________________
૩૮૦
યુગે યુગે પાટણની પ્રભુતા વિધાન આચાર્યે કહ્યું છે. :
षाङ्क शौर्यवृत्तौ प्राछारी प्राशमे प्राक् समाधिषु । • प्राङ् सत्ये प्राक् षड्दर्शन्यां प्राङ् ङडङ्ग्यामितो जनः ॥ નગરશ્રી લકખારામના નિગમ ઉપર સ્થપાયેલી આ ગુર્જર રાજધાની આ પરાકાષ્ઠાએ પહોંચી તેમાં કુદરતી કૃપા કરતાં જૂની પરિભાષામાં કહીએ તો દેવની અનુકૂળતા કરતાં પુરુષાર્થનું સામર્થ્ય મુખ્ય હતું. અણહિલપુરના પૌરજનોએ અણહિલપુરની શ્રીને સ્થાપી હતી. ભારતીય પરંપરામાં ‘શ્રી’ શબ્દનું તાત્પર્ય જાણવા જેવું છે. અર્થસંમત્તિ તેના મૂળમાં છે, પણ તે જ્યારે ધર્મ, વિદ્યા અને કલાના સૌન્દર્યમાં મૂર્ત થાય ત્યારે જ “શ્રી” બને છે. “શ્રી” એ coMPOSITE CONCEPT છે. આવી “શ્રી” તે હેમચંદ્રના મતે નગરનું લક્ષણ છે, માટે ગ્રામ્યને તેમણે ‘અશ્રીર’ કહ્યું. '
(લેખક કૃત 'ગુજરાતની રાજધાની'માંથી સાભાર)