________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૧૫ ગોમતીકુઇમાં જોવા ગયા તો માળા કરતી હતી. ધનુરાજે માળા ઉચકી પદ્મનાભપ્રભુને ચરણે ધરી. આમ પ્રભુએ ખૂબ લીલા કરી અને ગોમતી કૃપાનો મહિમા કહી સંભળાવ્યો અને ઉમેર્યું કે તેમાં દરેક તીર્થોના વાસ છે અને બધાજ તીર્થો અહીં છે એમ જાણજે. ધનુરાજે પુનઃ કોઇપણ જાત્રાએ જવાનું માંડી વાળ્યું.
પદ્મનાભવાડીમાં વણઝારાની બે પોઠો છે એટલે ગણપતિના મંદિર પાસે વણઝારાની યાદમાં બે પથ્થરો ઉભા કરેલ જે આજે પણ દશ્યમાન છે તેની પણ કથા છે
એક વખતે પદ્મનાભ ભગવાનના પુત્ર વિષ્ણુદાસજી અને પુત્રી મચકનબાઇ પદ્મવાડીના દરવાજા પાસે રમતા કુતુહુલતાથી વિષ્ણુદાસે વણઝારાને પુછ્યું. “ આ પોઠોમાં શું છે ?' વણઝારાએ જવાબ આપ્યો કે તેમાં ધૂળ ભરી છે. વણઝારાએ નાના છોકરાઓ સમજી સહજ ભાવે કહ્યું. વિષ્ણુદાસે કહ્યું, “પદ્મનાભ ભગવાનની કૃપાથી એમ જ હજો.”વણઝારાએ એ તરફ લક્ષ આપ્યું નહીં. અને પોઠો હંકારી ગયો. પોતાના દયેય પર જઇને વેપારીએ નમૂનો બતાવવા પોઠોમાંથી ખાંડ કાઢવા ગયો તો ધૂળ નીકળી. એક, બે, ત્રણ એમ સર્વે પોઠોમાંથી ધૂળ જ નીકળી. તે વિસ્મય પામ્યો. ઘણી ગડમથલ પછી તેને સ્મૃતિ થઇ કે પદ્મવાડીના દરવાજે છોકરાઓ રમતા હતા અને તેઓએ પૂછેલું. તુરંત તે પાછા ફરી પદ્મવાડીમાં આવી પદ્મનાભ ભગવાનને ચરણે પડ્યો અને ક્ષમા માગી. પદ્મનાભે કહ્યું, “કોઈ વખત આવું જુઠું બોલી નહીં જા, આ વખતે પોઠોમાં પુનઃ ખાંડ થઇ જશે.” આ સાંભળી વણઝારો પ્રભુને પગે પડી પોતાના ધ્યેય તરફ ગયો. પદ્મનાભ ભગવાન વિષ્ણુદાસને પણ ઠપકો આપ્યો કે આવી નાની ભૂલ માટે આવડી મોટી સજા કોઇને કરાય નહીં. માટે તમો પણ પદ્મનાભવાડી ત્યજી બાજુમાં બીજી વાડી બનાવી રહ્યો. આથી શ્રી વિષ્ણુદાસે પદ્મવાડીની બાજુમાં બીજી વાડી બનાવી તે આજે પણ જાદવ વાડી” તરીકે જાણીતી છે.
શ્રી પદ્મનાભ ભગવાને પાટણમાં જન્મ લીધો તે ઘટનાને પાંચસો વર્ષ ઉપર થઈ ગયા. તેમણે રચેલી પદ્મવાડી આજે પણ જેવીને તેવી જ જોવા મળે છે. પદ્મનાભ પ્રભુના વંસજો જે સ્વામી તરીકે
ઓળખાય છે તે પદ્મનાભ વાડીનો વહિવટ આજે પણ સંભાળે છે અને વાડીની સારસંભાર, દેખરેખ રાખે છે અને પ્રતિવર્ષ કારતક સુદ -૧૪ થી કારતક વદ-૫ એમ સાત દિવસ સુધી સાતમેળાનું આયોજન પણ તેઓ કરે છે. આ પદ્મવાડીમાં પદ્મનાભ ભગવાન, હરદેવજી, નકળંગજી, બ્રહ્માજી, શંકરભગવાન, વૈકુંઠ, રાધાકૃષ્ણ, હનુમાનજી છે. તે ઉપરાંત ત્રેત્રીસ કોટી દેવતા, છપ્પન કોટી યાદવોનો વાસ છે.
પૂજ્ય કલ્યાણગીરી બાપુએ પદ્મનાભવાડી જવાના રસ્તા પર “વિજય હનુમાન સંન્યાસ્થાશ્રમ”ની સ્થાપના કરેલ છે તે પણ એક સૂચક છે. ગુરૂજીના નામમાં પણ સર્વેના કલ્યાણની ભાવના રહેલ છે. મુંબઈ, ૭૧/૧ કૈલાસનગર, ૬૫૮, તારદેવ રોડ, મુંબઈ - ૭,