________________
૬૨
યુગે યુગે પાટણની પ્રભુતા બંધાવ્યું હતું. આ નગરની પાસે ઉંચો કીર્તિસ્તંભ છે, જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરે છે.”
| (સુકૃત સંકીર્તન) “અણહિલપુર પાટણ ઇન્દ્રપુરી જેવું નગર છે, જ્યાં શ્રી (લક્ષ્મી) અને સરસ્વતી વિદ્યા) સાથે રહેવાના રસલોભથી કલહ કરતી નથી. અર્થાત્ શ્રી અને સરસ્વતી સાથે નિવાસ કરે છે.”
| (વસંતવિલાસ) અણહિલપુર પાટણ ધર્મનું નિવાસસ્થાન અને લક્ષ્મીથી ભરપુર સમૃદ્ધ નગર છે, જ્યાં સેંકડો દૈત્યો, વિદ્યા, કલા માટે શાળાઓ છે.”
“આ નગરની આસપાસ ઉત્તમ પ્રકારના બગીચાઓ છે. નગરની નજીક વહેતી સરસ્વતી નદી પોતાના પુનિતામૃત વડે નગરજનોને પવિત્ર બનાવે છે. નગરમાં મોટાં મોટાં મહાલયો, પ્રાસાદો, મંદિરો, દેવવિમાનો છે.”
“આ નગરના મહાલયોના ગવાક્ષો અને આગાશીઓ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. નગરની સ્ત્રીઓ જ્યારે અગાશીઓમાં ઉભી હોય ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે.” (કવિએ કેવું રસિક વર્ણન કર્યું છે !)
“આ નગરમાં અનેક કોટયાધિપતિઓ છે, જેના મહેલો પુરંદરની શોભાને પણ ઢાંકી દે છે.” (શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ઉદ્દયાશ્રય” મહાકાવ્ય સર્ગ-૧)
“આ નગરમાં અનેક દેવમંદિરો છે. જેની ધંટડીરૂપી મુખ વડે અને ધ્વજારૂપી હાથ વડે રાજ્યનાં યશોગાન ગાઇ રહ્યા છે. નગરના કોટને ફરતી ખાઇ છે. જે પાણીથી ભરેલી છે. જેથી નગરનું રક્ષણ સારું થાય છે.” (શ્રી બાલચંદ્રસૂરિ) (અણહિલપુર પાટણને ફરતો કોટ હોવો જોઇએ જે અત્યારે મળતો નથી.)
શોભા અને કલ્યાણના નિવાસરૂપ અણહિલપુર નગર શોભી રહ્યું છે, તેની આસપાસ ફરતો કોટ છે, જેથી નગરે ગળામાં હાર પહેર્યો હોય એમ લાગે છે.” (કવિશ્રી સોમેશ્વર) (કોટ કિલ્લા માટે એક વધુ પૂરાવો.)
શહેર (પાટણ) ની શોભા એટલી બધી સરસ છે કે, જેને જોઇને લંકા શંકા કરે છે, ચંપા કંપે છે, મિથિલા શિથિલ બની ગઇ છે. ધારાનગરી નિરાધાર બની ગઇ છે, મથુરા મંદ થઇ ગઇ છે.” (કૌર્તિકૌમુદી મહાકાવ્ય)
“નગરમાં હિમાલય જેવાં ઊંચા અને સફેદ દેવાલયો છે. નગરની પાસે સહસલિંગ સરોવર છે.