________________
૬૩
યુગે યુગે પાટણની પ્રભુતા તેના કરતાં શિવમંદિરો તથા વિષ્ણુમંદિરો છે. ત્યાં વેદશાળાઓ, પાઠશાળાઓ, યજ્ઞશાળાઓ છે.”
(સરસ્વતી પુરણ) “સિદ્ધહેમ એ ગ્રંથ માત્ર વ્યાકરણ નથી, પણ ગુજરાતનું જીવન ઝરણું નિસારતી કૃપાશ્રયી ગંગોત્રી' છે.”
“પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધાર બિંદુ માન્યું છે.” (શ્રી ક. મા. મુનશી) “પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે.”(કવિશ્રી નાનાલાલ દલપતરામ) “વ્યસાર, પારસમણિ, ઉર્વિસાર ગુજરાત” (કવિ શંકર બારોટ) અર્થાત્ ચીજવસ્તુઓમાં પારસમણિ ઉત્તમ છે, એમ ધરતી પર ગુજરાત શ્રેષ્ઠ છે.
" (કવિ શંકર બારોટ) “અણહિલપુરનો ઘેરાવો બાર (૧૨) કોસ (એક કોસ બરાબર ત્રણ માઇલ થાય) હતો.
અર્થાત્ પ્રાચીન પાટણનો ઘેરાવો છત્રીસ (૩૬) માઇલ હતો. આ શહેરમાં ૮૪ ચોક અને ૮૪ ચૌટા હતા. સોનારૂપાના સિક્કા પાડવાની ટંકશાળો હતી. (કર્નલોડ)
“અણહિલપુર પાટણ એટલે નરસમુદ્ર' - “હનુમાન લંકા કૂદતાં થાક્યા નહિ, પરંતુ જો તેઓ પાટણ આવે તો પાટણ કૂદતાં થાકી જાય”
અણહિલપુર કુબેરની અલકાપુરી અને ઇન્દ્રની અમરાપુરી જેવું છે.”
અહીં (પાટણમાં) બાવન બજાર અને ચોર્યાસી ચૌટા હતા. દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉઘરાવવામાં આવતાં. અણહિલપુરમાં ૧૮૦૦ કોટ્યાધીશો હતા. ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું?”
“પાટણ હિન્દુઓનું કાશી, જૈન ધર્મનું પિયર અને મુસલમાનોનું બીજુ મક્કા હતું. (અર્થાત્ બધા જ ધર્મના દેવસ્થાનો હતાં. કોઈને યાત્રા કરાવા બહાર જવું જ ન પડે એવી વ્યવસ્થા હતી.)”
“આ નગરનાં ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વોનો માર્ગ રોકે છે. આ નગર પૃથ્વી પર ધર્મપાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃદ્ધિ વધારનાર મહાક્ષેત્ર છે.”
(કવિ શ્રીપાલ) આ ચૈત્યમાં (કુમારવિહારમાં) શ્રાવકો પુણ્યની ઇચ્છાથી, રોગીઓ રોગ દૂર કરવા, કારીગરો શિલ્પ જોવા, રસિકો સંગીતની શ્રધ્ધાથી એમ જુદા-જુદા આશયથી માણસો મુલાકાતે આવે છે.” (શ્રી રામચંદ્રસૂરિ રચિત કુમારવિહારશતક)