________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૫૪ જવાબ આપ્યો.
“આ જ મારા ધવલગૃહ - રાજપ્રાસાદનો ભાગ છે. અહીં જ મારો રાજ્યાભિષેક થયો હતો.” વનરાજે થોડાક મોકળા મને કહ્યું.
“ધવલગૃહ - રાજમહેલમાં તો દેવીનું મંદિર પણ હતું.” મેં મારું અલ્પજ્ઞાન જાહેર કર્યું. તમારી વાત સાચી છે. ભોંયરાના બીજા છેડે બહાર નીકળતાં તે મંદિર છે.” “મારે તમને ઘણું બધું પૂછવાનું છે.” મે કહ્યું.
આજે અત્યારે હું તમને કહ્યું તેમ તમારે કરવાનું છે.” વનરાજને ખોટું ન લાગે અને તે અદૃષ્ય ન થઈ જાય એ બીકે મેં સીધુ જ પૂછયું. “મારે શું કરવાનું છે ?” | વનરાજ કઈ ભાષામાં બોલતો હતો ? એની મને ખબર નથી. પણ એ જે કાંઈ બોલતો હતો એ બધું જ મને બરાબર સમજાતું હતું અને હું જે કાંઇ બોલતો હતો એ બધું જ એને સમજાતું હતું. ' વાર્તાલાપ આગળ ચાલ્યો.
અણહિલવાડ, તેના મહાન રાજવીઓ, મુત્સદી મંત્રીઓ, મહાન સામ્રાશિઓ, વિદ્વાનો, આચાર્યા, ખમીરવંતી પ્રજા, અણહિલવાડની જાહોજલાલી વિશેની અનેક કથાઓ ગ્રંથોમાં દટાયેલી પડેલી છે. તેને શોધી શોધી આજની પ્રજા સમક્ષ તમારે મૂકવાની છે.” વનરાજે રાજાશાહી અવાજે મને કહ્યું.
“અરે ! પણ હું કોઈ સિધ્ધહસ્ત લેખક નથી અને આવી કથાઓ કયા ગ્રંથોમાં છે તેની પણ મને ખબર નથી.” મેં વિનમ્રભાવે મારી મુશ્કેલી જણાવી.
પાટણ પ્રત્યેનો તમારો પ્રેમ અદભૂત છે. તમે પાટણપ્રેમી છો. પાટણ પ્રત્યેની તમારી મમતા અપાર છે. વળી તમને પાટણનું ગૌરવ છે. એ પણ હું જાણું છું. આ કામ તમારા હાથે થશે જ! તમારા હાથે પાટણ વિશે અનેક ગ્રંથો લખાશે.” વનરાજે પ્રેમથી કહ્યું.
“પણ પાટણ વિશેની જાણવા જેવી માહિતી માટે મેળવવી ક્યાંથી ?” ફરી મેં મુશ્કેલી રજુ કરી.
“માતા કટેશ્વરીને, માતા વિંધ્યવાસિનીને યાદ કરી તમે એક વાર લખવાનું શરૂ કરો. એક કથા પૂરી કરશો એટલે બીજી કથા આપોઆપ સ્કૂરશે.” વનરાજે જાણે લખવાની પ્રેરણા આપતાં કહ્યું.
“પણ વચમાં કોઈ મુશ્કેલી નડે તો મારે શું કરવું?' વનરાજને આસન પરથી ઉઠતો જોઈ, વાતનો દોર લંબાવવાના ઇરાદાથી મેં પૂછયું.
“મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. કથા પૂરી કરી પદ્માવતી દેવીને અર્પણ કરવી, તો કથાઓ લખતાં તમને વચમાં કોઈ જ મુશ્કેલી નહિ આવે.” વનરાજે ઉકેલ બતાવ્યો.
કયા પદ્માવતી ? કયાં આવ્યું એમનું સ્થાનક ?” મેં પૂછયું.
“તમારા ઘરની નજીક ખેતરપાળના પાડામાં જ મા પદ્માવતીનો વાસ છે. આ પ્રતિમાજી મારા સમયનાં છે એ તમને સહાય કરશે.” વનરાજને ઉતાવળ હોય એમ બોલી ઉભો થયો.