________________
યુગે યુગે પાટણની પ્રભુતા
પ્રાચીન સાહિત્યમાં પાટણની પ્રભુતા
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય અણહિલપુરની અસ્મિતા વર્ણવતા પહેલાં તેના રાજવંશોની થોડીક ચર્ચા કરવી આવશ્યક છે.
પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડાએ કરી હતી. પાટણની સ્થાપનાના દિવસ માટે વિદ્વાનોનો અલગ અલગ મત છે, પણ તેની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ અર્થાત ઇ.સ. ૭૪૬ માં થઇ હતી. આ વર્ષ માટે બધાજ સર્વસંમત છે.
ધર્મારણ્ય” નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના અષાઢ સુદ-૩ ને શનિવારે થઇ હતી, જ્યારે હાલના પાટણના હિંગળાચાચરમાં આવેલ ગણપતિની પોળમાં આવેલ ગણપતિના મંદિરમાં સ્થાપેલ ગણપતિની મૂર્તિ નીચે તેમજ શિવ-પાર્વતીની આરસની મૂર્તિ નીચેના શિલાલેખ મુજબ પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના વૈશાખ સુદ-૨ ને સોમવાર થઈ હોવાનું જણાવે છે. પાટણની જનતા પાટણને શનિશ્ચર ગામ' કહે છે, એટલે શનિવારવાળો દિવસ વધુ સંભવિત છે. (૧) ચાવડા વંશ:
ચાવડા વંશમાં (૧) વનરાજ (૨) યોગરાજ (૩) ક્ષેમરાજ (૪) ભૂવડ (૫) વૈરસિંહ (૬) રત્નદિત્ય અને (૭) સામંતસિંહ એમ સાત રાજવીઓએ લગભગ બસો (૧૦૦) વર્ષ ચાવડાઓએ રાજ્ય કર્યું. ચાવડા વંશ વિક્રમ સંવત ૮૦૨ થી સં. ૯૯૮ સુધી ચાલ્યો. (૨) સોલંકી વંશ :
ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને મારી વિક્રમ સંવત ૯૯૮ માં મૂળરાજ સોલંકીએ પાટણની ગાદી કબજે કરી. સામંતસિંહ ઘણો જ નબળો, વહેમી અને વ્યસની રાજવી હતો. મૂળરાજ તેનો ભાણેજ થાય. મૂળરાજનું વારંવાર અપમાન કરવાથી ભાણેજ મૂળરાજે મામા સામંતસિંહ મારી પાટણની ગાદી કબજે કરી અને સોલંકી વંશની સ્થાપના કરી.
સોલંકી વંશે ત્રણસો બે (૩૦૨) વર્ષ સુધી અણહિલપુરની ગાદી પર રાજ્ય કર્યું. વિ.સં. ૯૯૮ થી વિ.સં.૧૩૦ સુધી એમ ૩૦૨ વર્ષ સોલંકી વંશ ચાલ્યો. (ઈ.સ. ૯૪૨ થી ઇ.સ. ૧૨૪૪)