________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૦૯
ચાલતા કામે મૂળરાજનો સ્વર્ગવાસ થયો અને તેની કલ્પના મુજબનું બાંધકામ અટકી પડ્યું તેનું સ્વપ્ન અધુરૂં રહ્યું.
મૂળરાજ પછી ચામુંડારાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ વગેરે રાજાઓ સુધી કોઇએ આ ભવ્ય મહેલ આગળ બાંધ્યો નહિ પરંતુ ત્યાર પછીના રાજવી સિદ્ધરાજે રૂદ્રમહાલયનું અધુરૂં કામ ચૌદ વર્ષ સુધી ચલાવી ભવ્ય રૂદ્રમહાલય ખડો કર્યો.
આ રૂદ્રમાળ માટે કહેવાય છે કે રૂદ્રમાળના પાંચમા માળેથી જોતાં પાટણના ઓવારે સરસ્વતી નદીમાં પાણી ભરતી પનીહારીઓનાં જળાં હળાં થતાં બેડાં દેખાતાં.
ત્રણસો ફૂટની ઉંચાઇ અને બસોહ ફૂટની પહોળાઇવાળા વિસ્તારમાં આ મહાલય બાંધવામાં આવેલ હતો. આ મહાલયના દર્શનાર્થીઓની ભીડ માટે આવવા જવાના ત્રણ ત્રણ ચોકીઓ બાંધેલી. ધુમાતી ચારે બાજુ રામાયણ અને મહાભારતના પ્રસંગો કંડારેલા હતા.
આખોયે સભામંડપ અંદરથી અને બહારથી કોતરણીથી ભરપુર હતો. રૂદ્રમાળના શિખરોનો ભાગ આભ સાથે વાતો કરતો હોય એટલો ઊંચો હતો.
આ ભવ્ય રૂદ્રમાળના મુખ્ય બારણા પાસે તથા તેની બંન્ને બાજુએ ત્રણ ત્રણ પથ્થરનાં કોતરેલા તોરણો બાંધવામાં આવ્યા હતા. તેની આસપાસ પણ નાના નાના મંદિરો સિદ્ધરાજના મંત્રીઓએ બનાવેલાં હતાં. નાના નાના ટેકરાઓની વચ્ચે જેમ વચમાં ઉંચો પહાડ શોભી ઉઠે તેવું દૈદિપ્યમાન દૃષ્ટ દેખાતું હતું.
આ રૂદ્રમાળના બાંધકામમાં ચૌદ ચૌદ ફૂટ લંબાઇની સળંગ પથ્થરની પાટો ઉપર કોતરકામ કરવામાં આવેલું છે. આવી લાંબી પથ્થરની પાટોમાં હાથીઓનાં યુધ્ધ, અશ્વયુધ્ધ, મલ્લયુદ્ધ, નૃત્યાંગનાઓ, શિકારનાં દશ્યો અને માનવીના દૈનિક કર્મનાં દશ્યો કંડારેલાં છે. યાત્રિક તેનું રસપાન કરતાં થાકતો જ નહિ.
આ રુદ્રમાળમાંથી સરસ્વતી નદીમાં જવા માટેના ઘાટો સળંગ રીતે બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજનું બધું જ મહાન ગણાતું. તેની સોમનાથની યાત્રા મહાન ગણાતી હતી. સહસ્રલિંગ સરોવર મહાન ગણાતું હતું અને તેનું રૂદ્રમહાલય પણ મહાન ગણાતું હતું.
સિદ્ધરાજ જયસિંહ તો આવો ભવ્ય મહાલય બાંધી ગયો. પરંતુ તેની પછીના રાજવીઓ નબળા આવ્યા અને એક ગોઝારી પળે અલાઉદ્દીનના લશ્કરનાં ધાડાં ગુજરાત ઉપર આવ્યા. ગુજરાતના શુરવીરો લોહીના છેલ્લા બુંદ સુધી લડ્યા. એકમણ વજનની તલવાર ફેરવનાર રાય કરણ વાધેલો હાર્યો. ગુજરાતની શાન અને લક્ષ્મી રોળાઇ ગઇ.
અલાઉદ્દીનના સરદાર ઉલુધખાનને દેશદ્રોહી મહામાત્ય માધવે ગુજરાત ભાગવા નોતર્યો હતો. રૂદ્રમહાલયના શિવાલયને જમીન દોસ્ત કર્યું. મુસ્લિમોએ આ મહાલયના એક ભાગને મસ્જિદરૂપે
ફેરવી નાખ્યો છે.
આજે પણ ધર્મપ્રેમી યાત્રિકોને આ કરૂણ દૃષ્ય જોઇ દુઃખની લાગણી થાય છે. રૂદ્રમાળનાં હાલનાં હાડપિંજર જેવા બચેલા અવશેષો ઉપરથી પણ મૂળરાજની કલ્પનાઓએ શિલ્યમય રૂદ્રમાળ કેવો ભવ્ય હશે તેવી કલ્પના કરી શકાય છે.