________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧ ૫૫ * “એટલે તમને મારા નિવાસસ્થાનની પણ ખબર છે!” મેં આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછયું.
“મને તમારા પૂર્વજન્મની પણ ખબર છે. અનાવાડામાં આથડવું તમને કેમ ગમે છે? પાટણના ખંડીયેરોમાં રખડવું તમને કેમ ગમે છે ? તમારા ગત જન્મની વાત ફરી કોઇ વખત હું તમને જણાવીશ.” એમ કહી વનરાજે મારો હાથ પકડી ચાલવા માંડ્યું. ભોંયરા બહાર આવી એણે પેલી પથ્થરની શીલા ઢાંકી બારણું બંધ કર્યું. આપણે ફરી ક્યારે મળીશું?” છૂટા પડતાં પૂછયું.
_” આ એક શબ્દ આપી વનરાજે મને કહ્યું કે, “આ શબ્દ ત્રણ વખત બોલશો એટલે હું તમારા સમક્ષ હાજર થઇ જઇશ. પણ યાદ રાખજો કે મને એકાન્તમાં જ બોલાવજો.” આટલું બોલી વનરાજે મારો હાથ ઝાલી ફેરવી ફેરવી. હું જાણે ભાનમાં આવ્યો મને એટલું તો ચોક્કસ લાગ્યું કે વનરાજ અનાવાડા તરફ જતાં અદશ્ય થયો. જ્યારે હું કનસડા દરવાજે થઇને મારા ઘેર
આવ્યો.
આ ધટના વિક્રમ સંવત ૨૦૫૦ની છે. પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાની મુલાકાત અને તેની સાથે થયેલા વાર્તાલાપના પરિણામ સ્વરૂપ “પ્રબંધોમાં પાટણ” નામનું પ્રથમ પુસ્તક મેં પ્રસિધ્ધ કર્યું. વનરાજની સુચના મુજબ એક કથા લખી માં પદ્માવતીને અર્પણ કરી, ત્યાં તો બીજી કથા આપોઆપ રૂરી. એમ કથાઓ લખતો ગયો. તે મારા સુપુત્ર હિતેન્દ્ર એમ. બ્રહ્મક્ષત્રિયના તંત્રીપદે ચાલતા “પાટણ ટાઈમ્સ” નામના સાપ્તાહિકમાં આ કથાઓ “પ્રબંધોમાં પાટણ' ના શીર્ષક હેઠળ પ્રસિધ્ધ કરતો ગયો. પંચોતેર કથાઓ નિર્વિદને લખાઈ ગઈ. આ ઐતિહાસિક કથાવસ્તુ મને સરળતાથી મળતી ગઈ અને વનરાજે કહ્યું તેમ એક “પાટણ પ્રેમી” તરીકે જ આ કથાઓ મારાથી લખાઇ છે. પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતી આ કથાઓને વિદ્વાનોએ વખાણી, સાહિત્યકારોએ અને ઇતિહાસકારોએ આવકારી અને પાટણના પ્રજાજનોએ પ્રેમથી વાંચી ગૌરવ અનુભવ્યું.
છુટા છુટા મણકારૂપે છપાયેલ આ ૭૫ ઐતિહાસીક કથાઓને ગ્રંથસ્થ કરી. પાટણના સપુત અને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર, ગુજરાતી ભાષાની ટુંકી વાર્તા-નવલિકાના જનક એવા શ્રી મોહનલાલ પટેલે પુસ્તકની પ્રસ્તાવના લખી આપી.
પાટણના ઇતિહાસને લગતો મારો આ પ્રથમ ગ્રંથ “પ્રબંધોમાં પાટણ” મારા પ્રેરણાના સ્ત્રોત એવા વીર વનરાજ ચાવડાને સમર્પિત કરીશ એવા આશયથી કાર્તિક સુદ-૫ (જ્ઞાન પાંચમ) ના શુભ દિવસે ઘરના એક ખંડમાં વનરાજે બતાવેલ વિધિ મુજબ એકાંતમાં એક સિંહાસન ગોઠવ્યું. પાંચ દીપ પ્રગટાવ્યા. ખંડમાં અત્તર છાંટયું. ધૂપસળી પ્રગટાવી. વાતાવરણને સુગંધિત બનાવ્યું. ગુલાબના ફૂલોનો મોટો હાર લાવ્યો. આજે મારા ઘેર પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડા પ્રગટ થવાના છે. સિંહાસનની જોડે જ બીજા એક આસન પર પાટણનો મશરૂ બિછાવ્યો. તેના પર પદ્માવતી માતાની - તથા વીર વનરાજની તસ્વીરો મૂકી. બધી જ તૈયારીઓ થઇ ગઇ. રેશમી વસ્ત્રમાં “પ્રબંધોમાં પાટણ'