________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૨૮
ગતિઓ ભવાઇ-નૃત્યમાં હોય છે. તદુપરાંત વિવિધ પ્રકારની ‘ફૂદડી’ અને ‘નાચણી’નો પણ એમાં સમાવેશ થાય છે. ‘કેરબો' એકપાત્રીય વેશ છે. આ એવું પાત્ર છે કે જે અનેક પ્રકારનાં નૃત્ય કરી શકે છે, તોપણ મોટે ભાગે એ ફૂદડીઓ ફરે છે. કુશળ કલાકાર અડધો પોણો કલાક પંખાની માફક ફરે છે અને અઢાર તલવારોનો ખેલ બતાવે છે. એ મોટે ભાગે પુરુષ-વેશમાં હોય છે, પરંતુ શીશા-નૃત્ય અથવા સાંબેલા-નૃત્યમાં એ સ્ત્રી-વેશમાં હોય છે. આવું નૃત્ય અન્ય ભાષા-પ્રદેશમાં પણ જોવા મળે છે. સ્વતંત્ર રૂપે અથવા કોઇ પણ વેશમાં કેરબો વેશની વચમાં લાવવામાં આવે છે. રાજા અથવા કોઇ પાત્રને આરામ આપવા માટે કેરબાને બોલાવવામાં આવે છે. એ સમયે એવું લાગે છે કે જાણે એ મૂલ વેશનો જ એક ભાગ હોય. ભવાઇ એક મુક્ત નાટચસ્વરૂપ છે અને એમાં કેરબાનું પાત્ર તો વધારે મુક્ત છે. એ બહારનો નવો નવો પ્રભાવ ભવાઇમાં લઇ આવે છે.
રસનિષ્પત્તિ સંસ્કૃત નાટક અથવા નાટચશાસ્ત્ર પ્રમાણે થતી નથી, કારણ કે કોઇ પણ લોકનાટચની પોતાની કેટલીક મુખ્ય પરંપરાગત પદ્ધતિઓ હોય છે એનો રસ-નિષ્પત્તિ સાથે સીધો સંબંધ હોય છે. ભવાઇ પણ એ વાતનું ઘોતક છે. વેશ લેખનની પદ્ધતિમાંથી એ નીકળે છે. શામળ આદિ કવિઓની કૃતિઓમાં જે રીતે નાયક અને નાયિકા એકબીજાને પ્રહેલિકા (ઉખાણો, કોયડો), પ્રશ્નો, સમસ્યાઓ વગેરે પૂછે છે તે પદ્ધતિએ ભવાઇમાં પ્રેમ-સંવાદ લખવામાં આવે છે, જેનું નટ અનુકરણ કરે છે. તદુપરાંત, એ સંવાદમાં સ્થાનીક લોકજીવનનું રૂપ મિશ્રિત હોય છે. એમાં રસ-સૃષ્ટિની ક્ષમતા તીવ્રતમ હોય છે, જેની તરસ પ્રેક્ષકોને સતત હોય છે.
મનોભાવોની અભિવ્યક્તિને માટે નૃત્ત,નાચણી આદિનો પણ ઉપયોગ થાય છે. નારીના પ્રકારોનું વર્ણન કરતાં જ્ઞાન, કલ્પના, વિસ્મય તત્ત્વ આદિનો ઉપયોગ કરી ઉત્સવ અને-તહેવારની પૃષ્ઠભૂમિ પર આ વેશોનું મંચન થાય છે અને આ પ્રકારે ભવાઇ-કલાકાર પોતાની રીતે રસ-નિષ્પત્તિ કરે છે. નટની સાથે સામાજિકોની સહાનુભૂતિ હંમેશાં બની રહે છે. કોઇવાર દર્શક પણ પાત્રોની સાથે નાચવા લાગે છે. અને એની સાથે સાદાત્મ્ય સ્થાપિત કરે છે.
વસ્તુતઃ ભવાઇનું પુરું સ્વરૂપ જ શીઘ્ર નાટક અથવા સ્વયંસ્ફુરિત ‘ઇમ્પ્રોવાઇજેશન' પદ્ધતિનું છે. બધાં લોક-નાટ્યોમાં પોતાની આગવી મંચ-રૂઢિઓ વિકસિત હોય છે. ભવાઇમાં પાત્રને એક ગામથી બીજા ગામે જતાં જોવું હોય તો નટ ચાચરમાં ચક્કર મારે છે અને એ પ્રકારે યાત્રાનું વાતાવરણ સ્થાપિત કરે છે. ભવાઇમાં વિવિધ પાત્રોના આગમનની ગતિ પાત્રાનુકૂલ હોય છે. ચાલવાની ગતિક્રિયામાં પણ એની અસર દેખાય છે. જાદૂગરના ચાલવાની ગતિ-ક્રિયા બ્રાહ્મણ જેવી હોતી નથી. એક વેશમાં પણ વિવિધતાઓ દેખાય છે. ભારતીય નાટચ-પ્રકાર કેવળ સંવાદોનો બનેલો નથી, એમાં ગાન, વાદ્ય, નૃત્ય, નૃત્ત વગેરેનો સમન્વય હોય છે. ઘણે અંશે ભવાઇના મંચનમાં પણ એ દેખાય છે. એમાં દરેક વસ્તુ તાલ તથા લયમાં વ્યક્ત થાય છે.
મેકઅપ અને વેશભૂષા કલાકાર પોતે કરે છે. એ બધા ચલાવી લેવાની મનોવૃત્તિવાળા હોય છે; ઉદાહરણ તરીકે એ તલવારને બદલે લાકડીથી ચલાવી લેશે. અપ્સરાનો રોલ કરનાર નર ગોગલ્સ પહેરીને પણ આવે, પરંતુ આ બધી ઓછપ એ લોકો આંગિક અભિનયથી પૂરી કરી દે છે અને નહિ કે