________________
યુગે યુગે પાટણની પ્રભુતા
લગભગ ૫૦ ચોરસ ફૂટ છે.
સામાન્ય રીતે મૂખ્ય પ્રતિમા નિજમંદિરના પ્રવેશદ્વાર કરતાં નાની હોવી જોઇએ એમ માનીયે તો પણ મૂળ સૂર્યનારાયણની પ્રતિમા ૬ ફૂટની તો હશેજ. જો અશ્વો જોડેલા રથમાં બિરાજેલ સૂર્ય નારાયણ હોય તો મૂર્તિ ખરેખર દેદીપ્યમાન હોવી જોઇએ.
૪૩૯
પાટણમાં હિર મહાદેવમાં (૧) મોઢેશ્વરી માતા તથા (૨) અશ્વો જોડેલા રથમાં બેઠેલા સૂર્યનારાયણની મૂર્તિઓ ઓરડીઓમાં પ્રસ્થાપિત મોઢેરાના સૂર્યમંદિરના ગર્ભગૃહની મૂળ સૂર્યની પ્રતિમા હોઇ શકે. મુસલમાનોના સંભવીત હુમલાના કારણે ઘણા મંદિરોની અસલ મૂર્તિઓ બચાવવા ખસેડી લેવામાં આવી હતી. પણ આ મૂર્તિ પ્રમાણમાં નાની છે, વળી તે આરસની છે. આખુ સૂર્યમંદિર રેતીયા પથ્થરમાંથી બનાવેલ છે. એટલે પાટણના હરિહર મહાદેવમાં આવેલ મૂર્તિ મોંઢેરાના સૂર્યમંદિરની અસલ મૂર્તિ જ છે એમ ચોક્કસ કહી શકાય નહિ. વળી એવું પણ કહેવાય છે કે દરરોજ થતા સૂર્યોદયનું પહેલું કિરણ સૂર્યની પ્રતિમાના કપાળ પર આજ્ઞાચક્રના સ્થાનમાં રાખેલ હીરા પર પડતું, જેથી મંદિરની સૂર્યની મૂર્તિ દેદીપ્યમાન દર્શનીય બનતી હરિહર મહાદેવની સૂર્યની મૂર્તિમાં આવો કોઇ હીરો જણાતો નથી.
હાલના સૂર્યમંદિરમાં ગવાક્ષોમાં માનવકદની સૂર્ય નારાયણની ૧૨ મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી છે. આ સૂર્યની મૂર્તિ સાત ઘોડાવાળા રથ પર ઊભેલા સૂર્યનારાયણ છે. મંદિરની દીવાલોમાંના ગવાક્ષોમાં મૂકેલ સૂર્યની મૂર્તિઓ સુંદર છે. સૂર્ય દેવે કિરીટ મુકુટ ઉદીચ્યવેશ તેમજ આભુષણો યુક્ત અને ડાબે ખભે જનોઇ ધારણ કરેલ છે. દેવના પગમાં હોલબુટ છે. આવીજ કોઇ ઊભી મૂર્તિ મૂળ સ્થાનમાં હોવી જોઇએ.
સૂર્યમંદિર પાસે સૂર્યકુંડ છે આ કુંડને રામકુંડ પણ કહે છે. આ કુંડના પગથીયે દેરીયો છે. કુંડ લગભગ ૧૭૬ ફુટ × ૧૨૦ ફૂટનું વિશાળ સુંદર કલાયુક્ત કોતરેલ સ્થાપત્ય છે.
સૂર્યમંદિરની ખંભીયો, સ્તંભો, પાટડા વગેરે શિલ્પથી ખીચોખીચ ભરેલું છે.
કોતરકામ :- (૧) સપ્ત-અશ્વયુક્ત રથ પર સવારી કરતા ૧૨ સૂર્યનારાયણ આભુષણો સાથે દેખાય છે (૨) ઇન્દ્ર, અગ્નિ, જીવંત લાગતા દિગપાલો, યમ, વરૂણ, વાયુ, કુબેર, ઇશાન અદ્ભૂત રીતે કંડારાયેલા છે (૩) સ્તંભો પર રામાયણ અને મહાભારતની આખ્યાયિકાઓ દેદીપ્યમાન છે (૪) અર્જુન-કર્ણનું યુધ્ધ, ભીષ્મ પિતામહનું બાણ શૈયા પર શયન, અર્જુનનો મત્સ્ય વેધ, હનુમાન વનમાંથી પાછા ફરતા રામનો અયોઘ્યા પ્રવેશ વગેરે કોતરકામો ખૂબ આકર્ષક છે. (૫) રંગ-મંડપ બહાર ભગવાન રામ સુવર્ણમૃગ મારવા જતા, રાવણ ભિક્ષા માંગતો વગેરે સ્થાપત્યો ખરેખર જોવા લાયક છે (૬) વલોણું ફેરવતી મહિલા, નટના ખેલ, નૃસિંહઅવતાર, અર્જુન-સુભદ્રા હરણનો પ્રસંગ, વરાહ અવતાર, રાધાકૃષ્ણ વગેરે મૂર્તિઓ ખંડીત હોવા છતાં જીવંત લાગે છે (૭) એક માણસ પોતાના બે હાથ વડે હાથીને ઉપાડતો, માનવોની સિંહ સાથે કુસ્તી, ઊંટસવાર, જંગલી પશુ સાથેનું યુધ્ધ તત્કાલીન