________________
૪૪૨
યુગે યુગે પાટણની પ્રભુતા
(૮) લોકસાહિત્યનાદુહા
ડૉ. કે.કા.શાસ્ત્રી
એ સુવિદિત છે કે વૈદિક ભારતી' ભાષાના સાહિત્યનો એક બાજુ વિકાસ થતો જતો હતો, તો બીજી બાજુ ભાષામાં હાસપ્રક્રિયા પણ વૈદિક કાલથી શરૂ થઇ ચૂકેલી હતી. હજારો વર્ષોના ગાળામાં મોડેથી ભારતીય ઉપખંડમાંથી ચંદ્રવંશીય દ્રુશ્રુ વંશના કેટલાક સાહસિક ક્ષત્રિય-સમૂહો પશ્ચિમના દેશોમાં પણ પોતાની ભાષા-રાજ્યશાસન પદ્ધતિ-સંસ્કારો વગેરે લઈને પથરાતા ચાલ્યા. ત્યાં જતાં યુરોપ વગેરના વિભિન્ન પ્રદેશોમાં સ્થિર થયા ત્યાં પોતાની ભાષા પણ પ્રચલિત કરતા રહ્યા, એ જે કારણ છે કે યુરોપીય ભાષા-વિજ્ઞાનીઓએ મથાળભાષાને ‘ઇન્દો-યુરોપિયન’ કહીં; મોડેથી ડૉ. મેક્સમૂલરે ગહન અભ્યાસને બળે એને "Aryan Family of Languages આથુકુલની ભાષાઓ” એવી સંજ્ઞા ગૌરવપૂર્વક આપી.
ભારતીય ઉપખંડમાં પ્રાચીન ભારતી' ભાષામાંથી પ્રાકૃત ભાષાઓનો લ્હાસપ્રક્રિયાથી વિકાસ થતો ચાલ્યો હતો, એમાંની ‘પાલી ભાષા” બૌદ્ધકાલમાં બૌદ્ધભાષા, જેને બૌદ્ધો ‘મારાધભાષા” કહેતા હતા તે, છે. જૈનોના મહાવીર સ્વામીનો પણ એજ સમય છે. એમણે જે ભાષાને અંગો નામના સૂત્રગ્રંથોમાં ઉપયોગમાં લીધી તે “અર્ધમાગધી' તરીકે જાણીતી છે. સંજ્ઞા ઉપરથી જ સ્પષ્ટ છે કે ભારતીય ઉપખંડના આ બે પ્રાંતીય ભાષાઓનાં નામ છે. સમાંતર અન્ય પ્રાંતીય ભેદો પણ વિકસેલા. હતા. પ્રાકૃત વ્યાકરણ રચનાઓએ આવી ‘મહારાષ્ટ્રી’ ‘શૌરસેની' “માગધી” “પૈશાચી’ અને ‘ચૂલિકા પૈશાચી' નામ આપ્યાં છે. આ ભાષાઓમાંથી છૂાસપ્રક્રિયાએ ૨૭ જેટલી પ્રાંતીય અપભ્રંશ ભાષાઓ પણ નોંધી છે. આ અપભ્રંશોનાં સ્વરૂપોને પણ તાત્ત્વિક પરિચય પ્રાકૃત વ્યાકરણોમાં અપાયો છે. એ સમયે ગુજરાતી વૈયાકરણ આચાર્ય હેમચંદ્ર એમનાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'માં પોણા ૮ અધ્યાયોમાં સંસ્કૃતનું સૂત્રાત્મક વ્યાકરણ આપ્યા પછી ૮ મા અધ્યાયના ચોથા પાદમાં પ્રાકૃત ભાષાઓનું સોદાહરણ સૂત્રોમાં વ્યાકરણ આપ્યું છે. એ (જૈન) મહારાષ્ટ્રી’ ‘શૌરસેની (મથુરા પ્રદેશની) “માગધી “પૈશાચી અગ્નિ કોણની’ અને ‘ચૂલિકાપૈશાચી (પૈશાચીનો બીજો પ્રકાર)' આપ્યા પછી પોતાના પ્રદેશની ('ગૌર્જર) અપભ્રંશ'નું જરા વિસ્તારથી સોદાહરણ સૂત્રોમાં વ્યાકરણ આપ્યું છે. માત્ર શાબ્દિક ઉદાહરણોથી સંતોષ ન લેતાં તત્કાલીન લોકસાહિત્યનાં પઘાત્મક ઉદાહરણ આપ્યાં છે (મોટા ભાગનાં