________________
૯૩
યુગે યુગે પાટણની પ્રભુતા નાદ બજે ઘર જાકા” શ્રી ત્રિકમલાલજીએ સુરત-નિરત અને અનહદ નાદનો ભેદ ખુલ્લો કરી સાધકો ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે.
તેમના પિતાનું નામ નારાયણ શર્મા અને માતાનું સાંકુબા હતું. ૨૨ વર્ષની વયે તેમણે ગોવિંદકુવરબા સાથે વેદોકત વિધિથી લગ્ન કર્યું. થોડાક વખત ધંધાર્થે મુંબઈ ગયા પરંતુ પોતાના શાંત અને એકાન્તપ્રિય સ્વભાવ અનુકૂળ ન આવાથી પાટણ પાછા ફર્યા. ચાચરીયામાં આવેલ સતરામના મંદિરમાં સાધુ શ્રી ગોવિંદરામજી દાદુપથી રહેતા હતા. તેમની સાથે યોગમાર્ગના વિષય સંબંધી અભ્યાસ કરતા હતા.
અષ્ટ સિદ્ધિઓ હાજરાહજુર હોવા છતાં તેઓ ડગ્યા નહી અને આંત્મોન્નતિના માર્ગે આગળ વધ્યા. પત્નીના મરણ પછી જાણે કે તેમનો માર્ગ મોકળો થયો તેમને તીર્થયાત્રા નિમિત્તે ભ્રમણ આદર્યું. ગુરૂની શોધમાં નીકળેલા શ્રી ત્રિકમલાલને એક બ્રહ્મનિષ્ઠ દિગંબર પરમહંસનો ભેટો થયો. તેમને ગુરૂમંત્ર આપ્યો અને સાધના કરવાનો માર્ગ પણ સમજાવ્યો. આબુમાં જઇ સાધના કરી, પાટણ પાછા ફર્યા.
વળી વધુ સાધના માટે ચિત્રકુટ ગયા. ત્યાં એક માનવ્રતધારી મહાત્મા સાથે મિલન થયું. જ્ઞાન પ્રાપ્તિ કરી. પાટણમાં સિદ્ધનાથ મહાદેવમાં તેમણે શરૂઆતમાં નિવાસ કર્યો પણ યોગ માટે પૂરતી સગવડ ન હોવાથી સંવત ૧૯૬૬માં જીમખાના સામેના રસ્તા ઉપર “આનંદ આશ્રમ” સ્થાપી યોગ સાધના શરૂ કરી. .
મૂળાધાર ચક્રથી આજ્ઞાચક આ છ ચકો જેને યોગની ભાષામાં જુદા જુદા રંગના અમુક અમુક સંખ્યાની પાંખડીઓવાળા કમળ પણ કહે છે, જે શરીરમાં આવેલા છે. જયારે આજ્ઞાચકથી બ્રહ્મચંદ્ર સુધીની આધ્યત્મિક ચઢાઈ ઉપલા માર્ગની ગણાય છે. જેમ કુમકુમનો ચાલ્યો આજ્ઞાચકની જગ્યા બતાવે છે તેમ ચોટલી એ બ્રહ્મરંદ્રની જગ્યા બતાવે છે.
આજ્ઞાચકથી બ્રહ્મચંદ્રના એકાદ વેંત જેટલા આ અંતરની આંતરિક ચઢાઇ અતી દુષ્કર છે. સદ્ગુરૂની કૃપા વિના આ ચઢાણ શક્ય જ નથી. આ માર્ગમાં આવતા શૂન્ય, મહાશૂન્ય, બંકનાળ ભંવરગુફા અને સચખંડ વગેરે તમામ સ્થાનોનો પ્રત્યક્ષ અનુભવ સંત શ્રી ત્રિકમલાલજીને થયો હતો. એમ તેમના પદો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. . તેઓ એક સારા વૈદરાજ પણ હતા. સંવત ૧૯૮૮ના અષાઢ વદ-૫ ના આનંદાશ્રમની તમામ વ્યવસ્થા શ્રી કાંતિલાલભાઈ જેઓ તેમના શિષ્ય છે તે સંભાળે છે.
આનંદાશ્રમની આ ભૂમિ પૂજ્ય યોગી શ્રી ત્રિકમલાલજીના પવિત્ર પરમાણુઓથી વિભૂષિત થયેલ હોઇ આજે પણ ભાવિક ભક્તજનોને અલભ્ય લાભ આપી અપૂર્વ આનંદ અનુભવાય છે. અનેક સાધકો આ આશ્રમમાં આવી પરમશાંતિનો પ્રત્યક્ષ અનુભવ કરે છે.
પાટણના નગરજનો મોટાભાગે આ આશ્રમથી જાણકાર હોય તેમ લાગતું નથી. આવી દિવ્ય ભૂમિ સાધકો માટે ખૂબ જ સાનુકૂળ છે.
પાટણમાં આવા એક મહાન યોગી થઇ ગયા તેની નોંધ આ ગ્રંથમાં લેતા સાચે જ ગૌરવ અને આનંદની લાગણી થાય છે.