________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૫૯
ચોથી એક ચૈત્ય પરિપાટીનો નવોલ્લેખ જાણવામાં આવેલ છે. પરંતુ ચૈત્ય પરિપાટી જોવાનો પ્રસંગ આવ્યો નથી. એટલે તે કયા સમયની છે તે જાણી શકાયું નથી. આ ત્રણે ચૈત્ય પરિપાટીઓમાં કેટલાક મહોલ્લા એક સરખા નામ ધરાવતા છે. જ્યારે કેટલાક નવા નવા મહોલ્લાઓનાં નામો, આ ત્રણે પરિપાટીઓમાં જુદા જુદા સ્થાનો ઉપર જણાવેલ છે. આમ લગભગ દોઢસો વર્ષોમાં કેટલાક મહોલ્લાઓ નષ્ટ ભ્રષ્ટ થઇ જાય છે. જ્યારે કેટલાક નવા જાણવા મળે છે. સોળમા અને સત્તરમાં સૈકામાં મુસ્લિમ રાજશાસનકાળે ઘણી અંધાધુંધી ચાલતી અને કેટલાક મોટા અમલદારો રાજ્યલોભથી બળવાઓ કરતા. આથી પ્રજાવર્ગ હેરાન પરેશાન થતો તેવા સંક્રાંતિકાળમાં કેટલાક મહોલ્લા પોળોની વસ્તી સલામતીના કારણે ભરચક લત્તાઓમાં જતી રહેતી, અગર તો સ્થળાંતર કરી આજુબાજુના ગામોમાં ચાલી જતી. તેની સાથે સાથે મહોલ્લાઓના મંદિરોની પ્રતિમાઓ પણ સંરક્ષણ થઈ શકે તેવા મહોલ્લાઓમાં સ્થાપવી પડતી. આથી ત્રણે પરિપાટીકારોએ જુદા જુદા કેટલાક મહોલ્લાઓનાં નામો પાટણ પરિપાટીઓમાં નોંધ્યાં છે. સામાજીક સંક્રાંતિઓમાં આવા ફેરફાર વધારે થાય છે. જેની પ્રતિતિ પ્રાચીન નગરોના ઇતિહાસ જોવાથી મળી શકે છે. આ ઉપરાંત કેટલીક જાતીઓ જેવી કે - બારોટ, ભાટીયા, બ્રાહ્મણ, ભંગી, દીપા, મણિયાર, હાથીદાંતના વેપારી, ડબગર, ધોબી, ગોલા, હજામ, હરીજન, કાછિયા, કણબી, કલાલ, કસાઇ, ખરાદી, ખત્રી, કુંભાર, માળી, દરજી, મારૂ, મોચી, મોઢ, મુસલમાન, પાટીદાર, રબારી, રાવળીયા, સૈયદ, સલાટ, સોની, સુથાર, કાજી, નાઈ, તંબોળી, કટકીયા, વાયડા, વાઘરી, વણકર, વોરા, નાગર, બલાર, દોશી વગેરે અનેક જાતીઓ અને ધંધાદારીઓના સ્વતંત્ર મહોલ્લાઓ પાટણમાં પ્રાચીનકાળથી સ્થપાયેલા હતા એમ જાણવા મળે છે. આજે પણ તેમાંના કેટલાક મહોલ્લાઓ વિદ્યમાન છે..
આવા કેટલાક પ્રાચીન મહોલ્લાઓના નામો જે પ્રાચીન ચૈત્ય પરિપાટીઓમાંથી મળે છે. તેની પિછાન આ પ્રકરણમાં મિતાક્ષરીની અંદર આપવામાં આવી છે. આ બધા મહોલ્લાઓમાં કેટલાક તો આજે વિસ્મૃત બની ગયા છે. જ્યારે બીજા થોડાકનાં નામો પરિવર્તન પામ્યા હોઈ તેનાં નવાં નામો લોકોએ રાખ્યાં હોવાનું સમજાય છે. પાટણની પોળોની બાંધણી અને રચના શાસ્ત્રીય રીતે કરવામાં આવી હોવાનું જણાતું નથી. તેમાં શેરીઓ, ચોકઠાં અને અંદરની બાજુ પણ કેટલીક નાની મોટી પોળો આવે છે. આ બધી પોળોમાં કેટલેક ઠેકાણે વાંકી ચૂકી ગલીયો, તો કોઈ ઠેકાણે ખાંચા અને સાંકડી નાળો પણ બની ગયેલી હોય છે. ધંધાદારી જ્ઞાતિઓના મહોલ્લાઓની અંદર ખાસ કરીને તે જ્ઞાતિ કે કારીગરોના મકાનો આવેલાં હોય છે. જેના કારણે તે મહોલ્લાનું નામ પણ તે જ્ઞાતિ ઉપરથી આપવામાં આવ્યું હોવાનું સમજાય છે. કેટલાક મહોલ્લાઓમાં વસ્તી વધારો થતાં લોકોનાં મકાન ગીચો ગીચ આવેલાં હોય છે. રાજ્યની અંધાધુંધી અને અરાજકતાને કારણે સારાં દેખાવદાર મકાન પોળની અંદર ખૂણાઓમાં જ બનાવવામાં આવતાં હતા. રાજકીય અમલદારોની બંધાઇભરી ચાલથી તેમને ચોર લુંટારાઓના ઉપદ્રવથી સારાં મકાનો કે કિંમતી વસ્ત્રાલંકારોનું પ્રદર્શન જાહેરમાં કરવાની હિંમત લોકોમાં રહી ન હતી. જાહેર રસ્તાઓ ઉપર ફક્ત પોળનાં બારણાં કે બારીઓજ રહેતી. ઘરોની પછિતો બોડી, અલંકાર વગરની જાહેર રસ્તા ઉપર આવતી. તેમાં કવચિત્ નાની બારી કે જાળી હવા અજવાળાં પુરતી રાખવામાં આવતી. જાહેર રસ્તા ઉપર આવતા ઘરો, કરાઓ પણ સાદાંજ