________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૩૮
–
મોઢેરાનું સૂર્યમંદિર
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસમાં સોલંકીયુગ (વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૬૦) એ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. આ યુગના સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, મંત્રીઓ, વિદ્યાધરો એમ બધુજ મહાન હતું. ગુજરાતના શિલ્પ-સ્થાપત્ય કલામાં તો આ યુગ સાચે જ ગોલ્ડન પિરીયડ ગણી શકાય. આ યુગમાં રાણકીવાવ, સહસલિંગ સરોવર જેવાં સેંકડો વિશ્વવિખ્યાત સ્થાપત્યો બંધાયા હતાં. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું મોઢેરા ગામમાં આવેલ “સૂર્યમંદિર” પણ સોલંકીયુગનું છે, જે આજે પણ વિદ્યમાન છે.
ભારતના વિખ્યાત કોણાર્કના સૂર્યમંદિર જેટલું જ મોઢેરાનું સૂર્યમંદિર તેની વૈવિધ્ય સભર શિલ્પ સમૃધ્ધિના કારણે આજે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. સોલંકી યુગનો પાંચમો રાજવી ભીમદેવ પહેલાનો રાજ્યકાળ વિ.સં. ૧૦૭૮ થી વિ.સં. ૧૧૨૦ અર્થાત ઇ.સ. ૧૦૨૨ થી .સ. ૧૦૬૪ એમ ૪૨ વર્ષનો હતો.
ભીમદેવના રાજ્યમાં વિદ્યાધરો અને કલાકારોને ઘણું ઉત્તેજન મળતું.
મોઢેરાના સૂર્યમંદિરમાં મંદિરના ગર્ભગૃહની અંદર પાછળની ભીંતમાં સંવત ૧૦૮૩ પથ્થરમાં કોતરેલું મેં જોયેલું છે એટલે મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર સમ્રાટ ભીમદેવ, પહેલાના શાસનકાળ દરમ્યાન જ બંધાયું છે.
‘પ્રબંધચિંતામણિ' ગ્રંથમાં ભીમદેવે “ત્રિપૂરા પ્રાસાદ”બંધાવ્યો હોવાનું જણાવ્યું છે. મહમદ્ ગઝનીએ ખંડિત કરેલ સોમનાથના મંદિરને પણ ભીમદેવે સમજાવ્યું હતું. તેના મંત્રી વિમળશાહે આબુ પર્વત પર વિશ્વવિખ્યાત સંગેમરમરનું આદિનાથનું જિનાલય પણ બંધાવ્યું હતું. ભીમદેવના મરણ પછી તેની રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વવિખ્યાત “રાણકીવાવ” પણ બંધાવી હતી. .
મોંઢેરા એ કાળે મોટું બંદર હશે. આ સૂર્યમંદિર પુષ્પાવતી નદીના ડાબા તીરે એક ઊંચા ટેકરા પર આવેલું છે.
આજનું સૂર્યમંદિર શિખર વગર ઊભું છે. મૂર્તિભંજક મહમદ ગઝનીના સૈન્ય સૂર્યમંદિરને ખૂબજ નુકશાન પહોંચાડી ખંડીયેર બનાવી દીધું છે. સ્તંભો પર કોતરાયેલ સુંદર સૂર્ય, દેવી-દેવતાઓની પ્રતિમાઓ ખંડિત કરી નાખેલ છે. ગર્ભગૃહમાં આજે મંદિરની મૂળ સૂર્યનારાયણની પ્રતિમા નથી. તે જગ્યા ખાલી જણાય છે. સૂર્યમંદિર તેના ગર્ભગૃહ, ગૂઢમંડપ અને રંગમંડપ ત્રણેય મળી કુલ લંબાઈ ૧૪૫ છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બન્ને ૮૦ ફૂટ લંબાઈ અને ૫૦ ફૂટ પહોળાઈ વાળા છે. મંદિરનો સભામંડપ