________________
યુગે યુગે પાટણની પ્રભુતા
3८१
ભાલણ જીવન-કવનનું આકલન
ડૉ. બળવંત જાની
કુલપતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.
પ્રસ્તુત અભ્યાસલેખમાં ભાલણનાં ચરિત્ર અને સમય અંગે વિદ્વાનોમાં પ્રવર્તતા મતમતાંતરોની સમીક્ષા કરી પછી શાસ્ત્રીય ઢબે ભાલણના સમય અંગે અનુમાન કરીને તાર્કિક દષ્ટિએ પણ સ્વીકાર્ય બની રહે એવો મારો સ્પષ્ટ અભિપ્રાય પ્રગટ કરવાનો અને ભાલણના ચરિત્ર વિશેની બિનવિવાદાસ્પદ વિગતો અને એમના સાહિત્યિક પ્રદાનનો ટૂંકો પરિચય રજૂ કરવાનો ઉપક્રમ છે. પરંતુ એ પહેલાં મધ્યકાળના કોઇપણ સર્જકનો સમય નિર્ધારિત કરવા માટે સંશોધકે ક્યાં ધોરણો Norms અને નિયમો 'Rules ને અનુસરવાનું હોય તે અંગેના સૈદ્ધાન્તિક મુદાઓ રજૂ કરવા માગું છું:
(૧) કૃતિમાં સર્જકના જન્મસમય કે વયનો નિર્દેશ સર્જકે કરેલ હોય તો જ એને પ્રમાણભૂત માનીને સર્જકના જન્મસમયનો નિર્દે કરાય. અથવા તો સર્જકના જ સમકાલીને, શિષ્ય કે પુત્રે પોતાની કોઇ કૃતિમાં સર્જકના જન્મ કે અવસાન અંગે કંઈ વિગતો પ્રસ્તુત કરી હોય અથવા તો અન્ય કોઈની એને અનુલક્ષીને ચરિત્રાત્મક રચના પ્રાપ્ત થતી હોય તો જ સર્જકનો ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ નિર્દેશી શકાય. પરંતુ આ સમકાલીન, શિષ્ય, પુત્ર કે અન્ય કોઇની કૃતિઓ પૂરી શ્રદ્ધેય અને રચના સમય નિર્દેશવાળી હોવી જોઇએ.
(૨) જૈન સર્જકોની કૃતિઓમાં શિષ્યના દીક્ષા પ્રસંગ, પદવી પ્રાપ્તિ પ્રસંગ કે ગુના કાળધર્મ પામ્યા વિષયક રચનાઓ અને ગુરુપરંપરા નોંધતી પટ્ટાવલિઓ પ્રાપ્ત થતી હોય છે. આ બધામાંથી પ્રાપ્ત થતાં વર્ષ કે અન્ય સંદર્ભોને આધારે પણ સર્જકનો સમય જીવનકાળ નક્કી કરી શકાય.
(૩) કૃતિમાં સ્પષ્ટ રીતે રચના સમયનો નિર્દેશ સર્જક કર્યો હોય તો એ સમયને સર્જકનો જીવનકાળ ગણાવી શકાય. એટલે કે આ સમયે સર્જક હયાત હતા એવું વિધાન થઈ શકે. પરંતુ ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ ના નિર્દેશી શકાય.
(૪) કૃતિમાંથી રચના સમય પ્રાપ્ત થતો ન હોય પરંતુ લેખનસમય પ્રાપ્ત થતો હોય તો એ સમય પૂર્વેના કોઇપણ સમય દરમ્યાન સર્જક હયાત હોઈ શકે. એટલે કે સમય લેખનસમય પૂર્વેના દાયકાથી માંડીને પાંચ સૈકાપૂર્વનો કે તેથી આગળનો પણ હોઈ શકે. આમ લેખનસમય નિર્દેશને આધારે એ પૂર્વેના સમયને સર્જકનો સમય માનવાનો હોય. આમાં કૃતિઓની પ્રાપ્ય હસ્તપ્રતોના સૌથી જૂના લેખનસમયને ધ્યાનમાં લેવાનો હોય.
(૫) સર્જકના પુત્રે કે શિષ્ય એની કૃતિમાં પિતા કે ગુરુવિષયક કંઇ વિશેષ વિગતો ન આલેખી