________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૦૮
૩૯ સિદ્ધપુરનો રુદ્રમાળ
પ્રા. મુફદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ઓગડ જોષીએ માત્ર આંગળીના વેઢે ગણી મૂર્હત કાઢી આપ્યું અને તે મુજબ તેજ ઘડીપળમાં રૂદ્રમાળ બાંધવાના ખાતમૂહુત તરીકે એક ખીંટી ધરતીમાં ઠોકવામાં આવી. મુહુતમાં બતાવ્યા મુજબ જ સિદ્ધરાજના સ્વપ્ન મુજબના મહાન રૂદ્રમહાલયની પ્રથમ ખીંટી ધરતીમાં બેસાડેલ જોઈ ઓગડ જોષી આનંદમાં આવી બોલી ઉઠયા. “બરાબર શેષનાગના માથા ઉપર જ ખીંટી ઠોકાઇ ગઇ છે. સિદ્ધરાજના મનમાં શંકા ગઇ. રાજા વાજા અને વાંદરા. ઓગડ જોષીના કથન ઉપર વિશ્વાસ બેઠો નહિ. સિદ્ધરાજે કહ્યું, “મહારાજ ! તમોએ કહ્યું કે શેષનાગ વિંધાયો. શેષનાગના માથા ઉપર ન ખીંટી ઠોકાઇ ગઇ છે તેનું કઈ પ્રમાણ ખરૂં?” ઓગડ જોષીએ નમ્ર ભાવે કહ્યું, “જ્યાતિષશાસ્ત્ર મુજબનું મૂહુત અને * બ્રાહ્મણનું વચન એજ મોટું પ્રમાણ.”
રાજા માન્યો નહી. રાજાએ નોકરોને હુકમ કર્યો, “ખીંટી કાઢી નાખો” જેવી ખીંટી કાઢી તેવી જ લોહીની ધારા ઉડી ! જાણે ધરતીમાંથી લોહીનો ફૂવારો ઉડડ્યો !
રાજાએ આજ્ઞા કરી, “ખીંટી પાછી ધરતીમાં ઠોકી દો.” ખીંટી ફરી ધરતીમાં ઠોકાઇ ત્યારે ઓગડ જોષી બોલી ઉઠયા, “મહારાજ ! શુભ પળ વીતી ગઇ. શેષનાગ ફરી ગયો. હવે ખીંટી શેષનાગના માથે નહિ પણ તેની પૂંછડીએ વાગી છે. રૂદ્રમાળ બનશે ખરો પણ મૂહુત બદલાઇ જવાથી આ રૂદ્રમાળનો તોડનાર પણ મળશે.” આ વાર્તા સાચી હોય કે નહી પરંતુ આભની સાથે વાતો કરતા. ઊંચા રૂદ્રમાળને ધર્મઝનુની અલાઉદ્દીનના સરદાર ધર્માધ ઉલુઘખાને જામીન દોસ્ત કર્યો.
પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા મુજબ રૂદ્રમાળ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ એમ જણાવ્યું છે. પરંતુ કર્નલ ટડના જણાવ્યા મુજબ મૂળરાજ ૧લાએ ઇ.સ. ૯૮૩માં રૂદ્રમાળનું બાંધકામ શરૂ કરેલું. ચૌદ વર્ષમાં એનું બાંધકામ પૂરું થયું નહિ અને એ અધુરૂ રહેલું બાંધકામ સિદ્ધરાજે વિક્રમ સંવત ૧૨૦૨ના મહાવદ ચોથના દિવસે પુરૂ કર્યું. શિલ્પીઓના સાડત્રીસ મણ વજન જેટલાં ટાંકણા ઘસાઇ ગયાં પછી ભવ્ય રૂદ્રમાળ નિર્માણ થયો હતો.
હકીકતમાં વનરાજ ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને સંતાન ન હતું. સામંતસિંહ પોતે વિલાસી અને દારૂડીયો હતો. સામંતસિંહ વાંઝીયો હોવાથી તેના ભાણેજ મૂળરાજ સોલંકીના માથે પોતાનો રાજમુગટ મૂકતો અને રાજગાદી ઉપર બેસાડતો. થોડીવાર પછી ગાદી ઉપરથી ઉતારી મૂકતો. વારંવાર અપમાનીત થયેલ મૂળરાજ સોલંકીએ સામંતસિંહને મારી અણહિલપુરની ગાદી કબજે કરી અને સોલંકી વંશની શરૂઆત કરી.
આ મૂળરાજ સોલંકીએ દેવાધિદેવ મહાદેવ ભગવાન માટે સાત મજલાનો એક ભવ્ય રૂદ્રમાળ બનાવવાની શરૂઆત કરી. પાકા રેતીયા પથ્થરની બસો બસો મણની પથ્થરની શિલાઓ આઠ જોડીયા બળદના રેંકડા ઉપર મંગાવવામાં આવતી. નિજ મંદિર બંધાવ્યા બાદ તેમાં રૂદ્ર ભગવાનની સ્થાપના થઇ. આ વિશાળ રૂદ્રમાળ આજુબાજુ રૂદ્રના અગિયાર મંદિરો ચણાવા લાગ્યાં. અવતારના અગિયાર