવશ્ય આવે છે. બહારગામ રહેતા પ્રજાપતિઓ છેલ્લા બે મેળા કરવા અવશ્ય પધારે છે. હું મુંબઇથી દર વર્ષે મેળામાં વર્ષોથી અવશ્ય જાઉં છું. આ મેળામાં ખાસ “રવાડી"ના દર્શન કરવા લોકો ઉમટે છે અને પ્રસાદ તરીકે રેવડી હોય છે. ત્યારબાદ પદ્મનાભ ભગવાન ઉમર લાયક થતાં તેમના લગ્ન પ્રજાપતિ વારિદાસની સુપુત્રી સાથે થયાં અને આ લગ્નથી ભગવાનને ચાર પુત્ર અને એક પુત્રી અવતર્યા, જેઓના નામ હરજી, હરિદાસ, માધવદાસ, વિષ્ણુદાસ અને કન્યાનું નામ મચકન પાડયું. આ પાંચે અવતારો દેવના અવતારો હતા. જેમાં હરજી એ પ્રત્યક્ષ શિવજીનો અવતાર ગણાય છે અને તેઓ પાછળથી “હરદેવ'ના નામ નામે પ્રસિદ્ધ થયા. . એક સમયે પાટણના મુસ્લિમ બાદશાહખાન મહંમદને પીઠમાં મોટું પાડું થયું. વિવિધ ઉપચારો કર્યા છતાં પણ તે મઢ્યું નહીં. કોઈ મહાત્માએ બાદશાહખાનને સરોવર ખોદાવવા કહ્યું. અને તેના પુણ્યથી તમારા પીઠનું પાટું મટશે એમ જણાવ્યું. આ તો બાદશાહ ! તેમને વળી કોની સંમતિ લેવાતી હોય ? તેમના મનમાં આવે તે કરે. આખા ગામમાં ઢંઢેરો પીટાવી આખા ગામના સર્વે લોકોને કામે લગાડી દીધા. આખા શહેરના સર્વે લોકો સરોવરના ખોદકામમાં કામે લાગી ગયા, ન આવ્યા પદ્મનાભ અને ધનુરાજ. કોઇકે બાદશાહખાનને ચાડી ખાધી કે પદ્મનાભ નામે એક કુંભાર છે તે સરોવર ખોદવા આવતો નથી. બાદશાહે તુરંત સિપાઇ મોકલી પદ્મનાભને બોલાવવા મોકલ્યો બાદશાહ ખાનનો સંદેશ મેળવાથી પદ્મનાભ અને ધનુરાજ બન્ને સરોવર ખોદાતું હતું ત્યાં ઉપસ્થિત થયા. બાદશાહખાને પદ્મનાભને પૂછ્યું “આખું નગર છેલ્લા સાત દિવસથી સરોવર ખોદવાના કામે લાગ્યું છે, ત્યારે તમે કેમ કામ કરવા આવતા નથી ? શ્રી પદ્મનાભે કહ્યું, “સાત દિવસનું કામ અમો એક દિવસમાં કરી આપીશું” - બાદશાહખાને નગરના માણસોને સાત દિવસ જેટલું કામ કરેલું તેટલી જગ્યા અલગ ફાળવી પદ્મનાભને કામ કરવા ફરમાવ્યું. બાદશાહખાનના માણસોએ તે પ્રમાણે જમીન ફાળવી અને સાત ટોપલીઓ આપી કામ કરવા જણાવ્યું. કામ આપોઆપ શરૂ થઈ ગયું. ટોપલીઓ પદ્મનાભ ભગવાનના શિરથી અદ્ધર રહે અને માટી નંખાવા માંડી. આ ચમત્કાર જોઇને એક સિપાઈ ભાગ્યો અને બાદશાહખાનને સમાચાર આપ્યા કે, જે Page #537 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૪ કુંભાર આજેકામ પર આવ્યો છે તે કંઇ જાદુ જાણે છે. આથી બાદશાહખાનને નવાઇ લાગી અને તેઓ જાતે પદ્મનાભ પાસે ગયા અને અચરજ પામ્યા. પદ્મનાભે કહ્યું કે મને સોંપેલ કાર્ય તો મારે કરવું જ રહ્યું, એમ કહી એક લાકડી જમીનમાં ખોસી અને ઉપાડી તો જેટલું ખોદવાનું હતું તેટલી સર્વ માટી ઉપડી ગઇ અને પદ્મનાભે લાકડી સહિત માટી ફેંકી દીધી. આ ચમત્કાર જોઇ બાદશાહખાન પદ્મનાભના પગમાં પડચા અને પોતાને થયેલ પાઠાની વાત કરી. પદ્મનાભ ભગવાને પદ્મનાભવાડીની પવિત્ર માટી લાવી તે બાદશાહખાનના પાઠા પર ચોપડી અને જણાવ્યું કે તમો સાત દિવસ અને રાત નિંદ્રામાં રહેશો અને જ્યારે તમો જાગશો ત્યારે ચાઠું મટી ગયું હશે. બાદશાહને નિંદ્રા આવી ગઇ. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ આમ ચાર ચાર દિવસ સુધી બાદશાહખાન જાગતા નથી. બેગમોને ચિંતા થવા લાગી કે કુંભારે કંઇ જાદુ તો નથી કર્યું ને ? કંઇ ઝેર તો નથી ખવડાવ્યું ને ? આમ શંકાકુશંકા થવાથી તેઓએ પ્રધાનને બોલાવી વાત કરી. પ્રધાને બેગમની વાત શાંતિથી સાંભળી, પદ્મનાભને બોલાવવા માણસો મોકલ્યા. પ્રધાને પદ્મનાભને બેગમની ચિંતા વર્ણવી. આથી પદ્મનાભે કહ્યું ‘“મેં પહેલાથીજ તમોને જાણ કરેલ કે, બાદશાહખાન સાત દિવસ અને સાત રાત નિંદ્રામાં રહેશે. પરંતુ બેગમોને મારામાં વિશ્વાસ નથી અને શંકા કુશંકા કરે છે, તો જુઓ આમ કહી બાદશાહ ખાનનો અંગુઠો ખેંચ્યો અને બાદશાહ ઝબકીને જાગ્યા અને પ્રશ્ન કર્યો કે મને કેમ જગાડચો ? ત્યારે પદ્મનાભે કહ્યું કે તમારી બેગમ અધીરી થઇ ગઇ હતી અને વહેમ કરવા લાગી તેથી મારે ના છૂટકે તમોને જગાડાવા પડયા. બાદશાહખાન પદ્મનાભના પગે પડ્યા, બેગમો વાતી માફી માગી. આમ કરવાથી પદ્મનાભને દયા આવી અને ફરીથી માટી બાંધી અને દિવસને અંતે બાદશાહ જાગ્યા તો પાઠું મટી ગયેલું જણાયું. આજે પણ આ સરોવર પાટણમાં “ખાનસરોવર''તરીકે જાણીતું છે. બાદશાહખાન પદ્મનાભને ઘેર આવ્યા અને તેમને પગે પડી પાઠું કેવી રીતે મટ્યું તેના ઔષધ વિષે પૃચ્છા કરી. પદ્મનાભ ભગવાન તેઓએ પદ્મનાભવાડીમાં લઇ ગયા અને માટીના ક્યારા, ઢગલા જોઇ બાદશાહે પદ્મનાભને પૂછ્યું કે આ માટીની વાડી કોણે બનાવી ? પદ્મનાભે કહ્યું, ‘“આ માટીના ઢગલા નથી. આ તો સોનાના ઢગલા છે.'' પદ્મનાભે બાદશાહખાનની આંખો બંધ કરી ખોલવા જણાવ્યું. બાદશાહખાને આંખો બંધ કરી ખોલતાં તેઓને સોનાના ઢગલા દેખાયા. બાદશાહ અચરજ પામી ગયા. આ સોનાના ઢગલા હશે તો પ્રજા અંદર અંદર લડી મરશે અને અનર્થ સર્જાશે તેવી શંકા વ્યક્ત કરતા પદ્મનાભ ભગવાને વારાફરતી રૂપાના, તાંબાના, પીત્તળ અને લોખંડના બનાવ્યા. બાદશાહખાને ના પાડતાં પ્રભુએ પુનઃ માટીના ઢગલા બનાવ્યા. આથી બાદશાહ સંતુષ્ટ થયો. આજે ‘ પણ પદ્મનાભવાડીમાં માટીના ઢગલા જોવા મળે છે. પદ્મનાભ ભગવાનના મિત્ર ધનુરાજ એટલે શેષનાગનો અવતાર. પદ્મનાભે લીલા કરી ધનુરાજને દ્વારકા યાત્રા કરવા જણાવ્યું. ધનુરાજ દ્વારકા જવા ઉપડયા. પદ્મનાભ ભગવાને એક માળા આપી કહ્યું ‘આ માળાને ગોમતીજીમાં નવરાવી પાછી લાવજો.'' ધનુરાજ દ્વારકા ગયા અને જેવી માળા ગોમતીજીમાં નવડાવવા જાય છે કે માળા ગોમતીજીમાં પડી ગઇ. યાત્રા પૂર્ણ કરી ધનુરાજ પાટણ પાછા આવ્યા. પદ્મનાભે તેમની પાસેથી માળા માગી. ધનુરાજે કહ્યું, “માળા તો ગોમતીજીમાં પડી ગઇ'' તેથી માળા લાવ્યો નથી. પદ્મનાભે પદ્મવાડીમાં ગોમતીકુઇ છે તેમાં જઇ જોવા કહ્યું. ધનુરાજ Page #538 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૫ ગોમતીકુઇમાં જોવા ગયા તો માળા કરતી હતી. ધનુરાજે માળા ઉચકી પદ્મનાભપ્રભુને ચરણે ધરી. આમ પ્રભુએ ખૂબ લીલા કરી અને ગોમતી કૃપાનો મહિમા કહી સંભળાવ્યો અને ઉમેર્યું કે તેમાં દરેક તીર્થોના વાસ છે અને બધાજ તીર્થો અહીં છે એમ જાણજે. ધનુરાજે પુનઃ કોઇપણ જાત્રાએ જવાનું માંડી વાળ્યું. પદ્મનાભવાડીમાં વણઝારાની બે પોઠો છે એટલે ગણપતિના મંદિર પાસે વણઝારાની યાદમાં બે પથ્થરો ઉભા કરેલ જે આજે પણ દશ્યમાન છે તેની પણ કથા છે એક વખતે પદ્મનાભ ભગવાનના પુત્ર વિષ્ણુદાસજી અને પુત્રી મચકનબાઇ પદ્મવાડીના દરવાજા પાસે રમતા કુતુહુલતાથી વિષ્ણુદાસે વણઝારાને પુછ્યું. “ આ પોઠોમાં શું છે ?' વણઝારાએ જવાબ આપ્યો કે તેમાં ધૂળ ભરી છે. વણઝારાએ નાના છોકરાઓ સમજી સહજ ભાવે કહ્યું. વિષ્ણુદાસે કહ્યું, “પદ્મનાભ ભગવાનની કૃપાથી એમ જ હજો.”વણઝારાએ એ તરફ લક્ષ આપ્યું નહીં. અને પોઠો હંકારી ગયો. પોતાના દયેય પર જઇને વેપારીએ નમૂનો બતાવવા પોઠોમાંથી ખાંડ કાઢવા ગયો તો ધૂળ નીકળી. એક, બે, ત્રણ એમ સર્વે પોઠોમાંથી ધૂળ જ નીકળી. તે વિસ્મય પામ્યો. ઘણી ગડમથલ પછી તેને સ્મૃતિ થઇ કે પદ્મવાડીના દરવાજે છોકરાઓ રમતા હતા અને તેઓએ પૂછેલું. તુરંત તે પાછા ફરી પદ્મવાડીમાં આવી પદ્મનાભ ભગવાનને ચરણે પડ્યો અને ક્ષમા માગી. પદ્મનાભે કહ્યું, “કોઈ વખત આવું જુઠું બોલી નહીં જા, આ વખતે પોઠોમાં પુનઃ ખાંડ થઇ જશે.” આ સાંભળી વણઝારો પ્રભુને પગે પડી પોતાના ધ્યેય તરફ ગયો. પદ્મનાભ ભગવાન વિષ્ણુદાસને પણ ઠપકો આપ્યો કે આવી નાની ભૂલ માટે આવડી મોટી સજા કોઇને કરાય નહીં. માટે તમો પણ પદ્મનાભવાડી ત્યજી બાજુમાં બીજી વાડી બનાવી રહ્યો. આથી શ્રી વિષ્ણુદાસે પદ્મવાડીની બાજુમાં બીજી વાડી બનાવી તે આજે પણ જાદવ વાડી” તરીકે જાણીતી છે. શ્રી પદ્મનાભ ભગવાને પાટણમાં જન્મ લીધો તે ઘટનાને પાંચસો વર્ષ ઉપર થઈ ગયા. તેમણે રચેલી પદ્મવાડી આજે પણ જેવીને તેવી જ જોવા મળે છે. પદ્મનાભ પ્રભુના વંસજો જે સ્વામી તરીકે ઓળખાય છે તે પદ્મનાભ વાડીનો વહિવટ આજે પણ સંભાળે છે અને વાડીની સારસંભાર, દેખરેખ રાખે છે અને પ્રતિવર્ષ કારતક સુદ -૧૪ થી કારતક વદ-૫ એમ સાત દિવસ સુધી સાતમેળાનું આયોજન પણ તેઓ કરે છે. આ પદ્મવાડીમાં પદ્મનાભ ભગવાન, હરદેવજી, નકળંગજી, બ્રહ્માજી, શંકરભગવાન, વૈકુંઠ, રાધાકૃષ્ણ, હનુમાનજી છે. તે ઉપરાંત ત્રેત્રીસ કોટી દેવતા, છપ્પન કોટી યાદવોનો વાસ છે. પૂજ્ય કલ્યાણગીરી બાપુએ પદ્મનાભવાડી જવાના રસ્તા પર “વિજય હનુમાન સંન્યાસ્થાશ્રમ”ની સ્થાપના કરેલ છે તે પણ એક સૂચક છે. ગુરૂજીના નામમાં પણ સર્વેના કલ્યાણની ભાવના રહેલ છે. મુંબઈ, ૭૧/૧ કૈલાસનગર, ૬૫૮, તારદેવ રોડ, મુંબઈ - ૭, Page #539 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૬ આ પાનાભવાડીમાં શ્રી પદ્મનાભ ભગવાન Page #540 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૦ યુગે યુગે પાટણની પ્રભુતા प्राङ् शौर्यवृत्तौ प्राङ् शास्त्रे प्राङ् शमे प्राङ् समाधिषु प्राङ् सत्ये प्राङ् षड् दर्शन्यां प्राङ्घङङयामितो जनः ॥ ૫૧૭ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય અર્થાત્ : ‘“આ નગર (પાટણ)ના લોકો શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, ષડદર્શનમાં અને વેદના છ અંગોમાં અગ્રેસર છે’ જે નગરના પ્રજાજનો માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ યુગપુરૂષ આવાં વખાણ કર્યાં હોય એ નગર-પાટણનો ઇતિહાસ જાણવાનું કોને મન ન થાય ? પાટણના નગરજનોનો પરિચય આપ્યા પછી આ બીજી ગાથામાં પૂજ્ય આચાર્યશ્રી પાટણ નગર વિશે લખતાં જણાવે છે કે, अस्ति स्वस्तिकवद् भूमेर्धमागारं नयास्पदम् । पुरं श्रिया सदाश्लिष्टं नाम्नाणहिलपाटणकम् ॥ શ્લોકનો અર્થ : ‘“ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત આ અહિલ પાટણ નામનું નગર છે’’ કોઇપણ પટ્ટણીને પોતાના નગર વિશે વાંચતા આનંદ અને ગૌરવ ઉપજે એવો પાટણ નગર વિશેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આ મહામાનવે અત્રે આપ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યજી તો સોલંકીવંશના સમર્થ સમ્રાટ સિધ્ધરાજ જયસિંહ અને પરમાર્હત કુમારપાળ મહારાજ એમ બે સુપ્રસિધ્ધ સમ્રાટોના વખતમાં થઇ ગયા. એટલે એમના ઉદ્ગારો ખૂબજ આધારભૂત ગણાય. યુગે યુગે રચાયેલ પ્રાચીન સાહિત્યમાં પાટણનું જે દર્શન કરાવવામાં આવ્યું છે, એ જોઇએ. ‘“અહી (પાટણમાં) સ્વર્ગલોક જેવાં જૈન ચૈત્યો, જિનાલયો, પ્રાસાદો છે. આ નગરનાં દાન, માન, કલાકૌશલ્ય, ધર્મ, અને વિદ્યા, કલા વગેરે જોઇને દેવો પણ અહીં નિવાસ કરવા ઇચ્છે છે’’ (કુપારપાળ ચરિત્ર) ‘“આ નગરમાં વનરાજ નામે દેવરાજા થઇ ગયો. તેણે પંચાસર પાર્શ્વનાથનું નવીન જિનાલય બંધાવ્યું હતું. આ નગરની પાસે ઊંચો ‘કીર્તિસ્તંભ’ છે જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરે છે’’ (સુકૃત સંકીર્તન) Page #541 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૮ ‘‘અણહિલ પાટણ ઇન્દ્રપુરી જેવું નગર છે, જ્યાં શ્રી (લક્ષ્મી) અને સરસ્વતી (વિદ્યા) સાથે રહેવાના રસલોભથી કલહ કરતી નથી. (અર્થાત્ શ્રી અને સરસ્વતી સાથે નિવાસ કરે છે)’' (વસંત વિલાસ) ‘‘અણહિલપુર પાટણ ધર્મનું નિવાસસ્થાન અને લક્ષ્મીથી ભરપૂર સમૃધ્ધ નગર છે, જ્યાં સેંકડો ચૈત્યો, વિદ્યા, કલા માટે શાળાઓ છે’ ‘“આ નગરની આસપાસ ઉત્તમ પ્રકારના બગીચાઓ છે. નગરની નજીક વહેતી સરતી પોતાના પુનિતામૃત વડે નગરજનોને પવિત્ર બનાવે છે. નગરમાં મોટાં મોટાં મહાલયો, પ્રાસાદો, મંદિરો, દેવવિમાનો છે’’ “આ નગરના મહાલયોના ગવાક્ષો અને અગાશીઓ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. નગરની સ્ત્રીઓ જ્યારે અગાશીઓમાં ઉભી હોય ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે’ “આ નગરમાં અનેક કોટચાધિપતિઓ છે, જેના મહેલો પુરંદરની શોભાને પણ ઢાંકી દે છે’’ (શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘દ્દયાશ્રય' મહાકાવ્ય સર્ગ :૧) ‘“આ નગરમાં અનેક દેવમંદિરો છે, જેની ઘંટડીઓ રૂપી મુખ વડ઼ે અને ધ્વજારૂપી હાથ વડે રાજ્યનાં યશોગાન ગાઇ રહ્યાં છે. નગરના કોટને ફરતી ખાઇ છે, જે પાણીથી ભરેલી છે. જેથી નગરનું (શ્રી બાલચંદ્રસૂરિ) રક્ષણ સારું થાય છે’’ ‘‘શાભા અને કલ્યાણના નિવાસરૂપ અણહિલપુર નગર શોભી રહ્યું છે, તેની આસપાસ ફરતો કોટ છે, જેથી નગરે ગળામાં હાર પહેર્યો હોય એમ લાગે છે’’ (કવિશ્રી સોમેશ્વર) ‘‘(પાટણ) શહેરની શોભા એટલી બધી સરસ છે કે, જેને જોઇને, લંકા શંકા કરે છે, ચંપા કંપે છે, મિથિલા શિથિલ બની ગઇ છે, ધારાનગરી નિરાધાર બની ગઇ છે, મથુરા મંદ થઇ ગઇ છે.’' (‘કીર્તિકૌમુદી’ મહાકાવ્ય) ‘‘નગરમાં હિમાલય જેવાં ઊંચા અને સફેદ દેવાલયો છે. નગરની પાસે સહસ્રલિંગ સરોવર છે. તેને ફરતાં સહસ્ર શિવમંદિરો તથા વિષ્ણુમંદિરો છે. ત્યાં વેદશાળાઓ, પાઠશાળાઓ, યજ્ઞ શાળાઓ છે’’ (સરસ્વતી પુરાણ) (શ્રી ક.મા.મુનશી) ‘‘પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ માન્યું છે.’’ ‘‘પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે’’ (કવિ શ્રી નાનાલાલ દલપતરામ) ‘‘સિધ્ધહેમ’ એ ગ્રંથ માત્ર વ્યાકરણ નથી, પણ ગુજરાતનું જીવન ઝરણું નિઃસારતી કૃપાશ્રયી (શ્રી કનૈયાલાલ મા. મુનશી) ગંગોત્રી છે’’ Page #542 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ‘‘દ્રવ્યાસાર પારસમતિ, ઉર્વીસાર ગુજરાત’’ અર્થાત્ ચીજવસ્તુઓમાં પારસમણિ ઉત્તમ છે એમ ધરતી પર ગુજરાત શ્રેષ્ઠ છે. ૫૧૯ (કવિ શંકર બારોટ) ‘‘અણહિલપુરનો ઘેરાવો ૧૨ (બાર) કોસ (એક કોસ બરાબર ત્રણ માઇલ થાય) હતો. અર્થાત્ પ્રાચીન પાટણનો ઘેરાવો ૩૬ (છત્રીસ) માઇલ હતો. આ શહેરમાં ૮૪ ચોક અને ૮૪ ચૌટાં હતાં. સોના-રૂપાના સિક્કા પાડવાની ટંકશાળો હતી. (કર્નલ ટોડ) ‘‘અણહિલપુર પાટણ એટલે નરસમુદ્ર’' ‘હનુમાન લંકા કૂદતાં થાક્યા નહીં, પરંતુ જો તેઓ પાટણ આવે તો પાટણ કૂદતાં થાકી જાય’’ ‘‘અણહિલપુર કુબેરની અલકાપુરી અને ઇન્દ્રની અમરાપુરી જેવું છે'' ‘‘અહીં (પાટણમાં) બાવન બજાર અને ચોર્યાસી ચૌટાં હતાં. દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉઘરાવવામાં આવતું’’ ‘‘અણહિલપુરમાં ૧૮૦૦ કોટચાધીશો હતા. ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું ? ‘“પાટણ હિન્દુઓનું કાશી, જૈન ધર્મનું પિયર અને મુસલમાનોનું બીજું મક્કા હતું. (અર્થાત્ બધાજ ધર્મનાં દેવસ્થાનો અહીં હતાં. કોઇને યાત્રા કરવા બહાર જવું જ ન પડે એવી વ્યવસ્થા પાટણમાં હતી)’’ ‘“આ નગરમાં ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વોનો માર્ગ રોકે છે’' “આ નગર પૃથ્વી પર ધર્મપાલન માટે ઉપાધ્યાઓનું શિક્ષાગૃહ અને નગરની સતત્ સમૃધ્ધિ વધારનાર મહાક્ષેત્ર છે. (કવિ શ્રીપાલ) ‘આ ચૈત્યમાં (કુમારવિહારમાં) શ્રાવકો પુણ્યની ઇચ્છાથી, રોગીઓ રોગ દૂર કરવા, કારીગરો શિલ્પ જેવા, રસિકો સંગીતકની શ્રધ્ધાથી એમ જુદા જુદા આશયથી માણસો મુલાકાતે જાય છે’’ (શ્રી રામચંદ્રસૂરિરચિત કુમારવિહારશતક) ‘‘પટ્ટણીઓનું ત્રણ બાબતોનું અભિમાન હતું. (૧) ગુજરાતનું વિવેકબૃહસ્પતિત્વ. (૨) તેમના રાજાનું સિધ્ધચકિત્વ. (૩) પાટણનું નરસમુદ્રત્વ. આ ત્રણ બાબતમાં કોઇ વિવાદ કરે તે પટ્ટણીઓ સહન કરી શકતા નહીં. જો કોઇ વિવાદ કરે તો તેનો નિર્ણય ‘વાદ’ થી કે ફેંસલો ‘યુધ્ધ’ થી જ થતો. પ્રાચીન સાહિત્યમાં અણહિલપુર પાટણનું આવું ભવ્યાતિભવ્ય વર્ણન વાંચવા મળે છે. એ જમાનામાં પશ્ચિમ ભારતના પ્રબળ સામ્રાજ્યની પાટણનગરી તરીકે પાટણનું વિશિષ્ઠ સ્થાન હતું. એ એક ઐતિહાસિક હકીકત છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૨૦ હૃદયંગમ ભાષામાં જેનું આવું વર્ણન થયેલું છે, એ પાટણની અસ્મિતા અને પ્રભુતા મહાન હતી. એ પાટણનો ઇતિહાસ ગૌરવવંતો છે. યુગે યુગે પાટણની પ્રભુતા પથરાયેલી છે. ઇતિહાસ વાંચતાં એવો નિષ્કર્ષ નિકળે છે કે, પાટણના સમ્રાટો રાજ્યના શાસનકર્તાઓ હોવા ઉપરાંત મહાન આધ્યાત્મિક પુરુષો પણ હતા. દુનિયાના ઇતિહાસમાં ભાગ્યેજ જોવા મળે એવા રાજ્યગાદી સ્વેચ્છાએ ત્યાગી હોવાના પ્રસંગો પાટણના ઇતિહાસમાં નોંધાયા છે. એક બે નહીં, પરંતુ પૂરા છ ગુર્જરેશ્વરો રાજ્ય સિંહાશન છોડી મુગટધારીમાંથી કંથાધારી બન્યા છે. પોતાનું પાછલું જીવન દિવ્ય આધ્યાત્મિક માર્ગે વાળી પ્રભુપ્રાપ્તિ અર્થે વિતાવનાર આ મહાન ત્યાગી રાજવીઓ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધરો હતા. છતાં ઇતિહાસે પાટણની આ પ્રભુતાની જોઇએ તેવી નોંધ લીધી નથી. ગુજરાતની પ્રજાને અને વિશ્વના ઇતિહાસકારોને આ રાજવીઓના મહાભિનિષ્ક્રમણની ઝાઝી માહિતી નથી. પાટણના લોકો આ ત્યાગી સમ્રાટોનાં નામ પણ જાણતા નથી. એકજ વંશ-(સોલંકી વંશ) ના આ છ વીતરાગી સમ્રાટોનાં નામ આ પ્રમાણે છે. (૧) મૂળરાજ પહેલો (૨) ચામુંડરાજ (૩) દુર્લભરાજ (૪) ભીમદેવ પહેલો (૫) ક્ષેમરાજ (૬) કર્ણદેવ પાટણનો ઇતિહાસ વિવિધતાથી ભરેલો છે. તેમાં વીરરસના બહાદૂરીના પ્રસંગો, વિસ્મયભર્યા પ્રસંગો, રોમાંચક પ્રેમરસનાં પ્રકરણો આલેખાયેલાં છે. અણહિલપુર પાટણ વિદ્યા અને સંસ્કૃતિનું ધામ હતું. આ નગરે માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ હિંદને અને દક્ષિણ ભારતને સુસંસ્કૃત બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે. પાટણના રાજવીઓ અને સામ્રાજ્ઞીઓ જેમ અદ્વિતીય હતાં એમ અહીંના વિદ્યાધરોએ વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યમાં પોતાનું યોગદાન આપેલું છે. એજ રીતે સોલંકીવંશની સ્થાપત્યકળા વિશ્વમાં પોતાનું મસ્તક ઉન્નત રાખે એવી હતી. રાણી ઉદમયતીની રાણકીવાવ, રૂદ્રમાળ, સહસ્રલિંગ સરોવર, મોંઢેરાનું સૂર્યમંદિર, કુમારવિહાર, પંચાસરા પાર્શ્વનાથનું ચૈત્ય વગેરે સ્થાપત્યોથી સોલંકીયુગને ‘સુવર્ણયુગ’ કહેવામાં આવે છે. પાટણ એટલે પૃથ્વીનું કેન્દ્ર. દામોદર મહેતા, મુંજાલ મહેતા, ઉદયન મહેતા, વસ્તુપાળ, તેજપાળ, વગેરે મહામાત્યો જૈન હોય કે શૈવ હોય પાટણનું હિત સૌના હૈયે સરખું હતું. પાટણના વિકાસમાં સૌને સરખો રસ હતો. પાટણના રાજાઓ સહિષ્ણુ હતા. પાટણના ધર્માચાર્યો સર્વ ધર્મ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ Page #544 -------------------------------------------------------------------------- ________________ પર૧ યુગે યુગે પાટણની પ્રભુતા રાખનારા હતા. પાટણના રાજાઓ, રાણીઓ, મહામાત્યો, શ્રેષ્ઠીઓ, સામંતો, વિદ્વાનો, વિદ્યાધરો, નાગરિકો, કારીગોર, શૂરવીરો, સુભટો, ધર્મગુરુઓ, આચાર્યો, દાનવીરો અરે, વારાંગનાઓ વગેરે મહાન હતાં, આવા પાટણનો પ્રાચીન ઇતિહાસ ત્રણ વંશમાં વહેંચાયેલો છે (૧) ચાવડા વંશ યાને ચાપોત્કટ વંશ (૨) સોલંકી વંશ યાને ચાલુક્ય વંશ અને (૩) વાધેલા વંશ ચાવડા વંશનો રાજયકાળ વિ.સં. ૮૦૨ થી વિ.સં. ૯૯૮ એમ લગભગ ૧૯૬ વર્ષનો હતો. સોલંકીવંશનો રાજ્યકાળ વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૦૦ એમ લગભગ ૩૦૨ વર્ષનો હતો. વાઘેલા વંશનો રાજ્યકાળ વિ.સં. ૧૩૦૦ થી વિ.સં. ૧૩૬૦ એમ માત્ર ૬૦ વર્ષનો હતો. આમ પાટણનો ઇતિહાસ એકંદરે ૫૫૮ વર્ષનો છે. પાટણ ૫૫૮ વર્ષ હિન્દુ સામ્રાજ્યની રાજધાનીનું શહેર રહ્યું હતું. એ ગૌરવ લેવા જેવી હકીકત ગણાય. ‘‘યુગે યુગે પાટણની પ્રભુતા’’ નામનો આ નાનકડો નિબંધ વાંચવાથી પાટણ નગર વિશે અને નગરના લોકો વિશે વધુ જાણવાની વાચકમાં જરૂર ભૂખ ઉભી કરશે. એ રીતે‘આ લેખ ‘ક્ષુધા-ઉદ્દીપક’ (APPETIZER) તરીકેનું કામ કરશે એમ મારું નમ્ર મંતવ્ય છે. ધન્ય ધરા પાટણની...! ‘‘યુગે યુગે પાટણની પ્રભુતા’’ નો પમરાટ મ્હેંકી રહ્યો છે પાટણનું ગૌરવ અને પાટણનું દેવત્વ અજોડ છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા - ૫૨ ૨ પાઠણનો સોહામણો સાંસ્કૃતિક વિકાસ પાટણ જિલ્લામાં સૂર-સંગીત, લલિતકલાઓ, વિધવિધ લોકકલાઓના વિકાસ માટે અને રમતગમત પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે સરકારી ઉપકો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો સુભગ સમન્વય થયો છે. પાટણનાં માટીનાં રમકડાં શહેરનું આગવું સોપાન બની રહ્યાં છે. છેલ્લાં દોઢસો વર્ષથી પાટણનાં માટીનાં રમકડાં આજના દિવસે આખા ગુજરાતપ્રસિદ્ધ બન્યાં છે. પાટણના રમકડાં ‘ગુર્જરી હાટીમાં પણ વટ પાડી ચૂક્યાં છે. પાણી પીતો હાથી” વૈજ્ઞાનિક નિયમાધીન રમકડું છે. તો મીકી માઉસ જેવાં રમકડાં શૉકેસની શોભા બની શકે છે. પાટણનાં રમકડાંની જેમ પાટણનાં દેવડાં પણ પ્રખ્યાત છે. પાટણનાં દેવડાં છેક મુંબઈ સુધી પહોંચે છે. દિવાળીના તહેવારોમાં દેવડાંની મોટા પાયે ઘરાકી જામે છે. સૂર-સંગીતના સાયુજયને જીવંત રાખવા માટે અને ભારતીય સંગીતના વિકાસ માટે કાર્યરત શ્રી ભોગીલાલ લહેરચંદ ભારતીય સંગીતાદિ લલિત કલા મહાવિદ્યાલય છેલ્લાં ૫૦ વર્ષ ઉપરાંતથી જબરજસ્ત કામ કરી રહ્યું છે. આ સંસ્થાના સ્વ. શાંતિભાઈ પટ્ટણી, સ્વ. ચંપકલભાઇ ગોંઠી અને સ્વ. લક્ષ્મણદાસજી મહારાજે સૂર-સંગીતના માહોલને શહેરમાં જીવંત રાખવામાં પ્રભાવશાળી કાર્ય કર્યું હતું. પાટણમાં 'ધ્વનિ' અને 'સ્વરસાધના' નામના સંગીતકલા વિદ્યાલયો યુવા આલમને સંગીતના વિશાળ પરિક્ષેત્રમાં પગલાં માંડવાનું શીખવી રહ્યાં છે. આનર્તના હૃદયસ્થાન જેવા પાટણના પંથકમાં ગ્રામ કક્ષાએ ‘સુખલી’ જેવા લોકનૃત્યને ઠાકોર કોમ જાળવી રહી છે. પાટણ ખાતે નૃત્યકલાનો વિકાસ થાય અને સૂર-સંગીતના હોનહાર આરાધકો, તજજ્ઞ ગવૈયા, સંગીતજ્ઞોની નિશ્રા સાંપડે તેવા પ્રયાસો વિવિધ સંગીત સંસ્થાઓ કરી રહી છે. ગરબા-ગરબીઓ, રાસ, રાસડા અને હડિલા જેવા સમૂહગાન અને સમૂહ નૃત્યોમાં પંથકની સાંસ્કૃતિક વિરાસત દશ્યમાન થાય છે. જિલ્લાએ સાહિત્ય ક્ષેત્રે સ્વ. બાદલ જેવા કવિ અને શ્રી મોહનલાલ પટેલ જેવા સાહિત્યકાર આપ્યા છે. સ્વ. પિતામ્બરભાઈ પટેલ પણ જિલ્લાના શેલાવી ગામના વતની હતા. પ્રો. નવનિત શાહ, પ્રો.જીતેન્દ્ર વ્યાસ, પ્રો. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય જેવા ઇતિહાસવિદ્દ, શ્રી પ્રહલાદભાઈ ખમાર જેવા વરિષ્ઠ પત્રકાર પાટણની દેણ ગણાય છે. સ્વ. નરહરિ શાસ્ત્રી જેવા વિદ્વાન શાસ્ત્રી પણ પાટણની ભેટ . ગણી શકાય. ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી રામલાલ મોદી, શ્રી કનૈયાલાલ દવે જેવા સાહિત્યકાર, સંશોધકોએ નજીકના ભૂતકાળમાં જ પાટણને ગરિમા અપાવી હતી. સિદ્ધપુરે દાર્શનિક શ્રી જયદત્ત Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ યુગે યુગે પાટણની પ્રભુતા શાસ્ત્રી, શ્રી મનુભાઈ દવે, શ્રી શંકરલાલ દવે જેવા વિદ્વાનોની ભેટ ધરી છે. જિલ્લાની ગ્રંથાલય પ્રવૃત્તિઃ આઠસો વર્ષ પૂર્વે પાટણની ધરાને તેમની પ્રકાંડ વિદ્વતાથી પાવન કરી ગયેલા કલિકાલ સર્વજ્ઞ સમર્થ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના વિરાટ દર્શનના પ્રતીક સરખું શ્રી હેમચંદ્રાચાર્યજી જ્ઞાન મંદિર, પાટણના પંચારારા જિનાલયની સમીપમાં મહાન ગ્રંથ ભંડારની પ્રતીતિ કરાવે છે. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના વરદ હસ્તે ખુલ્લું મુકાયેલુ આ જ્ઞાન મંદિર વિવિધ દર્શનો, શાસ્ત્રોને લગતી સેંકડો વર્ષ પુરાણી ૨૨,૦૦૦ જેટલી હસ્તપ્રતો તાડપત્રીઓ અને હસ્તલિખિત ગ્રંથોનો અણમોલ વારસો ધરાવે છે. એક સમયે પાટણમાં ૧૧ જૈન ગ્રંથ ભંડારો હયાત હતા. તે પૈકી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર ગ્રંથ ભંડાર આજના દિવસે પાટણના અણમોલ વારસાની ઝાંખી કરાવે છે. ગાયકવાડ રાજવી સયાજીરાવ ગાયકવાડે જિલ્લાના ગામડે ગામડે ગ્રામ ગ્રંથાલયો ઊભાં કર્યાં હતાં. પુસ્તકાલય પ્રવૃત્તિને જીવંત રાખવા માટે રાજવીએ શાળાકીય ગ્રંથાલયોની ભેટ ધરી હતી. આજના દિવસે ભાગ્યે જ એવું કોઇ ગામડું હશે જ્યાં નાનું-મોટું પુસ્તકાલય ના હોય. | જિલ્લા મથક પાટણ ખાતે કનસડા દરવાજે ૧૨૫ વર્ષથી ચાલતું શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ૪૦ હજાર જેટલા વિધવિધ વિષયદર્શી પુસ્તકોથી સમૃદ્ધ બન્યું છે. પાટણમાં આવાં ૫ વાંચનાલયો છે.. રાજ્ય સરકારના ગ્રંથાલય બોર્ડ દ્વારા સમી ખાતે તાલુકા પુસ્તકાલય ચલાવાય છે. પાટણ ખાતે પણ આવા સરકારી પુસ્તકાલય-વાંચનાલયની સુવિધા ઊભી થઈ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણનું ગ્રંથાલય વિશ્વ વિદ્યાલયને છાજે તેવું સમૃદ્ધ, ભરપૂર અને સંપન્ન છે. સ્વૈચ્છિક સંસ્થાઓનું નેટવર્ક આજે વિકાસની ગતિવિધિઓ ખૂબ વ્યાપક બની છે, ત્યારે વિકાસલક્ષી પ્રવૃત્તિઓના વ્યવસ્થાપનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું યોગદાન નીતાંત જરૂર બની ગયું છે. પાટણ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓનું નેટવર્ક પ્રભાવી રીતે કાર્યરત છે. જિલ્લા મથક પાટણ ખાતે રો.સિનીયર સિટીઝન કાઉન્સીલ, રોટરી ક્બલ, રોટરી પાટણ સિટી, લાયન્સ લાયોનેસ, લીઓ જેવી સંસ્થાઓ, જેસીઝ, રોટરેકટ જેવી યુવા સંસ્થાઓ, જનસેવાનાં વિવિધ ક્ષેત્રોમાં રચનાત્મક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓના સંચાલનમાં સરકારની કુમકે દોડી આવે છે. પાટણની એસ.કે. બ્લડ બેંક, સિદ્ધપુરનું મુક્તિધામ-ચક્ષુબેંક જેવી સેવા સંસ્થાઓ સરાહનીય કાર્ય કરી, સમાજ પ્રત્યેના દાયિત્વને અદા કરે છે. પાટણ શહેરમાં છેલ્લાં ૭૦ વર્ષથી ચાલતું મહિલા મંડળ અને ભગિની સમાજ સંસ્થા જેવી મહિલા સંસ્થાઓ શિક્ષણ-મહિલા ઉત્થાનની પ્રભાવશાળી કામગીરી કરે છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૨૪ | જિલ્લામાં યુવક મંડળની પ્રવૃત્તિ પણ સારી એવી ગ્રામાભિમુખ બની છે. ગ્રામ કક્ષાએ સેવા પ્રકલ્પો અને સમાજલક્ષી રચનાત્મક પ્રવૃત્તિઓમાં આવી સંસ્થાઓનું યોગદાન ઉલ્લેખનીય છે. જિલ્લાના રાધનપુર ખાતે ભણશાળી ટ્રસ્ટની વિશિષ્ટ કામગીરી રાધનપુર, સાંતલપુર જેવા રણકાંઠાના વિસ્તારો માટે સેવાની શીળી છાંયડી બની રહી છે. ચાણસ્મા તાલુકાના શેલાવી ખાતે વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલનાં સેવા સોપાનો થકી સ્થાનિક ટ્રસ્ટ ખૂબ સુંદર કામ કરી રહ્યું છે. મારે જાવું પેલે પાર ! વિકાસની અવિશ્રાંત ખેપ ! ખૂબ ચાલીને...ખૂબ ચાલીને.. આગળ વધવાની વાત !...ચરૈવ.. ચરેવ..ચરેવ..! જે આગળ વધે છે તેને મધ મળે છે! તું પણ આગળ ચાલ..તને પણ મધ મળશે...!” જેવા ઝિંદાદિલ જીવનવાદ સાથે ઉત્કૃષ્ટ વિકાસના સૌથી ઉત્તુંગ શિખરને આંબવા માટે નકકર નિર્ધાર અને પ્રચંડ આશાવાદ સાથે પણ પાટણ જિલ્લામાં નાતો જોડયો છે...સર્વજન હિતાય...અને સર્વજન સુખાય જેવા સાર્વજનિક વિકાસને કંડારવા માટે પાટણ જિલ્લાએ હજુએ ઘણું ચાલવાનું બાકી છે... "Miles to go...Miles to go...." જેવા નિનાદ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે. પાટણ જિલ્લાની આર્થિક સ્થિતિઃ પાટણ જિલ્લાની આર્થિક પ્રવૃત્તિઓ મહદ્દઅંશે કૃષિ આધારિત, પશુપાલન આધારિત, વેપારવણજ અને ઉદ્યોગ-ધંધા આધારિત છે. જિલ્લામાં ૨,૩૭,૮૦૯ની શહેરી વસતિને બાદ કરતાં ગ્રામ વિસ્તારની ૯,૪૪,૧૩૨ની વસતિ મહદઅંશે કૃષિ-પશુપાલન ક્ષેત્રોની આર્થિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે. જિલ્લાના વાગડોદ, સાંતલપુર-સમી તાલુકા ૧૦૦ ટકા ગ્રામીણ છે. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને રાધનપુરને બાદ કરતાં તમામ ગ્રામ વિસ્તાર ગણાય છે. આમ, જિલ્લાની ૮૦ ટકા વસતિ ગામડાંની આર્થિક પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. પશુપાલન વ્યવસાય ખેતીની માફક સાર્વત્રિક છે. (ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત “પાટણની અસ્મિતા”માંથી સાભાર) Page #548 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૨ ‘સરસ્વતીપુરાણ’ : એક પરિચય પરપ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય આપણા ધર્મગ્રંથોમાં ચાર વેદો સાથે અઢાર પુરાણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ‘સરસ્વતીપુરાણ’એ આ અઢાર પુરાણો પૈકીનો ગ્રંથ નથી. અઢાર પુરાણ ઉપરાંત કેટલાય જ્ઞાતીઓના ઇતિહાસ ગ્રંથોને પણ ‘પુરાણ’ શબ્દ લગાડવામાં આવ્યો છે. દા.ત. (૧) લેઉઆ પુરાણ (૨) શ્રીમાલપુરાણ (૩) નાન્દીપુરાણ (૪) હિંગુલાપુરાણ વગેરે. એ રીતે સરસ્વતી નદીનું મહાત્મ્ય દર્શાવતા આ ગ્રંથને પણ.‘સરસ્વતીપુરાણ' કહેવામાં આવ્યું છે. આ ગ્રંથના મૂળ રચિયતા કોણ છે એની ચોક્કસ માહિતી મળતી નથી, પણ આ ગ્રંથની ત્રણેક હસ્તલિખિત પ્રતો ઉપલબ્ધ છે. જેમાંની એક પ્રત પાટણના શ્રી મણિશંકર મગનલાલ અયાચી પાસે હતી. પુનાના શ્રી ભાંડારકર ભંડારમાં પણ એની પ્રત છે. ‘સરસ્વતીપુરાણ’ના સંશોધક વિવેચક અને સંસ્કૃતમાંથી સુંદર ગુજરાતી ભાષાન્તર કરતા આપણા પાટણના વિદ્વાન સ્વ. શ્રી કનૈયાલાલ ભાઇશંકર દવે હતા. શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઇએ આ ગ્રંથનું પ્રકાશન કર્યું છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત ‘દ્દયાશ્રય’ મહાકાવ્યમાં જેમ સોલંકીવંશના રાજાઓની વંશાવળી મળે છે અને એ ગ્રંથ જેમ ગુજરાતના ઇતિહાસનું મહત્વનું સાધન ગણાય છે. બરાબર એજ રીતે ‘સરસ્વતી પુરાણ’ પણ સરસ્વતી નદીનું મહાત્મ્ય તો દર્શાવે છે. પણ સાથે સાથે એમાં પાટણને લગતા ઇતિહાસની અઢળક માહિતી ઉપલબ્ધ છે. આમ ‘સરસ્વતીપુરાણ’ માત્ર એક ધાર્મિક ગ્રંથ જ નહિ પણ ગુજરાતના ઇતિહાસને લગતો એક દસ્તાવેજી આધાર ગ્રંથ ગણી શકાય. શ્રી કનૈયાલાલ ભા. દવેએ આ ગ્રંથ ખંત, ખાંખત અને ભારે શ્રમપૂર્વક તૈયાર કર્યો છે. આ ગ્રંથમાં હિમાલયથી સિધ્ધપુર સુધીના સરસ્વતી નદીના મહાત્મ્યનું સુંદર વર્ણન તો છે જ. એની રચના પણ આપણા અઢાર પુરાણોની પધ્ધતિ જેવી વાર્તાલાપ સ્વરૂપે છે. આ પ્રાચીન ગ્રંથનો શ્રી વાસુદેવશરણ, શ્રી જિનવિજયજી, શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી જેવા પ્રખર ઇતિહાસવિદોએ વખાણ કર્યા છે. એજ રીતે ડૉ. બુલ્હેર, ડૉ. કીલહોર્ન જેવા પરદેશી સંશોધક વિદ્વાનોએ પણ એક ‘‘ઐતિહાસિક ગ્રંથ’' તરીકે માન્ય કર્યું છે. ‘‘સરસ્વતીપુરાણ’” એ તીર્થવર્ણનાત્મક પુરાણ છે. સરસ્વતી નદીના તીરે આવતાં ધાર્મિક સ્થળોની, તીર્થોની એમાં નોંધ કરવામાં આવી છે. યાત્રા કરવા આ ધાર્મિક તીર્થોનું વર્ણન કરવું એ પ્રયોજનથી જ આ સરસ્વતીપુરાણની રચના થઇ છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૨૬ સરસ્વતીપુરાણનું ઐતિહાસિક મહત્વ - ઉપર જણાવ્યું તેમ આ ગ્રંથમાં સરસ્વતી નદીના કાંઠે ગુજરાતની રાજધાની એવું પાટણનગર (અણહિલપુર પાટણ) વસેલું હોવાથી આ ગ્રંથમાં “પાટણની પ્રભુતા”નાં દર્શન થાય છે. પ્રભુતા' એટલે (૧) ગૌરવ અને પ્રભુતા એટલે (૨) દેવત્વ, આમ આ ગ્રંથમાં આ બન્ને બાબતોનાં દર્શન થાય છે. | ગુજરાતના સમર્થ સમ્રાટ સિધ્ધરાજ જયસિંહે બંધાવેલ સરસલિંગ સરોવરમાં સરસ્વતી નદીના જળ પ્રવાહને અસાડ મહિનાની સુદી ૮ના દિવસે નહેર મારફત વાળી સરોવર છલકાવવામાં આવ્યું એનો ચોક્કસ ચિતાર આ ગ્રંથમાંથી મળે છે. (સં.વર્ષ આશરે વિ.સં. ૧૧૯૫-૯૬ હોઇ શકે) આ ગ્રંથમાં સિધ્ધરાજ જયસિંહ વિશે, સહસલિંગ સરોવર વિશે, સિધ્ધરાજના પિતા કર્ણદેવ અને માતા મિનળદેવી વિશે માહિતી મળતી હોઇ ગ્રંથનું ઐતિહાસિક મૂલ્ય ઘણું વધી જાય છે. સરસ્વતીપુરાણમાં સહસલિંગ સરોવરનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. આવું ઝીણવટ ભર્યું ચિત્રાત્મક વર્ણન અન્ય કોઇ ગ્રંથોમાં મળતું નથી. આપણા પાટણના મહાન સંશોધક સ્વ. રામલાલ ચુનીલાલ મોદીએ સરસ્વતી પુરાણમાં આપેલ સહસલિંગનાં વર્ણનના આધારે એમાં દર્શાવેલ ભૌગોલિક વિસ્તાર, આકાર, સરોવરના કાંઠાના તીર્થો વગેરેની નોંધ સાથે સરોવરનો નકશો તૈયાર કરાવ્યો છે. આ રીતે પણ આ પુરાણ ગુજરાતના ઇતિહાસનું એક અગત્યનું સાધન છે. શ્રી રામલાલ ચુ. મોદીએ તૈયાર કરેલ નકરશો આ ગ્રંથમાં છાપવામાં આવેલ છે. આ સરસ્વતીપુરાણની કથનશૈલી પૌરાણિક છે. ઇતિહાસ આલેખવાના દષ્ટિકોણથી ગ્રંથ લખાયો નથી. પણ ઉદ્દયાશ્રય' ગ્રંથની માફક જ એમાં પાટણના ઇતિહાસને લગતી કાચી સામગ્રી ભરપૂર પડી છે. અલબત્ત આ બધી સામગ્રીને ચકાસવાની જરૂર તો છે જ. સરસ્વતીપુરાણનો રચનાકાળ વિદ્વાનોએ બારમા સૈકાના અંતથી તેરમા સૈકાના મધ્યભાગ સુધીમાં હોવાનું અનુમાન કર્યું છે, આમ આ ગ્રંથ પ્રાચીન તો છે જ ! ગ્રંથ પરિચય :- આ પુરાણના બધા મળી ૧૮ સર્ગો છે અને તેમાં ૨,૮૯૦ (બે હજાર આઠસો નેવુ) શ્લોક રાશી છે. આ પુરાણ સુમતિ અને માકડયના સંવાદ સ્વરૂપે છે. આ પુરાણનું સંયોજન હકિકતમાં સહસલિંગનું મહાત્મ દર્શાવવા માટે જ કરાયુ હતું. આ પુરાણમાંથી આપણે ઇતિહાસનું તત્ત્વ તારવવાનું છે. આ પુરાણમાં (૧) સિધ્ધરાજનું ચરિત્ર (૨) સિદ્ધરાજના પિતા કર્ણ તથા માતા મિનળદેવીનાં ચરિત્ર વર્ણનો (૩) બર્બરક ઉર્ફે બાબરા ભૂત વિશેનું સંશોધન (૪) પાટણની સ્થાપના કરનાર વનરાજ ચાવડા વંશના ચાવડા રાજવીઓનાં ચરિત્રો (૪) કર્ણરૂપ્રાસાદ (૫) સહસ્ત્રલિંગ સરોવર વગેરે અનેક ઐતિહાસિક પાત્રો, ઘટનાઓ અને સ્થાપત્યો પર પ્રકાશ પાડે છે. બાબરો - બર્બરક ઇતિહાસ પ્રસિધ્ધ વ્યક્તિ છે. સિધ્ધરાજે એને તંદુ યુદ્ધમાં જીતી પોતે બર્બરકજીણું' કહેવાયો હતો. સિધ્ધરાજના એક વિશ્વાસુ અંગરક્ષક તરીકે એણે સેવાઓ આપી હતી. આ બર્બરકનું કમબધ્ધ જીવન વૃત્તાંત સરસ્વતીપુરાણમાં વાંચવા મળે છે. મોટી દાઢીવાળો, વિજળીના Page #550 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પર૭ ચમકારા જેવી જીભ, આંખો પિંગ વર્ણની, કાન ઊભા અને નાક વાંકુ, મોઢાપર વાળના ગુચ્છા આવું ભયંકર સ્વરૂપ એનું હતું. સરસ્વતીપુરાણમાં ચાવડાવંશના રાજવીઓને ધનુર્ધારી, પણ સ્વભાવે લુંટારા દર્શાવ્યા છે. સિધ્ધરાજનો પિતા કઈ સોલંકી સગુણોથી અલંકૃત હતો. માતા મિનળદેવી પણ શુધ્ધ ચારિત્રશીલ સુંદર, સ્વરૂપવાન દર્શાવી છે. કર્ણ અને મિનળ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. પ્રબંધચિંતામણિમાં મિનળને કરૂપી દર્શાવી છે તે હકિકત ખોટી સાબીત થાય છે. બન્નેના પ્રેમના પરિપાક રૂપે જ તેમને સિધ્ધરાજ જેવો, ચારિત્ર્યશીલ, બળવાન, કુશળ, બહાદુર, અને સમર્થ પુત્ર સિધ્ધરાજ થાય છે. પુરાણકારે તો સિધ્ધરાજને ભગવાન નારાયણના અવતારરૂપે દર્શાવ્યો છે. સિદ્ધરાજનો રાજ્યાભિષેક બાલ્યાવસ્થામાં થયો હતો. સહસલિંગ સરોવરની રચના - સહસલિંગ સરોવર એ સિધ્ધરાજ જયસિંહનું એક મહાન કાર્ય ગણાય છે. આ સરોવરનાં મનોરમ્ય વર્ણન ઘણા પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. પણ સરસ્વતી પુરાણના રચયિતાએ સરોવર બનાવવાની પ્રેરણા, નહેર દ્વારા સરસ્વતી નદીનાં નીર સરોવરમાં પધરાવવાની યોજના, સરોવરના કાંઠે એક હજાર શિવાલયો અન્ય તીર્થો, દેવ મંદિરો વગેરે વર્ણનો ઐતિહાસિક સાહિત્યમાં નવિન પ્રકાશ પાથરે છે. આવા આબેહુબ ઝીણવટભર્યા વર્ણનથી આ સરસ્વતી પુરાણની પ્રાચીનતાનો આધારભૂત પુરાવો મળે છે. પાટણના મહાન સંશોધક સ્વ. રામલાલ ચુનીલાલ મોદીએ આ પુરાણને આધાર બનાવી સહસ્ત્રલિંગ સરોવરનો નકશો તૈયાર કર્યો છે. ઉપરાંતમાં શ્રી મોદીએ સરોવરના કાંઠાના તીર્થો, સત્રશાળાઓ, સરોવરની વચ્ચેના ટેકરા પર વિંધ્યવાસિનીનું મંદિર અને અસાડ સુદ ૮ ના રોજ સરસ્વતીના પવિત્ર નીર સહસલિંગ સરોવરમાં નહેર દ્વારા પધરાવી સરોવર છલકાવી દીધાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. પુરાણનો અસલ શ્લોક નીચે મુજબ છે अषाढस्य सिताष्टम्यां सुमते सा महानदी महता च जलौधेन मत्स्यकच्छपधारिणी ॥२३८॥ આ ઘટના વિ.સં. ૧૧૯૫-૯૬માં બનેલ છે. સરસ્વતી પુરાણમાં મહાસ્થાનો - આ પુરાણ નદીનું મહાત્મ વર્ણવે છે. પુરાણમાં (૧) ઔરંગાશ્રમ (૨) કેદાર (૩) ગંધર્વકૂપ (૪) ભૂતીશ્વર (૫) રૂદ્રાકોટી (૬) કુરુક્ષેત્ર (૭) વૈરાટનગર (૮) પુષ્કર (૯) માકડાશ્રમ (૧૦) મેરૂપાદ (૧૧) ઉદુબરવન (૧૨) કોટેશ્વર (૧૩) કાકતીર્થ (૧૪) મોક્ષેશ્વર (૧૫) માતૃતીર્થ (૧૬) શ્રીસ્થળ (સિધ્ધપુર) (૧૭) વટેશ્વર (૧૮) નકુલીશ (૧૯) સાંબાદિત્ય (૨૦) દધિસ્થળી (દેથળી) (૨૧) પિલુપર્ણિક તીર્થ (જાળેશ્વર પાસે) (૨૨) સ્વર્ગદ્વાર (૨૩) ગોવત્સ (૨૪) લોહયષ્ટિ (લોટેશ્વર) (૨૫) ઝીલ્લતીર્થ વગેરે તીર્થો સરસ્વતી નદીના કાંઠે આવેલાં દર્શાવ્યા છે. આમાં કેટલાંક તીર્થો - ગામોનું ચોક્કસ સ્થાન કયાં આવ્યું એ નક્કી થઈ શકતું નથી. સરસ્વતી નદીના પાંચ Page #551 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રવાહો માનવામાં આવ્યા છે. સહલિંગ સરોવરની યોજના : શ્લોકો છે. માર્કંડેય બોલ્યા : ૫૨૮ સરસ્વતી પુરાણમાં સહસ્રલિંગનું મહાત્મ્ય દર્શાવતા ઘણા ‘“બાણાસુરે જે બાણલિંગો નદીના જળમાં પધરાવ્યાં હતાં, તેમાંથી હજાર લિંગો સિધ્ધરાજ લાવ્યો હતો. તે ભુક્તિ, મુક્તિ આપનાર સહસ્રબાણલિંગોને આ પવિત્ર સરોવર (સહસ્રલિંગ સરોવર) ૫૨ સિધ્ધરાજે સ્થાપ્યાં.'' (શ્લોક - ૮૬, ૮૭) આ શ્લોક જ દર્શાવે છે કે સહસ્રલિંગ સરોવરના કિનારે એક હજાર શિવાલયો હતા. એમાનું એક પણ હજુ મળ્યું નથી. કારણ કે સરોવર દટાઇ ગયેલું છે. આમ ‘સરસ્વતીપુરાણ’ એક ખૂબજ અમૂલ્ય ઐતિહાસિક માહિતીપૂરી પાડતો આધારભૂત ગ્રંથ ગણી શકાય. ગુજરાતના ઇતિહાસના ઐતિહાસીક સાધનોમાં આ ગ્રંથ પણ ગણી શકાય. એની રચના ‘પુરાણ’ના સ્વરૂપે થઇ છે જેથી સિધ્ધરાજમાં દૈવી તત્ત્વનું આરોપણ થઇ શકે અને સહસ્રર્લિંગ સરોવરને પવિત્ર સ્થળ તરીકે આલેખી શકાય. ગમેતેમ પણ પાટણનો ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા ધરાવનાર વાચકે આ ‘સરસ્વતીપુરાણ' વાંચવું જ જોઇએ. Page #552 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૩ ‘કુમારપાળ પ્રતિબોધ' : એક અભ્યાસ પર૯ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય અણહિલપુર પાટણ સાડા પાંચસોહ વર્ષ સુધી ગુજરાતનું પાટણનગર- રાજધાની હતું. આ અણહિલપુર પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં વીર વનરાજ ચાવડાએ કરી. ચાવડા ઉર્ફે ચાપોત્કટ વંશે પાટણની ગાદી પર વિ.સં. ૮૦૨ થી વિ.સં. ૯૯૮ એમ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું. ચાવડાવંશના છેલ્લા રાજા સામંતસિંહને મારી તેના ભાણેજ મુલરાજ સોલંકીએ વિ.સં. ૯૯૮માં પાટણની ગાદી કબજે કરી. સોલંકીવંશની સ્થાપના થઇ. પાટણની ગાદી પર સોલંકી સમ્રાટોએ વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૦૦ એમ ત્રણસો બે વર્ષ રાજ્ય કર્યું. ગુજરાતના ઇતિહાસમાં આ સોલંકી યુગને ‘“સુવર્ણયુગ’’ તરીકે ઓળખવામાં આવે છે. વિ.સં. ૧૩૦૦ થી વિ.સં. ૧૩૫૬ એમ ૫૬ વર્ષ વાઘેલા વંશે પાટણની ગાદી પર રાજ્ય કર્યું. વાઘેલા વંશના છેલ્લા રાજવી કર્ણ વાઘેલાના સમયમાં દિલ્હીના મુસ્લીમ બાદશાહના સુબા ઉલુગખાને પાટણની ગાદી કબજે કરી. પાટણ પરના હિન્દુ રાષ્ટ્રનો અંત આવ્યો અને પાટણ પર મુસ્લીમ શાસનની શરૂઆત થઇ. સુવર્ણયુગ એવા સોલંકીવંશના આઠમા સમ્રાટ કુમારળપાનું શાસન વિ.સં. ૧૧૯૯ થી વિ.સં. ૧૨૨૯ સુધી રહ્યું. કુમારપાળ અપુત્ર મરણ પામ્યો. કુમારપાળે ફક્ત ૩૧ વર્ષ જ પાટણની ગાદી પર શૈવ રાજ્ય કર્યું, પણ એના સુશાસનથી એ ગુજરાતના ઇતિહાસમાં અમર બની ગયો છે. કુમારપાળ મૂળ ધર્મ પાળતો. કુમારપાળ, સિરાજ પછી પાટણની ગાદી પર આવશે એવી ભવિષ્યવાણી ભાખનાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાળ મહારાજા જૈનધર્મના પ્રભાવમાં આવેલા અને પાછળથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો એ એક ઐતિહાસિક સત્ય છે. કુમારપાળ પ્રતિબોધ : અનેક માણસોને ઉપદેશ આપવાથી જે લાભ થાય એ એક રાજા-મહારાજાને પ્રતિબોધ કરવામાં સહજ વિશેષ લાભ થાય ! આવા દૃઢ વિશ્વાસથી જ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે તે વખતના ગુર્જર નરેશ શ્રી કુમારપાળ મહારાજને ઉપદેશ આપી રાજાને પરમ દયાવાન, આદર્શ રાજવી, આર્હત ભક્ત અને એક નરરત્ન બનાવેલ છે. આચાર્યશ્રીએ કાચા હિરાને પેલ પાડી મૂલ્યવાન બનાવે એમ કુમારપાળ મહારાજને સામાન્ય માનવીમાંથી સમ્રાટ બનાવ્યો, એટલું જ નહિ પણ પ્રસંગે પ્રસંગે ધર્મકથાઓ સંભળાવી રાજાને સત્યવાદી ધર્માત્મા, અહિંસાનો પુજારી, સમાજ સુધારક અને જૈનશાસનનો પ્રભાવક બનાવ્યો. ‘કુમારપાળ પ્રતિબોધ’' ગ્રંથના કર્તા શ્રીમાન્ સોમપ્રભાચાર્ય મહારાજ છે. આ ગ્રંથનો રચનાકાળ વિ.સં. ૧૨૪૧ છે. કુમારપાળ વિ.સં. ૧૨૩૦ માં ગુજરી ગયો, તેના મરણબાદ અગીયારમે Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ યુગે યુગે પાટણની પ્રભુતા વર્ષે સં. ૧૨૪૧માં ગ્રંથની રચના થઇ. ગ્રંથ પાટણમાં પૂર્ણ થયો ઃ- ગ્રંથના કર્તા શ્રી સોમપ્રભાચાર્ય, શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ રાજાના સમકાલીન હતા. ગ્રંથકર્તાએ, શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ વચ્ચેનો વાર્તાલાપ, ઉપદેશની વાતો, ધર્મકથાઓ કહેતા સાંભળ્યા હશે. એક નોંધ એવી મળે છે કે વિ.સં. ૧૨૪૧ના ભાદરવા સુદ ૮ રવિવારના રોજ શ્રી સોમપ્રભાચાર્ય મહારાજે આ ગ્રંથ પાટણમાં સમાપ્ત કર્યો. કવિ શ્રીપાલના પુત્ર કવિ સિધ્ધપાળ, કુમારપાળ મહારાજના પ્રીતિપાત્ર કવિ હતા. સિધ્ધપાળ જે ઉપાશ્રયમાં રહેતા હતા એજ ઉપાશ્રયમાં ગ્રંથકર્તા શ્રી સોમપ્રભાચાર્યે નિવાસ કરી આ ગ્રંથની રચના પાટણ ખાતે કરી હતી. મૂળગ્રંથ તાડપત્ર પર લખાયેલ છે. આ મહાન ગ્રંથ એના નામ પ્રમાણે ‘‘ઉપદેશક ગ્રંથ'' છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગુજરાતના સુવિખ્યાત સોલંકી સમ્રાટ કુમારપાળ મહારાજાને સમયે સમયે જે બોધ વિવિધ વ્યાખ્યાનો દ્વારા આપેલ, તે તે વિષયોને લગતી ધર્મકથાઓ સહિત આપેલો અને તે ઉપદેશની અસરથી જ કુમારપાળ મહારાજએ ધીમે ધીમે જૈન ધર્મનો ક્રમશઃ સ્વીકાર કેવી રીતે કર્યો તેનું ઝીણવટભર્યું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. જૈન ધર્મમાં મોક્ષના જે ચાર દ્વાર માનવામાં આવ્યાં છે. તેમાં એક ‘‘ધર્મકથા’’ પણ મોક્ષનું દ્વાર ગણાય છે. ‘દલીલ કરતાં દાખલો ચઢે.' એ કહેવત અનુસાર જૈન ધર્મનું પાયાનું તત્ત્વજ્ઞાન કુમારપાળ જેવા એક રાજવીના ગળે ઉતારવા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ધર્મકથાના સ્વરૂપમાં વ્યાખ્યાનો આપેલ છે. આ વ્યાખ્યાનોની ધારી અસર થઇ. સાક્ષરવર્ય શ્રી મણિલાલ નભુભાઇ દ્વિવેદી એક જગ્યાએ જણાવે છે કે, ‘“શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જ રાજા કુમારપાળે જીવહિંસા બંધ કરાવી., ત્યારથી યજ્ઞમાં પશુઓનાં બલીદાન બંધ થયાં અને તેની જગ્યાએ યવ તથા શાલિધાન્ય યજ્ઞમાં હોમવાનું શરૂ થયું'' આ એક મહાન સિધ્ધિ ગણાય ! ગ્રંથની ભાષા :- ગ્રંથકર્તા શ્રી સોમપ્રભાચાર્યે ઘણીજ નાની ઉમ્મરે દીક્ષા લીધી હતી. અસાધારણ બુધ્ધિના પ્રભાવે આચાર્યની પદવી થોડા વખતમાં જ મેળવી શક્યા હતા. તેઓશ્રી (૧) ન્યાય (૨) કાવ્ય (૩) શાસ્ત્ર અને ધાર્મિક ઉપદેશ આપવામાં ઘણા જ કુશળ અને પારંગત હતા. ‘કુમારપાળ પ્રતિબોધ’' ગ્રંથ પ્રાકૃત ભાષામાં લખેલ છે. પરંતુ છેલ્લા પ્રકરણમાં કેટલીક ધર્મકથાઓ સંસ્કૃતમાં લખેલી છે. એટલું જ નહિ કેટલાક ભાગો અપભ્રંશમાં પણ લખાયેલ છે. જેથી ગ્રંથકર્તા પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ એમ ત્રણે ભાષાના જ્ઞાતા હતા તેમ જણાય છે. ગ્રંથની ભાષા સાદી, સરળ અને સુવાચ્ય ગ્રંથકર્તાનો ઉદ્દેશ :- આ ગ્રંથનો વિસ્તાર, એનો રચનાકાળ, મુખ્ય પાત્રો વગેરે વાંચતાં પ્રથમ નજરે વાચકને ગ્રંથ ઇતિહાસ જણાય છે. પરંતુ ગ્રંથકાર પોતે તેનો ઉદ્દેશ જણાવતાં લખે છે કે, ‘‘હું માત્ર જૈનધર્મના શિક્ષણ સંબંધી કાંઇક કહેવા ઇચ્છા રાખું છું” આમ જૈનધર્મના સિધ્ધાંતો અને ઉપદેશનું શિક્ષણ કથારૂપે આપી ‘ધર્મનો પ્રતિબોધ’ પમાડેલ એજ ગ્રંથકાર કહેવાની ઇચ્છા ધરાવે છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૧ ગ્રંથનો ટુંકસાર :- આ ગ્રંથ પાંચ પ્રસ્તાવ (પ્રકરણ)માં વહેંચાયેલો છે. દરેક પ્રકરણમાં અલગ અલગ બાબતો વિશે દાખલા - દૃષ્ટાંતો અને લોકભોગ્ય કથાઓ સાથે તત્ત્વનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જૈનધર્મમાં પાળવાના બાર વ્રતોનું મહત્ત્વ ઉપદેશરૂપે સમજાવવા માટે ભૂતકાળમાં કોણે કોણે આ વ્રતોનું પાલન કર્યું અને વ્રત પાલન કરવાથી મોક્ષને પામ્યા તથા વ્રતોનો ભંગ કરવાથી પાપના ભાગીદાર થયા અને દુઃખી થયા એની બોધકથાઓ સુંદર રીતે આપવામાં આવી છે. જૈન ઉપાશ્રયમાં વ્યખ્યાન આપતા આચાર્યો આજે પણ તત્ત્વજ્ઞાનની ચર્ચા સાથે શ્રોતાઓને મનોરંજન પણ મળે, તત્ત્વનું જ્ઞાન પણ થાય એ માટે નાનકડી ધર્મકથા કહેવાથી પ્રથા છે. તત્ત્વજ્ઞાનની વાતો ભારેખમ હોવાથી શ્રોતાઓને જલદી ગળે ઉતરે અને જલદી સમજાય તો પોતાના જીવનમાં પણ આત્મસાત્ થાય એજ ઉદ્દેશ ધર્મકથાનો હોય છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારપાળને આ રીતે પ્રશ્નોત્તર રૂપે, વ્યાખ્યાનરૂપે ઉપદેશ આપી રાજાને સંતોષ આપી જૈન ધર્મ તરફ વાળ્યો હતો. કુમારપાળે માત્ર પોતે વ્યક્તિગત જ નહિ પણ સમગ્ર રાજ્યમાં ધર્મની આ આજ્ઞાઓની આણ વર્તાવી હતી. ‘‘કુમારપાળ પ્રતિબોધ’’ગ્રંથ જૈન ધર્મના તમામ ધાર્મિક ગ્રંથો, જૈનધર્મના શાસ્ત્રો અને જૈનધર્મના આગમોમાં સમાયેલ તમામ,જ્ઞાનનો સરળભાષામાં સમજાવતો, ‘ગાગરમાં સાગર' સમાન ગ્રંથ છે. ગ્રંથનો સારભાગ :- ગ્રંથની શરૂઆતમાં પ્રથમ પ્રસતાવ પ્રકરણમાં મંગળાચરણ કરવામાં આવેલ છે. જ્ઞાનના નિધાનરૂપ શ્રી ઋષભદેવને નમસ્કાર કરી ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. એજ રીતે શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને પણ વંદન કરી શ્રી સદ્ગુરુનું પણ સ્મરણ કરવામાં આવ્યું છે. સત્પુરૂષોના ચરિત્રો સાંભળવાથી અને યાદ કરવાથી તેમજ તેમનું અનુમોદન કરવાથી ધર્મ વધારે ઉત્કર્ષ પામે છે એમ ગ્રંથમાં જણાવેલ છે. ત્યાર પછીના પ્રકરણોમાં કુમારપાળ મહારાજને (૧) જીવદયા પાળવા, હિંસાનો ત્યાગ કરી અહિંસાવ્રતનું પાલન કરવા માંસ ભક્ષણ ન કરવા દાખલા દૃષ્ટાંતો સહિત પ્રતિબોધ કરવામાં આવ્યો છે. (૨) નળરાજાનું દૃષ્ટાંત આપી જુગાર ન રમવા (૩) પરદારા ગમન ન કરવા અને સંયમી જીવન જીવવા (૪) યાદવોનું દૃષ્ટાંત આપી મદ્યપાન ત્યાગ કરવા (૫) રૂતિધન (અપુત્રવાનનું ધન) રાજયે ન લેવા ઉપદેશ આપવામાં આવ્યો છે (૬) શિકાર ન કરવા (૭) પરિગ્રહનો ત્યાગ કરવા (૮) અનર્થકારી દંડનો ત્યાગ કરવા (૯) ક્રોધ કષાયનો ત્યાગ કરવા (૧૦) લોભ કષાયનો ત્યાગ કરવા (૧૧) મોહ-માયા કષાયનો ત્યાગ કરવા (૧૨) અભિમાન અર્થાત્ મદનો ત્યાગ કરી વિનયી બનવા શ્રી હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને ઉપદેશ આપેલો છે. આ ઉપરાંત દેવપૂજા, ભાવપૂજા, જિનાલયો બાંધવા તથા જીર્ણોદ્ધાર કરવા, ગુરૂતત્ત્વનું સ્વરૂપ સુપાત્રે દાન કરવા, ભાવદાન, તપનું મહત્વ, બાર ભાવનાનું સંક્ષિપ્ત વર્ણન, સામયિક વ્રત, પૌષધવ્રત, Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ યુગે યુગે પાટણની પ્રભુતા અતિથિ સેવા, સાધર્મિક સેવા, જ્ઞાન-વિદ્યાનો પ્રભાવ, નવકાર મહામંત્ર તારણહાર છે. જેવા ગંભીર વિષયો પણ સરળ દાખલા આપી ઉપદેશ આપેલ છે. ગ્રંથના અંતમાં પ્રશસ્તિ કરતાં આચાર્ય ભગવંતોને વંદન કરી ગ્રંથકર્તા લખે છે “વિક્રમ સંવત ૧૨૪૧માં વર્ષે ભાદરવા માસની શુક્લ અષ્ટમી અને રવિવારે ગુજરાત પાટણમાં ગ્રંથકર્તાએ જિનધર્મપ્રતિબોધરૂપ આ ગ્રંથ રચીને સમાપ્ત કર્યો.” શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ધાર્યું હોત તો પોતે એક સ્વતંત્ર સંપ્રદાય ઊભો કરી શક્યા હોત, એવા એ જ્ઞાની અને સિધ્ધ યુગપુરૂષ હતા. પણ એમણે જુદો સંપ્રદાય કે ફીરકો સ્થાપ્યો નહિ એજ એમની મોટાઈ ગણાય ! જુદો વાડો ઉભો ન કરવામાં એમની મહાનતાનાં દર્શન થાય છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય એક સહિષ્ણુ, સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ રાખનાર મહાયોગી હતા. એમના વખતની તમામ વિદ્યાશાખાઓના તેઓ જ્ઞાતા હતા. તેથી જ તેઓ “કલિકાલસર્વજ્ઞ"નું બિરૂદ પામ્યા. એમના ઉપદેશોની અસર આજે પણ સમગ્ર ગુજરાત પર દેખાય છે. અસ્તુ. Page #556 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા - | શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ગૂર્જર નરેશ કુમારપાળને ઉપદેશ આપી રહ્યા છે. ૫૩૩ Page #557 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૪ ૯૪ અભિલેખો ઈતિહાસનો મહત્વનો સ્ત્રોત ડૉ. ભારતીબેન શેલત એમ.એ.,પીએચ.ડી. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ ગણાતા સોલંકી કાલના શિલાલેખો, તામ્રપત્રલેખો અને પ્રતિમાલેખો વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ થયા છે. આ અભિલેખો ‘ગુજરાતના ઐતિહાસિક લેખો’, ભા. ૨ અને ૩ માં પ્રગટ થયા છે. કચ્છની સંસ્કૃતિ અને ઇતિહાસ આલેખતા અભિલેખો ડી.પી. Report on the Architectural and Archaeological Remains in the Province of Kachh' (1879) માં પ્રગટ કર્યા છે. સૌરાષ્ટ્રના અભિલેખોનો સંગ્રહ ડિસ્કળકરે 'Inscriptions of Kathiawad' માં પ્રકાશિત કર્યો છે (૧૮૩૮-૪૧) વડોદરા રાજ્યના કેટલાક અભિલેખોનું સંપાદન એ.એસ.ગદ્રેએ 'Important Inscriptions form the Baroda state' માં કર્યું છે. ગુજરાતના સલ્તનત કાલ અને મુઘલકાલના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ અરબી-ફારસી અભિલેખો અને ખતપત્રો તેમજ દસ્તાવેજોના અભ્યાસ વિના એકાંગી અને અપૂર્ણ રહે છે. મધ્યકાલના ઇતિહાસમાં આ અભિલેખો મુસ્લિમકાલીન કલા-ઇતિહાસની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. આ સમયના સંસ્કૃત અભિલેખોનું સંગ્રહણ અને સંપાદન ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ ‘ગુજરાતના ઐતિહાસિક લેખ’, ભા. ૪ અને ૫ માં કર્યું છે. ડૉ. ઝેડ.એ.દેસાઇએ 'Epigraphia Indo-Moslemica'માં કેટલાક અભિલેખો પ્રગટ કર્યા છે. યાઝદાની અને જ્ઞાનીએ મુસ્લિમ અભિલેખો ૧૯૪૪માં પ્રગટ કર્યા તો. સ્વ. શંભુપ્રસાદ દેસાઇએ સૌરાષ્ટ્રના અરબી-ફારસી લેખોને Arabic Persian Inscriptions of Saurashtra' માં પ્રગટ કર્યા (૧૯૮૦) પ્રાચીન કાલથી ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આલેખનમાં જૈન ધર્મે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જૈનધર્મી સમાજના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ માતા-પિતાના અને પોતાના તેમજ કુટુંબીઓના શ્રેય અર્થે તીર્થંકરની મૂર્તિઓ ભરાવતા અને બિંબપ્રતિષ્ઠા કરાવતા. સોલંકી કાલથી ગુજરાતમાં મૂર્તિપ્રતિષ્ઠાને લગતા પ્રતિમાલેખો અસંખ્ય પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આરસની અને ધાતુની પ્રતિમાઓ પરના લેખોમાંથી જૈન સૂરિઓ, ગચ્છો, જ્ઞાતિઓ, કુલ, વંશ વગેરેને લગતી સાંસ્કૃતિક વિગતો ઘણી મળે છે. આવા પ્રતિમાલેખોના સંગ્રહોમાં મુનિ બુદ્ધિસાગરસૂરિનો ‘જૈન ધાતુ પ્રતિમાલેખસંગ્રહ' (૧૯૧૭), મુનિ જિનવિજયજીનો ‘પ્રાચીન જૈનલેખસંગ્રહ’ ભા.૨ (૧૯૨૧), મુનિ યંતવિજયજીનો ‘અર્બુદાચલ પ્રાચીન જૈનલેખસંદોહ’ (૧૯૩૮), દોલતસિંહ લોઢાનો ‘જૈનપ્રતિમાલેખસંગ્રહ' (૧૯૫૧) મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત શત્રુંજય ઉપરના લેખો ‘શત્રુંજય-ગિરિરાજ દર્શન’માં પ્રગટ થયા છે. અમદાવાદના શહેર વિસ્તારના દેરાસરોના પ્રતિમાલેખો 'Jain Image Inscriptions of Ahmadabad' Page #558 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા (1992) માં પ્રકાશિત થયા છે. ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી ઇ.સ. ૧૭૦૦ સુધીના શિલાલેખો, પ્રતિમાલેખો, અરબી-ફારસી લેખોની સૂચિઓ (કુલ મળી લગભગ ૬∞ જેટલા અભિલેખો) વિવિધ ભાગોમાં પ્રકાશિત થઇ છે. ૫૩૫ આ ઉપરાંત અભિલેખોમાં પ્રગટ થયેલી માહિતીના આધારે વિવિધ વિષયો ઉપર મહાનિબંધો તૈયાર થઇને પુસ્તકસ્વરૂપે પ્રકાશિત થયા છે. આમ નવા શોધાયેલા અભિલેખોના સંશોધન, વાચન, સંપાદન અને પ્રકાશન દ્વારા ગુજરાત પ્રદેશે ભારતીય અભિલેખ વિદ્યાને ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. અભિલેખવિદ્યાને ક્ષેત્રે સંશોધનને અવકાશ : ગુજરાતમાં અભિલેખવિદ્યાને ક્ષેત્રે ઘણું ખેડાણ થયું હોવા છતાં હજુ ઘણા અપ્રગટ શિલાલેખો, પાળિયા લેખો, પ્રતિમાલેખો, તક્તીલેખો સેંકડોની સંખ્યામાં તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશમાં સ્થળે સ્થળ જોવા મળે છે. એ બધા અપ્રગટ લેખો સ્થળતપાસ દ્વારા ઉકેલી, વાંચીને એનું સંપાદન અને પ્રકાશન કરવાની તાતી જરૂર છે. એ માટે જેટલી પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષાની જાણકારી જરૂરી છે એટલી જ પ્રાચીન લિપિની જાણકારી અને અભ્યાસની પણ જરૂર છે. લિપિના અભ્યાસ માટે એના સર્ટિફિકેટ કોર્સો, વર્કશોપો વગેરેનું આયોજન કરી લિપિવિદો તૈયાર કરવાની જરૂર છે. પ્રાચીન ભાષા અને લિપિના જ્ઞાન દ્વારા નવા અભિલેખોને પ્રકાશમાં લાવવામાં આવે તો તે સ્થળ, વિસ્તાર, પ્રદેશ અને દેશના ઇતિહાસને લગતી ઘણી અપ્રગટ માહિતી પ્રકાશમાં આવે અને ગુજરાતના ઇતિહાસને લગતી ખૂટતી કડીઓ મેળવી શકાય તથા અભિલેખો જેવા મહત્ત્વના સ્રોત દ્વારા નોંધપાત્ર અને વિરલ પ્રદાન થઇ શકે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અને જનજીવનમાં જૈન ધર્મનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. આ જૈન ધર્મનાં દેરાસરોમાંના શિલાલેખો, તક્તીલેખો તેમજ પ્રતિમાલેખો હજારોની સંખ્યામાં મળે છે. આ દિશામાં અતિ અલ્પ કામ થયું છે. પાટણ, ખંભાત, તારંગા જેવા વિવિધ જૈન તીર્થોનાં દેરાસરોમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓ પરના લેખો વાંચી એના સંગ્રહો પ્રકાશિત થાય એ ઘણું જરૂરી છે. ગુજરાત પ્રદેશના અરબી-ફારસી શિલાલેખો પણ મધ્યકાલના ઇતિહાસના મૂળ સ્રોત છે. મસ્જિદો અને મકબરાઓમાં કોતરેલા ઘણા ફારસી લેખો અપ્રગટ છે. મધ્યકાલીન અરબી-ફારસી લિપિ અને ભાષાના અભ્યાસ દ્વારા આ લેખો ઉકેલી પ્રકાશિત કરવા જોઇએ. ગુજરાતમાં ખ્રિસ્તીઓના ચર્ચોમાંના તક્તીલેખો, તેમની કબરો પરના લેખો (epitaphs) વલંદાઓ, ફ્રેન્ચો, પોર્ટુગીઝોના કબરલેખો, યહૂદીઓના કબરલેખો વગેરેનો અભ્યાસ કરી એ લેખો પ્રગટ કરવા જોઇએ. એવી રીતે ગુજરાતની સંસ્કૃતિમાં સાકરની જેમ ભળી જનાર પારસીઓની અગિયારીઓ, તેમની ધર્મશાળાઓ અને દખમાઓના તક્તીલેખોનું સર્વેક્ષણ કરી તેનો અભ્યાસ થવો જોઇએ. એ જ રીતે શીખ ગુરુદ્વારાના લેખોનું સર્વેક્ષણ કરી અભ્યાસલેખો પ્રગટ થવા જોઇએ. જો કે આ Page #559 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા દિશામાં યત્કિંચિત્ કાર્ય આ ક્ષેત્રના વિદ્વાનો દ્વારા થયું છે. વડોદરા જેવાં સ્થળોએ. જ્યાં મહારાષ્ટ્રીયોની વસતી સારા પ્રમાણમાં છે, ત્યાં તેમનાં મકાનોનાં આંગણાંમાં રોપેલા તુલસીક્યારાની સિમેન્ટની દીવાલો પર બહારની બાજુએ લખાણ કોતરેલું જોવા મળે છે, એનો પણ અભ્યાસ થવો જોઇએ. ૫૩૬ આધુનિક સમયમાં મકાનો કે જાહેર બાંધકામોનાં ખાતમુહૂર્તો, શિલારોપણો અને ઉદ્ઘાટનોને લગતા તક્તીલેખોનો પણ અભ્યાસ કરી પ્રગટ કરવા જોઇએ. આઝાદી પછીના સમયમાં શહીદોના સ્મારકલેખો ઘણા મળે છે એ પણ અભ્યાસનો એક વિષય છે. અભિલેખોમાં નિર્દિષ્ટ પ્રાચીન સ્થળના નામોનું આજનું અભિજ્ઞાન કરીને તે તે સ્થળોની ઐતિહાસિક ભૂગોળને લગતી જે માહિતી પ્રાપ્ત થાય તેનો અભ્યાસ કરવાના પ્રોજેક્ટો હાથ ધરવા જોઇએ. ગુજરાતમાં ‘સ્થળનામ પરિષદ' અન્વયે જે કાર્ય ઘણાં વર્ષોથી સ્થગિત થયું હતું તે કાર્ય ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આગળ ધપાવાયું છે. હજુ એ દિશામાં સંશોધન કરવાની આવશ્યકતા છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વના ક્ષેત્રમાં આમ અભિલેખો એક મહત્ત્વનું સાધન હોઇ એના અધ્યયન, સંશોધન અને સંકલનને પણ મહત્ત્વ આપવું ઘટે તેમજ પુસ્તકો, વર્તમાનપત્રો, સામયિકો, દફ્તરો, કેસેટો ઇત્યાદિ સમૂહ-માધ્યમોની જેમ અભિલેખો પણ ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન છે, તેની ઉપેક્ષા ન થવી ઘટે..... (ગુજરાત ઇતિહાસ પરિષદના ૨૧ મા અધિવેશનમાં પ્રમુખ સ્થાનેથી આપેલ પ્રવચનમાંથી સાભાર) Page #560 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૭ સહસ્રલિંગ સરોવરનો રુદ્રકૂપ Page #561 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૮ (૯૫) પાટણનાં સરોવરો શ્રી ભાઇલાલભાઇ ધાભાઇપટેલ ગુજરાતમાં જે આજે સુંદર સરોવરો છે તેની શરૂઆત સોલંકી યુગમાં થઈ હતી. સૌથી પ્રથમ તો ગુજરાતની રાજધાની પાટણ જેમ જેમ સમૃદ્ધ થતી ગઇ તેમ એને પાણીની જરૂર પડી અને સિદ્ધરાજ જયસિંહે પાટણની જનતા - પ્રજાના ઉપયોગ માટે સહસલિંગ સરોવર બંધાવ્યું. આનું નામ સહસ્ત્રલિંગ એટલા ઉપરથી પડયું હતું કે તેના પગથિયાના પથાર ઉપર એક હજાર શિવલિંગની સ્થાપના કરીને તે ઉપર હજાર દેરીઓ બંધાવી હતી. આ દેરીઓનો નમૂનો જોવો હોય તો આજે પણ તે વિરમગામના મુનસર સરોવર ઉપર જોવા મળે છે. વિરમગાનું મુનસર સરોવર પણ મિનળદેવીએ બંધાવ્યું હતું. એજ અરસામાં ધોળકાનું મલાવ સરોવર પણ બંધાવ્યું હતું. સહસલિંગ સરોવરની રચના એવી રીતે થઈ હતી કે એમાં પાણી લાવવા માટે સરસ્વતી નદીમાંથી એક નહેર કાઢવામાં આવી હતી. આ નહેર વાટે સરસ્વતી નદીમાં જ્યારે પૂર આવે ત્યારે સરોવર ભરાઈ જતું હતું. મોટું પૂર આવે તો સરોવર છલકાઈ ને શહેરમાં ભરાતું તેની સામી બાજુએ પાણી નીકળવાનું દ્વાર મૂકવામાં આવતું. આથી આ દ્વારમાંથી નહેર વાટે તે પાણી સરસ્વતી નદીમાં પાછું જતું જેથી સરોવર ભરાયા પછીથી છલકાઈ જતું નહિ. સરોવરમાં પાણી અંદર આવવા માટે જે દ્વાર મૂકવામાં આવતું તેનાથી પાણી નીકળવાનું દ્વાર ત્રણ ચાર ઇંચ નીચું રખાતું. આવી જાતની રચના ત્યાર પછીથી બંધાયેલા પાટણના ખાન સરોવર અને અમદાવાદનાં કાંકરિયામાં પણ થયેલી છે. સરોવરને માટે પાણી સાથે આવતા કાંપથી તે ભરાઇ ન જાય તેની ખાસ કાળજી રાખવી પડે છે. સહસલિંગ સરોવરમાં એટલા માટે નદીમાંથી નહેર વાટે આવતું પાણી પ્રથમ એક કૂવામાં લેવામાં આવતું. નહેરની પહોળાઈ કરતાં આ કૂવાનો વ્યાસ મોટો રાખવામાં આવ્યો હતો. કૂવાનું તળ નહેરના તળ કરતાં નીચું રાખવામાં આવતું. કૂવાની સામી બાજુએથી બીજી નહેર કાઢીને તે પાણી સરોવરમાં લેવામાં આવતું હતું. નહેરમાંથી આવતું પાણી અમુક ગતિથી આવતું હોય છે. એ પાણી જ્યારે વધારે પહોળા કૂવામાં પ્રવેશ કરે ત્યારે તેની ગતિ ઘણી જ ધીમી પડી જાય છે. ગતિ ધીમી પડવાથી પાણી સાથે આવેલો કાંપ કૂવાના તળિયે બેસી જાય છે. કાપ બેસી ગયા પછીથી નીતર્યું પાણી સરોવરમાં લેવાતું અને આ રીતે સરોવરો કાંપથી ભરાઇ ન જાય એવી યોજના થયેલી હતી. આમાં એક વાત ખાસ મહત્ત્વની છે કે કૂવામાં જે કાંપ કર્યો તે ચોમાસું ગયા પછીથી દર વર્ષે કાઢી લેવો જોઈએ. એ કાઢી લેવામાં - ન આવે તો પાણી સાથે આવતો કાંપ સીધો સરોવરમાં જાય. આ જ પરિસ્થિતિ સહસલિંગ સરોવરની બાબતમાં બની હતી. Page #562 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૯ • સોલંકી અને વાઘેલા યુગમાં તો દર વર્ષે કાંપ નીકળતો અને નીતર્યું પાણી સહસલિંગ સરોવરમાં દાખલ થતું. ગુજરાતના પતન પછી દિલ્હીના મુસલમાન સૂબાઓ પાટણમાં રહેતા હતા. ગુજરાતની રાજધાની તરીકે પાટણનું ગૌરવ ચાલુ રહ્યું હતું. જેથી સહસલિંગ સરોવરની દેખભાળ રહેતી અને કૂવામાંથી દર વર્ષે કાંપ કાઢવામાં આવતો. જો કે પહેલાં પગથિયાં ઉપરના દહેરાનો મુસલમાનોને હાથે નાશ થઇ ગયો હતો. . સો વર્ષના મુસલમાન સૂબાઓના અમલમાં ગુજરાત સંપૂર્ણપણે પાયમાલ થયું અને અસલનું અણહિલપુર પાટણ છોડી છોડીને પટણીઓ ભાગી ગયા હતા. અલ્લાઉદ્દિન ખીલજીના રાજઅમલથી ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા હતા, ખેતરોનો નાશ થયો હતો, ખેડૂતો લૂંટફાટે ચડડ્યા હતા, વેપાર રોજગાર તૂટ્યો હતો; પાટણના કિલ્લામાં ગાબડાં પાડી પાડીને ખેડૂતો શહેરમાં પેસી ચોરી અને લૂંટફાટ કરતા થયા હતા. ચોરીમાં કંઇ પ્રાપ્ત ન થાય તો શહેરીઓનાં બાલ બચ્ચાંને બલિ તરીકે લઇ જતા. અમુક રકમ મળે તોજ એમને પાછો સોંપતા. પાટણ શહેરના પંદર હાથ ઊંચા કોટથી પાટણનું રક્ષણ થઇ શક્યું નહિ. પટ્ટણીઓ શહેર છોડીને મુસલમાન લશ્કરના કેમ્પ નજીક વસવાટ કરવા લાગ્યા. જે આજનું નવું પાટણ છે. જૂના અણહિલપુર પાટણની સાત માળની હવેલીઓનાં ખંડેર થયાં. આજે હવેલીઓની જગ્યા ઉપર ખેડૂતોનાં હળ ફરે છે. આજ કારણથી ઇતિહાસમાં લખાયું કે “અલ્લાઉદ્દીન ખીલજીએ પાટણ શહેર ઉપર ગધેડે હળ જોડીને મીઠું વવડાવ્યું.” ગુજરાતને ગામડે ગામડે આજે પણ આ વાત બોલાઇ રહી છે. આવી પરિસ્થિતિમાં પાણીનું એકમાત્ર સાધન સહસ્ત્રલિંગ સરોવર સચવાઈ રહ્યું હતું. એના કૂવામાં જમા થતો કાંપ દર સાલ કાઢવામાં આવતો હતો. લગભગ સો વરસ દિલ્હીનો અમલ ગુજરાત ઉપર રહ્યો. પછીથી તો તૈમુરની સવારી આવી. એણે દિલ્હી લૂંટયું, દિલ્હીના બાદશાહો નબળા પડ્યા એનો લાભ લઈ ગુજરાતના સુબાના દીકરાએ સ્વતંત્ર સુલતાન તરીકે પાટણમાં મહમદશાહ સુલતાન તરીકે જાહેરાત કરી. પાટણના ત્રીજા સુલતાન અહમદશાહે જોયું કે પાટણનું સ્થળ ગુજરાતની આબાદી માટે યોગ્ય રહ્યું નથી. ચુંવાળના ઠાકરડાઓને કાબૂમાં રાખવાનું મુશ્કેલ લાગવાથી એણે કર્ણાવતી આગળ નવી રાજધાની બનાવી અને આજના અમદાવાદની સ્થાપના કરી. અમદાવાદ રાજધાની થયા પછીથી ગુજરાતનો વિસ્તાર વધતો ચાલ્યો. મહમદ બેગડાના વખતમાં તો એણે અમદાવાદની દક્ષિણે પણ રાજધાનીઓ બદલવા માંડી. એણે મહેમદાવાદ વસાવ્યું અને ચાંપાનેર જીત્યા પછીથી તો થોડા સમય માટે ચાંપાનેર રાજધાનીનું શહેર બનાવ્યું. આ રીતે પાટણને રાજ્યાશ્રય મળતો હતો તે સંપૂર્ણપણે બંધ થયો. એને પરિણામે નહેરનું પાણી જે પેલા કૂવામાં આવતું હતું એ કૂવો સાફ કરવાની કોઇએ દરકાર રાખી નહિ. વખત જતાં કૂવો ભરાઈ ગયો. સરસ્વતી નદીના કાંપ સીધોજ સહસ્ત્રલિંગ સરોવરમાં જ જવા લાગ્યો. સરોવર દર વર્ષે આસ્તે આસ્તે કાંપથી ભરાવા લાગ્યું. અકબર બાદશાહનો વજીર બહેરામખાન મક્કા જતાં પહેલાં પાટણમાં Page #563 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા જ્યારે આવ્યો હતો ત્યારે એણે સહસ્રલિંગ સરોવરમાં હોડીઓમાં બેસીને જળવિહાર કર્યો હતો. પણ પછીથી થોડા જ વખતમાં સરોવર કાંપથી ભરાઇ ગયું. અકબરના વખતમાં ગુજરાત વધારે સ્થિર સ્થાવર થતાં નવા પાટણનું મહત્ત્વ કંઇક વધ્યું. જેથી પાણીની જરૂર પડી. આથી મોગલોએ ખાન સરોવર બંધાવ્યું. આ સરોવરમાં સહસ્રલિંગ સરોવર કરતાં એક બીજો સુધારો કર્યો. ખાન સરોવરમાં પાણી લેવાને માટે રૂપેણ નદીમાંથી નહેર કાઢી હતી. સરોવરમાં પાણી પેઠા પછીથી વધારાનું પાણી નીકળી જવા માટેની નહેર સરસ્વતિ નદીમાં વાળી હતી. સહસ્રલિંગ સરોવરમાં નહેરના પાણીમાં આવતો કાંપ ઠારવા માટે ફક્ત એકજ કૂવો હતો. એમાં સુધારો કરીને ખાન સરોવરમાં ત્રણ કૂવા રાખ્યા. કૂવાના વ્યાસ પણ સહસ્રલિંગ સરોવરના કૂવા કરતાં ઘણા મોટા રાખ્યા, જેથી કરીને સંપૂર્ણ નીતર્યું પાણી જ સરોવરમાં દાખલ થાય. આ રીતે ખાન સરોવરની રચના સહસ્રલિંગ સરોવરની રચના કરતાં પણ વધારે દીર્ઘદષ્ટિવાળી હતી. ૫૪૦ મોગલાઇની પડતીના કાળ પછીથી રૂપેણ નદીની નહેરની દરકાર રખાઇ નહિ જેથી ખાન સરોવરમાં આવતું પાણી બંધ થઇ ગયું. આમ ખાન સરોવર લગભગ નકામા સરોવર જેવું બની ગયું. વીસમી સદીમાં વડોદરા રાજ્યે વૉટર વર્કસના પાણીથી ખાન સરોવરમાં પાણી ભરવાની વ્યવસ્થા કરી હતી. અને હવે સરસ્વતિ નદીની નહેરની જે યોજના છે તે નહેરનું પાણી ખાન સરોવરમાં થઇને આગળ જશે. આ રીતે ખાન સરોવર ભરાયેલું રહેશે. અંતમાં હું આશા રાખું છું કે, આજના એંજીનીયરો સરસ્વતિ નહેરનું પાણી ખાન સરોવરમાં નાખતી વખતે એવી યોજના કરશે કે જેથી નહેરમાં આવતા પાણી સાથેનો કાંપ, પાણી સરોવરમાં દાખલ થાય તે પહેલાં જ બહાર ઠરી જાય અને દર વર્ષે તે કાંપને સાફ કરવામાં આવે. પાટણના શહેરીઓ પણ એ ખાસ કાળજી રાખે કે કાંપ દર વર્ષે સાફ થતો રહે છે કે નહિ. જો એમ નહિ થાય તો ખાન સરોવર પણ સહસ્રલિંગ સરોવરની માફક માટીથી ભરાઇ જશે. (શ્રી પાટણ જૈન મંડળ, સુવર્ણ જ્યંતી મહોત્સવ અંકમાંથી સાભાર) Page #564 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા 16-SF ૫૪૧ સિધ્ધિ સરોવર (ખાનસરોવર), પાટણ Page #565 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા &તમ કહે મારાટુડીયો પાટણ. ECECISONS - ૫૪૨ પાટણનું ગુંગડી તળાવ (આનંદ સરોવર) Page #566 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૬ આનર્તની લઘુ ચિત્રકલા ૫૪૩ મણિભાઈ પ્રજાપતિ ૨ પ્રાચીન સમયમાં આજનું ગુજરાત અનેક પ્રદેશોમાં વિભક્ત હતું, જેમકે સુરાષ્ટ્ર, કચ્છ, આનર્ત, લાટ, શ્વભ્ર વગેરે. આનર્તનો ઉલ્લેખ મહાભારત ઉપરાંત ભાગવત, મત્સ્ય, વાયુ વગેરે પુરાણોમાં આવે છે. મહાભારતના આદિપર્વમાં (૨૪૫-૨૯) સુભદ્રાને લઇને હસ્તિનાપુર જતાં અર્જુન ગિરનાર અને અર્બુદ વચ્ચે આનર્તરાષ્ટ્ર હોવાનું અને આનર્ત વાવો અને કમળો ભરેલા તળાવોનો પ્રદેશ છે એવું વર્ણન કરે છે.' મહાભારતમાં અન્યત્ર દ્વારવત્તીને આનર્તપુરી પણ કહેવામાં આવી છે. અને બીજી બાજુએ દ્વારવતીનો સૌરાષ્ટ્રના તીર્થસ્થાન તરીકે પણ ઉલ્લેખ છે. તેથી સહજ પ્રશ્ન ઉદ્ભવે છે કે આનર્ત અને સુરાષ્ટ્ર ભિન્ન ભિન્ન છે કે સુરાષ્ટ્ર અને ધારવતી આનર્તના ભાગ છે ? આ ઉપરથી સ્પષ્ટ પ્રતિફલિત થાય છે કે પ્રારંભમાં આનર્તપ્રદેશમાં સુરાષ્ટ્ર અને ધારવતીનો સમાવેશ થતો હશે અને પાછળથી પશ્ચિમી દ્વિપકલ્પ સુરાષ્ટ્ર તરીકે જ વ્યાપક બન્યો અને એનો પૂર્વોત્તર પ્રદેશ ‘આનર્ત’ (આજના ઉત્તર ગુજરાતનો પ્રદેશ) વ્યાપક બન્યો. હરિવંશ, ભાગવત, વાયુ અને મત્સ્ય પુરાણ કુશસ્થલી (દ્વારકા)ને આનર્તપૂરી- આનર્તની રાજધાની તરીકે ઓળખાવે છે. ડૉ. આનંદશંકર ધ્રુવ બોમ્બે ગેઝેટિયરના આધારે ‘આપણો ગુજરાત પ્રાન્ત આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ એ ત્રણ પ્રદેશ મળીને થયેલો છે.’ એમ કહી આનર્તની સરહદ આપે છે :‘એ ઉત્તરે આબુ, પશ્ચિમે કાઠિયાવાડ, પૂર્વે માળવા, દક્ષિણે મહી અને ખંભાત અને લગભગ નર્મદાકાંઠા સુધી પહોંચે છે. એનાં મુખ્ય પ્રાચીન નગરો : વડનગર, ચાંપાનેર, અણહિલવાડ પાટણ, કર્ણાવતી (હાલનું અમદાવાદ) અને ખંભાત' ઐતિહાસિક પ્રમાણમાં સત્તા નીચેના દેશોમાં આનર્તનો પણ ઉલ્લેખ છે. વલ્લભીના મૈત્રક રાજાઓના તામ્રપત્રોમાં આનંદપુર - આનર્તપુર (હાલનું વડનગર)ના બ્રાહ્મણોને દાન આપ્યાના ઉલ્લેખો મળી આવે છે. આ વૃધ્ધનગર વડનગર આનર્તની રાજધાનીનું નગર હોવાના લીધે આનર્તપુર કહેવાતું હશે. આમ, હાલના ઉત્તર ગુજરાતનો પ્રદેશ તે આનર્તં અહીં આ લેખમાં આ પ્રદેશે ૧૧-૧૬મી સદીના ઉત્તરાર્ધ સુધી લઘુ ચિત્રકલા ક્ષેત્રે આપેલ નોંધપાત્ર પ્રદાનને ધ્યાનમાં લઇને ચર્ચા કરવામાં આવી છે. ચિત્રકલા સંબંધી ઉલ્લેખો ઃ- “ આદિ માનવ કલાપ્રેમી હતો, જેની પ્રતીતિ વિશ્વના પ્રાચીનત્તમ શૈલચિત્રો ફ્રાન્સમાં લાસ્કા તથા સ્પેનમાં એલતમિર દ્વારા થાય છે જે ૧૫૦૦૦ વર્ષ પૂર્વે ગુફાઓમાં આલેખાયેલ છે. ભારતમાંથી પણ પાષાણકાલીન શૈલ રેખાંકનો મળી આવ્યાં છે. ગુજરાતમાં પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના ઇડરની ડુંગરમાળામાં પ્રાચીન માનવે દોરેલાં ચિત્રાંકનો મળી આવ્યાં છે. સિન્ધુ સંસ્કૃતિનાં કેન્દ્રોમાં Page #567 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪૪ ઉત્ખનન કરતાં ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. સંસ્કૃત વાઙમયની અનેકવિધ કૃતિઓ જેમકે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત,પુરાણો, પંચદશી, નાટચશાસ્ત્ર, કામશાસ્ત્ર, રઘુવંશ, મેઘદૂત, માલવિકાગ્નિમિત્રમ્, દૂતવાક્યમ, કાદમ્બરી, હર્ષચરિત, રત્નાવલી, નાગાનંદ, ઉત્તરરામચરિતમ, બૌધ્ધ ત્રિપિટકો તથા જાતક કથાઓ, જૈન આગમ ગ્રંથો, વસુદેવહિંડી વગેરેમાં ચિત્રકલા સબંધી પ્રત્યક્ષ યા પરોક્ષ ઉલ્લેખો મળી રહે છે. કલાઓ સબંધી શાસ્રીયગ્રંથો પૈકી વિષ્ણુધર્મોત્તરપુરાણ અંતર્ગત ચિત્રસૂત્રમ, ભોજ કૃત સમરાંગણસૂત્રધાર અને સોમેશ્વર ભૂપતિ કૃત માનસોલ્લાસમાં ચિત્રકલા સબંધી શાસ્ત્રીય ચર્ચા જોવા મળે છે. ચિત્રસૂત્રમાં कलानां प्रवरं चित्रं धर्मकामार्थ मोक्षदम । मांगल्य प्रथमं चैतद गृहे यत्र प्रतिष्ठितम ॥ સર્વકલાઓમાં ચિત્રકલાની શ્રેષ્ઠતા પ્રતિષ્ઠિત કરી ધર્મ, કામ, અર્થ અને મોક્ષપ્રદા તેમજ માંગલ્યકારી ગણવામાં આવી છે. જ્યારે ભોજે चित्रं हि सर्व शिल्पानां मुखं लोकस्य च प्रियम | અર્થાત્ ચિત્રો સર્વશિલ્પોમાં પ્રમુખ અને લોકોના અનુરાગ વિનોદનો વિષય માનેલ છે. પાટણમાં રચાયેલ સંસ્કૃત કૃતિઓમાં ચિત્રો સંબંધી ઉલ્લેખો પાટણમાં રચાયેલ સંસ્કૃત કૃતિઓ પૈકી ચિત્રકલા સંબંધી સૌ પ્રથમ ઉલ્લેખ કાશ્મીરી કવિ બિલ્ડણકૃત ળસુન્દરી નાટિા માં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બિલ્હણ સોલંકી રાજા કર્ણદેવ (૧૦૬૪-૯૪)ના રાજ્યાશ્રયમાં પાટણમાં કેટલાંક વર્ષો રહેલ. આ નાટિકામાં બિલ્ડગે નોંધ્યું છે કે કર્ણે લગ્નપૂર્વે મયણલ્લાનું ભીંતચિત્ર જોયું હતું. આ જ પ્રકારની વિગત હેમચંદ્રાચાર્યે દૂર્વાશ્રય મહાવજાન્ય (૯/૮૯-૧૭૨)માં ૮૪ શ્લોકોમાં વિસ્તારથી વર્ણવી છે. ચિત્રકારનું રાજા કર્ણના દરબારમાં આગમન, જયકેશીની પુત્રી મયણલ્લાનું ચિત્રપટ બતાવવું, રાજાનું આસક્ત થવું, ચિત્રકાર દ્વારા કર્ણનું સુંદર ચિત્ર બનાવવું વગેરે રસપ્રદ વિગતો વર્ણવી છે. ત્રિદિશતાાપુરુષતિ (પરિશિષ્ટ પર્વ ૮/૧૧૫)માં कोशाभिधाया वेश्याया गृहे या चित्रशालिका । विचित्रकामशास्त्रोक्त कारणालेखय शालिनी ।। સ્થૂલિભદ્ર અને કોશા ગણિકાના સંદર્ભમાં કોશના શયનખંડના વર્ણનમાં તેની ભીંતો ઉપર કામશાસ્ત્રપ્રેરિત કામોત્તેજક ચિત્રોના આલેખન સબંધી નોંધ છે. હેમચંદ્રાચાર્યશ્રીના શિષ્યરત્ન રામચંદ્રસૂરિએ મારવિહારશતળ માં વર્ણવ્યું છે કે ઃ सामुख्यं भजतां पुनर्मणि शिलाव्यासंग रंगत्विषां । बिंबोल्लासवेशेन चित्रघटना भिन्यंतराणामपि ચૈત્યની અંદર આવેલી ચિત્રશાળાઓમાં કોઇ ભીંત ઉપર ચિત્રકારોએ પોતાની કારીગરીથી એવાં સુંદર ચિત્રો દોરેલાં છે કે જે તેવાં ચિત્રો બીજી ભીંતો ઉપર થઇ શક્યાં નથી. પરંતુ રત્નમય Page #568 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪૫ શિલાઓના સંગને લીધે તેમની પેલી સુંદર ચિત્રાવલી ભીંતનું પ્રતિબિંબ પાડે છે, તેથી બીજી ભીંતોની અંદર પણ તેવી જ ચિત્ર ઘટના દેખાય છે. ઉલ્લેખનીય છે કે કુમારપાળે પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં ત્રિભુવનપ્રાસાદ બંધાવી હેમચંદ્રાચાર્ય દ્વારા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રાસાદમાં કુમારવિહાર ચૈત્ય બાંધવામાં આવ્યું હતું. કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલ (૧૧૭૩-૭૬)ના મંત્રી યશપાલે મોહરાનપરાના નાદ ની રચના કરેલ, જે થરાદમાં કુમારવિહારકોડાલંકાર મહાવીર સ્વામીના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવવામાં આવ્યું હતું. આ નાટક ઐતિહાસિક માહિતીની દષ્ટિએ મહત્વપૂર્ણ માહિતી પુરી પાડે છે. અહીં નાટ્યકારે રાજા અને વણિકના સંવાદના માધ્યમથી ચિત્રકલા સબંધી ઉલ્લેખ કર્યો છે. . ના - (વિશ્વવિત્નોવ) નો ! ગૃહત્યચિત્રમતીનાં ચેત: વર્ષારિમા | वणिक :- देव ! नेमिजिन चरित्र चित्र निवेशयेश लास्वेतासु भवतः प्रवर्ततामव्याहतो મનોનયનોસિ: . . मोहराजपराजयम् (तृतीय अंक) पृ. ५६ અથતિ રાજધાનીના ધનિક વણિકોના ભવનોની ભીંતો ભગવાન જિનના જીવનપ્રસંગોને ચિત્રોથી સુશોભિત હતી. અહીં એક પ્રશ્ન ઉદભવે છે કે શું રાજા કદિવે લગ્નપૂર્વે કર્ણાટક સુંદરી મયણલ્લાનું ચિત્ર જોયું હશે ? કે આ એક માત્ર કવિ કલ્પના છે? કવિ કલ્પના હોવા પાછળનો સબળ આધાર એ કે સંસ્કૃત નાટકો, કાવ્યો અને કથાસાહિત્યમાં નાયક યા નાયિકા લગ્નપૂર્વે એકબીજાનાં ચિત્રો જોઇ પ્રેમમાં પડવાના અનેક વર્ણનો જોવા મળે છે. દા.ત માલવિકાગ્નિમિત્રમૂની નાયિકા માલવિકા રાજા અગ્નિમિત્રનું ચિત્ર જોઈ પ્રેમમાં પડે છે, વિકમોવર્શિયમાં રાજા વિક્રમાદિત્ય ઉર્વશીના દર્શન માટે બેચેન થતાં વિદૂષક રાજાને ઉર્વશીનું ચિત્ર બનાવીને જોવાની સલાહ આપે છે, રત્નાવલીમાં નાયિકા રત્નાવલીએ ઉદયનનું ચિત્ર દોર્યું હતું વગેરે. ગુજરાતના સંસ્કૃત કવિઓએ પણ અહીં પરંપરાનો નિર્વાહ જ કર્યો છે. આમ છતાં આ બધા ઉલ્લેખો તત્કાલીન જનસમાજમાં ચિત્રકલા સંબંધી રૂચિની પ્રતીતિ કરાવે છે તે હકીકત સ્વીકારવી આનર્તમાં ચિત્રકલાનો પ્રારંભ અને વિકાસ ભારતીય ચિત્રકલાની વિવિધ સ્વરૂપોમાં વિકાસ થયેલો જોવા મળે છે, જેમકે ભીંતચિત્રો, ચિત્રપટ, ચિત્રફલક, લઘુચિત્રો વગેરે અજંતા, ઇલોરા, સિત્તનવાસન, કાંચી વગેરેના ભીંતચિત્રો ભારતીય ચિત્રકલાના ઉન્નત શિખરો છે. અજંતાની ગુફાચિત્રો ઇસવીસનના પ્રથમ, દ્વિતીય શતકથી શરૂ થઈ આઠમા શતક સુધી વિકાસ પામતાં રહેલ. આઠમી સદી બાદ રાજકીય અસ્થિરતા યા કોઈ કારણોસર આ કલાનો વિકાસ મંદ પડતો જોવા મળે છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં ચાવડાવંશના અંતિમ શાસક સામંતસિંહ પાસેથી તેના ભાણેજ મૂળરાજદેવ સોલંકીએ ઈ.સ. ૯૪રમાં સત્તાનાં સૂત્રો સંભાળી લેતાં Page #569 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪૬ ગુજરાતમાં સુવર્ણયુગનો પ્રારંભ થાય છે. સોલંકી-વાઘેલા વંશના શાસન દરમ્યાન કેટલાક સમય સુધી ગુજરાતની સીમાઓ મેવાડ, માળવા, મારવાડ અને અજમેર સુધી વિસ્તરી હતી. રાજધાનીના શહેર તરીકે અણહિલવાડ પાટણની કીર્તિપતાકા દિકદિગંત ફેલાઈ હતી. આ યુગમાં સાહિત્ય, કલા, શિલ્પ, સ્થાપત્ય વગેરે ક્ષેત્રે ઉન્નતિના શિખરો સર કર્યા હતાં. કવિ બાલચંદ્ર વસંતવિના મહાકાવ્યમાં નોંધ્યું છે કે નહી તે ન સદ શારલયા મનાત્ર વાપરત્નોમવતી અર્થાત્ લક્ષ્મી અહીં રહેવાના રસલોભથી શારદા સાથે કલહ કરતી નથી. તત્કાલીન સમયમાં બાંધવામાં આવેલ શિલ્પ અને સ્થાપત્યના બેનમૂન સમાન ભવનો તેની ભવ્યતાની આજે પ્રતીતિ કરાવે છે. અજંતા-ઇલોરાની ચિત્રકલાનો તેના અનુસંધાનમાં અહીં લઘુચિત્ર સ્વરૂપે પુનર્જન્મ જોવા મળે છે. આ યુગમાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં સમૃદ્ધ ખેડાણ થયું. હેમચંદ્રાચાર્ય અને તેમના શિષ્યો, વસ્તુપાલ, સોમેશ્વર અને તેનું સાહિત્ય વર્તુળ વગેરેના પ્રદાનથી સાહિત્યજગત વાકેફ છે. સિદ્ધરાજે નિયુક્ત કરેલ ૩૦૦ લહિયાઓ, કુમારપાળે ૨૧ અને વસ્તુપાલે ૩ વિશાળ જ્ઞાનભંડારો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. વસ્તુપાલના સ્વહસ્તાક્ષરોમાં ' તાડપત્ર ઉપર લખાયેલ (વિ.સં. ૧૨૯૦) ઉદયપ્રભસૂરિકૃત થમ્યુલમહાકાવ્ય ની પ્રત ખંભાતના શાંતિનાથ ભંડારમાંથી મળવી તથા સચિત્ર તાડપત્રની પ્રાચીનતમ જ્ઞાત પ્રત નિશીથચૂર્ણની કે જે ભૃગુકચ્છમાં વિ.સં. ૧૧૫૭માં લખવામાં આવેલ જે આજે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં (આ પૂર્વે સંઘવીના પાડાના ભંડારમાં) સચવાયેલી જોવા મળે છે. ગુજરાતમાં આ યુગમાં એક અંદાજ મુજબ ૩૦ સંસ્કૃત કવિઓ થઇ ગયા. સિદ્ધરાજ, કુમારપાળ તથા મહાઅમાત્ય વસ્તુપાલે અનેક કવિઓને રાજ્યાશ્રય આપેલ. આ યુગના જૈન અમાત્યો, શ્રેષ્ઠીઓ તેમજ જૈનાચાર્યોએ હસ્તપ્રતોની સાચવણીમાં દેશની અને વિશેષતઃ ગુજરાતની મોટી સેવા કરી છે. ગુજરાતના વિવિધ ભંડારોમાં અંદાજિત ૭ લાખ જેટલી હસ્તપ્રતો સચવાઇ છે. પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર જ ૨૪000 (ચોવીસ હજાર) હસ્તપ્રતો સંગ્રહ છે. આ ઉપરાંત ખંભાત, અમદાવાદ, લા.દ. ભારતીય વિદ્યામંદિર, કોબા, લીંબડી, સુરત વગેરેના ભંડારો ઉલ્લેખનીય છે. આ પૈકીની મોટાભાગની હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલી જોવા મળે છે. આ ભંડારોમાં જૈનેતર કૃતિઓ પણ સાચવવામાં આવી છે. આટલી સમૃધ્ધ હસ્તપ્રત સંપત્તિ સુરક્ષિત હોવા છતાં. નોંધવું રહ્યું કે ભંડારોમાં Autograph પ્રતો જ્વલ્લે જ જોવા મળે છે. આ પાછળનું પ્રમુખ કારણ તાડપત્રોની સુરક્ષા માટે ગુજરાતનું પ્રતિકૂળ હવામાન તેમજ ઇ.સ. ૧૩૦૪ થી રાજકીય અસ્થિરતા અને ધાર્મિક વિતંડાવાદ ગણાવી શકાય. આ યુગમાં અને પરવર્તીકાળમાં ગુજરાતની તાડપત્ર, કાગળ અને કાપડ ઉપરની સચિત્ર પ્રતો તથા સચિત્ર કાટપટ્ટીકાઓની વિશેષતાઓ, વિવિધ ચિત્રશૈલીઓ વગેરે સંબંધી ઝીણવટપૂર્વકની વિગતો એલ.ડી. ઇન્સ્ટિટયુટ ઓફ ઇંડોલોજી દ્વારા પ્રકાશિત અને ઉમાકાન્ત શાહ દ્વારા સંપાદિત Treasures of Jaina Bhandaras (1978) અને સારાભાઈ નવાબ સંપાદિત જૈન ચિત્રકલ્પદ્રુમ (૧૯૩૬)માં પસંદગીના ચિત્રોની પ્રતિલિપિઓ સહિતની માહિતી વર્ણવામાં આવી છે. અજંતા-ઇલોરાની ગુફાચિત્રો બાદ ભારતીય સ્તરે લઘુચિત્ર સ્વરૂપે બંગાળ, બિહાર અને Page #570 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા નેપાળમાં ચિત્રકલાનો વિકાસ થયો, જે બંગાળી શૈલી તરીકે ઓળખવામાં આવે છે. બંગાળના પાલવંશના રાજાઓના આશ્રયમાં આ કલા ફૂલીફાલી હોવાથી તેને પાલ શૈલી પણ કહેવાય છે. પૂર્વ ભારતની આ કલા બૌદ્ધ ધર્માવલમ્બી હતી. આ જ સમયગાળામાં પશ્ચિમ ભારતમાં સોલંકીવંશના શાસન દરમ્યાન આનર્તમાં ગુજરાતમાં ગુજરાતી શૈલી‘ ની લઘુચિત્રકલાનો વિકાસ થયો.સોલંકીઓની આણ માળવા, મેવાડ, મારવાડ અને પ્રાયઃ સમગ્ર ગુજરાત ઉપર રહેલ હોવાથી આ બધા કેન્દ્રોમાં આ શૈલી પલ્લવિત થઇ. આ યુગમાં જૈનધર્મનો શાસન ઉપર પ્રભાવ ઘણા લાંબા સમય સુધી રહેલ હોવાથી જૈન ધર્મ, જૈનશિલ્પ અને સ્થાપત્યનો, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં ઉન્નત વિકાસ થયેલ જોવા મળે છે. આ સમયમાં મોટાભાગનાં ચિત્રો શ્વેતામ્બર જૈન કૃતિઓ જેમકે કલ્પસૂત્ર, કાલકાચાર્યકથા, ઓધનિયુક્તિ, સંગ્રહણીયસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત વગેરેના વિષયવસ્તુના આધારે ચિત્રિત હોવાથી તેમજ આ ચિત્રોના આશ્રયદાતા અને પ્રેરકો જૈન ધર્માવલમ્બી હોવાથી જૈનાશ્રિત ચિત્રકલા કે જૈનશૈલી તરીકે ઓળખાય છે. આ કલાના નમૂનાઓ પ્રાયઃ ગુજરાત અને રાજસ્થાનના જૈન ભંડારોમાંથી અને જૈનાશ્રિત લઘુચિત્રો રૂપે મળેલા હોવાથી ઉમાકાન્ત શાહ ‘મારુ-ગુર્જર’ ચિત્રકલા નામ આપવાનું પસંદ કરે છે. આનંદકુમાર સ્વામી, સ્ટેલા કામરિચ અને તારાનાથ ‘પશ્ચિમ ભારતીય શૈલી’નું નામાંભિધાન આપે છે. જ્યારે રાયકૃષ્ણદાસના મતે આ શૈલી અજંતાનું ભ્રષ્ટ સ્વરૂપ હોવાથી તેમજ આ ચિત્રોમાં કોઇ નવીન આલેખન ન હોવાથી તથા અપભ્રંશ શબ્દથી સમુચિત અભિધા કે વ્યંજના અભિવ્યક્ત થઇ શકતી હોવાથી ‘અપભ્રંશ શૈલી’ તરીકે સ્વીકારે છે આનર્ત પ્રદેશમાં આ શૈલીનો વિકાસ થયો હોવાથી આનર્તશૈલીથી પણ નવાજી શકાય ! નેપાળ કે બંગાળમાં પલ્લવિત થયેલ શૈલી નેપાળી કે બંગાળી શૈલીથી ઓળખવામાં આવતી હોય તો ગુજરાતની આ શૈલીને આનર્તશૈલી તરીકે પણ ઓળખવી જોઇએ. 40 ૫૪૭ ડૉ. આનંદકુમાર સ્વામીએ આ કલાને આવકારતાં નોંધ્યું છે કે, “That the handing is light and casual does not imply a poverty of craftmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect adequacy - it is the direct expression of a flashing religious conviction and of freedom from any specific material interest. This is the most spiritual form known to us in Indian painting, and perhaps the most accomplished in technique, but not the most emotional nor the most intriguing. Human interest and charm, on the other hand, are represented in Ajanta painting and in late Rajaput art." ‘‘અર્થાત્ કસોટી હળવી અને આકસ્મિક હોય તેટલા ઉપરથી કળા વિધાનતાની દીનતા છે એવો અર્થ નીકળતો નથી (દરેક યુગની શરૂઆતમાં ચિત્રોની સ્થૂલતા નિષ્પક્ષ નિરીક્ષકોની ખામી રૂપ દેખાય છે), ઉલટું પૂર્ણ સંયોજન જણાય છે; કારણ કે તે સતેજ ધર્મશ્રદ્ધા અને જડ વસ્તુ પરના રાગની મુક્તિના સીધા પરિણામરૂપ છે. ભારતીય ચિત્રકળાનું આ અતિધાર્મિક સ્વરૂપ છે, અને તે જો કે બહુ ભાવાત્મક Page #571 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪૮ કે અટપટું નથી તો પણ વિધાનમાં સંપૂર્ણ છે. બીજી બાજુ અજંતાના ચિત્રોમાં અને પાછળની ‘રાજપૂત કળા’માં માનુસી રસ અને સૌંદર્ય પ્રતિષ્ઠિત કરેલાં છે.’’૧૨ ગુજરાતની આ ચિત્રકલાને ચિત્રકલાના માધ્યમ અને લક્ષણોના આધારે નીચેના પ્રમુખ બે વિભાગોમાં વિભાજિત કરી શકાય. (૧) સોલંકી-વાઘેલા યુગીન તાડપત્રીય ચિત્રકલા (ઇ.સ. ૯૪૨-૧૩૦૪) (૨) સલ્તનત યુગીન ચિત્રકલા (ઇ.સ. ૧૩૦૪-૧૫૭૩) ૧. સોલંકી -વાઘેલા યુગની તાડપત્રીય ચિત્રકલા ગુજરાતમાં સોલંકી - વાધેલા શાસનના પ્રારંભથી સમાપ્તિ સુધી ફક્ત તાડપત્રો ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે. આ સુક્ષ્મ રેખાઓ દ્વારા માનવીય ભાવો કુશળતાપૂર્વક અભિવ્યક્ત થયેલ જોવા મળે છે. આ યુગની ચિત્રકલાની આગવી વિશેષતા એ કે તેમાં કોઇપણ અન્ય શૈલીનો પ્રભાવ જોવા મળતો નથી.૧૩ બીજા શબ્દોમાં પોતાની આગવી મૌલિક શૈલી ધરાવે છે. ૨. સલ્તનત યુગીન ચિત્રકલા ઇ.સ. ૧૩૦૪માં ગુજરાતમાં હિંદુ રાજપૂત શાસનનો અંત આવતાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થતાં પાટણનો રાજધાનીના શહેર તરીકે અંત આવ્યો અને રાજધાની અમદાવાદ ખસેડાતાં સાંસ્કૃતિક વિકાસનું કેન્દ્ર અમદાવાદ બન્યું. ૧૫૭૨-૭૩માં અકબરે ગુજરાતને પોતાના વિશાળ રાજ્યમાં સમાવી લેતાં ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સત્તાનો અંત આવ્યો. આ સમય દરમ્યાન તાડપત્ર ઉપરાંત કાગળ અને કાપડ ઉપર હસ્તપ્રતોનું લેખન અને ચિત્રણ થયું. આ ઉપરાંત તાડપત્રો સાચવવા માટે કાષ્ટપટ્ટિકાઓ વપરાતી તેનો પણ ચિત્રો દોરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. કાષ્ઠપટ્ટિકાઓ ઉપર દોરવામાં આવેલ ચિત્રો પૈકીના કેટલાક નમૂનાઓ મુનિ પુણ્યવિજયજીના સંગ્રહમાં સંગ્રહાયેલ જોવા મળે છે. આ સમય દરમ્યાન ઉત્તમોત્મ્ય ચિત્રીનું સર્જન થયું. કાગળ સુલભ થતાં તાડપત્રો ઉપર ચિત્રકારોને જગાની જે સંકડાશ અનુભવવી પડતી તે અહીં મોકળાશ મળી અને ચિત્રોની સંખ્યાનું પ્રમાણ પણ વધ્યું. સુવર્ણ અને રજતની શાહીનો પણ ભરપૂર ઉપયોગ થયેલ જોવા મળે છે. ગુજરાતમાં મુસ્લિમ સત્તાના પરિણામે હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિનું મિશ્ર રૂપ અસ્તિત્વમાં આવવા માંડવ્યું અને તેની વિવિધ ક્ષેત્રોમાં અસરો વરતાવા લાગી. ચિત્રકલા ક્ષેત્રે ભારત-ઇરાની (Indo-persian) ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી. આ કલાની અસર ૧૫મી સદીના મધ્યભાગમાં આલેખાયેલા ‘કલ્પસૂત્ર’ અને ‘કાલકાચાર્યની કથા'ની હસ્તપ્રતોમાં શક-બર્બર રાજા અને સૈનિકોનાં ચિત્રોમાં નજરે પડે છે. એમનો મંગોલ ચહેરો, દાઢી-વાળની મુસ્લિમ પદ્ધતિ, પોષાક વગેરે અલગ તરી આવે છે.૧૪ કાલાન્તરે રાજપૂત અને મુઘલ શૈલીનો પ્રભાવ વધતાં આ ચિત્રશૈલી તેમાં વિલિન થઇ જાય છે અને પોતાનું આગવું અસ્તિત્વ મિટાવી દે છે. કાગળની ઉપરની વિશિષ્ટ પ્રતોમાં ‘કલ્પસૂત્ર’ની પ્રાચીનતમ પ્રત (ઇ.સ. ૧૪૧૫) મુંબઇની Page #572 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪૯ એશિયાટિક સોસાયટીમાં છે. ૧૫ મી સદીની 'કલ્પસૂત્ર'ની એક સુંદરતમ પ્રત અમદાવાદમાં મુનિ દયાવિજયજીના સંગ્રહમાં છે. “આ સુવર્ણાક્ષરી પ્રતમાં અપભ્રંશ શૈલીની ઉત્તમતા અને અલંકૃતપણાની પરાકાષ્ટા જણાય છે. આ શૈલીની બરાબરી કરે તેવી બીજી કોઇ પ્રત જાણમાં નથી. એના હાંસિયામાં રાગ રાગિણી, તાન, મૂર્તિના તથા વિવિધ નૃત્યો, ભાવભંગી વગેરેનાં અનેક ચિત્ર એના નામ સાથે અંકિત કરેલાં છે. એની સાથે સાથે ઇરાની ચિત્રોની પ્રતિકૃતિઓ પણ બનાવેલી છે.'૧૫ આ કાળથી જૈનેતર સચિત્ર કૃતિઓમાં વસંતવિલાસ, બાલગોપાલસ્તુતિ, દુર્ગાસહસતિ, રતિરહસ્ય, માધવાનલ કામકંદલા વગેરે ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૪૧૧ નો કાપડ ઉપર ચિત્રિત ‘વસંતવિલાસ” ચિત્રપટ્ટ વિશેષ ઉલ્લેખનીય છે. જે અત્યારે અમેરિકાની ફિયર ગેલેરી ઓફ આર્ટ'માં સંગ્રહિત છે. આનર્તની ચિત્રશૈલીની લાક્ષણિકતાઓ ૧. આ લઘુચિત્રો જૈનધર્મની કૃતિઓના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને દોરવામાં આવેલ હોવાથી સ્વભાવતઃ પરંપરાગત ધાર્મિક નિઝામાં દઢચિત રહેલ હોઇ શૃંગારિકા જોવા મળતા નથી. નારી ચિત્રણઃ શૃંગારિક દૃષ્ટિથી નારીચિત્રણ નો સદંતર અભાવ છે. ૨૪ તીર્થકરોની આજુબાજુનાં યક્ષ-યક્ષિણીઓનાં યુગલ ચિત્રો સૌમ્ય છે. આ ઉપરાંત નારીચિત્રોમાં તીર્થકરોની અધિષ્ઠાત્રી દેવીઓ, અંબિકા, પદ્માવતી, સરસ્વતી, ચક્રેશ્વરી અને ૧૬ વિદ્યાદેવીઓનાં ચિત્રો પ્રમુખ છે. ૩. મહાવીર સ્વામીની માતા ત્રિશલાનાં ૧૪ સ્વપ્નો, અષ્ટ મંગળ દશ્યો, ૨૪ તીર્થકરો, જૈન દર્શનના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને બ્રહ્માંડ સૃષ્ટિ, પૌરાણિક પ્રતિકો વગેરેનાં ચિત્રોની બહુલતા જોવા મળે છે. વસ્ત્ર અને આભૂષણઃ પુરુષોના વસ્ત્રોમાં ધોતી, દુપટ્ટા અને કટિવસ્ત્ર, જ્યારે સ્ત્રીઓના વસ્ત્રોમાં ચોળી, રંગીને ધોતી અને કટિપટ દર્શાવેલ છે. આભૂષણોમાં મુકુટ અને માળા તથા સ્ત્રીઓના કાનમાં કુંડળ અને હાથ ઉપર બાજુબંધ જોવા મળે છે. તીર્થકરો સિવાયના ચિત્રો ઉપસી આવેલી આંખોવાળા ચિતરવામાં આવ્યાં છે. આંખોના આ પ્રકારના ચિત્રણ માટે સારાભાઈ નવાબ જૈન મૂર્તિકળાના પ્રભાવને કારણભૂત ગણાવે છે." આ ચિત્રો દોઢ આંખવાળા તરીકે પણ ઓળખાય છે. તાડપત્રીય હસ્તપ્રતો ઉપર સામાન્યતઃ પીળો રંગ વાપરવામાં આવ્યો છે. કવચિત સુવર્ણરંગ પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. કાગળ ઉપરની હસ્તપ્રતો ઉપરના ચિત્રોમાં પૃષ્ઠભૂમિમાં લાલ રંગ અને અન્ય રંગોમાં સફેદ, વાદળી અને પીળા રંગનો ઉપયોગ જોવા મળે છે. કલ્પસૂત્ર જેવી કેટલીક મૂલ્યવાન હસ્તપ્રતો સ્વર્ગ અને રજત શાહીથી લખવામાં આવી છે. વેલબૂટાની સજાવટ આકર્ષક બની રહી છે. પરવતીકાળમાં વિકસેલ રાજપૂત અને મુઘલ ચિત્રોમાં વેલબૂટાનું ચિત્રણ ગુજરાતની આ શૈલીનાં ચિત્રોની સીધી અસરનું પરિણામ ગણાવે છે. આ ઉપરાંત Page #573 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૦ આ શૈલીની કેટલીક હસ્તપ્રતોની લેખનપધ્ધતિ પણ આકર્ષક બની રહી છે. લહિયાઓ અને લેખનકાર્યમાં ચિત્રશૈલીનો ઉપયોગ કરતાં હસ્તપ્રતોના મધ્યમાં સ્વસ્તિક, કમળ, છત્ર વગેરે આકારો સ્વતઃ ઉપસી આવેલ જોવા મળે છે. આમ ભારતીય ચિત્રકળાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરનાર પશ્ચિમ ભારતીય કળાનું જન્મદાત્રી સ્થળ હોવાનું શ્રેય આનર્તભૂમિના શિરે જાય છે. આ ચિત્રશૈલીના પ્રદાનની નોંધ લેતાં સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ સ્ટેલા ક્રામરિચના શબ્દો દૃષ્ટવ્ય છે. “While it had lasted for half a millenium the western indian school of svetambara jaina Painting was the most acute creation of pictorial form in India.... To the surging plenitude of embodied form of classical Indian painting, as in Ajanta, the western Indian school holds up it stark planar brilliance, motionless, while shot across by frenzied gestures whose agitation wants to be measured against the never closing eyes on figures and the saturated ground of eternity." ૧. ૨. ૩. ૪. ૫. ૬. Sandesara B.J. Literary circle of mahamatya Vastupal and its contribution to sanskrit literature. Bombay : Bhartiya Vidya Bhavan, 1953. P. 39 નવાબ, સારાભાઇ. જૈન ચિત્રકલ્પદ્રુમ, અમદાવાદઃ લેખક, ૧૯૩૬, પૃ. ૪૦ મજમુંદાર, મંજુલાલ ૨. સાંસ્કૃતિક ગુજરાતના ઇતિહાસની અમૃતાક્ષરી, પૃ. ૧૪૨ નવાબ. સંદર્ભ ૭, પૃ. ૧૨ ૯. ૧૦. શાહ, ઉમાકાન્ત. સોળમા સૈકાની ગુજરાતી ચિત્ર-શૈલી. સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃ. ૫૭ ૧૧. ગૈરોના, વાચસ્પતિ, ભારતીય ચિત્રના. વિલ્હી : ચૌલુવા સંસ્કૃત પ્રતિષ્ઠાન, ૨૧૬૦ રૃ. રૂબ ૧૨. નવાબ. સંદર્ભ ૭, પૃ. ૩૬ ૧૩. એજન પૃ. ૪૧ ૭. પાદટીપ જોશી, ઉમાશંકર, પુરાણોમાં ગુજરાત રૃ. ૩૭ ગુજરાતી વિશ્વકોશ, ખંડ ૨ પૃ. ૩૬ જોશી, સંદર્ભ ૧, પૃ. ૩૯ આચાર્ય, ગિ.વ. ગુજરાતના અભિલેખો, ખંડ-૧, પૃ. ૮ પરીખ, રસિકલાલ છો. સંપા. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ ૪, અમદાવાદઃ ભો.જે. વિદ્યાભવન, પૃ. ૫૨૮ .. Page #574 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા * ૫૫૧ ૧૪. લે. કિરીટકુમાર જે. સ્વામિનારાયણ ચિત્રક્લા. અમદાવાદ : સ્વામિનારાયણ મંદિર, ૧૯૮૪, પૃ. ૯ ૧૫. પરીખ, રસિકલાલ છો. સંપા. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ-૧, પૃ. ૪૯૯ ૧૬. પૃ. ૪૯૬ 99. Stella Kramrisch. Jaina Painting of Western India. Aspects of Jain Art and Architecture/ed. by U.P. Shah and M.A. Dhaky, p. 402 (ગુજરાતી સાહિત્ય પરિષદના વિસનગર મુકામે તા. ૨૫-૨૬ ડિસેમ્બર, ૧૯૯૯ દરમ્યાન ભરાયેલ ૪૦મા અધિવેશનમાં રજૂ કરવામાં આવેલ લેખ) મણિભાઈ પ્રજાપતિ યુનિવર્સિટી લાયબ્રેરિયન અને અધ્યક્ષ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. Page #575 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૨ પાઠણનો દેશદ્રોહી મહામાન્ય માધવ પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલો થયો. વિક્રમ સંવત ૧૩૫૩માં સારંગદેવ વાધેલાનો ભત્રીજો કવિ એ છેલ્લો હિન્દુ રાજા હતો. તેણે માત્ર ત્રણ વર્ષ જ રાજ્ય કર્યું. તેના વખતમાં હિન્દુ મહારાજ્ય સદાને માટે અસ્ત થયું. ઇતિહાસમાં એને કરણઘેલો' કહે છે. વાધેલાનું ટુંકુરૂપ “ધેલો છે કે ગાંડાના અર્થમાં પેલો કહેવાય તે કહેવું મુશ્કેલ છે. આ કદિવને વેદશાસ્ત્ર પ્રમાણે ચાલતો રાજા કહ્યો હોવા છતાં તે એક ભીરૂ અને વહેમી રાજા હતો. હંમેશાં ઉધાડી તલવારે ફરતો કર્ણદવ જમવા બેસતો ત્યારે રસોઇયાઓ મરણના ભયથી બારણાં વાસીને તેને પીરસતા હતા. આ કર્ણદેવનો મહામાન્ય માધવ હતો. આ માધવે પ્રતિજ્ઞા કરી કે, “મુસલમાનોને ગુજરાતમાં લાવીશ ત્યારે જ ગુજરાતનું અન્ન ખાઇશ.” માધવે આવી પ્રતિજ્ઞા કેમ કરી? માધવે આવી પ્રતિજ્ઞા કર્યા પાછળ બે-ત્રણ કથાઓ કહેવાય છે. એક વાત એવી છે કે, કર્ણ સત્તાના મદમાં માધવનું ઘોર અપમાન કર્યું હતું. બીજી વાત એવી છે કે, કણે માધવના ભાઈ કેશવને મારી નાખી તેની સ્ત્રીનું હરણ કર્યું હતું. ભાટ લોકો કેશવની સ્ત્રીના બદલે માધવની સ્ત્રી હર્યાની વાત કહે છે. વળી નેણસીની ખાતમાં કણે માધવની પુત્રી હરી એમ લખે છે. આ પૈકી ગમે તે કારણ હોય, પણ આ માધવ પોતાના અંગત વેરથી પ્રેરાઈને જ આખા દેશને પારકો કરવા એ દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખીલજીના દરબારમાં પહોંચ્યો. ‘પેટનો બળ્યો ગામ બાળે' એ કહેવત અનુસાર માધવ દિલ્હી પહોંચી પોતાના ઉપર ગુજરેલી વાત મુસલમાન બાદશાહને કહી. માધવે સુલતાનને મોટી ભેટ ધરી અને ગુજરાત ઉપર ચઢાઇ કરવા ઉશ્કેર્યો. તેણે ગુજરાતમાં હિન્દુઓને મારી નાખી યા કેદ પકડી ગુજરાત સુલતાનને તાબે કરી આપવા કહ્યું, અને પોતાની સાથે જ લશ્કર મોકલવા માંગણી કરી. આ બાબતનો એક સ્પષ્ટ પુરાવો કહે છે કે, યવના માધવનાગરવિપ્રણાનીતાઃ | તીર્થકલ્પમાં પણ માધવમંત્રીની પ્રેરણાથી જ સંવત ૧૩૫૬માં અલાઉદ્દીન ખીલજીનો નાનો ભાઈ અને સરદાર ઉલુઘખાન દિલ્હીથી પાટણ આવ્યો એમ સ્પષ્ટ કહે છે. આ રીતે પાટણનો મહામાન્ય માધવ એક દેશદ્રોહી તરીકે ઇતિહાસમાં અને સમાજમાં આજે પણ ગુજરાતની પ્રજામાં કુપ્રસિદ્ધ છે. દેશદ્રોહી માધવ અલાઉદ્દીનના લશ્કરને ગુજરાતમાં લાવ્યો. એટલું જ નહિ પણ પોતે ભોમિયો હોવાથી પાટણ સર કરાવવામાં સુલતાનના લશ્કરને આગળ પડીને મદદ કરી રસ્તો દેખાડ્યો. Page #576 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૩ ઉલુઘખાનના લશ્કરે ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો. મુસલમાન લશ્કર મારવાડમાંથી ઝાલોર, ત્યાંથી મેવાડ થઇ મોડાસા આવ્યું. સમગ્ર ગુજરાતમાં ગામોને લૂંટી આગ લગાડી, ઘણા હિન્દુઓને કેદ કર્યા. સ્ત્રીઓના કાન તોડી નાખ્યા. મુસલમાન લશ્કર પાલનપુર, મહેસાણા થઇ ડાંગરવાનો પ્રદેશ લૂંટી લશ્કર પાટણ આવ્યું. દેશદ્રોહી માધવે પાટણમાં પ્રવેશવાનો માર્ગ બતાવ્યો. સમુદ્ર જેવું મોગલ લશ્કર, તીખી તમતમતી તલવારો સહિતના સૈનિકોએ પાટણમાં પાણીના પૂરની જેમ પ્રવેશ કર્યો. પાટણ ભાગ્યું. કદી ન દીઠેલો ત્રાસ લોકોએ જોયો, ચારે બાજુ લશ્કરે લૂંટ ચલાવી. પાટણના કુબેરભંડારો જેવા ભંડારો લૂંટાયા, મંદિરો તોડી મસ્જીદો બનાવી. પાટણ સહિત સમગ્ર ગુજરાતને લૂંટી-બાળી નાખ્યા, લોકો ચારે દિશાઓમાં નાઠા. ગઢમાં ભરાયેલો પાટણનો છેલ્લો રાજા કર્ણદેવ નાઠો. તેની રાણી પગપાળા નાઠી. આ રીતે પાટણ સર કરી ગુજરાતના સુલતાનનની આણ વર્તાવી, મુસલમાન લશ્કરે પાટણમાં થાણું બનાવ્યું. ત્યાંથી આ લશ્કર આશાવળ, ધોળકા, ખંભાત, સુરત અને રાંદેર લૂંટી સોરઠમાં પ્રવેશ્યું. બોડી બામણીના ખેતર જેમ લશ્કર જયાં ગયું ત્યાં કોઇએ સામનો ન કર્યો. ભર્યો ભાદર્યો દેશ લૂંટાયો. મોઢેરાના મોઢ બ્રાહ્મણો સામી છાતીએ લડચા પણ હાર્યા અને ગામ છોડી નાઠા. સોરઠમાં સોમનાથ પાટણ તરફ મુસલમાન લશ્કર આગળ વધ્યું. સોમનાથના શિવલિંગનું રક્ષણ કરવા જેઠવાઓ, ચુડાસમાઓ, વાંજાઓ, વાળાઓ અને શુરા રાજપૂતો સામા થયા. ખૂનખાર લડાઇ થઇ પણ મુસલમાન લશ્કર આગળ રાજપૂતો ફાવ્યા નહિ. સોમનાથ પડવું. દૂષ્ટ ઉલુઘખાનની આજ્ઞાથી સોમનાથ મહાદેવનું લિંગ ઉખાડી ગાડામાં નાંખીને દિલ્હી તેનો ચૂનો કરવાના ઇરાદાથી સાથે લઇ ગયો. મુસલમાન લશ્કરની સાથે જ માધવ પણ સોમનાથ પાટણ ગયો હતો. ત્યાં સોમનાથનું રક્ષણ કરતા વીર રાજપૂતોના હાથે જ આ બધા અનર્થોનું મૂળ એવો માધવ પણ માર્યો ગયો. વિક્રમ સંવત ૧૩૫૬માં પાટણમાં મુસલમાન સત્તાની સ્થાપના થઇ. કર્ણદેવ પાટણથી નાઠો અને દક્ષિણમાં દેવગઢના યાદવરાજા રામચંદ્ર પાસે જઇ તેના સામંત તરીકે ખાનદેશમાં નંદરબારના કીલ્લામાં જઇને રહ્યો. રાણીએ નાસવાનો પ્રયત્ન કરવા છતાં પકડાઈ ગઇ અને દિલ્હી મોકલવામાં આવી. એમ કહેવાય છે કે, મુસલમાન લશ્કરે હજારો હિન્દુ લોકોને મારી નાખ્યા. ધન, સોનું, રૂપુ, ઝવેરાત, કાપડ વગેરે સંપત્તિ ગાડાં ભરી દિલ્હી ભેગું કરવામાં આવ્યું. એટલું જ નહિ પણ ઇતિહાસકાર નોંધે છે કે વીસ હજાર સુંદર સ્ત્રીઓને કેદ કરી પકડી દિલ્હી મોકલવામાં આવી હતી. કર્ણદેવની પકડાયેલી રાણીનું નામ કૌલાદેવી હતું. એ સર્વ કલામાં નિપુણ હોવાથી અલાઉદ્દીન બાદશાહની માનીતી થઇ પડી હતી. કવિ અમીર ખુશરૂના કાવ્યમાં એવું જણાવ્યું છે કે, રાણી કૌલાદેવીની પુત્રી દેવળદેવી સ્વરૂપવાન હોઇ અલાઉદ્દીનનો મોટો પુત્ર ખીજરખાન એની સાથે પ્રેમમાં Page #577 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૪ પડ્યો અને આખરે એને પરણ્યો પણ ખરો. ખીજરખાન અને દેવળદેવીના પ્રણય કાવ્યનું નામ છે, વિલરાની ખીજરખાન” તેમાં ચાર હજાર બસોહ કડીઓ છે. એક માધવના આ દેશદ્રોહી અપકૃત્યથી ઇતિહાસ કલંકીત બન્યો છે. આજે લોકશાહી રાજ્ય પરંપરામાં ગુપ્ત ટેકનોલોજી અને દેશની ગુપ્ત માહિતીઓ વિદેશમાં પહોંચતી કરવાના કિસ્સાઓ વર્તમાનપત્રોમાં વાંચવા મળે છે. સુરા, સુંદરી અને ધનની લાલચમાં સમગ્ર દેશને વેચી નાખે એવા માધવો આજે પણ શું હયાત નથી ? T I શહs - કાહનડદે પ્રબંધ કવીશ્રી પદ્મનાભ અનુવાદક શ્રી ડાહ્યાભાઈ પી. દેરાશરી (બાર એટ લો) ગુર્જર ગાદીએ તે કાળ સારશંદે હતો મહીપાળા ભત્રીજો તેનો બળવંત કરણદેવ યુવરાજ ભણંત. (૧) તેણે માધવ બ્રહ્મ દૂભવ્યો, વિગ્રહ તેમાંથી ઉદ્ભવ્યો, રૂક્યો તેથી વડો પ્રધાન, કરી પ્રતિજ્ઞા નિમ્યું ધાન. (૨). “તરકાણું હું આણું અરૂં, તો જ ધાન અહિનું મુખ ધરૂ” માધવ મહેતે કર્યો અધર્મ, નવ છૂટે પૂરવનાં કર્મ (૩) શાલિગ્રામ જ્યાંહાં પૂજાય, જ્યાંહાં હરિનું નામ જપાય, જે ભૂમિમાં જાણ કરાય, જ્યાંહાં બ્રાહ્મણને દાન અપાય. (૪) જ્યાંહા પિંગળ તુલસી પૂજાય, વેદ પુરાણ ધરમ પૂજાય, જે દેશે સહુ તિરથ જાય, સ્મૃતિ પુરાણનો ગાય મનાય (૫) નવખંડે અપકીરતિ લહી, મ્લેચ્છ માધવે આણ્યા અહીં, ચાલ્યો માધવ દિલ્હી ભણી, ભેટ અપુરવ લીધી ધણી. (૬) ભs અલ્લાઉદ્દીન સુલ્તાન, બહુ દેશે વરતાવી આણ, ભેટ ઘણા હયની ત્યાં ઘરી, અર્જ અમીરી ઉમરાવે કરી. (૭) નિઘા કરો આલમના સ્વામિ! ભડ માધવ આ ભરે સલામ, પરદેશી છે વડો પ્રધાન, જાણી માન દીધું સુલ્તાન. (૮) SIક Page #578 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧. ૨. 3. ૪. ૫. ૬. અણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઈતિહાસ પદ્યમાં પાટણ યાને કવિતામાં પાટણ દર્શન e. પ્રા. મુકુમાઈ પી. બ્રહ્મક્ષત્રિય લિખિત ગ્રંથો ઘર ઘરનો વકીલ પ્રબંધોમાં પાટણ નઈ રોશની (નાટક) ઘરદીવડો પાટણનાં બે કિર્તિમંદિરો : રાણકીવાવ અને સહસ્રલિંગ સરોવર ૮. પાટણની ગૌરવગાથા ૯. ધન્ય ધરા પાટણની ૧૦. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ ૧૧. પાટણ દિવ્યચૈત્યપરિપાટી (નિત્ય દર્શન)(આર્ટ પેપર) ૧૨. કથા સાગર *67) ૧૩. માનવજીવન ગાથા ૧૪. કાવ્ય મંજરી ૧૫. જીવન સાફલ્ય ૧૬. સફળતાનાં સોપાન ૧૭, સંસ્કાર સૌરભ (સુભાષિત સંગ્રહ) ૧૮. આ છે સંસાર ! (નવલકથા) ૧૯. ગાગરમાં સાગર (લઘુ નિબંધો) ૨૦. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય અપ્રાપ્ય રૂ।. ૭૫/ રૂ।. ૧૦૦/ રૂ।. ૭૫/ રૂ।. ૨૫૦/ રૂ।. ૨૫૦/ રૂ।. ૪૦૦/ રૂા. ૬૦૦/ રૂ।. ૫૦/ રૂ।. ૫૦/ રૂ।. ૫૦/ રૂ।. ૫૦/ રૂ।. ૫૦/ રૂ।. ૭૫/ રૂ।. ૫૦/ રૂ।. ૨૫/ રૂ।. ૫૦૦/ ૫૫૫ Page #579 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧. સંસ્કાર પુષ્પો ૨૨. મારાં ૧૦૦૦ હાઇકુ (હાઇકુ સંગ્રહ) ૨૩. દસ હાઈકુ સતક (હાઇકુ સંગ્રહ) ૨૪. હાઇકુ સહસ્ર (હાઇકુ સંગ્રહ) ૨૫. સહસ્રદલ કમલ (હાઇકુ સંગ્રહ) ૨૬. હાઈકુ રત્નાકર (હાઇકુ સંગ્રહ) ૨૭. શ્રી પંચાસરા પાર્શ્વનાથ દર્શન ૨૮. સંસાર (નવલકથા) ૨૯. જો નર કરણી કરે... ૩૦. મારૂં ગામ પાટણ ૩૧. શિક્ષણની કેડીએ ૩૨. શિક્ષણની ચેતના ૩૩. શિક્ષણની પ્રેરણા ૩૪. શિક્ષણના સોપાન ૩૫. શિક્ષણની સુવાસ ૩૬. સહસ્રતારલા (હાઇકુ સંગ્રહ) રૂ।. ૨૫/ રૂ।. ૫૦/ રૂ।. ૫૦/ રૂ।. ૫૦/ રૂ।. ૫૦/ 31. 40/ ૫૫૬ રૂ।. ૨૫૦/ રૂ।. ૧૨૦/ રૂ।. ૭૫/ રૂા. ૧૨૦/ રૂ।. ૨૦૦/ રૂ।. ૨૦૦/ 31. 200/ રૂ।. ૨૦૦/ રૂા. ૧૪૦/ રૂ।. ૫૦/ ગ્રંથો મેળવવાનું સ્થળ મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય C/o. શ્રી સત્યમ્ પ્રિન્ટર્સ ઘી કાંટા સામે, ત્રણ દરવાજા, પાટણ. (ઉ.ગુ.) ૩૮૪૨૬૫ ફોન (ઓ.)૨૨૦૦૦૯(રહે.) ૨૩૦૧૫૪ Page #580 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૭ લેખકનો પરિચય : - પ્રિ. ડૉ. સંજય એમ. વકીલ એમ.એ., એલએલ.બી, પીએચ.ડી. પ્રા. મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય શ્રી મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિયનો જન્મ તા. ૧૨/૧૧/૧૯૩૧ના રોજ ઉત્તર ગુજરાતના સુપ્રસિધ્ધ પ્રાચીન નગર પાટણમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાટણમાં લીધું. સને ૧૯૫૦માં શાળામાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી શાળાનું નામ ઉજંજવળ કર્યું. ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં ગુજરાત કોલેજ અને સર એલ.એ.શાહ લૉ કોલેજમાંથી એલએલ.બી.ની ડિગ્રી સને ૧૯૫૪માં મેળવી પાટણમાં ટેક્ષ એડવોકેટ તરીકે પ્રેકટિસ શરૂ કરી. વકીલાતની સાથે પાટણની સેવાભાવી સાર્વજનિક સંસ્થાઓમાં સેવા આપવાનું ચાલુ રાખ્યું. પાટણ નગરપાલિકામાં પણ તેઓ ચૂંટાયા. મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો. પાછળથી શેઠ એમ. એન. લૉ કોલેજ, પાટણમાં પ્રોફેસર તરીકે જોડાયા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં લૉ ફેકલ્ટીના પ્રથમ ડીન તરીકે નિમાયા. આ ઉપરાંત યુનિવર્સિટી સેનેટના સભ્ય તરીકે, કાયદા વિદ્યાશાખાના અધ્યક્ષપદે એમ વિવિધ પદે રહી યુનિવર્સિટીમાં માનદ્ સેવાઓ આપી. લૉ કોલેજ, પાલનપુરના પ્રિન્સીપાલ તરીકે પણ તેમણે સેવાઓ આપી. લેખક ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ એમ સાત બાળકોના પિતા છે. બધા જ બાળકોને | ઉચ્ચ શિક્ષણ આપી જીવનમાં ખૂબ સારી રીતે ગોઠવ્યા. લેખક વ્યવસાયે વકીલ છે પણ તેમનો જીવ સાહિત્યનો છે. સને ૧૯૯૨માં સેવા નિવૃત્ત થયા પછી ધોધમાર લખવા માંડ્યું. પાટણમાંથી પ્રસિધ્ધ થતાં દૈનિકો, સાપ્તાહિકો અને માસિકોમાં વિવિધ વિષય ઉપર એમની કોલમો ચાલે છે. પોતાના અનુભવોના આધારે “જીવન સાફલ્ય' અને સફળતાનાં સોપાન' જેવા આત્મકથાનકો પણ લખ્યા. 'પાટણની ગૌરવગાથા', “ધન્યધરા પાટણની', “મારૂ ગામ પાટણ', 'પાટણનાં બે કીર્તિમંદિરો ઃ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર', ‘પદ્યમાં પાટણ', પંચાસરા પાર્શ્વનાથ દર્શન', 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન” જેવા ઐતિહાસિક ગ્રંથો લખ્યા. “સંસાર” નામે નવલકથા, કાવ્યમંજરી” નામે કાવ્ય સંગ્રહ પ્રસિધ્ધ કર્યા. લેખક એક સંવેદનશીલ કવિ પાગ છે. એમણે (૧) મારાં એક હજાર હાઇકુ (૨) મારાં દસ હાઇકુ શતક (૩) હાઇકુ સહસ (૪) સહસ્ત્રદલ કમલ અને (૫) હાઇકુ રત્નાકર (૬) સહસ તારલા એમ કુલ છ હાઈકુ સંગ્રહોમાં એકદર છ હજાર હાઈકુ રચી ગુજરાતી પદ્ય સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શિક્ષણ વિશે “શિક્ષણની કેડીએ', શિક્ષણની પ્રેરણા' જેવા ચિંતનાત્મક છ ગ્રંથો પણ લખ્યા છે. આ ઉપરાંત લઘુનિબંધો, સુભાષિત સંગ્રહ એમ સાહિત્યના દરેક ક્ષેત્રે એમણે નોંધપાત્ર Page #581 -------------------------------------------------------------------------- ________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૮ પ્રદાન કર્યું છે. હાલ પણ તેઓ સાહિત્ય પ્રવૃત્તિમાં કાર્યરત છે. એકંદર એમણે ચાર્લીસ એક જેટલા ગ્રંથો લખી પ્રસિધ્ધ કર્યાં છે. ૭૫ (પંચોતેર વર્ષના) લેખક હાલ રો.સિનીયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ પદે રહી સેવાઓ આપી રહ્યા છે. અનેકના જીવનમાં અજવાળાં પાથર્યાં છે. ગુજરાતના ગવર્નર માનનીય શ્રી કૈલાશપતિ મિશ્ર, મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુર્ધન્ય સાહિત્યકાર માનનીય કે. કા. શાસ્ત્રીજી, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ ડૉ. કુમારપાળ દેસાઇ, ગુજરાતના શિક્ષણમંત્રી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ જેવા અનેક મહાનુભાવોના હાથે લેખક સન્માનિત થયા છે. અગાઉ દ્વારિકાપીઠના શ્રી પૂજ્યપાદ શ્રીમદ્ શંકરાચાર્ય મહારાજના વરદ્ હસ્તે લેખકને “ધર્મરક્ષક”નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. તા. ૭-૧૦-૨૦૦૭ના રોજ પાટણની ધર્મસભાએ શ્રી મુકુન્દભાઇને “પાટણરત્ન”ના એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તા. ૨૮-૯-૨૦૦૮ના રોજ પાટણની વિવિધ સંસ્થાઓએ સાથે મળી શ્રી મુકુન્દભાઇની વિવિધ ક્ષેત્રે સેવાઓની નોંધ લઇ એમને ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ''નો એવોર્ડ અર્પણ કરી બહુમાન કર્યું હતું. આજે પણ લેખકનું લેખનકાર્ય એકધારુ અવિરત રીતે ચાલુ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ પાટણની સંસ્કૃતિપ્રીતિને વરેલા પ્રા. મુકુન્દભાઈબ્રહ્મક્ષત્રિય 'વીસમી સદીના ઉત્તરાઈ અને એકવીસમી સદીના પ્રથમ દરોડા દરમ્યાન પાટણમાં બહુશ્રુત નાર્ણાટક 'તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય અનેરી સિધ્ધપ્રાપ્તક્રી છે. શ્રી મુકુન્દભાઈ વ્યવસાયે વકીલ છે, પરંતુ - એમનો જીવ સાહિત્યનો છે. સને ૧૯૯રમાં સેવામાંથી 'નિવૃત્ત થયા પછી એમણે ધોધમાર લખવા માંડ્યું છે. 'ઈતિહાસ વિરોષતઃ પાટણનો ઈતિહાસ એ એમનો પ્રિય વિષય છે. તેઓ સાચે જ પાટણ પ્રેમી છે. પ્રા. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય પાટણવિદો એમણે દરોડગ્રંથો લખ્યા છે. શ્રી મુકુન્દભાઈએ ‘યુગે યુગે પાટણની પ્રભુતા' નામે દળદાર સચિત્ર અમૂલ્ય ગ્રંથતૈયારર્યો છે. પાટણના સાંસ્કૃતિક વારસા જેવા વિવિધ વિષયોને આવરી લેતા એમના લેખો અભ્યાસી તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઈની અનોખી છાપ પાડે છે. આ ગ્રંથના પાને પાને પાટણ ઘબકી રહ્યું છે. લેખકે આ ગ્રંથનું કેન્દ્રબિંદુ ‘પાટણની પ્રભુતા' રાખ્યું છે. વાચકવરને આ ગ્રંથમાં હરતુંરતું જુનું અને નવું પાટણ દેખાઈ રહ્યું છે. પ્રા. મુકુન્દભાઈએ પોતાના વ્હાલા વતન માટે અથDણ શ્રમ લઈ આ દળદાર, સચિત્ર, યાદગાર સંઘતૈયાર ર્યો છે, તે માટે હું એમને હાર્દિક અભિનંદન આપી તેમને અંતઃક્રણપૂર્વક ધન્યવાદ આપું છું અને ગ્રંથને આવકારું છું (આ ગ્રંથના ‘આવકાર'માંથી) ડૉ. હરીપ્રસાદ સં. શાસ્ત્રી એમ.એ., પીએચ.ડી. 'પૂર્વ પ્રમુખ : ગુજરાત ઇતિહાસ પરિષદ