________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૫૭ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતીઓ શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક, પ્રા. નિરંજન દવે અને ડૉ. બળવંત જાની તેમજ ગુજરાતનાં પ્રતિષ્ઠિત ઈતિહાસકારો ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. થૉમસ પરમાર, ડૉ. મણિભાઇ પ્રજાપતિ, શ્રી મોહનલાલ પટેલ, ડૉ. જયકુમાર શુક્લ જેવા પ્રખર વિદ્વાનોએ મારા ગ્રંથોનો આવકાર લખ્યો છે.
“પરબ', 'ઉદ્દેશ' અને 'પ્રબુધ્ધ જીવન” જેવા પ્રતિષ્ઠિત સામાયિકમાં તેનાં વિવેચનો પણ છપાયાં છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ આ ગ્રંથનો લોકાર્પણ સમારંભ મુંબઈ ખાતે. તેજપાલ ઓડિટોરીયમમાં વિશ્વકલા ગુર્જરી જેવી મહાન સંસ્થાએ યોજી મારૂં ભવ્ય સન્માન કરેલ. એજ રીતે “પાટણ દિવ્યચૈત્યપરિપાટિ” જેવા અદ્વિતીય ગ્રંથનું વિમોચન ગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના વરદ્હસ્તે સાગરના ઉપાશ્રયે કરવામાં આવેલ.
પાટણના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરવા બદલ અને નવી પેઢીને લાભાન્વિત કરવા બદલ રોટરી કલબ ઓફ પાટણ, સિનીયર સિટીઝન્સ કાઉન્સીલ ઓફ પાટણ, પેન્શનર્સ મંડળ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ મારું સન્માન કર્યું. એક ધર્મસભામાં મને “પાટણ રત્ન” ના એવોર્ડથી મને સન્માનીત કર્યો હતો.
શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પદર્શનમાં અને વેદના છ અંગોમાં આ પાટણ નગરના લોકો અગ્રેસર છે.” આવું વિધાન શ્રી હેમચંદ્રાચાર્ય કરેલું છે.
પાટણના સમ્રાંટો, સામ્રાજ્ઞિ, મંત્રીઓ, લેખકો, અરે વારાંગનાઓ પણ મહાન હતા. પાટણ સાડા પાંચસો વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહ્યું. પાટણ માત્ર શહેર નથી એ તો સંસ્કૃતિનગર” છે.
વનરાજના ભવિષ્ય કથન મુજબ હજુ પણ પાટણ વિશે હું પુસ્તકો લખી રહ્યો છું. તેમજ બાળમંદિરથી માંડી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ સમક્ષ પાટણની ગૌરવવંતી સંસ્કૃતિ વિશે વ્યાખ્યાનો આપું છું અને પાટણના સ્થાપત્યોની જાણકારી પણ પ્રજા સમક્ષ મુકી રહ્યો છું. આ રીતે વીરવનરાજ ચાવડાએ ભાખેલ ભવિષ્ય રોજે રોજ સાચું પડી રહ્યું છે.