________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४२८ અભિવ્યક્ત થનાર પદાર્થની ચેતનાથી. વસ્તુતઃ અંગ-ચેષ્ટાઓ અને નર્તનમાં જ એઓને સહુથી વધુ રસ હોય છે.
ભવાઇ મશાલના અજવાળે થાય છે, એટલા માટે ભવાઇમાં સાત્ત્વિક અભિનયનો વિકાસ ખાસ થયો નથી. આ મર્યાદાને પણ ભવાઇ-કલાકારો આંગિક અભિનયથી પુરી કરી દે છે. ડર લાગવાને કે ભયને કારણે પસીને રેબઝેબ થઇ જવાનું દશ્ય માનો કે બતાવવું છે તો એ લોક ચાચરમાં ભાગ-દોડ શરૂ કરી દે છે, અર્થાત્ ડરને કારણે ભાગી જઇ રહ્યાં છે એવું પ્રદર્શિત કરે છે.
ભવાઇમાં કોઈ દિગ્દર્શક હોતો નથી, એટલે દિગ્દર્શકના દૂર હાથોનો શિકાર થઇ જતાં એ લોકો બચે છે. નટ પોતાની કલ્પનાથી કામ કરે છે. એ દિગ્દર્શકના હાથોની કઠપૂતળી નથી. મૌલિકતા એમની પ્રેરણા બને છે. પાત્રોના સર્જનને માટે થિયેટર નટોને સુવિધા અને સ્વતંત્રતા આપે છે, પરંતુ એ કાર્ય સ્પષ્ટ રૂપથી થાય ત્યાં સુધીની સર્જનાત્મક અવસ્થામાં પહોંચાડનાર સ્વતંત્રતા હોય છે. જ્યારે ભવાઇમાં એનાથી વધુ અધિકાર કલાકાર ભોગવે છે અને એ અધિકારના બલ પર એ એ ક્રિયાને વધુ ને વધુ બહેલાવે છે, વિકસિત કરે છે, ગૂઢ રહસ્ય સમઝાવે છે અને સંવાદ સ્થાપિત કરે છે. ભવાઇ એટલું મુક્ત સ્વરૂપ છે, આ એક જ કારણ છે કે એ લોકો પોતાના વેશને જ્યાં ઇચ્છે ત્યાં કઇ પણ સંજોગોમાં મંચિત કરી શકે છે. એની સફળતાનું રહસ્ય જ મુક્તિ અને મૌલિકતામાં છુપાયેલું છે, પરંતુ અત્યધિક સ્વતંત્રતા અને મુક્ત અધિકારોને કારણે જ ભવાઇમાં પ્રહસન અને હાસ્યની માત્રા ખૂબ વધી ગઈ છે, તેથી એની ગંભીરતાને નુકસાન થયું છે અને નટોમાં વિકૃતિ આવી છે. આવાં અનેક કારણોને લીધે ભવાઇમાં તાલીમની આવશ્યકતા ઊભી થઇ છે એવું દેખાય છે.