________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૫૬
ગ્રંથ પણ પાટલા પર મૂકેલો હતો. હવે તો વીર વનરાજનું આહ્વાહન કરવા એણે આપેલ દિવ્ય શબ્દ ત્રણ વખત મારે બોલાવાનો હતો. પાટણના સ્થાપક વીરવનરાજ ચાવડાને બોલાવવા હું સંપૂર્ણ સ્વસ્થ અને સાવધાન બન્યો. પણ રે કિસ્મત ! આ શું ? મને પેલો શબ્દ યાદ જ આવતો નથી ! ઘણી મથામણ કરી. યાદદાસ્ત તાજી કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ આહ્વાહન કરવાનો એ શબ્દ બે વર્ષના લાંબાગાળામાં સદંતરે ભૂલાઇ ગયો.
છેવટે વનરાજ માટે મૂકેલ સિંહાસન પર એનો ફોટો મૂક્યો. ‘‘પ્રબંધોમાં પાટણ'' નામનો મારો ગ્રંથ વનરાજની તસ્વીર આગળ મૂકી ગ્રંથ અર્પણ કરી મન મનાવ્યું. વીર વનરાજ ચાવડાની પ્રેરણાથી જ એ ગ્રંથ લખાયેલો તેથી સદર ગ્રંથના મુખપૃષ્ઠ પર એની તસ્વીર છાપેલી.
આ આખીયે ધટના મારા પ્રથમ ગ્રંથ ‘‘પ્રબંધોમાં પાટણ''માં લેખકના બે બોલ તરીકે છાપેલી છે. આ ગ્રંથનો લોકાર્પણ સમારોહ પણ પાટણમાં યોજેલ. ગુજરાતના નામાંકિત ઇતિહાસકાર અને સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડૉ. ચીનુભાઇ નાયકના વરદ્ હસ્તે ગ્રંથનું વિમોચન થયેલું. ભારતના માજી . નાયબ નાણામંત્રી શ્રી મગનલાલ બારોટ અતિથિ વિશેષ પદે હતા. શ્રી મોહનલાલ પટેલ સમારંભના પ્રમુખ સ્થાને હતા. પાટણના અનેક અગ્રણીઓ શ્રી પ્રહલાદભાઇ ખમાર, શ્રી પુરૂષોત્તમદાસ શાહ જેવા આદરણીય સ્વાતંત્ર્યસેનાનીઓ પણ ઉપસ્થિત હતા. ભવ્ય રીતે ગ્રંથનો લોકાર્પણ સમારોહ ઉજવવામાં આવેલ.
આ સમારંભ તા. ૧૫-૨-૧૯૯૬ના રોજ યોજવામાં આવેલ અને સુપ્રસિધ્ધ સંતશ્રી ભાનુવિજયજી મહારાજે સમારોહમાં ઉપસ્થિત રહી આર્શીવાદ પાઠવેલ.’
આ ઘટના ઘટે તો ઘણાં વર્ષો થઇ ગયાં. “તમારા હાથે પાટણ વિશે અનેક ગ્રંથો લખાશે.'' આવું ભવિષ્ય વીર વનરાજે એ વખતે ભાખેલ હતું. હું કાયદાશાખાનો માણસ. વ્યવસાયે ધારાશાસ્ત્રી અને પાછળથી કાયદાની કોલેજનો વ્યાખ્યાતા. સાહિત્ય કે ઇતિહાસ મારા વિષયો ન હતા. છતાં વનરાજ ચાવડાની આગાહી સાચી પડી.
પાટણ વિશે, પાટણના ઇતિહાસ વિશે, પાટણની સંસ્કૃતિ વિશે મેં નીચે જણાવેલ ગ્રંથો પ્રસિધ્ધ કર્યા છે. (૧) પાટણના બે કીર્તિમંદિરો ઃ રાણકીવાવ અને સહસ્રલિંગ સરોવર (૨) અણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ (૩) પાટણની ગૌરવગાથા (૪) ધન્યધરા પાટણની (૫) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ (૬) પાટણ દિવ્ય ચૈત્યપરિપાટિ યાને નિત્યદર્શન (૭) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન (૮) પદ્યમાં પાટણ યાને કવિતામાં પાટણ દર્શન (૯) મારૂ ગામ પાટણ (૧૦) યુગે યુગે પાટણની પ્રભુતા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન આ ગ્રંથનો લોકાર્પણ સમારંભ યુનિવર્સિટી ખાતે જે દિવસે યુનિવર્સિટી સાથે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યનું નામ જોડાયું તે પ્રસંગે ગુજરાત રાજ્યના ગવર્નર માનનીય શ્રી કૈલાશપતિ મિશ્રજીના વરદ્ હસ્તે મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાનિધ્યમાં થયું હતું. શિક્ષણમંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ સહિત કેબિનેટના ઘણા મંત્રીઓ તથા સેંકડો કેળવણીકારો, પાટણના શ્રેષ્ઠીઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા.