________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(૨૨) પ્રાચીન સાહિત્યમાં પાઢણ દર્શન
પ્રા. મુકુનદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પ્રાડશૌર્યવૃતી પ્રાશાસે પાડશમે પ્રાલ્સમાધિષા . પ્રાસત્યે પ્રાડડદર્શન્યાં પ્રાડડડયામિતોદજન છે
અર્થાતું “આ નગર (પાટણ) ના લોકો શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રોમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં અગ્રેસર છે.”
જે નગરના પ્રજાજનો માટે કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ યુગપુરૂષે આવાં વખાણ કર્યા હોય એ નગર (પાટણ) નો ઇતિહાસ જાણવવાનું કોને મન ન થાય ?
પાટણના નગરજનોનો પરિચય આપ્યા પછી આ બીજી ગાથામાં પૂજ્ય આચાર્યશ્રી પાટણ નગર વિશે લખતા જણાવે છે કે -
અસ્તિ સ્વસ્તિકવં ભૂમધમાગાર નયાસ્પદમ્ પુર કિયા સદાશ્લિષ્ટ નામનાણહિલપાટકમ્ .
શ્લોકનો અર્થ : “ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત આ અણહિલ પાટણ નામનું નગર છે.”
કોઇપણ પટ્ટણીને પોતાના નગર વિશે વાંચતા આનંદ અને ગૌરવ ઉપજે એવો પાટણ નગર વિશેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આ મહામાનવે અત્રે આપ્યો છે.
- શ્રી હેમચંદ્રાચાર્યજી તો સોલંકીવંશના સમર્થ સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ અને પરમાહત કુમારપાળ મહારાજા એમ બે સુપ્રસિદ્ધ સમ્રાટોના વખતમાં થઇ ગયા. એટલે એમના ઉદ્ગારો ખૂબ જ આધારભૂત ગણાય.
પ્રાચીન સાહિત્યમાં પાટણનું જે દર્શન કરાવવામાં આવ્યું છે એ જોઇએ.
“અહીં (પાટણમાં) સ્વર્ગલોક જેવાં જૈન ચૈત્યો, જિનાલયો, પ્રાસાદો છે આ નગરનાં દાન, માન, કલા-કૌશલ્ય. ધર્મ, વિદ્યા, કલા વગેરે જોઈને દેવો પણ અત્રે નિવાસ કરવા ઇચ્છે છે.”
(કુમારપાળ ચરિત્ર) “આ નગરમાં વનરાજ નામે દેવરાજા થઈ ગયો. તેણે પંચાસર પાર્શ્વનાથનું નવીન જિનાલય