________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૧૦
પરંતુ તેની સ્થાપનાનો સમય ઇતિહાસની દૃષ્ટિએ ખોટો રજૂ કર્યો છે. કારણ સિદ્ધરાજ જયસિંહ સંવત ૧૧૫૦માં ગાદી ઉપર આવેલ હતો, જે વખતે તેની બાલ્યાવસ્થા હોવાથી, ગુજરાતનું રાજ્ય તેની માતા મીનળદેવી ચલાવતી હતી. આથી આ કવિત પાછળથી કોઇ કવિએ, મનઃકલ્પિત રીતે રચ્યું હોય તેમ લાગે છે. બીજું તેમાં પગથિયાંની જે સંખ્યા બતાવી છે, તે સાચી છે કે કેમ, તે જાણવા બીજાં કોઇ પ્રમાણો મળતાં નથી. આ સરોવર બાંધવામાં સાત કરોડ ટંકા ખર્ચાયા હોવાનું સૂચવ્યું છે, પણ ટંકા એ સૂર્વણનો સિક્કો હોય તો, તેનો ખર્ચ ઘણો વધી જાય તેમ માનવું પડે. આમાં સત્ય કેટલું હશે ? તેના માટે કોઇ પ્રામાણિક પુરાવા મળતા નથી. કવિઓ આવાં મહાસ્થાપત્યો માટે, મોટી મોટી કલ્પનાઓ રજૂ કરે છે, તેનો આ એક પ્રત્યક્ષ પુરાવો છે.